1ઈસુ ખ્રિસ્ત જે ઈબ્રાહીમના ડિકરા, જે દાઉદના ડિકરા, તીયાણે વંશાવલી 2ઇબ્રાહિમ ઈસાહાકણો આથહો , ઈસહાક યાકુબણો આથહો , યાકુબ યહૂદા ને તિયાણે ફાવાહાઈ આથહો,3યહૂદા તામારથી હોવનો પેરેસ ને ઝરાહા, પેરેસ હેસોનણો આથહો, હેસોન આરામણો બાયો,4આરામ અમ્મીનાદાબણો આથોહો, અમ્મીનાદાબ નાહશોન સલ્મોનણો આથોહો, 5સલ્મોન બોઆઝણો આથહો ને રાહાબ તીયાણે માં, બોઆઝ ઓબેદણો આથહો ને રૂથ તીયાણે માં ઓબેદ યીશાઈણો આથહો 6યીશાઈ દાઉદ રાજાણો આથહો હોતનો, દાઉદ સુલેમાનણો બાયોને તીયાણે માં પેલી ઉરીયાણી પત્ની હોતની.7સુલેમાન રહાબણો આથહો, રહાબામ અબિયાણો આથહો, અબિયા આશાણો આથહો, 8આસા યહોશાફાટણો આથહો, યહોશાફાટ યોરામણો બાયો, યોરામ ઉઝીયાણો આથહો હોતનો.9ઉઝિયા યોથામણો આથહો, યોથામ આહાઝણો આથહો , આહાઝ હિઝકિયાણો આથહો, 10.હિઝિકિયા મનાસ્સાણો આથહો,મનાસ્સા આમોનણો આથહો, આમોન યોશિયાણો આથહો, 11બાબીલના બંદીવાસણે સમયે યોશિયા યખોન્યા ને તીયાણે ફાવાહાય આથહો હોતનો.12ને બાબીલની બંદીવાસ ફૂટી, યખોન્યા શાલતીએલ આથહો, શાલતીએલ ઝરુબ્બાબેલણો આથહો, 13ઝરુબ્બાબેલ અબીઉદણો આથો, અબીઉદ એલિયાકીમણો આથહો, એલિયાકીમ આઝોરણો આથહો, 14આઝોર સાદોકણો આથહો, સાદોક આખીમણો આથહો, આખીમ અલિયુદણો આથહો,15અલિયુદ એલાઝારણો આથહો, એલાઝાર મથ્થાનણો આથહો, મથ્થાન યાકુબણો આથહો, 16યાકુબ યુસફણો આથહો, યૂસફ તો મરિયમણો પતિ હોતનો ;ને મરિયમ થી ઈસુ ખ્રિસ્તણો જન્મો હોવો. 17ઈબ્રાહીમથી દાઉદ હુદી બદે મીલીને ચૌદ પેઢી હોવી, દાઉદથી બાબીલણા બંદિવાસ હુદી ચૌદ પેઢી, બાબીલણી બંદીવાસ ફૂટી ખ્રિસ્તણો સમય સુધી ચૌદ પેઢી હોવી,18ઈસુ ખ્રિસ્તણો જન્મો એવી રીતે હોવો, તીયાણે માં મરિયમણી સગાઈ યુસુફ હારી હોવની, તીયણે શારીરિક સબંધ હોવા પેલા પવિત્ર આત્માથી ગર્ભવતી હોવની જાણવામાં આવી. 19તીયીણે પતિ યુસુફ એક પ્રામાણીક પુરુષ હોતનો, ફણ તો બદાહા આગાલ તીયીણે અપમાન કરને કાયની માગતોનો, એટલે તીયેણે છાનોમાનો તીયે હારી સગાઈ તોડી નાખવાણો વિચાર કદો.20જીયા તીયે હિયા વિશે વિચાર કદો, તીયા પ્રભુણે દુતે તીયાણે સ્વપ્નમાં દેખસો ને તીયાણે કણે લાગો કા, "યુસુફ દાઉદણા દિખરાહ, તું તોરે પત્ની મરિયમણે હાદી નાવણે ખાબરાતો નખે ; કેહે કા તીયીણે ગર્ભમાં જી બાળક હા તી પવિત્ર આત્માથી હા, 21તીયાણે દિખરોહ હોવી ને તું તીયાણે નામ ઈસુ પાડજે, કેહ કા તો પોતાણે માણાહાય તીયાણે પાપોમાંથી ઉદ્ધાર કરી. "22હવે હી બદ એટલા હારુ હોવ કા, પ્રભુએ પ્રબોધકમાં રયને ક્વડાવીન તી પૂર હોય, એટલે, 23"કેહ કા, કુંવારી ગર્ભવતી હોવી, તીયાણે દિખરોહ હોવીને તીયાણે નામ તે ઈમાનુએલ પાડી. જીયાણે અર્થ હા કા, ઈશ્વર આપળે હારી હા. "24 પુઠી યુસુફ ઊંઘમાંથી ઉઠી ગો ને જેહે પ્રભુણા સ્વર્ગદુતે તીયાણે આજ્ઞા આપી તેહે કદ ; તો પોતાણી પત્નીણે હાદી નાવો. 25મરિયમણે દિખરોહ હોવો તીયા હુદી યુસુફે મરિયમ હારી શારીરિક સબંધ રાખ્યો કાયની ; ને તીયે તીયાણે નામ ઈસુ રાખ્ય.
1હેરોદ રાજાણા સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુણો જન્મો હોવો તીયા, ભાગીનોકાહા પૂર્વથી યરુશાલેમમા આવીને પૂછણે લાગા, કા
1તિયા દિહામાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાણા અરણ્યમાં ઉપદેશ આપતા એહે કતનો કા, 2"" પસ્તાવો, કરા કેહે કા સ્વર્ગણ રાજ્ય પાંહિ આવ હા."" 3કેહે કા તો હોજ હા, જીયા વિશે યશાયા પ્રબોધકે કઇન કા, " અરણ્યમાં પોકારનારની એવી વાણી હા, પ્રભુણો માર્ગ તિયાર કરા, ને તિયાણો રસ્તો હિદો કરા."4યોહાનણે નુગળે ઊટણા નીબાલાહાય હોતને, તિયાણે કળીમા ચામળાણે પટ્ટો હોતનો ને તીળ ને રાની મધ તીયાણો ખાપાણ હોતનો. 5તિયા પાહે યરૂશાલેમણા, યહૂદીયાણા ને યદૅનણા આસપાસ સર્વ પ્રદેશણ માણેહે તીયાણે પાહે આવે. 6તિ માણેહાય પોતાણા પાપો કબૂલ કરીને યદૅન નદીમાં તિયાથી બાપ્તિસ્મા નેદ.7પુઠી ફરોશીમાણા ને સદુફીમાણા ઘણાં પોતાથી બાપ્તિસ્મા પામણે હારું આવતા દેખીને યોહાને તિણાહાય કય કા, "" ઓ સંર્પોના વંશ, આવનાર કોપથી નાસવાણે તુમાહાય કીડે ચેતવ્યા?. 8પસ્તાવો કરનારને હોબે તેવા ફળ આપા. 9તુમારે મનમાં એહે કવાાણની ઘારવાણ કા, ઈબ્રાહિમ આમારે બાપ હા; કેહે કા હાય તુમ હાય કતોહામ કા ઈયાં પથરાહ માથી ઇશ્વર ઈબ્રાહિમણે હારું બાળકો પેદા કરી કહતો હા.10ઝાળવાહાઈ મુલાહાઇ પાર કુવાળો પેલેથી મુકી દેવામાં આવો હા, તિયા હારું જી ઝાળવ હારઅ ફળ કાઇની આપત તિયાણે વાળી નાખવામાં આવી ને. આગળામાં નાંખી દેવામાં આવી. 11તિયા હારું પસ્તાવાણ હાય પાણીથી તુમારે બાપ્તિસ્મા કરતો હામ, ફણ જો મારે પાછાલ આવવાણો હા તો મારે કરતાં સામર્થ્યવાન હા, હાઇ તિયાણે ચંપાલે ઊચિકવાણે લાયક કાયની હામ; તો તુમારે બાપ્તિસ્મા પવિત્ર આત્માથી ને અગ્નિથી કરી . 12તિયાણે હુપડં તિયાણે હાથમા હા, ને પોતાણી ખલાણે બરાબર સાફ કરીને પોતાણા ઘઉં વખારમાં ફરી, ફણ ભૂસું ઉનવાયજી તેવૉ આગળામાં બાલી નાખી."13તિયા પૂઠી ઈસુ યોહાનથી બાપ્તિસ્મા નેણે હારું ગાલીલ થી યદૅન નદીએ તિયા પાહે આવો. 14ફણ યોહાને તિયાણે અટકાવતા કય કા, " તોરેથી મારે બાપ્તિસ્મા પામવાં જોજે ને તું મારે પાહે આવો હા?" 15પૂઠી ઈસુ એ જવાબ આપતા કય કા, " અમે તાણુ એહે જ હોવા દે, કેહે કા સર્વ ન્યાયપણું હેવી જ રીતે પુર કરવ તિ આપણાં હાય હાર હા."" તિયા યોહાને ઈસુણ બાપ્તિસ્મા આપ્ય.16તિયા ઈસુ બાપ્તિસ્મા પામીને તરાત જ પાણીમાંથી બાર આવો, ને હેદા તિયા હારું સ્વર્ગ ખુલીગ ને ઇશ્વરનો આત્મા કબૂતર ને રૂપ ઉતરતા ને પોતા પાર આવતા તિયાણે દેખાય. 17હેદા, સ્વર્ગમાંથી એવી વાણી હોવી કા, " ઓ મારો વ્હાલો દીકરો હા, તિયા પાર હાય પ્રસન્ન હામ."
1પૂઠી ઈસુણે પરીક્ષણ શેતાનથી હોવ તિયાં હારું આત્મા તિયાણે જંગાલ માં હાદી ગો. 2ચાલહિ દિહી રાત ઉપવાસ કદો પૂઠી તિયાણે ફુક નાગી. 3પરીક્ષણ કરનારે તિયાં પાહે આવીને કય કા, " જો તું ઇશ્વરનો દિકરો હા, તો ઈયાં પથરાણે કઅ કા, તો રોટનો બની જાય ." 4ફણ ઈસુએ જવાબ આપતા કય કા," એવ નખીન હા, કા માણહ એખની રોટનૉ થી ની પણ દરેક શબ્દ જે ઇશ્વરના મોળામાથી નિકિલત હા તિયાથી જીવંત હા."5તિયાં પૂઠી શેતાન તિયાણે પવિત્ર નગરમા નેય ગો ને ભક્તિણા જગ્યાણા બુરુજ પાર તિયાણે ઊભો કદો. 6ને તિયાણે કય કા, " જો તું ઇશ્વરનો દિકરો હા, તે પોતાણે હેઠે પાળી નાખ; કેહેકા એવ નખીન હા, ' ઇશ્વર પોતાણા સ્વર્ગ દૂતો હાય તોરે હારું આજ્ઞા કરી; ને દૂતો તુને પોતાણા હાથમાં ઘરી નેઈ , ને તોરે પાગ પથર હારી ઠોકાઈ ની."7ઈસુએ તિયાણે કય," એહે પણ નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને તું પરીક્ષણ ની કર.' 8પાસો શેતાન તિયાણે ઘણાં ઊંચા ડોગરા ઉપાર નેઇ ગનો ને દુનિયાણા સઘળાં રાજ્યો ને તિયાણ વૈભવ તિયાણે દેખાળ્યો. 9ને તિયાણે કયં કા, " જો તું પાગે પળીને મારે ફકતી કરે, તે ઇ બદઅ હાય તુને આપી દેમ."10તિયા ઈસુએ તિયાણે કય કા, " અરે શેતાન, આઘો જા ! કેહે કા નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને ફકતી કર ને એખના તિયાણે જ સેવા કર." 11તિયા શેતાન તિયાણે મૂકીને નાહી ગો ; ને સ્વર્ગ દૂતોએ તિયા પાહિ આવીને તિયાણે સેવા કદી.12યોહાન બંદીવાન કરાયો હા, હવે ઉનાઇને ઈસુ ગાલીલમાં પાછો આવો. 13પૂઠી નાસરેથ સોળીને ઝબુલોનણા ને નફતાલીણા પ્રદેશમાંણા સમુદ્ર પાહિ કપરનુહુમમાં તો આવીને રયો.14ઇયા હારું કા પ્રબોધક યશયાએ જી કઇન તિ બઅદ પુર હોય , 15"ઝબુલોનણા પ્રાંત, નફ્તાલીણો પ્રાંત, યદૅન નદીણે હલે પાર, એટલે બિન યહૂદીઓણા ગાલિલ માણે 16જી માણેહે આદારામાં જીવતને, તિણાહાય મોટં હુજાલ દેખ્ય ને તિયાં વિસ્તારમાં જી મરણની છાંયડામાં જી બેઠને હોતને, તિણે ઉપાર હુજાલ હોવ.17ત્યાં પૂઠી ઈસુ ઉપદેશ કરતાં કણે લાગો કા, " પસ્તાવો, કરા કે હે કા સ્વર્ગણ રાજ્ય પાહિ આવ હા."18ઇસુ ગાલિલણા સમુદ્રણે કિનારે ચાનતનો ત્યાં તિયે બે ફાવા હાઈ , એટલે સિમોન જો પિતર કવાતનો તિયાણે ને તિયાણા ફાહા આન્દ્રિયાણે દરિયામાં જાલ નાખતા દેખ્યા, કેહે કા તે માછને થરનારા હોતના. 19તિયા ઈસુએ તિણાહાય કય કા, મારે પાછાલ આવા ને હાઇ તુમાહાય માણેહાય થરનારા બનાવીહી; 20તિણાહાય તરાત જાલ મુકી ને તિયાં પાછાલ ગયા.21તિયાં પૂઠી આગાલ જાતા તિયે બીજા બે ફાવાહાય, એટલે ઝબદીણો દિકરો યાકૂબણે તિયાણે ફાહા યોહાનણે તિણાહાય બાપા હારી વાહ ણમા પોતાણી જાલ હાદતા દેખ્યા. ને તિણાહાય ફણે હાજજા,
1તિયાં ઘણાં માણહાય દેખીને ઇસુ ડોગરા પાર ચળી ગો; તિયાણે બેઠા પૂઠી તિયાણે ચેલા તિયાં પાહે આવા. 2તિયે પોતાણે મુ ઉઘાળીને તિણાહાય ઉપદેશ આપતાં ક્ય કા, 3" આત્મામાં જી રાંક હા તિ ધન્ય હા; કે હે કા સ્વર્ગણે રાજ્ય તિયણે હા. 4જે શોક કરતાહા તેવે ધન્યા હા; કેહે કા તી દીલાશો પામી.5જી નમ્ર હા તી ધન્ય હા; કેહે કા પૃથ્વીણ વતન પામી. 6જીણાહાય ન્યાયીપણાની ભૂખ ને તરસ હા તી ધન્ય હા; કેહે કા તી ધરાઈ 7દયાળુ હા તી ધન્ય હા; કેહે કા તિ દયા પામી. 8મનમાં જી શુદ્ધ હા તી ધન્ય હા; કેહે કા તી ઇશ્વરને હેદી હકી.9સલાહ કરાવનારને ધન્ય હા; કેહે કા તે ઇશ્વરના દીકરા કવાય. 10ન્યાયપણાને નેદે જીયાણે સતાવણી કરવામાં આવી હા તી ધન્ય હા; કેહે કા સ્વર્ગણ રાજ્ય તીણે જ હા.11જીયા માણેહે તુમારે નિંદા કરે ને તુમાહાય સતાવે ને મારે નેદે તુમારે વિરૂદ્ધ જાત જાતણી ખોટી વાત અસત્યતા થી કઅણે નાગે, તિયાં તુમે ધન્ય હા. 12તુમે આનંદ કરા ને ખુબ હરખાયા, કેહે કા સ્વર્ગમાં તુમારો બદલો મોટો હા, તુમારે આગાલણા પ્રબોધક હારી માણેહે હેવી જ રીતે જ જુલુમ કરતે ને.13તુમે માણાહે જગતણે મીઠા હા; ફણ જો મીઠું બેસ્વાદ હોય તો તી કેવાથી ખાર કરાઈ? બાયરી ઉડાળી નાખણે ને માણાહાય પાગા નીચે છુંદાયા વગાર તિ કાય કામણ નાથ. 14તુંમે માનવ જગતણે હુજાલ હા, ડોગરા પાર વહાવીન નગર દપીને રઈ હકત નાથ15દીવો કરીને ટીપાંણે વાહાણા નીચે કાઈની, ફણ દીવી પાર મૂકવામાં આવત હા, તિયાં ઘરમાંણા બદાહાય તી હુજાલ આપત હા. 16તેહે જ તુમે તુમારે હુજાલ માણાહાય આગાલ હેવ પ્રકાશવા દેયા કા તી તુમારે હારાકામ હેદીને સ્વર્ગમાણા તુમારે બાપણે મહિમા કરાત.17એહે ની માના કા હાય નિયમશાસ્ત્ર અથવા પ્રબોદકો હેય વાતો હોય નાશ કરાવણે આવો હામ; હાય નાશ કરને કાઈની ફણ પુર કરને આવો હામ 18કેહે કા હાય તુમાહાય નક્કી જ કતૉ હામ કા, આકાશ ને પૃથ્વી જાતે રય તીયે હુદી બદ પુર હોયા વગાર નિયમશાસ્ત્રમાંથી એકે કાનો અથવા માત્રો જતો રઈ ની19ઇયા માટે અ બધાથી નાની આજ્ઞાઓમાણી એકણે જો કોઈ તોડી અથવા માણાહાય હેવ. કરાવણે હિખવી તો તી સ્વર્ગણા રાજ્યમાં બધાથી નાનો કવાઈ ફણ જો કોઈ તી પાલી ને હીખવી તી સ્વર્ગણા રાજ્યમાં મોટો કવાઈ 20કેહે કા હાય તુમાંહાય કતો હામ કા શાસ્ત્રોઓના ને ફેરૉશીઓણે ન્યાયપણા કરતાં જો તુમાંરે ન્યાયપણા વધારે ની હોય તીયા સ્વર્ગમાં તુમે પ્રવેશ ની જ કરી હખાહા.21હત્યા ની કર, ને જી કોઈ હત્યા કરે તિયાણે અપરાધી કરાવાણા જોખમમાં આવી; એહે પેલાણા સમયમા લોકાહાય કઈન હોત ન, તી તુમાહાય ઊનાય હા. 22ફણ હાય તુમાહાય કતો હામ કા જી કોઈ પોતાણે ભાઈ પાર વગાર કામણો ગુસ્સો કરતો હા. તો અપરાધી કરાવાણા જોખમમાં આવી; જો પોતાણે ભાઈણે ઊજડ કઈ તો ન્યાયસભામાં અપરાધી ઠરાવાણા જોખમમાં આવી; જો કોઈ તિયાણે કતો હા, કા તુ મૂર્ખો હા તી નરકણે અગ્નિણે જોખમમાં આવી.23હીયા માટે જો તુ તોરે અર્પણ વેદી પાહાય નાવે ને જો તીયા તુને યાદ આવે કા મારે ભાયણે વિરૂદ્ધ કાઈક હા. 24તો તિયે યજ્ઞવેદી આગાલ તોરે અપર્ણ મૂકીને જો પેલા તોરે ભાહાવ હારી સમાધાન કર ને તિયા પૂઠી આવીને તોરે અપર્ણ ચઢાવ25જીયા હુદી તુ તોરે દુશ્મનણે હારી રસ્તામાં હા, તીયે હુદી તીણે હારી તરાત સમાધાન કર હેદજે ને તોરે દુશ્મન તુને ન્યાયધીશણે હોયે ન્યાયધીશ ને સિપાઇણે હોયી ને તુને જેલમાં નાખી દેવામાં આવે. 26હામું જ હાય તુમાહાય કતો હામ કા, તુ મે બરાબર સજા મૂકવાહા ની, તીયે હુદી તુ27ફણ હાય તુમાહાય ક તો હામ કા કોઈની પાહાય જી કોઈ ખોટી નજર કરત હા, તીયે અતરામાજ પોતાણે મનમા તીયી હારી કિયાનીણો વ્યેભિચાર કયરો હા. 28જો તોરે જમણો ડોલો તુને પાપ કરાવણે દોરે, તે તિયાણે કાઢી નાખીને તોરે પાહાય થી ઉડાળી નાખ, કેહે કા તોરે અંગોમાણા એકણો નાશ હોય, ને તોરે આખ શરીર નર્કમા ની નાખાય,હી તુને ગુણકારક હા.29જો તોરે જમણો હાથ તુને પાપ કરાવણે દોરે તિયાં તિયાણે વાડીને તોરે પાહાયથી ઉડાળી નાખ, કેહે કા તોરે અંગોમાણા એકણો નાશ હોય, ને તોરે આખ શરીર નર્કમા ની નાખાય,હી તુને ગુણકારક હા. 30જો કોઈ પોતાણે ઘરાવાલીણે છોડી દેય, તે તુને ફારગતી નખી આપે, એહે ફણ કઈન હોતન.31ફણ હાય તુમાહાય કતો હામ કા, વ્યભિચારને કારણ વગર જો કોઈ પોતાણે ઘરાવાલીણે છોડી દેય તે તિયણે પાહાય વ્યભિચાર કરાવતો હા; ને જે કોઈ તે છોડી દેદ ની ઘરવાલી હારી વેવા કરતો હા તો બી વ્યભિચાર કરતો હા. 32વળી તું જુઠા હમ ની ખા ફણ પ્રભું પ્રત્યે તોરે હમ પૂરા કર; એહે પેલાણા સમયમાં માણાહાય કઈન હોતન તી તુમાહાય ઉનાય હા.33ફણ હાય તુમાહાય કતો હામ કા, કોઈ બી જાતણા હમ ની ખાયા; સ્વર્ગના કાઇની કેહે કા તી ઇશ્વરને રાજ્યસન હા. 34પૃથ્વીણે કાઇની, કેહે કા તી તિયાણે પાયાસન હા; ને યરુંશાલેમણે કાઇની કેહે કા તી મોટા રાજાણે નગર હા 35તુમે તુમારે માથાણે બી હમ ની ખાયા, કેહે કા તુમે એક બી નિબાલાણે ફણ ઉજલ અથવા કાલ કરી હક તે કાઇની.36ફણ તુમારે બોનવાણ તી હા. " તેં હા ' ના ' તે ' ના ' હોય કેહે કા હિયા કરતા વધારે જે કાંઈ હા તી દુષ્ટ પાહાય થી હા. 37ડોલાણે બદલે ડૉલો ને દાતણે બદલે દાત તેહ કઇન હોતન તી તુમાહાય ઉનાય હા.38ફણ હાય તુમાહાય કતો હામ કા જો દુર્જન હોય તિયાણે હાબે ની હોવા; ફણ જો કોઈ તોરે જમણાં ગડાળ પાહાય થાપડ ઠોકે, તીયા ફણી બીજો, ફણ ફેરવ. 39જો તોરે કોટ નેણે ફાગણો દાવો કરીને તુને ન્યાયભામાં નેઈ જાણે ધારે તિયાણે તોરે પેરવાણ બી નેવા દે.40જો કોઈ તુને જોરજોરથી એક માઈલ નેઇ જાય, તો તિયા હારી બે માઈલ જા. 41જી કાંઈ તોરે પાહાય માગે તિયાણે તું આપ ને તોરે પાહાય જી ઓછીન નેણ આવે તીયાથી મું ની ફેરૂવ. 42તું તોરે મેરેણાહાય પાહાય પ્રેમ કર ને તોરે દુશ્મન પાહાય દ્વેષ ની કર, તેહે કઈન હોતન, તી તુમાહાય ઉનાય હા.43ફણ હાય તુમાહાય કતો હામ કા, તુમે તુમારે દુશ્મન પાહાય પ્રેમ કરા ને જો તુમાહાય સતાવતે હા, તિયાણે ફાગી પ્રાથૅના કરા. 44હીયા માટે કા તુમે સ્વર્ગમાણા તુમારે બાપણે ડીખરેહે હોવા, કેહે કા તો સુર્પ દુષ્ટ ને ભલા પાહાય ઉગાડતો હા ને ન્યાયી ને અન્યાયી પાહાય વરહાત મોકલીનતો હા. 45કેહે કા જી તુમારે પાહાય પ્રેમ કરત હા, તિયાણે પાહાય જો તુમે પ્રેમ કરતે હા, તીયા તુમાહાય કેવો બદલ મિલી? દાણીઓ બી. એહે કાઈની કરતાં?46જો તુમે કેવલ તુમારે ફાવાહાય સલામ કરતે હા, તો તુમે વિશેષ કામ કરતે હા? દેવ વગારને માણહે ફણ એહે નાથ કરતે? 47હીયા માટે જેવો તુમારે સ્વર્ગમાણો બાપ સંપૂર્ણ હા, તેવે તુમે બી સંપૂર્ણ હોવા. 48હીયા માટે જેવો તુમારે સ્વર્ગમાણો બાપ સંપૂર્ણ હા, તેવે તુમે બી સંપૂર્ણ હોવા.
1માણહે તુમાહાય હેદે તિયાં, હેતુ થી તિયાણે આગાલ તુમારે ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રયા; ની તે સ્વર્ગમાંણા તુમારે પિતા થી તુમાહાય બદલો મીલી ની. 2માટે જીયા તુમે દાનધર્મ કરાહા, તિયાં જેહે ઢોંગીઓ સભાસ્થાનોમાં ને વાટીમા માણાહાથી વખાણ પામણે કરે હા, તેહે પોતાણે આગાલ રણશિગડું ની વાગાડા. હાય તુમાહાય હાચુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા.3ફણ તુંમે જીયા દાનધર્મ કરા, તિયાં જો તુમારો જમણો હાથ કરે તી તુમારે ડાબો હાથની જાણે. 4હીયા માટે કા તુમારે દાનધર્મ ગુપ્તમાં હોય; ગુપ્તમાં હેદનારો તુમારે બાપ તુમાહાય બદલો આપી.5જીયા તુમે પ્રાર્થના કરાત. તિયાં ઢોંગીઓણે જેવા ની બના. કેહે કા માણહે તીણાહાય હેદે, માટે તી સભાસ્થાનોમાં ને વાટીણે મેરે છીડાપાર ઉભ રય ને પ્રાર્થના કરને માગતે હા. હાય તુમાહાય હાચજ ક તો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા. 6ફણ જીયા તુમે પ્રાર્થના કરાત, તિયાં તુમારે ઓરડીમાં જાયા, બાર બંધ કરીને તુમારે બાપણે પ્રાર્થના કરા; ને ગુપ્તમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી. 7તુમે પ્રાર્થના કરતાં બિનયહૂદીયોણે કાણે બકવાસ ની કરા: કેહે કા તી ધારતે હાકા અમારા ઘણો બોનવાથી આમારે ઉનાવામાં આવત.8હીયા માટે તુમે તિયાણે જેવે ની હોવા. કેહે કા જીયાણે તુમાહાય જરૂર હા તી તિયાણે પાહાય માગ્યા આગાલ તુમારે બાપ જાણતો હા. 9માટે તુમે ઇયા રીતે પ્રાર્થના કરા: " ઓ આકાશમાણે આમારે બાપ, તૉરે નામ પવિત્ર મનાય. 10તોરે રાજ્ય આવો, જેહે સ્વર્ગમાં તેહે પૃથ્વી પાર તુમારે ઈચ્છા પૂરી હોવે.11દિવસણે આમારે રોટની આજે આમાહાય આપ, 12જેહે આમાહાય આમારે અપરાધીણે માફ કયરે હા , તેહે તુમે આમારે અપરાધ આમાહાય માફ કર. 13આમાહાય પરીક્ષણમાં પડવા ની દે, ફણ દુષ્ટથી અમારે બચાવ કર.14કેહે કા જો તુમે માણાહાય અપરાધો તિણાહાય માફ કરા.તીયા તુમારે સ્વર્ગમાણો બાપ ફણ તુમાહાય માફ કરી. 15ફણ જો તુમે માણાહાય તિયાણે અપરાધો માફ ની કરા, તે તુમારે બાપ તુમારે અપરાધો ફણ માફ ની કરે.16વલી જીયા તુમે ઉપવાસ કરાહા, તીયા ઢોંગીયાણે માફક ઉતરી ગને મોં વાલાહાય ની હોવા, કેહે કા લોકાહાય ઉપવાસી દેખાણે હારું તી પોતાણે મોં પડી ગન દેખાડને હા, હાય તુમાહાય હામુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુંકચો હા. 17ફણ જીયા તુમે ઉપવાસ કરા, તીયા તુમારે માથા પાર તેલ લગાવા ને તુમારે મોં ધોયા. 18ઇયા હારું કા ફક્ત માણેહે ની જાણત કા તુમે ઉપવાસ કરી રયે હા, ફણ તુમારે બાપ જે ગુપ્તમાં હા તિયાણે તુમે ઉપવાસી દેખાય. ને ગુપ્તમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી.19ધરતી પાહાય પોતાણે હારું દ્રવ્ય એકઠ ની કરા. તીયે કીડા ને કાટ નાશ કરી ને ચોરો દિવાલ તોડીને ચોરી જાય 20ફણ તુમે પોતાણે હારું સ્વર્ગમાં એકઠ કરા. જીયે કીડા ને કાટ નાશ કાયની કરતા ને જીયે ચોરો દિવાલ તોડીને ચોરી જાતા કાયની. 21કેહે કા જીએ તુમારે દ્રવ્ય હા, તીયા જ તુમારે ચિત ફણ હા.22શરીરનો દીવો તે આંખ હા, ઇયા માટે જો તુમારે નજાર હારી હોય તે તુમારે આખ શરીર હુજાલાથી ભરીન હોઈ. 23ફણ જો તુમારે નજાર ખરાબ હોય, તે તુમારે આખં શરીર અંધકારથી ભરીન હોઈ, માટે તુમારેમા જી હુજાલ હા, તી જ અંધકારરૂપ હોય. તો તી અંધકાર કતરો મોટો! 24એક ચાકર બે માલિકણે ચાકરી કરી હકતો નાથ, કેહે કા તે એકણો દ્રેષ કરી, ને બીજાણે પાર પ્રેમ કરી, અથવા તે એકણો પક્ષણો બની, ને બીજાણે તિરસ્કાર કરી, એક હારી તુમે ઇશ્વરને ને દ્રવ્યણે ચાકરી કરી શકાત ની.25ઇયા માટે હાય તુમાહાય કતો હામ કા તુમારે જીવણે હારું ચિંતા ની કરા કા, આમે કાજા ખાહાવ અથવા કાજા પિહું; તેહે જ તમારે શરીરણે માટે ચિંતા ની કરા કા, કાજા પેરુંહું ? શું જીવ ખાવાણા કરતાં ને શરીર કપડાં કરતાં અધિક નાથ ? 26આકાશણા પક્ષીઓણે હેદ; તેઓ તો વાવતે નાથ, કાપતે નાથ ને બખારામાં ભરતે નાથ , તોયે ફણ તુમારે સ્વર્ગીય બાપ તિયાણે પોષણ કરતો હા , તે તીયા કરતાં તુમે અધિક મૂલ્યવાન નાથ હા ?
1કોઈણે દોષ ની કરા ને તુમારે દોષ કરાય. 2કેહે કા જી પ્રમાણે તુમે ન્યાય કરાહા,તીયા પ્રમાણે તુમારે ન્યાય હોવી જીયામાપ થી તુમે માપી આપ હા. તીયા જ પ્રમાણે તુમાહાય માપી આપાય.3તું તોરે ભાહાવણે ડોલામાણ ફોતરાં ધ્યાનમાં નેતો હા, ને તોરે પોતાણે ડોલામાણો ભારોટીયો કેહે હેતો નાથ? 4અથવા તું તોરે ભાહાવણે કેવી રીતે કઈ અખેકા માને તોરે ડોલામાથી ફોતર હે; ફણ જો, તોરે પોતાણેજ ડોલામા ભારોટીયો હા ? 5ઓ ઢોંગી ! પેલો તું પોતાણે જ ડોલામાંથી ભારોટીયો કાઢ, તીયા પૂઠી તુને તોરે ભાહાવણે ડોલામાંથી ફોતર કાઢવાણ હારી રીતે દેખાઇ.6જી પવિત્ર હા તી કૂતરાણે આગાલ ની નાખા , તુમા રે મોતી ભૂડોણે આગાલ ની નાખા ; એહે ની હોઈ કા તે તી પોતાણે પાગા તલે છુંદે ને તુમાહાય ચિરી નાખે.7માગાહા તે તુમાહાય અપાય ; હેદહા તીયા તુમાહાય જડી; ઠોકહા તીયા તુમારે ફાગ ઉઘાડાય 8કેહે કા જી બદે માગતે હા તિણાહાય મિલત હા ; જી હેદતે હા તિણાહય જડત હા ; ને જી કોઈ ઠોકત હા , તિણાહાય હારુ બાર ઉધાડવામાં આવી. 9તુમારે મા હેવ કાણ માણહુ હા કા, જો તિયાણે દિખરોહો તીયા પાહાય રોટની માગે, તીયા તો તિયાણે પથરો આપી ? 10અથવા જો માછન માગે, તીયા તો તિયાણે સાપ આપી ?11માટે જો તુમે ખરાબ હોવે છતાં, જો પોતાણે બાળકણે હારે વાના આપણે માગતે હા, તે તુમારે સ્વર્ગમાં,ણો બાપ પાહાય જી માગતે હા , તિયાણે કતર વિશેષ કરીને હારે વાના આપતો હા. 12માટે જી કાંઈ તુમે ઈચ્છા હા કા બીજા લોકો તુમારે પ્રત્યે કરી , તેવ તુમારે ફણ તીયા પ્રત્યે કરા : કેહે કા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોણે વાતૉણો સાર તે હા.13તુમે સાંકડા બારણાથી માય જાયા ; કેહે કા જો માર્ગ નાશમાં પોહોંચાડતો હા , તિયાણે બારણં પલઅ હા, ને ખણ તીયામા, રયઈ ને પ્રવેશી. 14જો માર્ગ જીવનમાં પહોંચાડતો હા, તો સાંકડો હા ને જીયાણે તો જડતો હા તી થોડે જ હા.15જે જુઠા પ્રબોધકો ઘેટાંણે જેવે તુમારે પાહિ આવે હા, ફણ અંદારથી ચીરી ખાનાર વરુણે જેવે હા . તીયા સંબંધી તુમે સાવધાન રયા. 16તિયાણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા. શું લોકો કાંટાણે ઝાડવા પારથી દરાખ અથવા ઝેખરાપારથી અંજીર તોડી હા. 17તેહે જ દરેક સાર ઝાડ હાર ફળ આપત હા અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપત હા.18હાર ઝાડ ખરાબ ફળ આપી શકત નાથ અને ખરાબ ઝાડ હાર ફળ આપી શકત નાથ. 19દરેક ઝાડ જી હાર ફળ નાથ આપત તી કપાત હા અને અગ્નિમાં નાખાત હા. 20તેથી તેયા ણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા.21જેવો માને પ્રભું કતે હા, તી બધે સ્વર્ગણે રાજ્યમાં જાય એહે તે ની, ફણ જી મારે આકાશમાણા બાપણે ઈચ્છા પ્રમાણે કરી તીજ જાય. 22તીયા દિવસે ઘણે માને કય કા, પ્રભું પ્રભું ' શું આમાંહાય તોરે નામે પ્રબોધ કર્યો નાથ? તોરે નામે દુષ્ટઆત્માંણે કાયળ નાથ? ને તોરે નામે ઘણાં પરાક્રમી કામો કધે નાથ ? 23તીયા હાય તિણાહાય સ્પષ્ટ કહય કા, માયે તુમાહાય કદિ ફણ ઓલખીતો નાથ. એ દુસ્ટકર્મીઓ , તુમે મારે પાહિથી દૂર જાયા ""24ઈયા માટે , જી કોઈ મારે વાત ઉનાત હા , ને પાલત હા, તી એક ડાયા માણાહાણે જેવ હા. જીએ પોતાણે ઘર ખડક પાર બાધજ. 25વરાહાત વરીહયો , પુર આવ, વાવાઝોડા હોવ ને તીયા ઘર પાર સપાટા નાગા ; ફણ તિયાણે પાયો ખડક પાર બાધીનો હોવાથી તી પયળ ની.26જી કોઈ મારે વાત ઉનાતે હા ફણ પાલતે નાથ, તી એક મૂર્ખ માણાહાણે જેવે હા, જિએ પોતાણે ઘર રેતી પાર બાધજ. 27વરાહાત વરીહયો , પુર આવ, વાવાઝોડા હોવ , તી ઘર પાર સપાટા નાગા ને તી પડી. ગ ; ને તિયાણે નાશ મોટો હોવો.28ઇસુ હે વાત કય રયો પૂઠી , એહે હોવ કા, લોકો તિયાણે ઉપદેશથી નવાઈ પામયે, 29કેહે કા શાસ્ત્રીઓણે જેહે ની , ફણ જીયાણે અધિકાર હોય ને હેવી રીતે તો તિણાહાય ઉપદેશ કરતો હોતનો.
1જીયા ઈસુ ડોગરા પારથી ઉતીયરો, તીયા હમટે ખણે માણહે તીયાણે પાછાલ ગયે. 2ને હેદા, એક દુ:ખી રોગીએ આવીને તીયાણે પગે પડીને કય કા ઓ પ્રભુ જો તૉરે ઇચ્છા હોય તે તું માને શુદ્ધ કરી શકતો હા.''. 3તીયા ઇસુયે પોતાણો હાથ લાંબો કદો , ને તીયાણે અટકીને કય," હાય ચાહતો હામ, તું શુદ્ધ હો, " ને તરાત તો પોતાણા દુ:ખી રોગથી શુદ્ધ હોવો.4પુઠી ઇસુ તીયાણે કય કા, જોજે, તુ કોઈણે કઅતો નખે, ફણ જા, યાજકણે જાઈને પોતાણે દેખાડને તીયાણે માટે સાક્ષી રીતે જે અર્પણ મુસાણા કહયા પ્રમાણે હા તી ચઢાવ."5ઇસુ કફરનાહુમમાં આવો. પુઠી જમાદારે તીયાણે પાહી આવીને વિનંતી કરી કા. 6ઓ પ્રભું, મારે ચાકર ઘરમાં પક્ષઘાતી હોયને પડીનો હા. ને તીયાણે હમટી પીડા હોવતી હા. 7તીયા ઇસુએ તીયાણે કય કા."હાય આવીને તીયાણે હારો કરીહી."8જમાદારે જવાબ આપતાં કય કા, ઓ પ્રભુ તું મારે છાપરા નીચે આવે હેવો હાય યોગ્ય નાથ, ફણ તું માત્ર શબ્દ કઅ, એટલે મારે ચાકર હારો હોવી. 9કેહેકા હાય ફણ કોઈણે અધિકાર હેઠળ હામ ને સિપાઈઓ મારે સ્વાધીન હા. એકણે હાય કતો હામ કા',જા, ને ત જાતો હા, બીજાણે કતો હામ કા, ઈયા પ્રમાણે કર; ને તો કરતો હો,'' 10તીયા ઇસુણે તે ઉનાયને આશ્ચર્ય હોવ, પાછાલ આવનારાહાય તીયાણે કય,હાય તુમાંહાય હાચુંજ કતો હામ કા, એવો વિશ્વાસ મયે ઇઝરાયેલમાં ફણ હેજો નાથ .11હાય , તુમાહાય કતો હામ, કા પુર્વથી તથા પશ્ચિમથી ઘણે માણહે આવીને ઈબ્રાહિમણે,ઈસહાકણે, તથા યાકુબણે હારી સ્વર્ગણા રાજ્યમાં ખાણે બેહી. 12ફણ રાજ્યણા દીકરાઓણે બારને અંધારામાં નાખાય. કા જીયા રડવું અને દાંત પીસવ હોવી. 13ઇસુએ તીયા જમાદારને કય કા,જા જેવો તુયે વિશ્વાસ કદો તેવજ તુને થાઓ;તીયે જ ઘડી તીયાણે ચાકર હારો હોવો.14ઇસુ પિતરને ખરમાં આવો, તીયે તેયાણે સાસુણે તાવથી માંદી પડીની દેખી. 15ઇસુ તીયાણે હાથણે અટકીયો, એટલે તીયાણે તાવ જાતો ૨યો ને તીયે ઉઠીને તીયાણે સેવા કરી.16હાંન્ત પયળ તીયા માણેહે ઘણે દુષ્ટઆત્માં વીલગીને તીયાણે પાહે નાવે ને તીયે શબ્દથી દુષ્ટ આત્માંણો બાર કાઢ્યે ને બધે માંદાહાય હારે કદે. 17તીયા માટે કા યશાયા પ્રબોધકે જી કય હોતન તી પુર હોય કા', તીયે પોતે આપડે માંદગીણે નેદે ને આપડે રોગો ભોગવ્યા".18ઇસુએ માણાહાય મોટી ભીડ પોતાણે આજુબાજુ એકઠી હોવીની દેખી, તીયણાહાય ને હલી પાર જાવાણી આજ્ઞા કદી. 19એક શાસ્ત્રીએ પાહી આવીને તીયાણે કયઅ કા, ઓઉપદેશક, જીયે કાઈ તુમે જાહા તીયે હાય તુમારે પાછાલ આવીહી. 20તીયા ઇસુએ તીયાણે કયઅ કા, "કોનાહાય દર હોતા હા.ને આકાશણા પક્ષીહીય માળા હોતના હા. ફણ માણસણે દીકરાણે માથું મુકવાણી જગ્યા નાથ .21તીયાણે શિષ્યોમાંથી બીજાયે' તીણાહાય કયઅ કા, પ્રભુ માને રજા આપ કા હાય જાઈને પહેલાં મારે બાપણે દફનાવીને આવ." 22ફણ ઇસુએ તીયાણે કયઅ કા, તું મારે પાછાલ આવ, મરણ પામીનાહાય પોતાણે મરણ પામીનાહાય દફનાવવા દે.23જીયા ઇસુ હોડી પાર ચડ્યો. તીયા તીયાણે શિષ્યો તેયાણે પાછાલ ગયા. 24હેદા, સમુદ્રમાં એવ મોટ તોફાન હોવ. જેથી હોડી મોજાંઓથી ઢાકાઇ ગોય; ફણ ઇસુ પોતે ઉઘંતો નો. 25તીયા શિષ્યોએ તીયાણે પાહી આવીને તીયાણે ઉઠાડીને કય કા, " ઓ પ્રભુ આમાહાય બચાવ, આમે નાશ પામીયે હામ".26પૂઠી ઇસુએ તીયણાહાય ક્ય કા, "ઓ અલ્પવિશ્વાસીઓ, તુમે કાજા કરને ઘાબરાય ગયા હા ? પુઠી તીયે ઉઠીને વાપરાણે ને સમુદ્રણે ધમકાવ્યો, ને ઘણી શાંતિ હોવી. 27તીયા તે માણાહાય આશ્ચર્ય પામીને કયઅ કા, હે કાણા પ્રકારનો માણહું હા. કા વાયરાને સમુદ્ર ફણ તીયાણે માનતા હા ?"28જીયા ઇસુ હેલે પાર ગદરાનીના દેશમાં પહોંચો તીયે દુષ્ટાત્મા વીલગીને બે માણેહે કબારમાંથી નીકલતે તીયાણે મીલે;તેઓ એવા બીધા હોતના કા તીયા વાટે કોઈથી જાવાત કાયની ; 29હેદા તીણાહાય બૂમ પાડતા કયઅ કા, ઓ ઈશ્વરને દીખરા,આમારે ને તોરે કાજા હા ? હા સમય આગાલ તુ આમાહાય પીડા આપણે ઇયે આવો હા. શુ ?30હવે તીયાથી થોડેક દૂર ઘણા ભૂંડાહાય એક ટોલૉ ચરતને . 31દુષ્ટાત્માઓએ તીયાણે વિનંતી કરતો કયઅ કા," જો તુમે આમાહાય કાડે તીયા ભૂંડાહાય ટોલામાં અમાહાય મોકના.' 32ઈસુએ તીણાહાય કયઅ કા,જાયા,'પૂઠી નીકલીને ભૂંડોમાં પેઠા; ને પાણીમાં ડૂબી મયરે.33તીયા ચરાવનાર નાઠા,તીણાહાય નગરમાં જાયને બધ કયઅ ઉનાવય ; ઘણા દુષ્ટાત્મા વીલાગીનાહાય કાજા હોવ તી ફણ કયઅ . 34તીયા હેદા આખ નગર ઈસુણે મિલણે બહાર આવ ; તી હેદીને તીણાહાય તીયાણે વિનંતી કદી કા,આમારે સીમમાંથી આન્યો જા.
1તીયા હોડીમાં બેહીને ઈસુ હલે પાર ગો.તીયા પૂઠી પોતાણે નગરમાં આવો. 2તીયા હેદા,ખાટને પડીનો એક લખવા વાલાણે માણહે તીયાણે પાંહાય નાવે.ઈસુએ તીણાહાય વિશ્વાસ હેદીને પક્ષઘાતીણે કયઅ કા,દીકરા હિંમત રાખ,તોરે પાપ તુને માફ હોવા હા."3તીયા શાસ્ત્રીમાણા કતરાક પોતાણે મનમાં કયઅ કા,હો દૂરભાષણ કરતો હા." 4ઈસુએ તીણાહાય વિચાર જાણીને કયઅ કા,તુમે તુમારે મનમાં કાજા કરને દુષ્ટ વિચાર કરતે હા ? 5કેહે કા ઇયા બેમાણ વધારે હેલઅ કાણ હા,એહે કવાણ કા 'તોરે પાપ તુને માફ હોવા હા,અથવા એહે કવાણ કા ઊઠીને નાહી જા ? 6ફણ માણસણે દિખરાણે પૃથ્વી પાર પાપણે માફી આપવાણો અધિકાર હા,હી તુમે જાણા ",એટલે ઈસુ લકવાવાલા માણાહાણે કયઅ કા,"ઊઠ,તોરે ખાટનો ઉંચકીને તોરે ઘર નાહી જા."7અને તો ઊઠીને પોતાણે ઘર ગો. 8તી હેદીને માણેહે આશ્ચર્ય ચકિત હોવ,ને ઈશ્વરે માણાહાય હેવો અધિકાર આપચો હા,ઇયા માટે તીણાહાય તીયાણે મહિમા કદો. 9ઈસુએ તીયાથી જતા માથ્થી નામણે એક માણાહાણે દાણ નેવાણી ચોકી પાર બેઠનો દેખયો,તીયે તીયાણે કયઅ કા,તુ મારે પાછાલ આવ,તીયા તો ઊઠીને તીયાણે પાછાલ ગો.10તીયા પૂઠી એહે હોવ કા,ઈસુ માથ્થીણે ઘર ખાણે બેઠો તીયા હેદા,ઘણાં દાણ નેનારાઓ તથા પાપીઓ આવા ને ઈસુણી તથા તીયાણી શિષ્યોણી હારી બેઠા. 11ફરોશીઓએ ઈ હેદીને તીયાણે શિષ્યોને કયઅ કા,તુમારો ઉપદેશક દાણીઓને તથા પાપીઓણે હારી કેહે ખાતો હા ?12ઈસુએ હી ઉનાયને તીણાહાય કયઅ કા,જી તંદુરસ્ત હા તીયાણે વૈધણે જરૂર નાથ,ફણ જી બીમાર હા તીયાણે હા. 13ફણ બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ,ઇયાણે શો અર્થ હા,તે જાયને હીખા,કેહે કા ન્યાયીઓણે ની ફણ પાપીઓણે બાચાવણે હાય આવો હામ."14તીયા યોહાનના શિષ્યો તીયાણે પાહે આવીને કયઅ કા,"આમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરતે હામ,ફણ તોરે શિષ્યો ઉપવાસ કરતાં નાથ,ઇયાણે કારણ કાજા ? 15તીયા ઈસુએ તીણાહાય કયઅ કા,'જીયા હુદી વરરાજા જાનૈયાઓણી હારી હા તીયા હુદી શુ તે શોક કરી શકે ? ફણ એવા દિવસો આવી કા,વરરાજા તીયા પાહીંથી નેય નેવાઈ તીયા તે ઉપવાસ કરી.16વલી નવા નુગળાણે થીગડ જુના નુગડામાં કોઈ મારત નાથ,કેહે કા તી થીગડાથી તે નુગડ ખેંચાત હા અને તી વધારે ફાટી જાત હા.17વલી નવો દ્રાક્ષારસ જૂની મશકો મા કોઈ ભરત નાથ;જો ભરે તો મશકો ફાટી જાતી હા,દ્રાક્ષારસ ઢોળાય જાત હા,ને મશકોણે નાશ હોતો હા,ફણ દ્રાક્ષારસ નવી મશકોમા ભરવામાં આવત હા,જેથી બનેણે રક્ષણ હોત હા."18ઈસુ તીણાહાય હે વાત કતો નો,તીયા હેદા એક અધિકારી આવીને તીયાણે પગે પડીને કયઅ કા,મારે દીખરીહ અમેજ મૃત્યુ પામી હા,ફણ તુ આવીને તોરે હાથ તીયે પાર મૂક એટલે તી જીવતી હોવે." 19તીયા ઈસુ ઊઠીને પોતાણે શિષ્યો સહીત તીયાણે પાછાલ ગો.20તીયા હેદા,એક સ્ત્રી જીયેણે બાર વરહાથી સખત લોહીવા હોતનો,તે ઈસુણે પાછાલ આવીને તીયાણે નુગડાણે કોરને અટકી ; 21કેહે કા તીયે પોતાણે મનમાં વિચાર્ય કા,જો હાય માત્ર તીયાણે નુગડાણે અટકીહી તે હાય હારી હોઈ જાહાય " 22તીયા ઈસુએ પાછાલ ફીરીને તથા તીયીણે હેદીને કયઅ કા,"દીકરી,હિંમત રાખ,તોરે વિશ્વાસે તુને હારી કરી હા,ને તે સ્ત્રી તેજ ઘડીયે હારી હોવી.23પૂઠી જીયા ઈસુએ તે અધિકારીણે ખરમાં વાંસળી વાગાડનારાહાય તથા લોકોણે કકળાટ કરતાં હેજે 24તીયા તીણાહાય કયઅ કા,"ઈનથી જાતારયા ; કેહે કા છોકરી મરી ગોઈ નાથ ફણ હુવતી હા,"ને તીણાહાય ઈસુણે વાતણે મજાકમાં કાઢી.25લોકોણે બાર કાઢયાં પૂઠી,તીયે માય જાયને તીયણે હાથ થયરો ;ને તે છોકરી ઊઠી. 26તે વાતણે ચર્ચા આખા દેશમાં ફેલાય ગોઈ.27ઈસુ તીયાથી જાતો હોતનો,તેવામાં બે આંધળાહાય તીયાણે પાછાલ જાઈને બૂમ પાડતા કયઅ કા,"ઓ દાઉદના દીકરા,આમારે પાર દયા કર !" 28ઈસુ ઘરમાં આવો,તીયા તે આંધળા તીયાણે પાહે આવા ઈસુએ તીણાહાય કયઅ કા,હાય ઈ કરી હકતો હામ હેવો તુમાહાય વિશ્વાસ હા.તીણાહાય તીયાણે કયઅ કા,હા પ્રભુ."29તીયા ઈસુ તીણહાય આંખોણે અટકીને કયઅ કા,"તુમારે વિશ્વાસ પ્રમાણે તુમાહાય હોવે " 30તેજ સમયે તીણહાય આંખો ઉગડી ગોઈ.પૂઠી ઈસુયે તીણાહાય કડક આજ્ઞા આપીને કયઅ કા,જોજે,કોઈ ઈયા વિષે જાણે ની." 31ફણ તીણાહાય બાર જાઈને આખા દેશમાં તીયાણે કીર્તિ ફેલાવી.32તેઓ બાર ગયા તીયા હેદા,દુષ્ટાત્મા વીલગીના એક ગુગા માણસને લોકો તીયાણે પાહી નાવે. 33દુષ્ટાત્મા કાઢવામાં આવો તીયા તો મૂગો માણસ બોન્ને અને લોકોહેય આશ્ચર્ય પામીને કય કા,ઇઝરયેલમાં હેવ કદી હેદવામાં આવ નાથ !" 34ફણ ફરોશીઓએ કયઅ કા,તો દુષ્ટાત્માઓણા સરદારથી જ દુષ્ટાત્માઓણે કાડતો હા."35ઈસુ તીણાહાય સભાસ્થાનોમા બોધ કરતાં,રાજ્યણે સુવાર્તા પ્રગટ કરતાં,દરેક પ્રકારના રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા ;બધા જ નગરોમાં તથા ગામોમાં ફીરતો ગો. 36લોકાહાય હેદીને તીયાણે પાર દયા આવી,કેહે કા તી પાળક વગરને ઘેટાંહાય જેવે હેરાન તથા નિરાધાર હોતને.37તીયા ઈસુ પોતાણે શિષ્યોહોય કય કા,ફસલ પુષ્કળ હા ખરી,ફણ મજૂરો થોડા હા. 38ઈયા માટે તુમે ફસલણે માલિકણે પ્રાર્થના કરા કા,તે પોતાણે ફસલને માટે મજૂરો મોકને .
1પૂઠી ઈસુયે પોતાણા બાર શિષ્યોહોય પાહી હાદીને અશુદ્ધ આત્માઓણે કાઢવાણો,ને ઘણાં પ્રકારના મંદવાડ ને ઘણા જાતણો રોગ મટાડવાણો અધિકાર તીણાહાય આપ્યો.2અને બાર પ્રેરિતોહાય નામ એ હા પેલો જે પિતર કવાતો હા,ને તીયાણે ભાહાવ આન્દ્રિયા; ઝબદીણે દીકરો યાકુબ,તથા તીયાણે ભાહાવ યોહાન ; 3ફિલીપ ને બર્થોલ્મી ;થોમા ને માથ્થી દાણી ;અલ્ફીનો દીકરો યાકુબ ને થદ્દી; 4સિમોન જો ઘણો ઝનુની માણહુ હોતનો ને યહૂદા ઇશ્કરિયોત,જે ઈસુણે પરસ્વાધીન કરવાણો હોતનો.5ઈસુએ તે બાર શિષ્યોહોય મોકનીને એવી આજ્ઞા આપી કા,"તુમે વિદેશીઓને માર્ગ નખે જાતા ને સમરૂનીઓણે કોઈ નગરમાં જાવણ ની. 6ફણ તીયા કરતાં ઈઝરાયેલણા ઘરના ખોવાયને ઘેટાંહાય પાહી જાયા ; 7તુમે જાતા જાતા એહે પ્રગટ કરા કા,"સ્વર્ગણે રાજ્ય પાહી આવ હા."'8માંદાહાય હારો કરા, મરીનાહાય જીવતે કરા,કોઢીયા માણહાય હારે કરા,ને દુષ્ટાત્માહાય કાઢા.તુમે મફત પામ્યે હા,મફત આપા. 9હન,ચાંદી કા પિત્તળ તુમારે કમરબંધમાં નખે રાખતા ; 10મુસાફરી હારૂ થેલો,બે આગીથે,ચંપાલે,નાકડી ફણ નખે નેતા ;કેહે કા મજુર પોતાણા પોષણને યોગ્ય હા.11જીયા જીયા નગરમાં કા ગામમાં તુમે જાહાં,તીયામાં યોગ્ય કાંણા હા તીયાણે તાયહા કરા,તીયેથી નીકલતા હુદી તીયાણે તીયે રયા. 12ઘરમાં જાઈને તીણાહાય સલામ કયા. 13જો તી ઘર યોગ્ય હોય તે તુમારે શાંતિ તીયા પાર રય ;ફણ જો તી ઘર યોગ્યની હોય તો તુમારે શાંતિ તુમારે ઉપાર પાછી આવી.14જી કોઈ તુમારે આવકાર ની કરે ને તુમારે વાતો ની ઉનાય તો તીયા ઘરમાંથી અથવા તીયા નગરમાંથી નીકલતા તુમે તીણી ધૂળ તમારે પગ પારથી ખેખરી નાખા. 15હાય તુમાહાય હાચુંજ કતો હામ કા,ન્યાય સમયે દિહી સાદોમ ને ગમોરા દેશણા હાલ તીયા નગર કરતાં હેલ હોવી.16હેદા,વરુઓમાં ઘેટાણે જેવા હાય તુમાહાય મોકીનતો હામ ;તીયા તુમે સાપણે કાણી હોશિયાર ને કબૂતરણે કાણી સાલસ બનાહા. 17તુમે માણાહાથી સાવધાન રયા ;કેહે કા તી તુમાહાય ન્યાયસભાને હપી,ને તીણાહાય સભાસ્થાનોમાં તુમાહાય કોરડા મારી. 18તીણાહાય ને બિનયહૂદીઓણે માટે સાક્ષીણે અર્થે મારે નેદે તુમાહાય અધિકારીઓણે ને રાજાઓણે આગાલ નેઈ જવાય.19ફણ જીયા તે તુમાહાય હોપી તીયા તુમે ચિંતા ની કરા કા કાણી રીતે અથવા કાજા બોનીહી ; કેહે કા કાજા બોનવ તી તેજ ઘડીએ તુમાહાય આપીહી. 20કેહે કા જી બોનત હા,તી તુમે નાથ ફણ બાપણો આત્મા તુમારેમાં રયને બોનતો હા.21ભાહાવ ભાહાવણે ને બાપ બાળકને મારી નાખવાણે હોપી દેય ને બાળકો મા-બાપણે હામે ઊઠીને તીણાહાય મારી નાખાવી. 22મારે નામણે નેદે બધે તુમારે વિરુદ્ધ કરી,ફણ જી કોઈ છેન્ને હુદી ટકી તીજ તારણ પામી. 23જીયા તી તુમાહાય એક નગરમાં સતાવણી કરી તીયા તુમે બીજામાં નાહી જાયા,કેહે કા તુમાહાય હાચુંજ કતો હામ કા માણાહાણે દીકરોહો આવી તીયે હુદી ઈઝરાયેલનાં બધાં નગરોમાં તુમે ફીરી ની વલાહા.24શિષ્ય ગુરુ કરતાં મોટો નાથ ને નોકાર પોતાણે શેઠ કરતાં મોટો નાથ. 25શિષ્ય પોતાણે ગુરુ જેવો ને નોકાર પોતાણે શેઠ જેવો હોય તો તે જ ખણ હા.ખરણા માલીકણે તીણાહાય બાલઝબૂલ કયો હા,તો તીયણે ઘરના માણાહાય કતર વિશેષ કરીને તીણાહાય એહેજ કય ;26તીયા માટે તીણાહાય તુમે ઘાબરાતે નખા, કેહે કા ઉગાડ ની કરાય હેવ કાંઈ ઢાંકીન નાથ,ને પ્રગટ ની હોવે એવ કાય ગુપ્ત નાથ. 27હાય તુમાહાય આંધારામા જી કતો કામ તી ઉજાલામાં કહય, તુમે કાનેહે જી ઉનાહા તી ધાબા ઉપારથી પ્રગટ કરાહા.28શરીરને જી મારી નાખત હા,ફણ આત્માણે મારી નાખી હકતે નાથ,તીયાથી બીતે નખા.ફણ તીયાણે કરતાં આત્મા ને શરીર હીયા બેણો નાશ કરી હકત હા.તીયાથી ઘાબરાયા. 29કેહે ચકલીઓ બે પયહે વેચાતી કાયની ? ;તોયે ફણ તુમારે બાપણે ઈચ્છા વગાર તીયામાંથી એક ફણ જમીન પાર પડવાણી નાથ. 30તુમારે માથાણે બધે નિબાલે ફણ ગણીને હા. 31૩૧.તીયા હારુ ઘાબરાતે નખા ;ઘણી ચકલીઓ કરતાં તુમે મૂલ્યવાન હા.32માટે માણાહાય આગાલ જી કોઈ માને કબૂલ કરી,તીયાણે હાય ફણ મારે સ્વર્ગમાંણા બાપણે આગાલ કબૂલ કરીહી ; 33ફણ માણાહાય આગાલ જી કોઈ મારે ઇનકાર કરી,તીયાણે હાય ફણ મારે સ્વર્ગમાણે બાપણે આગાલ ઇનકાર કરીહી.34એહે ની ધારા કા હાય પૃથ્વી પાર શાંતિ નાવણે આવો હામ ;શાંતિ તો ની ફણ તલવાર નેઈને આવો હામ. 35કેહે કા પુત્રણે તીયાણે બાપણે વિરુદ્ધ,દીકરી તીયીણે માણે વિરુદ્ધ ને પુત્રવધુણે તીયેણે સાસુણે વિરુદ્ધ કરાવણે હાય આવો હામ. 36માણાહાણે દુશ્મન તીયણે ઘરમાણોજ હોવી.37મારે કરતાં જી પોતાણી માં અથવા પોતાણે બાપ પાર વધારે પ્રેમ કરત હા તી મારે યોગ્ય નાથ ;ને દીકરા કે દીકરી પાર જે મારે કરતાં વધારે પ્રેમ કરત હા તી ફણ મારે યોગ્ય નાથ. 38જી પોતાણે વધસ્તંભ ઊંચકીને મારે પાછાલ આવત નાથ તી મારે યોગ્ય નાથ. 39જી પોતાણે જીવન બચાવત હા તી તીયાણે ખોઈ,મારે નેદે જી પોતાણે જીવન ગુમાવત હા તી તીયાણે બચાવી.40જી તુમારે આવકાર કરત હા તી મારે આવકાર કરત હા,તે મારે મોકીનનારણો ફણ આવકાર કરત હા. 41જી કોઈ માણુહુ પ્રબોધકણો આવકાર કરત હા,કેહે કા તો પ્રબોધક હા,તો પ્રબોધકણે બદલો પામી ;ને જે કોઈ વ્યક્તિ ન્યાયીણે આવકાર કરતો હા,કેહે કા તો ન્યાયી હા,તો ન્યાયીણે બદલો પામી.42હાય તુમાહાય હાચુંજ કતો હામ કા શિષ્યણે નામમાં જી કોઈ ઈયા નાનામાંનાં એકણે માત્ર ઠંડા પાણીનો પ્યાલો પીણે આપી તો તીયાણે બદલો પામ્યા વગાર રયજ ની."
1ઈસુ પોતાણા બાર શિષ્યોણે આજ્ઞા આપી રહ્યો,તીયા એહે હોવ કા હીખીવણે ને ઉપદેશ આપણે તો તીયાથી તીણાહાય નગરોમાં ગો. 2હવે યોહાને જેલમાં ખ્રિસ્તણે કામો સબંધી ઉનાયને પોતાણે શિષ્યોણે મોકનીને, તીણાહાય પુછાવ્ય કા, 3"જે આવવાણો હા તો તુજ હા કા,આમે બીજાણે વાટ હેહજે ?"4તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"તુમે જી જી ઉનાતે હા ને હેતતે હા,તી જાયને યોહાનને કયી દેખાડા. 5આંધળે દેખતે હોવ હા,લગંડા ચાનતે હોવે હા,રક્તપિતણા રોગીઓ શુદ્ધ કરાઈ હા,બહેરે ઉનાતે હોવે હા,મરણ પામીને જીવતે હોવે હા,ને ગરીબોહોય સુવાર્તા પ્રગટ કરાય હા. 6જી કોઈ મારે સંબંધી ઠોકર જી ખાય તિયાણે ધન્ય હા .7જીયા તે જાતાના તીયા ઈસુ યોહાન સબંધી માણહાય કણે નાગો કા,"તુમે રાનમાં, કાજા હેદણે નીકલીના ?'કાજા વાયરાથી હાનતા બરૂને ? 8ફણ તુમે કાજા હેદણે નીકલા હા ?કાજા મુલાયમ વસ્ત્ર પેરીના માણસણે કેદા, જિણા હાય જીણા વસ્ત્રો પેરીને હા તી તે રાજમહેલોમાં હા.9તો તુમે કાજા હેદણે નીકીલ્લે ? કાજા પ્રબોધકણે ? હાય તુમાહાય કતો હામ કા પ્રબોધ કરતા જો ઘણાં અધિક હા તીયાણે, 10જીયા સબંધી એહે નખીન હા કા,જો,હાય મારે સંદેશવાહકણે તોરે આગાલ મોકીનતો હામ,તો તોરે આગાલ તોરે માર્ગ તીયાર કરી."'11હાય તુમાહાય હાચજ કતો હામ કા,જતરે સ્ત્રીઓથી જન્મયે હા,તીયામાં યોહાન બાપ્તિસ્મા કઅનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન હોવો નાથ,તોયે ફણ સ્વર્ગણા રાજ્યમા જો બદાહાથી નાનો હા તો ફણ તીયા કરતાં મોટો હા. 12યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અમુ હુદી સ્વર્ગણા રાજ્ય પાર બળજબરી હોતી હા,ને બળજબરી કરનાઓ તીયાણે છીનવી નેતો હા.13કેહે કા બધાં પ્રબોધકોઓ ને નિયમશાસ્ત્ર યોહાન હુદી પ્રબોધ કદો હા. 14જો તુમારે માનવ હોયને એલિયા જો આવવાણો હોતનો તો ઓજ હા. 15જીયાણે ઉનાવાણે કાન હોય તી ઉનાય.16ફણ ઈયા પેઢીણે હાય કેવા હારી હરખાવ ? તે બાળકો જેવી હા કા,તે બજારમાં બેહીને પોતાણા દોસતારોણે બૂમ પાડીને કતાં હા કા, 17આમાહાય તુમારે આગાલ વાહાલી વગાડી,ફણ તુમે નાચ્ચા કાઈની;આમે શોક કરતાના,ફણ તુમે રડ્યા કાઈની."18કેહે કા યોહાન ખાતો પીતો નાથ આવો,ને તે કતાં હા કા ;તીયાણે દુષ્ટાત્મા વીલગીયો હા ; 19માણહાય દીકરો ખાતો પીતો આવો,તે તુમે કતાં હા કા,ખાઉધરો ને દારૂબાજ માણહું,દાણીઓ ને પાપીઓણે દોસ્તાર ;ફણ જ્ઞાન પોતાણા કર્યોથી યથાર્થ ઠરતો હા."20તીયા જીયા નગરોમાં તીયાણે પરાક્રમી કામો ઘણે હોવે હોવને તીણાહાય પસ્તાવો કાયની કદો માટે તે તિયા પાર વાક કાઢણે લાગે કા . 21ઓ ખોરાજીન,તુને હાય! ઓ બેથસાઇદા તુને હાય ! કહેકા જે તોરેમાં પરાક્રમી કામો હોવા ને હેદ તુર તથા સીદોનમાં હોવા હોત તો તીણાહાય ટાટ તથા રાખમાં બેહીને કીયારનો પસ્તાવો કયો હોય. 22વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે તુર તથા સીદોનને તુમારે કરતાં સહેલ હોવી.23ઓ કપરનાહુમ,તું સ્વર્ગ હુદી ઉંચ કરાય શું ? તુને પાતાળ હુદી નીચે કરી નાખાય; કેહે કા જે પરાક્રમી કામો તોરેમાં હોવા તે જો સાદોમમાં હોવા હોત,તો તી આજે હુદી રઅત. 24વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે સદોમ દેશણે તૉરે કરતાં હેલ હોવી."25તીયે વેળા ઈસુએ કય કા,"ઓ બાપ,આકાશ ને પૃથ્વીણા પ્રભુ,હાય તોરે સ્તુતિ કરતો હામ,કેહેકા જ્ઞાનીયોણો તથા તર્કશાત્રીઓથી તુમાહાય હે વાતો ગુપ્ત રાખી તથા બાળકોહોય આગાલ પ્રગટ કરી હા. 26હા,બાપ,કેહેકા તુમાહાય તી હાર નાગ. 27મારે બાપએ મને બધ હોપ્ય હા,બાપ વગાર દીકરાણે કોઈ જાણત કાંઈ નાથ,ને દીકરા વગાર બાપણે કોઈ જાણત નાથ ને જીયાણે દીકરો પ્રગટ કરને માગે તીયાણેજ બાપ જાણતે હા.28ઓ વૈતરું કરનારે તથા ભારથી લદાયને તુમે બધ મારે પાહે આવા,ને હાય તુમાહાય વિસામો આપીહી. 29મારે ઝુંસરી તુમે પોતા પાર નેયા,ને મારે પાંહેથી હીખા,કેહકા હાય મનમાં નમ્ર તથા દીન હામ,તુમે તુમારે જીવમાં વિસામો પામાં. 30કેહેકા મારે ઝુંસરી હેલી ને મારે બોજો હલકો હા."
1તીયે વેળાયે ઈસુ વિશ્રામવારણે દીહે અનાજણે ખેતાહામા રયને જાતનો,તીયા તીયાણે શિષ્યોહોય ભૂખ નાગી,ને કણેહે છૂટણે તથા ખાણે લાગા. 2ફરોશીઓએ તી હેદીને ઈસુણે કય કા,"આરામણે જી કરવ ઉચિત નાથ તી તોરે શિષ્યો કરતાં હા."3ફણ ઈસુએ તીણાહાય કય કા,"જીયા દાઉદ તથા તીયાણે હારીણા ભૂખ્યા હોવના,તીયા તીણાહાય જી કયર તી કેહે તુમાહાય વાંચ્ચં નાથ ? 4તીયે દેવણા ઘરમાં પેહીન અર્પણ કદની રોટની,જે તીયાણે તથા તીયાણે હારીણાહાય ખાવાણી ઉચિત નાથ હોતની,ફણ એખના યાજકોણે ઉચિત હોતની તે તીયે ખાધી.5અથવા કેહે નિયમશાસ્ત્રમાં તુમાહાય હી વાચ્ચ કા,વિશ્રામવારણે દિહી ભક્તિસ્થાનમાં યાજકોહોય વિશ્રામવારણે દિહી અપવિત્ર કર્યા છતાં ફણ નિર્દોષ હા ? 6ફણ હાય તુમાહાય કતો હામ કા ભક્તિસ્થાન કરતાં ઈયે એક મોટો હા.7વલી બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ ;ઇયાણે અર્થ તુમે જાણતે હોય,તીયા નિર્દોષણે તુમે દોષિત ની ઠરાવાત. 8કેહે કા માણાહાણે દીકરો વિશ્રામવારનો પ્રભુ હા."99.ઈસુ તીયેથી નીકલીને તીયાણે સભાસ્થાનમાં આવો. 10૧૦.તીયા હેદા,તીયે એક માણુંહું હોતનો,જીયાણે હાથ હુકાઈ ગનો હોતનો ઈસુ પાર દોષ મુકણે હારૂ ફરોશીઓએ તીયાણે પૂછય કા,"કેહે વિશ્રામવારે હાર કરવાણે ઉચિત હા ?"11તીયા તીયે તીયણા હાય કય કા,"તુમારેમાં કાણો માણસ એવો હા કા,જીયાણે એક ઘેટ હોય,ને વિશ્રામવારે જ તી ખાડામાં પડે તે તીયાણે થરીને બાર ની કાઢે ? 12તો માણહું ઘેટા કરતાં કતરો મૂલ્યવાન હા ? હીયા હારુ વિશ્રામવારે હાર કરવ ઉચિત હા."13તીયા હલા માણાહાણે ઈસુએ કય કા,તોરે હાથ લાંબો કર."તીયે તો લાંબો કદો તરાત તીયાણે હાથ બીજા હાથણે જેવો હારો હોવો. 14તીયા ફરોશીઓએ નીકલીને તીયાણે મારી નાખવાણે હારુ તીયાણે વિરુદ્ધ મસલત કરી.15ફણ ઈસુએ હી જાણીને તીયેથી નીકલી ગો.ઘણે માણેહે તીયાણે પાછાલ ગયે.ને તીયે બધાહાય હારે કયરે. 16તીણાહાય કઠાણ આજ્ઞા આપી કા,'તુમારે માને જાહેર કરવાણો ની ; 17ઈયા માટે કા પ્રબોધક યશાયાએ જી કય હોતને તી પૂર હોવે કા,18હેદ,મારે સેવક,જીયાણે મયે પસંદ કદો ;મારે પ્રિય,જીયા પાહાય મારે જીવ પ્રસન્ન હા,તીયા પાહાય હાય મારે આત્મા મુકીહી,ને તો બધીજ જાતિહીય ન્યાયચુકાદો પ્રગટ કરી.19તો ઝગડો ની કરે,બૂમ ની પાડે ;તીયાણે વાણી રસ્તાઓમાં કોઈની ઉનાઈ 20જીયે હુદી ન્યાયચુકાદાણે જયમાં ની પુગાડે,તીયા હુદી છુદીન બરુ ભાગી ની નાખાય,ધૂંઆતુ શણ ફણ તી ની ઉનવાય. 21બધેજ દેશણે માણેહે તીયાણે નામ પાહાય આશા રાખી."22તીયા દુષ્ટાત્મા વીલગીનાણે કોઈ આડલો ને મૂગો માણાહાને તે તીયાણે પાહે નાવા ;તીયે તીયાણે હારો કદો,એટલે જો આડલો ને મૂગો હોતનો તો બોનણે ને હેદણે નાગો. 23બદે માણહે આશ્વર્ય પામીને કય કા,"કા ઓ દાઉદણે દીકરો હોઈ શકે ?24ફણ ફરોશીહીય તી ઉનાયને કય કા,"ભુતોહોય સરદાર બાલઝબુલણે મદદથી જ તો ભુતોહોય કાઢતો નાય ," 25તીયા ઈસુએ તીયાણે વિચાર જાણીને તીણાહાય કય કા,"બધાં જ રાજ્ય જે ભાગલા પડે,તે તૂટી પડતા હા ;બધાજ નગર અથવા ઘર જો પડે,તે સ્થિર ની રય.26જો શેતાન શેતાનણે કાઢે તો તી પોતે પોતાણે હામે હોવો ;તો પૂઠી તીયાણે રાજ્ય કાણી રીતે સ્થિર રય ? 27જો હાય બાલઝબુલણે મદદથી ભુતાહાય કાઢતો હામ,તો તુમારે માણહે કીડાણે કાઢતો હા ? માટે તી તુમારે ન્યાયધીશો બની.28ફણ જો હાય ઈશ્વરણે આત્માથી ભુતાહાય કાઢતો હામ,તીયા ઈશ્વરને રાજ્ય તુમારે પાહાય આવ હા એહે હમજા. 29વલી બલવાનને ઘરમાં જાઈને તે બલવાનને પેલો બાંદજા વગાર તીયાણે સામાન કોઈથી કેહ લૂંટાય ? ફણ તીયાણે બાંદજા પૂઠી તો તીયાણે ઘર લૂંટી નેઈ. 30જો મારે પક્ષણો નાથ તો મારે વિરુદ્ધ હા,જો મારે હારી એકઠ નાથ કરતો તો વિખેરી નાખતો હા.31ઈયા માટે હાય તુમાહાય કતો હામ કા,બદાજ પાપ ને દુર્ભાષણ માણાહાય માફ કરાય ;ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જો દુર્ભાષણ કરી તીયા માણહાણે માફ ની કરાય. 32માણહાણો દીકરાણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય,તી તીયાણે માફ કરાય ; ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય,તી તીયાણે માફ ની કરાય ;ઈયા યુગમાં ફણ ની ,ને આવનાર યુગમાં ફણ ની33ઝાડવ હાર ને તીયાણે ફળ હાર હોવી.અથવા ઝાડ ખરાબ ને તીયાણે ફળ ખરાબ હોવી ;કેહે કા ઝાડવ ફળથી ઓલખાત હા. 34ઓ હાપણે વંશ,તુમે દુષ્ટ છતાં હારી વાત તુમારેથી કાણી રીતે કય હકાય ? કેહે કા મનનાં ભરપૂરીપણાંમાંથી મુ બોનત હા. 35હાર માણહુ મનના હારા ભંડારમાંથી હાર કાઢત હા,ખરાબ માણહુ મનનો ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢત હા.36વલી હાય તુમાહાય કતો હામ કા,માણહે જી બદી નકામી વાત બોની તીયા સબંધી ન્યાયકાળે તીણાહાય જવાબ આપવા પડી. 37કેહે કા તોરે વાતોથી તું ન્યાયી ઠરાવાય;ને તોરે વાતોથી અન્યાયી ઠરાવાય."38તીયા કતરાક શાસ્ત્રીઓહી ને ફરોશીઓહી તીયાણે જવાબ આપતા કય કા,"ઓ ઉપદેશક,આમે તોરે પાહાયથી ચમત્કારિક ચિન્હ હેદણે માગતે હામ." 39ફણ ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"દુષ્ટ ને પેઢી વ્યાભીચારી ચમત્કારિક ચિન્હ માગતે હા,ફણ યુના પ્રબોધકણે ચમત્કારિક ચિન્હ સિવાય કોઈ ચમત્કારિક ચિન્હ તીયાણે આપાય ની. 40કેહે કા જેહ યુના તીન રાતદિહી મોટી માછનીણે બોકામાં રહ્યો ,તેહે માણહાણે દીકરો ફણ તીન રાતદિહી પૃથ્વીણે પેટાળમાં રઈ.41ન્યાયકાળે નિનવેહણા માણસ ઈયા પેઢી હારી ઊઠીને ઉબા રઈ ને તીણાહાય અપરાધી ઠરાવાય;કેહે કા યુનાણે ઉપદેશ ઉનાયને તીણાહાય પસ્તાવો કયરો,ફણ હેદા યુના કરતાં ઈયે એક મોટો હા.42દક્ષિણની રાણી ઈયા પેઢીહારી ન્યાયકાળે ઊઠીને તિણાહાય અપરાધી ઠરાવી ;કેહે કા પૃથ્વીણે છેડેથી સુલેમાનણે જ્ઞાન ઉનાણે તે આવી ;ને હેદા ઈયે જે હા તે સુલેમાન કરતાં મહાન હા.43જીયા અશુદ્ધ આત્મા માણહામાંથી નીકલતો હા તીયા તે ઉજાડ જગામાં રવાણો હેદતો ફીરીતો હા,ફણ નાથ પામતો. 44તીયા તો કતો હા કા,જીયા ઘરમાંથી હાય નીકીલો તીયામાં જ હાય પાછો જાહાય ;ને આવીને હેદાહા તીયા તી ઘર વાલીન ખાલી તથા શોભાયમાન કરીન હોત હા. 45પૂઠી તો જાયને પોતા કરતાં ઘણાં દુષ્ટ હેવા સાત દુષ્ટાત્માહાય પોતાણે હારી નાવતો હા,ને તે તીયામાં ઓરાયને તીયે રતાં હા,તીયા તે માણાહાણે છેન્ની અવસ્થા પેલાણે કરતાં વધારે ખરાબ હોતી હા,તેહે ઈયા દુષ્ટ પેઢીણે ફણ હોઈ."46ઈસુ લોકોણે આજુ વાત કતો નો અતરામાં હેદા,તીયાણે મા તથા તીયાણે ભાહાવ બાયરે આવીને ઊભા હોતના,ને તીયણે હારી વાત કરને માંગતાના ; 47તીયા કોયએ તીયાણે કય કા,"હેદા,તોરે મા તથા તોરે ભાહાવ બાયરે ઊભા હા,તે તોરે હારી વાત કરને માગતે હા,"48ફણ હલા કઅનારાણે તીયે જવાબ આપતા કય કા,"મારે મા કીડ હા ?ને મારે ભાહાવ કીડ હા ? 49તીયે પોતાણે શિષ્યોણી તરફ પોતાણે હાથ લાંબો કરીને કય કા,"હેદા મારે મા તથા મારે ભાહાવ ! 50કેહે કા મારે સ્વર્ગમાંણે બાપણે ઈચ્છા પ્રમાણે જી કોઈ કરે,તી જ મારો ભાહાવ,બેન તથા મા હા."
1તીયે જ દિહી ઈસુ ઘરમાંથી નીકલીને સમુદ્રણે કિનારે બેઠો. 2વદારેમાં વદારે માણહે તીયાણે પાહાય એકઠે હોવે ,એટલે તો હોડી પાર ચઢીને બેઠો ;ને બદે માણહે કિનારે ઉબે રયે.3ઈસુએ ઉદાહરણમાં તીણાહાય ઘણી વાત કતાં કય કા,"હેદા,વાવનારો વાવણે બાયરે ગો. 4તો વાવતો હોતનો તીયા કતરેક બીવડ વાટણે કિનારે પાયળે ;એટલે ચીડે આવીને તી ખાય ગયે. 5કતરેક પથરાવાલી ભુય પાર પયળે,જીય ઘણ માટડ કાયની હોતન ;તીયે માટડાણે ઉંડાણ કાઈની હોતન માટે તી વેલે ઉગી નીકીલયે. 6ફણ જીયા સૂર્ય ઉગો તીયા તી ચીમલાય ગયે,તીયાણે મૂલની હોવાથી તી હુખાય ગયે.7કતરેક કાટાહાય ઝાડવામાં પયળે ; કાંટાણે ઝાડવાહાય વધીને તીયાણે દાબી નાખય. 8બીજે હારી ભૂય પાર પયળે ,તીણાહાય ફળ આપયે ;કતરેક સોગણાં, કતરેક સાંઠગણાં ને કતરેક ત્રીસગણાં. 9જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય."10પૂઠી શિષ્યોહોય પાહાય આવીને તીયાણે કય કા. "તુ તીણે હારી ઉદાહરણમાં કાજા ખનને બોનતો હા?" 11તીયા ઈસુયે તીણાહાય જવાબ આપતા કય કા," સ્વર્ગણે રાજ્યણા મર્મો જાણવાણે તુમાહાય આપીન હા,ફણ તીણાહાય આપીન નાથ. 12કેહે કા જીયાણે પાહાય હમાજ હા તેયાણે આપાય,ને તીયા પાહાય પુષ્કળ હોવી ;ફણ જીયા પાહાય હમાજ નાથ તીયા પાહાય જી હા,તી ફણ તીયા પાહાયથી નેઈ નેવાય.13ઈયા માટે હાય તીણાહાય ઉદાહરણમાં બોનતો હામ,કેહે કા હેદતા છતાં હેદતા નાથ,ઉનાતા છતાં ઉનાતા નાથ,ને હમજીતા ફણ નાથ. 14યશાયાણે ભવિષ્યવાણી તીણે સબંધમાં પુરી હોવી હા,જી કતો હા કા,'તુમે ઉનાતા ઉનાહા,ફણ હમજાહા ની ;ને હેદતા હેદહા,ફણ તુમા હાય હુજી ની.15કેહે કા હી માણહાય મન જડ હોય ગયે હા,તીણાહાય કાન બેર મારી ગયા હા,તીણાહાય પોતાણે ડોલા બંધ રાખયા હા,એવ ની હોય કા,તીણાહાય ડોલહે દેખાય,તીણાહાય કાને ઉનાયા,મનથી હમજે,પસ્તાવો કરે ને હાથ તીણાહાય હાર કર."16ફણ તુમારે આંખો ધન્ય હા,કેહ કા તી હેદતી હા ;ને તુમારે કાનો ધન્ય હા,કેહે કા તે ઉનાતા હા. 17.હાય તુમા હાય હાચુજ કતો હામ કા,તુમે જી જી હેદતે હા તી ઘણા પ્રબોધકૉ હૉય ને ન્યાયીઓહોય હેદણે માગ્ય,ફણ હેદજ કાઈની ;તુમે જી જી ઉનાતે હા તી ઉનાણે માગ્ય,ફણ ઉનાય ની.18.હવે વાવનારાણે ઉદાહરણ ઉનાયા. 19.જીયા રાજ્યણે વચન કોઈ ઉનાત હા,ફણ હમીજત નાથ,તીયા શેતાન આવીને તીણે મનમાં જી વાવીન તી છીનવી નેઈ જાતો હા,રસ્તાણે કોરે જી બીવડ વાવીન તી ઈજ હા.20.પથરાવાલી ભૂય પાર જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાયને તરાતું જ હર્ષથી તીયાણે માની નેત હા ; 21.તો ફણ તીયાણે પોતાણે મૂલ ની હોવાથી તી થોડીજ વાર ટકત હા,જ્યા વચનને નેદે વિપત્તી અથવા સતાવણી આવતી હા,તીયા તરત તી પાછ પડી જાત22.કાંટાણે જાલામાં જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાત હા,ફણ ઈયા ભૌતિક જગતણે ચિંતા ને દ્રવ્યણે માયા વચનણે દાબાવી નાખત હા,ને તી નિષ્ફળ હોઈ જાત હા. 23.હારી જમીન પાર જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાત હા,હમજીત હા,ને તીયાણે નિશ્ચે ફળ નાગત હા,એટલે કોઈણે સોગણાં,કોઈણે સાઠગાણાં,ને કોઈણે ત્રીસગણા નાગત હા."24.ઈસુએ તીણે આગાલ બીજ ઉદાહરણ આપતા કય કા,"સ્વર્ગણે રાજ્ય હેવા માણહાણે જેવ હા કા જીયે પોતાણે ખેતામાં હાર બીવડ વાવય. 25.ફણ માણહે હુવતે હોતને તેવામાં તીયાણે દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને નાહાય ગો. 26.ફણ જીયાર છોડવા ઉગા,તીણે કણહે આવે,તીયા કડવા દાણા ફણ દેખાયા.27.તીયા તે માલિકણે ચાકરોહોય પાહાય આવીને તીયાણે કય કા,'સાહેબ',તુયે કેહ તોરે ખેતામાં હાર બી વાવય ની હોતન ? તો તીયામાં કડવા દાણા કાંથી આવા ?' 28.તીયે તીણાહાય કય કા,'કોઈ દુશ્મને એહે કયર હા;તીયા ચાકરોહોય તીયાણે કય કા,'તોરે મરજી હોય તીયા આમે જાયને તીયાણે એકઠ કરજે ?"'29.ફણ તીયે કય.'ના,એહે ની હોવે કા તુમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંણે ફણ તીયા હારી ઉખડાહા. 30.કાપણી હુદી બેવાહાય હારી વધવા દેયા,કાપણીણે સમયમાં હાય કાપનારાહાય કહય કા,"તુમે પેલા કડવા દાણાહાય એકઠા કરા,હલગાવણે હારુ તીયાણે ભારો બાંદા,ફણ ઘઉં મારે વખરમાં ભરા."31.ઈસુએ તીણે આગાલ બીજ ઉદાહરણ આપતા કય કા,"સ્વર્ગણે રાજ્ય રાઈણે બીવડા જેવ હા,જીયાણે એક વ્યક્તિએ નેઈને પોતાણે ખેતામાં વાવય. 32.તી બધાજ બીવડ કરતાં નાન હા,ફણ વદજા પૂઠી છોડવા કરતાં તી મોટ હોત હા,તી એવ ઝાડવ ફણ હોત હા કા આકાશણે પક્ષીહી આવીને તીયાણે ડાલખા પાર રતે હા."33તીયે તીણાહાય બીજ ઉદાહરણ કય કા,"સ્વર્ગણે રાજ્ય ખમીર જેવ હા કા,જીયાણે એક સ્ત્રીએ નેઈને તીન માપ નોટમાં મેલવી દેદ,એટલે હુદી કા તી બદ ખમીરવાલો હોય ગો."34.એ બદી વાત ઈસુએ લોકોહોય ઉદાહરણમાં કય ;ઉદાહરણ વગાર તીયે તીણાહાય કાંઈ કય કાઈની. 35.ઈયા માટે કા પ્રબોધકે જી કયન હોતન તી પૂર હોવે કા,"હાય મારે મુ ઉગાડીને ઉદાહરણમાં કહઈ,સૃષ્ટિણો પાયો નાખ્યાણે વખતથી જી ચૂપ રાખાત હા તી તી હાય પ્રગટ કરહી."36તીયા માણાહાય મૂકીને ઈસુ ઘરમાં ગો ;પૂઠી તીયાણે શિષ્યોહીય તીયાણે પાહાય આવીને કય કા,"ખેતાણે કડવા દાણાણે ઉદાહરણને મતલાબ આમહાય ક." 37તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"હાર બીવડ જી વાવત હા તી માણહાણે દીખરો હા. 38ખેત દુનિયા હા ;હાર બીવડ રાજ્યને સંતાન હા,ફણ કડવા દાણા શેતાનણે સંતાન હા ; 39જીયે વાવય તો દુશ્મન શેતાન હા,કાપણી જગતણે અંત હા,ને કાપવાવાલો સ્વર્ગદૂત હા.40હીયા માટે જેહે કડવા દાણા એકઠા કરાતા હા,ને આગડામાં બાલી નાખાત હા,તેહ ઈયા જગતણે અંત હોવી. 41માણહાણે દીકરો પોતાણે સ્વર્ગદૂતોણે મોકની,પાપમાં પાડનારી બધી વસ્તુહીય ને દુષ્ટતા કરનારાહાય તીયાણે રાજ્યમાંથી તી એકઠ કરાય, 42ને તીણાહાય બલતી ભઠ્ઠીમાં નાખી દેય,તીયે રડવાણને દાંત પીહવાણ હોય. 43તીયા ન્યાયીહીય પોતાણે પિતાણે રાજ્યમાં સૂર્યણે જેહ હુજાલ આપી.જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય.44વલી સ્વર્ગણે રાજ્ય ખેતામાં દપાડીને દ્રવ્ય જેવ હા ;કા જે એક માણહાણે મીલય ;પૂઠી તીયે તી દપાડી રાખય,તીયાણે હર્ષણે નેદે જાયને પોતાણે બધજ વેચી નાખીને તી ખેત વેચાત નેદ. 45વલી સ્વર્ગણે રાજ્ય હારા મોતી હેદનાર કોઈ એક વેપારીણે જેવ હા. 46જીયાર તીયાણે વધારે મૂલ્યવાન મોતી મલીય,તીયા પૂઠી જાયને તીયે પોતાણે બધજ વેચી નાખીને તી નેય નેદ.47વલી સ્વર્ગણે રાજ્ય જાલણે જેવ હા, જીયાણે દરિયામાં નાખવામાં આવ,ને બધીજ જાતણે ભતણ તીયામાં હામબરાયા. 48જીયા તી ભારાય ગ તીયા તે તીયાણે કાઠે ખેચી નાવા બેહેયને જી હાર હોતન તી તીણાહાય વાહણામાં ભેગ કયર,ફણ કાયની હાર હોતન તી ઉડાડી નાખય.49એહે જ જગતણે અંત ફણ હોવી ;સ્વર્ગદુત આવીને ન્યાયીહીયમાથી ભૂંડાહાય જુદ પાડી. 50ને તે તીણાહાય બલતી ભઠ્ઠીમાં ઉડાડી નાખી ;તીયે રડવાણ ને દાંત પીહવાણ હોવી.51કેહ તુમે એ બદી વાત હમજીયે? "તીણાહાય ઈસુણે કય કા, "હા ". 52તીયા તીયે તીણાહાય કય કા,"બધેજ શાસ્ત્રી જે સ્વર્ગણા રાજ્યણે શિષ્યો હોવો હા તે એક ઘરમાલિક કા જી પોતાણે ભંડારમાંથી નવી ને જૂની વસ્તુણે કાઢતો હા તીયા જેવો હા." 53તીયા એહે હોવ કા ઈસુએ ઉદાહરણમાં કય રયો, તીયા તો તીનથી નાહાય ગો.54પૂઠી પોતાણે પ્રદેશમાં આવીને તીયે તેયાણે સભાસ્થાનમાં તીણાહાય એવા બોધ કયરો કા તે આશ્ચર્યચકિત હોયને બોન્યા કા."ઓ માણહાણે પાહાય એવ બુદ્ધિને એવા પરાક્રમી કામ કાંથી? 55કેહે ઓ હુથારણે દીકરો નાથ? કેહ ઈયાણે આહાયને નામ મરિયમ નાથ ? કેહ યાકુબ,યુસફ,સિમોનને યહૂદા હિયાણે ભાહાવ નાથ ? 56કેહે હિયાણે બધી બેન આપણી હારી નાથ ? તીયા ઈયા માણહાણે પાહાય ઈ બદ કાંથી ?"57તીણાહાય તીયાણે સંબંધી ઠોકર ખાધી ફણ ઈસુએ તીણ હાય કય કા,"પ્રબોધક પોતાણે વતનમાં ને પોતાણે ખર સિવાય બીજે ઠેકાણે માન વગારનો નાથ." 58ને તિણાહાય અવિશ્વાસણે નેદે તીયે તીયા ઘણા પરાક્રમી કામ કયરે કાય ની.
1તીયા સમયે ગાલીલણા રાજકર્તા હેરોદે ઈસુણે કીર્તિ ઉનાય. 2પોતાણા ચાકરોહોય કય કા ,"ઓ તે યોહાન બાપ્તિસ્મા કરનારો હા;તે મરણમાંથી જીવતો હોવા હા, ઈયા હારુ એવે પરાકૃમી કામો તીયાથી હોતે હા."3કેહે કા હેરોદ તીયણે ભાઈ ફિલીપણે પત્ની હેરોદિયાણે નેદે યોહાનને થયરો હોતનો અને તીયાણે બાંધીને જેલમાં નાંખી નો હોતનો. 4કેહે કા યોહાને તીયાણે કય ન કા,"તીઈણે તોરે પત્ની તરીકે રાખવી યોગ્ય નાથ." 5હેરોદે તીયાણે મારી નાખવાણે ઈચ્છતોનો,ફણ માણાહાથી તો બીતો નો,કેહેકા તેઓ તીયાણે પ્રબોધક માનતા ના.6.ફણ હેરોદણે વર્ષગાંઠ આવી,તીયા હેરોદીયાણે દીકરીએ તીયાણે આગાલ નાચીને હેરોદણે ખુશ કદો. 7.તીયા તીયે સમ ખાઈને વચન આપીન કા જી કાંઈ તે માગી તી તીયેણે આપીહી.8.તીયા તીયાણે માનીની સૂચના પ્રમાણે તે બોની કા,"યોહાન બાપ્તિસ્મા કરનારને માથ માને થાલામાં આપ." 9.હવે રાજા દિલગીર હોવો,તોયેફણ પોતે સમ ખાદા ના તીયાણે નેદે તથા તીયાણે હારી ખાણે બેઠીનાહાય નેદે તીયે તો આપવાણો હુકમ કદો.10.તીયે માણાહાય મોકનીને યોહાનણે માથ જેલમાં કપાવ્ય. 11.ને થાલામાં તીયાણે માથ નાવીને છોકરીણે આપ્ચ ;ને છોકરીએ પોતાણે માને તી આપ્ય. 12.તીયા તીયાણે શિષ્યોહોય પાહી આવીને તીયાણો મૃતદેહ ઉંચકી નેઈ જાઈને તીયાણે દફનાવ્યો ને જાઈને ઈસુણે ખબાર આપી.13.તીયા ઈસુએ ઉનાયને તીયેથી હોડીમાં એકાંત જગામાં ગો.માણેહે તી ઉનાયને નગરોમાંથી પગવાટે તીયાણે પાછાલ ગયે. 14.ઈસુએ નીકલીને હમટે માણેહે હેજજે,તીયા તીયણે પાર તીયાણે કરુણા આવી ;ને તેએ તીણે માણાહાય માંદાહાય હારે કદે.15.સાંજ પડી તીયા તીયાણે શિષ્યો તીયાણે પાહાય આવીને કઅતા કા,"ઓ જાગા ઉજાડ હા,હવે સમય હોય ગો હા,માટે માણાહાય વિદાય કર કા તી ગામોમાં જાઈને પોતાણે હારુ ખાવાણ વેચાત નેઈ."16.ફણ ઈસુએ તીણાહાય કય કા,"તીણાહાય જાવાણી જરૂર નાથ,તુમે તીણાહાય ખાવાણ આપા." 17તીણાહાય તીયાણે કય કા,"ઈયે આમારે પાહાય માત્ર પાંચ રોટની ને બે માછને હા." 18તીયા ઈસુએ કય કા,"તી ઈયે મારે પાહાય નાવા."19.પૂઠી તીયે માણાહાય ઘાહાયા પાર બહેવાણી આજ્ઞા આપી.ને તી પાંચ રોટની તથા બે માછની નેઈ સ્વર્ગ ફણી હેદીને આશીર્વાદ માંગજો ને રોટની ભાંગીને શિષ્યોણે આપીને શિષ્યોહોય માણાહાય આપી. 20તેઓ બદે ખાઈને ધરાયે ; પૂઠી કુડકા વધીના કકડાઓણે બાર ટોપની કરાઈ. 21.જિણાહાય ખાધ તે સ્ત્રીઓ ને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હોતના.22.પૂઠી તરત તીયે શિષ્યોણે આગ્રહથી હોડીમાં બેહાડ્યા ને તીણાહાય પોતાણે આગાલ હલે પાર મોકનીના ને તેએ પોતે માણાહાય વિદાય કદે. 23.માણાહાય વિદાય કર્યા પૂઠી,"ઈસુ પ્રાર્થના કરને પહાડ પાર એકાંતમાં ગો ને સાંજ પડી તીયા ઈસુ તીયે એખનો હોતનો. 24.ફણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોલ થાતી હોતની.કેહે કા વાયરઅ હામ હોતન.25.રાતણે ચોથા પહોરે ઈસુ સમુદ્ર પાર ચાનતા તીયણે પાહાય આવો. 26.શિષ્યોએ તીયાણે સમુદ્ર પાર ચાનતા હેજજો,તીયા તીણાહાય ઘાબરાયને કય,"ઈ તે કોઈ ભૂત હા "ને બીકથી તીણાહાય બૂમ પાડી. 27.ફણ તરત ઈસુએ તીણાહાય કય કા,"હિંમત રાખા ! ઓ તે હાય હામ ! ઘાબરાતા નખા."28.તીયા પિતરે જવાબ આપતા કય કા,"પ્રભુ એજો તુ હોય,તુ માને આજ્ઞા આપ કા હાય પાણી પાર ચાનીને તોરે પાહાય આવ." 29.ઈસુએ કય કા " આવ." તીયા પિતર હોડીમાંથી ઉતરીને ઈસુ પાહે જાણે પાણી પાર ચાન્ને લાગો. 30.ફણ વાયરાણે હેદીને તો ઘાબરાયો ને ડૂબણે લાગો તેથી તીયે બૂમ પાડતા કય કા,"ઓ પ્રભુ માને બચાવ."31. ને ઈસુએ તારાતુ જ હાથ લાંબો કદો તિયાણાે ધરી નેદો ને તીયાણે કય કા,"અરે અલ્પવિશ્વાસી,તુયે શંકા કેહ કદી ?"
1તે પ્રસંગે યરૂશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ હોય ઈસુણે પાહે આવીને કય કા, 2તોરે શિષ્યો વડીલોણા રિવાજોણે ઉલ્લંઘન કેહે કરતા હા?કેહેકા તે હાથ ધોયા વગાર ભોજન કરતા હા." 3.ફણ ઇસુએ તીણાહાય જવાબ આપ્યો કા,"તુમે તમારે રિવાજોથી ઈશ્વરને આજ્ઞાણે ઉલ્લંઘન કે હે કરતા હા?"4.કેહેકા ઈશ્વરે કય હા,કા 'તુમે તમારે માતા પિતાણે સન્માન કરા'ને જી કોઈ પોતાણા માતા પિતાણે નિંદા કરે તી નિશ્ચે માર્યો જાય.' 5.ફણ તુમે કતે હા કા,જી કોઈ પોતાણા માતા પિતાણે કયકા,જી વડે મારાથી તીયાણે લાભ હોવો હોત તી ઈશ્વરને અર્પિત હા,"" 6.તો ભલે પોતાણા માતા પિતાણે સન્માન ની કરે ;એહે તુમે તુમારે રિવાજથી ઈશ્વરણે આજ્ઞાણે રદ કરી હા.7.ઓ ઢોગીઓ, યશાયા પ્રબોધક તુમારે સંબંધી હારજ કય કા, 8ઈ માણેહે પોતાણા હોઠોથી માને માન આપને હા,ફણ તીયાણે હૃદય મારેથી વેગળાં જ રતે હા. 9.તીયાણે ભક્તિ નિરર્થક હા, તે પોતાણે સિદ્ધાંત પ્રમાણે માણાહાણે આજ્ઞાઓ હીકવને હા.""10.પૂઠી ઈસુએ માણાહાય પાહી હાદીને કય કા,"ઉનાયા ને હમજા. 11.મોમાં જી જાત હા તી માણાહાણે વિટાલત કરત નાથ, ફણ મોમાંથી જી નીકીલીત હા તી જ માણહાણે વિટાલત હા."12.તીયા ઈસુણા શિષ્યોણે પાહી આવીને તિણાહાય કય કા,"એ વાત ઉનાયને ફરોશીઓ નારાજ હા,ઈશુ તુમે જાણતા હા?" 13.ફણ ઈસુએ જવાબ આપતાં કયું કા જે છોડવા મારે સ્વર્ગીય પિતાએ રોપયા નાથ, તે બધ ઉખડી નાખાઈ. 14.તીણાહાય રવા દીયા,તે અંધ માર્ગદર્શકો હા ; ને જો અંધળા વ્યક્તિ બીજા આંધળા વ્યક્તિણે દોરે તો તી બેજ ખાડામાં પડી.15.તીયા પિતરે ઈસુણે જવાબ આપતાં કય કા,"ઈયા દષ્ટાંતણે અર્થ આમાહાય કઅ." 16.ઈસુએ કય કા,"શુ આજુ હુદી તુમે ફણ અણહમજું હા ? 17.શુ તુમે આજુ નાથ હમીજતા કા મોમાં જી કાંઈ ભોજન નેતે હા તે પેટમાં જાત હા તીયાણે બિનઉપયોગી કચરો નીકલી જાતો હા ?18.ફણ મોંમાંથી જે વાતો નીકીલતી હા,તે મનમાંથી આવતી હા,ને તે માણાહાણે વિટાલતી કરતી હા. 19.કેહે કા, દુષ્ટ કલ્પનાઓ,હત્યાઓ,વ્યભિચારો,જાતીયભ્રષ્ટતા,ચોરીઓ,જૂઠી સાક્ષીઓ,તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકીલતી હા. 20.માણાહાણે જી વિટાલત કરત હા તી એજ હા,"ફણ હાથ ધોયા વગાર ભોજન ખાવાણ એ માણાહાણે વિટાલત નાથ.21.ઈસુ તીયેથી નીકલીને તુર તથા સીદોનમાં પ્રદેશમાં ગો. 22.હેદા,એક કનાની સ્ત્રીએ તીયા વિસ્તારમાંથી આવીને મોટે અવાજે કય કા,ઓ પ્રભુ ,દાઉદણા દીકરા,મારે પાર દયા કરા,મારે દીકરી ભુતથી બઉ પીડા પામતી હા." 23.ફણ ઈસુએ તે સ્ત્રીણે કાંઈ જવાબ આપયો ની,તીયાણે શિષ્યોએ તીયાણે વિનંતી કરતા કય કા,"તી તીયેણે મોકની દે,કેહ કા તે આપળે પાછાલ બૂમ પાડયા કરતી હા."24.ફણ તીયે જવાબ આપ્યો કા ,"ઈઝરાયેલણા ઘરણા ખોવાયના ઘેટા સિવાય બીજા કોઈણે પાહાય માને મોકીનવામાં આવો નાથ." 25.પૂઠી તે સ્ત્રીએ ઈસુણે પાહાય આવીને તીયાણે પગે પડીને કય કા,"ઓ પ્રભુ,માને મદત કર." 26.તીયા જવાબ આપતાં કય કા,"છોકરાહાય રોટની નેઈને કુતરાણે નાખવી તી ઉચિત નાથ."27તીયે સ્ત્રીએ કય કા,"હાચુ પ્રભુ પરંતુ કુતરા ફણ પોતાણા માલિકોણે મેજ પારથી જે ટુકડા પડતાહા તી ખાતો હા." 28ઈસુએ જવાબ આપતાં તીયેણે કય કા,"ઓ બાઈ, તૉરે વિશ્વાસ મોટો હા.જે તુ ચાહતી હા તેવ તુને હોવે."તેજ સમયે તીયેણે દીકરીણે સાજાપણું મિલ્યા;29.પૂઠી ઈસુ તીયેથી નીકલીને ગાલીલણા સમુદ્ર પાહે આવો ને પહાડ પાર ચડીને બેઠો. 30.તિયા કતરેક પેગલે, આદળે,મુંગે, ટુડાહોય ને બીજે ઘણાં માણેહે લોકે તીયાણે પાહે નાવે ને ઈસુણા પાગાહા પાહે તિણાાહાય મૂક્યે ને તિયે તીયણે બાદાહાય હારે કદે. 31.જયાં લોકાહાય જાઅણ કા મુંગે બોનણે લાગે હા , ટુડા હારે હોવે હા,લુલે ચાનતે હોવે હા ને આદળે દેખણે લાગેહા,તિયા તિણાંહાય નવાય નાગી ને ઈઝરાયેલના ઈશ્વરનો મહિમા કદો.32.ઈસુએ પોતાણે ચેલાહાય પાંહિ હાદીને કય કા,"એવા લોકાહા પાર માને દયા આવતી હા,કેહેકા તીન દિહીથી તી મારે હારી રયે હા, તીણાહાય પાહે કાંઈ ખાવણે કાઅની હા તિણાંહાય ફોકે વિદાય કરવાંણ હાય ઇચ્છતો કાયની,એવ બને કા તિ વાટીમાં ચક્કર ખાઈને પડી જાય." 33.ચેલાહાય તીયાણે કયકા,અતરે બદે માણાહાય ખાવાણો પુર પાળને ખાવાણો આમે એવા અરણયમાં કાઅથી નાવજે? 34.તિયાં ઈસુએ તિણાહાય કય કા,તુમારે પાહી કતરી રોટની હા."તિણાંહાય કય કા, "હાત રોટની ને થોળી હી જ માછલી હા." 35.તિયે માણહાય જમીન પાર બેહવાણી આજ્ઞા આપી.36.તિયે તે હાંત રોટનીને માછને નેઈને સ્તુતિ કદીને ફાગી ને પોતાણા ચેલાહાય આપી,ચેલાહાય માણાહાય આપી. 37.બદે ખાઈને થરાયે ને પૂઠી વદીના ટુકળા તિણાહાય હાંત ટોપની ભરી. 38.જીણાહાય ખાદો તિ બેનો બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હોતના. 39.માણાહાય વિદાય કદે પૂઠી ઈસુ હોળીમાં બેહીને મગદાનાના પ્રદેશમાં આવો.
1.ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને ઈસુણે પરીક્ષણ કરતા સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિન્હ કરી દેખાળવાણી માંગણી કદી. 2.ફણ તિયે જવાબ આપતાં તિણાહાય કય કા,"હાજતો પડે ત્યાં તુમે કતાં હા.કા,'વાતાવરણ હારો હા,કેહે કા આકાશ લાલ હા !"3.હવારમાં તુને કતાં હા કા,'આજે વરહાત પળી,કેહકા આકાશ લાલ ને અંધરાયન હા ;તુમે આકાશણ રૂપ પારખી જાણતા હા ખરા,પણ સમયોણા ચિન્હ તુમે પારખી જાણતા નાથ. 4.ભુંડી ને વ્યભિચારી પેઢી ચમત્કારિક ચિન્હ માગતી હા,ફણ યુનાણે ચમત્કારિક ચિન્હ વગાર બીજ કોઈ ચમત્કારિક ચિન્હ તિણાહાય આપણે આવી કાયની ."તિયાં પૂઠી ઈસુ તિણાહાય મૂકીને નીહરીગો.5.ચેલા હલે પાર ગયા ફણ તે રોટની નેવાણી વિહિરાય ગયા. 6. તીય ઈસુએ તિણાહાય કય કા,"ફરોશીઓણા ને ખમીરથી તુમે સાવધાન રયા ને ચેતીને રઅજા ." 7.તિયાં તિણાહાય એકબીજા હારી વાત કદી કા,"આપળે રોટની કાઈની નાવા એટલે ઈસુએ એહે કય કા." 8.ઈસુએ એ જાણીને તિણાહાય કય કા,"ઓ અલ્પવિશ્વાસીયો તુમારે પાહે રોટની નાથ તિયાં હારુ તુમે એકબીજા હારી મનમાં હેવા વિચાર કરતા હા ?9.આજુ હુદી તુમે નાથ હમીજતા, નેહલા હલે પાંચ હજાર માટળા હારુ પાંચ રોટની હોતની ને કતરી ટોપની ફરીની તી તુમાહાય યાદ કાયની હા ? 10.વલી હલા ચાર હજાર પુરુષ હારુ હાંત રોટની હોતની ને તુમાહાય કતરી ટોપની ફીરીની તી ફણ તુમાહાય યાદ કાઅની હા ?11.તુમે કેહ નાથ હમીજતા કા મયે તુમાહાય રોટની વિષે કઅન કાઈની ફણ ફરોશીઓના ને સદુકીયોહાય ખમીર વિષે તુમે સાવધાન રયા એહે મયે કયન હોતન." 12.તિયાં તે હમજી ગયા કા રોટનીણે ખમીર વિષે કાઈની,ફણ ફરોશીઓના ને સદુકીહાય ઉપદેશ વિષે સાવધાન રણે હારુ તિયે કયન.13.ઈસુએ કૈસારિયા ફિલ્લીપીના વિસ્તારમાં આવીને પોતાણા ચેલાહાય પૂછય કા,"માણસનો દીકરો કીડો હા,તિયાં વિષે માણહે કાંજા કણે માગતે હા ?" 14.તિયાં તીણાહાય કય કા,"કતરેક કતે હા,યોહાન બાપ્તિસ્મા કરનાર,કતરેક એલિયા,કતરેક યર્મિયા,અથવા પ્રબોધકોમાનો એક." 15.ઈસુએ તીણાહાય પૂછય "ફણ હાય કીડો હાય તિયાં વિષે તુમે કા કણે માંગતા હા ?" 16.તિયાં સિમોન પિતરે જવાબ આપતાં કય કા,"તુ ખ્રિસ્ત જીવતા ઈશ્વરનો દીકરો હા."17.ઈસુએ જવાબ આપતાં સિમોન પીતરને કય કા,સિમોન યુના પુત્ર."તુ ધન્ય હા કેહે કા માંસ તથા લોહીએ કાઈની ફણ સ્વર્ગમાણા મારે બાપે તુને હી જણાવ્ય હા. 18.હાય ફણ તુને કઅતો હામ કા તુ પિતર હા ને હાય ઈયા પથ્થર પાર મારે મંડળી બાદિહી,તિયાં વિરુદ્ધ હાદેશની સત્તાણ જોર ચાંને ની.19.આકાશણા રાજ્યણી ચાવીયો હાય તુને આપીહી,પૃથ્વી પાર જી કાંઈ તુ બાંદેહે,તી સ્વર્ગમાં બાદાય જાય ; ને પૃથ્વી પાર તુ જી કાંઈ છોડેહે તી સ્વર્ગમાં ફણ છોડવામાં આવી." 20.તો ખ્રિસ્ત હા તેવ કોઈણે ફણ ની જાણવાણી ઈસુએ તિયાણા ચેલાહાય આગના આપી.21.ત્યારથી માંડીને ઈસુ પોતાણા ચેલાહાય જાણાવાણે લાગો કા,તીયાણે યરુશાલેમમાં જાવા પડી વડીલો,મુખ્ય યાજકોહાય ને શાસ્ત્રીઓહાય હાથે ઘણ દુઃખ સહન કરવા પળી,મારી નાખી ને તીજે દિહી પાછો મરીનામાંથી પાછો ઊઠુ તી જરૂર હા. 22.પિતર તીયાણે એક બાજુ પાહે નેઈ ગો ને ઠપકો આપણે લાગો ને કય કા,"અરે પ્રભુ,હેવ તોરેથી દૂર રય ;હેવ તુને કોઈ દિહી ની હોવે." 23.ફણ તીયે પાછાલ ફીરીને પીતરને કય કા,"અરે શેતાન મારે પાછાલ જા તુ માને આળો ની આવ ;કેહ કા ઈશ્વરની વાતો પાર કાઈની,ફણ માણહાય વાતો પાર મન લાગીવતો હા."24.પૂઠી ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"જૉ કોઈ મારે પાછળ આવણે રાખે,તો તે પોતાણો નકાર કરવો ને પોતાણો વધસ્તંભ ઉંચકીને મારે પાછાલ ચાનવાણ., 25.કેહે કા જો કોઈ પોતાણો જીવન બચાવણે માગે,તો તે ગુમાવી ;ફણ જે કોઈ.મારે નેદે પોતાણો જીવ ગુમાવી,તે તો બચાવાય. 26.કેહે કા જી માણહે આખ જગત મેલવે ને પોતાણો જીવ ગુમાવે,તો તીયાણે કાજા ફાઇદો હોવે ? વલી માણહ પોતાણા જીવણે બદલે કાજા આપે.27.કેહે કા માણહાણે દીકરો પોતાણા બાપણે મહિમામાં પોતાણા સ્વર્ગદૂતો હારી આવી,તિયાં તો દરેકણે તીયાણે કામ પ્રમાણે બદલો ભરી આપી. 28.હાય તુમાહાય કતો હામ કા,ઈયે જે ઊભા હા તીમાણા કતરાક એવા હા કા તે માણહાણે દીકરાણે તિયાણે રાજ્યમાં આવતો દેખી ત્યાં હુદી મરણ પામીજ ની."
1છ દિહી પૂઠી ઈસુએ પિતર,યાકુબ ને તીયાણે ભાહાં યોહાનને નેઈને એક ઉંચા ડોગરા પાર ચળી ગો. 2તીણાહાય આગાલ તીયાણે રુંપાંતર હોવ,એટલે તીયાણે મોળ સૂર્યણા જેવ તેજસ્વી હોવ ને તીયાણે નુગળે હુંજાલા જેવે ઉજલે હોવો .3.હેદા,મુસા ને એલિયા તીયાણે હારી વાત કરતા તીણાહાય દેખાયા. 4.પિતરે ઈસુણે કય કા,"પ્રભુ ,આપળે ઈંયે રવાણો તી હાર હા,જો તોરે ઈચ્છા હોય તે હાય ઈયા તીન માંડવા બાંધ ;એક તોરે ફાગણો,એક મુસા ફાગણોને,એક એલીયાણે ફાગણો.5.તો બોનતોનો હતરામાં હેદા,એક ચળકતી વાદળ તીયાણે પાર આવીને ઊબો રાખો ; ને વાદળામાંથી એવો અવાજ આવો કા,"ઓ મારે વહાલો દીકરો હા,તિયાં પાર હાય પ્રસન્ન હામ,તીયાણે તુમે ઉનાયા." 6.ચેલાહાય એવ ઉનાયને ખણા ખાબરાયા,ને ઉંઘે મોટે જમીન પાર પળી ગયા. 7.ઈસુએ તીણાહાય પાહી આવીને તીણાહાય અળકીને કય કા,"ઉઠા ને ખાબરાતા નખા." 8.તીણાહાય પોતાણી નજર ઉંચી કરી તે એખના ઈસુ વગર તીણાહાય બીજા કોઈણે દેખ્યા કાંઈ ની.9જ્યા તે ડોગરા પારથી ઉતીરતના,ત્યાં ઈસુએ તીણાહાય આગના આપી કા,"ઈ જી તુમાહાય દેખ્ય તી જ્યા હુદી માણાહાણે દીકરો મરણમાંથી પાછો સજીવન હોવે ત્યાં હુદી કોઈણે કવાંણ ની." 10.તિયા ચેલાહાય તીયાણે પૂછય કા,"શાસ્ત્રીઓ કેહે કઅતા હા.કા એલીયાએ પેલો આવા જોજે ?"11.ઈસુએ તીણાહાય જવાબ આપ્યો કા,"એલિયા ખરેખર આવી ફણ ને બધ હારો કરી. 12.ફણ હાય તુમાહાય કતો હામ કા,"એલિયા આવી ગો હા,તોય તીણાહાય તીયાણે ઓલીખ્યો કાઈની ફણ જેહે તીણાહાય ઈચ્છા રાખી તેહે તીણાહાય તીયાણે કદો ;તેહેજ માણસોણો દીકરો ફણ તીણેથી દુઃખ સહન કરી." 13ચેલાહાય એવી હમાજ પળી કા યોહાન બાપ્તિસ્મા કરનાર વિષે તિયે તીણાહાય કય હોય.14.જ્યા તે માણાહાય ટોલા પાહી આવા,તિયાં એક માણાહાએ ઈસુણે પાહી આવીને તિયાં આગાલ ઘૂંટણે પળીને કય કા, 15"ઓ પ્રભુ મારે દીકરા પાર દયા કર ;કેહ કા તીયાણે ફેફરાણી બીમારી હા.એટલે તો ઘણી વાર આગળામાં ને પાણીમાં પળી જાતો હા. 16.તીયાણે હાય તોરે ચેલાહા પાહી નાવનો તોઅયે,ફણ,તોય તે તીયાણે હારો કરી શક્યા કાયની."17તિયાં ઈસુએ જવાબ આપ્યો કા,ઓ અવિશ્વાસી તથા આળી પેઢી કાં હુદી હાય તુમારે હારી રહી ?ક્યાં હુદી હાય તુમારે સહન કરીહી ? તિયાણે મારે પાહી નાવા ? 18પૂઠી ઈસુએ તિયાં ભુતણે ધમકાવ્યો,ને તો તીયામાંથી નીકલી ગો ;ને તો તીયેજ સમયે તો છોકરો હારો હોય ગો.19પૂઠી ચેલા એકાંતમાં ઈસુ પાહે આવીને કય કા,"આમે તીયાણે કેહે કાળી ની હખ્યા." 20તિયાં ઈસુએ તીણાહાય કય કા."તુમારે અવિશ્વાસને નેદે ;કેહે કા હાય તુમાહાય જરૂર કઅતો હામ કા,જો તુમાહાય રાઈણા દાણા જતરો વિશ્વાસ હોય તો તુમે ઈયા ડોગરાણે કઅતાં કા,'તું ઈયથી તિયે જાતો રઅ.ને તો જાતો રઅતો;ને તુમારે હારુ કાંઈ અશક્ય નીજ હોય. 21ફણ પ્રાર્થના ને ઉપવાસ વગાર હે જાત નીકીલતી કાયની."22જ્યા તેઓ ગાલીલમાં રતના તિયાં ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"માણસણો દીકરો માણહાય હાથમાં હોપાઈ; 23તે તીયાણે મારી નાખી,ફણ તીજે દિહી પૂઠી તો પાછો ઊઠી."તિયાં ચેલા બઅજ દુઃખી હોઈ ગયાં.24પૂઠી તે કપરનાહુમમાં આવા તિયાં કર નેનારાહાય પીતરને પાહી આવીને કય કા."શું તુમારે ઉપદેશક ભક્તિસ્થાનના કરણા પયહાં કાઈની આપતે." 25પિતરે કય કા,"હા,"ને તો ઘરમાં આવો તિયાં તીયાણે કયાં પેલા ઈસુએ કય કા,"સિમોન તુને કાજા નાગત હા,દુનિયાણા રાજાઓ કીડા પાહીંથી જકાત અથવા કર નેતા હા ? પોતાણા દીકરાહાય પાંહેથી કા પરદેશીઓ પાંહેથી ?"26.પિતરે ઈસુએ કય કા,"પરદેશીઓ પાંહેથી."તિયાં ઈસુએ તીયાણે કય કા,"તો પૂઠી દીકરાઓ તે કર મુકત હા. 27તોયી ફણ આપળે તીયહાય અપમાન કરજે."તું સમુદ્ર કિનારે જાઈને જાલ નાખ ;ને જે માછની પેલી આવે તીયાણે થરી નેજે,જ્યા તું તીયાણે મુ ખોલેહે તિયાં તીઈ માંથી તુને પયાહાં મીલી,તે નેઈ નેજે ને મારે ને તોરે હારુ તીણાહાય આપી દેજે."
1તિયે સમયે ચેલાહાય ઇસુની પાહે આવીને કય કા,"સ્વર્ગણાં રાજ્યમાં બદહાથી મોટ કીડો હા ?" 2તિયાં ઈસુએ એક બાળકણે પોતાણે પાહી હાદીને તીયાણે તીણે વચ્ચે ઊભ રખાળીને, 3. કય કા,"હાઈ તુમાહાય હાચુજ કતો હામ કા, જો તુમે તુમારે બદલાણ ની કરાહા,ને બાળકણાં જેવા ની બનાહા તો સ્વર્ગણાં રાજ્યમાં તુમે જાય શકતા નાથ.4એટલે જો કોઈ પોતાણે ઈયા બાળકણાં જેવો નમ્ર કરી,તે સ્વર્ગણાં રાજ્યમાં બદાહા કરતા મોટો હા. 5ને જો કોઈ મારે નામે ઈયા એક બાળકણો સ્વીકાર કરે તો મારે ફણ સ્વીકાર કરતો હા. 6.ફણ એ નાનાહાય જેવો મારે પાર વિશ્વાસ કરતો હા,તીણે માંઅણો એકણે જે વ્યક્તિ પાપ કરણે પ્રેરણા આપે,તિયાં કરતા તીયાણે ગલે છંટીનુ પટ બાંધીને સમુદ્રના ઉંડાણમાં ડુબાળાય ઈ તિયાં હારુ હાર હા.7ઠૉકરોણે નેદે , ઠૉકર આવવાણી અગત્ય હા જીયા માણાહાથી ઠૉકર આવે તીયાણે અફસોસ ! . 8એટલે જો તોરે હાથ અથવા પાગ તુને પાપ કરણે દોરે,તો તીયાણે કાપી નાખીને તોરે પાંહેથી ફેંકી દે તોરે બે હાથ અથવા બે પાગ તોઈ ફણ છતાં તું અનંત અગ્નિમાં નંખાય,તિયાં કરતા હાથ અથવા પાગે ઠૂઠો હોયને જીવનમાં પેસવાણ ઈ તોરે માટે હારો હા."9જો તોરે ડોલા તુને પાપ કરાવે.તો તે કાઢી નાખીને તોરે પાંહેથી ફેંકી દે.બેય ડોલા છતાં તું નરકાગ્નિમાં નાંખાય,તિયાં કરતા એક ડોલે આંદલો બનીને જીવનમાં પેસવાણ ઈ તોરે માટે હારો હા.10સાવધાન રઅજા કા ઈયા નાનામાં નાના એકણો ફણ અનાદર તુમે નખે કરતા કેહે કા હાય તુમાહાય કતો હામ સ્વર્ગમાં તીયાણે સ્વર્ગદૂત મારે સ્વર્ગમાણા બાપણે મોળાણે સદા હેદતો હા. 11'કેહે કા જી ખોવાયન હા તીયાણે બચાવણે માણહાણે દીકરો ઈસુ આવો હા.12તુમે કાજા ધારતા હા ? જો કોઈ માણસ પાંહે સો ઘેટે હોય ને તીયામાંથી એક ભૂનવાય જાય,તો તે નવ્વાણુંને ડોગરા પાર મૂકીને તી ભૂનવાય ગના ઘેટાણે હેદણે જાતો નાથ ? 13જો તી તુને મીલે તે હાય તુમાહાય હાચુજ કતો હામ કા,જી નવ્વાણું ભૂનવાય ગને નાથ હોતને,તીયાણે કરતાં તીયાણે નેદે તો વધારે ખુશ હોતો હા. 14એહે ઈયા નાનામાંથી એકણે નાશ હોય,હેવી તુમારે સ્વર્ગમાણા પિતાણે ઈચ્છા નાથ.15.ને જો તોરે ભાઈ તોરે વિરુદ્ધ અપરાધ કરે,તે જા ને તીયાણે એક જાગામાં નેઈ જાઈને તીયાણે દોષ તીયાણે ક.જો તો તોરે ઉનાય,તો તુયે તોરે ભાઈણે મેલવી નેધો હા. 16ફણ જો તો ની ઉનાય,તીયા બીજા એક બે માણાહાણે તોરે હારી નેં,ઈયા માટે કા બધી વાત બે અથવા તીન સાક્ષીઓણે મોઠેથી સાબિત હોય.17જો તી તીયાણે માન્ય ની રાખે,તીયા મંડળીને કઅ ને જો તે વિશ્વાસી ટોલાણે ફણ માન્ય ની રાખે તીયા તીયાણે બિનયહૂદીઓ તથા દાણીઓણે જેવો ગણ.18૧હાય તુમાહાય હાચુજ કતો હામ કા,જી કાંઈ તુમે પૃથ્વી પાર બાધાય,તી સ્વર્ગમાં બાધાય,ને જી કાંઈ તુમે પૃથ્વી પાર છોડાહા,તી સ્વર્ગમાં છોડાય. 19.ને હાય તુમાહાય હાચુજ કતો હામ કા,જો પૃથ્વી પાર તુમારામાણા બે જણા કાઈ ફણ વાત સબંધી એક ચિતણા હોયને માગી,તીયા મારે સ્વર્ગમાંણા પિતાથી તિ ણાહાય હારુ તીઈ કરી. 20કેહ કા જીયે બે અથવા તીન મારે નામમાં એકઠે હોવીને હોય તીયા તીયાણે વચ્ચે હાય હામ."21.તીયા પિતરે ઈસુણે પાહાય આવીને કય કા,"ઓ પ્રભુ મારો ભાઈ મારે વિરુદ્ધ ઘણા વાર અપરાધ કરતો ને હાય તીયાણે માફ કર ? શું સાત વાર હુધી ?" 22ઈસુએ તીયાણે કય કા,"સાતવાર હુદી હાય તુને કતો નાથ,ફણ સિત્તેરગણી સાતવાર હુધી કઅતો હામ.23.ઈયા માટે સ્વર્ગણા રાજ્યણે એક રાજાણે ઉપમા આપાય હા કા જીયે પોતાણા ચાકરોણે પાહાય હિસાબ માગયો. 24.તો હિસાબ નેણે નાગો તીયા તિણાહાય દશ હજાર તાલંતના દેવાદારને તિયાણે પાહાય નાવે . 25ફણ પાછ આપવાણ તીયાણે પાહાય કાઈ ની હોવાથી,તીયાણે માલિકે તીયાણે,તીયાણે પત્ની,તીયાણે બાળકોણે તથા તીયા પાહાય જી હોતન તી બધ વેચીને દેવ ચૂકવવાણી આજ્ઞા કદી.26.ઈયા માટે તો ચાકર તીયાણે પગે પડીને વિનંતી કરતાં કઅ કા,માલિક ધીરજ રાખ ને હાય તોરે બધ દેવ ચૂકવી આપીહી.' 27તીયા તે ચાકરને માલિકણે દયા આવી તેથી તીયાણે તિયે જાવા દેદો ને તીયાણે દેવ માફ કદ.28.ફણ તોજ ચાકર બાર જાઈને પોતાણા સાથી ચાકરોમાણા એકણે હેજજો જીયાણે,તીન મહિનાણો પગાર જતર દેવ હોતન,તીયા તીયે તીયાણે ગલ થરીને કય કા,તારે દેવ ચૂકવ ! 29તીયા તીયાણે સાથી ચાકરે પગે પડીને વિનંતી કઅતાં કય કા,ધીરજ રાખને હાય તોરે દેવ ચૂકવી આપીહી."'30.તીયે તીયાણે માન્ય ની, ફણ જાઈને દેવ ચૂકવે ની તીયા હુધી તીયે તીયાણે જેલમાં પુરાવ્યો. 31.તીયા જી હોવ તી હેદીને તીયાણે સાથી ચાકરો દુઃખી હોવા, તીણાહાય જાઈને તી બદ પોતાણે માલિકણે કય દેખાડ્ય.32.તીયા તીયાણે માલિકે તીયાણે હાદીને કય કા, અરે દુષ્ટ ચાકર તુયે માને વિનંતી કદી, માટે માયે તોરે તી બધ દેવ માફ કર્ય. 33.માયે તોરે પાર જેવી દયા કદી તેવી દયા શું તોરે ફણ તોરે સાથી ચાકર પાર કરવાણી ઘટિત કાયની?"'34તીયાણે માલિકે ગુસ્સે હોઈને તીયાણે બધ દેવ ચૂકવે તીયા હુધી તીયાણે પીડા આપનારાહાય હોપયો. 35ઈયા પ્રમાણે જો તુમે પોત પોતાણા ભાઈઓણે અપરાધ તુમારે હૃદયપૂર્વક માફ ની કરાહા,તો મારે સ્વર્ગય પિતા ફણ તુમાહાય એહેજ કરી.'"
1ઈસુએ એ વાત પૂરી કયરા પૂઠી એહ હોવ કા,તો ગાલીલથી નીકલીને યર્દન નદીણે હલી પાર યહૂદીયાણે પ્રદેશમાં આવો. 2વદારેમાં વદારે માણહે તીયાણે પાછાલ ગયે ને તીયા તીંયે તીણાહાય હારે કયરે.3.ફરોશીહીય તીયાણે મેરે આવીને તીયાણે પરીક્ષણ કરતા પૂછીય કા."કોય બી કારણને નેદે કેહે પુરુષે પત્નીણે છોડી દેવાણે ઉચિત હા ?" 4.ઈસુયે જવાબ આપતાં કય કા."કેહે તુમા હાય એહે નાથ વાચ્ય કા,જીયે તીણાહાય ઉત્પન્ન કયરે,તીયે તીણાહાય શરૂવાતથી નરનારી ઉત્પન્ન કયરે ?5.ને કય કા 'તીયા કારણ ને નેદે પુરુષ પોતાણે આહાય-આથહાણે મૂકીને પોતાણે પત્નીણે વિલગી રય,ને તી બેવ એક દેહણે હોવી ?" 6ને તી હવેથી બે નાથ,ફણ એક દેહે હા.હીયા માટે ઈશ્વરે જીણાહાય જોયડે હા તીણાહાય માણહાય જુદે ની પાડવાણે."7તીણાહાય ઈસુણે કય કા,"તીયા મુસાયે હેવી આજ્ઞા કેહ આપી કા,ફારગતીણે પ્રમાણ-પત્ર આપીને તીણે મૂકી દેવાણી ?" 8ઈસુએ તીણાહાય કય કા,"મુસાએ તુમારે હૃદયણે કઠોરતાણે નેદે તુમાહાય તુમારે પત્નીયોહીય મૂકી દેવા દેદિ,ફણ શરૂઆતથી હેવ ની હોતન. 9.હાય તુમાહાય કતો હામ કા,વ્યભિચારનો કારણ વગર જી કોઈ પોતાણે પત્નીણે છોડીને બીજી સ્ત્રી હારી વેવા કરે,તો તી વ્યભિચાર કરત હા ;ને જો કોઈ છોડી દેદની સ્ત્રી હારી વેવા કરે તો તી ફણ વ્યભિચાર કરત હા."10તીયાણે શિષ્યોહીય તીયાણે કય કા,"જો પુરુષણે તીયાણે પત્ની સબંધી એ સ્થિતિ હોય,તીયા વેવા કરવ હાર નાથ." 11તીયા ઈસુએ તીણાહાય કય કા,"બદાથી એ વાત પાલાતી નાથ,ફણ જીણાહાય તી આપીન હા તીણેથી જ. 12કેહે કા કતરાક ખોજા હા કા જે પોતાણે આમારેથી જ હેવા જન્મેલા હા.કતરાક એવા હા કા જિણાહાય માણાહાય ખોજા બનાવ્યા હા;ને કતરાક એવા હા કા જીણાહાય સ્વર્ગણા રાજ્યણે નેદે પોતાણે જ નપુંશક તરીકે કયરા હા.જી સ્વીકારી હકત હા તી ઈ વાત સ્વીકારે."13.તીયા પૂઠી તી બાળકોહીય તીયાણે પાહાય નાવા,ઈયા માટે કા તી તીણે પાર હાય મૂકીને પ્રાર્થના કરે;ફણ શિષ્યોહીય તીણાહાય ધમકાવ્યે. 14.ફણ ઈસુએ કય કા,"બાળકોહીય મારે મેરે આવવા દેયા,તીણાહાય રોકતે નખા,કેહ કા સ્વર્ગણે રાજ્ય એવાહાય હા." 15.તીણે પાર હાથ મુક્યા પૂઠી તી તીનથી ગયે.16તીયા પૂઠી, કોઈએ ઈસુણે પાહાય આવીને કય કા,"ઉપદેશક,અનંતજીવન પામણે માટે હાય કાજા હાર કર ?" 17તીયા તીયે તે વ્યક્તિણે કય,"તું મને હારા વિષે કેહે પૂછતો હા ? હારો તો એકુ જ હા,ફણ જો તુ જીવનણે માગમાં ઓરાણે માગતો હા,તીયા આજ્ઞાહાય પાલ."18તીયા વ્યક્તિએ ઈસુએ કય કા,'કાણી આજ્ઞાઓ ? તીયા ઈસુએ કય કા,"તુ હત્યા ની કર,તું વ્યભિચાર ની કર,તું ચોરી ની કર,તું જૂઠી સાક્ષી ની પુર. 19પોતાણે મા -બાપને માન આપ,પોતાણે મેરેણાહાય પાર પોતાણે જેવો પ્રેમ કર."20.તીયા જુવાને તીયાણે કય કા,"એ બધી આજ્ઞાહાય તે હાય પાલતો આવો હામ ; આજુ મારેમાં કાજા ખુટત હા ?" 21ઈસુએ તીયા જુવાનણે કય કા,"જો તુ સંપૂર્ણ હોણે માગતો હા,તીયા જાઈને તોરે જી હા તી વેચી નાખ ને ગરીબણે આપી દે,એટલે સ્વર્ગમાં તુને દ્રવ્ય મીલી ;ને આવીને મારે પાછાલ ચાન." 22.ફણ તો જુવાન એ વાત ઉનાયને દિલગીર હોઈને નાહાય ગો, કેહે કા તીયાણે મિલકત ખણી હોતની.23તીયા ઈસુએ પોતાણે શિષ્યોહીય કય કા,"હાય તુમાહાય સાચુ કતો હામ કા ધનવાનણે સ્વગણે રાજ્યમાં ઓરાવઅ મુશ્કેલ હા. 24વલી હાય તુમાહાય પાછો કતો હામ કા ધનવાનણે ઈશ્વરને રાજ્યમાં ઓરાવા કરતાં ઉંટણે સોયણે કાણામાંથી નીકીલવ હેલ હા."25.તીયા તેયાણે શિષ્યોહીય તી ઉનાયને અચરત હોવા ને કણે લાગા કા,"તીયા કીડ ઉદ્ધાર પામી હકે ?" 26.ફણ ઈસુએ તીયાણે ફણી હેદીને કય કા,"માણાહાય તે હી અશક્ય હા,ફણ ઈશ્વરને બદઅ શક્ય હા." 27તીયા પિતરે ઈસુણે જવાબ આપ્યો કા,"આમે બદઅ મૂકીને તોરે પાછાલ આવા હામ,તીયા આમાહાય કાજા મીલી ?"28ઈસુએ તીણાહાય કય,"હાય તુમાહાય સાચુ કતો હામ કા,જીયા પુનઃ આગમનમાં માણસણે દીકરો પોતાણે મહિમાણે રાજયસન પાર બેહે,તીયા તુમે,મારે પાછાલ આવનારા,ઈઝરાયેલને બાર કુલને ન્યાયકરતા બાર રાજ્યાસીહીય પાર બિરાજી.29જો કોઈ ઘરનો,ભાઈઓણે,બહેનોણે,માતાણે,બાળકોણે,કા ખેતરોણે મારે નામણે નેદે પાછાલ મૂકી દેદે હા,તી સોગણા પામીને અનંતજીવનણે વારસો પામી. 30ફણ ઘણાં જે પેલ્લા તે છેલ્લા હોવી ;ને જે છેલ્લા તે પેલ્લા હોવી."
1કેહેકા સ્વર્ગણે રાજ્ય એક ખેડૂતમાલિકણે જેવે હા, જીયે પોતાણી દ્વાક્ષાવાળી હારુ મજૂરો નક્કી કરને વહેલો હવારે બાર ગો. 2તીયે મજીરાહાય હારી રોજણે એક દીનાર નક્કી કયરાને પોતાણે દ્રાક્ષાવાળીમાં તીણાહાય મોકીના.3તીયા દિહીણે આશરે હવારના તીન વાગેત બાર જાઈને તીયે ચોકમાં બીજાહાય કામણે હોદામાં ઊભા રયના દેખશા. 4તીયા માલિકે તીણાહાય કય કા,તુમે ફણ દ્રાક્ષાવાડીમાં જાયા. ને જી કાંઇ ઉચિત હોઈ , તી હાય તુમાહાય આપીહી તીયા તે ગયા.5ને તે જ દિહી આ શરે બપોરે ને તીન વાગે પાછો બાર જાઈને તીણાહાય તીયાજ પ્રમાણે કયર. 6તીયાર પૂઠી આશરે અગિયારયામાં કલાકે ફણ તીયે બાર જાઈને બીજાહાય કામ નવરા ઊભા ઉવીનો દેખશો,તે માલિક તીણાહાય કય કા,આખો દિહી તુમે કેહે ઈયે કામ વગારના ઊભા રયાહા ? 7તીણાહાય તીયાણે કય કા,"કેહે કા કોઈએ આમહાય મજૂરીએ રાખ્યા નાથ તીયે તીણાહાય કય કા,'તુમે ફણ દ્રાક્ષાવાળીમાં જાયા.""8સાંજ પડી તીયા દ્રાક્ષાવાળીણો માલિક પોતાણે કારબારીણે કય કા,"મજુરાહાય હાદીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પેલ્લી વ્યક્તિ હુદીણાહાય તીણાહાય વેતન આપ. 9જીયણાહાય આશરે અગિયારમાં કલાકે કામ પાર રાખીયા હોતના.તે જીયા આવા તીયા તીણાહાય એક એક દીનાર આપવામાં આવો. 10પૂઠી જે પેલા આવા હોતના તે વિચારતા ના કા આમાહાય વદારે મીલી."પરંતુ તીણાહાય એક દીનાર આપયો.11તીયા તે નેઈને તીણાહાય ખેડૂત માલિકણે વિરુદ્ધ કચકચ કદી. 12ને કય કા,"એ મોડેથી આવનારાહાય ફક્ત એકુંજ કલાક કામ કર્ય હા ને આમે આખા દિહીણો બોજો તથા લુ સહન કદો.તેહે છતાં તે તીણાહાય આમારે બરાબર ગયણા હા.""13ફણ તીયે તીયાણે માણા એકણે જવાબ આપયો કા,મિત્ર,હાય તુમાહાય કાઈ અન્યાય નાથ કરતો;શું તુયે મારી હારી એક દીનાર નક્કી કર્યો ની હોતનો ? 14તોરે જી હા તી નેઈને ચાન્યો જા ;જતર તુને તતરજ ઈયા છેન્નાહાય ફણ આપવાને મારી મરજી હા.15જી મારે હા તી મારે મરજી પ્રમાણે વાપીરવાણો શું માને હક નાથ ? અથવા હાય હારો હામ માટે મારી આંખ દુષ્ટ હા શું ? 16એહે જેઓ છેન્ના તે પેલાં ને જેઓ પેલા તેઓ છેન્ના થાય !'17ઈસુએ યરુશાલેમ જાતા,રસ્તા પાર બાર શિષ્યોણે એકાંતમાં નેઈ જાઈને તીણાહાય કય કા, 18હેદા,"આપડે યરુશાલેમ જાતે હામ,માણહાણે દીકરાણે મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હાથ પરાધીન કરાય ને તે તીયા પાર મૃત્યુ દંડ ઠરાવી. 19ને ઠઠ્ઠા-મશ્કરી કરાવણે,કોરડા મારાવણે,વધસ્તંભે જડાવાણે તે તીણાહાય વિદેશીઓણે સોંપી ;ને તીજે દિહી તો પાછો જીવતો હોવી."20તીયા ઝબદીણા દીકરાઓણે માએ પોતાણા દીકરાઓણે હારી ઈસુણે પાહાય આવીને તથા પગે પડીને તીયાણે પાહાય કાયક માંગણી કદી. 21ને ઈસુએ તીણાહાય કય કા,"તોરે કેવી ઈચ્છા હા ?" તીણાહાય તીયે કય કા,"તોરે રાજ્યમાં એ મારે બે દીકરામાંણા એકણે તોરે જમણે હાથે ને બીજાણે તોરે ડાબા હાથે બેહે હેવી આજ્ઞા તું કર.22ફણ ઈસુએ તીણાહાય જવાબ આપયો કા,"તુમે જી માંગાહા તી તુમે હમજીતા નાથ ;જો પ્યાલો હાય પીવાણો હામ તો તુમે પીઇ હકાહા ?"તીણાહાય તીયાણે કય કા,આમે પીઇ હકતે હામ." 23તીયે તીણાહાય કય કા,"તુમે મારે પ્યાલો પીહા ખરા,ફણ જીયાણે માટે મારે પિતાએ તીયાર કયર હા તીયાણે વગાર બીજાહાય મારે જમણે હાથ ને ડાબે હાથે બેહેવા દેવા હો મારે અધિકારમાં નાથ." 24જીયા બીજા દહ શિષ્યોએ તી ઉનાય તીયા તો બે ભાઈઓ પાર ગુસ્સે હોવો.25ફણ ઈસુએ તીણાહાય પાહાય હાદીને કય કા,"તુમે જાણતા હા કા વિદેશીઓણે કરતાન તીયા પાર સત્તા ચાનીવતો હા ને જે મોટા હા તે તીયાણે પાર અધિકાર ચાનીવતા હા. 26ફણ તુમારેમાં એવ ની હોય.તુમારેમાં જી કોઈ મોટો હોણે માગે,તો તુમારે ચાકાર હોય ; 27ને જે કોઈ તુમારેમાં મુખ્ય હોણે માગે,તો તુમારે દાસ હોય; 28જેહે માણાહાણે દીકરો સેવા કરાવણે ની,ફણ સેવા કરને,તથા ઘણાં માણાહાય ખંડણી હારુ પોતાણો જીવ આપણે આવો હા તેહે."29જીયાર તો યરીખોમાંથી નીકીલતો હોતનો,તીયા માણાહાય મોટો સમુદાય તીયાણે પાછાલ ચાનતો હોતનો. 30હેદા,બે આંધળાઓ વાટીણે બાજુમાં બેઠા હોતના,ઈસુ તીયાણે પાંહાય રયને જાતો હા.તી ઉનાયને તીણાહાય ઉંચા અવાજે કય કા,"ઓ દાઉદણા દીકરા,આમારે પાર દયા કર." 31ફણ લોકોએ તીયાણે ધમકાવીને ચૂપ રણે કય,ફણ તીણાહાય વધારે મોટેથી બૂમ પાડતા કય કા,ઓ પ્રભુ,દાઉદણા દીકરા,આમારે ઉપાર દયા કર."32તીયા ઈસુએ ઊભા રયને તીણાહાય હાદીને કય કા,"હાય તુમારે માટે કાજા કર.ઈયા વિષે તુમારે કાજા ઈચ્છા હા ?" 33તીણાહાય તીયે કય કા,"પ્રભુ આમારે ડોલા ઉગાડ." 34તીયા ઈસુણે દયા આવી,ને તો તીયાણે ડોલાહાય અટકીયો ને તરાત તે દેખતા હોવા ને તે ઈસુણે પાછાલ ચાનીયા.
1જીયા તો યરુસાલેમણે નજીક આવા ને ત જૈતુન નામણા ડોગરા પાહાય બેથફગે હુધી ગયા તીયા ઈસુએ બે શિષ્યોહોય મોકનીને. 2કય કા,"તુમે હામેણા ગામમાં જાયા,તીયે ઓરાતાજ તુમાહાય બાંધીન એક ગધેડી તથા તીયાણે પાહાય બચ્ચું હેદવાણ મીલી,તીયાણે છોડીને મારે પાહાય નાવા. 3જો કોઈ તુમાહાય કાઈ કય તે તુમારે કઅવાણ કા, પ્રભુણે હીયાણે જરૂર હા ; એટલે તી તીણાહાય તરાતુજ મોકની દેઇ."4હવે ઈ એટલા હારું હોવે કા, પ્રબોધકે જી કયન તી પુર હોવે કા, 5"સિયોનણે દીકરીણે એહે કય કા,હેદ,તોરે રાજા તોરે પાહાય આવતો હા,નમ્ર હા,તથા ગધેડા પાર,હા,ખોલા પાર,એટલે ગધેડીના વછેરા પાર,સવાર હોયને આવતો હા."6તીયા શિષ્યોહોય જાઈને ઈસુણે તીણાહાય જી કય ન હોતને તેહે કર્ય. 7તે ગધેડીના બચ્ચાં સહીત નાવા ને પોતાણા વસ્ત્ર તીયા પાર નાખ્યા,ને ઈસુ તીયા પાર સવાર હોવો. 8માણાહા માણાહાય ઘણાં બદહાય પોતાણે વસ્ત્ર વાટીમાં પાથીરીયે,બીજાહાય ઝાડવા પારની ડાળી વાડીને વાટીમાં પાથીરીયે.9હવે આગાલ ચાન્નારે તથા પાછાલ આવનારે માણાહાય બૂમ પાડી કા,દાઉદણા દીકરાણે હોસાન્ના,પ્રભુણે નામે જો આવતો હા તો આશીર્વાદિત હા,પરમ ઉંચામાં હોસાન્ના !" 10.તો જીયા યરુશાલેમ માં આવો તીયા આખા નગરમાં ખળભળી ઊઠીને કય કા,હો કીડો હા ?" 11તીયા માણાહાય કય કા,"ઈસુ પ્રબોધક,જો ગાલીલણો નાસરેથણો,તો ઓ હા."12પૂઠી ઈસુ ઈશ્વરણે ભક્તિસ્થાનમાં ગો.તીયે જે વેચતે તથા ખરીદતે હોતને,તીયા બદહાય તીયે કાડી મૂક્યે,ને નાણાવટીઓણે બાજઠ,તથા કબૂતર વેચનારાહાય આસનો ઉંધા વાલ્લે. 13ઈસુએ તીણાહાય કય કા,"મારે ઘર પ્રાર્થનાણે ઘર કવાઈ,એહે નખીન હા,ફણ તુમે હિયાણે લુટારાઓણે,કોતર બનાવ્યા હા." 14તીયા પૂઠી આંધળાઓ તથા લંગડાઓ તીયાણે પાહાય ભક્તિસ્થાનમાં આવા ને તીયે તીણાહાય હારા કદા.15ફણ જ ચમત્કારો તીયે કદા,તથા જી બાળકો ભક્તિસ્થાનમાં ઉંચા અવાજે દાઉદણા દીકરાણે હોસાન્ના પોકારતા હોતના,તીણાહાય જીયા મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હેજ્જા,તીયા તે બંજ ગુસ્સે હોવા. 16તીણાહાય ઈસુએ કય કા,તે કાજા કતા હા,તે કાજા તું ઉનાતો હા ?" તીયા ઈસુ તીયણાહાય કતો હા કા,'હા'બાળકોણે તથા નવજાત શિશુઓણે મુંઉથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી હા,હી,કાજા તુમાહાય કદી નાથ વાચ્ય ?" 17પૂઠી તીયાહાય મૂકીને નગર બાર બેથાનિયામાં જાઈને ઈસુએ રાત વાસો કર્યો18હવે હવારે નગરમાં પાછા આવતાં ઈસુણે ભૂખ નાગી. 19વાટીણે બાજુમાં એક અંજીરી હેદીને ઈસુ તીયાણે પાહાય ગો.ફણ તીયા પાર એખના પાના વગાર બીજ કાઈની મીલવાથી તીયે તીયાણે કય કા,"હવેથી તોરે પાર કદી ફળ ની લાગે;" ને એકાએક તે અંજીરી હુકાઈ ગોઈ.
1ઈસુએ પૂઠી તીણાહાય દ્રષ્ટાંતોમાં કય કા, 2સ્વર્ગણે રાજ્ય એક રાજાણે જેવ હા.જીયે પોતાણા દીકરાણે લગ્નમાં ખાવાણો સમારંભ યોજાયો. 3ખાવાણે માટે મહેમાનોણે હાધણે તીયે પોતાણા ચાકરોણે મોકીન્ના,ફણ તીણાહાય આવવાણ હોવા કાયની.4પૂઠી તીયે બીજા ચાકરોણે મોકનીને કય કા,મહેમાનોણે કયા,હેયા ,માળે મારે ખાવાણ તૈયાર કદ હા,મારે બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપયાં હા ને બધી વસ્તુ તીયાર હા.વેવામાં આવા."5ફણ તીણાહાય તી ગણકાર્ય ની ;તે પોતે પોતાણે વાટે ચાનિયા ગયા,કોઈ તીયાણે પોતાણે ખેતામાં ને કોઈ પોતાણે ધંધા પાર 6બાકીણાહાય તીયાણે ચાકરોણે ધયરા ને તીયાણે અપમાન કરીને તીણાહાય મારી નાખયા. 7એટલે રાજા ગુસ્સે હોવો,તીયે પોતાણ લસ્કર મોકનીને તે હત્યારાહાય નાશ કદા ને તીયાણે નગર બાલી નાખય.8પૂઠી તો પોતાણા ચાકરોને કય કા,'વેવામાં ખાવાણ તીયાર હા ખર,ફણ મહેમાનો યોગ્ય નાથ. 9ઈયા માટે તુમે રસ્તાણે નાકા પાર જાઆ ને જતરા તુમાહાય મીલે તતરાહાય વેવામાં હાદા ; 10તિયાં ચાકરોએ બાર રસ્તાઓમાં જાઈને સારા નઠારા જતરા તીણાહાય મિલ્લાં તિયાં બધાહાય એકઠા કદા,એટલે મહેમાનોથી વેવામાં હાજર હોવે .11મહેમાનોણે હેદણે હારું રાજા અંદર આવો,તિયાં તિણાહાય તિયે લગ્નોણો વસ્ત્રો પહેર્યા વાગારનો એક માણાહાણે હેજજો. 12તીયા તે તીયાણે કતો હા કા,ઓ ભાઈ,તું વેવાણે વસ્ત્રો પહેર્યા વગાર ઈયે કેહે આવો ? તો ચૂપ રયો.13તીયા રાજાએ ચાકરોણે કય કા,તીયાણે હાથ પાગ બાદીને તીયાણે બાયરે અંધકાર ફેંકી દીયા ;તીયે રડવ ને દાંત પીસવ હોય ; 14કેહે કા હાદીને ઘણે હા,ફણ પસંદ કરીને થોડે હા."15તીયા પૂઠી ફરોશીઓએ જાઈને ઈસુણે કેવ રીતે વાતમાં ફસાવણે હીયા સબંધી મનસુબો કદો. 16પૂઠી તીણાહાય પોતાણા શિષ્યોણે હીરોદિઓ સહીત તીયાણે પાહાય મોકનીને કહડાવ્ય કા,"ઉપદેશક,આમે જાણતા હામ કા,તું હાચો હા,સત્યથી ઈશ્વરણો મર્મ હિખીવતો હા ને તુમે કોઈણે પરવા કરતૉ નાથ,કેહે કા તુમે માણાહા વચ્ચે પક્ષપાત કરતા નાથ. 17એટલે તુમે કાજા ધારતા હા ? કૈસરને કર આપવાણો ઉચિત હા કાઈની તી આમાહાય કઅ ?"18ફણ ઈસુએ તીયાણે ભુડાઈ ઈરાદો જાણીને કય કા,"ઓ ઢોગીઓ,તુમે મારે પરીક્ષા કેહે કરતાં હા ? 19કરણે નાણું માને દેખાળા ."તીયા તે એક દીનાર તીયાણે પાહાય નાવા.20ઈસુએ તીણાહાય કય કા."ઈ સૂરત તથા લેખ કીડાણે હા ?" 21તીણાહાય તીયે કય કા."કૈસર 'તીયા ઈસુએ તીણાહાય કય કા જી કૈસર હા તી કૈસરને ,ને જી કૈસરને ઈશ્વરનાં તી ઈશ્વરને ભરી આપા. 22ઈ ઉનાયને તે નવાય પામયા,ને તીયાણે મૂકીને ભતા રઅધા .23તીયેજ દિહી સદુકીયો,જીયા કઅતા હા કા મરણ પૂઠી પુનરુત્થાન નાથ,તીણાહાય તીયાણે પાહાય આવીને પૂછય. 24ઓ ઉપદેશક,મુસાએ કય હા કા,જે કોઈ પુરુષ મરી જાય,તે તીયાણે ભાઈ તીયાણે સ્ત્રીણે હારી વેવા કરીને પોતાણો ભાઈણે હારું વંશ ઉપજાવે."25તે આમારેમાં હાંત ભાઈ હોતના,ને પેલાં વેવા કરીને મરણ ગો.તો ની સંતાન હોવાથી પોતાણા ભાઈણે હારું પોતાણે પત્ની મૂકી ગો. 26તીયા પરમાણે બીજો તથા તીજો એહે સાતેય મરણ પામાં. 27બધાહાથી છેન્ને તે સ્ત્રી ફણ મરણ પામી. 28ઈયા માટે પુનરુત્થાન પામીના પેલાં સાતમાંથી તે કીડાણે પત્ની હોવી ? કેહ કા તે બધાજ ભાઈયોણે પત્ની હોવી હોતની." તીણાહાય તીયાણે કય કા,"દાઉદણો."
1તીયા ઈસુએ લોકાહાય ને પોતાણા ચેલાહાય કય કા, 2"શાસ્ત્રીઓ ને ફરોશીઓ મુસાણે આસન પાર બેહેતા હા; 3હીયા હારું જી કાંઈ તે તુમાહાઈ કય,તી કરા ને પાલા ;ફણ તીયા ણે કામથી દૂર રયા,કેહે કા તે જી બોનતા હા તીયા પ્રમાણે કરતાં નાથ.4કેહ કા ભારી ને પાલવાણ મુશ્કેલી પળે એવો બોજા તે માણાહાય બાંધાહ પાર ચઢાવતા હા,ફણ તો પોતે પોતાણી આગલીથી ફણ તીયાણે ખહીળને માંગતા નાથ; 5માણેહે તીણાહાય હેદતતે હેતુથી તે પોતાણે બદે કામ કરતાં હા;તે પોતાણા સ્મરણપત્રોની પલે બનાવતા હા ને પોતાણા નુગળાહાય કોરને વધારતા હા.6વલી ખાવાણી મુખ્ય જાગા,ને સભાસ્થાનોમાં મુખ્ય આસન, 7ને ચૌટાંઓમાં સલામને તીણાહાય 'ગુરુ ' કઈ એવ તીણા હાય ગમત હા,8ફણ તુમે પોતાણે 'ગુરુ' નખે કવળાવતા ;કેહ કા તુમારે એક જ ગુરુ હા ને તુમે બદા ભાહાં હા, 9પૃથ્વી પાર તુમે કોઈ માણાહાણે તુમારે બાપની કવાણો,કેહે કા એકજો સ્વર્ગમાં હા,તોજ તુમારે બાપ હા. 10તુમે પોતાણે 'સ્વામી ' ફણ નખે કવળાવતા,કેહ કા એકુજ,જો ખ્રિસ્ત,તો તુમારે સ્વામી હા.11ફણ તુમારામાં જે મોટો હા તો તુમારે સેવક બની. 12જો કોઈ પોતાણે ઉંચો કરી,તીયાણે નીચો કરવામાં આવી ; ને ભે પોતાણે નીચો કરી .તીયાણે ઉંચો કરવામાં આવી.13ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહે કા માણાહાય આગાલ તુમે સ્વર્ગણરાજ્ય બંદ કરતાં હા ;કેહે કા તીયામાં તુમે પોતે પેસતા કાઈની,ને જી જાણે માંગતા તીયાણે તુમે જાવા દેતા કાઈની. 14ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહે કા તુમે વિધવાઓહોય ઘર ખાઈ જાતા હા.દેખાવો કરને લાંબી પ્રાર્થના કરતાં હા,તીયા હારુ તુમાહાય મોટી સજા ભોગીવવા પળી. 15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહે કા એક ચેલો બનાવણે હારુ તુમે સમુદ્રને પૃથ્વીમાં ફિયરા કરતાં હા;ફણ તેવ હોવે ત્યાં તુમે તીયાણે તુમારે કરતાં વદારે નરકણો ફગીદાર બનાવતાં હા.16ઓ આદળાહાય દોરનારાઓ તુમાહાય અફસોસ હા ; કતાં હા કા,"જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય તે તીયામાં કાંઈ વાદોની ;ફણ જો કોઈ ભક્તિસ્થાનમાંણા સોનાણો સમ ખાય તો તીયાથી તો બાદાયનો હા ; 17ઓ મૂર્ખાને આદળાઓ,વધારે મોટ કાણ હા ? સોનો કા સોનાણે પવિત્ર કરનાર ભક્તિસ્થાન ?18ને તુમે કતાં હા કા,'યજ્ઞવેદીના સમ ખાય તો તીયામાં કાંઈ વદો કાઈની ; ફણ જો કોઈ તીયા ઉપરના અર્પણના સમ ખાય તે તો તીયાથી બાદાયનો હા ; 19ઓ આધળાઓ,વિષેશ મોટો કાણ હા ? અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી ?20હીયા હારુ જે કોઈ યજ્ઞવેદીની સમ ખાય તો તે તીયાણે ને જી બધઅ તીયા પાર હા,તીયાણો ફણ સમ ખાતો હા. 21જો કોઈ ભક્તિસ્થાનનો સમ ખાતો હા,તે તીયાણો ને તીયામાં જી મૂકીન હા તીયાણે ફણ સમ ખાતો હા, 22જે સ્વર્ગના સમ ખાતો હા,તો ઈશ્વરનો આસનણા ને તીયા પાર બેસનારના ફણ સમ ખાતો હા,23ઓ શાસ્ત્રીઓ,ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહે કા ફુદીનાણો,હુવાણો ને જીરાણો દસમા ભાગ તુમે આપતાં હા ; ફણ નિયમશાસ્ત્રની અગત્યણી વાતો,એટલે ન્યાય,દયા,ને વિશ્વાસ,તે તુમાહાય પળતા મુકતા હા ; તુમારે ઈ કરવાણ,ને ઈયા હારી તે ફણ પળતા મુકવાણી જરૂર કાઈની હોતની. 24ઓ આદલાંહાય દોરનારાઓ,તુમે મરછરણે ગાળી કાડતા હા ,ફણ ઉંટળાણે આખો ગીલી જાતા હા. !25ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહ કા તુમે થાલી ને વાટકો બાયરેથી સાફ કરતાં હા.ફણ તીયાણે અંદર જુલમ ને અન્યાય ભરીના હા. 26ઓ આદલા ફરોશી તું પેલાં થાલી ને વાળકો અંદરથી સાફ કર કા,જેથી તો બાએરેથી ફણ સાફ હોઈ જાય.27ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહ કા તુમે ધોળેલી કબરના જેવા હા.જે બાએરેથી શોભાયમાન દેખતો હા ખરો,ફણ અંદરથી મારીનાહાય હાળકાને દરેક અશુદ્ધથી ભરીની હા. 28તેહેજ તુમે ફણ માણાહાય આગાલ બાએરેથી ન્યાયી દેખાળતાં હા ખરા,ફણ અંદરથી ઢોગથી ને ભુડાઈધી ભરીના હા.29ઓ શાસ્ત્રીઓ,ને ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહે કા તુમે પ્રબોધકો હાય કબર બાદતાંહા ને ન્યાયીઓની કબર શણગારો છો. 30ને કતાં હા કા,"જો આમે આમારે બાપદાદા હોય સમયમાં હોત,તો તીયાણે હારી પ્રબોધકોહૉય હત્યાંણા ફગીદાર ની હોવતા ; 31તીયા હારુ પોતા વિષે સાક્ષી આપતાં હા કા પ્રબોધકોહાય મારી નાખનારાહાય દીકરા તુમેજ હા.32તે તુમારે બાપદાદાહોય માય ફરી દિયા . 33ઓ સર્પો,સપોણા વંશ નર્કની શિક્ષાથી તુમે કેવી રીતે બચાહા?34તુમે હેદહા,પ્રબોધકોને જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હાય તુમારે પાહી મોકીનતો હામ;તુમે તીયાણે માણા કતરાક જણાહાય મારી નાખવાહા,વધસ્તંભ જોળાવહા,તીયાણમાણા કતરાક તુમારે સભાસ્થાનમાં કોરડા મારાવી ને નગરે નગર તીણાહાય પાછાલ પળી. 35કા ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા,જીયાણે મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તુમાહાય મારી નાંખ્યો,તિયાણા લોહી હુદી જે બધા ન્યાયીઓહાય લોહી પૃથ્વી પાર વવળાવવામાં આવન તી તુમારે પાર આવી. 36હાય તુમાહાય હારાજ કતો હામ કા,ઈ બધ ઇયા પેઢીણે માથે આવી.37ઓ યરુશાલેમ,યરુશાલેમ,પ્રબોધકોને મારી નાખનાર,તોરે પાહી મોકનીનાહાય પથ્થરે મારનારા જેહે મરઘી પોતાણે બચાહાય પાંખળા તલે ફેગે કરતી હા,તેહે તોરે છોકરાહાય એકઠે કરવાણ મયે કતરી વાર ચાહય ;ફણ તુમાહાય ચાહય કાઈની ! 38હેદા,તુમારે હારુ તુમારે ઘર ઉજ્જળ બની ગહા. 39કેહે કા હાય તુમાહાય કતો હામ કા ;જ્યા હુદી તુમે એહે ની કહા કા,'પ્રભુણે નામ જો આવતો હા તો આશીર્વાદિત હા,ત્યાં હુદી હવેથી તુમે મને ની દેખાહા."
1ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકલીને માર્ગે ચાનતો નો,તિયાં તિયાણા ચેલા તીયાણે ભક્તિસ્થાનમાંણા બાંધકામ દેખાળને હારુ પાહી આવા. 2તીયા તીણાહાય જવાબ આપચો કા, કામ તુમે ઈ બદઅ કાયળી દેખતા? હાઈ તુમાહાય હાચ જ કતો હામ કા, વાડી ની નાખાય, એવ અકે ણ પથરો બીજા પાર ની રઅવા દેવાય ની .3પૂઠી જૈતુનનાં ડોગરા પાર ઈસુ બેઠો ને,તીયે ચેલા એકાંતમાં તિયાં પાહી આવીને કય કા,"ઈ બદ ક્યા હોવી ? ને તોરે આવવાણી ને જગતણો અંતણી કાજા નિશાની હોવી ? તી અમાહાય કઅ ." 4ત્યાં ઈસુએ જવાબ આપતાં તીણાહાય કય કા,"તુમાહાય કોઈ ની છેતરે માટે સાવધાન રઅમકા, તુંકોઈ ભુ લાવે ની . 5કેહે કા મારે નામથી ઘણાં એહે કતાં આવી કા,'હાય તે ખ્રિસ્ત હામ ;ને ઘણાંહાય છેતરી.6યુદ્ધો ને યુદ્ધોની અફવાઓ તુમે ઉનાહાં,તીયે તુમે,ખાબરાતા નખા ;કેહ કા હી બદ હોવાણી અગત્ય હા,ફણ હતરેથી જ અંત ની આવે. 7કેહે કા પ્રજા પ્રજાણે વિરુદ્ધ ને રાજ્ય રાજ્યણે વિરુદ્ધ ઊઠી,દુકાળો ને જગ્યા જગ્યાએ ધરતીકંપ હોવી. 8ફણ ઈ બદ તે માત્ર મોટા દુઃખણો સમય હા.9ત્યાં તે તુમાહાય શિક્ષા હારું હોપી ને તુમાહાય મારી નાખી. મારે નામણે નેદે બદી પ્રજાઓ તુમારે તિરષ્કાર કરી. 10ને તિયાં સમયમાં ઘણાં લોકો વિશ્વાસ ગુમાવી દેઈ,ને એકબીજાણે પરાધીન કરાવી ને એકબીજા પાર વૈર રાખી. 11હમટા જુઠા પ્રબોધકો ઊઠી,ને હમટાહાય ભૂનીવામાં આવી.12દુષ્ટતાં વધી જવાણા કારણથી ઘણાંખરહાય પ્રેમ ઠંડો હોઈ જાય. 13ફણ જી છેન્ને હુદી ટકી તી તારણ પામી. 14બધી પ્રજાઓણે સાક્ષીરૂપ હોણે હારું ઈશ્વરણા રાજ્યણી એ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાય ;તિયાં અંત આવી.15ઈયા હારુ ઉજ્જડની અમંગલપણાની નિશાની જીયા સબંધી દાનિયેલ પ્રબોધકે કયન હા,તીયાણે જીયા તુમે પવિત્રજીયાણો ઉભી રાખની હેદહા (જી વાંચી તે સમજી ) , 16તિયાં જે યહૂદીયામાં હોય તે ડોગરા પાર નાહી જાય, 17ધાબા પાર જી હોય તી પોતાણે ખરણો સામાન નેણે ની ઉતરી. 18ને જી ખેતાહામાં હોય તી પોતાણે વસ્ત્ર નેણે પાછૉ ની આવે.19તિયાં દિહમાં જો ગર્ભવતી હોય ને જે ને ધપડાવતી હોય તીઈણે અફસોસ હા ; 20ફણ તુમારે નાસવુ હિયાલામાં કા વિશ્રામવારે ની હોય,તિયાં માટે તુમે પ્રાર્થના કરા. 21કેહે કા તિયાં સમયે એવી મોટી આફત આવી પડી કા તિયાં જેવી સૃષ્ટિણા આરંભથી તે આજે હુધી આવી કાયની,ને કોઈદિહી આવી ફણ ની. 22ને જો તે દિહી ઓછા કરવામાં ની આવતાં તે કોઈ ફણ માણહું બચી ની હકતાં ફણ પસંદ કરીનાહાય ખાતર તે દિહી ઓછા કરાયા.23તિયાં જો કોઈ તુમાહાય કય કા,'હેદા,ખ્રિસ્ત ઈયા હા 'અથવા ખ્રિસ્ત તીયે હા.'તો તુમે માનતે નખા . 24કેહ કા જુઠા મસિહ તથા જુઠા પ્રબોધકો ઊઠી,ને મોટા ચમત્કાર ચિન્હો તથા આશ્ચર્ય કામો કરી દેખાડી કા જો બની હકે તે પસંદ કરીનાહાય ફણ તે ભૂનવી હકી. 25હેદા,માયે આગાલથી તુમાહાય કય કા.26ઈયા માટે જો તે તુમાહાય કય કા,હેદા,તો રાનમાં હા ;તે બાર જાતા નખા;હેદા,તો ઓરડીમાં હા ;તીયા માનતા નખા. 27કેહકા જેહે વીજળી પૂર્વથી નીકલીને પશ્ચિમ હુધી ચમકીતી હા,તેહેજ માણાહાણા દીકરાણે આવવાણા હોવી. 28જીયા મરીને હોય,તીયે ગીધો ભેગા હોય.29તિયે દિહીહાણે વિપત્તી પૂઠી,તરત સૂર્ય અંધકારરૂપ હોઈ જાય ;ચંદ્ર પોતાણે હુજાલ ની આપે ને આકાશણે તારાં ખરી,ને આકાશણા પરાક્રમો હોનવાય .30પૂઠી માણહાય દીકરાણે નિશાની આકાશમાં દેખાઈ તિયાં ધરતી પાહાણા બધા ફુળો શોક કરી ;ને માણહાય દીકરાણે પરાક્રમ તથા મહિમા સહીત ને આકાશણા વાદલા પાર આવતો હેદી. 31રણશિંગડાણા મોટા અવાજ સહીત તે પોતાણે સ્વર્ગદૂતોહોય મોકની,તે મારે દિશાંમાંથી,આકાશણા એક છેડાથી તે બીજા છેડા હુદી,તીયાણે પસંદ કરીનાહાય ભેગા કરી.32હવે અંજીર પારથી તીયાણે દ્રષ્ટાંત હીખા.જીયા તીયાણે ડાલી કમલી હોય ને પાંદડા ફૂટી નીકીલતા હા,તિયાં તુમે જાણતા હા કા ઉનાલો પાહાય હા. 33એહેજ તુમે ફણ જીયા તી બધ હોતા હેદહા,તિયાં તુમારે જાણવાણ કા.'તી પાહાય એટલે બારા આગાલુજ હા.34હાય તુમાહાય હામજ કતો હામ કા,તી બદ પુર ની હોવી તીયે હુધી એ પેઢી મરણ પામી ની. 35આકાશ તથા પૃથ્વી નાશ પામી,ફણ મારે વાત પૂરી હોયા વગાર રય ની.36ફણ તે દિહી તથા તે ઘડી સબંધી પિતા વગાર કોઈ ફણ જાણત કાયની.આકાશમાંણા સ્વર્ગદૂતોહોય ની તેહેજ દીકરાણે ફણ ની.37જેહે નુહણા સમયમાં હોવ,તેહે જ માણસણા દીકરાણે આગમન ફણ હોવી. 38કેહે કા જેહે જળપ્રલયને આગાલ નુહ વહાણમાં બેઠો તિયાં હુદી તે ખાતા,પીતા,પરણતા,પરણાવતા હોત; 39ને જળપ્રલય આવીને બધાહાય તાણી નેઈ ગો.તિયાં હુદી તે ની હમજીયા,તેહે જ માણસણા દીકરાણે આવવાણ ફણ હોવી.40તિયાં સમયે બે માણુંહું ખેતામાં હોય તીયામાણો એક નેવાઈ તથા બીજો પડતો મુકાય. 41બે સ્ત્રીઓ ઘંટીએ દલતી હોય તીયામાણી એક નેવાઈ ને બીજી પડતી મુકાય. 42માટે જાગતા રયા,કેહકા તુમે જાણતા કાયની કા કાણે દિહી તુમારે પ્રભુ આવી રયો હા.43ફણ જાણા કા ચોર પહોરે આવી,એજ ખરણો માલિક જાણતો હોય,તો તે જાગતો રય ને પોતાણે ઘરમાં ચોરી કરવા ની દેઈ. 44ઈયા માટે તુમે ફણ તીયાર રયા ;કેહે કા જીયા સમયે તુમે ધારતા કાયની તિયાં જ સમયે માણાહાણે દીકરો આવી.45તો જે ચાકરને તેયાણે માલિક પોતાણે ઘરનાહાય સમયસર ખાવાણ આપણે હારું પોતાણે ખરણો કરભારી કરાવ્યો હા.હેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કીડો હા ? 46જીયા ચાકરને તીયાણે માલિક આવીને એહે કરતો હેદી,તો ચાકાર આશીર્વાદિત હા. 47હાય તુમાહાય હાચ જ કતો હામ કા,તો તુને પોતાણી બધી સંપત્તીણો કારભારી ઠરાવી.48ફણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાણ મનમાં કય કા,'મારે માલિકણે આવવાની વાર હા.' 49ને તો બીજા ચાકૉહોય મારને તથા છાકટાહાય હારી ખાણે પીણે લાગો ; 50તો તે જ દિહી તો તીયાણે વાટ હેતો નાથ ને જો સમય તો જાણતો નાથ.તેજ સમયે તીયાણે માલિક આવી. 51તો તુને કાપી નાખી ને તીયાણે ભાગ ઢોગીઓણે હારી ઠરાવી,તીયે રડવાણ તથા દાંત પીહીવાણ હોવી.
1તીયા સ્વર્ગણે રાજ્ય દહ કુંવારીહીય જેવ હા,તે પોતાણે મશાલો નેઈને વરરાજાણે મિલ્લે હારું બાયરે ગોઈ. 2તીણેમાણી પાંચ મુર્ખી હોતની ને પાંચ બુદ્ધિવાલી હોતની. 3મુર્ખી કુંવારીહીય પોતાણે મશાલ નેદી ખરી,ફણ તીણીહીય હારી તેન નેદ કાઈની ; 4ફણ બુદ્ધિવાલીહીય પોતાણે મશાલો હારી કૂપીમાં તેન નેદ.5વરરાજાણે આવતાં વાર નાગી હતરામાં તે બદીજ ઝોકા ખાયને હુવી ગોઈ. 6અરદીરાતે બૂમ પડી હેદા કા,'જુઓ,વરરાજા આવો હા ! તીયાણે મિલને નીકલા."7તીયા તે બદી કુંવારીહીય ઊઠીને પોતાણે મશાલો તીયાર કદી. 8મુર્ખીહીય બુદ્ધિવાલીહીય કય કા,'તુમારે તેનમાંથી આમાહાય આપા,કેહ કા આમારે મશાલો ઉનવાઈ જાતી હા.' 9ફણ બુદ્ધિવંતીહીય જવાબ આપતાં કય કા,'કદાચ આમાહાય ને તુમાહાય પુર ની પડે,માટે તુમે વેચનારાહાય પાહાય જાઈને પોત પોતાણે ફાગ તેન વેચાત નેયા."10તે તેન નેણે ગોઈ અતરામાં વરરાજા આવી રયો,જી તીયાર હોતની તે તીયાણે હારી લગ્નજમણમાં ગોઈ ને બાર બંધ કરવામાં આવ. 11પૂઠી મૂર્ખ કુંવારીહીય આવીને કય કા,'ઓ સ્વામી,સ્વામી,આમારે હારુ ઉઘાડ." 12ફણ તીયે જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા હાય તુમાહાય ઓલખીતો કાયની. 13માટે તુમે જાગતા રયા,કેહ કા તો દિહી અથવા તી ઘડી તુને જાણતે નાથ.14કેહે કા તીયાણે આવાણ એક માણહાણે જેવ હા,જીયે પરદેશ જાતી વખાતે પોતાણે ચાકરોહીય હાદીને પોતાણે સંપત્તિ તેણાહાય હોપી. 15એકણે તીયે પાંચ તાલંત,બીજાણે બે નેત્રીભણે એક તીયાણે શક્તિ પ્રમાણે આપય ;ને તો પરદેશ ગો. 16પૂઠી જીયાણે પાંચ તાલંત મીલયા હોતના,તો તરત જાઈને વેપાર કરીને તીયા વડે બીજા પાંચ તાલંત કમાયો.17તેહે જ જીયાણે બે,તો ફણ બીજા બે તાલંત કમાયો. 18ફણ જીયાણે એક તાલંત મીલીનો હોતનો તીયે જાઈને જમીનમાં ખોદીને પોતાણે માલિકણે નાણાં દાટી રાખય.19હવે લાંબા સમય પૂઠી તીયા ચાકરોણે માલિક આવો,તીયા તીયે તીણે પાહાયથી હિસાબ માગયો. 20તીયા જીયાણે પાંચ તાલંત મીલીના હોતના તો બીજા પાંચ તાલંત ફણ નેતો આવો,તીયે કય કા 'માલિક,તુયે મને પાંચ તાલંત આપીના હેદા ;જુઓ હાય તીયા ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો હામ. 21તીયા તીયાણે માલિક તીયાણે કતો હા કા,'શાબાશ,સારા ને વિશ્વાસુ ચાકર ! તું થોડામાં વિશ્વાસુ માલુમ પયડો હા;હાય તુને ઘણાં પાર ઠરાવીહી,તોરે પ્રભુના આનંદમાં પ્રવેશ કર."22જીયાણે બે તાલંત મીલીના,તીયે ફણ મેરે આવીને કય કા,'માલિક,તુયે મને બે તાલંત આપીના હોતના,જો,હાય તીયા ઉપરાંત બીજા બે તાલંત કમાયો હામ.' 23તીયાણે માલિકે તીયાણે કય કા,'શાબાશ,હાર વિશ્વાસુ ચાકર ! તું થુનામાં વિશ્વાસુ માલુમ પયળો હા ;હાય તુને ઘણાં પાર ઠરાવીહી,તોરે પ્રભુના આનંદમાં પ્રવેશ કર."24પૂઠી જીયાણે એક તાલંત મીલીને હા,તીયે ફણ પાહાય આવીને કય કા,'પ્રભુ મયે હેદજ કા તું એવો કઠોર માણહ હા કા,જીય તુયે નાથ વાવ્ય તીનથી તું કાપનારો ને જીયે તુયે નાથ વેયર તીનથી તું એકઠ કરનાર હા. 25માટે મને બીક નાગી ને જાઈને તોરે તાલંતણે મયે જમીનમાં દાટી રાખય,જો તુને તોરે તાલંત પહોચાડીયા.26ને તીયાણે માલિક જવાબ આપતાં તીયાણે કય કા,અરે દુષ્ટ ને આળસુ ચાકાર જીય મયે નાથ વાવ્ય.તીનથી હાય કાંપતો હામ ને જીનથી મે નથી વેર્યું તીનથી હાય એકઠ કરતો હામ,એહ તું જાણતો હોતનો; 27તીયા તોરે મારે નાણાં શાહુકારોણે આપવા જોજતાના કા હાય આવ તીયા મને વ્યાજ હારી પાછ મીલતા.28ઈયા માટે તીયાણી પાહાયથી તાલંત નેઈને જીયા પાહાય દસ તાલંત હા તી તીયાણે આપા. 29કેહે કા જેયાણે પાહાય હા તી બદાહાય આપાય ને તીયા પાહાય પુષ્કળ હોવી;ફણ જિયા પાહાય નાથ તીયા પાહાય જી હા તી ફણ નેઈ નેવાય. 30તે નકામાં ચાકરને બાયરેણાં અંધકારમાં નાખી દેયા,તીયા તીયાણે રડવાણ ને દાંત પીસવાણ હોવી."31જીયા માણાહાણે દીકરા પોતાણે મહિમામાં બદા પવિત્ર સ્વર્ગદૂતો હારી આવી,ત્યારે તી પોતાણે મહિમાણે રાજયાસન પાર બેહેય. 32બધી દેશજાતિઓ તીયાણે આગાલ એકઠી કરાય;ને જેહ ઘેટાંપાલક ઘેટાણે બોકડાથી જુદ પાડતો હા,તેહ તી તીણાહાય એકબીજાથી જુદો પાડી. 33. ને ઘેટાણે તો પોતાણે જમણે હાથે,ફણ બોકડાણે ડાબે હાથે રાખી.34તીયા રાજા પોતાણે જમણી પાહાયણાહાય કઈ કા,'મારે પિતાણે આશીર્વાદિતો તુમે આવા,જી રાજ્ય સૃષ્ટિણે પાયો નાખ્યા પેલાં તુમારે ફાગ તીયાર કરીન હા,તીયાણે વારસો નેયા. 35કેહે કા હાય ભૂખો હોતનો,તીયા તુમાહાય મને ખવડાવ્ય;હાય તીરહો હોતનો તીયા તુમાહાય મને પાણી પાય હા ;હાય પારકો હોતનો ;તીયા તુમાહાય મને પાવણાે રાખયો ; 36હાય નાગો હોતનો,તીય તુયે મને નુગડે પેરાવ્યે ;હાય માંદો હોતનો તીયા તુયે મને ચાકરી કરી;હાય જેલમાં હોતનો,તીયા તુયે મને મીલને આવાે ."37તીયારે ન્યાયીઓણે તુમાહાય જવાબ આપી કય કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભૂખો હેદીને ખાવડાવ્ય,તીરહો હેદીને કાંઈ પાણી પીવડાવ્ય ? 38કીયા આમાહાય તુને પારકો હેદીને પાવણો રાખયો,નાગા હેદીને નુગડે આપયે ? 39કીયા આમાહાય તુને માંદો ને જેલમાં હેદીને તુને મિલને આવા ? 40તીયા રાજા તીણાહાય જવાબ આપી,'હાય તુમાહાય સાચ કતો હામ કા,'ઓ મારો ભાઈયોમાણો બઅજ નાનાહામાંથી એકણે તુમાહાય કદ એટલે તી મને કદ.41પૂઠી ડાબી ફણનાહાય ફણ તીયે કય કા ,'ઓ શાપિતો,'જી અનંતઅગ્નિ શેતાન ને તીયાણે દૂતોણે ફાગ તીયાર કદન હા,તીયામાં તુમે મારે આગાલથી જાયા, 42કેહે કા હાય ભૂખો હોતનો,ફણ તુમાહાય મને ખાવડાવ્યા કાઈની,હાય તીરહો હોતનો,ફણ તુમાહાય મને કાંઈ પીણે ફાગ આપાય કાઈની ; 43હાય પારકો હોતનો,ફણ તુમાહાય મને પાવણો રાખયો કાઈની ;નાગો હોતનો,ફણ તુમાહાય મને નુગડે પેરાવયે કાઈની ;માંદો હોતનો ને જેલમાં હોતનો,ફણ તુમાહાય મારે ચાકરી કાઈની કરી."44તીયા તી ફણ તીયાણે જવાબ આપતાં કઈ કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભોખો તરીહો,પારકા,નાગો,માંદો કે જેલમાં હેદીને તોરે સેવા નાથ કરી ?" 45તીયા ઈસુ તીણાહાય જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય ચોખીજ કતો હામ કા,'હી બઅજ નાનાહામાથી એકણે તુમાહાય તી કદ કાઈની,એટલે તી મને કયર કાઈની. 46તી અનંતકાળીક સજા ફણ જાઈ,ફણ ન્યાયીહીય અનંતજીવનમાં જાઈ.
1ઇસુએ બધી વાત પૂર પૂરી કરી તિયે એહે હોવં કા તિયે પોતાણાં ચેલાહાય કય કા, 2" તુમે જાણતાં હા કા બે દિહા પુઠી પાસ્ખાપર્વ હા, ને માણસણો દિકરો વધસ્તંભે જોળી દેણે હારુ પરાધીન કરવામાં આવી"3પૂઠી મુખ્ય યાજકો ને લોકાહાય વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠાં હોવા. 4ઇસુણે કપટથી થરીને મારી નાખણે હારુ તિયણાહાય મનસબો કદો. 5ફણ તિયણાહાય કય કા, ' પર્વમાં કાયની, નેતે પુઠી માણાહામા હુલ્લડ હોવી જાઇ. "6ઇસુ બેથાનિયામાં સિમોન કૉઢિયાના ખરમાં હોતનો, 7તે ખાણે બેઠનાં હૉતનાં તિયાં એક સ્ત્રી મુલ્યવાન અંત્તરની સંગેમરમરણી ડબ્બી નેઇને તિયા પાહિ આવી. ને તિયાણે માથા ઉપાર અત્તર રેડીય. 8જ્યાં તિયાણે ચેલાહાય તી દેખ્યં તીયા તિણાહાય ગુસ્સે હોવીને કય કા, " હી બગાળ કાજા ખરને કદો? 9કેહેકા હી અત્તર ખણં મગં વેચાત ને તે પયાહા ગરીબાહાય આપતાં. "10તિયા ઇસુએ તી જાણીને તિણાહાય કય કા, " ઈયી સ્ત્રીણે તુમે કેહે સતાવતાં હા? કેહે કા તિયે તે મારે હારુ હાર કામ કદ હા. 11કેહે કા ગરીબો કાયમ તુમારે હારી હા, ફણ હાય કાયમ તુમારે હારી કાઈની.12તિયે અત્તર મારે શરીર પાર રેળીયં તી કામ તે મારે દફનની તૈયારીણે હારુ કદ હા. 13હાય તુમાહાય હાચું કતો હામ હા, ' એ સુવાર્તા આખી દુનિયામાં કોઈ બી જાગે પ્રગટ કરવામાં આવી તીયા તીયે જી કાઈ બી કદ હા તી બી તિયણે યાદગીરીણે હારું કવામાં આવી.14તિયાં યહૂદા ઇશ્કારિયોત નામે બાર ચેલાહામાણો એક મુખ્ય યાજકોહોય પાહી જાઇને કય કા, 15" તિયણાહાય તુમારે સ્વાધીન કરં તે તુમે માને કાજા આપણે રાજી હા? "તિયણાહાય તિયાણે ચાંદીણા તીહિં સિક્કા તોલી આપ્યા. 16તિયા પુઠી તો ઇસુણે પરસ્વાધીન કરવાણી તક હેદણે લાગો.17બે ખમીર રોટની પર્વણે પેલા દિહે ચેલાહાય ઇસુ પાહી આવીને કય કા, " આમે તોરે હારુ પાસ્ખાખાવાણી તીયારી કાં કરજે ? તોરે કાજા ઇચ્છા હા? " 18તિયા ઇસુએ કય કા, " નગરમાં ફલાણા ણે પાહી જાઈને તિયાણે કયા, ' ઉપદેશક કતો હા કા " મારે સમય પાહી આવો હા, હાય મારે ચેલાહા હારી તોરે ખર પાસ્ખા પાળવાણો હામ. 19ઇસુએ ચેલાહાય જેહે આજ્ઞા આપીની, તેહે તિણાહાય કરીય ને પાસ્ખા તીયાર કરીય.20હાંજ પળી તીયા બાર ચેલાહા હારી ઇસુ ખાણે બેઠો નો. 21તે ખાતના તિયા તિણાહાય કય કા, " હાઇ તુમાહાય હાચું કતો હામ કા, તુમારે માંથી એક મને પરસ્વાધીન કરાવી." 22તિયા તે બદા ખણાં દુંઃખી હોવા ને તિણહોયમાંથી બદાજ તિયાણે કણે લાગા કા, "પ્રભુ, શું તો હાઇ હામ કા કેહેં?"23ઇસુએ જવાબ આપતાં કય કા, " જીયે મારે હારી થાલામાં હાથ મૂક્યો હા તોજ માને પરાધીન કરાવી. 24માણસણાં દિકરા સંબંધી જેવ નખીન હા તેહે તો જાતો હા ખરો; ફ્ણ જીયાં માણહાથી માણહાણો દિકરો પરાધીન કરાતો હા. તિયાણે અફ્સોસ હા! જો તો માણસ જન્મ્યો ની હોત, તે તિયા માટે વધારે હાર હોતન. " 25તિયા તિયે પરસ્વાધીન કરાવનાર યહૂદાએ પૂછ્ય કા, " ગુરુજી, શું તો હાય હામ કા? " ઇસુએ તિયાણે કય કા, " તુ પોતે જ કતો હા. "26તે ખાયા કરતા હોતના તીયા ઇસુએ રોટની નેઇને, આશીર્વાદ માગીને ફાંગ્ય ને શિષ્યોણે આપીને કય કા, નેયા, ખાયા, ઇ મારે શરીર હા. "27પુઠી ઇસુએ ખ્યાલો નેઇને આભાર માનીયો ને તીણાહાય આપતાં કય કા, તુમે બધા ઇયામાંથી પીયા, " 28કેહેકા હી નવા કરારને મારે લોય હા, જી પાપોણે માફીણે ફાગ ખણાંહાય ફાગ વવાડવામાં આવ હા. 29હાય તુમાહાય કતો હામ કા, હાય મારે પિતાણે રાજ્યમાં તુમારે હારી નવો દ્રાક્ષારસ ની પીમ, તી દિહી હુદી હવે પૂઠી તી પીવાણો જ કાયની.30તીયા ગીત ગાયા પૂઠી જૈતુનણે ડોગરાં પાર ગયા. 31તીયા ઇસુએ તીણાહાય કય કા, "તુમે બધા આજે રાતીણા મારા સંબંધી ઠૉકર ખાશો, કેહે કા એહે નખીન હા કા ' હાય ધેટાંપાળકણે મારીહી ને ટોલાણે ધેટે વિખેરાઇ જાય.' 32ફણ મારે ઉઠ્યા પૂઠી હાય તુમારે આગાલ ગાલીલમાં જાહાઇ."33તીયા પિતરે જવાબ આપતાં ઇસુણે કય કા, " જો બધે તુને છોડી દેઇ, તો બી હાય તોરેથી આગો ની હોમ. " 34ઇસુએ તીયાણે કય, " હાય તુને હાચુ જ કતો હામ કા, આજે રાતીણો મરઘો બોનીયા પેલા, તીન વાર તું મારે નકાર કરે હે. 35પિતરેતીયાણે કય કા, " જો મારે તોરે હારી મરવા પડે તીયે બી હાય તોરે નકારનીજ કર. " બધાં શિષ્યોએ બી તેહે જ કય.36તીયા ઇસુતીયણે હારી ગેથસેમાની નામણે જાગાએ આવો. ને શિષ્યોણે કય કા, હાય તીયે જાઈને પ્રાર્થના કર તીયા હુદી તુમે ઇયે બેહા. " 37પિતરને ને ઝબદીણા બે ડીખરાહાય હારીનેઈને ઇસુ પોતે દું:ખી ને નીરાશ હોણે લાગો. 38પૂઠી ઈસુએ તીણાહાય કય કા, મારે જીવ મરણે જેવો ખણો દું:ખી હા. તુમે ઈયે રયને મારે હારી જાગતા રયા. "39પુઠીતીયે થોડે આગે જાઈને મુઉં નમાવીને પ્રાર્થના કરતા કય કા, ઓ મારે પિતા, જો બની હકે તે ઓ પ્યાલો મારેથી આગે કર; તો બી મારે ઇચ્છા પ્રમાણે ની ફણ તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " 40પૂઠી ઇસુ શિષ્યોણે પાહાય આવો ને તીણાહાય હુવતાહેદીને પિતરને કય કા, " તુમે એક કલાક બી મારે હારી જાગતા રય હકતા કાયની કા? 41તુમે જાગતા રયા ને પ્રાર્થના કરા કા પરીક્ષણમાં ની પડાત; આત્મા તત્પર હા ખરો, ફણ શરીર નિર્બળ હા. "42બીજી વાર ઇસુએ જાઇને પ્રાર્થના કરતા કય કા, " ઓ મારે બાપ, જો ઓ પ્યાલો મારે પીધા વગાર મારે પાહીથી આગે હોઈ ની હકે તે તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " 43ઇસુએ બીજી વાર આવીને તીણાહાય હુવતા હેજ્જા; કેહેકા તીણાહાય ડોલા ઊંઘથી ફરાઇની હોત ના . 44ઇસુ પાસો શિષ્યોણે મૂકીને પ્રાર્થના કરીને ગો, ને ત્રીજી વાર એજ વાત કતા તીયે પ્રાર્થના કરી.45તીયા તે પોતાણા શિષ્યોણે પાહી આવીને તીણાહાય કય કા, આજુ બી તુમે હુવતાં હા ને આરામ કરતા હા? હેદા, સમય પાહી આવો હા, માણસણો દીકરાણે પાપીહાય હાથમાં પરાધીન કરાય. 46ઊઠા આપળે જાતા; હેદા, માને થરાવનારો આવી રયો હા. "47તો આજુ બોનતો નો, હતરામાં હેદા, બાર શિષ્યોમાંણો એક, એટલે યહૂદા, આવો; તીયાણે હારી મુખ્ય યાજકોણે ને નોકાહાય વડીલોણે પાહીથી ખણે નોકે તલવારો ને નાકડીઓ નેઈને આવ્યે. 48હવે તીયાણે પરસ્વાધીન તીયાણે નિશાની આપી હોતની કા, " હાય જીયાણે ચુંબન કર તે જ તે હા; તીયાણે થરી નેજા. "49તરાત તીયે ઇસુ પાહાય આવીને કય, ' ગુરુજી સલામ' ને તો તીયાણે ચૂમ્યો. 50ઇસુએ તીયાણે કય કા, " મિત્ર, જી કરાવણે તું આવો હા તી કર." તીયા તીયાએ પાહી આવીને, ઇસુ પાર હાથ નાખીને, તીયાણે થરપકડ કરાવી.51પૂઠી હેદા, ઇસુણે સાથીઓમાણા એકે હાથ લાંબો કદો ને પોતાણી તલવાર ખેંચી કાઢી ને પ્રમુખ યાજકણે ચાકાર પાર હુમલો કદો ને તીયાણે કાન કાપી નાખ્યો. 52તીયા ઇસુએ તીયાણે કય કા, " તોરે તલવાર મ્યાનમાં પાછી મૂક; કેહે કા જો તલવારથરતો હા તો તલવારથી નાશ પામી. 53કા તું થારતો હા કા હાય બાપણે પાહાય એવ કાયની માંગી હકતો કા તો અમીજ સૈન્યણે બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોણે મારે પાહી મોકની દે? 54તો શાસ્ત્રવચનોમાં જી નાખીન હા કા, એવ હોવા જોજે, તી કેહે પૂર હોવી? "55તીયા જ સમયે ઇસુએ માણાહાય કય કા, " તુમે તલવારો ને નાકડીઓ નેઈને જેહે ચોરને થરતે હા તેહેમને થરણે નીકલી આવા હા કા? હાય રોજેજ ભકિતસ્થાનમાં બેહીને બોધ કરતો નો; તીયા તુમાહાય મને થરાવ્યો કાયની . 56ફ્ણ પ્રબોધકોણે લેખો પુર હોવે એટલે ઇ બધ હોવ હા. "તીયા બધા શિષ્યો ઇસુણે મૂકીને જાતા ૨યા.57પૂઠી જીયાએ ઇસુણે.થરાવ્યો, તે જીયે શાસ્ત્રીઓ ને વડીલો ફેગાં હોવા ના તીયે કાયાફા પ્રમુખ યાજકણે પાહાય તીયાણે નેઈ ગયા. 58પિતર આગેથી તીયાણે પાછાલ પ્રમુખ યાજકણે આગણે હુધી ચાન્યો ને અંદાર જાઈને ઇસુણે કાજા કરી તી હેદણે ચોકીદારોણે હારી બેઠો.59મુખ્ય યાજકોએ ને આખા ન્યાયસભાએ, ઇસુણે મારી નાખણે, તીયાણે વિરુદ્ધ જૂઠી શાહેદી હેદી. 60જોકે ખણાં જૂઠાં સાક્ષીઓ આવા, ફણ તીયાણે સાક્ષીઓથી તે સહમત હોવા કાયની, ફણ પાછાલથી બે માણાહા આવીને બોન્યા કા, 61" ઈયા માણસે કય હોતન કા, 'હાય ઈશ્વરણે સભાસ્થાનને પાડી નાખણે ને તીન દિહીમાં તીયાણે પાછ બાધણે સમર્થ હામ."62તીયા પ્રમુખ યાજકે ઉભો રયને તીયાણે કય, " શું તું કાંઇ જવાબ કાયની આપતો કા? તે તોરે વિરુદ્ધ સાક્ષી આપતા હા. " 63ફ્ણ ઇસુ મૌન રયો. તીયા પ્રમુખ યાજકે ઇસુણે કય. " હાય તુને જીવતા ઈશ્વરણે સમ આપતો હામ કા, ઈશ્વરણો દિકરો જો ખ્રિસ્ત હા તે તું જ હા કા કાયની, તી આમાહાય ક. " 64ઇસુએ તીયાણે કય કા, "તુયે પોતેજ કય હા, ફ્ણ હાય તુંમાહાય કતો હામ કા હવે પૂઠી તુમે માણાહાણે દીકરાણે પરાક્રમણા જમણા હાથ પાર બેઠનો ને આકાશણા વાડલા પાર આવતો હેદાહા."65તીયા પ્રમુખ યાજકે પોતાણે નુગડે ફાડીને કય કા, " તીયે દૂર્ભાષણ કરીય હા. આપળાહાય બીજા સાક્ષીઓણે કાજા જરૂર હા? હેદા, હવે તુમાહાય ઈ દુર્ભાષણ ઉનાય હા. 66તુમે કાજા વિચારતા હા? " તીણાહાય જવાબ આપતા કય કા, " તો મૃત્યુદંડણે પાત્ર હા. "67તીયા તીણાહાય તીયાણે મુઉં પાર થૂકીને તીયાણે મુક્કીઓ મારી ને તીયાણે થાપાડ મારતા કય કા, 68ઓ ખ્રિસ્ત, તુને કીડે ઠોકીયો તી આમાહાય કય દેખાડ. "69પિતર બાર આગણામાં બેઠો હોતનો, તીયા એક સેવિકા તીયાણે પાહાય આવીને કય કા, " તું ફણ ગાલીલણા ઇસુણે હારી હોતનો. " 70ફણ તીયે બધાહાય આગાલ નકાર કરીને કય કા, " તું જી કતી હા તી હાય જાણતો કાયની. "71તો બાયરે પરસાળમાં ગોતીયા બીજી દાસીએ તીયાણે હેદીને જે તીયે હોતના તીણાંહાય કય કા, એ ફણ નાસરેથણા ઇસુણે હારી હોતનો. " 72ફણતીયે સમ ખાતાં પાછો નકાર કદો કા, " હાય તીયા માણસણે ઓલીખતો કાયની. "73થોડીવાર પૂઠી પાહાય ઉભીરનારાહાય આવીને પિતરને કય કા, " હાચું જ તું બી તીણાહાય માણો એક હા, કેહે કા તોરે બોનથી તું ઓલખાતો હા. " 74તીયા તો શાપ દેણે ને સમખાણે લાગો કા, " હાય તીયા માણસણે ઓલીખતો કાયની. " તરાતુજ મરઘો બોન્યો. 75જે વાત ઇસુએ પિતરને કઈ હોતની કા, " મરઘો બોન્યા પેલા તીન વાર તું મારે નકાર કરેહે, " તીતીયાણે યાદ આવ; તીયા બાર જાઈને તો બોજ રડ્યો.
1હવે ઉજાલ હોવ, તીયા બદા મુખ્ય યાજકોહીય ને લોકોણે વડીલીહીય ઈસુણે મારી નાખણે ફારૂ તીયાણે વિરુદ્ધ કાવતર કયર. 2ફૂટી તીણાહાય ઈસુણે બાંદજો ને તીયાણે નેઈ જાઈને પીલાત રાજ્યપાલણે હોપચો.3જીયા યહૂદાયે, જીયે તીયાણે પરસ્વાધીન કયરો હોતનો તીયે હેદજ કા ઈસુણે અપરાધી ગણાવતે હા, તીયા તીયાણે દુઃખ હોવ, ને તીયે ચાંદીણે તીહી સિક્કા મુખ્ય યાજકોણી ને વડીલોણે પાહાય પાછા નાવા ને કય કા, 4નિરપરાધી લોઈ પરસ્વાધીન કયરાથી મયે પાપ કયર હા, "તીયા તીણાહાય કય કા, "તીયામાં આમારે કાજ ? તી તોરે ચિંતા હા. " 5ફૂટી સિક્કાહીય મંદિરમાં ઉડાડી નાખીને તો ગો, 'ને જાઈને ગલામાં ફાસો ખાદો,6મુખ્ય યાજકોહીય તે રૂપિયા નેઈને કય કા, "ઈ નુયણે મૂલ્ય હા એટલે ભંડારમાં મુકવાણ હાર નાથ. " 7તીણાહાય ચર્ચા કરીને પરદેશીહીય દાટણે હારુ એ રૂપિયાથી કુંભારણે ખેત વેચાત નેદ. 8હિયા માટે આજ હુદી હી ખેત 'નૂઈણે ખેત 'કવાત હા.9તીયા યર્મીયા પ્રબોધકે જી કય ન તી પૂર હોવ હા કા, "જીયાણે મૂલ્ય ઠરાવવામાં આવ, અતરે જયણે મૂલ્ય ઇઝરાયેલપુત્રાૉ હોય ઠાવ્યા તિયાણે કિંમત ત્રીસ રુપિયા તિણહાય નેદા . તીયાણે જીવન ફાગ ઠરાવ્યા હોતના તે ચાંદીણા તીહી સિક્કા તીણાહાય નેદા,
1વિશ્રામવારને છેન્ને આઠવાળયે ને પેલ્લે દીહિ રવિવારે વેલા હુજાલે મગદલાની મરિયમ ને બીજા મરિયમ કબરને હેદને આવી. 2તિયાં હેદાં,મોટો ધરતીકંપ હોવો, કેહે કા પ્રભુણે સ્વર્ગદુત આકાશમાંથી ઉતીરો, ને પાહે આવીને કબર પાર પથરાને ગબળાવીને તિયાં પાર બેઠો.3તિયાંણે રૂપ વિજલી જેવો ને તિયાંણે નુગળે બરફ જેવે ઉજલે હોતને. 4તિયાંણે ધાકથી ચોકીદારો ધૂજી ગયા. ને મરી ગયા હોય તેવા હોય ગયા.5.તિયાં સ્વર્ગદુતે જવાબ આપતા તે સ્ત્રીઓને કહ્યું, કય કા, તુમે બિયા માં કેહ કા વધસ્તંભને જોડાયનો ઈસુણે તુમે હેદતી એ હા, તી હાય જાણતો હામ. 6. હેદા, ઈસુ ઈયા કાયની હા, કેહે કા તિયે જેહે કયન હોતને તેહે તે સજીવન હોવો હા, તુમે આવીને જિયા તો હુતનો હોતનો તો જાગા હેદા. 7.વેલા જાયને તિયાણે શિષ્યોને કય , કા મરણમાંથી જીવતો હોવો હા, હેદા, તો તુમારે આગાલ ગાલીલમાં જાતો હા. તિયા તુમે તિયાણે હેદહા, માયે તુમહાય કય હા."
1પરમેહારાણે દીખરોહ ઈસુ ખ્રિસ્ત ત્યાણે સુવાર્તાણે શરૂઆત. 2કેહેકા યશાયા પ્રબોધકણે ચોપળામાં નખીન હા કા જેહે હાય તોરે આગાલ માહરે સંદેશવાહકણે મોકીનતો હામ તોરે આગાલ તોરે વાટ તીયાર કરી. 3જેગાલમાં બોમપાળનારણે વાત એવી હોતની કા પ્રભુણે વાટ તીયાર કરા,ત્યાણે વાટ હીદી કરા.4તીયે રીતે યોહાન બાપ્તિસ્મા જેગાલમાં પાપણે માફીણ પસ્તાવાણ બાપ્તિસ્મા ખબાર કરતોનો દેખાયો. 5આખા યહૂદિયા દેશણે ફૂટી યરુશણેલેમ રવાવાલા ત્યાણે પાહી ગયા.ફૂટી બધે પોતાણે પાપણી કબૂલ કરીને યર્દન નદીમાં ત્યાંથી બાપ્તિસ્મા નેદ. 6યોહાનણે પેરવાણ નુગળે ઊંટણે નીબાલે હોતને ત્યાણે કળમાં ચામળાનો પટ્ટો હોતનો તો તીડ ને જંગલી મધ ત્યાણે ખાવાણ હોતન.7તીયે એવી વાત કઈ કા,મારે કરતા તો વધારે જાણકાર હા ને મારે પાછાલ આવતો હા.હાય તે વાંકો વલીને ત્યાણે ચંપલાહાય દોર છોળવાણે બરાબર કાંઈની હામ. 8હાય પાયણા કરી તુમાંહી બાપ્તિસ્મા કરતો હામ તો પવિત્ર આત્માથી તુમારે બાપ્તિસ્મા કરી.9ત્યાં દિહીયામા એહે હોવ કા,ઈસુ ગાલીલના નાસરેથથી આવો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા નેદ. 10પુઠી તરત પાણીમાંથી નીકલતા જ ત્યે સ્વર્ગ ઉગળી ગન ને પવિત્ર આત્માણે કબિતરાહાય જેહે પોતાણે પાયહી ઉતરીનનો હેજો. 11પુઠી સ્વર્ગમાંથી વાણી હોવી કા,હો મારે વાલો દીખરોહ હા ત્યાં પાહી હાંય પ્રસન્ન હામ.12તરાતુ જ આત્મા ત્યાણે જેગાલમાં નેઈ ગો. 13જેગાલમાં ચાલિહી દિહી હુદી ભૂતળા કરીને ત્યાણે પરીક્ષણ હોવ,તીયે જંગલી જાનવરીહી હારી તો હોતનો.પુઠી સ્વર્ગદુતાય ત્યાણે સેવા કદી.14યોહાનને ધરાયા ફૂટી ઈસુ ગાલીલમાં આવો ને ઈશ્વરને સુવાર્તા પ્રગટ કરતા ત્યાયે કય કા, 15ટાઈમ પૂરો હોય ગો હા ઈશ્વરને રાજ્ય પાહી આવ હા,પસ્તાવો કરા ને સુવાર્તા પાર વિશ્વાસ કરા."16તીણાહાય ગાલીલણે દરિયાણે હેળે ચાનતા સિમોનને ત્યાણે આન્દ્રીયાને દરિયામાં જાલ નાખતા દેખશા કેહે કા તે માછને ધરનારા હોતના. 17ઈસુયે તીણાહાય કય કા,મારે પાછાલ આવા ને હાય તુમાય માણહે થરનારા બનાવીહી."' 18તરત તીણાહાય પોતાણી જાલ મૂકીને ત્યાં હારી ગયા.19તીનથે તોળેક આગાલ જાતા તીયે ઝબદીણે દીખરો યાકુબણે ને ત્યાણે ફાહા યોહાનણે હોળીમાં જાલ હાદતા દેખશા. 20ઈસુએ તરતુ જ તીણાહાય હાદીયા,તે પોતાણે આઠોહો ઝબદીને મજીરાહાય હારી હોળીમા રવા દેઈને ત્યાણે પાછાલ ગયા.21બધા કપરનાહુમમાં ગયા ને વિશ્રlમવારે સભાસ્થાનમાં જાઈને ઈસુયે બોધ આપીયો. 22બધે ત્યાણે બોધથી નવાય પામીયા,કેહે કા તીયે તીણાહાય શાસ્ત્રીઓની જે કાંઈની ફણ જીયાણે અધિકાર હોય ત્યાણે તેહે બોધ કદો.23તીયે જ ટાઈમે તીયણે સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વીલગીનો એક માણહુ હોતાનો.તીયે બમ પાડીને કય કા, 24અરે, નાસરેથના ઈસુ આમારે ને તુમારે કાજા હા?તુ આમહાય નાશ કરીને આવો હા કા ?તુ કીડો હા, તી માને ખબર હા એટલે ઈશ્વરનનો પવિત્ર." 25ઈસુયે ત્યાણે ધમકાવીને કય કા ચુપ રહ ને ત્યાંમાંથી નીકલી જા. 26અશુદ્ધ આત્મા ત્યાણે વીજળી નાખ્ય ને જોરમાં બમ પાડીને ત્યાંમાંથી નીકલી ગ.”27બધે એવે અચરત હોવા કા એક બીજાણે પૂછણે લાગે કા ઈ કાજા હા ઈ તે નવો બોધ હા કેહે કા અધિકારથી તો અશુદ્ધ આત્માહી ફણ આજ્ઞા કરતો હા ને ત્યાણે માનતે હા." 28તરતું જ ત્યાણે કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગોઈ.29તે તરતુ જ સભાસ્થાનમાંથી નીકલીને યાકુબ ને યોહાન હારી ને સિમોન ને આન્દ્રીયાણે ઘરમા ગયા. 30હવે સિમોનણે હાહવ તાવથી માંદી હોતની ને તરત ત્યાણે વિર્ષ તીણાહાય ઈસુણે કય. 31તો પાહી આવો ને હાથ ધરીને તીઈણે ઉઠાળી ને તીયેજ ટાયમે તાવ ઉતરી ગો ને તેણીએ તીણાય સેવા કદી.32હાજે સૂર્ય આથમ્યો તીયા તે બધા માંદાહીય ફૂટી દુષ્ટઆત્મા વિલગીનાહી ત્યાણે પાહી નાવે. 33બારા આગાલ આખ ગામ ભેગ હોવ. 34ઘણે જી જાતજાત પ્રકારને રોગથી પીળાતને હોતને તીણાહાય તીયે હારે કદે ઘણા દુષ્ટઆત્મા હી કાળીયા.દુષ્ટઆત્મા તીહણાય ઓલખીતના હોતના એટલે તીહણાય બોનવા દેદા કાંઈની.35આદાંન ઉજાલ ત્યાં પેલા ઘણો વેલે ઉઠીને ઈસુ બાર ગો, પુઠી ઉજ્જડ જગીયાએ જાઈને તીહણાય તીયે પ્રાર્થના કદી. 36સિમોન ફટી જે તીયાણે હારી હોતના તે તીહણાય હેદણે નીકીલીયા. 37પુઠી તે તીહણાય કહતો હા કા."બધે તુમાય હેદતે હા."38આપણે નજીકમાં ગામમાં જાતા કા હાય તીયે ફણ ઉપદેશ આપ.કેહે કા હીયેજ માટે હાય આવો હામ." 39આખા ગાલીલમાં તીહણાય સભાસ્થાનમા જાઈને ઉપદેશ આપતના ને દુષ્ટઆત્માહી કળતના હોતના.40એક કોઢીયો રોગી ત્યાણે પાહી આવતો હા પુઠી ત્યાણે કરીને ફૂટી ઘૂંટણે ટેકવીને કહતો હા કાજો તુમારે મરજી હોય તો માને શુદ્ધ કરી શકે તે હા." 41ઈસુને દયા આવી ને હાથ લાંબો કરીને ત્યાણે અળીકીયો.ને ત્યાણે કય કા,મારે મરજી હા, તું શુદ્ધથા.' 42તીયેજ ટાઈમે ત્યાણે કોઢી રોગ મટી ગો ને તો શુદ્ધ હોવો.43ત્યાણે તીયે સખત ચેતવણી આપીને બહાર મોકનયો. 44પુઠી કય કા, ‘હેજે કોઈણે કાંઈ કહતો નખે. પણ જાઈને પોતાણે યાજકણે દેખાળ ને મુસાણે કહવા પ્રમાણે તોરે શુદ્ધકરણને નેદે તીહીણાય સાક્ષી તરીકે અર્પણ કર.”45પુઠી તો તીનયા જાયને જે બીના અતરી બદી પ્રગટ કરને ને ફેલાવણે લાગો કા,ઈસુ પાછો હેરામાં ઉઘાળી રીતે જાય કાઈની અખીયો ફણ બહાર ઉજ્જડ જગીયાહામાં રયો ને ચોહવારીથી નોકે ત્યાણે પાહી આવે.
11.થોળા દિહી પુઠી ,ઈસુ પાછો કપરનાહુમમાં ગો ત્યાં એવી વાત ફેલાઈ કા તે બધા ઘરમા હા." 22. પુઠી અતરેબધે એખટે હોવે કા,બારા પાહી પણ જાગીયા કાઈની હોતનો,ઈસુ તીહીણાય ઉપદેશ આપતોનો.3તીયા ચાર માહાણાય ઉંચકીને એક લકવાગ્રસ્ત માહાણાને તે ત્યાણે પાહી નાવો. 4ભીળને નેદે તે તીયાણે પાહી નાવી કાઈની શકાયા,તીયે જીયે તો હોતનો તીયે તીયા ઉપાર છાપરામાં કાણ પાડ્ય,ને ખાટનામાં તીયા લકવાગ્રસ્ત માહાણાને હેઠે ઉતારીયો.5ઈસુ તીયાણાય વિશ્વાસ હેદીને લકવાગ્રસ્તને કહતો હા કા,દીકરા તોરે પાપ માફ હોવા હા." 6પણ થોડાક શાસ્ત્રીઓએ જે તીયે બેઠના હોતના તે પોતાણે મનમાં વિચારતના હોતના કા, 7ઓ મહાણું એવી રીતે કેહે બોની શકે ?હીતે દુર્ભાષ્ણ કરતો હા એક એટલે ઈશ્વર તીયા વગર કીડો પાપણી માફી આપી શકે?8તેઓ બધા પોતાણે મનમાં એહે વિચારતા હા હી ઈસુયે પોતાણે આત્મામાં જાણીને તીયાણાય કય કા,તુમે તુમારે હૃદયોમાં એવા વિચાર કેહે કરતા હા ? 9ઇયા બેમાંથી વધારે હલક કાજા હા,એટલે લકવાગ્રસ્ત ને એહે કહવ કા તોરે પાપ તુને માફ હોવા હા,કા તે એહે કવાણ કા,ઉઠને તોરે ખાટનો ઉંચકીને ચાલ?"'10પણ માણાહીય દીખરાણે પૃથ્વી પાર પાપ માફ કરવાણો અધિકાર હા,એહે તુમે જાણાત માટે લકવાગ્રસ્ત ને ઈસુ કહતો હા. 11હાય તુને કહતો હામ કા ઉઠ,તોરે ખાટનો ઉંચકીને તોરે ઘર નાહી જા." 12તો ઊબો રાખો ને તરત ખાટનો ઉંચકીને ચાનતો ગો,બધે ત્યાણે હેદી રયે એટલે નોકે નવાઈ પામીયે ને ઈશ્વરને મહિમા આપી કય કા,આમહાય કોઈ દિહી એવ દેખીન કાઈની."'13પુઠી ઈસુ દરિયાણે હેળે ગો,બધે નોકે તીણેહાય પાહી આવે ને તીયે તીહણાય બોધ આપ્યો. 14વાટે જાતા તીયે અલ્ફીના દીખરા લેવીને પૈસા ઉઘરાવાણી ચોકી પાહી બેઠનો દેખશો,ને તો તીયાણે કહતો હા કા મારી પાછાલ આવ.' તો ઉઠીને તીયાણે પાછાલ ગો.15એહે હોવ કા ઈસુ લેવીણે ઘરમાં ખાણે બેઠનો ને ઘણાં દાણીયો પુઠી પાપીયો ઈસુની ને તીયાણે શિષ્યોની હારી બેઠના હોતના.કેહે કા તે ઘણા હોતના જે તીયાણી પાછાલ ચાનતાના હોતના. 16શાસ્ત્રીઓ ફૂટી ફરોશીઓ ઈસુને દાણીયો પુઠી પાપીયો હારી ખાતા હેદીને તીયાણે શિષ્યોને પૂછય કા તુ કાજા કરને દાણીયો પુઠી પાપીઓ હારી ખાતો હા?17ઈસુ તી ઉનાયને તીહણાય કહતો હા કા જે હારા હા તીયાણે વૈદણે જરૂર કાઈની હા પણ બીમાર હા તીહણાય હા, ન્યાયીઓને કાઈની પણ પાપીઓને હાદણે હાય આવો હામ."18યોહાનના પુઠી ફરોશીઓના ચેલા ઉપવાસ કરતા હા,ને તીયે આવીને તીહણાય કહતા હા કા,યોહાનના પુઠી ફરોશીઓના ચેલા ઉપવાસ કરતા હા,પણ તોરે ચેલા ઉપવાસ કેહે કરતા કાઇની હીયાણે કારણ કાજા?" 19ઈસુણે તીહણાય કય કા વરરાજા જાનમાં હારી હા તીયા સુધી તેએ ઉપવાસ કરી શકે?વરરાજા તીહણાય હારી ત્યા વખત હુદી તે ઉપવાસ કરી અખવાણ કાઈની.20પણ એવા દિહી આવી કા જ્યાં વરરાજા તીહેણે પાહીંથી નેઈ નેવાય તીયા તેયેદિહી તેઓ ઉપવાસ કરી." 21નવ નુગળાને થીગલ જુનઅ નુગળાણે કોઈ મારત કાઈની.'જો મારે તે નવ થીગલ જુનાણે હાદવાનણે બદલે ખેચી કાઢી.ને તી નુગળ વધારે ચિરાય જાત હા.22નાવો દ્રાક્ષારસ જૂની મસકોમાં કોઈ ભરત કાઈની જો ભરે તીયા નાવો દ્રાક્ષારસ મસકોને ફાળી નાખે ને પુઠી મસકોએ બેહવાય નાશ હોય જાય,પણ નાવો દ્રાક્ષારસ નવી મસકોમાં ભરવામાં આવતો હા.23એહે હોવ કા વિશ્રામ વારે ઈસુ અનાજણે ખેતામાં હોયની જાતનો હોતનો ને તીયાણે શિષ્યો ચાનતા ચાનતા કહણે તોળને લાગા. 24ફરોશીઓએ ત્યાણે કય કા જો વિશ્રામવારે તી બરાબર કાઇની તે એહે કેહે કરતા હા?"'25તીયે તીહણાય કય કા,દાઉદને જરૂર હોતનો ને તે પુઠી ત્યાણે સાથીયો ભૂખચા હોવના ત્યા તીયે કાજા કદન તી તુમાહ કોઈ દિહી વાંચ્ય કાઈની? 26એટલે કા અબ્યાથાર પ્રમુખ સેવક હોતનો તીયા ઈશ્વરણે ઘરમાં જાઈને અર્પેલી રોટલી તે ફક્ત સેવક સિવાય કોઈણે ખાવાણી છૂટ કાઈની હોતની તે તીણાય ખાધી ને તીયાણે સાથીઓને પણ આપી."'27તીહણાય તીયે કય કા વિશ્રામવાર માણહાય અર્થે હોવો માણહાય વિશ્રામવારને અર્થે કાઈની. 28માટે માણાહાય દિખરો વિશ્રામવારનો પ્રભુ હા."'
11.ઈસુ પુઠી સભાસ્થાનમાં આવો ને ત્યા એક માહણું હોતનો,જીયાણે હાથ સુકાય ગનો હોતનો. 22.તો વિશ્રામવારે તીયાણે હાર કરી કા ની કરી.ત્યા વિશે તીહણાય તીયા પાહી નજર કદી એહે કરીને તેઓ તીયા પાર વાંક કાઢી શકાય.3તો હુકાયનો હાથ વાલો માણાહાને કય કા વચમાં ઉભો રહ."' 4પૂઠી તીયે કય કા વિશ્રામવારે હાર કરવ કા ખોટ કરવ જોજે ? જીવણે બચવણો કા મારી નાખવણો કાંણ હાર હા? પણ તેઓ મૌન રયા.5તીયેણે હૃદયની કઠોરતાને નેદે તો દિલગીર હોયને ગુસ્સા સહીત ચારે પાહી તિહાણે હેદીને તીયા મહાણાને કય કા તોરે હાથ લાંબો કર તીયે તે લાંબો કદો ને તીણાયે હાથ હારો કદો. 6કેવી રીતે ઈસુને મારી નાખવાણો તીયા વિશે ફરોશીઓએ બહાર જાઈને તરત હીરોદીઓની હારી તીયાણે વિરુદ્ધ વાતચીત કદી.7પુઠી ઈસુ તીયાણે શિષ્યો હારી નિકલીને દરિયા પાહી ગયા, પુઠી ગાલીલમાંથી ઘણા નોકે તીયાણે પાછાલ ગયા તેહેજ યહૂદીયામાંથી 8તેહે યરુશાલેમમાંથી,આદુમમાંથી, યર્દનણે હોલે પારથી તુર તેહેજ સીદોનની આજુબાજુણા ઘણે નોકે તીયે જી જી કર્યો કદને હોતને તીયા વિશે ઉનાયને તીયા પાહી આવા.9નોકાથી પોતે દાબાય ની પણ તીયણે ભીડને નેદે પોતાણે હારું હોળી તીયાર રાખવાણ પોતાણે શિષ્યાહાય કય. 10કેહે કા તીયે ઘણાય હારે કદને હોતને ને ફૂટી જતરે તીહણાય અટકીણે હારું તીયા પાર પડાપડી કરતેને હોતને.11અશુદ્ધ આત્માઓએ જીયા તીયાણે દેખશો તીયા તેઓ તીયાણે પગે પળીયા પુઠી બોમનીને બોન્યા કા તું ઈશ્વરને દીકરો હા."' 12તીયે તીહણાય હુકુમ કદો કા તુમારે માને પ્રગટ કરતા નખા."'13ઈસુ ડોગરાહ પાર ચળીયો ને જીણાહાય તીયે પસંદ કદના તીહણાય તીયે આદીયા ને તે તીયાણે પાહી આવા. 14ઈસુયે બાર પ્રેરિતોને નીમ્યા ઇયા માટે કા બધા તીયા હારી રહત ને તે તીહણાય પ્રચાર કરને મોકને. 15ને બધા અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાળી શકાત. 16સિમોનણે નામ તીયે પિતર પાળીય.17પુઠી ઝબદીનણે દિખરો યાકુબ પુઠી યાકુબણે ફાહા યોહાન તીયેણે નામ તીયે 'બને-રાગેશ' પાળીય એટલે કા ગર્જનાના દિખરા.' 18પુઠી આન્દ્રિયા,ફિલિપ,બર્થોલ્મી,માથ્થી,થૉમાં અલ્ફીણે દિખરો યાકુબ,થદી,સિમોન જો અતિ ઝનુની માહણું હોતનો. 19પુઠી તીયાણે ધરાવનાર યહૂદા ઇસ્કારીયોત એહે બારને તીયે પસંદ કદા.2020. પુઠી તો એક ઘરમાં આવો જીયે અતરા બધે નોકે ભેગે હોવને કા બધા રોટનો ખાઈ શકીયા કાઇની. 2121.તીયાણે હગામાં તી ઉનાયને તીયાણે ઘરને બાયરે નીકીલયા.'કેહે કા તીહણાય કયન કા,તો અસ્થિ હોય ગો હા." 2222.જે શાસ્ત્રીઓએ યરુશાલેમથી આવતા હોતના તીહણાય કયન હોતન કા તીયામાં બાલઝબુલ હા ને દુષ્ટઆત્માઓણે સરદારની મદદથી તો દુષ્ટઆત્માઓણે કાળતો હા."'23તીહણાય તીયે પાહી હાદીને ઉદાહરણથી કય કા શેતાન શેતાનણે કેવી રીતે ઠગળી અખે ? 24જો કોઈ રાજ્ય પોતામાં ભાગલા પાળે તો તે રાજ્ય સ્થિર રય શકે ની. 25જો કોઈ ઘરમાં ભાગલા પાળે તો તી ઘર સ્થિર રહીય શકે ની.26જો શેતાન પોતાણે ખુદણે હામો હોવો હોય ને તીયામાં પુઠી પળી હોય તો તી નભી શકે ની પણ તીયાણે અંત આવી ગો એહે જાણવાણ. 27બાળવાનના ઘરમાં જાયને જે કોઈ પેલા તો બાળવાનને ની બાંધે તો તે ત્યાણે લૂંટી શકે.28હાય તુમાય નિશચે કહતો હામ કા માણસોના દિખરાઓને અપરાધને નેદે જી દુર્ભાસણ તેઓ કરતા હા ત્યાણે માફી મિલી. 29પણ જી કોઈ પવિત્રઆત્માણે વિરુદ્ધ દુર્ભાસણ કરી ત્યાણે માફી કોઈ દિહી મિલી ની.પણ તીયાણે માથે અનંતકાળના પાપનો દોષ રહતો હા."' 30કેહે કા તે કતના હોતના કા ત્યાણે અશુદ્ધ આત્મા વિલગીનો હા.31તીયા તીયાણે ફાહઆ ને તીયાણે આયઈ આવે ને બહાર ઉબે રહીને તીહણાય આધણે તિહણે પાહી માહણે મોકીનીયા. 32ઘણે નોકે તીયાણે આજુબાજુ બેઠના હોતના ને તીહણાય તીયાણે કય કા જો તોરે આહી ને તોરે ફાઅહા બહાર ઉભા હા ને તુને હેદતા હા."'33તીયે તીણાહાય જવાબ આપતા કય કા,મારે આહઈ ને મારે ફાહઆ કીડા હા ?" 34જે તીયાણે આજુબાજુ બેઠના હોતના તીયેણે ફણી ચારેબાજુ હેદીને તો કહતો હા કા હેદા મારે આહઈ ને મારે ફાઅહા. 35કેહે કા જી કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરી તીઈજ મારે ફાઅહા ને મારે બેહણી ને આહઈ હા."'
1ઈસુ દરિયાણે હેળે ફીરીને બોધ કરને લાગો અતિ ઘણાં નોકે ભેગા હોવા માટે તો દરિયામાં હોળી પાર ચળીને બેઠો ને બધા નોકે દરિયાણે પાહી કાંઠા પાર હોતને. 2ને દ્રષ્ટlતોમાં તીયે તીહણાય ઘણો બોધ કદો ને પોતાણે બોધમાં તીહણાય કય.3ઉનાયા, હેદા વાવનાર વાવણે બહાર ગો. 4એહે હોવ કા તો વાવતોનો હોતનો તીયા કતરેક બીવળ વાટીણે કોરે પળીયે ; ને ચીળે આવીને બી ખાઈ ગયે. 5બીજે પથ્થરવાલી જમીનમાં પળીયે, તીયે વધારે માટળ કાંઈની હોતન ને જમીન ઊંડી કાઈની હોતની એટલે તી તરત ઉગી નીકીલીયે.6પણ સૂર્ય ઉગ્યો તીયા તેઓ ચીમળાઈ ગયે ને તીહણાય મુલે કાઇની હોતની માટે હુખાઈ ગયે. 7બીજે કાંટાણે ઝાળવામાં પળીયે ને કાંટાણે જાળાએ વધીને દાબી નાખીયે ને તીહણાય ફળ કાઈની આવે.8બીજે બીવળે હારી જમીનમાં પળીયે ; ને તી ઉગીને પુઠી વધીને ફળ આપીયે ત્રીસગણે પુઠી સાઈઠગણે પુઠી સોગણા ફળ આપીએ. 9તીયે તીહણાય કય કા જ્યાણે ઉનાવાણે કાન હોય તી ઉનાયા.1010.જીયા તો એકાંતમાં હોતનો તીયા બાર શિષ્યો સહીત જે તીયાણે પાહી હોતના તીહણાય તીયાણે ઇયાદ્રષ્ટlતો વિશે પૂછય.1111.તીયે તીહણાય કય કા ઈશ્વરના રાજ્યનો મર્મ તુમાય આપ્યો હા પણ જે બહારના હા તીહણાય બધી વાત દ્રષ્ટlતોમાં આપત હા.1212.યા માટે કા તેઓ હેદતા હેદત પણ ખબર પડે ની ને ઉનાતા ઉનાત પણ હમજાત ની એહે ની હોય કા તેઓ પશ્ચતાપ કરાત ને તીહાણાય પાપની માફી મીલે.13તો તીહણાય કહતો હા કા કાજા તુમે ઈ દ્રષ્ટlત હમજીતા કાઈની ? તીયા બધે જ દ્રષ્ટlત કેવી રીતે હમજાહા? 14વાવનાર વચન વાવતો હા. 15વાટીણે કોરે પાહીણે ઈ હા કા જી વચન વાવત હા ને તે ઉનાતા હા કા તરત શેતાન આવીને તીહણીમાં જી વચન વાવીન હોતન તી નેઈ જાતો હા.161હે જ જી પથરાવાલી જમીનમાં વાવીણે તેઓ એ હા કા જે વચન ઉનાયને તરત આનંદથી તે માની નેતા હા. 17ને તીહણાય પોતાણે જડ હોતે કાઈની એટલે થોડીવાર ટકી શકતા હા પુઠી વચનણે નેદે દુઃખ કાતે સતાવાણી આવે તીયા તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા કાઈની.18બીજા જે કાંટાઓમાં વાવયને હોતને તે એ હા કા જેઓ વચન ઉનાઇય. 19પણ યા ભૌતિક દુનિયાની ચિંતાઓ દ્રવ્યની માયા ને બીજા વસ્તુઓની લોભ પ્રવેશ કરીને વચનણે દાબી નાખત હા પુઠી તી નિષ્ફળ જાતે હા. 20જે હારી જમીનમાં વાવાયને તી ઈ હા કા જી વચન ઉનાતે હા ને તીયાણે ગ્રહણ કરતે હા પુઠી ત્રીસગણા પુઠી સાઠગણા પુઠી સોં ગણા ફળ આપતા હા."'21તીયે તીહણાય કય કા, શુ વાટકો નીચે કા તે ખાટના નીચે મુકણે હારું કોઈ દીવો નાવતો હા ? શુ દીવાના ઉપાર મુકણે હારું નહિ? 22કેહે કા જી કાય છાન હા તીયા માટે કા તી પ્રગટ કરાય ને જી ઠાકીન હા તીયા સારુ હા કા ખૂલ્લ કરવામાં આવી. 23જ્યાણે ઉનાવાણે કાન હા,તી ઉનાય."24તીયે તીહણાય કય કા,' તુમે જી ઉનાતે હા,તીયા પાર ધ્યાન રાખા. જી માપથી તુમે માપતે હા તીયાથી જ તુમાય માપી આપાય ને તુમાય વધારે આપાય. 25કેહ કા જીયા પાહી હા ત્યાણે આપાય ને જીયા પાહી કાઈની હા તીયાણે જી હા તી ફણ તીયા પાહીંથી નેય નેવાય."'26તીયે કહય કા, ઈશ્વરને રાજ્ય એવે હા કા જાણે કોઈ માહણું ખેતામાં બીવળ વાવતો હા. 27તો રાત-દિહી હુવે કા જાગે ને તી બીવળ ઉગે કાતે વધે પણ કેવી રીતે તી વધત હા હીતે ખબર કાઈની હા. 28ખેત તે પોતાણી જાતે ફળ આપત હા પેલા અંકુર, પુઠી કણસલ, પુઠી કણસલા માં હામટા દાણા. 29પણ દાણા પકીયા પુઠી તરત તો દાટલ ચાનીવતો હા કેહે કા કાપવાણો વખત આવી જાતો હા.30તીયે કય કા ઈશ્વરને રાજ્યને કેવા હારી હરખાવાય ? કાતે તી હમજાવણે કાંણ દ્રષ્ટત આપાય? 31તી રાયણે દાણાણે કાણી હા,તી ખેતામાં વાવતા હા તીયા ખેતમાણે બધા બીવળા કરતા તી નાનહ હોત હા. 32પણ વાવ્યા પુઠી તી ઉગી નીકલીત હા ને બધાહા છોડવા કરતા મોઅટ હોત હા ને તીયે એવે મોટે ડાઅલે હોવતે હા કા આકાશમાંને ચીઈળ તીયે છાયડા હેઠે વાસો કરી શકતા હા.33હેવે ઘણે દ્રષ્ટlતમાં જેહે તી હમજી શકતા હા તેહે તો તીહણાય વચન કહતનો હોતનો. 34દ્રષ્ટlત વગર તો તીહણાય કાંઈ કહતનો કાંઈની હોતનો પણ પોતાણે શિષ્યાઆહ ખાનગીમાં બધા બધીજ વાતણે ચોખવટ કરતના.35તીયે દિહી હાચત હોવ તીયા તીહણાય કહતો હા કા, આપણે હલે પાર જાઅતા." 36નોકાહાય મૂકીને શિષ્યો ઈસુને પોતાણી હારી હોડીમાં નેય જાતા હા.બીજી હોડીઓ પણ તીયા હારી હોતની. 37ફૂટી વાયરાણે મોટ તોફાન હોવે ને હોડીમાં લાફા એવા ઉછીલ્લી આવા કા તીયે ભરાઈ જાણે લાગા.38તો હોડીના પાછલા ભાગમાં ઓશીકા પાર માંઠ ટેકવીને હુવી ગનોને તીણાહાય તીયાણે જાગાળીને કય હા કા, ઉપદેશક, આમે નાશ પામી જાજે તેહ હા,તીયાણે તુને કાંઈ ચિંતા કાઈની ?"' 39તીયે ઉઠીને વાયરાણે ધમકાવ્ય ફૂટી દરિયાને કય કા,"શાંત હોય જા." તીયા વાયર બંધ હોવ ને મહાશાંતિ હોવી.40તીયે તીહણાય કય કા તુમે કેહ ખાબરાતા કેહ હા ? કેહ તુમાય હાજુ પણ વિશ્વાસ કાઈની?" 41તે ઘણા ખાબરાયા ફૂટી એકબીજાણે કહતા કા,' એ તે કીડો હા કેહે કા વાયર ફૂટી દરિયાણે પણ તીયાણે માનત હા?"'
1તે દરિયાણે પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2ઈસુ હોડીમાંથી ઉતરયો,એટલે મહણામાંથી અશુદ્ધ આત્મા વિલગીનો એક મહાણુ તીયાણે મીલયો.3તો મહાણામાં હોતનો,ને હાકાલથી પણ કોઈ તીયાણે બાંધી શકતન કાઈની હોતન. 4કેહે કા તો ઘણી વાર બેડીઓ ફૂટી હાકાલે કરીને બધાયો હોતનો તીયે હાકાલ તોડી નાખી ફૂટી બેડીઓ ફાંગી નાખતોનો કોઈ તીયાણે કાબુ કરી શકતન કાઈની હોતનો.5તો કાયમ રાત-દિહી ડોગરાહામાં ફૂટી મહણામાં બૂમ પાડતોનો ફૂટી પથરાથી પોતાણે ઇજા કરતોનો હોતનો. 6પણ ઈસુયે આગેથી હેંદીને તો દોળી આવો ફૂટી તીયાણે પાગે પાળીયો.7ને જોરમાં બમ પાળીને બોન્યો.ઈસુ પરત્પર ઈશ્વર ના દિખરા મારે ને તુમારે કાજા હા ? હાય તુને ઈશ્વરના હમ આપતો હામ કા તું માને પીડા ની આપ." 8કેહે કા તીહણાય તીયે કયન હોતનો કા અશુદ્ધ આત્મા તુ હીયા માણાહામાંથી નિકુલ."9તીહણાય તીયે પૂછય કા,તોરે નામ કાજા હા ? તીયે જવાબ આપતા કય કા મારે નામ સેના હા કેહ કા આમે ઘણાં હામ."' 10તીયે તીણાહાય ઘણી કાલાવાલા કદી કા તો તીહણાય દેહમાંથી કાળી મૂકે ની.11હવે તીયે ડોગરાય પાહી ડુકરાહાય એક મોટ ટોલ ચરતન હોતન. 12તીહણાય તીયે વિનંતી કરીને કય કા, હલા ડુકારામાં આમય જાણે તીયામા મોકુન. 13ઈસુયે તીયાણે રજા આપીને અશુદ્ધ આત્માઓ નિકલીને ડુંકારામાં ગયા; તે લગભગ બે હજાર ડુંકરા હોતના તી ટોલ ટેકરા પાહીંથી દરિયામાં હરકી પળીય ને દરિયામાં ડૂબી મરીય.14તીહણાય ચારાવનારા નાઠા ને તીહણાય હેરામાં ફૂટી ગામડામાં ખબાર આપીને કાજા હોવન તી હેદણે નોકે બાયરી આવે. 15ઈસુણે પાહી તે આવા તીયા દુષ્ટાત્મા વીલગીનો હોતનો એટલે જીયામાં સેના હોતની તીયાણે તીહણાય બેઠનો નુગળે પેરીને ફૂટી ભાનમાં આવતો દેખીને બધે ખાબરાઈ ગયે.16દુષ્ટાત્મા વીલગીનો કેહ કરીને હારો હોવો તી ફૂટી ડુકરા સબંધણી વાત જીણાહાય હેજ હોતને તી તીણહાય નોકાય કય. 17બધે ઈસુણે તીયાણે વિસ્તારમાંથી નીકલી જાવાણી કાલાવાલા કરને લાગા કા આમારે વિસ્તારમાંથી જાતો રહ.18તો વહાણમાં ચળતોનો હોતનો તતરામાં જીયાણે દુષ્ટાત્મા વીલગીનો હોતનો તીયે તીયા હારી રણે હારું કાલાવાલા કદા. 19પણ ઈસુએ તીયાણે આવવા કાઈની દેદો પણ તીયે કય કા,તોરે ઘર તોરે નોકહા પાહી જા, ને પ્રભુયે તોરે માટે હાર કતર બધ કદ હા ને તોરે પાર દયા રાખી હા તીયાણી ખબાર તીહણાય આપ."' 20તો ગો ને ઈસુએ તીયા હારું કતર બધ કદન હોતન તી દશનગરમાં ખબાર કરને લાગોને નોકે આશ્ચર્ય પામીયે.21તીયા ઈસુ ફૂટી હોડીમાં બેહીને હલે પાર ગો,તીયા અતિ ઘણાં નોકે તિયાણે પાહી ભેગે હોવે ; ને ઈસુ દરિયાણે પાહી હોતનો. 22સભાસ્થાનમાં અધિકારીઓમાંણો યાઈરસ નામે એક જણો આવો ને તિયાણ હેદીને તીયણાહાય પગે પળીયો. 23તીયે તીયણાહાય ઘણી કાલાવાલા કરીને કહય કા,મારે નાની દિખરી મરણતોલ માંદી હા, તુ આવીને તુ હાથ લગાળ યા હારું કા તે હારી હોયને જીવે."' 24ઈસુ તીયા હારી ગો ને અતિ ઘણે નોકે તીયાણે પાછાલ ચાનતેને ને તીયા પાહી પાળાપાળી કરી.25એક સ્ત્રી તીયીણે બાર વરહાથી લોહીવા હોવનો હોતનો. 26ને તીયે ઘણાં વૈદોથી ઘણ સહયું હોતનો.પોતાણ બધ ખર્ચી કાળીન હોતનો. ને તીયેણે કાંઈ ફેર પળીને કાઈની. પણ તે ઉલ્ટ વધારે બીમાર હોય ગોની. 27તીયે ઈસુ સંભંધની વાત ઉનાયને ભીળમાં તિણેહાય પાછાલ આવીને તિણેહાય નુગળાણે અટકી.28કેહ કા તીયે ધારીન કા જો હાય માત્ર તિણેહાય નુગળાણે અટક તે હાય હારી હોય જાહી."' 29તીયેજ ઘડીયે તીયેણે રક્તસ્ત્રાવ બંદ હોય ગો ને શરીરમાં તીયેણે નાગ કા હાય બીમારીથી હારી હોય ગોઈ હામ."'30મારેમાંથી પરાક્રમ નિકલીય હા એવ પોતાણે ખબાર પડવાથી ઈસુયે તરત નોકાહાય ભીળમાં ફીરીને કય કા કીડે મારે નુગળાને અટકીય હા?"' 31તીયાણે શિષ્યોએ તિયાણ કય કા તુ હેદતો હા કા ઘણે નોકે તોરે પાર પડાપડી કરતે હા ને તુ કહતો હા કા કીડે માને અટકીય હા?"' 32જીયે ઈ કામ કદ તીયાણે હેદણે હારું તિહયાણ આજુબાજુ નજર ફેરવી.33તે સ્ત્રી બીદી ફૂટી ધ્રુજતી તીયણે જી હોવ તી જાણીન આવીને તીયાણે પગે પડીને તીયાણે તીહયાણ બધ હાચેહાચ કય. 34ઈસુએ તીયેણે કય કા દીકરી તોરે વિશ્વાસે તુને હારી કદી હા, શાંતિથી જા ને તોરે બીમારીથી હારી હોવી હા."'35તો હાજી બોનતનો હોતનો તતરામાં સભાસ્થાનમાં અધિકારીને તીનેથે નોકે આવીને કતે હા કા તોરે દીકરી તે મરી ગોઈ હા તુ હવે ઉપદેશકણે તકલીફ કાજા કરને આપતો હા ?"'36પણ ઈસુ તીયે વાત પાર ધ્યાન કાઈની આપીય સભાસ્થાનમાં અધિકારીણે કતો હા કા માત્ર વિશ્વાસ રાખ."' 37ફૂટી પિત્તર,યાકુબ ફૂટી યાકુબણે ફાહા યોહાન સિવાય તીયે પોતાણી હારી કોઈણે આવવા દેધા કાંઈ ની. 38સભાસ્થાનના અધિકારીણે ઘરમાં તે આવતા હા ને કલ્પાત રુદન, ફૂટી વિલાપ કરનારાહય હેદતો હા.39તો અંદર આવીને તિયાણે કહતો હા કા તુમે કેહે કલ્પાત કરતે હા,ને રડતે હા ? નીચકી મરી કાઈની હા પણ હુંતની હા. 40તિયાણે તીયાણે હહીઈ કાળીયો પણ બધાય બાયરે મોકનીને નીચકીણે મા-બાપણે ફૂટી જે પોતાણે હારી હોતના તીહણાય નેય ને જીયે નીચકી હોતની તીયે તે અંદર ગયા.41નીચકીણે હાથ થરીને તે તીયેણે કતો હા કા 'ટલીથાકુમ ' જીયાણે અર્થ એવો હા કા છોકરી હાય તુને કતો હામ ઊઠ."' 42તરત નીચકી ઊઠીને ચાનને લાગી; કેહે કા તે બાર વરહાણી હોતની ને તે ઘણાં વિસ્મિત હોવા. 43ઈસુએ તીણાહાય તાકીદ કદી કા કોઈણે ઈહી ની જાણે ફૂટી તીણાહાય તીયેણે કાંઈ ખાવાણ આપવાણે આજ્ઞા કરી.
1તીયાથી નિકલીને ઈશુ પોતાણે ગામ નાસરેથમા આવો પુઠી શિષ્યો તીયાણે પાછાલ આવા. 2વિશ્રામવાર આવો તીયા તો સભાસ્થાનમા બોધ કરને લાગો ને ઘણાઈ તી ઉનાયને નવાઈ પામીને કય કા ઈ બંધ તીયાહ પાહી કનાથ? તીયાણે જે બુદ્ધિ આપય તે કેવી હા! તીયાણે હાથથી એવા પરાક્રમો કેવી રીતે હોતા હા ઈ કાજા હા? 3કાજા તો હુથાર કાયની? કાજા હો મરિયમણો દિખરો કાયની? યાકુબ યોસે યહૂદા પુઠી સિમોનણો ભાઈ નથી? કાજા હિયાણે બેહેણીયે ઇયે આપડે હારી કાયની? પુઠી તીહણાય તીયાણે સ્વીકાર કદો કાયની.4પણ ઈશુએ તીણાહાય કય કા પ્રબઘીક પોતાણે હગે ફૂટી પોતાણે ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો કાયની. 5તીયે થોડાક માદાહ પાર હાથ મૂકીને તીહણાય હારે કરીએ. તીયા સિવાય તીયે તીઈએ કોઈ પરાક્રમી કામ કરી શકયા કાયની. 6તીયેણે અવિશ્વાસને નેદે તે નવાઈ પામીયા ને આજુબાજુ ગામેગામ તે બોધ કરતા ફીરીયા.7બાર ચેલાહી પોતાણે પાહી હાદીને તીયે તીહણાય જોળીમાં મોકીનેણે લાગો ને તીયે તીહણાય અશુદ્ધ આત્માહાય પાર અધિકાર આપીયો. 8તીહણાય ફરમાવ્ય કા,મુસાફરીણે હારું ફક્ત એક નાકળી સિવાય બીઈજ કાઈ નેવાણ કાઈની. રોટનો કાયની ઝોળી પણ કાઈની પોતાણે કમરબંધમાં રૂપિયા પૈસા પણ કાયની. 9ફણ ચંપાલે પેરજા પણ વધારાણા આગીસે રાખ તા નખા.10ફૂટી તીહણાય તીયે કય કા,જીયા તુમે કોઈ ઘરમાં જાત ને તીનઠા નિકલાત તીયા હુદી તીયેજ રયા. 11જીયે કોઈ તે નોકા આવકાર ની કરાત ને તુમારે ની ઉનાત.તે તીયેણે વિરુદ્ધ સાક્ષીરૂપ હોણે માટે તીનઠા નીકીલતા તુમારે પાગા તલેણી ભૂબુર ખેકરી નાખજા.12તીણહાય નિકલીને એવે પ્રગટ કદ કા પસ્તાવો કરા. 13તીહણાય ઘણા દુષ્ટઆત્માહાય કાળીયા.ઘણા માદાહાય તેન લાગવીને તીહણાય હારે કદા.14૧૪. હેરોદ રાજાએ તીયા વિષે ઉનાય,કેહે કા ઈશુણે નામ પ્રખ્યાત હોવ હા ને તે કહતના હોતના કા યોહાન બાપ્તિસ્મા કરનાર મરીણામાથી ઉઠ્યો હા ને તીયાથી એવા પરાક્રમી કામે કરાતે હા.15૧૫. પણ બીજાહાય કય કા,' તો એલિયા હા ને અન્ય ઘણાહીય કય કા,'તો પ્રબોધમાણો કોઈ એક ને જેવો પ્રબોધક હા.16૧૬.ફણ હેરોદ તી ઉનાઈને કય કા, હોતે યોહાન હા જીયાણે માંથ મયે વાળી નાખાવીણ તો મારીનામાંથી ઊઠીયો હા.17૧૭.કેહ કા હેરોદ પોતે યોહાન ધરાવીનો હોતનો ને પોતાણા ફાહા ફીલીપની પત્ની ફેરોદીયાને નેદે તીયાણે જેલમાં પૂરીનો હોતનો, કેહ કા હેરોદિયાની પત્ની કરી નેદની.18૧૮. એટલે યોહાન હેરોદણે કયન હોતન કા, તોરે ફાહવાણી પત્નીણે રાખવી તી તુને ઉચિત કાઈની19૧૯.હીયા નેદે હેરોદિયા યોહાન પાર અદવત રાખતીની એટલે ત્યાણે મારી નાખણે માગતીની હોતની ફણ તે એહે કરી શક્તિની કાયની.20૨૦. કેહ કા, હેરોદ યોહાનણે ન્યાયી ફૂટી પવિત્ર માહણું જાણીને તીયાથી બીતનો, તીયાણે હાચવીને રાખતોનો તો તીયાણે ઉનાતનો ફૂટી તિયાંણે ઉનાઈને ઘણો પળતનો હોતનો, તોયે ફણ ખુશીથી તીયાણે ઉનાતનો હોતનો.21૨૧.એક દિહી હેરોદિયાણે અનુકૂળ દિહી મિલ્યો હેરોદિ પોતાણે જન્મદિહીયે પોતાણા અમીરોણે સેનાપતિઓણે ફૂટી ગાલીલના સરદારોણે હારુ ખાવાણાણો સંભારભ બનાવ્યો22૨૨. તીયે ટાઈમે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી જેથી હેરોદ ફૂટી તીયા હારી ખાણે બેઠનાતે ખુશ હોવા ને રાજાએ નીચકીણે કય કા તુ જી ચાહે તી મારી પાહી માગ ને હાય તુને તી આપહી.23૨૩. તીયા હામ ખાઈને તીયાણે કય કા જી કાઈ તુ મારી પાહી માગે તી અળધ રાજ્ય હુદી હાય તુને આપીહી. 24૨૪. તીયે બાયરે જાય ને પોતાણી આહીણે પૂછય કા,'હાય કાજા માગં? તીયે કય કા યોહાન બાપ્તિસ્મા કરનારાણે માઅઠ માગ. 25૨૫.તરત રાજાણે પાહી ઉતાવલથી અંદર આવીને તીયે કય કા યોહાન બાપ્તિસમાં કરનારાણે માથ થાલામાં અમેજ તુ માં ને આપ.26૨૬.રાજા ઘણો જ દુઃખી હોવો ફૂટી પોતે હમ ખાદના હોતના તીયાણે નેદે ફૂટી પોતાણી હારી બેહનારણે નેદે તો તીયેણે ના પાડી અખીયો કાયની. 27૨૭.તરત રાજાએ સિપાહીણે મોકનીને તીયાણે માથ નાવવાણે હુંકમ કદો સિપાહીઓ જેલમાં જાયને તીયાણે માથ કાપી કાળીય. 28૨૮. ફૂટી થાલામાં તીયાણે માથ લાવીને નીચકીણે આપીય. 29૨૯. તીયાણે શિષ્યાહાય તી ઉનાઈને આવા ફૂટી તીયાણે ધડ નેઈ ગયા ફૂટી તીહણાય કબરમાં દાટીય30૩૦.પ્રેરિતો ઈશુણી પાહી એક્ઠા હોવા ફૂટી જી, જી,તીહણાય કદન હોતન તી બધ તીયાણે કઈ ઉનાવય.31૩૧. તીયે તીહણાય કય કા, તુમે પોતે ઉજ્જડ જગીયાહામાં એકાતમાં આવા ફૂટી થોળો આરામ કરા." કેહે કા આવનાર ફૂટી જાનારા ઘણા હોતના ફુટી તીણાહાય ખાવાણો ફણ વખત મિલતોનો કાયની.32૩૨.બધા હોડીમાં બેહીને ઉજ્જડ જાગાએ એકાંતમાં ગયાં.33૩૩. નોકાહાય તીણાઆહી જાતા દેખશા, ઘણાય તીણાહાય ઓલખીયા ફૂટી બધાઆહી હેરામાથી હોળી આવીને તીયે વ્યેગે હોવા ફૂટી તીણાહાય આગાલ જાઈ પહચીના. 34૩૪.ઈશુ બહાર આવીને અતરે ઘણે નોકહીય દેખીયે, ફૂટી તીયે તીણાહાય પાર હોવી કેહ કા બધા ભરવાળ વગરના ઘેટા જેવા હોતના ફૂટી તીયે તીહણાય ઘણી વાત વિષે બોધ કરને લાગા.35૩૫. તીયા દિહી ઘણ મોળ હોય ગ તીયા તીયાણે શિષ્યાઆહી તીયા પાહી આવીને કય કા,એ જગ્યા ઉજ્જડ હા,ને દિહી ઘણો ગો હા. 36૩૬. તીણાહાય જાવા દિયા કા બધા આજુબાજુણા પ્રદેશમાં ને ગામડામાં જાઈને પોતાણે હારુ ખાવાણ વેચાત નેત.37૩૭. ફણ તીયે જવાબ આપીને તીણાહાય કય કા, તુમે તીણાહાય ખાવાણ આપા.બધા તીયાણે કહતા હા કા,કાજા આમે જાઈને બસો દિનારાની રોટનાઆ નેઈને ખાવળાજે ? 38૩૮. ફણ તો તીણાહાય કહતો હા કા તુમારે પાહી કરતા રોટનાઆ હા ? તી જોઈને હેદા." ખબાર કાળીયા ફૂટી બધા કતા હા, કા પાંચ રોટના ને બે માછને.39૩૯. તીયે તીહણાય આજ્ઞા કદી કા, બધાહાય લીલા ખા આયા પાર પતંગમાં બેહી જાત. 40૪૦. બધા હારબંધ હ,હ ને પચાહ પચાહણી પતંગમાં બેહે. 41૪૧.ઈશુએ પાંચ રોટના ને બે માછને નેઈને સ્વર્ગ ફણી હેદીને આશીર્વાદ માંગીયો ને રોટનાઆ બાગીને તીહણાય વેચણે હારું પોતાણે શિષ્યાઆહ આપીય ને બે માછને બધાઆહી વેહચી આપીયે.42૪૨. બધા નોકાહીય ખાધ ને ધરાય ગયા. 43૪૩. ને તીહણાય રોટનાહીય વધીના ફૂટીકાહીય ને માછનાહીય ભરીને બાર ટોપના બહીયે. 44૪૪.જીણાહાય રોટનાઆ ખાદા તે બધા આશરે પાંચ હજાર પુરુષ હોતના.45૪૫. તાત્કાલિક તીયે પોતાણે શિષ્યાઆહ પાહી હાદીને હોળીમાં બેહવાળીયા ને પોતે નોકાહીય વિદાય કરે અતરામાં તીહણાય પોતાણે આગલ હલે પાર બેથસાઈદામાં મોકીનીયા 46૪૬. તીહણાય વિદાય કરીને ઈશુ ડોગરા પર પ્રાર્થના કરને ગો. 47૪7. હાચત હોવે તીયા હોળી દરિયા વચ્ચે હોતની ને ઈશુ એખનો બાયરી જમીન પાર હોતનો48૪૮.બધા હસેલાં મારતા હેરાન હોવા કેહ કા વાયર તીયેણે હાંબ હોતનો તી હેરીને આદાન તીનથી છ કલાકણે ટાઈમે ઈશુ દરિયાપાર ચાનતા તીયેણે પાહી આવો ને જાણે તીયેણે આગાલ જીવાણો હોતનો. 49૪૯.તીહણાય તીયાણે દરિયા પાર ચાનતો દેખીને વિચાયૅ હો તે ભૂત હા ને બોજા પાળી. 50૫0. કેહ કા બધા તીયાણે હેરીને ખાબરાયા.ફણ તરત તો તીયેણે હારી બોનીયો ને તીહણાય કય કા હિંમત રાખા હો તે હાય હામ બીતા નખા.51૫૧. તો તીયેણે પાહી હોળી પાર ગયાં ને વાયર બંધ હોવ ને બધા અતિશય વિસ્મિત હોવા.52૫૨. કેહ કા બધા રોટનાણે ચમત્કાર બારામાં સમજીયા કાયની બધાય મન કઠાણ હોવા.53૫૩.બધા પાર જાઈને ગનેસારિત દેહમાં આવા ને કિનારે લંગર નાખીય. 54૫૪. બધા હોળી પાર થી ઊતીરીયા તીયા તરત નોકાહીય ઈશુણે ઓલખીયો. 55૫૫.ને ચારેબાજી બધા આખા પ્રદેશ માં હોળી જાઈને ઈશુ કા છેએ હા તી બધાય ઉનાઈય તીયા માંદાહાય ખાટનામાં તીયણે પાહી નાવે.56૫૬.'જી, જી ગામે, હેરેયે કા પરાંઓમાં ઈશુ ગો તીયે તીહણાય માંદાહાય ચોકમાં રાખીયે ને તીહણાય કાલાવાલા કદા કા બધાય ફક્ત તોરે નુગળાણે છેળાણે અટકવા દે, જતરાહીય તીયાણે અળકીયે બધે હારે હોવે.
1૧.ફરોશીણે ફૂટી કતરાક શાસ્ત્રીણે યરુશાલેમથી આવીને ઈશુણે આજુબાજુ ભેગા હોવા.2૨. ને તીયાણે શિષ્યામાણા અમુકણે ધોયા વગરના અશુદ્ધ હાથે રોટના ખાતા દેખિયા.3૩. કેહે કા ફરોશીઓ ફૂટી બધા યહૂદીઓ વડીલો રિવાજ પ્રમાણે હાથ ધોયા વગર ખાતના કાઈની.4૪.બજારમાંથી આવીને ઉગીલીયા વગર બધા ખાતના કાઈની ને વાટકા ધળા તાબાણે વાહણે ધોણે ને બીઈજ ઘણી રીતણે પાલણે તીહણાય માનીન હોતન.5૫. ફૂટી ફરોશીણે શાસ્ત્રી તીહણાય પૂછતો હા કા, તુમારે શિષ્યો વડીલોણે રિવાજ પ્રમાણે કાયની કરતા અશુદ્ધ હાથે રોટની કેહે ખાતા હા.6૬. ઈશુ યે તીહણાય કય કા.ઓ ઢોગીઓ તુમારે સબંધી યશાયાએ ઠીક પ્રબોધ કરીનો કા જેહે લખીન હા કા,ઈ નોકે મુઆથી માને માનતે હા ફણ તીયેણે હૃદયો મારાથી અલગ રાખતે હા. 7૭. ફણ બધા પોતાણે રિવાજ પ્રમાણે માહણાય આજ્ઞા ઇખીવતા માને નક્કામા ભજતે હા.8૮.ઈશ્વરણે આજ્ઞા પડતી મૂકીને તુમે માહાણાય રિવાજણે પાલતા હા.9૯.તીયે તીહણાય કય કા,તુમે પોતાણે રિવાજણે પાલને હારૂ ઈશ્વર આજ્ઞાણે માનતે કાઇની હા.10૧૦. કેહ કા મુસાએ કયન કા, તોરે માંબાપણે માન આપ, ને જી કોઈ પોતાણે માબાપણી નિંદા કરી તી માર્યા જાય.11૧૧.ફણ તુમે કહતા હા કા જી કોઈ માહણુ પોતાણે માબાપણે કઈ કા મારાથી તુમાહાય જી કાઈ લાભ હોય તે તી કુરબાન એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કદન હા. 12૧૨.તીયા તુમે તીયાણે તીહણાય માં બાપણે હારૂ તીયા ફૂટી કાઈ કરવા દેતે કાઇની. 13૧૩. ને એહે કરીને તુમારે ઇખીવાના રિવાજણે પ્રમાણે તુમે ઈશ્વરની આજ્ઞા રદ કરતે હા.ને હેવે ઘણે કામે તુમે કરતે હા."14૧૪. નોકાહી પાછે પોતાણી પાહી હાદીને ઈશુયે તીહણાય કય કા.તુમે બધે માંઆરે ઉનાયા ફૂટી હમજા. 15૧૫. માણાહામાં બારથી તીયામાં પ્રવેશીને તીયાણે ભ્રષ્ટ કરત હા,દેવ કાઇની હા ફણ માણાહા માંથી જી નીકલત હા તી જ માણાહાય ભ્રષ્ટ કરત હા. 16૧૬. જીયાણે કોઈણે ઉનાવાણે કાન હા,તે તી ઉનાય.17૧૭. જીયા નોકાહાય પાહીથી જાઈને ઈશુ ઘરમાં ગો.તીયા તીયણે શિષ્યોએ દ્રષ્ટાંત સબંધી ઈશુણે પૂછય. 18૧૮. ઈશુ તીણાહાય કતો હા કા તુમે ફણ કાજ એવા અસમજાણ હા કા? તુમે જાણતા કાઇની કા બારથી માણાહામાં જી કાંઈ જાત હા તી તીયાણે ભ્રષ્ટ કરી શક્ત કાઇની? 19૧૯. કેહ કા તીયાણે હૃદયમાં તી પહેત કાઇની ફણ બોકામાં ને તી નિકલીને શરીરમાં બાઆર જાઆત હા. હેવે કઈને ઈશુએ બધ જ ખાવાણ શુદ્ધ ગણાવીય.20૨૦.ફૂટી તીયે કય કા,માણાહમાંથી જી નીકીલત હા તી જ માણાહાણે ભ્રષ્ટ કરત હા, 21૨૧. કેહ કા અંદર એટલે માંણાહાણે હૃદયમાંથી ખરાબ વિચારો નીકીલતે એટલે અનંતીકપણા,ચોરીઓ,હત્યાઓ, 22૨૨. વ્યભિચારો,લોભ,દુષ્ટતા,કપટ,ભોગ વિલાસ,અદેખાઈ,નિંદા,અભિમાન,મૂર્ખાઈ. 23૨૩.એ બધી ખરાબ આદત અંદરથી નીકીલતી હા ને તી માણાહાય ભ્રષ્ટ કરઅત હા.24૨૪.ફૂટી ઈશુ તીનઠો નિકલીને તુર ફૂટી સિદોનણી પ્રદેશમાં ગો ને બધા એક ઘરમાં ગયા ને કોઈ ની જાણે તેવ બધા ઈચ્છતાના હોતના ફણતે ગુપ્ત રહી શકીયા કાઇની. 25૨૫. કેહ કા એક સ્ત્રીણે તીયેણે નાની દીકરીણે અશુદ્ધ આત્મા વિલગીનો હોતનો તીયે ઈશુ વિષે ઉનાયને આવીને તીયાણે પગે પળી. 26૨૬. તે સ્ત્રી ગ્રીક હોતની ને સિરીયાના ફિનીકિયા કુળની હોતની તીયે પોતાણી દીકરીમાંથી દુષ્ટાત્માણે કાળને તીયાણે કાલાવાલા કદા.27૨૭. ફણ ઈશુયે તીયેણે કય કા.નીચકાહાય પેલા ખાવા દે,કેહ કા નીચકાહાય રોટની નેઈ ને કુતરાહાય નાખવા થી હાર કાઇની.28૨૮. ફણ સ્ત્રીએ તીયાણે જવાબ આપીયો કા, 'હા ' પ્રભુ,કુતરે ફણ મેજ નીચેથી નીચકાહાયથી પળીના ખાવાણા-ણા કુટકામાંથી ખાતે હા.29૨૯. ઈશુ તીયૅણે કય કા,'ઇયે વાતણે નેદે જા, તોરે દીકરીમાંથી દુષ્ટઆત્મા નિકલી ગો હા."૩૦. તીયે પોતાણે ઘર આવીને હેજ્જ કા,'નીચકી ખાટનામાં હુતની હોતની ને દુષ્ટાત્મા નિકલી ગનો હોતનો." 30૩૧.ફૂટી તુરની સીમોમાંથી નિકલીને,સિદોનમાં હોઈને દશનગરણે સીમોની મધ્યે હોઈને ઈશુ ગાલીલના દરિયાણે પાહિ આવા.31૩૧.ફૂટી તુરની સીમોમાંથી નિકલીને,સિદોનમાં હોઈને દશનગરણે સીમોની મધ્યે હોઈને ઈશુ ગાલીલના દરિયાણે પાહિ આવા.32૩૨.નોકે એક મૂક બધિરણે તીયાણે પાહી નાવા ને તીયા પાર હાથ મૂકીને તીયે કાલાવાલા કદા,33૩૩. ઈશુએ નોકાહા પાહીથી તીયાણે એકાંતમાં નેઈ જાયને તીયાણે કાનામાં પોતાણી આગલી ખેની ને તીયાને જીભ પાર પોતાણે થુક લગાવીય.34૩૪.ફૂટી સ્વર્ગ ફણી હેદી ને તીયે નિરાંસો નાખ્યો ફૂટી કય કા ; " "એફફથા " એટલે ઉધળી જા."35૩૫. તરત તીયાણે કાન ઊગળી ગયાં,તીયાણે જીભણે બંધન છૂટી ગ તો સ્પષ્ટ હારી રીતે બોનતો હોવો.36૩૬. ઈશુ એ તીહણાય આજ્ઞા કદી કા,તુમારે કોઈણે કતા નખા ;ફણ જેહે જેહે તીયે વધારે આજ્ઞા કદી તેહ તેહ તીહણાય તી વધારે જાહેર કરીય.37૩૭. નોકે વધારે અચંબો પામીયે ફૂટી બોનીયે કા, તીયે બધ હાર જ કદ હા ; બધે બધિરાણે ઉનાતણે ને મૂકજનોણે બોનતે ક્હે હા,
1૧.તે દિહયામાં જીયા પાછે અતિ ઘણે નોકે હોતને ને તિહાણેં પાહી કાંઈ ખાવણ કાઈની હોતન તીયા ઈસુ પોતાણા શિષ્યોહાય પાહી આવીને તીહાણાય કતો હા કા.2૨.નોકહા પાર માને દયા આવતી હા કેહે કા તીન દિહીંથી બધે મારી હારી રયે હા ને તીયેણે પાહી કાંઈજ ખાવણ કાઈની હા.3૩.ને જો હાય તીહાણાય ભૂખે ઘર મોકન તે વાટીમાં બધે થાકીને પળી જાય. ને તીયણેમાણા કતરાક તે દૂરથી આવા હા."4૪.શિષ્યોહાય જવાબ આપીયો કા ઇયે અરણ્યમા કાંઆથી કોઈ અતરા બધાહાય રોટનીથી તૃપ્ત કરી શકે ?"5૫.ઈસુયે તીહાણાય પૂછીય કા,'તુમારે પાહી કતરી રોટનાઆ હા ?"' તીહાણાય કય 'સાત.' 6૬.ઈસુયે નોકાહાય જમીન પાર બેહેવાણો આદેશ આપીયો ને સાત રોટના નેઈને તીયે સ્તુતિ કરીને ભાંગીને વેચણે હારુ પોતાણે શિષ્યહાય આપીને તીહાણાય તી નોકહાય પીરસય.7૭.તીયણે પાહી નાનએ માછને ફણ હોતને ને ઈસુયે તીયા પાર આશીર્વાદ માગીને તી ફણ નોકાહાય પીરાસવાણે કઈય. 8૮.નોકે ખાઈને તૃપ્ત હોવે,ને બાકી ટુકળામાંથી સાત ટોપને તી તીહણાય ઉચીકીયે. 9૯.ખાનારે અંદાજે ચાર હજાર નોકે હોતને ને ઈસુયે બધાહીય વિદાય કદે. 10૧૦.તરત પોતાણે શિષ્યો હારી હોળી પાર ચળીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવા.11૧૧.તીયા તીયે ફરોશીઓ આવી રઈના ને ઈસુણે પરીક્ષા કરતા તીયાણે પાહી સ્વર્ગમાંથી ચમત્કારિક ચિન્હ માગીને તીયા હારી વિદાય કરને લગા. 12૧૨.પોતાણે આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કતો હા કા યે પેઢી ચમત્કારિક ચિન્હ કેહે માંગતે હા ?હાય તુમહાય નિશચે કત હામ કા યે પેઢીણે કાંઈજ ચમત્કારિક ચિન્હ આપાય ની. 13૧૩.બધાહાય તીયે જ રવા દેઇને ઈસુ પાછો હોળીમાં બેહીને હામે કિનારે ગો.14૧૪.બધા રોટની નાવવાણ વિહારાય ગના હોતના ને તીયેણે પાહી હોળીમાં એક કરતા વધારે રોટની કાઈની હોતની.15૧૫.ઈસુયે તીહણાય આજ્ઞા આપીને કય કા 'હેજજા 'ફરોશીઓના ખમીરથી એટલે હેરોદના ખમીરથી સાવધાન રઅજા.16૧૬.બધાહાય અંદરો અંદર વાત કરીને કય કા;"આપણી પાહી રોટની કાઈની. "17૧૭.તી જાણીને ઈસુ તીહણાય કતો હા કા,તુમારે પાહી રોટની કાઈની તીયા માટે તુમે કેહે વિવાદ કરતા હા?આજુ હુદી કાજા તુમે હેદતા કા હમજીતા કાઈની?કાજા તુમારે મન કઠણ હોવે હા?18૧૮.તુમારે ડોળા હોવા છતા કાજા તુમે હેદતા કાઈની ? ને કાન છતા કાજા તુમે ઉનાતા કાઈની ? ને કાજા યાદ રાખતા કાઈની ? 19૧૯.જીયા પાંચ હજારને હારુ પાંચ રોટની મયે ભાગી તીયા તુમાહાય ટુકડાથી ભરીની કતરી ટોપની ઉંચકીની ?તીહણાય ઈસુણે કય કા.'બાર ટોપનીઓ "'20૨૦.જીયાઆ ચાર હજારને હારુ હઆત રોટની પીરસી તીયા તુમહાય ટુકળાથી ભરીની કતરી ટોપને ઉંચકીને ?તીહણાય કય કા,'સાત ટોપની."'21૨૧.ઈસુયે તીહણાય કય કા કાજા તુમે આજુ કાઈની હમજીતા ?22૨૨.તો બેથસાઈદામા આવતો હા બધા ઈસુણે પાહી એક આદલાણે નાવતે હા ને તીયાણે અટકીણે હારુ તીહણાય કાલાવાલા કદા. 23૨૩.આદલાણે હાથ ધરીને ઈસુ તીયાણે ગામમાંથી બહાર નેય ગો ને તીયાણે ડોલાહામાં થુંકીને ફૂટી તીયા પાર હાથ મૂકીને તીયે કય કા.' "તુને કાંઈય દેખાત હા ?"24૨૪.ઉંચે હેદીને તીયે કય કા 'હાય માણહાય દેખતો હામ. બધા ચાનતા ઝાળવા જેહે દેખાતા હા.25૨૫.ફૂટી ઈસુએ પાછો તીયાણે ડોલાહા પાર હાથ મુક્યો.તીયા તીયે નજરે હેજજા. તો હારો હોવો ને બધ સ્પષ્ટ રીતે દેખતો હોવો.26૨૬.ઈસુએ તીયાણે ઘર મોકીનતા કય કા, "ગામમાં ફણ જાતો નખે."27૨૭.ઈસુ ફૂટી તીયાણે શિષ્યો કાઈસારીયા ફિલિપ્પીને ગામમાં ગયા.ને રસ્તામાં તીયાણે પોતાણા શિષ્યોહાય પૂછય કા. 'હાય કીડો હામ' તીયા વિષે નોકે કાજા કહતે હા ?"'28૨૮.તીહણાય ઈસુણે કય કા,'કોઈ કહત હા કા તુમે બાપ્તિસમાં કરનાર યોહાન હા ; ને કોઈ કહત હા કા તૂ એલીયા હા ; કીદ એવે કહત હા કા તું પ્રબોધકોમાંણો એક હા."29૨૯.ઈસુએ તીહણાય પૂછ્ય,હાય કીડો હામ ઇયા વિષે તુમે કાજા કહતે હા ? પિત્તર જવાબ આપતા તીણાહાય કય કા તું તે ખ્રિસ્ત હા."'30૩૦.તીયે તીહણાય તાકીદ કદી કા,મારે વિષે તુમારે કોઈણે કાઈ કવાણ કાઈની."31૩૧.ઈસુ તીહણાય ઇખવણે લાગો કા માણાહાય દિખરાણે ઘણ વેઠવ ને વડીલોથી ફૂટી મુખ્ય યાજકોથી ફૂટી શાસ્ત્રીઓથી નાપસંદ હોવ, માર્યા જાવાણ ને તીન દિહામા ફૂટી પાછ ઊઠવ ઈ જરૂરી હા."32૩૨.ઈસુએ વાત ઉઘાળી રીતે બોનીયો ફૂટી પિત્તર તીયાણે એક બાજુએ નેઈ ગો તીયાણે ઠપકો આપણે લાગો33૩૩.ફણ તીયાણે પાછાલ ફીરીને ફૂટી પોતાણે શિષ્યાહાય હેદીને પિત્તર ઠપકો આપીયો કા,શેતાન તું મારી પાછાલ જા ; કેહે કા તું ઈશ્વરની વાત પાર કાઈની ફણ માણાહાય વાત પાર મન લગાડતો હા." 34૩૪.ઈસુએ પોતાણે શિષ્યો હારી નોકાહાય પાહી આવીને તીહણાય કય કા,જી કોઈ મારી પાછાલ આવણે માગત હા, તે તીયે પોતાણો નકાર કરવો ને પોતાણે વધસ્તંભ ઉંચકીને મારે પાછાલ ચાનવાણ.35૩૫.કેહે કા જી કોઈ પોતાણે જીવન બચાવવા માગી તી તીયાણે ગુમાવી ને જી કોઈ મારે નેદે ફૂટી સુવાર્તાણે નેદે પોતાણે જીવન ગુમાવી તી તીયાણે બચાવી. 36૩૬.કેહે કા જી, માણહું આખ ભૌતિક જગત મેલવે ફણ તી જીવ ગુમાવી. તે તીયાથી તીયાણે કાજા લાભ હોય ? 37૩૭.ફૂટી માણહું પોતાણે જીવણે બદલે કાજા આપે?38૩૮.કેહે કા એ બેવફા ફૂટી પાપી પેળીમાં જી કોઈ મારે નેદે ફૂટી મારે વચનણે નેદે શરમાય તીયાણે નેદે માણાહાય દિખરો ફણ જીયા પોતાણા બાપણા મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતા હારી આવી તીયા તો શરમાય.!"'
1૧.ઈસુયે તીણાહાય કય કા, હાય તુમાહાય ખરેખર કતો હામ કા, ઇયે ઉબે રાનરામાંથી કતરેક એવે હા કા, જી પરાક્રમે આવન ઈશ્વરણે રાજય હૈજજા પેલા મરણ પામી જ ની."' 3૨.છ દિહી ફૂટી ઈસુ પિત્તરને, યાકુબને ફૂટી યોહાનને હારી નેઈને બધા ઉંચા ડોગરા ઉપાર એકાંતમાં નેઈ ગયા.ને બધાય આગાલ ઈસુણે રૂપાંતર હોવ. 2૩.ઈસુણે નુગળે ઉજલે ઘણે જ ઉજલે હોવે.એવા કા દુનિયાણે કોઈ ફણ ધબણે તેવે ઉજલે કરી ની શકે.4૪.એલીયા ફૂટી મુસા તીણાય દેખાયા ને બધા ઈસુણે હારી વાત કરને લાગા. 5૫.પિત્તર ઈસુણે કતો હા કા,'ગુરુજી'ઇયે રવ આપણે હારુ સાર હા,તે આમે તીન માંડવા બનાવજે એક તોરે ફાગો,એક મુસા ફાગો,ને એક એલિયા ફાગો." 6૬.કાજા બોનવ તી તીયાણે હમજાય કાઈની.કેહે કા બધા ઘણાં બીઈય ગના હોતના.7૭.એક વાદલ આવ તીયે બધા પાર છાંયા કદી.વાદલામાંથી એવી વાણી હોવી કા.'ઓ મારે વહાલો દીકરો હા તીયાણે ઉનાયા."8૮.તરત તીયાહાય ચારેબાજી હૈજજા તીયા ફૂટી તીયાણે હારી એખના ઈસુ વગર કોઈણે દેખશા કાઈની.9૯.બધા ડોગળા પારથી ઉતીરતાના તીયા ઈસુએ તીણાહાય કય કા,તુમાહાય જે દેખશ હા તી માણાહાણે દીકરો મરીનામાંથી પાછો ઉઠે તીયા હુદી કોઈણે કહતા નખા."' 10૧૦.તીણાહાય તે સૂચના મનમાં રાખીને મરીનામાંથી પાછ ઉઠવ ઈ કાજા હાશે.તીયા વિષે અંદરોઅંદર ચર્ચા કદી.11૧૧.તીણાહાય ઈસુણે પૂછીય; શાસ્ત્રીઓ કેહે કત હા કા,એલિયાએ પેલ આવવા જોજે?"'12૧૨.ઈસુએ તીણાહાય કય કા,એલિયા આગાલ આવીને બધાહાય હુદારતો હા ખરો ફણ માણાહાય દિકરા વિષે એહ કેહે નખીય હા કા,તીયાણે ઘણ દુઃખ વેઠવ પળી ને કાળી મુકવામાં આવી?"'13૧૩.ફણ હાઈ તુમાહાય કતો હામ કા એલિયા ખરેખર આવો.હા ને તીયા વિષે નખીન હા.તીયા પ્રમાણે બધાઈ પોતાણે મરજી પ્રમાણે તીયા હારી અ આચરણ કદ.'"14૧૪.તીણાહાય શિષ્યાહાય પાહી આવીને તીયાણે આજીબાજી ઘણે નોકાહાય ફૂટી બધાહારી ચર્ચા કરતા શાસ્ત્રીઓણે દેખીશા.15૧૫.તે બધા નોકે ઈસુણે દેખીને વધારે નવાઈ પામીયા ને હોળીને તીયાણે સલામ કદી.16૧૬.ઈસુએ તીણાહાય પૂછય કા,તીયણે હારી તુમાહાય કાજા વાતચીત કદી હા ?'"17૧૭.નોકહામાંથી એકે તીયાણે જવાબ આપીયો કા,ઉપદેશક,હાય મારે દીકરાણે તોરે પાહી નાવો હામ.તીયાણે મૂગો દુષ્ટત્મા વીલગીનો હા. 18૧૮.જીયા કાંઈ તે તીયાણે થરતો હા.તીયે તો તીયાણે પાળી નાખતો હા.તો ફીણ કાઢતો હા.દાંત ભીડતો હા.ને તીયાણે શરીર કડક હોય જાત હા.મયે મારે શિષ્યાહાય તીયાણે કાળને કય ફણ તે કાળી શકીયા કાઈની; 19૧૯.ફણ ઈસુ જવાબ આપતા તીણાહાય કહતો હા કા ઓ અવિશ્વાસી પેળી,હાય કા હુદી તુમારી હારી રહી ? કા હુદી હાય તુમારે સહન કરીહી ? તીયાણે મારે પાહી નાવા ?20૨૦.બધા તીયાણે ઈસુણે પાહી નાવા ને તીયાણે હેદીને દુષ્ટત્માએ તરત તીયાણે મરડીયો ને જમીન પાર પળીને તો ફીણ કાઢતો તળીફને લાગો.21૨૧.ઈસુએ તીયાણે બાપાણે પૂછય કા,તીયાણે કતરા વખતથી એવ હોવન હોતન ? તીયે કય કા, બાળપણથી "'22૨૨.તીયાણે નાશ કરને અશુદ્ધ આત્માએ ઘણી વખત તીયાણે આગમાં ફૂટી પાયણામાં ફણ નાખી દેતનો ફણ જો તુમે કાંઈ કરી શકાત તો આમારી પાહી દયા રાખીને આમહાય મદદ કર.'"23૨૩.ઈસુએ તીયાણે કય કા,'જો તુમે કરી શકા વિશ્વાસ કરનારને તે બધ જ શક્ય હા."24૨૪.તરત દીકરાણે બાપાહાયે બૂમ પાળીને કય કા 'હાય વિશ્વાસ કરતો હામ,મારે અવિશ્વાસણે નેદે માને મદદ કર.'"25૨૫.ઘણે નોકે દોળતે આવે હા.હેદીને ઈસુએ અશુદ્ધ આત્માણે ધકકાવીને તીયાણે કય કા.મુંગા ફૂટી બહેરા આત્માએ હાય તુને હુકમ કરતો હામ કા.તીયામાંથી નિકુલ ને તીયામાં પાછો આવતો નખે.'"26૨૬.બૂમ પાળીને ને તીયાણે ઘણો મચળીને તો નિકલીયો. ને તો મરીના જેવો હોય ગો એહે કા ઘણાહાય કય કા તો મરી ગો હા.'"27૨૭.ફણ ઈસુએ તીયાણે હાથ ધરીને તીયાણે ઉઠાળીયો ને તો ઉભો હોવો.28૨૮.ઈસુ ઘરમાં આવો તીયા તીયાણે શિષ્યાહાય તીયાણે એકાંતમાં પુછતા કા.'આમે કેહે અશુદ્ધ આત્માણે કાળી કાઈની શકીયા.?"'29૨૯.ઈસુએ કય કા,પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકલી શકે એહે કાઈની.'"30૩૦.તીયાથી નીકલીને બધા ગાલીલમાં હોઈને ગયા ને તીયા વિષે કોઈ ની જાણે એવી તીયેણે ઈચ્છા હોતની. 31૩૧.કેહે કા ઈસુ પોતાણા શિષ્યાહાય ઇખીવતા ને તીણાહાય કતનો કા,માણાહાણે દીકરાણે માણહે ધરપકડ કરીને બધા તીયાણે મારી નાખી.મારી નાખીયા ફૂટી તો તીજે દિહી પાછો ઊઠી.'" 32૩૨.બધા એ વાત હમજીયા કાઈની ને બધા તીયા વિષે ઈસુણે પૂછતા ગબરાતના હોતના.33૩૩.બધા કપરનાહુમમા આવા ને તો ઘરમાં હોતનો તીયા ઈસુએ તીણાહાય પૂછય કા,તુમે વાટીમાં કેવાણી ચર્ચા કરતના હોતના ?'" 34૩૪.ફણ બધા મૌન રયા કેહે કા વાટીમાં બધા અંદરોઅંદર ચર્ચા કરતના હોતના કા તીહણીમાં મોટો કીડો હાશે ?'" 35૩૫.ઈસુ બેઠો ને બાર શિષ્યાહાય આવીને તીણાહાય કહતો કા જો કોઈ પેલો હોણે માગે તો તે બધાથી છેન્નો ફૂટી બધાહાય ચાકાર બને.'"36૩૬.તીયે એક નીચકાણે નેઈને તીયેણે વચમાં ઊભ કદ ને ખોલામાં નેઈને તીણાહાય કય કા,37૩૭.જી કોઈ મારે નામે એવા નિચકાહામાણ એકણે સ્વીકાર કરી તી મારે સ્વીકાર કરત હા.ને જી કોઈ મારે સ્વીકાર કરત હા.તી ફક્ત મારે જ ની.ફણ જીયે માને મોકીનીયો હા.તીયાણે સ્વીકાર કરત હા.'"38૩૮.યોહાને ઈસુણે કય કા,'ઉપદેશક'આમે એક જણાને તોરે નામથી દુષ્ટત્માહાય કાળતો દેખીનો ને આમે તીયાણે ના કય કારણ કા તો આપણામાંથી કાયની હોતનો.'"39૩૯.ફણ ઈસુએ કય કા,તીયીણે ના કહતા નખા,કેહે કા એવો કોઈ કાઈની કા જી મારે નામે પરાક્રમી કામ કરે ને ફૂટી તરત મારે નિદા કરી શકે.40૪૦.કેહે કા.જી આપણે વિરુદ્ધ કઈની તી આપણે પક્ષણો હા.'" 41૪૧.કેહે કા હાય તુમાય નિશ્રયે કહતો હામ કા.તુમે ખ્રિસ્તણે હાશે.ઇયા કારણથી જી કોઈ તુમાહાય પ્યાલો પાણી પાઈ તી પોતાણે બદલો નીજ ગુમાવી.42૪૨.જી. નાનાંઓ મારે પાર વિશ્વાસ કરતે હા.તીયામાણે એકણે જી.કોઈ પાપ કરને પ્રેરી તીયા માટે તી કરતા ઈ હારુ હા કા ઘંટીણે પથરો તીયાણે ગલે બાંધીને તો દરિયામાં નાખાય.43૪૩.જો તોરે હાથ તુને પાપ કરને પ્રેરે તે તીયાણે વાઢી કાળ.તોરે બે હાથ હોવા છતા નર્કમા ની હોલવનાર આગ્રામાં જાવા પડે.44૪૪.તીયા કરતાં હાથ વગરનો હોઈને જીવનમાં જાવાણ ઈ તોરે માટે હારું હાશે.45૪૫.જો તોરે પાગ તુને પાપ કરને પ્રેરે.તો તીયાણે વાઢી નાખ.તોરે બે પાગ હોવા છતા નર્કમાં ન હોલવાનાર આગ્રામાં નાખવા પડે.46૪૬.તીયા કરતા અપંગ હોઈને જીવનમાં જાવાણ ઈ તોરે માટે હારૂ હાશે.47૪૭.જો તોરે ડોલા તુને પાપ કરને પ્રેરે તે તીયાણે કાઢી નાખ.તોરે બે.બે ડોલા હોવા છતાં નરકાગ્નિમાં નાખાઈ.48૪૮.કા જીયે તીયેણે કીળો મરતો કાઈની ને આગ ઉનવાત કાઈની તીયા કરતા ડોલા વગરનો હોઈને ઈશ્વરણે રાજ્યમાં જાવાણ ઈ તોરે માટે હારૂ હાશે.49૪૯.કેહે કા આગ્રાથી દરેક શુદ્ધ કરાઈ જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાઈ.50૫૦.મીઠ તે હારૂ હા ફણ જો મીઠ હવાદ વગરન હોઈ જાય તે તીયાણે કેહે કરીને ખાઆર કરાઈ ? પોતાણામાં મીઠ રાખા.ને એક બીજા હારી સંપ રાખા.
1૧.તીનથો ઊઠીને ઈસુ યર્દન નદીણે હલે પાર યહૂદીયા પ્રદેશમાં આવતો હા ને ફૂટી ખણે બદે આવેને તિણાંહાય પાહાય એકઠે હોવતે હા ; તીયણે પ્રથા પ્રમાણે તિણાહાય પાછો તિણાહાય પાછો તિણાહાય બોધ કદો.2૨.ફરોશીઓએ પાહાય આવીને ઈસુણે પરીક્ષણ કરતાં તીયાણે પૂછય કા,'શુ પતિએ પોતાણી પત્નીની છોડી દેવી ઉચિત હા ?'3૩.ઈસુએ જવાબ આપતા તિયણાહાય પૂછય કા,'મુસાએ તુમાહાય કાણી આજ્ઞા આપી હાશે ?4૪.તિણાહાય કય કા,છુટાછેડા નખીને છોડી દેવાની સજા મુસાએ આપી હા.'5૫.ફણ ઈસુએ તિણાહાય કય કા,તુમારે હૃદયની કઠોરતાને નેદે મુસાએ તુમારે ફાગી તે આજ્ઞા આપી હા.6૬.ફણ ઉત્પત્તિણે શરૂઆતથી ઈશ્વરે તિણાહાય એક પુરુષ ને એક સ્ત્રી બનાવીને.7૭.તીયા કારણથી માણહે પોતાણે મા-બાપને મૂકીને પોતાણી પત્ની હારી જોડાયેલો રય.8૮.તી બેઉ એક દેહ હોવી ; હીયા માટે તી ત્યાર ફૂટી બે કાયની, ફણ એક દેહ હાશે.9૯.એટલે ઈશ્વરે જિયાણે જોડ્ય હા તીયાણે માણાહાયે જુદુ પાડવાણ કાયની.'10૧૦.ખરમાં તિયણે શિષ્યોએ પાછી તે જ બાબત વિષે ઈસુણે પૂછય,11૧૧.ઈસુ તિણાહાય કતો હા કા,'જો કોઈ પોતાની પત્નીને છોડી દે ને બીજી હારી લગન કરે તે તીયાણે વિરુદ્ધ વ્યભિચાર કરતો હા.12૧૨.ને જો પત્ની પોતાણે પતિને છોડી દે ને બીજા હારી લગ્ન કરે,તો બી ફણ વ્યભિચાર કરતો હા."13૧૩.ફૂટી તે ઈસુ પાહાય બાળકોને નેય આવ્યા કા તો તિણાહાય અડકે. ફણ શિષ્યોએ તિણાહાય ધમકાવ્યા.14૧૪.ઈસુ તી હેદીને નાખુશ હોવો ને તીયાયે તિણાહાય કય કા,બાળકોને મારે પાહાય આવા દે, તિણાહાય રોકતે નખા, કેહે કા ઈશ્વરને રાજ્ય હેવાય જ હાશે.'15૧૫.હાય તુમાહાય નિશચે કતો હામ કા,'જો કોઈ બાળકને માફક ઈશ્વરને રાજ્ય સ્વીકારતો કાયની,તો તીયામાં પ્રવેશ કરેજ ની.'16૧૬.ઈસુએ તિણાહાય બાથમાં નેદે,ને તીયણે પાર હાથ મૂકીને તિણાહાય આશીર્વાદ આપ્યો.17૧૭.તે બાયરે નીકલીને વાટે જાતના,ત્યાં એક માણુહ તીયણે પાહાય દડી આવ્યો ને તીયાયે તીયાણે આગાલ ઘૂંટણ ટેકીને પૂછય કા,'ઓ ઉત્તમ ઉપદેશક,અનંતજીવનનો વારસો પામણે હારૂ હાય કાજા કર ?'18૧૮.ઈસુએ તીયાણે કય કા,'તું માને ઉત્તમ કેહે કતો હા ?એક,એટલે ઈશ્વર વગર બીજો કોઈ ઉત્તમ કાઈની હા.19૧૯.તું આજ્ઞાઓ જાણતો હા કા, વ્યભિચાર ની કર, હત્યા ની કર, જૂઠી સાક્ષી ની આપ, ઠગાઇ ની કર, પોતાણે મા -બાપને માન આપ.'20૨૦.ફણ તીયાણે ઈસુએ કય કા,'ઓ ઉપદેશક,એ બધી આજ્ઞાઓ તે હાય નાનપણથી પાલતો આવો હામ.'21૨૧.તીયા ફણી હેદીને ઈસુએ તીયા પાર પ્રેમ ઉપજાવ્યો, ને તીયાયે તીયાણે કય કા,'તુ એક વાત સબંધી અધૂરો હા ;તોરે જી હા તી જાયને વેચી નાખ,ગરીબહીય આપ, સ્વર્ગમાં તુને ધન મીલી, ને આવ, મારે પાછાલ ચાન.'22૨૨.ફણ તે વાત ઉનાયને તીયાણે મું પડી ગ ને ઉદાસ હોયને તો નાહાય ગો, કેહે કા તીયાણે મિલકત ઘણી હોતની.23૨૩.ઈસુએ આજુબાજુ હેદીને પોતાણે શિષ્યોને કય કા,'જિયણે પાહાય દોલત હા તીણાહાય ઈશ્વરને રાજ્યમાં જાવણ ખણ અઘર પડી !'24૨૪.ઈસુણે વાતથી શિષ્યો આશ્ચર્ય પામ્યા ફણ ઈસુએ પાછો જવાબ આપતા કય તીણાહાય કય કા,'નીચકાહાય મિલકત પાર ભરોસો રખનારાહાય ઈશ્વરને રાજ્યમાં જાવ બો અઘર હાશે. !25૨૫.ધનવાનને ઈશ્વરને રાજ્યમાં જાવા કરતાં હુઈને નાકામાં રઈને ઊંટણે પસાર હોવ હેલ હાશે.'26૨૬.તિણાહાય ખણ આશ્ચર્ય પામીને અંદાર અંદાર કય,'તો કીડો ઉદ્ધાર પામી હખી ?'27૨૭.ઈસુ તીયણે ફણી હેદીને કતો હા કા,'માણહાય જી અશક્ય હા, ફણ ઈશ્વરણે કાયની, કેહે કા ઈશ્વરને બધ શક્ય હા.'28૨૮.પિત્તર તીણાહાય કણે લાગો,'હેદા, આમે બધ મૂકીને તોરે પાછાલ આવા હામ.'29૨૯.ઈસુએ કય કા,'હાય તુમાહાય નિશચે કતો હામ, જો કોઈએ મારે નેદે ને સુવાર્તાણે નેદે ખરમાં કા માતાણે કા પિતાણે કે નીચકાહાય કાં ખેતાહાય છોડ્યે હા,30૩૦.તી હમી ઇયા જીવનકાળમાં સોગણાં ઘરોને,ભાઈઓણે,બેનોણે,માતાણે, નીચકાહાય ખેતાહાય પામી,જી તીયણે સતાવણી કરી,વલી તે આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર ની રય.31૩૧.ફણ ખણે જી પેલે તી છેલ્લે ને જી છેલ્લે તી પેલે હોવી.'32૩૨.યરુશાલેમણે ફણી ઢાળ ચડતાં તે માર્ગમાં હોતના.ઈસુ તીયણે આગાલ ચાનતોનો,તે આશ્ચર્ય પામ્યા ને તીયણે પાછાલ અનુસરનાર બીય ગયા,તે પાછા બાર જી વીતવાણ હોતન તી તીણાહાય કણે નાગો કા,33૩૩.'હેદા, આપડે યરુશાલેમમાં જાતા હામ ;માણહાય દિખરાહાને મુખ્ય યાજક ને શાસ્ત્રી દ્વારા ધરપકડ કરવામાં આવી,તે તીયણે પાર મૃત્યુદંડ ઠરવાય ને તેને વિદેશીહીય હોપાય.34૩૪.તે તીયણે મસ્કરી કરી,તીયણે પાર થુંકી ;તીણાહાય કોરડા મારી,ને મારીનાખી ને ત્રીજે દિહ તો પાછો ઊઠી.'35૩૫.ઝબદીણે દિખરોહ યાકુબને યોહાન ઈસુણે પાહાય આવીને કતા હા કા,'ઉપદેશક,આમારે ઈચ્છા હા કા,આમે જી કાંઈ માંગતે તી તુમે આમારે માટે કરા.'36૩૬.ઈસુએ તીણાહાય કય કા,'તુમારે ઈચ્છા કાજા હા ? હાય તુમારે ફાગ કાજા કર ?'37૩૭.તીયા તીણાહાય તીયાણે કય કા,'તુમારે જમણે હાથે ને એક તુમારે ડાબે હાથે બેહાત,હેવ આમારે ફાગ કરા.'38૩૮.ફણ ઈસુએ તીણાહાય કય કા.'તુમે જી માગતા હા,તી તુમે હમજીતે કાઈની,જો પ્યાલો હાય પીતો હામ તી તુમે પી હખતે હા ? જો બાપ્તિસ્મા હાય નેતો હામ,તે બાપ્તિસ્મા તુમે નેય હખાત કા ?39૩૯.તીણાહાય તીયાણે કય કા,'આમે તેહ કરી હખતે હામ.'ફણ ઈસુએ તીણા હાય કય કા,જો પ્યાલો હાય પીતો હામ તી તુમે પીહા ને જી બાપ્તિસ્મા હાય નેતો હામ તી બાપ્તિસ્મા તુમે નેજા,40૪૦.ફણ કોઈણે મારે જમણે હાથે કા ડાબે હાથે બેહવા દેહીય,હી મારે અધિકારમાં કાયની હા, ફણ જિણાહાય હારૂ તી નિયત કરીન હા તીણાહાય માટે તી હા.'41૪૧.ફૂટી બાકીણે દસ શિષ્યો તી ઉનાયને યાકુબ ને યોહાન પ્રત્યે ગુસ્સે હોવા.42૪૨.ફણ ઈસુ તીણાહાય પાહાય હાદીને કતો હા કા,'તુમે જાણતે હા કા વિદેશીહીય પાર જી રાજ કરનારે કાવાતે હા, તે તીયણે પાર શાસન કરતે હા ને તીયણેમાં જી મોટા હા તે તીયણે પાર અધિકાર ચાનીવતો હા,43૪૩.ફણ તુમારેમાં હેવ ની હોવા દે તુમારેમાં જી કોઈ મોટો હોણે માગી તીયાણે તુમારે ચાકાર હોવી.44૪૪.જો કોઈ પેલો હોણે માગતો હા તો બધાહાય દાસ હોવી.45૪૫.કેહે કા માણહાણે દીખરો સેવા કરાવને કાયની, ફણ સેવા કરાવણે,ને ખણાંહાય મુક્તિ મૂલ્યણે હારૂ પોતાણે જીવ આપણે આવો હા.'46૪૬.તો યરીખોમાં આવતો હા, ને યરીખોમાંથી ઈસુ, તીયણે શિષ્યોને ખણે બધે બાર જાતને, તીયા તિમાયણે દિખરો બાર્તિમાય જો આંડલો ભિખારી હોતનો તો રસ્તાની બાજુએ બેઠનો હોતનો.47૪૭.ઓ નાસરેથનો ઈસુ હા, એહ ઉનાયને તો બૂમ પાડણે ને કણે લાગો કા,'ઓ ઈસુ, દાઉદણે દિખરોહ, મારે પાર દયા કર.'48૪૮.બધાહાય તીયાણે ધમકાવ્યો કા,'તુ ચૂપ ર, ફણ તીયે વધારે બૂમ પાડતા કય કા,'ઓ દાઉદના દીકરા,મારે પાર દયા કર.'49૪૯.ઈસુએ ઊભો રયને કય કા,'તીયાણે હાદા 'ને અંધને હાદીને તીયાણે કતે હા કા,'હિંમત રાખ,ઊઠ,ઈસુ તુને હાદતો હા.'50૫૦.પોતાણે ઝપ્પો પડતો મૂકીને તો ઉઠ્યો, ને ઈસુ પાહાય આવો.51૫૧.ઈસુએ તીયાણે જવાબ આપતા કય કા,'હાય તુને કાજા કર, એ વિષે તોરે ઈચ્છા કાજા હા ?' આંડલા માણહાએ કય કા,'ગુરુ, હાય દેખતો હોવ.'52૫૨.ઈસુએ તીયાણે કય કા,'જા, તોરે વિશ્વાસે તુને સાજો કદો હા, ને તરાત તો દેખતો હોવો ને માર્ગમાં ઈસુણે પાછાલ ગો.
1૧.બધા યરુશાલેમણે પાહી, જૈતૂનણા ડોગરા આગાલ બેથફગે એટલે બેથાનિયા પાહી આવતા હા, તીયા ઈસુ બે શિષ્યો આગાલ મોકીનતો હા. 2૨.ને તીણાહાય કતો હા કા હામેણે ગામમાં જાયા ને તીયે તુમે જાતા જ તરત એક ગધેડાણે વાહક જીયા પાર કોઈ માણહે સવારી કદી કાઈની તી તુમાહાય બાંધીન મીલી તીયાણે છોડી નાવા. 3૩.જી કોઈ તુમાહાય પૂછે તે તુમે કાજા કરને એહ કરતા હા, તીયા કજા કા પ્રભુણે તીયાણે જોજત હા ને તી વેલ ઇયાણે ઇયે પાછ નાવણે મોકની.4૪.બધા ગયા ને ઘરની આગાલ ખુલ્લા રસ્તામાં બાંધીન વાહડ તીણાહાય હેદવાણ મિલ્ય ને બધા તીયાણે છોડણે લાગા. 5૫.ઘણા તીયે ઉભા હોતના તીણે માણાહાય કતરાહાય તીણાહાય કય કા વાહડાણે તુમે કાજા કરને છોડતાં હા? " 6૬.જેહે ઈસુએ તીણાહાય આજ્ઞા આપીની હોતની તેહે શિષ્યોએ નોકાહાય કય ને બધાહાય તીણાહાય જાવા દેદા.7૭.બધા વાહડાણે ઈસુણે પાહી નાવા તીયા પાર નુગડે પાથીરિયે ને તીયા પાર ઈસુ બેઠો.8૮.ઘણાહાય પોતાણે આગીથે વાટીમાં પાથીરિયે ને બીજાહાય ખેતામાંણે ડાલખે વાળીને વાટીમાં પાથીરિયે.9૯.આગાલ ને પાછાલ ચાનરાહાય બૂમ પાડી ને કય કા ' હોસાન્ના, પ્રભુણે નામે જો આવતો હા તો આશીર્વાદિત હા.10૧૦.આપળે પિતા દાઉદણે રાજ્ય જી આવત હાશે, તી આશીર્વાદિત હાશે, પરમ ઊંચામાં હોસાન્ના!"11૧૧.યેશુ યરુશાલેમમાં જાયને ભક્તિસભામાં ગો ને ચારેપાહી બધ હેદીને હાંજ પડી ફૂટી બારે શુદ્ધા નિકલીને તે બેથાનિયા ગયા.12૧૨.બીજે દિહ બધા બેથાનિયામાંથી બાર આવા ફૂટી, ઈસુણે ભૂખ નાગી.13૧૩.એક અંજીરી જીયાણે પાને હોતને તીયાણે દૂરથી હેદીને ઈસુ તીયા પાહી ગો કા કદાચ તીયા પારથી કાંઈ ફળ મીલી ને બધા તીયા પાહી આવા તીયા પાના સિવાય કાંઈ જડિય કાઈની. કેહ કા અંજીરીણે ઋતુ કાયની હોતની.14૧૪.ઈસુએ તીયાણે કય કા, હવેથી કદી કોઈ તોરે પાહીથી ફળ ની ખાય ને તીયાણે શિષ્યોહિય તી ઉનાય.15૧૫.તે યરુશાલેમમાં આવા, તીયા તે ભક્તિસ્થાનમાં ગયા., તીયામાંથી વેચનારાહાય ને ખરીદનારાહાય નાહાડી મૂકણે16૧૬.ને કોઈણે ફણ ભક્તિસ્થાનમાં માલસામાનનાવા દેદો કાયની.17૧૭.તીણાહાય બોધ કરતા કય કા, 'કાજા એહ નખીન કાયની હા કા, મારે ખર બધા દેશહીય હારુ પ્રાર્થનાણે ખર કવાય? ફણ તુમે તે તીયાણે લૂંટારાહાય કોતર કદ હા. '18૧૮.મુખ્ય યાજકોહીય ને શાસ્ત્રીહીય તી ઉનાય ને ઈસુણે કેવી રીતે મારી નાખવાણો તીયા વિશે તક હેદણે લાગા., કેહ કા તે બીય ગના હોતના, કારણ કા બદે ઉપદેશથી નવાય પામીને હોતને.19૧૯.રોજે હાંજે તે હેરાની બાર જાતના.20૨૦.તીણાહાય સવારના અંજીરીને પાહાય હોયને જાતા તીયાણે મૂળમાંથી ઉખાયની દેખી.21૨૧.પિતરે યાદ કરીને ઈસુણે કય કા, 'ગુરુજી, હેદા, જે અંજીરીણે તુંયે શ્રાપ આપીનો હોતનો તે ઉખાય ગોય હાશે.'22૨૨.ઈસુએ તીણાહાય કય કા, 'ઈશ્વર પાર વિશ્વાસ રાખા. "23૨૩.કેહ કા હાય તુમાહાય નિશ્ચય કતો હામ કા, 'જો કોઈ ઇયા પર્વતણે કતો હા કા ખહી જા ને સમુદ્રમાં પડ, ને પોતાણે હૃદયમાં વેમ ની રાખતા વિશ્વાસ રાખીને, હાય જે કતો હામ તેહ હોવી, ને તી તીયા માટે હોવી.24૨૪.હિયા માટે હાય તુમાહાય કતો હામ કા, જી અંજીરી તુમે પ્રાર્થનામાં માંગતે હા, તી આમાહાય મિલ્ય હા હેવો વિશ્વાસ રાખા, તીયા તી તુમાહાય મીલી.25૨૫.જ્યાં તુમે ઉભે રાખીને પ્રાર્થના કરતે હાશે, તીયા જો કોઈ તુમારે અપરાધી હોય તે તીયાણે માફ કરા, હિયા માટે કા તુમારે અપરાધ તુમાહાય માફ કરે.26૨૬.ફણ જો તુમે માફ ની કરાત, તો સ્વર્ગમાંણા તુમારે પિતા ફણ તુમારે અપરાધ માફ ની કરે.27૨૭.ફૂટી પાછા તે યરુશાલેમમાં આવા, ને ઈસુ ભક્તિસ્થાનમાં ફીરતોનો, તીયા મુખ્ય યાજક, શાસ્ત્રીઓ ને વડીલો તીયાણે પાહાય આવા.28૨૮.તીણાહાય ઈસુણે પૂછય કા, 'કાણા અધિકારથી તું ઈ કામ કરતો હાસે, અથવા 'કીડે તુને ઈ કામ કરને અધિકાર આપ્યો હાશે? '29૨૯.ઈસુએ તીણાહાય કય કા, 'હાય એક વાત તુમાહાય પૂછતો હામ ને જો તુમે માને જવાબ આપહા, તો કાણા અધિકારથી હાય ઈ કામ કરતો હામ તી હાય તુમાહાય કહય.30૩૦.યોહાનણે બાપ્તિસ્મા સ્વર્ગથી હોતન કા માણાહાથી? માને જવાબ આપા. '31૩૧.તીણાહાય પરસ્પર વિચારીને કય કા, જો કતા હા કા, સ્વર્ગથી, તો તે કતા કા, તીયા તુમે તીયા પાર વિશ્વાસ કેહ ની કદો?32૩૨.ને જો ક્જે કા માણહાથી, તીયા તે બધાહાથી ખાબરાયા, કેહ કા યોહાનણે નક્કી પ્રબોધક માનતે હાશે.33૩૩.તીણાહાય જવાબ આપ્યો કા, 'આમે જાણતા કાયની. ઈસુએ તીણાહાય કય કા, 'કાણા અધિકારથી હાય ઈ કામ કરતો હામ તી હાય બી તુમાહાય કવાણો કાયની. '
1૧. ઇસુ બદાહાય દ્રષ્ટાતોમાં કણે લાગો કા , એક માણાહાયે દ્રાક્ષવાડી રોપી, તિયાણે ચારેપાહિ વાળ કદી દ્રાક્ષરસણો ફુંડો ખોડયો, બુરજ બાધીયો ને ખેળતણે ગણા તે આપીને બારદેહે ગો. 2૨. સીજને તીયે ખેળતણે પાહિ નોકાર મોકીનીયો, કા તીયા ખેળતણે પાહિથી દ્રાક્ષવાડીણા ફળનો ભાગ નેઇ. 3૩. ફણ બધાહાય તિયાણે ઘરીને લીધો ને ખાલીહાથે પાછો મોકીનીયો4૪. પાછો તીયે, બીજા નોકાર તીહીણે પાહિ મોકીનિયો, બધાહાય તિયાણે માય ફોળી નાક્સ ને તિયાણે ધિક્કારીને થગડી મોકીયો 5૫. તીયે બીજો નોકાર મોકીનિયો ને બધાહાય તિયાણે મારી નાખીયો ફૂટી બીજા ઘણાં નોકાર મોકીનીયા તિણાહાય થોળાકહી કોરડાહાયથી લેધા ને થોળાકહી મારી નાખીયા.6૬. હવે છેન્નો માલિકણો વ્હાલો દિખરો બાકી રયનો હોતનો માલિકે છેન્નો તિયાણે તીહીણે પાહિ એહે વિચારીને મોકીનીયો કા. બધાં મારે દિખરાણે માન રાખી."7૭. ફણ તે ખેળતાહાય હમજો કદો કય કા હો તે વારસદાર હા ચાલા તિયાણે મારી નાખતા કા વારસો આપળે હોય જાય.8૮. બધાંહાય તિયાણે ધરીને મારી નાખીયો ને દ્રાક્ષવાળીમાથો બાયરે ઉડાળી નાખશો.9૯. હિયા ફુટી દ્રાક્ષવાળીણો માલિક કાજા કરી? હવે તો પોતે આવી ખેળતાહાય નાશ કરને, ને દ્રાક્ષવાળી બીજાહાય આપી.10૧૦. કાજા તુમાહાય શાસ્ત્રવચન કઈની વાચિય કા, જીયા પથરાણે નકાર બાંધનારાહાય કદનો. આપળે ખૂણાણો મુખ્ય પથરો હોવો.11૧૧. ઈ કામ પ્રભુયે કદ હા, આપળે નજરમાં તી અદ્ભુત હા!12૧૨. બદાહાય ઇસુણે ધરવાણે શોધ કહી. ફણ બધા નોકાથી ગભરાયા , કેહે કા બધા હમજીયા કા તિયે તીણાહાય પાર ઇ દ્રષ્ટાત કયન હોત ન ને બધા તિયાણે મુકીને નાહી ગયા.13૧૩. બધાહાય ઇસુણો પાહિ થોળક ફેરોશીહાય ફૂટી હેરોદીહીય મોકીનીયા હા કા બધા વાતમાં તિયાણે ફસાવે. 14૧૪. બધાં આવીને તિયાણે કહતા હા કા ' ઉપદેશક ' આમે જાણતા હા કા તું હાચો હા ને પક્ષપાત કરતો કાયની કેહે કા માણાહાય શરમ તું રાખતો કાઇની ફણ હાચાયી ઇશ્વરનો રસ્તો ઇખીવતો હા કાઈસાર રાજાણે વેરો આપવો હાર હા કા કાઈની? 15૧૫. આપાય કા ની આપાય ? ફણ ઈસુએ તિયાણે ઢોગ જાણીને તિણાહાય કય કા તુમે મારે પરીક્ષા કરતાં હા ?16૧૬. બધાં નાવા તો તિણાહાય કતો હા કા હિનાર પાર છાય ને લેખ કીડાણે હા? તિણાહાય તિયાણે કય કા ' કાયસારના ." 17૧૭. ઈસુએ જવાબ આપતા તિણાહાય કય કા જી કાયસારના હા કાયસારને જી ઇશ્વરના હા તી ઇશ્વરને ભરી આપા." ને બધા તીયાથી વધારે ચકિત હોવા.18૧૮. સદુકીઓ જે ક્તા હા કા પુનસ્થાન કાઈની હા બધા તિયાણે પાહે આવા ને તિણાહાય ઈસુને પુછય કા19૧૯. ઉપદેશ મુસાએ આમાંરે હારું લખીય હા કા જો કોઇણે ફાહા પત્નીણે મૂકીને નિ: સંતાન મરી જાય તે તિયાણે ફાહા તિયાણે પત્નીણે રાખે ને પોતાણા ફહાણે હારું નીચકે પેદા કરે.20૨૦. હવે હાત ફાહા હોતના. પેલો પત્ની હારી વેવાં કરીને નીચકા વગર મરી ગો21૨૧. ફટી બીજાએ તિયેણે રાખી, ને તો મરી ગયો. તો ફણ કાંઈ નિચકે મુકી ગો કાઈની ને હિયા કાણી ત્રીજાણે હોવે22૨૨. ને હાતે નિચકા વગાર મરી ગયા, છેને સ્ત્રી ફણ મરી ગોઈ.23૨૩. હવે મરણોત્યાનમાં તે તિયણેમાણાહાય કીડાણે પત્ની હોય ? કેહે કા હાતો જણાહાય તે પત્ની હોવાની હોતની."24૨૪. ઈસુએ તીણાહાય કય કા, કાજા તુમે હિયે કારણથી ભૂલ કાઈની કરતા કા તુમે પવિત્રશાસ્ત્ર ને ઇશ્વરણે પરાક્રમ જાણતા કઈની ?25૨૫. કેહે કા મરીનામાંથી ઉઠનારે વેવા કરતે કા કરાવતે કાઈની ફણ બધે સ્વર્ગમાણા દૂતો જેવા ગણાતા હા.26૨૬. ફણ મરી ગને નોકે પાછે ઉઠતે હા તીયા સંબધી કાજા તુંમે મુસાણે પુસ્તકમાં. ઝાડી વિષણે પ્રકરણમાં કાઈની વાચ્ય હા. ઇશ્વરે તિયાણે એહે કય કા હાય ઈબ્રાહિમણે ઇશ્વરને ઈસહાકણે ઇશ્વરને યાકૂબણે ઇશ્વર હામ.27૨૭. તી મરી ગનામાણે ઇશ્વર કાઈની હા, ફણ જીવતાંમાણે ઇશ્વર હા. તુમે મોટી ભૂલ કરતા હા."28૨૮. શાસ્ત્રીઓમાંણા એકે પાહિ આવીને બધાહાય વાત ઉનાય. ને ઈસુએ બધાહાય હારો જવાબ આપીયો હા એહે જાણીને તિયાણે પૂછય કા ' બધી આજ્ઞાઓમા મુખ્ય કાણી હા?"29૨૯. ઈસુએ તિયાણે જવાબ આપીયો કા પેલી એ હા કા ઓ ઇઝરાયલ ઉના પ્રભુ આપણે ઇશ્વર તો એક જ હા.30૩૦. તોરે પૂરા હદથી, તોરે પૂરા જીવથી તોરે પૂરા મનથી ને તોરે પુરા સામર્થ્યથી પ્રભુ તોરે ઇશ્વર પાર તુ પ્રેમ કર.31૩૧. ને બીજા આજ્ઞા એ હા કા જેહે તું તોરે પોતાણે પાર પ્રેમ કરતો હા તેહે તોરે પડોશી પાર ફણ પ્રેમ કર તીયેણે કરતાં બીજાં કોઈ મોટી આજ્ઞા કાઈની "32૩૨. શાસ્ત્રીએ તીયાણે કય કા ' સરસ, ઉપદેશ, તુમાહાય હાય કય હા કા તે એકુજ હા ને તીયા વગર બીજે કોઈ કાઈની.33૩૩. ને પૂરા હદયથી. પૂરી સમજણથી, પૂરા સામર્થ્ય થી તીયેણ પાર પ્રેમ રાખ્યો. ફૂટી પોતાણા પાર તેવો પોતાણા પડોશી પાર પ્રેમ રાખવો તે બધી આજ્ઞાઓ દહનાપર્ણો ફૂટી બલિદાન કરતાં અધિક હા."34૩૪.તીયે ડહાપણથી જવાબ આપીઓ હા, હિ હેદીને ઈસુએ તિયાણે કય કા. ' તુ ઇશ્વરના રાજ્યથી આગે કાઈની" ત્યાર ફૂટી કોઈએ તિયાણે પૂછવાની હિંમત કદી કાઈની.35૩૫. ભક્તિસભામાં બોધ કરતાં ઈસુએ કય કા શાસ્ત્રીઓ કેહે કહતા હા કા ખિસ્તી દાઉદણો દિખરો હા?36૩૬. કેહે કા દાઉદે પોતે પવિત્રઆત્માંથી કય કા પ્રભુએ મારે પ્રભુણે કય કા તોરે શત્રુઓને હાય તારું પાયાસન કર તીયા હુંધી મારે જમણે હાથે બેહે.37૩૭. દાઉદ પોતે તિયાણે પ્રભુ કહતો હા, તો તે તિયાણે દિકરો કેવી રીતે હોવે? બધાં નોકહાય ખુશીથી તિયાણે ઉનાય38૩૮. ઈસુએ બોધ કરતાં તિણાહાય કય કા શાસ્ત્રીઓથી સાવધાન રયા? બધા ઝભ્ભા પેહરીને ફિરવાણ ચોકમાં સલામો39૩૯. સભાસ્થાનોમાં મુખ્ય આસનો ફૂટી જમણવાર મા મુખ્ય જગ્યા હેદતા હા??40૪૦. બધાં વિધવાઓની મિલકત પળાવી નેહિ હા ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરતાં હા બધાં વિશેષ શિક્ષા ભોગવી ".41૪૧. ઈસુએ દાનપેટીણે આગલ બેહીને નોકે પેટીમાં પહા કેવી રીતે નાખતે હા, તી દેખશ ને ઘણાં શ્રીમંતો તીયામા વધારે નાખતાં હોતના42૪૨. એક ગરીબ વિધવાએ આવીને તીયામા બે નાના સિક્કા નાખશા.43૪૩. ઈસુએ પોતાણે શિષ્યોણે પાહિ આવીને તિણાહાય કય કા હાય તુમાહાય નિસ્વે કય હા કા ગરીબ વિધવાએ તે બધાં કરતાં વધારે દાન આપય હા44૪૪. કેહે કા એ બધાય પોતાણી જરૂરિયાત કરતાં વધારે હોતન તીયામાથી દાન પેટીમા કાઈક આપીય હા, ફણ તીયે પોતાણી તંગીમાંથી પોતાણી જી હોતન તી બધ જ આપી દેહ હા "".
1૧. ઇસુ ભક્તિસભામાંથી બાયરી જાતો હા તીયા તિયાણે એક શિષ્યાએ તિયાણે કતો હા કા ઉપદેશ હેદ કેવા પથરા ફટી કેવા બાધકામે! 2૨. ઈસુએ તિયાણે કય કા, કાજા તું હિ મોટે બાંધકામે હેદતો હા? પાળી ની નંખાય હેવે એક ફણ પથરા બીજા પાર ઈયે રવા દેવાય ની ""3૩. જેતુનણા ડોગરા પાર મંદિરને હામે તે બેહતા હા, તીયા પિતર, યાકુબ, યોહાને ફટી, આનિદ્રીયાએ તિયાણે એખનાણે પૂછય.4૪. આમાંહાય ઈ કીયા હોવી ? જી તી બધ પુર હોવાણે હા તીયા કાઆણ ચિન્હ હોવે?5૫. ઇસુ તિણાહાય કઅણે લાગે કા કોઈ તુમાહાયભૂલમાં ની નાખે માટે સાવધાન રયા6૬. બધાં મારે નામે આવીને કઈ કા , તો હાય હામ ને બધાહાય અવલે રસ્તે નેય જા7૭. ફણ જિયા યુદ્ધ વિષે ફરી યુદ્ધ અફવા વિષે તુમે ઉનાત. તીયા ઘાબરાતે નખા એહે હોવો જ જોજે ફણ તળેથી હેળો ની આવે. 8૮. કેહે કા માણાહા માણેહે વિરૂદ્ધ ફટી રાજ્ય રાજ્યણે વિરૂદ્ધ ઉઠી. જગ્યા જગ્યાએ ધરતીકંપ હોવી ને દુકાલ પળી. હિ તે મહાદુઃખ ને શરુઆત હા.9૯. ફણ પોતાણે વિષે સાવધાન રયા,કેહે કા બધા તુમાહાય ન્યાયસભાઓણે હોપી. સભાસ્થાનોમાં તુમાહાય કોરડાણા માર ખાય ને તુમાહાય મારે નેદે અધિકારીઓ ફરી રાજાઓ આગાલ તીયેણે હારું સાક્ષી હોણે હારું ઉભે કરવામાં આવી.10૧૦.ફણ પેલા સર્વદેશોમાં સુવાર્તા પ્રગટ હોવી જોજે.11૧૧. જીયા બધા તિયાણે ધરપકડ કરી. તીયા કાજા બોનવાણ તીયા વિષે આગલથી ચિંતા નખે કરતાં. ફણ તીયા વેલા તુમાહાય જી આપવામાં આવી તીયા પ્રમાણે બોનજા. કેહે કા બોતાર તે તુમે કાઈની ફાં પવિત્રઆત્મા હોય.12૧૨. ફાઆહ ફાઆહણે ફટી, આહથા નીચકાણે મરણદેડણે હારું ધરાવી. નીચકે મા, બાપણે હામે ઉઠી ને તિણાહાય મારી નાખાવી.13૧૩. મારે નામણે નેદે બધે તુમારે દ્રેષ કરી. ફણ જી અંત હુધી ટકી તી જ ઉદ્ધાર પામી.14૧૪. ફણ જીયા તુમે પાયમાતીણે ધિકારપામતા જ્યાં ઘટિત કાંઈની તીયા ભક્તિસભામાં ઊબીને દેખા, જી વાંચી હા તિયે હમજીવાણ તિયા જે યહુદિયામાં હોય તેઓ ડોગળામા નાહિ જાય. 15૧૫. અગાશી પાર હોય તી ઉતરીને ઘરમાંથી કાંઈ નેણે હારું, અંદર ની જાય. 16૧૬. ને જી ખેતામા હોય તી પોતાણે નુગળે નેણે પાછો ની આવે.17૧૭. તેવા દિહામાં જેઓ સગર્ભા હોય ને થાવળાવ ઠરાવતી હોય તિણાહાય અફસોસ હા.18૧૮. તુમારે નાહવાણ હિયાલામાં ની હોવે માટે પ્રાર્થના કરા ;19૧૯. કેહે કા તીયા દિહામાં એવી વિપત્તિ હોવી, તેવી વિપત્તિ ઇશ્વરે સર્જેલી સૃષ્ટિના શરુઆતથી આજ હુંધી હોવે કાંઈની ને હોવી ફણ ની.20૨૦. જો પ્રભુએ તે દિહાયામા ઓછા કર્યા ની હોતે તો કોઇ માહણુ ની બચતે, ફણ જેણાહાય તીયે પસંદ કદે તીયેણે મારે તીયે દિહણે ટૂંકા કદા હા.21૨૧.તીયા વેલા જો કોઇ તુમાહાય કય કા હેદા , ઇયે ખ્રિસ્ત હા, કા હેદા તો તીયા હા, તી માનતા નખા. 22૨૨. કેહે કા નકલી ખ્રિસ્તો ફૂટી જુઠા પ્રબોધકો ઉઠી. બધાં ચમત્કારિક ફૂટી આશ્ચર્યકર્મો કરી દેખાડી, હિયા માટે કા, જેહ બની શકે તેહ, તે પસંદ કરીનાહાય ફણ છેતરી. 23૨૩. તુમે સાવધાન રયા, હેદા, મયે તુમાહાય બધ આગાલથી કય હાશે,24૨૪. ફણ તે દિહામાં, હે વિપત્તિ ફૂટી, સૂર્ય અંધકારરૂપ હોય જાય, ને ચંદ્ર પોતાણે હુજાલ ની આપે,25૨૫. આકાશણે તારા ખરને લાગી, ને આકાશમાણા પરાક્રમ હાનીવાય,26૨૬. ત્યાં તે માણસને દીખરાહને ભરપૂર પરાક્રમ ને મહિમાસહિત વાદલાંહમાં આવતો હેદુહ,27૨૭. ત્યાં તે પોતાણે સ્વર્ગદૂતોહિય મોકનીને પૃથ્વીણે છેડાથી આકાશણે છેડા હુદી , ચારે દિશાથી પોતાણે પસંદ કરીનાહાય એકઠે કરી.28૨૮. હવે અંજીરી પારથી તિયાણે દ્રષ્ટાંત હિખા; જ્યા તો ડાલ કુમલ જ હોય ને પાદડે ફૂટી નિકિલતે હાશે, ત્યાં તુમે જાણાહ કા ઉનાલો પાહાય હાશે.29૨૯. તેહે જ તુમે ફણ જ્યા ઈ બદ હોતા દેખાહા , ત્યાં તુમારે જાણવ કા , ખ્રિસ્ત પાહાય એટલે બારા આગાલ જ હાશે.30૩૦. હાય તુમાહાય નિશ્ચે કતો હામ કા ઇ બદ પુર હોવે ત્યાં હુદી એ પેઢી મરણ ની પામે.31૩૧. આકાશને પૃથ્વી નાશ પામી, ફણ મારે વાત પૂરી હોયા વગર ની રય.32૩૨. ફણ તે દિહામા ને તે ઘડી સંબંધિ પિતા વગર કોઇ જાણતો કાયની, આકાશમાણા સ્વર્ગદુત કાયની ને દિખરોહ ફણ કાયની33૩૩. સાવધાન રયા , જાગતે રયને પ્રાર્થના કરા; કેહે કા હો સમય ક્યાં આવી તી તુમે જાણતે કાયની.34૩૪. તી ઈ પ્રમાણે હાશે કા કોઈ પરદેશમાં મુસાફરી કરનારો માણહુ પોતાણે ખર છોડીને ચાકરીહિય અધિકાર આપીને ,, એટલે બધાંહાય પોતપોતાણે કામ હોપીને, દરવાનને ફણ જાગતો રવાણી આજ્ઞા આપી હોય.35૩૫. માટે તુમે જાગતે રયા ; કેહે કા તુમે જાણતે કયની કા ખરનો માલિક કયા આવી, હોતો, મધરાતે, મરઘો બોની તી વખાતે કા હવારે!!36૩૬. એહ ની હોવે કા તો અચાનક આવીને તુમાહાય હુવતા દેખે.37૩૭. ને જેહ હાય તુમાહાય કતો હામ તે બદાહાય કતો હામ કા, ' જાગતે રયા"".લાગા.તીણાહાય નાણાવટીહીય બાજઠ ને કબૂતર વેચનારાહાય આસન ઉંધે વાલ્યે.
1૧.હવે બે દિહી ફૂટી પાસ્ખા ને બેખમીર રોટલીણે તહેવાર હોતનોને કેવી રીતે ઈસુણે દગાથી થરીને મારી નાખવા વિષે મુખ્ય યાજક ને શાસ્ત્રીહીય હેદતાના,2૨.તીણાહાય કય કા,'પર્વમાં કાયની કેહે કા કદાચ તીયે બદાહામા 'હુલ્લડ હોવે.'3૩.જ્યા ઈસુ બેથેનિયામા સિમોન કુષ્ટ રોગીણે ઘરમાં હોતનો ને ખાણે બેઠનો હોતનો,ત્યા એક સ્ત્રી શુદ્ધ જટામાંસીણે અતિ મૂલ્યવાન અત્તર ભરીની સંગેમરમરની ડબ્બી નેઈને આવી,ને હે ડબ્બી ભાંગીને તીયે ઈસુણે માથા પાર અત્તર રેડય.4૪.ફણ કતરાક પોતાણે મનમાં રોષે ફરાયને કણે લાગે કા,'અત્તરને બગાડ કાજા ખરને કદો ?5૫.કેહે કા અત્તર તીનસો દિનાર કરતાં વદારે કિંમત વેચી હખાય,ને હે પૈસા ગરીબીહીય આપાય 'તીણાહાય તીયા વિરુદ્ધ કચકચ કદી.6૬.ફણ ઈસુએ તીણાહાય કય કા,'તીયાણે રવા દીયા ;તીયાણે કેહે સતાવતા હાશે ?તીયે મારા પ્રત્યે હાર કામ કદ હાશે.7૭.કેહે કા ગરીબ સદા તુમારે હારી હાશે ;જ્યા તુમે ચાહા ત્યા તીયણે ફલ કરી હખાહ ;ફણ હાય સદા તુમારે હારી કાયની હામ.8૮.જી તીયાથી બની હખ્ય તી તીયે કદ હાશે ;દફનને હારૂ આગાલથી તીયે મારા શરીર પાર અત્તર લાગીવ્ય હાશે.9૯.વલી હાય તુમાહાય નિશ્વે કતો હામ કા,આખી દુનિયામાં,જયે બી સુવાર્તા પ્રગટ કરાયતીયે હે સ્ત્રીયેજ સેવા કદી હાશે તે તીયણે યાદગીરીને અર્થે કવામાં આવી.10૧૦.બારમાણો એક,એટલે યહૂદા ઇશ્કરિયોત,મુખ્ય યાજકોણે પાહાય ગો,હીયા માટે કા તે ઈસુણે ધરપકડ કરીને તીણાહાય હાથમાં હોયણે હારૂ.11૧૧.તે તી ઉનાયને ખુશ હોવા,ને તીયાણે પૈસા આપવાણ વચન આપીય.ત્યારથી તે ઈસુણે ધરપકડ કરવાની તક હેદતો રયો.12૧૨.બેખમીર રોટલીણે પર્વણે પેલે દિહી,જ્યા બદે પાસ્ખાણે બલિદાન કરતેને,ત્યા ઈસુણે શિષ્યો તીણાહાય પૂછતો હા કા,'તુમે પાસ્ખા ખાણે હારૂ આમે કા જાયને તીયારી કરજે,હીયા વિષે તુમારે કાજા ઈચ્છા હાશે ?'13૧૩.ઈસુએ પોતાણે શિષ્યોમાણા બે શિષ્યોહીય મોકીન્યા ને તીણાહાય કય કા,"હેરામાં જાયા,પાણીનો ખડો નેઈને જાતા એક માણહું તુમાહાય મીલી ;તીયાણે પાછાલ જાજા."14૧૪.ને જે ખરમાં તે જાય તીયાણે માલિકણે પૂછજા કા,'ઉપદેશક કતો હાશે કા,મારે ઉતીરવાનો ઓરડો કા હાશે.કા,જીયામાં હાય મારે શિષ્યો હારી પાસ્ખા ખામ ?'15૧૫.તે પોતે તુમાહાય એક મેડી શણગારેલી ને તીયાર કારીની દેખાડી,તીયે આપડે હારૂ પાસ્ખા તીયાર કરી.'16૧૬.શિષ્યો હેરામાં આવા ને જેવ ઈસુએ તીણાહાય કયન હોતન તેહે તીણાહાય મીલ્ય ;ને તીણાહાય પાસ્ખા તીયાર કદ,17૧૭.હાન્ત હોવ તીયા બાર શિષ્યો હારી તે આવા.18૧૮.ને તે બેહીને ખાતના ત્યા ઈસુએ કય કા,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા,તુમારેમાણો એક,જો મારે હારી ખાતો હાશે,તો મારે ધરપકડ કરાવી.'19૧૯.તે દુઃખી હોય ગયા ;ને એક ફૂટી એક ઈસુણે કણે લાગા કા,"કાજા તો હાય હામ " ?20૨૦.તીયાયે તીણાહાય કય કા,'બારમાણો એક,જો મારે હારી ઠાલામા રોટલો બોલતો હાશે તો જ તો હાશે.21૨૧.કેહે કા માણસના દીકરા સબંધી જેહે નખ્ય હાશે તેહ તો જાતો હાશે ખરો ;ફણ જો માણસના દીકરાહને ધરપકડ કરાવતો હાશે,તે માણસને અફસોસ,જો તો માણસ જન્મ્યો ની હોત,તો તી તીયાણે માટે હાર હોતન.'22૨૨.તે ખાતના ત્યાં ઈસુએ રોટની હાથમાં નેઈને આશીર્વાદ માગીને ફાંગીને તીણાહાય આપી,ને કય કા 'નેયા,ઈ મારે શરીર હાશે.'23૨૩.પ્યાલો નેઈને ને સ્તુતિ કરીને તીયાયે તીણાહાય આપ્યો,ને બદાહાય તીયામાંથી પીદ,24૨૪.ઈસુએ તીણાહાય કય કા,નવા કરારને ઈ મારે રક્ત હાશે,જી ઘણાં બદાહાય માટે વહેવડાવામાં આવ હાશે,25૨૫.હાય તુમાહાય નિશ્ચે કતો હામ કા,જે દિહી હાય ઈશ્વરને રાજ્યમા નવો દ્રાક્ષારસ ની પીમ,તે દિહી હુદી હાય પાછો દ્રાક્ષણે રસ પીવાણો કાઈની.26૨૬.તીણાહાય ગીત ગાયને ફૂટી જૈતુનણે ડોગરાહ પાર ગયા.27૨૭.ઈસુએ તીણાહાય કય કા,'તુમે બદે મારેથી દૂર હોય જાહા,કેહ કા નખીન હાશે કા,હાય પાળકને મારીહ ને ઘેટે વિખેરાઈ જાય,28૨૮.ફણ મારે પાછા ઉઠ્યા ફૂટી હાય તુમારે પેલા ગાલીલમાં જાહાય,29૨૯.ફણ પિતરે ઈસુણે કય કા,'જો બદે તુને તજી દેય,તો બી હાય તોરેથી દૂર ની રમ,30૩૦.ઈસુ તીયાણે કતો હા કા,''હાય તુને નિશ્વે કતો હામ કા,આજે રાતીણો કૂકડો બે વાર બોન્યા પેલા તુ મારે તીન વાર નકાર કરેહ,31૩૧.ફણ તીયે વધારે હિંમતથી કય કા,'મારે તુમારે હારી મરવા પડી,તો બી હાય તુમારે નકાર ની કર,બીજા બદાહાય બી તેહે જ કય,'32૩૨.તીણાહાય ગેથસેમાણે નામે એક જાગ્યાએ આવતો હાશે ;ઈસુ પોતાણે શિષ્યોહીય કતો હાશે કા 'હાય પ્રાર્થના કર,ત્યાં હુદી ઇયે બેહા.'33૩૩.ઈસુ પોતાણે હારી પિતરણે,યાકુબણે ને યોહાનને નેય ગો ને ઈસુ બો આકલાણે ને ઉદાસ હોણે લાગો,34૩૪.ઈસુ તીણાહાય કતો હાશે કા,'મારે જીવ મરને હારૂ બોજ શોકાતુર હાશે ;ઈયે રયને જાગતે રયા.'35૩૫.તીણાહાય થોડેક આગાલ જાયને જમીન પાર પડીને પ્રાર્થના કદી કા,શક્ય હોય તે ઈયા ક્ષણને મારાથી દૂર કર.'36૩૬.તીયાયે કય કા,'અબ્બા પિતા,તુને બદ શક્ય હાશે,'ઓ પ્યાલો મારેથી દૂર કરા,તો બી મારે ઈચ્છા પ્રમાણે કાયની,ફણ તુમારે ઈચ્છા પ્રમાણે હોય,37૩૭.ઈસુ પાછો આવતો હાશે,ને તીણાહાય હુવતા દેખતો હાશે ને પિતરને કતો હાશે કા,'સિમોન તુ ઉંઘતો હા ? શું એક ઘડી હુદી તું જાગતો ની રય શકે કા ?38૩૮.જાગતે રયા ને પ્રાર્થના કરા,કા તુમે પરીક્ષણમા ની પડા ;આત્મા તત્પર હાશે ખરો,ફણ શરીર નિર્બળ હાશે,39૩૯.પાછો તીણાહાય જાયને હે જ શબ્દો બોનીને પ્રાર્થના કદી.40૪૦.ફૂટી પાછા આવીને ઈસુણે તીણાહાય હુવતા દેખ્યા ;તીણાહાય ડોલા ઉંઘથી ખણાં ફારી હોતના ;ને તીયાણે કાજા જવાબ આપવો તી તીણાહાય હમજાતન કાયની.41૪૧.ઈસુ ત્રીજી વાર આવીને તીણાહાય કતો હાશે કા,'કેહે તુમે આજુ ઉંઘ્યાં જ કરતાં હાશે ને આરામ નેતા હાશે ? બો હોય ગ.42૪૨.ઉઠા,આપડે જાતા,હેદા માને જો થરાવનારો હાશે તો આવી ચુક્યો હાશે,43૪૩.તરાત,તે આજુ બોનતાના હતરામા બારમાણો એક એટલે યહૂદા ને તીયા હારી મુખ્ય યાજકો શાસ્ત્રીઓને વડીલોહી મોકનીના ઘણાં બદા તલવારો ને નાકડીયો નેયને ઈસુણે પાહાય આવા,44૪૪.હવે ઈસુણે ધરપકડ કરનારાહાય તીણાહાય એવી નિશાની આપીની કા,'જીયાણે હાય ચુંબન કરીહ તો જ તો હાશે,તીયાણે થરજા ને ચોક્સાયથી નેય જાજા,45૪૫.ઈસુ આવોને તરત તીયાણે પાહાય જાયને યહૂદા કતો હારો કા,' ગુરુજી,ને તીયે તીયાણે ચુંબન કદ,46૪૬.ત્યાં તીયાયે ઈસુણે થરી નેદો,47૪૭.ફણ પાહાય ઊભા રનારાહાયમાણા એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકણે ચાકરને મારી ને તીયાણે કાન કાપી નાંખ્યો,48૪૮.ઈસુએ તિણાહાય કય કા, 'જેહે ચોરને થરતે હામ તેહ તુમે તલવાર ને નાકડે નેયને માને થરને આવા હાશે કા?49૪૯.હાય રોજે તુમારે પાહાય ભક્તિસ્થાનમાં બોધ કરતો હામ,તીયા તુમાહાય માને થરયો કાયની, ફણશાસ્ત્રવચન પૂર હોવે,માટે તેહ હોતે હાશે.50૫૦.બદે ઈસુણે મૂકીને નાહાય છૂટીયા.51૫૧.એક જુવાન જીયે પોતાણે ઉઘાડા અંગ પાર શણને નુગડે પાગરીને હોતન તો તીયા પાછલા આવતોનો,ને તિણાહાય તીયાણે થરીયો. 52૫૨.ફણ તો નુગડે મૂકીને તો તીયણે પાહાયથી ઉઘાડા શરીરે નાહાય છૂટીયો.53૫૩.તે ઈસુણે પ્રમુખ યાજક પાહાય નેય ગયા;ને બદાં મુખ્ય યાજકો,વડીલો ને શાસ્ત્રી તીયણે હારી ફેગા હોવા,54૫૪.પિતર ખણે આગેથી તીયાણે પાછાલ ચાન્યો ને છેક પ્રમુખ યાજકણે ચોકણે અંદાર આવો,ને ચોકીદારને હારી બેહીને અંગારાણે તાપણી મા તો તાપતોનો.55૫૫.હવે મુખ્ય યાજકણે ને આખી ન્યાયસભાએ ઈસુણે મારી નાખાવણે હારૂ તીયાણે વિરુદ્ધ સાક્ષી હોદજો,ફણ તે તીણાહાય જડી કાયની.56૫૬.કેહે કા ઘણાહાય તીયાણે વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરી ; ફણ તીયાણે સાક્ષી મીલતી આવતી કાયની,57૫૭.કાતરાંકહીય ઊભા રયને તીયાણે વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કય કા,58૫૮.આમાહાય તીયાણે એહ કતાં ઉનાયો હાશે કા 'હાથે બનાવીના ઈયા મંદિરને હાય પાડી નાખીહ ને તીન દિહામાં વગર હાથે બનાવીન હોય એવ ભક્તિસ્થાન બાદીહ.'59૫૯.હે વાતમાં બી તે સહમત કાયની હોતના,60૬૦.પ્રમુખ યાજકે વચમાં ઊભા રયને ઈસુણે પૂછય કા, 'તોરે કાય જવાબ આપવાણો કાયની? તે તોરે વિરુદ્ધ એ કેવી સાક્ષી પૂરતા હાશે? '61૬૧.ફણ ઈસુ ચૂપ રયો,તીયાયે કાય જવાબ આપ્યો કાયની,ફૂટી પ્રમુખ યાજકે તીયાણે પૂછય કા, 'કાજા તુ સ્તુતિમાનનો દીખરોહ ખ્રિસ્ત હાંશે?'62૬૨.ઈસુએ કય કા, 'હાય જ હાસે તુમાહાય માણસને દીખરાહને પરાક્રમણે જમણાં હાથ ફણી બેઠના ને આકાશના વાડલાહ પાર આવતાં દેખાહ,63૬૩.પ્રમુખ યાજકે પોતાણે નુગડે ફાડીને કય કા, 'હવે આપડાહાય બીજી સાક્ષીણે કાજા જરુર હાશે?64૬૪.તુમે ઈ દુર્ભાષણ ઉનાય હાશેકા,તુમાહાય કાજા નાગત હાશે?બદાહાયઈસુણે મૂત્યુ દંડને યોગ્ય ઠરાવ્યો.65૬૫.કાતરાકહીય તીયા પાર થુંકણે ને મોં ઠાકણે લાગા ને તીપણે મુક્કો મારીને તીયાણે કણે લગા કા, 'તું પ્રબોધક હાશેl તો ક્ય દેખા કા કીડે તુને ઠોક્યો?ને ચોકીદારીહીય તીયાણે તમાચો મારીને તીયાણે સકજામાં નેદો.66૬૬.હવે પિતર નીચે આંગણામાં હોતનો ત્યાં પ્રમુખ યાજકણે એક સેવિકા આવી,67૬૭.ને પિતરને તાપતો દેખીને તે કતી હાશે કા, 'તુ ફણ નાસરેથના ઈસુણે હારી હોતનો.'68૬૮.ફણ પિતરે ના કયને કય કા, 'તુ કાજા કતી હાશે તી હાય જાણતો ને તેહે જ હમીજતો બી કાયની ' તો બાયરે પરસાળમાં ગો ને કુંકડો બોન્યો.69૬૯.તે સેવિકા તીયાણે દેખીને પાહાય ઊભે રનારાહાય કણે લાગી કા, 'તે તીયાણેમાણો એક હાશે.'70૭૦.ફણ તીયે પાછ ના કય થોડીકવાર ફૂટી ત્યે ઊભી રાખીનાહાય પિતરને કય કા, 'ખરેખર તું તીયાણેમાંનો હાશે ; કેહ કા તું ગાલીલનો હાશે ;71૭૧.ફણ પિતર શાપ દેણે ને સમ ખાણે લાગો કા, 'જો માણસ વિષે તુમે કતે હાશે,તીયાણે હાય ઓલખીતો કાયની.72૭૨.તરાત કુકડો બીજી વાર બોન્યો;ને ઈસુએ પિતરને જે વાત કય હાશે કા કુકડો બે વાર બોની તીયા પેલા તીન વાર તું મારે નકાર કરહે, તી તીયાણે યાદ આવ ;ને તીયા પાર મન નાવીને તો બોજ રડ્યો
1૧.હુજાલ હોવન મુખ્ય યાજાકોહીય, વડીલો, શાસ્ત્રીઓ ને આખી આખી ન્યાયસભાએ હારી મીલીને કાવીતર ઘડય,ફૂટી તે ઈસુણે બાંધીને નેય ગયા ને પિલાતણે હોપી દેદો.2૨.પિલાતે ઈસુણે પૂછય કા,'તું યહૂદીઓણો રાજા હાશે ? તીયાયે જવાબ આપતા કય કા,'તું કતો હાશે કા તો જ હાય હામ.'3૩.મુખ્ય યાજકોએ તીયા પાર ખણા આક્ષેપ મુક્યા,4૪.પિલાતે પાછ તીયાણે પૂછતાં કય કા,'તું કાય જવાબ આપતો કાયની ? જો તે તોરે પાર કતરા બદા આક્ષેપ મુકતા હાશે ?5૫.ફણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો કાયની, એટલે પિલાતણે આશ્વર્ય હોવ.6૬.ઇયા પર્વમાં જો એક બંદીવાનને બદે માગાત તીયાણે તો છોડી દેતનો.7૭.કાતરાક દંગો કરનારાહાય હુલ્લડમાં ખૂન કદન તીણાહાય હારી કેદમાં પડીનો હેવો બરાબાસ નામણો એક માણસ હોતનો.8૮.બદે ઉપાર ચઢીને પિલાતણે વિનંતી કરને લાગા કા,'જેહ તુમે આમારે હારું દર વખતે કરતાના તીયા પ્રમાણે કરા.'9૯.પિલાતે તીણાહાય જવાબ આપતા કય કા,'તુમારે મરજી એવી હાશે કા, હાય તુમારે હારું યહૂદીયાણે રાજાણે મુક્ત કર ?'10૧૦.કેહ કા તો જાણતોનો કા મુખ્ય યાજકએ અદેખાયને નેદે તુમાહાય હોપી દેદના,11૧૧.ફણ મુખ્ય યાજકએ બદાહાય ઉશકેરીયે,ઇયા હારું કા ઈસુણે બદલે તે તીણાહાય માટે બારાબાસણે મુક્ત કરે,12૧૨.ફણ પિલાતે પાછ તીણાહાય કય કા,'જીયાણે તુમે યહૂદીયાણે રાજા કતા હાશે. તીયાણે હાય કાજા કર ?13૧૩.તીણાહાય પાછી બુમ પાડીને કય કા, "તીયાણે વધસ્તંભે જડાવા;"14૧૪.પિલાતે તીણાહાય કય કા,'કાજા ખરને ? તીયે કાજા ખરાબ વર્તન કદ હાશે ? ફણ તીણાહાય વધારે ઉંચા અવાજે કય કા, "ઈસુણે વધસ્તંભે જડાવા."15૧૫.ત્યાં પિલાતે બદાહાય રાજી કરને હારું બરાબાસને જાતો કદો,ને ઈસુણે કોરડા મારીને વધસ્તંભે જડણે હારું હોપ્યો,16૧૬.સિપાહીય ઈસુણે પ્રૈતોર્યુમ નામે કચેરીમાં નેય ગો ;ને તીણાહાય ચોકીદારહીય આખી ટુકડીણે હાદજા,17૧૭.તીણાહાય તીયાણે જાંબુડિયો ઝબ્બો પેરાવ્યો ને કાંટાણે મુગટ ગુથીને તીયણે માથા પાર મુક્યો.18૧૮.ને 'હે યહૂદીયાના રાજા, સલામ !' હે કયને મશ્કરીમાં તીયાણે નમસ્કાર કરને લાગા.19૧૯.તીણાહાય તીયાણે માથા પાર સોટી મારી ઈસુ પાર થુક્યા ને ઘૂંટણે ટેકીને તીયણે આગાલ નમ્યા.20૨૦.તીયાણે મસ્કરી કદા ફૂટી તીણાહાય તીયાણે શરીર પારથી જાંબુડીયો ઝબ્બો ઉતારીને નેદો ને તીયણે પોતાણે નુગડે તીયાણે પેરાવ્ય ફૂટી વધસ્તંભે જડણે હારું તીયાણે નેય જાવામાં આવો,21૨૧.સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરને ને રૂફસણે પિતા હોતનો,તો ખેતથી આવતા ત્યે હોયને જાતનો, તીયાણે પાહાય સિપાયહીય બળજબરીથી ઈસુણે વધસ્તંભ ઉંચકાવ્યો.22૨૨.ગલગથા નામણી જગ્યા, જીયાણે અર્થ 'ખોપરીની જગ્યા 'હાશે, ત્યે તો તીયાણે નાવો.23૨૩.તીણાહાય બોળ મિશ્રિત દ્રાક્ષારસ તીયાણે આપ્યો, ફણ ઈસુએ તી પીવાણી ના પાડી.24૨૪.સિપાઈઓએ ઈસુણે વધસ્તંભે જડ્યો ને તીયણેમાના પ્રત્યેક ઈસુણે નુગડાને કાણો ફાગ નેવણો, તી જાણને હારું ચિઠ્ઠી નાખી, તીણાહાય તીયાણે નુગડે અંદરોઅંદર વેચી નેદે.25૨૫.હવારમાં લગભગ નવ વાગે તીણાહાય ઈસુણે વધસ્તંભે જડ્યો,26૨૬.તીયા ઉપાર ઈસુણે એવ તહોમત નામ નખ્ય કા 'યહૂદીઓણે રાજા.'27૨૭.ઈસુણે હારી તીણાહાય બે ચોરીહીય વધસ્તંભે જડ્યા, એકણે તીયાણે જમણી બાજુને બીજાણે ડાબી બાજુ.28૨૮.તો અપરાધીઓમાં ગણાયો. "હેવ જી શાસ્ત્રવચન હોતન તી પૂર હોવ,29૨૯.પાહાય હોયને જાનારાહાય ઈસુણે અપમાન કદને માથ હાનીવતા કય કા,'વાહ રે ! મંદિરને પાડી નાખનાર ને તીયાણે તીન દિહામાં બાંધનાર. 30૩૦.તું પોતાણે બચાવ ને વધસ્તંભ પારથી ઉતરી આવ.31૩૧.હીયા જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરો અંદર શાસ્ત્રીઓ સહીત મશ્કરી કરીને કય કા 'તીયે બીજાહાય બચાવ્યે, ફણ પોતાણે બચાવી હખ્યો કાયની. 32૩૨.ઇઝરાયેલના રાજા, ખ્રિસ્ત, અમી જ વધસ્તંભ પારથી ઉતરી આવ, કા આમે તુને હેદીને વિશ્વાસ કરજે.'વલી જે ઈસુણે હારી વધસ્તંભે જડાયના હોતના તીણાહાય ફણ તીયાણે નિંદા કદી.33૩૩.બોપરેહ લગભગ બારથી તીન વાગ્યાં હુદી આખા દેહમાં અંધારપટ છવાય ગો.34૩૪.બોપરેહ લગભગ તીન વાગ્યે ઈસુએ મોટે અવાજે બુમ પાડી કા,'એલોઈ એલોઈ લમા શબકથની, એટલે, મારે ઈશ્વરે, તુયે માને કેહ મૂકી દીધો હાશે ?'35૩૫.જે પાહાય ઊભી રાખીના હોતના તીણાહાયમાના કાતરાકહીય ઉનાયને કય કા,'હેદા, તો એલીયાણે હાદતો હાશે.'36૩૬.એક માણહાયે દડીને સિરકામાં ભીગીની વાદળી નાકડાણે ટોચે બાંધીને તીયાણે ચુસણે આપીને કય કા,'રવા દે, આપડે હેદતા કા, એલીયા તીયાણે ઉતારને આવતો હા કા કાયની ?'37૩૭.ઈસુએ મોટી બુમ પાડીને જીવ છોડ્યો,38૩૮.મંદિરનો પડદો ઉપારથી નીચે હુદી ફાટીને તીયાણે બે ભાગ હોય ગયા.39૩૯.જે સુબેદાર તીયા હારી ઊભો રાખીનો હોતનો તીયે જ્યા હેદજ કા તીયાયે જીવ હેવી રીતે જીવ છોડ્યો, ત્યાં તીયે કય કા, ખરેખર ઓ મારે ઈશ્વરને દિખરોહ હોતનો.40૪૦.કતરીક સ્ત્રીઓ ફણ દૂરથી હેદતીની ;તીયણેમા મગદલ્લાણી મરિયમ, નાના યાકુબ ને યોસેની મા મરિયમ ને શાલોમી હોતની.41૪૧.જ્યાં ઈસુ ગાલિલમા હોતનો ત્યાં તે તીયણે પાછાલ ચાનીને તીયણે સેવા કરતીની.ને તીયણે હારી યરુસાલેમમા આવીની બીજી ખણી સ્ત્રીઓ તીયે હોતની.42૪૨.હાંન્ત હોવ ત્યા સિદ્ધિકરણને દિહ એટલે વિશ્રામવારને આગાલનો દિહ હોતનો, એટલે.43૪૩.ન્યાયસભાણે એક માનવંતો સભાસદ, એટલે અરીમથાયનો યુસફ આવો, તે પોતે ફણ ઈશ્વરને રાજ્યણે વાટ હેદતાના ;તીયે હિંમત રાખીને પિલાતણે પાહાય જાયને ઈસુણે દેહ માગ્યો.44૪૪.પિલાત આશ્વર્ય પામ્યો કા,'તો અતરો જલદી મુત્યુ પામ્યો હોય ! તીયે સુબેદારને પોતાણી પાહાય હાદીને પૂછય કા,'ઈસુણે મૃત્યુ પામ્યાણે કતરો સમય હોવો ?45૪૫.સુબેદાર પાહાયથી તે વિષે ખબર મિલી ત્યા પિલાતે યુસફણે તો દેહ આપાવ્યો,46૪૬.યુસફે શણને નુગડે વેચાતે નેદે, મૃતદેહણે ઉતારીને તીયાણે શણના નુગડાહામાં વિટાલ્યો ને ખડકમાં ખોદીની એક કબરમાં દફનાવ્યો,ને કબર પાર પથ્થર ગબડાવી મુક્યો.47૪૭.તીયાણે કા મુક્યો હે મગદલ્લાની મરિયમ ને યોસેની મા મરિયમે દેખ્ય.
1૧. વિશ્વામવાર વીતી ગયા ફૂટી મગદલાની મરિયમ યાકુબની મા મરિયમ ને શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી નેદની, એ માટે કા તે જાયને તીયાને લગાવે.2૨. અઠવાડિયાને પેલા દિવસે વેલી સવારે સૂરજ ઉગતાં પેલા તે કબરે આવી.3૩. તે અંદરોઅંદર કતની કા, ' આપણે માટે કબર ઉપાર નો પત્થર કીડો ખહેડી? '4૪. તે નજર ઊંચી કરીને હેદતી હા કા, પથ્થર ગાબડાયેનો દેખ્યો, જો કા તો ખણો મોટો હોતનો.5૫. તિણાહાય કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પેરીના, જમણી તરફ બેઠના, એક જુવાન માણહાને દેખ્યો, તેથી તે ગાભરાઇ ગોય.6૬. ફણ તે તિણાહાય કતી હાશે કા, ' ખાબરાતી નખે, વધસ્તભે જડાયેના નાસરેથના ઇસુણે તુમે હેદતે હાસે, તો ઉઠ્યો હાસે, તો ઈયે કાયની હા, હેદા, જે જગ્યાએ તિયાણે દફનાવ્યો હોતનો તો ઈયે હાસે.7૭. ફણ જાયા, ને તિયાણે શિષ્યોણે , ને ખાસ કરીને પિતરને કયા કા તો તુમારે આગાલ ગાલીલમાં જતો હાસે, જેહ તીયાયે તુમાહાય કય હાસે તેહ તુમાહાય કતો હામ, તુમે તિયાણે ત્યે હેદાહ.8૮. તે બાર નિકલીને કબરને પાહાય દોડી ગોય; કેહ કા તીણાહાય હાચુ જ બિક ને આશ્ચર્ય નાગીન, જો તીણાહાય કોઈએ કાંઈ કય. કેહ કા તે બિત ની.9૯. [હવે અઠવાડિયાણે પેલા દિહણે હવારે ઇસુ પાછો ઊઠીને મગદલ્લાની મરિયમ, જીયમાંથી તીયે સાત દુસ્ટાઆત્મા કાઢીને હોતના, તિયાણે તો પેલા દેખાયો.10૧૦.જે તીયા હારી રતની, તે શોક ને રુદન કરતીની, ત્યાં તીયે તીયણે પાહાય જાયને ખબર આપી.11૧૧. ઇસુ જીવિત હાશે, ને તિયણે હેદવામાં આવ્યો હાસે, હિ તિણાહાય ઉનાય ફણ વિશ્વાસ કદો કાયની.12૧૨. હિયા ફૂટી તિયણેમા ના બે જણા ચાવીને એમ્મોસ ગામે જાતના, હતરામા ઇસુ અન્ય રૂપે તિયણાહાય દેખાયો.13૧૩.તિણીહીય જાયને બાકી રનારાહાય કય કા, જોકે તિણાહાય બી તીયણે કયન માન્ય કાયની.14૧૪. ત્યા ફૂટી અગિયાર શિષ્યો ખાણે બેઠા, ત્યાં ઇસુ તિણાહાય દેખાયો ને તિણાહાય તીયણે અવિશ્વાસ તથા હદયણે કથણતાને નેદે ઠપકો આપ્યો: કેહ કા તે પાછા ઉઠ્યા ફૂટી જીણાહાય તિયે દેખીના હોતના, તીણાહાય તીયાણ માન્ય કાયનિ. 15૧૫. ઇસુએ તિણાહાય કય કા, ' આખી દુનિયામાં જાયને સમગ્ર સૃષ્ટિણે સુવાર્તા પ્રગટ કરા, 16૧૬. જો કોઇ વિશ્વાસ કરે ને બાપ્તિસ્મા ને, તો ઉદ્ધાર પામી; ફણ જો વિશ્વાસ ની કરે, તો અપરાધી કરી.17૧૭. વિશ્વાસ કરનારાહાય હાથે એવા ચમત્કારિક ચિન્હો હોવી, મારે નામે તે દુસ્ટાત્માહાય કાઢી, નવી ભાષાઓ બોની. 18૧૮. સાપને ઉઠાવી નેય ને જો તીયાથી કોઈ પ્રાણઘાતક વસ્તુ પીવાઈ જાય તો તિણાહાય કાંઈ ઈજા હોવે ની. તે બિમારો પાર હાથ મૂકીને ને તે સાજા હોવી.19૧૯. પ્રભુ ઇસુ તીયણે હારી બોની રયો ફૂટી સ્વર્ગમાં નેય નેવાયો ને ઇશ્વરને જમણે હાથે બીરજ્યો.20૨૦. તીણાહાય તીથા જાયને બદી જગ્યાએ સુવાર્તા પ્રગટ કદી ; ને પ્રભુ તિયણે કામમાં તિણાહાય સહાય કરતો ને તિણાહાય હાથે હોવના ચમત્કારિક ચિન્હોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતાના.]
1૧ .શરૂઆતથી બદે ડોલાહથી હેદનારે ને વચન ને સેવકો હોતના તીણાહાય આપળાહાય કય હા તીયે રીતે, 2૨ .આપળાહામાં પુરી હોવની વાતોણે વર્ણન કરવાણે બધાહાય માનીય હા. 3૩ .એટલે, ઓ માનીતો થીયોફીલ મયે બી પેલેથી જ બધી જ વાતોણે ચોકસાઈ કરીને, તુને વિગતવાર નખવાણે નક્કી કરીય. 4૪ .કેહે કા જે વાત તુને હીખવાડવામાં આવી હા, તીયાણે હાચ તું જાણે.5૫ .યહૂદીયાણે રાજા હેરોદણે વખાતમાં અબિયાણા યાજક કુટુંબમાંણો ઝખાર્યાં નામણો એક યાજક હોતનો; તીયણે પત્ની હારુનને દિખરીહમાણી હોતની, તીયાણે નામ એલીસાબેત હોતન. 6૬ .તી બેય ઈશ્વરની આગાલ ન્યાયી હોતને, ને પ્રભુણે બધીજ આજ્ઞા ને વિધિમાં નિર્દોષ રીતે રતને. 7૭ .તી નિઃસંતાન હોતને, કેહે કા એલીસાબેત જન્મ આપે તેહે કાયની હોતની તી બેવ ઘણે ઘડે હોતને.8૮ .તો બી ઝખાર્યાં પોતાણે યાજકવર્ગમાં નંબર પ્રમાણે ઈશ્વરની આગાલ યાજકણે કામ કરતો હોતનો..એટલે યાજકપદણે રિવાજ પ્રમાણે પ્રભુણે ભક્તિ કરવાણી. 9૯ જગ્યાએ જાયને અર્પણ કરને હારુ તીયાણે પસંદ કરી નેવામાં આવનો. 10૧૦ .ધૂપ હલગાવતેને તીયા માણાહાય સભા બાર આવીને પ્રાર્થના કરતીની.11૧૧ .તીયા સમયમાં યજ્ઞવેદીણે જમણી ફણી જીયે ધૂપ હલગાવામાં આવતીની તીયે પ્રભુણે એક સ્વર્ગદૂત ઉભો રાખીનો હેદવામાં આવો. 12૧૨ .સ્વર્ગદૂતણે હેદીને ઝખાર્યાં બીય ગો, ને તીયાણે બીક નાગી. 13૧૩ .સ્વર્ગદૂતે તીયાણે કય કા, ઝખાર્યાં બીતો નખે, કેહે કા તોરે પ્રાર્થના ઉનાય નેવામાં આવી હા, તોરે પત્ની એલીસાબેતણે દિખરોહ હોવી, તીયાણે નામ તું યોહાન પાડજે.14૧૪ .તું બો આનંદ કરેહે , ને તીયાણે જન્મથી બદે માણેહે હરખાય; 15૧૫ .કેહે કા તો પ્રભુણે નજરમાં મહાન હોય, દ્રાક્ષારસણે પીય ની, ને માતાણે પેટમાં હોય તીયારથીજ પવિત્રઆત્માથી ભરપૂર હોય.16૧૬ તો ઇઝરાયેલને બધા કુટુંબોહીય તીણાહાય ઈશ્વર યહોવા ફણી ફેરવી. 17૧૭ .તો એલિયાણે આત્માથી ને પરાક્રમથી ઈશ્વરને આગાલ ચાની, એટલે કા તો પિતાણે મન બાળકો ફણી ને ની માનનારાહાય ન્યાયીઓને જ્ઞાન પ્રમાણે ચાનવાણે ફેરવી, ને પ્રભુણે હારુ સિદ્ધ હોવની પ્રજાણે તિયાર કરી.18૧૮ .ઝખાર્યાંએ સ્વર્ગદૂતણે કય કા, હી માને કેહ કરીને ખબાર પડી? કેહ કા હાય ને મારે પત્ની ઘણેં ઘડે હામ. 19૧૯ .સ્વર્ગદૂતે તીયાણે જવાબ આપ્યો કા.'હાય ઈશ્વરની હારી રવાવાલો ગાબ્રીયેલ હામ; તોરે હારી વાત કરીને હારો સંદેશ આપણે હારુ માને મૂકીનવામાં આવો હા. 20૨૦ .હે વાત બની તે દિહ હુદી તોરથી બોનાય ની, કેહે કા મારે વાત અમુક સમયે પુરી હોવી તુયે તીયાણે વિશ્વાસ કર્યો કાયની.21૨૧ .માણેહે ઝખાર્યાંણે વાટ હેદી રયે હોતને,તીયાણે ભક્તિ સ્થાનમાં વાર નાગી, એટલે માણેહે નવાય પામી ગયે. 22૨૨ .તો બાર આવો તીયા તીયણાહારી તો બોની હખ્યો કાયની, તીયા માણેહે એવ હમજીયે કા અંદાર ભક્તિસ્થાનમાં તીયાણે કાંઈ દર્શન મિલ્ય હોય ,તો તીયણાહાય ઈશારો કરતોનો, ને બોની કાયની હખ્યો. 23૨૩ .તીયાણે સેવા કરવાણે દિહ પુરા હોવા ફૂટી એહે બનીય કા તો પોતાણે ખર પાછો ગો.24૨૪ .તે દિહ પુઠી તીયાણે પત્ની એલીસાબેતણે ગર્ભ રયો, ને પાંચ મયના હુદી કોઈણે ખબાર કાયની પડી, ને તીયે કય કા, 25૨૫ .'માણાહાય મારે ઉનાવાણ દૂર કરણે મારે પ્રભુએ પોતાણે કૃપાદ્રષ્ટિણે સમયે માને હારા દિહ આપ્યા હા. '26૨૬ .છઠ્ઠા મયનામાં ગાબ્રીયેલ સ્વર્ગદૂતણે ગાલીલને નાસરેથ નામણા એક શહેરમાં એક કુંવારી પાહી ઈશ્વર પાહેથી મુકીનવામાં આવાનો હોતનો. 27૨૭ .દાઉદણે કુટુંબમાંણો, યુસુફ નામણે, એક પુરુષ હારી તીયણે સગાઈ હોવની, તીયણે નામ મરિયમ હોતન. 28૨૮ .સ્વર્ગદૂતે તીયણે પાહી આવીને કય કા 'હે કૃપા પામીની, સુખી રજે, પ્રભુ તોરે હારી હા, !' 29૨૯ .ફણ તી વચન ઉનાય ને તે બો બીય ગોય ને વિચાર કરને લાગી કા, એ તે કઈ જાતની સલામ હોય !30૩૦ .સ્વર્ગદૂતે તિયણે કય કા, 'હે મરિયમ બીતી નખે ;કેહે કા તું ઈશ્વરથી કૃપા પામીની હા.' 31૩૧ .જો, તુને ગર્ભ રય, તુને દીખરોહ હોવી, ને તું તીયાણે નામ ઈસુ પાડજે. 32૩૨ .તો મોટો હોવીને પરાત્પર ઈશ્વરનો દીખરોહ કવાય , ને ઈશ્વર પ્રભુ તીયાણે તીયણાહાય પિતા દાઉદણે રાજ્ય આપી. 33૩૩ .તો યાકુબણે કુટુંબો પાર કાયમ રાજ્ય કરતો રય, ને તીયાણે રાજ્યણે અંત ની આવે.34૩૪ .મરિયમે સ્વર્ગદૂતણે કય કા, 'હી કેહે કરીને હોવી ? કેહે કા હાય તે કુંવારી હામ, ને હાય તે કોઈ પુરુષ હારી સંબંધમાં કાયની હામ. 35૩૫ .સ્વર્ગદૂતે તીયણે જવાબ આપ્યો કા, પવિત્ર આત્મા તોરે પાર આવી, ને પરાત્પર ઈશ્વરણે પરાક્રમ તોરે પાર આચ્છાદાન કરી, એટલે જો તોરેથી જન્મ નેય તીયાણે પવિત્ર ઈશ્વરનો દિખરોહ કવાય.36૩૭ .જો, તોરે હગી એલીસાબેતે બી તીયણે ઘડપણમાં દિખરાહને ગર્ભ થરીનો હોતનો, ને જે નિઃ સંતાન કવાતી હોતની, તીયણે ઓ છઠ્ઠો મયનો ચાનું હા. 37૩૭ .'કેહે કા ઈશ્વર માટે કાંઈ બી અશક્ય કાયની હા!' 38૩૮ . 'મરીયમે સ્વર્ગદુતણે કય કા,'જો હાય પ્રભુણે સેવિકા હામ, તોરે કવા પ્રમાણે માને હોવે. ' તીયા સ્વર્ગદૂત તીયણે પાહીથી ગો.39૩૯ .તે દિહમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદીયાણે એક શહેરમાં તરત જ ગોય. 40૪૦ .ઝખાર્યાંણે ખર જાઈને એલીસાબેતણે સલામ કય. 41૪૧ .એલિસાબેતે મરિયમણે સલામ ઉનાય તીયા બાળક તીયણે બોકામાં કુદય, ને એલિસાબેતે પવિત્રઆત્માથી ભરપૂર હોયને,42૪૨ .ને મોટા અવાજથી કય કા, 'સ્ત્રીઓમાં તું આશીર્વાદિત હા, તોરે બાળક બી આશીર્વાદિત હા. 43૪૩ . હેવી કૃપા માને કેહે કરીને કા, મારે પ્રભુણે માં મારે પાહી આવે? 44૪૪ . કેહે કા, જો, તોરે સલામણે અવાજ માંરે કાનમાં પળતાજ બાળક મારે બોકામાં આનંદથી કુંદ્ય. 45૪૫ . જીયાયે વિશ્વાસ કરીયો તો આશીર્વાદિત હા, કેહે કા પ્રભુ તરફથી જે વાત કરવામાં આવી હા તે પુરી હોવી.46૪૬ . મરીયમે કય કા, મારો જીવ પ્રભુણે મહાન માનતો હા. 47૪૭ . ને ઈશ્વર, મારે ઉદ્ધારકમાં મારો આત્મા હરખાતો હા.48૪૮ . કેહે કા તીયે પોતાણી સેવિકાણે દીનાવસ્થા પાર નજર કરી હા; કેહે કા, જો, હવેથી બધીજ પેઢીમાં માને આશીર્વાદીત કરી. 49૪૯ . કેહે કા પરાક્રમી ઈશ્વરે મારે હારુ મહાન કામ કરીયા હા, તિયાણે નામ પવિત્ર હા.50૫૦ . જી તીયાણે સન્માન કરતો હા, તીયણાહા પાર તીયાણે દયા પેઢી દરપેઢી રતી હા. 51૫૧ . તીયાએ પોતાણે પરાક્રમી હાથથી બો બધા પરાક્રમી કામ કરીયા હા, અભિમાનીહીય તીયણાહાય હૃદયણે કલ્પનામાં તીયાયે વિખેરી નાખ્યે હા,52૫૨ . તીયાયે રાજ કરી રયને તીયણાહાય રાજગાદી પારથી ઉતારી દે દે હા, ને ગરીબાહાય ઊંચે કરીયે હા. 53૫૩ . તીયાયે ભૂખેમરી રયને તીયણાહાય હારા ખાવાણાથી તૃપ્ત કરીયે હા; ને પયાહાવાલાહાય ખાલી હાથે કાઢી મૂક્યે હા.54૫૪ . આપણે કુટુંબવાલાહાય કય હા તીયા પ્રમાણે, ઇબ્રાહીમ પારને તીયાણે વંશ પાર 55૫૫ . સદા દયા કરવાણ ઉનાઈને, તીયાયે પોતાણે સેવક ઇઝરાયેલને મદદ કરી.'''56. મરિયમ આશરે તીન મયના હુદી તીયણે હારી રય, ફૂટી પોતાણે ખર પાછી ગોય. 57. હવે એલિસાબેતણે દિહી પુરા હોવા, એટલે તીયણે દીકરો જનીમ્યો . 58. તીયણે પાડોશીઓહોય ને હગાવાલાહાય ઉનાય કા, પ્રભુએ તિયી પાર મોટી દયા કરી હા, તીયા તીયણાહાય તીયે હારી આનંદ કરીયો.59૫૯ . આઠમા દીહી બધે છોકરાણે સુન્નત કરણે આવે, તીયા બધે નીચકાણે પિતાણે નામ ઉપારથી તીયાણે નામ ઝખાર્યા પાડણે માગતે હોતને. 60૬૦ . ફણ તીયાણે માંએ તીયણાહાય કય કા, ' એહે કાયની, ફણ તીયાણે નામ યોહાન પાડવાણ." 61૬૧ . તીયણાહાય તીયાણે કય કા, 'તોરે હગાવાલાહામાં કોયણે હેવ નામ પાડીન કાયની હા.'62૬૨ . તીયણાહાય ઈશારો કરીન તીયાણે પિતાણે પૂછ્ય કા,'તું તીયાણે નામ કાજા પાડણે માંગતો હા? "' 63૬૩ . તીયે પથરાણે પાટી માંગીને તીયા પાર નખીય કા,'તીયાણે નામ યોહાન હા."'64૬૪ . એટલે તી બધે નવાઈ પામીયે. તરાતુજ ઝખાર્યાણે મું ખુલી ગ, ને તીયાણે જીભ છૂટી હોવી, તો ઈશ્વરણે સ્તુતિ કરીને બોનણે લાગો. 65૬૫ . તીયાણે આજુબાજુણાહાય બધે રવાવાલાહાય બીક નાગી, ને યહૂદીયાણે આખ્ખા પહાડી દેશમાં હે વાતણી ચર્ચા ચાની. 66૬૬ . જીયણાહાય તે વાત ઉનાય તી બદાહાય તી મનમાં રાખીને કય કા, તીયા ઓ દીકરો કેવો બની? કેહે કા પ્રભુણે હાથ તીયા પાર હોતનો.67૬૭ . તીયાણે પિતા ઝખાર્યાાએ પવિત્રઆત્માથી ભરપૂર હોયને એવો પ્રબોધ કરીયો કા, 68૬૮ . ઇઝરાયેલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન હોવે; કેહે કા તીયે પોતાણે નોકાહાય મુલાકાત નેયને તિયાણા હાય ઉદ્ધાર કર્યો હા ,69૬૯ . જગતણે પેલાથીજ ઈશ્વરે પવિત્ર પ્રબોધકોણે મું થી કય હોતન તી રીતે, 70૭૦ . તીયે પોતાણે સેવક દાઉદણે કુટુંબમાં, આપણે હારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યો હા, 71૭૧ . એટલે તો આપણા શત્રુઓહોથી ને આપણાહાપાર વિરોધ રાખનારાહાય હાથમાંથી આપણાહાય બચાવી ;72૭૨ . એટલે હારું કા તો આપણા પૂર્વજો પાર દયા રાખે, ને પોતાણે પવિત્ર કરારને યાદ કરે, 73૭૩ . એટલે તીયે આપણા પિતા ઈબ્રાહીમણે હારી જે માનતા રાખીની તે 74૭૪ . એટલે કા તો આપણે હારુ એવ કરે કા, આપણે પોતાણે શત્રુઓહોય હાથમાંથી છૂટકો મેલવીને, બીયા વગાર આપણે આખા જિંદગીભર તીયાણે આગાલ 75૭૫ . પવિત્રાઈથી ને ન્યાયપણાંથી તીયાણે સેવા કરુંહું.76૭૬ ને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રભોધક કવાય; કેહે કા તું પ્રભુણે આગાલ ચાનજે, એટલે કા તું પ્રભુણે માર્ગ તીયાર કરે હે, 77૭૭ . ને તીયાણે નોકાહાય પાપણે માફી મિલે એટલે તીયણાહાય ઉદ્ધારને જ્ઞાન આપજે.78૭૮ . ને આપણાહાય માફી એટલા હારુ હોવી કા આપણે ઈશ્વરની ખણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઉગતા સૂર્યણે જેવી આપણા પાહી આવી હા, 79૭૯ . એટલા હારુ અંધારામાં ને મરણની છાયામાં જી બેઠને હા તીયણાહાય તો તો પ્રકાશ આપે ને આપણા પગલાંહાય શાંતિણે માર્ગમાં દોરી નેય જાય.80૮૦ . પુત્ર મોટો હોવો, આત્મામાં બળવાન હોતો ગો, ને ઈઝરાઇલમાં તીયાણે જાહેર હોવાણે દિહી હુદી તો અરણ્યમાં રયો.
1૧ તે દિહામાં કૈસર ઓગસ્તસે હુકુમ બાર પાડ્યો કા, બધાં દેશોહોય નોકાહાય વસ્તી ગણવામાં આવે. 2૨ કુરેનિયસ સિરિયા પ્રાંતણો રાજપાલ હોતનો, તીયાણે વખાતમાં તે પેલી વસ્તીગણતરી હોતની. 3૩ બદે માણેહે પોતાણે નામ નોંધાવણે હારુ પોતપોતાણે નગરમાં ગયે.4૪ . યૂસુફ બી ગાલીલણે નાસરેથ શહેરમાંથી યહૂદીયાણે દાઉદણે શહેર બેથલેમ કવાત હા તીયામાં, 5૫ . પોતાણે ને પોતાણી ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમણે નામ નોંધાવણે ગો, કેહકા તો દાઉદણે પેઢી ને કુટુંબમાણો હોતનો.6૬ . તી તીયે હોતને, હતરામાં મરિયમણે પ્રસવસ્થાનણે દિહી પૂરા હોવા. 7૭ . ને તીયે પોતાણે પેલા દીકરાણે જન્મ આપ્યો ; તીયાણે લૂગડાંમાં વેટીને કુળમાં હુવડાવીયો, કેહકા તીયણાફાગી ધરમશાળામાં કોઈ જગ્યા કાયની હોતની.8૮ . તે દેશમાં ધેટાંપાળકો રાતે ખેતરમાં રયને પોતાણે ઘેટાહાય હાચિવતણે હોતને. 9૯ . પ્રભુણે એક સ્વર્ગદૂત તીયણાહા આગાલ પ્રગટ હોવો, પ્રભુણે ગૌરવણે પ્રકાશ તીયણાહાય આજુબાજુ પ્રકાશયો, એટલે બધે બો બીતને.10૧૦ . સ્વર્ગદૂતે તીયણાહાય કય કા 'બીવાણ કાયની ; કેહે કા, હાય મોટા આનંદણે સુવાર્તા તુમાહાય કતો હામ, ને તી બધા નોકાહાય ફાગી હોવી ; 11૧૧ . કેહે કા આજે દાઉદણે શહેરમાં તુમારે ફાગો એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનીમીયો હા. 12૧૨ .તુમારે ફાગી હે નિશાની હા કા, તુમે એક બાળકણે નુગડામા વેટીનો ને કુળમાં હુવી રયનો હેદાહા. "13૧૩ . પુઠી અચાનક સ્વર્ગદૂતણેહારી આકાશણે બીજા સ્વર્ગદૂતાહાય સમુદાય પ્રગટ હોવો ; તે ઈશ્વરણે સ્તુતિ કરીને કહતા હા કા, 14૧૪ . 'સ્વર્ગમાં ઈશ્વરણે મહિમા, ને પૃથ્વી પાર જે માણાહા ફાગો તો ખુશ હા, તીયણાહા વચ્ચે શાંતિ હોવે. "'15૧૫ . જીયા સ્વર્ગદૂતો તીયણાહા પાહિથી આકાશમાં ગયા તી પુઠી, ધેટાંપાળકોહોય એકબીજાણે કય કા, 'ચાલા, આપણે બેથલેહેમ જાયને હે બની રયની ઘટના જીયાણે ખબાર પ્રભુએ આપણાહાય આપી હા તે હેદતે.'" 16૧૬ . બધે ઉતાવાલથી ગયે, ને મરિયમણે, યૂસુફણે, ને કુળમાં હુવી રયના બાળકણે દેખશ, .17૧૭ . તીયણાહાય હેજ્જા પુઠી જે વાત તે બાળક સંબંધી તીયણાહાય કવામાં આવની હોતની, તે તીયણાહાય કય ઉનાવી. 18૧૮ .જે વાત ધેટાંપાળકાહાય કય, તીયાથી બદે ઉનાનારે નવાઈ પામીયે, 19૧૯ . ફણ મરિયમ તે બધી વાત મનમાં રાખીને વારેવારે તીયા વિશે વિચારીયા કરતીની. 20૨૦ . ધેટાંપાળકોહોય જી કવામાં આવન હોતન તી તીયણાહાય બધ ઉનાય ને હેજ્જ, પુઠી બધે ઈશ્વરણે મહિમા ને સ્તુતિ કરતે પોતાણે ઘેટાં પાહાય ગયે.21૨૧ . આઠ દિહી પુરા હોવા ફૂટી બાળકણે સુન્નત કરવાણે વખાત આવો, તીયાણે નામ ઈસુ પાડવામા આવ, જી નામ, જન્મ પેલા સ્વર્ગદૂતે આપીન હોતન.22૨૨ . મુસાણે નિયમશાસ્ત્ર પ્રમાણે તીયાણે શુદ્ધિકરણના દિહી પૂરા હોવા, 23૨૩ . તિયા જેહે પ્રભુણા નિયમશાસમાં નખીન હોતન એહે કા, પેલા જનમીને બધે જ બાળક પ્રભુણે હારુ પવિત્ર કવાય, તિયા પ્રમાણેતી તીયાણે પ્રભુણે આગાલ રજુ કરવાણ , 24૨૪ . ને પ્રભુણે નિયમ શાસ્ત્રમાં કયના પ્રમાણે એક જોળી હોનાણે કા તે કબૂતરણે બે બચ્ચાણે બલિદાન કરણે હારુ, તીયાણે યરુશાલેમમાં નાવે.25૨૫ . તીયા હેદા, શિમયોન નામણો એક માણસ યરુશાલેમમાં હોતનો, તો ન્યાયી ને ધાર્મિક હોતનો, તો ઇઝરાયેલણે દિલાસો મિલે તિયાણે વાટ હેદતોનો હોતનો, ને પવિત્ર આત્મા તીયા પાર હોતનો. 26૨૬ . પવિત્ર આત્માએ તિયાણે જાણાવ્ય હોતન કા, 'પ્રભુણે ખ્રિસ્તણે હેજજા પેલા તું મરવાણો કાયની. "'27૨૭ . તે આત્માણી પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવો, તિયે નિયમશાસ્ત્રણી વિધિ પ્રમાણે કરણે હારુ બાળક ઇસુણે માતા-પિતા તિપાણે સિમયોનણે પાહી નાવે. 28૨૮ . તિયા તિયે બાળકણે હાથમાં ઊંચકીને ઈશ્વરણે સ્તુતિ કરીન કય કા, 29૨૯ . 'હે પ્રભુ, હવે તોરે વચન પ્રમાણે તુમે તુમારે સેવકણે શાંતિથી જાવા દે;30૩૦ . કેહે કા મારે ડોલાયે તોરે ઉદ્વાર હેજજો હા, 31૩૧ . જિયાણે તુમાહાય બધા નોકાહા આગાલતીયાર કરીયા હા; 32૩૩ . તિ બિનયહુદીઓ હારુ પ્રકટીકરણને પ્રકાશને તુમારે ઇઝરાયેલી લોકાહાય મહિમા હા. "'33૩૩ . તિયાણે બાળકણે સંબંધમાં જે વાત કવામાં આવની, તિયાથી તિયાણે માતાપિતા નવાઈ પામીયે. 34૩૪ . શિમયોને તિયણાહાય આશીર્વાદ આપીયો, ને તિપાણે માં મરિયમણે કય કા, 'જો, ઓ બાળક ઈઝરાયેલમાણાં ઘણાંહાય પડણે, ને પાછે ઉઠણે હારુ, ને જિયાણે વિરુદ્ધ વાંધા નેવામાં આવે તિયાણે નિશાણી હોવાણે હારુ ઠરાવીનો હા. 35૩૫ . હા, તોરે પોતાણે જીવણે તલવાર વીંધી નાખી; એટલે હારુ કા ઘણાં મનોહીય કલ્પના પ્રગટ હોવી. "'36૩૬ . આશેરના કુટુંબણી ફ્નુએલણી દીકરી હાન્ના, એક પ્રબોધિકા હોતની. તે વધારે ધડી હોય ગની. ને તે પોતાણે લગન પુથી પોતાણે પતિ હારે સાત વરહ હુદી રઇ હોતની. 37૩૭ . તે ચોર્યાસી વરાહાથી વિધવા હોતની; તે ભક્તિસ્થાનમાં જ રતની, ને રાતદિહી ઉપવાસને પ્રાર્થના હારી ભજન કરીયા કરતી હોતની. 38૩૮ . તિયે તે જ ખળીયે તિયે આવીને ઇશ્વરણી સ્તુતિ કરી, ને જી યરુશાલેમણે ઉદ્વારણે વાટ હેદતે હોતને તી બધાહાય તી બાળક સંબંધણી વાત કરી.39૩૯ . તી પ્રભુણે નિયમશાસ્ત્ર પ્રમાણે બધ કરી ચૂક્યે ફૂટી ગાલીલમાં પોતાણે શહેર નાસરેથમાં પાછે ગયે. 40૪૦ . તિયે તો છોકરો મોટો હોવો, ને જ્ઞાનથી ભરપૂર હોઈને બળવાન હોવો, ને ઈશ્વરણી કૃપા તિયાપાર હોતની.41૪૧ . તિયાણે માતા-પિતા વરહાવરહ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જાતને હોતને. 42૪૨ . જિયા ઇસુ બાર વરહાણો હોવો, તિયા તી રિવાજ પ્રમાણે પર્વમાં તિયે ગયે. 43૪૩ . પર્વણે દિહી પૂરા કરીન તી પાછે જાણે લાગે, તિયા ઇસુ યરુશાલેમમાં રોકાઇ ગો, ને તિયાણે માતાપિતાણે તિયાણે ખબાર પડી કાયની. 44૪૪ . ફણતો હારીજ હોય, એહે થારીન તિયાણાહાય એક દિહી હુદી મુસાફરી કરીને પુઠી પોતાણે હગાહામાં ઓલીખીતાહામાં ઇસુણે હેજ્જો.45૪૫ . ઇસુ તિયાણાહાય મીલીયો કાયની, તિયા તી તિયાણે હેદતે હેદતે યરુશાલેમ પાછે ગયે. 46૪૬ . તીન દિહી પુઠી તિપણાહાય તિયાણે ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓહોય વચ્ચે બેહીનો, તિયણાહાય ઉનાતાને તિયણાહાય સવાલ પૂછતો હેજ્જો. 47૪૭ . જિયણાહાય તિયાણે ઉનાય તી બધે તિયાણે બુદ્ધિથી ને તિયાણે જવાબથી વિચારતે હોવે.48૪૮ .તિયાણે હેદીને તિયાણે માતા પિતા નવાય પામીયે, ને તિમાણે માંએ તિયાણે કય કા,' દિકરા, આમારે હારી તું એવી રીતે કેહે વરતીયો? જો, તોરે પિતાયે ને મયેં દુ:ખી હોય ને તોરે શોધ કદી! ' 49૪૯ . ઇસુએ તિયાણાહાય કય કા 'તુમાહાય મારે શોધ કાજા ખરને કદી ? કા તુમ જાણતે કાયની કા મારા મારે પિતાણે ખરમાં રવા જુજે?"" 50૫૦ . જે વાત ઇસુએ તિયણાહાય કઈ તે તી હમજીએ કાયની.51૫૧ . ઇસુ તીયણે હારી ગો, ને નાસરેથમાં આવીને, માતાપિતાણે આધીન રયો ને તિયાણે માંએ હે બધીજ વાત પોતાણે મનમાં રાખી. 52૫૨ ૫૨. ઇસુ જ્ઞાનમાં ને કદમાં, ઈશ્વરણે ને માણાહામાં પ્રસન્નતામાં વૃદ્ધિ પામતો ગો.
1૧ . હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીણે પંદરમે વરહે, જીયે પોંતિયસ પિલાત યહૂદિયાણો અધિપતિ, ને હેરોદ ગાલીલમાં રાજ કરતોનો ને તિયાણે ફાહાવ ફિલિપ ઇતુરાઇને ત્રાખોનિતિ દેશમાં રાજ કરતોનો ને લુસાનિયસ આબીલેને માં રાજ કરતો હોતનો. 2૨ . આન્નાસ ને કાયફા પ્રમુખ સેવકો હોતના હોતના તિયા ઝખાર્યાણે ડીખરોહો યોહાનણે પાહી ઈશ્વરણે વચન અરણ્યમાં આવ.3૩ . તે યર્દનણે આજુબાજુણે બધાજ પ્રદેશમાં પાપાહાય માફીણે હારુ પસ્તાવાણે બાપતિસ્મા જાહેર કરીન પ્રગટ હોવો.4૪ . યશાયા પ્રબોધકણે વચનોના પુસ્તકમાં નખ્ય હા તેહે કા, 'અરણ્યમાં ઘાંટો કરનારણે શબ્દો કા, પ્રભુણેમાર્ગ તીયાર કરા, તિયાણે રસ્તા હીદા કરા;5૫ . બધાજ નીચાણ પુરાય, બધાજ ડોગરાને ટેકરા નીચાં કરાય, વાંક હીદ કરાયને ખાડા ટેકરાવાલા માર્ગ સપાટ કરવામાં આવી. 6૬ . બધેજ માણેહે ઈશ્વરણે ઉદ્વાર હેદી."'7૭ . તિયાથી બાપતિસ્મા પામણે આવતે ખણાં નોકોહાય કય કા, 'ઓ સર્પોના વંશ, આવી રનાર કોપથી નાહણે તુમાહાય કીડે ચેતીવ્યે?8૮ . તે પસ્તાવો કરનારણે હોબે તેવે ફળ ઉગાડા, ને પોતાણે મનમાં એહેની કણે લાગા કા, ઇબ્રાહિમ આમારે પિતા હા', કેહે કા હાય તુમાંહાય કતો હામ કા, ઈશ્વર ઈયા પથરામાંથી ઇબ્રાહિમણે હારુ સંતાન ઉત્પન્ન કરી શકતો હા."'9૯ . ને હવે કુવાળ ઝાડવા હાય જડ પાર હા, એટલે બધાજ ઝાડવે જી હારા ફળ આપતે કાયની, તી કાપાતે હા ને આગળામાં નાખાતે હા."'10૧૦ . લોકાહાય યોહાનણે પૂછ્ય, તિયા આમારે કાજા કરવાણ?"' 11૧૧ . તિયે તિયાણાહાય જવાબ આપીન કય કા, 'જિયા પાર બે ડગલે હોય તી જીયા પાહી એક બી કાયની હા તિયાણે આપે; જીયાણે પાહી ખાવાણ હોય તી બી એહેજ કરે.."'12૧૨ . દાણીઓ બી બાપ્તિસ્મા પામણે હારુ આવા, ને તિયાણે પૂછ્ય કા, 'ઉપદેશક, આમારે કાજા કરવાણ?"' 13૧૩ . તિયે તિપણાહાય કય કા, ''જી તુમારે ફાંગ નિયત કરાયનો કર હા, તિયા કરતાં વધારે જબરજસ્તીથી નેવાણ ની."14૧૪ . સૈનિકોએ બી તિયાણે પૂછીને કય કા, 'આમારે કાજા કરવાણ?' તિયે તિયાણે કય કા, 'જબરજસ્તીથી કોઇણીપાહીથી પયાહા પાડાવાણા ની. ને કોયણે ઉપાર જૂઠા આરોપ નખે મૂકતા. તુંમારે પગારથી સંતોષ રયા.'"15૧૫ . નોકે ખ્રિસ્તણે વાટ હેદતે હોતને, ને બધેજ યોહાનણે સંબંધમાં પોતાણે મનમાં વિચાર કરતે હોતને કા, 'હો ખ્રિસ્ત હોય કા ની.' 16૧૬ . તિયા યોહાને જવાબ આપીને બધાહાય કય કા, 'હાય તે પાણીથી તુમારે બાપ્તિસ્મા કરતો હામ, ફણ મારે કરતા જો સામર્થ્યવાન હા તો આવતો હા, તિયાણે ચંપાલણે દોરી છોડવાણે બી હાય યોગ્ય નાથ. તો પવિત્ર આત્માથી ને અગ્રિથી તુમારે બાપતિસ્મા કરી.17૧૭ . તિયાણે હુપળ તિયાણે હાથમાં હા, તો પોતાણે ખલાણે બરાબર સાફ કરી ને ઘઉં તો પોતાણે વખારમાં ફરી; ફણ ભૂંસ ની ઉનાય તેવા અગ્રિમાં બાલી નાખી. "'18૧૮ . તિયે બીજો બી બોધ કરીને લોકહાય સુવાર્તા આપી. 19૧૯ . યોહાને હેરોદણે તિયાણે ફાવાહાણે પત્ની હેરોદિયાસ હારી લગ્ન કરીયા ને બીજા બો ખરાબ કામ કરીયા એટલે ઠપકો આપીયો, 20. એટલે તિયે યોહાનણે જેલમાં પૂરીયો.21૨૧ . બધે માણેહે બાપ્તિસ્મા પામીયે પુઠી ઇસુ બી બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હોતનો, હતરામાં સ્વર્ગ ખુલી ગ. 22૨૨ . ને પવિત્રઆત્મા કબૂતરણે રૂપમાં તિયા પાર ઉતીરીય; ને સ્વર્ગમાંથી હેવો અવાજ આવો કા, ' તું મારે વાહલો દીકરો હા, તોરે પાર હાય ખુશ હામ."23૨૩ . ઇસુ જાતે બોધ કરણે લાગો, તિયા તો આશરે ત્રીસ વરહણે ઉમારનો હોતનો, ને નોકાહાય થારીના પ્રમાણે તો યૂસફણે ડીખરોહો હોતનો, ને એલીણો ડીખરોહો, 24૨૪ . મથ્થાતણે, ને લેવીણે, ને મલ્ખીણે, ને યન્નયણે, ને યૂસફણે.25૨૫ . ને મત્તિયાણે, ને આમોસણે, ને નાહૂમણે, ને હેસ્લીણે, ને નગ્યણે, 26૨૬ . ને માહથણે, ને મત્તિયાણે, ને શિમઇણે, ને યોસેખણે, ને યોદાણે.27૨૭ ને યોહાનણે, ને રેસાણે, ને ઝરુબ્બાબેલણે, ને શા૯તીએલણે, ને નેરીણે, 28૨૮ . ને મલ્ખીણે, ને અદ્દીણે, ને કોસામણે, ને અલ્માદામણે, ને એરણે, 29૨૯ . ને યહોશુઆણે, ને એલીએઝેરણે, ને યોરીમણે, ને મથ્થાતણે, ને લેવીણે.30૩૦ . ને શિમયોનણે, ને યહુદાણે, ને યૂસફણે, ને યોનામણે, ને એલિયાકીમણે, 31૩૧ . ને મલીયાણે, ને મિન્નાણે, ને મત્તાથાણે, ને નાથાનણે, ને દાઉદણે, 32૩૨ . ને યિશાઇણે, ને ઓબેદણે, ને બોઆઝણે, ને સલ્મોનણે, ને નાહશોનણે.33૩૩ . ને આમ્મીનાદાબણે, ને અદમીનણે, ને અર્નીણે, ને હેસ્ત્રોનણે, ને પેરેસણે, ને યહૂદાણે, 34૩૪ . ને યાકૂબણે, ને ઇસહાકણે, ને ઇબ્રાહિમણે, ને તેરાહણે, ને નાહોરણે, 35૩૫ . ને સરુગણે, ને ૨યૂણે, ને પેલેગણે, ને એબરણે, ને શેલાણે.36૩૬ . ને કેનાનણે, ને અર્ફાક્ષદણે, ને શેમણે, ને નૂહણે, ને લામેખણે, 37૩૭ . ને મથૂશેલણે, ને હનોખણે, ને યારેદણે, ને મહાલાએલણે, ને કેનાનણે, 38૩૮ . ને અનોશણે, ને શેથણે, ને આદમણે, ને ઈશ્વરણે ડીખરોહો હોતનો.
1૧ . ઇસુ પવિત્ર આત્માથી ફરાઇને યર્દનથી પાછો વલીયો. ને ચાલીસ દિહી હુદી આત્માથી ઈયે તીયે જાયને અરણ્યમાં રયો, 2૨ . તિયા સમયે શેતાને ઇસુણે પરીક્ષા કદી ; તિયા દિહામાં તિયે કાંઈ ખાધ કાયની, તો સમય પૂરો હોવો પુઠી તો ફોકોઅ હોવો.3૩ . શેતાને ઇસુણે કય કા,'જો તું ઈશ્વરણે ડીખરોહો હોય તે ઇયા પથરાણે કવાણ કા, તો રોટની બની જાય. 4૪ . ઇસુએ તિયાણે જવાબ આપીયો કા, 'એહે નખીન હા કા, માણુહુ એખની રોટનીથી જીવતો કાયની."'5૫ . શૈતાન તીયાણે ઊંચી જાગ્યાએ નેય ગો, ને એકુજ વારમાં દુનિયાણે બધાજ રાજ્યો તીયાણે દેખાડીયા. 6૬ . શૈતાને ઇસુણે કય કા, ઇયા બધાહા પાર રાજ કરવાણો અધિકારને તીયાણે વૈભવ હાય તુને આપીહી; કેહે કા રાજ કરણે તી માને આપીય હા, ને હાય જીયાણે તી આપણે માંગ તિયાણે આપી શકતો હામ; 7૭ . એટલે જો તું નમીને મારે ભજન કરહે તો તી બધજ તોરે હોવી. "'8૮ . ને ઇસુએ તિયાણે જવાબ આપીને કય કા, ' એહે નખ્ય હા કા, તોરે તોરે ઈશ્વર પ્રભુણે ભજન કરવાણ ને એખના તિયાણેજ સેવા કરવાણી."'9૯ . તો ઇસુણે યરુશાલેમ નેય ગો, ને ફક્તિસ્થાનણે ઉપાર ઉભો રાખીને તિયે તિયાણે કય કા,'જો તું ઇશ્વરણે ડીખરોહો હોય, તે ઈયથી પોતાણે નીચે પાડી નાખ. 10૧૦ . કેહે કા નખ્ય હા કા, તો પોતાણે સ્વર્ગદૂતાહાય તોરે સંબંધમાં આજ્ઞા કરી કા તે તોરે હમબાળ કરી; 11૧૧ . તે પોતાણે હાથથી તુને છીની નેય, કદાચ તોરે પાગ પથરા પાર અથળાય."'12૧૨ . ઇસુએ તિયાણેજ જવાબ આપીને કય કા, ' એહે નખીન હા કા,તારે ઇશ્વર પ્રભુણે કસોટી ની કરવાણી."' 13૧૩ . શેતાન બધીજ જાતણી પરીક્ષા કરીને થોડીક મુદ્દત હુદી તિયાણે પાહીથી ગો.14૧૪ . ઇસુ આત્માણે પરાક્રમે ગાલીલમાં પાછો આવો, ને તિયાણે વિષેણી વાત આજુબાજુણે બધાજ દેશમાં ફેલાઈ ગોઈ. 15૧૫ . ને તિયે તિયણાહાય સભાસ્થાનમાં બોધ કરીયો, ને બધાહાથી માન પામીયો.16. નાશરેથ જીયે ઇસુ મોટો હોવાનો હોતનો તિયે તો આવો, ને પોતાણે રીત પ્રમાણે વિશ્રામવારે તો સભાસ્થાનમાં ગો, ને વાંચણે હારુ તો ઊભો રયો. 17યશાયા પ્રબોધકણે પુસ્તક તિયાણે આપવામાં આવ, તિયે તી ઉઘાડીને, જી નીચે દર્શાવ્યાં પ્રમાણે નખ્ય હા તી વાચવાણ કરીય કા,18૧૮ . 'પ્રભુણે આત્માં મારે પાર હા, કેહે કા ગરીબાહાય સુવાર્તા પ્રગટ કરણે હારુ ઈશ્વરે માને અભિષેક કરીયો હા; કેદીઓહોય છોડાવણે હારુને આંડલાહાય દેખતે કરણે, પીડાતાહાય છોડાવણે 19૧૯ . ને પ્રભુણે માની ન વરહ પ્રગટ કરણે હારુ ઈશ્વરે માને મુકીન્યો હા. "'20૨૦ . ફૂટી તિયે પુસ્તક બંધ કરીય, સેવકણે પાછ આપીન બેહી ગો, ફૂટી સભાસ્થાનમાં બધે ઇસુણે એક નજરથી હેદી ૨યે. 21૨૧ . ઇસુ તિયાણાહાય કણે લાગો કા, 'આજે ઇ શાસ્ત્રવચન તુમારે ઉનાતા પુર હોવ હા."' 22૨૨ . બધાહાય તિયાણે વિષે સાક્ષી આપી, ને જે કૃપાણે વાત તિયે કય તિયાથી તિયણાહાય નવાય પામીને કય કા, 'કદાચ તો યૂસફણે ડીખરોહો કાયની કા?"'23૨૩ . ઇસુએ તિયણાહાય કય કા, ' તુમે માને ખરેખર કહા કા, વૈદ, તું પોતાણે હારો કર.'કપરનાહુમમાં કરીને જી જી કામ વિષે આમાહાય ઉનાય તેવે કામ ઇયે તુમારે પોતાણે ગામમાં બી કર. 24૨૪ . ઇસુએ કય કા, 'હાય તુમાહાય ખરેખર કતો હામ કા, કોઈ પ્રબોધક પોતાણે ગામમાં સ્વીકારાતો કાયની.25૨૫ . ફણ હાય તુમાહાય હાચું કમ તે એલિયાણા સમયમાં સાડાત્રણ વરહ હુદી વરસાદ વરીહીહો કાયની, આખા દેશમાં મોટો દુકાલ પડીયો, તિયા બધી વિધવા ઇઝરાયેલમાં હોતની 26૨૬ . તિયણામાંથી બીજા કોઈ પાહી કાયની, ફણ સિદીનણા સારફતમાં જે વિધવા હોતની તિયીજ પાહી એલિયાણે મુકીનવામાં આવનો હોતનો. 27૨૭ . ને એલિશા પ્રબોધકણે વખાતમાં ઘણે કુષ્ઠ રોગી ઇઝરાયેલમાં હોતને. ફણ અરામી નામાન સિવાય તિયણામાંથી બીજા કોયણે શુદ્ધ કરાયો કાયની હોતનો.28૨૮ . હે વાત ઉનાયને સભાસ્થાનમાંણે બધે ગુસ્સામાં આવી ગયે; 29૨૯ . તિયણાહાય ઉઠીને ઇસુણે શહેરણે બાર કાઢી મુક્યો, ને તિયાણે નીચે પાડી નાખણે હારુ જી ડોગરા પાર તિયણાહાય શહેર બાંધીન હોતન તિયાણે ઉતીરતા પારતી ઇસુણે નેય ગયે. 30૩૦ . ફણ ઇસુ તિયણાહાય વચમાંથી નાહાય ગો.31૩૧ . પુઠી તો ગાલીલણે કપરનાહુમ શહેરમાં આવો. એક વિશ્વામવારે ઇસુ સભાસ્થાનમાં તિયણાહાય બોધ આપતો હોતનો; 32૩૨ . તિયા તી તિયાણે બોધથી નવાય પામીયે, કેહે કા તો અધિકારથી બોનતોનો.33૩૩ . તિયે દુષ્ટઆત્માથી ફરાઇને એક માણહુ હોતનો, તિયે જોરથી બૂમ પાડીને કય કા, 34૩૪ . ' ઓ, ઇસુ નાઝારી, તુમારે ને આમારે કાજા હા? કાં તુ આમારે નાશ કરણે આવો હા? તું કીડો હાતી હાય જાણતો હામ, એટલે ઈશ્વરણે પવિત્ર ! "'35૩૫ . ઇસુએ તિયાણે થમકાવીને કય કા, 'ચૂપ રજે, ને તિયામાંથી નીકુલ.' દુષ્ટાત્મા તિયાણે નોકાહાય વચમાં પાડી નાખીને તિયાણે કાંય નુકશાન કરીયા વગાર નીકલી ગો. 36૩૬ . બધાહાય નવાય નાગી, ને તિયણાહાય એકબીજાણે કય કા, ' હે કેવા શબ્દો હા ! કેહે કા તો અધિકાર ને પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓણે હુકુમ કરતો હા, ને તો નીકલી જાતો હા?"' 37૩૭ . આજુબાજુણા પ્રદેશણા બધાજ સ્થાનમાંથી ઇસુ વિષેણી વાત ફેલાઈ ગોય.38૩૮ . સભાસ્થાનમાંથી ઉઠીને ઇસુ સિમોનણે ખર ગો. સિમોનણે હાહુ બોજ તાવથી માંદી હોતની, તી હાર કરણે હારુ તિયણાહાય તિયાણે વિનંતી કદી. 39૩૯ . એટલે ઇસુએ તિયી પાહીઊભો રઇને તાવણે થમકાવ્યો, ને તિયણે તાવ ઉતરી ગો; એટલે તે તરાતુંજ ઊઠીને તિયણાહાય સેવા કરને લાગી.40૪૦ . સૂર્ય ડૂબતી વખાતે જે બધીજ જાતણે રોગથી પીડાતે માણેહે હોતને તિયણાહાય તી ઇસુણે પાહી નાવે, ને તિયાયે તિયણાહામાંણે બધાહા પાર હાથ મુકીને તિયણાહાય હારે કરીયે. 41૪૧ . ઘણાંખરાહામાંથી દુષ્ટાત્માં નીકલી ગયા, ને બુમ પાડીને કતના હોતના કા, ' તું ઈશ્વરણે ડીખરોહો હા !' તિયાયે તિયણાહાય થમકાવીયે, ને બોનવા દેદે કાયની, કેહે કા તી જાણતે હોતને કા, ' તો ખ્રિસ્ત હા."'42૪૨ . દિહી ઉગ્યો તિયા ઇસુ નીકલીને ઉજાડ જાગ્યાએ ગો, નોકે તિયાણે હોદતે હોદતે તિયાણે પાહી આવે, તો તિયણાહા પાહીથી નાહાય ની જાય એટલે તિયણાહાય તિયાણે રોકણે મેનાત કદી . 43૪૩ . ફણ તિયાયે તિયણાહાય કય કા, ' મારે બીજા શહેરમાં બી ઈશ્વરણે રાજ્યણી સુવાર્તા પ્રગટ કરવા પડી, કેહે કા એટલે હારુ માને મુકીનવામાં આવો હા. "' 44૪૪ . યહુદિયાણે બધાજ સભાસ્થાનમાં તે સુવાર્તા પ્રગટ કરતા રયના.
1૧ હવે એહે હોવ કા બધે નોકે ઇસુ પાર પળાપળી કરીને ઈશ્વરણે વચનને ઉનાતને હોતને, તિયા ગન્નેસારેતણે તળાવણે તિળે તે ઊભા રયના હોતના. 2૨ તિયણાહાય તળાવણે તિળે ઊભી રયની બે હોડી દેખી, ફણ માછીમારો તિયા પારથી જાલ થોતના. 3૩ તે હોડીમાણી એક સિમોનણે હોતની, ઇસુ તે હોડીમાં ગો. ને તીયાણે કિનારેથી થોડેક આગે હાકણે કય. પુઠી તીયાયે હોડીમાં બેહીને નોકાહાય બોધ કરીયો.4૪ . ઉપદેશ પુરો કરીન પુઠી ઇસુએ સિમોનણે કય કા, ' હોડીણે ઊંડા પાણીમાં જાવા દે, ને માછને થરને હારુ તુમારે જાલ નાખા. "' 5૫ . સિમોને જવાબ આપીયો કા, 'ગુરુ, આમાહાય આખી રાત મેનાત કદી, ફણ કાય થરાય કાયની, તો બી તોર કવાથી હાય જાલ નાખીહી."' 6૬ . તિયણાહાય જાલ નાખી ને માછનાહાય મોટો જથ્થો થરાયો ને તિયણાહાય જાલ તૂટણે લાગી. 7૭ . તિયાણે ભાગીદાર બીજી હોડીમાં હોતના તિયણાહાય હલાહાય ઈશારો કરીયો કા, તે આવીને તિયણાહાય મદદ કરાત; ને તિયણાહાય આવીને બે હોડીમાં માછનાહાથી એવી ફરી કા તિયણાહાય હોડી ડૂબણે લાગી.8૮ . તી હેદીને સિમોન પિતરે ઇસુણે પાગ આગાલ પડીને કય કા,' ઓ પ્રભુ, મારે પાહીથી જા. કેહે કા હાય પાપી માણસ હામ."' 9૯ . કેહે કા તે ને તિયાણે બધાજ સાથી માછનાહાય જો જથ્થો થરાયો હોતનો, તિયાથી આશ્વર્ય પામીયા હોતના. 10૧૦ . તિયામાં ઝબદીણે ડીખરોહો યાકૂબ ને યોહાન, જે સિમોનણે ભાગીદાર હોતના, તિયણાહાય બી આશ્વર્ય હોવ. ઇસુએ સિમોનણે કય કા, 'બીતો નખે કેહે કા, હવેથી તું માણાહાય થરનાર બનેહે." 11૧૧ . તે હોડીણે તિળે નાવા પુથી બધજ મૂકીને ઇસુણે પાછાલ ચાન્યા.12૧૨ . એહે હોવ કા ઇસુ શહેરમાં હોતનો, તીયા હેદા, એક કોડીયો માણુંહું તિયે હોતનો; તો ઇસુણે હેદીને તિયાણે પગે પડ્યો ને તિયાણે વિનંતી કરીને બોનીયો, 'પ્રભુ, જો તોરે ઇચ્છા હોય તો માને હાર કરી શકતો હા. "' 13૧૩ . ઇસુએ હાથ લાંબો કરીયો, ને તિયાણે અટકીને કય કા, ' મારે ઇચ્છા હા, ' તું હારો હોવે,' ને તરાત તિયાણે કોડ હારો હોવો.14૧૪ . ઇસુએ તિયાણે આજ્ઞા કદી કા, ' તોરે કોઈણે કવાણ કાયની, ફણ મૂસાયે કય તીયા પ્રમાણે સાક્ષી તરીકે જાઈને પોતાણે સેવકાહાય દેખાડ, ને તોરે શુદ્ધિકરણને નેદે, તિયાણે ફાગ અર્પણ ચળાવ15૧૫ . ફણ ઇસુણે સંબંધણી વાત વધારે પ્રમાણમાં ફેલાય, ને બો બધે નોકે તિયાણે ઉનાણે હારુ ને પોતાણે રોગમાંથી હારે હોવણે હારુ તિયાણે પાહી ફેગે હોતને. 16૧૬ . ફણ ઇસુ પોતે એકાંતમાં અરણ્યમાં જાઈને પ્રાર્થના કરતોનો.17૧૭ . એક દિહી ઇસુ બોધ કરતો હોતનો, તિયા ફરોશીઓ ને શાસ્રીઓ ગાલીલણે ઘણે ગામડાહામાંથી યહૂદિયાથી ને યરુશાલેમથી આવીને તિયે બેઠાંના હોતના, ને બીમારણે હારા કરણે હારુ ઈશ્વરણે પરાક્રમ ઇસુણે પાહી હોતન.18૧૮ . હેદા, થોડેક માણેહે લકવા વાલા એક માણસણે ખાટના પાર નાવે, તિયાણે ઈસુણે પાહી નેય જાયને તિયાણે આગાલ મુકણે તિયણાહાય મેનાત કદી ; 19૧૯ . ફણ ફિડણે નેદે તિયાણે અંદાર નેય જાવાણી જાગા કાયની હોતની તે છાપરા પાર ચઢીયા, તિયથી છાપરામાં રયને તે રોગીણે ખાટના હારી ઇસુણે આગાલ ઉતારીયો.20૨૦ . ઇસુયે તિયણાહાય વિશ્વાસ હેદીને તિયાણે કયકા, ' હે માણસ, તોરે પાપ તુને માફ હોવા હા."' 21૨૧ . તી ઉનાયને શાસ્રીઓ ને ફરોશીઓહોય અંદાર ને અંદાર વિચારીને કણે લાગાકા,'ઇ દુર્ભાષણ કરનારો કીડો હા ? એખના ઈશ્વર સિવાય બીજો કીડો પાપણે માફી આપી શકતો હા? "'22૨૨ . ઇસુયે તિયણાહાય વિચાર જાણીને તિયણાહાય જવાબ આપીયો કા, ' તુમે પોતાણે મનમાં કેવા પ્રશ્નો કરતા હા? 23૨૩ વધારે હેલ કાજા હા, ' તોરે પાપ તુને માફ હોવા હા,' એહે કવાણ કા, ' ઊઠીને જાતો રજે , એહે કવાણ?"' 24૨૪ . ફ્ણ પૃથ્વી પાર માણસણે ડીખરાણે પાપ માફ કરવાણો અધિકાર હા, હી તુમે જાણા એટલે, તિયે લકવાવાલા માણસણે કયકા હાય તુને કતો હામ કા ' ઊઠ તોરે ખાટનો ઊંચકીને તોરે ખર જા."'25૨૫ . તરાતુજ તો તિયણાહાય આગાલ ઊઠીને જિયા પાર તો હુતનો હોતનો તો ખાટનો ઊંચકીને ઈશ્વરણે મહિમા કરતો પોતાણે ખર ગો. 2626 . બધેજ આશ્વર્ય પામીયે, તિયણાહાય ઈશ્વરણે મહિમા કરીયો; ને તિયણાહાય ખાબરાઇને કયકા, ' આજે આપણાહાય અજાયબ વાતો હેદી હા."'27૨૭ . તિયા ફૂટી ઇસુ તિયથી નિકલીને જાતનો, તિયા લેવી નામણો એક દાણીને ચોકી ઉપાર બેહી રયનો હેદીને ઇસુયે કય કા, ' મારે પાછાલ આવ."' 28૨૮ . ને તો બધજ મૂકીને, તિયાણે પાછાલ ગો.29૨૯ . લેવીએ પોતાણે ખરે ઇસુણે ફાગ મોટ ખાવાણ રાખ્સ. દાણીઓ ને બીજાઓહોય મોટ જૂથ તિયણા હારી ખાણે બેઠે હોતને. 30૩૦ . ફરોશીઓયે ને તિયણે શાસ્ત્રીઓયે તિયાણે શિષ્યોહોય વિરોધમાં બડબડાટ કરીને કય કા, ' તુમે દાણીઓ ને પાપીઓહોય હારી કેહે ખાતા-પીતા હા ?"' 31૩૧ . ઇસુયે તિયણાહાય જવાબ આપીને કય કા, ' જી હારે હા તિયણાહાય ડાક્ટારણે જરૂર કાયની, ફણ જી માંદે હા તિયણાહાય હા, 32૩૨ . ન્યાયીહોય કાયની, ફણ પાપીહોય પસ્તાવાણે હારુ હાદણે હાય આવો હામ. "'33૩૩ . તિયણાહાય તિયાણે કય કા,' યોહાનણે શિષ્યો ને ફરીશીહોય શિષ્યો ઉપવાસ ને પ્રાર્થના કરતા હા, ફણ તુમારે શિષ્યો ખાતા ને પીતા હા."' 34૩૪. ઇસુયે તિયણાહાય કય કા, ' વરરાજા જાનૈયાહાય હારી હા, તિયા હુદી તિયણાહા પાહી તુમે ઉપવાસ કરાવી શકતા કાયની ? 35૩૫ . ફણ હેવા દિહી આવી કા વરરાજાણે તિયણે પાહીથી નેઈ નેવામાં આવી તિયા તે દિહીમાં તે ઉપવાસ કરી."'36૩૬ . ઇસુયે તિયણાહાય એક દ્રષ્ટાંત બી કય કા, નવા નુગડામાંથી કટકો ફાળીને કોઈ માણસ જૂના નુગડાણે થીગડો મારતો કાયની; જો લાગાવે તો તે નવાણે ફાળી નાખી, ને નવામાંથી નેદનો થીગડો જૂનાણે મીલતો ની આવે.37૩૭ . તેજ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ફરત કાયની, જો ફરે તો નવો દ્રાક્ષારસ મશકોણે ફાળી નાખી, ને પોતે પળી જાયને મશકોહોય નાશ કરી. 38૩૮ . ફણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ફરવા જુજે. 39૩૯ . ને જૂનો દ્રાક્ષારસ પીધા પુઠી કોઈ નવો દ્રાક્ષારસ માંગતો નાથ, કેહે કા તો કતો હા કા. જૂનો હારો હા."'
1૧ "એક વિશ્રામવારે ઇસુ ખેતાહામાં ૨યને જાતો હા , તિયા તિયાણે શિષ્યો ઘઉંણે કણેહે તોડીને હાથમાં ચોલીને ખાતા હા 2૨ . એટલે ફરોશીઓમાંથી થોડાકાહાય કય કા, 'વિશ્રામવારે જી કરવાણ ઉચિત નાથ, તી તુમે કેહે કરતા હા?"'3૩ . ઇસુયે તિયણાહાય જવાબ આપાતા કય કા, ' દાઉદ ને તિયાણે સાથી ફુખ્યા હોતના, તિયા તિયણાહાય જી કરીય,તી તુમાહાય વાચીય નાથ કા 4૪ . તિયે ઈશ્વરણે ખરમાં જાયને જી અર્પણ રોટની યાજક સિવાય બીજા કોયણે ખાણે યોગ્ય નાથ હા તે તિયે નેયને ખાદી, ને પોતાણે સાથીઓહોય બી આપી ?"' 5૫ . તિયે તિયણાહાય કય કા, ' માણસણે ડીખરો વિશ્રામવારણે પ્રભુ હા."'6. બીજા એક વિશ્રામવારે ઇસુ સભાસ્થાનમાં જાઇને બોધ કરતો હોતનો; તિયા એક માણસ તિયે હોતનો કા જિયાણે જમણો હાથ હુકાઇ ગનો હોતનો. 7. વિશ્રામવારણે દિહી ઇસુ કોઈણે હારો કરી કા ની, તિયા વિષે શાસ્ત્રીઓ ને ફરોશીઓ તિયાણે હેજ્જા કરતા હોતના, એટલે હારુ કા ઇસુ પાર દોષ મુકવાણી તિયણાહાય તક મીલે. 8. ફણ ઇસુયે તિયણાહાય વિચાર જાણી નેઈને જે વ્યક્તિણે હાથ હુકાઈ ગનો હોતનો તિયે કય કા,'ઊઠીને વચમાં ઊભો રજે.'9૯ તિયા ઇસુયે તિયણાહાય કય કા,'હાય તુમાહાય પૂછતો હામ, કા વિશ્રામવારે હાર કરવાણ કા ખોટં કરવાણ, જીવણે બચાવાણો કા તિયા જીવણે નાશ કરવાણો, હી બેમાંથી કાજા હાર હા?"' 10૧૦ . ઇસુયે બધીજ ફણી નજર ફેરવીને તિયા વ્યક્તિણે કય કા,'તોરે હાથ લાંબો કર.' તિયે તેહે કરીય, એટલે તિયાણે હાથ હારો હોવો. 11૧૧ . ફણ તે ગુસ્સામાં આવા; ને એકબીજાણે કણે લાગા કા, 'ઇસુ વિષે આપણે કાજા કરતા ?"'12૧૨ . તે દિહીમાં એહે હોવ કા ઈસુ ઘરમાંથી નીકલીને પ્રાર્થના કરણે પહાડ પાર ગો; તિયે તિયાયે ઈશ્વરણે પ્રાર્થના કરવામાં આખી રાત કાઢી નાખી. 13૧૩ . હવાર પડતાં ઇસુયે પોતાણે શિષ્યોહોય હાદીને તિયણેમાંથી બારને પસંદ કરીયા, જિયણાહાય તિયાયે પસંદ કરીના તિયણાહાય 'પ્રેરિતો' હેવ નામ આપવામાં આવ.14૧૪ . સિમોન જિયાણે નામ ઇસુયે પિતર રાખીય હોતન તિયાણે ને તિયાણે ફાહાવ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ ને બર્થોલ્મીને, 15૧૫ . માથ્થી, થોમા, અલ્ફીણે ડીખરોહો યાકૂબ ને સિમોન, જો જિદ્દી હોતનો તિયાણે, 16૧૬ . યાકુબણે ડીખરોહો યહુદા, ને યહુદા ઇશ્કારીયોત જો વિશ્વાસઘાતી હોતનો તિયાણે.17૧૭ . પુઠી ઇસુ શિષ્યોણે હારી પહાડ પારથી ઉતરીને મેદાનમાં ઊભો રયો, તિયાણે શિષ્યોહોય મોટો સમુદાય ને આખા યહૂદિયામાંથી, તેહે જ તૂર ને સિદોનણે દરિયાકિનારાંહાય નોકાહાય મોટો સમુદાય તિયે હોતનો કા, જી તિયાણે વચન ઉનાણે ને પોતાણે રોગથી હારે હોણે આવે હોતને; 18૧૮ . જી અશુદ્ધ આત્માથી પીડાતે હોતને તિયણાહાય બી હારે કરવામાં આવે. 19૧૯ . બધેજ નોકે ઇસુણે અડીકણે મેનાત કરતે હોતને; કેહે કા તિયામાંથી પરાક્રમ નીકલીને બધાહાજ હારે કરત હોતન.20૨૦ . તિયા પુથી ઇસુયે પોતાણે શિષ્યો ફણી હેદીને કય કા, ઓ ગરીબો, તુમે આશીર્વાદિત હા કેહે કા ઈશ્વરણે રાજ્ય તુમારે હા. 21૨૧ અમી ફુખ વેઠીરનારાહો, તુમે આશીર્વાદિત હા કેહે કા તુમે તૃપ્ત હોવાહા. અમી રડીરનારાહો, તુમે આશીર્વાદિત હા કેહે કા તુમે હહવાણે હા.22૨૨ . જીયા માણસણે ડીખરાણે નેદે નોકે તુમારે નિંદા કરી તુમાહાય બાર કાઢી, તુમાહાય મેણાં મારી, તુમારે અપમાન કરી, તુમારે નામણે કલંકિત માનીને તુમાહાય કાઢી મુકી, તિયા તુમે આશીર્વાદિત હા. 23૨૩ તે દિહી તુમે આનંદ કરજા ને ખુશીથી કુદજા કેહે કા હેદા, સ્વર્ગમાં તુમારે બદલો મોટો હા; કેહે કા તિયણાહાય પૂર્વજોહોય પ્રબોધકોય હારી હેવજ કામ કરીય હોતન.24૨૪ . ફણ ઓ પૈસાવાલાહા તુમાંહાય અફ્સોસ હા ! કેહે કા તુમે તુમારે દિલાસો પામી ચૂક્યે હા ! 25૨૫ . ઓ અમી થરાઇનારાહો તુમાહાય અફ્સોસ હા ! કેહે કા તુમે ફોકે હોવાહા. ઓ અમી હસીરનારાહો, તુમાહાય અફ્સોસ! કેહે કા તુમે શોક કરાહા ને રડવાણે હા.26૨૬ . જિયા બધેજ નોકે તુમારે ફાગ હાર બોનાત તિયા તુંમાહાય અફ્સોસ હા! કેહે કા તિયણે પૂર્વજો જૂઠાં પ્રબોધકો હારી એહે જ વર્ત્યા હોતના.27૨૭ . ફણ હાય તુમાહાય ઉનાયરનારાહાય કતો હામ કા, તુમારે શત્રુઓ પાર પ્રેમ કરા, જી તુમારે નિંદા કરતે હા તિયણાહાય ફલ કરા, 28૨૮ . જી તુમાહાય શાપ દેતે હા તિયણાહાય આશીર્વાદ આપા, જી તુમારે અપમાન કરતે હા તિયણે ફાગે પ્રાર્થના કરા.29૨૯ . જો કોઈ તોરે એક ગાલ પાર થાપાડ ઠોકે, તિયાણે આગાલ બીજો ગાલ બી મુક; કોઈ તોરે નુગડે નેય ને, તિયાથી તોરે પેરવાણ બી પાછ રાખતો નખે. 30૩૦ . જો કોઈ તોરે પાહી માગે તિયાણે આપ; કોઈ તોરે કાંઈ નેય જાય તિયાણે પાહીથી તું પાછો માંગતો નખે.31૩૧ . નોકે જેહે તોરે હારી વરતીતે હા તેહે જ તુમે બી તિયણે હારી વરતીયા. 32૩૨ . તુમારે પાર જી પ્રેમ રાખતે હા તિયણે પાર તુમે પ્રેમ રાખા, તે તુમારે મહેરબાની કેવી? કેહે કા પાપીઓ બી પોતાણે ઉપાર પ્રેમ રાખનારાહાય પારુજ પ્રેમ રાખતે હા. 33૩૩ . જી તુમારે હાર કરતે હા ને તિયાણેજ હાર જો તુમે કરા, તે તુમારે મહેરબાની કેવી ? કેહે કા પાપીઓ બી એહેજ કરતે હા. 34૩૪ . જીયાણે પાહીથી તુમે પાછ મેલીવવાણી આશા રાખતે હા, તિયણાહાય જ તુમે ઉછીન આપા, તે તુમારે મહેરબાની કેવી? કેહે કા પુરેપુર પાછ નેવાણે હોય તે પાપીઓ બી પાપીહોય ઉછીન આપતે હા.35૩૫ . ફણ તુમે તુમારે શત્રુઓ પાર પ્રેમ રાખા, ને તિયણાહાય હારજ કરા, પાછ મીલવાણે ઇચ્છા રાખીયા વગાર ઉછીન આપા; ને તુમાહાય મોટો બદલો મીલી ને તુમે પરાત્પરણે દીકરે હોવાહા; કેહે કા અનુપકારીઓ ને પાપીઓ પાર તી માયાળું હા. 36૩૬ . એટલે જેહે તુમારે ઈશ્વરપિતા દયાળું હા, તેહે તુમે દયાળું બના.37૩૭ . કોઈણે ન્યાય નખે કરતે, ને તુમારે ન્યાય ની કરાય. કોયણે દોષિત નખે બનાવતે ને તુમાહાય દોષિત ની બનાવાય. માફ કરા ને તુમાહાય બી માફ કરાય.38૩૮ . આપા ને તુમાહાય બી આપવામાં આવી; હાર માપ દાબીન ને હાનવીન ને ઉભરાત તુમારે ખોલામાં તી નાખી દેય, કેહે કા જે માપથી તુમે માપી આપતે હા, તિયાથી તુમાહાય માપી આપાય.39૩૯ . ઇસુયે તિયણાહાય એક દ્રષ્ટાંત કય કા,' શું આંડલો માણુહુ બીજા આંડલાણે ચાનાળી શકે ? તે બેવ ખાડામાં પડાત ની? 40૪૦ . શિષ્ય પોતાણે ગુરુ કરતાં મોટો નાથ, ફણ બધાજ શિષ્ય પુરી રીતે તીયાર હોવા પુથી પોતાણે ગુરુ જેવો બની.41૪૧ . તું તોરે ફાવાહાણે ડોલાહામાણ ફોતરં થિયાનમાં નેતો હા, ને તોરે પોતાણે ડોલાહામાણ ફારોટીયો કેહે હેદતો નાથ? 42૪૨ . તોરે પોતાણે ડોલાહામાણો કચર ની હેદતો હોય તે પુથી તું તોરે ફાવાહાણે કેહે કરીને કતો હા કા, ફાવાહા, તોરે ડોલાહામાણ માને તણખલું કાળવા દે ? ઓ ઢોંગી, તું પેલા પોતાણે ડોલાડામાંથી કચર કાઢ, ને તિયા પુઠી તુને તોરે ફાવાહાણે ડોલાહામાંણ ફોતરં કાડણે હારી રીતે દેખાય.43૪૩ કોઈ હારા ઝાડવાણે ખરાબ ફળ આવત નાથ; ને કોઈ ખરાબ ઝાડવાણે હાર ફળ આવત નાથ. 44૪૪ . બધેજ ઝાડવે પોતાણે ફળથી ઓલખાતે હા; કેહે કા કાટાણે ઝાડવા પારથી નોકે અંજીર વેછતે નાથ, ને ઝાંખરાં પારથી દ્રાક્ષ વેછતે નાથ.45૪૫ . હારો માણુંહુ પોતાણે મનણે ભંડારમાંથી હાર કાડતો હા; ખરાબ માણુંહુ પોતાણે મનણે ખરાબ ભંડારમાંથી ખરાબ કાડતો હા; કેહે કા મનમાં જી ફરીન હોય તી જ મુઆમાંથી બોનાત હા.46૪૬ . તુમે માને પ્રભુ, પ્રભુ, કેહે કતે હા, ને જી હાય કતો હામ તી કરતે નાથ? 47૪૭ . જી કોઈ મારે પાહી આવતે હા, ને મારે વચન ઊનાતે હા ને પાલતે હા, તી કીડા જેવે હા, તી હાય તુમાહાય કહીય. 48૪૮ . તો એક ખર બાંધનાર માણાસણે જેવો હા, જીયે ઊડં ખોદીને ખળક પાર પાયો નાખ્યો; ને જીયા રેલ આવી, તિયા તી ખરણે નદીણે સપાટો લાગો, ફણ તિયાણે હાનવી શક્યો ની, કેહે કા તી મજબુત બાંધીન હોતન.49૪૯ . ફણ જી મારે વચનણે ઉનાતે હા ને તીયા પ્રમાણે કરતે નાથ તી ઇયા માણાહા જેવો હા કા જીયે પાયો નાખ્યા વગાર જમીન પાર ખર બાંધીય; ને તે નદીમાં પુર આવ ને તીયા ખરણે તરાત પાડી નાખ્ય; ને તી ખરણે બધોજ નાશ હોવો. "'
1૧ . નોકાહાય બધી વાત કયા ફૂટી ઇસુ કપરનાહુમમાં ગો.2૨ . તીયે એક સૂબેદારને નોકાર જો તિયાણે પ્રિય હોતનો તો માંદો પળીનો હોતનો ને મરવાણે અણી પાર હોતનો. 3૩ . ઇસુ વિશે સુબેદારે ઉનાતાં તિયે યહૂદિયાણે થોડાક વડીલોહોય તિયાણે પાહી મૂકીન્યે ને હેવી વિનંતી કરી કા, ' તુમે આવીને મારે નોકરને બચાવા. "' 4૪ તિયા નોકાહાય ઇસુણે પાહી આવીને તિયાણે આગ્રહથી વિનંતી કરતાં કય કા, જીયાણે ફાગ તુમે અતત્ર કરતા હા તિયાણે તી યોગ્ય હા; 5૫ . કેહે કા તો આપણે નોકાહા પાર પ્રેમ રાખતો હા; ને તિયે પોતાણે ખર્ચે આપણે ફાગ આપણે સભાસ્થાન બાંધાવ્ય હા."'6૬ . એટલે ઇસુ તિયણે હારી ગો. ને ઇસુ તિયાણે ઘરથી થોડેક દૂર હોતનો હતરામાં સૂબેદારે ઇસુ પાહી ભાઈબંધોહીય મુકનાવીને કવડાવીય કા, 'પ્રભુ, તું તસ્દી નખે નેતે, કેહે કા તું મારે ખરે આવા હેવો હાય યોગ્ય નાથ; 7૭ . હિયા કારણથી હાય મારે જાતણે ફણ તુમારે પાહી આવણે લાયક ગણતો નાથ; ફણ તું ખાલી શબ્દ બોન એટલે મારે નોકાર હારો હોવી. 8૮ . કેહે કા હાય બી કોઈ માણસણે હાથ નીચે કામ કરતો હામ; ને મારે પોતાણે અધિકાર નીચે સિપાઇયો હા; હાય એકણે કતો હામ કા, જા, ને તો જાતો હા; ને બીજાણે કતો હામ કા, આવ, ને તો આવતો હા; મારે નોકારને કતો હામ કા ઇયા પ્રમાણે કર, તેહે તો કરતો હા.'"9૯ . હે વાત ઊનાયને ઇસુ તિયાથી નવાય પામીયો, ને ફીરીને પોતાણે પાછાલ આવીને નોકાહાય ઇસુયે કય કા, ' હાય તુમાહાય કતો હામકા, અતરો બધો વિશ્વાસ મયે ઇઝરાયેલમાં બી હેજ્જો નાથ. "' 10૧૦ . સુબેદારે જીયણાહાય મુકીન્યા તે પાછા ખરે આવા, તિયા તિયણાહાય માંદા નોકારને હારો હોવનો હેજજો.11૧૧ . થોડા દિહી પુઠી નાઇન નામણે શહેરમાં ઇસુ ગો, ને તીયાણે શિષ્યોણે ખણે નોકે બી તિયાણે હારી ગયે. 12૧૨ . હવે બધે શહેરણે દરવાજા પાહી આવા તિયા હેદા, તી એક મરીના માણસણે બાઈરી નેયને જાતને હોતને; તો તિઈણે માંણે એકનો એક ડીખરોહો હોતનો, ને તે વિધવા હોતની; શહેરણે ખણે નોકે તિઈણે હારી હોતને. 13૧૩ . તિયાણે હેદીને પ્રભુણે તિયા પાર અનુકંપા આવી, ને ઇસુયે તે સ્ત્રીણે કય કા, ' ૨ડતી નખે."' 14૧૪ . ઇસુયે મરી ગયની વ્યક્તિ પાહી જાઈને તિયાણે ઠાઠડી અડીયો એટલે તે મરીનાણે ઊંચીકનારા ઊભા રાખા. ને ઇસુયે કય કા, 'જુવાન, હાય તુને કતો હામ કા, ઊઠ જીવતો હોવ."' 15૧૫ . જો મરીગનો હોતનો તો ઊભો હોવો, ને બોનણે લાગો. ઇસુયે તિયાણે તિયાણે માંણે હોપ્યો.16૧૬ . હી હેદીને બધાહાય બોજ બીક નાગી; ને તિયણાહાય ઈશ્વરણે મહિમા કરીને કય કા, 'એક મોટો પ્રબોધક આપણામાં ઊભો હોવો હા, ને ઈશ્વરે નોકાહાય મુલાકાત નંદી હા."' 17૧૭ . તિયાણે સંબંધણી વાત આખા યહૂદિયામાં ને આસપાસણે બધાજ પ્રદેશમાં ફેલાઈ ગોય.18. યોહાનણે શિષ્યોયે હે બધીજ વાત વિષે તિયાણે કયને જાણાવ્ય. 19. યોહાને પોતાણે શિષ્યોમાંથી બેણે પોતાણે પાહી હાદીને તિયણાહાય પ્રભુણે પાહી મુકનીને પુછાવ્ય કા, ' જો આવાણો હા તો તુંજ હા, કા આમે બીજાણે વાટ હેજ્જે? "' 20. તે માણાહાય તિયાણે પાહી આવીને કય કા, બાપતિસ્મા કરનાર યોહાને તુમારે પાહી આમાહાય હેવ પુછણે મુકીન્યા હા કા, ' જો આવાણો હા તો તુંજ હા, કા આમે બીજાણે વાટ હેજજે?"'21. તેજ વખાતે ઇસુએ જુદાજુદા રોગથી, પીડાથી ને દુષ્ટાત્માઓથી રિબાતા ખણાં હાય હારા કરીયા, ને ઘણાં આંડલાહાય દેખતે કરીયે. 22. ઇસુયે તિયણાહાય જવાબ આપતાં કય કા,'જી જી તુમાહાય હેજજ ને ઊનાય તી જાયને યોહાનણે કઈ ઊનાવા; એટલે કાં આંડલે દેખતે હોવે હા, પગથી અપંગ માણેહે ચાનતે હોવે હા, સ્કતપિત્તીઓણે શુદ્ધ કરાયે હા, ને બેરે ઊનાતે હોવે હા, મરીગનાહાય જીવતે કરવામાં આવતે હા, ગરીબા હાય સુવાર્તા પ્રગટ કરાતી હા, 23. ને જી કોઈ મારે નેહે ઠોકાર ની ખાય તી આશીર્બહિત હા."'24૨૪ .યોગાનણે સંદેશવાહકો ગયા એટલે ઇસુયે નોકાહાય યોહાન વિશેશં કથ કા અરણ્યમાં તુમે કાજી હેહાણે ગાના હોતના 25૨૫ . ફણ તુમે કાજા હેદણે ગયે હોતને? કાજા મુલાયમ નુગડે પેરીના માણસણે? હેદા, જે હારમાંણે નુગડે પેરતો હા ને એશ આરામમાં રતો હા, તો રાજમહેલમાં હોતો હા ! 26૨૬ . ફણ તુમે કાજા હેદણે ગને હોતને? કાજા પ્રબોધકણે કા? હાય તુમાહાય કતો હામ કા, હા, ને પ્રબોધકણે કરતાં કણ જી વધારે હા, તિયાણે.27. જીયાં વિશે નખ્ય હા કા, હેદા, હાય તુમારે શંદેશાવાહકણે તોરે આગાલ મુકીનતો હામ, કા જો તોરે આગાલ તોરે રસ્તો તિયાર કરી, તો હોજ હા. 28. હાય તુમાહાય કતો હામ કા, સ્ત્રીઓથી જી જનીમ્યે હા, તિયામાં યોહાન કરતાં મોટો કોઈ નાથ, તો બી ઈશ્વરણે રાજ્યમાં જો બધાથી નાનો હા, તો બી તીયા કરતા મોટો હા. "'29. હી ઊનાયને બધે નોકાહાય ને દાણીહોય યોહાનણે બાપ્તિસાણે કારણે, 'ઈશ્વર ન્યાયી હા' એહે કબૂલ કરીય. 30. ફણ ફરોશીઓ ને શાસ્ત્રીઓ તિયાથી બાપ્તિસ્મા પામીયા કાયની, એટલે તિયણાહા સંબંધી ઇશ્વરણે જે યોજના હોતની તે તિયણાહાય નકાર કદી.31. ' ઇયા પેઢીણે માણાહાય કેવાણે ઉપમા આપાય ? તે કીડા જેવે હા? 32. તી તે નીચકાહા જેવે હા કા જી ચોકમાં બેહીને એકબીજાણે કતે હા કા, આમાહાય તુમારે આગાલ વાહલી વાગાડી, ફ્ણ તુમે નાચ્ચે કાંયની; આમાહાય વિલાપ કરીનો, ફણ તુમે રડીયે કાંયની.33. કેહે કા યોહાન બાપ્તિસ્મા કરનાર રોટની ખાતો કા દ્રાક્ષારસ પીતો આવો કાયની; ને તુમે કતે હા કા તિયાણે દુષ્ટાત્મા વીલીગ્યો હા. 34. માણસણે ડીખરો ખાતો પીતો આવો હા, તિયા તુમે કતે હા કા, હેદા, ખાઉધરો ને દારુબાજ માણસ, જકાત ઉવરાવનાર ને પાપીઓહોય મિત્ર! 35. ફ્ણ જ્ઞાન તિયાણે નીચકાહાથી યથાર્થ માનાત હા."'36. કોઈ એક ફરોશીયે ઇસુણે પોતાણે હારી ખાણે હારુ વિનંતી કદી. ઇસુ ફરોશીણે ખરમાં જાઇને ખાણે બેઠો. 37. હેદા, ઇયા શહેરમાં એક પાપી સ્ત્રી હોતની; તિયે જીયા જાણ્યકા ફરોશીણે ખરમાં ઇસુ ખાણે બેઠો હા, તિયા અત્તરની સંગેમરમરની ડબ્બી નાવીને, 38. તિયાણે પાગ પાહી રડતી રડતી પાછાલ ઊભી રાખી, ને પોતાણે આંસુથી તિયાણે પાગ ફીગવીને પોતાણે માથાણે વાળથી લૂછણે લાગી, તિયે તિયાણે પાગણે ચૂમીયાં, તિયાણે અત્તર લાગીવ્ય.39. હવે તી હેદીને જે ફરોશીયે ઇસુણે ખાણે હાદીનો હોતનો તો મનમાં એહે કણે લાગા કા,' જો હો માણસ પ્રબોધક હોત, તે હે જે સ્ત્રી તિયાણે અળીકતી હા, તે સ્ત્રી કીડી હા ને કેવી હા તે તો જાણતો, એટલે કા તે તો પાપી હા. "' 40. એટલે ઇસુએ તિયાણે જવાબ આપતા કય કા, ' સિમોન, મારે તુને કાંઈ કવ હા,'તિયા તિયે ઇસુણે કય કા,' કઅની ને, પ્રભુ."'41. ઇસુયે કય ' એક લેણદારને બે દેવાદાર માણસો હોતના; એકને પાંચસો દીનારને દેવ, ને બીજાણે પચાસણ હોતન. 42. જીયા તિયણાહા પાર ચૂકીવવાણે કાંઈ નાથ હોતન, તિયા તિયે બેવાહાય દેવ માફ કરીય. તે તિયામાણો કીડો તિયા પાર વધારે પ્રેમ રાખી?"' 43. સિમોને જવાબ આપતા કય કા, ' માને નાગત હા કા જિયાણે તિયે બધાથી વધારે દેવ માફ કરીય હા તી.' ને તીયે ક કય, ' તુયે હાચો જવાબ આપ્યો."'44. પુઠી ઇસુયે હલી સ્ત્રી ફણી હેદીને સિમોનણે કય કા, ઈયી હે સ્ત્રીણે તું હેદતો હા? હાય તોરે ખર આવો તિયા મારે પગણે ધોણે હારુ તુયે માને પાણી આપ્ય કાંયની ; ફણ હે સ્ત્રીએ મારે પગણે આંસુથી ફીગવીને તિયે પોતાણે માથાણે વાળથી લૂછ્યા હા. 45. તુયે માને ચુંબન કરીય કાયની; ફણ હાય અંદાર આવો તીયારથીજ તે સ્ત્રી જરાક બી રોકાયા વગાર મારે પાગણે ચુંબન કરીયા કરતી હા.46. તુયે મારે માથે તેલ લાગીવ્ય કાંયની; ફણ તિયે મારે પગે અત્તર લાગીવ્ય હા. 47. એટલે હાય તુને કતો હામ કા, હીયણે પાપ બો હા તે તિયણે માફ હોવા હા; કેહે કા તિયે ઘણે પ્રેમ રાખ્યો; જીયાણે થોડાક માફ હોવા હાતો થોડોક પ્રેમ રાખતો હા."'48. ઇસુયે તે સ્ત્રીણે કય કા, ' તોરે પાપ માફ કરવામાં આવા હા. "' 49. ઇસુણે હારી ખાણે બેઠાના હોતના, તે પોતાણે મનમાં વિચારને લાગીયા કા, હો કીડો હા કા જો પાપણે બી માફ કરતો હા?"' 50. ઇસુયે તે સ્ત્રીણે કય કા, ' તોરે વિશ્વાસે તુને બચાવી હા; શાંતીથી જા."'
1. થોડાક સમય ફૂટી ઇસુ શહેરેશહેર ને ગામેગામ ઈશ્વરણે રાજ્યણી સુવાર્તા પ્રગટ કરીયાને બાર શિષ્યો બી તિયાણે હારી હોતના, 2. કતરીક સ્ત્રીઓણે દુષ્ટાત્માથી ને રોગથી હારી કરવામાં આવાની હોતીની, તિયણેમાં જિયામાંથી સાત દુષ્ટાત્માણે કાઢવામાં આવના હોતના તે મગ્દલાની મરિયમ, 3. હેરોદણે કારભારી ખોઝાણે પત્ની યોહાન્ના, સુસાન્ના ને બીજી ઘણી સ્ત્રીઓ, જે પોતાણે પયાહા વાપરીને ઇસુણે સેવા કરતી હોતની તે બી તિયણે હારી હોતની.4. જીયાં ઘણે નોકે ફેગે હોવે, ને શહેરે શહેરણે નોકે તિયાણે પાહી આવે, તિયા તિયે દ્રષ્ટાંત કય કા, 5. ' એક માણસ બીવળ વાવણે ગો, વાવતાં વાવતાં કતરેક બીવળ માર્ગમાં કોરે પડીયે. તી પાગ નીચે છૂંદાય ગયા ને આકાશણે પક્ષી તી બીવળ ખાય ગયે. 6. બીજે બીવળ પથરાવાલી જમીન પાર પડીયે ને ઉગ્યે તેવેજ તી કરમાય ગયે, કેહે કા, તિયે ફેજ કાયની હોતનો.7. કતરેક બીવળ કાંટાણે જાલામાં પડીયે; ને કાંતણે જાલાયે વધીને તિયાણે દાબી નાખ્યે. 8. ને બીજે બીવળ હારી જમીનમાં પડીયે, તી ઉગ્યે ને તિયાણે સોગણો પાક હોવો; હે વાત કતાં ઇસુયે ઊંચા અવાજે કય કા, જિયાણે ઉનાણે કાન હા તી ઊનાય. "'9. તિયાણે શિષ્યોયે ઇસુણે પૂછ્ય કા, ઇયા દ્રષ્ટાંતણે અર્થ કાજા હા?"' 10. ઇસુયે કય કા, ' ઈશ્વરણે રાજ્યણે મર્મ જાણવાણે તુમાહાય આપ્ય હા, ફણ બીજાહાય દ્રષ્ટાંતોમાં, કા હેદતાં તી હેદાત ની, ને ઊનાતાં તી હમજાત ની.11. હવે દ્રષ્ટાંતણે અર્થ ઓ હા; બીવળે તી ઈશ્વરણે વચન હા. 12. ને માર્ગણે કોર પારને તી ઊનાયરનારે માણેહે હા; ફૂટી શેતાન આવીને તિયણાહાય મનમાંથી સંદેશ નેઈ જાતો હા, એટલે હારુ કા તી વિશ્વાસ ની કરે ને ઉદ્વાર ની પામે. 13. પથરા પાર પળીને બીવળ તી ઇ હા કા, જી ઊનાયને સંદેશણે આનંદથી માની નેતે હા; ને તિયાણે મૂલે કા આધાર ની હોવાથી, તી થોડીક વાર હુદી વિશ્વાસ કરતે હા, ફણ પરીક્ષણને સમયે પાછે હઠી જતે હા.14. કાંટામાં પડીને બીવળ ઈ હા કા, જિયણાહાય શંદેશ ઊનાયો હા, ફણ પોતાણે માર્ગે ચાનતાં ભૌતિક જગતણે ચિંતામાં ને દ્રવ્ય ને વિલાસથી તી દાબાઈ જાતે હા, ને તિયાણે પાકીન ફળ આવતે કાયની. 15. ને હારી જમીનમાં પડીને ઇ હા કા, જી શંદેશો ઊનાયને પ્રામાણિક ને હારાં હૃદયથી વાત ગ્રહણ કરતે હા, ને ધીરજથી ફળ આપતે હા.16. ને કોઈ માણસ દીવો હલગાવીને તિયાણે વાહણા નીચે ઢાંકતો કાઈની , ને ખાટના નીચે મુક્તો નાથ; ફણ તિયાણે દીવી પાર મૂકતો હા કા અંદાર આવવાવાલાહાય હુજાલ મીલે. 17. કેહે કા, હેવી કોઈ છૂપી વસ્તુ નાથ કા તે ખુલ્લી ની હોવે ને જાણાય ની, ને ઉઘાડ હોવે ની, હેવા કાંઈ ગુપ્ત કાયની . 18. એટલે તુમે કેવી રીતે ઊનાતે હા તીયા વિશે સાવધાન રયા; કેહે કા જિયાણે પાહી હા તિયાણે આપાય; ને જિયાણે પાહી કાઈની તિયાણે પાહીથી તિયાણે જી હા તી બી નેય નવાય."'19. ઇસુણે માં ને ફાહાવ તિયાણે પાહી આવા, ફણ નોકાહાય ફીડણે નેદે તી તિયાણે પાહી જાય અખીયે કાયની. 20. ને ઇસુણે કોઈયે ખબાર આપી કા, ' તોરે માં ને તોરે ફાહાવ બાર ઊભાં રાખા હા, ને તુને મીલને માગતો હા. "' 21. ફણ તિયે જવાબ આપતાં તિયણાહાય કય કા, ' હવે જી ઇશ્વરણે વચનને ઊનાતે હા ને પાલતે હા તી મારે માં ને ફાહાવ હા."'22. એક દિહી એહે હોવ કા, ઇસુ પોતાણે શિષ્યોણે હારી હોડીમાં બેઠો; તિયા ઇસુયે શિષ્યોણે કય કા, ' આપણે સરોવરને હામેણે પાર જાતે; ને તે નીકીલ્યા 23. ને તે હાંકતા હોતના હતરામાં ઇસુ હુવી ગો; ને સરોવર પાર વાયરાણે ફારે વાવાઝોડ આવ; પાણીથી હોડી ફરાઇ જાણે લાગી, ને તે જોખમમાં આવી પડ્યા.24. એટલે શિષ્યો ઇસુ પાહી આવા, ને તિયાણે જાગાડીને કય કા, ' ગુરુજી ગુરુજી, આમે નાશ પામતા હામ!' તિયા તિયે ઊભા રાખીને વાયરાણે ને પાણીણે મોજાણે થમકાવ્યાં, એટલે વાવાઝોડ બંધ હોવ ને શાંતિ હોવી. 25. ઇસુયે તિયણાહાય કય કા, ' તુમારે વિશ્વાસ કાં હા?' તે બીકથી નવાય પામીયા ને એકબીજાણે કણે લાગા કા, ' ઓ તે કીડો હા કા વાયરાણે ને પાણીને બી આજ્ઞા કરતો હા ને તી તિયાણે માનતે હા?"'26. ગાલીલણે હલી પાર આવન ગેરાસાનીઓણે દેશમાં તી પોચીયેં. 27. ફૂટી ઇસુ કિનારે ઊતીરીયો, તીયા શહેરમાંથી એક માણસ તિયાણે હામે આવો. તિયાણે દુષ્ટાત્મા વીલગીનો હોતનો; ઘણાં સમયથી તો પોતાણે નુગડે પેરતોનો કાયની. ને ખરમાં કાયની, ફણ કબરોમાં રતો હોતનો.28. તિયે ઇસુણે હેજ્જો તીયા તીયે બૂમ પાડીને તિયાણે આગાલ પડ્યો ને મોટે અવાજે કય કા, ' ઓ ઇસુ, પરાત્પર ઈશ્વરણે ડીખરાહા, મારે ને તુમારે કાજા હા? હાય તુને વિનંતી કરતો હામ કા માને દુ:ખ નખે આપતો. "' 29. કેહે કા ઇસુયે અશુદ્ધ આત્માણે તીયા માણસમાંથી બહાર નીકીલવાણી આજ્ઞા કરી હોતની. હે હુષ્ટાત્મા તીયા માણસણે વારેવારે વીલીગ્યા કરતો હોતનો; ને તે તિયાણે હાકાલથી ને બેડીથી બાંધતાના, ફણ તો બાંધીન તોડી નાંખતોનો ને દુષ્ટાત્મા તિયાણે જંગલમાં નેઇ જાતો હોતનો.30. ઇસુયે તિયાણે પૂછ્ય કા, ' તોરે નામ કાજા હા? ' તિયે કય કા,'સેના,' કેહે કા તિયામાં ઘણાં દુષ્ટાત્મા હોતના. 31. દુષ્ટાત્માહાય ઇસુણે વિનંતી કરી કા, 'આમાહાય નીકલીને અનંતઊંડાણમાં જાણે હુકમ નખે કરતો."'32. હવે તીયે બો ભૂંડાહાય ટોલ ડોગરા ફણી ચરત હોતન; ને તિયણાહાય તિયાણે વિનંતી કરી કા, આમાહાય ' તિયામાં ઓરાવાણી રજા આપ.' 33. દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકલીને ભૂંડાહામાં ગયાં; ટોલ ટેકરા ઉપારથી દરિયામાં પડી ગ ને ડૂબી મરીયે.34. જી હોવ તી હેદીને ભૂંડ ચરાવનારે નાઠે, ને શહેરમાં ને ગામડામાં જાઈને તિયા વિષે ખબાર આપી. 35. જી હોવ તી હેદણે હારુ નોકે નીકીલ્યે, ને ઇસુણે પાહી આવે; તિયા જીયા માણાહામાંથી દુષ્ટાત્મા નીકીલ્યાં હોતના તિયાણે તિયણાહાય નુગડે પેરીનો ને હોશમાં આવીનો ઇસુણે પાગા આગાલ બેહીનો હેજ્જો; ને બધે ખાબરાયે.36. દુષ્ટાત્માં વીલગીનો માણસ કેહ કરીને હારો હોવો, તી જિયાણાહાય હેજજ હોતન તિયણાહાય તિયાણે કઇ જાણાવ્ય. 37. ગેરાસાનીઓણે આસપાસણે દેશમાં બધાજ નોકાહાય ઇસુણે વિનંતી કરી કા, ' આમારે પાહીથી જાતો ૨જે.' તે ખણા બીય ગયે હોતને. પુઠી હોડીમાં બેહીને તે પાછા ગયા.38. ફણ જીયા માણસમાંથી દુષ્ટાત્મા નીકીલ્યો હોતનો તિયે તિયાણે હારી રણે હારુ વિનંતી કરી; ફણ ઇસુયે તિયાણે વિદાય કરીને કય કા, 39. ' તોરે ખર પાછો જા, ને ઈશ્વરે તોરે ફાગ કેવે મોટે કામ કરીયે હા તી કઈ જાણાવ.' ને તિયે જાઈને ઇસુયે કેવે મોટે કામ તિયા ફાગે કરીયે હોતને, તી આખા શહેરમાં કઈ જાણાવ્ય.40. ઇસુ પાછો આવો, તીયા નોકાહાય તિયાણે આવકાર કરીયો; કેહે કા બધે ઇસુણે વાટ હેદતે હોતન 41. હેદા, યાઇરસ નામણો એક માણસ આવો, ને તો સભાસ્થાનના અધિકારી હોતનો; ને તિયે ઇસુણે પગે પડીને તિયાણે વિનંતી કરી કા, ' મારે ખરે આવ. "' 42. કેહે કા તિયાણે આશરે બાર વરાહથી એકણી એક ડીખરીહી હોતની ને તે મરવાણી અણી પાર હોતની. ઇસુ જાતનો હોતનો તીયા ખણા નોકાહાય તિયા પાર પળાપળી કરી.43. એક સ્ત્રીણે બાર વરાહથી લોહીવાણે રોગ હોવો હોતનો, ને તીયે પોતાણે બધાજ પયાહા વૈદ પાછાલ ખરચી નાખ્યા હોતના ફણ કોઈ તિયાણે રોગ હારો કરી હખ્યો કાયની. 44. તે ઇસુણે પાછાલ આવીને તિયાણે ઝબ્બાણે કોરણે અડકી, ને તરાત તિયણે લોહીવા બંધ હોવો.45. ઇસુયે કય કા, ' માને કીડાયે અડીક્યો? ને બધાહાય ના પાડી, તિયા પિત્તર ને જે તિયાણે હારી હોતના તિયણાહાય કય કા,' ગુરુ, ખણે નોકે તુમારે ઉપાર પળાપળી કરતે હા, ને તુને દાબાવી દેતે હા."' 46. ફણ ઇસુયે કય કા, ' કોઈ માને અડીક્ય તે હા; કેહે કા મારેમાંથી પરાક્રમ નીકીલ્ય હેવ માને ખબાર પડી."'47. જિયા તે સ્ત્રીએ જાણ્ય કા હાય છૂપી હકી કાયની, તીયા તે થ્રૂંજતી થ્રૂંજતી આવી, ને તિયાણે પગે પડીને કાજા કારણથી તિયે તિયાણે અડકી હોતની ને કેહે કરીને હારી હોવી, તી તિયે બધા નોકાહા આગાલ ઇસુણે કઈ ઊનાવ્ય. 48. ઇસુયે તિયણે કય કા, ' દીકરી, તોરે વિશ્વાસે તુને હારી કરી હા; શાંતિથી જા."'49. ઇસુ આજુ બોનતો હોતનો હતરામાં સભાસ્થાનણે અધિકારીણે તિયથી એક માણસે આવીને તિયાણે કય કા, ' તોરે ડીખરીહી મરી ગોઇ હા, ગુરુણે તસ્દી નખે આપતો."' 50. ફણ તી ઊનાયને ઇસુએ તિયણે જવાબ આપ્યો કા, ખાબરાતી નખે, ખાલી વિશ્વાસ કર, ને તોરે ડીખરીહી હારી હોવી. "'51ઇસુ ખરમાં પોંચીયો, તીયા પિત્તર, યાકૂબ, યોહાન, ને છોકરીણે માંબાપ સિવાય ઇસુયે કોઈણે પોતાણે હારી આવવા દેધે કાયની. 52૫૨. તીયે બધે નોકે છોકરી પાછાલ રડતે ને વિલાપ કરતે હોતને; ફણ ઇસુયે કય કા, રડતે નંખા; તે મરી ગોઇ કાયની, ફણ હુતની હા. 53. તે મરી ગોઇ હા એહે જાણીને તિયણાહાય ઇસુણે હહી કાઢ્યો.54. ફણ ઇસુયે તિયણે હાથ થરીને મોટે અવાજે કય કા, 'દીકરી, ઊઠ."' 55. ને તિયણે આત્મા પાછો આવો, ને તે તરાત ઊભી હોવી. ને ઇસુયે તે છોકરીણે ખાવાણ આપણે હુકમ કરીયો. 56. તિયણે માંબાપ આશ્વર્યચકિત હોવે; ફણ તિયે તિયણાહાય તાકીદ કરી કા, 'જી હોવ તીયા વિષે કોઈણે કાંય કતે નખા."'
1ઇસુયે પોતાણે બાર શિષ્યોહોય પાહી હાદીને તિયણાહાય બધાજ દુષ્ટાત્માહાય કબજે કરવાણી, ને રોગ મટાડવાણી શક્તિને અધિકાર આપ્યો. 2. ઈશ્વરણે રાજ્યણી ઘોષણા ને માંદાડાય હારે કરણે ઇસુયે તિયણાહાય મુકીન્યા.3. ઇસુયે તિયણાહાય કય કા,' તુમારે મુસાફરીણે હારુ કાંઈ નેતા નંખા, નાકડી, થેલી, રોટની કા પયાહા, ને બે જોળી નુગડે બી નેતે નંખા. 4. જે ખરમાં તુમે જાત, તીયે જ ૨યા, ને તિયથી જ બીજે જગ્યાએ જાણે નીકીલજા.5. તીયા શહેરમાંથી તુમે નીકલાત તીયા જતરાહાય તુમારે સત્કાર કર્યો ની હોય તિયણે વિરુદ્ધ સાક્ષી તરીકે તુમારે પાગણે થૂળ ખંખેરી નાખજા. "' 6. ને શિષ્યો તિયેથી નીકીલ્યા, ને ગામેગામ સુવાર્તાણે પ્રચાર કરતા ને માંદા નોકાહાય હારે કરતા બધે ફીરણે લાગીયા.7. જી હોવ તી બધજ ઊનાયને હેરોદ રાજા બોજ મૂંઝવણમાં પળીયો, કેહે કા કતરેક એહે કતે હોતને કા, મૃત્યુ પામીનો યોહાન પાછો આવો હા."' 8. કતરેક કતે હોતને કા, ' એલિયા પ્રગટ હોવો હા;' ને બીજે કતે હોતને કા, 'પ્રાચીન પ્રબોધકોમાંણો એક પાછો ઊઠ્યો હા."' 9. હેરોદે કય કા, ' યોહાનણે માથં કાપી નાખાવ્ય; ફણ ઓ કીડો હા કા જિયાણે વિશે હાય એવી બધી વાત ઊનાતો હામ?"' ને હેરોદ ઇસુણે હેદણે હારુ તિયાણે પીછો કરીયો.10. પ્રેરીતોહોય પાછા આવીને જી જી કરીય હોતન તી ઇસુણે કય ઊનાવ્ય ને તિયણાહાય હારી નેઈને બેથસાઈદા નામણા શહેરમાં એકાંતમાં ગયા. 11. નોકાહાય ખબાર પળતા જ તિયણાહાય ટોલેટોલા તિયાણે પાછાલ ગયા; ને ઇસુયે તિયણાહાય આવકાર કરીને તિયણાહાય ઈશ્વરણે રાજ્ય વિશે સંદેશ કર્યો, ને જિયણાહાય હારે હોવાણી ગરજ હોતની તિયણાહાય હારે કરીયે.12. દિહી પુરો હોણે આવો, તીયા બાર શિષ્યોહોય આવીને કય કા, ' નોકાહાય વિદાય કરા કા તી આજુબાજુણે ગામમાં ને પરાંમાં જાઈને ઊતરાત, ને ખાવાણ મેલવાત; કેહે કા આપણે ઈયે ઉજાડ જગ્યાયે હામ."' 13. ઇસુયે તિયણાહાય કય કા, 'તુમે તિયણાહાય ખાવાણ આપા.' શિષ્યોહોય કય કા, ' આમારે પાહી તે જવણી પાંચ રોટની ને બે માછની સિવાય બીજ કાંઈ નાથ. આમે જાતે જાઈને ઈ નોકાહા ફાગ ખાવાણ વેચાત નાવતામ તીયા જ તિયણાહાય આપી હકાય. "' 14. કેહે કા તી આશરે પાંચ હજાર પુરુષ હોતના. ઈસુયે પોતાણે શિષ્યોણે કય કા, આશરે પચાસ પચાસણી પંગાતમાં તિયણાહાય બેહેવાળા.15. શિષ્યોહોય તી પ્રમાણે કરીય, ને નોકાકાય બેહાડીયે. 16. ફૂટી ઇસુયે પાંચ રોટની ને બે માછની નેઈને સ્વર્ગ ફણી હેદીને તિયણા ફાગ ઇશ્વરણે સ્તુતિ કરી ને તિયાણે કકડા કરીને નોકાહાય પીરસણે હારુ શિષ્યોહોય આપ્યા. 17. તી બધાહાય ખાધ ને થરાયે; ભાણામાં વધી પડીના કકડાથી તિયણાહાય બાર ટોપની ફરી.18. એહે હોવ કા ઇસુ એકાંતમાં પ્રાર્થના કરતો હોતનો, તીયા શિષ્યો તિયાણે હારી હોતના; ઇસુયે શિષ્યોહોય પૂછ્ય કા, 'હાય કીડો હામ, તિયા વિષે નોકે કાજા કતે હા?"' 19. શિષ્યોહોય જવાબ આપતાં કય કા, ' યોહાન બપ્તિતિસ્મા આપનાર, ફણ કતરેક કતે હા કા, એલિયા; ને બીજે કતે હા કા, ભૂતકાળણે પ્રબોધકોમાણો એક પાછો જીવતો હોવનો પ્રબોધક."'20. ઇસુયે તિયણાહાય કય કા, ' ફ્ણ હાય હામ તીયા વિષે તુમે કાજા કતા હા?' પિત્તરે જવાબ આપતા કય કા, ' ઈશ્વરણે ખ્રિસ્ત."' 21. ફ્ણ ઇસુયે તિયણાહાય કડક આજ્ઞા આપી કા, 'હે વાત કોઈણે કતા નખા."' 22. ને, ઈસુયે તિયણાહાય કય કા, ' માણસણે ડીખરાણે ખણ દુ:ખ ફોગીવવાણ, વડીલોથી ને મુખ્ય યાજકો ને શાસ્ત્રીઓથી નાપસંદ હોવાણ, મરવાણ, ને ત્રીજે દિહી પાછ જીવત હોવાણ જરૂરી હા."'23. ઈસુયે બધાહાય કય કા, ' જો કોઈ મારે પાછાલ આવણે માંગે, તે તીયે પોતાણે નકાર કરવાણો, ને રોજેજ પોતાણે વધસ્તંભ ઊંચકીને મારે પાછાલ ચાનવાણ. 24. કેહે કા જી કોઈ પોતાણે જીવન બચાવણે માંગત હા, તે તી ખોવી; ફણ જી કોઈ મારે નેધે પોતાણે જીવન ખોવી, તે તી બચાવી. 25. જે કોઈ માણસ આખ્ખં ભૌતિક જગત જીતે ફણ પોતાણી જાતણે ખોઈ નાખે ને તિયાણે નુકશાન પોંચાડે તે તીયાણે કાજા ફાયદો?26. કેહે કા જી કોઈ મારે નેધે ને મારે વચનને નેધે શરમાય, તિયા નેધે માણસણો ડીખરોહો જીયાં પોતે પોતાણે ને બાપણે ને પવિત્ર સ્વર્ગદુતાહાય મહિમામાં આવી તિયા શરમાય. 27. હાય તુમાહાય પાકક કતો હામ કા, ઈયે જે ઊભા હા તિયણેમાણા કતરાક એવા હા કા જે ઈશ્વરણે રાજ્ય હેદી તીયા હુદી મરવાણાજ કાયની.28. હે વચન કયાણે આશરે આઠ દિહી ફૂટી એહે હોવ કા ઇસુ પિતર, યોહાન ને યાકૂબણે નેઈને પ્રાર્થના કરણે હારુ ડોગરા પાર ગો. 29. ઇસુ પોતે પ્રાર્થના કરતો હોતનો તીયા સમયે તિયાણે ચહેરાણે રૂપ બદલાઇ ગ, ને તિયાણે નુગડે ઉજલે ને ચલીકતે હોવે.30. ને, હેદા, બે પુરુષ, એટલે મૂસા ને એલિયા, તિયાણે હારી વાત કરતા હોતના. 31. તે બેવ મહિમાવાન દેખાતા હોતના, ને ઇસુણે મરણ જી યરુશાલેમમાં હોવાણ હોતન તીયા સંબંધી વાત કરતા હોતના.32. હવે પિતર ને જે ઇસુણે હારી હોતના તે ઊંઘથી ધેરાયના હોતના; ફણ જીયા તે જાગતા હોવા, તીયા તિયણાહાય ઇસુણે મહિમા હેજજ ને હલા બે પુરુષોણે બી હેજજા. 33. તે ઇસુણે પાહીથી વિદાય હોવાણા હોતના, તીયા પિતરે ઇસુણે કય કા, ગુરુ, ઇયે રવાણ આપણે ફાગ હાર હા; તે આમે તીન માંડવા બનાવતાહામ, એક તુમારે ફાગો, એક મૂસાણે ફાગો, ને એક એલિયાણે ફાગો; ફણ તો પોતે કાજા કરી રયો હા તી હમીજતોનો કાયની.34. તો એહે કતો હોતનો, હતરામાં એક વાડલ આવ, ને તિયણે પાર તિયાણે છાંયડો પળીયો; ને તે વાડલામાં ગયા તીયા શિષ્યો ખાબરાતા હોય ગયા. 35. વાડલામાંથી એવી વાણી હોવી કા, ' ઓ મારે પસંદ કરીનો ડીખરોડા હા; તિયાણે ઊનાયા. "' 36. તે વાણી હોઈ રચની, તીયા ઇસુ એખનો દેખાયો. ને તે ચૂપ રયા, ને જી હેજજ હોતન તિયામાણ કાંઈ તિયણાહાય તી દિહીમાં કોઈણે કય કાયની.37બીજે દિહી તે ડોગરા પારથી ઊતીરીયા, તીયાં ખણે નોકે ઇસુણે મીલીયે. 38. ને, હેદા, નોકાહા વચ્ચેથી એક માણસે બૂમ પાડીને કય કા, ' ઉપદેશક, હાય તુને વિનંતી કરતો હામ કા, મારે ડીખરાહા પાર દયા કર. કેહે કા તો મારે એકણે એક નીચાક હા ; 39. એક દુષ્ટાતમાં તીયાણે વીલગીતો હા, ને એકાએક તો બૂમ પાડતો હા; ને તો તિયાણે એવો મચીડતો હા કા તીયાણે ફિણ આવતા હા, ને તીયાણે બોજ નુકશાન કરીને માંડમાંડ તીયાણે જાતો કરતો હા. 40. તીયાણે કાઢવાણી મયેં તુમારે શિષ્યોહોય વિનંતી કરી, ફણ તે તીયાણે કાઢી શક્યા કાયની,"'41. ઇસુયે જવાબ આપતા કય કા, ' ઓ અવિશ્વાસી ને ભ્રષ્ટ પેઢી, હાય ક્યાં હુદી તુમારે હારી રહી, ને તુમારે સહન કરીહી? 42. તો આવતો હોતનો હતરામાં દુષ્ટાત્માયે તીયાણે પાડી નાખ્યો. ને તીયાણે બોજ મચીડીયો ફણ ઇસુયે અશુદ્ધ આત્માણે થમકાવ્યો, નીચાકાણે હારો કરીયો, ને તેને તીયાણે બાપાણે પાછો આપીયો.43. ઈશ્વરણે મહા પરાક્રમથી તે બધા વિચારતા હોઈ ગયા. ફણ ઇસુયે જી જી કરીય તી બધજ હેદીને બધે આશ્વર્યમાં ડૂબીને હોતને. 44. તીયા ઇસુયે પોતાણે શિષ્યોહોય કય, ' હે વચનો તુમારે મનમાં ઊતીરવા દેયા; કેહે કા માણસણો ડીખરોહો માણાહાય હાથમાં હોપાય. "' 45. ફણ હે વચન તે હમીજીયા કાયની, ને તિયણાહાથી તી ગુપ્ત રાખ્ય, એટલે હારુ કા તે તી હમીજીયે કાયની ને હે વચન સંબંધી ઇસુણે પૂછતાં તિયણાહાય બીક નાગતી હોતની.46. શિષ્યોહોમાં ચર્ચા શરુ હોવી કા, ' આપણાહામાં બધાથી મોટો કીડો હા?"' 47. ફણ ઇસુયે તિયણાહાય મનણે વિચાર જાણીને એક બાળકણે નેઈને પોતાણી પાહી ઊભં રાખ્ય. 48. ઇસુયે તિયણાહાય કય કા, ' જે કોઈ મારે નામે ઇયા બાળકણે સ્વીકાર કરતો હા, તો મારે સ્વીકાર કરતો હા ને જે કોઈ મારો સ્વીકાર કરતો હા તો માને મૂકીનનારનો સ્વીકાર કરતો હા; કેહે કા તુમારે માણો જી વ્યક્તિ નાનામાં નાના હા તી બધાહાથી મોટા હા."'49. યોહાને કય કા, ગુરુ, આમે એક માણસણે તુમારે નામે દુષ્ટાત્માહાય કાઢતે હેજ્જો; ફણ તે આમારી હારી આપણી અનુયાયી કાયની હોતનો એટલે આમે તિયાણે ના કય."' 50. ફણ ઇસુયે કય કા, ' તિયાણે ના નખે કરતા, કેહે કા જે તુમારે વિરુદ્ધ નાથ તો તુમારે પક્ષણો હા."'51. એહે હોવ કા ઇસુણે ઉપાર નેઈ નેવાણા દિહી પૂરા હોણે આવા, તીયા તીયે યરુશાલેમ જાવાણો મક્કમ નિર્ણય કરીયો. 52. ઇસુયે પોતાણે આગાલ શંદેશવાહકોહોય મુકની આપ્યા, તે તિયાણે ફાગ વ્યવસ્થા કરણે ફાગ સમરુનીઓહોય એક ગામમાં ગયા. 53. ફણ ઇસુ યરુશાલેમ જાતો હોતનો એટલે ગામણે નોકાહાય તીયાણે સ્વીકાર કરીયો કાયની.54. તિયાણે શિષ્યો યાકૂબ ને યોહાને તી હેદીને કય કા, ' પ્રભુ, શું, તુમારે હેવી ઇચ્છા હા કા આમે આજ્ઞા કરજે કા સ્વર્ગથી આગ પળીને તિયણાહાય નાશ કરે? "' 55. ઈસુયે પાછાલ ફીરીને તિયણાહાય થમકાવ્યાં. 56. ને તે બીજે ગામ ગયા.57. તે માર્ગે ચાનતા હોતના, તેવામાં કોઈ એકે ઇસુણે કય કા, 'પ્રભુ, જીયે બી તુમે જાહાય તીયે હાય તોરે પાછાલ આવીહી."' 58. ઇસુયે બીજાણે કય કા, ' શિયાળોહોય દર હોતો હા ને આકાશણા પક્ષીઓહોય માળા હોતા હા; ફણ માણસણા ડીખરાણે માથં મૂકવાણી જગ્યા કાયની."'59. ઇસુયે બીજાણે કય કા, ' મારે પાછાલ આવ. ' ફણ તીયે કય કા, પ્રભુ માને રજા આપ કા હાય જાયને પેલાં મારે બાપણે દાટી આવ."' 60. ફણ તીયે કય કા, ' મરણ પામનારાહાય પોતાણે મરણ પામનારાહાય દાટવા દે. ફણ તું જાઇને ઈશ્વરણે રાજ્યણી વાત પ્રગટ કર."'61. ને બીજાએ ફણ કય કા, ' હે પ્રભુ, હાય તુમારે પાછાલ આવીહી; ફણ પેલાં જી મારે ખરે હા તિયણાહાય છેન્ની સલામ કરી આવવાણી માને રજા આપ."' 62. ફણ ઇસુયે તિયાણે કય કા, ' કોઈ માણસ હલ ઉપાર હાથ મૂક્યા ફૂટી પાછાલ હેદે તો તી ઈશ્વરણે રાજ્યણે યોગ્ય નાથ."'
1. હે બનાવો બન્યા ફૂટી પ્રભુયે બીજા સિત્તેર શિષ્યોહોય નીમીને જે જે શહેર ને જગ્યામાં તો પોતે જાવાણો હોતનો, તીયે તિયણેમાણા બે બેણે પોતાણી આગાલ મુકીન્યા. 2. ઇસુયે તિયણાહાય કય કા, ' પાક બો હા, ફણ મજૂરો થોળાજ હા; અ એટલે તુમે પાકણે માલિકણે પ્રાર્થના કરા કા તે પોતાણી પાકણે ફાગ મજૂરાહાય મુકને. "'3. જાયા; ને થીયાન રાખજા કા, હાય તુમાહાય વરુઓહોય વચ્ચે ધેટાણે બચ્ચાં જેવા મુકીનનો હામ. 4. પયાહાણી થેલી, ઝોલી કા ચંપાલ નેતે નખા; ને માર્ગે કોઈણે સલામ કરતા નખા.5. જે કોઈ ખરમાં તુમે જાયા તીયે પેલા એહે કજા કા,' ઇયા ખરને શાંતિ હોવે."' 6. ને જો કોઈ શાંતિપુત્ર તીયે હોય તે તુમારે શાંતિ તીયા પાર ૨ય; ફણ જો ની હોય, તો તી તુમારે પાહી પાછી આવી. 7. તે જ ખરમાં ૨યા, ને જી તિયાણે પાહી જી હોય તી ખાતાંપીતાં ૨જા; કેહે કા મજૂર પોતાણે પગારણે યોગ્ય હા, ખરેખરે ફિરતા નખા.8. જે કોઈ ખરમાં તુમે જાતે ને તી તુમારે આવકાર કરે, તે જે કાંઈ તી તુમારે આગાલ મુકાત તી ખાયા; 9. ને તીયામાણા માદાંહાય હારે કરા, ને તીયણાહાય કયા કા, 'ઇશ્વરણે રાજ્ય તુમારે પાહી આવ હા."'10. ફણ જે કોઈ શહેરમાં તુમે જાતે, તીયણે નોકે તુમારે આવકાર કરાત ની, તે તીયથી નીકલી જાઈને કજા કા, 11. તુમારે શહેરણી ધૂળ જે આમારે પાગમાં નાગની હા તે તુમારે વિરુદ્ધ આમે નૂછી નાખતા હામ; તો ફણ અતર જાણા કા ઇશ્વરણે રાજ્ય પાહી આવ હા. 12. હાય તુમાહાય કતો હામ કા, તે દિહી તે શહેરણે કરતાં સદોમણે હાલ હેલે હોવી.13. ઓ ખોરાજીન, તુને હાય! ઓ બેથસાઇદા તુને હાય! કેહે કા તુમારામાં જી પરાક્રમી કામ હોવા હા, તી જો તૂર ને સિદોનમાં હોવે હોત, તે તિયણાહાય ટાટમાં ને રાખમાં બેહીને કતરીકીયારનો પસ્તાવો કરીયો હોત. 14. તોબી ન્યાયકાળે તુમારે કરતાં તૂર ને સિદોનને હેલ પડી. 15. ને, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ હુદી ઊંચ કરાય કા? તુને પાતાળ હુદી નીચ કરી નાંખાય.g16. જે કોઈ તુમારે ઊનાતા હા તી મારે ઊનાતા હા; ને જી તુમારે નકાર કરતો હા તી મારે બી નકાર કરતો હા; ને જી મારે નકાર કરતો હા તી માને મૂકીનનાર ઈશ્વરણે નકાર કરતો હા."'17. તે સિત્તેર ખુશ હોતા પાછા આવા, ને તીયણાહાય કય કા, ' પ્રભુ, તુમારે નામથી દુષ્ટાત્મા બી આમારે તાબે હોવા હા. "' 18. ઇસુયે તિયણાહાય કય કા, મયેં શેતાનણે વીજલીણે જેહે સ્વર્ગથી પળતો હેજ્જો. 19. હેદા, સર્પો ને વીંછીઓ ને દુશ્મનણી બધી શકતી પાર મયેં તુમાહાય અધિકાર આપ્યો હા; કશાથી બી તુમાહાય ઇજા હોવી ની. 20. ફ્ણ દુષ્ટાતમા તુમારે તાબે હોવા હા, તીયાણે નેધે ખુશ હોતા નખા; ફ્ણ તુમારે નામ સ્વર્ગમાં નખવામાં આવ હા, તીયાણે નેધે ખુશ હોવા."'21. તે જ સમયે તે પવિત્રઆત્માથી ખુશ હોવા, ને બોન્યા કા,,' ઓ ઈશ્વરપિતા, આકાશ ને પૃથ્વીણા પ્રભુ, હાય તુમારે સ્તુતિ કરતો હામ કા, જ્ઞાનીઓહોથી ને બુદ્ધિમંતોથી તુમે હે વાત ગુપ્ત રાખી ને બાળકોણે પ્રગટ કરી હા; હા ઈશ્વરપિતા, કેહે કા તુને તી હાર નાગ્યં22. મારે ઈશ્વરપિતાયએ માને બધજ આપ્યં હા; ડીખરોહો કીડો હા, હી ઇશ્વરપિતા વગાર કોય જાણત નાથ; ને ઈશ્વરપિતા કીડો હા, હી ડીખરાહ વગાર ને જિયાણે ડીખરોહો પ્રગટ કરણે માગે તિયા વગાર બીજ કોઈ જાણત નાથ. "'23. ઇસુયે શિષ્યો ફણી ફીરીને તિયાણાહાય એખનામાં કય કા, ' જી તુમે હેદતા હા, તે હેદનાર ડોલા આશીર્વાદિત હા 24. કેહે કા હાય તુમાહાય કતો હામ કા, જી તુમે હેદતે હા તી ખણે પ્રબોધકો ને રાજાઓ હેદવાણી ઇચ્છા રાખતા હોતના, ફણ તે હેદી હખ્યા કાયની. ને તુમે જી ઉનાતે હા તી તે ઉનાવાણી ઇચ્છા રાખતે હોતને, ફણ ઊનાય હખ્યે કાયની."'25. હેદા, એક નિયમશાસ્ત્રીએ ઊભા રાખીને તિયાણે પરીક્ષણ કરતાં કય કા, ' ઉપદેશક. અનંતજીવનણો વારસો પામણે હારુ મારે કાજા કરવાણ?"' 26. ઇસુયે તીયાણે કય કા, ' નિયમશાસ્ત્રમાં કાજા નખ્ય હા? તું કાજા વાંચતો હા? 27. તીયે જવાબ આપતા કય કા, ' તુમારે ઈશ્વર પ્રભુ પાર તોરે પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી ને પૂરા મનથી પ્રેમ રાખવાણો ને જેવા પોતાણે પાર તેવો તોરે પડોશી પાર પ્રેમ રાખવાણો."' 28. ઇસુયે તિયાણે કય કા, ' તુયે હાચો જવાબ આપ્યો હા; એહે કર ને તું જીવેહે."'29. ફણ તીયે પોતાણે ન્યાયી ગણાવણે કરીને ઇસુણે કય, ' તેં મારે પડોશી કીડો હા?"' 30. ઇસુયે જવાબ આપતાં કય કા, ' એક પુરુષ યરુશાલેમથી યરીખો જાતો હોતનો; ને તો લૂંટારાણે હાથમાં પડીયો, તે તીયાણે નુગડે ઉતારી નેયને તીયાણે ઠોકીને અડધોજીવતો મૂકીને નાહી ગયા.31. સમયસંજોગ એક સેવક તીયે રસ્તે રયને જાતો હોતનો. ને તીયાણે હેદીને બીજી બાજુ ૨યને નાહી ગો. 32. એહે જ એક લેવી બી તે જગ્યાએ આવો, તીયા તીયાણે હેદીને તો બી બીજી બાજુએ ૨યને નાહી ગો.33. ફણ એક સમરુની તીયે રસ્તે મુસાફરીએ જાતા જીયે તો પડીયો હોતનો તીયે આવો, ને તીયાણે હેદીને હીયાણે દયા આવી. 34. તો તીયા પાહી ગો, ને તીયાણે ખાહા પાર તેલ ને દ્રાક્ષારસ રેળીને પાટા બાંધ્યા, ને તીયાણે પોતાણે જાનવર પાર બેહાડીને તીયાણે સરાઇમાં નેય ગો, ને તીયાણે સારવાર કરી. 35. બીજે દિહી તીયે બે દીનાર ઉતારાવાલાણે આપ્યાં, ને તીયે કય કા, તીયાણે સારવાર કરજે, તી કરતાં જી કાંઈ વધારે ખર્ચો તુને લાગી તી હાય પાછો આવીહી તીયા તુને આપી દેહીય."'36. ' હવે તું કાજા થારતો હા, લૂંટારાણે હાથમાં પડીના માણ્સણે પડોશી હે તીનમાંથી કીડો કવાય? "' 37. તીયે કય કા, ' જીયે તીયા પાર દયા કરી તો.' ને ઇસુએ તીયાણે કય કા,' તું જાઈને હીયા પ્રમાણે કર."'38. તે રસ્તે ચાનતા હોતના તીયા ઇસુ એક ગામમાં આવો; ને માર્થા નામે એક સ્ત્રીએ પોતાણે ખરમાં તીયાણે આવકાર કરીયો. 39. મરીયમ નામે તીયાણે એક બેન હોતની, તે ઇસુણે પાગ આગાલ બેહીને તીયાણે વાત ઉનાતી હોતની.40. ફણ માર્થા કામ બો હોવાથી વિચલિત હોવી, એટલે તીયે તીયાણે પાહી આવીને કય કા, 'પ્રભુ, મારે બેનયે માને કામ કરવાણે એખની મૂકી હા, તીયાણે કાંઈ તુને ચિંતા નાથ ? એટલે હારુ તીયણે ક કા તે માને મદદ કરે."' 41. ફણ ઇસુએ તીયણે જવાબ આપતા કય કા,' માર્થા, માર્થા, તું બધી વાત વિશે ચિંતા કરતી હા ને વિચલિત હોતી હા; 42. ફણ એક વાતણે જરૂર હા; ને મરિયમે હારો ભાગ પસંદ કરીયો હા, જો તીયી પાહીથી નેઈ નેવાઈ ની.
1. એહે હોવ કા ઇસુ એક જાગ્યાએ પ્રાર્થના કરતો હોતનો. ઇસુ પ્રાર્થના કરી રયો પુથી, તીયાણે શિષ્યોમાણે એકે ઇસુણે કય કા, ' પ્રભુ, યોહાને તીયાણે શિષ્યોહોય પ્રાર્થના કરતા હીખવાડ્ય હોતન તેહે તુમે બી આમાહાય હીખવાડા. "'2. ઇસુયે તીયણાહાય કય કા, તુમે પ્રાર્થના કરા, તીયા કયા કા, ઓ સ્વર્ગમાણા આમારે પિતા, તુમારે નામ પવિત્ર માનાય; તુમારે રાજ્ય આવે; જેહે સ્વર્ગમાં તેહે પૃથ્વી પાર તુમારે ઇચ્છા પૂરી હોવે.3. દિવસણી આમારે રોટની આજે આમાહાય આપા; 4. ને આમારે પાપ આમાહાય માફ કરા; કેહે કા આમે પોતે બી આમારે બધેજ ઋણીને માફ કરતે હામ. ને આમાહાય પરીક્ષણમાં પળવા નખે દેતો, ફણ દુષ્ટથી આમારે છુટકારો કરજે.5. ઇસુયે તિયણાહાય કય કા, ' તુમારેમાણા કોઈણે મિત્ર હોય, ને અડધીરાતે તો તીયાણે પાહી જાઈને એવ કય કા, મિત્ર, માને તીન રોટની ઉછીની આપ, 6. કેહે કા મારે એક મિત્ર મુસાફરી કરીને મારે તીયે આવો હા, ને તીયાણે ખાવણાવણે મારે પાહી કાંઈ નાથ, 7. તે તો, અંદારથી જવાબ આપતાં એહે કઈ કા, માને હેરાન કરતો નખે, અમે દરવાજો બંધ હા, મારે છોકરાં મારે પાહી ખાટનામાં હા. હાય તે ઊઠીને તુને તી આપી અખતો નાથ? 8. હાય તુમાહાય કતો હામ કા, તો તીયાણે મિત્ર હા, તીયાણે નેધે તો ઊઠીને તીયાણે આપે ની, તોબી તીયાણે આગ્રહણે નેધે તો ઊઠી, ને તીયાણે જુજે તતરી રીટની તીયાણે આપી.9. હાય તુમાહાય કતો હામ કા, માગા તે તુમાહાય આપાય; હેદા, તે તુમાહાય જડી; ખખડાવા, તે તુમારે ફાગ ઉગાડાય. 10. કેહે કા જી કોઈ માગત હા છે તી પામત હા, ને જી હેદતે હા તીયાણે જડત હા, ને જી ખખડાવત હા તીયાણે ફાગ ઉઘાડવામાં આવી.11. ને તુમારેમાણો હેવો કોઈ પિતા હા ખરો, જે છોકરો રોટની માગે તો તે તિયાણે પથરો આપે? ને જો માછલી માગે તે તો માછલીણે બદલે તો તીયાણે સાપ આપે? 12. ને જો તે ઇડું માંગે તે શું તો તીયાણે વીછીં આપે? 13. એટલે હેદા તુમે ખરાબ હોતને છતાં તુમારે છોકરાંણે હારાં વાનાં આપી જાણતે હા, તે સ્વર્ગમાણા બાપણ પાહી જી માગે, તીયણાહાય પવિત્રઆત્મા આપાય, તી ક્ત્ર વિશેષ ખાતરીપૂર્વક હા? "'14. ઇસુ એક ગુંગા દુષ્ટાત્માણે કાઢતો હોતનો. એહે હોવ કા દુષ્ટાત્મા નીકીલ્યા પુથી જો માણસ પેલા બોનતોનો ની તો બોનણે લાગો. એટલે નોકાહાય નવાઈ લાગી. 15. ફણ તીયણે માણાહાય કતરાકીહીય કય કા, ' દુષ્ટાત્માહાય સરદાર બાલઝબૂલણી મદદથી તે દુષ્ટત્માહાય કાઢતો હા."'16. બીજાહાય પરીક્ષા કરતાં તીયાણે પાહી સ્વર્ગમાંથી ચમત્કારીક રીક ચિન્હ માંગ્ય. 17. ફણ ઇસુયે તીયણે વિચાર જાણીને તીયણાહાય કય કા, 'દરેક રાજ્ય જીયામાં ફાગલા પડતા હી તી ઉજજડ હોત હા; ને દરેક ખર જીયામાં ફાગલા પડે, તે તી પડી જાત હા.18. જો શેતાન બી પોતાણે વચ્ચે ફાગલા પાડે તે તીયાણે રાજ્ય કેહે ટકે? હાય એટલે હારુ કતો હામ કા તુમે કતે હા કા, બાલઝબૂલણી મદદથી હાય દુષ્ટાત્માહાય કાઢતો હામ. 19. જો હાય બાલઝબૂલણી મદદથી દુષ્ટત્માહાય કાઢતો હામ તે તુમારે દીકરાહાય કીડાણે મદદથી દુષ્ટામાહાય કાઢતો હા? એટલે તે તુમારે ન્યાયધીશ હોવી. 20. ફણ જો ઈશ્વરણી આંગલીથી દુષ્ટામાહોય કાઢતો હામ. તે ઈશ્વરણે રાજ્ય તુમારે વચ્ચે આવ હા.21. બળવાન માણસ હથિયારબંધ હોઈને પોતાણે ખરણે હાચીવતો હા, તીયા તીયાણે માલ સલામત રતો હા; 22. ફણ જીયા તીયા કરતાં વધારે બળવાન માણસ તીયા પાર આવી પડીને તીયાણે જીતે તીયા તીયાણે બધાજ હથિયાર જીયાં પાર તો ફરોસો રાખતો હોતનો તો તીયા પાહીથી નેઈ નેતો હા, ને તીયાણે લૂંટ વેંચતો હા. 23. જો મારે પક્ષણો નાથ તો મારે વિરુદ્ધ હા, ને જો મારે હારી ફેંગ નાથ કરતો તો ફેલાવતો હા.24. અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકીલ્યા પુથી નિર્જળ જગ્યાઓમાં વિસામો હેદતો ફિરતો હા; ફ્ણ તે ની મીલતાં, તો કતો હા કા, મારે જે ખરમાંથી હાય નીકીલ્યો તીયામાં હાય પાછો જાહીય. 25. ને આવીને હેદતો હા તીયા તી ખર વાલીન ને શોભાયમાન કરી ન હોત હા. 26. તીયા તી જાઈને પોતાણે કરતા દુષ્ટ હેવા બીજા સાત દુષ્ટાત્માહાય હારી નેઈ આવતો હા; ને તે એકહારી તીયે રતા હા; ને તે માણસણી છેન્ની અવસ્થા પેલા કરતાં ખરાબ હોતી હા. "'27. એહે હોવ કા ઇસુ ઓ બોધ કરતો હોતનો, તીયા નોકાહામાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તીયાણે કય કા, ' જે જનેતાએ તુને જન્મ આપ્યો ને જીયે તુને થાવડાવ્યો તે આશીર્વાદિત હા."' 28. ફણ ઇસુએ કય હા, ફણ તીયા કરતા જી ઈશ્વરણે વચન ઉંનાતે હા ને પાલતે હા તી આશીર્વાદિત હા."'29. સંખ્યાબંધ નોકે તીયાણે પાહી ફેગે હોવે હોતને તીયા તે કણે લાગે કા,' એ પેઢી તે દુષ્ટ પેઢી હા; તે ચમત્કારીક ચિન્હ માંગતી હા, ફ્ણ યૂનાણે ચમત્કારિક ચિન્હ વગાર બીજ ચમત્કારીક ચિન્હ તીયાણે આપાય ની. 30. કેહે કા જેહે યૂના નિનવેહણે નોકાહાય ફાગ નિશાનીરૂપ હોવો, તેહે માણસણો ડીખરોહો બી એ પેઢીણે નિશાનીરૂપ હોવી."'31. દક્ષિણની રાણી એ પેઢીણે માણાહા હારી ન્યાયકાળે ઊઠી, ને તિયણાહાય અપરાધી ઠરાવી; કેહે કા તે પૃથ્વીણે છેડાથી સુલેમાનને જ્ઞાન ઉનાણે આવી હોતની, ને હેદા, ઇયે જી હા તી સુલેમાન કરતાં મહાન હા.32. નિનવેહણે માણસો એ પેઢીણે હારી ન્યાયકાળે ઊઠી, ને તીયાણે અપરાધી ઠરાવી; કેહે કા યૂનાણે ઉપદેશ ઉનાયને તિયણાહાય પસ્તાવો કરીયો; ને હેદા, યૂના કરતાં ઈયે એક મોટો હા.33. કોઈ માણસ દીવો હલગાવીને તીયાણે દપાળી મૂકતો કાઈની , ફણ દીવી પાર મૂકતો હા એટલે હારુ કા અંદાર આવનારા હાય તીયાણે હુજાલ દેખાય. 34. તોરે શરીરણે દીવો તોરે આંખ હા, જ્યાં તોરે આંખ ચોખ્ખી હોય, તીયા તોરે આખ્ખ શરીર બી પ્રકાશથી ફરીનં હોવી; ફણ તી ખરાબ હોત હા, તીયા તોરે આખ્ખ શરીર બી આંધારાથી ફરીનં ૨ય; 35. એટલે તોરેમાં જી હુજાલ હા તી આંધાર ની હોય, એટલે સાવધાન રજે. 36. જો તોરે આખ્ખ શરીર પ્રકાશથી ફરીન હોય, ને તીયાણે કોઈ બી ફાગમાં આંધાર ની હોય, તે જેહે દીવો પોતાણે રોશનીથી તુને હુજાલ આપતો હા તેહે તોરે આખ્ખ શરીર પ્રકાશથી ફરીન હોવી. "'37. ઇસુ બોનતો હોતનો તીયા એક ફરોશીએ પોતાણે હારી જમણે તીયાણે આમંત્રણ આપ્ય, ઈસુ તીયાણે પાહી જાયને જમણે બેઠો. 38. ખાવાણા પેલા ઈસુયે હાથ થોયા કાયની, તી હેદીને ફરોશી નવાય પામીયો.39. પ્રભુએ તીયાણે કય કા, ' તુમે ફરોશીયો તે થાલીવાટકો બહારથી સાફ કરતા હા; ફણ તુમારે અંદાર લોભ ને દુષ્ટતાથી ફરીન હા. 40. અરે મૂર્ખો, જીયે બાયરેણ બનાવ્ય, તીયે અંદારણ બી બનાવ્ય નાથ કા? 41. જી અંદાર હા તીયા પ્રમાણે તુમારે દાન ને હેદા, પુથી તુમાહાય બધ શુદ્ધ હા.42. ફ્ણ તુમે ફરોશીહોય અફ્સોસ હા! કેહે કા ફુદીનાણે ને સિતાબણે ને બધીજ ખાણેલાયક વનસ્પતિણે દસમો ફાગ આપતા હા; ફણ ન્યાય ને ઈશ્વરણે પ્રેમ પડતાં મૂકતા હા; તુમારે ઇ કરવાં જુજતા હોતના ને હી પડતાં મૂકવા જુજતા ની હોતન.43. તુમે ફરોશીહોય અફ્સોસ હા ! કેહે કા તુમે સભાસ્થાનમાં મુખ્ય આસન ને ચોકમાં સલામોણે ઇચ્છા રાખતા હા. 44. તુમાહાય અફ્સોસ હા! કેહે કા જે કબરો દેખાતી કોઈની, ને જીયાં ઉપાર માણસો અજાણતાં ચાનતા હા, તીયણાહાય જેવા તુમે હા."45. તીયા નિયમ શાસ્ત્રીમાણા એકે તીયાણે જવાબ આપતા કય કા, 'ઉપદેશક, એહે કવાથી તુમે આમારે ફણ અપમાન કરતે હા. "' 46. ઇસુયે કય કા, ' ઓ નિયમશાસ્ત્રીઓ, તુમાહાય બી અફસોસ હા! કારણ કા તુમે માણસો પાર એવા બોજા ચઢાવતા હા કા જી ઊંચીકતાં મહામુસીબત પડતી હા, ને તુમે પોતે હે બોજાણે એક આંગલી ફણ લાગાડતા કોઇની.47. તુમાહાય અફ્સોસ હા! કેહે કા તુમે પ્રબોધકોહોય કબર બાંધતે હા, જીયણાહાય તુમારે બાપદાદાહાય મારી નાખ્યા હોતના. 48. તે તુમે સાક્ષીઓ હા, ને તુમારે બાપદાદાહાય કામણે સંહમતી આપતા હા; કેહે કા તીયણાહાય તીયાહાય મારી નાખ્યાં હોતના, ને તુમે તીયણે કબરો બાંધતા હા.49. એટલે હારુ ઈશ્વરણે જ્ઞાને ફણ કય કા, હાય પ્રબોધકો ને પ્રેરિતોહોય તીયણે પાહી મોકનીહી, ને તિયણેમાણા કતરાકીહીય તે મારી નાખી ને સતાવી; 50. એટલે સુષ્ટિણે આરંભથી બધાજ પ્રબોધકોહીય વવડાવીના લોઈ એ પેઢીણે નોકા પાહીથી માગવામાં આવી. 51. હા, હાય તુમાહાય કતો હામ કા ' હાબેલણા લોયથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી ને પવિત્રસ્થાનણે વચ્ચે મારાય ગનો, તીયાણે લોય હુદી હી બધાહાય બદલો એ પેઢીણે નોકા પાહીથી નેવાઈ.52. તુમે નિયમશાસ્ત્રીહોય અફ્સોસ હા! કેહે કા તુમાહાય જ્ઞાનણી ચાવી નેઈ નેદી હા; તુમે પોતે અંદાર ગયા કાયની, ને જી અંદાર જાતને તિયણાહાય તુમ્હાય અટકાવ્યે."'53ઇસુ તીયથી નીકલીને, તીયા પુથી શાસ્રીઓ ને ફરોશીઓ ઝનૂનથી તીયાણે હામે ૨યને તીયાણે ખણી વાત વિષે સવાલણે જવાબ આપણે પ્રયત્ન કરીને ઉશ્કેરણે લાગા. 54. તીયાણે મુમાંથી કાંઈ વાત પકડી નેણે હારુ તે તાકી રયના.
1.હતશમાં હજારો નોકે એકઠે હોવે, એટલે હુદી કા તી એકબીજા પાર પડાપડી કરતે હોતને, તીયા બદાહાથી પેલા તે પોતાણે શિષ્યોહોય કણે લાગો કા, 'ફરોશીઓણા ખમીરથી સાવધાન રયા, કા જી ઢોંગ હા.2.ફણ પ્રગટ ની કરાય હેવ કાંઈ ઢાકાયન નાથ; ને જાણવામાં ની આવે હેવ કાંઈ ગુપ્ત નાથ. 3.એટલે જી કાંઈ તુમહાય આંધારામા કય હા છે તી અજવાળામાં ઉનાય ; ને ઓરડીમાં જી કાંઈ તુમહાય કાનમાં કય હાશે તી ધાબા પાર પ્રગટ કરાય.4.મારે મિત્રો, હાય તુમહાય કતો હામ કા, જે શરીર ને મારી નાખી, ને તીયા ફૂટી બીજ કાંઈ ની કરી શકે, તીયાથી બીતે નખા. 5.ફણ તુમારે કીડાથી બીવાણ તીયા વિશે હાય તુમહાય જાણાવતો હામ ; કે 'મારી નાખ્યા ફૂટી નર્કમાં નાખી દેવાણો જીયાણે અધિકાર હા તે ઈશ્વરથી તુમે બીજા ; હા, હાય તુમહાય કતો હામ કા, તીયાણે બીક રાખજા.6.શું પાંચ ચકલી બે પૈસે વેચાતી કોઇની ? ફણ ઈશ્વર પોતાણે દ્રષ્ટિમાં તીયણેમાંથી એકણે બી વિહીરાતો કોઇની. 7.તુમારે માથાણે બધા જ વાળ ગણીના હા, બીતે નખા, ઘણી ચકલીઓ કરતા તુમે મૂલ્યવાન હા.8.હાય તુમાંહાય કતો હામ, માણાહા આગાલ જી કોઈ માને કબૂલ કરી તીયાણે ઈશ્વરને સ્વર્ગદૂતોણે આગાલ માણસનો ડિખરો હી બી કબૂલ કરી. 9.ફણ માણાહાય આગાલ જી કોઈ મારે નકાર કરી તીયાણે નકાર ઈશ્વરણે સ્વર્ગદૂતાહા આગાલ કરવામાં આવી. 10.જી કોઈ માણસને ડિખરાણે વિરુદ્ધ વાત બોની, તીયાણે તી માફ કરવામાં આવી; ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરી તે તીયાણે તી માફ કરવામાં ની આવે.11.જ્યાં તી તુમાહાય સભાસ્થાન ને રાજકર્તાઓ ને અધિકારીઓ આગાલ નેય જાય, તીયા આમારે કેવી રીતે ને કેવો જવાબ આપવાણો, ને આમારે કાજા કવાણ, તીયા વિશે ચિંતા નખે કરતે; 12.કેહ કા તુમારે જી કવા જુજે તી તીજ ઘડીએ પવિત્રઆત્મા તુમાહાય હીખવાડી.13.નોકાહામાંથી એક જણે તીયાણે કય કા, ' ગુરુ, મારે ફાવાહા ણે કજે તો વારસાણે ફાગ માને આપે. " 14.ઈસુએ કય કા, 'ઓ માણસ, માને તુમારે પાર ન્યાયાધીશ કીડે બનાવ્યો? 15.ફૂટી ઈસુએ તીયણાહાય કય કા, 'સાવધાન રયા, ને બધા લોભથી પોતાણે દૂર રાખા; કેહે કા કોઈણે જીવન તીયાણે મિલકતણે પુષ્કળતામાં હોતી નાથ. "16.ઈસુએ તીયણાહાય એવ દ્રષ્ટાંત કય કા, એક ધનવાન માણસણે જમીનમાંથી બોજ પાક હોવો ; 17.તીયે મનમાં એવો વિચાર કરીયો કા, હાય કાજા કર? કેહે કા મારે પાકણે ફરી મુકવાણો મારે પાહાય જાગ્યા કાયની હા. 18.તીયે કય કા, હાય એહ કરીહી ; મારે વખારોણે હાય પાડી નાખીહી, ને તીયા કરતા હાય મોટી બાંધાવીહ ; ને તીયે મારે બધ જ અનાજ ને મારે માલમિલકત હાય ફરી મુકીહ. 19.હાય મારે જીવણે કહય કા, ઓ જીવ, ઘણા વરાહણે ફાગ ઘણી માલમિલકત તોરે ફાગી રાખી મુકીની હા, આરામ કર ખા, પી, આનંદ કર.20.ફણ ઈશ્વરે તીયાણે કય કા, ઓ મૂર્ખ, આજે રાતે તોરે જીવ તોરે પાહાયથી માંગી નેવામાં આવતો હાશે, તીયા જી વસ્તુઓ તુયે સિદ્ધ કરી હાશે તી કીડાણે હોવી? 21.જી પોતાણે હારુ દ્રવ્યો ફેગો કરતો હા, ને ઈશ્વર પ્રત્યે ધનવાન નાથ, તો તેવો જ હા.22.ઈસુએ પોતાણે શિષ્યોહોય કય, એટલે હારુ હાય તુમાહાય કતો હામ કા તુમારે જીવણે ફાગ ચિંતા નખે કરતે કા આમે કાજા ખાવુહું, ને તુમારે શરીરને ફાગ બી નખે કરતે, કા આમે કાજા પેરુહું. 23.કેહે કા ખોરાક કરતા જીવ, ને નુગડા કરતા શરીર અધિક હા.24.કાગડાહાય વિચાર કરા, તે તે વાવતા કોઇની ને કાપતા કોઇની , તીયણે પાહાય વખાર કા કોઠા કોઇની ; તો ફણ ઈશ્વર તીયણે પોષણ કરતો હા ; પક્ષીઓ કરતા તુમે કતરા બધા મૂલ્યવાન હા ! 25.ચિંતા કરવાથી તુમારેમાણો કીડો પોતાણે જીવનકાળને એકાદ પળને વધારી શકતો હા? 26.એટલે જી બધાહાથી નાન કામ તી જો તુમે કરી કાયની હખતે તે બીજા વિશે તુમે કેહે ચિંતા કરતે હા?27.ફૂલડાંણે વિચાર કરા ; તે કેવા વધતા હા, તે મેનાત કરતા નાથ, તે કાપતા બી નાથ ; તો બી હાય તુમાહાય કતો હામ કા, સુલેમાન બી પોતાણે બધા જ વૈભવમાં તીયણેમાંણા એકણે જેવો પેરીનો કાયની હોતનો. 28.એટલે હારુ ખેતરને ખાહય જી આજે હા ને કાને ભઠ્ઠામાં નાખતે હા, તીયાણે જો ઈશ્વર હેવ પેરાવતો હા, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તો તુમાહાય પેરાવી, હી કતર વિશેષ ખાતરીપૂર્વક હા?29.આમે કાજા ખાવુહું કા કાજા પીવુંહું, તીયાણે શોધ નખે કરતે, ને એહે કતા ચિંતા નખે કરતે. 30.કેહે કા દુનિયાણે નોકે તી બધા જ વાના હેદતે હા ; ફણ તુમારે પિતા જાણતો હા કા તે વાનાણે તુમાહાય અગત્ય હા.31.ફણ તુમે ઈશ્વરને રાજ્ય હેદા; ને હે વાના ફણ તુમાહાય આપાય. 32.ઓ નાની ટોળી, બીતે નખા, કેહે કા તુમાહાય રાજ્ય આપવાણી તુમારે પિતાણે ખુશી હા.33.તુમારે પાહાય જી હા તી વેચીને દાનધર્મ કરા ; જીર્ણ ની થાય હેવી થેલી, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાણે ફાગ મેલવા જી સદાણે હારુ રય, કા જીયે ચોર આવતો નાથ, ને કીડો ખાઈ જાતો નાથ. 34.કેહે કા જીયે તુમારે દ્રવ્ય હા તીયે જ તુમારે ચિત્ત બી રય.35.તુમારે કમર બાંધીની ને તુમારે દીવો હલગાવિનો રાખા; 36.ને જે માણહા પોતાણે માલિક લગ્નમાંથી કિયા પાછો આવે તીયાણે વાટ હેદતે હા, એટલે હારુ કા તો આવીને ખટખટાવે કા તરાતુંજ તે તીયા ફાગો દરવાજો ખોલે, તીયણે જેવા તુમે હોવા.37.જે દાસોણે માલિક આવીને જાગતા હેદી તે આશીર્વાદિત હા ; હાય તુમાહાય ખરેખર કતો હામ કા, તે પોતાણી કમર બાંધીને તીયણાહાય જમણે બેહવાળી , ને આવીને તીયણે સેવા કરી. 38.જો તો અડધી રાત્રે પાછો મોડેથી આવે, ને તીયણાહાય એહે કરતા હેદે, તો તે દાસો આશીર્વાદિત હા.39.ફણ અતર હમજા કા ખરને માલિક જાણતો હોય કા, કઈ ઘડીએ ચોર આવી, તો તે જાગતો રતો ને પોતાણે ખરમાં ચોરી હોવા ની દેય. 40.તુમે બી તિયાર રયા, કેહે કા તુમારે થારવામાં ની હોય તે ઘડીએ માણસણો ડિખરોહો આવી.41.પીતરે કય કા, 'પ્રભુ, તું દ્રષ્ટાંત આમાહાય, કા બધાહાય કતો હા?’’ 42.પ્રભુએ કય કા, જીયાણે તીયાણે માલિક પોતાણે ખરનાહાય યોગ્ય સમયે અન્ન આપણે હારુ પોતાણે ખર પાર ઠરાવી હેવો વિશ્વાસ ને બુદ્ધિમાન કારભારી કીડો હા? 43જે ચાકરને તીયાણે માલિક એહે કરતો હેદી તો આશીર્વાદિત હા. 44.હાય તુમાહાય હાચ કતો હામ કા, તો પોતાણી બધીજ માલમિલકત પાર તીયાણે કારભારી બનાવી.45.ફણ જો તો દાસ પોતાણે મનમાં કય કા મારે માલિક આવતા વાર નાગાડતો હા, ને દાસોણે ને દાસીઓણે મરણે લાગી, ને ખાણેપીણે ને છાકટો હોણે લાગી; 46.તો જે દિહી તે વાટ હેદતો નાથ ને જે ઘડી તે જાણતો નાથ, તેવામાં તે દાસણો માલિક આવી, ને તીયાણે કાપી નાખી, ને તીયાણે ફાગ અવિશ્વાસીઓણે હારી ઠરાવી.47.જો દાસ પોતાણે માલિકણી ઇચ્છા જાણ્યા તોબી તો બી પોતે સિદ્ધ હોવો ની હોય, ને તીયાણે ઇચ્છા પ્રમાણે વર્તીયો ની હોય, તો ઘણો માર ખાય. 48.ફણ જીયે વગર જાણીયે ફટકા ખાણે કામ કરીય હોય, તો થોડો જ માર ખાય. ને જે કોઈણે ઘણા આપીન હા, તીયા પાહીથી ઘણજ માંગવામાં આવી, ને જીયાણે ઘણ આપીન હા તીયા પાહીથી વધારે માંગવામાં આવી.49.હાય પૃથ્વી પાર આગ નાખણે આવો હામ, ને તી હલગી ચુક્ય હોય તે તીયાથી વિશેષ હાય કાજા માંગ? 50.ફણ મારે એક બાપ્તિસ્મા પામવાણ હા, ને તી પૂર હોવે તીયે હુદી હાય કેવ દાબાણ અનુભવતો હામ?51.શું તુમે થારતે હા કા પૃથ્વી પાર શાંતિ કરાવણે હાય આવો હામ? હાય તુમાહાય કતો હામ કા ના, ફણ તી કરતા ફૂટ પાડણે આવો હા. 52.કેહે કા હવે એક ખરમાં પાંચ વચ્ચે ફૂટ પડી, એટલે ત્રણ બેણે હામાં, ને બે ત્રણને હામાં હોવી. 53.બાપ દીકરાણે હામો, ને દીકરો બાપણે હામે હોવી ; માં દીકરીને હામે, ને દીકરી પોતાણે માંણે હામી હોવી ; સાસુ પોતાણી વહવની હામી, ને વહવની પોતાણે સાસુણે હામે હોવી, એહ તીયણેમાં ફૂટ પડી.54.તીયે નોકહાય ફણ કય કા, તુમે પશ્ચિમથી વાડલ ચઢત હેદતે હા, કા તરાત તુમે કતે હા કા, ઝાપટ આવી, ને એહેજ હોત હા. 55.જીયા દક્ષિણનો વાયરો ચાનતો હા તીયા તુમે કતે હા કા, લૂ વાગી, ને એહેજ હોત હા. 56ઓ ઢોંગીઓ, પૃથ્વીણે ને આકાશણે રુપ તુમે પારખી જાણતે હા, તે ઓ સમય તુમે કેહે પારખી નાથ જાણતે?57.ને વાજબી કાજા હા તી તુમે પોતાણી જાતે કેહ પારખીતે નાથ? 58.તું તોરે વાદીણે હારી અધિકારીણે આગાલ જાતો હોય તીયા માર્ગમાં તું તીયા હારી સમાધાન કરને હારુ યત્ન કર, એહે ની હોવે કા તે તુને ન્યાયાધીશ આગાલ ઘસડી નેય જાય, ને ન્યાયાધીશ તુને સિપાઈણે સ્વાધીન કરી ને સિપાઈ તુને જેલમાં નાખી. 59.હાય તુને કતો હામ કા, તું પુરેપુરો પયાહા ચુકીવતો નાથ, તીયા હુદી તું નીકીલવાણો નાથ.
1.તે જ સમયે તીયે હાજર કતરાક માણાહાય આવીને ઈસુણે જણાવ્યા કા કતરાક ગલીલીહીય બલિદાન ચળવતાના હોતના તીયા પીલાતે તીહણાય મારી નાખીને નોઈ વવળાની હોવન 2.ઈસુએ તીણાહાય જવાબ આપતાં કય કા, તે ગાલીલીઓ કરતા વધારે પાપી હોતના એટલે તીયાણે હેવી દશા હોવી એહે તુમે માનતા હા ? 3.હાય તુમાહાય કતો હામ કા ના, ફણ જો તુમે પસ્તાવો ની કરાત, તે તુમે ફણ એ જ રીતે નાશ પામહા.4.કા તે શિલોઆહમાં જે અઢાર માણસો પાર બુરજ તૂટી પડવાથી તે મરણ પામીના, તે યરુશાલેમમાં વહતે બીજે બદે માણહા કરતા વધારે પાપી હોતના એહ તુમે માનતે હા? 5.હાય તુમાહાય કતો હામ કા ના ; ફણ જો તુમે પસ્તાવો ની કરા, તે તુમે બદે બી એ જ રીતે નાશ પામહા’’6.ઈસુએ એ દ્રષ્ટાંત કય કા, એક માણસણે દ્રાક્ષાવાડીમાં એક અંજીરને ઝાડવ હોતન. તી તીયા પાર ફળ હેદતો આવો, ફણ તીયાણે એક ફળ મિલ્ય કાયની. 7.તીયા તીયે દ્રાક્ષાવાડીણે માળીને કય કા, 'જો, ત્રણ વર્ષથી આ અંજીરી પાર હાય ફળ હેદતો આવતો હામ, ફણ માને એક બી ફળ મિલ્ય નાથ, તીયાણે વાડી નાખ, તે જમીન કેહ નકામી રોકી રયી હા.? "8.તીયા માળીએ જવાબ આપતા કય કા, ' શેઠ, તીયાણે ઇયા વરહે રવા દે, તે દરમિયાન હાય તીયાણે આસપાસ ખાડો કરીહી ને ખાતર નાખીહી. 9.જો તીયા ફૂટી તીયાણે ફળ આવે તો ઠીક, ની આવે તો તીયાણે કાપી નાખજા’’.10.વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતો હોતનો. 11.તીયે એક સ્ત્રી એવી હોતની કા જીયણે અઢાર વરાહાથી બીમારીણે દુષ્ટાત્માં વિલગીનો હોતનો. તે કૂબડી હોતની ને હીદી ઊભી રય શકતીની કાયની.12.ઈસુએ તીયણે હેદીને તીયણે બોનાવી, ને તીયણે કય કા, 'બેન, તોરે બીમારી હારી હોય ગોય હા. " 13.ઈસુએ તિયી પાર હાથ મુક્યો; ને તરત તે ટટ્ટાર હોવી ને ઈશ્વરને મહીમાં કરને લાગી. 14.ફણ વિશ્રામવારે ઈસુએ તીયણે હારી કરી, એટલે સભાસ્થાનણે અધિકારીએ ગુસ્સે હોયને નોકાહાય કય કા, 'છ દિહી હા જીયામાં માણસોહીય કામ કરવા જુજે, એટલે તે દિહીમાં આવીને હારે હોવા, ફણ વિશ્રામવારે ની. "15.પ્રભુએ તીયાણે જવાબ આપતા કય કા, 'ઓ ઢોગીઓ, શું તુમારેમાં એક ઘણ માણસ હેવો હા જો વિશ્રામવારે પોતાણે બળદણે કા ગધેડાણે કુળમાંથી છોડીને પાણી પીને હારુ નેય જાતો કાયની? 16.એ સ્ત્રી જે ઇબ્રાહિમણે દીકરી હા, જીયણે શેતાને અઢાર વરાહાથી બાંધી રાખી હોતની, તીયણે વિશ્રામવારે છૂટી કરી તી કાજા ખોટ કરીય? "17.ઈસુએ તે વાત કય તીયા તીયાણે હામેવાલા શરમાય ગયા, ફણ બીજા નોકો તે ઈસુ જી અદ્ભૂત કામ કરી રયો હોતનો તી હેદીને આનંદ પામીયે.18.ઈસુએ કય કા, 'ઈશ્વરને રાજ્ય કેવાણે જેવ હા, ને હાય તીયાણે કેવાણી ઉપમા આપ? 19.તે રાયણા દાણા જેવ હા. કોઈ માણસે દાણો નેય ને પોતાણી વાડીમાં વાવ્યો. ફૂટી છોડ ઉગ્યો ને તે વધીને મોટ ઝાડવ હોવ, ને આકાશણે પક્ષીઓહોય તીયાણે ડાળી પાર વાસો કરીયો’’.20.પાછ ઈસુણે કય કા, 'હાય ઈશ્વરણે રાજ્ય કેવાણે જેવ હા ને હાય તીયાણે કેવાણે ઉપમાં આપ? 21.તી ખમીર જેવ હા. એક મહિલાએ ખમીર નેઈને ત્રણ માપ નોટમાં મેલીવ્ય.પરીણામેં બધો જ નોટ ખમીરવાલો હોવો.22.ઈસુ યરુશાલેમ ફણી મુસાફરી કરતો હોતનો તીયા માર્ગ પાર આવતા શહેર ને ગામોહોય મુલાકાત કરીને નોકાહાય બોધ કરતો હોતનો. " 23.એક માણસે ઈસુણે પૂછય કા, 'પ્રભુ, ઉદ્ધાર પામનાર નોકે થોડે જ હા કા? ફૂટી ઈસુએ તીણાહાય કય કા, 24.'હાકડા દરવાજામાં રયને અંદાર આવવા મેનાત કરા, કારણ, હાય તુમાહાય કતો હામ કા ખણે અંદાર આવણે મેનાત કરી, ફણ અંદાર આવી શકી ની.25.જીયા ખરનો માલિક ઉઠીને બાર બંધ કરી, ને તુમે બાર ઉભે રાખીને બાર ખખડાવીને કહા કા, 'પ્રભુ, પ્રભુ, આમારે ફાગે બારે ઉઘાડા ; ને તે તુમાહાય જવાબ આપતા કય કા, 'હાય તુમાહાય ઓલખીતો નાથ કા તુમે કાંથી હા? 26.તીયા તુમે કહા કા, આમે તોરે હારી ખાધપીધ હોતન ને તુયે આમારે રસ્તામાં બોધ કરીયો હોતનો. 27.ફણ તો કય કા, હાય તુમાહાય કતો હામ કા, તુમે કાંથી હા હી હાય જાણતો નાથ ; હે અન્યાય કરનારાણે, તુમે બદે મારે પાહાયથી દૂર જાયા.28.જીયા તુમે ઇબ્રાહિમણે, ઇસહાકણે ને બધા પ્રબોધકોણે ઈશ્વરને રાજ્યમાં હેદાહા, ને પોતાણે બાર કાઢી મુકીના હેદાહા, જીયે રડવાણ ને દાંત પીસવાણ હોવી. 29.તે પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી ને દક્ષિણમાંથી નોકે આવી ને ઈશ્વરને રાજ્યમાં બેહી. 30.હેદા, જી કતરેક છેન્ને હા તી પેલા હોવી ને જી પેલા હા તી છેન્ના હોવી.31.તે જ ઘડીએ કતરાક ફરોશીઓ ઈસુ પાહી આવીને કય કા, ઈયથી જાતા રયા. કેહે કા હેરોદ તુને મારી નાખણે માગતો હા. 32.ઈસુએ તીણાહાય કય, તુમે જાયને હે શિયાળવાણે કયા કા, હેદા, હાય આજે ને કાને દુષ્ટાત્માંહીય કાઢતો હામ ને રોગ મટાડતો હામ ને ત્રીજે દિહ મારે કામ પૂર હોવી. 33.કોઈ બી સંજોગમાં આજે, કાને ને પરમાનદિહ મારે ચાનવા જુજે, કેહે કા કોઈ પ્રબોધક યરુશાલેમણે બાર મરી જાય હી બનત નાથ.34.ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોણે મારી નાખનાર ને તોરે પાહી મૂકીનનારે પથરે ઠોકનાર, મરઘી જેહે પોતાણે બચ્ચાંણે પાંખ નીચે ફેગે કરતી હા, તીયા પ્રમાણે મયે કતરી વખાત તોરે બાળકોણે ફેગે કરવાણ વિચારય, ફણ તુમાહાય તી હોવા દેદ કાયની. 35.હેદા, તુમારે ખર તુમારે ફાગ ઉજાડ કરી મુકાય હા, ને હાય તુમાહાય કતો હામ કા, તુમે કહા કા 'પ્રભુણે નામે જી આવતે હા તી આશીર્વાદિત હા', તીયા હુદી તુમે માને પાછે હેદી હખવાણે કાયની.
1.ને એહે હોવ કા ફરોશીઓણે અધિકારીઓમાંણે એકણે ખરે વિશ્રામવારને દિહી ઈસુ ખાણે ગનો હોતનો, તીયા તે તીયાણે એક નજરથી હેદી રયા હોતના. 2.એક માણસ તીયે હાજર હોતનો જીયાણે જલંદર નામણો રોગ હોવો હોતનો. 3.ઈસુએ નિયમશાસ્ત્રીઓણે ને ફરોશીણે જવાબ આપતાં કય કા, વિશ્રામવારે કોઈણે હારે કરવાણ તી ઉચિત હા કા કાયની?4.ફણ તે મૌન રયા, ઈસુએ તે રોગીણે અટકીને તીયાણે હારો કરીયો, ને તીયાણે વિદાય કર્યો. 5.ઈસુએ તીયણાહાય કય કા, તુમારેમાં કોઈણે ગધેડું અથવા બળદ કુંવામાં પડી જાય તો શું તુમે વિશ્રામવારે તરત તીયાણે બાર કાઢહા કા કાયની? 6.હે વાતણે જવાબ તે તીયાણે આપી હખીયા કાયની.7.ખાવાણામાં નિમંત્રિત કરીના તે કેહે કરીને મુખ્ય આસન પસંદ કરતાના, તી હેદીને તીયે તીયણાહાય દ્રષ્ટાંત કય કા, 8.કોઈ તુમાય લગ્નમાં આમંત્રણ કરે તીયા મુખ્ય આસન પાર બેહી ની જા, એહ ની હોવે કા તોરે કરતા કોઈ વિશેષ માનવાલા માણસને આમંત્રણ આપીન હોય. 9.જીયે તુને ને તીયાણે આમંત્રણ આપીન હોય તી આવીને તુને કય કા, 'હિયાણે જાગ્યા આપ, તીયા તોરે અપમાનિત હોયને બધાહાથી છેન્ને જાગ્યાએ બેહવા પડી.10.ફણ કોઈ તુને આમંત્રણ આપે તીયા બધાહાથી છેન્ની જાગ્યાએ જાઈને બેહે, કા તુને આમંત્રણ આપનાર તુને કઈ કા, ' મિત્ર ઉપાર આવ, તીયા તોરે હારી ખાણે બેહીના બધાણે આગાલ તુને માન મીલી. 11.કેહે કા જી કોઈ પોતાણે ઊંચો કરતો હા તીયાણે નીચો કરવામાં આવી, ને જો પોતાણે નીચો કરતો હા તીયાણે ઊંચો કરવામાં આવી’’.12.જીયે તીયણાહાય આમંત્રણ આપ્ય હોતન તીયે ફણ ઈસુણે કય કા, જીયા તું દિહાણ કા રાતીણ ખાવાણ આપે ; તીયા ખાલી તોરે મિત્રોણે, ફાવાહાણે, હગાહાય, કા શ્રીમંત પાડોશીહીય ની બોનાવ ; એહે ની હોવે કા કદાચ તે ફણ તુને પાછા બોનાવે ને તુને બદલો મિલે.13.ફણ જીયા તું મિજબાની આપે તીયા ગરીબાહાય, અપંગોહોય, પાંગળાહાય ને અંધજનોણે હાદાવ. 14.એટલે તું આશીર્વાદિત હોવેહે ; કેહે કા તુને બદલો આપણે તીયણે પાહાય કાંઈ નાથ ; ફણ ન્યાયીઓણે મરણોત્થાનમાં તુને બદલો આપવામાં આવી. "15.તીયાણે હારી ખાણે બેઠનાહામાંથી એકે હે વાત ઉનાયને તીયાણે કય કા, 'ઈશ્વરને રાજ્યમાં જે રોટની ખાય તે આશીર્વાદિત હા. " 16.ફણ ઈસુએ તીયાણે કય કા, ' કોઈ એક માણસે રાતીણ મોટો ભોજન સમારંભ રાખ્યો. તીયે બધાહાય આમંત્રણ આપ્ય. 17.તે સમયે તીયે પોતાણે નોકરને મોકનીને આમંત્રણ મેહમાનો હીય એહ કવડાવીય કા આવા ; કેહે કા અમે બધજ ખાવાણ તિયાર હોવ હા.18.બદે એક હારી બાન કાઢણે લાગે, પેલાએ કય કા, 'મયે ખેત વેચાત નેદ હા, મારે જાઈને તી હેદવાણ હા, હાય તુને વિનંતી કરતો હામ કા માને માફ કર. " 19.બીજાયે કય કા, ' મેં પાંચ જોડ બળદ વેચાતા નેદા હા, ને હાય તીયણાહાય પારીખણે જાતો હામ ; હાય તુને વિનંતી કરતો હામ કા માને માફ કર. " 20.ને એકે કય કા, ' મારે લગ્ન અમેજ હોવા હા, એટલે મારાથી આવાય ની. "21.ફૂટી તે નોકરે આવીને પોતાણે માલિકણે વાત કરી ; તીયા ખરના માલિકે ગુસ્સે હોયને પોતાણા નોકરને કય કા, ' શહેરને રસ્તામાં ને ગલીમાં જાઈને ગરીબાહાય, લંગડાહાય, પાંગળાહાય ને અંધજનોહોય હાદી નાવ’’. 22.તે નોકરે કય કા, માલિક, તુમારે હુકમ પ્રમાણે કરવામાં આવ હા, ને આજુ બી તીયે ખણી જગ્યા ખાલી હા.23.માલિકે કય કા, રસ્તા પાર ને ગામડામાં જઈને તીયણાહાય આગ્રહ કરીને હાદી નાવ, કા મારે ખર ફરાય જાય.
1.હવે ઈસુણે ઉનાણે હારુ બધા જ દાણીઓ ને પાપીઓ તીયાણે પાહી આવતા હોતના. 2.ફરોશીહીય ને શાસ્ત્રીઓહીય કચકચ કરીને કય કા, ' ઓ માણસ પાપીઓણે સ્વીકાર કરતો હા, ને તીયણે હારી ખાવાણ બી ખાતો હાશે.3.ઈસુએ તીણાહાય હે દ્રષ્ટાંત કય કા, 4.'જો કોઈ માણસ પાહી સો ઘેટાં હોય, ને તે સો ઘેટાંમાંથી એક ઘેટ ખોવાઈ, તો તે હલા નવ્વાણું ઘેટાંણે અરણ્યમાં મૂકીને ખોવાયન ઘેટ મિલે ની તીયા હુદી તીયાણે હેદણે ની જાય? 5.તી ઘેટ તીયાણે મિલે તીયા તે હરખથી પોતાણે ખભા પાર ઊંચકીને ખરે નેય જાતો હા.6.ખર આવીને પોતાણે મિત્રોણે ને પડોશીઓણે હાદતો હા, ને તીણાહાય કતો હા કા, મારે હારી આનંદ કરા, કેહે કા મારે ઘેટ જી ખોવાય હોતન તી માને પાછ મિલ્ય હા. 7.હાય તુમાહાય કતો હામ કા, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કા જીયણાહાય પસ્તાવાણે જરૂર નાથ, તીયણે કરતા એક પાપી પસ્તાવો કરે તીયાણે નેદે સ્વર્ગમાં આનંદ હોવી.8.અથવા એક સ્ત્રી કા જીયણે પાહી ચાંદીણા દસ સિક્કા હોય ને તીયામાંણો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ખર ની વાલે ને તો મિલે ની તીયા હુદી તીયાણે શોધ હારી રીતે ની કરે? 9.તીયણે તો સિક્કો મિલતો હા તીયા તે પોતાણી બેનપણીહીય ને પડોશીઓણે હાદેને કતી હા કા, મારે હારી આનંદ કરા, કેહ કા મારે સિક્કો ખોવાય ગનો હોતનો તો માને પાછો મિલ્યો હા. 10.હાય તુમાહાય કતો હામ કા તે જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તીયાણે નેદે ઈશ્વરને સ્વર્ગદૂતોણે હાજરીમાં આનંદ હોતો હા.11.ને ઈસુએ કય કા, 'એક માણસને બે ડિખરાહ હોતના. 12.તીયામાંણો નાનાએ પિતાણે કય કા, બાપા , મારે મિલકતણે જો મારે ફાગ આવે તો માને આપ ; એટલે તીયાણે બાપાએ તીયણે ફાવાહાય પોતાણે મિલકત વેચી આપી.13.ને થોડાક દિહી ફૂટી નાનો દીકરો બદ ફેગ કરીને દૂર દેશમાં નાહાય ગો, ને તીયે મોજમજામાં પોતાણે સંપત્તિ વેડફી નાખી. 14.ને તીયે બદ ખલાસ કરી નાંખ્ય, તીયા ફૂટી તે દેશમાં ફારે દુકાળ પડ્યો ને તીયાણે તંગી પડને લાગી.15.તો જાયને તે દેશણા વતનીઓમાંએણે એકણે તીયે રયો ; તીયે તીયાણે પોતાણે ખેતરમાં ભૂંડ ચારને હારુ તીયાણે મુકીન્યો. 16.ખેતરમાં જે સિંગો ભૂંડ ખાતા હોતના તીયાથી પોતાણે પેટ ફરને તીયાણે મન હોતન; કોઈ તીયાણે કાંઈ ખાવાણ આપતન કાયની.17.હેવામાં તો ફાનમાં આવો ને તીયાણે હોવ કા, મારે પિતાણે કતરા બધા મજૂરોહોય બોજ રોટની મિલતી હા ને હાય તે ઇયે ફુંખે મરતો હામ ! 18.હાય ઉઠીને મારે પિતાણે પાહી જાહાય, ને તીયાણે કહી કા, પિતાજી મયે સ્વર્ગ વિરુદ્ધ ને તુમારે આગાલ પાપ કરીય હા ; 19.હાય તોરે ડિખરોહો કવાણે યોગ્ય નાથ ; તોરે મજૂરોમાંણે એકણે જેવો માને રાખ.20.ફૂટી તો ઉઠીને પોતાણે પિતાણે પાહી ગો, ને તો આજુ બો દૂર હોતનો તીયાણે હતરામાં તીયાણે પિતાએ હેજજો, તીયાણે અનુકંપા આવી, ને તીયાણે પિતા દોડી જાયને તીયાણે ફેટીને તીયાણે ચુંબન કરીય. 21.ડિખરાહે તીયાણે કય કા, પિતાજી, મયે સ્વર્ગ વિરુદ્ધ ને તુમારે આગાલ પાપ કરીય હા, હવે હાય તોરે દિખરોહો કવાણે લાયક નાથ.22.ફણ પિતાએ પોતાણે નોકરોહોય કય કા, સારામાં સારો ઝબ્બો નાવીને હીયાણે પેરાવા ; ને હાથે વીંટી ને પગે ચંપાલે પેરાવા. 23.હારા ખાવાણાને વ્યવસ્થા કરા. આવા આપણે મિજબાની કરતા ને આનંદ મનાવતા. 24.કેહે કા ઓ મારે ડિખરોહો મરી ગનો હોતનો, તો પાછો જીવતો હોવો હા ; તો ખોવાય ગનો હોતનો, તો પાછો મિલ્યો હા ને તે આનંદ કરને લાગા.25.હવે પિતાણે મોટો ડિખરોહો ખેતરમાં હોતનો ; તો તીયથી ખર આવતા ખરને નજીક આવી પોચ્યો, તીયા તીયે નાચવાણોને ગાવાણો અવાજ ઉનાયો. 26.તીયે ચાકરોમાંણા એકણે હાદીને પૂછય કા, ઈ કાજા ચાની રય હા? 27.ચાકરે તીયાણે કય કા, તોરે ફાહા પાછો આવો હા, ને તોરે પિતાએ મોટી મિજબાની આપી હા, કેહે કા તો તીયાણે સહી સલામત પાછો મિલ્યો હા28.ફણ તો ગુસ્સે હોવો, ને અંદાર જાણે હારુ રાજી કાયની હોતનો. તીયાણે પિતાએ બાર આવીને તીયાણે વિનંતી કરી. 29.ફણ તીયે તીયાણે પિતાણે જવાબ આપતાં કય કા, હેદ, અતરા બદા વરાહથી હાય તુમારે ચાકરી કરતો હામ, ને તોરે આજ્ઞા મેં કોઈવાર ઉથાપી નાથ, તો બી મારે મિત્રોણે હારી ખુશાલી કરને હારુ તુયે માને લવાર કોઈ વાર આપ્ય નાથ. 30.ફણ ઓ તોરે ડિખરોહો કા જીયે વેશ્યાહાય પાછાલ તોરે મિલકત બગાડી નાખી કા, તો પાછો આવો તીયા તુયે તીયા ફાગી મિજબાની આપી હા.31.પિતાએ તીયાણે કય કા, ડિખરાહ, તું મારે હારી નિત્ય હા, ને જી મારે હા તી બધ જ તોરે હા. 32.આપણે ફાગ ખુશ હોવ ને આનંદ કરવાણ તી બરાબર હોતન, કેહે કા ઓ તોરે ફાહાવ જો મરી ગનો હોતનો, તો જીવતો હોવો હા, જો ખોવાય ગો હોતનો, તો પાછો મીલી આવો હા. "
1.ફૂટી ઈસુએ શિષ્યોણે ફણ કય કા, 'એક પહયાવાલો માણસ હોતનો, તીયે એક કારભારી રાખ્યો; ને પહયાવાલાણે આગાલ કારભારી પાર હેવો આરોપ મુકવામાં આવો કા, તો તોરે મિલકત ઉડાવી દેતો હા. 2.ને તીયે તીયાણે હાદીને કય કા, આજે તોરે વિશે હાય ઉનાતો હામ તી કાજા હા? તોરે કામકાજણે હિસાબ આપ ; કેહે કા હવેથી તું કારભારી રય શકવાણો કાયની.3.કારભારીએ પોતાણે મનમાં કય કા, હાય કાજા કર? કેહે કા મારે માલિક મારે પાહાય થી કારભાર નેય નેતો હા.મારેમાં મજૂરી કરવાની શક્તિ નાથ ; ભીખ માંગતા માને શરામ આવતી હા. 4.તો માને કારભારીમાંથી કાઢી મૂકે તીયા બદે મારે હારી રય તીયા ફાગ કાજા કરવાણ તી માને ખબાર પડતી હા.5.તીયે પોતાણે માલિકણે બદે જ કરજદાર ને હાદાવ્યે. તીયે પેલાણે કય કા, મારે માલિકણે તોરે કતર દેવ હા? 6.ને તીયે કય કા, સો માપ તેલ. ને તીયે તીયાણે કય કા, તોરે ખાત ને, ને વેલો બેહીને પચાસ નખ. 7.ફૂટી તીયે બીજાણે કય કા, તોરે કતર દેવ હા? ને તીયે કય કા, સો માપ ઘઉં, તીયે તીયાણે કય કા, તોરે ખાત ને, એંશી નખ.8.તીયાણે માલિકે અન્યાયી કારભારીણે વખાણ કર્યા, કેહે કા તો હોંશિયારીથી વર્તીયો હોતનો, કેહે કા ઇયા જગતણે દીકરા પોતાણી પેઢી વિશે અજવાળાને દીકરા કરતા વધારે હોશિયાર હોતા હા. 9.ને હાય તુને કતો હામ કા, અન્યાયીપણાથી દ્રવ્યથી પોતાણે હારુ મિત્રો કરા, કા જીયા તી હોય રય, તીયા તે અનંતકાળમાં રહેઠાણમાં તુમારે અંગીકાર કરી.10.જો બોજ થોડાકમાં વિશ્વાસુ હા તો ખણામાં બી વિશ્વાસુ હા ; ને જો બોજ થોડામાં અન્યાયી હા તો ખણામાં બી અન્યાયી હા. 11.એટલે જો અન્યાયી દ્રવ્યમાં તુમે વિશ્વાસી ની હોવાત, ને ખર દ્રવ્ય તુમાહાય કિડ આપી? 12.જો તુમે દ્રવ્ય સબંધી વિશ્વાસુ ની હોય, તે જી તુમારે પોતાણે હા તી તુમાહાય કિડ આપી?13.કોઈ ચાકર બે માલિકણે ચાકરી કરી શકતો કાયની ; કેહ કા તો એકણે દ્વેષ કરે, ને બીજા પાર પ્રેમ કરી, કાં તે તો એકણે પક્ષમાં હોવી, ને બીજાણે તિરસ્કાર કરી. એકહારી તુમે ઈશ્વરને દ્રવ્યણે ચાકરી કરી શકતે કાયની.14.ને ફરોશીઓ જે દ્રવ્યણે લોભી હોતના તીયણાહાય તે બધી જ વાત ઉનાય ને ઈસુણે મશ્કરી કરી. 15.ઈસુએ તીયણાહાય કય કા, માણહા આગાલ તુમે પોતાણે ન્યાયી દેખાડતા હા, ફણ ઈશ્વર તુમારે હૃદય જાણતો હા ; કેહે કા માણહામાં જી ઉત્તમ ગણીન હા તી ઈશ્વરને દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર હા.16.નિયમશાસ્ત્ર ને પ્રબોધકો યોહાનણે સમય હુદી હોતના; તીયા સમયથી ઈધરણે રાજ્યણી સુવાર્તા પ્રગટ કરાતી હા, ને બધે જ માણસ તીયામાં તીયામાં બળજબરીથી પ્રવેશ કરને મથથે હા. 17.ફણ નિયમશાસ્ત્રણે એક બી માત્રા રદ હોવે, તી કરતા આકાશ ને પૃથ્વી જાતા રય તી હેલ હા.18.જી કોઈ પોતાણે પત્નીણે છુટાછેડા આપીને બીજી સ્ત્રી હારી લગ્ન કરતો હા, તો વ્યભિચાર કરતો હા, ને જો કોઈ છુટાછેડા પામીની સ્ત્રી હારી લગ્ન કરતો હા , તો વ્યભિચાર કરતો હા.19.એક પયાહાવાલો માણસ હોતનો, તો કિરમજી રંગથી ગુંથાયન કિંમતી નુગડે પેરતો હોતનો, ને નિત્ય મોજમજામાં રતો હોતનો. 20.લાજરસ નામે એક ભીખારી જીયાણે આખા શરીરે ફોલ્લા હોતના, તો તીયાણે દરવાજા આગાલ પડી રતો હોતનો. 21.પયાહાવાલાણે મેજ પારથી પડીના ભોંયમાણા કકડાથી તો બોકો ફરને માગતો હોતનો, ને કુતરે બી આવીને તીયાણે ફોલ્લા ચાટતેને.22.ફૂટી એહ હોવ કા તો ભિખારી મરી ગો, સ્વર્ગદુતાહાય તીયાણે ઇબ્રાહિમણે ખોલામાં નેય ગયા, ને પયાહાવાલો માણસ બી મરી ગો ને તીયાણે દફનાવામાં આવો. 23.પાતાલમાં પીડા ફોગીવતા તીયે પોતાણે આંખ ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમણે ને તીયાણે ખોલામાં લાજરસણે હેજજો.24.તીયે બૂમ પાડીને કય કા, પિતા ઈબ્રાહીમ, મારે પાર દયા કરીને લાજરસણે મૂકુન, કા તો પોતાણી આગલી પાણીમાં બોલીને મારે જીભણે ઠંડી કરે, કેહે કા એ આગમાં હાય વેદના પામતો હામ.25.ફણ ઇબ્રાહિમે તીયાણે કય, દીકરા, યાદ કર કા તોરે જીવનમાં તું હારી સામગ્રી પામીનો, ને લાજરસ તો તેવ પામીનો કાયની હોતનો ; ફણ અમે ઇયે તો દીલાસો પામતો હા, ને તું વેદના પામતો હા. 26.ને તે બધા ઉપરાંત આમારે ને તુમારે વચ્ચે મોટી ખાણ આવીની હા, એટલે હારુ કા જે ઇયથી તુમારે પાહી આવણે માંગે, તે તીયે આવી ની શકાત, ને તીયથી કોઈ આમારે પાહી ઇયા બાજુ બી આવી શકતે કાયની.27.તીયે કય કા, પિતા, એટલે હારુ હાય તુને વિનંતી કરતો હામ કા, લાજરસણે મારે પિતાણે ખર મોકના, 28.કેહે કા મારે પાંચ ફાહાવ હા, લાજરસ તીયણાહાય સાક્ષી આપે, એહ ની હોવે કા તીયાણે પાર બી એ પીડા આવી પડે.29.ફણ ઇબ્રાહિમે કય કા, તીયણે પાહી મુસાણે નિયમશાસ્ત્ર ને પ્રબોધક હા ; તીયણે તે ઉનાત. 30.ને તીયે કય કા, પિતા ઇબ્રાહિમ, એહે કાયની, ફણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તીયણે પાહી જાય, તો તે પસ્તાવો કરી. 31.ને તીયે ઇબ્રાહિમે તીયાણે કય કા, જો તે મૂસાણે નિયમશાસ્ત્ર ને પ્રબોધકોણે ની ઉનાત, તે ફૂટી મરી ગનામાંથી કોઈ ઉઠીને જાય, તો બી તે માનવાણા કાયની. "
1.ઈસુએ પોતાણે શિષ્યોણે કય કા, બદે પાપ કરે હેવો પ્રસંગ બનવાણો જ, ફણ જીયાથી પાપ હોતો હા તીયાણે અફસોસ ! 2.કોઈએ નાનાઓમાંણા એકણે પાપ કરને દોરે, હીયા કરતા તીયાણે ગલે ઘંટીણો પથરો બાંધીને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તી તીયા ફાગ વધારે હાર હા.3.ચેતીને રયા ; જો તોરે ફાહા અપરાધ કરે, તે તીયાણે ઠપકો આપજે ; ને જો તો પસ્તાવો કરે, તે તીયાણે માફ કરા. 4.ને તો એક દિહામાં સાત વાર અપરાધ કરે, ને સાત વાર તુમારે ફણી ફિરીને કય કા, હાય પસ્તાતો હામ, તે તીયાણે માફ કરા.5.પ્રેરીતોએ પ્રભુણે કય કા, 'આમારે વિશ્વાસ વદારજે. " 6.પ્રભુએ કય કા, 'જો તુમાહાય રાયણા દાણા જતરો વિશ્વાસ હોય તે તુમે ઇયા ગુલ્લર ઝાડવાણે કયા કા ઇયથી ઉખડીને દરિયામાં રોપાય જા તે તી તુમારે માની.7.ફણ તુમારેમાણો હેવો કીડો હા કા જીયાણે ચાકાર ખેડતો હોય કા તે ઘેટે ચારીવતો હોય, ને તો ચાકાર જીયા ખેતમાંથી આવે, તીયા તીયાણે કય કા આવીને તરાત ખાણે બેહે? 8.તીયા કરતા, કદાચ તો એહે ની કય કા, મારે ખાવાણ તિયાર કર, ને હાય ખાઈ પી રમ તીયા હુદી કમર બાંધીને મારે સેવા કર, ને તું ફૂટી ખાજે પીજે?9.ને તે દાસે તીયાણે આજ્ઞા પાલી હોય તીયા ફાગ તો તીયાણે આભાર માને કા કાયની? 10.તેહે જે આજ્ઞા તુમાહાય આપીની હા તે બધી પાલીયા ફૂટી તુમારે એહે જ કવાણ કા, આમે નકામાં ચાકાર હામ, કેહે કા જી કરવાની આમારે ફરાજ હોતની તીજ આમાહાય કરીય હા. "11.એહ હોવ કા યરુશાલેમ જાતા ઈસુ સમરુન ને ગાલીલમાં રઈને જાતો હોતનો. 12.એક ગામમાં ઈસુએ પ્રવેશ કરીયો, હતરામાં દસ કોડવાલા તીયાણે હામે મિલ્યા. તિયણાહાય આગે ઉભા રયને 13.બૂમ પાડીને કય કા, 'ઓ ઈસુ, સ્વામી, આમારે પાર દયા કરજે. "14.ને તીયણાહાય હેદીને તીયે કય કા, 'જાયા, પોતાણે સેવાકાય દેખાડા ને એહે હોવ કા તીયણાહાય રસ્તે ચાનતા ચાનતા જ હારે કરી દેવામાં આવા. 15.તીયણેમાંણા એક, પોતે હારો હોવો હા તી જાણીને, મોટા અવાજથી ઈશ્વને મહિમા કરતો પાછો વલ્યો. 16.તીયે ઈસુણે પગે પડીને તીયાણે આભાર માનીયો ; ને તો સમરુની હોતનો.17.ઈસુએ જવાબ આપતાં કય કા, 'મયે દસ જણાહાય હારા કદા હોતના? તે બીજા નવ કા હા? 18.ઈશ્વરને મહિમા આપણે પાછો આવે, હેવો ઇયા પરદેશી વગાર બીજો કોઈ નાથ કા? 19.ઈસુએ કય કા , 'તું ઉઠીને નાહી જા ;તોરે વિશ્વાસે તુને બચાવ્યો હા . "20.ફરોશીહીય તીયાણે પૂછય કા, ઈશ્વરને રાજ્ય કિયા આવી? તીયા તીયે તીયણાહાય જવાબ આપતાં કય કા , ઈશ્વરને રાજ્ય દેખાય તે રીતે કાયની આપત. 21.ને એહે ની કવામાં આવે કા, હેદા, ઈ રય 'કા હલ રય ! કેહે કા ઈશ્વરને રાજ્ય તુમારેમાં હા. "22.તીયે શિષ્યોહીય કય કા, 'હેવા દિહી આવી કા માણસના દીકરાણે દિહીમાં એકણે તુમે હેદવાણી ઇચ્છા રાખહા, ફણ તુમે હેદી હખાહા ની. 23.તો તુમાહાય કય કા 'હેદા, હલો રયો, હેદા, ઓ રયો, તુમે જાતા નખા, ને તીયણે પાછાલ ચાનતા નખા. 24.કેહે કા વીજળી આકાશમાં ચમકીતી હા ને એક દિશાથી બીજી દિશા હુદી પ્રકાશતી હા, તેહે માણસને દીકરાને તીયાણે સમયમાં આવવાણ હોવી.25.ફણ તીયા પેલા તીયાણે બો સહન કરવા પડી, ને એ પેઢીથી તીયાણે પસંદ કરવામાં આવી ની. 26.ને જેહે નૂહણે દીહીમાં હોવન, તેહે જ માણસણે દીકરાણે દિહામાં બી હોવી. 27.નૂહ વહાણમાં ગો, ને જળપ્રલય આવીને બધાહાય નાશ કદો તે દિહી હુદી તે ખાતા, પિતા, વેવા કરતેને ને વેવા કરાવતા હોતના.28.તેહે જ લોતણે દિહામાં બી હોવ, તો ખાતા, પીતા, વેચાત નેતના, આપતાના, રોપતેને, બાંધતે હોતને ; 29.ફણ લોત સદોમમાંથી નીકીલ્યો તે દિહી આગડ ને ગંધક સ્વર્ગમાંથી વરીહયે, ને તીયાથી બધાહાય વિનાશ હોવો.30.જે દિહી માણસણે દીકરો પ્રગટ હોવી તે દિહી તીયા પ્રમાણે જ હોવી. 31.તે દિહી જે ખરણે અગાશી પાર હોય , તીયણાહાય સામાન નેણે હારુ નીચે ઊતીરવાણ કાયની, ને જી ખેતામાં હોય તીયે બી તીયથી પાછ આવવાણ કાયની.32.લોતણે પત્નીણે યાદ કરા. 33.કેહે કા જી કોઈ પોતાણે જીવન બચાવણે માગત હા, તી તીયાણે ખોઈ નાખી ; ફણ જી કોઈ તીયાણે ખોઈ નાખી, તી તીયાણે બચાવી.34.હાય તુમાહાય કતો હામ કા, તીયા રાતીણ એક પથારીમાં બે જણે હુતે હોય ; તીયામાંથી એકણે નેઈ નેવાય ને બીજાણે પડતો મુકાય. 35.બે બેનો હારી દલતી હોય ; તીયામાંથી એકણે નેય નેવાય, ને બીજીણે પડતી મુકવામાં આવી. 36.ખેતામાં બે જણા હોય, તીયામાંથી એક નેવાય, ને બીજાણે પડતો મુકાય.37.ને તીયણાહાય તીયાણે જવાબ આપતાં કય કા, 'પ્રભુ, કા ? ને ઈસુએ તીયણાહાય કય કા, 'જીયે મુરદ પડ્યો હોય તીયે ગીધો બી એકઠા હોવી. "
1.કાયમ પ્રાર્થના કરવી જુજે, ને નિરાશ ની હોવાણ, તી હિખીવણે હારુ ઈસુએ એક દ્રષ્ટાંત તીયણાહાય કય કા, 2.'એક શહેરમાં એક ન્યાયાધીશ હોતનો, તો ઈશ્વરથી બીતનો કાયની ને માણાહાય ગણકારતો કાયની હોતનો.3.તીયા શહેરમાં એક વિધવા બેન હોતની ; તે વારેવારે તીયાણે પાહી આવતી હોતની કા 'મારે પ્રતિવાદીણે પાહીથી માને ન્યાય આપાવ. " 4.ખણા દીહી હુદી તો એહે કરને માંગતોનો કાયની હોતનો ; ફણ ફૂટી તીયે પોતાણે મનમાં વિચારીય કા, હાય ઈશ્વરથી બીતો કાયની, ને માણાહાય ગણકારતો નાથ. 5.તો બી એ વિધવા બેન માને તસ્દી આપતી હા, એટલે હાય તીયણે ન્યાય આપાવીહી, એટલે કા તે વારેવારે આવીને માને હેરાન ની કરે. "6.પ્રભુએ કય કા, ' એ અન્યાયી ન્યાયાધીશ કાજા કતો હા તી ઉનાયા. 7.હે ન્યાયાધીશો જેહે ઈશ્વર પોતાણે પસંદ કરીના, જે તીયાણે આગાલ રાતદીહી હાંક મારતા હા, ને જીયા વિશે તે ખામોશી રાખતા હા, તીણાહાય તું ન્યાય ની આપે કા? " 8.હાય તુમાહાય કતો હામ કા, 'તો વેલો તીયણાહાય ન્યાય આપી ફણ માણાહાણે ડિખરોહ આવી, તીયા તીયણાહાય પૃથ્વી પાર વિશ્વાસ જડી કા? "9.ઘણાખરા પોતાણે વિષે ઘમંડ રાખતા હોતના કા આમે ન્યાયી હામ, ને બીજાણે ધિક્કારતા હોતના, તીયણાહાય બી ઈસુએ હે દ્રષ્ટાંત કય કા, 10.બે માણહા પ્રાર્થના કરને હારુ ભક્તિસભામાં ગયા ; એક ફરોશી, ને બીજો દાણી હોતનો.11.ફરોશીએ ઉભો રયને પોતાણે મનમાં હેવી પ્રાર્થના કરી કા, ' ઓ ઈશ્વર, બીજા માણહા જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી ને ઇયા દાણી જેવો હાય નાથ, એટલે હાય તોરે ઉપકારસ્તુતિ કરતો હામ. 12.અઠવાડિયામાં બે વાર હાય ઉપવાસ કરતો હામ ને મારે બધી આવકણે દસમો ફાગ આપતો હામ. "13.ફણ દાણીએ આગે ઉભો રયને પોતાણે ડોલા સ્વર્ગ ફણી ઊંચી કરને ની માંગતા, દુઃખ હારી છાતી કુટીને કય કા, 'ઓ ઈશ્વર, હાય પાપી હામ મારે પાર દયા કર. " 14.હાય તુમાહાય કતો હામ કા, 'હલા કરતા હો માણહું ન્યાયી બનીને પોતાણે ખર ગો ; કેહ કા જો કોઈ પોતાણે ઊંચો કરતો હા તો નીચો કરાય, ને જો પોતાણે નીચો કરતો હા તીયાણે ઊંચો કરવામાં આવી. "15.તે ઈસુ પાહી પોતાણે બાળકોહોય બી નાવા, એટલે હારુ કા તે તીયણાહાય આશીર્વાદ આપે. ફણ શિષ્યોયે તીયણાહાય ધમકાવ્યા. 16.એટલે ઈસુએ તીયણાહાય હાદીને કય કા, ' બાળકોહોય મારે પાહી આવવા દિયા, ને તીયણાહાય અટકાવતા નખા ; કેહ કા ઈશ્વરણે રાજ્ય હેવાહાય જ હા. 17.હાય તુમાહાય કતો હામ કા, જી કોઈ બાળકણે જેહે ઈશ્વરને રાજ્ય સ્વીકારત કાયની, તી તીયામાં જાય શકત નાથ. "18.એક અધિકારીયે ઈસુણે પૂછય કા, 'ઉત્તમ ઉપદેશક, અનંતજીવનને વારસો પામણે હાય કાજા કર? " 19.ઈસુએ તીયાણે કય કા, 'તું માને ઉત્તમ કેહે કતો હા? એક એટલે ઈશ્વર વગાર બીજો કોઈ ઉત્તમ નાથ. 20.તું આજ્ઞા જાણતો હા કા, વ્યભિચાર ની કર, હત્યા ની કર, ચોરી ની કર, જૂઠી સાક્ષી ની પૂર, પોતાણે માંબાપણે માન આપ. " 21.તીયે કય કા, હી બધ તે હાય મારે નાનપણથી જ પાલતો આવો હામ. "22.ઈસુએ તી ઉનાયને તીયાણે કય કા, 'તું આજુ એક વાતમાં અધૂરો હા ; તોરે જી હા તી વેચી નાખ, ને તી ગરીબાહાય આપી દે, એટલે સ્વર્ગમાં તુને દ્રવ્ય મીલી ; ફૂટી આવીને મારે પાછાલ ચાનજે. " 23.ફણ તી ઉનાયને તો વધારે ઉદાસ હોવો, કેહ કા તીયાણે મિલકત બોજ હોતની.24.ઈસુએ તીયાણે હેજજો કા તો ઉદાસ હોવો હા તીયા કય કા, 'જી ધનવાન હા, તીયણાહાય ઈશ્વરને રાજ્યમાં જાવાણ બોજ અઘર હા ! 25.કેહ કા શ્રીમંતણે ઈશ્વરને રાજ્યમાં જાવા કરતા ઊંટડાણે હોયણે નાકામાંથી જાવાણ હેલ હા. "26.તી વચન ઉનાતને તીયણાહાય કય કા, તે કિડ ઉદ્ધાર પામી શકી? " 27.ફણ ઈસુએ કય કા, 'માણાહાય જી અશક્ય હા તી ઈશ્વરને શક્ય હા. "28.પિતરે કય કા, 'હેદા, આમે પોતાણે બધજ મૂકીને તુમારે પાછાલ આવા હામ. " 29.ઈસુએ તીયણાહાય કય કા, હાય તુમાહાય ખરેખર કતો હામ કા, 'જે કોઈ ખરને, પત્નીણે, ફાવાહાણે, માંબાપણે કા નીચકાહાય ઈશ્વરને રાજ્યણે નેદે ત્યાગી દેદે હોય, 30તીયાણે ઇયા જીવનકાળમાં બોજબધ ને આવનાર જમાનામાં અનંતજીવન મીલી જ. "31.ઈસુએ બાર શિષ્યોહોય હાદીને તીયણાહાય કય કા, 'હેદા, આપણે યરુશાલેમ જાતા હામ, ને માણહાણે ડિખરાહા સંબંધી પ્રબોધકોથી જી નખાય હા તી બધ જ પૂર કરાય. 32.કેહ કા તીયાણે બિનયહૂદીઓણે આધીન કરાય, ને તીયાણે મશ્કરી ને અપમાન કરાય, ને તીયા પાર તે થુંકી. 33.ને કોરડા મારીને તે તીયાણે મારી નાખી, ને ત્રીજે દિહી તો પાછો જીવતો હોવી. "34.ફણ તીયામાંણ કાંઈ તીયણાહાય હમીજવામાં આવ કાયની ; ને હે વાત તીયણાહાથી છુપાયને રય, ને જી કવામાં આવ તી તે હમીજ્યા કાયની.35.એહે હોવ કા ઈસુ યરીખો પાહી આવતો હોતનો, તીયા રસ્તાણે બાજુએ એક આંડલો બેહી રયો હોતનો, ને ફીખ માગતો હોતનો. 36.ખણે બદે પાહી રયને જાતે હોય હેવ ઉનાય ને તીયે પૂછય કા, 'ઈ કાજા હોય? " 37.તીયણાહાય તીયાણે કય કા, 'ઈસુ નાઝારી પાહી રયને જાતો હા. "38.તીયે બૂમ પાડીને કય કા, 'ઓ ઈસુ, દાઉદણે ડિખરા, મારે પાર દયા કર. " 39.જે આગાલ જાતા હોતના તીયણાહાય તીયાણે થમકાવ્યો, કા 'ચૂપ રજે; ફણ તીયે વધારે જોરથી બૂમ પાડીને કય કા, 'દાઉદના ડિખરા, મારે પાર દયા કર. "40.ઈસુએ ઉભા રયને તીયાણે પોતાણે પાહી નેય આવાણી આજ્ઞા કરી ને તો પાહી આવો, તીયા ઈસુએ તીયાણે પૂછય કા, 41.'હાય તોરે ફાગ કાજા કર, તોરે ઇચ્છા કાજા હા? 'તીયે કય કા, 'પ્રભુ હાય દેખતો હોમ.42.ઈસુએ તીયાણે કય કા, 'તું દેખતો હો; તોરે વિશ્વાસે તુને બચાવ્યો હા, 43.ને તરાતુંજ તો દેખતો હોવો ને ઈશ્વરને મહિમા આપતો ને તીયાણે પાછાલ ચાન્યો ; બદે નોકાહાય તી હેદીને ઈશ્વરને સ્તુતિ કરી.
1. ઇસુ યરીખોમાં હોયને જાતો હોતનો. 2. તીયે જાખ્ખી નામણો એક પુરુષ હોતનો; તો મુખ્ય દાણી હોતનો, ને શ્રીમંત હોતનો.3. તીયે ઇસુણે હેદવાણી મેનાત કરી કા તો કીડો હા, ફણ ફીડણે નેદે તો તીયાણે હેદી હખ્યો કાયની, કેહે કા તો ઠીગણો હોતનો. 4. પુથી આગાલ દડી જાયને ઇસુણે હેદણે હારુ ગુલ્લર ઝાડવા પાર તો ચડી ગો; ઇસુ તીયા રસ્તાથી જાવાણો હોતનો.5. તીયા જાગ્યાયે ઇસુ આવો. તીયાયે ઊંચે હેદીને કય કા, ' જાખ્ખી, તું વેલો નીચે ઊતરી આવ, મારે આજણો દિહી તોરે ખર હા. "' 6તો વેલો નીચે ઊતીરીયો. તીયે આનંદથી ઇસુણે આવકાર કરીયો. 7. બધાહાય તી હેદીને કચકચ કરી કા, ઇસુ પાપી માણસણે ખર પાવણો રણે ગો.8. જાખ્ખીએ ઊભા રયને પ્રભુણે કય કા, ' પ્રભુ, હાય મારે મીલકતણે ફાગ ગરીબાહાય આપતો હામ; ને જો ખોટી રીતે મય કોઈણે પયાહા પાડાવી નેદા હોય તે હાય ચારગણાં પાછો આપીહી.' 9. ઇસુયે તીયાણે કય કા, ' આજે ઈયા ખરે ઉદ્વાર આવો હા, કેહે કા જાખ્ખી ફ્ણ ઇબ્રાહિમણે ડીખરોહો હા. 10. કેહે કા ખોવાય હા તીયાણે હેદણે ને ઉદ્વાર કરણે હારુ માણાહાણે ડીખરોહો આવો હા."'11. તે હી વચન ઉનાતા હોતના, તીયા ઇસુયે આજુ એક દ્વષ્ટાંત બી કય, કેહે કા તે યરુશાલેમ પાહી આવા હોતના, ને તે એહે થારતા હોતના કા, ઈશ્વરણે રા રાજ્ય અમીજ પ્રગટ હોવી. 12. એટલે ઇસુયે કય કા, ' એક કુળવાન માણસ પોતાણે ફાગ રાજ્ય મેલવીન પાછો આવવાણા ઇરાદાથી બોજ આગે બીજા દેશમાં ગો.13. તીયા પેલા તીયે પોતાણે દસ નોકારીહીય હાદીને તીયણાહાય બદાહાય એક એહે દસ મહોર આપીને તીયણાહાય કય કા, હાય આવ તીયા હુદી તુમે તીયાણે વેપાર કરજા. 14. ફણ તીયાણે શહેરના માણાહા તીયા પાર દ્વેષ રાખતા હોતના, ને તીયાણે પાછાલ થોડાક જણાહાય મુકનાવીને કવડાવ્ય કા, 'ઓ માણસ આમારે પાર રાજ કરે હેવ આમાહાય કાયની ગમત હાસે."' 15. એહે હોવ કા તો રાજ્ય મેલવીને પાછો આવો, તીયા જે નોકારાહાય તીયે પયાહા આપ્યા હોતના, તીયણાહાય પોતાણે પાહી હાદીને કય, એટલે હારુ કા તે કાજા કાજા કમાયા, તી જાણી શકે16. તીયા પેલાયે તીયાણે પાહી આવીને કય કા, ' માલીક, તોરે એક મહોરે બીજી દસ મહોર ફેગી કરી હા. 17. તીયે તીયાણે કય કા,'શાબાશ, બો હાર ને વિશ્વાસુ નોકાર, તું થોડાકમાં વિશ્વાસુ ૨યો હા, એટલે દસ શહેરણે અધિકારી બનાવીહી. "'18. બીજાયે આવીને કય કા, ' શેઠ, તોરે એક મહોરથી પાંચ મહોર મયેં ફેગી કરી હા."' 19. તીયે તીયાણે બી કય કા, ' તુંનેબી પાંચ શહેર ઉપાર અધિકારી બનાવીહી."'20. પુથી બીજા નોકારે આવીને કય કા,' માલિક, હેદ, તોરે મહોર એ રય, મયેં રુમાલમાં બાંધીને તીયાણે હાચવી રાખી હોતની, 21. કેહે કા તોરે માને બીક નાગતી હોતની, કેહે કા તું કડક માણુંહુ હા; તુયે જી મૂક્ય ની હોય તી ઊંચીકતો હા, ને જી વાવ્ય ની હોય તી તું કાપતો હા."'22. કુલવાણ માણસે તીયાણે કય, ' અરે દુષ્ટ નોકાર, તોરે પોતાણે વાતથી હાય તોરે ન્યાય કરીહી, હાય કડાક માણસ હામ, જી મૂક્ય ની હોય, તી હાય ઊંચીકતો હામ, ને જી વાવ્ય ની હોય તી હાય કાપતો હામ, તી તું જાણતો હોતનો; 23. એટલે કા તું મારે પયાહા વ્યાજે કેહે આપ્યા કાયની, કા હાય આવીને વ્યાજ હારી તી મેલીવતો.24. પુથી જે પાહી ઊભા હોતના તીયણાહાય આવીને કય કા, તીયાણે પાહીથી તે મહોર નેય નેયા ને જીયાણે પાહી દસ મહોર હા તીયાણે આપી દેયા."' 25. તીયણાહાય તીયાણે કય કા, ' માલિક, તીયાણે પાહી તે દસ મહોર હા !"'26. હાય તુમાહાય કતો હામ કા, જી કોયણે પાહી હા, તીયાણે આપાય, ને જીયાણે પાહી કાયની હા તીયાણે જી હા તી બી તીયા પાહીથી નેય નેવાય. 27. ફ્ણ એ મારે દુશ્મન તીયણે હેવી ઇચ્છા હોતની નાથ કા હાય તીયણે પાર રાજ કર, તીયણાહાય ઇયેં થરી નાવા, ને મારે આગાલ મારી નાખા. "'28. એહે કયા પુથી તો યરુશાલેમણે રસ્તે તીયણે આગાલ ચાનણે લાગો.29. એહે હોવ કા ઇસુ બેથફાગે ને બેથાનીયા પાહી જૈતુન નામણે ડોગરા આગાલ આવો, તીયા ઇસુએ બે શિષ્યોણે હેવ કઈ મુકીન્યા કા, 30.' તુમે હામેણાં ગામમાં જાયા, ને તીયે જાતાજ ગધેડાણે એક વછેરું બાંધીન તુમાહાય મીલી, તીયા પાર કોઈ માણસ કોઈ દીહી બેઠ કાયની, તીયાણે છોડીન નેય આવા. 31. કદાચ કોઈ તુમાહાય પૂછે કા, તીયાણે કેહે છોડતા હા? તે એહે કજા કા, પ્રભુણે તીયાણે જરૂર હા32. જીયણાહાય મુકીન્યા તે ગયા, જેહે ઇસુયે તીયણાહાય કય હોતન તીયા પ્રમાણે તીયણાહાય વછેરું મીલ્ય. 33. તે તીયાણે છોડતા હોતના તીયા તીયાણે માલિકે તીયણાહાય કય કા, તુમે વછેરાણે કેહે છોડતા હા?"' 34. તીયણાહાય કય કા, ' પ્રભુણે તીયાણે જરૂર હા."' 35. તે તીયાણે ઇસુણે પાહી નાવા, ને વછેરા પાર પોતાણે નુગડે નાખીને ઇસુણે તીયા પાર બેહાડીયો. 36. ઇસુ જાતો હોતનો તીયા નોકાહાય પોતાણે નુગડે રસ્તામાં પાથીરીયે.37. ઇસુ નજીકમાં જૈતુન ડોગરા પાહી આવો, તીયા જી પરાક્રમી કામ તીયણાહાય હેજજ હોતન, તી બધાહાય નેદે શિષ્યોહોય બધોજ સમુદાય આનંદથી ઊંચે અવાજે ઈશ્વરણે સ્તુતિ કરીને કણે લાગે કા, 38.' પ્રભુણે નામે જો રાજા આવતો હા તો આશીર્વાદિત હા ! આકાશમાં શાંતિ ને પરમ ઊંચામાં મહિમા ! "'39. નોકાહામાંથી કતરાક ફરોશીઓયે ઇસુણે કય કા, ' ઉપદેશક, તુમારે શિષ્યોહોય થમકાવ."' 40. ઇસુયે જવાબ આપ્યો કા, ' હાય તુમાહાય કતો હામ કા કદાચ તે ચૂપ રય તે પથરા બોનણે લાગી."'41. ઇસુ પાહી આવો તીયા શહેરણે હેદીને તીયાણે નેધે રડ્યો, ને કય કા, 42. ' હે યરુશાલેમ, કદાચ તુયેં, હા તુયેં, શાંતિણે લાગતી જે બાબત હા તે તુયેં આજે જાણી હોત તે કેવ હાર હોતન! ફણ અમે તે તોરે ડોલાહાથી ગુપ્ત રાખીની હા.43. કેહે કા તોરે ઉપાર એવા દિહી આવી પડી કા જીયા તોરે દુશમના તોરે આજુબાજુ દીવાલ બાંધી. તુને ખેરી નેય, ને બધીજ બાજુથી તુને દાબાવી. 44. તે તુને ને તોરે હારી રતે તોરે ડીખરાહાય ફોંય પાર આફાલી નાખી, ને તે તોરેમાં એક પથરો ને બીજો પથરો રવા દેયની, કેહે કા તોરે કૃપાદ્વષ્ટીણે સમયે તુયે જાણ્યો કાયની."'45ઇસુ ફક્તિસ્થાનમાં ગો ને તીયણે દુકાનવાલાહાય અંદારથી કાઢી મુક્યાં."' 46. તીયે તીયણાહાય કય કા, એહે નખ્ય હા કા, 'મારે ખર પ્રાર્થનાણે ખર બની, ફણ તુમાહાય તીયાણે લુંટારાહાય ખર બનાવ્ય હા."'47. ઇસુ રોજેજ ફક્તિસ્થાનમાં બોધ કરતો હોતનો, ફણ મુખ્ય સેવકો, શાસ્ત્રીઓ ને નોકાહાય આગેવાનાહાય તીયાણે મારી નાખવાણી કોશિશ કરતાં હોતના; 48. કાજા કરવ તી તીયણાહાય હમજાય કાયની; કેહે કા બધેજ નોકે એક મનથી ઇસુણે ઉનાતે હોતને.
1. એક દિહી એહે હોવ કા ઇસુ ફક્તિસ્થાનમાં નોકાહાય બોધ આપતોનો ને સુવાર્તા પ્રગટ કરતો હોતનો, તીયા મુખ્યસેવકો, શાસ્ત્રીઓ ને વડીલો પાહી આવીને ઊભા રયા. 2. તીયાણે હારી વાત કરતાં તીયણાહાય કય કા, ' આમાહાય ક કા, કિડાણે અધિકારથી તું હેવે કામ કરતો હા? હે અધિકાર તુને કીડે આપ્યા હા? "'3. ઇસુયે તીયણાહાય જવાબ આપતા કય કા, ' હાય બી તુમાહાય એક વાત પૂછતો હામ, તી તુમે માને કયા 4. યોહાનણે બાપતિસ્મા સ્વર્ગથી હોતન કા માણાહાથી ?"'5. તીયણાહાય અંદારનેઅંદાર વિચાર કરીને કય કા, ' કદાચ આપણે કહું કા સ્વર્ગથી, તે તો કય કા, તે તુમે તીયા પાર કેહે વિશ્વાસ કરીયો કાયની? 6. ને કદાચ આપણે કહુ કા ' માણાહાથી,' તે બધે નોકે આપણાહાય પથરાથી ઠોકી, કેહે કા તીયણાહાય ખાતરી હા કા યોહાન પ્રબોધક હોતનો."'7. તીયણાહાય જવાબ આપ્યો કા, ' તો કાંથી હોતનો તી આમે કાયની જાણતા."' 8. ઇસુયે તીયણાહાય કય કા, " હાય બી તુમાહાય કતો નાથ કા કિડાણે અધિકારથી હાય હે કામ કરતો હામ. "'9. તો નોકાહાય હે દ્રષ્ટાંત કણે લાગો કા, ' એક માણસે દ્રાક્ષાવાડી રોપી, ને તે ખેડૂતાહાય ફાગે આપી, પુથી લાંબા સમય હુદી તો બીજા દેશમાં રયો. 10. પાકણે સમયે તીયે ખેડૂતણે પાહી એક નોકરણે મૂકીન્યો કા તો દ્રાક્ષાવાડીણે ફાગ તીયાણે આપે, ફણ ખેડૂતયે તીયાણે ઠોકીયો ને ખાલી હાથે પાછો મૂકીન્યો.11. પુથી તીયે બીજા એક નોકારણે મૂકીન્યો; તીયણાહાય તીયાણે બી ઠોકીયો ને તીયાણે અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. 12. તીયે ત્રીજા નોકારણે મૂકીન્યો; ને તીયણાહાય તીયાણે બી ખાહા પાડીને કાઢી મૂક્યો.13. દ્રાક્ષાવાડીણે માલિકે કય કા, 'હાય કાજા કર? હાય મારે વાલા ડીખરાણે મૂકનીહી, તીયાણે હેદીને કદાચ તે તીયાણે માન રાખાત."' 14. ફ્ણ ખેડૂતોહોય જીયાં તીયાણે હેજજો તીયા તીયણાહાય અંદારનેઅંદાર વાત કરીને કય કા, ઓ વારસદાર હા, ચાલા, આપણે તીયાણે મારી નાખતા કા વારસો આપણાહાય મીલી જાય.15. તીયણાહાય તીયાણે વાડીમાંથી બાર થગડીને મારી નાખ્યો. એટલે હવે દ્રાક્ષાવાડીણે માલિક તીયણાહાય કાજા કરી? 16. તો આવીને ખેડૂતાહાય નાશ કરી, ને દ્રાક્ષાવાડી બીજાહાય આપી. ને હી ઊંનાયને તીયણાહાય કય કા, ' હેવ ની હોવે."'17. ફણ ઇસુયે તીયણે ફણી હેદીને કય કા ' ઇ જી નખીન હા તીયાણે અર્થ કાજા હા? એટલે, જીયાં પથરાણે બાંધવાવાલાહાય નકામો ગણ્યો તો જ ખૂણાણે મુખ્ય પથરો હોવો. 18. તીયા પથરા પાર જી કોઈ પડી તીયાણે ટુકડેટુકડા હોઈ જાય, ફ્ણ જીયાં પાર તો પડી, તીયાણે તો ફુકો કરી નાખી.19. શાસ્ત્રીઓયે ને મુખ્ય સેવકોયે તીજ વેલાયે તીયા પાર હાથ નાખવાણી કોશિશ કરી ; ફ્ણ તે નોકાહાથી બીધા, કેહે કાતે હમીજ્યા કા, તીયે હે દ્રષ્ટાંત આપણે પાર કય હા. 20. તીયણે પાર નજર રાખીને તીયણાહાય ન્યાયી હોવાણે દેખાવ કરનારા જાસૂસોહોય મુકીન્યા, એટલે હારુ કા તે તીયાણે વાતમાં થરીને તીયાણે રાજ્યપાલણે હવાલામાં ને અધિકારમાં હોપી દેય.21. તીયણાહાય ઇસુણે પૂછ્ય કા, 'ઉપદેશક, આમે જાણતા હામ, કા તુમે જી કતા હા ને હીખીવતા હા સત્ય હા, ને તુમે કોય બી વાતથી પ્રમાવિત હોતા કાયની, ફણ સચ્ચાઇથી ઈશ્વરણે માર્ગ હીખીવતા હા; 22. તે આપણે કાઈસારણે કર આપવા જુજે કા ની?23. ફણ તીયણે કપટ જાણીને ઇસુયે તીયણાહાય કય કા, 24.' માને એક દિનાર સિક્કો દેખાડા; તીયા પાર કીડાણે છાપ ને કીડાણે લેખ હા? ' ને તીયણાહાય કય કા,' કાઈસારણે. "'25. તીયા ઇસુએ તીયણાહાય કય કા, ' તે જી કાઈસારણે હા તી કાઇસારણે ને જી ઈશ્વરણે હા તી ઈશ્વરણે ચૂકવી આપા."' 26. નોકાહાય આગાલ તે હે વાતમાં ઇસુણે થરી હખ્યા કાયની, ને તીયણે જવાબથી નવાય પામીને તે ચૂપ રયા.27. સદૂકીયો જી કતા હા કા પુનરુત્થાન કાયની હા, તીયણેમાંથી કતરાકીહીય તીયાણે પાહી આવીને પૂછ્ય કા, 28. ’ઉપદેશક, મૂસાયે આમારે ફાહીવ તીયાણે નખ્ય હા કા, જો કોઈ ફાહાવ, તીયાણે પત્ની જીવતી હોવા છતાં, સંતાન વગાર મરણ પામે, તે તીયાણે ફાહાવતીયાણે પત્ની હારી પન્નાઈ ને પોતાણે ફાહાવ ફાગ સંતાન કરે.29. હવે, સાત ફાહાવ હોતના; ને પેલો પન્નાઈને પત્નીણે સંતાન વગાર મરણ પામે; 30. પુથી બીજાયે તીયાણે પત્ની કરી ને તીયાણે મરણ પુથી 31. ત્રીજાયે તીયાણે પત્ની કરી. એહે સાત ફાહાવ સંતાન વગાર મરણ પામીયા. 32. પુથી તે સ્ત્રી બી મરણ પામી. 33. તે મરણોત્થાનમાં તે તીયણેમાણા કીડાણે પત્ની હોવી? કેહે કા તે સાતેય ફાવાહાય પત્ની હોવની.34. ઇસુયે તીયણાહાય કય કા, ' ઇયા જગતણે છોકરાં પન્નાતા હા ને પન્નાવાતા હા; 35. ફણ જે જગતણે ને મરીનામાંથી પુનરુત્થાન પામણે યોગ્ય ગણાત હા, તે પન્નાતા કાયની ને પન્નાવાતા કાયની; 36. કેહે કા તે પાછા મરણ પામી શકતા કાયની; કેહે કા તે સ્વર્ગદૂતા સમાન હા; પુનરુત્થાનણે ડીખરાહા હોવાથી તે ઈશ્વરણે ડીખરાહા હા.37. ને ' ઝાડવાં ' નામણે પ્રકરણમાં મૂસા પ્રભુણે ઈબ્રાહિમણે ઈશ્વર ને યાકૂબણે ઈશ્વર કતો હા, તીયા તે બી હેવ જાણીવતા હા કા મૂએલાં ઉઠાડાતા હા. 38. હવે તે મુએલાણે ઈશ્વર નાથ, ફણ જીવતાંહાય ઈશ્વર હા, કેહે કા બધે તીયાણે અર્થે જીવતે હા."'39. શાસ્ત્રીઓમાંણા કતારકે જવાબ આપતા કય કા, ' ઉપદેશક, તુયેં હાચ કય. "' 40. પુથી તીયાણે કાંઈ પૂછવાણી તીયણાહાય હિંમત ચાની કાયની.41.ઈસુયે તીયણાહાય કય કા, 'ખ્રિસ્ત દાઉદણે ડીખરોહો હા, એહેં નોકે કેહે કતે હા? 42.કેહે કા દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કતો હા કા, પ્રભુયે મારે પ્રભુણે કય કા, 43. હાય તોરે શત્રુઓહોય તોરે પાયાસન કરીહી તીયા હુદી તું મારે જમણે હાથે બેહે. 44. દાઉદ તે તીયાણે પ્રભુ કતો હા, એટલે તો તીયાણે ડીખરોહો કે45. બધાજ નોકાહાય ઉનાતા ઇસુયે પોતાણે શિષ્યોહોય કય કા, 46' શાસ્ત્રીઓથી સાવધાન રયા, કેહે કા તે ઝંભ્ભા પેરીને ફીરવાણ, ને ચોકમાં સલામ પામણે ને સભાસ્થાનમાં મુખ્ય આસન ને જમણવારમાં મુખ્ય જાગ્યા હેદતા હા; 47. જે વિધવાણે મિલકત પાડાવી નેતા હા ને ઢોંગથી લાંબી પાર્થના કરતા હા; તે વિશેષ શિક્ષા ફોગવી.
1. ઈસુ ફક્તિસ્થાનમાં ઊંચે હેદતો હોતનો તીયા તીયે ખાનદાન માણાહાય ભંડારમાં પોતાણે દાન નાખતા હેજ્જા. 2. એક ગરીબ વિધવાયે તીયામાં તદ્દન ઓછી કિંમતણા બે નાના સિક્કા નાખતા હેદી. 3. તીયા ઈસુયે કય કા, 'હાય તુમાહાય હાચું કતો હામ કા, એ ગરીબ વિધવાયે તે બધા કરતા વધારે દાન આપ્ય હા. 4. કેહે કા તે બધાહાય પોતાણી જરૂરિયાત કરતા વધારે હોતન તીયામાંથી દાન પેટીમાં કાંઈ આપ્ય હા, ફણ તીયે પોતાણી તંગીમાંથી પોતાણે પાહી જી હોતન તી બધજ આપી દેદ હા."'5. કિંમતી પથરાહાથી ને દાનથી ફક્તિસ્થાન કેવ સુશોભિત કરાયન હા તીયા વિષે કતરાક વાત કરતા હોતના, તીયા ઇસુયે કય કા, 6. ઈ બધ તુમે હેદતા હા ખરા, ફણ હેવા દિહી આવી કા જીયા ઈયે પાડી નાખાય ની હેવો એક પથરો બીજા પાર રવા દેવાય ની. "'7. તીયણાહાય તીયાણે પૂછ્ય કા, ' ઉપદેશક, તે તી કીયા હોવી? જીયાં હે વાત પૂરી હોવાણી હોય તીયા કાંણી નીશાની દેખાય?"' 8. ઇસુયે કય કા, ' કોઈ તુમાહાય ફુનવી ની નાખે એટલે સાવધાન રયા; કેહે કા મારે નામથી ખણે આવીને કઈ કા, તો હાય હામ, ને સમય પાહી આવો હા; તે તુમે તીયાણે પાછાલ નખે જાતા. 9. જીયાં તુમે યુદ્ધણે ને બળવાણે સમાચાર ઉનાત તીયા ખાબરાતે નખા, કેહે કા ઈ બધ પેલા હોવાજ જુજે; ફણ તીયાથી અંત આવવાણો કાયની.10. તીયા ઇસુયે તીયણાહાય કય કા,' પ્રજા પજાણે વિરુદ્ધ ને રાજ્ય રાજ્યણે વિરુદ્ધ ઊઠી; 11. ને મોટા થરતીકંપ હોવી, ને દુકાળ પડી ને મરકી ફેલાઈ; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત ને ફયાનક ચમત્કારીક નીશાની દેખાય.12. ફણ હી બધ હોવા પેલા મારે નામણે નેદે તે તુમારે પાર હાથ નાખી, તુમાહાય સતાવી ને સભાસ્થાન ને જેલણે અધિકારીઓણે હવાલે કરી, ને રાજાઓ ને રાજ્યપાલ હામે નેઈ જાય. 13. ને તુમારે ફાગ સુવાર્તા ઊનાવાણી ને તુમારે ફાગ સાક્ષીરૂપ બની રઈ.14. એટલે તુમે પોતાણે મનમાં નિશ્ચય કરા કા, જવાબ કેવી રીતે આપવાણો તીયા વિષે પેલાથીજ ચિંતા કરવાણી કાયની. 15. કેહે કા હાય તુમાહાય હેવ બોનવાણ ને હેવી બુદ્ધિ આપીહી, કા તુમારે કોઈ બી વિરોધી તુમારે હારી વાદવિવાદ કરી હખી ની ને તુમારે હામે હોઈ હખી ની.16. માંબાપથી, ફાવાહાથી, હગાહાથી ને મિત્રોથી બી તુમાહાય થરાવી આપી; તુમારેમાણાં કતરાકણે તે મારી નાંખાવી. 17. મારે નામણે નેદે બધેજ તુમારે વિરોધ કરી. 1818. ફ્ણ તુમારે માથાણે એક બી વાળ નાશ ની હોવે. 19. તુમારે ધીરજથી તુમારે જીવણે તુમે બચાવાહા.20. ફણ જીયા યરુશાલેમણે લશ્કરોથી તુમે ખેરાયને હેદાહા, તીયા જાણજા કા તીયાણે નાશ હોવાણો સમય પાકી ગો હા. 21. તીયા જે યહુદિયામાં હોય તીયણાહાય ડોગરાહામાં નાહી જાવાણ; જે શહેરમાં હોય તીયણાહાય નીકલી જાવાણ, ને જે ખેતરમાં હોય તીયણાહાય શહેરમાં આવવાણ ની. 22. કેહે કા વેર વાલવાણા દિહી હા, એટલે કા જી નખીન હા, તી બધ પૂરં હોવે.23. હે દિહામાં જીયણે મયના હોય ને જે થાવળાવતી હોય તીયણે હાલત બોજ ખરાબ હોવી. કેહે કા દેશ પાર મોટી મુશ્કેલી, ને ઇયા નોકાહા પાર કોપ આવી પડી. 24. તે તલવારણે થારથી મરી જાય, ને કતરાકણે ગુલામ બનાવીને બીજા દેશમાં નેઈ જાવાય; ને વિદેશીઓણે સમય પૂરો હોવી, તીયા હુદી યરુશાલેમ તિયણાહાથી ખૂંદી નાખાય.25. સૂર્ય ને ચંદ્ર ને તારામાંથી ચમત્કારીક નિશાની હોવી; ને પૃથ્વી પાર દેશજાતી, દરિયાણે મોજાંણે ગર્જનાથી ખાબરાઈ જાય. 26. દુનિયા પાર જી આવી પડવાણ હા તીયાણે બીકથી ને તીયાણે આશંકાથી માણેહે બેફાન હોઈ જાય; કેહે કા આકાશમાં પરાક્રમ હાનવાય.27. તીયા તે માણસણે ડિખરાણે પરાક્રમ ને મહામહિમા હારી વાડલામાં આવતા હેદાહા. 28. ફણ હે વાત હોણે લાગી તીયા તુમે નજાર ઉઠાવીને તુમારે માંથે ઊંચે કરજા, કેહે કા તુમારે છૂટકારો પાહી આવો હા, હેવ હમીજવાણ.29. ઇસુયે તિયણાહાય દ્રષ્ટાંત કય કા, અંજીરી ને બધે ઝાડવાહાય હેદા. 30. હવે તી જીયા પીનાણે મડે તીયા તુમે તી હેદીને હમજા કા ઉનાલો પાહી આવતો હા. 31. તેહે જ તુમે બી ઇ બધ હોતા હેદાત, તિયા જાણજા કા ઈશ્વરણે રાજ્ય પાહી હા.32. હાય તુમાહાય ખરેખર કતો હામ કા, તી બધ પૂર ની હોવે તીયા હુદી એ પેઢી મરવાણી કાયની. 33. આકાશ ને પૃથ્વી નાશ પામી, ફણ મારે વાત પૂરી હોયા વગાર ની રય.34. તુમે સાવધાન રયા, કદાચ વધારે ખાવાથી કા પીવાથી ને સંસારને ચિંતાથી તુમારે મન કઠાણ હોય જાય, ને તે દિહી જાલણે જેહે તુમારે પાર અચાનક આવી પડી. 35. કેહે કા તે દિહી આખી પૃથ્વી ઉપાર રનારે બધાજ પાર ફાંદારૂપ આવી પડવાણ હા.36. તુમે કાયમ જાગતે રયા ને પ્રાર્થના કરા કા, ઇ બધ જી હોવાણ હા, તિયામાંથી બચી જાણે ને માણસણે ડીખરાહણે હામે રજુ હોણે હારુ તુમે મજબુત બના. "'37. ઇસુ રોજેજ દિહાણો ફક્તિસ્થાનમાં બોધ કરતો હોતનો ને રાતીણો જૈતુન ડોગરા પાર રતનો. 38. બધે નોકે તિયાણે ઊનાણે હારુ આદારને મરાકેહે તીયાણે પાહી ફક્તિસ્થાનમાં આવતે હોતને.
1.હવે બે ખમીર રોટનીણે તેવાર કા જો પાસ્ખાપર્વ કવાતો હા, તો પાહી આવો. 2.ઈસુણે કેવી રીતે મારી નાખવાણો, તીયાણે કાવતર મુખ્ય સેવકો ને શાસ્ત્રીઓ કરતા હોતના ; કેહ કા તે નોકાહાથી બીતા હોતના.3.યહૂદા જો ઈસ્કારિયોત કવાતો હોતનો, જો બાર શિષ્યોમાંણો એક હોતનો, તીયામાં શેતાન એહી ગો. 4.તીયે જાઈને મુખ્ય સેવકો ને સરદારોણે હાથમાં ઈસુણે કેવી રીતે થરવાણો, તીયા સંબંધી તીયણાહાય હારી વાતચીત કરી.5.એટલે તે ખુશ હોવા, ને યહૂદાણે પયાહા આપવાણ વચન આપ્ય. 6.તો માની ગો, ને નોકાહાય હાજરી ની હોય તીયા ઈસુણે તીયણાહાય હાથમાં આપી દેવાણી વાટ તો હેદતો રયો.7.બેખમીર રોટનીણે દીહી આવો કા જીયા પાસ્ખાણે યજ્ઞમાં ઘેટાહાય બલી ચઢાવાણી હોતની. 8.ઈસુએ પીતરને યોહાનણે એહ કયને મૂકીન્યાં કા, 'જાઈને આપણે ફાગ પાસ્ખા તિયાર કરા કા આપણે તી ખાહાવ. " 9.તીયણાહાય ઈસુણે કય કા, 'આમે કા તિયાર કરજે તીયા વિષે તુમારે ઇચ્છા કાજા હા? "10.ઈસુએ તીયણાહાય કય કા, 'હેદા, તુમાહાય શહેરમાં ઓરાતા પાણીણે ઘડો નેય ને જાતો એક પુરુષ મીલી, તો જે ખરમાં જાય તીયે તીયા પાછાલ જાજા. " 11.ખરમાં માલિકણે કજા કા, 'ઉપદેશક તુને કતો હા કા, જીયે શિષ્યોણે હારી હાય પાસ્ખા ખાહાય તે ઉતારાણે ઓરડી કા હા?12.તો જાતે જ તુમાહાય એક મોટી મેડી વ્યવસ્થિત ને તિયાર કરીની દેખાડી, તીયે આપણે ફાગ પાસ્ખા તિયાર કરા. " 13.તે ગયા, જેહે ઈસુયે તીયણાહાય કય હોતન તેહે તીયણાહાય મિલ્ય, ને તીયણાહાય પાસ્ખા તિયાર કરીય.14.વખાત હોવો તીયા તે બેઠા, ને બાર પ્રેરિતો તીયાણે હારી બેઠા. 15.ઈસુએ તીયણાહાય કય કા, 'મરણ આવા પેલા ઈ પાસ્ખા તુમારે હારી ખાવાણી મારે ખણી ઇચ્છા હોતની. 16.કેહ કા હાય તુમાહાય કતો હામ કા, ઈશ્વરને રાજ્યમાં તી પૂર હોવે તીયા હુદી તી હાય પાછો ખાવાણો કાયની. "17.ઈસુએ પ્યાલો નેયને આભાર માનીને કય કા, 'આ લે, ને બધાહા વચ્ચે વેચ્યો. 18.કેહ કા હાય તુમાહાય કતો હામ કા, ઈશ્વરને રાજ્ય આવે તીયા હુદી હાય હવે દ્રાક્ષણે રસ પીવાણો કાયની."19.ફૂટી ઈસુએ રોટની નેયને આભાર માનીયો ને ફાંગી, ને તીયણાહાય આવીને કય કા, 'ઈ મારે શરીર હા જી તુમારે ફાગ આપવામાં આવ હા, મારે યાદમાં ઈ કરા. " 20.તીયા પ્રમાણે ખાધા ફૂટી તીયે પ્યાલો નેય ને કય કા, ઓ પ્યાલો તુમારે ફાગો વવડાવીન મારે નૂઈમાણ નવો કરાર હા.21.ફણ હેદા, જો માને થરાવતો હા તીયાણે હાથ મારે હારી ખાવાણા પાર હા. 22.માણસણે દિખરોહો નક્કી કરીયા પ્રમાણે જાતો હા ખરો, ફણ જીયા માણાહાથી તો થરાતો હા તીયાણે અફસોસ !' 23.તે અંદારનેઅંદર પૂછણે લાગા કા, આપણેમાંણો કીડો હેવ કામ કરવાણો હાશે? "24.આપણેમાં કીડો મોટો ગણાય તીયા સંબંધી બી તીયણાહામાં વાતચીત હોણે લાગી. 25.ઈસુએ તીયણાહાય કય કા, 'વિદેશણે રાજા તીયણે પાર સત્તા ચાનીવતા હા તે પરોપકારી કવાતા હા.26ફણ તુમે હેવા નખે બનતા ; ફણ તુમારેમાં જો મોટો હોય તીયે નાના જેવ હોવાણ, ને જો આગેવાન હોય તીયે સેવકણે જેવ બનવાણ. 27.કેહે કા એ બેમાંથી કીડો મોટો હા, ખાણે બેઠો તો કા સેવા કરનાર ? ખાણે બેઠો તો મોટો નાથ કા? ફણ હાય તુમારેમાં સેવા કરનારને જેવો હામ.28.ફણ મારે દુઃખમાં મારે હારી રવાવાલા તુમે જ હા. 29.જેહે મારે પીતાએ માને રાજ્ય આપ્ય, તેહેજ હાય તુમાહાય રાજ્ય આપવાણો હામ. 30.કા તુમે મારે રાજ્યમાં મારે હારી ખાયા ને પિયા ; ને તુમે ઇઝરાયેલણે બાર કુળમાંણાહાય ન્યાય કરીને રાજ્યાસન પાર બેઠા. "31'સિમોન, સિમોન, જો, શેતાન તુમાહાય ઘઉંણે જેહે ચાલણે હારુ કબજે નેણે માગ્યે. 32.ફણ મયે તોરે ફાગી પ્રાર્થના કરી કા, તોરે વિશ્વાસ ઓછો ની હોવે ; ને તું પાછો આવે ફૂટી તોરે ફાવાહાય મજબૂત કરજે. "33તીયે તીયણાહાય કય કા,'પ્રભુ, હાય તુમારે હારી જેલમાં જાણે ને મરને બી તિયાર હામ. " 34.ફણ ઈસુએ કય કા, 'પિતર, હાય કતો હામ કા, આજે કૂકડો બોને તીયા પેલા, હાય તુને ઓલીખતો નાથ, એહે કયને તું તીન વાર માને નકારી કાઢેહે. "35.ફૂટી તીયે તીયણાહાય પૂછય કા, 'જીયા થેલી, ઝોલી ને ચંપાલે વગાર મયે તુમાહાય મૂકીન્યા તીયા તુમાહાય કાંઈ ખોટ પડી કા? " તીયણાહાય કય કા, 'કાંઈ કેવાણે કાયની. " 36.તીયા તીયે તીયણાહાય કય, 'ફણ અમે જીયા પાર પયાહા હોય તો રાખે, થેલી બી રાખે, ને જીયા પાર તલવાર ની હોય તી પોતાણે નુગડે વેચીને તલવાર વેચાતી નેય રાખે.37.કેહે કા હાય તુમાહાય કતો હામ કા, 'તો અપરાધીણે હારી ગણાયો 'હેવ જી નખીન હા તી મારે વિચાર પ્રમાણે આજુ પૂર હોવા જુજે ; કેહ કા મારે જીવનણી વાત પુરી હોવી. 38.તીયણાહાય કય કા, 'પ્રભુ, હેદ બે તલવાર એ રય ; તીયે તીયણાહાય કય કા, 'હે બસ હા. "39.બાર નીકલીને પોતાણે રીત પ્રમાણે ઈસુ જૈતૂન ડોગરા પાર ગો ; શિષ્યો બી તીયાણે પાછાલ ગયા. 40.ઈસુ તે જાગ્યાયે આવો, તીયા તીયે તીયણાહાય કય કા, 'પ્રાર્થના કરા કા તુમે પરિક્ષણમાં ની પડાત. "41.આશરે પથરો નાખાય તતરે દૂર તો તીયણે ગો, ને ઘૂંટણે ટેકવીને તીયે પાર્થના કરતા કય કા, 42.'હે પિતા, તોરે ઈચ્છા હોય, તે ઓ પ્યાલો મારેથી દૂર કર, તોબી મારે ઇચ્છા પ્રમાણે ની, ફણ તોરે ઈચ્છા પ્રમાણે હોવે. "43.આકાશમાંથી ઈસુણે હિમ્મત આપતો એક સ્વર્ગદૂત તીયાણે દેખાયો. 44.તીયે દુઃખથી વધારે ને વધારે પ્રાર્થના કરી, ને તીયાણે પરસેવો જમીન પાર પડતા નૂઈણે ટીપા જેવો હોવો.45.પ્રાર્થના કરીને ઉઠ્યો ફૂટી ઈસુ પોતાણે શિષ્યોણે પાહી પાછો આવો, તીયા તીયણાહાય દુઃખણે નેદે હુવી ગના હેજજા. 46.ઈસુએ તીયણાહાય કય કા, 'કહે હુવતા હા? ઉઠીને પ્રાર્થના કરા, કા તુમે પરીક્ષણમાં ની પડાત.47.તે આજુ બોનતા હોતના હતરામાં, હેદા, ખણે નોકે આવે, યહૂદા નામણો બાર શિષ્યોમાંણો એક તીયણે આગાલ ચાનતો હોતનો; તો ઈસુણે ચુંબન કરને હારુ તીયાણે પાહી આવો. 48.ફણ ઈસુએ તીયાણે કય કા, 'તું માણસણે ડીખરાણે ચુંબન કરાવીને થરાવી દેતો હા કા? "49.જે તીયાણે આજુબાજુ હોતના તીયણાહાય કાજા હોવાણ હા તી હેદીને તીયાણે પૂછય, 'પ્રભુ, આમે તલવારથી મારી નાખજે કા? " 50.તીયણેમાંણા એકે પ્રમુખ સેવકણે નોકારને તલવારથી ઠોકયો, ને તીયાણે જમણો કાન વાડી નાખ્યો. 51.ફણ ઈસુએ કય કા, 'હવે બસ કરા' ને તીયે નોકારને કાનને અડકીને હારો કરીયો.52.જે મુખ્ય સેવકોને ભક્તિસ્થાનણે સરદારોને વડીલો તીયાણે હામે આવા હોતના, તીયણાહાય ઈસુએ કય, 'જેહે લૂંટારાણે હામે આવતા હા તેહે તલવાર ને નાકડી નેઈને કેહે આવા હા? 53.હાય રોજેજ તુમારે હારી ભક્તિસ્થાનમાં બોધ કરતો હોતનો, તીયા તુમાહાય માને થરીયો કેહે ની ; ફણ અમે તુમારે ને આંધારાણે અધિકારને સમય હા. "54.તે ઈસુણે થરપકડ કરીને નેય ગયા.પ્રમુખ સેવકણે ખરમાં તીયાણે નાવા, ફણ પીતર આગે રયને તીયાણે પાછાલ ચાનતો હોતનો. 55.ચોકણે વચ્ચે તાપણ હલગાવીને તે તાપણે બેઠા તીયા પીતર તીયણે હારી બેઠો હોતનો.56.એક દાસીએ તીયાણે આગડાણે હુંજાલામાં બેહીનો હેદીને તીયાણે ફણી હેદી રયને કય કા, 'ઓ માણસ બી તીયાણે હારી હોતનો. " 57.ફણ પીતરે ના પાડીને કય કા, 'બેન, હાય તીયાણે ઓલખીતો જ નાથ. " 58.થોડીકવાર ફૂટી બીજાયે તીયાણે હેદીને કય કા, 'તું બી તીયામાણો હા. "ફણ પીતરે કય, 'અરે, ભાઈ, હાય તીયામાણો કાયની હામ. "59.આશરે એક કલાક ફૂટી બીજાએ ખાતરી કરીને કય કા, 'ખરેખર ઓ માણસ બી તીયાણે હારી હોતનો, કેહ કા તો ગાલીલનો હા. " 60.ફણ પીતરે કય, "અરે ભાઈ, તું કાજા કતો હા તી હાય જાણતો નાથ. "ને તરત, તો બોનતો હોતનો હતરામાં કુકડો બોન્યો.61.પ્રભુયે ફીરીને પીતરને હામે હેજજ. ને પીતરને પ્રભુણે વચન યાદ આવ્ય કા, "ઈસુએ તીયાણે કય હોતન કા, આજે કૂકડો બોન્યા પેલા તું તીન વાર માને નકારી કાડેહે. 62.તો બાર જાઈને બોજ રડીયો.63.ઈસુ જે માંણાહાય હવાલે હોતનો તીયણાહાય તીયાણે મશ્કરી કરીને તીયાણે લેદો. 64.તીયણાહાય તીયાણે ડોલાયે પાટો બાંધીને તીયાણે પૂછય કા, 'કઈ દેખાડ, તુને કીડે લેદો? " 65.તીયણાહાય કાય કાય કયને તીયાણે વિરોધમાં બીજ ખણ બધ કય.66.દિહી ઉગતા જ નોકાહાય વડીલોણે સભા, મુખ્ય સેવકો ને શાસ્ત્રીઓ ફેગા હોવા ; ને તીયાણે પોતાણી ન્યાયસભામાં નેય જાઈને તીયણાહાય કય કા, 67."જો તું ખ્રિસ્ત હા, તે આમાહાય ક, "જો હાય તુમાહાય કમ, તે તુમે વિશ્વાસ કરવાણા કાયની. 68.કદાચ હાય પૂછ તે તુમે માને જવાબ આપવાણા કાયની.69.ફણ હવે ફૂટી માણસણે ડિખરોહો ઈશ્વરને પરાક્રમણે જમણે હાથે બેહી રઈ. " 70.નોકાહાય કય, "તે તું ઈશ્વરને દિખરોહો હા કા? "તીયાયે તીયણાહાય કય કા, "તુમે કતા હા તીયા પ્રમાણે હાય તો હામ. " 71ને તીયણાહાય કય કા, "હવે આપણાહાય પુરાવાણે જરૂર હાશે કા? કેહ કા આપણે પોતે જ તીયાણે મુંથી ઉનાય હા."
1.ફૂટી તીયાણે બદોજ સમુદાય ઉઠીને ઈસુણે પિલાતણે પાહી નેય ગયા. 2.ફૂટી તે તીયા પાર હેવો દોષ મૂકણે લાગા કા, 'આમાહાય હેવ ખબાર પડ્ય હા કા ઓ માણસ આમારે નોકાહાય ખોટી વાત હીખુવતો હા, ને કાઈસર રાજાણે કર આપવાણી ના પડતો હા, ને કતો હા કા, હાય પોતે જ ખ્રિસ્ત એક રાજા હામ. "3.ફૂટી પિલાતે ઈસુણે પૂછય, 'કા તું યહૂદીઓણે રાજા હાશે? 'ફૂટી તીયે તીયાણે જવાબ આપતાં કય, 'તુમે કતા હા તી બરાબર હાશે. " 4ફૂટી પિલાતે મુખ્ય સેવકોણે ને નોકાહાય કય, 'ઇયા માણસમાં માને કાંઈ ફૂલ દેખાતી કાયની. " 5.ફણ તીયણાહાય આજુ વધારે આગ્રહથી કય કા, 'ગાલીલથી માંડીને ઇયે હુદી આખ્ખા યહૂદીયામાં ઈસુ બોધ કરીને નોકાહાય ઉશ્કેરતો હાશે. "6.ફણ પિલાતે તી ઉનાય તીયા તીયે પૂછય કા, 'ઓ માણસ ગાલીલનો હા કા? " 7.ને ઈસુ હેરોદણે અધિકાર નીચે હા એહે તીયે જાણ્ય, તિયા તિયાણે હેરોદણે પાહી મૂકીન્યો ; હેરોદ બી તે દિહામાં યરુશાલેમમાં હોતનો.8.હવે હેરોદ ઈસુણે હેદીને બોજ ખુશ હોવો ; કેહ કા તિયાણે વિષે તીયે ઉનાય હોતન, એટલે ખણા દિહીથી તો તિયાંણે હેદણે માગતો હોતનો ; ને તિયા દેખતા તો કાંઈ ચમત્કાર કામ કરી હેવી તો આશા રાખતો હોતનો. 9.હેરોદે તિયાણે બોજ બદી વાત પૂછી, ફણ ઈસુએ તિયાણે કાંઈ બી જવાબ આપ્યો કાયની. 10.ને મુખ્ય સેવકો ને શાસ્ત્રીઓ તિયા ઉપાર ખોટી રીતે આરોપ મૂકતા હોતના.11.ને હેરોદે પોતાણે સિપાઈઓ હારી તિયાણે ખોટી રીતે ને મશ્કરી કરીને તિયાણે રાજાણે નુગડે પેરાવીને પિલાતણે પાહી પાછો મુકીન્યો. 12.ને તેજ દિહી પિલાત ને હેરોદ એકબીજાણે મિત્ર બન્યા ; હે પેલા તે એકબીજા પાર વેર રાખતા હોતના.13.ને પિલાતે મુખ્ય સેવકોણે ને અધિકારીઓણે ને નોકાહાય એકહારી હાદીને. 14.તીયણાહાય કય કા, 'ઓ માણસ નોકાહાય ખોટી વાત હીખુવતો હાશે, હેવ કયને તુમે તિયાણે મારે પાહી નાવા હા; ફણ, હેદા, મયે તુમારે આગાલ ઈસુણે તપાસ કરી તોબી, જે વાતણી તુમે તિયાં પાર આરોપ મૂકતા હા તિયા સબંધમાં કાંઈ બી અપરાધ ઈસુમાં માને દેખાતો કાયની.15.તેહે જ હેરોદણે બી દેખાતો કાયની ; કેહ કા તીયે તિયાણે આમારે પાહી પાછો મૂકીન્યો ; ને હેદા, મારી નાખાય તેવ તીયે કાંઈ કામ કરીય કાયની હાશે. 16.એટલે હાય તિયાણે શિક્ષા કરીને છોડી દેહેય. " 17.હવે પાસ્ખાપર્વણે સમયે તીયણે ફાગ કોઈ એક અપરાધીણે છોડી દેવો પડતોનો.18.ફણ તીયણાહાય ઊંચા અવાજથી કય કા, 'ઈસુણે નેય જાયા, ને બરાબાસને આમારે ફાગ છોડી મુકા. " 19.તો બરાબાસ તે શહેરમાં કતરાક દંગા ને હત્યા કરવાણે નેદે જેલમાં નાખી દેવાયો હોતનો.20તિયા ઈસુણે છોડી દેવાણી ઇચ્છા રાખીને પિલાત પાછો તીયણે હારી બોન્યો. 21.ફણ તીયણાહાય જોરથી કય કા, 'હીયાણે વધસ્તંભે ચડાવા, વધસ્તંભે ચડાવા. " 22.ને તીયે ત્રીજી વાર તીયણાહાય કય કા, 'કેહે ? તીયે કાજા ખોટ કરીય હાશે ? તિયામાં મારી નાખવાણો યોગ્ય માને કાંઈ બી માલૂમ પડ્ય કાયની ; એટલે હાય તિયાણે થોડીક શિક્ષા કરીને છોડી મુકીહી. "23.ફણ તીયણાહાય બોજ મોટે અવાજથી માગ્ય કા 'તીયાણે વધસ્તંભે ચડાવા, ને છેન્ને તીયણે પ્રમાણે તીયણાહાય તિયાણે માનાવી નેદો. 24.ને પિલાતે ફેસલો કરીયો કા 'તીયણાહાય જી માગ્ય તિયા પ્રમાણે તીયણાહાય કરવામાં આવે. " 25.ને દંગો ને મારી નાખવાણે નેદે જીયાણે જેલમાં નાખ્યો હોતનો, ને જીયાણે તીયણાહાય માંગ્યો હોતનો, તિયાણે તીયે છોડી મૂક્યો,ફણ ઈસુણે તીયણાહાય સ્વાધીન કરીયો.26.ને તે તિયાણે નેય જાતના તિયા સિમોન નામણો કુરેનીણે એક માણસ જો બાર ગામથી આવતો હોતનો તિયાણે તીયણાહાય થરીયો, ને તિયાણે ખબા પાર વધસ્તંભ ચઢાવીયો, કા તો ઊંચકીને ઈસુણે પાછાલ ચાને.27.નોકે ને રડનારી ને વિલાપ કરી રયની સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુણે પાછાલ પાછાલ ચાનતે હોતને. 28.ફણ ઈસુએ તીયણે ફની ફિરીને કય કા, 'યરુશાલેમણી દીકરીઓ, મારે ફાગે રડતા નખા, ફણ પોતાણે ફાગેજ ને તુમારે નીચકાહ ફાગે રડજા.29.કેહ કા હેવા દીહી આવી કા જીયા તે કઈ કા,જીયણે નીચકે કાયની હા ને જીયણે નીચકે કાયની હોવે હા, ને જીયે કોઈવાર બી થાવડાવ્ય કાયની, તે આશીર્વાદિત હા. " 30.તિયા તે ડોગરાહાય કય કા, 'આમારે પાર પડ ; ને ટેકરાહાય કય કા, આમાહાય ઠાકી દે. " 31.કેહે કા તે લીલા ઝાડવાણે એહે કરતા હા તે હુંકાયનાણે કાજા કરી?32૩૨.બીજા બે માણસ, જે ગુનેગાર હોતના, તીયણાહાય મારી નાખણે હારુ તિયાણે હારી નેય જાતના.33.ખોપરી નામણી જાગ્યાયે તે આવા, તિયા તીયણાહાય તીયે તિયાણે ને ગુનેગારમાંણા એકણે જમણી ફણી, ને બીજાણે ડાલી ફણી, વધસ્તંભે ચઢાવ્યા. 34.ઈસુએ કય, હે પિતા, તીયણાહાય માફ કર, કેહે કા તે જે કરતા હા તે જાણતા કાયની ; ચિઠ્ઠીયો નાખીને તીયણાહાય તિયાણે નુગડે એકબીજાણે વચ્ચે વેચી નેદે.35.નોકે હી હેદીને ઉભે રાખે હોતને, ને અધિકારીઓ બી તિયાણે ધિક્કાર કરીને કતે હોતને કા, 'તીયે બીજાહાય બચાવ્યો ; જો તો ઈશ્વરણે ખ્રિસ્ત, એટલે તિયાણે પસંદ કરીનો હોય તે તો પોતાણે બચાવે. "36.સૈનિકાહાય બી તિયાણે મશ્કરી કરી, ને પાહી આવીને સરકો આપણે લાગા, 37.ને કય કા, 'જો તું યહૂદીઓણે રાજા હોય તે પોતાણે બચાવ. " 38.તિયા ઉપાર એવો લેખ બી નખીનો હોતનો કા, 'ઓ યહૂદીઓણે રાજા હા.39.તિયાણે હારી લટકીના ગુનેગારમાંણા એકયે તિયાણે અપમાન કરીને કય કા, 'તું ખ્રિસ્ત કાયની કા? તુમે પોતાણે ને આમાહાય બચાવ. " 40.ફણ બીજાયે જવાબ આપીને થમકાવીને કય કા, 'તું તેજ શિક્ષા ફોગીવતો હા તો બી તું ઈશ્વરથી બીતો કાયની? " 41.આપણાહાય તે જી કદન તિયાણે નેદે શિક્ષા ફોગીવતા હામ, કેહ કા આપણે કામણે યોગ્ય ફળ આપણે પામતા હામ ; ફણ તીયે તે કાંઈ ખોટ કરીય કાયની.42.તીયે કય કા, 'હે ઈસુ, તુમે તુમારે રાજ્યમાં આવા તિયા માને યાદ કરજા. " 43.ઈસુએ તિયાણે કય કા, હાય તુને ખરેખર કતો હામ કા, 'આજે જ તું મારે હારી પારાદૈસમાં આવેહે. "44.અમે લગભગ બપોર હોવી હોતની, ને બપોરે તીન કલાક હુદી સૂર્યણે તેજ ઘેરાય જાવાથી આખા દેશમાં આંધાર હોય ગ. 45.ને સભાસ્થાનણે પડદો વચમાંથી ફાટી ગો.46.ઈસુએ મોટી બૂમ પાડી, ને કય કા , 'ઓ પિતા, હાય મારે આત્મા તોરે હાથમાં આપતો હામ ; તીયે એહે કયને મરણ પામીયો. 47.જી હોવ હોતન તી હેદીને સુબેદારે ઈશ્વરને મહિમા કરીને કય કા, 'ખરેખર ઓ તે હાચો માણસ હોતનો. "48.જી નોકે હી હેદણે હારુ ફેગે હોવે હોતને તી બદે જ, જી હોવન હોતન તી હેદીને છાતી ઠોકતે પાછે ગયે. 49.તિયાણે બદેજ ઓલખીતે ને જે સ્ત્રીઓ ગાલીલમાંથી તિયાણે પાછાલ પાછાલ આવી હોતની, તે આગે ઉભે રાખીને હી હેદતે હોતને.50.હવે યૂસફ નામણો ન્યાયસભાણે એક સભ્ય હોતનો, તો હારો ને ન્યાયી માણસ હોતનો. 51.તો યહૂદીઓણે એક શહેર અરિમથાઈણો હોતનો, તીયે ન્યાયસભાણે નિર્ણય ને કામમાં સહમતી આપીની કાયની, ને તો બી ઈશ્વરણે રાજ્યણે વાટ હેદતો હોતનો.52.તીયે પિલાતણી પાહી જાઈને ઈસુણે મૃતદેહ માંગ્યો. 53.તીયે ઈસુણે મૃતદેહણે ઉતારીને શણને કાપડમાં વેટીને પથરામાં ખોદીની કબારમાં મુક્યો, જીયે કોઈણે બી દાટવામાં આવનો કાયની.54.તો દીહી સિદ્ધિકરણનો હોતનો, ને પવિત્રદીહી પાહી આવો હોતનો. 55.જે સ્ત્રીઓ તિયાણે હારી ગાલીલમાંથી આવી હોતની, તે બી પાછાલ પાછાલ જાયને કબર હેદી, ને તિયાણે મૃતશરીર કેવી રીતે મુક્ય હોતન તી હેજજ. 56.તે પાછી આવીયે ને સુગંધી તેવી વસ્તુ ને તેન બદ તિયાર કરીય, ને નિયમ પ્રમાણે પવિત્રદીહે તીયણેહે આરામ કદો.
1. અઠવાડીયાણે પેલે દીહે, મરાકેહે, જી સુગંધીદ્રવ્ય તીયણેહેય તીયાર કદન હોતન તી નેઇને તે સ્ત્રીઓ તીયાણે કબરે આવી. 2. તીયણેહેય કબર પારથી પથરો ગબડાવીનો હેજ્જો. 3. તે બદજે કબારમાં ગયે ફણ પ્રભુ ઇસુણે મળદ તીયણેહેય હેદવામાં કાયની આવ.4. એહે હોવ કા, હિયા સંબંધી તે બદજે વિચારમાં પડી ગયે, તીયા ચલીકતે નુગડે પેરીના બે પુરુષો તીયણેહેય દેખાયા. 5. તીયણેહેય બીયને ભોંય હુદી પોતાણે માથે નમાવ્યે, તીયા તીયણાહાય તીયણેહેય કય કા, ' મરીનાહામાં જીવતાણે કેહે હેદચે હા ?6. તો ઈયેં કાયની હા, ફણ ઊઠ્યો હા, યાદ કરા કા તો ગાલીલમાં હોતનો તીયા તીયે તુમાહાય કાજા કય હોતન? 7. પાપી માણાહાય હાથમાં માણસણે ડીખરોહો થરાવી દેવાય ને વધસ્તંભે ચડાવી દેવાય ને ત્રીજે દિહે પાછો ઊઠી હી જરૂરી હાસે. "'8. તે ઇસુણે વાત તીયણેહેય યાદ આવી. 9. કબાર આગાલથી પાછછે આવીને તીયણેહેય અગિયાર શિષ્યોણે ને બીજા બધાહાય હે બધી વાત કઈ. 10. હવે જીયણાહાય હે વાત પ્રેરિતોહોય કઈ તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબણે માં મરિયમ ને તીયણે હારી બીજી સ્ત્રીઓ હોતની.11. હે વાત તીયણાહાય અકકાલ વગારની નાગી, ને તીયણાહાય તીયણેહેય વિશ્વાસ કરીયો કાયની. 12. ફણ પિતર ઊઠીને કબરે દોડી ગો; ને નીચે વલીને અંદાર હેજ્જ તે તીયે શણને નુગડે એખને પડીને હેજજે; ને જી હોવ હોતન તીયા સંબંધી પોતાણે મનમાં તો નવાઈ પામતો પોતાણે ખરે ગો.13. તે જ દિહે તીયણાહામાં બે, એમ્મોસ નામણ એક ગામ યરુશાલેમથી લગભગ સાત કિલોમીટર આગે હા, તીયે જાતા હોતના. 14. હે બધી બનીની બનાવો વિષે તે એકબીજા હારી વાત કરતા હોતના.15. એહે હોવ કા તે એકબીજા હારી વાત કરતા હોતના ને અંદારનેઅંદાર સવાલ પૂછતાં હોતના, તીયા ઇસુ પોતે તીયણાહાય પાહી આવીને તીયણે હારી ચાનીયો. 16. ફણ તીયણે ડોલા બાંધાય ગયના હોવાથી તે તીયાણે ઓલખી હખ્યા કાયની.17. ઇસુયે તીયણાહાય કય કા, "તુમે ચાનતાં ચાનતાં એકબીજાણે હારી કાજા વાત કરતા હા? " તે ઉદાસ હોયને ઊભા રાખા. 18. કલિયોપાસ નામે એકે જવાબ આપતાં કય કા, "શું, યરુશાલેમમાં રવાવાલાહામાં એખના તુમેજ ઇયા દિહામાં બનીની બિના કાયની જાણતા?"19. તીયે તીયણાહાય કય કા, " કાણી બિનાઓ? "' તીયણાહાય તીયાણે કય કા, " ઇસુ નાઝારી, જે ઈશ્વરની આગાલ ને બધા નોકાહાય આગાલ કામમાં ને વચનમાં પરાક્રમી પ્રબોધક હોતના, તીયા સંબંધણી બિનાઓ; 20. ને કેવી રીતે મુખ્ય સેવકોયે ને આમારે અધિકારીહોય તીયાણે મૃત્યુદંડ ફોગીવણે હારુ સજા આપવીન, તીયાણે વધસ્તંભે ચડાવ્યો.21. ફ્ણ આમે આશા રાખતા હોતના કા, ઇઝરાયેલને જે ઉદ્વાર આપવાણા હોતના તે એજ હા; ને હે બધા ઉપરાંત હે બનાવ બન્યાણે આજે ત્રીજો દિહી હોવો.22. ને આમારેમાંણી કતરીક બેનો જે કબર આગાલ વેલી ગોઈ હોતની, તીયણેહેય આમાહાય નવાઈ પામાડયાં. 23૨૩. એટલે તીયણેહેય તીયાણે મરદ હેજજ કાયની, તીયા તીયણેહેય આવીને કય કા, આમાહાય સ્વર્ગદૂતાહાય બી દર્શન હોવ હોતન, ને તીયણાહાય કય હોતન કા તો જીવતો હા. 24. આમારે હારીના કતરાક કબર આગાલ ગયા, ને જેહે બેનોયે કય હોતન તેહેજ તીયણાહાય હેદવામાં આવ; ફણ તીયણાહાય તીયાણે હેજજો કાયની. "25. તીયે તીયણાહાય કય કા, " અરે મૂર્ખાઓ ને પ્રબોધકોયે જી કય હા, તી બધા પાર વિશ્વાસ કરવામાં ધીમા હાસે. 26. શું ખ્રિસ્તે હી બધ સહન કરવાણ ને પોતાણે મહિમામાં જાવા જુજત કાયની હોતન કા? "' 27. મુસાણે નિયમશાસ્ત્રથી ને બધા પ્રબોધકોથી માંડીને તીયે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાણે સંબંધણી વાતણે ખુલાસો કરી દેખાડ્યો.28. જે ગામે તે જાતા હોતના તીયાણે નજીક તે પોંચીયા, તીયા તીયે જાણે કા આગાલ જાવાણ કરીય. 29. તીયણાહાય તીયાણે આગ્રહ કરીને કય કા, " આમારે હારી રયા; કેહે કા સાંજ પડણે આવી હા ને દિહી નમી ગો હા. "ને તીયણે હારી રણે હારુ તો અંદાર ગો.30. એહે હોવ કા, તો તીયણે હારી ખાણે બેઠો, તીયા તીયે રોટની નેયને આશીર્વાદ માંગ્યો, ને તીયણાહાય આપી. 31. તીયા તીયણાહાય ડોલા ઊઘડી ગયા ને તીયણાહાય તીયાણે ઓલીખ્યો; હતરામાં તીયણે દેખતાં તો અદ્રશ્ય હોય ગો. 32. તીયણાહાય એકબીજાણે કય કા, " જીયાં તો રસ્તામાં આપણે હારી વાત કરતો હોતનો, ને પવિત્રશાસ્ત્રણે ખુલાસો આપણાહાય કરી દેખાડતો હોતનો, તીયા આપણે મન આપણાહામાં ખુલ્લ કાયની હોતન કા?33. તીયાજ તે ઊઠીને યરુશાલેમ ફણી પાછા વલીયા, ને અગિયાર શિષ્યોણે ને તીયણે હારીણાહાય ફેગા હોવાના દેખ્યા, 34. કા, જે કતા હોતના કા, 'પ્રભુ ખરેખર ઉઠ્યો હા, ને સિમોનને તીયાણે દર્શન હોવ હા. "' 35. તીયા તીયણાહાય રસ્તામાં બનીની બનાવ ને રોટની તોડીને તીયણાહાય ઇસુણે કેહે કરીન ઓલીખ્યો તીયા વિષે વાત કરી.36. તે હે વાત કતા હોતના, તીયા ઇસુ પોતે તીયણે વચ્ચે ઊભો રઇને તીયણાહાય કતો હા કા, ' તુમાહાય શાંતિ હોવે."' 37. ફ્ણ તીયણાહાય ખાબરાઈને બીયને એહે વિચારીય કા, આમારે હેદવામાં કોઈ આત્મા આવો હા.38. તીયે તીયણાહાય કય કા, ' તુમે કેહે ખાબરાતા હા, ને તુમારે મનમાં શંકા કેહે હોતી હા? 39. મારે હાથ ને મારે પાગ હેદા, કા હાય પોતેજ હામ; માને હાથ અડકાડીને હેદા; કેહે કા જેહે તુમે હેદતા હા કા માને માંસ ને હાડકાં હા તેહે આત્માણે હોતા કાયની," 40. એહે કઈને તીયે પોતાણે હાથ ને પાગ તીયણાહાય દેખાડ્યાં.41. તે ખુશીણે નેદે આજુ બી વિશ્વાસ કાયની કરાતાના, ને વિચારતા હોય ગયા, તીયા ઇસુયે તીયણાહાય કય કા,' તુમારે પાહાય કાંઈ ખાવાણ હા કા? "' 42. તીયણાહાય ઇસુણે હેકીની માછનીણે ટુકડો આપ્યો. 43. ઇસુયે તી નેયને તીયણે આગાલ ખાધ.44. ઇસુયે તીયણાહાય કય કા, ' હાય તુમારે હારી હોતનો, તીયા મયેં હે વાત તુમાહાય કઈ હોતની કા, જે મુસાણે નિયમશાસ્ત્રમાં ને પ્રબોધકોમાં ને ગીતશાસ્ત્રમાં મારે સંબંધી નખ્ય હા તી બધ પુર હોવા જુજે. "'45. તીયા પવિત્રશાસ્ત્ર હમીજણે હારુ ઇસુયે તીયણે મન ખોલીયે. 46. ઇસુયે તીયણાહાય કય કા, ' એહે નખ્ય હા, કા ખ્રિસ્તે દું:ખ સહન કરવાણ, ને ત્રીજે દિહે મરીનામાંથી પાછ ઉઠવા જુજે; 47યરુશાલેમથી નેયને બધીજ પ્રજાણે તીયાણે નામમાં પસ્તાવો ને પાપોણી માફી પ્રગટ કરાવાં જુજે.48. હે વાતણે સાક્ષી તુમે હા. 49. હાય મારે પિતાણે આશાવચન તુમારે પાર મુકીનતો હામ; ફણ તુમે ઉપારથી પરાક્રમી હોવાત તીયા હુદી શહેરમાં રજા. "'50. બેથાનિયાની હામે તીયણાહાય બાર નેય ગયા પુથી તીયે પોતાણે હાથ લાંબો કરીને તીયણાહાય આશીર્વાદ આપ્યો. 51. એહે હોવ કા ઇસુ તીયણાહાય આશીર્વાદ આપતો હોતનો હતરામાં તો તીયણાહાથી છૂટો પડીયો, ને તીયાણે સ્વર્ગમાં નેઈ નેવામાં આવો.52. તીયાણે ભજન કરીને તે બોજ આનંદ કરીને યરુશાલેમમાં પાછા વલીયા. 53. ને તે નિત્ય ફક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હોતના.
1. શરૂઆતમાં શબ્દ હોતના. તે ઈશ્વરણે હારી હોતના તો ઈશ્વર હોતનો 2તે શરૂઆતમાં ઈશ્વરણે હારી હોતના 3તિયાથી જ બદ ઉત્પન્ન હોવન .એટ્લે જી કાઇ ઉત્પન્ન હોવન4તિયામાં જીવન હોતન તી જીવન માણહાય હુજાલ હોતન . 5તી હુજાલ આંદારા માં દેખાતન ફણ આંદારાએ તીયાણે બંદ હોવા કાયની દેદ6ઈશ્વરણે મૂકીન એક માનણહુ આવો તિયાણે નામ યોહાન હોતન . 7તો સાક્ષી ફાગો આવો કા હુજાલા વિષે શાક્ષી કરાવે ક જિયાથી બદે તીયા નેદે વિશ્વાસ કરાત. 8યોહાન પોતે જ હુજાલ કની હોતનો ફણ હુજાલા વિષે શાક્ષી આપણે આવનો9ખર હુજાલ તે ઇસુ હોતનો , કા તો દુનિયામાં આવીને બદા માણહાય હુજાલ આપતોનો .10તો દુનિયામાં હોતનો ને તિયા થકી દુનિયા ઉત્તપન્ન હોવની . ને માણહાય તિયાણે ઓલખીઓ કાયની . 11તો પોતાણે માણહાય પાહે આવો . ફણ તીયણહાય તીયણાહાય સ્વીકાર કદો કાયની12ફણ તીયણાહાય તિયાણે સ્વીકાર કદો , એટ્લે ક જતરે તિયા પાયાહ વિશ્વાશ કરતે હા , તતરાય તીએ ઈશ્વરને દિખરોહ હોવાણો અધિકાર આપચો . 13તો લોય થી કાયની ક , દેહણે ઈચ્છા થી કાયની કા માણાહાય ઇચ્છાથી ફણ કાયની, ફણ ઈશ્વર થી જનમ્યા હા.14ને શબ્દ સંદેહ હોયને આપણામાં વહ્યો ને પિતાણે એકણે એક દિખરોહ મહિમા જેવો તિયાણે મહિમા આમાહાય હેજજો . તો કૃપાણે સચ્ચાય થી ભરપૂર હોતનો . 15યોહાન તિયા વિષે શાક્ષી આપનીને બૂમ પાડીને કય ક “ જીયા વિષે મયે કયન તો ઓજ હાસે .જો મારે પાછાલ આવતો હ તો મારે કરતા પણ મોટો હાસે .કેહકા તો મારથી પેલા હોતનો16. કેહકા આમે બદે તિયાણે ભરપૂર કૃપા માથી કૃપા પામએ. 17નિયમશાસ્ત્ર મુસા થકી આપવામાં આવ. ફણ કૃપા ને સત્યતા ઇસુ ખ્રિસ્ત થકી આવ. 18. ઈશ્વરણે કોઈ ફણ માણહાય હેજજો કાયની હા તિયાણે એક ને એક દિખરોહ હા, કા જો પિતાણે ખોલામાં હા, તિયે ઈશ્વરને પ્રગટ કદો હા19જીયા યહુદીઑએ યારુશાલેમ થી યાજક ને લેવીઑણે યોહાન પાહે પૂછણે મૂકીનના કા, તું કીડો હા ? તિયા તિયાણે શાક્ષી એ હોતની . 20એટલે તિયે નકાર કદો કાયની . ફણ કબુલ કદ કા , હાય તે ખ્રિસ્ત કાયની હાંમ. 21તીયણાહ તિયાને પુચ્છ , તે તું એલિયા હા? તીયે કય ક માય તો કાયની હામ તે પુથી તું આવનારો પ્રબોધક હાસે ? ત જવાબ આપચો કા,કાયની22એટ્લે તીયણાહાય તિયાણે પુચ્છ ક , તું કીડો હાસે ? કા જીણાહાય આમાહાય મૂકીન્ને હાશે તી જીયણાય તું પોતાણે વિશે કામ કતો હા? 23. તિયે કયન કા યશાયા પ્રબોધકે જી કયન તિ અરણ્યમાં (બૂમપાળનારાણે એવી બોની કા પ્રભુણે (રસ્તો તૈયાર કરા ને તિયાણે રસ્તા હિદા કરા)24. ફરોશીઓ ફણીથી તિણાહાય મૂકીનવામાં આવના, 25. તિયાણાહાય તિયાણે પૂછ કા, તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનારો પ્રબોધક કાયની હા, તે તું બાપ્તિસ્મા કેહ આપતો હા,26. યોહાને તિયાણાહાય જવાબ આપ્યો કા, માય પાણીથી બાપ્તિસ્માં આપતો હામ, ફણ તુમારે વચ્ચે એક ઊભો હાસે, તિયાણે તુમે ઓલીખતે કાયની, 27.તો ઓજ હાસે કા મારે પાસાલ આવતો નો ને તિયાણે ચંપાલાહાય દોરી છોડણે માય યોગ્ય કાયની હાંમ, 28.યર્દનણે હલે પાર બેપાની જીયે યોહાન બાપ્તિસ્મા આપતોનો તીયે એ બીના બની,29.બીજે દિહી પોતાને પાહે ઈસુણે આવતો દેખીને કય કા હેજજા ઈશ્વર ને હલવાન જી માનવજગતને પાપ દૂર કરત હા, 30.તો ઓજ હાશે કા જીયા વિષે મયે કયન, મારે પાછાલ જો એક માટળો આવતો હા, તો મારે કરતાં મોટો હાશે, કેહકા તો મારે પેલા હોતનો, 31.મયે તિયાણે ઓલખીનો કાયની, ફણ તો ઇઝરાયલને આગાલ પ્રગટ હોય તિયાણે ફાગ માય પાણી થી બાપ્તિસ્માં આપતો આવો હાં,32.યોહાને સાક્ષી આપી કા, મયે પવિત્ર આત્માણે કબૂતરણે જેહે સ્વર્ગથી ઊતીરતા હેજ્જા, ને તે તિયા પાહાય રયા’ 33.મયે તિયાણે ઓલખીનો કાયની, ફણ હીયે માને પાણીથી બાપ્તિસ્માં આપણે મૂકીન્યો તીયે જ માને કયન કા જીયા પાહાય તું આત્માને ઉતીરતો ને રતો દેખહે , તો જ પવિત્ર આત્માથી બાપ્તિસ્માં કરનારો હા, 34. મયે હેજજ હાસે ને સાક્ષી આપી હાસે કા એજ ઇઅણે દિખરાહ હાસે .35. વલી બીજે દિહે યોહાન પોતાણે બે શિષ્યો હારી ઊભો હોતનો । 36. તિયે ઇસુણે ચાનતો હેદી ને કય કા , હેજજા ઈશ્વરણે હલવાન .37તે બે શિષ્ય યોહાનને બોનતો ઊનાય ને ઇસુ ણે પાછાલ ગયા . 38ઇસુ યે ફિરીને તીણાહાય પાછાલ આવતા હેદીને કય ક , તુમે કામ હેત્તે હા? તીણાહાય તિયાણે કય કા , રાબ્બી એટ્લે ગુરુજી , તું કા રતો હાસે 39તીયે તીણાહાય કય કા , આવા ને હેદા ને તિ બદે ગયે ને ઇસુ રતનો તી હેજજે, તિએ દિહી તી બદે સુ હારી રએ તિયા સમયે આશરે ચાર વાગીના હોતના40જે બે શિષ્યો યોહાન ને બોનતો ઊનાયને તિયાણે પાછાલ ગણા તિયામાણો એક સિમોન પિત્તર ને ફહાવ અન્દ્રિયા હોતનો . 41તિએ પેલ્લા પોતાણે ફહાવ સિમોન ને મિલીને કય કા , મસીહ એટ્લે ખ્રિસ્ત આમાહાય મિલ્યો હા. 42તો તિયાને ઇસુ પાહે ને આવો ઇસુ યે તિયા ફણી હેદિન કય ક , તું યોનાને દિખરોહ સિમોન હા તું પિત્તર ઈટલે કેફા કવાય એટ્લે જીયાણે મતલબ હાશે પથરો43બીજે દિહી ઇસુણે ગાલીલમાં જાવાણી ઈચ્છા હોવી . ને તિએ ફિલિપને મિલીને કય કા , મારે પાછાલ આવ 44હવે ફિલિપ તે બેથસેદાણો એટ્લે આન્દ્રિયા ને પિત્તર શેર નો હોતનો 45ફિલિપ એ નયાનીએલ ને મિલીને કય કા, નિયમશાસ્ત્રમાં જિયાણે સંબંધી મુસા યે પ્રબોધકો હોય નખસ તી , એટ્લે નાસરેથણે ઇસુ , યુસુફ્ણે દિખરોહ અમાહાય મિલયો હા46નથાનીએલે તિયાણે પુચ્છ ક, કા નથાનીએથ માથી કાય હાર નીકલી હખે ?ફિલિપે તીયાણે કતો હા ક , આવ ને હેદ . 47ઇસુ નથાલીએલ ને તિયાણે ફણી આવતો હેદીને તીયાણે વિશે કતો હા કિયા હેદા , ઑ હાચો ઈઝરાઈલી હા . તિયા માં કાઇ કપટ કાયની હા 48નથાલીએલે ઇસુણે કય ક , તું માને કેહક ઓલીખ્યો હાસે ઇસુ યે તિયાણે જવાબ આપચો . ફિલિપ યે તુને તિયા પેલા તું અંજીરી નીચે હોતનો તિયા મએ તુને હેદીનો49નથાલીએલે તિયાણે જવાબ આપચો ,ગુરુજી , તું ઈશ્વર ને દિખરોહ હા તું ઈઝરાયેલ નો હાશે . 50.ઈસુએ તિયાણે કય કા, મએ તુને અંજીરી નીચે હેદીનો તી મએ કય તું વિશ્વાસ કરતો હા? ઈયા કરતાં તું મોટી બાબત હેદે. 51.ઇસુ તિયાણે કય , હાય તુને ખરેખર કાટો હાં ક, તું સ્વર્ગ ઉગાળ ને ઈશ્વર ને સ્વર્ગદુત માણા હાણે દિખરોહ ઉપાર ચડતો ને ઉતીરતો હેદેહ.
1.તિજે દિહી ગાલીલને કાના ગામમાં વેવા હોતના. ને ઈસુણે મા તીએ હોતની. 2.ઈસુણે તિયાણે ચેલાહાય તિયા લગનમાં આમંત્રણ આપીન.3.જીયા દ્રાક્ષારસ ખટી ગો તીય મરિયમ ઈસુણે કતો નોકાહા તિયાણે પાહાય દ્રાક્ષારસ કાયની હા. 4.ઈસુ તિયાણે કાતો હા કા ,સ્ત્રી, મારે ને તોરે કાજા ? મારે સમય આજુ કાયની આવો હા. 5.તિયાણે મા નોકરીહીય કતી હા કા, જી કાઈ તો કતો હા તી કરા.6. હવે યાહૂદીણે સુદ્ધિકરણની રીત પ્રમાણે બદામાં સો લિટર પાણી ફરાય તેવા પથરાહાય છ કુંડા તીએ મૂકીના હોતના. 7. ઈસુએ તીણાહાય કચ, તિયા બદા કુંડામાં પાણી ફરા. એટલે તીયણાહાય કુંડાહાય છ્લોછલ ફયરા. 8. પુઠી ઈસુએ તીયણાહાય કપ કા, હવે કાળીને જમણને કારભાર પાહાય નેઈ જાયા. ને તે નેઈ ગયા.9. જીયા જમણને કારાભારીએ પાણીને બનીને દ્રાક્ષારસ ચાખશો. ફણ તો કાપી આવો તી તો કાયની જાણતાના. ફણ જે નોકરોહેય પાણી ફરીન તે જાણતાના. તિયા જમણને કારાભારીએ વરને હાદીને કય કા, 10. બદે માણાહે પેલા ઉતમ દ્રાક્ષારસ વેચતે હા.ને માણાહાય તી હારી રીતે પીદ કુટી સામાન્ય દ્રાક્ષારસ વેચતે હા. ફણ તુમાહાય અમુ હુદી ઉતમ દ્રાક્ષારસ રાખી મૂક્યો હા.11. ઈસુએ તિયાણે અદભૂત ચમત્કારીક ચિન્હણે આરંભ ગાલીલણે કાના ગામમાં કરીને પોતાણે મહીમામાં પ્રગટ કદો. ને તિયાણે ચેલાહાય તિયા પાર વિશ્વાસ કદો.12. તિયા પુઠી ઈસુ તિયાણે મા તિયાણે ફાહાવ ને તિયાણે ચેલા કપરનાહુમમાં ગયે.ફણ તીએ તી વદારે દિહી રયે કાયની.13. હવે યહુદીઓણે તહેવાર નજીક હોતનો ઍટલે ઈસુ યરુશાલેમ ગો. 14.તીયે ભક્તિપાનમાં તીયે બળદ, ઘેટે ,કબૂતર, વેચનારા નાણાવટીહીય બેઠના દેખસા.15.તિયા ઈસુએ દોરાહાય કોરડો બનાવીને બદે ઘેટે ,બળદ ,બદાહાય ભક્તિસ્થાન માથી કાઢી મુકચે,નાણાવટીહીય પયસા વેરી નાખ્સા ને આસન ઊંદે વાલી દેદે, 16. કબૂતર વેચનારાહાય ફણ તીએ કય કા, ઈ બદ ઈન્થ નેતે જાયા.મારે પિતાણે ઘરને વેપારીને ઘર ની બનાવા,17. તિયાણે ચેલાહાય યાદ આવ કા , એહે નખીન હાસે કા , તોરે ખરણે ઉત્સાહ માને કોરી ખાતો હા . 18.એટલે યહુદીઓએ તિયાણે પુચ્છ કા , તું ઇ કામ કરતો હા તે આમાહાય કાણો ચમત્કાર દેખાડેહે ? 19. ઇસુએ તિયાણે જવાબ આપચો કા , ઇયા સભા સ્થાનને તોડી પાડા ને તીન દિહામાં હાય તિયાણે બનાવિહી.20. તીયા યહૂદીઓ હીય કય કા , ઈયા સભાસ્થાનને બાધતા છેતાલીશ વરેહે નાગે હાશે. ને તું તિયાણે તીન દિહિમા બનાવેહે ? 21. ફણ ઇસુ પોતાણે શરીરરૂપી ભકિતસ્થાન વિષે બોનીનો . 22. ઍટલે જીયા તિયાણે મરીનામાથી જીવતો કરવામાં આવો , તિયા તીયણે ચેલાહાય યાદ આવ કા , તીયે તીણાહાય ઇ ક્યન ને તીયણહાય શાસ્ત્રાવચનને ઈશુએ કયના વચન પાર વિશ્વાસ કદો23. હવે તહેવારણે સમયમાં ઈશુ યરુશાલેમ હોતનો.તિયા જે ચમત્કાર ચિન્હ તીયે કદના તી હેદીને ખણે તિયા પાહાય વિશ્વાસ કદો. 24. ફણ ઈશુએ તિયણે વિશ્વાસ કાયની કદો.કેહકા તો બદાહાય જાણતોનો . 25. ને માણહાય વિષે કોઈણે સાક્ષી તિયાણે જરૂર કાયની હોતની.કેહકા માણહામાં કામ હાશે તી તો પોતે જાણતોનો.
1. નિકોહેમસ નામણો ફરોશીઓમાં એક માણસ હોતનો. તે યહુદીઓમાં એક માણસ હોતનો. 2. તિયા પુરુષે રાતીણે ઈશુ પાહાય આવીને કય કા, ગુરુજી, આમે જાણતે હાસેમ કા તું ઈશ્વરણે પાહેથી આવનો ઉપદેશક હા. કેહકા જો કોઈ માણાહા હારી ભગવાનની હોય તે જી ચમત્કારિક ચિન્હ તું કરતો હા તી ની કરી શકે.3. ઈશુએ જવાબ આપચો કા હાય તુને ચોક્કસ કતો હામ કા, જો કોઈ માણેહે નવો જન્મની નેદો હોય, તે તો ભગવાનને રાજ્ય હેદી હખત કાયની. 4. નિકોદેમસે ઈશુણે કય કા, માણહ ગડ હોય તે કેવી રીતે જન્મો નેય હખે? ને તી બીજીવાર માંણે ગર્ભમાં ઓરાયને જ્ન્મ નેય હખે?5. ઈશુએ જવાબ આપચો કા, હાય તુને ચોક્કસ કતો હામ કા, જો કોઈ માણહ પાણીથી ને પવિત્ર આત્માથી જન્મીય ની હોય તે તી દેવણે રાજ્યમાં પ્રવેશી ની હખે. 6. જી મનુષ્યદેહથી જન્મીયો હાશે તી મનુષ્ય દેહ જ હા. ને જી પવિત્ર આત્માથી જન્મીય હાશે તી પવિત્ર આત્મા જ હા.7. મયે તિયાણે કય કા, તોરે નવો જ્ન્મ નેવા જોજે. તિયાથી આશ્વર્ય હોતો નખે. 8. પવન જીયે મનફાવે તીયે આવતો હા ને તું તિયાણે અવાજ ઉનાત હા.ફણ તો કાનથી આવતો હા ને કા જાતો હા તી તું કાયની જાણતો બદે જી આત્માથી જન્મીને હાસે તી તીયા જેવે જ હા9. નિકોદમેસે તિયાણે કય કા , હવે કેવી રીતે હોય શકે . 10. ઇશુએ તિયાણે જવાબ આપચો કા ,તું ઈઝરાયેલને શિક્ષક હોયને ઈયા વિષે જાણતો કાયની? 11. હાય તુને નક્કી કતો હામ કા, આમે જી જાણતા હાશેમ તી કતા હાશેમ. ને જી હેદજ હાશે તિયાણે સાક્ષી આપી હાશે. ફણ તુમે આમારી સાક્ષી માનતા કાયની.12. મયે તુમાહાય ધરતી પાહીણી વાત કદી, છતા તુમે વિશ્વાસ કરતે કાયની. તે હાય તુમાહાય સ્વર્ગમાણી વાત કહીય તે તુમે કેવી રીતે વિશ્વાસ કરાહા. 13. સ્વર્ગમાંથી ઉતરીનો માણાહાણે દીખરોહો જો સ્વર્ગમાં હાશે, તિયા છીવાય કોઈ ઉંચેગ કાયની હા.14. જેહે મુસાએ અરણ્યમાં સાપણે ઊંચો કદો, તેહે માણાહાણે દિખરોહો ઈસુણે ઊંચે કરવાણી જરૂર હા. 15. એટલે જી કોઈ તિયા પાહાય વિશ્વાસ કરે તી અનંતજીવન પામે.16. એટલે ઈશ્વરે માનવજગત પાર અતરો બદો પ્રેમ કદો કા તીયે તીયાણે એકણે એક દિખરોહો આપચો. ઈયા હારુ કા જી તિયા પાહાય વિશ્વાસ કરે તિપાણે નાશ ની હોય ફણ તી અનંતજીવન પામે. 17. કેહકા માનવજગતણે ગુનેગાર ઠરાવણે ફાગ કાયની, ફણ તિયા માંથી માનવજગતણે ઉધ્ધાર હોય, એટલે ઈશ્વરે પોતાણે દિખરોહ ઈસુણે દુનિયામાં મુકીન્યો હાશે. 18. તિયા પાહાય જી વિશ્વાસ કરત હા તી ગુનેગાર કવાત કાયની.ફણ જી વિશ્વાસ કાયની કરતે તી ગુનેગાર ગણાય. કેહકા ઈશ્વરણે એકને એક દિખરોહો ઇસુણે નામ પાહાય તીયે વિશ્વાસ કદો કાયની.19. ગુનેગાર ઠરાવવાણ કારણ ઇ હા કા, દુનિયામાં હુજાલ આવવા છતા માણહાય હુજાલાણે બદલે આધાર પસંદ કદ. કેહકા તિયાણે કામ દુષ્ટ હોતને. 20. કેહકા જી કોઈ દુષ્ટ કામ કરત હા તી હુજાલાણે દૂર કરત હા. ને પોતાણે કામ બાર ની પડે એટલે હુજાલામાં આવતો કાયની. 21. ફણ જી સત્ય કરત હાશે તી પોતાણે કામ ઈશ્વરથી કરાવામાં આવ હા તેહે પ્રગટ હોય તિયા માટે હુજાલા પાહાય આવત હા.22. તીયા પુઠી ઈશુ પોતાણે ચેલા હારી પહુદિયાણે પ્રાંતમાં ગો. તીયે તિયણે હારી રયને માણાહાય બાપ્તીસ્મા આપતોનો. 23. યોહાન ફણ સાલીમ પાહાય એનોનમાં બાપ્તીસ્મા આપતોનો. કેહકા તીયે પાણી વદારે હોતનો. માણેહે આવીને બાપ્તીસ્મા નેતને. 24. કેહકા આજુ હુદી યોહાનને જેલમાં કાયની પુરીનો.25. તીયે યોહાનને ચેલાહાય એક યહૂદી હારી શુદ્ધિકરણ વિષે વાતચીત હોવી. 26. તિણાહાય યોહાનને પાહાય આવીને આવીને કય કા, ગુરૂજી, જી તોરે હારી યર્દન નદીણે હલે પાર હોતને, જીયા વિષે તુયે સાક્ષી આપી હા તો તે બાપ્તીસ્મા આપતો હા.ને બદે તિયા પાહાય આવતે હા.27. યોહાને જવાબ આપચો કા,જો કોઈ માણાહાને સ્વર્ગથી આપવામાં ની આવ હોય, તે તી કાઈ પામી હકતે કાયની. 28.તુમે પોતે મારે સાક્ષી હા કા, મયે કય તિયા પ્રમાણે હાય તે ખ્રિસ્ત કાયની હામ. ફણ તિયાણે આગાલ મોકનીનો હાશેમ.29. જીયાણે કન્યા હાશે તિયાણે જ વર હાશે. ફણ વરણે જે દોસ્તાર ઊબા રાખીને તિયાણે ઊનાય. તિયા વરણે જે શબ્દથી બજ આનંદ હોતો હા. એટલે મારે બદી ખુશી પૂરી હોવી. 30. તે વદતે જાય ને હાય ઘટ્ટો જાહાય તી જરૂરી હા.31. જી સ્વર્ગ માંથી આવે હાશે તી સર્વોપરી હા. જો ઘરતી પાહાયણો હા તી દૈહિક હા. જી સ્વર્ગમાંથી આવે હાશે તી બદા કરતા ઉપાર હા. 32. તીયે જી હેદજ ને ઊનાય હા, તીયાણે સાક્ષી કોઈ માનત કાયની. 33. જીયે તિયાણે સાક્ષી માની હા, તીયણાહાય ઈશ્વર હાચો હા, તિયા પાર વાત કદી.34. જીયાણે ઈશ્વરે મૂકીન્યે હા, તી ઈશ્વરણે શબ્દ બોનતે હાશે. કેહકા તો માપીને આત્મા કાયની આપતો. 35. પિતા દીખરાહ પાર પ્રેમ કરતો હા, ને તીયે બદ તિયાણે હાથમાં હોપચ હા. 36. દિખરાહ પાર જી વિશ્વાસ કરત હા તી અનંતજીવન હા. ફણ દિખરાહ વિષે ની હમમત તી જીવન ની હેદી હખાત. ફણ તિયણે પાહાય ઈશ્વરણે કોય રતો હા.
1.હવે ફરોશીહે ઉનાય કા યોહાનને કરતાં ઈસુ ખણાહાય શિષ્ય બનાવી દેય તીણાહાય બાપ્તિસ્માં આપી 2.ઈસુ પોતે તે ની ફણ તીયાણે શિષ્ય બાપ્તિસ્માં આપી, 3.ત્યાહ તે યહુદિયા મૂકીને પાસા ગાલીલ માં ગો.4સમરુનમાં હોઈ ને તીણાહાય જાવા પડીય. 5.એટલે જી ખેત યાકુબે નો પોતાનો દીકરાહી યુસુફ ને આપીન હોત ત્યાં પાહે સમરૂનમા સુખાર નામનો એક શહેર માં તો આવો.6.તિયે યાકુબ નો કૂવો હોતનો ઈસુ ચાનીને થાકી ગનો એટલે તો કૂવા પાર બેઠો તિયા સમયે આશરે બોપુર હોવનો. 7. એક સમરૂની બાય પાણી ફરને આવી ઈસુ એ પાણી માગ્ય, 8. ત્યાણે ચેલા ખાવાણ વેચાત નેણે ગામમાં ગના હોતના.9.ત્યાર તે સમરૂની બાય તીયાણે કયકા હાય સમરૂની છ્તા તું યહુહી હોયને મારે પાહિ પાણી કેહે માગતો હા કેહે કા સમરુની હી હારી યહુદિયા હે કાઈ પણ વહેવાર રાખતા નાથ હા 10.ઈસુ યે તીયણે જવાબ આપ્યો કા ઈશ્વર ને દાનને ને જો તુંને કહતો હા કા માને પાણી પાવ તો કીડો હા તી હેદ તું જાણતી હોય તે તું તિયાને પાહિ પાણી માગતી ને તો જીવત પાણી આપતો,11.બાયે તિયાણે કય કા પ્રભુ તોરે પાહિ કાડવાણ કાઈ સાધન નાથ ને કૂવો ઉડો હા તે તું જીવત પાણી પાહિ કા થી હોયી. 12. આમારે પૂર્વજ યાકુબ આમાહી ઑ કૂવો આપ્યો હા ને યાકુબ પોતે તિયાણે દીકરાહી ને જાનાવારોહી ત્યાં માથી પીદ ત્યાં કરતાં તું મોટા હા?.13.ઈસુ એ તીયણે કય કા જો કોઈ ઈ પાણી પિયે ત્યાને પાસી તીરીહી નાગે 14.પણ જી પાણી હાય આપીહી તી જો કોઈ પિય ત્યાને પાસી તીરીહી લાગે ની પણ જી પાણી હાય ત્યાને આપીહી યી પાણીનો ઝરો હોય તો ઝરો અનંત જીવન લાગી વહ્યા કરી15.બાયે ઈસુને કય કા પ્રભુ તી પાણી માને આપ કા માને તીરહા ની લાગે ને પાણી ફરને અતરે દૂર ની આવવા પડે 16ઈસુ એ તીયણે કય કા જા તોરે પતીણે ઈયે હાદી નાવ17.બાયે કય કા મારે પતિ નાથ હા 18.ઈસુ તીયણે કતો હા કા હાર હય હા તોરે પતિ નાથ કેહકા તોરે પાચ પતિ હોતના ને અમે જો તોરે હારી રતો હા તો તોરે પતિ નાથ ઈ તુયે હાચ કય હા19.તીયે બાયે કય પ્રભુ તું પ્રબોધક હા એહે માને જાણીત હા, 20.આમારે બાપ દાદા ડુંગર પર ફજન કરતાના ફણ તુમે કતનાકા ફણ જીયે જગા પર ફજન કરવા જોઈતનો તી યરુશાલેમમાં હા.21.ઈસુ એ ત્યાને કય કા બાઈ મારે માન એવો વખત આવતો હા કા જ્યારે તુમે ઈયા ડોગરા પાર કા યરૂશાલેમમાં ફણ બાપ ને ફજન કરી શકાહા ની. 22. જિયાણે તુમે જાણતે નાથ ત્યાણે તું મે જાણતે હા આમે જિયાને જાણતે હા ત્યાણે જાણતે હામ કેહકા ઉદ્ધાર યહુદીયો માથી હા23.ફણ હેવો સમય આવતો હાને હાલ આવી ગો હા કા જ્યારે ખરા ફજનારે આત્માથી અને સચ્ચાઈથી પિતાણે ફજન કરાહા કેહે કા એવા ફજનારે હે બાપ ઈચ્છીતો હા. 24. ઈશ્વર આત્મા હાને જે ત્યાણે ફજી તે આત્મા થી ને સચ્ચાઈથી ત્યાણે ફજન કરવા જુજે.25.સ્ત્રી એ તીયાણે કય કા મસીહા જો ખ્રિસ્ત કહવાય કા તો આવનો હા તી હાય જાણતો હામ તો આવો ત્યાર તો આપણાહી બધ કઈ દેખાડી 26.ઈસુ એ કય કા તોરે હારી જો બી જાતો હા તો હાય જ હામ,27.તતરામાં ત્યાણે ચેલા આવા ને ઈસુ જીયે સ્ત્રી હારી વાત કરતોનો તો દેખીને અચરત પામ્યા ભણ કોઈ એ ઈસુ ણે કાઈ કય ની કા તું સ્ત્રી હારી કેહે વાત કરતો હા.28.પુઠી તે સ્ત્રી તિયાણે પાણી નો ઘડો તીયેજ રવા દેઈને ગામમાં ગોઈ ને બદાહાય કણે લાગી કા 29.આવા મયે જી કન તી બદ માને કઈ દેખાડીન તો માણસ ને હેદા તોજ ખ્રિસ્ત હાકા કેહે ?. 30.ત્યાં તે ગામણે બાર આવી ને ત્યાણે પાહિ આવણે લાગા31. તતરામાં ચેલાને તિયાણે વિનંતી કરી કા ગુરુજી ખાઈ ને 32ફ્ણ ઇસુયે તીણાહાય કયકા મારે પાહી ખાવા માટે અન્ન હા તિયા વિષે ખબાર નાથ. 33ચેલાહી મયે જાયને કય કા તિયા ફાગ કોઈ ખાવાણ નાવો હા કા 34ઇસુ યે તીણાહાય કા જીએ માને મુકીનીયો હા તિયાણે ઈચ્છા ને ત્યાંને કામ પૂર કરવાણ તો જ મારે ખોરાક હા 35તુંમે કાયની કતે કા , ચાર મયના પૂઠી પાક પાકી ? હાય તુમાહાય કતો હામ કા , તુમારે આંખ ઊંચી કરીને ખેતહાં ફણી હેદા , તી કાપણી ફાગ સફેદ હોય ગ હા. 36જે કાપે તી બદલો પામે ને અનંતજીવન ફાગ ફળને ફેગ કરત હા , તિયાથી વાવનાર ને કાપનાર બેય હારી હર્ષ પામાંત37ઈયામાં તે કવાત હાચી પડે કા , એક વાવતો હા ને બીજો કાપતો હા . 38જીયા ફાગ તુમાહાય મેનાત નાથ કદી , તી કાપવાણે તુમાહાય મૂકીન્યે હા , બીજાહાય મેનાત કદી હા ને તુમે તિયાણે મેનાતમાં દાખલ હોવે હા39જે સ્ત્રી યે સાક્ષી આપી કા , મયે જી કદન તી બદ તીયે માને કય દેખાળ્ય . તીયે સ્ત્રીણે વાત થી હેરાણે ઘણે સમરૂનીએ ઇસુ પહાય વિશ્વાસ કદો . 40સમરૂનીએ તિયાણે પાહાય જાયને તિયાણે વિનંતી કહી કા , તું આવીને અમારે હારી ર ને બે દિહી હુદી તિએ રયો41તિયાણે વાત થી બીજે ખણાહાય વિશ્વાસ કદો 42તીયણાહાય નીચે સ્ત્રીને કય કા , હવે આમે ફક્ત તોરે કવાથી વિશ્વાસ કાયની કરતે , ફણ આમાહાય પોતે ઉનાયને જાણતે હામ કા માનવજગત ણે ઉદ્ધારક આખરે તોજ હા .43બે દિહી તીયે રયો પૂઠી ઇસુ તીયો ગાલિલમાં ગો . 44કેહ કા ઇસુ યે પોતે શાક્ષી આપી કા , પ્રબોદકણે પોતાણે પિતાણે વતન માં કાઇ માન કાયની હા . 45જીયા ઇસુ ગાલીલ માં આવો , તિયા ગાલીલ હોય તિયાણે આવકાર કદો , કેહ કા જી કામ તીયે યરુશાલેમમાં પર્વ ની વખાતે કદન , તી બદ કામ તીણાહાય હેદીન , કેહકા તી ફણ પર્વમાં ગને .46ઇસુ પાછો ગાલીલમાણ જી કાના ગામ હા , જીયે તિએ પાણીણે દ્રાક્ષરસ બનાવીનો , તિએ આવો . તીયે એક અધિકારી માણસ હોતનો , તિયાણે ડીખરોહ કપર ના હુમ માં માદો હોતનો . 47તીયે ઊનાયન કા ઇસુ યહૂદીયા થી ગાલીલ માં આવો હા , તિયા તિયાણે પાહાય જાયને વિનંતી કરી કા, આવીને મારે ડીખરાહને હારો કર , કેહકા તે મરવાણે અણી પાહે હોતનો48તિયા ઇસુએ તીયણે કય કા , ચમત્કાર ચિન્હ હેદજા હેદમ વગાર તુમે વિશ્વાસ કરવાણે કાયની . 49તિયા અધિકારીએ ઇસુણે કય કા , પ્રભુ મારે ડીખરોહ મરણ પામે તિયા પેલા આવ . 50ઇસુએ તિયાણે કય કા , જાતો ર , તોરે ડીખરોહ જીવતો રયો હા , જે વાત ઇસુએ તિયાણે કદી , તિયા પહાય વિશ્વાસ રાખીને તો માંણહ જાતો રયો51તો જાતનો તતરા માં તિયાણે નોકર તિયાણે મિલ્યા ને તીયણાહાય કય કા , તોરે ડીખરોહ જીવતો રયો . 52તિયે તીણાહાય પૂચ્છ કા , કાણાં સમય થી તો હોતો લાગનો ? તિયા તીયણાહાય તિયાણે કય કા, ગયકાને બોપરે એક વાગે પૂથી તિયાણે તાવ જાતો રયો હા .53એટ્લે પિતાએ જાયણ કા , જીયા સમયે ઇસુએ તિયાણે કયન , તોરે ડીખરોહ જીવતો રયો હા ,તિયા જ સમયે એ હોય . ને તીયે પોતે ને તિયાણે કૂટુંબણે બદાહાય વિશ્વાસ કદો . 54ઇસુ પાછ યહૂદીયાથી ગાલિલ માં આવીને એ બીજ ચમત્કાર ચિન્હ કદ .
1એ બીના બન્યા પુઠી યાહૂ યહુદિયાણે એક પર્વ હોતન ત્યાં વખાતે ઈસુ યરુશાલેમ ગનો 2હવે યરુશાલેમમાં ખેટા હે દરવાજા નામે એક જાગા પાહી એ કુંડો હોતનો તિએ હિબ્રુભાષામાં બેથ ઝથા કવાતન તિયાને લગતી પાંચ જગા હોતની 3તિયામાં રોગવાલે –આંડલે –લંગડે લખવાવાલે હવે ખણે માદે માણેહે હોતને તિએ બધે કુંડામાં પાણી હાનુવાની વાટ હેત્તેને 4.કેહકા કોઈ કોઈ વખાતે એક દુત તિયા કુંડામાં ઊતરીને પાણી હાનિવ તોનો પાણી હાનિવયા પુઠી જી કોઈ માણુંહું ઊતરીન તી રોગથી હારો હોતન.5. તિયા એક માણહ હોતન તી આડતરી વરહ થી માદો હોતનો. 6તિયે પડી રયનો હેદિને તો ખણા સમયથી તો હેવોને હેવોજ હોતનો તી હેદીને ઈસુ તિયા ને કતનો કા તું હારો હોને માંગતો હાકા7.તી માદ માણુહ ઈસુને કતનકા પ્રભુ જે વખતે તું પાણી હાનીવતોનો તે વખતે માને કુંડા માં ઊતારનાર કોઈ નાથ પણ હાય ઊતીરને જાતનો તેવામાં બીજો મારે આગાલ ઊતરી જાતનો , 8. ઈસુ તિયાને કતનો કા તું ઊઠી ને તોરે સામાન ઊચકીને ચાનતો જા,9. તરાતુજ તો માણુહ હારો હોવીને પોતાને સામાન ઊચકીને ચાનતો મંડીયો તો દિહી પવિત્ર હોતનો,10.તિયાથી તિયાને હારો કરવામાં આવનો . તિયાને યહુદીઆએ કયન કા આજે પવિત્ર દિહી હા . અતરામાં તોરે સામાન ઊચકવાનો નાથ, 11.પણ તિયાયે તિયાને એવો જવાબ આપ્યો કા જિયાએ માને હારો કદો તિયાએ માને કયનાકા તોરે સામાન ઊચકીને ચાનતો જા,12.તિયા એ તિયાણે પુછ્ય કા તુને જીયે કયકા સામાન ઊચકીને ચાન. 13.તો માણસ કીડો હોતનો. જો હારો હોવાનો તી માણુહુ જાનતન કાયની કેહકા તિયે જાગે ખણી ભીડ હોતની . ઈસુ તીનથો આગાલ ગનો14. પુઠીથી ઈસુએ તિયા માણાહને દેવાળમાં મિલીને કયનકા જો તું હારો હોવો હા, હવે થી પાપ નખે કરતો , 15. તીયે માણસે જાઈને યાહૂદીઓને કયનકા જિયાએ માને હારો કરિયોહા તો ઈસુ હા,16. તી કામ ઈસુએ પવિત્ર દિહી કદન એટલે યહુદીઓ તિયાને સતાવણે લાગે, 17. ફણ ઈસુએ તિણાહાય જવાબ આપીયો કા, મારે પિતા અત્યાર સુધી કામ કરતો નો હાય પણ કામ કરતોનો, 18તિયા માટે ઈસુને મારી નાખને યહુદીઓ એ ફાગ વધારે પ્રયત્નો કદો, કેહકા ઈસુએ પવિત્ર વારનો ભંગ કદનો એટલે કાયની પણ ઈશ્વરને પોતાનો બાપ કય ને પોતાનો ઈશ્વર સમાન કદનો,19. તિયા ઈસુએ તીણાહાય જવાબ આપ્યો કા , હાય તુમાહાય ખરેખર કતનોકા દીકરો બાપ ને જી કાઈ કરતાં હેદે તી સિવાય પોતે બિજ કાયનાથ કરી શકતો , કેહકા તું જી જી કરતોનો તીતે દીકરો પણ કરતોનો, 20. કેહકા બાપ દીકરા પાર દયા કરતોનો,અને પોતે જિકાય કરતોનો તી તિયાને દેખાળ તો નો અને તો તિયા કરતાં મોટા કામ દેખાળ તો નો એટલે તુમે અચરત પામાહા ,21. કેહકા જો બાપ મરણ પામીનાહાય જીવતે કરીને તેહેજ દીકરો ફણ તીયણાહાય હી જીવન આપી સકે , 22.કેહકા બાપ કોયણ ન્યાય સુકીવતો નાય પણ ન્યાય કરવાન સગળ કામ તિયાને આપ્ય હા, 23. કા જેહે બધે બાપ ને માન આપતે હા, તેહે દીકરાને પણ માન આપતે હા, દિકરાને જો માન આપતો નાથ તો તિયાને મોકિનારના બાપને પણ માન આપતો નાથ,24.હાય તુમાહાય નક્કી કમકા જી મારે વચન ઊનાયને અને મોકિનાર પાર વિશ્વાસ કરે તી અનંત જીવન પામે તો પાપી ની ગણાય, ફણ તો મરણમાથી નીકલીને જીવનમાં આવો હા.25. હાય તુમાહાય નક્કી કમકા એવો સમય આવિ કા. “ને અમી ફણ આવી રહયો”તિયા મરણ પામીને ઈશ્વરને દીકરા ઇસુને વચન ઉનાયને અને ઉનનારે જીવી .26. કેહકા જેહે બાપને પોતાનામાં જીવન હા “તેહ દીકરાને ફણ પોતાનામાં જીવન રાખવાન તિયાણ આપ્ય હા. 27. ન્યાય કરવાનો અધિકાર ફણ તિયાએ તિયાણે આપ્યો કેહેકા તો માણસનો દીકરો હા.28.ત્યાથી તુમે નાવાય ની પામાં કેહકા એવો સમય આવિકા જી સર્વ બધે કબરમાં હા તી તિયાને અવાજ ઊનાય, 29. અને જિઆએ હાર કામ કર્રી હા, તિયાને જીવન પુનરુત્થાન પામવા માટે અને જીયાયે ખોટ કામ કરય તી શિક્ષાત્મક પુનરુત્થાન પામનાર નિકલી આવી,30.હાય મારી પોતાની તરાફથી કાયકરી નાથ શકતા ફણ હસી જિયાપ્રમાણે મયે ઊનાય તી પ્રમાણે ન્યાય પણ કરી. અને મારે ન્યાય ચુકાદો હાચોહા કેહકા હાય મારે પોતાને ઈચ્છાથી કાયની.પણ જીયાએ માને મોકિનિયોહા . તિયાને ઈચ્છા પૂરી કરને માગતો હામ, 31.જો હાય પોતાને વિષે સાક્ષી આપ તો મારે સાક્ષી હાચી નાથ, 32ફણ મારે વિષે જી સાક્ષી આપીહી તીતે બીજે હા. ફણ જી સાક્ષી વિષે તી આપીહી તે સાચી હા યી હાય જાણતો હાંમ,33.તુમાહાય યોહાન પાહિ માણાહાય મોકિન્યા તિયાને તીયણાહાય સત્ય વિષે સાક્ષી આપી હી, 34. તો ફણ જે સાક્ષી હાય સ્વીકાર તીતે માણસો તરફથી નાથ . પણ તુમે ઉદ્રાર પામને માટે હાયે વાત કતો હામ, 35. તો હલગીતો તથા પ્રકાસતો દીવો હોતનો તિયાને પ્રકાશથી તુમે ઘડીભર આનદ કરવાને રાજા હોતને.36.પણ યોહાનના કરતાં મારી પાહિ મોટી સાક્ષી હા કેહકા પિતાએ જી કામ માને પૂરે કરને આપ્યો હા આતરામાં જી કામ હાય કર તીજ મારે વિષે સાક્ષી આપીહી , પિતાયે માને મોકિનીઓ હા,પણ પિતાયે માને મોકીનીયો હા,તિયા યે પણ મારે વિષે સાક્ષી આપી હા . તુમાહાય કિયા તિયાને વાણી નાથ ઊનાય અને તિયાને સ્વરૂપ તુમાહી ચેહરો દેખશો નાથ 37, . વલી બાપે માને મોકીન્યો હા, તે બી મારે વિષે શાહેદી આપતે હા,તુમે કોઈ તીયાણે વાણી કાયની ઉનાતે, ને તીયાણે રૂપ બી દીઠ કાયની. 38.તિયાને વચન તુમારે માં રહીના નાથ કેહકા જિયાએ તુમાહાય મોકીનીયોહા તિયા પાર તુમે વિશ્વાસ કરતે નાથ,39.તુમે પવિત્રશાસ્ત્ર તપાસી હે દાત કેહકા તિયાથી તુમાહી અનંત જીવન હા, એહે તુમે ધારતે હા,અને મારે વિષે સાક્ષી આપનાર તે એજ હા, 40.ફણ જીવન પામને માટે તુમે મારી પાસે આવને માગતે નાથ,41. હાય માણહા તરાફથી પ્રશંસાની ઈચ્છા રાખતો નાથ, 42ફણ હાય જાણકા ઈશ્વર પારનો પ્રેમ તુમારામાં નાથ,43. હાય મારે બાપને નામે આવ્યો હામ .ફણ તુમે મારે સ્વીકાર કરતે નાથ જો કોઈ બીજો પોતાને નામે આવી તિયાને તું મે સ્વીકાર કરાહા, 44.તુમે એકબીજાથી પ્રશંસા પામાં હા ફણ જે પ્રશંસા એખના ઈશ્વરથી હા. તી તુમે હોદત નાથ. તો તુમે વિશ્વાસ શા રીતે કરી શકાત,45. હાય બાપની આગલ તુમારે પાર દોષ મૂકીહી એહે ની વિચારા .તુમારે પાર દોષ મૂકનાર એક એટલે મુસા હા તિયા પાર તુમે ભરોહો રાખાહા, 46.કેહેકા જો તુમે મુસા પાર વિશ્વાસ કર્યો હોત તો તુમે મારે પાર વિશ્વાસ કરતે કદો કેહેકા તીયે મારે વિષે નખીન હા, 47. ફણ જો તુમે તિયાને નખીના વચન પાર વિશ્વાસ નાથ કરતે,,તો મારે વાત પાર તુમે કેમ વિશ્વાસ કરાહા,
1. પુઠી ઇસુ ગાલીલણે સમુદ્ર જો તિબેરિયસ કવાતો હ, તિયાણે હાંબે ગયા. 2તીયે માણાહાય મોટો સમુદાય તીયાણે પાછળ ગયે ,કેહક તીએ જે ચમત્કારિક ચિન્હ માંદા માણહાય ઉપાર કરીન તી તીયણાહાય હેદિન. 3. પુથી ઇસુ ડોગરા પાહાય ગો ને તીએ તીયાણે શિષ્યો હારી બેઠો.4હવે યહુદીઓ પાસ્ખા પર્વ પહાય હોતન . 5એટ્લે ઇસુ ઊચે નજર કરીને તિયાણે પાહાય આવતે મોટે સમુદાયણે હેદિને ફિલિપણે પૂછતો હા કા તીયાણે ખવાણ ફાગી રોટની કાથી વેચાતી નેતા . 6કેહકા ઈસુએ ફિલપણે પારખીણે હારુ તી પૂછીન, કેહકા ઈસુ પોતે કામ કરવાણો હોતનો તી તો પોતે જાણતોનો,7. ફિલિપે તિયાણે જવાબ આપચો .બસો માનાહાય રોટની તીયણે કારુ પૂરતી કાયની હા કા તીયણે માહાનાહાય બદાહાય થોડે થોડે મિલા , 8તીયણે માણો એક , એટ્લે સિમોન પીતરને ફાહાવ આન્દ્રિયા તિયણાહાય કતો હા કા 9એક જુવાન ઈએ હાશે,તિયા પાહાય જુવારણે પાંચ રોટની ને બે માછને હાશે,ફણ તી અતરા બદાહાય કેહકેહ હોય ?10. ઈસુએ કયકા માણાહાય બેહાડા .તિયા જાગા પાહાય ખણ હોતન .ને તી બેહી ગયે. પરુષોહીય સંખ્યા આશરે પાંચ હજાર હોતની 11. તિયા ઈસુએ તે રોટની નેદી ને સ્તુતિ કરીને બેઠનાહાય વેચી,માછના માંથી ફણ જતર જુજે તતર આપાવ . 12.તી થરાયે ને પુઠી ઈસુ તિયાણે શિષ્યોહોય કતો હા કા કાઈ નકામ ની જાય એટલે વદીના ટુકડા ભેગા કરા ,13.એટલે તિયાણાહાય ભેગ કદ ,ને જુવારની પાંચ રોટની માણો જી વદિન ટુકડા જી ખાતને તિયાણાહાય રવા દેદના તિયાણે બાર ટોપની ફરી, 14. એટલે તિયણા માણાહાય ઈસુએ કરીનો ચમત્કાર હેદિને કય કા જો પ્રબોધક દુનિયામાં આવવાણો હોતનો તો ખરેખર ઓજ હા, 15.માણેહે આવીને માને રાજા બનાવણે જબરજસ્તી થરવાણે હા, તી જાણીને ઈસુ બીજીવાર ડોગરા પાર એખનો નાહાય ગો ,16.હોનત હોવ તીયાં તીયાણે શિષ્યો સમુદ્ર કાંઠે ગયા. 17. હોળીમાં બેહીને તે કપરનાહૂમ જાણે દરિયાણે હામેણાં કિનારે જાતના ,તિયા સમયે આંદાર હોતન ને ઈસુ આજુ તીયણે પાહાય કાયની આવનો . 18. વદારે વાયર આવવાથી સમુદ્ર ઊછીલતોનો19.જીયા તે હલેસા મારીને આશરે બે- એક ગાઉ ગયા તિયા ઈસુએ સમુદ્ર પાહાય ચાનતા ને હોળીણે પાહાય આવતા દેખીને બિય ગયા , 20. ફણ ઈસુએ તિયણાહાય કય ઓ તે હાય હાશેમ બીતા નખા, 21. તિયા આનંદથી તીયણાહાય ઈસુણે હોળીમાં નેદો ને તે જઇયે જાતના તે જગ્યાએ હોળી તરત આવી ગોય ,22. બીજે દિહી જી માણહે સમુદ્રણે હલે કિનારે ઊબા રાખીને તીયણાહાય હેજજા કા , એક હોળી શિવાય બીજી તિયા જાગા પાહાય કાયની હોતની .ને તે હોળીમાં ઈસુ પોતાણે શિષ્યો હારી કાયની ગનો , ફણ એખના તિયાણે શિષ્યો ગના , 23. તોફણ જીયે પ્રભુએ આબાર માન્યા પુઠી તિણાહાય રોટની ખાદની . તિયા જગા પાહાયથી બીજી હોડી આવી ,24.એટલે જીયા તી માણાહાય હેજ્જ કા ઈસુ ને તિયાણે શિષ્ય તિયા જાગા પાહાય કાયની હા ,તીયા તે પોતે હોળીમાં બેહીને ઈસુણે હેત્તા હેત્તા કપરનાહુમ ગયા, 25. પુઠી સમુદ્રણે હલે કિનારે તે તિયાણે મિલીને પુછ્છ કા , ગુરુજી , તું ઈએ કિયા આવો ?26.ઈસુએ તીયણાહાય જવાબ આપ્યો કા , હાય તુમાહાય ચોક્કસ કતો હામ કા, તુમાહાય ચમત્કારિક ચિન્હ હેદજા તિયા ફાગ તુમે માને કાયની હેત્તા , ફણ રોટની ખાયને થરાયાં એટલે હેત્તા હા , 27.જો ખોરાક નાશવત હા તિયા ફાગ કાયની , ફણ જો ખોરાક અનંતજીવત હુદી ટકતો હા, જો માણહાણે દિખેરાહ તુમાહાય આપી , તીયા ફાગ તુમે મેનાત કરા, કેહકા ઈશ્વરે તીયા પાર મહોર કદી હા28તિયા ઇસુએ તીયણાહાય પુચ્છ કા , આમે ઈશ્વરણે કામ કરજે તીયા ફાગ આમરે કામ કરવા પડી . 29ઇસુ યે તીયણાહાય કય કા , જીયે તિયાણે મુકિન્નો હાતીય પાહાય વિશ્વાસ કરા , ઈજ ઈશ્વરણે કામ હા30.એટલે તીણાહાય તીયાણે કય કા , તું કાણ ચમત્કાર ક ચિન્હ દેખાડતો હા ક આમે તી હેદીને ટોરે પાહાય વિશ્વાસ કરજે? તું કાજા કામ કરતો હા? 31આમારે પૂર્વજોય તે અરણ્યમાં માંના ખાદ જેહુ નખીન હા કા , તીયે સ્વર્ગ માથી તીયણાહાય ખાણે રોટની આપી .32તીયા ઇસુએ કય , હાય તુમાહાય ચોક્કસ કતો હામ કા , તે રોટની મુસા યે સ્વર્ગ માથી તુમાહાય કાયની આપી હા, ફન સ્વર્ગ માથી જે ખરી રોટની આવી હા , તે પિતાએ તુમાહાય આપી હા . 33કેહ કા સ્વર્ગ માથી જે ઉતરીને માનવજગતણે જીવન આપતો હા, તે ઈશ્વરણે રોટની હા . 34તિયા તીયણાહાય ઇસુણે કય કા , પ્રભુ તે રોટની સદા આમાહાય આપ .35ઇસુએ તીયણાહાય કય જીવનને રોટની હાય હામ. જી મારે પાહાય આવત હા તીયાણે ભૂખ ની નાગે . ને જી મારે પાહાય વિશ્વાશ કરત હ તીયાણે કોઈ પણ દિહી તરસ ની નાગે . 36. ફન મએ તુમાહાય કય કા , તુમાહાય માને હેજજો હ , તોપણ વિશ્વાસ કરતે કાયની . 37પિતા માને જી આપતો હા તી બદ મારે પાહાય આવી ને જી મારે પાહાય આવી તિયાણે માપ કાઢી ની મૂક.38કેહ કા હાય મારે પોતાણે ઈચ્છા કાયની ,ફણ જઇયે માને મૂકીન્નો હા તીયાણે ઈચ્છા પૂરી કરણે સ્વર્ગ થી ઉતિરીઓ હામ. 39જીએ માને મુકિન્યો હા તીયાણે ઈચ્છા એ હાસે કા, તિએ જી બદ માને આપ્ચ હ , તીય માથી હાય કાઇ ખોવ ની ફણ છેન્ને દિહી તિયાણે પાચ ઉઠાઠ . 40કેહકા મારે પિતાણે ઈચ્છા એ હાસે ક ,જો કોઈ દીકરાણે હોયને તિયા પાહાય વિશ્વાસ કરતે હા , તીયણાય અનંત જીવન મિલી ને છેન્ને દિહી હાય તીયાણે પાછો સજીવન કરહી .41એટ્લે યહુદીઓહીય તીયણે વિષે બદત કહી કેહકા તિએ કયન કા સ્વર્ગ મથી ઉતરીની રોટની હાય હાશેમ. 42તિએ કય કા , યુસુફણે દીકરો , ઇસુ જીયાણે માતાપિતાણે આમે ઓલખીતે હામ, તો ઓજ કાયની હા ?તીય તો અમુ એહે કેહે કતો હા કા , સ્વર્ગ માથી હાય ઉતિર્યો હામ .43ઇસુએ જવાબ આપચો કા , તુમે અંદરને અંદર બડબડાટ ની કરા . 44જે મારે પિતાએ માને મૂકીણ્યો હા , તિયાણે હાજમ વગાર કોઈ મનુષ્ય મારે પાહાય આવિન હખતો કાયની . ને છેન્ને દિહી તીયાણે પાછો સજીવન કરહી 45પ્રબોદકણે ચોપડામાં એહે નહિઁ હા કા , તી બદે ઈશ્વર થી હિખીને હાશે . તે જી કોઈ પિતાણે પાહેથી ઉનાય ને હિખચ હ , તી મારે પાહાય આવત હા .46કેહકા કોઈ માણેહે પિતાણે હેજજો કાયની હા . 47હાય તુમાહાય ચોકસ્સ કતો હામ કા , તિયાણે અનંત જીવન હા .48જીવન ની રોટની હાય હામ . 49તુમારે પૂર્વજોહીય અરણ્યમાં માના ખાદ ને ની મરી ગયે .50. ને જે રોટની સ્વર્ગમાથી ઉતરી હા, તે એજ હા કા જી કોઈ ખાય તી મરે ની. 51સ્વર્ગમાથી ઉતરિની જીવનને રોટની હાય હામ જી કોઈ મારે રોટની ખાય તી સદા જીવતો રય જે રોટની હાય આપહી તી મારે માસ હા. તી માનવજગતણે જીવન ફાગ હાય અલ્પીહી .52એટ્લે યહૂદીઑએ અંદરો અંદર વાતચીત કરીને કય ક ,ઑ માંણહ પોતાણે માંસ આપણાહાય ખાણે કેહ કેહ આપી હકે ? 53તીયા ઇસુ યે તીયણાહાય કય કા , હાય તુમાહાય ચોક્કસ કતો હાં ક ,જો તુમે માંણહાય દીખરોહ માંસ ની ખાત ને તીયાણે નુય ની પીત , તુમારેમાં જીવન કાયની હા .54જી કોઈ મારે માંસ ખાતા હ ને મારે નુઈ પિતા હા, તીયાણે અનંતજીવન હા છેન્ને દીહી હાય તીયણે પાછો સજીવન કરહી 55કેહકા મારે માંસ ખરેખર ખોરાક હા . ને મારે નુઈ ખરેખર પાણી હા 56. જી મારે માંસ ખાતે હા ને મારે નુઈ પીતે હા, તી મારેમાં રતે હા ને હાય તિયામાં રતો હામ.57જેહે જીવતા પિતાએ માને મુકિન્નો હાને હાય પિતા થકી જીવતો હામ તેહે માને ખાત હા , તી ફણ મારે સહારે જીવી 58. જે રોટની સ્વર્ગમાથી ઊતરી હા તે એ જ હા. જે હે તુમારે પૂર્વજો ખાઈને મરી ગયે હા તેવી રોટની એ કાયાની હા.ફણ એ રોટની જી ખાત હા ટી સદા જીવત રય. 59. તીયણાહાય કપરનાહૂમમાં બોધ કરતાં એ વાત કય,60.એટલે તીયણે શિષ્યોમાંથી ઘણાએ તી ઊનાઈને કય કા.એ વાત કઠણ હા, તે કીડ ઊનાઈ હખે, 61.ફણ મારે શિષ્યો જ તિયા વિષે કચ કચ કરતે હા તી ઇસુએ પોતાણે મન માં જાણીને તીયનાય કય કા તુમાહાય એ વાત ખોટી નાગી હા.62તિયા માંણાહાયે ડીખરોહ જઇયે જીએ પેલા હોતનો તીયે જો તિયાણે પાસો ચડતો તુમે હેડા તે કેહે? 63જી જીવાડત હા તે આત્મા હા . શરીરથી કાઇ લાભ હોતો કાણી જ વાત જાયે તુમાહાય કય હા , તે આત્મા ને જીવન હા .64ફન તુમારે માણે કતરેક વિશ્વાસ કરતે કાયની કેહક કોઈ અવિશ્વાસી હ ને ની કોઈ તીયાણે પરસ્વાધીન કરવાણો હા ,તી ઇસુ પેલાથીજ જાણતોનો . 65તીયે કય , હાય ઇયાજ કારણ થી તુમાહાય કતો હા ક , પિતા તરફ થી તિયાણે આપવામાં ની આવ હોય તે કોઈ મારે પાહાય આવી હખતે કાયની.66ઈ ઉનાય ને તિયાણે શિષ્ય માંણા ઘણા પાછા પડી ગયા . ને તીય હારી ચન્ના કાયની . 67. એટલે ઇસુએ બાર શિષ્યોહીય પુચ્છ કા, ક તુમે ફણ જાતે રણે માંગતે હા કા 68સિમોન પિતરે તિયાણે જવાબ આપ્ચો કા , પ્રભુ , આમે કીડા પાહાય જાજે ? અનંતજીવન ને વાત તે તુમારે પાહાય હા 69આમાહાય વિશ્વાસ કદો હ , ને જાણતે હામ કા ,ઈશ્વરણે પવિત્ર તે તું હાશે.70ઇસુએ તીયણાહાય જવાબ આપ્ચો કા , ક તુમે બારણે પસંદ નાથ કા ? ફન તુમારેમાણી એક વ્યક્તિ શેતાન હા . 71તિએ તે સિમોન ને ડીખરોહ યહુદા ઈશકીરીઓત વિષે તી કય . કેહ કા તી , બાર શિષ્યોમાણો હોવા છતાં , તીયાણે પરસ્વાધીન કરવાણો હોતનો .
1. ને પુઠી ઈસુ ગાલીલમાં ફિયરો.કેહ કા યહુદીઑ તિયાણે મારી નાખણે હેત્તાના.એટલે યહુદીયામાં ફિરણે કાયની માંગતોનો. 2. હવે યહુદીયોહીય માંડવાપર્વ પાહાય હોતન.3. એટલે તિયાણે ફાહાવિહીય તિયાણે કય કા, ઇનથા યહુદીયામાં જાયા કા, તુમે જી કામ કરતે હા તી તુમારે શિષ્ય કણ હેદે. 4. કેહકા કોઈ જાતે પ્રસિદ્ધ હોવાણે માંગતો હોવાથી છાનોમાનો કાઇ કરતો કાયની. જો તુમે ઇ કામ કરતે હા, તે દુનિયાણે આગાલ પોતેણે જાહેર કરા.5. કેહકા તિયાણે ફાહાવએ ફણ તિયા પાહાય વિશ્વાસ કાયની કદનો. 6. તિયા ઇસુ તિણાહાય કતો હા કા, મારે સમય આજુ કાયની આવો હા. ફણ તુમારે માટે બદો સમય એક સમાન હા . 7. જગત તુમારે દ્રષ કરી હખતો કાયની , ફણ મારે તો પ્રેમ કરતો હા કેહકા તિયા વિષે હાય એવી શાક્ષી આપતો હામ ક તિયાણે કામ દૃષ્ટ હા.8. તુમે ઈયા પર્વ આ જાયા મારે સમય આજુ પૂરો કાયની હોવો હા, એટલે હાય ઈયા પર્વ આ જાતો કાયની 9. તી તીણહાય એ વાત કય ને ગાલીલ માં જાતો રયો.10. ફણ ઇસુણે ફાવહે પર્વ માં ગયા. તે ફણ જાહેરમાં કાયની , ફણ ખાનગી રીતે ગયા . 11. તિયા યહૂદીહીય પર્વ માં તી માણહાય હેતતા કા કા તું હાહે12. કેહકા અમૂકે કય કા , તો હારો માંન્હો હા . બીજાહાય કય ક એહે કાયની , ફણ માણાહાય તો ગેરમાર્ગ દોરતો હાસે. 13. તો ફણ યહૂદીઑયીહ બીકણે નેદે તીયણે વિષે કોઈ ખુલ્લી રીતે બોન્ની કાયની .14. ફણ પર્વ અરદ હોને આવ તિયા ઇસુ યે ભક્તિસ્થાનમાં જાયને ઉપદેશ કદો. 15. તિયા યહૂદીઇહ આશ્ચર્ય હોયને કાય કા , ઑ માંન્હુ કોઈ ફણ દિહી હિકશો કાયની હા, તેહુ વિધ્યા જાણતો હા . 16. એટલે ઇસુ યે જવાબ આપચો ક , મારે ઉપદેશ મારે પોતાણે કાયની હા ફણ ફણ જીએ માને મૂકીન્ન્યો તિયાણે હા.17. જો કોઈ તિયાણે ઈચ્છા પૂરી કરણે માગે , તે ઈયા બોધ વિષે તી હમજી તી ઈશ્વરથી હા ક હાય પોતે બોનતો હાંમ. 18. જી જાતે બોનત હા તી પોતણ મહિમા હેદત હા.-ફણ જી પોતાણે મૂકીનનારણે મહિમા હેદાત હા , તીજ સત્ય હા ને તીજ સત્ય હા ને તિયામાં કોઈ અન્યાય કાયની હા.19. કા મુસાએ તુમાહાય નિયમશાષત્ર આપ્ચ કાયની? ફણ તુમારેમાણો કોઈ તી નિયમશાષત્ર પાલતો કાયની. તુમે માને મારી નાખવાણી કોશિસ કેહ કરતે હા. 20. માણહાય જવાબ આપચો કા , તોરેમાં દુષ્ટાત્મા હા. કિડ તુને મારી નાખવાણી કોશિશ કરત હા.21. ઇસુએ તિણાહાય જવાબ આપચો કા, મયે એક કામ કદ ને તુમે આશ્ચર્ય પામયે હા. 22. ઈયા કારણથી મુસાએ તુને સુન્ન્તણે નિયમ આપચો હા તો મુસાથી હા એહે તે કાયની , ફણ પૂર્વજોથી હા. ને તું વિશ્રામવારે માણાહાને સુન્ન્ત કરતો હા .23. મૂસાણે નિયમશાસ્સત્રણે ઉલ્લધન ની હોય ઍટલે જો કોઈ માણાહાણે સુન્ત વિક્ષારમે કરવામાં આવતી હોય , તે મયે વિશારામે એક માણાહાણે આખો હારો કદો , તીય ફાગ તુમે મારે પાહાય ગુસ્સે હોવે હા ? 24. દેખાવ પમાણે નયાય ની કરા , સચ્ચાઈપૂરવક ન્યાય કરા.25. તીયા યરુશાલેમમાણા હાય અમુકે કય ક , જિયાણે તો મારી નાખવાણો પ્રયત્ન કરતો હા , તો ઓજ કાયની હા ? 26. ફણ હેદા , તો તે જાહેર રીતે બોનતો હા ને તો તિણાહાય કાઈ કતો કાયની . અધિકારીઓ ખરેખર જાણતા હોય કા ઓ ખ્રિશત જ હા ? 27. તોફણ આમે તીય માણાહાણે જાણતે હારોન કા તો કાથી આવો હા. ફણ જીયા ખ્રિસ્ત આવી તીય કોઇ જાણી ની કા તો કાથી આવો હા .28.ઍટલે ઇસુએ ભક્તિસ્થાનમાં બોદ કરતાં બૂમ પાડીને કય કા , તુમે મને જાણતે હા ને હાય કાથી આવો હામ તી ફણ જાણતો હા . ને હાય તે મારેપોતણે રીતે કાયની આવો હામ , ફણ જીયે માને મૂકીન્નિયો હા તો સત્ય હા , તીયણે તુમે કાયની જાણતે . 29. હાય તિયાણે જાણતો હામ , કેહકા હાય ટીયણે પાહાયથી આવો હામ , ને તીયે માને મુકીનિયો હા .30. ઍટલે તીણાહાય ઇશુણે પરવાર્ણો પયત્ન કદો . ફણ તિયણે સયમ આજુ હુદિ આવનો કાયની , ઍટલે કોઈએ તીયા પાહાય હાય નાખ્શો કાયની . 31. ફણ માણહામાંથી ખણાહાય તિયા પાર વિશ્વાશ કદો ને તીણાહાય કય કા, ખ્રિસ્ત આવી તીયા ઈયા માણેહે જે ચમત્કારિક ચિન્હો કદા હા તીયા કરતા તો વધારે કરી કા? 32. તિયા વિષે લોકો એવી ગણગણાટ કરતેને તી ફરોશીઓહીય ઉનાય.તીયા મુખ્ય યાજકોહીયને ફરોશીઓહીય તિયાણે પરણે અધિકારીહીય મૂકીન્યા.33. તીયા ઈશુએ કય આજુ થોડો સમય હાય તુમારે હારી હામ.પૂઠી જીયે માને મુકિન્યો હા તીયા પાહાય હાય જાતો હામ. 34. તુમે માને હેદાહા ફણ હાય તુમાહાય મીલ ની.ને હાય જીયે જાતો હામ તીયે તુમે આવી હખાત ની.35. તીયા યહુદીઓહીય અંદોરોઅંદાર કય કા, ઑ માણહુ કા જાય કા આપળાહાય ની મિલે. 36. તુમે માને હેધાહા ,ફણ હાય તુમ્હાય મિલી ની ને જીયે હાય જાતો હામ , તિએ તુમે આવી હખતે કાયની હેવી જે વાત તિયે કય તે કાજા હા,37. હવે પર્વણે છેને ને મહાન દિહી ઈસુએ ઊબા રાખીને મોટે અવાજે કય કા,જો કોઈ તીરહો હોય,તે તો મારે પાહાય આવીને પિયા, 38શાસ્ત્રવચન પ્રમાણે જો કોઈ મારે પાહાય વિશ્વાસ કરતાં હા, તિયાણે હદય માંથી જીવતા પાણી ને નદી વય ,39. ફણ તિયા પાહાય વિશ્વાસ કરનારાહાય આત્મા મિલીવાણો હોતનો તિયા વિષે તિયે ઈ કય , કેહકા ઈસુણે આજુ મહીમાવાન કરવામાં કાયની આવનો, એટલે પવિત્ર આત્મા આજુ આપવામાં કાયાની આવની,40એટલે માણાહામાથી અમૂકે તે વાત ઉનાયને કય કા,આવનારા પ્રબોધક ખરેખર તોજ હા, 41. બીજાહાય કય ઓજ ખ્રિસ્ત હા.ફણ અમૂકે કાય કા, ગાલીલ માથી ખ્રિસ્ત આવાણો હા ? 42કા શાસ્ત્રવચનમાં એવ કાયની નખીન હા કા, દાઉદણે વંશ માંથી ને બેથલેમ ગામમાં દાઉદ હોતનો તનોથો ખ્રિસ્ત આવવાણો હા?43. એટલે તિયા વિષે લોકોહમાં ભાગલા પાયળા, 44તીયણેમાણાહાય કતરાકેય તિયાણે થરાણ હેજ્જ.ફણ તિયા પાહાય કોઈએ હાથ નાખશો કાયની .45. તિયા અધિકારી મુખ્ય યાજકો ને ફરોશીહોય પાહાય આવા, અધિકારીહીય તીણાહાય પુછુછ કા તુમે તિયાણે કેહ નાવા કાયની , 46.તિયા અધિકારીહીય જવાબ આપચો કા, તિયા જેવ કોઈ માણુહ બોન્ય કાયની,47.તિયા ફરોશહીય તીણાહાય જવાબ આપવો કા, તું ગાલિલણો હા, 4848 અધિકારીઓ અથવા ફરોશીઓમાથી કોઈએ તિયા પાહાય વીશ્વાસ કદો હા, 49.ફણ ઈ જી માણેહે નિયમશાસ્ત્ર કાયની જાણતે તી શાપિત હા.50નિકોદેમસ તીયણેમાણો એક,જો આગાલ ઈસુણે પાહાય આવનો,તો તીણાહાય પૂછતો હા, 51માણાહાય ઊનાયા આગાલ ને જો તી કરતો હા તી જાયણા વગર,આપણે નિયમશાસ્ત્ર તિયાણે ન્યાય કરતો હા ? 52. તીણાહાય જવાબ આપયો કા, તું ગાલીલણો હા,?શોધ કરીને હેદ , કેહકા કોઈ પ્રબોધક ગાલિલમાં ઉત્તપન્ન હોવાણો કાયની ,53૫૩.(પુઠી)તે પોત પોતાણે ખર જાયા.
1.ઇસુ જૈતુન નાંમનો પાહાડ પાર ગનો 2.વેલી હવારે તો પાસો પવિત્ર સ્થાંનમાં આવનો બધે માણેહે તીયાને પાહી આવને તીથાએ નીએ બેહીને તીયાએ બોધ કદો 3.તીયા શાસ્ત્રીઓ ને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેની એક બાઇને તીયે નાવના અને તીયણે વચમાં ઊભી રાખીને4.ઇસુએ ક્યંકા,ગુરુ,એ.બાઈ વ્યભિચાર કરતા જ પકડાઈ હા. 5.હવે મુસાના નિયમશાસ્ત્રમાં આપળાહી આક્ષા આપી હાકા તેવી બાઈને પથરાથી થોકવાણી તો તુમે તિયાણે વિષે કાજા કહા 6.તિયાને પર દોષ મૂકવાન કારણ તીયના હી મિલિ આવે એટલે તિયાને પરિક્ષણ કરતાં તીયના હી કહય કા ઈસુએ નીચે નમીને જમીન પાર આંગળી કરીને નખ્સ7તીણાહાય તિયાને પૂછ્યા કર્ય ,તિયા તીયા એ તિણાહાય ઊભારાખીને તીયના હી કયન કા તુમારામાં જી કોઈ પાપ વગરન હોય તી તિયા પાર પેલો પયરો મારે 8ફરીથી પણ તિયાએ નીચે નમીને આગળી કરીને જમીન પાર નખીય ,9જીયા તીણાહાય ઉનાય તિયા ગદાહાયથી માડીને એક પુઠી એક બધે નાહાય ગયે ,ને એખનો ઈસુ ઉબા રાખીની સ્ત્રી જ હોતીન્યે , 10.ઈસુ ઉબા રાખો ને તિયાણે પુછ્છ કા, સ્ત્રી તોરે પાહાય દોષ મૂકનારા કા હાશે?કોઈ એ તુને દોષિત કરાવી કાયની હા ? 11. તીયે કપ , ‘પ્રભુ, કોઈએ કાયની. ‘ઇસુએ કય હાય પણ તુને દોષિત નાથ ઠરાવતો તુ માની જા હવેથી પાપ કરવો ની.12. પાછ ઇસુએ તિયાને કયકા હાય માણાહાય જગતણે અજવાડાહામ જી કોઈ મારી પાછાલ આવી હી તી આંધરામાં ની ચાની ફણ જીવનને ઉજાલ પામીહી. 13. ફરોશી હી તિયાને કયકા તું તોરે પોતાને વિષે સાક્ષી આપતો હા, તોરે સાક્ષી હાચી નાથ.14. ઇસુએ તિયાને ઉતાર આપ્યો કા જો હાય પોતાને વિષે સાક્ષી આપ કા તોપણ મારે સાક્ષી હાચી હા કેહકા હાય કાથી આવો હામ ણે કા જામ તી હાય જાણ ફણ તુમે નાથ જાણતા હાય કાથી આવ ણે કા જાતો હામ. 15. તુમે મણાંહાય રીતે ન્યાય કરતો હા હાય કિડાને ન્યાય કરતો નાથ 16ફણ જો હાય ન્યાય કર ‘ તો ફણ મારે ન્યાય ચુકાદો હચો હા કેહ ક હાય એખનો નાથ પણ હાય ણે બાપો જિયાએ માને મોકિનીયો હા17તુમારે નિયામશાસ્ત્ર મા પણ નાખીન હા બે માંણેહ શાક્ષી હારી હા 18હાય મારે પોતાને વિષે શાક્ષી આપતો હામ પણ બાપે જિયાને માને મોકિનીઓ હા તો મારે વિષે શાક્ષી આપી હા19તિયાએ તીયણાંહ કયકા તોરે બાપ ક હા ‘ ઇસુ યે જવાબ આપચો કા તું માને તેહેજ મારે બાપ ણે ફણ ઓલખીતો નાથ , જો તુંમે માને ફણ ઓલખા તો તુમે મારે બાપણે પણ ઓલખા 20ઇસુ ભક્તિસ્થાન મા બોધ કરતોનો તીયા તીયણાંહ ભંડાર એ વાત કયની પણ કોયે તીયણાંહી પકીડયો કાયની કેહ કા તિયાણે સમાય આજુ આવો કાયની હા .21તિએ તીયણાંહી પાછ કય કા ‘ હાય જાવાણો હામ તુએ માને હેદહા ણે તુમે તુમારે પાપમા મરહા . જીએ હાય જાતો હામ , તિએ તુમે આવી હખતે કાયની . 22યહૂદીહીય કય કા , તી આપઘાત કરી કા ? કેહ કા તો કતો હા કા , જીએ હાય જાવાણો હામ , તિએ તુમે આવી હખતે કાયની .23ઇસુ યે તીયણાંહી કય કા , તુમે પૃથ્વી પાહણે હા , હાય ઉપાર નો હાંમ , તુમે ઈએ જગતણે હા , હાય ઈયા જગતણે કાયની હામ તિએ તુમે ઈએ જગત ણે હ , હાય ઈયા જગતણે કા યની હામ . 24એટ્લે મયે તુમાહાય કય કા , તુમે તુમારે પાપમાં કેહકા તે હાય હામ , એવો જો વિશ્વાસ તુમે ની કરાત , તે તુમે તુમારે પાપ માં મરહા .25એટ્લે તીણાહાય તિયાણે પુચ્છ, તું કીડો હા? ઇસુ યે તીણાહાય કય કા , ‘ પેલ્લા થી જી હાય તુમાહાય કતો આવો હામ તો જ . 26મારે તુમારે વિષે કવાણી ને ન્યાય કરવાણી ઘણી વાત હા , તો ફણ જીયે માને મુકિન્નો હા તો સત્ય હા . 27તો તિયાણે હારી પિતા વિષે વાત કરતો હા, તી તી હમીજ્જે કાયની28ઇસુ યે કય ‘ જીયા તુમે માણાહાય ડીખરોહ ઊચો કરહા તીય તુએ જાણહા કા તો જ હામ ને હાય મારે પોતે જાતે કાય કરતો નાત , ફણ જેહે પિતાયે માને હિખિવ્ય હા, તેહે હાય તે વાત બોનતો હામ. 29જીયે માને મુકિન્નો હા તો આરે હારી હા , ને તિએ માને એખનો કાયની મુકચો હા “ કેહ કા જી કામ તીયાણે ગમત હા તી હાય નિત્ય કરતો હામ . 30ઇસુ તી કતનો ,તીયા ખણાહાય તીયા પાર વિશ્વાસ કદો31એટ્લે જ યહૂદીહી તીયા પાર વિશ્વાસ કદનો , તીયણાહ ઇસુએ કય કા , જો તુમે મારે વચન માં રહા ,તે ચોક્કસ તુમે મારે શિષ્ય હા . 32ને તુમે સ્તયણે જાણહા ને સત્ય તુમાહાય મુક્ત કરી. 33તીયનાહ તીયાણ જવાબ આપચો ક , આમે ઇબ્રાહિમ ને ડીખરેહ હાશેમ ને આજુ કોઈ દિહી કોઈણે દાસત્વ માં આવે નાથ તે તું કેહે કતો હા કા ,ન તુમાહાય મુક્ત કરવામાં આવી ?34ઇસુ યે તીણહાય જવાબ આપચો કા ‘ હાય તુમહાય ચોક્કસ કતો હાં કા , જી કોઈ પાપ કરતાં હા , તે પાપણે દાસ હા . 35હવે જો દાસ હા તો જ ઘરમાં રતો નાથ , ફણ ડીખરોહ રોજેજ રય 36. એટ્લે જો ડીખરોહ તુમાહાય મુક્ત કરી , તે તુમે ખરેખર મુક્ત હોહા.37તુમે ઇબ્રાહિમ ણે વંસજ હા તી હાય જાણતો હામ , ફણ મારે વચન તુમારેમાં વૃદ્ધિ પામતી કાયની , એટ્લે તુમે માને મારી નાખવાણો પ્રયત્ન કરતે હા . 38હાય મારે બાપણે પાહિ જી હેજહા તી હાય કતો હામ ણે તુમે પણ તુમારે બાપણે પાહિ જી ઉનાયહા તેહ તી કરજા .39તીયનાય જવાબ આપચો કા ઇબ્રાહિમ આમાંરે બાપ હા ઇસુ તીયનાય કતનો કા જો તુમે ઇબ્રાહિમ ણે બાળક હ તો ઇબ્રાહિમ ણે કામ કરા 40ફણ માને એટ્લે ઈશ્વર ણે પાહેથી જી સત્ય મયે ઊનાય તી તુમાંહી કનાર માણહાણે તુમે અમુજ મારી નાખવાની કોશિસ કરતે કરતેહા ઇબ્રાહિમ એવ કદ નાથ . 41તુમે તુમારે બાપને કામ કરતે હ , તિએ તીણાહાય કય કા આમે વ્યભિચાર થી જન્મયે નાથ આમારે એકૂજ બાપ હા એટ્લે ઈશ્વર .42ઇસુએ તીણા હાય કયન કા જો ઈશ્વર તુમારે બાપ હોય તો તુમે મારે પાર પ્રેમ રાખતે “ કેહ કા ઈશ્વર માંથી નીકલી આવ્યો હામ ‘ કેહ કા હાય મારે પોતાને રીતે આવો નાથ પણ તિયાએ માને મોકિન્નો હા 43મારે બોનવ તુમે કેહ હમજીને નાથ મારે વચાન તુમે ઊનાય શકતે નાથ તી કારણથી 44તુમે તુમારે બાપ શેતાનણે હા ને તુમારે બાપને દુર્વાસના પ્રમાણે કરને માગતે હા , તે પેલેથિજ માણહુ ઘાતક હોતનો અને તીયા માં સત્ય નાથ તીયાથી તો હાચા માં મજબુત રયો નાથ . જીયા તો જુથ બોને તિયા તો પોતા થિજ બોને કેહ કા તો જૂથો બોને તિયા તો પોતેજ બોને કેહ કા તો જૂથો અને જુઠા ને બાપ હા45પણ હાય હાચ હામ કા તો તુમે મારે માનતે નાથ 46તુમારે માનો કોય મારે પાર પાપ સાબિત કરે કા જો હાય હાચ કમ કા ‘તો ફણ મારે માનતે નાથ 47૪૭ જો ઈશ્વરનો હા તો ઈશ્વર ના શબ્દો ઉનાય કા તુમે ઈશ્વરને નાથ માટે તુમે સાંભળતે નાથ48યહૂદીઑ તિયાણે ઉતાર આપચો કા તું સમરૂની હા ને તુને શેતાન નો આત્મા વિલગીનો હા તી આમર કવાને કાય વાજબી નાથ 49ઇસુ યે ઉતાર આપચો કા માને દુષ્ટઆત્મા વિઇલગીનો નાથ પણ હાય મારે બાપ ને માન આપ કા અને તુમે મારે અપમાન કરતે હા50પણ હાય મારો પોતાણે માન હોતો નાથ હેદનારો ને ન્યાય કરનાર એકૂજ હા 51હાય તુમાહાય કમકા ,જી કોઈ મારે વચન પાલે તો તી કદી ચોક્કસ મરણ પામે ન52યહુદીઓએ તિયાણે કય તુને દુષ્ટાત્મા વિલિગીનો હા એવી આમાહાય ખાતરી હોવી હા 53કા તું આમરે બાપ ઇબ્રાહિમ કરતાં મોટો હા તે તો મરણ પામ્યો હા અને પ્રબોદક પણ મરણ પામ્યો હા તું કીડો હોવાનો દાવો કરતો હા ?54ઇસુ યે જવાબ આપચો કા ‘ જો હાય પોતાણે માન આપ તે મારે માન કાઈ જ નાથ ‘ માને મહિમા આપવા વાલો તે મારે પિતા હા , જીયા વિષે તુમે કતે હા કા તો આમરે ઈશ્વર હા . ? 55ને તુમાહાય તિયાને ઓલખિયો, ફણ હાય તુમાહાય ઓલખીતો હામ . જો હાય કમ કા હાય તુમાહાય કાયની ઓલ્ખીતા, તે હાય તુમારે જેવો જૂથો ઠર , ફણ હાય તુમાહાય ઓલખીતો હામ ને તિયાણે વચન પાલતો હામ 56તુમારે પિતા ઇબ્રાહિમ મારે દિહી હેદવાણે આશાથી હર્ષ પામયો ને તે તી હેદીને તિયાણે આનંદ હોવો57તિયા યહૂદીહીય કય કા ‘ આજુ તે તું પચાહ વરહણો કાયની હોવો હા ને કામ તુએ ઇબ્રાહિમ ને હેજજો હા ? 58ઇસુ યે તીણાહાય કય કા ‘ હાય તુમહાય ચોક્કસ કતો હામ કા , ઇબ્રાહિમણે જન્મ હોવા આગાલ થી હાય હામ 59તિયા તીણાહાય તિયાણે મારણે પથરા હાથ માં નેહા , ફણ ઇસુ હંતાઇ જાયને ભક્તિશ્થાન માથી નાહી ગો .
1. ઈસુ મારગે જાતનો તેવામાં તીયાણે જન્મેથી આંડલો એવો એક માણાહાણે દેખીયો 2. તીયાને શિષ્યોહી તિયાને પૂછછ કા ગુરુજી તો પાપને લીધે તો માણુહું આંડલાં જનમ્યો કા તો પાપ કીડે કદના તીયાએ કા તિયાના મા બાપે.3. ઈસુએ ઉત્તર આપ્યો કા તીયાએ કા તીયાને માં બાપે પાપ ક્ય તીયાથી કયની પણ ઈશ્વરને કામ તીયામાં પ્રગટ થાય માટે એહે હોવ. 4. જ્યાં સુધી દિહી હા ત્યાં સુધી જીયાએ માને મોકીનીયો હા તીયાને કામ આપણે કરવા જોજો રાત આવે કા તીયા કોયથી કામ કરી શકાત નાથ 5. જીયા સુધી હાય દુનિયામાં હામ તીયા માનવ જગતન અજવાળ હામ6. એ પ્રમાણે બોનીને ઈસુ જમીન પાર થૂપ્યો અને થૂંપીને કાદું બનાવીને તીયાએ તી કાદું તીયાને દોલા પર લાગવીને 7. તીયાને કયકા તું જાઈને દોલાન શિલોઆ હ એટલે મોકીનારને હોજમા ઘો તો ગયો ને દોલો થોઈને દેખતો હોવીને ઘર આવો.8. પૂથી તીયાને પડોશી હી અને જીઆએ તીયાને આગલ ભિખારી દેખીનો હોતનો તીયના હી ક્યકા જે બેહીને ભીખ માગતોનો તોજ નાથકા . 9. કતરાયે કહ્ય હા તો ઓ જ હા બીજા હી ક્ય - કાયની પણ તો તીયાને જેવો હા પણ તીયે પોતે કહ્ય કા હાય તો જ હામ.10. તીયાએ તીયાને કહ્ય કા ત્યાં તોરે ડોલા કેવી રીતે ખોલીયા 11. તીયે ઉત્તર આપ્યો કા જી માણસ ઈસુ કવાતન કા તીયે કાદુ બનાવીને મારે દોલા પર લાગાવીને માને કહ્ય કાતું શિલોઆહમાં જાઈને થો તીયાથી હાય ગો અને ડોલા ધોઈને દેખતો હોવો. 12. તીયાએ તીયાને કહ્ય કા તો, કા. હા તીયે ક્ય હાય જાણતો નાથ13. તો આગાલ આંદલો હોતનો, તીયાને તે ફરોશીઓની પાહી નાવા 14. હવે જે દિહામાં ઈસુએ કાદું બનાવીને તીયાને દોલા ખોલીયા હોતના તો દિહી પવિત્રવાર હોતનો 15. માટે ફરોશીઓએ ફરી તીયાને પૂછીય કા તું શા રીતે દેખતો હોવો તીયે તીયાને કહ્ય કા તીયાએ મારે દોલા પાર કાદું લાગીવીયો ને હાય દોલા થોઈને દેખતો હોવો હામ16. ફરોશીઓ માને ક્તરાહી કહ્યકા તો માણસ ઈશ્વરની પાહેથી આવો નાથ કેહે કા તો વિશ્વામવાર પાલતો નાથ ફણ બીજા હી કહ્ય કા પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શા રીતે કરી શકે એહે તીહીના માં બે ભાગલા પળયા 17. ત્યારે તીયાએ ફરીથી તો આધલાને પૂછીય કા તીયે તોરે દોલા ઉગાળીયા પણ તીયા વિષે તું કાજા કતો હા ત્યાં તીયે ક્યકા તો પ્રબોધક હા. 18. પણ યહુદીઓએ તી દેખતે હોવનાને મા- બાપને હાદાવીયે ત્યાં હુધી તે તીયાને વિષે માનતાના કાંયની તો આંદલો હોતનો ને દેખતો હોવો.19. તીયાએ તીયાણે પૂછછ કા ઓ તું મારે દિકરો હા, જીયા વિષે તું મે કહા કા તો જન્મથી જ આદલો હોતનો તો પૂંઠી કેવી રીતે દેખતો હોવો કા 20. તીયાને મા બાપે ઉત્તર આપ્ચો કા તો આમારે દીકરો હા ને જન્મેથી આંડલો હોતનો તી આમે જાણતે હામ 21. પણ અમું તો કેવી રીતે દેખતો હોવો હા તી આમે જાણતે નાથ ને તીયાને દોલા કીડે ઉગાળીયા તી પણ આમે જાણતે નાથ તો પુખ્ત વયનો હા તીયાને પૂંછા તો પોતે કહી22. તીયાને મા બાપ યહુદીઓથી બીક હોત ની માટે તીયાએ તીયાને ક્ય કા કેહે કા યહુદીઓએ આગાલથી એવો ઠરાવ કદનો હોતનો કા તો ખ્રિસ્ત હા એવ જો કોઈ કબૂલ કરે તો તીયાને સભાસ્થાન માંથી કાઢી મુકવાનો 23. માટે તીયાને માં બાપે ક્યન કા તો પુખ્યવયનો હા તીયાને પૂછા24. તો તે આગાલ જો આંડલો હોતનો તીયાને તીયના હી બીજી વાર હાદીને ક્ય કા ઈશ્વરની સ્તુતિ કર આમે જાણજે કા તો માણસ તે પાપી હા 25. ત્યાં તીયાએ ઉત્તર આપ્યોકા તો પાપી હાકા નાથ તી હાય જાણતો નાથ પણ એક વાત હાય જાણ કા હાય આંડલો હોતનો26. ત્યાં તીયાય ત્યાણે કાય કા ત્યે ત્યાણે કાજા કપર તોરે ડોલા ત્યે કેવે કરીને હારા કદા 27. ત્યે તીયણાહાય કહ્ય કા મયે અમે જ તુમાહી ક્ય જાણ તું માહી ઉનાય ની તું મે કાજા કરને પાસા ઉનાણે માગતા હા કેહે તું મેહો ત્યાણે એવા હોવણે માકતા હા.28. ત્યાં તીયાણાહી ત્યાણે ટીકા કરતા કહ્ય કા તું તિયાણે ચેલો હા ભણ આમે તે મુંસાણે ચાલા હામ 29. ઈશ્વર મુંસાહારી વાત કદી તી આમે જાણતા હામ પણ આમે નાથ જાણતા કા તો માણહ કણો હોતનો30. ત્યે માણહે જવાબ આપતા તિણાહાય કહ્ય કા ઇત્ અજાબ જેવ તયે મારે ડોલા ઉદ્યાડ્યાહા તેવા સતા પણ તે કાશેના હા તી તુંયે જાણતા નાથ 31. આપડે જાણતા હામ કા ઇશ્વર પાપી હી ઉનાતો નાથ ફણ જો કોઈ ઈશ્વરને જાકની હોય અને ત્યાણે મરજી પ્રમાણે કરે તો તો ત્યાણે ઉનાય.32. સૃષ્ટિના આરભથી એવક્યારે જાણ ઉનાવામાં આવ નાથ હા જન્મથી આંડલ માણ હા ની ડોલા કોઈએ ઉગાયળા 33. જી તી માણહ ઈશ્વર પાહીથી આવ ની હોય ત તી કાઈ કરી અપત નાથી 34. તિણાહાય તિયાણે જવાબ આપયો કા તુ તે તદન પાપમા જન્મીયો હા ને તુ આ માહી બોધ કરતો હા પૂઠી ત્યણાહી ત્યાને સભામાંથી બાર કાઠી દે દ્દે.35. તીયણાહાય હી ત્યાણે બયરે કાઢી મુક્યો હા હોવ ઇસુયે ઉનાય ત્યાં ત્યે ત્યાણે હોદીને કહ્ય કા તું કા માણહ ના દિકરા પાર વીશ્વાસ કરતોનો . 36. ત્યે જવાબ આપચો કા હે પ્રભુ તો કીડો હા કા હાય ત્યાપાર હાય માન 37. ઇસુએ જવાબ આપચો તુમાહાય ત્યાણે દેખસોહા જો તુમારી હારી વાત કરતો હા તો જ હા 38. ત્યે કહ્ય કા પ્રભુ હાય વીશ્વાસ કરતો હામ પુઠી ત્યે ખાધ39. ઈસુએ કહ્ય કા જે દેખતા નાથ તે દેખતા હોય જે દેખતા હા તે આંડલા હોત એટલે ન્યાય કરને હાય ઈએ દુનિયામાં આવો હામ 40. જે ફરોશીઓ તિયાણે પાહી હતના ત્યણાહી તે વાત ઉમાયને તિણાહાય પુચ્છ અમે હો આડલા હામ 41. ઈસુએ ત્યણાહી કહય કા જો તુમે આંડલા હોતા તે તુમાહાય પાપની નકતો જાણ હવ તુમે ક્તા હા કા આમે દેખતા હામ એટલે તું મારે પાપ કાયામ રય
1. હાય તુમાહાય ચોક્કસ કતો હામ કા, જો દરવાજામાથી ઘેટાંહાય વાળામાં જાતો કાયની, ફણ બીજે કોઈ રસ્તાથી જાતો હોય તો ચોર અથવા લુટારો હોય. 2. ફણ દરવાજામાથી જો પ્રવેશતો હા,તો ઘેટાંપાળક હા.3.દ્વારપાળા તિયાણે ફાગ દ્વાર ઉગાડતો હા,ને ઘેટે તિયાને અવાજ ઉનાતે હા.- ને તો પોતાણે ઘેટાંહાય નામ નેયને હાદતો હા ને તીણાહાય બાર દોરીને નેજાતો હા. 4.જીયા તો પોતાણે બદે ઘેટાહાય બાયરે નાવતો હા,તિયાણે આગાલ ચાનતો હા,ને ઘેટે તિયાને પાછલ ચાનતે હા, કેહકા તિ તિયાને અવાજ ઓળખીતે હા.5.તિ અજાનિયાહાય પાછાલ ચાનાત ની,ફણ તિયણે પાહાયથી નાહાય છૂટાત.- કેહકા તી અજાણયાણે અવાજ ઓલખીતે કાયની. 6. ઇસુએ તીણાહાય દ્ર્ષ્ટાંતમાં કય, ફણ જે વાત તીયે તિણહાય કઈ તે તી હમજીયે કાયની.7. એટલે ઇસુએપાછ તીણાહાય કય કા,હાય તુમાહાય ચોક્કસ ક્તો હામ કા, પ્રવેશદ્વાર હાય હામ. 8.જતરે મારે આગાલ આવે,તિ બદે ચોર અથવા લુટારે હા,ફણ ઘેટાંહાય તિયનણે ઉનાય કાયની.9.પ્રવેશદ્વાર હાય હામ, - મારે થકી જે કોઈ પ્રવેશી તી ઉદ્ધાર પામી. - તી અંદર આવીને બાર જાય ને તિયાણે ચરણ મીલી. 10.ચોરી કરણે,મારી નાખણે અથવા નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર આવતો નાથ - ફણ હાય તે તીણાહાય જીવન મિલે ને તી મીલી એટલે હાય આવો હામ.11.ઉત્તમ ઘેટાંપાળક હાય હામ. - ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંહાય માટે જીવ આપતો હામ. 12. જો નોકર હા ને ઘેટાંપાળક કાયની હા, એટલે ઘેટાણે માલિક કાયની હા,તો વરુહીય આવતે દેખીને ઘેટાહાય મૂકીન નાહાય જાય. - પૂઠી વરુ તીણાહાય થરીણે વિખેરી નાખત હા. 13. તો નાહાય જાય કેહકા તો નોકર હા ણે ઘેટાંહાય તો કાઇ ચિંતા કરતો કાયની.14. ઉત્તમ ઘેટાંપાળક હાય હામ,ને પોતાણે ઘેટાહાય ઓલખીતો હામ ણે મારે પોતાણે ઘેટે મને ઓળખીતે હા, 15. જેહ પિતા માને ઓલખીતો હા ને હાય પિતાણે ઓલખીતો હામ તેહે મારે પોતાણે માને ઓળખીતે હા. -ને ઘેટાંહાય હારુ હાય મારે જીવ આપતો હામ. 16.મારે બીજે ઘેટે ફણ હા, ઈયા વાળા માણે કાયની હા, તીણાહાય ફણ મારે નાવવાની જરૂર હા ને તી મારે અવાજ ઉનાય. - ને એક ટોલને એક ઘેટાંપાળક હોય.17. પિતા મારે પર પ્રેમ કરતો હા,કારણ કા હાય મારે જીવ આપતો હામ કા,તો પાછો નેમ, 18.કોઈ મારે પાહાય થી તો નેત કાયની,ફણ હાય મારે પોતાણે જાતે તી આપતો હામ. - તી આપવાણ માને અધિકાર હા ને પાછો નેવાણો ફણ માને અધિકાર હા. - તે અધિકાર માને મારે પિતા પાહાયથી મિલ્યો હા;19. ઇયે વાત ને નેદે યહુદિયોમાં પાછા ભાગલા પયળા. 20. તીયેણેમાનહાય ઘણાહાય કય કા,તિયાને દૂષ્ટાત્મા વિલગન હા ણે તો પાગલ હા. તુમે તિયાણે કેહે ઉનાતે હા, 21. બીજાહાય કય કા, દુષ્ટાત્મા વિલગીના માણહાણે તે વાત કાયની હા. - ને ભૂત આંધલાહાય ડોલા ઉગાડી હખતો હા.22.હવે યરુંશાલેમમાં અર્પણ કરવાણ પર્વ હોતન,ને તો હીયાણે સમય હોતનો. 23.ઇસુ ભક્તિસ્થાનમાં સુલેમાનને પરસાળમાં ફિરતોનો. 24.તિયા યહુદીઓએ તિયાણે આજુબાજુ ફિરીને પાછ તિયાણે કય,તું કાં હૂદી આમાહાય રાખેહે. જો તું ખ્રિસ્ત હોય તે આમહાય ચોક્ખ ક.’’
1. બેથાનિયા ગામણોલાજરસ નામે એક માણહુ માંદો હોતનો. તિયાને બેણીહી માર્થા ને મરિયમ ફણ એજ ગામણે હોતીન્યે. 2. મરિયમ ઇસુણે અત્તર લાગવીન ને પોતાણે નિબાલાહારી તિયાને પાગ સાફ કદના.લાજરસ કાજો માંદો હોતનો તો ઇયે જ મરિયમ ણે ફાહા હોતનો.3.એટલે બેણીહીય તિયાણે ખબર મૂકીન્યી કા,પ્રભુ ,જીયા પાર તું પ્રેમ રાખતો હા, તો માંદો હા. 4.ફણ ઇસુયે તી ઉનાયને કાય કા,મરી જાવાય હેવી એ બીમારી કાયની હા,ફણ તે ઈશ્વરણે મહિમાર્થ હા, જીયાથી ઈશ્વરણે ડિખરાહેને મહિમા હોય. 5.માર્થા,તિયાણે બેણીહી મરિયમણે લાજરસ પાર ઇસુ પ્રેમ રાખતોનો. 6.તો બીમાર હા, હેવા સમાચાર તિયાને મિલ્યાત્યાં પોતે જીયે હોતનો ત્યાં જ જાગા પાહાય તો બે દિહી હુદી રયો. 7.તીયા પૂઠી શિષ્યોહેણે કતો હા કા ચાલા આપણે પાછે યહુદિયા જાતે.8.શિષ્યો તિયાણે કતે હા કા, ગુરૂજી અમુજ યહુદીઓ તુને પથરે ઠોકવાણો પ્રયત્ન કરતેને,તહુ છતાં તું તીએ પાછો જાવાણો હા કા.? 9. ઇસુએ જવાબ આપચો કા , દિહીના બાર ક્લાક કાયની હા ? જો દીહાંમાં કોઈ ચાને,તે તો ઈયા દુનિયાણે હુજાલ હેદતો હા,એટલે ઠોકર ખાતો નાથ.10.ફણ જો કોઈ રાતીણ ચાને,એટલે તિયામાં હુજાલ ની હોવાથી ઠોકર ખાત હા. 11.તીયે એ વાત કઈ,તિયા પૂઠી તો તીણાહાય ક્તો હા કા ,આપણે દોસ્તર લાજરસ હુવી ગો હા,હાય તિયાણે ઉંઘમાથી ઉઠાડને જવાણો હામ.12.તિયા શિષ્યોહીય તિયાણે કાય કા,’પ્રભુ જો ગો હોય તે તો હારો હોય. 13.ઇસુએ તે તિયાણે મરણ વિષે કયન,ફણ તીણાહાય એહે નાગ કા તીયે ઉંઘમાં આરામ નેણે કયનો. 14. તીયા ઇસુએ તીણાહાય સ્પષ્ટ કય કા ,લાજરસ મરણ પામ્યો હા.15.હાય તીયે કાયની હોતનો,એટલે હાય તુમારે ભાગ હર્ષ પામતો હામ.એટલે કા તુમે વિશ્વાશ કરાત.ફણ ચાલા આપણે તીયે પાહાય જાતે. 16.તીયા પોમા,જો દીદીમસ કવાતો હા,તીયે પોતાણે સાથી શિષ્યોહીય કય કા,’આપણે ફણ જાતે ને ત્યાં હારી મરણ પામતે.17.હવે જ્યાં ઇસુ તીયે આવો તીયા તિયાણે ખબર પડી કા,લાજરસણે કબરમાં મૂકીનો ત્યાણે ચાર દિહી હોઈ ગયા હા. 18.હવે બેથાનિયા યરૂસાલેમણે નજીક,એટલે ફક્ત તીન કિલોમીટર દૂર હોતન. 19.માર્થા ણે મરિયમણે પાહાય તીયણે ભાઈ સંબંધી દિલાસો આપણે હરું યહૂદીઑ માણે ઘણે આવને. 20.ઇસુ આવતો હા,તી ઉનાયને માર્થા તિયાણે મિલ્લે ગોય.ફણ મરિયમ ઘરમાં જ બેહી રયી.21.તીયા માર્થા એ ઇસુણે કાય કા,પ્રભુ,જો તું ઇયે હોતો તે મારે ફાહા મરતો ની. 22. ફણ તું ઈશ્વર પાહાય જી કાઇ માંગેહે,તી ઈશ્વર તુને આપી, તી હાય જાણતી હામ.’ 23.ઇસુએ તિએણે કાય કા,તોરે ફાહા પાછો ઉઠી.24માર્થાએ કય કા, છેન્ને દિહી તો પુનરુસ્થાન પામી,તી હાય જાણતી હામ.’’ 25.ઇસુએ તીયેણે કય કા ,’પુનરુસ્થાન તથા જીવન હાય હામ ,’જી મારે પાર વિશ્વાસ કરત હા,તી જોકે મરણ પામે તો ફણ તી સજીવન હોય. 26ને જી કાય જીવંત વ્યક્તિ મારે પાર વિશ્વાસ કરત હા,તી કોઈ દિહી મરે નિજ,’તું એવો વિશ્વાસ રાખતી હા.?27.તીએ તીયાણે કય કા, હાપ્રભુ મયે વિશ્વાસ કદો હા કા તું ઈશ્વરણે ડીકરોહો ખ્રિસ્ત હા,જો દુનિયા માં આવનાર હા,તો જ તું હા. 28. એહે કયને માર્થા જતી રયી,ણે પોતાણે બેણીહી મરિયમણે છાનમાન હાદીને કય કા,ગુરૂ આવો હાને તુને હાદતો હા. 29.તી ઉનાતાજ મરિયમ તરાતુજ ઊઠીને તીયા પાહાય ગોય.30.ઇસુ તે આજુ ગામમાં કાયની આવનો,ફન જીયે માર્થા તીયાણે મીલીની તીયે જાગે હોતનો. 31.તીયા જે યહૂદીઑ તીયા હારી ઘરમાં હોતના ણે તીયાણે સાનત્વના આપતાના, હેજ્જ કા મરિયમ વેલી ઉઠીને બાયરે ગોઈ તીયા તે કબર પાર રન્ને જાતિ હા,હેવ વિચારીને તે મરિયમણે પાછાલ ગયા. 32.ઇસુ જીયે હોતનો તીયે મરિયમે આવીને તીયાને હેજજો,તીયા તીયે તીયાણે પગે પળીને ઇસુણે કતી યા કા,પ્રભુ જો તું ઇયે હોતો,તે મારે ફાહા મૃત્યુ ની પામતો.33.તીયા ઇસુ એ તીયેણે રડતી દેખીને જે યહુદીઓ તીયે હારી આવના તીણાહાય ફન રડતાં દેખીને,મનમાં નિશાસો મુક્તા ણે આત્મામાં વ્યાકુળ હોઈને, 34.પૂછછ કા ‘ તુમહાય તીયાણે કા મુકચો હા.? તીણાહાય તીયાણે કય કા પ્રભુ આવીને હેદ. 35.ઇસુ રયળો.36તી હેદીને યહૂદીઓહીય કય કા, ‘હેદ,તો તિયા પાર કતરો બદો પ્રેમ રાખતોનો.જ 37. ફણ તીણે માણાહાય અમુકે કય કા, જીયે આંદળા હાય ડોલા ઊગાયડા,તિયામાં ઓ માનુહુ મૃત્યુ ની પામે તેવ કરવાની ફન શક્તિ કાયની હા.?38.પાસો ઇસુ નિસાસો નાખીને કબર પાહાય આવો, તે તે ગુફા હોતની,ણે તિયા પાર એક પથરો મૂકીનો હોતનો. 39.ઇસુએ કય કા,’પથરાણે ખસેડા.મરણ પામીનાણે બેણીહી માર્થાએ તિયાણે કય કા,પ્રભુ ,હવે તે તિયા દેહમાથી વાશ આવતી હોય,કેહકા આજથી તિયાણે મૃત્યુણે ચાર દિહી હોય ગયા હા.’’ 40.ઇસુ તીયેણે કતો હા કા,’ જો તું વિશ્વાશ કરેહે,તે તું ઈશ્વરણે મહિમા હેદેહે,હેવ મયે તુને કાયની કય હા કા.?’’41.તીયા તીણાહાય પથરો હટાવ્યો,ઇસુએ આંખ ઉચી કરીને કય કા ,’ઓ બાપ,તુયે મારે ઉનાય હા,એટલે હાય તોરે આભાર માનતો હામ. 42.તું નિત્ય મારે ઉનાતો હા,તી હાય જાણતોનો,ફણ જી માણહે આજુબાજુ ઊભા રાખીને હા,તી વિશ્વાશ કરાત કા,તુયે માને મુકીન્યો હા,એટલે તીયણે નેદે મયે ઇ કય.’’43.એહે બોન્યો પુઠી તીયે મોટા અવાજે બૂમ પાડીકા ‘ લાજરસ,બાર આવ.’’ 44.તીયા જો મરણ પામીનો હોતનો તીયા હાથ પગ દફનને નૂગડે બાંદીનો બાર આવો.તીયાને મોં પાર રૂમાલથી વિટાડીનો હોતનો.ઇસુએ તીણહાય કય,તીયાને બાંદીનછોડી નાખાં ને તીયાને જવા દિયા.45.એટલેજ યહુદીઓ મરિયમ પાહાય આવના,ને તીણાહાય ઇસુએ જી દફન તી હેદીન,તીણેમાંણા ઘણાહાય તિયા પાર વિશ્વાશ ક્દો. 46.ફણ તીણેમાંણા ઘણાહાય ફરોશીઓહી પાહાય જાયને ઇસુએ જી કા કદને તી તીણાહાય કાઇ ઉનાવ્ય.47.એટલે મુખ્ય યાજકો ને ફરોશીઓહિય સભા બેહાડીને કય કા ,’આપડે કાજા કરતે.? કેહકા માનુહુ તે ઘણે ચમત્કારિક ચિન્હ કરતો હા. 48.જો આપણે તિયાણે એહેજ રવા દેહેવ,તે બદે તિયા પાર વિશ્વાશ કરી ણે રોમોના આવીને આપણે રેહઠાણ ને આપણે દેશ ને નીય.49. ફણ કાયાફા નામે તીણેમાણો એક જો તિયા પ્રમુખ યાજક હોતનો,તીયે તીણાહાય કય કા ,’તુમે કાઇ જાણતા કાયની. 50.વિચારતા કાયની કા માણાહાય માટે એક માનુહુ બલિદાન આપે ને તિયાથી બદી પ્રજાણે નાશની હોય,તી તુમારે માટે હિતકારક હા.’’51તીયે તે ઇ પોતાને તરફ થી કાયની કયન,ફણ તિયા વારસામાં તે પ્રમુખ યાજક હોવાથી તીયે ભવિષ્ય કય કા,માણાહાય ફાગ ઇસુ મરણ પામી. 52.ન ખાલી યહૂદી માંણહાય ફાગની,ફણ ઈયા માટે કા ઈશ્વરણે વિખોટો પાળીને બાળકો હીય ફણ તો એકઠે કરીને તીણાહાય એક કરે. 53એટલે તીયે દિહીથી માંડીને તીયાણે મારી નાખવાની તે યોજના કરતાના.54.એટલે તિયા પુઠી યહુદીઓમાં ઇસુ જાહેર રીતે ફિયરો કાયની,ફણ તીયો અરણ્ય પાહેણો પ્રાંતણે એફ્રાઇમ નામણે હેરામાં ગો ને પોતાણે શિષ્યો હારી તે રયા. 55.હવે યહુદીઓણે પારખાપર્વ પાહાય હોતન. પાસ્ખા આગાલ ઘણે માંણેહે પોતાણે શુદ્ધ કરને બીજા ગામથી યરુશાલેમમાં ગને.56.એટલે તીણાહાય ઇસુણે શોધ કદી ને ભક્તિસ્થાનમાં ઊભા રાખીને તીણાહાય પરસ્પર કય કા,તુમાહાય કાજા નાગત હા.? કા પર્વમાં તો આવવાણો કાયની.? 57.હવે મુખ્ય યાજકોને ફરોશીઓહિય એવી આજ્ઞા આપીની કા,જો કોઈ માણહાણે ખબર પળે તિયા ઇસુ કા હાશે તે તીયે ખબર આપવાની,એટલે કા તે ફરોશીઓ તિયાણે થરાત.
1. પાસ્ખાપર્વણે છ દિહી આગાલ ઈસુ બેથાનીયા આવો, લાજરસ,જીયાણે ઇસુએ મરણમાંથી સજીવન ક્દનો તો તીયે હોતનો. 2.એટલે તિણાહાય તિયા ફાગ ખાવાણ તિયાર કદન ને માર્થા ખાવાણ વેચતીની, લાજરસ ઇસુણે હારી ખાણે બેઠણે તિણેમાણો એક હોતનો. 3.તિયા સમયે મરિયમે બ મૂલ્યવાન શુદ્ધ જટામાસીણ અડદો કિલ્લો અત્તર નેયને ઇસુને પગે લાગવ્ય.ને તિયણે નિભાલાહાથી તિયાણે પાગ નૂસ્સા; અત્તરણે સુગંધ આખા ખરમાં હોય ગોય.4.તિયાણે શિષ્યોમાણો એક,યહૂદા ઇસ્કારિયોત,જો તીયાણે પરસ્વાધીન કરનારો હોતનો,તીયે કય કા, 5.ઇ અત્તર ત્રણસો દીનારે ઈઝરાયેલને પયાહા વેચીને ગરીબોહીય કેહ આપવામાં કાયની આવ.? 6.હવે ઇ જી તીયે કય તિયણે કારણ તી કાયની હોતન કા તીયાણે ગરીબોહેય માટે લાગણી હોતની.’ફણ તો ચોર હોતનો ણે થેલી રાખતોનો.તિયામાં જી નાખવામાં આવત તી તો ચોર નેતનો એટલે માટે કય.7.તિયા ઇસુએ કય કા ,’મારે દફનાવવાણા દિહિણે ફાગ મરિયમણે હેવ કરવા દે. 8.કે હેકા ગરીબો હંમેશા તોરે હારી હા,’ફણ હાય સદા તુમારે હારી કાયની હામ.’’9.તીયા યહૂદીઓમાણા ખણા માણાહાય જાયણ કા તો તીયે હા, તિયા તી એખના ઇસુણે નેદે કાયની, ફણ લાજરસ જિયાણે તીયે મરણમાથી જીવતો કદનો તીયાણે ફણ હેદણે આવે. 10.મુખ્ય યાજકોહીય લાજરસણે ફણ મારી નાખવાણો પ્રયત્નો ક્દો. 11.કેહેકા તિયા કારણથી ખણે યહુદીઓ નાહાય ગયે ને ઇસુ પાહાય વિશ્વાસ કદો.12.બીજે દિહી પર્વમા આવને ખણે માણાહાય એવ ઉનાય કા,ઇસુ યરુશાલેમ આવતો હા. 13.તીયા ખજૂરીણે ડાલખે નેયને તી તીયાને મિલ્લે ગયે; ને મોટા અવાજે કય કા ,’ હોસાન્ના’, પ્રભુણે નામે ઈઝરાયેલને જો રાજા આવતો હા, તો આશીર્વદિત હા.14.ઇસુણે ગેધડાણે એક વછેરો મિલ્યો તીયા તીયા પાર તો બેઠો, જેહે નખીન જ તેહ કા, 15. ઓ સિયોનને દીકરી, બિતી નખે; હેદ, તોરે રાજા ગેધડાણે વછેરા પાર બેહીને આવતો હા.’’'16.પેલ્લા તીયાણે શિષ્યો એ વાત હમજીના કાયની , ફણ ઇસુ મહિમાવાન હોવો, તીયા તીયણાહાય યાદ આવ કા, ઇસુણે સબંધી એ વાત નખીની હા, તીયા જ પ્રમાણે તીયે તીયણાહાય કદ હા.17. તીયે લાજરસણે કબરમાથી હાદજો ને મરીનામાંથી જીવતો કદો, તીયે વખાતે જી માણેહે તીયા હારી હોતને,તીયણાહાય ઈ બીનાણે સમર્થન આપ્ચ. 18.તિયા કારણથી ફણ માણેહે તીયાણે મિલ્લે ગયે; કેહકા તીયે ઇ ચમત્કારિક ચિન્હ કદન તેવ તીયણાહાય ઉનાયન. 19.એટલે ફરોશીઓહીય પરસ્પર કય કા,’હેદા, આપળે તે કાંઈ વલત કાયની; હેદા, આખ માનવ જગત તિયાણે પાછાલ ગ હાસે.20.હવે પર્વમાં ભજન કરને જી આવને,તીયણેમાણે કતરેક માણેહે ગ્રીક હોતને. 21.એટલે તીણાહાય ગાલીલને બેથસાઈદાણે ફિલિપને પાહાય આવીને તીયાણે વિનંતી કરીને કય કા, ભાઈ,આમે ઇસુણે હેદણે માંગતે હામ.’’ 22. ફિલિપે આવીને આનિદ્રયાને કય; આનિદ્રયા ને ફિલિપે આવીને ઇસુણે કય.23.તિયા ઇસુએ તીણાહાય જવાબ કયો કા, માણાહાણે દિખરાહાણે મહિમાવાન હોવાનો સમય આવો હા. 24.હાય તુમાહાય ચોક્કસ કતો હામ, જો ઘઉંણે દાણો જમીનમાં પળીને મરતો કાયની, તે તો એવોજ રતો હા; ફણ જો તો મરે, તે તો ખણા ફણ આપતો હા.25.જી પોતાને જીવ હાચીવત હા, તી તીયાને ગુમાવત હા, જી ઈયા જગતમાં પોતાણે જીવ પાર દ્રેશ કરત હા, તી અનંતજીવનને હારું તીયાણે બચાવી રાખી. 26.જો કોઇ મારે સેવા કરતો હોય, તે તીયે મારે પાછલ ચાનવ; ને જીયે હાય હામ, તીયે મારે સેવક બી રય; જો કોઈ મારે સેવા કરતો હોય, તે બાપ તીયાણે માન આપી.27. હવે મારે જીવ વ્યાકુળ હોવો હા; હાય કામ કર ? ઓ બાપ, માને ઇયે વેલાથી બચાવ. ફણ ઈયા નેદે જ તે હાય ઇયે વેલા હુદી આવો હામ. 28.ઓ બાપ, તોરે નામણે મહિમા હોય, તીયા સ્વર્ગમાંથી એવી વાણી હોવી કા,’ મયે તીયાણે મહિમા કદો હા ને પાછો કરીહી. 29.તીયા જી માણાહાય પાહાય ઊભા રાખીને તી ઉનાયન તીણાહાય કય કા,’ગર્જના હોવી, 'બીજાહાય કય કા સ્વર્ગધૂતે તીયા હારી વાત કદી.’’'30. ઇસુએ જવાબ આપતા કય કા, 'એ વાણી મારે ફાગી કાયની, ફણ તુમારે ફાગી હોવી હા. 31. હવે ઈયા જગતણે ન્યાય કરવામા આવો હા; હવે ઈયા જગતણે આધિકારીણે બાર કાડી મૂકવામા આવી.32. ને જો હાય પૃથ્વી પારથી ઊંચો કરાઇહી, તે હાય બદાહાય મારે પોતાણે ફણી ખેચીહી. 33.પોતાણે મરણ કાણી રીતે હોવાણ હા, તી સૂચવીને તીયે ઈયા પ્રમાણે કય.34.એટલે માણાહાય તીયાણે જવાબ આપચો કા, 'ખ્રિસ્ત સદા રય, એહે આમાહાય નિયમશાસ્ત્રમાંથી ઊનાય હા; તે માણાહાણે દિખરોહો ઊંચો કરાવા જોજે, એહે તું કેહે કતો હા ? ઓ માણાહાણે દિખરોહો કીડો હા? 35. તીયા ઇસુએ તિણાહાય કય કા, ’આજુ થોડીકવાર તુમારે મધ્યે પ્રકાશ હા; જીયે હુદી તુમાહાય પ્રકાશ હા, તીયે હૂદી ચાલા, ભલેને અંધકાર તુમારે પાર આવી પડે; ને જી અંધકારમાં ચાનતે હા તો જાણતો કાયની કા તો પોતે કા જાતો હા. 36.જીયે હુદી તુમાહાય પ્રકાશ હા, તીયે હુદી પ્રકાશ પાર વિશ્વાશ કરા, એટલા હારુ કા તુમે અજવાળાણે દિખરેહે હોત. એ વાત કયને ઇસુ જાતો રયો, ને તીયણેથી હુંતાય ગો.37. ઇસુએ અતરે બદે ચમત્કારિક ચિન્હો તિયણે દેખતા કદના, તો બી તીણાહાય તીયા પાર વિશ્વાસ કદો કાયની. 38.અતરા હારુ કા યશાયા પ્રબોધકણે વચન પૂર હોય કા, 'પ્રભુ, આમહાય જી કવામા આવ તીયા પાર કિડે વિશ્વાશ કદો હા ? પ્રભુણે હાથ કિડાને આગાલ પ્રગટ હોવો હા ?39.એટલે તી વિશ્વાશ કરી કાયની અખસે, કેહે કા પાછ યશાયા પ્રબોધકે કયન કા , 40.તી આંખથી હેદતે કાયની, મનથી હમજાત ની, પાછે ફિરાત ની, હાય તીણાહાય હારે કર ની, એટલે તીણાહાય તિયણે આંખ અંધ કરી હા. ને તિયણે મન કઠોર હોય ગયે હા.41.યશાયાએ તીયાણે મહિમા હેદીનો તીયે એ વાત જાણવી; ને તીયા વિષે બોન્યો. 42.તો બી અધિકારીઓમાણા ફણ ખણાહાય તિયા પાર વિશ્વાશ કદો; ફણ ફરોશીઓ આમાહાય સભાસ્થાનમાંથી કાળી મૂકી, એ બીકથી તીણાહાય તીયાણે જાહેરમા કબૂલ કદ કાયની. 43. કેહેકા ઈશ્વરણે તરફથી હોતી પ્રસંશા કરતાં તી માણાહાય તરફથી હોતી પ્રસંશા વદારે પસંદ કરતેને.44.તીયા ઇસુએ ઉંચા અવાજે કય કા, મારે પાર જી વિશ્વાશ કરતો હા, તો એખનો મારે પાહાય કાયની, ફણ જીયે માને મૂકીન્યો હા, તીયા પાર ફણ વિશ્વાશ રાખતે હા. 45. જી માને હેદતે હા, તી જીયે માને મૂકીન્યો હા તીયાણે ફણ હેદતે હા.46. જી કોઈ મારે પાર વિશ્વાશ રાખતે હા, તી અંધકારમાં ની રય એટલે દુનિયામાં હાય પ્રકાશરૂપે આવો હામ. 47.જો કોઈ મારે વાત ઉનાયને તીયાને પાલતે કાયની, તે હાય તીયાને ન્યાય કરતો કાયની, કેહેકા હાય માનવજગતણે ન્યાય કરને કાયની, ફણ માનવજગતણે ઉદ્ધાર કરને આવો હામ.48. જી મારે ઇનકાર કરત હા ને મારે વાત સ્વીકારતે કાયની, તીયાને ન્યાય કરવા વાળો એક હા; જે વાત મયે કય હા તેજ અંતિમને દિહી તો જ તીયાને ન્યાય કરી. 49.કેહેકા મયે પોતાણે તરફથી કાયની કય કા, ફણ મારે કાજા કવ, ને મારે કાજા બોનવ. ઈયા વિષે પિતા જીયે માને મૂકીન્યો હા તીયે માને આજ્ઞા આપી હા. 50. તીયાણે આજ્ઞામાં અનંતજીવન હા, તી હાય જાણતો હામ; એટલે હાય જી કાય બોનતો હામ, તી જેવ પિતાએ માને કય હા તેવજ બોનતો હામ.
1. હવે પાસ્ખાપર્વ આગાલ પોતાણે ઈયા દુનિયમાંથી પિતાણે પાહાય જાવાણો સમય આવો હા તી જાણીને ઇસુએ દુનિયામાંણે પોતાણે માણહે, જીયણે ઉપાર તો પ્રેમ રાખતોનો, તીયણે પાર છેન્ના હુધી પ્રેમ રાખશો. 2.તો ખાતનો તેવામાં, શેતાને તે આગાલથી સિમોનણે દિખરોહો યહુદા ઇસકારિયોતણે મનમાં તીયે પરસ્વાધીન કરવાણો વિચાર મૂકીનો.3.ઇસુએ જાયણ કા પિતાએ બદી વસ્તુ તિયાણે હાથમાં આપી હા, ને તો ઈશ્વરણે પાહાયથી આવો હા ને ઈશ્વરણે પાહાય જાતો હા. 4.ઇસુ ખાતનો તિયા જાગા પાહાયથી ઊબો રાખો ને તિયાણે પોતાણે ઝબ્ભો ઉતાયરો. પુઠી તીયે રૂમાલ નેયને પોતાણે કમરે બાંધી. 5.તિયા પુઠી વાહણામાં પાણી નેયને, શિષ્યોહીય પાગ ધોણે ને જે રૂમાલ પોતાણે કમરે બાંધીની તિયાથી નુસણે લાગો.6.તિયા પ્રમાણે કરતાં કરતાં તો સિમોન પિતરણે પાહાય આવો. તિયા સિમોન યે કય કા, 'પ્રભુ, તું મારે પાગ થોતો હા ?"' 7. ઇસુએ તિયાણે કય કા, ’હાય જી કરતો હામ, તી તુ અમુ જાણતો કાયની; ફણ હવે પુઠી તું હમજે હે. 8. પિતર તિયાણે કતો હા કા, ’હાય કોઈ દિહી બી મારે પાગ ની થોવા દેમ. ઇસુએ તિયાણે કય કા, ’જો હાય તુને ની થોમ તે મારે હારી તોરે કાઇ લાગભાગ કાયની હા. 9.સિમોન પિતર તિયાણે કતો હા કા, ’પ્રભુ, એખના મારે પાગુજ કાયની, ફણ મારે હાથ ને મું બી થો.’’'10.ઇસુ તિયાણે કતો હા, 'તીયે સ્નાન કદહા, તિયાણે પાગ સિવાય બીજ કાંઇ થોવાણ અગત્ય કાયની હા, તો પૂરો શુદ્ધ હા; તું શુદ્ધ હા, ફણ બદે કાયની. 11.કેહે કા પોતાણે પરસ્વાધીન કરવાવાલાણે જાણતેને; એટલે તીયે કય કા, 'તુમે બદે શુદ્ધ કાયની હા.’’12.ઈયા પ્રમાણે તીયણે પાગ થોઈને પુઠી તીયે તિયાણે નૂગડે પેયરે ને પાછો ખાણે બેહીને તિણાહાય કય કા, ’મયે તુમાહાય કાજા કદ હા, તી તુમે હમીજતે હા ? 13.તુમે માને ગુરુ ને પ્રભુ કતે હા , ને તુમે હાચ જ કતે હા, કેહે કા હાય તોજ હામ.’’ 14.એટલે મયે પ્રભુએ ને ગુરુએ જો તુમારે પાગ થોયા, તે તુમારે બી એકબીજાને પાગ થોવા જોજે. 15. કેહેકા જેવ મયે તુમાહાય કદ, તેવ તુમે બી કરા, એટલે મયે તુમાહાય નમૂનો આપચો હા.16.હાય તુમાહાય ચોક્કસ કાતો હામ કા, ’નોકાર પોતાણે શેઠ કરતાં મોટો નાથ; ને જો મૂકનાયનો હા તો પોતાણે મૂકીનનાર કરતાં મોટો નાથ."' 17. જો તુમે એ બાબત જાણીને તિયાણે અનુકરણ કરાત, તે તુમે આશીર્વદિત હા. 18. હાય તુમારે બદા સંબંધી નાથ કતો; જીણાહાય મયે પસંદ ક્દે હા તીણાહાય હાય જાણતો હામ; ઇ નખીન પૂર હોય એટલે ઇ હોવા જોજે ' ફણ જી મારે હારી રોટલી ખાત હા, તીયે મારે વિરરૂદ્ધ પોતાણે લાત ઉગામી હા,’’'19. તી બીના બન્યા પેલા હાય તુમહાય કતો હામ અતરા માટે કા, 'જીયે એ બાબત હોય, તીયા તુમે વિશ્વાસ કરાત, કા હાય તો હામ.’’' 20.ચોક્કસ હાય તુમાહાય કતો હામ કા, જીયા કોયણે હાય મૂકીન્તો હામ તિયા અંગીકાર જી કરત હા, તી મારે અંગીકાર કરતે હા, ને જી મારે અંગીકાર કરતે હા તી માને મૂકીનનારણે અંગીકાર કરતે હા.21. એહે કયા પુઠી ઇસુ આત્મામાં વ્યાકુળ હોવો; ને ગંભીરતાથી કય કા, હાય તુમાહાય ચોક્કસ કતો હામ કા, તુમારેમાંણા એક માને પરસ્વાધીન કરી. 22તો કીડા વિષે બોનતો હા તીયા સબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા ફણી હેદજ.23.હવે જમવાણે સમયે તિયાણે શિષ્યોમાણો એક, જીયા પાર ઇસુ પ્રેમ રાખતોનો, તો ઇસુણે છાતીણે અઢીને બેઠો. 24. સિમોન પિતર તિયાને ઈશારો કરીને કતો હા કા, તો કીડા વિષે બોનતો હા, તી આમાહાય ક. 25.તીયા તો જેહે ઈસુણે છાતીણે અઠીને બેઠનો, તેહેજ ને તેહેજ તીયાણે પૂછતો હા કા, પ્રભુ, તો કીડો હા?26.ઇસુ કતો હા કા, 'હાય કોયળો બોલીને જિયાણે આપીહી તો જ તો હા, પુઠી કોયળો નેયને તો સિમોન ઇશ્કારિયોતણે ડીખરોહો યહૂદાણે આપતો હા. 27ને કોયળો નેદા પુઠી તિયામાં શેતાન આવો, એટલે ઇસુ તિયાણે કતો હા કા, જી તું કરવાણો હા, તી વેલો કર.’’'28. હવે તીયે તિયાણે કેહે તી કય તી ખાણે બેઠને તિયણેમાંથી કોઈ હમજીય કાયની. 29.કેહેકા અરધાહાય એહે થાયર કા, યહૂદાણે પાહાય થેલી હા એટલે ઇસુએ તિયાણે કય કા, પર્વણે ફાગ આપણાંહાય જિયાણે મહત્વ હા તી નેણે ને ગરીબોહીય કાંઇ આપણે કય. 30. તીયા કોળિયો નેયને તો તરાત બાર ગો. ને તે રાત હોતની.31.જીયા તો બાર ગો, તીયા ઇસુ કતો હા કા, હવે માણાહાણે ડીખરોહો મહિમાવાન હોવો હા, તિયામાં ઈશ્વર મહિમાવાન હોવો હા. 32.ઈશ્વર તિયાણે પોતામાં મહિમાવાન કરીને તિયાણે વેલો મહિમાવાન કરી. 33.ઓ નાના બાળકો, હવે પુઠી થોડા સમય હુદી હાય તુમારે હારી હામ; તુમે માને હેદાહા; 'જેહે યહૂદીઓહીય કયન કા, ’જીયે હાય જાતો હામ તીયે તુમે આવી શકતે નાથ, તેહે હાય અમુ તુમાહાય બી કતો હામ.34. હાય તુમાહાય નવી આજ્ઞા આપતો હામ, કા તુમે એકબીજા પાર પ્રેમ રાખા, 35.જો એકબીજા પાર તુમે પ્રેમ રાખાત તે તિયાથી બદે માણહે જાણી કા તુમે મારે શિષ્યો હા.36. સિમોન પિતર તિયાણે કતો હા કા, ' પ્રભુ, તુ કાં જાતો હા? ઇસુએ ક કય, ' જીયે હાય જાતો હામ, તીયે તુ અમુ મારે પાછાલ આવી હખતો કાયની; ફણ પુઠી મારે પાછાલ આવેહે. 37. પિતર તિયાણે કતો હા કા, ' પ્રભુ, હાય અમુજ તોરે પાછાલ કેહે ની આવી હખ? તોરે ફાગો હાય મારે જીવ બી આપીહી. 38. ઇસુ કતો હા કા, શું તું મારે ફાગો જીવ આપેહે? હાય તુને ચોક્કસ કતો હામ કા, " મરઘો બોન્યા પેલા તું તીન વાર મારે નકાર કરેહે. "'
1. તુમારે હૃદયણે દુ:ખી હોવા ની દેયા; તુમે ઈશ્વર પાર વિશ્વાસ રાખતે હા, મારે પાર બી વિશ્વાસ રાખા. 2. મારે પિતાણે ખરમાં રવાણી જાગા ખણી હા, ની હોત તે હાય તુમહાય કતો; હાય તે તુમારે ફાગો જાગા તીયાર કરને જાતો હામ. 3. હાય જાયને તુમારે ફાગો જાગા તીયાર કરીહી, પુઠી હાય પાછો આવીહી ને તુમાહાય મારે પાહી નેય જાહી, એટલે કા જીયે હાય રતો હામ તીયે તુમે બી રત.4. હાય જીયે જાતો હામ તીયણો રસ્તો તુમે જાણતે હા."' 5.થોમા તિયણાહાય કતો હા કા, 'પ્રભુ, તું કાં જાતો હા, તી આમે જાણતા નાથ; તીયા આમે રસ્તો કેહે કરીન જાણજે ? "' 6. ઇસુ તીયાણે કતો હા કા, ' માર્ગ, સત્ય ને જીવન હાય હામ; મારે મદદ વગાર પિતાણે પાહી કોઈ આવત નાથ. 7. તુમે જો માને ઓલખીતે તે મારે પિતાણે બી ઓલખીતે; હવેથી તુમે તીયાણે ઓલખીતે હા ને તીયાણે હેજજો હા.8. ફિલિપ તીયાણે કતો હા કા, ' પ્રભુ, આમાહાય પિતા દેખાડ, તી આમારે ફાગ પૂરત હા. 9. ઇસુ તિયાણે કતો હા કા, ' ફિલિપ, ખણા સમય હુદી હાય તુમારે હારી રયો હામ, તોબી તુમે માને ઓલીખતે નાથ? જીયે માને હેજજો હા તીયે પિતાણે હેજજો હા; તે તું કાજા કરને કતો હા કા, ' આમાહાય પિતા દેખાડ?10. હાય બાપામાં હામ ને બાપ મારેમાં હા, હેવો વિશ્વાસ તું કરતો હા કા કાયની? જે વાત હાય તુમહાય કતો હામ તે હાય મારે પોતાણે તરફથી નાથ કતો; ફણ પિતા મારેમાં રયને પોતાણે કામ કરતો હા. 11. હાય બાપામાં હામ ને બાપ મારેમાં હા, હેવો વિશ્વાસ મારે પાર કરા, ની તે કામણે નેદેજ મારે પાર વિશ્વાસ રાખજા."'12. હાય તુમાહાય હાચુજ કતો હામ કા, ' હાય જે કામ કરતો હામ તી જી મારે પાર વિશ્વાસ કરનારે બી કરી તે તીયા કરતાં બી મોટે કામ કરી; કેહેકા હાય પિતાણે પાહી જાતો હામ. 13. જી કાંઈ તુમે મારે નામથી માગાહા, તી હાય આપીહી, એટલે હારુ કા પિતા ડિખરાહામાં મહિમાવાન હોય. 14. જો તુમે મારે નામથી મારે પાહી કાંઈ માગાહા તે તીયા પ્રમાણે હાય કરીહી.15. જો તુમે મારે પાર પ્રેમ કરતે હા તે મારે આજ્ઞા પાલાહા. 16. ને હાય પિતાણે પ્રાર્થના કરીહી ને તો તુમહાય બીજો એક સહાયક તુમારે પાહાય કાયમ રણે હારુ આપી. 17. એટલે સત્પણો આત્મા, જીયાણે માનવજગત પામી શકત કાયની; કેહેકા તીયણાહાય તી હેદી હખતે નાથ ને તીયણાહાય જાણાત નાથ; ફણ તુમે તીયાણે જાણતે હા; કેહેકા તો તુમારે હારી રતો હા ને તુમારેમાં વહતી કરી.18હાય તુમાહાય અનાથ ની મૂકી દેમ; હાય તુમારે પાહાય આવીહી. 19. થોડીકવાર પુથી દુનિયા માને પાછો હેદી ની હખી, ફ્ણ તુમે માને હેદાહા; હાય જીવતો હામ એટલે તુમે બી જીવાહા. 20. તીયા દિહી તુમે જાણાહા કા, હાય મારે પિતામાં હામ. તુમે મારેમાં હા ને હાય તુમારેમાં હામ.21. જીયાણે પાહાય મારે આજ્ઞા હા ને જી તીયાણે પાલતે હા, તી જ મારે પાર પ્રેમ રાખતે હા; ને જી મારે પાર પ્રેમ રાખતે હા તીયા પાર મારે પિતા પ્રેમ રાખી ને હાય તીયા પાર પ્રેમ રાખીહી ને તીયાણે આગાલ હાય પોતાણે પ્રગટ કરીહી. "' 22. યહૂદા, જો ઈશ્કારિયોત કાયની, તો તિયાણે કતો હા કા, ' પ્રભુ, તુમે પોતાણે આમારે આગાલ પ્રગટ કરાહા ને દુનિયાણે હામે ની, તિયાણે કારણ કાજા હા? "'23. ઇસુએ જવાબ આપ્ચો કા, ' જો કોઈ મારે પાર પ્રેમ રાખતો હોય, તે તો મારે વચન પાલી; ને મારે પિતા તીયા પાર પ્રેમ રાખી; ને આમે તીયાણે પાહાય આવીને તીયાણે હારી રહું. 24. જો મારે પાર પ્રેમ રાખાતો કાયની તો મારે વચનને પાલતો નાથ. જી વચન તુમે ઊનાતે હા તી મારે કાયની, ફણ જે પિતાએ માને મૂકીન્યો હા તિયાણે હા.25. હાય આજુ તુમારે હારી રતો હામ હતરામાં મયેં તુમાહાય તી વચને કયે હા. 26. ફણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જીયાણે પિતા મારે નામથી મૂકની આપી, તી તુમાહાય બધજ હોખવી ને મયેં જી બધ તુમાહાય કય હા તી બધજ તુમાહાય યાદ કરાવી. 27. હાય તુમાહાય શાંતિ આપીને જાતો હામ; મારે શાંતિ હાય તુમાહાય આપતો હામ; જેહે માનવજગત આપત હા તેહે હાય તુમાહાય આપતો નાથ. તુમારે હૃદયણે દુ:ખી ની હોવા દેયા; ને બીવા બી નખે દેતા.28. મયેં તુમાહાય જી કય તી તુમા હાય ઊનાય હા કા, ' હાય જાતો હામ, તુમારે પાહાય પાછો આવતો હામ. જો તુમે મારે પાર પ્રેમ રાખતે હોય, તે હાય પિતાણે પાહાય જાતો હામ, તીયાથી તુમાહાય ખુશી હોતી; કેહેકા મારે કરતાં પિતા મહાન હા. 29. હવે જીયાં હે બાબતો હોવી તીયા તુમે વિશ્વાસ કરાત એટલે તી હોવા પેલા મયેં અમેજ તુમાહાય કય હા.30. હવે હાય તુમારે હારી બો વાત કરવાણો કાયની, કેહે કા ઈયા જગતણે અધિકારી આવતો હા, તે તીયાણે મારે પાર કોઈ ફાગ નાથ; 31. ફણ માનવજગત જાણે કા હાય પિતા પાર પ્રેમ રાખતો હામ ને પિતાએ માને આજ્ઞા આપી હા, તેહે હાય કરતો હામ એટલે હારુ હોત હા, ઊભા રાખા, ઈયથી આપળે જાતા. "'
1.ખરો દ્રાક્ષાવેલો હાય હામ ને મારે પિતા માલી હા. 2.મારેમાણી બદી ડાલી જીયાણે ફલ આવત કાયની તિયાણે તો કાપી નાખતો હા ; ને જે ડાલાહાય ફલ આવત હા, તી બદાહાય વદારે ફલ આવે તિયા ફાગ તો તિયાણે શુદ્ધ કરતો હા.3.જી વચને મયે તુમાહાય કયે હાસે તિયાણે દ્વારા હવે તુમે શુદ્ધ હોય ગયે હા. 4.તુમે મારેમાં રયા ને હાય તુમારેમાં રહીય; જેહ ડાલ વેલામાં રયા વગાર પોતાણે જાતે ફલ આપી હખત કાયની, તેહ તુમે બી મારેમાં રયા વગાર ફળ આપી હખતે કાયની.5.હાય તે દ્રાક્ષાવેલો હામ; ને તુમે ડાલે હાસે ; જી મારેમાં રતે હા ને હાય તીયણેમાં રતો હામ, તી જ વદારે ફળ આપતે હા; કેહ કા મારેથી આગે રયને તુમે કાંઈ કરી હખાત ની. 6.જો કોઈ મારેમાં કાયની, તી ડાલાહાય કાણી તિયાણે બાયરે ઉડારી નાખવામાં આવતે હા ; ઉડારી નાખાયને ડાલે હુખાય જાતે હાસે ; ફૂટી નોકે તીણાહાય એકઠે કરીને આગડામાં નાખતે હા ને તીણાહાય બાલી નાખવામાં આવતે હા. 7.જો તુમે મારેમાં રત; ને મારે વચને તુમારેમાં રત, તે જી કાંઈ તુમે ચાહા તી માંગા, એટલે તી તુમાહાય મીલી.8.તુમે બોજ ફળ આપા, હિયામાં મારે પિતા મહિમાવાન હોવતો હા; ને તેથી તુમે મારે શિષ્ય હોવાહા. 9.જેહ પિતાએ મારે પાર પ્રેમ રાખ્યો હાસે, તેહ મયે બી તુમારે પાર પ્રેમ રાખ્યો હા; તુમે મારે પ્રેમમાં રયા.10.જેહ હાય મારે પિતાણે આજ્ઞાઓ પાલીને તિયાણે પ્રેમમાં રતો હામ, તેહ જો તુમે મારે આજ્ઞાઓ પાલા તે તુમે મારે પ્રેમમાં રહા. 11.મારે આનંદ તુમારેમાં રય; ને તુમારે આનંદ સંપૂર્ણ હોવે, હીયા માટે મયે તુમાહાય એ વાત કય હાસે.12.મારે આજ્ઞા એ હા કા, 'જેહ મયે તુમારે પાર રાખ્યો હા, તેહ તુમે એકબીજા પાર પ્રેમ રાખા. " 13.પોતાણે મિત્રોણે હારુ પોતાણે જીવ આપવાણો, તિયાં કરતા મહાન અન્ય કોઈ પ્રેમ કાયની.14.જે આજ્ઞાઓ હાય તુમાહાય આપતો હામ તે જો તુમે પાલાત તે તુમે મારે મિત્ર હા. 15.હવેથી હાય તુમાહાય દાસ કતો કાયની; કેહ કા પોતાણે શેઠ જો કરતો હા તો દાસ જાણતો કાયની; ફણ મયે તુમાહાય મિત્ર કયો હા ; કેહ કા જે વાત મયે મારે પિતા પાહાયથી ઉનાયી હોતની તે બદી મયે તુમાહાય જાણાવી હા.16.તુમાહાય માને પસંદ કદો કાયની, ફણ મયે તુમાહાય પસંદ કદે હા; ને તુમાહાય મોકીન્યાં હા, કા તુમે જાઈને ફળ આપા ; ને તુમારે ફળ કાયમ રય. જેથી તુમે મારે નામે પિતાણે પાહાય જી કાંઈ માંગાત તી તુમાહાય તી આપે. 17.તુમે એકબીજા પાર પ્રેમ રાખા એટલે હાય તુમાહાય એ આજ્ઞાઓ આપતો હામ.18.જો દુનિયા તુમારે દ્વેષ રાખે તે તુમારે પેલા તીયે મારો દ્વેષ કદો હા, હી તુમે જાણતે હા. 19.જો તુમે દુનિયાણે હોય તે પોતાણે હોવાથી દુનિયા તુમારે પાર પ્રેમ રાખે ; ફણ તુમે દુનિયાણે કાયની, ફણ મયે તુમાહાય દુનિયામાંથી પસંદ કદે હા, તેથી દુનિયા તુમારે પાર દ્વેષ રાખતી હા.20.દાસ પોતાણે શેઠથી મોટો કાયની, હેવી વાત મયે તુમાહાય કય તે યાદ રાખા, જો તીણાહાય માને સતાવ્યો હા, તો તુમાહાય બી સતાવી, જો તીણાહાય મારે વચનોને પાલન કદ તે તુમારે બી પાલી. 21.ફણ ઈ બદ મારે નામણે માટે તી તુમાહાય કરી, કેહ કા તી મારે મોકીન્નરાને જાણતે કાયની. 22.જો હાય આવો ની હોત ને તીણાહાય કય ની હોત, તે તીણાહાય પાપ ની નાગે; ફણ હવે તીણાહાય પાપ સંબંધી તીણાહાય બાન રય કાયની.23.જો મારે દ્વેષ કરતો હા, તો મારે પિતાણે બી દ્વેષ કરતો હા. 24.જી કામ બીજા કોઈએ કદે કાયની, તી જો મયે તીયણે મધ્યે કદે ની હોત, તે તીણાહાય પાપ ની નાગે ; ફણ હવે તીણાહાય માને ને મારે પિતાણે બી હેદજે હા, ને તોબી દ્વેષ રાખ્યો હા. 25.તીણાહાય નિયમશાસ્ત્રમાં વચન નખીન હા કા, 'તીણાહાય વગર કારણે મારે પાર દ્વેષ રાખ્યો હા, તી પૂર હોવે તિયાં માટે એવ હોવ.26.ફણ સહાયક, એટલે સત્યએણે આત્મા, જે પિતાણે પાહાયથી આવત હા, તિયાણે હાય પિતાણે પાહાયથી તુમારે પાહાય મોકની દેહેય ; તે જીયા આવી, તિયાં મારે સંબંધી સાક્ષી આપી. 27.તુમે બી સાક્ષી આપાહા, કેહ કા તુમે શરૂઆતથી મારે હારી હા.
1. કોઈ તુમાહાય ગેર માર્ગે દોરે ની,એટલે મયે તુમહાય ઇ વચન કયે હા. 2.તી તુમહાય સભાસ્થાનમાથી કાળી મૂકી; ખરેખર એવો સમય આવી કા જો કોઈ તુમાહાય મારી નાખે તે તી ઇશ્વરણે સેવા કરતહ,એહે તીયા નાગી.3.તિ પિતાણે ને માને જાણતે નાથ,એટલે તિ ઇ કામ કરી. 4.ફન જીયા તીયણે સમય આવી તીયા તુમે યાદ કરાત કા મયે તી તુમાહાય કયન,એટલે એ વચન મયે તુમાહાય કયા હા.આગાલ મયે એ વચન તુમાહાય કાયની કયના કેહેક હાય તુમારે હારી હોતનો.5. ફણ હવે હાય મારે મૂકીનનારા પાહાય જાતો હામ,ને તુમે કા જાતો હા હેવ તુમારેમાણ કોઈ માને પુછત કાયની. 6.ફણ મયે તુમાહાય એ વચનો કયા હા,એટ્લે તુમારે મન શોક થી ભરપૂર હા, 7તો ફણ હાય તુમાહાય હાચ કતો હામ ;મારે જાવણ તુમહાય હિતકારક હા,કેહકા જો હાય ની જામ તે સહાયક તુમારે પાહાય ની આવે,;ફણ જો હાય જામ,તે હાય તીયણેતુમારે પાહાય મુકની આપીહી.8. જીયા તો આવી તીયા તી પાપ વિષે ,ન્યાયપણ વિષે ને ન્યાય ચૂકવવા વિષે જગતણે ખાતરી કરી આપી. 9. પાપ વિષે,કેહ કા તી મારે પાર વિશ્વાશ કરતે નાથ. 10. ન્યાયપણા વિષે કેહ કા હાય પિતાણે પાહાય જાતો હામ,ને હવે થી માને હેદાત ની. 11.ન્યાયચુકાદા વિષે,કેહ કા ઈયા જગતણે અધિકારીહીય ન્યાય કરવામાં આવો હા.12. આજુ ફણ મારે તુમાહાય ઘણી વાત કવાની હ,ફણ અમુ તુમે હમજી હખાત તેહે કાયની હા. 13. તો ફણ જીયા સત્યણે આત્મા આવી, તીયા તો તુમાહાય સર્વ સત્યમાં દોરી જાય. કેહેકા તો પોતાણે તરફથી કાય ની ; ફણ જી કાઇ તો ઉનાય તી જ તો કય ;ણે જી જી હોવાણ હા તી તુમાહાય કય ઉનાવી. 14. તો તુમાહાય મહિમાવાન કરી,કેહ કા મારે જી હા તિયામાંથી નેયને તુમાહાય કય ઉનાવી.15. જી પિતાણે હા,તી બાદે મારે હા,;એટલે મયે કય કા મારે જી હસે તીયા માથી નેયને તો તુમાહાય કઇ ઉનાવી. 16. થોડીવાર પુઠી તુમે માને ની હેદાત; ને પાછ થોડીવાર પુઠી તુમે માને હેદાહાત.17.એટલે તીયાણે શિષ્યોમાણા કતરાહાય એકબીજાણે કય, ઇસુ આપણાંહાય કતો હા કા ,થોડી વાર માને હેદાત ની ;ને પાછ થોડીવાર પુઠી તુમે માને હેદાહા,કેહે કા હાય પિતાણે પાહાય જાતો હામ,તી કાજા હોય.?’’ 18. તીણાહાય કય કા ,થોડીવાર પુઠી,એહે ઇસુ કતો હા તી કાજા હા ? ઇસુ કતો હા તી આપણે હમીજતે કાયની ?19.તી માને કાય પૂછણે માંગતે હા,તી ઈસુએ જાયણ એટલે તીણાહાય તીયાણે કય કા,થોડીવાર પુઠી તુમ્હે માને હેદાહા ની, ઇ જી મયે કય,તીયા વિષે તુમે અંદાર ણે અંદાર કાજા પૂછતે હા.? 20. હાય તુમહાય ચોક્કસ કતો હામ કા ,’ તુમ્હે રળાહા ણે શોક કરાહા,ફણ ઇ જગત આનંદ કરી.તુમે ઉદાસ હોહા ફણ તુમારે ઊદાસી આનંદમાં પલટાઇ જાઈ.’’ 21. જીયા સ્ત્રીણે પ્રસવવેદના હોતી હોય તીયા તીયણે દુખ હોત હા,કેહ કા તિએણે સમય આવો હોય એટ્લે;ફણ બાળક જન્મ હોયા પુઠી દુનિયામાં બાળકણે જન્મીય હાસે તીયા આનંદથી તી દુખ તિએણે પાછ યાદ આવત નાથ.22. અમુ તે તુમ્હે ઉદાસ હાશે ખરે ;ફણ હાય પાછો તુમાહાય મિલિહી તીયા તુમે તુમારે મનમાં આનંદ પામાહા,ણે તુમારે આનંદ તુમારે પાહાય થી કોઈ નેય ની નેય. 23.તીયે દિહી તુમે માને કાઇ પૂછાહા ની.હાય તુમહાય ચોક્કસ કતો હામ કા,જિયાથી તુમે મારે નામે પિતાણે પાહાય જી કાઇ માગાત તો તી તુમાહાય ટીઆઇ આપે. 24. આજુહુદી તુમાહાય મારે નામે કાઇ માંગ્જ નાથ;માંગાહને તુમાહાય મિલી,એટ્લે તુમારે આનંદ સંપૂર્ણ હોય.25. એ વાત મયે તુમાહાય દ્ર્સ્ટાંતમાં કય કા;એવો સમય આવી કા જીયા હાય દ્ર્સ્ટાંતમાં તુમારે હારી બોન ની,ફણ પિતા સબંધી હાય તુમાહાય સ્પષ્ટ રીતે કાઇ ઉનાવિહિ.26.તીયે દિહી તુમે મારે નામે માંગહાં;ને હાય તુમાહાય એહે નાથ કતો કા હાય તુમારે ફાગ પિતાણે પ્રાથના કરીહી; 27. કેહકા પિતા પોતે તુમારે પાર પ્રેમ કરતો હા, કેહકા તુમાહાય મારે પાર પ્રેમ રાખશો હા ણે વિશ્વાશ ફણ કદો હા કા હાય પિતાણે પાહાયથી આવો હામ. 28. હાય પિતા પાહાયથી આવો હામ ને હાય દુનિયામાં આવો હામ ;પાછો હાય ઈયા દુનિયા છોડીને પિતાણે પાહાય જાતો હામ.29. તીયાણે શિષ્યો કતા હા કા ,’હવે સ્પષ્ટ રીતે કતો હા ને કાઇ દ્રષ્ટાંતમાં તમાં બોનતો નાથ. 30. હવે આમે જાણતે હામ કા તું બદી બાબતો જાણતો હા;ને કોઈ માણુંહું તુને કાઇ પૂછે હેવ અગત્ય નાથ.એટલે આમે વિશ્વાશ કરતે હામ કા તું ઈશ્વર પાહાય થી આવો હા.’’ 31.ઇસુએ તીણાહાય જવાબ આપચો કા,’હવે તુમે વિશ્વાશ કરતે હા.?32. હેદા,એવો સમય આવતો હા ,અમુજ આવો હા કા તુમે માણેહે પોતપોતાણે ગમે તિયાર છૂટે પડી જાહાને તુમે માને એખનો મુકાહા.તે છતાં ફણ હાય એખનો નાથ,કેહકા પિતા મારે હારી હા. 33. મયે તુમાહાય એ વાત કય હા કા .’મારેમાં તુમાહાય શાંતિ પ્રાપ્ત હોય.દુનિયામાં તુમાહાય સંકટ હા;ફણ હીમત રાખા ; મયે જગતણે જીત્ચ હા.
1. ઇસુએ એ વાત કયા પુઠી સ્વર્ગ ફણી પોતાણે ડોલા ઊંચા કરીને કય કા,;’પિતા, સમય આવો હા; તું તોરે ડીખરોહો મહિમાવાન કર,એટલે ડીખરોહો તુને મહિમાવાન કરે. 2. કેહકા તી બદે માણહા પાર તુયે આદિકાર આપ્ચો હા કા,જી બદ તુયે તિયાને આપ્ચ હા તીણાહાય તો અનંતજીવન આપે.3. અનંતજીવન ઇ હા કા તુમાહાય એખનાણે,સત્ય ઈશ્વરણે ને ઇસુ ખ્રિસ્તણે કા જિયાણે તીયે મૂકીન્યો હા તીયાણે ઓલખાત. 4. જી કામ કરવાણ તુયે માને હોફિન તી પૂરું કરી મયે તુને પૃથ્વી પાર મહિમાવાન કદો હા. 5. હવે,ઓ પિતા,સૃષ્ટિણે ઉત્પત્તિ આગલ તોરે હારી જો મહિમા હાય ભોગીવ્તોનો એટલે તું અમુ તોરે હારી મહિમાવન કર.6. માનવજગત માંથી જી માણેહે તુયે માને આપચે હા,તિણાહાય મયે તોરે નામ પ્રગટ કદ હા; તી તોરે હોતને ,તીણાહાય તુયે માને આપચે ; ને તીણાહાય તોરે વચન પાલ્ય હા. 7હવે તી જાણતે હા કા જી જી તુયે માને આપ્ચ હા, તી બદ તોરે તરફ થી જ હા. 8. કેહકા જે વાત તુયે માને કયની તે મયે તીન્હાય કાય હા. ને તીણાહાય તે સ્વીકારી હા;ને હાય તોરે પાહાય આવો હામ,તી તીણાહાય ચોક્કસ જાયણ હા,તુયે માને મૂકીન્યો હા,એવો વિશ્વાસ તીણાહાય કદો હા,9.જીણાહાય વિશ્વાશ કદો હા તિયણે ફાગી હાય પ્રાર્થના કરતો હામ. માનવ જગતણે ફાગી હાય પ્રાથના કરતો નાથ,ફણ જીણહાય તુયે માને આપચે હા તિયણે ફાગી;કેહકા તી તોરે હા, 10. જી બદે મારે તી તોરે હા ણે તોરે હા તી મારે હાશે. હાય તીયણેમાં મહિમાવાન હોવો હામ. 11. હાય લાંબા સમય હુદી દુનિયામાં કાયની હામ,ફણ તી ઈયા દુનિયામાં હા ને હાય તોરે પાહાય આવતો હામ. ઓ પવિત્ર પિતા ,તોરે નામ જી તુયે માને આપ્ચ હા, તીયામાં તીણાહાય ફણ આપળે જેવે એક હોણે હારુ હ્ંબાળી રાખ.12. હાય તીણેહારી જગતમાં હોતનો તાં હુદી તોરે નામ જી તુયે માને આપ્ચ હા તિયામાં મયે તીણાહાય હ્ંબાળી રાખશે; ણે મયે તિયણે રક્ષણ કદ હા.શાસ્ત્રવચનો પૂરા હોય એટલે વિનાશણે ડિકરાહા સિવાય તીયણેમાંનાહાય કોઈણે વિનાશ હોવો કાયની. 13. હવે હાય તોરે પાહાય આવતો હામ;તિયણેમાં મારે પૂરો હોતો હા,એટલે હાય એ વાત દુનિયામાં કાટો હામ. 14. તોરે વચન મયે તીણાહાય આપચે હા,માનવજગત તીયણેદ્રેષ કદો હા કેહકા જેહે હાય જગતણો કાયની હામ તેહે તી ઈયા જગતણે કાયની હા.15. તું તીણાહાય દુનિયામમાંથી નેય નેય એવી પ્રાથના હાય કરતો નાથ, ફણ તું તીણાહાય દુષ્ટથી દૂર રાખ. 16. જેહે હાય જગતણો નાથ,તેહે તી ઈયા જગતણે કાયની હા. 17.સત્યથી તીણાહાય પવિત્ર કર ;તોરે વચન સત્ય હા,18.જેહે તુયે માને દુનિયામાં મૂકીન્યો હા,તેહે મયે ફણ તીયણાહાય દુનિયામાં મૂકીન્યે હા. 19. તી પોતે ફણ સત્ય થી પવિત્ર હોત એટલે તીયણે ફાગ હાય પોતાણે પવિત્ર કરતો હામ.20. વલી હાય એખનો તીયણે ફગો કાયની ,ફણ તીયણે વાતથી જી મારે પાર વિશ્વાશ કરી,તીયણે ફાગ ફણ પ્રાથના કરતો હામ કા, 21. તી બદે એક હોત.ઓ પિતા જેહે તું મારેમાં ણે હાય તોરેમાં ,તેહે તી ફણ આપણેમાં હોત,એટલે માનવજગત વિશ્વાશ કરે કા તુયે માને મૂકીન્યો હા.22. જો મહિમા તુયે માને આપ્ચો હા તો મયે તીણાહાય આપ્ચો હા,એટલે જેહે આપણે એક હાશેમ તેહે તી ફણ એક હોત. 23. એટલે હાય તીયણેમાં ને તું મારેમાં હોય એટલે કા સંપૂર્ણ રીતે એ કરાય, ઈયા હારુ કા માનવજગત હમજે કા તુયે માને મૂકીન્યો હા ને જેહે તુયે મારે પાર પ્રેમ કદો હા તેહે તીયણે પાર ફણ પ્રેમ કદો હા.24. હાય પિતા,હાય એવ ઈચ્છતો હામ કા,જિયે હાય હામ તીયે જીયણાહાય તુયે માને આપચે હા તી ફણ મારે પાહાય રત,એટલે તી મારે મહિમા હેદાત,કા જો તુયે માને આપ્ચો હા,કેહકા સૃષ્ટિણે પાયો નખાયા આગાલ તુયે મારે પાર પ્રેમ કદનો.25. ઓ ન્યાયી પિતા,માનવજગતે તે તુને ઓલખીયો નાથ,ફણ મયે તુને ઓલખિયો હા; ને તુયે માને મૂકીન્યો હા,એહે તીણાહાય જાયણ હા. 26. મયે તીણાહાય તોરે નામ જાણીવ્ય હા; ને જાણવીહિ અતરા માટે કા, જીયા પ્રેમથી તુયે મારે પાર પ્રેમ રાખશો હા તો તીયણેમાં રાય ણે હાય તીયણે માં રમ,
1. એ વાત ક્યા પૂઠી ઈસુ પોતાણે શિષ્યો હારી કિન્દ્રોન ખીણણે હલેપાર ગો તીયે એક વાળી હોતની, તિયામાં તો પોતે ને તિયાણે શિષ્યો ગયા. 2. હવે તિણા હય પરસ્વાધીન કરવાવાલો યહૂદા ફણ તિયા જાગા વિશે જાણતોનો કેહકા ઈસુ પોતાણે શિષ્યો હારી ઘણીવાર તીયે જાતનાં. 3. તિયા યહૂદા સૈનિકોહીય ટુકડી નેયને ને મુખ્ય યાજકો ને ફરોશીઓહીય પાહાયથી સિપાયો નેયને ફાનસો, મશાલો ને હથિયારો હારી તીયે આવો હા.4. તીયા ઈસુએ પોતાણે પાર જી બદ આવી પળવાણ હોતન તી બદ જાણતોનો એટલે તીયે બાર જાયને તિણા હાય ક્ય કા, ' તુમે કીડાણે હેત્તા હા? 5. તિણા હાય જવાબ આપ્યો કા, ' ઈસુ નાઝારિણે' ઇસુ તિણાહાય કતો હા કા 'તો હાય જ હામ. ને યહૂદા જો તુમહાય પરસ્વાદિન કરવાણો હોતનો તો ફણ સૈનિકો હારી ઊબો હોતનો. પિતરે ક્ય કા, હાય કાયની હામ " ફણ જો હાચ હોય, તે તું માને કેહ ઠોકતો હા?"
1તિયા પૂઠી પિલાતે ઈસુણે કોરડા મારાવ્યા. 2સિપાઇઓ હી કાંટાણે મુગટ ગૂંથીને તિયાણે માથા પાર મુક્યો ને તિયાણે જાંબુડા રંગણે ઝબ્બો પેરાવ્યો. 3તિણાહાય તિયાણે પાહાય આવીને ક્ય કા, ' ઓ યહુદીઓણે રાજા, સલામા ! ને તિણાહાય તિયાણે મુક્કીઓ મારી.4. પૂઠી પિલાતે પાછ બાર જાયને માણાહાય ક્ય કા, હાય તુમારે પાહાર બાર નાખતો હામ, કા જાયાથી તુમે જાણાત કા, માને તિયામાં કાંઈ અપરાધ દેખાતો નાથ. 5. તિયા ઈસુ કાંટાણે મુગટ ને જાંબુડા રંગણે ઝબ્બો પેરીનુ જ બાર આવો. પૂઠી પિલાતે તિણાહાય ક્ય કા, ' ઈયા માણાહાણે હેદા! ' 6. તિયા મુખ્ય યાજકો ને અધિકારીઓ હીય તિયાણે હેદજો તીયા તિણાહાય બૂમ પાળીને ક્ય કા, તિયાણે વધસ્તંભ ચડાવા. પિલાતે તિણાહાય ક્ય કા, ' તુમે પોતે તિયાણે નેય જાયા ને વધસ્તંભ ચળાવા; કેહ કા માને તિયામાં કાંઈ અપરાધ દેખાતો નાથ.7. યહુદીઓએ પિલાતણે જવાબ આપચો કા, આમારે એક નિયમ હા ને તિયાં પ્રમાણે તિયાણે મૃત્યુદંડ ભોગવવો જોજે કેહ કા તિયે પોતે ઈશ્વરણે ડિખરોહો હોવાણો દાવો કદો હા. 8. તે વાત ઊનાયને પિલાત વધારે ઘાબરાયો. 9. ને તિયે પાછ દરબારમાં જાયને ઈસુણે ક્ય કા, 'તું કાશેણો હાશે? ફણ ઈસુએ તિયાણે કાંઈ જવાબ આપચો કાયની.10. તિયા પિલાતે તિયાણે ક્ય કા, ' કેહે તું માને કાંઇ કતો નાથ? કેહે તું જાણતો નાથ કા તુને છોડવવાણો ને વધસ્તંભે જડાવવાણો અધિકાર માને હાશે? 11. ઈસુએ તિયાણે જવાબ આપચો કા, ' ઉપારથી આપ્યા વગાર તુને મારે પાર કોઈ ફણ અધિકાર હોતો નાથ; એટલે જીયે માને તુને હફસો હા તિયાણે પાપ વધારે મોટ હા."12. એટલે પિલાતે તિયાણે છોડવાણી કોશિશ કરી; ફણ યહુદીઓએ મોટા અવાજે ક્ય કા, ' જો તુ ઈયા માણાહાણે છોડી દેય, તે તુ કાઈસારણે મિત્ર કાયની હા. જી કોઈ પોતાણે રાજા ઠરાવે તી કાઈસારની વિરુદ્ધ બોનત હા. 13. તીયા તી ઊનાયને પિલાત ઈસુણે બાર નાવો ને ફરસબંદી નામણી જાગા જીયાણે હિબ્રુ ભાષામાં 'ગાબ્બાથા' ક્તે હા , તીયે ન્યાયાસન પાર બેઠો.14. હવે પાસ્ખાણે તિયારીણે દિહિ હોત નો ને લગભગ બોપોરણે એક વાગ નો. પિલાતે યહુદીઓહીય ક્પ કા હેદા તુમારે રાજા! 15. તિયા તિણાહાય બૂમ પાળીને ક્ય કા, ' તિયાણે દૂર કરા, તિયાણે વધસ્તંભે ચળાવા. પિલાત તિણાહાય કતો હા કા ' હાય તુમારે રાજાણે વધસ્તંભે જડાવ? મુખ્ય યાજકોએ જવાબ આપચો કા ' કાઈસાર સિવાય આમારે બિજો કોઈ રાજા નાથ ." 16. તીયા ઈસુણે વધસ્તંભે જડવાણે પિલાતે તિણાહાય હફસ. એટલે તે ઈસુણે થરીને નેય ગયા.17. પૂઠી ઈસુ પોતાણે વધસ્તંભ ઊંચકીને ખોપરીણે જાગા, જે હિબ્રુ ભાષામાં ગાબ્બાથા કવાતી હા તીયે બાર ગો. 18. તિણાહાય ઈસુણે ને તિયા હારી બીજા બેણે વધસ્તંભે ચળાવ્યાં ; બેય બાજુએ એકણે ને વચમાં ઈસુણે.19. પિલાતે એવ નખાણ નખીને વધસ્તંભ લટકાવ્ય કા; ' નાસરેથણો ઈસુ , યહુદીઓણે રાજા. " 20. જીયે ઈસુણે વધસ્તંભે જડવામાં આવતો, તે જાગા હેરાણે પાહાય હોતની ને તે નખાણ હિબ્રુ, લેટિન ને ગ્રીક ભાષામાં નખીની હોતની ' એટલે ઘણા યહુદીઓએ તી વાંચ્ચ.21. એટલે યહુદીઓણેમુખ્ય યાજકએ પિલાતણે ક્ય કા, ' યહુદીઓણે રાજા, એહે ની નખ , ફણ તિયે ક્ય કા , હાય યહુદીઓણે રાજા હામ. એહે નખ. 22. પિલાતે જવાબ આપચો કા, ' મયે જી નખ્શ તી નખશ"23. સિપાઈઓએ ઈસુણે વધસ્તંભે ચળાવ્યો પૂઠી તિયાણે નુંગળે નેઈ નેદે ને તિયાણે ચાર ભાગ પાયળા.બદા સિપાઈઓ ભાગા એક; ઝભ્ભો પણ નેઈ નેદો. તો ઝભ્ભો હાંદા વગારનો ઉપારથી આખો વિણીની હોતનો. 24. પુથી તિણાહાય પરસ્પર કય કા, ' આપણે તિયાણે ચીરજે ની ; ફણ તી કીડાણે મીલે તી જાણને હારુ ચિઠ્ઠી નાખતા ! તિણાહાય પરસ્પર મારે નુંગળે વેંચી નેદે ને મારે ઝભ્ભા ફાગી ચિઠ્ઠીઓ નાખી. એહે નિયમશાસ્ત્રમાં જી નખીન હા તી પૂર હોય એટલે ઈ બન્ય, એટલે ઈ કામ સિપાઈઓહી કદ.25. ફણ ઈસુણે વધસ્તંભ પાહાય ઈસુણે માં, તિયાણે માસી, કલોપાસણે પત્ની મરિયમ ને મગ્દલાની મરિયમ ઊબા રાખને હોતને. 26. એટલે જીયા ઇસુએ પોતાણે માં ને જીયા પાર પોતે પ્રેમ રાખતોનો તે શિષ્યણે પાહાય ઊબા રાખીને દેખશે, તીયા તિયે પોતાણે માંણે કય કા, ' બાઈ, હેદ તોરે ડિખરોહો ! ' 27તીયા પૂઠી તો હલા શિષ્યણે કતો હા કા, હેદ, તોરે માં ! ' ને તિયા જ સમયથી તો શિષ્ય મરિયમણે ખર નેય ગો.28. તિયા પૂઠી ઇસુ, હવે બદ પૂર હોવ તી જાણીને, શાસ્ત્રવચન પૂર હોય તિયા ફાગ કતો હા કા, ' માને તીરહ હોવાય હા. 29. તીયે દ્રાક્ષાસવથી ફરીન એક વાહણ મૂકીન હોતન; તિયાપાર બાંધીને તિયાણે મોં આગાલ કદ. 30. તીયા ઇસુએ સરકા ચાખ્સા પૂઠી કય કા, ' સંપૂર્ણ હોવ ; ' ને માથ નમાવીને તિયે પ્રાણ છોયળા.31. તો પાસ્ખાણે તિયારીણે દિહિ હોતનો, ને તો વિશ્રામવાર મહત્વણે દિહિ હોતનો, એટલે વિશ્રામવારે તિયણે મૃતદેહ વધસ્તંભ પાર ૨યની એટલે યહૂદીઓએ પિલાતણે વિનંતી કદી કા, ' તિયણે પાગ ફાંગીને તિણાહાય નીચે ઉતારવામાં આવે. "' 32. એટલે સિપાઈઓ આવીને ઇસુણે હારી વધસ્તંભ જડાયના બેય જણાહાય પાગ ફાંગજા. 33. જીયા તે ઇસુણે પાહાય આવા તીયા તિયાણે મરીનો હેદીને તિયાણે પાગ ફાંગજા કાયની.34. તોબી સિપાઈઓમાંણો એકે ભાલાથી તિયાણે ફૂખ વીંધી ને તરાત તિયામાંથી નૂય ને પાણી નીકીલ્ય. 35. જીયે ઈ હેદજ હા તિયે જ એ સાક્ષી આપી હા જિયાથી તુમે બી વિશ્વાસ કરાત, તિયાણે સાક્ષી હાચી હા. તો હાચ કતો હા, ઈ તી જાણતો હા.36. કેહ કા, તિયાણે એક બી હાળક ફાંગવામાં ની આવે એ શાસ્ત્રવચન પૂર હોય એટલે એહે હોવ. 37. ને બીજ શાસ્ત્રવચન કત હા કા, ' જિયે તિયાણે વીંધ્યો તિણાહાય તો હેદી.38. એ બાબત બન્યા પૂઠી અરિમથાઇનો યૂસફ, જો યહૂદીઓણે બીકણે નેદે ગુપ્ત રીતે ઇસુણે શિષ્ય હોતનો, તિયે ઇસુણે પાર્થિવ દેહ નેઈ જાવાણી પિલાત પાહાય માંગણી કદી. ને પિલાતે તિયાણે પરવાનગી આપી. એટલે તો આવીને તિયાણે દેહ ઊતારીને નેઈ ગો. 39. જો આગાલ એક રાત્રી ઇસુણે પાહાય આવનો, તો નિકોદેમસ બી બોળ ને અગરણે આશરે ૩૦ કિલોગ્રામ મિશ્રણ નેયને આવો.40. તીયા યહૂદીઓહીય દફનાવવાણી રીત પ્રમાણે તિણાહાય ઇસુણે પાર્થિવ દેહ નેઇને, સુગંધીદ્રવ્યો સહીત શણણે નુંગળામાં વિટાલ્યો. 41. હવે જીયે તિયાણે વધસ્તંભે જળીનો હોતનો તીયે એક વાળી હોતની ને તે વાળીમાં એક નવી કબાર હોતની કા જીયામાં કોઈણે કોઈ દીહી બી દફનાવવામાં કાયની આવન. 42૪૨. તે કબાર પાહાય હોતની ને તો દિહિ યહૂદીઓણે પાસ્ખાણે તિયારીણે હોતનો એટલે ઇસુણે તીયે જ દફનાવવામાં આવો
1.હવે આઠવાડિયાને પેલ્લા દિહિ વેલી હવારે આંદર હોતન તેવામાં મગદલાની મરિયમ કબરે આવી ને તીયે કબરે આવી ને તીયે કબર પારથી પથરો ગબડાવીનો હેજજો. 2.તિયા તે દળીને સિમોન પિત્તર ને બીજો શિષ્ય, જીયા પાર ઈશુ પ્રેમ રાખતોનો, તીયણે પાહાય આવીને તીણાહાય કય કા, ‘ તીયે પ્રભુણે કબર માંથી ઉઠાવી નેદો હા ને તીયે તિયાણે કય કા મુકચો હા તી આમે જણતે કાયની.3.એટલે પિત્તર ને તો બીજો શિષ્ય કબર ફણી જાણે રવાના હોવા. 4.તે બેય હારી દયળા; ફન તો બીજો શિષ્ય પિત્તર થી વદારે જડપી દળીને કબાર આગાલ પેલ્લા પોચી ગો. 5.તીયે નમીને અંદાર હેજજ તે સણને નુંગડે પળીને હેજજે, ફણ તો આંદાર ગો કાયની.6.પુઠી સિમોન પિત્તર ફણ તિયાણે પાસાલ આવો ને તો કબારને અંદાર ગો; તીયે સણને નુંગડે પળીને હેજજે. 7.ને જી નુંગડે તિયાણે માથા પાર વિટાલીને હોતને, તી સણને નુંગડા પાહાય પળીને કાયની હોતને, ફણ વાલીને એક જાગાએ અલગ થી મૂકીને હોતને.8.પુઠી બીજો શિષ્ય કા જો પેલા કબાર પાહાય આવનો તીયે ફણ અંદાર જાયને હેજજ ને વિશ્વાસ કદો. 9.કેહકા ઈશુએ મૃત્યુ માંથી પાછ ઉઠવા જોજે, તી શાસ્ત્ર વચન તીયે હૂદી તી હમજીતને કાયની. 10.તિયા શિષ્યો પાછા પોતાણે ઘર ગયા.11.ને મરિયમ બાર કબારણે પાહાય રડતી ઉબા રાખની હોતની. તે રળતા રળતા નમીને કબાર માં ખેળે ખેળે હેજજા કરતીની. 12.ને જીએ ઈશુણે પાર્થિવ દેહ દફનાવીનો હોતનો તી પ્રકાશિત નુંગડે પેરીના બે સ્વરગદૂતો હિય, એકણે માથા ફણી ને બીજાણે પાગ ફણી બેઠના હેજજા. 13.તે તિયણે કતા હા કા, “બેન, તુ કેહે રડતી હા? તે તીણાહાય કતી હા કા, “તે મારે પ્રભુણે નેય ગયા હા ને તીણાહાય પ્રભુણે કા મુકચો હા તી હાય જાણતી નાથ, એટલે રડતી હામ.14.એહે કયને તીયે પાછ વલીને હેજજ તીયે ઈશુણે ઉબા રાખીનો હેજજો; ફણ તો ઈશુ હા, તેહે તીયણે ખબાર પળી કાયની. 15.ઈશુ તીયણે કતો હા કા, “ બેન, તુ કેહે રળતી હા? તુ કિડાણે હેદતી હા? તો માલી હા તેહે વિચારીને તીયે તિયાણે કય કા, “ભાઈ જો તુ તિયાણે ઇન્થો નેય ગો હોય, તે તુયે તિયાણે કા મુકચો હા તી માને ક, એટલે હાય તિયાણે નેય જાહિય.16.ઈશુ તીયણે કતો હા કા, “મરિયમ, ને તીયે પાછ ફીરીને તિયાણે હિબ્રૂ ભાષામાં કય કા, રાબ્બી ! એટલે ગુરુજી. 17.ઈશુ તીયણે કતો હા કા, ‘ આજુ હૂદી હાય સ્વર્ગમાં પિતા પાહાય ગો કાયની હામ, એટલે માને સ્પર્શ ની કર; ફણ મારે ફાવેહે પાહાય જાયને ક કા, જો મારે પિતાણે ને તુમારે પિતાણે મારે ઈશ્વરણે તુમારે ઈશ્વર, તિયા પાહાય હાય જાતો હામ. 18.મગદલ્લાની મરિયમે આવીને શિષ્યોહીય જાણીવ્ય કા,મયે પ્રભુણે હેજજો હા ને તીયે માને એ વાત કય હા.19.તીયે જ દિહી, એટલે આઠવાળિયાને પેલે દિહી હાનત શિષ્યો જીયે એખટા હોવના તીયણે બારે યહૂદીઓહિય બીકથી બંદ રાખવામાં આવને, તિયા ઈશુએ આવીને તીયણે વચ્ચે ઉબા રાખીને કય કા, તુમાહાય શાંતિ હોય. 20.એહે કયને તીયે પોતાણે હાથણે કૂખ તીણાહાય દેખાયળ. એટલે શિષ્યો પ્રભુણે જાયને હર્ષ પામ્યા.21.ઈશુએ પાછ તીણાહાય કા કા, ‘તુમાહાય શાંતિ હોય; જેહે પિતાએ માને મુકીન્યો હા, તેહે હાય ફણ તુમાહાય મુકિનતો હામ. 22.પુઠી ઈશુએ તીયણે પાર શ્વાસ ફુંકીને કય કા, ‘તુમે પવિત્ર આત્મા પામાત. 23.જીયણે પાપ તુ માફ કરતો હા, તીયણે પાપ માફ કરવામાં આવી; ને જીયણે પાપ તુમે રાખતે હા, તીયણે પાપ રય.24.જીયા ઈશુ આવો તીયા થોમાં,બારમાણો એક, જો દીદીમસ કાવતનો,તો તીયણે હારી કાયની હોતનો. 25.એટલે બીજા શિષ્યોહીય તીયાણે કય કા, આમાહાય પ્રભુણે હેજજો હા. તીયે તીણાહાય કય કા, તિયાણે હાથમાં ખીનાહાય ઘા હેજજા સીવાય, મારે આગાલ ખીનાહાય ઘા માં મુકચા સિવાય ને તિયાણે કૂખમાં મારે હાથ નાખસ સિવાય, હાય વિશ્વાસ કરવાણો નાથ.26.આઠ દિહી પુઠી પાછા તિયાણે શિષ્યો અંદાર હોતના ને થોમાં ફણ તીયણે હારી હોતનો; તિયા બારે બંદ હોવા છતા ઈશુએ આવીને વચમાં ઉબા રાખીને કય કા, તુમાહાય શાંતિ હોય.’’’ 27.પુઠી તો થોમાણે કતો હા કા, તોરે આંગાલે ઈયે હૂદી પોચાળીને મારે હાથ હેદ; ને તોરે હાથ લાંબો કરીને મારે કૂખ માં નાખ; અવિશ્વાસી ની ર, ફણ વિશ્વાસી બન.’’’28.થોમાએ જવાબ આપતા તિયાણે કય કા, મારે પ્રભુ ને મારે ઈશ્વર !’’ 29.ઈશુએ તિયાણે કય કા, તુંયે વિશ્વાસ કદો કારણ કા તુંયે માને હેજજો હા, જીણાહાય માને હેજજો નાથ ને છતાં ફન વિશ્વાસ કદો હા તી આશીર્વાદિત હા.’’’30.ઈશુએ બીજે ખાણે ચમત્કારિક ચિન્હ શિષ્યોહીય સમક્ષ કદે, કા જીયાણે વર્ણન ઇયા ચપળા માં કરીન કાયની હા. 31.ફન ઈશુ તો જ ખ્રિસ્ત, ઈશ્વરણે ડીખરોહો હા, એવો તુમે વિશ્વાસ કરાત ને વિશ્વાસ કરીને તિયાણે નામથી જીવન પામાત, એટલે અતરી વાત નખીની હા.
1.એ બીના બન્યા પુઠી તીબેરીયશણે સમુદ્ર કિનારે પાછ ઈશુએ શિષ્યોહિય દર્શન આપચ; તીએ ઈએ રીતે દર્શન આપચ . 2.સિમોન પિત્તર, થોમાં જો દિદીમસ કાવતનો તો, ગાલીલ ણે કાનાણે નથાનીયેલ, જબદી ણે ડીખરોહો ને તિયાણે શિષ્યોમાંણો બીજા બે એખટા હોવના. 3.સિમોન પિત્તર તીણાહાય કતો હા કા, હાય માછને થરણે જાતો હામ . તે તિયાણે કતા હા કા, આમે ફણ તોરે હારી આવતા હામ . તિયા તે નિકલીને હોડીમાં બેઠા, ફણ તિએ શત્રીએ તીણાહાય કાય મીલ્ય ની .4.ફણ વેલી હવારે ઈશુ કિનારે ઉબા રાખીનો હોતનો, તીણાહાય ઈશુ હા એહે જાયણ કાયની 5.ઈશુ તીણાહાય કતો હા કા,જુવાનીયાહો , તુમારે પાહાય કાય ખાવાણ હા કા. તીણાંહાય કય કા, કાયની. 6.તિએ તીણાંહાય કય કા, હોડીણે જમણી બાજુ જાલ નાખા, એટલે તુંમાહાય કાય મીલી. એટલે તીણાંહાય જાલ નાખી, ફણ અતરે બદે માછને તીયામાં ફરાએ કા તે ખેચી હખસા કાયની.7.તિયા જે શિષ્યો પાર ઈશુ પ્રેમ રાખતોનો તે પિત્તર ને કતા હા કા? ઓ તે પ્રભુ હા. જીયા સિમોન પિત્તરે ઉનાય કા તો પ્રભુ હા તિયા તીયે પોતણે જબ્બો પેયરો કેહકા તો ઉગાડો હોતનો ને સમુદ્રમાં કૂદી પય પયળો. 8.બીજા શિષ્યો હોડીમાં જ રયને માછનાહાયથી ફીરીની જાલ ખેચતા આવા, કેહકા તે કિનારાથી દૂર કાયની, ફણ લગભગ 100 મીટર જતરા અંતરે હોતના. 9.તે કિનારે ઉતીયરા તિયા તીણાંહાય અંગારા પાર મુકીને માછને ને રોટની દેખી.10.ઈશુ તીણાંહાય કતો હા કા, તુંમે અમુ થરીને માછનામાંથી થોડેક નાવા. 11.એટલે સિમોન પિત્તર હોડી પાર ચડીને એક્સોતેપ્પન મોટે માછનાથી ફરીની જાલ કિનારે ખેચીને નાવો. ને અતરે બદે માછને હોવા છતાં ફણ જાલ ચિરાય કાયની.12.ઈશુ તીણાહાય કતો હા કા, આવા, નાસ્તો કરા. તે પ્રભુ હાશે તી જાણીને શિષ્યોમાણા કોઈએ ફણ તું કીડો હા? એહે તિયાણે પૂછવાણી હિંમત હોવી કાયની. 13.ઈશુએ આવીને રોટની ને માછને ફણ તીણાહાય આપચ. 14. મૃત્યુમાંથી પાછ ઊઠ્યા પૂઠી ઈશુએ પોતાણે શિષ્યોહીય ઇ ત્રીજીવાર દર્શન આપચ.15. હવે તીણાહાય નાસ્તો કયરા પુઠી ઈશુએ સિમોન પિત્તરને કય કા, યોહાનને ડીખરાહા સિમોન, તુ મારે પાર તિયાણે કરતા વાદારે પ્રેમ રાખતો હા? તીયે જવાબ અપચો કા, હા પ્રભુ, તુ જાણતો હા કા હાય તોરે પાર હેત રાખતો હામ. ઈશુએ તિયાણે કય કા, મારે ખેટે પાલ. 16. તો બીજી વાર તિયાણે કતો હા કા, યોહાનને ડીખરાહ સિમોન, તુ મારે પાર પ્રેમ રાખતો હા. તીયે કય કા, હા,પ્રભુ, તુ જાણતો હા કા હાય તોરે પાર હેત રાખતો હામ. ઈશુ તિયાણે કતો હા કા, મારે ખેટાહાય હંબાળ રાખ.17. તીયે બીજી વાર તિયાણે કય કા,યોહાનને ડીખરાહ સિમોન,તુ મારે પાર હેત રાખતો હા. પિત્તર દિલગીર હોવો, કેહકા ઈશુએ ત્રીજીવાર તિયાણે પુચ્છ, કા તુ મારે પાર હેત રાખતો હા કા. ને તીયે તિયાણે કય કા ‘પ્રભુ, તુ બદ જાણતો જ હા; તુ જાણતો હા કા હાય તોરે પાર હેત રાખતો હા. ઈશુ તિયાણે કતો હા કા, ‘ મારે ખેટાહાય પાલ. 18. હાય ચોક્કસ કતો હામ કા, ‘ જીયા તુ જુવાન હોતનો તિયા જાતે નુંગડે પેરીને જીયે તુને નાગે તીયે જાતનો; ફણ તું ગડો હોય જાહે તિયા તુ તોરે હાથ લાંબો કરેહે ને બીજો કોઈ તુને નુંગડે પેરાવી, ને જીયે તુ જાણે ની માંગતો હોય તીયે તુને નેય જાય.19. હવે કાણી રીતે મરણથી પિત્તર ઈશ્વરણે મહિમા આપે તી જણીવતા ઈશુએ તી કયન. ઈશુએ તિયાણે કય કા, મારે પાછાલ આવ.20. તિયા, જીયા શિષ્ય પાહાય ઈશુ પ્રેમ રાખતોનો, જમતી વખાત ઈશુણે છાતીએ ટેકો નેયને બેઠનો તીયે કય કા, ‘ પ્રભુ જો તુને પારસ્વાધીન કરી તો કીડો હા? તિયા પિત્તરે પાછાલ આવતા તિયા શિષ્યણે હેજજો. 21. તિયા પિત્તરે તિયાણે હેદીને ઈશુણે પુચ્છ કા,’ પ્રભુ, ઇયા માણાહાણે કાજા હોય?22. ઈશુએ તિયાણે કય કા, હાય આવ તાં હૂદી તો રય હેવી મારે ઈચ્છા હોય તે તિયામાં તુને કાજા. તુ મારે પસાલ આવ. 23. એટલે એ વાત ભાયીઓહો માં ફેલાય ગોય કા તો શિષ્ય મારવાણો કાયની. ફણ ઈશુએ તિયાણે એહે કાયની કયન કા, તો મરે ની; ફણ એહે કા, હાય આવ તાં હૂદી તેવી મારે ઈચ્છા હોય, તે તુને કાજા?24. જીયા શિષ્યે ઈએ વાત સબંધી સાક્ષી આપી હા ને એ વાત નાખી હા, તે એ જ હા; ને તિયાણે સાક્ષી હાચી હા, તી આમે જાણતે હામ. 25. ઈશુએ બીજે ખણે કામ હા, જો તિયણેમાંણ બદ નાખવામાં આવે તે તી અત્રે બદે ચપડે હોતે કા તિયાણે સમાવેશ ઇયા દુનિયામાં હોય ની, એવ મારે માનવ હા.
1. વ્હાલા થિયોફિલ ઇસુએ જી કદ ને હિખીવ્ય, તીયા માણી ખણી વાતોહેય નેદે મયે મારે પેલા ચોપળામાં તુને નખ્ય હા. 2. તીયાણે ઈશ્વરે હરગમાં નેય નેંદો તીયે હુદી, હરગામાં ગયા પેલા તીયે પવિત્રઆત્માણે પરાક્રમથી જે વાત તીયાણે પ્રેરિતોહેય કણે માંગતોનો તે કઈ. 3. વધસ્તંભ પાહી દુ:ખ વેઠીને મરી ગયા પુઠી તો પાછો જીવતો હોવો.ચાલીહી દિહી હુદી તો પ્રેરિતોહેય દર્શન આપતો ૨યો ને ઈશ્વરને રાજ્યણે જાણીવતો રયો.4. એક વખાત જીયા તે તીયાણે હારી હોતના તીયા તીયણાહાય ક્ય, પરુશાલેમણે છોળતા નખા, ફણ જીયે હુદી મારે બાપ જેહે તોયે વચન આપચ હા તેહે તીયાણે આત્મા તુમારે પાર મોકને ની તીયા હુદી ઇયેં વાટ હેદા.મયે તુમહાય તીયા વિશે કય હા, તી તુમહાય ઉનાય હા. 5. યોહાને પાણીથી લોકાહાય બાપ્તિસ્મા કદ,ફ્ણ થોળાક દિહી પુઠી ઈશ્વર તુમારે પવિત્રઆત્માથી બાપ્તિસ્મા કરી.6. એક દિહી જીયા પ્રેરિત ઇસુ આરી બેઠના,તીયા તિણાહાય તીપાણે પુચ્છ, " પ્રભુ, તુ હવે ઇયે સમયે ઇઝરાયેલીહોય તીયણે રાજ્ય પાછો આપવાણો હાકા ? 7. તીયે તીયણાહાય જવાબ આપ્ચો, ઈ બદ કિદાળે હોવી તો સમય ને દિહી જાણવાણી તુમારે જરૂર કાયની.ઈ બદ કિદાળે હોવી તી મારે પિતા બાપ જ સમય ને તારીખ નક્કિ કરને હારૂ બલવાન હા. 8. ફણ જીયા પવિત્રઆત્મા તુમારે પાર આવી તીયા તુમહાય બલવાન કરી.તીયા તુમે યરૂશાલેમમાં ને પહૂદિયાણે વિસ્તારોમાં ને સમરુનમાં ને આખીદુનિયામાં મારે વિષે લોકોહેય જાણાવાહા.9તીયણાહાય એ વાત કયા પુઠી, તીયણે દેખતા તીયાણે હરગામાં નેય નેંદો.ને વાડલે તીયાણે તીયણે નજરથી દૂર કદો. 10. આજી હુદી જીયા પ્રેરિત આકાશ ફણી હેદી રયના, તીયા અચાનક બે ઉજલે નુંગળે પેરીના માટળા તીપણે હારી હોતના.તે દૂતે હોતના. 11. તીયા માણા એકે કય, ઓ, "ગાલીનના માણહાય, તુમારે ઈયે ઉબ રાખીન આકાશ ફણી ઊંચે હેદી રવાણી જરૂર કાયની !એક દિહી ઓજ ઇસુ, જીયાણે ઇશ્વરે તુમારે પાહીથી હરગામાં નેય નેદો હા, તો થરતી પાહી પાછો આવી.જેહે તુમહાય તીયાણે હરગામાં જાતા દેખશો હા તીયે રીતે તો પાછો આવી.12. તીયા પુઠી તે બે દુતે ગયા,પ્રેરિતે જૈતુન ડોગાર પારથી પાછા આવા.જો યરૂશાલેમથી થોળોકુજ પાહી હોતનો. 13. હૈરામાં ગયા પુઠી, ઉપારના માલે જીયે તે રતના તીયે પાછા આવા,જે તીયે હોતના તીયણેમાં પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીણો ડિકરોહો યાકૂબ, સિમોન જો ઝનુની હોતનો, ને બીજો એક માણહું જીયાણે નામ યાકૂબ હોતન તીયાણે ડિકરોહો યહૂદા. 14. ઇયા બદા પ્રેરિતોહે હારી મીલીને લગાતાર પ્રાર્થના કરવાણ ચાલુ કદ.જી બીજે તીયણે હારી પ્રાર્થના કરતેને, એટલે ઇસુણે આહાય મરિયમ ને તીયાણે નાન્ના ફાહાવ હોતના.15. તીયા દિહીમાં પિતર હારિણા વિશ્વાસુહેય વચ્ચે ઉબો રયો. તીયે આશરે એક સો વીસજતરા ઈસુણા શિષ્યોહેય ટોલો હોતનો, તીયે કય, 16. મારે ફાહાવેહેય,યહૂદાણે સબંદમાં દાઉદ રાજાએ લાંબા સમય પેલા નખીન.તે શબ્દો હાચા પળાત તી જરૂરી હોતન,ને એહે હોવ ભી,કેહેકા પવિત્રઆત્માએ દાઉદણે ઇયા પ્રમાણે નખણે કયન.17. યહૂદા આપળે કાણી જ પ્રેરિત હોતનો.તો હો, જે ઇસુણે થરને ને મારી નાખણે ઇચ્છા રાખતનાતીયણાહાય તીયે દોયરા. " 18. ઓ માણહું એવ ખરાબ કરીને પયાહા કમાયો.ઈયા પયાહાથી તીયે એક ખેત વેંચાત નેંદ.તીયે તેં થરતી પાહી તો પળી ગો.તીયાંણે શરીર ચીરાય ગ ને તીયાણે બદે આંતેળે બાયરે નીકલી આવે. 19. બદે માણહે જી યરૂશાલેમમાં રતને તીયણાહાય ઇયા વિષે ઉનાય. એટલે તીપણાહાય ઇયા ખેંતણે નામ તીયણે અરેમિક ભાષામાં, એકેલ્દામા પાયળ,તીયાણે અર્થ "લોહીનું ખેતર" એવો હોતો હા.20. પિતરે ભી કય, "હાય હેત્તો હામ કા યહૂદાણે જી હોવ તી દાઉદે જી કયન તીયા જેવજ હા:તીયાણે પેળી પૂરી હોય જાય; તીયા માણે એક ભી બચી ની હકે;ને એવ લાગ્ત હા કા બીજા શબ્દ જે દાઉદે કયના તે ભી યહૂદાણે સબંદમાં હા.'બીજો કોઈ આગેવાન રીતે તીયાણે કામ હાચવે."21. એટલે આપળે પ્રેરિતોહેય પસંદ કરવ જરૂરી હા કા કોઈ માણહું યહૂદાણે જાગો નેય.તો એવો માણહો હોય કા જો, જીયા પ્રભુ ઈસુ આપળે હારી હોતનો તો બદો સમય આપળે હારી હોય. 22. એટલે કા યોહાન બાપ્તિસ્મા જીયે પ્રભુ ઈસુણે બાપ્તિસ્મા કદ તીયારથી નેઈન ઇસુ આપળે હારીથી છૂટો પયળો ને હરગામાં જાણે હારૂ ઉઠ્ઠો તીયે દિહી હૂદી.જીયા માણહાણે યહૂદાણે જાગામાં મૂકવામાં આવે તો એવો હોવા જોજે કા જીયે ઇસુણે મરણમાંથો જીવતો હોવીનો દેખશો હોય. 23. એટલે પ્રેરિતોહેય ને બીજા વિશ્વાસુહેય બે માણહાય નામ દેખાયળ. એકણે નામ પૂસફ બર્સબા, જીયાણે નામ યુસ્તસ બી હોતન, બીજો માણહું માથ્થિયાસ હોતનો.24. પુઠી તીપણાહાય પ્રાર્થના કદી"પ્રભુ ઈસુ તુ જાણતો હા કા બદે માણહે તીયણે હૃદયમાં કાજા વિચારતે હા,એટલે દયા કરીન આમહાય ક કા યહૂદાણે જાગાએ ઇયા બે માંથી કિડાણે પસંદ કદો હા. " 25. યહૂદા પ્રેરિત રીતે મરી ગો, તીયે પાપ કદ ને જીયા જાગા માટે તો બરાબર હોતનો તીયે ગો. 26. પુઠી તીયણાહાય બેયાહાય વચ્ચે પસંદગી કરનેહારૂ ચિઠ્ઠે નાખ્શે ચિઠ્ઠી માથ્થિયાસણે નામણી નીકલી.ને તો બીજા અગિયાર પ્રેરિતોહેય આરી પ્રેરિત બન્નો.
1. યહૂદી જીયા પચાસમાણા તેવારને ઉજવી રયના તીયે દિહી બદે વિશ્વાસુ યરૂશાલેમમાં એક જાગે ફેગે હોવને. 2. અચાનક તીયણાહાય આકાશમાંથી આવતા ખૂધવાતા વાયરા જેવો અવાજ ઉનવાયો.આખા ખરમાં જીયે તી બેઠને તીયણા બદાહાય તો અવાજ ઉનાયો. 3. પુઠી તીયણાહાય આગણે ગોટાહા જેવ કાંઈક દેખશ. એ ગોટા એકબીજાથી અલગ હોવા ને તીયામાંથી એક એક બદા વિશ્વાસુહેય ટમ્પા પાહી ઉતરી આવી. 4. પુઠી બદે વિશ્વાસુ પવિત્રઆત્માથી ફરપૂર હોવે, ને જેહે આત્માએ તીપણાહાય શક્તિ આપી તેહે તી જુદી જુદી ભાષામાં બોન્ને લાગે.5. તીયે સમયે ખણે યહૂદી યરૂશાલેમમાં રતને. તી યહૂદી હોતને જી કાયમ ઈશ્વરને આરાધના કરતેને. તી ખણા જુદા જુદા દેહમાંથી આવને. 6. જીયા તીયણાહાય વાયરા જેવો મોટો અવાજ ઉનાયો, તીયા માણહાય ટોલો જીયે વિશ્વાસુઓ હોતને તીયે ફેંગે હોવે. ટોલાણે નવાઈ નાગી કેહેકા તીયામાણા બદા વિશ્વાસુહેય તીયણે પોતાણી ભાષામા બોનતે ઉનાયે. 7.તીયણાહાય હમટી જ નવાઈ પામીન એકબીજાણે કય કા, "ઈ બદે માણહે જી બોનતે હા તી ગાલીલને હા, તો તી આપળે ભાષા કેવી રીતે જાણી હકાત ?8. ફણ આપળે તીયણાહાય આપળે પોતાણી ભાષામાં બોનતા ઉનાતે હામ. જી આપળે જન્મથી હિખીને હામ ! 9. આપણેમાંણે ખણે પાર્થીયા ને મીડિયા, ને એલામણે, ને બીજે મેસોપોટેમિયા, યહૂદિયા, કપાદોકિયા, પોન્તસ ને આસિયા વિસ્તારમાણે હા. 10. તીયે કતરેક માણહે ફુગિયા ને પામ્કુલિયા, મિસર, ને કુરેની હૈરા પાહીણા લીબિયાણે વિસ્તારમાંણા હોતને. તીયે આમારે માણે કતરેક રોમથી આવીને જી યરૂશાલેમમાં મુલાકાતી હોતને. 11. તીયણેમાં થાનિક યહૂદી તેહે જ યહૂદી કાયની તેવે જી યહૂદી બની ગને તેવે બી હોતને.ને આમારેમાંણે બીજે કતરેક ક્રીત ટાપુથી આવન આરબ વિસ્તારમાંથી આવને હોતને.એટલે ઈશ્વરે જી મહાન કામે કદે હા તીયા વિષે ઈ માણહે આપળે ભાષામાં કેહે કેહે બોની હકાત ?12. માણહે હામટી નવાઈમાં હોતને ને કાજા હોઈ ૨ય હા તીયા વિષે કાજા હમજીવ તીયાણે તે જાણી હક્યા કાયની.એટલે તીયણાહાય એકબીજાણે પૂચ્છ, "ઈયાણે કાજા મતલબ હોઈ હકે ?'' 13. ફ્ણ તીયણેમાણે કતરાહેકે તીયણાહાય જી હેજ્જ તીયા વિષે મજાક કદી.તીપણાહાય કય, "ઈ માણહે હેવી રીતે બોનતે હા, કેહેકા તીયણાહાય નવો દ્રાક્ષારસ હામટો પીદો હા ! "'14. એટલે પિતર બીજા અગિયાર પ્રેરિતો હારી ઉબો ૨યન મોટેથી ટોલામાંણા માણહાય હમજાવય;તીયે કય, ઓ યહૂદિયાણે માણહાય ને બીજે જી યરૂશાલેમમાં રનારે હા, તુમે બદે મારે ઉનાયા, ને જી હોય ૨ય હા તીયા વિષે હાય તુમહાય હમજાવીહી ! 15. તુમારે માણે કતરેક હેવ વિચારતે હા કા ઇ માણહે પીદને હા,ફણ તી પીદને કાયની.આય તે આંદરના નવુ જ વાગા હા. ને ઈયણે માણહે દિહાણે ઇયે સમયે પીદને રતે કાયની !16. ફણ તીયાણે કરતા, આમારે હારી જી બન્ન તી યોએલ પ્રબોધકે જી લાંબા સમય પેલા નખીન તે ચમત્કારી બાબત હા.તીયે નખીન: ઈશ્વર કતો હા, 17અંતણે દિહીમાં, હાય મારે પવિત્રઆત્મા બદા માણહાય આપીહી ને તુમારે ડીકરાહા ને ડીકીયરેહે મારે સંદેશા લોકાહાય જાણાવી, ને જુવાન ને ગડે માણહે સપને હેદી.18. હિયા દિહીમાં હાય મારે સેવકેહેય મારે પવિત્રઆત્મા આપીહી.જેહે કરીન તે લોકાહાય મારે સંદેશા આપી હકાત. 19. આકાશમાં હાય અદબૂત બાબતે કરીહી,ને તેહેજ અદબૂત બાબતે થરતી પાહી બની તે દેખાળને હારૂ હાય ચમત્કાર કરીહી. ઈયે થરતી પાહી બદે જ નુઈ, આગ ને થૂમાળો હોય.20. માણહાય આકાશમાં દિહી આંદારાજેવો ને ચાંદ તીયણાહાય લાલ દેખાય. હાય, પ્રભુ ઈશ્વર, બદાહાય નીયાય કરને આવીહી તીયા પેલા એ બદી બાબતે બની. 21. ને જે મદદ હારૂ પ્રભુણે હાદી તીયણાહાય હાય બચાવીહી. ''22. પિતરે બોનવાણ ચાલુ રાખ્શ.''મારે હારિણા ઈઝરાયલીહો, મારે ઉનાયા ! જીયા નાસરેથણો ઇસુ તુમારે હારી જીવયો, તીયા ઈશ્વરે તીયાણે મોકનીને ખણા પરાક્રમ, આશ્વર્ય ને ચમત્કાર કરવાણી હિંમત આપીન તુમહાય ઈ સાબિત કદ કા તો ઈશ્વર પાહેથી આવીનો.તુમે પોતે હી જાણતે હા કા તી હાચ હા. 23. ઈશ્વરે તીયા વિષે નક્કિ કદન કા, ઇયા માણહા ઇસુણે તીયાણે વિરોદેહેય હાથમાં હો૫વામાં આવી.ને તુમહાય ખરાબ માણહાય સહાયથી ઇસુણે વધસ્તંભે ચળાવયો ને મારી નાખશો 24. તો મરી ગો.ફણ ઈશ્વરે તીયાણે પાછો ઉઠાયળો.કેહેકા તો મરીનો ૨ય તી બની જ ની હકે.ઈશ્વરે ઇસુણે પાછો જીવતો કદો.25. મસીહાયે જી કયન તીયા સંબંદી દાઉદ રાજાએ લાંબા સમય પેલા નખીન કા, તુ પ્રભુ ઈશ્વર કાયમ મારે હારી હા.તુ મારે જમણી પાહી હા,જી મારે નુકશાન કરને માંગતે હા તીયણેથી હાય ખાભરવાણો કાયની. 26. એટલે મારે હૃદય રાજી હોવ ને હાય ખુશ હોવો.જો કા હાય કોઈક દિહી મરી જાહી તોય ભી હાય જાણતો હામ કા તુ માને કાયમ મદદ કરેહે.27. જીયે મરીગનાણે હા તીયા જાગામાં તુમે માને નખા રાખતે. તુમે મારે શરીરને નાશ ભી નખા હોવા દેતે કેહેકા હાય તોરે વ્હાલો હામ ને કાયમ તોરે નિયમ માનતો હામ. 28. તુયે માને દેખાયળ હા કા પાછ જીવત કેવી રીતે હોવાણ.તુ માને ખુશ કરેહે કેહેકા તુ કાયમ મારે હારી રહે."29. પિતરે આગાલ કય," મારે હારીણા યહૂદીયોહેય,માને ખાતરી હા કા આપળે વળીલ, દાઉદ મરી ગો, ને લોકોહેય તીયાણે દાચ્ટો.ને જીયા જાગા પાહી તીયાણે તીયણાહાય દાચ્ટો તો જાગા આજે ભી ઈયે હા. 30. દાઉદ રાજા એક પ્રબોધક હોતનો.ને તીયે જાયણ કા ઈશ્વરે તીયાણે વચન આપીન કા તીયાણે પેળીમાંણો એક રાજા બની. 31.લાંબા સમય પેલા દાઉદ જાણતોનો કા ઈશ્વર કાજા કરવાણો હાતીયે કય કા ઈશ્વર ઇસુ ખ્રિસ્તણે મરી ગયા પુઠી જીવતો કરી.ઈશ્વર તીયાણે કબરમાં રવા ની દેય,ને તીયાણે શરીરને નાશ હોવા દેય ની.32ઈયા માણહા ઇસુણે મરી ગયા પુઠી ઈશ્વરે તીયાણે પાછો જીવતો કદો.આપળે માંણે બદે તીયાણે શિષ્યો હી જાણતે હામ, કેહેકા આપળાહાય તીયાણે દેખ્શો હા. 33. ઇસુણે ઈશ્વરે તીયાણે પિતાએ, તીયાણે જમણે હાથે બેહાળીન તીયાણે હારી રાજ કરવા દેઈન મોટ માન આપ્ય હા.તીયે આપળાહાય પવિત્રઆત્મા આપ્ચો હા, ને હી જ હા કા આજે તુમે ઇયે હેદી ને ઉનાઈ ૨યે હા.34આપળે જાણતે હામ કા દાઉદ પોતાણે વિષે કતો કાયની.કેહેકા, જેવી રીતે ઇસુ ઉપાર હરગામાં ગો તેવી રીતે દાઉદ ગનો કાયની.તીયા હારી, દાઉદે પોતે ઇસુ મસીહ વિષે હી કય હાઃપ્રભુ ઈશ્વરે મારે પ્રભુ મસીહણે કય કા, ઇયે મારે જમણે હાથે રાજ કર. 35. જીયે હુદી હાય તોરે વિરોદીહેય પૂરા હરાવી દેમ તીયે હૂદી. " 36. પિતરે એહે કયન પુર કદ, "એટલે હાય ઈચ્છતો હામ કા તુમે ને બીજે ઈઝરાયલી ઈ જાણાત કા, ઓ જ ઇસુ જીયાણે તુમહાય વધસ્તંભે જયળો ને મારી નાખ્શો,તીયાણે ઈશ્વરે પ્રભુ ને ખ્રિસ્ત બેય બનાવયો હા. "37. પિતર ને બીજા પ્રેરિતોહેય જી કય તી માણહાય ઉનાય તીયા, તીયણાહાય જાયણ કા તીયણેથી ખોટ હોવ હા.લોકાહાય તીયણાહાય કય, "આમારે કાજા કરવા જોજે ? 38. પિતરે તીયણાહાય જવાબ આપ્ચો,"તુમારે માંણા બદાહાય તુમારે પાપી સબાવથી પાછ ફિરવા જોજે.જો તુમે આમુ ઇસુ ખ્રિસ્ત પાહી વિશ્વાસ કરહા તીયા આમે તુમહાય બાપ્તિસ્મા આપહું.ઈશ્વર તુમારે પાપ માફ કરી.ને તો તુમહાય તીયાણે પવિત્રઆત્મા આપી. 39. ઈશ્વર તુમારે હારૂ ને તુમારે બાળકોહેય હારૂ, ને બીજે બદે જી ઇસુમાં વિશ્વાસ કરતે હા, તી ઇથે દૂર રતે હોય તીયણે હારૂ હો એહે કરવાણ વચન આપ્ચ હા.આપળે પ્રભુ ઈશ્વર તીયાણે પવિત્રઆત્મા આપણાહાય જીયે, તીયે તીયાણે લોક હોણે હાજ્જે હા તીયણાહાય આપી!"40. પિતર ખણો બોન્નો ને તીયે ફારપૂર્વક કય.તીયે તીયણાહાય કય, "ઈશ્વર પાહી માંગા કા તો તુમહાય બચાવે.જીયાથી ઇસુણે કબૂલ ની કરનારા એવા ખરાબ માણહાય તો શિક્ષા કરે તીયા તુમહાય શિક્ષા ની કરો ! 41. તીયાથી જી માણહાય પિતરને સંદેશા પાહી વિશ્વાસ કદો તી બાપ્તિસ્મા પાંમને.તીયામાંથી તીયે દિહી વિશ્વાસુહેય ટોલામાં આશરે તીન હજાર જોળાયે. 42. પ્રેરિતો જી હિખીવતાના તીયાણે તે કાયમ આધીન રતના. તે ખણીવાર બીજા વિશ્વાસુહેય મિલતાના ને તીયણે હારી મીલીને ખાવાણ ખાતના ને રોજે જ હારી પ્રાર્થના કર્તના.43. બદે માણહે જી યરૂશાલેમમાંહોતને તી ઈશ્વરને ખણે માન આપતેને. કેહેકા પ્રેરિતે ખણી ચમત્કારીક કામ કર્તના. 44. બદે જીયણાહાય ઇસુ પાહી વિશ્વાસ કદો, તીયણાહાય ઈયે વાતો પાર હો વિશ્વાસ કદો ને તી નિયમિત રીતે ફેગે હોવતેને.તીયણે પાહી જી કાય હોતન તી, તી એકબીજા હારી વેયચી નેતેને. 45. કોઈ સમય એવો આવે તીયા તીયણે પોતાણી જમીન ને વસ્તુ વેંચી દેતના.ને બદાહાય જરૂરિયાત પ્રમાણે તે પયાહા બીજા માણહાય આપતાના.46. તીયણાહાય રોજે જ મંદિરને વિસ્તારમાં ફેંગ હોવાણ ચાલુ રાખ્શ.તી ખર હારી મીલીને ખાવાણખાતને ને તેહે કરીન તીયણે પાહી જી કાંઈ હોતન તી એકબીજા હારી વેંયચીન આનંદ પાંમતેને. 47. એહે કરીન તે ઈશ્વરને સ્તુતિ કરતેને,ને યરૂશાલેમણે બદે માણહે તીયણાહાય માન આપતેને.એવી બાબત બની રયની તીયા જીયણાહાય તીયણે પાપાહાય શિક્ષામાંથી બચાવવામાં આવને તીયણાહાય પ્રભુ ઇસુ રોજે રોજ ઉમીરતોનો.
1. એક દિહી પિતર ને યોહાન મંદિરમાં જાતના, બોપરેહે તીન વાગીના,તીયા સમયે માણહે તીયે પ્રાર્થના કરતેને. 2તીયે એક માટળો હોતનો કા જો જનીમ્યો તીયાથી ચાની હકતોનો કાયની. તો મંદિરને ઓરાવાણે બારે સુંદર નામના બારા આગાલ બેહેતનો.માણહે રોજે જ તીયાણે તીયે નેય જાતને કા જીયાથી જી મંદિરમાં જાતને તીયણે પાહી તો પયાહા માગી હકે.
1. તીયે વખાતે તીયે મંદિરને આંગણામાં કતરાક યાજકે હોતના. તે મંદિરને હાચીવનારાહાય અધિકારી ને સદૂકી જૂથણે કતરાક સભ્યે હોતના.તી બદે માણહે પિતર ને યોહાન પાહી આવે તીયા તી બેયાહાય હારી વાત કરતેને. 2. તી માણહે બો જ ગુસ્સામાં હોતને.કેહેકા, બે પ્રેરિતે લોકોહેય ઇસુ સંબંદી હિખીવતાના.તે માણહાય જી કય રયના તી ઈ કા, ઇસુણે મારી નાખ્શા પુઠી ઈશ્વરે તીયાણે જીવતો કદો. 3. તીયાણે નેદે હીયા માણહાય પિતર ને યોહાનનેથરીન જેલમાં પૂયરા.યહૂદી નીયાયસબાણે પિતર ને યોહાનણે તપાહા કરને હારૂ બીજે દિહી હૂદી વાટ હેદવા પળી.કેહેકા હાંન્ત હોઈ ગન. 4. તો ભી ખણે માણહે જીયણાહાય પિતરને બોનતા ઉનાયો તીયણાહાય ઈસુ પાહી વિશ્વાસ કદો. જીયણાહાય ઇસુ પાહી વિશ્વાસ કદો તીયણે ગણતરી પાંચ હજાર હૂદી વદી.5. બીજે દિહી અધિકારી, વળીલો, યહૂદી કાયદા જાણનારે સાયેબળે, ને યહૂદી નીયાયસબાણે બીજા સભ્યોહેય હાદાવયે.ને તીયણાહાય યરૂશાલેમમાં એક જાગે ફેંગે કદે. 6.આન્નાસ, પેલીણો મોટો યાજક તીયે હોતનો. ને નવો મુખ્ય યાજક કાયાફાસ, યોહાન ને આલેકસાંદર, ને મુખ્ય યાજકણે બીજે હગાવાલે ભી તીયે હોતને. 7.તીયણાહાય પિતર ને યોહાનણેપૂચ્છ," ઓ માણહુ કા જો ચાની કાયની હકતોનો તીયાણે હાર કરવાણી શક્તિ ને અધિકાર તુમહાય કિડે આપ્ચો હા ?"8. જેહે પવિત્રઆત્માએ પિતરને શક્તિ આપી, તેહે પિતરે તીયણાહાય જવાબ આપતા કય, "ઓ હારિણા ઈઝરાયલીહોય, ને વળીલોહો, જે આમારે પાર અધિકારચાનીવતા હા, ને બીજા બદા આગેવાનો, મારે ઉનાયા. 9. ઓ માણહું જો ચાની હકતોનો કાયની તીયાણેસંબંદમાં એક હાર કામ જી આમહાય કદ, તીયાણે સંબંધીતુમે આમહાય પૂછતા હા કાતો કેવી રીતે હારો હોવો. તીયાણે નેદે તુમહાય ને બદા ઈઝરાયલીયોહેય મારે અત્ર કવાણ હા. 10. નાસરેથણા ઇસુ ખ્રિસ્તણા નામે ઓ માણહું હારો હોવો હા.તીયાણે નેદે જ તો આમી તુમારે હામે ઉબો રાખવાણો લાયક હોવો હા.તુમહાય ઇસુણે વધસ્તંભ પાહી ચળાવયો ને મારી નાખ્શો હા, ફણ ઈશ્વરે તીયાણે જીવતો કદો હા.11. નાસરેથણા ઈસુ ખ્રિસ્તણે સંબંદમાં શાસ્ત્ર હિયા પ્રમાણે કત હા. "જીયા પથરાણે બાંદનારાહાય ઉડાળી નાખ્શો તો ખરનો મુખ્ય પથરો બન્નો હા." 12ફક્ત ઇસુ જ આપળાહાય બચાવી હકતો હા. કેહેકા દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણહું આપ્ચો નાથ કા જો આપળાહાય પાપણે ફૂલથી બચાવી હકે !"13. યહૂદી આગેવાનેહેય ખાતરી હોવી કા પિતર ને યોહાન તીયણેથી ખાભરાતા કાયની.તીયણાહાય હી ભી ખબાર પળી કા એ બેઉ સાદારણ માણહે હા.જે કોઈ નિહાલમાં ફણીના કાયની. તીયાણે નેદે આગેવાનોહેય નવાઈ નાગી. તીયણાહાય ખબાર પળી કા તીયણાહાય ઇસુ હારી સમય કાયળો હા. 14. તીયાણાહાય હી બી દેખ્શ કા, જીયા માણહાણે હારોકરવામાં આવીનો તો પિતર ને યોહાનણે હારી ઉબો રાખીનો હોતનો. તીયાણે લીદે તે તીયણે વિરુત કાંઈ બોની હકાત તેહે કાયનીહોતન.15. યહૂદી આગેવાનોહોય હાચીવનારાહાય પિતર, યોહાન, ને હાર હોવીના માણહાણે જીયે તે બેઠના તીયા ઓરડામાંથી બાયરે નેજાણે કય. તીયણાહાય હિયા પ્રમાણે કયરા પુઠી આગેવાનોહેય પિતર ને યોહાન સંબંદી એકબીજા હારી વાત કદી. 16. તીયણાહાય કય, " હિયા બેય માણહાણે આપળે સજા કરી હકશે એવી કોઈ બાબત નાથ,યરૂશાલેમમાં રનારે બદે જાણતે હાકા તીયણાહાય જબરો ચમત્કાર કદો હા,તીયાણે નેદે હેવ કાંઈ બન્ન કાયની, તેહે આપળેથી કાંઈ કય હકાય તેહે કાયની. 17. તોય ભી, તે ઇસુ વિષે બીજા માણહાય જી હિખીવતા હા તી આપળે ચાનવી હકશે ની.એટલે આપળે ઈયા માણહાણે કવ જોજે કા, જો તે બીજાણે, હો માણહું કા જીયાણે વિષે તે કતા હા કા તીયે ઈયા માણહાણેહારો કરવાણી શક્તિ આપી,તીયાણે સંબંદમાં હિખીવવાણ ચાનુ રાખી ત આમે તીયણાહાયશિક્ષા કરહું. " 18. એટલે યહૂદી આગેવાનોહેયહાચીવનારાણે તે બેય પ્રેરિતોહેયઓરડામાં પાછ નાવણે કય.હાચીવનારાહાય એહે કયરા પુઠી,તીયણાહાય તીયા બેયેહેય કયકા તુમારે હવેથી કોઈ બી ઇસુવિષે કવ કા હિખીવવ ની.19. ફણ, પિતર ને યોહાને કય, " ઈશ્વરને હી ગમે કા, આમે તુમારેમાનજે ને તીયાણે ની માનજે ? કાજા હાર હા તી આમે તુમહાય જ નક્કિ કરવા દેજે. 20. ફણ આમે તુમારે માની હકશે તેહે કાયની. ઇસુએ જી કદ ને હિખીવય તીયા સંબંદી લોકોહેય કવાથી આમે અટકી હકતા કાયની21. પુઠી યહૂદી આગેવાનોહેય પાછ પિતર ને પોહાનને તીયણે નિયમણે તોળને હારૂ ના પાયળી, ફણ તીયણા લોકોહેય તીયણાહાય સજા ની કરવાણી એવ નક્કિ કદ. કેહેકા યરૂશાલેમણે બદે માણહે અપંગ માણહાણે સંબંદમાં જી બન્ન તીયાણે નેદે ઈશ્વરને સ્તુતિ કરતેને. 22. તો ચાલીહી કરતા વદારે વરહાણો હોતનો. ને તો જન્મયો તીયારથી ચાની હકતોનો કાયની.23. નીયાયસબામાંથી નીકિલ્લા પુઠી પિતર ને યોહાન બીજા વિશ્વાસુહેય પાહી ગયા ને મુખ્યયાજકો તેહે જ વળીલોહોય જી તીયણાહાય કયન તી કય દેખાયળ. 24. જીયા વિશ્વાસુહેય હી ઉનાય, તીયા તીયણાહાય એક હારી પ્રાર્થના કદી કા," ઓ પ્રભુ !તુ આકાશ, થરતી ને દરિયો ને તીયામાં જી કાંઈ હા તીયા બદાણે બનાવનારો હા. 25. પવિત્રઆત્માએ આમારે પૂર્વજ દાઉદ, જો તુમારે સેવક હોતનો, તીયાથી હે શબ્દો નખાવયા: કાજા કારણે દુનિયાણે લોકજૂથ ગુસ્સામાં હા, ને ઈઝરાયલી માણહે ઈશ્વર વિરુત નકામા વિચાર કરતે હા ?26. થરતીણે રાજા ઈશ્વરને અધિકારીણે વિરુત વિડાણે તિયાર હોવા હા, ને અધિકારી તીયણે હારી જોળાયા હા કા તે પ્રભુ ઈશ્વર ને ખ્રિસ્ત જીયણાહાય તીયે અભિષેક કદા હા તીયણે વિરુત ઉઠે."27. ઈ હાચ હા ! હેરોદ ને પોંતિયસ પિલાત, બેય બિનયહૂદી ને ઇઝરાયલીયોહેય હારી મીલીન, ઇસુ જીયાણે તુમે મસીહ રીતે સેવા કરને અભિષેક ક્દો તીયણે વિરુત ઇયા હૈરામાં ઉઠ્ઠા હા. 28. તુમે તીયણાહાય એહે કરને દેદ કેહેકા, હી બન્ના પેલા લાંબા સમય પેલા તુમહાય નક્કિ કદન. "29. તીયાણે નેદે હવે, હે પ્રભુ, આમહાય તે કેવી રીતે સજા કરી તીયા સંબંદી તે જી કતા હા તી તુ ઉના ! બદે ઇસુણે વાત કવાથી તુમારે સેવા કરને આમારે મદદ કરા ! 30. તુમારે પવિત્ર સેવક ઇસુણે નામમાં હારે હોવાણા મોટા ચમત્કાર, નિશાની, ને અદભૂત કામ કરને તુમારે પરાક્રમ દેખાળા !" 31. જીયા વિશ્વાસીયોહેય પ્રાર્થના કરવાણ પૂર કદ. તીયા જીયે તી ફેંગે હોવીને તો જાગો કાપી ઉઠ્ઠો. ૫વિત્રઆત્માએ જેહે તીયણાહાય શક્તિ આપી તેહે તે હિંમતથી ઈશ્વરે તીયણાહાય કયના વચનો બોન્ને લાગા, ને હીયા પ્રમાણે તીયણાહાય કદ.32. વિશ્વાસ કરનારા માણહાય ટોલ, તી જી વિચારતેને ને ઇચ્છતેને તીયા સંબંદી પૂરી સહમતી થરાવતન. તીયણેમાણ કોઈ હેવ કતન કાયની કા હે વસ્તુ મારે એખનાણે હા, ફણ તીયાણે બદલે, તીયણે પાહી જી કાય હોતન તી એકબીજા હારી તે વેયચી નેતને. 33. પ્રેરિતોહે સામર્થથી બીજહાય કવાણ ચાનુ રાખ્શ કા ઈશ્વરે ઇસુ પ્રભુણે જીવતો કદો હા.ને ઈશ્વર બદા વિશ્વાસીયોહેય ખણી મદદ કરતોનો.34. વિશ્વાસુહો માંણે કતરેક જીયણે પાહી જમીન કા ખરે હોતને તીયણાહાય તીયણે મિલ્કાત વેંચી નાખી. પુઠી તીયણાહાય જી વેંચીન તીયાણે પયાહા પ્રેરિતોહેય આપ્ચા. 35. પુઠી પ્રેરિતો તીયા પયાહામાંથી જરૂરિયાતવાલા વિશ્વાસીણે આપતાના.તીયાણે લીદે જીવન જીવણે જી જરૂરી હોતન તી બદ વિશ્વાસીહોય ફાગ પૂરત હોતન.36. હવે તીયે યૂસફ નામણો લેવી પેળીણો માણહું હોતનો. ને તો સાયપ્રસ ટાપુ પારથો આવીનો. પ્રેરિતો તીયાણે બાર્નાબાસ કતના, યહૂદીયોહેય ભાષામાં તીયાણે નામણો અર્થો, બીજાણે હિંમત આપનાર માણહું એવો હોતો હા. 37. તીયે એક ખેત વેચી દેદ. ને તીયાણે પયાહા તો પ્રેરિતોહેય પાહી નાવો કા જીયાથી બીજા વિશ્વાસુહેય આપી હકાય
1.હવે તીયે વિશ્વાસીયોહેમાંણ એક માણહું હોતન.જીયાણે નામ અનાન્યા હોતન.ને તીયાણે ખરાવાલીણે નામ સાફીરા હોતન.તીયે ભી કતરીક જમીન વેચીની. 2જમીનને જે પયાહા તીયણાહાય મીલ્લા તીયામાંથી તીયે થોળાક પોતાણે હારૂ હો રાખ્શા, ને તીયાણે ખરાવાલીણે ખબર હોતની કા તીયે એહે કદ હા.પુઠી તો બાકી બચીના પયાહા નાવો ને પ્રેરિતોહેય આપ્ચા. ને તે પ્રેરિતોહેય સબાખંડમા પાછા નાવા. ફણ તીયણાહાય તીયણેહારી ખરાબ વેવાર કદો ની. કેહેકા તે બીતના કા માણહે તીયણે ફણી પથરા નાખીન મારી નાખી.
1. તીયા વખાતે,ખણે બદે માણહે વિશ્વાસી બનીને, બિન વતની યહૂદીઓહેય મૂળ ઈઝરાયલીયોહેય વિષે ફરિયાદ કરવાણ ચાલુ કદ, કેહેકા તીયણેમાં જે વિધવાઓ હોતીન્ને તીયણાહાય તીયણે ખાવાણામાંથી રોજીણો પૂરતો ફાગ મીલતોનો કાયની.2. એટલે તે જી કય રયના તી તે બાર પ્રેરિતોહેય ઉનાય, તીયા તીયણાહાય યરૂશાલેમણે વિશ્વાસીયોહે ફેગુ હોવણે કય. પુઠી પ્રેરિતોએ તીયણાહાય કય, " માણહાય ખાવાણ વેંચણે હારૂ આમે ઈશ્વરને સંદેશ પ્રગટ કરવાણ પળત મૂક્યે તી બરાબર કાયની. 3. એટલે હારિણા વિશ્વાસીયોહોય, તુમે તમારેમાંથી સાત માણહાય કાલજીરાખીન પસંદ કરા,જીયણાહાય તુમે જાણતે હા કા તિણા’હાય ઈશ્વરને આત્મા દોરવણી આપતો હા ને જે હામટા જ્ઞાની હોય. પુઠી આમે તીયણાહાય ઈયા કામ હારૂ સૂચના આપહું. 4. ફણ આમહાય લાગી વીલગીત હા તીયે હુદી, આમે તે આમારે સમય પ્રાર્થના ને ઉપદેશ કરવામાં ને ઇસુણા સંદેશ વિષે હિખીવવામાં કાળહું".5. પ્રેરિતોહેય જી કય તી બદ વિશ્વાસીહેય હાર નાગ. એટલે તીયણાહાય સ્તેફનણે પસંદ કદો કા જો, ઈશ્વરમાં મક્કમ માનનારો ને જીયા પાર પવિત્રઆત્માણે બદો જ અધિકાર હોતનો.તીયણાહાય ફિલિપ, પોખરસ, નિકાનોર, તિમોન, પાર્મિનાસ ને નિકોલાસ જો અંત્યોખ હૈરાણો હોતનો તીયણાહાય બી પસંદ કદા. 6. વિશ્વાસી ઈયા સાત માણહાય પ્રેરિતો પાહી નાવે. પુઠી પ્રેરિતોહેય તીયણે હારૂ પ્રાર્થના કદી. ને તીયણે હાથ તીયણેમાંણા બદાહાય ટમ્પા પાર મુક્યો કા જીયાથી તે હી કામ કરાત.7. એટલે વિશ્વાસીયોહે ખણા માણહાય ઈશ્વરનો સંદેશો કવાણ ચાલુ રાખ્શ. યરૂશાલેમમાં જી ઇસુ પાર વિશ્વાસ કરતેને તેવા માણહાય સંખ્યામાં હામટો જ વદારો હોવો. ખણા યહૂદી યાજકે ભી ઇસુ પાર કેવી રીતે વિશ્વાસ કરવાણો, ને તીયાણે કયન માનવામાં સામેલ હોવા.8. ઈશ્વર સ્તેફનણે ખણા નવાઇલાગે તેવા ચમત્કાર કરવાણી શક્તિ આપતોનો. તીયાથી હી સાબિત હોવ કા, ઇસુ વિષેણો સંદેશ હાચો હા. 9. તો હો કતરાક લોકોહે સ્તેફનણે વિરોધ કદો. તે યહૂદી હોતના જે છોળી દેવાયના માણહાય સબાસ્થાન રીતે ઓલખાતા સબાસ્થાનને જૂથમાં નિયમિત રીતે ફેંગે મિલતેને, ને પાછ કુરેની, આલેકસાંદ્રિયા ને કિલીકિયા, ને આસિયાણે વિસ્તારને હૈરાણે માણહે ભી તીયામાં ફેગાયને હોતને. તી બદે સ્તેફન હારી બોનાબોની કરને લાગે.10. ફણ તીયે જી કયન તી ખોટ હોતન તેવ તી સાબિત કરી હકશે ની, કેહેકા ઈશ્વરને આત્માએ તીયાણે ડાયાપણાથી બોનવાણી હિંમત આપીની. 11. એટલે તીયણાહાય છાનમાન કતરાક માણહાય સ્તેફન પાર ખોટો આરોપ મૂકણે તીયાર કદે. તીયણા માણહાય કય," આમહાય તીયાણે મૂસા ને ઈશ્વર વિષે ખોટ બોનતા ઉનાયો હા."12. એટલે બીજા યહૂદીઓ, વળીલો ને નિયમશાસ્ત્રણે હિખીવનારા બધા સ્તેફન પાર ગુસ્સે હોવા. પુઠી તીયાણાહાય સ્તેફનણે થયરો ને યહૂદી નીયાયસબામાં નેય ગયા. 13૧૩. તે કતરાક માણહાય પયાહા આપીન અંદર નાવા કા તે જૂઠી સાક્ષી પૂરાત.તીયણાહાય કય, "ઓ માણહું, હી પવિત્ર મંદિર ને નિયમશાસ્ત્ર જી મૂસાણે ઈશ્વર પારથ મિલ્લીય તીયા વિષે ખરાબ બોનિયા કરતો હા. 14. આમારે કવ હા કા, આમહાય તીયાણે એહે કતા ઉનાયો હા કા, નાસરેથણો ઇસુ ઈયા મંદિરને નાશ કરી. ને મૂસાએ આપળે બાપદાદાહાય હિખવીના રિવાજ કર્તા જુદા રિવાજ પાલવાણ કઈ." 15. સબામાં બેઠને બદે માણહે સ્તેફન ફણી હેદી ૨યે ને તીયણાહાય દેખ્શ કા, તીયાણે ચહેરો ઈશ્વરને દૂત જેવો દેખાયો
1પુઠી મુખ્ય યાજકે સ્તેફનણે પૂચ્છ," હિ માણહે તોરે વિષે જે બાબતે કતે હા તે હાચી હા કા ?" 2. સ્તેફને જવાબ આપ્ચો, " હારિણા યહુદીઓ હેય ને આગેવાનો, મેરબાની કરીન મારે ઉનાયા !આપળે પૂર્વજ ઇબ્રાહિમ હારાન હેરામાં આવો તીયા પેલા, તો આજુ મેસોપોટેમીયાણે વિસ્તારમાં રતનો તીયા મહિમાવાન ઈશ્વર જીયાણે આપળે ફજન કર્તે હામ તીયે તીયાણે દર્શન આપ્ચ. 3. ઈશ્વરે તીયાણે કય, 'તુ ને તોરે હગાવાલે જીયે જાગે રતે હા તી છોળી દેયા, ને હાય તુને જો જાગો દેખાળ તીયે જા."4. એટલે ઇબ્રાહિમ તીયે જાગેથો નીકલી ગો, જો ખાલદીયોહોય દેશ ભી કવાતનો, ને હારાનમાં આવી પહોંચ્ચો ને તીયે ૨યો. તીયાણે આથહાણે મયરા પુઠી, ઈશ્વરે તીયાણે ઇયે જાગે આવણે કય જીયે તુમે આમુ રતે હા. 5. તીયા સમયે ઈશ્વરે ઈબ્રાહિમણે કોય જાગો વતન રીતે આપીનો કાયની. જાગાણે નાંદળો ટૂકળો ભી કાયની. ફણ ઈશ્વરે તીયાણે વચન આપ્ચ કા પુઠીથી તો તીયાણે વંશજોહેય જાગો આપી. જો કાયમ તીયાણે ૨ય. જો કા તીયા સમયે ઇબ્રાહિમણે કોઈ બાળક કાયની હોતન કા જીયાણે ઓ વારસો મીલે.6. પુઠી ઈશ્વરે ઇબ્રાહિમણે ય, તોરે વંશજ વિદેશમાં જાય ને તીયે ૨ય. ને તીયે ચારહે વરહા હૂદી ૨ય, ને તીયા સમય દરમ્યાન તીયણા આગેવાનો તોરે વંશજોહેય હારી ખરાબ વર્તન કરી ને તીયણાહાય ગુલામેહેય જેવ કામ કરને દાબાણ કરી. 7. ફણ તીયણાહાય ગુલામે બનાવનારા માણહાય હાય સજા કરીહી. તીયા પુઠી તોરે બાપદાદા તીયા જાગાણે છોળી દેય, ને તે ઇયે જાગે પાછા આવી ને મારે ફજન કરી. 8. પુઠી ઈશ્વરે આજ્ઞા આપી કા તે ઈશ્વરને હા એવ દેખાળને હારૂ ઇબ્રાહિમણે ખરના બદા જ માટળા તેહે જ તીયાણે વંશજોમાંણા બદા જ માટળાહાય સુન્નત કરાવવાણી. ઇબ્રાહિમણે ડિકરોહો ઇસહાક જનમીયો પુઠી, જીયા તો આઠ દિહીણો હોતનો તીયા તીયે તીયાણે સુન્નત કદી. પુઠી ઇસહાકણો ડિકરોહો યાકૂબ જનીમયો. યાકૂબ તે બાર માણહે જીયાણે યહૂદીઓ પૂર્વજો કા પિતાઓ કતે હા, તીયણે આથહો હોતનો.9. તુમે જાણતે હા કા યાકૂબણે મોટા ડિકરાહોયે નાંદળા ડિકરાહાણે અદેખાઈ કદી. કેહેકા તીયણે આથહો નાંદળા ડિકરાહા યૂસફણે વદારે પસંદ કરતોનો. તીયણાહાય તીયાણે વેપાયરાહાય વેંચી દેદો. જે તીયાણે મિસરમાં નેય ગયા. જીયે તો ગુલામ બંન્નો. ફણ ઈશ્વરે યૂસફણી મદદ કદી. 10. જીયા ભી લોકોહે તીયાણે તકલીફમાં મૂક્ચો તીયા ઈશ્વરે તીયાણે રક્ષણ કદ. તીયે યૂસફણેડહાપણ આપ્ચ. ને ફારૂન, મિસરને રાજાણે યૂસફણે વિષે વિચારવાણી હિંમત આપી.એટલે ફારૂને તીયાણે મિસર પાર તેહેજ તીયાણે બદી મિલકાત પાર અધિકારી રીતે નિમ્યો.11. જીયા યૂસફ ઇ કામ કરતોનો. એવો સમય આવો કા મિસરમાં ને કનાનમાં બોજ ઓછ ખાવાણ બચીન. માણહે આઠવી રયને. તીયા સમયે કનાનમાં યાકૂબ ને તીયાણે ડિકરાહાય બી ખાણે પૂરત ખાવાણ કાયની મિલ્તન. 12. જીયા યાકૂબે માણહા પાહીથી ઉનાય કા, મિસરમાં અનાજ હા કા જીયાણે વેંચાત નેય હકાત હા, એટલે તીયે યૂસફણે મોટા ફાહાવેહેય તી અનાજ વેંચાત નેણે તીયે મોકીન્યા.તે તીયે ગયા ને પૂસફ પાહેથી અનાજ વેંચાત નાવા. ફ્ણ તીયણાહાય તીયાણે ઓલખીયો કાયની. પુઠી તે ખર પાછા આવા. 13.જીયા યૂસફણે ફાહાવ પાછા મિસરમાં ગયા તીયા, તીયણાહાય પાછ યૂસફ પાહીથી અનાજ વેંચાત નેંદ. ફણ ઇયે વખાતે તીયે તીયણાહાય કય કા તે કિડા હા ? ને તીયાણે નેદે ફારૂનને ખબર પળી કા યૂસફણે માણહે હિબ્રુ હા ને કનાનથી જી માણહે આવીને તે તીયાણે ફાહાવ હોતના.14. તીયા પુઠી યૂસફે તીયાણે ફાહાવેહેય ખર પાછા મોકની દેદા. તીયણાહાય તીયણે પિતા યાકૂબણે કય કા યૂસફ તીયાણે મીલને માંગતો હા ને તીયણે આખ કુંટુંબ મિસર આવે એહે ઇચ્છતો હા. તીયા સમયે યાકૂબણે કુટુંબમાં પંચોતેર માણહે હોતને. 15. જીયા યાકૂબે તી ઉનાય તીયા, તો ને તીયાણે કુટુંબ મિસરમાં રણે ગ. તીયા પુઠી યાકૂબ તીયે મરી ગો. ને આપળે બીજા પૂર્વજે, તીયાણે ડિકરાહા ભી તીયે મરી ગયા. 16૧૬. તીયણે શરીરોહેય આપળે જમીનમાં પાછે નાવવામાં આવે ને ઇબ્રાહિમે જે કબર હમોરને ડિકરાહા પાહેથી શેખેમ હૈરામાં વેચાતી નેદની તીયે દાચ્ટે.17. લાંબા સમય પેલા ઇશ્વરે ઇબ્રાહિમણે જી વચન આપીન. તીયા મુજબ ઈશ્વર આપળે પૂર્વજોહેય મિસરમાંથી છોળાવે તીયે હૂદીમાં તીયણે સંખ્યા ખણી વદી ગની. 18. બીજો એક રાજા મિસરમાં રાજ કરને લાગો. તીયાણે સમય પેલા, યૂસફે મિસરને માણહાય જે મોટી મદદ કદની તીયા વિષે જાણતોનો કાયની. 19. તીયા રાજાએ કૃરતાપૂર્વક આપળે પૂર્વજોહેય તીથ કાળી મુકવાણી કોશિશ કદી.તીયે તીયણાહાય દુ:ખ આપ્ચ ને તીયણાહાય હામટ આઠીવવા પયળ. તીયે તીયણાહાય તીયણે નવે જન્મીને બાળકો મરી જાત તીયા હારૂ ખરને બાયરે મૂકી દેવાણ ભી હૂકુમ આપ્ચો.20. તીયા સમયે મૂસાણે જન્મ હોવો. ને ઈશ્વરે હેજ્જ કા તી હામટ સુંદર બાળક હા એટલે તીયાણે આહાય આથહે તીન મહિના હૂદી તીયાણે ખરમાં મોટો કદો 21. પુઠી તીયણાહાય તીયાણે ખરને બાયરે મોકની દેવા પયળો. ફણ ફારૂનને ડિકીયરેહે તીયાણે હેદી કાયળો ને તો જાણે પોતાણે જ ડિકરોહો હોય તેહે તીયાણે મોટો કદો.22. મિસરને માણહે જે વિદ્યા જાણતેને તી બદ મૂસાણે હિખીવવામાં આવ. ને જીયા તો મોટો હોવો તીયા તો બોનવામાં ને કામે કરવામાં જબરો બન્યો. 23.એક વખાત જીયા મૂસા ચાલીહી વરહાણો હોવો તીયા, તીયે નક્કિ કદ કા, ઇઝરાયલી, જી તીયાણે હગેહે કા તીયણાહાય તો મીલને જાય. 24. તીયે દેખ્શ કા એક મિસરી ઇઝરાયલીયોમાંણા એકા હારી ખરાબ વર્તન કરી ૨યનો.એટલે તો ઇઝરાયલી માણહાણે મદદ કરને ગો, ને તીયે તીયા મિસરીણે મારી નાખીન તીયા ઇઝરાયલી માણહાણે બદલો નેદો. 25. મૂસાએ વિચાયર કા તીયાણે હારીણા ઇઝરાયલીયો હી હમજી હકી કા ઈશ્વરે તીયણાહાય ગુલામીમાંથી છોળાવણે હારૂ તીયાણે મોકિન્નો હા. ફણ તે હમજી હખ્શા કાયની.26.બીજે દિહી મૂસાએ બે ઇઝરાયલી માણહાય એકબીજા હારી વિડાતા દેખ્શા.તીયે તીયણાહાય વિડાતા અટકાવીન તીયણાહાય કય, માણહાઓ, તુમે બેય તે હારીણા ઇઝરાયલી હા ! કાજા કરને તુમે એકબીજાણે નુકશાન કરતા હા ? 27. ફ્ણ તી માણહું જી બીજાણે લેય રયન તીયે મૂસાણે ખેંચી પાળીન તીયાણે કય, તુને કોઈએ આમારે પાર અધિકારી કા ન્યાયાધીશ ઠરાવયો કાયની ! 28. કાને તુયે જેહે હલા મિસરીણે મારી નાખ્શો તેહે તુ માને હો મારી નાંખણે માંગતો હા કા ?29. જીયા મૂસાએ હી ઉનાય, તીયા તો મિસરથી મિદ્યાન નાહી છૂચ્ટો. તો તીયે થોળે વરહે હૂદી ૨યો. તો તીયે પન્નાયો, તીયાણે ને તીયાણે ખરાવાલીણે બે બાળકો હોતને. 30. ચાલીહી વરહા પુઠી, એક દિહી, પ્રભુ ઈશ્વરે દૂતણા રૂપમાં મૂસાણે દર્શન આપ્ચ. તો રણમાં સિનાઈ ડોગાર પાર બલતા સાળવાણે આગળામાં તીયાણે દેખાયો.31. જીયા મૂસાએ હી દેખ્શ, તીયા તીયાણે નવાઈ નાગી. કેહકા તી સાળવ ભસ્મ હોવતન કાયની. જીયા તો વદારે પાહીથી હેદણે ગો, તીયા પ્રભુ ઈશ્વરે તીયાણે કય, 32. 'હાય ઈશ્વર હામ. જીયાણે તોરે પૂર્વજ ફજન કર્તના. ઇબ્રાહિમ, ઇસહાક ને યાફૂબ જીયાણે ફજન કર્તના તો ઈશ્વર હાય હામ. મૂસા અતરો ખાભરાઈ ગનો કા તો કાંપણે લાગો. તો સાળવા ફણી વદારે વાર હેદવાથી ખાભરાયો.33. પુઠી પ્રભુ ઈશ્વરે તીયાણે કય, તુ માને માન આપતો હા તી દેખાળને હારૂ તોરે પાગાહામાંથી ચંપાલે ઉતાર. કેહકા હાય ઈયે હામ, જીયા જાગા પાર તુ ઉબો રાખો હા તો પવિત્ર હા. 34. માયે નક્કિ દેખ્શ હા કા કેવી રીતે મિસરને માણહે મારે માણહાય કાયમ હેરાન કરતે હા.મારે માણહે જીયા તીયાણે લીદે તકલીફથી આકલાતે હા તી માયે દેખ્શ હા.એટલે હાય તીયણાહાય મિસરમાંથી છોળાવણે હારૂ નીચે ઉતીયરો હામ.હવે તીયાર હોય જા, કેહેકા હાય તુને મિસરમાં પાછો મોકીનવાણો હામ. "35. ઓ મૂસા હોતનો કા જીયે આપળે ઇઝરાયલી માણહાય મદદ કરવાણી કોશિશ કદી.ફણ તીયણાહાય તીયાણે એવ કઈન નકાયરો કા તુને કોયે આમારે પાર અધિકારી કા ન્યાયાધીશ ઠરાવયો કાયની ! 'મૂસા તો હોતનો જીયાણે ઈશ્વરે જ તીયણે પાર અધિકારી રીતે મોકનીનો જીયાથી તી ગુલામીમાંથ બચી જાત. તો ઓ જ હોતનો જીયાણે સાળવામાંથી દૂતે એહે કરવાણો હૂકુમ આપીનો. 36. મૂસા ઓ માણહું હોતનો જો આપળે પૂર્વજોહેય મિસરમાંથી બાયરે દોરી નાવો. ઈશ્વર તીયાણે હારી હા તી દેખાળને હારૂ તીયે મિસરમાં ખણા ચમત્કાર કદા, લાલ દરિયા પાહી ને ચાલીહી વરહા હૂદી જીયા ઇઝરાયલી માણેહે અરણ્યમાં ૨યે.
1.જીયા તે સ્તેફનણે મારી નાખવાણા હોતના તીયા સ્તેફનણે મારી નાખવો જોજે એવી ઈચ્છા થરાવતો શાઉલ તીયે હાજર હોતનો. તીયે જ દિહી માણહાય યરૂશાલેમમાં રતે વિશ્વાસીયોહેય ભારે સતાવણી કરવાણ ચાનું કદ. એટલે મોટા ફાગણે વિશ્વાસું યહૂદીયા ને સમરૂનણે બીજા વિસ્તારોમાં નાહી છૂચ્ટે. પ્રેરિતે યરૂશાલેમમાં ૨યા. 2.પુઠી ઈશ્વરની બીક રાખનારા કતરાક લોકોહેય સ્તેફનણે શરીરને કબરમાં દાચ્ટ ને તીયણાહાય તીયાણે હારૂ જોરમાં બમનીન ૨યળે ને શોક કદો. 3. ફણ શાઉલે વિશ્વાસીયેહેય ટોલાણે મારી નાખવાણ ચાનુ કદ.એક પુઠી એક ખરમાં ઉરાયીન ડોહોન્ને ને માટળા જે ઇસુ પાર વિશ્વાસ કર્તને તીયણાહાય ખહડી નાવીન જેલમાં પૂરતોનો.4. જીયા વિશ્વાસીયોહે યરૂશાલેમણે છોયળ તી જૂદે જુદે જાગે ગયે જીયે તીયણાહાય ઇસુ વિષેણો ઉપદેશ આપવાણ ચાનું રાખ્શ. 5.વિશ્વાસુહોમાંણા એક જીયાણે નામ ફિલિપ હોતન તો યરૂશાલેમનથી સમરૂનમાં ગો.તીયે તો લોકોહે ખુલાશો કર્તનો કા ઇસુ તો જ ખ્રિસ્ત હા.6. ખણા લોકોહે ફિલિપણે ઉનાય,તીયે કદને ચમત્કારીક કામે દેખ્શે. એટલે તીયણાહાય તીયાણે બોનવા પાર હારી રીતે થિયાન આપ્ચ. 7. ફિલિપે ખણા માણહામાંથી અશુદ્ધ આત્માહાય નીકલી જાવાણો હૂકુમ કદો. ને તે બનીનતા જ બાયરે નીકલી ગયા. ને ખણે જીયણાહાય લકવો હોવીનો ને લંગળે હોતને તી હારે હોવે. 8. તીયા હૈરાણે ખણે બદે માણહે હામટે ખુશ હોવે.9. તીયા હૈરામાં એક માણહું હોતન તીયાણે નામ સિમોન હોતન. તો ખણા સમયથી જાદુક્રિયા કર્તનો. ને તીયાણે જાદુથી સમરૂનણે માણહાય નવાઈ પામાળી દેદને. તો દાવો કર્તનો કા તો "સિમોન મહાન "હા. 10. તીયે જી માણહે હોતને, સાદારણ ને કામણે બદે જ તીયાણે ઉનાતને. તી કતને કા "ઈયા માણહામાં ઈશ્વરની મોટી શક્તિ હા. " 11. તીયણાહાય થીયાન આપીન તીયાણે ઉનાવાણ ચાનું રાખ્શ. કેહેકા ખણા સમયથી તીયાણે જાદુક્રિયાથી માણહાય નવાઈ પામાળી દેદને.12. ફણ પુઠી તીયણાહાય હારા સંદેશા વિષે ને ઈશ્વર જીયા પોતાણે રાજાણે રીતે પ્રગટ કરી તીયા વિષે તેહે જ ઇસુ ખ્રિસ્ત વિષે ફિલિપણે સંદેશો ઉનાયો તીયા ડોહોન્ને ને માટળા જીયણાહાય ઇસુ પાર વિશ્વાસ કદો તી બાપ્તિસ્મા પામે. 13. સિમોને પોતે હો ફિલિપણે સંદેશા પાર વિશ્વાસ કદો ને બાપ્તિસ્મા પામો. તો ફિલિપ હારી રણે લાગો. ને ફિલિપથી હોવતા મોટા ચમત્કારો હેદીન નવાઈ પાંમ્નો. એટલે તીયાણે હમાજ પળી ગોય કા ફિલિપ હાચ બોનતોનો.14. જીયા યરૂશાલેમમાં પ્રેરિતોહે ઉનાય કા સમરૂનમાં ખણા માણહાય ઇસુણે સંદેશા પાર વિશ્વાસ કદો હા, તીયા તીયણાહાય પિતર ને યોહાનણે તીયે મોકિન્ના. 15. તીયે પહોંચ્યા પુઠી તે પવિત્રઆત્મા પામાત તીયા હારૂ તીયણાહાય તીયણે હારૂ પ્રાર્થના કદી. 16. કેહેકા હી ચોખ્ખ જ હોતન કા આજી હુદી તીયણેમાંણા કોઈ પાર પવિત્રઆત્મા આવીનો કાયની. તી ખાલી પ્રભુ ઇસુણે નામે બાપ્તિસ્મા પામીને. 17. પુઠી પિતર ને યોહાને તીયણે પાર હાથ મૂક્યા, એટલે તે પવિત્રઆત્મા પામીએ.18. સિમોને દેખ્શ કા પ્રેરિતોહે હાથ મુકવાથી માણહાય પવિત્રઆત્મા મિલતો હા, એટલે તીયે પ્રેરિતોહેય પયહા આપવાણી વાત કદી. 19. કય કા, "તુમે જી કરતા હા તેવ કરવાણી માને ભી શક્તિ આપા કા જીયાથી હાય જીયા પાર હાથ મુક તી પવિત્રઆત્મા પામે. "20. ફણ પિતરે કય," તુ ને તોરે પયાહા નાશ પામાત. કેહેકા ઈશ્વરને દાનને તુયે પયાહાથી વેંચાત નેવાણ કોશિશ કદી હા. 21. આમારે કામમાં તોરે કોઈ લાગફાગ કાયની. કેહેકા તોરે હૃદય પ્રભુ પ્રત્યે બરાબર કાયની. 22. એટલે એવ ખરાબ રીતે વિચારવાણ બંદ કર, ને પ્રભુણે આજીજી કર કા, તુયે જે ખરાબ બાબત કરવાણી તોરે હૃદયમાં વિચાયર હા તે તીયાણે ઈચ્છા હોય તે તુને માફ કરે ! 23.તોરે ખરાબ રસ્તા પારથો પાછો ફીર. કેહેકા તુ આમારે ફણી હામટો મેલાઈ હેદતો હા.ને તોરે વારેખેળીયે ખોટ કરવાણી ઇચ્છાણો તુ ગુલામ હા !24. પુઠી સિમોને જવાબ આપ્ચો કા, "મારે હારૂ પ્રાર્થના કરા કા તુમાહાય આમુ જી કય તેવ કાંઈ માને ની હોવે.25. પિતર ને યોહાને તીયણા માણહાય પ્રભુ ઇસુ વિષે જી તે જાણતાના તી બદ જ કય.ને તીયણાહાય પ્રભુણો સંદેશો જાણાવયો. તે બેય યરૂશાલેમ પાછા આવા.રસ્તામાં ચાનતા તીયણાહાય સમરૂનમાં ઇસુ વિષેણો હારો સંદેશો માણહાય કયો.26. એક દિહી પ્રભુએ મોકનીના એક દૂતે ફિલિપણે હૂકુમ કદો કા, "ઉઠ ને દક્ષિણ ફણી યરૂશાલેમથી ગાઝા જાવાણા રસ્તા પાર જા." તે વાટ તેં અરણ્ય ફણી જાતની. 27. એટલે ફિલિપ તીયાર હોઈન તીયા રસ્તા ફણી ગો. તીયા રસ્તે તીયાણે ઇથિઓપિઆ દેશણે એક માણહું મિલ્લ. તો એક કામણો અધિકારી હોતનો.જો ઇથિઓપિઆણે રાણીણે પયાહાય બાબતે હાચીવતોનો. તીયાણે ભાષામાં માણહે તીયણે રાણીણે કાંડાકે કતને. હી માણહું યરૂશાલેમમાં ઈશ્વરને ફજન કરને ગન. 28. ને તીયાણે રથમાં બેહીન ખરા ફણી પાછો જાતનો. તો રથમાં બેઠા બેઠા યશાયા પ્રબોધકણે ચપળ વાંચતોનો.29. ઈશ્વરના આત્માએ ફિલિપણે કય, "તીયાણે ૨થ હારી હોઈ જા ને તીયા હારી ચાન. " 30. એટલે ફિલિપ રથ પાહી દળી ગો ને અધિકારીણે યશાયા પ્રબોધકે નખીન ચપળ વાંચતો ઉનાયો. તીયે તીયા માણહાણે પૂચ્છ, તુ જી વાંચતો હા તી તુને હમાજ પળની હા ક ?" 31. તીયે ફિલિપણે જવાબ આપ્ચો, કાયની હમાજ પળતી, જો માને કોઈ તીયા વિષે હમજાવે ની, તો હાય હમજી હખ ની ! પુઠી તીયા માણહે ફિલિપણે કય, "મેરબાની કરીન ઈયે ઉપાર આવ ને મારે મેરે બેહે. "32.તો અધિકારી શાસ્ત્રણો જો ફાગ વાંચી રયનો તો ઓ હોતનો.માણહે ખેંટાણે મારી નાખણે નેઈ જાત તીયા તી જેવ શાંત હોય તેવો તો શાંત હોતનો. ને તી ખેંટ શાંત રય જીયા તીયાણે ઉન ઉતારવામાં આવી રય હોય. 33. તીયાણે અપમાનીત કરવામાં આવી.. તીયાણે નીયાય ની મીલે. કોઈ તીયાણે વંશજોહેય તીયાણે વિષે કાંઈ કઈ હખી ની. એટલે તીયાણે કોઈ વંશજો કાયની હોતના કેહેકા તો ઈયે થરતી પારન તીયાણે જીવન નેઈ નેય.34. અધિકારી જે શબ્દો વાચી ૨યનો તીયાણે સંબંદી ફિલિપણે પૂચ્છ," માને ક, પ્રબોધક કિડાણે વાત કર્તનો ? તો પોતાણે વિષે નખી ૨યનો કા બીજાણે વિષે ? 35. એટલે ફિલિપે તીયાણે જવાબ આપ્ચો, તીયે શાસ્ત્રણે તીયા ફકરાથી શરૂઆત કદી, ને તીયે તીયાણે ઇસુ વિષેણો હાચો સંદેશો કયો.36. જીયા તે રસ્તા પાર જાતના તીયા તે એવા જાગે આવા જીયે થોળક પાણી હોતન. "મારે ઈચ્છા હા કા તુ માને બાપ્તિસ્મા આપે, કેહેકા માને બાપ્તિસ્મા નેણે અટકાવે એવી કોઈ બાબત કાયની. " 37. તીયા ફિલિપે કય કા, જો તુ તોરે પૂરા મનથી વિશ્વાસ કરતો હા તો હી બરાબર હા.તીયે જવાબ આપ્ચો કા, ઇસુ ખ્રિસ્ત તો દેવણે ડિકરોહો હા, એવ હાય માનતો હામ. 38. એટલે તીયા અધિકારીએ તીયા રથ હાંકનારાણે ૨થ ઉબ રાખાળને કય,પુઠી અધિકારી ને ફિલિપ બેય પાણીમાં ઉતીયરા ને ફિલિપે તીયાણે બાપ્તિસ્મા આપ્ચ.39. પુઠી પ્રભુણે આત્મા ફિલિપણે તીયેથી દૂર નેય ગો. તીયા અધિકારીએ ફિલિપણે પાછો દેખ્શો ની. તોવ હો તો અધિકારી હામટો ખુશ હોવતો તીયાણે વાટે ગો. 40. પુઠી ફિલિપ અઝોતસમાં દેખાય પયળો. જીયા તો ઈયા વિસ્તારમાં ફિરી ૨યનો તીયા, તીયે અઝોતસ ને કાંઈસારિયા હૈરામાં ઇસુ વિષેણો સંદેશો કવાણ ચાનુ રાખ્શ. ને છેના જીયા તો કાંઇસારિયા આવો તીયા ભી તીયે તી કવાણ ચાનુ રાખ્શ
1. તીયા સમયે જી પ્રભુણે માનતેને તીયણાહાય શાઉલ ગુસ્સાથી બીવળાવતોનો ને મારી નાખવાણી થમકી આપતોનો. તો યરૂશાલેમમાં મુખ્ય યાજક પાર ગો. 2. ને તીયે તીયાણે આજીજી કદી કા તીયાણે ઓલખાણ આપતે કાગલે દમસ્કણે યહૂદીસભાસ્થાનણે આગેવાનો હોય નખે. તીયા કાગલામાં એવી માંગણી કદની કા માટળા કા ડોહોન્ને, ઇસુએ જે વાટ દેખાળી તીયે પાર ચાનતે હોય તીયણાહાય તો અટકાવે, ને તીયણાહાય કેદી બનાવીને યરૂશાલેમણે આગેવાનો પાર નેઈ જાય જીયાથી તે તીયણે નીયાય કરાત ને સજા કરાત.3. જીયા શાઉલ ને તીયાણે હારી જે હોતના તે મુસાફરી કરી રયના તીયા, તે દમસ્ક ફણી જાતના. અચાનક હરગા માંથી હામટ ઉજાલ શાઉલણે આજુબાજુમાં ફેલાઈ ગ. 4. તરાત તો થરતી પાર પળી ગો. પુઠી તીયે કોઈણે અવાજ તીયાણે કતા ઉનાયો, "શાઉલ શાઉલ તુ માને કેહે હેરાન કરતો હા ?"5. શાઉલે તીયાણે પૂચ્છ, પ્રભુ તુ કિડો હા ?" તીયે જવાબ આપ્યો, "હાય ઈસુ હામ, જીયાણે તુ હેરાન કર્તો હા. 6. આમુ ઉબો રાખ ને હૈરામાં જા ! તીયે એક જણો તુને કઈ કા હાય તોરે થકી કાજા કરાવણે માંગતો હામ. " 7. જી માણહે શાઉલ હારી મુસાફરી કરી રયને, નવાઈ પામીને કાંઈ બોની હકશે ની. તી તીયે ઉબે રાખીને જ ૨યે. તીયણાહાય ઈશ્વરને બોનતા ઉનાયો, ફણ તીયણાહાય કોઈણે દેખ્શ કાયની.8. શાઉલ થરતી પારથો ઉઠ્ઠો, ફણ જીયા તીયે તીયાણે ડોલા ખોલ્લા તીયા તો કાંઈ હેદી હકશો કાયની. એટલે તીયાણે હારીણે માણહે તીયાણે હાથ થરીન દમસ્ક દોરી નેગે. 9. પુઠીણા તીન દિહી હુદી શાઉલ કાંઈ હેદી હકશો કાયની, ને તીયે કાંઈ ખાદ કા પીદ કાયની.10. દમસ્કમાં અનાન્યા નામણો ઇસુણે એક શિષ્ય હોતનો. પ્રભુ ઇસુએ તીયાણે દર્શન આપ્ચ ને કય, અનાન્યા ! તીયે જવાબ આપ્ચો, પ્રભુ હાય ઉનાતો હામ. " 11. પ્રભુ ઇસુએ તીયાણે કય, ઉબા ફલ્લામાં યહુદાણે ખર જા. તીયે કોઈકણે તાર્સસણે શાઉલ સંબંદી પૂછ કા તુ તીયા હારી વાત કરી હકે. કેહેકા ઈયે સમયે તો મારે પ્રાર્થના કરી રયો હા. 12. શાઉલે દર્શનમાં હેજ્જ કા અનાન્યા નામણો એક માણહું ખરમાં ઉરાયો, જીયે તો રતનો ને તીયાણે ટમ્પા પાર હાથ મુક્ચા જેહે કરીન તો પાછો હેદી હખે. "13. અનાન્યાએ જવાબ આપ્ચો, "ફણ પ્રભુ, ખણા લોકોહે માને ઇયા માણહા વિષે કય હા. " યરૂશાલેમમાં જી તોરે પાર વિશ્વાસ કરતે હા તીયાણે હારી તીયે ખણી ખરાબ બાબતે કદી હા. 14. ઈયણે દમસ્કમાંણે જી તોરેમાં વિશ્વાસ કરતે હા તીયણાહાય કેદી બનાવણે હારૂ ઈયે આવવાણી મુખ્ય યાજકે તીયાણે સત્તા આપી હા ! 15. ફણ પ્રભુ ઈસુએ અનાન્યાણે કય કા, "શાઉલ પાર જા. હાય જી કતો હામ તી કર.કેહેકા તો બિનયહૂદીયોહેય ને તીયણે રાજાહેય ને ઇઝરાયલી માણહાય મારે વિષે કઈ હાકા તીયે રીતે મારે સેવા કરે તીયા હારૂ માયે તીયાણે પસંદ કદો હા. 16. હાય જાતે જ તીયાણે કહી કા માણહાય મારે વિષે કણે હારૂ તીયાણે ખણીવાર આઠીવવા પળી. "17. એટલે અનાન્યા ગો. ને જીયે શાઉલ હોતનો તી ખર હેદી કાયળા પુઠી, તો તીયામાં ગો.પુઠી જેવો તો શાઉલને મીલ્લો, કા તરાતુ જ તીયે તીયાણે હાથ તીયા પાર મૂક્ચા.ને તીયે કય," ફાહાવ શાઉલ, પ્રભુ ઇસુએ પોતે જ માને તોરે પાર આવણે હૂકમ આપ્ચો હા.જીયા તુ દમસ્કણે રસ્તે મુસાફરી કરી રયનો તીયા તુને જો દેખાયનો તો તોજ હા. તીયે માને તોરે પાર મોકીન્યો હા કા તુ પાછો દેખતો હોવે ને પવિત્રઆત્માણે પૂરા કાબૂમાં આવે. 18. તરાતુજ માછનાણે ફિંગળા જેવ કાંઈક શાઉલણે ડોલાહામાંથી પયળ, ને તો પાછો હેદી હકશો. પુઠી તો ઉઠ્ઠો ને બાપ્તિસ્મા પામ્યો. 19. શાઉલે થોળક ખાદ પુઠી, તો પાછો મજબૂત હોવો. શાઉલે દમસ્કણે બીજા વિશ્વાસીહોય હારી થોળાક દિહી ૨યો.20. તીયા હારી જ તીયે યહૂદી સભાસ્થાનોમાં ઇસુ વિષે પ્રચાર કરવાણ ચાનુ કદ. તીયે તીયણાહાય કય કા ઇસુ ઈશ્વરનો ડિકરોહો હા. 21. બદે માણહે જીયણાહાય તીયાણે પ્રચાર કરતાં ઉનાયો તીયણા બદાહાય નવાઈ લાગી.તીયણેમાંણે કતરેક કતને, આપળે ફાયગેહેજ વિશ્વાસ કરી હકશે કા ઓ હોજ માણહું હા જો યરૂશાલેમમાંણા યહૂદીયોહેય હેરાન કર્તનો ને જો તીયણાહાય કેદી બનાવીને યરૂશાલેમાં મુખ્ય યાજક પાર નેઈ જાવાણો હોતનો !" 22. ફણ ઈશ્વરે શાઉલને હિંમત આપી કા તો ખણા માણહાય ખાતરી આપીને પ્રચાર કરી હકે.તો શાસ્ત્રમાંથી સાબિત કર્તનો કા ઇસુ હો ખ્રિસ્ત હા. એટલે તો જી કતો હા તી કેવી રીતે ખોટ પાળવ તી દમસ્કમાંણા યહૂદી આગેવાને વિચારી હકશા કાયની.23. થોળા સમય પુઠી, યહૂદી આગેવાનોહેય તીયાણે મારી નાખવાણી ચાલ બનાવી. 24. દિહાણે ને રાતીણે વખાતે યહૂદીયો હૈરાણે બારામાંથી જાતા માણહાય કાયમ થીયાન રાખતાના. જેહે કરીને શાઉલ દેખાય તીયા તીયાણે મારી નાખાત. જોકા કોઈકે શાઉલણે કઈ દેદન કા તીયણાહાય તીયાણે મારી નાખવાણી યોજના બનાવી હા. 25. એટલે કતરેક માણહે જીયણાહાય તીયે ઇસુ પાર વિશ્વાસ કરને દોરીને તી એક રાતે તીયાણે હૈરાણે ખેરતીની તે ઊંચી પથરાણે દિવાલ પાર નેય ગયે. દિવાલમાંણા કાંણામાંથી મોટા ટોપનામાં તીયણાહાય તીયાણે દોડા કરીન નીચે ઉતાયરો. ઇયે રીતે તો દમસ્કમાંથી નાહી છૂચ્ટો.26. જીયા શાઉલ યરૂશાલેમમાં આવી પહોંચ્યો, તીયા તીયે બીજા વિશ્વાસીયોહેય મીલવાણી કોશિશ કદી. જો કા, તીયણેમાંણા બદાહાય તીયાથી બીવાણ ચાનુ રાખ્શ, કેહેકા તી વિશ્વાસ કરી હકશે કાયની કા તો વિશ્વાસી બન્યા. 27. ફણ બાર્નાબાસ તીયા પાહી આવો ને તીયાણે પ્રેરિતો પાહી નેય ગયા. તીયે પ્રેરિતોહોય કય કા, જીયા શાઉલ દમસ્કણે રસ્તા પાર મુસાફરી કરી રયનો તીયા તીયે પ્રભુ ઈસુણે દેખ્શો ને કેવી રીતે પ્રભુએ તીયા હારી વાત કદી. તીયે તીયણાહાય ભી કય કા કેવી રીતે શાઉલે દમસ્કણે માણહાય હિંમતથી ઇસુ વિષેણો પ્રચાર કદો.28. એટલે આખા યરૂશાલેમમાં શાઉલે પ્રેરિતોહેય ને બીજા વિશ્વાસીહોય મીલવાણ ચાલુ રાખ્શ. ને હિંમતથી તો લોકોહે પ્રભુ ઈસુ વિષે કતનો. 29. યહૂદી કા જી ગ્રીક ભાષા બોનતેને તીયણાહાય ભી શાઉલ ઇસુ વિષે કતનો. ને તીયણેહારી વાતચીત કરતોનો. ફણ તી કાયમ એવ વિચારતેને કા તી તીયાણે કેવી રીતે મારી નાખવામાં આવે. 30. જીયા બીજા વિશ્વાસીયોહે હી જાયણ કા તે તીયાણે મારી નાખવાણી યોજના કર્તના, તીયા કતરેક શાઉલને કાઇસારિયા હૈરા ફણી નેય ગયે. તીંયે તીયણાહાય તીયાણે એક વહાણ જી તીયાણે તાર્સસ હૈરા ફણી જાતન તીયામાં બેહાયળો.31. એટલે વિશ્વાસીયોહે ટોલ આખા યહૂદીયા, ગાલીલ ને સમરૂનમાં શાંતિથી ૨તનો ,કેહેકા હવે તીયણાંહાય હેરાન કરવા વાલે કોઈ કાયની હોતન. પવિત્રઆત્મા તીયણાહાય શક્તિ આપતોનો ને ઉત્તેજન આપતોનો. તી કાયમ પ્રભુ ઈસુણે માન આપતેને. ને પવિત્રઆત્મા બીજા ખણા માણહાય વિશ્વાસી હોવણે હારૂ શક્તિથી ફરપૂર કર્તનો. 32. જીયા પિતર તીયા બદા વિસ્તારોમાંથી પ્રાવાસ કર્તનો તીયા એકવાર એવે વિશ્વાસી કા જી દરિયા કાંઠાણો વિસ્તાર નોદમાં રતને તીયણે મુલાકાત નેણે ગો.33. તીયે એેનિયસ નામણા એક માણહાણે મીલ્લો, એનિયસ તીયાણે પથારીમાં ઉબો રાખી હકતોનો કાયની. કેહેકા તીયાણે આઠ વરહાથી લકવો હોવનો. 34. પિતરે તીયાણે કય, "એેનિયસ, ઇસુ ખ્રિસ્ત તુને હારો કરતો હા. ઉબો રાખ. ને તોરે પથારી ખળી વાલ. તરાતુજ એનિયસ ઉબો રાખો. 35. મોટા ફાગણે માણહે જી લોદમાં ને શારોનણે મેદાનમાં રતને તી માણહાય પ્રભુએ એનિયસણે હારો કદો તીયા પુઠી દેખ્શો. એટલે તીયણાહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો.36. જોપ્પા હૈરામાં એક વિશ્વાસી હોતની જીયેણે નામ તબીથા હોતન.ગ્રીક ભાષામાં તીયેણે નામ દરકાસ હોતન. ગરીબ માણહાય તીયણે જરૂરિયાતણી વસ્તુ આપીને તે કાયામ હારે કામે કર્તની. 37. જીયા પિતર લોદમાં હોતનો તીયા સમયે તે માંદી પળી ને મરી ગોય. તીયણે કતરેક ડોહોન્ને યહૂદી રિવાજ પ્રમાણે તીયેણે શરીરને ઉઘલાવય. પુઠી તીયણાહાય તીયેણે નુંગળાહામાં વેટીન તીયેણે ખરના ઉપારના ગાલામાં મૂક્ય.38. લોદ જોપ્પા હૈરાણે મેરે હોતનો , એટલે જીયા શિષ્યોહેય ઉનાય કા પિતર આજુ લોદમાં હા,તીયા તીયણાહાય બે માણહાય પિતર પાર મોકીન્યે . પિતર જીયે હોતનો તીયે તે આવી પહોંચ્ચો તીયા તીયણાહાય તીયાણે આજીજી કદી કા" મેરબાની કરીને મારે હારી જોપ્પા આવ. " 39પિતર તરાત તીયાર હોવો ને તીયણે હારી ગો. જીયા તો જોપ્પામાં તીયા ખરમાં આવો.તીયા તે તીયાણે ઉપારના ગાલામાં જીયે દરકાસણે શરીર જીયે મુકીન તીયે નેય ગયા.બદી જ વિધવા તીયે તીયેણે આહીપાહી હોતની. તે રળચેન્ને ને જે ઝભ્ભા ને બીજે નુંગળે દરકાસ આજુ જીવતી હોતની તીયા લોકોહે હારૂ બનાવતીની તી તીયણાહાય દેખાળતીની.40. ફણ પિતરે તીયા બદાહાય ઓરડામાંથે બાયરે કાળી મૂક્યે. પુઠી તીયે ખૂંટણે પળીને પ્રાર્થના કદી. પુઠી તીયેણે શરીર ફણી ફિરીને તીયે કય," તબીથા, ઉબી રાખ" ! 41.તીયે તીયેણે એક હાથ થયરો ને ઉબ રાખવામાં મદદ કદી. પુઠી તીયે વિશ્વાસુહોય તેહે જ જે વિધવાઓ હોતીન્ને તીયણાહાય પાછ અંદર હાજ્જે. તીયે તીયણાહાય દેખાળીય કા તે પાછી જીવતી હોવી હા. 42. તરાતુજ જોપ્પામાં રનારા માણહાય તીયા ચમત્કાર વિષે જાયણ, ને તીયાણે પરિણામ રૂપે ખણા માણહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો. 43. જોપ્પામાં સિમોન નામણો માણહું કા જી પ્રાણીયોહેય ચામળામાંથ ચામળ બનાવતોનો તીયાણે ખર પિતર ખણા દિહી ૨યો.
1એક માણહું જી કાઇસારિયા હૈરામાં ૨તન તીયાણે નામ કર્નેલ્યસ હોતન.તો અધિકારી હોતનો જો ઇટાલીણે રોમન સૈનિકોહે સો માણહાય મોટા ટોલાણે હૂકમ આપતોનો. 2.તો કાયમ ઈશ્વરને પસંદ પળે તેવ કામ કર્તનો. ને તીયાણે ખરને બદે જ વિનયહૂદી હોતને જી ઈશ્વરને ફજન કરને ટેવાયને હોતને. તો ખણીવાર ગરીબ યહૂદી માણહાય મદદ કરને પયાહા આપતોનો. ને તો ઈશ્વરની પ્રાર્થના નિયમિત કર્તનો.3. એક દિહી બોપરેહે આશરે તીન વાગે કર્નેલ્યસે એક દર્શન હેજ્જ. તીયે હાજજી રીતે એક દુતણે દેખ્શો કા જીયાણે ઈશ્વરે મોકનીનો. તીયે દુતણે તીયાણે ઓરડામાં આવતો દેખ્શો જો તીયાણે કતનો, " કર્નેલ્યસ ! " 4. કર્નલ્યસ તીયા દુતણે હેદી ૨યો ને ખાભરાયો. પુઠી તો બીયો ને પૂચ્છ, "સાહેબ, તુને કાજા જોચ્ત હા ?" ઈશ્વર પારથી મોકનીના તીયા દૂતે તીયાણે જવાબ આપ્ચો, "તુયે ઈશ્વરને પ્રસન્ન કદો હા. કેહેકા તુ નિયમિત રીતે તીયાણે પ્રાર્થના કરતો હા. ને તુ ખણીવાર ગરીબ માણહાય મદદ કરને પયાહા આપતો હા. તે બદી બાબતે ઈશ્વર હારૂં યાદગીરીણે અર્પણ જેવી હા.
1
2. ફણ પિતર કાઈસારિયાથી પાછો આવો તીયા, તીયે યરૂશાલેમમાં ક્તરેક યહૂદી વિશ્વાસી તીયાણે મિલ્લે ને તીયાણે ટીકા કદી. તી ઈચ્છેતેને કા ઇસુણે બદે માનનારાહાય સુન્નત કરવામાં આવે. 3. તીયણાહાય તીયાણે કય, " તુ સુન્નત વગરના યહૂદીયોહે ખર જાતો હા, અતરજ કાયની, ફણ તુ તીયણે હારી ખાતો ભી હા !"4. એટલે પિતરે હાચેહાચ બનીન તી તીયણાહાય કવાણ ચાનું કદ. 5. તીયે કય, " હાય જોપ્પા હેરામાં મારે મેલે પ્રાર્થના કરી રયનો તીયા માને એક દર્શન હોવ.માયે દેખ્શ કા એક મોટી ચાદર ચારે ખૂણેથી લટકાવીની આકાશમાંથી ઉતરી આવી. ને હાય જીયે હોતનો તીયે નીચે તે આવી. 6. હાય જીયા થીયાનથી તીયેમાં હેદી ૨યનો તીયા, માયે કતરેક પાલતે પ્રાણી ને ક્તરેક જંગલી પ્રાણી, હાપળે ને જંગલી ચીળે ભી દેખ્શે.7. પુઠી માયે ઈશ્વરને માને હૂકુમ આપતા ઉનાયો, પિતર, ઉબો રાખ, મારીન તીયણાહાય ખા !" 8. ફણ માયે જવાબ આપ્ચો, પ્રભુ તુ હાચુજ હેવ ઈચ્છે ની કા હાય તીયા પ્રમાણે કર, કેહેકા આપળે નિયમમાં જી ખાવાણી મનાઈ હા તી કોઈ દિહી માયે ખાદ કાયની ! 9. ઈશ્વરે આકાશમાંથી બીજી વાર માને તી કય, હાય ઈશ્વર હામ, એટલે માયે જી બનાવ્યા હા તી ખાણે હારૂ સ્વીકારાયન હા. એટલે એહે કતો નખે કા તી ખાણે હારૂ સ્વીકારાયને કાયની. " 10. હે જ બાબત બીજી બે વાર બની. ને પુઠી બદે પ્રાણી ને ચીળાહાવાલી તે ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગોઇ.11. તીયે જ વખાતે, હાય જીયે રતનો તીયે કાંઇસારિયાથી મોકનીના તીન જણા આવી પુંગા. 12. ઈશ્વરના આત્માએ માને કય કા તે બિનયહૂદી હા તો ભી મારે તીયણે હારી જાવામાં આચકાવ ની. મારે હારી છ યહૂદી વિશ્વાસી ભી કાંઇસારિયા આવે. ને પુઠી આમે તીયા બિનયહૂદી માણહાણે ખર ગયે. 13. તીયે આમહાય કય કા તીયે એક દૂતણે તીયાણે ખરમાં ઉબો રાખીનો દેખ્શો. દૂતે તીયાણે કય, કતરાક માણહાય ક કા તી જોપ્પા જાત. ને તીયે સિમોન કા જીયાણે બીજ નામ પિતર હા તીયાણે ઇયે હાદી નાવાત. 14૧૪. તો તુને કય કા કેવી રીતે તુ ને તોરે ખરને બીજે બદે બચી હકાત. "15. માયે બોનવાણ ચાનું કદ તીયા, જેવી રીતે પચાસમાણા તહેવાર વખાતે પવિત્રઆત્મા આપળે પાર ઉતરી આવીનો તીયે જ રીતે તો અચાનક તીયણે પાર ઉતરી આવો. 16. પ્રભુએ જી કયન તી પુઠી માને યાદ આવ. યોહાને પાણીથી તુમારે બાપ્તિસ્મા કદ, ફણ ઈશ્વર તુમારે પવિત્રઆત્માથી બાપ્તિસ્મા કરી.17. આપણાહાય ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ કદો તીયા પુઠી તીયે આપળાહાય પવિત્રઆત્મા આપ્ચો. તેહેજ ઈશ્વરે તો બિનયહૂદીયોહેય ભી આપ્ચો. એટલે હાય ઈશ્વરને એહે કય હકા ની કા તીયે જીયા પવિત્રઆત્મા તીયણાહાય આપ્ચો તીયા તીયે કાંઈ ખોટ કદ !" 18. પિતરે જી કય તી યહૂદી વિશ્વાસીયોહે ઉનાય તીયા પુઠી તીયણાહાય તીયાણે ટીકા કરવાણ બંદ કદ. તીયાણે બદલે તીયણાહાય ઈશ્વરની સ્તુતિ કરતાં કય, "તો પુઠી હી ચોખ્ખ હા કા બિનયહૂદીયોહે ભી તી પાપી વેવારથી પાછે ફિરાત, તે અનંતજીવન પામાત એટલે તીયણાહાય કબૂલ કદે હા.19. સ્તેફન મરી ગો પુઠી ખણા વિશ્વાસીયોહે યરૂશાલેમ છોળી દેદ ને બીજે જાગે ગયે.કેહેકા તી યરૂશાલેમમાં આઠવી હકશે કાયની. તીયણેમાંણે કતરેક ફિનીકિયા ગયે. કતરેક સાયપ્રસ ટાપુ પાર ગયે. ને બીજે અંત્યોખ કા જી સિરિયાણે હેર હોતન તીયે ગયે.તીયે જાગે તી માણહાય ઇસુ વિષેણો સંદેશ કાયમ કતને. ફ્ણ તીયણાહાય ખાલી બીજા યહૂદીયોહે જ તીયા વિષે કય. 20. કતરેક વિશ્વાસી સાયપ્રસ ટાપુ ને ઉત્તર આફ્રિકાણા કુરેની હૈરાણે માણહે હોતને. તી અંત્યોખ ગયે ને વિનયહૂદી લોકોહે ભી પ્રભુ ઇસુ વિષે કય. 21. તી વિશ્વાસી અસર કરે તેવી રીતે પ્રચાર કરી હકાત તીયા હારૂ પ્રભુ ઈશ્વર તીયણાહાય સામર્થ આપતોનો. તીયાણે પરિણામ રૂપે, બીજા ખણા બિનયહૂદી માણહાય તીયણે સંદેશા પાર ને પ્રભુ પાર વિશ્વાસ કદો.22. યરૂશાલેમ માંણા વિશ્વાસુહોય ટોલાએ માણહાય કતા ઉનાયે કા અંત્યોખમાં ખણા માણહાય ઇસુ પાર વિશ્વાસ કદો હા. એટલે યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહે આગેવાને બાર્નાબાસણે અંત્યોખ મોકીન્યો. 23. તો તીયે પુંગો તીયા, તીયે અનુભવ કદો કા ઈશ્વર વિશ્વાસીયોહે ફણી ફલાઈથી વર્તીયો હા.એટલે તો ખણો ખુશ હોવો, ને વિશ્વાસીયોહોય પ્રભુ પાર કાયમ વિશ્વાસ કરને તીયે હિંમત આપી. 24. બાર્નાબાસ ફલો માણહું હોતનો. જો પવિત્રઆત્માણે કાબૂમાં હોતનો. તો ઈશ્વર પાર પૂરો વિશ્વાસ રાખતોનો. બાર્નાબાસે જી કદ તીયાણે લીદે, તીયણા ખણા માણહાય પ્રભુ ઈસુ પાર વિશ્વાસ કદો.25. પુઠી બાર્નાબાસ શાઉલણે હેદણે હારૂ તાર્સસ હૈરામાં ગો. 26. તીયાણે હેદી કાયળા પુઠી, બાર્નાબાસ તીયાણે નેઇન વિશ્વાસીયોહે હિખીવણે મદદ કરને અંત્યોખ પાછો આવો. એટલે આખા એક વરાહા હુદી બાર્નાબાસ ને શાઉલ નિયમિત રીતે તીયણી મંડળીણે મિલ્લા ને મોટી સંખ્યામા માણહાય ઇસુ વિષેણ શિક્ષણ આપ્ચ. શિષ્યોહેય પેલી વાર અંત્યોખમાં ખ્રિસ્તી કવામાં આવે.27બાર્નાબાસ ને શાઉલ અંત્યોખમાં હોતના તીયે વખાતે કતરાક વિશ્વાસી જી પ્રબોધકો હોતના તે યરૂશાલેમથી તીયે આવા. 28તીયણેમાંથી આગાબસ નામે, એક જણો બોનને હારૂ ઉબો રાખો.ઈશ્વરના આત્માએ તીયાણે પ્રબોધ કરને હારૂ શક્તિ આપી કા પાહીણા વખાતે ખણા દેશોમાં કાલ પળી, ( ક્લોડિયસ જીયા રોમન શાસક હોતનો તીયા હો કાલ પયળો.)29. આગાબાસે જી કયન તી જીયા તીયણા વિશ્વાસીયોહે ઉનાય તીયા, તીયણાહાય નક્કિ કદ કા જી વિશ્વાસી યહૂદીયામાં રતે હા તીયણે મદદ કરને હારૂ તી પયાહા મોકની.તીયણેમાંણા બદાહાય નક્કિ કદ કા તી જતરા આપી હકાત તતરા વદારે પયાહા આપી. 30. તીયણાહાય યરૂશાલેમણાં વિશ્વાસીયોહેય આગેવાનો પાર નેઈ જાણે હારૂ બાર્નાબાસ ને શાઉલને તે પયાહા આપ્ચા
1. તીયા સમયમાં હેરોદ અગ્રીપા રાજાએ યરૂશાલેમમાંણા વિશ્વાસી ટોલાણે કતરાક આગેવાનોહેય થરને સૈનિકોહેય મોકીન્યા. સૈનિકોહેય તીયણાહાય જેલમાં પૂયરા. તો વિશ્વાસીહેય હેરાન કરને માંગતોનો એટલે તીયે હિયા પ્રમાણે કદ. 2. તીયે પ્રેરિત યોહાનણે મોટા ફાહાવ, પ્રેરિત યાકૂબણે ટમ્પ કાતરી નાખણે એક સૈનિકણે હૂકુમ કદો. એટલે તીયે સૈનિકે એહે કદ.3. જીયા હેરોદણે નાગ કા તીયે યહૂદી માણહાય આગેવાનોહેય ખુશ કદા હા તીયા તીયે સૈનિકોહેય પિતરને ભી થરને હૂકુમ કદો. હી તીયા તેવાર વખાત બન્ય જીયા યહૂદી લોકે ખમીર વગરની રોટની ખાતને. 4.તીયણાહાય પિતરને થયરા પુઠી તીયાણે જેલમાં નાખ્શો. તીયે સૈનિકોહેય ચાર ટોલાણે તીયાણે હાચીવણે હૂકુમ કદો. દરેક ટોલામાં ચાર સૈનિકે હોતના. પાસ્ખાપર્વ પૂર હોયા પુઠી પિતરને જેલમાંથો બાયરે નાવીન યહૂદીયોહેય હાંમ્બો તીયાણે નીયાય કરવાણો હેરોદ ઇચ્છા રાખતોનો. પુઠી તીયે પિતરને મારી નાખવાણી યોજના કદી.5. એટલે કતરાક દિહી હુદી પિતર જેલમાં ૨યો. ફણ યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહેય ટોલ પિતરને હારૂ વિનંતીથી ઈશ્વરને પ્રાર્થના કરતેને કા તો તીયાણે મદદ કરે. 6. હેરોદે પિતરને જેલમાંથો બાયરે નાવીન મારી નાખવાણી યોજના કરીની તીયાણે આગલી રાતે પિતર બે હાકાલેહેથી બાંદાયનો, બે સૈનિકોહેય વચમાં હૂતનો. બીજા બે સૈનિક કેદખાનાણે દરવાજાણી ચોકી કરી રયના.7. અચાનક પ્રભુ ઈશ્વર પારથો આવીનો દૂત પિતરને મેરે આવીન ઉબો ૨યો. ને તતરા ફાગમાં ઉજાલ હોઈ ગ. દૂતે પિતરને ઠેકનીન ઉઠાયળો ને કય, વેલો ઉઠ !' જીયા પિતર ઉઠી રયનો તીયા, તીયાણે હાથામાંથી હાકાલે નીકલી પળી. જોકા, જી બની રયન તીયા વિષે સૈનિકોહેય ખબર હોતની કાયની. 8. પુઠી દૂતે તીયાણે કય, "ઉતાવલે તોરે પટ્ટો બાંદ ને તોરે ચંપાલે પેર !" એટલે પિતરે તીયા પ્રમાણે કદ. પુઠી દૂતે તીયાણે કય, "તોરે કોટ તોરે ચમખી વેટાલ ને મારે પાછાલ આવ !"9. એટલે પિતરે તીયાણે કોટ ને ચંપાલે પેયરે ને કેદખાનાણે તીયા ફાગમાંથી તો દૂતણે પાછાલ ગો, ફણ તો જાણતોનો કાયની કા ખરેખર હી બની રય હા. તીયે વિચાયર કા તો સ્વપ્ન હેદી ૨યો હા. 10. પિતર ને દુત બે દરવાજાહાય હાચીવતા સૈનિકોહે પાહી આવા. ફણ તીયા સૈનિકોહેય તીયણાહાય દેખ્શા ની. પુઠી તે લોખાંડણે દરવાજા પાહી આવા જો હૈરા ફણી જાતનો. દરવાજો તીયાણે જાતે જ ઉગળી ગો. પિતર ને દૂત જેલણે બાયરે નીકલી ગયા. જીયા તે એક શેરી જતરા દૂર ગયા તીયા, તો દુત અચાનક દેખાતો બંદ હોય ગો.11. તીયા પિતરને લાગ કા તીયા હારી જી બન્ય તી સ્વપ્ન કાયની હોતન, ફણ તી ખરેખર બનીન. એટલે તીયે વિચાયર, "હવે હાય ખરેખર જાણતો હામ કા પ્રભુ ઈશ્વરે તીયાણે દૂતણે મારે મદદ કરને મોકીન્યો હા. હેરોદે મારે હારૂ જે યોજના કરીની તીયામાંથી ને યહૂદી આગેવાનો જે બાબતે બનાત તેવી ઇચ્છા રાખતાના તીયણા બદાહામાંથી ભી તીયે માયે છોળાવયો હા. " 12. જીયા પિતરને નાગ કા ઈશ્વરે તીયાણે છોળાવયો હા તીયા, તો મરિયમાણે ખર ગો.તે યોહાન કા જીયાણે બીજ નામ માર્ક હોતન તીયાણે આહાય હોતની. ખણે વિશ્વાસી તિયે ફેગાયને. ને પ્રાર્થના કરતેને કા ઈશ્વર કોઈક રીતે પિતરને છોળાવે.13. જીયા પિતરે બાયરેણ બાર ખખળાવય તીયા, બારાણે બાયરે કિડ હા તી હેદણે હારૂ રોદા નામણી ગુલામ નીચ્કી બાયરે આવી. 14. જીયા પિતરે તીયેણે હાદી તીયા, તીયે પિતરનો અવાજ ઓલખીયો, ફણ તે અતરી ખુશ ને મગન હોતની કા તીયે બાર ભી ઉગાયળ કાયની !" તીયાણે બદલે તે ખરમાં પાછી દળી ગોઈ.તીયે બીજા વિશ્વાસીયોહે કય કા પિતર બારાણે બાયરે ઉબો રાખીનો હા. 15. ફણ તીયણેમાંણા કોઈકે તીયેણે કય કા, "તુ ગેલી હા !" ફણ તીયે હેવ કયા જ કદ કા તી ખરેખર હાચ હા. તી કતે ૨યે કા, " તો પિતર હોઈ હખે ની. "કદાચ તો કોઈ દૂત હોય.''16. ફણ પિતરે બાર ખખળાવવાણ ચાનુ રાખ્શ. એટલે જીયા કોઈકે બાર ઉગાયળ, તીયણાહાય દેખ્શ કા તો પિતર હા. તીયા તી હામટી નવાઈ પાંમ્ને ! 17. પિતરે તીયાણે હાથહાથી શાંત રવાણો ઈશારો કદો. પુઠી તીયે પ્રભુ ઈશ્વર કેવી રીતે તીયાણે કેદખાનામાંથી બાયરે નાવો તી વારાફરતી કય. તીયે હી ભી કય, "યાકૂબ જો આપળે જૂથણો આગેવાન હા. તીયાણે ને આપળે બીજે વિશ્વાસીયોહે ભી જી બન્ય હા તીયા વિષે કજા. "પુઠી પિતર તીથો નીકલીન બીજે જાગે ગો.18. બીજે દિહી આંદારન જે સૈનિકે પિતરની ચોકી કરતાના તે હામટી ચિંતામાં પયળા.કેહેકા તીયાણે કાજા હોવીન તી તે જાણતાના કાયની. 19. પુઠી હેરોદે તીયા વિષે ઉનાય. એટલે તીયે સૈનિકોહેય હૂકુમ કદો કા તે પિતરને હેદી કાળાત. ફણ તીયણાહાય તો જયળો કાયની. પુઠી જે સૈનિકે પિતરની ચોકી કરી રયના તીયણે તીયે પુછતાજ કદી, ને તીયણાહાય મારી નાખવાણો હૂકુમ કદો. તીયા પુઠી, હેરોદ યહૂદીયા વિસ્તારમાંથી કાઇસારિયા હૈરા ફણી ગો. જીયે તો થોળો સમય ૨યો.20. હેરોદ રાજા જી તુર ને સિદોનમાં ૨તને તીયા માણહાય પાર હામટો ગુસ્સે હોવો. પુઠી એક દિહી તીયણે આગાલ પળતે કતરેક માણહે હેરોદણે મિલને કાઇસારિયા હૈરામાં આવે. તી બ્લાસણે કા જો હેરોદણે મહત્વણા અધિકારીયોહેમાંણો એક હોતનો તીયાણે મિલ્યા.જીયાથી તો હેરોદણે કય કા તીયાણે હૈરામાં રનારે માણહે તીયા હારી સમાદાન કરને માંગતે હા. હેરોદ જીયે રાજ કરતોનો તીયણે માણહા હારી તી વેપાર કરને માંગતેને. કેહેકા તી તીયા વિસ્તારમાંથી અનાજ વેંચાત નેવાણ હોતને. 21. જીયે દિહી હેરોદે તીયણાહાય મીલવાણી યોજના કદની તીયા, તીયે તો રાજા હા એવ દેખાળને ખણે મગે નુંગળે પેયરે. પુઠી તો ગાદી પાર બેઠો ને તીયે સામાન્ય રીતે જ તીયે એકઠે હોવીના માણહાય આવકાર કદો.22. જી તીયાણે ઉનાતને તી વારેખેળીયે બમીન્તેને, "ઓ જો માણહું બોનતો હા તો દેવ હા, માણહું કાયની !" 23. એટલે, ઈશ્વરને મહિમા આપવાણે બદલે હેરોદે લોકોહે તીયાણે મહિમા આપવા દેદો તીયા કારણે અચાનક પ્રભુ ઈશ્વરના એક દૂતે હેરોદણે હામટો માંદો પાયળો. ખણા કિળાહાય તીયાણે આંતરડાહાય કોતરી ખાદે, ને તરાત તો હામટા દુ:ખ હારી મરી ગો.24. વિશ્વાસી કાયમ ઈશ્વરના સંદેશાણે ખણી જાગે માણહાય કતે ૨યે, ને જી ઇસુમાં વિશ્વાસ કરતેને તીયણે સંખ્યા વદતી ગોઈ. 25. બાર્નાબાસ ને શાઉલ યહૂદીયા વિસ્તારને યહૂદી વિશ્વાસીયોહે પયાહા વેંયચવાણ પૂર કરી રયા પુઠી, તે યરૂશાલેમ છોળીન અંત્યોખ હૈરામાં જી સિરિયા વિસ્તારમાં હા તીયે પાછા આવા.તીયણાહાય યોહાન કા જીયાણે બીજ નામ માર્ક હોતન, તીયાણે હારી નેદો
1. સિરિયા વિસ્તારને અંત્યોખમાં વિશ્વાસીયોહે ટોલામાં પ્રબોધકો ને લોકોહે ઇસુ વિષેણી વાત હિખીવનારા હોતના. તીયણેમાં બાર્નાબાસ ; સિમોન જો નીગેર કવાતનો; લુકિયસ જો કુરેનીણો હોતનો, મનાએન જો હેરોદ આંતીપાસ રાજા હારી મોટો હોવીનો; તો ને શાઉલ હોતના. 2. જીયા તે પ્રભુણે ફજન ને ઉપવાસ કર્તના તીયા, પવિત્રઆત્માએ તીયણાહાય કયન, "બાર્નાબાસ ને શાઉલણે પસંદ કરા કા તે મારે સેવા કરાત ને જાઇન જી કામ કરને માયે તીયણાહાય પસંદ કરીના હા તી કરાત !" 3. એટલે તીયણાહાય ઉપવાસ ને પ્રાર્થના કરવાણ ચાલુ રાખ્શ. પુઠી તીયણાહાય બાર્નાબાસ ને શાઉલ પાર તીયણે હાથ મુક્ચા ને પ્રાર્થના કદી કા, ઈશ્વર તીયણે સહાય કરે. તીયાપુઠી હલાહાય તીયણાહાય વિદાય કદા કા પવિત્રઆત્માણે આદેશ પ્રમાણે તે કરાત.4. પવિત્રઆત્માએ બાર્નાબાસ ને શાઉલણે કાં જાવાણ તીયા હારૂ દોરવણી આપી. એટલે તે અંત્યોખથી સલુકિયા હૈર જી દરિયા પાહી હા તીયા ફણી ગયા. તીયેથી વહાણથી સાયપ્રસ ટાપુ પાર સાલામિસ હૈરામાં ગયા. 5. જીયા તે સાલામિસમાં હોતના તીયા, તે યહૂદીયોહે મીલવાણા જાગાએ ગયા. તીયે તીયણાહાય ઈશ્વર ફણીથો ઇસુ વિષેણો સંદેશો પ્રગટ કદો. યોહાન માર્ક તીયણે હારી ગો ને તીયણે મદદ કર્તનો.6. તીયણેમાંણા તીન આખો બેટ કાળીન પાફોસ હૈરામાં ગયા. તીયે તીયણાહાય એક જાદુગર મીલ્યો જીયાણે નામ બાર-ઇસુ હોતન. તો એક યહૂદી હોતનો ફણ પ્રબોધક હોવાણો જૂઠો દાવો કર્તનો. 7. તીયા ટાપુણે વળીલ સાર્જિયસ પાઉલ, જો એક બુદ્ધિશાળી માણહું હોતનો. તીયા હારી હોતનો. વળીલે બાર્નાબાસ ને શાઉલણે પોતાણે પાહી હાંદણે કોઈકણે કય, કેહેકા તો ઈશ્વરને વચન ઉનાવાણી ઈચ્છા રાખતોનો. 8. તો ભી જાદુગર, જીયાણે નામણો મતલબ ગ્રીક ભાષામાં એલિમાસ હોત હા, તીયે તીયણાહાય અટકાવવાણી કોશિશ કદી. તીયે વારેખેળી વળીલણે ઇસુ પાર વિશ્વાસ કરતો રોકવાણી કોશિશ કદી.9. પુઠી શાઉલ, જો હવે પોતાણે પાઉલ રીતે ઓલખાવતોનો, તીયે પવિત્રઆત્માથી ફરપૂર હોઈન, તીયે તાકીન જાદુગરને કય, 10. "તુ શેતાનણે કામ કરતો હા, ને જી હાર હા તીયાણે અટકાવવાણી કોશિશ કર્તો હા ! તુ કાયમ માણહાય જૂઠ હિખીવતો હા. ને તીયણે ખોટ કર્તો હા. પ્રભુ ઈશ્વર સંબંધીણે જી સત્ય હા તીયાણે જુઠ ઠરાવવાણ તોરે બંદ કરવ જોજે !11. ઈશ્વર આમુ જ તુને શિક્ષા કરી ! તુ આંદળો હોવી જાહે ને થોળાક સમય હુદી સૂર્યણે હેદી હખહે ની" તરાતુ જ તો આંદળો હોઈ ગો. જાણે તો હામટા આંદારામાં હોય, ને કોઈ તીયાણે હાથ થરીન તીયાણે દોરે તેવાણી તો હોદ કરને લાગો 12. જીયા રાજ્યપાલે એલીમાસણે જી હોવ તી દેખ્શ તીયા, તીયે ઈસુ પાર વિશ્વાસ કદો. પ્રભુ ઇસુ વિષે પાઉલ ને બાર્નાબાસ જી હિખીવતાના તીયાથી તો નવાઈ પામ્યો.13. તીયા પુઠી પાઉલ ને તીયા હારીણા માણહા વહાણથી પાફોસથી પામ્ફુલિયાણે પેર્ગા હૈરામાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તીયણાહાય છોળીન યરૂશાલેમમાં તીયાણે ખર ગો. 14. પુઠી પાઉલ ને બાર્નાબાસ જમીનવાટે મુસાફરી કરીન ગલાતિયા વિસ્તારને પીસીદિયા જિલ્લાણે અંત્યોખ હૈરામાં આવા. સાબ્બાથે તે સભાસ્થાનમાં જાઈન બેઠા. 15. કોઈકે મૂસાણે નિયમણે ચોપળામાંથી મોટેથી વાંચ્ચ. તીયા પુઠી કોઈકે પ્રબોધકોહે જી નખીન તીયામાંથી વાંચ્ચ. પુઠી યહૂદી સભાસ્થાનણે અધિકારીયોહે પાઉલ ને બાર્નબાસણે કવળાવ્ય;" હારીણા યહૂદીઓ, તુમારેમાંથી કોઈક માણહાય ઉત્તેજન આપણે કાંઈક ક્ણે માંગતા હોય તો દયા કરીન આમુજ જાણાવા.16. એટલે પાઉલે હાથથી ઇસારો કદો કા જીયાથી માણહે તીયાણે ઉનાયાત, " હારીણા ઈઝરાયલીયો ને બિનયહૂદીઓ જી ભી ઈશ્વરને ફજન કર્તે હા, તી મેરબાની કરીન મારે ઉનાયા ! 17ઈશ્વર, જીયાણે આપળે ઇઝરાયલીઓ ફજન કરતે હામ તીયે, આપળે બાયદાદાહાય તીયાણે માણહે બન્ને પસંદ કદે, ને જીયા તે મિસરમાં પરદેશી રીતે રતને તીયા સંખ્યામાં ખણે વદાયરે. પુઠી ગુલામીમાંથી તીયણાહાય બાયરે કાઢણે હારૂ ઈશ્વરે પરાક્રમી બાબતે કદી. 18. જોકા તીયણાહાય વારેખેળીયે તીયાણે આજ્ઞાણે તોયળી તોભી, તીયે અરણ્યમાં ચાલીહી વરહા હૂદી તીયણે સ્વભાવણે આઠીવય.19. કનાન વિસ્તારમાં તીયા સમયે ૨તે સાત લોકજૂથ પાર તીયે તીયણાહાય જીત આપાવી,ને તીયે તીયણો દેશ કાયમણે માટે ઇઝરાયલીયોહે આપ્ચો. 20. તીયણે પૂર્વજે મિસર ગયા તીયા પેલા ચારસો પચાસ વરાહા પેલા ઈ બદ બન્ય. ''તીયા પુઠી, ઈશ્વરે માણહાય ન્યાયાધીશો તરીકે સેવા કરને ને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પાર રાજ કરને પસંદ કદા. તીયા લોકોહે આપળે માણહા પાર એકથાયર રાજ કદ, ને શમુએલ તીયણે પાર રાજ કરનારો છેન્નો પ્રબોધક હોતનો.21. પુઠી, જીયા શમુએલ આજી તીયણે આગેવાન હોતનો તીયા, લોકોહે તીયણે પાર રાજ કરને રાજાણી પસંદગી કરને માંગણી કદી. એટલે ઈશ્વરે, બિન્યામીનણે કુળમાંથી, કિશણા ડિકરાહા શાઉલણે, તીયણે રાજા બનને પસંદ કદો. તીયે તીયણે પાર ચાલીહી વરેહે રાજ કદ. 22. ઈશ્વરે શાઉલણે રાજા તરીકે નકાયરો, પુઠી તીયે દાઉદણે તીયણે રાજા હોવણે પસંદ કદો. ઈશ્વરે તીયાણે સંબંદી કય, 'માયે હાચી રીતે હેજ્જ હા કા, યિશાઇણો ડિકરોહો, દાઉદ, હાય ઇચ્છા રાખતોનો તેવી જ પ્રકારનો માણહું હા. મારે ઈચ્છા પ્રમાણે તો બદ જ કરી. "23. "જેહે તીયે દાઉદ ને આપળે બીજા પૂર્વજોહે વચન આપીન તેહે, આપળે ઇઝરાયલીયોહે બચાવણે હારૂ ઈશ્વર દાઉદણે વંશજોમાંથી એકણે એટલે, ઇસુણે નાવો હા. 24. ઇસુએ તીયાણે કામ ચાનુ કદ તીયા પેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલી તીયા પાહી આવે તીયા બદાહાય ઉપદેશ કદો. તીયે તીયણાહાય કય કા તી તીયણે પાપી વેવારથી પાછે ફિરાત ને પ્રભુ પાર માફી માંગાત. તીયા પુઠી તો તીયણાહાય બાપ્તિસ્મા આપી. 25. જીયા યોહાન, ઈશ્વરે તીયાણે આપીન કામ પુર કરવાણો હોતનો તીયા તો કય રયનો, 'તુમે એવ વિચારતે હા કા ઈશ્વરે જી મસીહણે મોકીનવાણ વચન આપીન તો હાય હામ ? નાથ, હાય તો કાયની. ફણ ઉનાયા ! મસીહ વેલો આવી. તો મારે કર્તા વદારે મહાન હા કા હાય તીયાણે પાગાહામાંથી ચંપાલ ઉતારને યોગ્ય કાયની, "26. " વાલા ફાહાવેહેય, તુમે બદે જી ઇબ્રાહિમણે વંશજ હા, ને તુમે બિનયહૂદી જે ઈશ્વરને ફજન કર્તે હા, તી દયા કરીન ઉનાયા ! આપળે બદાહાય પાર ઓ સંદેશો મોકીન્નો હા કા ઈશ્વર માણહાય કેવી રીતે બચાવણે માંગતો હા. 27. યરૂશાલેમણે માણહાય ને તીયણે અધિકારીયોહે ઇસુણે ઓલખીયો કાયની. દરેક સાબ્બાથે પ્રબોધકોહેય ચપળાહાય મોટેથી વાંચવામાં આવત હા છતા હો તે તીયણે પ્રબોધકોહેય સંદેશાણે હમજીયે કાયની, ને પુઠી જીયા તીયણાહાય ઇસુણે મરણને હારૂ ગુનેગાર ઠરાવયો તીયા પ્રબોધકોહે કઈન તી પુર હોવ.28. ખણા લોકોહે ઇસુણે ખરાબ કામે કરવા સંબંધી ગુનેગાર ઠરાવયો. ફણ મારી નાખવા જેવી કોઈ બાબત તીયે કરી હા તેવ તે સાબિત કરી હકશા ની તીયા, તીયણાહાય રાજ્યપાલ પિલાતણે ઇસુણે મારી નાખવાણી આજીજી કદી. 29. તીયણાહાય ઈસુ હારી ઓ બદો વેવાર કદો જીયા સંબંદી પ્રબોધકોહે લાંબા સમય પેલા નખીન કા તે હીયા પ્રમાણે કરી. તીયણાહાય ઇસુણે વધસ્તંભે ચળાવીન મારી નાખ્શો. પુઠી તીયણાહાય તીયાણે શરીરને વધસ્તંભ પારથી ઉતારીન કબરમાં મૂક્ચ.30. તેહે છતા, ઈશ્વરે તીયાણે મરણમાંથી પાછો ઉઠાયળો. 31.ગાલીલથી યરૂશાલેમ હૂદી તીયા હારી આવીના તીયાણે શિષ્યોહેય ખણા દિહી હૂદી તો વારેખેળીયે દેખાયો. જીયણાહાય તીયાણે દેખ્શો તી હવે માણહાય જાણાવી રયે હા. "32. "આમુ આમે તીયાણે હારે કામે તુમાહાય કય દેખાળતા હામ. આમે તુમહાય કણે માંગતા હામ કા ઈશ્વરે આપળે યહૂદી પૂર્વજોહેય જી વચન આપીન તી તીયે પુર કદ હા ! 33. ઇસુણે પાછો જીવતો કરીન આમુ આપણે જી તીયાણે વંશજ હા,ને તુમે જી યહૂદી કાયની. તીયણે હારૂ ભી, તીયે હી કદ હા. દાઉદે જેહે બીજા ગીતમાં નખ્શ હા તી, જીયા ઈશ્વર તીયાણે ડિકરાહાણે મોકીનવાણો કતનો, તુ મારે ડિકરોહો હા, હાય આજે તોરે આથહો હોવો હામ. " 34. ઈશ્વરે મસીહણે મરણમાંથી પાછો ઉઠાયળો હા ને તો પાછો મરવાણો કાયની. ઈશ્વરે આપળે યહૂદી પૂર્વજોહેય કઈન, હાય ચોક્કસ તુમાહાય મદદ કરીહી. જેહે માયે દાઉદણે વચન આપીન તીયા પ્રમાણે હાય કરીહી. "35. દાઉદણે બીજા એક ગીતમાં, તો મસીહ સંબંદી એવ ભી કતો હા : તુ તિયાણે તુમારે પવિત્રણે શરીરને કોવાણ હેદવા દેહે ની," 36. દાઉદ જીયા જીવતો હોતનો તીયા, તીયે ઇશ્વરને ઈચ્છા મુજબ કદ, ને જીયા તો મરી ગો તીયા, તીયાણે શરીર તીયાણે પૂર્વજોહેય શરીરોહે દાટવામાં આવે તેહે જ દાટવામાં આવ. ને તીયાણે શરીર કોવાણે લાગ. એટલે ઇયા ગીતમાં તો પોતા સંબંધી બોનતો કાયની. 37. ફણ ઇસુ જીયાણે ઈશ્વરે મરણમાંથી ઉઠાયળો, ને તીયાણે શરીરને કોવાણ લાગ્જ ની. "38. "એટલે મારે હારીણા ઇઝરાયલીઓ ને બીજા મિત્રો, તુમારે હારૂ ઈ જાણવ જરૂરી હા કા ઇસુએ જી કદ હા તીયાણે નેદે ઈશ્વર તુમારે પાપણી માફી આપી હકતો હા. મૂસાએ નખીના નિયમથી જે પાપણી માફી કાયની મીલી હકી તે બાબતે હારૂ ભી તો તુમાહાય માફ કરી. 39. બદે માણહે જી ઇસુમાં વિશ્વાસ કરતે હા તીયણાહાય ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતે કદી હા તીયા વિષે હવે તે ગુનેગાર ઠરતા કાયની.40. એટલે હવે કાલજી રાખા કા જેહે પ્રબોધકોહે કય હા, કા ઈશ્વર તીયા પ્રમાણે કરી તેહે ઈશ્વર તુમારે ન્યાય ની કરે ! 41. ઈશ્વરે જી કયન તેહે પ્રબોધકોહે નખ્શ. તુમે જી મારે મજાક કર્તે હા.હાય જી કરતો હામ તી તુમે જાણહા તીયા તુમે ચોક્કસ નવાઈ પામાહા, ને પુઠી તુમારે નાશ હોવી. તુમારે જીંદગી હુદી હાય કાંઈક ભયંકર કામ કરીહી જીયાથી તુમે નવાઈ પામહા. હાય તીયા પ્રમાણે કરીહી તીયા વિષે કોઈક તુમાહાય કઈ તો ભી તુમે માનહા ની !42. પુઠી પાઉલ બોનવાણ બંદ કરીન તીયેથી જાય ૨યનો તીયા, ખણા માણહાય તીયણાહાય બીજા સાબ્બાથે પાછ આવીન એ બાબતે તીયણાહાય પાછ જાણીવણે કય. 43. જીયા સભા પુરી હોવી તીયા પુઠી, ખણા માણહાય પાઉલ ને બાર્નાબાસ પાછાલ ચાનવાણ ચાલુ કદ. ઈ માણહે યહૂદી તેહે જ બિનયહૂદી હોતને જી ઈશ્વરને ફજન કર્તને. પાઉલ ને બાર્નાબાસે તીયણે હારી વાત કરવાણ ચાનુ રાખ્શ. ને ઇસુએ જી કદ તીયાણે નેદે ઈશ્વર તીયાણે દયાથી માણહાય પાપ માફ કરતો હા તીયા પાર વિશ્વાસ રાખવાણ ઉત્તેજન આપતા રયા.44. તીયા પુઠીણા સાબ્બાથ દિહે, પાઉલ ને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કતા હા તી ઉનાણે હારૂ અંત્યોખમાંથી મોટા ફાગણે બદે જ માણહે યહૂદીયોહે ફેગા હોવાણી જાગે આવે. 45. ફણ પાઉલ ને બાર્નાબાસણે ઉનાણે આવીના માણહાય મોટા ટોલાણે જીયા યહૂદીયોહે આગેવાનોહે દેખ્શ તીયા માણહાય હામટી મેલાઈ આવી. એટલે તીયણાહાય પાઉલ જી કતનો તીયાણે વિરુદ્ધ દલીલ કરને લાગો ને તીયાણે અપમાન ભી કદ.46. પુઠી ખણી હિંમતથી બોનતા, પાઉલ ને બાર્નાબાસે યહૂદીયોહે તે આગેવાનોહે કય, "ઇસુ વિષેણો સંદેશો જો ઈશ્વર પારથી આવો હા તીયા વિષે આમારે બિનયહૂદીયોહે કરતાં પેલા તુમાહાય યહુદીયોહે કવાણ જરૂરી હોતન, કેહેકા ઈશ્વરે આમહાય તેહે કરવાણી આજ્ઞા આપી હા. ફ્ણ તુમે ઈશ્વરના સંદેશાણે નકારી ૨યે હા. તેહે કરીન તુમાહાય એહે દેખાયળ હા કા તુમે અનંતજીવન હારૂ લાયક કાયની. એટલે, આમે તુમાહાય પળતે મૂકીન, હવે બિનયહૂદી માણહાય ઈશ્વર પારથી આવીનો સંદેશા કણે હારૂ જાહું. 47. આમે હી અતરા હારૂ કઈ રયા હામ કા કેહેકા પ્રભુ ઈશ્વરે આમહાય તેહે કરવાણી આજ્ઞા આપી હા. તીયે શાસ્ત્રમાં કય હા. માયે તુને બિનયહૂદીયોહે મારે વિશેણી બાબતે દેખાળને પસંદ કદો હા કા જીયાથી તો તીયણે હારૂ ઉજાલારૂપ બને. માયે તુને પસંદ કદો હા કા જીયાથી તુ દુનિયાણે બદા જાગાણે લોકોહે ઓ સંદેશો આપે કા હાય તીયણાહાય બચાવણે માંગતો હામ. "48. જીયા બિનયહૂદી માણહાય એ શબ્દો ઉનાયા તીયા, તી આનંદ કરને લાગે. ને ઇસુ વિષેણા સંદેશા હારૂ તીયણાહાય ઈશ્વરની સ્તુતિ કદી. બદે જ બિનયહૂદી માણહે જીયણાહાય ઈશ્વરે અનંતજીવન હારૂ પસંદ કદને તીયણાહાય પ્રભુ ઈસુ વિષેણા સંદેશા પાર વિશ્વાસ કદો. 49. તીયા સમયે, ખણે વિશ્વાસી જીયે ગયે તીયે પ્રભુ ઇસુ વિષેણો સંદેશો ફેલાવતેને, તી આખા વિસ્તારમાં ફિયરે.50. જોકા કતરાક યહૂદી આગેવાનોહે કતરીક મહત્વણી ડોહોન્ને જે તીયણે હારી ફજન કર્તની તીયણે હારી, તેહે જ હૈરાણે હામટે મહત્વણા માણહા હારી વાત કદી. હલાહાય તીયણાહાય પાઉલ ને બાર્નાબાસણે અટકાવણે ચળાવયે. એટલે તે બિનયહૂદી માણહાય ખણા માણહાય પાઉલ ને બાર્નાબાસ વિરૂધ દોયરે. ને હલાહાય તીયણાહાય તીયા વિસ્તારમાંથી બાયરે ખોદળી કાયળા. 51. જીયા બેય પ્રેરિત તીથી નીકલી રયના તીયા, તીયણાહાય આગેવાનોહેય ઈશ્વરે તીયણાહાય નકાયરા હા ને તીયણાહાય શિક્ષા કરી તી દેખાળને હારૂ તીયણે પાગાહાય ફૂંભૂર ખેખરી નાખ્શો. પુઠી તીયણાહાય અંત્યોખ હૈર છોળી દેદ ને ઈકોનિયા હૈરામાં ગયા. 52. તીયા દરમિયાન વિશ્વાસીઓ આનંદથી ને પવિત્રઆત્માણે સાર્મથથી ફરપૂર હોવતે ૨યે
1. ઈકોનિયામાં પાઉલ ને બાર્નાબાસ યહૂદીયોણે ફેગા હોવાણી જાગાએ ગયા ને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોન્ના. તીયાણે પરિણામ રૂપે, ખણા યહૂદીયો ને બિનયહૂદીઓએ ઇસુમાં વિશ્વાસ કદો. 2. ફણ કતરાક યહૂદીયોએ તીયા સંદેશા પાર વિશ્વાસ કરવાણો નકાર કદો.તીયણાહાય વિનયહૂદીયોહે કય કા તી તીયા પાર વિશ્વાસ ની કરાત;તીયણાહાય કતરાક બિન યહૂદીયોહોય તીયણા વિશ્વાસીયોહો ફણી ચળાવી દેદે.3. એટલે પાઉલ ને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોનવામાં ખણો સમય કાયળો, ને પ્રભુ ઇસુએ તીયણાહાય ખણા ચમત્કાર કરવાણી શક્તિ આપી.ઇયે રીતે તીયણાહાય લોકોહે તીયા સંદેશાણે સત્ય દેખાયળ કા, આપળે લાયક ની હોવજે તો ભી, પ્રભુ આપળાહાય બચાવતો હા. 4. ઇકોનિયામાં જી માણહે રતને તીયણે પાહી બે અલાગ મંતવ્ય હોતના.કતરેક યહૂદીયોહે હારી સંમત હોવે.બીજે પ્રેરિતો હારી સંમત હોવે.5. પુઠી બિનયહૂદીયો ને યહૂદીયો જી પાઉલ ને બાર્નાબાસણે વિરોત કર્તને તી પાઉલ ને બાર્નાબાસ હારી કેવી રીતે ખોટ વર્તન કરાત તીયા વિષે અંદર અંદર વાતચીત કદી.તીયા હૈરાણે કતરેક મહત્વણે માણહે તીયણાહાય મદદ કરને સંમત હોવે.હારી મીલીન, તીયણાહાય નક્કિ કદ કા પાઉલ ને બાર્નાબાસણે તી પથરાહાથી લેઈન મારી નાખી. 6. ફ્ણ પાઉલ ને બાર્નાબાસે તીયણે યોજના વિષે ઉનાય, એટલે તે ઉતાવલે તીંથી દૂર લુકાનીણે હૈરામાં લુસ્ત્રા ને દર્બેણા હૈરાહાય આહીપાહીણા વિસ્તારોમાં ગયા. 7. જીયા તે તીયા વિસ્તારમાં હોતના તીયા, તીયણાહાય એકથાયર માણહાય પ્રભુ ઇસુ વિષેણો સંદેશો કયો.8.લુસ્ત્રામાં, એક માણહું જી તીયાણે પાગે અપંગ હોતનો તો તીયે બેઠનો હોતનો.જીયા તીયાણે આયહે તીયાણે જન્મ આપ્ચો તીયા, તો તીયાણે પાગહામાં અપંગ હોતનો, એટલે તો ચાની હકતોનો કાયની. 9. પાઉલ જીયા પ્રભુ ઈસુ વિષે કઈ રયનો તી તીયે ઉનાય.પાઉલે હિદ જ તીયા ફણી હેજ્જ ને તીયાણે ચહેરા પાર હેદી હકશો કા તીયાણે હારો કરી હકતો હા. 10. એટલે મોટા અવાજે, પાઉલે તીયાણે હાજ્જો, " ઉબો રાખ !"જીયા તીયે તી ઉનાય તીયા, તો તરાત કૂદીન ઉબો રાખો ને ચાનને લાગો.11. પાઉલે જી કદ તી જીયા ટોલાએ હેજ્જ તીયા, તીયણાહાય વિચાયર કા પાઉલ ને બાર્નાબાસ દેવ હા કા જીયણાહાય તી પૂંજતેને.એટલે તીયણાહાય ઉતેજિત હોઈન તીયણે પોતાણી લૂકાણી ભાષામાં પોકાયર, હેદા !દેવાહાય પોતાણે માણહાય રૂપ જેવ દેખાયળ હા ને આપણાહાય મદદ કરને હારૂ તે આકાશમાંથી ઉતીયરા હા !'' 12. તી એવ કણે લાગે કા બાર્નાબાસ તો તીયણે મુખ્ય દેવ હોઈ હકે, જીયાણે નામ ઝિયૂસ હોતન.ને એવ કણે લાગે કા પાઉલ હેર્મેશ હોતનો, જો બીજા દેવાહાય સંદેશ વાહક હોતનો.તીયણાહાય એવ અતરા હારૂ વિચાયર કેહેકા તો પાઉલ હોતનો જો બોની રયનો. 13. હૈરાણે દરવાજાણે બાયરે જ મંદિર હોતન જીયે માણહે ઝિયૂસણે પૂજા કર્તને.પાઉલ ને બાર્નાબાસે જી કદન તી જો પૂજારી તીયે હોતનો તીયે ઉનાય, એટલે તો હૈરાણે દરવાજે આવો, જીયે ખણે માણહે પેલાથી એકઠે હોવીને હોતને.તો ગલામાં ફૂનહાય હાર ફેરવીના બે બલજાહાય નાવો.પાઉલ ને બાર્નાબાસણે પૂજાણે વિધિણે ફાગરૂપે તો પુજારી ને માણહાય ટોલ તીયા બલજાણે મારી નાખણે માંગતન.14. ફણ જીયા પ્રેરિતોહેય, બાર્નાબાસ ને પાઉલે તીયા વિષે ઉનાય તીયા, તે હામટા નિરાશ હોવા, એટલે તીયણાહાય પોતાણે નુંગળે ચીરી નાખશે.તે જોરમાં બમીનતાજ માણહાય વચ્ચે દળી ગયા, 15. "માણહાઓ, તુમારે આમારે પૂજા કરને હારૂ તીયા બલજાહાય મારી નાખતે નખા !આમે દેવે કાયની !આમે તુમારે કાણી લાગણી થરાવતે માણહે જ હાશે. આમે તુમહાય કોય હારા સમાચાર કણે આવા હામ.ઈશ્વર જો સર્વશક્તિમાન હા તીયાણે વિષે તુમહાય કણે હારૂ આમે આવા હામ.તો ઈચ્છતો હા કા તુમે બીજા દેવાહાય ફજન કરવાણ બંદ કરાત.કેહેકા તી તુમારે મદદ કરી હકી ની.ઇયા હાચા ઈશ્વરે આકાશ, થરતી, દરિયો, ને તીયામાંણ બદ જ બનાવય હા. 16. પેલીણા જમાનામાં, તુમે બદા બિનયહૂદી માણહાય તુમે જી ઇચ્છેતેને તીયા દેવાહાય પૂજા કદી.ઈશ્વરે તુમહાય તીયણે પુજા કરવા દેદી, કેહેકા તુમે તીયાણે ઓલખીતને કાયની.17. ફણ તીયે આમહાય દેખાયળ હા કા તો આમારે હારી ફલાઈથી વર્તીયો હા.તો ઓ જ હા જો વરહાત આવવા દેતો હા. ને અનાજ પેદા કરતો હા.તો તુમહાય ફરપૂર ખાવાણ આપતો હા ને તુમારે હૃદયોહે આનંદથી ફરી દેતો હા. " 18. પાઉલે જી કય તી માણહાય ઉનાય, ફણ તી આજુ એવ જ વિચારતેને કા તીયણે પાઉલ ને બાર્નાબાસણી પૂજા કરને હારૂ હલા બલજાહાય અર્પણ કરવ જોજે.ફણ છેન્ના, લોકોહે હેવ ની કરવાણ વિચાર કદો.19. જોકા, કતરેક યહૂદીઓ જી અંત્યોખ ને ઈકોનિયાથી આવીને તીયણાહાય માણહાય એવ કઈન ચળાવયે કા પાઉલ જો સંદેશ તીયણાહાય કતો હા તો હાચો કાયની.તી યહૂદીયોહે જી કય તીયા પાર જી માણહાય વિશ્વાસ કદો તી પાઉલ પાર હામટે ગુસ્સે હોવે.તો નીચે પળીન બેફાન હોવી ગો તાંવ હૂદી, તીયણાહાય યહૂદીયોહે તીયા પાર પથરાહાથી ઠોકવા દેદો.તીયણા બદાહાય વિચાયર કા તો મરી ગો હા, એટલે તી તીયાણે ખંહડીન હૈરાણે બાયરે નેઈ ગયે ને તીયે હુવીનો છોળી દેદો. 20. ફ્ણ લુસ્ત્રામાંણા કતરાક વિશ્વાસીઓ જીયે તો જમીન પાર પળીનો હોતનો, તીયે આવે ને પાઉલણે આહીપાહી ઉબે રાખે.ને પાઉલ ફાનમાં આવો !તો ઉબો રાખો ને વિશ્વાસીયોહે હારી પાછો હૈરામાં ગો.બીજે દિહી, પાઉલ ને બાર્નાબાસ લુસ્ત્રા હૈર છોળીન દર્બે હૈરા ફણી ગયા.21. તે તીયે કતરાક દિહી ૨યા, ને તે માણહાય ઇસુ વિષેણો હારો સંદેશો કતા ૨યા.ખણે માણહે વિશ્વાસી બંન્ને.તીયા પુઠી, પાઉલ ને બાર્નાબાસ તીયણે વાટે પાછા આવણે લાગા.તે પાછા લુસ્ત્રા ગયા.પુઠી તીથી તે ઈકોનિયા ગયા, ને પુઠી પીસીદિયા વિસ્તારને અંત્યોખ હૈરામાં પાછા આવા. 22. બદે જાગે, તે વિશ્વાસીયોહે પ્રભુ ઇસુ પાર વિશ્વાસ કરવાણ ચાનુ રાખવાણી પ્રેરણા આપતાના.તીયણાહાય વિશ્વાસીયોહે કય, "ઈશ્વર કાયામણે હારૂ આપળે પાર રાજ કરે તીયા પેલા આપળે સંકટોમાંથી પસાર હોવ જોજે. "23. પાઉલ ને બાર્નાબાસે બદી જ મંડળીયોહે હારૂ આગેવાને પસંદ કદા.દરેક જાગો છોળતા પેલા, પાઉલ ને બાર્નાબાસે વિશ્વાસીયોહોય ફેગે કદે ને પ્રાર્થના ને ઉપવાસમાં થોળોક સમય કાયળો.પુઠી પાઉલ ને બાર્નાબાસે આગેવાનોહેય તેહે જ બીજા વિશ્વાસીયોહોય પ્રભુ ઇસુ, જીયા પાર તીયણાહાય વિશ્વાસ મૂક્ચો, તો તીયણે કાલજી નેય એવા વિશ્વાસમાં હોપ્ચે. 24. જીયા પાઉલ ને બાર્નાબાસ પીસીદીયામાંથી મુસાફરી કરી રયના તીયા, તે દક્ષિણમાં પામ્ફૂલિયા ગયા. 25. તીયે તે પેર્ગા નગરમાં આવી પુંગા ને ઈશ્વરનો પ્રભુ ઈસુ વિષેણો સંદેશ તીયણા માણહાય પ્રગટ કદો.પુઠી તે નીચેણી ફણી દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા. 26. તીયે તે વહાણમાં બેઠા ને સિરિયા વિસ્તારને અંત્યોખ હૈરામાં પાછા આવા. ઓ તો જાગો હોતનો જીયે પાઉલ ને બાર્નાબાસણે બીજે જાગહે જાઇન પ્રચાર કરને હારૂ પસંદ કરવામાં આવીના.ને જીયે વિશ્વાસીયોહે તીયણે હારૂ ઈશ્વર પાર માંગીન કા જી કામ હાલ તીયણાહાય પુર કદ હા તી કરને હારૂ તીયણાહાય મદદ કરે.27. જીયા તે અંત્યોખ હૈરામાં આવી પુંગા તીયા, તીયણાહાય વિશ્વાસીયોહોય એકઠે કદે,પુઠી પાઉલ ને બાર્નાબાસે તીયણાહાય કય કા ઈશ્વરે હી કરવામાં તીયણે મદદ કદી હા.ખાસ કરીન તીયણાહાય કય કા કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી માણહાય ઈસુમાં વિશ્વાસ કરવાણી શક્તિ આપી. 28. પુઠી પાઉલ ને બાર્નાબાસ ખણા સમય હુદી બીજા વિશ્વાસીયોહે હારી અંત્યોખમાં ૨યા.
1. પુઠી કતરેક યહૂદી વિશ્વાસી યહૂદીયા વિસ્તારમાંથી અંત્યોખ ફણી ગયે.તી બિનયહૂદીયોહોય એવ હિખીવણે લાગે કા, "તુમે ઈશ્વરને હા એવ દેખાળને હારૂ, મૂસાએ જો નિયમ ઈશ્વર પારથો મેલીવ્યો તીયામાં તીયે જ આજ્ઞા કરી તીયા મુજબ તુમારે સુન્નત કરાવવી જોજે. જો તુમે એવ ની કરાત તો, તુમારે બચાવ હોવીનો કાયની. " 2. પાઉલ ને બાર્નાબાસ ઇયા યહૂદીયો હારી હામટા સંમત હોવના કાયની ને તે તીયણે હારી ચર્ચા કરને લાગા. એટલે અંત્યોખ માણા વિશ્વાસીઓએ પાઉલ ને બાર્નાબાસણે તેહે જ બીજા વિશ્વાસીયોહોય યરૂશાલેમ જાણે હારૂ પસંદ કદે. જીયાથી તે ઇયે બાબત વિષે પ્રેરિતો ને બીજા આગેવાનો હારી ચર્ચા કરી હકાત.3. પાઉલ, બાર્નાબાસ ને બીજે જીયણાહાય અંત્યોખણે વિશ્વાસીહોથી મોકીનવામાં આવા પુઠી, તે ફિનીકીયા ને સમરૂનણે વિસ્તારમાં હોવીન ગયે. જીયા તી વાટે જાતા જુદા જુદા જાગાએ રોકાતને તીયા, તીયણાહાય વિશ્વાસીયોહોય જાણાવય કા ખણે બિનયહૂદી વિશ્વાસી બેવ હા. તીયાણે પરિણામે, તીયા જાગાણે બદે વિશ્વાસી હામટે ખુશ હોવે. 4. જીયા પાઉલ, બાર્નાબાસ ને બીજે યરૂશાલેમ આવે તીયા, પ્રેરિતો, બીજા આગેવાનો ને તીયણા ટોલાણે બીજા વિશ્વાસીઓ દ્વારા તીયણે આવકાર કરવામાં આવો. પુઠી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી માણહાય વચ્ચે કરને હારૂ તીયણાહાય મજબૂત કદના તીયા પાઉલ ને બાર્નાબાસે તીયણાહાય કય.5. ફણ કતરેક યહૂદી વિશ્વાસી કા જી ફરોશી સંપ્રદાયમાંથી આવતેને તીયણાહાય બીજા વિશ્વાસીયોહે વચ્ચે ઉબા રાખીન કય, " બિનયહૂદી જીયણાહાય ઇસુમાં વિશ્વાસ કદો હા તીયણે સુન્નત હોવી જોજે. ને તીયણાહાય ઈશ્વરે મૂસાણે આપીના નિયમો પાલવાણ કવા જોજે. 6. પુઠી ઇયે બાબત વિષે વાત કરને હારૂ પ્રેરિતો ને આગેવાનો એકઠા મિલ્લા.7. લાંબો સમય તીયા વિષે ચર્ચા કયરા પુઠી, પિતરે ઉબા રાખીન તીયણાહાય કય. તીયે કય, " હારીણા વિશ્વાસીઓ, તુમે બદે જાણતે હા કા લાંબા સમય પેલા ઈશ્વરે માને તુમારે બીજા પ્રેરિતોહે વચ્ચે પસંદ કદો, જીયાથી હાય બિનયહૂદી માણહાય ભી ઈશ્વરના પ્રેમ વિષે કમ, જીયાથી તી તીયમાં વિશ્વાસ કરાત. 8. ઈશ્વર બદા માણહાય હૃદયણે જાણતો હા. તીયે માને ને બીજાહાય બિનયહૂદીયોહે આપળે કાણી જ પવિત્રઆત્મા આપીન, દેખાયળ કા તીયે તીયણાહાય ભી તીયાણે માણહા તરીકે સ્વીકાયરે હા. 9. ઈશ્વરે આપળે ને તીયણે વચ્ચે કોઈ ભેદભાવ રાખ્શો કાયની. કેહેકા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાણે લીદે તીયણાહાય તીયે અંદરથી ચોખે કદે હા. એવી જ રીતે તીયે આપળાહાય ભી માફ કદે હા.11. તુ કાજા કરને બિનયહૂદીયોહોય યહૂદી રીત રીવાજ ને નિયમ પાલને દાબાણ કરતો હા ?એહે કરવાથી તીયણે પાર મોટો બોજો પળતો હા. કેહેકા તે નિયમ પાલને હારૂ તીયણાહાય દાબાણ કર્તો હા જે આપળે યહૂદીયોએ અથવા આપળે પૂર્વજો આજે ભી તે પાલને હારૂ મજબૂત કાયની ! એટલે, એહે કરવાથી ઈશ્વરને ગુસ્સે કરવાણ બંદ કરા ! 10. આપળે જાણતે હામ કા પ્રભુ ઇસુએ આપળે હારૂ જી કરીન તીયાણે લીદે આપળે યહૂદીયોહેય પાપથી બચાવતો હા. ઈશ્વર જેવી રીતે આપળાહાય બચાવતો હા તેવી જ રીતે તો બિનયહૂદીઓ જીયણાહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો હા તીયણાહાય બચાવતો હા. "12. પિતર બોન્યો પુઠી બદે માણહે શાંત હોવી ગયે. પુઠી તીયણા બદાહાય પાઉલ ને બાર્નાબાસણે ઉનાય. જીયા તીયે બેયાહાય તીયણાહાય ઈશ્વરે તીયણેથી બિનયહૂદીઓ વચ્ચે જે મોટા ચમત્કારો કરાવયા, એ ચમત્કારો થી ઈશ્વરે દેખાયળ કા તીયે બિનયહૂદીયોહે સ્વીકાર કદો હા.13. જીયા પાઉલ ને બાર્નાબાસે બોનવાણ પૂર કદ તીયા, યાકૂબ, કા જો યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહેય આગેવાન હોતનો, તીયે તીયણે હારી વાત કદી. તીયે કય, " હારિણા વિશ્વાસીઓ, મારે ઉનાયા. 14. સિમોન પિતરે તુમાહાય પેલા જણાવય હા કા કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીયોહે આશીર્વાદ આપ્ચો હા. જી તીયાણે પોતાણે માણહે હા તીયણાહાય તીયામાંથી પસંદ કરીન ઈશ્વરે તીયા પ્રમાણે કદ હા.15. જે શબ્દો ઈશ્વરે ખણા સમય પેલા કયના, એક પ્રબોધક થી નખીના શબ્દો, ઇ મંજૂરી હોતી હા. 16૧૬. તીયાપુઠી હાય પાછો આવીહી ને દાઉદણે વંશમાંણા એક રાજાણે પસંદ કરીહી. તી ઈયા જેવ હોવી કા કોઈક ખરને પાળી નાખીના ખરને પાછ બાંદી. 17. હાય તીયા પ્રમાણે કરીહી જીયાથી બીજે બદે માણહે માને, પ્રભુ ઈશ્વરને ઓલખીવાણી કોશિશ કરાત. તીયણેમાં બિનયહૂદી ભી ફેગાયને હોવી. જીયણાહાય માયે મારે બનાવણે હારૂ હાજ્જે હા. તુમે ચોક્કસ ખાતરી પામહા કા ઇ બદ હોવી જ, કેહેકા માયે પ્રભુ ઈશ્વરે એ શબ્દો કયા હા. 18. માયે એ બાબતે કદી હા, ને મારે માણહે તીયા વિષે જાણાત તેવ માયે ખણા સમય પેલા કદ હા."19. યાકૂબે બોનવાણ ચાલુ રાખ્શ. તીયે કય, "અતરા હારૂ હાય વિચારતો હામ કા આપળે બિનયહૂદી જે તીયણે પાપથી ફિરીન પ્રભુ ફણી વલતે હા તીયણાહાય હેરાન કરવાણ બંદ કરવ જોજે. તી હી કા તે આપળે નિયમો ને વિધીઓ પાલાત એવી માંગણી કરવાણ બંદ કરવા જોજે. 20.તીયાણે બદલે, આપળે તીયણાહાય પત્ર નખ્તે, ચાર બાબતોહે માંગણી કરવી જોજે, માણહાય મૂર્તિહોય થરાવીન હોય તેવ ચાખણ તીયણે ખાવ જોજે ની. જીયણે હારી તી પન્નાયે ની હોય તીયણે હારી હુવવ જોજે ની. શ્વાસ રોકીન મારી નાખીના પ્રાણીણે ચાંખણ ખાવ જોજે ની. ને તીયણે પ્રાણીયોહે નુઈ ખાવ જોજે ની. 21. ખણા હૈરાહામાં, એ બાબતે કરતાં અટકાવતા નિયમો, જે મૂસાએ નખીના તે ખણા સમય હુદી માણહે પ્રગટ કરતે ૨યે. ને તે નિયમો યહૂદીયોહે ફેંગ મીલવાણે જાગે દરેક સાબ્બાથે વાંચવામાં આવતાના. એટલે જો કોઈ બિનયહૂદી તીયા નિયમો વિષે જાણને માંગાત તો, તી જીયા ખરમાં સબા મીલતીની તીયેથી જાણી હકાત. "22. યાકૂબે જી કયન તી, પ્રેરિતો ને બીજા આગેવાનોએ, તેહે જ યરૂશાલેમમાંણા બીજા વિશ્વાસીયોહે સ્વીકાયર. પુઠી તીયણાહાય નક્કિ કદ કા તીયણાહાય તીયણેમાંથી કતરાક માણહાય પસંદ કરીન, પાઉલ ને બાર્નાબાસણે હારી, અંત્યોખ મોકીનવા જોજે જીયાથી તીયણે વિશ્વાસી જાણાત કા યરૂશાલેમણા આગેવાનોહે કાજા નક્કી કદ હા. એટલે તીયણાહાય યહૂદાણે, કા જો બર્સબાસ હો કવાતનો, ને સિલાસણે પસંદ કદા. તે બેય યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહે વચ્ચે આગેવાન હોતના. 23. પુઠી તીયણાહાય યહૂદા ને સિલાસણે નીચે જાણીવતો પત્ર નખી આપ્ચો કા તે તીયે અંત્યોખમાંણા વિશ્વાસીયોહે પાર નેય જાય. આમે પ્રેરિતે ને આગેવાનો જે તુમારે હારીણા વિશ્વાસીયો હા તે તુમહાય બિનયહૂદી વિશ્વાસીયોહોય જે અંત્યોખમાંણા ને સિરિયા ને કિલિકિયા વિસ્તારમાં બીજી જાગાએ રતે હા તીયણાહાય શુભેચ્છા પાઠવીતા હામ.24. જીયણાહાય આમાંહાય મોકીન્યા ની હોય તેવે કતરેક માણહે તુમારે પાહી આવે. તી કતરાક માણહાય આમહાય કય હા. તુમારે વિચારને ગુંચવી નાખે તેવી વાતે તુમાહાય કઈન તીયણાહાય તુમહાય તકલીફમાં મૂકી દેદે. 25. એટલે ઇયે ફેગા હોયા પુઠી, આમહાય નક્કિ કદ કા કતરાક માણહાય આમે પસંદ કરજે કા તે પાઉલ ને બાર્નાબાસણે હારી, તુમારે પાર આવે, જીયણાહાય આમે હાંમટો પ્રેમ કર્તે હામ. 26. તીયા બેયાહાય પ્રભુ ઇસુ ખ્રિસ્તણે સેવા કરને હારૂ તીયણે જીવ જોખમમાં નાખ્શા હા.27. આમહાય યહુદા ને સિલાસણે ભી તુમારે પાર મોકીન્યા હા. આમે જી નખી ૨યા હામ તેજ બાબતો તે ભી તુમાહાય કય. 28. પવિત્રઆત્માણે ને આમહાય ભી ઇ બરાબર લાગ કા ખણા બદા બોજા જેવા યહૂદી નિયમો તુમારે પાલવાણી જરૂર કાયની. તીયાણે કરતાં, તુમારે ખાલી નીચે મુજબણા આદેશો પાલવા જોજે. 29. માણહાય મૂર્તિયોહે થરીન હોય તેવ ચાંખણ તુમારે ખાવ જોજે ની. તુમારે પ્રાણીયોહે નુઈ ખાવ જોજે ની. ને શ્વાસ રોકીન મારી નાખીના પ્રાણીણે ચાંખણ તુમારે ખાવ જોજે ની. તેહે જ, જીયા હારી તુમે પન્નાયે કાયની તીયણે હારી હુવવ જોજે ની. જો તુમે એ બાબતો કરવાણી ટાલહા, તો જ બરાબર હા તી કરનારે તુમે હોવહા. વિદાયણે સલામ !"30. તીયણાહાય પસંદ કદના ચાર માણહા યરૂશાલેમથી અંત્યોખ ફણી આવા. જીયા તીયણે બદે વિશ્વાસી એકઠે મિલ્લે તીયા તીયણાહાય તો પત્ર હલાહાય આપ્યો. 31. જીયા તીયણા વિશ્વાસીયોહે તો પત્ર વાંચ્ચો તીયા, તી ખણે ખુશ હોવે, કેહેકા તીયા સંદેશે તીયણાહાય ઉત્તેજન આપ્ચો. 32. પ્રબોધકો તરિકે, યહુદા ને સિલાસે ખણી વાતે કઈન તીયણા વિશ્વાસીયોહોય ઉત્તેજન આપ્ચ ને તી પ્રભુ ઇસુ પારના વિશ્વાસમાં મજબૂત હોવાત તીયા હારૂ મદદ કદી.33. પુઠી યહુદા ને સિલાસ તીયે થોળોક સમય ૨યા પુઠી યરૂશાલેમ જાણે પાછા નીકિલ્લા તીયા, અંત્યોખમાંણા વિશ્વાસીયોહે તીયણાહાય સુભેચ્છા આપી, ને પુઠી તે તીંથી નીકીલ્લા. 34. સિલાસણે હી હાર લાગ કા તો થોળો સમય યરૂશાલેમમાં ૨યો. 35. ફણ, પાઉલ ને બાર્નાબાસ અંત્યોખમાં રયા. જીયા તે તીયે હોતના તીયા, તે ને બીજા ખણાઓ, માણહાય હિખીવતાના ને પ્રભુ ઇસુ વિષેણા સંદેશણો પ્રચાર કર્તના.36. થોળાક સમય પુઠી પાઉલે બાર્નાબાસણે કય, "ચાલા આપળે પેલા જીયે પ્રભુ ઇસુણો સંદેશ પ્રગટ કદો હા તીયા બદા હૈરામાં પાછા જાઇન હારીણા વિશ્વાસીહે મુલાકાત નેજે. ઈયે રીતે, આપળે જાણી હકહું કા કેવી રીતે તી પ્રભુ ઇસુ પારના વિશ્વાસમાં આગાલ વદી ૨યે હા. 37. બાર્નાબાસ પાઉલ હારી મંજૂર હોવો, ને કય કા તો યોહાનણે, જીયાણે બીજ નામ માર્ક હોતન તીયાણે, પાછો હારી નેઈ જાણે માંગતો હા. 38. જોકા, પાઉલે બાર્નાબાસણે કય કા તો એવ વિચારતો હા કા માર્કણે તીયણે હારી નેવો તી બરાબર કાયની.કેહેકા પેલા જીયા તે પામ્ફુલિયા વિસ્તારમાં હોતના તીયા તો તીયણાહાય છોળીન નાહી ગોનો, ને તીયણે હારી કામ કરવાણ તીયે ચાલુ રાખીન કાયની.39. પાઉલ ને બાર્નાબાસ ઈયી બાબતણે કારણે એક બીજા હારી સંમતિ થરાવતના કાયની, એટલે તે એકબીજા હારીથી છૂટા પયળા. બાર્નાબાસે માર્કણે તીયા હારી નેદો. તે વહાણમાં બેહીન સાયપ્રસ ટાપુ પાર ગયા. 40. પાઉલે સિલાસણે પસંદ કદો, જો અંત્યોખથી, તીયા હારી કામ કરને હારૂ પાછો આવીનો.પ્રભુ ઈશ્વર પાઉલ ને સિલાસણે ઉદારતાથી મદદ કરે, તીયા હારૂ તીયણા વિશ્વાસીયોહે પ્રાર્થના કદી. પુઠી તે બેય અંત્યોખથી ગયા. 41. પાઉલ સિલાસ હારી મિલીન સિરીયા ને કિલિકિયાણે વિસ્તારમાં મુસાફરી કરતો ગો.તીયા જાગાઓમાં તે વિશ્વાસીહે ટોલાણે પ્રભુ ઇસુમાં મજબૂત વિશ્વાસ કરવામાં મદદ કર્તના.
1પાઉલ ને સિલાસ દર્બ ને લુસ્ત્રા શહેરમાં ગયા ને તીયણા વિશ્વાસીહે મુલાકાત કદી. એક વિશ્વાસી જીયાણે નામ તિમોથી હોતન તો લુસ્ત્રામાં રતનો. તિયાંણે માં યહુદા વિશ્વાસી હોતની. ફણ તિયાંણે પીતા ગ્રીક હોતનો. 2. લુસ્ત્રા ને ઇકોનિયાણે વિશ્વાસીઓ તિમોથી વિષે હારી હોતના. 3ને પાઉલ જીયા બીજી જાગાએ જાતનો તીયા, તો તિમોથીણે તિયાં હારી નેય જાણે માગતો નો, એટલે તિયે તિમોથીણી સુન્નત કદી. તિયે ઈયા પ્રમાણે કદ કા જીયાથી જે યહુદી તીયે જાગે રતને તી તીમોથીણો સ્વીકાર કરાત. કેહ કા તી જાણતે ને કા તિયાંણે બિનયહુદી પિતાએ તિયાંણે સુન્નત કદી ની હોય.4. એટલે તિમોથી પાઉલ ને સિલાસણે હારી ગો.ને તે બીજી ખણા નગરોહોમાં ફિયરાં. દરેક નગરમાં તે યરૂશાલેમમાંણા પ્રેરિતો ને આગેવાનોહે નકકી કદના નિયમો વિશ્વાસીયો હોય જાણીવતાના. 5. તે તિયાં નગરને વિશ્વાસીયોહે પ્રભુ ઈસુમાં મજબૂત વિશ્વાસ કરવામાં મદદ કદી. ને રોજે જ ખણે માણહે વિશ્વાસી બનને લાગે.6. પવિત્રઆત્માએ પાઉલ ને તિયાંણે હારીણાહાય આસિયામાં વચન કતા અટકાવ્યા, એટલે તે ફુગિયા ને ગલાતિયા વિસ્તારમાં હોવીન ગયા. 7. તે મુસિયા વિસ્તારની સરહદે આવી પહોચ્યા, ને તે ઉત્તરે બીથુંનિયા વિસ્તારમાં જાવાણા હોતના. ફણ પાછ ઈસુણા આત્માંએ તિયણાહાય તીયે જાતા અટકાવ્યા. 8. એટલે તે મૂસિયા વિસ્તારમાં હોવીન ત્રોઆસ, જી દરિયા કિનારે આવિન શહેર હા તીયે ગયા.9. તીયે રાતે ઇશ્વરે પાઉલને એક દર્શન આપ્ય, જીયામાં તીયે મકદોનિયા વિસ્તારમાં એક માણહાણે દેખશો. તો એવ કતનો કા, પાઉલ, " મકદોનિયા આવ ને આમાહાય મદદ કર.! 10. તિ દર્શન હેજજા પુઠી, આમે મકદોનિયા જાણે નીકીલ્યા.કેહ કા આમે માનતાના કા ઇશ્વરે આમહાય તીયણા માણહાય હારુ સંદેશ આપણે હારું હાદાવ્યાં હા.11. આમે હોળીમાં બેઠા ને ત્રોઆસથી સામોથાકી ગયા. તે બીજે દિહો નિયાપુલિસ શહેર ગયાં. 12. પૂઠી આમહાય નીયાપુલિસ છોયળ ને ફિલીપ્પી ગયા. તી મકદોનિયાણે ખણ કામણ શહેર હોતન, જીએ ખણે રોમન નાગરિકો રતને. આમે ફિલિપ્પીમાં ખણા દિહિ રયા. 13. સાબ્બાથ દિહે આમે શહેરાણે દરવાજાણે બાયરે નદી ફણી ગયાં. આમે કોઈકણે પાહિથી એવ ઉનાયન હોતન યહુદી લોકે પ્રાર્થના હારું તીયે ફેગે હોવતે હા. જિયા આમે તીયે આવા તિયાં, આમહાય કતરોક સ્ત્રીઓણે તીયે પ્રાર્થના હારું ફેગી હોવીની દેખી. એટલે આમે તીયે બેઠા ને તીયણાહાય ઈસુ વિષેણી વાત કણે લાગા.14. જે સ્ત્રીઓ પાઉલને ઉનાઈ હોતની તિયણેમાણી, એક સ્ત્રીણે નામ લુદિયા હોતન. તે થુંઆતૈરા શહેરણી હોતની, જાંબુડિયે નુંગળે વેચતી હોતની, ઇશ્વરને ભજન કરતીની. પાઉલ જો સંદેશો આપી રયનો તિયાં પાર થીયાન આપણે હારું પ્રભુ ઇશ્વરે તીયેણે મદદ કદી, ને તીયે તિયાં પાર વિશ્વાસ કદો. 15. પાઉલ ને સિલાસે લુદિયા ને તીયેણે ખરમાં જી રતને તીયણાહાય બાપ્તિસ્મા આપ્યા પુઠી , તીયે તીયણાહાય આજીજી કદી. " જો તુમે માને માનતા હા કા હાય પ્રભુ પ્રત્યે વિશ્વાસુ હામ તો, મારે ખરમાં આવીન તીયે રયા." તીયે એવ કય તિયાં પૂઠી, આમે તિયાંણે ખર રયા.16. બીજે દિહિ, જિયા આમે જીએ માણહે પ્રાર્થના હારું ફેગે હોવતેને તીયે ગયા તિયાં, આમે એક જુવાન સ્ત્રીણે મિલ્યા જે ગુલામ હોતની. દુષ્ટ આત્મા તીયણે ભવિષ્ય વિષે કવાણી શક્તિ આપતોનો. જી માણહે તીયેણે માલિક હોતના તીયણાહાય માણહે યહોહા આપતે ને, ને બદલામાં તિયણે હારી કાજા હોવી તિયાં વિષે તે કતની. 17. તે જુવાન સ્ત્રી પાઉલ ને બીજે જી હોતને તિયણે પાછાલ, બમીનતી આવી." ઇ માણહે જી ઇશ્વરની સેવા કરતા હા તે બદા દેવાહામાં બદાહા કરતાં મહાન હા.! ઇશ્વર કેવી રીતે તુમાહાય બચાવી હકે તિયાં વિષે તે કય રયા હા." 18. ખણા દિહિ હુદી તીયે એહે કરવાણ ચાલુ રાખશ. છેન્ના પાઉલ તપી ગો, એટલે તીયે જુવાન સ્ત્રી ફિરોન દુષ્ટ આત્મા જો તીયેમાં હોતનો તિયાણે કય. તીયે કય. " ઈસુ ખ્રિસ્તણે નામમાં, તીયેમાંથી બાયરે આવ!" તરાતુજ તો આત્મા તીયેમાંથી નિકલી ગો.19. પુઠી તીયણે માલિકોહીય નાગ કા હવે તીયણે હારું વધારે પયાહા કમાઈ હખી ની કેંહે કા માણહાય હારી કાજા બની તીયા વિષે હવે તે કઈ હખી ની. એટલે તે ગુસ્સે હોવા. તીયણાહાય પાઉલ ને સિલાસણે થયરા ને તીયણાહાય બજારમાં જીયે શહેરણે રાજ્યકર્તા હોતના તીયે નેય ગયા. 20. તીયે જુવાન સ્ત્રીણે માલિકો તીયણાહાય શહેરણે રાજ્યકર્તા પાર નાવા ને તીયણાહાય કય, " યહુદી માણહે હા, ને તે આપળે શહેરણે માણહાય હામટા હેરાન કરી રયા હા. 21. રોમનો જે રીત રિવાજે પાલી હકાત ની તેવા નિયમો પાલવાણ તે હિખીવતા હા !"22. જે પાઉલ ને સિલાસ પાર વાંક કાળી રયના તીયણે હારી બીજે ખણે જોળાયે, ને તીયણાહાય લેવાણ ચાનું કદ. પુઠી રોમન અધિકારીઓહીય સૈનિકોહોય પાઉલ ને સિલાસણે નુંગળે કાળીન તીયણાહાય કોરડાહાથી ફટકારને કય. 23. એટલે સૈનિકોહીય પાઉલ ને સિલાસણે ક્રૂરતાથી કોરડા માયરા. તીયા પુઠી , તીયણાહાય જેલમાં પુયરા. તે નાહી ની છુટાત તીયાણે થીયાન રાખવાણ તીયણાહાય જેલરને કય. 24. તીયા અધિકારી તિયાંણે ઈયા પ્રમાણે કરવાણ કયન. એટલે જેલરે પાઉલ ને સિલાસણે જેલણે બદાહા કરતાં અંદરના ઓરડામાં રાખશા. તીયે, તીયણાહાય નીચે જમીન પાર બેહાળીને તીયે તીયણે પાગ લાંબા કરને કય. પૂઠિ તીયણે ખેટવાહાય નાકળાણે બે ટૂંકળા હાય વચ્ચે કાણામા નાખી, જીપાથી પાઉલ ને સિલાસ તીયણે પાગ હાનવી ની હકાત.25. આશરે અરધી રાતે, પાઉલ ને સિલાસ પ્રાર્થના કરતાંના ને ઇશ્વરની સ્તુતિ કરતાં ગીતે ગાતના. બીજા કેદી તીયણાહાય ઉનાઈ રયના. 26. અચાનક હામટા મોટા થરતી કંપ આખી જેલ થુજવી નાખી. થરતી કંપણે નેદે જેલણે બદા દરવાજા ઉગળી ગયા ને બદા કેદીઓહીય હાકાલે નિકલી પળી.27. જેલર જાગજો ને હેજજ કા જેલને દરવાજા થરતી કંપથી ઉગળી ગયા હા. તીયે વિચાયર કા કેદી જેલમાંથી નાહિ છૂટયા હા. એટલે તિયે પોતાણે મારી નાખણે હારું તિયાંણે તલવાર કાળી, કેહ કા તો જાણતોનો કા જો કેદી છૂટી જાય તો શેહરણે અધિકારી તિયાંણે મારી નાખી. 28. પાઉલે જેલરને હેદજો ને તીયે બૂમ પાળી, તોરે જાતણે મારી નાખતો નખે.! આમે બદા કેદી ઇય જ હાસે.29. તિયાં તો દીવો માગાવીને અંદર કૂદી આવો, ને કાપતો કાપતો પાઉલ ને સિલાસણે પગે પયળો. 30. તીયણાહાય બાયરે નાવીને તીયે કય કા, ઓ સાહેબો, ઉદ્ધાર પામણે હારું મારે કાજા કરવ જોજે?. 31. તિયાં તીયણાહાય કય કા, પ્રભુ ઈસુ પાર વિશ્વાસ કર, એટલે તું ને તોરે ખરને બદે ઉદ્ધાર પામાહા.32. તિયાં તીયણાહાય પાઉલ ને સીલાસે જેલરને ને તિયાંણે ખરને હોતને તિયાં બદાહાય પ્રભુણે વચન કઈ ઉનાવય. 33. પુઠી રાતીણા તિયા જ સમયે તીયે જેલરે તીયણાહાય પાઉલ ને સિલાસણે નેઈને તિયાંણે ખાહા થોયા, ને તરત તે ને તિયાંણે ખરને બદે માણહે બાપ્તિસ્મા પામીયે. 34. જેલરે તીયણાહાય પોતાણે ખર નાવીને તીયણે આગાલ ખાવાણ પીરસીય, ને તિયાંણે ખરના બદાહાય ઇશ્વર પાર વિશ્વાસ કરીન ખણો આનંદ કદો.35. દિહિ ઉગતા અધિકારીયોએ હાચીવનાર કર્મચારીયોહીય મોકનાવીને કવળાવય કા, તી માણહાય છોળી દેય. 36. પુઠી જેલરે પાઉલણે એ વાતણી ખબાર આપી કા, અધિકારીઓએ તુમાહાય છોળી દેણે કવળાવય હા, એટલે હવે તુમે નિકલીને શાંતીથી જતાં રયા.37. ફણ પાઉલે તીયણાહાય કય કા, આમાંહાય ગુનેગાર નકકી કયરા વગર તીયણાહાય આમાહાય રોમનો હે જાહેર રીતે લેદા ને જેલમાં નાખશો હા. ને હવે તે આમાહાય દપાળીને બાયરે કાળી મૂકતા હા? કાયની, એહ તો નિજ, ફણ તે પોતે આવીને આમાહાય બાયરે કાળે. 38. તિયાં હાચીવનારા કર્મચારીહીય અધિકારીહીય હે વાતણી ખબાર આપી. તિયાં તો રોમન હા,હી ઉનાઈને તે ખાભરાઈ ગયાં. 39. પુઠી તીયણાહાય અધિકારીયોહીય આવીને તીયણાહાય પાઉલ તે સિલાસણે કાલાવાલા કદા, ને તીયણાહાય બાયરે નાવીને શહેરમાંથી નિકલી જાવાણી વિનંતી કદી.40. પુઠી તે જેલમાંથી નિકલીને લુદીયાણે તીયે આવા. ને ફાવાહેય મિલીને તીયણાહાય દિલાસો આપ્યો , પુઠી તીંથી વિદાય હોવા
1. તે આમફીપોલીસ ને આપલોનિયા હોઈળ થેરસાલોનિકામાં આવા; તીયે યહુદીઓણે ભક્તિ કરવાણો જાગો હોતનો. 2. પાઉલ પોતાણે રીત પ્રમાણે તીયણે સભામાં ગો. તીળ, વિશ્રામવારે તીયે ધર્મશાસ્ત્રણે આધારે તીયણે હારી વાદવિવાદ કદો.3. પાઉલે તિયણાહાય ખુલાસો આપીન સાબિત કદ કા ખ્રિસ્ત સહવાણ , મરી ગયામાંથી પાછ ઉઠવ. હિ જરૂરી હા, તે એવ ભી કય કા જીયા ઈસુણે હાય તુમારે આગાલ પ્રગટ કરતો હામ તો જ ખ્રિસ્ત હા. 4. તિયાં તીયણેમાણા કતરક ણે ધાર્મિક ગ્રીકોમાંણે ખણે માણહે, ને ખણી વખાણાતી સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ ને સિલાસણે સંગતિમાં જોળાયે.5. ફણ યહુદીયોહે મેલાઈ રાખીન ચોકમાંણા કતરાક ખરાબ માણહાય હારી નેદે. ફીળ જમાવિન આખા હેરાણે ખખળાવી મુકચ. પાસોતણે ખરા પાર હુમલો કરીન તિયણાહાય માણહા આગાલ બાયરે કાળી નાવવાણી કોશિશ કદી. 6.ફણ પાઉલ ને સિલાસ તિયણાહાય મિલ્લા કાયની તિયા યાસોનળે ને કતરાક ફાહાવેહેય હેરાણે અધિકારીઓ પાહિ ખેંચી જાઈન તે બમીનના કા, ઈ માણહે કા જીયણાહાય જગતણે ઉથલપાથલ કદ હા તે ઇયે ભી આવા હા. 7. યાસોળે પાઉલ ને સિલાસણે પોતાણા ખરમાં રાખશા હા; ને તે બદા કાઈસાર ને આજ્ઞાણે વિરૂદ્ધ હોઇને કતે હા કા ઈસુ નામે બીજે એક રાજા હા."8તીયણે એ વાતે ઉનાઈન માણહે ને હેરાણે અધિકારી ખાભરાયા. 9. તિયાં તિયણાહાય યાઓનણે ને બીજાંહાય જામીન પાર છોળી દેદા.10. પૂઠિ ફાહાવેહે રાતીણ પાઉલ ને સિલાસણે તરત બેરિયામાં મોકનિ દેદા; ને તે તીયે પોચીન યહૂદિયોણે ભક્તિસ્થાનમાં ગયા. 11. થેસ્સાલોનિકાણે માણહા કરતાં તે વધારે ગુણવાન હોતને, કેહ કા તે મનણે પૂરી આતુરતાથી વચનો માનીન, એ વચન એહે જ હા કા કાયની, ઇયા વિષે કાયમ ધર્મશાસ્ત્ર તપાસતેને. 12. તીયણે માંણા ખણાહાય વિશ્વાસ કદો. આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ ને પુરુષોમાંણા બી ખણાહાય વિશ્ર્વાસ કદો.,13. ફણ જીયા થેસ્સેલાનિકાણે યહૂદિયોહે જાયણ કા પાઉલ ઇશ્વરની વાત બૈરિયામા બી જાહેર કરતો હા તિયા તીયે બી આવીન તિયણાહાય નોકાહાય ચળાવી દેદે. 14. તિયા ફાહાવેહે તરાત પાઉલણે દરિયા હુદી મોકની દેદો, ફણ સિલાસ ને તિમોથી તીયે જ રયા. 15. ફણ પાઉલણે મુકણે જાનારાહાય તિયાણે આથેન્સ હુદી પહોચાયળો. પૂઠિ સિલાસ ને તિમોથી તિયાણે પાહિ વેલી તકે આવાત, એવી આજ્ઞા તીયણે હારું નેઈન તે વિદાય હોવા.16ને પાઉલ આથેન્સમાં તીયણે વાટ હેડતોનો હતરામાં તિયાં શહેરમાં જાગે જાગે મૂર્તિઓહે હેદીન તિયાણે અંતરાતમાં ઉકલી ઉઠ્યો. 17. તિયાં હારું તિયાં ભક્તિસ્થાનમાં યહૂદીઓ ને ધાર્મિક પુરુષો હારી, ચોકમાં જે તિયાણે મિલતાના તીયણે હારી કાયમ વાદવિવાદ કરતોનો.18. તિયાં એપીક્યુરી ને સ્તોઈક ( મત માનનારા) પંડિતોમાંણા કતરાક તિયાંણે હામાં હોવા, તીયણેમાંણા કતરાહાકે કય કા, એ દપીની વાત દેખાળનાર કાજા કણે માંગતો હા? બીજા કતરાહાકે કય કા, પારકા ઇશ્વરને પ્રગટ કરનારો દેખાતો હા; કેહે કા તો ઈસુ ને પાછો જીવતો હોવણા વિષેણ [વચન] દેખાળતો હા.19. તે તિયાંણે એરીયોપગસમાં નેય ગયા, ને કય કા, જો નવો ઉપદેશ તું કરતો હા તો આમારેથી હમજાય એહ હાકા? 20. કેહ કા તું આમહાય કતરીક નવી વાતે ઉનાવતો હા; એટલે તિયાંણે અર્થે આમે જાણને ઇરછતે હામ. 21. હવે, આથેન્સાણા બદે માણહે ને તીયે રનારે પરદેશી, કાંઈ નવા વચન કણે ને ઉનાણે તિયા સિવાય બીજા કોયમાં પોતાણે સમય કાળતેને કાયની.22. પાઉલે એરીયોપગસણે વચ્ચે ઉબો રયન કય કા, આથેન્સણા રેવાસીઓ, હાય દેખતો હામ કા તુમે બદી બાબતોમાં હામટા ધર્મચુસ્ત હા. 23કેહે કા જીયા [દેવ દેવિયો હે] તુમે ભજતે તીયણાહાય હાય વાટે ચાનતા ચાનતા હેદતોનો, તિયા માયે એક વેદી ભી દેખી, જિયા પાર એવો લેખ કોતરીનો હોતનો કા, અજાણ્યા દેવણે માનમાં " એટલે જીયાણે તુમે જાયણા વગર ભજતે હા તિયાંણે હાય તુમારે આગાલ પ્રગટ કરતો હામ.24. જીયા ઇશ્વરે જગત ને તિયામાંણ બદ જ બનાવય, તો આકાશ ને થરતીણે પ્રભુ હોવાથી હાથે બાંદીના મંદિરમાં રતો કાયની. 25. ને તીયણાહાય કેવાણી ગરજ હોય તેહે માણહાય હાથણી સેવા તિયાણે જોરતી હા એહે કાયની, કેહ કા જીવન, શ્વાસ નેવાણ ને બદી વસ્તુ તો પોતે બદાહાય આપતો હા.26. તીયે માણહાય બદી જ દેશજાતિયોહે આખી ધરતી પાર રણે હારું એકમાંથી બનાવયે, તીયે તીયણેહારૂ નકકી કદના સમય ને તીયણે રવાણી હદ ઠરાવી આપી હા. 27. અતરા હારું કા તી, ઇશ્વરની હોદ કરાત, કા કદાચ તો તીયણે હારું હોદીન તીયણાહાય મિલે. ફણ ઇશ્વર આપળે માણા કોઈથી દૂર કાયની.28. કેહે કા આપળે તિયાંમા જીવતે હામ, હામતે હામ, હોવતે હામ, જેહ તુમારે પોતાણે જ કવિયોહેમાંણા કતરાહેકે કય હા કા, આપળે બી તિયાંણે વંશજો હા." 29. હવે આપળે ઇશ્વરને વંશજો હાસે તિયાં હારું આપળે, એહે ની થારવ જોજે કા ઇશ્વર માણહાય કારીગરી ને ચતુરાઈથી કોતરીના હોના કા રૂપા કા પથરા જેવો હા.30. ઈયા હમજણ વગરના સમય પ્રત્યે ઇશ્વરે આશા રાખી ખરી; ફણ હવે બદે જાગે બદા માણહાય પસ્તાવો કરવાણી તો આજ્ઞા કરતો હા. 31. કેહ કા તીયે એક દિહિ નક્કી કદો હા કા જીએ દિહિ તો પોતાણે નક્કી કદના માણહાથી જગતણો હાચો ન્યાય કરી; જીયા વિષે તીયે તિયાંણે મરીગયામાંથી પાછો જીવતો કરીન બદાહાય ખાતરી આપી હા.32. હવે તીયણાહાય મરણ પામીનાહાય પાછ ઉઠવા વિષે ઉનાય, તિયાં કતરાહાકે મશ્કરી કદી. ફણ બીજાહાય કય કા , આમે ઇયા સંબંધી કોઈ બીજી વાર તોરે ઉનાહું." 33. એવી રીતે પાઉલ તીયણે વચ્ચેથી નાહી ગો. 34. ફણ કતરાક માણહાય પાઉલણે સંગતમાં રઇન વિશ્વાસ કદો; તીયણે માં અરિયોપગણો સભ્ય દિઓનુસ્તીઅસ સીઅસ , ને દામરિસ નામણી એક સ્ત્રી, તી ને બીજે હો હોતને
1. પૂઠી પાઉલ આથેન્સનથી નીકલીન કરિથમા આવો. 2. પોન્તસણો વતની, આકુલ નામણો એક યહૂદી,જો થોળાક સમય ઈટાલીયો આવીનો,તો ને તીયાણે ખરાવાલી પ્રિસ્કીલા તીયાણે મીલ્લે, કેહકા બદા યહૂદીયોહે રોમમાંથી નીકલી જાવાણી કલોડિપસે (કાઈસારે ) આજ્ઞા આપીની.પાઉલ તીયણે તીયે ગો. 3.પાઉલ તીયણે જેવ જ કામ કતૅનો. એટલે તો તીયણે ખર રયો, ને તીયણે હારી કામ કરતોનો કેહકા તીયણે કામ ભી તંબુ બનાવવાણો ( તંબુ નુગેળે બનાવવાણો ) હોતનો.4.બદે વિશ્વામવારે પાઉલ ભક્તિણે જાગાયાર વાતચીત કરતોનો, યહૂદીયોહે ને ગ્રીકોહે (વચનમાંથી ) હમજાવતોનો. 5. ફણ જીયા સિલાસ ને તિમોથી મકદોનિયા આવા,તીયા પાઉલ ઉત્સાહથી ઈશુણે વાત દેખાળતા યહૂદીયોહે સાક્ષી આપી કા,ઈશુ તો જ ખ્રિસ્ત હા." 6. ફણ યહૂદી તીયાણે વિરુદ્ધ હોવીને ખોટ બોનને લાગા તીયા પાઉલ પોતાણે નુગળે ખેખરીન તીયણાહાય કય કા, તુમારે નુઈ તુમારે ટમ્પે. હાય તે નિર્દોષ હામ. હવેથી હાય બીનયહૂદીયો પાર જાહી.7. પૂઠી તો તીથો જાઈન તો તીતસ પુસ્તકસ નામે એક ઈશ્વરભક્ત હોતનો તીયાણે ખર ગો. તીયાણે ખર ભક્તિસ્થાળથી તદ્દન પાહી હોતન. 8. ને સબાસ્થાનણે અધિકારી કિસ્યસે ને તીયાણે ખરના માણાહાય પ્રભુ પાર વિશ્વાસ કદો. ને ખણા કરીથીયોહે ભી વચન ઉનાયીને વિશ્વાસ કદો, ને તી બાપ્તિસ્મા પામને.9. પ્રભુએ રાતીણ પાઉલને દર્શનમાં કય કા, તું બીતો નખે, ફણ બોનજે, શાંત નખે રતો. 10. કેહકા હાય તોરે હારી હામ. ને તુને વાગી જાય એવો હુમલો કોઈ તોરે પાર કરી ની,કેહકા ઈયા હૈરામા મારે ખણે માણહે હા. 11. તો પાઉલ તીયણાહાય ઈશ્વરના વચનોહે બોધ કરતો રઈને ડોળ વરહ હુદી તીયે રયો.12. ફણ ગાલીયો અખાયાણો અધિકારી હોતનો, તીયા યહૂદીયો હય કરીન પાઉલ હમ્બા ઉબા હોવા, ને તીયણાહાય પાઉલણે નિયાયાસન આગાલ નાવીન કય કા. 13. ઓ માણહું ઈશ્વરને ફજન નિયમશાસ્ત્રથી જુદી રીતે કરવાણ માણહાય હમજાવતો હા.14. પાઉલ બોનને જાતનો,અતરામાં ગલિયોએ યહૂદીયોહોય કય કા, ઓ યહૂદીઓ. જો અનીયાયણી ને ખોટી રિતણી વાત હોતી,તો તુમારે ઉનાવ વાજબી ગણાત. 15. ફણ જો શબ્દો, નામોં ને તુમારે પોતાણે નિયમશાસ્ત્ર વિષેણી તકરાર હોય તો, તુમે પોતે તીયાવિષે નિયાય કરા. કેહકા એવી વાતેહે નિયાય ચુકીવવાણ હાય ઈચ્છતો કાયની.16. એહે કઈન તીયે તીપણાહાય ન્યાયાસન આગાલથી કાળી મુકચે. 17. તીયા તીયણા બદાહાય સભાસ્થાનણે અધિકારી સોસ્થેનેસણે થરીન નિયાયાસન આગાલ લેદો.ફણ ગાલીયોએ તીયે વાત વિષે કાંઈ કાલજી ની રાખ18. તીયા પૂઠી ખણા દિહી તીયે રઈન પાઉલ ફાહાવેહેથી વિદાય નેદી, ને પ્રિસ્કિલો ને આંકુલાને હારી વહાણમાં બેહીન સિરીયા નીણે ઉપીયળો. તીયે પેલાં તીયે કેખ્રિયામાં પોતાણે નીબાલે ઉતારી નાખશે,કેહકા પાઉલ સપથ નેદની. 19. તે એફેસસમાં પહોચ્યાં તીયા તીયે પાઉલે તીયણાહાય તીયે મુક્યા,ને પોતે ભક્તિસ્થાનમાં જાઈને યહૂદી હારી વાદવિવાદ કદો.20. પોતાણે હારી વદારે સમય રવાણી તીયણાહાય તીયાણે કદી,ફણ તીયે માન્ય કાયની. 21. ફણ ઈશ્વરને ઇચ્છા હોય તો હાય તુમારે પાહી પાછો આવીહી, એહે કયન તીયે તીયણે હારીથી વિદાય નેદી, ને એફેસસથી જાણે હારું વહાણમાં બેઠો.22. કાઈસારીયા પહચ્યાં પૂઠી,તીયે યરુશોલેમ જાઈને મંડળીણે માણહા હારી મુલાકાત કદી, ને પૂઠી અત્યોખમાં ગો. 23. થોળાક સમય હુદી તીયે રયા પૂઠી તો નીકીલ્લો, ને બદા શિષ્યોહેય મજબૂત કરતો કરતો ગલાતીયા વિસ્તાર ને ફુગિયામા ફિપશે.24. આપોલસ નામણો એક વિદ્વાન યહૂદી જો ધર્મલેખો હારી જાણતોનો, ને આલેકસાદ્રિયાણે વતની હોતનો,તો એફેસસ આવો. 25. ઓ માહણું પ્રભુણી વાટણ શિક્ષણ પામીનો હોતનો, ને પવિત્રઆત્મામાં ખણો આતુર હોવાથી તો કાલજીથી ઈશુ વિષેણી વાતો પ્રગટ કરતોનો ને હિખીવતોનો. ફણ તો ખાલી એખના યોહાનણે બાપ્તિસ્મા જાણતોનો. 26. તો હિંમતથી સભાસ્થાનમાં બોનને લાગો ફણ પ્રિસ્કીલાએ ને આકુલાએ તીયાણે વાત ઉનાય તીયા તીયણાહાય તીયા ણે પોતાણે ખર નેય જાયન ઈશ્વરની વાટણો વદારે ચોકસાઈથી ખુલાશો આપચો.27. પૂઠી તો અખાય જાણે ઈચ્છતોનો,તીયા ફાહાવેહે તીયાણે ઉતેજીન આપીને શિષ્યો પાર નખી મોકનાવય કા તે તીયાણે (આપોલસણો ) આવકાર કરે. તો તીયે આવો તીયા જીયણા હાય પ્રભુણે કૃપાથી કદો હા, તીયણાહાય તીયે ખણી મદદ કદી. 28. કેહકા ઈશુ તો જ ખ્રિસ્ત હા, એવ ધર્મશાસ્ત્ર થી પુરવાર કરીન તીયે જાહેર વાદવિવાદમાં યહૂદીતોહોય પૂરી રીતે હરાવયે
1એહે હોવ કા જીયા આપોલસ કરીથમા હોતનો,તીયા પાઉલ ઉપારના પ્રદેશ માં ફીરીન એફેસસમાં આવો,તે કતરાક શિષ્યો તીયાણે મીલ્ય. 2. તીયે તીયણાહાય પૂંછ કા, તુમાહાય વિશ્વાસ કદો તીયા પવિત્રઆત્મા પામ્યા? તીયણાહાય તીયાણે કય કા, કાયની પવિત્રઆત્મા હા એવ આમહાય ઉનાય ભી કાયની."3. પાઉલે પૂંછ કા., તીયા તુમે કિડાણે બાપ્તિસ્મા પામને? ને તીયણા હાય કય કા,' યોહાનણે બાપ્તિસ્મા. 4. તીયા પાઉલે કય કા, યોહાન પશ્વાતાયણે બાપ્તિસ્મા કદ ખર, ને માણહાય કય કા, મારે પાછાલ જો આવતો હા તીયા પાર એટલે ઈશુ પાર તુમારે વિશ્વાસ કરવાણો.5. તીયણાહાય હી ઉનાઈન પ્રભુણે નામે બાપ્તિસ્મા નેદ. 6. જીયા પાઉલ તીયણે પાર હાથ મૂકચા તીયા પવિત્રઆત્મા તીયણે પાર આવો. 7. તી અન્ય ભાષા બોન ને પ્રબોધ કરને લાગો.8. પૂઠી ભક્તિસ્થાન જાઈને તીયે તીન મહિના હુદી હિંમતથી ઈશુણા વચને કયા,ને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબત હમજાવી. 9. ફણ કતરાહે મનમાં કઠાણ હોવીન, ને પ્રભુણે વાતણો આદર ની કરીન,માણ હાય આગાલ ઈયે વાટણી નિંદા કદી, તીયા તીયે તીયણે પાહીથી જાઈન શિષ્યો હેય જુદા પાયળા ને તો તુંરાનસના સભાગૃહમા રોજે જ ઉપદેશ આપતો રયો. 10. બે વરહા હુદી એવ ચાનત રય.એટલે આસિયામા રનારે બદે યહૂદી ને ગ્રીકો ઈ ભી પ્રભુણી વાત ઉનાઈ.11. ઈશ્વરે પાઉલણે હાથમા એવા અદ્ભૂત ચમત્કાર કદા કા, 12. તીયાણે વાપરીના રૂમાલ ને નુગળે તે માંદાહાય પાર નાવીન અટકાવતેને,એટલે તીયણે રોગ દૂર હોવતોનો. ને તીયણે માંથી અશુદ્ધ આત્મા ઓ નીકલી જાતના.13. ફણ કાતરાક યહૂદી ભુવા ભી અશુદ્ધ આત્મા વિલગીનાહા પાર ઈશુણે નામ બોનીને ફણે લાગા કા, જીયા ઈશુણે પાઉલ પ્રગટ કરતો હા, તીયાણે નામે આમે હુકમ કરતા હામ કા, નીકલી" જાયા," 14. સ્કેવા નામણો એક યહૂદી મુખ્ય પાજકણે સાત ડિકરાહ ઈયા પુંરમાણે કરતાના.15. ફણ અશુદ્ધ આત્મા એ જવાબ આપતા કય કા,"ઈશુ વિષે હાય જાણતો હામ, પાઉલ ભી હાય ઓલખીતો હામ, ફણ તુમે કિડા હા? 16. જીયા માણહામાં અશુદ્ધ આત્મા હોતનો તો તીયણેમાંણા બે જણાહા પાર કુદી પયળો.બેયાહાય હરાવીન તીયણે પાર એવો જીત પામ્યા કા તે નુંગળાહા વગારના ઉગાળા ને વાગીના હોઈન ખરમાંથી જાતા રયા. 17. એફસસમાં જે યહૂદી ને ગ્રીક રતને તીયા બદાહાય એ વાતણે ખબર પળી, તી બદે બીય ગયે, ને પ્રભુ ઈશુ ને નામ મહિમાવંત મનાયા.18. વિશ્વાસી હોવી હાયમાંણે ખણે આવે,ને પોતાણે કામે કબુત કરીન કઈ દેખાયળે. 19. ખણા જાદુગરોહે પોતાણે ચપળે ફેગે કરીન બદાહાય દેખતા બાલી નાખશે. તીયણે કિંમત ગણી હેદતા તે પચીસ હજાર રૂપિયા જતરી હોવી. 20. ઈયે રીતે પ્રભુણી વાત પરાકર્મથી ફેલાય ને મજબૂત હોવી.21. ઈયા બનાવ પૂઠી પાઉલ મકદોનિયા ને અખાયામાં હોવીન મનમાં યરુશાલિમ જાવાણો નિણૅય કરીન કય કા,' તીયે ગયા પૂઠી રોમમાં ભી મારે જાવ જોજે." 22. તીયે પોતાણે મદદ કરનારાહામાંણા બે જણાહાય એટલે તીમાંથી ને એરાસ્તસણો મકદોનિયા મોકીન્યા. ને પોતે કતરાક દિહી આસિયામાં રયો.23. તીયા સમયમાં ઈયા રસ્તા વિષે ખણી ચળવળ ઊબી હોવી. 24. દેમેગિયસ નામણો એક સોની હોતનો. જો આતેમિસણા રૂપાણા દેસ્થાનો બનાવીન કારીગરોહે ખણ કામ આપાવતોનો. 25. તીયે તીયણાહાય તેહેજ તીયાણે જેવા બીજા કારીગરોહે ફેગા કરીન કેય,' ફાહાવેહે, તુમે જાણતા હા કા ઈયા ધધામાં આપળાહાય ખણી કમાણી હોવતી હા.26. ને તુમે હેદતા હા ને ઉનાતા હા તેહે, એખના એફેસસમાં કાયની, ફણ લગફગ આખા આસિયામાં, કા જે હાથથી બનાવીના ha તે દેવ કાયની. એવ હમજાવીન પાઉલ હામય માણહાય મન ફેરવી નાખશે.. 27. એટલે આપડે હો કામ તોળી પાળવામાં આવે એવી બીક હા. અતર જ કાયની ફણ આતૅમિસ મહાદેવી જીયેણે આખો ને જગત પૂજીત હા, તીયણે મંદિર ખરાબ ગણવાણ ને તીયેણે મહિમા પૂરો કરી નાખવાણો સંભવ હા.28. ઈ ઉનાયને તીયણાહાય ગુસ્સો આવો, ને બમનીન કણે લાગા કા,'એફે સિયોહે આતૅમિસ જય! 29.આખા હૈશ્માં એ ગળબળાટ પ્રસરી ગો. તીયા તે મકદોનિયાણા ગાપસ ને આરિસત્તાખૅસ, જે મુસાફિરમાં પાઉલણે હારીણા હોતના, તીયણાહાય થરીન બદા ફેગા હોવીન શલ્થખંડમા દળી ગયા.30. જીયા પાઉલ માણહાય ફિળણે અંદર જાણે ઇચ્છા કદી, તીયા શિષ્યોહે તીયાણે અંદર જાવા દેદો ની. 31. આ સિપાણે મુખ્ય અધિકારીયોમાણા કાતરાક તીયાણે દોસ્તા રે હોતના, તીયણાહાય ભી તીયે કવળાવ્ય,' તોરે શલ્પખંડમા જાવાણી હિંમત કરવાણી ની. 32. તીયે વાળાએ કતરેક એહે બમીનતેને, ને બીજે કતરેક તેહે બમીનતેને,કેહકા સભામાં ગળ ગળ હોવી રયની, ને પોતે કાજા કરને ફેગે હોવે હા, ઈ તીયણેમાણે કતરેક જાણતેને ભી કાયની.33.તે યહૂદી, આલેક્સાદરને ફિળમાથી બાયરે ખેચી કાળીન તીયાણે આગાલ થેકિનતાના તીયા આલેક્સાદર હાથથી ઈશારો કરીને માણહાય જવાબ આપણે માગતોનો. 34.ફણ તો યહૂદી હા,' ઈ તીયણાહાય જાયણ,તીયા તી બદાહાય આશરે બે કલાક હુદી એકહારી બૂમ પાડી કા,' એફેસીઓણે આતૅમિસણી જય!35.તીયા હૈરાણે નગરશેકે માણહાય શાત કરીને કયકા,' ઓ એફેસસણા લોકો, કોય કાયની જ્ણત કા એફેસીયોહે હૈર આતૅમિસ મહાદેવીણે ને ઝૂસ પાહીથી પળેની મુર્તિણે પુંજનાર હા? 36. એ વાતોહે વિરુદ્ધ કોઈથી કાઈ બોની હુંકાય એહે કાયની એટલે તુમારે શાંત રવ જોજે, ને કાઈ અયોગ્ય કામ કરવ ની. 37. કેહકા તુમે ઈયા માણહાય ઈયે નાવા હા, તે મંદિરોહે લૂંટનારા કાયની, આપળે દેવીણી નિંદા કરનારા ભી કાયની.38. એટલે જો દેમેગિયસણે ને તીયાણે હારીણા કારીગરો હે કોઈણે પાર કોઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી હા, ને અધીકારીઓ ભી હા,એટલે તે એકબીજા હાંબી ફરિયાદ કરી હકાત. 39. ફણ જો કોઈ બીજા બાબતો વિષે તુમે ન્યાય માગતે હોય,તો કાયદેસર નીમીની સભામાં તીપેણો નિણૅય કરવામાં આવી. 40. કેહકા આજે કારણ વગાર હંગામો હોવો તી વિષે આપળે હાંબો ફરિયાદ હોવાણો ખરેખર સંભવ હા. ને તીયાણે સબંધમાં ફીળ હોવાણો ખુલાસો આપળે આખી હકવાણા કાયની. 41. તીયે એ વાત કયન સભાણે સમાપ્ત કદી
1હંગામો બંધ હોવયા પૂઠી પાઉલે શિષ્યોહેયે હાદીને તીપણાહાય બોધ કદો, ને તીયણે વિદાય નેઈને મકદોનિયા જાણે નિકિલ્લો. 2. તીયા વિસ્તારોમાં ફિરીન,માણહાય ખણો ઉપદેશ આપ્યા પૂઠી તો ગ્રીક દેશમાં આવો. 3. તોતીયા તીન મયના રયો,પૂઠી સિરિયા જાણે હારું પાણીવાટે ઉપીળવાણી તીયારીમાં હોતનો, તીયા યહૂદીયોહે તીયાણે વિરુદ્ધ કાવત્ર રચય. એટલે તીયે મકદોનિયામાં હોવીન પાછા જાવાણો નીણૅય કદો.4. પૂહૅસણો(ડિકરોહો ) બેરિયાણો સોયાતર,થેસ્સાલો નિકિઓમાંણો આરિસ્તાખૅસ સે કુંદસ દબૅણો ગાયસ તિમોથી આસિપાણે તુંખીકસ ને ત્રોફીકસ, તે તીયા હારી આસીયા હુદી ગયા. 5.તે આગાલ જઈને ત્રોઆસમા આમારે વાટ હેદતાના. 6. બેખમીર રોટનીણે દિહા પૂઠી આમે વહાણમાં બેહીન ફિલિ પ્પીથી નિકિલ્લા ને પાંચ દિહામાં તીયણે પાહી ત્રોઆસ પહોંચ્યા, ને સાત દિહી તીયે રયા.7. આઠવાડિયાયાણે પેલે દિહી આમે પ્રભુ ભોજન હારું ફેગે હોવીને તીયા પાઉલ પોતે બીજે દિહી ઈથો જાવાણો હોવાથી( શિષ્યયોહેય ) ઉપદેશ આપચો. 8. જીયા માલે આમે એકઠા હોવીના તીયે ખણા દિવા ( ઉજાલ) આપતાના.9. બારીમાં બેઠનો પુતુખસ નામે એક જુવાન ભરઉંઘમાં ખેરાઈ ગોનો હોતનો, પાઉલ વદારે વાર હુદી ઉપદેશ કરતોનો એટલે ઉંઘમાં ખેરાયનો હોવાથી તો ( પુતુખસ) તીજા માલેથી નીચે પયળો ને મરી ગો. 10. તીયા પાઉલ નીચે ઉતરીન તીયાણે બાથમાં નેઈન કય કા,'ખાબરાતે નખા,કેહેકા તો જીવતો હા."11. ને તીયે ઉપાર આવીને રોટની ફાગીને ખાદી ને પ્રભુ ભોજન નેદ ને તીયણે હારી ખણા સમય હુદી,એટલે છેક આદારન હુદી સંદેશો આપચો,તીયા પૂઠી પાઉલ વિદાય હોવો. 12. તે તીયા જુવાનણે જીવતો નાવા, એટલે ખણો આનંદ પામે.13ફણ આમે આગાલ જઈને વહાણમાં બેહીન આસોસ જાણે ઊપળી ગયા, તીયેથી પાઉલણે વહાણમાં નેણે આમારે ઈરાદો હોતનો,કેહકા તીયેથી પાગવાટે આવણે થારીન તીયે એ વ્યવસ્થા કદની. 14. આસોસમાં તો આમહાય મિલ્યો તીયા આમે તીયાણે વહાણમાં નેઈને મિતુલેનેમાં આવા.15.તીયથી હાંકીન બીજે દિહી ખીઓસ પાહી પહોંચ્યા, ને બીજે સામોસ પહોંચ્યા,પૂઠીણા દિહે,( ત્રોગુલિયામાં થોળાક થોબ્જા પૂઠી )આમે મિલેતસમા આવા. 16. કેહકા આસિયામા વખાત કાળવો ની પળે તીયા હારું પાઉલ એફેસસણે મેરે મૂકીને હાંકી જાવાણ નક્કી કદ. કેહકા તો ઈયા હારું ઊતાવલ કરતોનો જો બની હકે તો પચાસમાણા તેવારને દીહે પોતે યરુશાલેમ માં હાજર હોવે.17. પૂથી તીયે મિલેતસથી એફેસસમાં (સંદેશો ) મોકનીન મંડળીણે વળીલોહોય પોતાણે પાહી હાજની. 18. તે તીયાણે પાહી આવા તીયા તીયણાહાય કયકા, આસિયામા મયે પાગ મુકચો તીયે દિહીથી માંડીન ઓ બદો વખાત હાય તુંમારે હારી રઈને કેવી રીતે વતીયો હામ. 19મતણે પૂરી નમ્રતાથી ને આંસુઓ હારી,જો પસ્તાવો યહૂદિતોહે કાવતરાથી મારે પાર આવી પયળા તી આઠીવીન હાય પ્રભુણે સેવા કરતોનો. તી તુમારે જાણ બાયરે કાયની. 20.જો કોઈ વચન લાભકારક હોય તે કણે હાય આચકાતો કાયની.ફણ જાહેરમા ને ખરખર તુમ્હાય ઉપદેશ કદો. 21. ઈશ્વર હામે પસ્તાવો કરવો,ને આપળે પ્રભુ ઈશુ ખ્રિસ્ત પાર વિશ્વાસ રાખવો,એવી સાક્ષી મયે યહૂદીપોહે ને ગ્રીકોહે આપી.22. હવે હેદા, હાય પવિત્ર આત્માણે બંધનમાં યરૂશાલેમ જાતો હામ, તીયે મારે પાર કાજા વીતી તી હાય જાણતો કાયની. 23. ખાલી અતર જ હાય ( જાણતો હામ ) કા દરેક શહેરમાં પવિત્રઆત્મા માને ખાસ જણાવતો હા કા તોરે હારું બંધનો ને સંકટો વાટ હેદતા હા. 24. ફણ હાય મારે જીવ વાલો ગણીનતીયાણે કાઈ ભી દરકાર કરતો કાયની ઈયા હારું કા આપવાણી જે સેવા પ્રભુ ઈશુ ફણથી માને મીલી હા તે હાય પૂરી કર.25. હવે હેદા હાય જાણતો હામ કા,તુમે બદે જીયણેમા હાય ઈશ્વરને રાજ્ય પ્રગટ કરતો ફિયરો હામ, તીયણેમાંણો (મારે કોયબી ) મારે મુખ પાછો હેદી ની. 26. તીયા હારું આજે હાય તુમહાય સાક્ષી આપતો હામ કા બદા માણહાય નુઈ વિષે હાય નિર્દોષ હામ. 27. કેહકા ઈશ્વરને પૂરી ઈચ્છા તુમ્હાય જાણીવણે મયે ઠીન પાયળ કાયની.28.એટલે કા ઈશ્વરનો જો વિશ્વાસી સમુદાય જો તીયણે પોતાણો નુંઈથી વેચાતો નેદો હા તીયાણે તુમે પાલન કરા. 29. હાય જાણતો હામ કા,મારે ગયા પૂઠી ટોલા પાર દયા ની કરાત તેવા ખરાબ વરૂ તુમ્હારેમાં દાખલ હોવી. 30. તુમારે પોતાણેમાંથી હો કતરેક માણહે ઉબે હોવી ને શિષ્યોહે પોતાણે પાછાલ ખેચી નેઈ જાણે હારું જુદો વાતે કરી.31. એટલે જાગતે રયા,ને યાદ રાખા કા તીન વરહા હુદી રાત દિહી આહમે પાળીન બદાહાય ઉપદેશ આપવાણ હાયે ચુકતો કાયની. 32. હવે તુમ્હાય ઈશ્વરને ને ઈશ્વરની કૃપાણી વાત જે તુમ્હાય સંસ્થાયન કરતે ને બદે પવિત્ર હોવીના હામાં તુમ્હાય વારસો આપવાણો સમથૅ હા,તીયાણે હોયતો હામ.33. મયે કોઈણા સોનાણો કા નુગળાહાય લોભ કયરો કાયની. 34. તુમે પોતે જાણતે હાકા માને ને મારે હારીણાહાય જો જુજતન તી મયે ઈયા હાથ હા કરીને પુર પાયળ હા. 35. મયે બદો બાબતે તુમ્હાય કરી દેખાળી હા કા કેવી રીતે મેનાત કરીને તુમારે નબલાહાય મદદ કરવી જોજે, ને પ્રભુ ઈશુણે વચન જી તીયે પોતે કય,તીયાણે યાદ રાખવ કા," માંગવા કરતા આપવામાં વદારે ધન્યતા હા."36. ઈયા પ્રમાણે વાત કયરા પૂઠી તીયે ખુટણે પળીને તીયા હારી પ્રાર્થના કદી 37. તી બદે હામટે રયળે,ને પાઉલણે ફેટીને તીયણાહાય તીયાણે ચુંબન કદ. 38. તુમે મારે મુખ પાછ હેદહા ની એ જે વાત તીયે કઇની તીયાથી તિ વદારે ઉદાસ હોવે. એટલે તી પાઉલણે વિદાય આપણે વહાણ હુદી ગયે.
1. એહે હોવ કા, અમે તીયણેહારથી જુદા હોયા પૂઠી વહાણ હાકીન હીદી વાટે કોસ આવા. ને બીજે દિહી રોડેસ પુઠી તીયે થી પાતરા આવા. 2. ફિનીકિયા જાનાર એક વહાણ મીલ્ય એટલે આમે તિયામા બેહીન રવાના હોવા.3. પુઠી સાયપ્રસ [ટાપુ] દેખાઇ પયળો , એટલે તીયાણે ડાબી ફણી મુકીને આમે સીરિયા ગયા, ને તુર ઉતિયરા, કેહે કા તીયે વહાણનો માલ ઉતારવાણો હોતના. 4. આમહાય શિષ્યો મિલી આવા.એટલે આમે હાત દિહિ તીયે રયા. તીયણાહાય પવિત્રઆત્માણી [પ્રેરણા થી] પાઉલને કય કા, " તોરે યરૂશાલેમમાં પાગ મુકવો ની."5. તે દિહિ પુરા હોવા પુઠી એહે હોવ કા આમે નિકલીન આગાલ ચાનીયા, તિયાં તી બદે, સ્ત્રી બાળકોહો હારી, શહેરણે બાયરે હુદી આમાય વિદાય આપણે આવે. આમહાય દરિયાકિનારે ખૂટણે પળીને પ્રાથૅના કદી. 6. એકબીજાણા ફેટીન આમે વહાણમાં બેઠા, ને તી ઘર પાછા ગયા.7. પુઠી આમે તુરથી સફર પુરી કરીન ટાલેમાઈસ આવી પહોંચ્યા; ફાવાહાય ફેટીન એક દીહી. તીયણે હારી રયા. 8. બીજે દીહી આમે તીયા નિકલીને કાંઈસરિયમાં આવા, સુવર્તિક ફિલિપ જો હાત સેવેકોમાંણો એક હોતનો તિયાંણે ખર જાઈન તિયાં હારી રયા. 9. ઇયા માણહાણે ચાર કુવાયરે ડીકીયરે હે હોતની, તે પ્રબોધિકાઓ હોતીની.10. આમે તીયે ખણા દીહી રયા. અતરામાં આગાબાસ નામણો એક પ્રબોધક યહુદીયાથી આવો. 11. તીયે આમારે પાહી આવીન પાઉલનો કમરબંધ નેદો, ને પોતાણે હાથ પાગ બાંધીને કય કા, પવિત્રઆત્મા એહે કતો હા કા, ' જીયા માણસણે ઓ કમયબંધ હા તિયાંણે યરૂશાલેમમાંણા યહૂદીઓ એવી રીતે બાંધીન બિનયહુદીયોણે હાથમાં હોપીઈ.13. આમહાય ઈ ઉનાય તિયાં, આમે તીયા તીયણા માણહાય પણ તિયાણે યરૂશાલેમ ની જાવાણી વિનંતી કદી. 12. તીયાં પાઉલે જવાબ આપચો કા, તુમે કાજા કરને રળતે હા. ને મારે હદય દુઃખીવતે હા? હાય તે એખનો બાંધાવાણે કાયની, ફણ પ્રભુ ઈસુણા નામણે હારું યરૂશાલેમમાં મરને બી તિયાર હામ. 14. જીયા તીયાં માન્ય ની, તિયાં પ્રભુણે ઇરછા પ્રમાણે હોવે, એવ કઈન આમે શાંત રયે.15. તીયાં દિહા પુઠી આમે આમારે સામાન નેઈન યરૂશાલેમ ગયા. 16. શિષ્યોમાંણા કતરાક કાંઈસારિયામાંથી આમારે હારી આવા, ને સાયપ્રસણા મનાસોન નામણા એક જૂના શિષ્યણે ખર, જીએ આમરે રોકાવાણ હોતન તીયાંણે તીયે તીયણાહાય આમહાય પહોંચાયળા17. આમે યરૂશાલેમ આવા તિયાં ફાવાહાય ખુશીથી આમારે આવકાર કદો. 18. બીજે દીહી પાઉલ આમારે હારી યાકુબણે ખર ગો, ને બદા વળીલો તીયા હાજર હોતના. 19. તીયે તીયણાહાય ફેટીન ઇશ્વરે તિયાંણે સેવાથી બિનયહુદીઓમાં જી કામે કરાવીને તિયા વિષે વારાફરતી કય ઉનાવ્ય.20. તીયણાહાય તી ઉનાઈને ઇશ્વરને સ્તુતિ કરતાં કય કા, ફાહા, યહુદીયો માંણા હજારો વિશ્વાસીઓ હોવા હા. તી હેદતે હા; ને તી બદે મક્કમ રીતે નિયમશાસ્ત્રણે પાલતે હા. 21. તીયણાહાય તોરે વિષે ઉનાય હા કા, તું મુસાણે નિયમશાસ્ત્રણો ને યહૂદી રીતરિવાજોણે વિરોધી હા. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીયોણ નીયકાહાય યોખે કરવાંણી ની. પૂર્વજો હે રીતરિવાજ પ્રમાણે ચાનવાણ ની. એવ તો હિખીવતો હા.22. તો હવે કાજા કરવ? તું આવો હા તીયાં વિષે ચોક્કસ ખબર પળી જ. 23. એટલે આમે તુને કજે તેહે કર; આમારેમાંણા ચાર માણહાય શપથ નેદની હા. 24. તીયણાહાય નેઈન તીયણે હારી તુ બી પોતાણે ચોખ્ખો કર, ને તીયણે હારું ખર્ચ કર, કા તી પોતાણે ટમપે મુંડાવે; એટલે બદે જાણહા કા, તોરે વિષે જી બદાહાય ઉનાય હા તીયાંમા કોય હાચ કાયની.ફણ તું પોતે બી નિયમશાસ્ત્ર પાલીન તિયા પ્રમાણે ચાનતો હા.25. ફણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી આમહાય ઠરાવીન નખી મોકીનન હા કા, તે મુર્તિહીય અર્પણ કદની વસ્તુઓથી, નુઇથી, ગુંગળાવીન મારીનાથી ને વ્યભિચારથી દૂર રય. 26. તીયાં પાઉલે બીજે દીહી તીયા માણહાય નેઈન તીયાંણે હારી ચોખ્ખો હોવીન ભક્તિસ્થાનમાં ગો. ને એવ જાહેર કદ કા તીયણેમાંણા બદાહાય હાર અર્પણ ચળાવવામા આવી તિયા જ શુદ્ધિકરણના દીહી પુરા હોવી.27. તે સાત દીહી પૂરા હોણે આવા તીયા આસિયાણે યહૂદી યોએ તીયાંણે ભક્તિસ્થનામાં હેદીન બદા માણહાય ચળાવીન તીયાં પાર હાથ નાખીન તીયાંણે થરી નેદો; 28. તીયણાહાય બૂમ પાળી કા, ઓ ઇઝરાયલી માણહાઓ, મદદ કરા;.જો માણહુ બદી જાગાએ માણહાય તેહે જ નિયમશાસ્ત્રણી તેહે જ ઇયી જાગાણે વિરૂદ્ધ બદાહાય હિખીવતો હા તો ઓ હા; ને પાછ તીયે ગ્રીકોહે ભી ભક્તિસ્થાનમાં નાવીન ઇયે પવિત્ર જાગણે અશુદ્ધ કદી હા. 29. [ કેહ કા તીયણાહાય એફેસસણા ગોફીમસણે તીયાં હારી શહેરમાં પેલા દેખીનો, પાઉલ તીયાંણે ભક્તિસ્થાનમાં નાવો હોય એવ તીયણાહાય માન્ય]
1.' ફાહાવાને વળીલો, હવે હાય મારે બચાવમાં જો જવાબ તુમહાય આપીહી તો ઉનાયા. "' 2. તીયાણે હિબ્રુ ભાષામાં બોનતો ઉનાયને તીયણાહાય વદારે શાંતિ રાખી; તીયા પાઉલે કય કા.3. 'હાય યહૂદી માણહુ હામ, કિલીકિયાણે તાર્સસમાં જન્મીનો, ફણ ઇયા શહેરણે ગમાલીએલને તીયે મોટો હોવીનો, આપળે પૂર્વજોહે નિયમ પ્રમાણે મજબુત રીતે હિખીનો, ને આમુ તુમે બદે જેવે ઈશ્વરમાં મજબુત હા તેવો હાય બી હોતનો. 4. ને પાછો હાય ઈયે વાટેણા પુરુષોહોય ને સ્ત્રીઓહોય બાંદીન જેલમાં નાખીન તી મરી જાત તીયા હુદી હેરાન કરતોનો. 5. પ્રમુખ યાજક તેહેજ આખો વળીલ વર્ગ [ ઇયા વિષે] મારે સાક્ષી હા; ને પાછો ઈયણે પાહીથી ફાહાવાય પાર પત્રનેઈન હાય દમસ્ક જાણે નીકીલ્યો, ઇયા હારુ કા જી તીયે હોતને તીયણાહાય બી બાંદીન શિક્ષા કરને હારુ યરુશાલેમ નાવ.6. હાય ચાનતાં ચાનતાં દમસ્ક પાહી આવી પહોંચ્યો. તીયા એહે હોવ કા લગફગ બોપરેહે મારે આજુબાજીમાં આકાશમાંથી અચાનક મોટ હુજાલ હોય. 7. તીયા હાય જમીન પાર પળી ગો, ને મારે હારી બોનતો હોય એવો એક અવાજ મયે ઉનાયો કા, શાઉલ, શાઉલ, તુ માને કેહે સતાવતો હા? 8. તીયા મયે જવાબ આપ્યો કા, પ્રભુ તુ કિડો હા? તીયે માને કય કા, ' હાય ઈસુ નાઝારી હામ, જીયાણે તુ સતાવતો હા. "'9. મારે હારી જે હોતના તીયણાહાય હુજાલ તે હેજજ ખર, ફણ મારે હારી બોનનારો અવાજ તીયણાહાય ઉનાયો કાયની. 10તીયા મયે કય કા, પ્રભુ હાય કાજા કર? ‘ પ્રભુએ માને કય કા, ઉઠીન દમસ્કમાં જા, જી બદ તોરે કરવાણ નક્કી કરાય હા તીયા વિષે તુને કવામાં આવી. 11. તીયા હુજાલાણે નેદે હાય હેદી હકશો કાયની, એટલે મારે હારીણાહાય હાથ થરીન હાય દમસ્કમાં આવો.12. અનાન્યા નામણો એક માણહ નિયમશાસ્ત્રણે આધારે ચાનનારો ઈશ્વરભક્ત હોતનો, તીયા વિષે તીયે રનારે યહૂદી હાર બોનતેને હોતેને. 13. તો મારે પાહી આવો, તીયે મારે મેરે રઇન માને કય કા, ' ફાહા. શાઉલ, તુ દેખતો હોય જા. ' ને તરાતુજ દેખતો હોવીન મયે તીયાણે હેજ્જો.14. પુથી તીયે કય કા, ' આપળે પુર્વજોહેય ઈશ્વરે તીયાણે સેવા કરને હારુ તુને પસંદ કદો હા કા, તુ તીયાણે ઇચ્છા જાણે, તુ ન્યાયણે હેદે ને તીયાણે મુવાણી વાત ઉનાય. 15. કેહેકા જી તુયે હેજજ હા, ને ઉનાય હા, તીયા વિષે બદા માણહાય આગાલ તુ તીયાણે સાક્ષી બનેહે. 16. હવે તુ કેહે ઠીન કરતો હા? ઉઠ ને તીયાણે નામણી પ્રાર્થના કરીન બાપતિસ્મા ને, તોરે પાપ સમા પામ.17. પુથી એહે હોવ કા હાય યરુશાલેમમાં પાછો આવો ને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતા કરતોનો, એવામાં બેહોશ હોય ગો, 18. પ્રભુએ માને દર્શન આપીન કય કા, ' ઉતાવલ કર, ને યરુશાલેમમાંથી વેલો નીકીલ, કેહેકા મારે વિષે તોરે સાક્ષી તે માની ની. "'19. તીયા મયે કય કા, ' પ્રભુ, તી પોતે જાણતે હા કા તોરે પાર વિશ્વાસ કરનારાહાય હાય જેલમાં નાખતોનો, બદા ભકિતસ્થાનોમાં તીયણાહાય લેતનો; 20. તોરે સાક્ષી સ્તેફનણે નુઈ વોવળાવવામાં આવ તીયા હાય બી પાહી ઉબો રાખીનો હોતનો, ને તીયા કામમાં રાજી હોતનો, તીયાણે મારી નાખરાહાય નુગળે હાય હાચીવતોનો. "' 21. તીયા તીયે માને કય કા, ' તુ ચાનતો હોવ, કેહેકા હાય તુને ઈયથી દૂર બિનયહૂદીઓ. પાહી મોકની દેહી. "'22. તીયણાહાય તીયાણે વાત ઉનાઈ, પુથી બમનીન કય કા, ' એવા માણહાણે થરતી પારથો દૂર કરા, કેહેકા ઓ જીવે તેવો યોગ્ય કાયની. 23. તીયા તે બમીનતા, ને પોતાણે શભ્ભા ઉછાલતા, ને વાયરામાં ફુંભૂર ઉડાળતાના; 24. તીયા સરદારે તીયાણે કિલ્લામાં નાવવાણો હૂકુમ કદો, તીયણાહાય કાજા કરને તીયા હામ્મે એવી બૂમ પાળી, તી જાણને હારુ તીયાણે કોરડા મારીન તપાહા કરવાણ ફરમાવ્ય.25. તીયણાહાય તીયાણે ચામળાણે દોડાથી બાંધજો, તીયા પાઉલે પાહી ઊબીનો સુખદારને કય કા, " જો માણહું રોમન હા, ને ગુનેગાર ઠરાવવામાં આવો કાયની, તીયાણે તુમારે કોરડા મારવાણ કાયદેસર હા કા? 26. સુબેદારે તી ઉનાય તીયા તીયે જાઇને સરદારને કય કા, ' તું કાજા કરને માંગતો હા? ઈ માહણું તે રોમન હા."'27. તીયા સરદારે આવીન તીયાણે કય કા, ' માને ક, તુ રોમન હા કા? પાઉલે કય, ' હવે. "' 28. તીયા સરદારે જવાબ આપ્ચો કા, ખણા પયાહા આપીન ઈયે નાગરિકતાણો હક મયે વેચાતો નેદો હા. ફ્ણ પાઉલે કય કા, ' હાય તે જન્મથી જ નાગરીક હામ." 29. તીયા જે તીયાણે તપાહા કરને તીયાર હોતના, તે તરાત તીયાણે મુકીન નાહી ગયા; ને તો રોમન હા, ઈ જાણીન ને પોતે તીયાણે બાંદાવ્યો હા એટલે સરદાર બીય ગો.30. યહૂદીઓ કેવાણે નેદે તીયા પાર વાંક કાળતે હા તી ચોક્કસ જાણને તીયે બીજે દીહી તીયાણે બાંધીન છળીય; મુખ્ય રાજકોહે ને તીયણે આખી ન્યાયસભાણે હાજર હોવાણો હૂકુમ આપી, ' પુઠી તીયે પાઉલને નાવીન તીયણે આગાલ ઉબો રાખાળીયો .
1. તીયા પાઉલે નિયાયસભાણે હામ્બો એકી નજરે હેદી રઇન કય કા, ફાહાવેહે,હાય આજે હુદી ઈશ્વર હામ્બો ચોખ્ખો હૃદયથી વર્રતીયો હામ. 2. તીયા અનાન્યા પ્રમુખ યાજકે તીયાણે પાહી ઉબા રાખનારાહેય તીયાણે મુળામા થાપાળે ઠોકવાણો હુકુમ કદો.
1પાંચ દિહિ પુઠી અનન્યા પ્રમુખ યાજક કતરાક વળીલોહે ને તુર્તલસ નામણા એક વડીલને હારી નેઈન આવો.તીયણાહાય રાજ્યપાલ હાંબી પાઉલ વિરૂદ્ધ ફરિયાદ રજૂ કદી. 2. પાઉલને હાદવામાં આવો તિયાં તુર્તલસે નીચે દર્શાવ્યા પ્રમાણે બોનીન તિયાંણે વિરૂદ્ધ આરોપ મૂકતાણ શરૂ કરતાં કય કા, ઓ નેકનામદાર ફેલીકસ, તોરેથી આમે હામટી સુખશાંતિ પામતે હામ. તોરે સમજદારીથી ઇયે પ્રજાણે લાભમાં અનર્થો દૂર કરવામાં આવતા હા. 3એટલે આમે બદી જ રીતે તોરે આભારી હાશ4. ફણ હાય તુને વદારે ખોટી ની કર અતરા હારું હાય તુને આજીજી કરતો હામ કા, દયા કરીન આમારે થોળીક વાત ઉનાય ને. 5. કા ઓ માણહુ દુઃખ આપનારો ને આખા જગતણે બદા યહૂદીયોમાં હંગામો પેદા કરનારો ને ઈસુ નાઝારો પંથણો આગેવાન હોવાણો આમહાય માલૂમ પયળો હા. 6. તીયે ભક્તિસ્થાનણે બી અશુદ્ધ કરવાણો કોશિશ કદની, તિયાં આમાહાય તિયાણે થયરો, ને આમે આમારે શાસ્ત્ર પ્રમાણે તિયાંણે ન્યાય કરને માંગતના.7. ફણ લુકિયસ સરદાર આવીન હામટી બળજબરી કરીન આમારે હાથમાંથી તિયાંણે છોળવી નેય ગો. 8. તિયાં પાર ફરિયાદ કરનારાહાય તોરે પાર આવવાણી આજ્ઞા કદી. ઈયાણે તપાહા તું પોતે જ કરહે, જી બદાહાય વિષે આમે ઇયા પાર દોષ મુક્તે હામ તિયાં બદાહાથી તું માહિતગાર હોવહે. 9. યહૂદીયોહે બી ફરિયાદમાં સામિલ હોઈને કય કા, એ વાતે ઇયા જ પ્રમાણે હા.10. પુંઠિ રાજ્યપાલે પાઉલને બોનવાણો ઈશારો કદો, તિયાં તીયે જવાબ આપચો કા, ખણા વરહાથી તું ઇયા દેશણે , નીયાયદોશ હા, ઈ જાણીન હાય ખુશીથી પોતાણે બચાવણે જવાબ આપતો હામ. 11. કેહેકા [તપાહા કરવાથી]તુને ખબાર પળી કા ભજન કરને હારું યરુશાલેમમાં જાણે માને બાર કરતાં વદારે દિહિ હોવા કાયની. 12. સબાસ્થાનોમાં કા હૈરામા કોઈ હારી બોનાબોની કરતો, ને માણહામા હંગામો કરતો તીયણાહાય માને દેખ્શો કાયની. 13. મારે પાર જે આરોપ આમુ તે મૂકતા હા તિયાંણે સાબિત તે તોરે આગાલ કરી હકતા કાયની.14. ફણ તોરે આગાલ હાય અત્ર કબૂલ કરતો હામ કા, જીયે વાટેણે તે દુરમતે કતો હા તિયાં પ્રમાણે હાય આમારે પૂર્વેજેહે ઇશ્વરની ભક્તિ કરતો હામ. જે વચન નિયમશાસ્ત્રમાં ને પ્રબોધકોહે ચોપળાહામાં નખીની હા તે બદી હાય માનતો હામ. 15. હાય ઇશ્વર વિષે એવી આશા રાખતો હામ, જેહે તે પોતે બી રાખતા હા, કા નીયાયી ને અન્યાયીયોહે પુનરૂત્થાન હોવી. 16. ને હાય એવી કોશિશ કરતો હામ કા, ઇશ્વરને ને માણહાય પ્રત્યે હાય કાયમ વાંક વગારન હૃદય રાખ.17. હવે ખણા વરહા પૂઠી હાય પોતાણે માણહાય દાન આપણે ને અર્પણ કરને આવો. 18. તીયી વખાતે તીયણાહાય માને ભક્તિસ્થાનમાં ચોખો હોવીનો દેખશો, તીયે ફીળ કા તોફાન હોવીન કાયની. ફણ આસિયાણે કતરેક યહૂદી તીયે હોતને 19. જો મારે વીરુદમાં તી કાય કવાણે હોતે, તે તી તોરે પાર ઇયે આવીન આરોપ મૂકવા જોજતાના.20. હવે ઇ માણહે પોતે કાઈક કંઈ દેખાળાત કા, હાય, નીયાયસબાણે આગાલ ઉભો રાખીનો તિયાં મારેમાં તીયણાહાય કાણો વાંક ખબાર પળીનો? 21અતર તે ખર કા, તીયણે વચ્ચે ઊબો રાખીન માયે ઇ એક વચન કય કા, મરી ગનાહાય પાછ જીવતા હોવા વિષે તુમારે રૂબરૂ આજે મારે નિયાય કરવામાં આવતો હા.22. ફણ ફેલીકસણે તીયે વાટ વિષે વદારે હમાજ હોતની, એટલે તીયે મુકદમાણે મુલતવી રાખીન તીયણાહાય કય કા લુકિયસ સરદાર આવી તિયાં હાય ઇયા કામણો નિર્ણય કરીહિ. 23તીયે સુબેદારને આજ્ઞા કદી કા, તિયાંણે નજરમાં રાખવો ફણ તિયાંણે છુટ આપવી. ને તિયાંણે દોસ્તારેમાણા કોઈણે તિયાંણે સેવા કરવાંણી ના પાળવી ની.24. ફણ કતરાક દિહિ પુઠિ ફેલિક્સ તિયાંણે ડોહની દ્રુંસિલા, કા જે યહુદી હોતની, તીયે હારી આવો, ને તીયે પાઉલને હાદાવિન ખ્રિસ્ત પારના વિશ્વાસ વિષે વચન ઉનાય. 25. પાઉલ સદાચાર, સંયમ, ને આવનારા નીયાયકાળ વિષે હમ્જાવતોનો, તિયાં ફેલિક્સે બીયને જવાબ આપચો કા, આમું તો તું જા, મારે હારો સમય મિલી તિયાં હાય તુને મારે પાહિ હાદીહિ.26. તો એવી બી આશા રાખતોનો કા, પાઉલ માને પયાહા [લાંચ] આપી, ઇયા હારું તો ખણી વાર તિયાંણે હાદીન તિયાં હારી વાતચીત કરતોનો. 27. ફણ બે વરહા પૂઠિ ફેલિક્સણે જાગે પોકિયસ ફેસ્તસ આવો, યહૂદીયોહે પ્રસન્ન કરવાણી ઈચ્છાથી ફેલિક્સ પાઉલને બંદનમાં મૂકી ગો
1.ફ્રેસ્તસ પોતાણે વિસ્તારમાં આવીને તીન દિહી ફૂટી કાઈસારિયાથી યરુશાલેમ ગો. 2.તીયા મુખ્ય યાજકોહે ને યહૂદીયામાંણા મુખ્ય માણાહાય પાઉલને વિરુદ્ધ ફરિયાદ કદી. 3.તીણાહાય પાઉલને વિરુદ્ધમાં તીયાણે એવી આજીજી કદી કા, તીયાણે યરુશાલેમ હાદાવી માંગ, [એવા હેતુથી] કા તે માણાહાય સંતાડી રાખી વાટીમાં તીયાણે મારી નાખાવે.4.ફણ ફેસ્તસે જવાબ આપ્યો કા, પાઉલને કાઈસારિયામાં જ પેહેરામાં રાખીનો હા, ને હાય પોતે તીયે થોડાક દિહામાં જાવાણો હામ. 5.એટલે તુમારેમાંણા જીયણે પાર દોષ મુકવાણ કારણ હોય તી મારે હારી આવીન ઇયા માણહાણે જો કાંઈ વાંક હોય તો તીયા પાર આરોપ મૂકે એહે તીયે કય.6.તીયણે હારી આઠ દિહાથી વદારે ની રતા તો કાઈસારીયા ગો, બીજે દિહી ન્યાયાસન પાર બેહીન તીયે પાઉલને પોતાણી સમક્ષ નાવવાણી આજ્ઞા કદી. 7.તો હાજર હોવો તીયા યરુશાલેમથી આવીના યહૂદીયો હીય તીયાણે આજુબાજુમાં ઉભા રઈને તીયા પાર હામટા મોટા આરોપ મુકણે લાગે, ફણ તી સાબિત કરી હકશે ની. 8તીયા પાઉલે પોતાણા બચાવમાં કય કા, 'યહૂદીયાણે નિયમશાસ્ત્રણે ને ભક્તિસ્થાનમાં ને કાઈસારની વિરુદ્ધ મેં કોઈ વિરોદ્ધ કદો કાયની.9ફણ ફેસ્તસે યહૂદીઓહીય ખુશ કરવાણી ઈચ્છાથી પાઉલને જવાબ આપ્યો કા, 'કેહ તું યરુશાલેમમાં જાઈને તીયા હે બાબત વિશે મારે આગાલ પોતાણે ન્યાય કરાવવાણે રાજી હાશે? 10.ફણ પાઉલે કય કા, કાઈસારીયાણે ન્યાયાસન આગાલ હાય ઉભો હામ, તીયે મારો ન્યાય હોવા જુજે; મયે યહૂદીઓણે કાંઈ ખરાબ કદ કાયની, તે તુમે બી હારી રીતે જાણતે હાશે.11.જો હાય ગુનેગાર હોમ, ને મરણદંડણે યોગ્ય મયે કાંઈ કદ હોય, તે મયે મરને ના કાયની કય, ફણ જીયા વિશે તે મારે પાર આરોપ મુકતો હાશે તીયામાણી જો એક વાત હાચી ની હોય તે તીણાહાય હાથમાં કોઈ માને હોફી શકતો કાયની, હાય કાઈસારને પાહાય દાદ માગતો હામ. " 12.તીયા ફેસ્તસે ન્યાયસભાણે સલાહ નેઈને જવાબ આપ્યો કા, 'તે કાઈસાર પાહાય દાદ માંગી હાશે; તે તોરે કાઈસારને પાહાય જાવા પડી.13.કતરાક દિહ જાતા રયા ફૂટી આગ્રીપા રાજા ને બેરનીકે કાઈસારીયા આવે. ને ફેસ્તસણે મુલાકાત નેદી. 14.તીયે ખણા દિહ તીયે રયા ફૂટી ફેસ્તસે પાઉલ સંબંધણી વાત રાજાણે જાહેર કરતા કય કા, ફેલીકસ એક બંદીવાન માહણાને મૂકી ગો હાશે. 15.જીયા હાય યરુશાલેમમાં હોતનો તીયા મુખ્ય યાજકોણે ને યહૂદીઓણા વડીલીહી તીયા પાર ફરિયાદ કરીને તિયાણે વિરુદ્ધ તીયાણે ગુનેગાર ઠરાવવાણી માગણી કદી. 16.મયે તીણાહાય જવાબ આપ્યો કા,કોઈ બી તહોમતદારને ફરિયાદીહીય રૂબરૂ તહોમત વિશે પોતાણે બચાવમાં જવાબ આપવાણી તક ની મિલે તીયા હુદી તીયાણે મારી નાખણે હોપી દેવો હે રોમનોણે રીત કાયની.17.તીયા માટે તે ઇયે એકઠા હોવા, તીયા વિલંબ કર્યા વગર બીજે દિહ ન્યાયાસન પાર બેહીને તો માણહાને મારે રુબરુ નાવવાણો હુકમ મયે આપ્યો. 18.ફરિયાદહીય ઉભા હોયને, હાય થારતોનો કા હેવા કોઈ બી દુષ્કૃત્ય વિશે તીયા પાર આરોપ મુક્યો કાયની. 19.ફણ તીણાહાય પોતાણે ધર્મ વિશે, ને ઈસુ નામે કોઈ માણહું જી મરી ગયે હાશે ફણ જીયા વિશે પાઉલ કતો હાશે કા તો જીવતો હાશે, તીયા વિશે તીયાણે વિરુદ્ધ તીણાહાય કતરાક સવાલ ઉઠાવ્યા. 20.હે બાબત વિશે કેવી રીતે તપાસ કરવાણી તીયાણે હુજ માને કાયની પડી એટલે મયે પૂછય કા, કેહ તું યરુશાલેમમાં જાઈને તીયે એ બાબત સંબંધી પોતાણે ન્યાય કરાવણે ઇચ્છતો હાશે?21.ફણ પાઉલે તીયાણે મુકાદમાં અંગે કાંઈસાર પાહી દાદ માંગી હાશે, એટલે મયે હુકમ કદો કા 'કાઈસારને પાહાય હાય તીયાણે મોકન તીયા હુદી તીયાણે જેલમાં રાખવાણો. " 22.તીયા આગ્રીપાયે ફેસ્તસણે કય કા, 'હે માણહાણે ઉનાવાણી મારે બી ઈચ્છા હાશે. તીયા તીયે કય કા, કાને તુમે તીયાણે ઉનાય હખા."23.એટલે બીજે દિહ આગ્રીપા ને બેરનીક મોટા દબદબા હારી દરબારમાં આવા , સરદાર ને હેરાના મુખ્ય માણહે બી દરબારમાં હાજર હોવે, ફેસ્તસણે આજ્ઞાથી તીણાહાય પાઉલને તીયે રજૂ કદો. 24.તીયા ફેસ્તસે કય કા, 'ઓ આગ્રીપા રાજા ને હાજર હોવને બદે ગૃહસ્થ, જે માણહા વિશે યહૂદીઓણે આખા સમુદાયે યરુશાલેમમાં ને ઇયે બી માને વિનંતી કદી, ને બૂમ પાડી કા, તીયાણે જીવતો રવા દેવો યોગ્ય કાયની, તીયાણે તુમે હેદતે હાશે.25.ફણ માને એવ માલૂમ પડ્ય કા તીયાણે મરણને શિક્ષાણે યોગ્ય કાય નાથ કદ, તીયે પોતે કાયસાર પાહાય દાદ માંગી, એટલે મયે તીયાણે રોમ મોકની આપવાણો નિર્ણય કદો હાશે. 26.તીયા વિશે હેવી કાંઈ ચોક્કસ વાત મારે પાહાય કાયની કા જે હાય મારે અધિકાર પાર નખ, એટલે મયે તુમારે આગાલ, ને, ઓ આગ્રીપા રાજા, વિશેષ કરીને તુમારે આગાલ, તીયાણે રજુ કર્યો હાશે, હિયા માટે કા તપાસ હોવા ફૂટી માને કાંઈ નખી જાણવાણ મીલી આવે. 27.કેહ કા કેદીણે મોકીનવો, ને તીયા પારના આરોપ દર્શાવવા હે માને અયોગ્ય નાગતા હાશે.
1. અગ્રીપાએ પાઉલને કય કા, તુને તોરે હકીકત કવાણી રજા હા; તીયા પાઉલે હાથ લાંબો કરીન જવાબ આપ્ચો કા 2. ઓ અગ્રીપા રાજા, યહૂદી જીયા સંબંધી મારે પાર આરોપ મુક્તે હા, તીયા બધી બાબતો વિષે આજે મારે તોરે આગાલ જવાબ આપવાણો હા એટલે હાય પોતાણે આશીર્વાદીત ગણતો હામ; 3. ખણ કરીન જે રિવાજે ને મતો યહુદીયોમાં ચાનતા હા, તીયા બદા વિષે તુને ખબાર હા, એટલે હાય તુને વિનંતી કરતો હામ કા, શાંતિથી મારે ઊના.4. નાનાથી માંડીન જી વર્તન મારે પોતાણે માણહામાં ને યરુશાલેમમાં હાય કરતો આવો હામ, તી બદ યહૂદી જાણતે હા. 5. જો તી સાક્ષી આપણે માંગાત, તો તી મારે વિષે પેલાથી જ જાણતે હા કા આમારે થર્મણે બદાહાથી કઠાણ પંથણે નિયમ પ્રમાણે હાય ફરોશી હોતનો. 6. હવે ઈશ્વરે જી વચન આમારે પૂર્વજોહે આપીન તીયા [વચન]ને આશાણે નેદે હાય મારે ન્યાય કરાવણે ઈયે ઉબો હામ; 7. આમારે બારે કુળો બી [ઈશ્વરને] સેવા આતુરતાથી રાત-દિહી કરતેને તી [વચન]ણે પુર હોવાણી આશા રાખતે હા; ને હે રાજા, એ જ આશા નેઇન યહૂદીઓ મારે પાર આરોપ મુક્તે હા ! 8. ઈશ્વર મરી ગનાફાય પાછો ઉઠાળે, તી તુને કાજા કરને અશક્ય નાગ્ત હા?9. હાય તે [પેલા] મારે મનમાં એવ વિચારતોનો કા, ઇસુ નાઝારીણે નામણે વિરુદ્ધ મારે ખણ કરવ જોજે. 10. મયે યરુશાલેમમાં બી તેહે જ કદ; મુખ્ય યાજકો પારથો અધિકાર મેલવીન સંતોમાણા ખણાહાય મયે જેલમાં પુરાવ્યા, ને તીયણાહાય મારી નાખતાના તીયા મયે તીયણે વિરુદ્ધ મત આપ્ચો. 11. બદી સબાસ્થાનોમાં મયે ખણી વાર તીયણાહાય શિક્ષા કરીન તીયણે પાહી ખોટ બોનાવવાણી કોશિશ કદી; તીયણે પાર હામટો ગુસ્સે હોવીન પરદેશી શહેરમાં જાઈન બી તીયણાહાય સતાવ્યે.12. ઇયા કામ હારુ મુખ્ય યાજકો પારથી અધિકાર ને પરવાનગી નેઇન હાય દમસ્ક જાતનો. 13. તીયા, હે રાજા, બોપરેહે વાટેમાં સૂર્યણે હુજાલા કરતા વધારે સીંધાય હેવ હુજાલ આકાશથી મારે ને મારે હારી ચાનનારાહાય આજુબાજુ ચમકીત મયે દેખ્શ. 14. તીયે આમે બદા જમીન પાર પળી ગયા, પુથી એક અવાજ મયે ઉનાયો, તીયે હિબ્રુ ભાષામાં માને કય કા, ' શાઉલ, શાઉલ, તુ માને કેહે સતાવતો હા?' આરને લાત મારવી તુને કઠાણ હા.15. તીયા મયે કય કા, ' પ્રભુ તુ કિડો હા ? ' ને પ્રભુએ કય કા, હાય ઇસુ હામ, જીયાણે તુ સતાવતો હા. "' 16. ફણ ઉઠ, ઉબો રાખ, કેહેકા હાય તુને મારે સેવક બનાવ, ને મારે વિષે જી જી તુયે દેખ્શ હા ને જી દર્શન હાય હવે પુઠી તુને આપીહી, તીયા વિષે તુને સાક્ષી બનાવ, તીયા કારણે મયે તુને દર્શન આપ્ચ હા. 17ઈ માણહે ને બિનયહૂદી કા જીયણે પાર હાય તુને મોકીનતો હામ તીયણેથી હાય તુને હાચવીહી, 18. કા તુ તીયણે ડોલા ઉગાળે, તીયણાહાય આંધારામાંથી ઉજાલામાં ને શેતાનને અધિકાર નીચેથી ઈશ્વર ફણી ફેરવે, ઇયા હારુ કા તી પાપણી માફી ને જી મારે પાર વિશ્વાસથી પવિત્ર હોવે હા, તીયણેમાં વારસો પામાત. "'19. તીયા હારુ, ઓ આગ્રીપા રાજા, ઇયા આકાશી દર્શનણે હાય આદીન હોવો. 20. ફણ પેલા દમસ્કણે, યરુશાલેમણે, ને યહૂદિયાણે બદા વિસ્તારોહે માણહાય ને બિનયહૂદીયોહે બી ઉપદેશ આપ્ચો કા તુમે પસ્તાવો કરીન ને ઈશ્વર ફણી ફિરીન પસ્તાવો કરનારાણે હોબે એવે હારે કામે કરા. 21. ઇયા કારણ હારુ યહુદીયોહે ભક્તિસ્થાનમાં માને થરીન મારી નાખવાણી કોશિશ કદી.22. ફ્ણ ઈશ્વરને સામર્થ્યણે નેદે આજે હુદી હાય ટકી રયો હામ, ને નાના મોટાહાય સાક્ષી આપતો હામ, પ્રબોધકો ને મૂસા જી જી બનવાણી બીના વિષે બોનીના તીયા સિવાય હાય બીજ કાંઈ કતો કાયની; 23. એટલે કા ખ્રિસ્ત [ મરણની ]વેદના આઠવે. ને પેલા મરી ગનામાંથી પાછો ઉઠે ને માણહાય ને બિનયહૂદીયોહે હુજાલ આપે.24. પાઉલ ઇયા પ્રમાણે જવાબ આપતોનો, તીયા ફેસ્તસે મોટા અવાજે કય કા, ' પાઉલ તું ગાંડો હા, હામટા ડાયાપણાણે નેદે તુ ગાંડો હોય ગો હા. "' 25ફણ પાઉલે કય કા, ' ઓ નેકનામદાર ફેસ્તસ, હાય ગાંડો કાયની, ફણ સત્યણી ને જ્ઞાનણી વાત કરતો હામ. 26. કેહેકા ઓ રાજા કા જીયા આગાલ હાય ખુલ્લી રીતે બોનતો હામ તો ઇયા વિષે જાણતો હા, કેહેકા માને ખાતરી હા કા તીયામાંથી કોય વાત તીયા આગાલ દપીની કાયની; કેહેકા ઇયામાંથી કાંઈ બી ખુણામાં બન્ય કાયની.27. હે અગ્રીપા રાજા, તુ પ્રબોધકો [ણી વાતો ] પાર વિશ્વાસ કરતો હા કા ? ' હવે, હાય જાણતો હામ કા તુ વિશ્વાસ કરતો હા. "' 28. તીયા અગ્રિપાએ પાઉલને કય કા, ' તુ તો થોળીકુજ કોશિશથી માને ખ્રિસ્તી બનાવણે માંગતો હા. "' 29. પાઉલે કય કા, ' ઈશ્વર કરે કા ગમે તો થોળીકુજ કોશિશથી કા વદારેથી, એખનો તુ જ કાયની ફણ જી આજે મારે ઉનાતે હા તી બદે જ ઈયે બેળીઓ સિવાય, મારે જેવે હોવાત. "'30. પુથી રાજા, રાજ્યપાલ, બેરનીકે ને તીયણે હારી બેઠને ઉઠ્યે; 31તીયણાહાય એખના જાઇન એકબીજા હારી વાત કદી કા, ' ઇયા માણહાણે મારી નાખાય કા જેલમાં પુરાય હેવો કોઈ જ વાંક કદો કાયની. "' 32. તીયા અગ્રીપાએ ફેસ્તસણે કય કા, ' જો ઇયા માણહે કાઇસારણે પાહી દાદ માગી ની હોત તે ઇયાણે છોળી દેવામાં આવતો."'
1. આમહાય પાણી વાટે ઈટલી નેય જાવામાં આવે એવ નકકી કરાયા પૂઠિ તીયણાહાય પાઉલને તેવેજ બીજા કેદીયોહે બાદશાહી પલટતને જુલિયસ નામણા સુબેદારને હોપચો. 2. અદ્રમુતિયાણે એક વહાણ જી આસિયાણે કાંઠા પાહિણા બંદશેહે જાવાણ હોતન તિયાંમા બેહિન આમહાય સફર ચાનુ કદ. મકદોનિયાણે થેસ્સાલોનિકાણો આરિસ્તાખસ આમારે હારી હોતનો.3. બીજે દિહિ આમે સિદોનણે બંદરે પહોંચ્યા. ને જુલિયસે પાઉલ પાર મેરબાની રાખીન તિયાંણે દોસ્તારહે ખર જાઈન તિયાંણે આરામ કરવાણી રજા આપી. 4. તીથા નિકીલ્લા પૂઠિ વાયર હાબ હોવાણે નેદે આમે સાયપ્રસણે મેરે રઈન હાંકી ગયા; 5. ને કિલીકિયા ને પામફૂલિયાણે પાહિણો દરિયો વટાવિન આમે લુકિયોણા મુરા [બંદરો] પહોંચ્યા. 6. તીયે સુબેદારને ઈટલી ફણી જાનાર આલેકસાંદ્રીયાણ એક વહાણ મિલ્લ. તિયાંમા તીયે આમહાય બેહાયળા.7. ફણ આમે ખણા દિહિ હુદી થીમે થીમે વહાણ હાંકીન કનીડસણી હાબા મુશ્કેલીથી પહોંચ્યા, તિયાં પૂઠી વાપરાણે નેદે આગાલ જાય હકાય કાયની, એટલે આમહાય સલમોનણે આગાલ કોતણે મેરે રઇન હાંકચ. 8.મુશ્કેલીથી તિયાંણે કિનારે કિનારે હાંકીન સુંદર બંદર નામણી જાગાએ આવા; તિયાંણે પાહિ લાસીયા શહેર હા.9. સમય ખણો હોય જાવાથી, હવે સફર કરવ જોખમી હોતન. ઉપવાસણો દિહિ વીતી ગનો, તિયાં પાઉલે તીયણાહાય હાચવિન રણે કતા કય કા, 10. ' ઓ ફાહાવેહેઓ, માને ખબાર પળતી હા કા, ઇયા સફારમાં ેખના સામાનને ને વહાણને જ કાયની,ફણ આપળે જીવનણે બી જોખમ હા; ને ખણ નુકશાન હોય હકે તેહે હા . 11. ફણ પાઉલે જી ક્ય , તીયા કરતાં કપ્તાન ને વહાણના માલિકણે કવા પાર સુબેદાર વદારે ફરોહો રાખશો.12. ને હિપાલો કાળને હારૂ તીબંદર વદારે સગવળવાલ કાયની હોતન , એટલે ખણા હાય એ સલાહા આપીકા આપળે ઈયથી નીકીલજે, કોઈ બીરીતે ફેનિક્સ પહોચીન તીયે હિયાલો કાળજે ; તીયે કીતણે બંદર હા, ઈશાન ને અગ્નિ કોણને હાબ તીયાણે મુખ હા . 13. દક્ષિણદિશાથી થી મો વાયરો આવણે લાગો, તીયા આમારે ઇચ્છાપ્રમાણે હોવી એહે હમજીન લંગર ઉપાળીન ફિતણેકિનારે હાંકાયર.14. ફણ થોળી વાર પૂઠી તીયે પાંહીયો પુરાફુલોન નામણો તોફાની વાયરો ફૂંકાયો. 15. વહાણ તીયામાં એવ ફસાયકા વાયરા હાબ ટકી હકશ કાયની, તિયા આમહાય તીયાણે ખંહડાવા દેહ. 16. કોંદા નામણાએક નાદળાબંદરનેબાજુમાં રઈન આમે પસાર હોવા , તીયા મછવાળે [ જીવનરક્ષક હોળીઓ] માં બચાવી ને વાણી ખણી તકલીફ પળી;17. તીયાણે ઉપાર તાણીનેદા પૂઠી તીયણા હાય વહાણનેનીચેબચાવણા બંદ બાંદ જ, નેં સીર્તસ આગલ અથળાઈ પડવાણી બીકથી સઢ છોળી નાખ્સા, ને વહાણ હારી આમે તાંણાણે લાગા. 18. આમહાય ખણો તોફાન નળવાથી બીજે દિહી તીયણાહાય માલ બાયરે નાખણે મંન્ડા.19. તીજે દિહી તીયણાહાય પોતાણાહાથાથી વહાણનો સામાન બાયરે નાખી દેદો. 20. ખણા દિહી હુદી સૂર્ય ને તારા દેખાયા કાયની, તોફાન એકથારે ચાનત રય, એટલે આમારે બચવાણીકોઈઆશા ૨ય કાયની.21. કતરાક દિહી હુદી ખાવાણ- પાણી વગાર ચાનીવ્યા પુઠી પાઉલે તીયણ વચ્ચે ઉબો રઈન ક્ય કા, ફાહાવેહો , તુમારે મારે માનવ જોજતન , ક્રિતથી નીકલીન એ હાનિ ને નુકસાની નેય નેવાણીજરૂર કાયની હોતની. 22. ફણ હવે હાય તુમહાયઆજીજી કરતોહામ કા, હિંમત રાખા કેહેકા તુમારેમાંથી કોઈણે બી જીવણી નુકશાની ની હોવે, એંખના વહાણની જ હોવી.23. કેહેકા જીયા ઈશ્વરનાં હાય હામ ને જીયાણેસેવા હાય કરતો હામ. તીયાણે દુતે કાને રાતીણો મારી પાહી ઉબા રાખીનક્ય કા, 24. પાઉલ બીતો નખે, કાઈસારણે હાબે તોરે ઊભ રવા પળી,હેદ તોરે હારીસફરકરનારા બદાહાય ઈશ્વરે તોરે હારૂ બચાવયા હા. 25. ઈયા હાર, ફાહાવે હો ,હિંમત રાખા, કેહેકા ઈશ્વરપાર માને ફરો હો હા કા, જેહે માને કવામાંઆવ હા તેહે જ હોવી. 26. તો ભી આપળાહાય એક બેટપાર અથળાવા પળી.27. ચૌદમી રાત આવી તીયા આમે આદ્રિયા દરિયામાં એહેતેહે ખંહડાતના ને આશરે અદદી રાતે ખલાસી પોહેલાગકા આમે કોઇ દેશણે મેરે આવી પહોંચ્યા હામ. 28. તો ભીપાણીમાપવાણી દોરીનાખી તીયા વીહીમીટરપાણી માલુમ પયળ ને થોળેક આગાલ ગયા પુઠી તીયણાહાયપાછીદોરી નાખી. તીયાપંદરમીટરપાણી માલુમ પયળ. 29. બને નેકદાચ આમે પથરા હારી ઠોકાજે, એવી બીકથી તીયણાહાય ડબુસા પાછાલનાફાગપારથી ચાર લંગર નાખ્શા, ને દિહી ઉનવાણી વાટ હેદતા બેઠના30. ખલાસી વહાણમાંથી નાહિ છૂટવાણી લાગ હેદતાના, નેવહાણને આગલા ફાગ પારથી લંગર નાખવાણો દેખાવ કરીન તીયણા .હાય .દરિયામાં મછવા [ જીવનરક્ષક હોળી] ઉતાયરી. 31. તીયા પાઉલે સુબેદારન ને સિપાઇયોહેય કય કા, જો તે વહાણમાં ની રત તો તુમે બચી હકવાણા કાયની. 32.એટલે સિપાઈયોહે મછવાણે,દોડ વાઢી નાખીન તીયણાહાયા જવા દેદા.33. દિહી ઉગવાણો હોતનાં અતરામાં પાઉલે બદાહાય ખાવાણ ખાણે આજીજી કરીન ક્ય કા,આજે ચોદ દિહીહોવા વાટ હેદીન તુમહાય ખણા દિહીથી કાંઈ ખાદ કાયની. 34. અતરા હારૂ હાય તુમહાયઆજીજી કરતો હામ કા, કાંઈક ખાઈ નેયા કેહેકા ઇ તુમારે બચાવણે હારૂ હા; કેહેકા તુમારેમાંણા કોઈણા ટંમ્યાણોએક બી નીંબાલો ગુરવાણો કાયની" 35. પાઉલે એવ કઈન રોપતી નેદી ને તીયણા બદાહા આગાલ ઈશ્વિરની સ્તુતિ કરી, ને તીયાણે ફાંગીન ખાણે લાગો.36તીયા તીયણા બદાહાય હિંમત આવી ને તીયણા હાયબી ખાંધ. 37. વહાણમાં આમે બદા મીલીન બસો છોત્તર માણહા હોતના. 38. બદા ખાઈન થરાયા પૂઠી તીયણા હાય ઘઉ દરિયામાંનાખી દેઇનવહાણ હલક કદ.39. દિહી ઉગો તીયા તીયણાહાયતોપ્રદેશ ઓલખીયો કાયની ફણ રેંટાણે કાંઠાવાલી એક ખાડી દેખી, ને વહાણને હાંકીન તિયાં કાંઠા પાર પહોંચી હકાય કા ની ઇયે બાબતે તે વિચારને લાગા. 40. લંગર છૂટા કરીન દરિયામાં રવા દેદા, ને તીયે જ વખાતે સુકાનણે બંદ છોળીન આગળો સળ વાયરા ફણી ચળાવીન કાંઠા ફણી જાણે લાગા. 41. વહાણ દરિયાણે રેંટાણા ઠિંગલા હારી અથળાવાથી રેંટામાં ઓરાઇ ગ, ને વહાણને આગલો ફાગ રેંટામાં બરાબર ઓરાઇ ગો, ને ડબુસો મોજાણે મારથી ફાંગી જાણે લાગો.42. તીયા સિપાઈયોહે એવી સલાહા આપી કા તે બંદીવાનોહે મારી નાખાત, કદાચ તીયણેમાંથી કોઈ તરીન નાહી છૂટાત. 43. ફ્ણ સુબેદારે પાઉલને બચાવવાણા ઇરાદાથી તીયણાહાય એ સલાહણે અમલમાં મૂક્તા અટકાવ્યા, ને હૂકુમ આચ્ચો કા, જીયણાહાય તરતા આવીળત હોય તીયણાહાય દરિયામાં કુદીન કિનારે પેલા જાવાણ. 44ને બાકીનાહામાંથી કતરાહેકે પાટીયા પાર ને કતરાહેકે વહાણને કાંઈક બીજા સામાન પાર અળકીન કાંઠે જાવાણ. એટલે એહે હોવ કા બદા હારી રીતે કાંઠે પહોંચ્યા.
1. ઇયે રીતે આમારે બચાવ હોવયા પુઠી આમહાય જાયણ કા તીયા ટાપુણે નામ માલ્ટા હોતન. 2. તીયણા વતનીયોહે આમારે પાર હામટો પ્રેમ દેખાયળો. કેહેકા તીયે વખાતે વરહાત પળાતોનો ને ઠંડી પળતીની એટલે આગ હલગાવીન તીયણાહાય આમહાય બદાહાય આવકાર કદો.3. પાઉલે થોળેક નાકળે ફેંગે કરીન આગમાં નાખ્શે, તીયા ગરમીણે નેધે એક ગડોહો તીયામાંથી નીકલીન તીયાણે હાંથમાં વેટાલાઇ ગો. 4. તીયણા રનારાહે તીયા ગડાહાણે તીયાણે હાથા પાર લટીકતો દેખીન એકબીજાણે કય કા, ચોક્કસ ઇ માણહું ખુની હા, જો કા દરિયામાંથી ઓ બચી ગો હા ખરો, તો બી ન્યાય ઇયાણે જીવવા દેતો કાયની.5. ફણ તીયે તીયા ગડાહાણે આગળામાં સાટકી નાખ્શો, ને તીયાણે કાંઈ નુકશાન હોવ કાયની. 6ફણ તી થારતેને કા, તીયાણે હાથ અમુ હુજી આવી, કા તે તો એકાએક પળીન મરી જાય, ફણ ખણી વાર વાટ હેદીન પુઠી તીયણાહાય દેખ્શ કા તીયાણે કાય હોવ કાયની, તીયા તીયણાહાય વિચાર ફેરવીન કય કા, તો કોઈ દેવ હા.7. હવે તીયા ટાપુણા પબ્લિયુસ નામણા મુખ્ય માણહાણે જમીન તે જાગ્યાણે મેરે હોતની, તીયે આમારે ખુશીથી આવકાર કરીન તીન દિહી હુદી મિત્રફાવથી આમહાય પાવણા રાખ્શા. 8. તીયી વખાતે પબ્લિયુસણા પિતાણે તાવ આવીનો. ને મરડો હોવીનો, પાઉલ તીયા પાહી અંદાર ગો, પુઠી પાઉલે પ્રાર્થના કદી, તીયા પાર પોતાણે હાથ મુકીન તીયાણે હારો કદો. 9. ઇયા બનાવ પુઠી ટાપુમાંણા બીજે રોગી બી આવા ને તી હારે કરાયે. 10. ને પાછ તીયણાહાય આમહાય ખણ માન આપ્ચ, આમહાય પ્રવાસ શરુ કદો તીયા આમારે હારુ જરૂરી વસ્તુ તીયણાહાય વહાણામાં મુકી.11. તીન મયના પુઠી આલેકસાંદ્રિયાણે એક વહાણ હિયાલો કાળને તીયા ટાપુમાં રચન, તીયાણે નિશાણી દિયોસ્કુરી હોતની, તીયામાં બેહીન આમે રવાના હોવા. 12. આમે સિરાકુસ બંદરે તીન દિહી હુદી રયા.13. તીયેથી આમે વલીન રેગિયમ આવા, ને એક દિહી પુઠી દક્ષિણનો વાયરો ફૂકાણે લાગો, જીયાથી આમે બીજે દિહી પુતૌલી આવી પહોંચ્યા. 14. તીયે આમહાય [ વિશ્વાસી ] ભાઈઓ મિલ્યા, તીયણે હારી સાત દિહી હુદી રણે તીયણાહાય આમહાય વિનંતી કદી, તીયા પુઠી આમે રોમમાં આવા. 15. રોમમાંણ [ વિશ્વાસી ] ફાહાવ આમારે આવવા વિષે ઉનાઈને તીયથી આપ્પિયસ બજાર ને ' તીન ધર્મશાળા ' નામણા જાગે હુદી આમ્હાય હાબેથી મીલને આવા. પાઉલે તીયણાહાય દેખીન ઈશ્વરને સ્તુતિ કદી ને હિંમત રાખી.16. આમે રોમમાં આવા તીયા [ સુબેદારે બંદીવાનોહેય ચોકી કરનારા સરદારને હોપી દેદા, ફ્ણ ] પાઉલને તીયાણે. હાચીવનારા સિપાઈ હારી ખુલ્લી રીતે રવાણી રજા મીલી. 17. તીન દિહી પુઠી એહે હોવ કા, [ પાઉલે ] યહુદીયોહેય મુખ્ય [ આગેવાનોહેય ] હાદાવીને ફેગા કદા ને તીયણાહાય કય કા, " ભાઈઓ, મયે કોયણે ખોટ કા કોઈણી વિરુદ્ધ કાંઈ કદ કાયની, ને આપળે પુર્વજોહે નીતીતીયમોહે બી તોયળા કાયની. તો બી યરુશાલેમથી રોમન સરકારને હાથમાં માને બંદીવાન તરીકે હોપવામાં આવો હા. 18. મારે તપાસ કયરા પુઠી તે માને છોળી દેવાણી ઇચ્છા રાખતાના, કેહેકા માને મોતણી સજા હોવે એવ કાંઈ કારણ કાયની હોતન.19ફ્ણ યહૂદિયોહે વિરોદ્ધ કદો, તીયા કાઇસાર પાર દાદ માંગવાણી માને ફરજ પળી, ઇયામાં મારે પોતાણા દેશણા ફાહાવેહે પાર કાંઈ દોષ મુકવાણો હોતનો એવ કાંયની હોતન. 20. ઈયા જ કારણથી માને મીલીન મારે હારી વાત કરવાણી મયે તુને વિનંતી કદી, કેહેકા ઇઝરાયલી આશા એટલે ખ્રિસ્તણે નેદે માને ઈયે હાકાલથી બાંધવામાં આવો હા.21. તીયા તીયણાહાય તીયાણે કય કા, યહૂદિયામાંથી આમહાય તોરે વિષે કોઈ પત્રો મિલ્યા. કાયની, તેહે જ [ આમારે ] ફાહાવેહેમાંથી બી કોઈએ ઈયે આવીન તોરે વિષે કાંઈ ખબાર આપી નાથ ને કય નાથ. 22. ફ્ણ તુ કાજા માનતો હા, તી તોરે પારથી આમે ઉનાણે માંગતા હામ, કેહે કા માણહે બદી જગ્યાએ ઇયા પંથણા વિશ્વાસીઓ વિરુદ્ધ બોનતે હા તી આમે જાણતા હામ.23. તીયણાહાય તીયા હારુ એક દિહી નક્કી કદો તીયે દિહી તીયા પાર ખણે માણહે તીયાણે ઉતારામાં આવે; તીયણાહાય પાઉલે સાબિતીઓ હારી ઈશ્વરના રાજ્ય વિષેણી સાક્ષી આપી, ને મૂસાણા નિયમશાસ્ત્ર ને પ્રબોધકો પારથી પ્રભુ ઇસુ વિષેણી વાત હવારથી હાંજ હુદી તીયણાહાય કઈ ને હમજાવી. 24. જે વાતો કવામાં આવી તે કતરાકે માની, ને બાકીનાહાય માની કાયની.25. તે એકબીજા હારી એક મતણા ની હોવાથી નાહી ગયા, ફણ તીયા પેલા તીયણાહાય પાઉલે કય કા, પવિત્રઆત્માએ યશાયા પ્રબોધક મારફતે તુમારે પૂર્વજોહે હાચુજ કયન કા; 26. તુ ઈયા માણહા પાહી જાઇને ક કા, તુમે ઉનાયા કરાહા ફ્ણ હમજાહા ની, ને હેદજા કરહા ફ્ણ તુમહાય હુજ પળી ની.27. કેહેકા ઈયા માણહાય મન જળ હોય ગનાણે હા, તીયણે કાન બેર મારી ગયા હા, તીયણાહાય પોતાણે ડોલા મીચી નેદા હા, કદાચ તીયણાહાય ડોલેહે દેખાય, તી કાને ઉનાયાત, મનથી હમજાત ને ફિરાત ને તી હારે હોવાત.28. એટલે જાણજા કા, ઈશ્વરે આપીનો ઓ ઉદ્વાર બિનયહૂદીઓ પાર મોકીનવામાં આવો હા, ને તી તીયાણે સ્વીકાર કરી જ. "' 29. [ પાઉલ એ વાત કઈ રયા પુઠી યહૂદીઓ એકબીજા હારી વાદ-વિવાદ કરતાં નાહી ગયા. ]30. [ પાઉલ ] પોતાણે ફાળાણે ખરમાં બે વરહા હુદી ૨યો, જી તીયાણે તીયે આવતેને તી બદાહાય તો આવકાર કરતોનો. 31. તો પુરી હિંમતથી ને અટકીયા વગાર ઈશ્વરને રાજ્ય વિષે પ્રભુ ઇસુ ખ્રિસ્ત વિષેણા વચનોહે ઉપદેશ કરતો હોતનો
1પ્રેરિત હોણે હારુ તેળાયનો ને ઈશ્વર ને સૂવાતૉ ળે નેદે જુદો કરીનો ઈસુ ખ્રિસ્તળે સેવક પાઉલ રોમ માં રત્નો ને ઈશ્વર ળે વાલો ને પવિત્ર હોળે હારુ પસંદ કરાયનો ને બદા લોકાહાય નખીન કા. 2જે સુવાતૉ ળે વિષે ઈશ્વરે પોતાળે પ્રબોધકો ળે મારફતે પવિત્ર શાસ્ત્રમા આગાલ થી આશા ળે વચન આપીને હોતને. 3તે સુવાતૉ તીયાણે દીકરો પ્રભુ ઈશૂ ખ્રિસ્ત ળે હોતની ઈશુ શારિરીક રીતે તો દાઉદણે વંશમાં જન્મિનો હોતનો.4ફણ પવિત્રતાઈ ળે આત્મા માં ર્સામર્થ્ય થી પુનરુસ્થાન હોઇ ને પરાક્રમ સહિત ઈશ્વરણે દીકરો ખ્રિસ્ત કવાતો હા. 5બધી પ્રજા તિયાણે નામણે ખાતર વિશ્વાસણે આદિન હોઈને, તિયાણે નેદે આમે તિયાણે મારફતે કૃપાને પ્રેરિત પદ પામિયે હામ. 6ને ઈયે પ્રજાઓ માણે તુમાહાય ફણ ઈશુ ખ્રિસ્ત ણે હોણે હારુ હાદવા મા આવે હા.7ઈશ્વર આપળે બાપ ને પ્રભૂ ઈશૂ ખ્રિસ્ત ફણેથી તુમાહાય કૃપા ને શાંતિ હા.8પેલી તે અખી દુનિયા માં તુમારે વિશ્વાસ જાહેર હોવો હા. તૂમારે વિશે હાય ઈશૂ ખ્રિસ્ત ળે નેદે મારે ઈશ્વર ળે આભાર માનતો હામ. 9કેહકા ઈશ્વર, જીયાણે સેવા હાય મારે આત્માથી તિયાણે દીકરાણે સુવાતૉ કતો હામ. તિયાણે મારે સાક્ષી હાકા હાય નિરંતર તુમાહાય યાદ કરતો હામ. 10ને સદા મારે પ્રાર્થનામા માગતો હામ કા હવે આખરે કોઈ ફણ રીતે ઈશ્વર ળે ઈચ્છા હોય તે તુમારે પાહી હાય નિર્વિધ્ને આવી શક.11કેહેકા હાય તુમાહાય હેદવાણી ખુબ આશા રાખતો હામ. જેહે કા તુમાહાય સ્થિર કરવાણે અથૅ હાય તૂમહાય કતરેક આત્મિક દાન પામાડં. 12એટલે કા તુમારે ને મારે એક બીજા ણે વિશ્વાસ થી, તુમારે હારી માને દીલાસો મિલે.13હવે ભાઇયો, હાય નાથ ઈરછીતો કા તૂમે તિયા વિશે અજાણિયે રત, કા મયે બ જ વાર તુમારે પાહી આવાણિ યોજના કરીની કા ફણ જેહે બીજાણે જેહે બીજાણે બિનયોહદીયોમા તેહે તૂમારે માં ફણ હાય કતરેક ફળ મેલિવતો, ફણ આયૂ હૂદી માને અડચણ નડિ હા. 14ગ્રીકો તેહેજ બબૅરો નો, જ્ઞાનિઓણે તેહેજ મુરખોણે હાય રૂણી હામ. 15એટલે, હાય તૂમાહાય રોમન નો ફણ ફણ મારે શક્તિ પ્રમાણે સૂવાતૉ જાહેર કરણે તિયાર હામ.16ખ્રિસ્ત ણે સૂવાતૉ વિશે હાય શરમાતો કાયની. કારણ કા તે બદે વિશ્વાસ કરનારે ઉદા રણે ઈશ્વર ણે સામર્થ્ય હા, પેલ યહુદી ને પુઠિ ગ્રિકણે હારુ. 17કેહેકા તિમા ઈશ્વર ણે ન્યાયપણુ પ્રગટ હોવન હા. તિ ન્યાયપણૂ વિશ્વાસ થી હા ને વિશ્વાસ ણે અથૅ હા. જેહે નખિન હા તેહે, ન્યાય વિશ્વાસ થી જીવી. "18કેહેકા જી માણૂહૂ દૂષ્ટતાથી સત્ય ણે દાબી રાખતો હા. તેવા હાય બદે વિદ્રોહ ને અન્યાય પાર સ્વગૅ માંથી ઈશ્વર નો કોપ પ્રગટ હોવનો હા. 19કારણ કા ઈશ્વર વિશે જિ જાણિ હખાય તી તીયણે માં પ્રગટ કરાયન હા, ઈશ્વરે તીયણાહાય પ્રગટ કદ હા.20તિયાણે અદ્રશ્ય બાબતો, એટલે તિયાણે અનંતકાળિક સામર્થ્ય ને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિ ણે ઉત્પતિ ણે સમય થી સુજેલી વસ્તુઓ ધ્યાન માં નેવાથી જાણાત હા એટલે તી બાના વગર ને હા. 21કારણ કા ઈશ્વર ણે ઓલખીને તિયણાહાય તિયાણે ઈશ્વર તરીકે મહિમા આપચો કાયની કા આબાર મનીને કાયની ફણ તીયણાહાય તકૅવિતાકૅમા મુરખે બનીને. ને તિયણાહાય નાસમજ મન અંધકારમય હોવે.22પોતે બૂદ્ધિવાન હામ એવો દાવો કરતા તેવો મુરખે હોવે. 23તિયણાહાય અવિનાસી ઈશ્વર ને મહીમાણે બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષિ, ચોપગા પ્રાણિયો ને પેટે ચાલનારા ના આકારની મૂર્તી ઓ બનાવિની.24તેથિ ઈશ્વર ણે તિયણાહાય તિયણે હ્રદય ણે દૂર વાસના ઓની અસુદ્ધતા નેદે તજી દેદે કા તી પરસ્પર પોતાણે શરીરણે ભ્રષ્ટ કરાત. 25કેહેકા તિયણાહાય ઈશ્વર ણે સત્ય ણે બદલે અસત્ય સ્વીકારી ન ને સજૅન હાર જે સદાકાળ સ્તુત્ય હા આમીન. તિયાણે જાગીયે સૃષ્ટી ણે આરાધનાને સેવા કરિની.26તેથી ઈશ્વર તિયણાહાય શરમ જનક વાશના ણે નેદે તજી દેદે કેહેકા તિયણે ઈસ્ત્રી સ્વભાવીક વેવારણે બદલે આ અસ્વભાવીક વેવાર કદો. 27ને તિયે રીતે, પૂરૂષો ફણ ઈસ્ત્રી ઓ હારીણો સ્વભાવિક વેવાર સોડીને તિયણાહાય દ્ધુષટ ઈચ્છા ઓ માં એકબિજાણે હારી લાલસામાં લપેટાયે, એટલે પુરૂષો હારી અધટિત વેવાર કદો ને તેવે પોતાણે ફૂલણે યોગ્ય શિક્ષા પોતે પામિને.28ને ઈશ્વર ણે જ્ઞાન મનમાં રાખવાણે તિયણાહાય ગમીન કાયની. એટલે તિયણાહાય જી અધટિત હા એવે કામ કરણે હારુ ભ્રષ્ટ બૂદ્ધિણે હોપી દેદને.29તીયણાહાય તિ બદા પ્રકાર ણા અન્યાય પણાથી, દૂરાચારથી, લોબથી દ્ધેષ થિ ભરપૂર હોતને તિ અદેખાયથી, હત્યાથી, કલેસ થી, કપટથી, દૃષ્ટ ઈરાદાથી ભરપૂર હોતને તેવે કાન ભંભેરનારે. 30નિદાખોર, ઈશ્વર દ્વેષી, ઉદ્ધત, અભિમાની, બળાશ ,મારનારે, પ્રપંચી, માતાપિતાણે આજ્ઞાકીત, 31બૂદ્ધિહીન, વિશ્વાશધાતી, સ્વભાવીક લાગણી વગરણે ને નિર્દય હોતને.32એવે કામ કરનારે મરણ ને યોગ્ય હા હેવે ઈશ્વર ણે નિયમ જાણ્યા છતાં તેવે પૂતૅ હેવે કામ કરતે હા.હતરજ કાયનિ ફણ હેવ કામ કરનારા હાય ઉતેજન આપતો હા.
1એટલે, હી બિજાહાય ન્યાય કરનાર માણહ, તી ગમે તેવ હોય ફણ બાન કાડી હખાય ની કેહેકા તિયાં વિશે તો બીજાણે ન્યાય કરતો હા. તીમાં તો પોતાણે ગુનેગાર ઠરાવતો હાકેહેકા ન્યાય કરનારો તો જાતે ફણ હેવ જ કામ કરતો હા. 2ફણ આપણે જાણતે હામ કા એવો વેવાર કનારાહા પાર ઈશ્વર ણે ન્યાય ચૂકાદો સત્ય ણે આદારે આવતો હા.3ને હી માણુહુ હેવે કામ કનારા હાય ન્યાય કરતે હા ને પોતેજ તિયાં પ્રમાણે કરતે હા કાજા તો ઈશ્વર ણે ન્યાય મા બચી ખરો? 4ને ઈશ્વર ણે દયા તુને પસ્તાવા ફણે ફેરીવતી હા. હેવિ અજ્ઞાનતા માં કાજા તિયાણે દયા ણે સહનશીલતા ણે ને ધિરજ સંપતિણે તુછ ગણતે હા.5તૂતે તોરે કઠણ પશ્ચાતાપ વગરન હ્યદય ને નેદે પોતાણે હારુ ઈશ્વરીય કોપણે દીહીણે હારૂ કોપણે હંગરી રાક્ષો હા. કા જીયે ઈશ્વર ણે હાચો ન્યાય ચૂકાદો જાહેર કરી. 6તો બંદા હાય પોતપોતાણે કામ પ્રમાણે બદલો આપી. 7એટલે જેવે ધિરજ થી હારે કામ કરીને, પ્રશંસા, માન ને અવિનાશી પણૂ. હોદતે હા તિયણાહાય અનંત જીવન.8ફણ જેને સ્વાર્થી, સત્ય ણે પાલન નાથ કરનારે ફણ અન્યાયણે પાલન કરનારે હા. 9તિયણે ઉપાર કોપ, ક્રોધ, વિપત્તિ ને વેદના આવિ. દ્ધૂષસ્ટતા કરનારે બંદા માણહા પાર આવી. પેલો યહૂદી પાર ને ગ્રિક પાર.
1. તીયા ફૂટી યહૂદીણે વિશેષતા કાજા હા.અને સુન્ન્તથી કાજા લાભ હા? 2. બધી જાતણા ખણા લાભ હા. પેલો તો એક ઈશ્વર ને વચનનો તીણાહાય હોયવામાં આવેને હોત ને.3. હિમા જો કતરેક અવિશ્વાસી હોત ને કાજા? તેવાહાય અવિશ્વાસ કાજા ઈશ્વરણે વિશ્વાસુ પણાણે નીરર્થક કરીન ? 4. ની એવ ની હોય હા. બધે માણાહે જૂઠ કરી તો ફણ ઈશ્વર હાચો ઠરી જેહ નખીન હા.કા તુમે પોતાણે વચનમાં ન્યાયી ઠરાત અને તુમારે ન્યાય કરવામાં આવે ત્યાં તુમારે જીત હોય.5. ફણ જો આપળે અન્યાયીપણું ઈશ્વરણે ન્યાયપણાંણે સ્થાપિત કરત હા. ત્યાં આપળે કાજા ક્જે ? જો આપળે પાહી ક્રોધ નાવતો હા. તે ઈશ્વર અન્યાયી હા? કાજા? હાય માણાહાણે રીત પ્રમાણે બોનતો હામ. 6. ની એવ ની હોય કેહકા જો એવ હોય તો ઈશ્વર જગતમાં માણાહાય ન્યાય કેવી રીતે કરી?7. ફણ જો મારે અસત્યથી ઈશ્વરણે સત્ય તીયાણે મહિમાને અર્થે વધારે પ્રગટ હોવ,તો આયુ હુધી અપરાધી તરીકે મારે ન્યાય કેહ કરવામાં આવતો હા. 8. ને આમારે નિંદા કરનારે કતરેક આમારે વિષે કઅતે હા.કા તીણહાય બોનવાણા એવ હા કા. હારુ હોય માટે આપળે દુષ્ટતાં આચરીએ. એવ કેહ ની કરજે? તીણાહાય ક્યારની શિક્ષા ઉચિત હાસે.9. તે પૂઠી કાજા? આપડે તીણા હાય કરતા હારે હામ? ના તદ્દન કાયની કારણ કા આપળે અગાઉ યહૂદી ને ગ્રીકો પર દોષ મૂકીને કા તેવે બધે પાપણે આધીન હાસે. 10. જેહ શાસ્ત્રમાં નખીન હા તેહ કા કોય ન્યાય કાયની એક ફણ કાયની.11. હમીજનાર અને ઈશ્વરણે હોદનાર કોય કાયની. 12. તેવે બધે ફટકી ગયે હા. તેવે બધે નકામે હાસે. હાર કામ કરનાર કોઈ નાથ ની એક ફણ કાયની.13. તેવાહાય ગલ ઉઘાડી કબર જેવ હાસે પોતાણે જીભથી તેવાહાય કપટ કદ હાતેવાહાય હોઠોમાં ઝેર હાસે. 14. તેવાહાય મોં શ્રાપ થી અને કડવાશથી ફરીન હા.15. તેવાહાય પાગ લોહી વહેવડાવવાણે હારુ ઊતાવાલ હા. 16. તેવાહાય માગોમાં વિનાશ ને વિપતિ હા. 17. શાંતિનો માર્ગ તીણાહાય જાણ્યો કાયની. 18.તીણાહાય ડોલાહ આગાલ ઈશ્વરને બીક કાયની.19. હવે આપળે જાણતે હામ કા જેવે નિયમ શાસ્ત્રણે આધીન હા.તેવાહાય નિયમશાસ્ત્ર કઅંત હા જ્યાંથી બધાહેં મોં બંધ કરાત અને આખા માનવજગત ઈશ્વરણે આગાલ દોષિત ઠરે. 20. કેહ કા તિયાંણે આગાલ કોય નિયમશાસ્ત્રણે કરણીઓથી ન્યાયી ઠરતે કાયની.કેહકા નિયમ દ્વારા તો પાપ વિષે હમજ પડતી હા.21. ફણ હવે ઈશ્વરને એવું ન્યાયપણ પ્રગટ હોવ હા. કા જી નિયમશાસ્ત્રણે અઘટીત કાયની.ને જીયાણે ખાતરી નિયમશાસ્ત્ર ને પ્રબોધકો આપતાં હાસે. 22. એટલે ઈશ્વરને ન્યાયી પણું, જે ઈશુ ખ્રિસ્ત પારણે વિશ્વાસ દ્વારા બધે વિશ્વાસ કરનારા હાય માટે હા. તિ કેહકા હિમા કાઈ ફણ તફાવત કાયની.23.કારણ કા બધાહાય પાપ કધો હા. ને ઈશ્વરને મહિમા વિષે બધે અધૂરે રઅતે હા. 24.ફણ ખ્રિસ્ત ઈશુમાં જે ઉદ્ધાર હા.તીયાણે મારફતે ઈશ્વરની કૃયાએ તેવાહાય વિનામુલ્યે ન્યાયી ગયણે હા.25. ઈશ્વરે તીણાહાય તિયાંણે રક્ત પારણે વિશ્વાસથી નોકાહા માટે પ્રાયશ્ચિત કરવા માટે ઠરાવ્ય કા જેથી આગલ હોવના પાપની માફી આપાય તિયાં વિષે તે પોતાણે ન્યાયપણું દેખાળે. 26. એટલે કા વર્તમાન સમયમાં તે ઈશ્વરને ધીરજમાં પોતાણે ન્યાયીપણું પ્રકાશીત કરે.જેથી પોતે ન્યાયી રય ની ઈશુ પાર વિશ્વાસ રાખનાર ને ન્યાયી ઠરાવનાર હોય.27. ત્યાં આત્મપ્રશાંસા કરવાણ કા રય? તિયાણે સમાવેશ કાયની કાણા નિયમથી? કાજા કરણીના? ની ફણ વિશ્વાસણા નિયમથી 28. માટે આમે એવ હમજાતે હામ કા.માણહું નિયમશાસ્ત્રણે કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરત હા.29. કાયની તે કાજા ઈશ્વર ખાલી યહુદીઓ ણે જ઼ હા? કાજા બિનયહુદીઓ હોય ફણ કાયની? હા બિનયહુદીઓ હોય ફણ હાશે. 30. કારણ કા ઈશ્વર એકુ જ હા. કા તે સન્નતિણે અને બે સન્નતિણે ફણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવતો હા.31. ત્યાં કાજા આપળે વિશ્વાસથી નિયમશાસ્ત્રણે રદ બાતલ કરતે હામ? ની એવ ની હોય, ત્યાંથી ઉલટ આપળે ત નિયમશાસ્ત્રણે પ્રસ્થાપિત્ત કરતે હામ.
1. તો માણાહાય દેહે આપળે પૂર્વજ ઈબ્રાહિમ ણે જી મિલ્ય ત્યાં વિષે આપળે કાજા કહું? 2. કેહ કા ઈબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોતનો તો તિયાણે આત્માંપ્રશંસા કરવાણે કારણ હા. ફણ ઇશ્વર આગાલ કાયની. 3. કેહ કા શાસ્ત્રવચન કાજા કઅત હા? કા ઈબ્રાહિમ ઇશ્વર પાર વિશ્વાસ કરિનો ને તો વિશ્વાસ તિયાણે માટે ન્યાયીપણાને અર્થે ગઈણો4. હવે કામ કરનારાંણે જી પ્રતિફળ મિલ્ય હા તી કૃપારૂપ ગણાત કાયની ફણ હકરૂપ ગણાત હા. 5. ફણ જી માણાહો પોતે કરીના કામ પાર કાયની. ફણ અધર્મીણે ન્યાયી ઠરાવનાર પાર વિશ્વાસ કરત હા. તિયાણે વિશ્વાસ તિયાણે લેખે ન્યાયપણાણે અર્થે ગણાયો હા.6. તે જ રીતે ઇશ્વર જી માણાહાણે કરણીઓ વગર ન્યાયી ગણાતો હા. તિયાણે દાઉદ ફણ નીચે પ્રમાણે આશીર્વાદ આપતો હાસે કા 7. જેવાહાય અપરાધ માફ હોવા હાસે. અને જેવાહાય પાપ ઢાકાયા હા. તેવે આશીર્વાદિત હાસે. 8. જિયાણે પાપ પ્રભુની ગણે તી માણાહો આશીર્વાદિત હાસે.9. ત્યાં તે આશીર્વાદ સુન્નતીણે જ આપવામાં આવો હા. કા બેસુંન્તીણે ફણ? આપળે એવ તે કઅતે હામ કા ઈબ્રાહિમણે વિશ્વાસ તિયાણે લેખે ન્યાયીપણાણે અર્થે ગણાયો હા. 10. ત્યાર તે કેવી રીતે ગણાયો? તે સુન્નત હોતનો ત્યાર? કા બે સુન્નત હોતનો ત્યાર? સુન્નતી હોતનો ત્યાર કાયની ફણ બેસુંનતી હોતનો ત્યાર જ.11. અને તે બેસુંનતી હોતનો ત્યાર વિશ્વાસથી જી ન્યાયીપણ હિયાંણે મિલીન હોતન તિયાણે ઓલખાણ હોવા માટે તે સુન્નતણે નિશાની પામીનો જેથી બધાં બે સુન્નતી વિશ્વાસીઓણે તો પૂર્વજ હોય કા તેવાહાય લેખે તો ફણ વિશ્વાસણે ન્યાય પણું ગણાય. 12. અને સુન્નતીઓણે પૂર્વજ એટલે જેવે સુન્નત હાસે. હતરજ કાયની. ફણ આપળે બાપ ઈબ્રાહિમ બે સુંનતી હોતનો તે સમયણે તિયાણે વિશ્વાસણા પગલાંમા જેવાંહાય આવતે હા. તેવાહાય ફણ પૂર્વજ હોવો.13. કેહ કા દુનિયાણે વારસ હોણે વચન ઈબ્રાહિમ કા તિયાણે વંશાવળીમા નિયમશાસ્ત્રણે નેદે મિલીન કાયની. ફણ વિશ્ર્વાસણે ન્યાયપણાણે નેદે મિલીન હોતન. 14. કેહ કા જો નિયમશાસ્ત્રણે માનનાર વારસ હોય તો વિશ્વાસ નિરર્થક હોતો હા અને વચન ફણ વ્યરથ હોત હા. 15. કેહ કા નિયમશાસ્ત્ર તે કોય ઉપજાવત હા. ફણ જિયે નિયમકાયની તિયે અપરાધ ફણ કાયની.16. તી વચન કૃપાથી હોય અને વચન બધાં વંશજોણે માટે અચૂક હોઈ. એટલે માત્ર જેવે નિયમશાસ્ત્ર પાલતે હા. તેવાહાય જ માટે કાયની. ફણ જેવે ઈબ્રાહિમણે વિશ્વાસણે હા. તેવાહાય માટે ફણ હોય. 17. જે ઇશ્વર મરી ગનાહાય જીવતો કરનારો હાસે. અને જે બાબતો કાયની. તે જાણતે હા એવ પ્રગટ કરતો હાસે, અને જિયા પાર ઈબ્રાહિમ વિશ્વાસ કદો તિયાં આગાલ તે આપળે બધાંહાય પૂર્વજ હાસે, જેહ નખવામાં આવ હાસે કા, માયે તૂને ખણી દેશજાતિણો પૂર્વજ બનાવ્યો હાસે તેહ.18. આશાણે કોઈ સંજોગ કાંઇની હોતનો છતા ફણ આશાથી વિશ્વાસ રાખશો. કા જેહ જી વચન આપીન હોતન કા, તોરે વંશ એવો હોવી. ત્યાં મુજબ તે ખણીદેશજાતિણો પૂર્વજ હોવી. 19. તો પોતે આશરે છ વરાહણો હોતનો, તિયાણે શરીર હવે ની જીવા જેવ હોવન હોતન અને સારાણે ગર્ભસ્થાન મરીન હોવા છતાં તો વિશ્વાસમાંથી ડગ્યો કાયની.20. ઇશ્વર વચનને લક્ષમાં રાખીને, તિયે સંદેહ કા અવિશ્વાસ કાયની કરતો, ફણ ઇશ્વરણે મહિમા આપતો નો. 21. ને જી વચન તિયે આપીન હોતન. તિ પુર કરવાણે ફણ તેઓ સમર્થ હાસે. તેવે પૂરેપૂરો ફરોહો રાખીને વિશ્વાસમાં મક્કમ રઈનો. 22. ત્યાંથી તિયાણે વિશ્વાસ તિયાણે લેખે ન્યાયણાને અર્થે ગણાતનો.23. હવે તી તિયાણે લેખે ગણવામાં આવો, તિ ફક્ત તિયાણે જ માટે નખિન કાયની, ફણ આપળે માટે ફણ નખીન હાસે. 24. એટલે આપળે જેવો આપળે પ્રભુ ઈસુને મરી ગનો તી માંથી ઉઠાડનારા પાર વિશ્વાસ કરતે હામ. તિણે લેખે ફણ ગણાત હા. 25. તો આપળે અપરાધોણે નીધે પરાધીન કરવામાં આવો ને આપળે ન્યાયીકરણને માટે પાયો ઉઠાડવામા આવો હા.
1આપળે વિશ્વાસથી ન્યાયી ઠરાવાઈને હામ. તે માટે આપડે આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે આશરે ઇશ્વરણે હારી સમાધાન પામીને હામ. 2. આજે કૃપામાં આપળે સ્થિર હામ. તીમાં ઈસુણે આશ્ચર્ય વિશ્વાસથી પ્રવેશ પામીને હામ. વલી આપળે ઇશ્વરમાં મહિમાણે આશાથી આનંદ કરતે હામ.3. બસ હતરજ કાયની. તો બી આપળે વિયતિમા ફણ આનંદ કરતે હામ. કેહ કા આપળે જાણતે હામ કા વિયતીથિ ધીરજ. 4. ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન હોતી હા. 5. આશા શરમાવતી કાયની; કેહ કા આપળાહાય આપી નો પવિત્રઆત્માથી આપળે અંત: કરણમાં ઇશ્વરણે પ્રેમ વહેવડાવીનો હાસે.6. કેહ કા જ્યાર આપળે આજુ નબલે હોતને ત્યાર યોગ્ય સમયે અધર્મીઓણે નિધે ખ્રિસ્ત મરણ પામિનો. 7. ન્યાયી માણાહાણે માટે ક્યારેક જો પોતાણે જીવ આપે. હારા માણાહાણે માટે મરને કદાચ કોઈ એખું હિંમત ફણ કરે.8. ફણ જિયા આપળે પાપી હોતને ત્યાર ખ્રિસ્ત આપળે હારું મરણ પામીનો. એવ કરવાથી ઇશ્વરે આપળે પાર પોતાણે પ્રેમ પ્રગટ કધો. 9. તોઈ બી હવે આપળે હમી તીયાણે રક્તથી ન્યાયી ઠરાવાયે હામ. જેથી તીયાણે દ્વારા આપળે ઇશ્વરણે ક્રોધથી બચુંહું તી ક્તર બધ ખાતરીપૂર્વક હાસે.10. કેહ કા જ્યારે આપળે ઇશ્વરણે વિરોધી હોતને, ત્યાર તીયાણે દીકરાણે મરણથી ઇશ્વરને હારી આપળે સમાધાન હોવ. તોઇ બી તીયાણે જીવનને નેધે આપળે બચું હું તી કરત બધ ખાતરીપૂર્વક હાસે. 11. અને હત્રજ કાયની, ફણ આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્ત કા જિયાણે નેદે હમે આપળે સમાધાન હોવ હાસે.તીયાણે આશ્ચર્ય આપળે ઇશ્વરમાં આનંદ ફણ કરતે હામ.12. તે માટે એક માણાહાથી દુનિયામાં પાપ આવો અને પાપથી મરણ આવ, કેહ કા બધાહાય પાપ કધો. ત્યારથી બધા માણાહામા મરણનો પ્રસાર હોવો. 13. કેહ કા નિયમશાસ્ત્ર પ્રગટ હોવ આગલથી પાપ દુનિયામાં હોતન, ખર. તો ફણ જીએ નિયમ ની હોય તિયે પાપ ગણાય ની.14. તોય બી આદમથિ મુસા હોધી મરણે રાજ કધ. જેવાહાય આદમણે અપરાધ સમાન પાપ કરી ન કાંઇની હોતન. તેવાહાય ઉપર ફણ મરણે રાજ કદ. આદમ તો આવનારણે ચિન્હરૂપ હોતનો. 15. ફણ જેવાં પાપ હાસે તેવા કૃપાદાન હાસે હેહે કાયની કેહ કા એકણો અપરાધણે નેધે ખણે મરી ગને. તો ખાસ કરીને એક માણાહાણે એટલે ઈસુ ખ્રિસ્તણે કૃપાથી ખણાહ ઉપર ઇશ્વરણે કૃપા ને દાન ખૂબ ખૂબ દોવે દાસે.
1. તિયાં આપળે કાજા કહું? કૃપા વધારે કરે એટલે આપળે કાજા પાપ કર્યો, કરવાણા કા? 2. ની, હવે હેવે નખે હોતા.! આપળે પાપણે હારી મરણ પામીને તો ફૂટી કેહે કેહે જીવાહાકા? 3. કાજા તુંમે કાંઈની જાણતે કા, આપળે જેવે ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામીને, તેવે બધે તીયાણે મરણમા બાપ્તિસ્મા પામીને.4. ત્યાં ફાગ આપળે બાપ્તિસ્મા નેધે ત્યાં હારી મરણમા દફનાવવામા આવે હાશે. એટલે કા ખ્રિસ્તણે બાપણે મહિમાથી મરી ગયે હાસે. તિમાથી જીવતે કરવામાં આવે તેહે જ આપળે ફણ નવા જીવનમાં ચાનું હું. 5. કેહ કા જો આપળે ત્યાંણે મરણમા બરાબરીમા ત્યાં હારી જોડાયે, તો ત્યાંણે મરણોત્થાનની બરાબરી ફણ જોડાયેને ગણા હું,6. આપળે જાણતે હામ કા આપળે જૂન માણસપણુ તિયાં હારી વધસ્થંભે હિયા માટે જોડાય કા પાપણે શરીર નિરર્થક હોવે; એટલે હવે પૂટી આપળે પાપણે દાસત્વમા રવાણ કાંઈની. 7. કેહ કા જી મરી ગ હાસે તી ન્યાય કરીને પાપમાથી છુટકારો મિલ્યો હાસે.8. ફણ જો આપળે ખ્રિસ્ત હારી મરી ગયે હોય, તો આપળા હી વિશ્વાસ હાશે કા તિયાં હારી જીવ હું ફણ ખરે. 9. કેહ કા આપળે જાણતે ભી હાસેમ કા ખ્રિસ્ત મરી ગનો ત્યામાંથી પાસો જીવતો કરવામાં આવો ને ફૂટી મરણ પામનાર કાયની . હવે ફૂટી મરણનો અધિકાર ત્યાં પાર કાયની.10. કેહ કા તો મરી ગો એટલે કા પાપ હારી એકું જ આટા મરી ગો. ફણ તો જીવતો હાસે એટલે ઇશ્વર હારી જીવતો હાસે. 11. તેહ તુમે ફણ પાપ સંબંધી મરણ પામીન. ફણ આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નેદે ઇશ્વર સંબંધી જીવતે હાસે.12. તિયાં માટે તુમે પાપણે દુર્વાસનાહાય આધીન હોઈને પાપણે તુમારે મવ્ય શરીરમાં રાજ કરવા દેવાણ કાયની. 13. અને તુમારે અવયવોણે અન્યાયણે સાધનો હોવા માટે પાપણે કાયની હોવાણ. ફણ મરણમાંથી જીવત હોવના જેવે તુમે પોતાણે ઇશ્વરણે હોપા ને તુમારે અવયવોને ન્યાયપણાણે સાધનો હોવા માટે ઇશ્વરને હોપી દેવાણ. 14. પાપણે તુમારે પાર રાજ કરવાં દેવાણ કાયની. કેહ કા તુમે નિયમશાસ્ત્રણે કાયની. ફણ કૃપાણે આધીન હાસે.15. ત્યાં કાજા આપળે નિયમશાસ્ત્રણે કાયની. ફણ કૃપાણે આધીન હાસેમ. તે કાજા પાપ કર્યા કરું કા? ની હવે હેવ ની હોવા જોજે. 16. કાજા તુમે કાયની જાણતે કા, જિયાણે આજ્ઞા પાલ્લે હારું તુમે પોતાણે દાસ તરીકે હોપાય હા. એટલે જિયાણે આજ્ઞા તુમે પાલતે હા. તીયાણે દાસ તુમે હા. ગમે તો મરણને અર્થ પાપણા , અથવા ન્યાયપણાણે અર્થે આજ્ઞાપાલન.17. ફણ ઇશ્વરનો આભાર કા તુમે પાપણે દાસ હોવા છતાં જો બોધ તુમાંહાય કરવામાં આવનો. તો તુમાહાય હદયપૂર્વક સ્વીકાર કરીનો. 18. હેવી રીતે તુમે પાપથી મુક્ત હોઇને. ન્યાયીપણાણે દાસ હોવા.19. તુમાંરે દેહની નિર્બળતાણે નેધે હાય માણાહાણે રીતે વાત કરતો હામ. જેહ તુમે પોતાણે અંગો હોય અન્યાયણે અર્થે અશુધતાણે તથા અન્યાયણે દાસ તરીકે હોપાયને હોતને. તેહ હમે પોતાણે અંગો પવિત્રતાણે અર્થે ન્યાયણાણે દાસ તરીકે હોપિ દેવાણ. 20. કેહ કા જેવાં તુમે પાપણા દાસ હોતના તેવા તુમે ન્યાયપણાથી સ્વતંત્ર હોતના. 21. ત્યાં જે ખોટા કામોથી તુમે હમે શરમાતા હા. ત્યાંથી તુમાહાય તીએ વખતે કાજા ફળ હોતન ?. કેહ કા તિયાં કામણે પરિમાણ મરણ હાસે.22. ફણ હમે પાપથી મુક્ત હોઇને ઇશ્વરને દાસ બનીના હોવાથી તુમાહાય પવિત્રતાણે અર્થે પ્રતિફળ અને અંત અનંતજીવન મીલત હા. 23. કેહ કા પાપણે પરિણામ મરણ હાસે. ફણ આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નેદે ઇશ્વરને કૃપાદાન અનંતજીવન હાસે
1. હવે ભાઈઓ, કાજા તુમે હિ કાયની જાણતે જેવે નિયમશાસ્ત્ર જાણતે હા. તેવાહાય હાય કાંતો હામ કા માણાહો જીવે ત્યાં સુધી નિયમશાસ્ત્રણે નિયંત્રણમા હોત હાસે.2. કેહ કા જીએ તિણે પતિ હા. ત્યાં તો જીવતાં હૂધી નિયમ થી તિયાં હારી બાધાય ની હાસે. ફણ જો તો મરી જાય ત્યાર તીયાણે નિયમથી તે મુક્ત હોતી હાસે. 3. તોય બી જો પતિ જીવતો હોય ન તે બીજો પતિ કરે. તો તે વ્યભિચારીણી કવાતી હાસે. ફણ જો તીયેણે પતિ મરી જાય ત્યાર તે નિયમથિ મુક્ત હાસે. તોય બી જો તે બીજો પતિ કરે તો ફણ તે વ્યભિચારીણી કાયની.4. ત્યાં માટે ભાઈઓ, તુમે ફણ ખ્રિસ્તણે શરીરને નેધે નિયમશાસ્ત્ર સંબંધી મરીના હા. કા જેથી તુમે બીજાણે , એટલે જેવે મરીનામાથી જીવત હોવે હા તિણે હોવા. કા આપળે ઇશ્વરણે અર્થે ફળ પેદા કરજે. 5. કેહ કા જ્યાર આપળે દૈહિક હોતને ત્યા નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપળે અંગોમાં મરણ માટે ફળ ઉત્પન્ન કરને પ્રયત્ન કરતીની.6. ફણ હમી જીમાં આપળે બાધાય ન હોત ને તીયામાં આપળે મરીને હોવાથી નિયમશાસ્ત્રથી મુકત હોવે હામ તો બી નિયમશાસ્ત્રણે જુની રીતથી કાયની ફણ આત્માણે નવી રીતથી સેવા કરવાણી7.ત્યાં આપળે કાજા કજે? કાજા નિયમશાસ્ત્ર પાપરૂપ હાસે? કાયની હેવ નખે હોતા તોબી નિયમશાસ્ત્ર હોત; ત્યાં હાય પાપ જાણતો ની હોતો, કેહ કા નિયમશાસ્ત્રમા જી કયન કાંઈની હોતન કા લોભની રાખવો, તો હાય હમજ્યોની હોતો. 8. ફણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારમાં બધ 5પ્રકારનો લોભ ઉત્પન્ન કધો. કેહ કા નિયમશાસ્ત્ર વગાર પાપ નિર્જીવ હાસે.9. હાય તે અગાલ નિયમશાસ્ત્ર વગાર જીવતો હોતનો.ફણ આજ્ઞા આવી એટલે પાપ જીવતો હોવો. અને હાય મરણ પામીનો. 10. જે આજ્ઞા જીવનને અર્થ હોતની તે ત મરણને અર્થે હા એવ માને માલૂમ પડત હા.11. કેહ કા પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી માને છેતિરો અને તીયાણે નેધે માને મારી નાખશો 12. ત્યાં ફાગ નિયમશાસ્ત્ર તો પવિત્ર હાસે. અને પવિત્ર, ન્યાયી તથા હિતકારી હાસે.13. ત્યાર જે હિતકારી હાસે. તે કાજા મને મરણકારક હોવ? ની, કોય દી કાયની ફણ પાપ તે પાપ 5જ દેખાય અને આજ્ઞાણે નેધે તો પાપણો વ્યાપ વધી જાય. હિયા ફાગ જે હિતકારી હા. તીયાણે નેધે તિયે મારે મરણ નીપજાવ્ય. 14. કેહ કા આપળે હામ કા નિયમશાસ્ત્ર આત્મિક હાસે. ફણ હાય દેંદિક હામ. અને પાપણે વેચાયેનો હામ.15. કેહ કા હાય જી કરતો હામ. તે હાય હમજીને કરતો કાયની, કારણ કા હાય જી હાં તે કરતો કાયની.ફણ જી હાય ધિક્કારતો હામ તી કરતો હામ. 16. ફણ હાય જી ઈચ્છતો કાયની તિ જો કરતો હામ. ત્યાં હાય નિયમશાસ્ત્ર વિષે માનતો હામ કા નિયમશાસ્ત્ર હાર હાસે.17. ત્યાં હવે જી ની કરવા જોજે તિ હાય કાયની કરતો ફણ મારેમાં જી પાપ વહી નો હાસે. તિ કરત હાસે. 18. કેહ કા હાય જાણતો હામ કા મારેમા એટલે મારે દેહમા, કાંઈ જ હારું વહત કાયની. કારણ કા ઈરછવાણ તે મારમાં હાસે. ફણ હારું કરવાણ મારેમા કાયની.19. કેહ કા જી હારું કરવાણી હાય ઈરછા રાખતો હામ, તી કરતો કાયની. ફણ જે દુષ્ટતા હાય ઈચ્છતો કાયની તિ કરતો હામ. 20. હવે જી હાય ઈચ્છતો કાયની તી હાય કરતો હામ. કેહ કા મારમા જી પાપ વહીન હાસે તી કાર્ય કરત હા. 21. ત્યા માને એવો નિયમ માલૂમ પડતો હાસે. કા જ્યાર હારું કરને હાય ઈચ્છતો હામ. ત્યાર દુષ્ટતા મારેમાં હાજર હોતી હાસે.22. કેહ કા હાય આંતરિક મનુષ્ય પ્રમાણે ઇશ્વરને નીયમશાસ્ત્ર આનંદ કરતો હામ. 23. ફણ મારે અંગોમા હાય એક અલગ નિયમ હેદતો હામ. જી મારે મનના નિયમણે હામે વિદાત હા અને મારે અવયવોમાં પાપણે જો નિયમ હા. તીયાણે બંધનમાં માને નાવતો હાસે.24. હાય કેવો દુઃખી માણા હું માને એયા મરણને શરીરથી કીડ છોડાવી? 25. આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે દ્વારા ઇશ્વરણે આભાર સ્તુતિ કરતો હામ. ત્યાં ફાગ હાય પોતે મનથી ઇશ્વરણે નિયમશાસ્ત્રણે , ફણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરતો હામ
1. તો બી જેવા ખ્રિસ્ત ઈસુમા હાસે. તેવાહાય હવે કોઈ શિક્ષા કાયની. 2. કેહ કા ઈસુ ખ્રિસ્તમા જીવનનો આત્માણે જે નિયમ હાસે. તિયે માને પાપણે તથા મરણના નિયમથી મુક્ત કધો હાસે.3. કેહ કા માણહાણે દેહણે નેધે નિયમશાસ્ત્ર નિર્બળ હોતન , તેથી જી કામ તીયાણે અશક્ય હોતન ,તી ઇશ્વરે કરીન, એટલે પોતાણે દીકરાણે પાપી માણહાણે દેહણી સમાનતા માં અને પાપણે અર્પણ તરીકે મુકનીનો તીયાણે માણહાણે દેહમા પાપણે દંડાસા ફરમાવી. 4. કા જ્યારથી આપળે માં, એટલે દેહ પ્રમાણે કાયની ફણ આત્મા પ્રમાણે આનનારે, નિયમશાસ્ત્રણે જરૂરિયાત પરીપૂર્ણ હોતી હા. 5. કેહ કા જેવે દેહિક હાસે. તેઓ દેહિક અને જેઓ આત્મિક હાસે તેઓ આત્માણે બાબતો ઉપાર મન લગાડતે હાસે.6. દેહિક મન મરણ હાસે.ફણ આત્મિક મન જીવન તથા શાંતિ હાસે. 7. કારણ કા દૈહિક મન ઇશ્વર હારી વેર હાસે. કેહ કા તી ઇશ્વરના નિયમશાસ્ત્રણે આધીન કાયની અને હોઇ શકત ફણ કાયની. 8. અને જેવે દૈહિક હાસે. તેવે ઇશ્વરને પ્રસન્ન કરી શક્તે કાયની.9. ફણ જો ઇશ્વરણે આત્મા તુમારેમા વહતો હાસે. ફણ જો કોઈણે ખ્રિસ્તણો આત્મા કાયની, તો તે ખ્રિસ્તણો કાયની. 10. અને જો ખ્રિસ્ત તુમારેમા હાસે, તો પાપણે નેધે શરીર તો મરીન હાસે, ફણ ન્યાયીપણાને નેધે આત્મા જીવતો હાસે.11. જીએ ઈસુણે મરણમાંથી જીવતો કરીનો, તીયાણે આત્મા જો તુમારે મા વહતો હાસે. તો જીએ ખ્રિસ્ત ઈસુણે મરણમાંથી જીવતો કરીનો તેવો તુમારેમા વહનાર પોતાણે આત્મા દ્વારા તુમારે મરીના શરીરને ફણ જીવતે કરી.12. ત્યાંથી ભાઈઓ, આપળે ઋણી હાસેમ, ફણ દેહ પ્રમાણે જીવવાણે દેહણા ઋણી કાયની. 13. કેહ કા જો તુમે દેહ પ્રમાણે જીવાત તે મરાહા જ ફણ જો તુમે આત્માથી શરીરણે કામો હોય મારી નાખહા: જીવવાહા14. કેહ કા જતર ઇશ્વરને આત્માથી દોરાય હા. તતરે ઇશ્વરને દીકરા હા. 15. કેહ કા હવેથી બીક નાગે એવો દાસદવણો આત્મા તુમાહાય મિલ્લો કાયની ફણ તુમાહાય દત્તકપુત્ર તરીકેણો આત્મા મિલિનો હા. જિયાણે નેધે આપળે બાપ અબ્બા બૂમ મારતે હામ.16. પવિત્ર આત્મા પોતે આપળે આત્માંણે હારી સાક્ષી આપતો હા કા આપળે ઇશ્વરણે દિકરે હામ. 17. જો દિકરે હામ તો વારસ ફણ હામ. એટલે ઇશ્વરણે વારસ હામ અને ખ્રિસ્તણે હારી મહિમા પામવાણે માટે જો આપળે ખરેખર તિયાં હારી દુઃખ સહન કરીને તો ખ્રિસ્તણે હારી સહવારસ ફણ હાસે મ.18. કેહ કા હાય માનતો હામ કા, જો મહિમા આપળાહાય પ્રગટ હોવાણ હા. તિયાં હારી વર્તમાન સમયણે દુઃખ હરખાવા યોગ્ય કાયની. 19. કેહ કા સૃષ્ટિણે ઉત્કંઠા ઇશ્વરણે દીકરાણે પ્રગટ વાટ હેજ્જા કરીતી હા.20. કારણ કા સૃષ્ટિ પોતાણે ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન હોવી. 21. અને તે એવી આશાથી સ્વાધીન હોવી કા સૃષ્ટિ પોતે ફણ નાશણે દાસત્વમાંથી મુક્ત હોઇને ઇશ્વરણે દીકરાણે મહિમાણે હારી રહીને મુક્તિ પામે. 22. કેહ કા આપળે જાણતે હામ કા અત્યાર હુંધી આખી સૃષ્ટિ બધાં નિરાશા નાખીને પ્રસૂતિણે વેદનાથી કષ્ટાતી હઃ.23. અને એખની તે કાયની ફણ આપળે જેવાહાય આત્માણે પ્રથમ ફળ મિલીન હા. તે આપળે પોતે ફણ દત્તકપુત્ર તરીકેણો આપળે શરીરનો ઉદ્ધારની રાહ હેદતા પોતાણે મનમાં નિસાસા નાખતે હામ. 24. કેહ કા આપળે આશાથી ઉદ્ધાર પામીને હામ. ફણ જે આશા દ્ર્શ્ય હા તે આશા કાયની કેહ કા કોઈ માણાહહો પોતે જી દેખતે હા.તીયાણે આશા કેવી રીતે કરજે? 25. ફણ જી આપળે હેદતે કાયની તીયાણે આશા જ્યા રાખતે હામ. ત્યાં ધીરજથી તીયાણે રાહ હેદતે હામ.26. ત્યાંજ પ્રમાણે આત્મા ફણ આપળે નિર્બળતામાં આપળાહાય સહાય કરતો હા. કેહ કા યથાયોગ્ય રીતે કાજા પ્રાર્થના કરવાણી તી આપળે જાણતે કાયની. ફણ આત્મા પોતે અવાર્ય નીસાસાથી આપળે માટે મદયસ્થી કરતો હા. 27. અને અત: કરણ તપાસનાર જાણત હા કા આત્માંણે ઈરછા કાજા હા. કેહ કા તી સંતોણે માટે ઇશ્વરની ઈરછા પ્રમાણે વિનંતી કરત હો.28. આપળે જાણતે હામ કા જેવો ઇશ્વર ઉપર પ્રેમ રાખતે હામ. અને જેઓ તીયાણે સંકલ્પ પ્રમાણે તેડાયને હામ. તેવે એકંદરે બધે હિતકારક નિવડાયને હાસે. 29. કેહ કા જેવો હોય તેવો આગલથી ઓલખીત હોતન તેવાહાય વિષે તીય પેલેથી નક્કી ફણ કરીન હોતન. કા તેવે તીયાણે દીકરાણે પ્રતિમા જેવે હોત જેથી તિ ખણા ભાઈઓમાં જયેસ્ક હોત. 30. વલી જેવહાય તિયે અગાલથી કરાવવ્ય, તેવાહાય તિયે તેડય , જેવાહાય તીયે તેડય, તેવહાય તીય ન્યાયી ઠરાવ્ય અને જેવાહાય તીયે ન્યાયી ઠરાવ્ય , તેવાહાય તિયે મહિમાવંત ફણ કર્ય.31. ત્યા હીએ વાતો વિષે આપળે કાજા કઅજે? જો ઇશ્વર આપળે પક્ષમા તે આપળે વિરૂદ્ધ કીડો? 32. જીએ પોતાણા જ દીકરાણે આપળે બધાંહાય માટે હોપી દેધો, તેવે કૃપા કરીને આપળાહાય તિયાં હારી બધ જ કેહ કાયની આપે?33. ઇશ્વરણે પસંદ કરીના ઉપર કીડો દોષ મૂકે? તેવાહાય ન્યાયી ઠરાવનાર ઇશ્વર હાસે. 34. તેવાહાય દોષિત ઠરાવનારો કીડો? જો મરણમાંથી જીવતો હાવો તો ખ્રિસ્ત ઈસુ હા. તો ઇશ્વરણે જન્મણે હાથે હા. તો આપળે મદયસ્તી ફણ કરતો હા.35. ખ્રિસ્તણે પ્રેમથી આપળા હાય કીડો અલગ કરતો હા ? કાજા વિપતિ , કા વેદના , કા સતાવણી , કા દુકાળ, કા જોખમ, કા તલવાર? 36. જેહ નખીન હા કા તોરે નેધે આમે આખો દીહી મરી જવાણે હાસે. કાપી નાખવાણ ખેટા જેવા આમે ગણાયને હામ.37. તો ફણ જીએ આપળાહાય પ્રેમ કરીને, તીયાણે નેધે આપળે એ બધાં સંબંધી વિશેષ જય પામીને હામ. 38. કેહ કા માને ખાતરી હા, કા ઇશ્વરનો જો પ્રેમ આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તમા હાસે ત્યાંથી આપળાહાય મરણ, જીવન , સ્વર્ગદુતો, અધિકારીઓ, વર્તમાનનું6, ભવિષ્યનું, પરાક્રમીઓ, 39. ઊંચાણ,ઊડાણ, કોઈ ફણ બીજી સૂર્જેલી વસ્તુ અલગ કરી હકે ની
1. હાય ખ્રિસ્તમાં હાચ બોનતો હામ, હાય ખોટ બોનતો કાયની, મારે અંતકરણ ફણ પવિત્ર આત્મામાં મારે સાક્ષી હા કા, 2. માને ભારે શોક તથા મારે અંતકરણમા ખુબ જ વેદના હોતી હા.3. કેહ કા મારે ભાઈઓણે બદલે, એટલે દેહ સંબંધી મારે સગા સંબંધીઓણે બદલે હાઈ પોતે જ શાપિત હોઇને ખ્રિસ્તથી બહિસ્કૃત હોમ, એવી જાણે કા માને ઈરછા હોતી હા. 4. તેવો ઇઝરાયલી હા અને દતકપુત્રપણુ , મહિમા, કરશે, નિયમ શાસ્ત્રદાન, ભજનકીયા તથા વચનો તીયાણે જ હાસે. 5. પૂર્વજો તિણેમા હા અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તિણેમાણા હા; તેવે સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઇશ્વર હા. આમીન6ફણ ઇશ્વરના આશાવચનો જાણે કા વ્યર્થ ગયા હોય તેહ કાયની. કેહ કા જેઓ ઇઝરાયલના વંશજો હા તેવે બધાં જ ઇઝરાયલી કાયની. 7. તેહ જ તેઓ ઈબ્રાહિમણા વંશજો હા માટે બધાં જ તીયાણે સંતાનો હા. એવ ફણ કાયની. ફણ એવ નખીન હા કો. ઈસહાક થી તોરે વંશ ગણાય.""8એટલે જેવ દેહિક સંતાનો હા. તેવે ઇશ્વરના સંતાનો હા એવ કાયની; ફણ જેવે વચનના સંતાનો હા, તેવે જ વંશ ગણાતે હા. 9. કેહ કા વચન ઇયા પ્રમાણે હા કા. ઈયા સમયે હાય આવીહિ અને સારાણે દીકરો હોઈ"10. માત્ર હ્તરજ કાયની, તો ભી રીબકાએ ફણ એક થી એટલે આપળે પિતા ઈસહાક થી ગર્ભ ધરીનો 11. અને સંતાનોના જન્મ અગાઉ જ્યાર તિણાહાય કાંઈ ફણ હારું કા ખરાબ કરીન કાયની હોતન. ત્યાર ઇશ્વરનો હેતુ જે તીયાણે પસંદગી પ્રમાણે હા.તે કરણીઓ પાર કાયની , ફણ તેડનારણે ઈરછા પાર આધાર રાખી. 12. માટે રીબકાણે એહ કહવામાં આવકા, મોટો દીકરો નાનાણે ચાકરી કરી. 13. જે પ્રમાણે નખીન હા કા, મયે યાકુબ પાર પ્રેમ રાખશો, ફણ એસાવ પાર દ્રેષ કધો.14. ત્યાર આપળે કાજા અનુમાન કરજે ? કાજા ઇશ્વરને તીયે અન્યાય હા ? ની તેવ ની હોવા જોજે 15. કેહ કા તો મુસાણે કતો હા કે, જીયા ઉપર હાય દયા કરને ચાહ્મ તિયાં ઊપાર હાય દયા કરીહિ અને જિયા ઉપાર હાય કરુણા કરને ચાહ્મ, તિયાં ઉપાર હાય કરુણા કરીહિ. 16. માટે તિત ઈરછનારથી કાયની અને દોડનારથી કાયની. ફણ દયા કરનાર ઇશ્વરથી હોતી હા.17. વલી શાસ્ત્રવચન ફારુનને કત હા કા. તોરે નેધે હાય મારે સામર્થ્ય દેખાડીહિ અને મારે નામ આખી પૃથ્વી પર પ્રગટ હોવી ઇયા કામ માટે માયે તુને ઊભો કધો હા." 18. તે માટે તો ચાહે તિયાં પર દયા કરતો હા. અને ચાહે તીયાણે હઠીલો કરતો હા.19. ત્યાર તું માને કહે કા,એવ હા તો તે કેહ દોષ કાડતો હા ? કેહ કા તીયાણે ઈરછાણે વિરૂદ્ધ કીડો હોઇ હકે કા? 20ફણ ભલો માણસ, તું વલી કીડો હા કા ઇશ્વરણે હામો સવાલ કરતો હા. જી ઘડપણ હા, તી કાજા પોતાણે ઘડનારને પૂછીકા, તુંયે માને એવો કેહ બનાવ્યો? 21. કાજા કુંભારને એકુ જ માટીણે એક ફાગણે ખાસ વાપિરવા માટે તથા બીજાંણે સામાન્ય વાપીરવા માટે પાત્ર બનાવણે માટી પાર અધિકાર કાયની.22. જો ઇશ્વરે પોતાણે કોપ દેખાડવાણી તથા પોતાણે સામર્થ્ય પ્રગટ કરવાણી ઈરછા રાખીને નાશને પાત્ર હોવને કોયણે પાત્રોણે ખણી ધીરજથી સહન કધ. 23. અને જો મહિમાણે માટે અગાઉથી તિયાર કરીના, દયાણે પાત્રો પર. 24. એટલે આપળે પર જેવોહોય તીયે ફકત યહુદીઓ માંથી કાયની. ફણ બિનયહુદીઓમાંથી સંપતિ જાણીવણે તીયાણે મરજી હોતની તો તીમાં ખોટ કાજા?25. જેહ કા તેવે હોશિયાણે પુસ્તકમાં ફણ કઅંત હાકે, જેઓ મારે લોક કાયની હોતને તેવાહાય હાય મારે લોક અને જી પ્રિય કાયની હોતને તીયાણે હાય પ્રિય કહિ. 26. અને એવ બની કા જે સ્થળે તેવાહાય એવ કહવામાં આવન હોતન કા તુમે મારે લોકો કાયની તીયે તેવે જીવતા ઇશ્વરને દીકરા કહવાતા હા.27. વળી યશાયા ઇઝરાયલ સંબંધી બૂમ પાડીને કતા હા કા . હેદ જા ઇઝરાયલના સંતાનોણે સંખ્યા સમુદ્રણી રેતીણે જતરી હોય. તો ફણ શેષ જ ઉદ્ધાર પામી. 28. કેહ કા પ્રભુ પોતાણે વચન વેલ વેલ અને સંપૂર્ણપણે પૃથ્વી પાર અમલ માં નાવી. 29. તેહે જ યશાયાએ આગાલ ફણ કઈન કા, જો સેન્યોણે પ્રભુએ આપળે હારું બીજ રવા દેડ ની હોઈ. તો આપળે હાલ સદોમ અને ગમોરાણે જેવી હોઈ ગોઈ હોત ".30. ત્યાં આપળે કાજા અનુમાન કરજે ? કા બિનયહુદીઓ ન્યાયીપણાણે શોધ કરતે ને કાંઈની. તો ફણ તેઓણે ન્યાયી પણું. એટલે જી ન્યાયી પણું વિશ્વાસથી પ્રાપ્ત હોવ તિ પ્રાપ્ત હોવ. 31. ફણ ઇઝરાયલ ન્યાયી પણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહંચી હકય કાયની.32. કેહ કાયની ? કેહ કા તેવાહાય વિશ્વાસથી કાયની. ફણ જાણત કા કરણીઓથી તીયાણે હોધત ને તેઆહાય ઠોકર ખવડાવનારો પત્થરાથી ઠોકર ખાયી. 33. જેહ નખીન હા કા હેધા હાય સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મુકતો હામ. જે કોઈ તિયાં ઉપાર વિશ્વાસ કરી તી શરમાય કાયની.
1. ભાઈઓ, ઇઝરાયલણે હારું મારે અંત કરણની ઈરછાને ઇશ્વરને માટે પ્રાર્થના હા કા તેવે ઉદ્ધાર પામત. 2. કેહ કા તિણે વિષે સાક્ષી આપતો હામ કા, ઇશ્વર વિષે તિણાહાય આતુરતા હા. ફણ તિ જ્ઞાન પ્રમાણે કાયની. 3. કેહ કા ઇશ્વરને ન્યાયીપણા વિષે અજાણ્ય હોવાણે નેદે પોતાણે ન્યાયીપણાણે સ્થાપન કરને કોશિશ કરતે હોવાથી તિ ઇશ્વરને ન્યાયીપણાણે આપીન હોવને કાયની.4. કેહ કા ખ્રિસ્ત તો બધે વિશ્વાસ રાખનારાહ માટે ન્યાયી પણું પામવાણે નિયમશાસ્ત્રણે સંપૂર્ણતા હા. 5. કેહ કા મુસા ન્યાયીપણાણે નિયમ વિષે નખીન હા કા , જી માણહે નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયી પણું આચિરતાહા. તિ તીયાણે નેદે જીવત હા."6. ફણ જી ન્યાયી પણું વિશ્વાસણે નેદે મિલીન હા તિ એવ કઅંત હા કા, તું તોરે અંત: કરણમાં ની કય કા, સ્વર્ગમાં કાડો ચઢી? એટલે ખ્રિસ્તણે હેઠે નાવણે, 7. અથવા એવ કા, ઊંડાણમાં કીડો ઉતરી? એટલે ખ્રિસ્તણે મરીનામાંથી જીવતો કરને,8. ફણ તિ કાજા ક્તે હા? કા , હિ વચન તોરે પાહિ તોરે મોમાંને તોરે અંત કરણમાં હા." એટલે વિશ્વાસણે જી વચન આમે પ્રગટ કરતે હામ તિ એવ હા. કા 9. જો તું તોરે મોથી ઈસુણે પ્રભુ તરીકે કબૂલ કરે હે ને ઇશ્વરે તીયાણે મરીનામાંથી પાછો જીવતો કરીનો, એવો વિશ્વાસ તોરે અંત: કરણમાં કરે હે, ત્યાં તું ઉદ્ધાર પામે હે. 10. કારણ કા ન્યાયી પણું પ્રાપ્ત કરને હારું અંત: કરણથી વિશ્વાસ કરવામાં આવતો હા ને ઉદ્ધાર પ્રાપ્ત કરને હારું મોંથી કબૂલ કરવામાં આવત હા.11. કેહ કા શાસ્ત્રવચન કત હા કા, ખ્રિસ્ત ઉપાર જી કોઈ વિશ્વાસ કરી તિ શરમાતા કાયની." 12. ઈયે યહુદી ને ગ્રીકમાં કાય તફાવત કાયની. કેહ કા બધાં હે પ્રભુ એકૂ જ હા ને જી તીયાણે વિનંતી કરત હા. તિણે બધાં હ પ્રત્યે તો ખૂબ જ ઉદ્ધાર હા. 13. કેહ કા ' જે કોઈ પ્રભુણે નામે પ્રાથૅના કરી તિ ઉદ્ધાર પામી."14.ફણ જિયાંણે ઉપાર તિણાહાય વિશ્વાસ કધો કાયની, તીયાણે હેવે કેવી રીતે વિનંતી કરી હખાત? વલી જિયાણે વિષે તિણાહાય ઉનાય કાયની, તીયાણે ઉપાર હેવે કેવી રીતે વિશ્વાસ કરી હખાત? વલી ઉપદેશક વગર હેવે કેવી રીતે ઉનાય હખાત? 15. વલી તિણાહાય મોકીન્યાં વગાર હિ કેવી રીતે ઉપદેશ કરી હખાત? જેહ નખીન હા કા, શુભસંદેશ ઉનાવનાર હાય પગલે કેવે હારે હા."16. ફણ બધાં હે તે સુવાર્તા માની કાયની. કેહ કા યશાયા કઅંતો હા કા, હે પ્રભુ આમારે સંદેશો પાર કિડે વિશ્વાસ કધો હા ? 17. એહે સંદેશો ઉનાવાથી વિશ્વાસ હોતો હા ને ખ્રિસ્તણે વચન થકી સંદેશો ઉનાવવામાં આવતો હા.18. ફણ હાય પૂછતો હામ ક કાજા તિણાહાય કાયની ઉનાય? હા ખરેખર આખી પૃથ્વી પાર તિણે અવાજને દુનિયાણે હેડા હુંદી તિણે વચનો ફેલાયા હા."19. વલી હાય પૂછતો હામ કા, કાજા ઇઝરાયલી લોકે જાણતે ને કાયની પેલો મુસા કઅંતો હા કા , જેવે પ્રભુ કાયની તેવા લોકો પાર હાય તુમારેમા ઈર્ષા ઉત્પન્ન કરી હિ, અણ સમજુ પ્રભુ ઉપાર હાય તુમારે માં ક્રોધ ઉત્પનન કરી હિ.20. વલી યશાયા ખૂબ જ હિંમતથી કઅંતો હા કા, જેવે માને હોધતે ને કાયની તિણાહાય હાય મિલીનો, જેવે માને હોધતે ને કાયની તિણે આગાલ હાય પ્રગટ હોવનો" 21. ફણ ઇઝરાયલ વિષે તો તે કંતો હા કા.આખો દીહિ ની માનનારે ને વિરૂદ્ધ બોનનારે લોકાહા ફણી માયે મારે હાથ લાંબા કરીનાં.
1. ત્યાં હાય પૂછતો હામ કા, ઇશ્વરે પોતાણે લોકોહોય તજી દેહે હા? ની એવ ની હોવા જોજે કેહ કા હાય ફણ ઇઝરાયલી, ઈબ્રાહિમણે વંશણો ને બિન્યામીનના કુળનો હામ. 2. પોતાણે જી લોકાહાય ઇશ્વરે આગાલથી પસંદ કરીને હોતને. તિણાહાય તિયે તજીને કાયની. વલી એલિયા સંબંધી શાસ્ત્રવચન કાજા કત હા. હિ તુમે કાયની જાણતે? તી ઇઝરાયેલણે વિરૂદ્ધ ઇશ્વરને વિનંતી કરત હા કા. 3. ઓ પ્રભુ તિણાહાય તોરે પ્રબોધકોણે મારી નાખશો હા, તોરે પક્ષવેદીણે ખોધી નાખી હા, હાય એખનો જ બર્યૉ હામુ, ને તિ મારે જીવ નેણે માગતે હા."4. ફણ ઇશ્વરવાણી તીયાણે કાજા કતિ હા.? જેવે બઆલણે આગલ ઘૂંટણે પડીના કાયની હેવા સાત હજાર પુરુષોણે મયે મારે ફાગ રાખી મુકચા હા." 5. એહ જ વર્તમાન સમયમાં ફણ કૃપાણે પસંદગી ખૂબ ઓછે લોકો રઈને હા.6ફણ જો તે કૃપાથી હોવ, તો તિ કરણીઓથી હોવ કાયની, ને તે કૃપા તે કૃપા ક્વાય જ ની. 7. એટલે કાજા? ઇઝરાયલ જી હોદત હા તિ તિણાહાય પ્રાપ્ત હોવ કાયની. ફણ પસંદ કરીનાહાય પ્રાપ્ત હોવ ને બાકીણા, હ્રદયોણે કઠણ કરવામાં આવને હા. 8. જેહ નખીન હા તેહ કા, ઇશ્વરે તિણાહાય આજ દિન હુધિ મંદબુદ્ધિણો આત્માં, હેદી ની હખાત તેવા ડોલા ને ઉનાય ની હખાત તેવા કાન આપચા હા.9. દાઉદ ફણ કતો હા કા, તિણે મેજ તિણે માટે જાળ, ફાંસો, ઠોકરને બદલો હોવો. 10તિણે ડોલા અંધકારમય હોવા કા જેથી તિણાહાય હેધી ની હખાય ને તિણે પીઠ કાયમ વાંકી વલી."11. ત્યાર હાય પૂછતો હામ કા ,કાજા તિણાહાય હીયાંણે નેધે ઠોકર ખાધી કા તેવે પડી જાત? ની, હેવ ની હોવા જોજે, ફણ ઉલટ તિણે પડવાથી બિનયહુદીઓણે ઉદ્ધાર મિલીનો હા. કા જીયાથી ઇઝરાયલમાં ઈર્ષા ઉત્પન્ન હોવી. 12. હવે જો તિણે પડવાથી માનવજગતણે સંપતિરૂપ હોવ હા, ને તિણે નુકશાન બિનયહુદીઓણે સંપતિરૂપ હોવ હા. તો તિણે સંપૂર્ણતા કતરી અધિક સંપત્તિરૂપ હાસે.13. હવે હાય તુમે બિનયહુદીઓણે કતો હામ. હાય મારે સેવાકાર્ય ખૂબ જ મહત્ત્વણ માનતો હામ. કારણ કા હાય બિનયહુદીઓણે પ્રેરિત હામ. 14. જેહ હાય કોઈ પણ પ્રકારે મારે પોતાણે લોકો યહુદીઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને તિણેમાણે કતરાં કણે બચાવ.15. કેહ કા જો તિણે નકાર હોવાથી માનવજગતણે ઇશ્વર હારી સમાધાન હોવ. તો તિણે સ્વીકાર હોવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બજ કાજા હોય.? 16. જો પેલ ફળ પવિત્ર હા. તે આખો સમૂહ ફણ પવિત્ર હા. ને જો મુલે પવિત્ર હા તે ડાળખે ફણ પવિત્ર હા.17. ફણ જો ડાલખામાણે કતરેક તોડી નાખવામાં આવે. ને તું જંગલી જંતુનની ડાલખી હોવા છતાં તિણે માં કલમરૂપે મેલવાયો ને જૈતુનને રસ ફરીના મુલાણે સહભાગી હોવો. 18. તો હિ ડાલખાહ પાર તું ગર્વ ની કર. તો ઈ બી જો તું ગર્વ કરે તો મુલાણે તોરે આધાર કાયની ફણ તુને મુલાણે આધાર હા.19. વલી તું કઅંતો હા કા, ' હાય કલમરૂપે મેલવામ માટે ડાલખે તોડી નાખવામાં આવે." 20. બરાબર, તિણે અવિશ્વાસણે નેધે તિણાહાય તોડી નાખવામાં આવી, ને તું તોરે વિશ્વાસથી સ્થિર ર અંતે હા. ગવિષ્ઠ ની હો, ફણ બીક રાખ. 21. કેહ કા જો ઇશ્વર અસલ ડાલખાણે બચાવતો કાયની. ત્યાં તો તુને ફણ ની બચોવ.22. તો બી ઇશ્વરણે મહેરબાની ને તીયાણે સખતાઈ ફણ જો, જેવે પડી ગયે તિણે ઉપાર ને સખતાઈ, ફણ જો તું તીયાણે કૃપા ટકી રય તો તોરે ઉપાર ઇશ્વરણે કૃપા કાયની તો તુને ફણ કાપી નાખવામાં આવતો હા.23. ફણ જો હેવે પોતણે અવિશ્વાસમાં રતે કાયની તો તિણાહાય ફણ કલમરૂપે મેલવી કેહ કા ઇશ્વર તિણાહાય કલમરૂપે પાછો મેલવી અખતો હા. 24. કેહ કા જી જૈતુનને ઝાડ કુદરતી રીતે જંગલી હોતન તિમાથી જ તુને અલગ કરવામાં આવનો ને હાર જૈતુન ને ઝાડમાં કુદરત થી વિરૂદ્ધ કલમ રૂપે મેલીવવામાં આવનો. તો ત્યાં કરતાં અસલ ડાલખ તીયાણે પોતાણે જૈતુનને ઝાડમાં કલમરૂપે પાછી મેલવાય તે કતર વિશેષ શક્ય હાસે?25. કેહ કા ભાઈઓ તુમે પોતાણે બુદ્ધિમાન ની હમજા ને મારે ઈરછા કાયની કા હિયા ભેદ વિષે તુમે અજાણયા રત કા બિનયહુદીઓણે સંપૂર્ણતા માંહે આવે તિયાં હુદી ઇઝરાયલણે કતરોકા ભાગ કઠિન હોતી હા.26. ને ફૂટી બધે ઇઝરાયલ ઉદ્ધાર પામી. જેહ નખીન હા. સિયોનમાંથી ઉદ્ધાર આવી તિ યાકૂબમાંથી અધમૅણે દૂર કરી. 27. હાય તિણે પાપણે નિવારણ કરીહુ ત્યાર તિણે હારીણો મારે કરાર પૂરો હોઈ.28. સુવાર્તાણે સંદર્ભ તો તુમારે નેધે તેવે શત્રુ હા ખરે. ફણ પસંદગીણે સંદર્ભમાં તો પૂર્વજોણે નેધે તિ તીયાણે વહાલે હા. 29. કેહ કા ઇશ્વરને કૃપાદાન ને તેડ રદ જાય હેવ કાયની.30. કેહ કા જેહ તુમે આગાલ ઇશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હોતને. ફણ હમે તિણે અનાજ્ઞાંકિતપણાણે કારણથી તુમે દયાપાત્ર બનીને હા. 31. તેહે જ તેવે ફણ હમે અણ કહ્યાગરા હોવે હા. હિયા માટે કા. તુમાંરે પાર દર્શાવેલી દયાણે કારણે તિણાહાય ફણ હમે દયાદાન મિલે. 32. કેહ કા ઇશ્વરે બધાં હે આજ્ઞાભંગને આધીન ઠારાવ્ય હા. હિ સારું કા તિ બધાહ ઉપાર દયા કરે.33. ઓહો! ઇશ્વરણે બુદ્ધિણે, ને જ્ઞાનની સંપતિ કેવી હારી હા ? તીયાણે ન્યાયચુકાદો કેવો ગૂઢને તીયાણે માર્ગો કેવા અગમ્ય હા? 34. કેહ કા પ્રભુણે મન કીડે જાઈણ હા ? અથવા તીયાણે સલાહકાર કીડો હોવા હા!35. અથવા કીડે તીયાણે પેલ્લ કાંઈ આપચ. કા તિ તુને પાછો ફરી આપવામાં આવી? 36. કેહ કા તિયાં માથી ને તિયા વડે, તથા તીયાણે અર્થે બંધ હા. તીયાણે સર્વકાળ મહીમા હા. આમીન
1. તેથી, ભાઈઓ, હાય, તુમાહાય વિનંતી કરતો હામ કા, ઇશ્વરણે દયા પ્રાપ્ત કરને તુમે તુમારે શરીરને જીવતું, પવિત્ર ને ઇશ્વરને પસંદ પડે તેવ અર્પણ કરા,તે તુમારે બુદ્ધિપૂર્વક સેવા હા. 2. ઇયા જગતણે રૂપ તુમે ની થરા; ફણ તુમારે મનની નવીનતાણે યોગે તુમે પૂર્ણ રીતે પરિવર્તન પામાં. જેથી ઇશ્વરને હારી માન્ય ને સંપૂર્ણ ઇરછા કાજા હા, તે તુમે જાણી શકાત.૩. વલી માને આપીના કૃપાદાનને આશરે હાય તુમાંરેમાંણા દરેક જણાહાય કતો હામ કા, પોતાણે જેવો ગણવા જોજે ત્યાં કરતાં વિશેષ ની ગણવો. ફણ જિયા પ્રમાણે ઇશ્વરે દરેકણે વિશ્વાસણે માપ વહેંચી આપ્ચો હા. ત્યાં પ્રમાણે દરેકે પોતાણે યોગ્ય ગણવો.4. કેહ કા જેહ આપડે શરીરણે ખણા અંગ હા ને તિણે બધાંહાય એકુંજ કામ કરવાંણ હોત કાયની. 5. તેહ આપડે ખણે હામ છતાં ખ્રિસ્તમાં એક શરીરને હાસે ને અરસ પરસ એકબીજાંણે અંગો હાસે.6. આપાડાહાય જે કૃપા આપવામાં આવી હા ત્યાં પ્રમાણે આપાડાહાય જુદાં જુદાં કૃપાદાન મિલીના હા. તો બી જો બોધ કરવાણ કૃપાદાન મિલીન હોય, તો પોતાણે વિશ્વાસણે પ્રમાણમાં તીયાણે બોધ કરવાણો; 7. અથવા જો સેવાણ, તો સેવામાં લાગુ રવાણ, વલી જો શિક્ષક હોય તીયાણે શિક્ષણ આપવામાં લાગુ રહવાણ. 8. જી સુબોધ કરનાર, તીયાણે સુબોધ કરવામાં વ્યસ્ત રવાણ, જી દાન આપતો હા, તીયાણે ઉદારતાથી આપવાણ , જી અધિકારી હા તીયાણે ખંત થી અધિકાર ચાનીવાણો ને જી દયા રાખતો હા. તીયાણે હર્ખથી દયા રાખવાણી.9. તુમાંરે પ્રેમ ઢોંગ વગરનો હોય. જી ખરાબ હા તીયાણે ધિક્કરાવાણ; જી હાર હા તીયાણે વિલગી રવાણ. 10. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એક બીજા પાર રાખવાણો; માન આપવાણ પોતાણે કરતાં બીજાંણે અધિક ગણવાણો.11. ઉધોગમાં આળસુ ની હોવાણ, આત્માંમા ઉત્સાહી હોવાણ, પ્રભુણે સેવા કરવાણી, 12. આશામાં આનંદ કરવાણ; સંકટમાં ધીરજ રાખવાણી પ્રાથૅનામાં લાગુ રવાણ; 13. સંતોણે જરૂરિયાતો પૂરી પાડવાણી; પરોણાગત કરવામાં તત્પર રવાણ.14. તુમાંહાય સતાવનારાહાય આશીર્વાદ આપા; આશીર્વાદ જ આપા શ્રાપ આપતા નખા. 15. આનંદ કરનારા હારી આનંદ કરા. રડનારાહ હારી રડા. 16. અરસ પરસ એક મનના હોવા, તુમારે મન મોટી મોટી બાબતો પાર ની લગાડા. ફણ નમ્ર ભાવે દીનોણી કાળજી રાખા. તુમે પોતાણે બુદ્ધિમાન ની હમ જા.17. દુષ્ટતાણે હામાં દુષ્ટતા ની આચરા, બધાં માણાહાણે નજરમાં જી હોબત હા. તિ કરને કાળજી રાખા. 18. જો શક્ય હોય, તો ગમે તેહ કરીને બધા માણાહાણે હારી હેલી મિલી ને રવાણ.19. ઓ વ્હાલાંઓ, તુમે હામે વેર ની વાલા, ફણ ઇશ્વરના કોપણે માટે માર્ગ મુકા, કેહ કા નખીન હા કા, પ્રભુ કતો હા કા, વૈર વાલવ હિ મારે કામ હા, હાઈ બદલો ને હિ. 20. ફણ જો તુમારે વૈરી ભૂખ્યો હોય તો તીયાણે ખાવદાવ; જો તરસ્યો હોય તો તીયાણે પાણી પા, કેહ કા હેવ કરવાંથી તું તીયાણે માથા પાર ધગધગતા અંગારાણે ઢગલા કરે હે. 21. દુષ્ટતાથી તું હારી ની જા. ફણ ભલાઈથી દુષ્ટતાણો પરાજય કર
1. દરેક માણાહાણે મુખ્ય અધિકારીઓણે આધીન રવાણ, કેહ કા ઇશ્વરણે તરફથી ની હોય એવો કોઈ અધિકાર હોતનો કાયની; જે અધિકારીઓ હા તેવા ઇશ્વરથી નીમાયના હા. 2એટલે અધિકારીણે હામ જી હોત હા. તિ ઇશ્વરને ઠારાવ વિરૂદ્ધ હોત હા અને જેવે વિરૂદ્ધ હોતે હા તેવે પોતાણે પાર શિક્ષા વહોરી નેતે હા.3. કેહ કા હાર કામ કરનારાણે અધિકારીણે બીક કાયની. ફણ ખરાબ કામ કરનારાણે હા. અધિકારીણે તુ ને બીક ની નાગે, તેવી તોરે ઈરછા હા? ત્યાં તું હાર કર એટલે તે તોરે પ્રશંસા કરી. 4કેહ કા તોરે હિતણે અર્થે તે ઇશ્વરણે કારભારી હા ફણ જો તું ખરાબ કરે તો બીક રાખ,કેહ કા તો કારણ વગાર તલવાર રાખતો કાયની; તો ઇશ્વરનો કારભારી હા, એટલે ખરાબ કરનારાણે તો કોપરૂપી બદલો આપનાર હા. 5. ત્યાં માટે કેવળ કોયણે બીકથી જ કાયની, તોય બી પ્રેરકબુદ્ધિણે ખાતર ફણ તુમારે તીયાણે આધીન રવા જ જોજે.6. વલી હિયા કારણ તુમે કર બી ફરતે હા. કેહ કા અધિકારીઓ ઇશ્વરણે સેવક હા. એ ત્યાં જ કામમાં લાગુ રતા હા. 7દરેકણે તિણે જે હક હોય તે આપા; જિયાંણે કરનો તીયાણે કર, જિયાંણે દાન તિયાંણે દાન; જિયાંણે બીકણો તિયાંણે બીક; જિયાંણે માનનો તિયાંણે માન.8. એકબીજા ઉપાર પ્રેમ રાખવાણો હિયા સિવાય બીજ દેવ કોઈણે ની કરવ, કેહ કા જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખતો હા તિયે નિયમશાસ્ત્રણે પુરેપુર પાલીન હા. 9. કારણ કા તોરે વ્યભિચાર ની કરવો, ખૂન ની કરવ, ચોરી ની કરવ, લોભ ની રાખવાણો એવી જે આજ્ઞાઓ હા. તિણે સાર ઈયા વચનમાં હમાયેન હા. પોતાણે પડોશી પાર પ્રેમ રાખવાણો." 10. પ્રેમ પોતાણે પડોશીણે કાંઈ ખોટ કરતો કાયની, એટલે પ્રેમ હો નિયમશાસ્ત્રણે સંપૂર્ણ પાલન હા.11. સમય પારખીને હિ યાદ રાખા કા હમે તુમારે ઊંઘમાંથી ઉઠવાણી વેલા આવી ચૂકી હા; કારણ કા જીએ વેલાએ આપડે વિશ્વાસ કરને મંડીને, ત્યાં કરતાં હાલમાં આપડે ઉદ્ધાર નજીક આવનો હા. 12. રાત ખણી ગોઇ હા. દીહિ પાહિ આવતો હા; એટલે આપડે અંધકારને કામો તજી દેઈને પ્રકાશણે હથિયાર સજીયે.13. દિહિણ જેહ બને તેહ આપડે શોભે તિયે રીતે વર્તીજે; મોજશોખમાં ને નશામાં કાયની, વિષયભોગમાં ને વાસનામાં કાયની, ઝઘડામાં ને અદેખાઈમાં કાયની.
1. વિશ્વાસમાં જો નબળો હોય તિયાંણે અંગીકાર કરા, ફણ શંકા પડતી બાબતોણે વાદવિવાદણે માટે કાયની. 2. કોઈ ણે વિશ્વાસ તે એવો હા કા તિ બધ જ ખાત હા, ફણ કોઈ તે વિશ્વાસમાં નબળો હોવાંણે નેધે શાકભાજી જ ખાતો હા.3. જી ખાત હા તિયાંણે ની ખાનારાણે તુચ્છ ની ગણવો, ને જી ખાતો કાયની તિયાંણે ખાનારાણે અપરાધી ની ઠરાવવો; કારણ કા ઇશ્વરે તિયાંણે સ્વીકાર કર્યો હા. 4. તું કીડો હા કા બીજાણે નોકરણે અપરાધી ઠરાવે? તિયાંણે ઉભ રવ કા પડવ તી તિયાંણે પોતાણે માલિકણે હાથમાં હા. ફણ ઊભો રાખવામાં આવી, કેહ કા પ્રભુ તિયાંણે ઊભો રાખવાણે સમર્થ હા.5. કોઈ એક તે અમુક દિહિણે બીજા દિહિ કરતાં વધારે પવિત્ર માનતે હા. ને બીજા બધા દિહિણે હરખા ગણતે હા. બધાં હે પોતપોતાણે મનમાં સંપૂર્ણ ખાતરી કરવાણી. 6. અમુક દિહિણે જ પવિત્ર ગણતે હા. તિ પ્રભુણે માટે તિયાંણે પવિત્ર ગણતે હા. જી ખાત હા તિ પ્રભુણે માટે જ ખાત હા. કેહ કા તિ ઇશ્વરને આભાર માનત હા; ને જી કાયની ખાતો તો પ્રભુણે માટે કાયની ખાતો ને ઇશ્વરનો આભાર માનતો હા.7. કેહ કા આપડેમાંણે કોઈ ફણ પોતાણે અર્થે જીવતો કાયની ને કોઈ પોતાણે અર્થે મરતો કાયની. 8. કારણ કા જીવતે હામ, તે પ્રભુણે ખાતર જીવતે હામ. અથવા જો મરતે હામ. તો પ્રભુણે ખાતર મરતે હામ; તિયાં માટે ગમે તે આપડે જીવ જે કા મરજે, તો ફણ આપડે પ્રભુણે જ હામ. 9. કેહ કા મરીન ને જીવતે બેયાહાય પ્રભુ હોય, હિયા કારણથી ખ્રિસ્ત મરણ પામીને ને પાછો જીવતો હોવો.10. ફણ તું પોતાણે ભાઈણે કેહ અપરાધી ઠરાવતો હા? તું પોતાણે ભાઈણે કેહ તુચ્છ ગણતો હા ? કેહ કા આપડે બધાં હે ઇશ્વરને ન્યાયસનની આગાલ ઉભ રવા પડી. 11. હેવ નખીન હા કા, પ્રભુ કહતો હા કા, મારે જીવણા સમ કા, બધે ઘૂંટણે મારી આગાલ વાંકે વલી ને દરેક જીભ ઇશ્વરને સ્તુતિ કરી.12. હિયા માટે આપડે બધાં હે પોતપોતાણે હિસાબ ઇશ્વરને આપવા પડી. 13. તે હવે થી આપડે એકબીજાણે ફણ તિયાં કરતાં કોઈએ પોતાણે ભાઈણે માર્ગમાં ઠેસ કો ઠોકરરૂપ કાંઈ મુકવ ની. એવો નિયમ કરવો, તિ હારું હા.14.હાય જાણતો હામ કા, પ્રભુ ઈસુમાં માને પૂરેપૂરી ખાતરી હા કા, કોઈ ફણ ચીજ જાતે અશુદ્ધ કાયની; તો બી જિયાંણે જી કાંઈ અશુદ્ધ નાગત હા તિયાં માટે તિ અશુદ્ધ હા. 15. જો તોરે ભોજનને નેધે તોરે ભાઈણે ખેદ હોતા હા તો તે બાબતમાં તું પ્રેમણે નિયમ પ્રમાણે વર્તતા કાયની. જિયાંણે હારું ખ્રિસ્ત મરણ પામીનો તિયાંણે નાશ તું તોરે ભોજન થી કર.16. તે તુમારે જે હારું હા તિયાં વિષે ખોટ બોનાય એવ હોવા ની જોજે. 17. કેહ કા ઇશ્વરને રાજ્ય તો ખાવા પીવામાં કાયની ફણ ન્યાયીપણામા, શાંતિમાં ને પવિત્ર આત્માથી મિલતા આનંદ માં હા.18. કેહ કા તિયાં બાબતમાં જી ખ્રિસ્તણે સેવા કરત હા. તિ ઇશ્વરને પસંદ તથા માણાહાણે માન્ય હોવ હા. 19. ત્યાં જે બાબતો શાંતિકારક હા ને જેવી રીતે આપડે એકબીજાણે હુધારો કરી હખશે તેવ હા તિયાંણે પાછલ આપડે લાગી રવાણ.20. ખાવાણે કારણે ઇશ્વરને કામ તોડી ની પાડા, બધ શુદ્ધ હા ખરું ફણ તી ખાવાથી જિયાંણે ઠોકર વાગતી હા. તિયાં માણાહાણે માટે તિ ખોટ હા. 21માંસ ની ખાવા, દ્રાક્ષરસ ની પીવો ને બીજી જે કોઈ બાબતથી તોરે ભાઈ ઠોકર ખાતોહા, તિ ની કરવ તિ તુંને ઉચિત હા.22. જો વિશ્વાસ તુ ને હા તો તોરે પોતામાં ઇશ્વરની સમક્ષ રાખ. પોતાણે જી વાજબી નાગત હા.તે બાબતમાં જી પોતાણે અપરાધી ઠરાવતો કાયની તિ આશીર્વાદિત હા. 23. ફણ જિયાંણે જિયા વિષે શંકા રહતી હા, તે જી તી ખાત હા તે તિ અપરાધી ઠરત હા. કેહ કા તો વિશ્વાસથી ખાતો કાયની. ને જી વિશ્વાસથી કાયની તિ બધ તે પાપ હા
1. હવે નિર્બળો હોય નબળાઈણે માનવી નેવાણ ને પોતાણે ખુશી પ્રમાણે ની કરવ, હિ આપડે શક્તિમાનોણે ફરજ હા.
1. વલી આપડે બેન ફેબી જે કેંખ્રિયામાંણી વિશ્વાસી સમુદાયણી સેવિકા હા. તિયેણે માટે હાય તુમાહાય ભલામણ કરતો હામ કા, 2. સંતોણે ઘટે તેવી રીતે તુમે પ્રભુણે નેદે તિયેણે અંગીકાર કરા. ને જે કોઈ બાબતમાં તિયેણે તુમારે મદદણે જરૂર પડે તિમા તુમે તિયેણે સહાય કરજા; કેહ કા તે પોતે માને ને ખણાહાય ફણ સહાય કરનારી હોવી હા.3. ખ્રિસ્ત ઈસુમાં મારે હારી કામ કરનારે પ્રિસ્કા ને આકુલાસણે સલામ કહે જા; 4. તિણાહાય મારે જીવણે માટે પોતાણી ગરદન થરી હા; તિણે ઉપકાર એખનો હાય જ કાયની, ફણ બિનયહુદીઓમાંણા બદે વિશ્વાસી સમુદાય ફણ માનતે હા. 5. વલી તિણે ખરમાં જી વિશ્વાસી સમુદાય હા તિયેણે સલામ કહે જો. મારે વહાલો અપાઈનેતસ જો ખ્રિસ્તણે હારું આસિયાણે પ્રથમ ફળ હા, તિયેણે સલામ કહે જો.6. મરિયમ જીએ તુમારે માટે ખણી મહેનત કદી તિયેણે સલામ કહે જો. 7. મારે સગા ને મારે હારીણા બધીવાન આંદ્રોનિકસ ને જુનીયાસણે સલામ કહે જો.તેવા પ્રેરિતોમાં જાણીતા હા ને મારે આગાલ ખ્રિસ્તમાં આવના હોતના. 8. પ્રભુમાં મારે વ્હાલા આપ્લિયાતસણે સલામ કજા.9ખ્રિસ્તમાં આમારે હારી કામ કરનાર ઉર્બાનસણે ને મારે વ્હાલાં સ્તાખુસણે સલામ કહે જો. 10. ખ્રિસ્તમાં માનવતા આપોલસણે સલામ કહે જો. આરીસ્તોબુલસ ખરનાંહાય સલામ કહે જો. 11. મારે સગા હેરોદિયાણે સલામ કહે જો. નાકીસસણા ખરમાણે જેવે પ્રભુમાં વિશ્વાસી હા. તિણાહાય સલામ કહે જો.
1કરિથમાંણા ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે, ને જિયાણે ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવને,જિણહાય શિષ્ય તરીકે હાદવામાં આવને ને બદે જાગે આપણે પ્રભુ એટલે તિણાહાય ને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નામે પ્રાર્થના કરતે હાસે તી બદાહાય. 2આપળે ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તણે પ્રેરિત હોવાણે તેડાયેનો પાઉલ ને ભાઈ સોસ્થનેસ નખતો હા. 3આપણે પિતા ઈશ્વર તરફથી ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તુમાહાય કૃપા ને શાંતિ હોય.4ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરણે જે કૃપા તુમાહાય આપવામાં આવી હાશે,તીયા ફાગ હાય તુમારે વિષે મારે ઈશ્વરણે આભાર માનતો હામ; 5કેહ કા જેહ ખ્રિસ્ત વિષે આમારે સાક્ષી તુમારે માં દ્રઢ હોવી તેહે, 6બદ બોનવામાં ને બદ જ્ઞાનમાં, તુમે સર્વ પ્રકારે તિયામાં ભરપૂર હોવા.7જિયાથી તુમાહાય કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ નખે રતે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી વાટ હેદતેમ. 8તુમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દિવસે નિર્દોષ માલુમ પળજે.હિયા ફાગ તે તુમાહાય છેન્ને હુદી મજબૂત રાખી. 9જિયા ઇશ્વરે તુમાહાય તીયાણે દીકરો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે સંગતમાં હાદીને તી વિશ્વાસુ હાસે.10હવે, ભાઈઓ હાય આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નામે તુમાહાય વિનંતી કરતો હામ કા તુમે બંદે દરેક બાબતમાં એકમત હોવા,તુમારેમાં પક્ષ પડવા નખે દેતે એકુજ મનણે ને એકુજ મતણે હોયને પૂર્ણ ઐકયમાં રયા. 11મારે ભાઈઓ,ઈ અતરા માટે કતોહામ કા તુમારે સંબંધી કલોએણે ખરણે માણહાય તરફ્થી માને ખબર મિલી હાશે કા તુમારેમાં વાદવિવાદ પડ્યા હાશે.12એટલે મારે કવાણો અર્થ ઓ હાશે કા,તુમારે માણો કોઇ કય કા, હાય પાઉલણે હામ;કોઈ કય કા હાય આપોલસણે હામ, કોઈ કય કા હાય તે કેફાણે હામ,ને કોઈ કય કા હાય ખ્રિસ્તણે હામ.''' 13ખ્રિસ્તણે ફાગ હોવે કા?ને પાઉલતુમારે માટે વધસ્તંભ જડાયો હાશે?ને તુમે પાઉલણે નામે બાપ્તિસ્મા પામીએ હશે?14હાય ઈશ્વરણે સ્તુતિ કરતો હામ કા ક્રિસ્પસ ને ગાયસ સિવાય મયે તુમારે માણહાય કોયણે બાપ્તિસ્મા કદ નાથ. 15ફલેની એહ ની હોવે કા તુમે મારે નામે બાપ્તિસ્મા પામીને હોતને. 1616) વળી સ્તેફનણે કુટુંબણે ફણ મયે બાપ્તિસ્મા કદંન હાશે હીયા સિવાય મયે કોઈ બીજાણે બાપ્તિસ્મા આપ્ચ કાયની હા તીયાણે માને ખબર કાયની હાશે.17કારણ કા બાપ્તિસ્મા કરણે કાયની ફણ સુવાર્તા પ્રગટ કરણે હારું ખ્રિસ્તે માને મોકીનોહા;હી કામ વિદ્રુતાથી ફરીને પ્રવચનથી ફણ કાયની ફણ એહે ની હોવે કા ખ્રિસ્તણે વધસ્તંભ નિરર્થક હોય.18કેહેકા નાશ પામનારા હાય તે વધસ્તંભણે વાત તે મુર્ખતા જેવી નાગતી હા.ફણ આમે ઉધ્દ્વાર પામનારા હાય તે ઇશ્વરણે સામર્થ્ય હાશે. 19કેહેકા નખીન હાસે કા હાય જ્ઞાનીઓણે ને.ડહાપણ ને નાસ કરી ને બુધ્ધિમાનીહી બુધ્ધિણે નિરર્થક કરહિ.20જ્ઞાની કા હાશે? ને શાસ્ત્રી કા હશે? ને ઈયા જમાનાણે વાદવિવાદ કરનારે કા હાશે?ને ઇશ્વરે જગતણે ડહાપણને મૂર્ખતા ઠરાવી કાયની હાશે? 21કેહેકા જિયા ઇશ્વરે પોતાણે જ્ઞાન પ્રમાણે નિર્માણ કદ હા તેહે જગતે પોતાણે જ્ઞાન વડે ઇશ્વરને ઓલખિયો કાયની હાશે તિયા જગતે તિયાણે મુર્ખ ગણતે હાશે તે સુવાર્તા પ્રગટ કરવા દ્રારા વિશ્વાસ કરનારાહાય ઉધ્ધાર કરવાણા ઇશ્વરણે પસંદ પયળ.22યહુદીઓ ચમત્કારી ચિન્હ માગતેહા, ને ગ્રીક માણેહે જ્ઞાન હેદતેહ હા. 23ફણ આમે તે વધસ્તંભે જડાયનો ખ્રિસ્તણે પ્રગટ કરતે હામ તીતે યહૂદીઓણે અવરોધ રુપ હાશે ને ગ્રીક માણહાય મૂર્ખતા રુપ નાગત હા.24ફણ જિણહાય તેડવામાં આવને પુઠી તી યહુદી હોય કા ગ્રીક હોય તીણહાય તે ખ્રિસ્ત હેજ ઇશ્વરણે સામર્થ ને ઇશ્વરણે જ્ઞાન હા. 25કારણકા માણહાયણે જ્ઞાન કરતા ઇશ્વરણે મુર્ખતામાં વિશેષ જ્ઞાન હા,ને માણહાણે શક્તિ કરતા ઇશ્વરણે નિર્બળતા માં વિશેષ શક્તિ હા.26ભાઈઓ ઇશ્વરણે તુમહાય હાદવામા લક્ષમાં રાખા કા માનવીય થોરણ પ્રમાણે તુમારે માણે ઘણે જ્ઞાની કાયની હોતને, ને પરાક્રમી નાથ હોતને,ને ઉચ્ચ કુળ મા જન્મીને કાયની હોતને. 27ફણ ઇશ્વરણે જ્ઞાનથી હરમાવણે હારું દુનિયાણે મુખોંણે ને શક્તિમનોહોય હરમાવણે હારું દુનિયાણે નિર્બળોહી પસંદ કરવામાં આવે.28ફણ જી મોટે માનતે હાશે તિણહાય ની જેવે કરવા ફાગુ ઈશ્વરે દુનિયાણે અકુલીનોહી, ને ધિક્કાર પામીને,ને જી કાય વિસાતમાં કાયની હા તીણહાય પસંદ કરવામાં આવે. 29કા કોઈ માણહ ઇશ્વરણે આગાલ અભીમાન ની કરે.30ફણ ઇશ્વરણે કૃપાથી તુમે ઈસુ ખ્રિસ્તમા હા તીતે ઇશ્વરણે તરફથી આપણા બદાહાય ફાગ જ્ઞાન ને ન્યાયીપણુ ને પવિત્રતા ને ઉધ્દ્રાર હોવી હાશે. 31નખીન હાશે કા જી કોઈ ગર્વ કરે તી પ્રભુમાં ગર્વ કરવા જોજે.''''
1ભાઈઓ હાય જીયા તુમારે પાહાય આવો તિયા તુમાહાય ઈશ્વર વિશેણી સાક્ષી પ્રગટ કરણે ઉત્તમ વક્તૃત્વ કા જ્ઞાન દેખાળીને આવનો કાયની. 2કેહેકા ઈસુ ખ્રિસ્ત, જો વધસ્તંભે જડાયનો, તિયા સિવાય હાય તુમારે હારી રઈને બી જ કાયની જાણ હાય એવો મયે નિશ્ચય કદનો.3હાય નિર્બળતામાં ને ફયમાં ને ખણી થુજારીમાં ને તુમારે હારી હાય રતનો. 4મારે વાતણે ને મારે પ્રચારણે આધાર માનવી જ્ઞાનણે મનોહર ફાસા ઉપાર નિર્ભર કાયની હોતન, ફણ પવિત્ર આત્મા ને સામર્થ્યણે પ્રમાણ પાર હોતન. 5તુમારે વિશ્વાસણે આદાર માણહાય જ્ઞાન પાર કાયની ફણ ઈશ્વરણે સામર્થ્ય પારુ જ હા.6જો અનુફવી હાશે તિણે હારી આમે જ્ઞાનણે વાત કરતે હામ, ફણ તી ઈયા જમાનાણે જ્ઞાન કાયની ફણ ઈયા જમાનાણે નાશ પામનારે અધિકારીહીં જ્ઞાન ફણ કાયની; 7ફણ ઈશ્વરણે જ્ઞાન, એટલે જી ગુપ્ત રાખીન જ્ઞાનને સૃષ્ટિણે આરંભ પૂર્વથી ઈશ્વરે આપણે મહિમાણે હારું નિર્માણ કદ હા,તીણહાય વાત આમે મર્મમાં બોનતે હામ.8ઈયા જમાનાણે અધિકારીહીં માણે કોયણે તીયા જ્ઞાનણે હમાજ કાયની હા; કેહેકા તીણેમા હમાજ હોતીતે તી મહિમાવાન પ્રભુણે વધસ્તંભે જળતે ની. 9ફણ નખીન હાશે કા, “જે બાબત આંખે હેજ્જ કાયની હા, કાને ઊનાય કાયની હા,જિયા માણાહાણે મન માં પ્રવેશી કાયની હા ,જે બાબત ઈશ્વરે પોતાણે પ્રેમ કરનારાહાય ફાગ તિયાર કદ હા.10તી તે ઈશ્વરે પોતાણે પવિત્ર આત્માથી આપણાહાય પ્રગટ કદે હા;" કેહેકા આત્મા બદાહાય હાશે , ઈશ્વર ણે ઊંડા વિચારણે ફણ હેદતો હા. 11કેહેકા કોઈ માણાહાણે વાત તે માણહામાં જે આત્મા હાશે તે સિવાય કાણ માણહ જાણે? હેહેજ ઈશ્વરણે આત્મા સિવાય ઈશ્વરણે વાત બી જ કોઈ જાણત કાયની.12ફણ આમે જગતણે આત્મા કાયની ફણ જે આત્મા આમહાય ઇશ્વર તરફથી આપવામાં આવો હા તી આત્મા આમે પામીએ હામ;જિયાથી ઇશ્વરે આપણાહાય જે બાબત આપી હા તી આમે જાણતે હામ. 13તીજ આમે બોનતેમ. માણહાય જ્ઞાન હિખવાણી ફાસામાં કાયની,ફણ પવિત્ર આત્મા એ હિખવીની ફાસામાં ને આત્મિક ફાસામાં હમજાવતે હામ.14જગતણે માણહે ઈશ્વરણે આત્માણે વાતણે સ્વીકાર કરતે કાયની;કેહ કા તે વાત તિણાહાય તે મુર્ખતા જેવી નાગતી હા;ને તી આત્મીક રીતે હમજાય એટલે તી હમજી હખતે કાયની. 15) ફણ જી માણહ આત્મિક હા,તીતે બદહાય પારીખત હા,ફણ પોતે કોઈથી પારખાત કાયની. 16કેહે કા પ્રભુણે મન કીડે જાયણ હા તોતે તુમહાય બોધ કરતો હા? ફણ આમે તે ખ્રિસ્તણે મન હામ.
1ભાઈઓ, જેહે આત્મિક મનુષ્યણે હારી વાત કરતો હામ તેવી રીતે તુમારે હારી વાત કરી હખ્થો કાયની, ફણ સાંસરિકોણે હારી એટલે ખ્રિસ્તમાં બાળકોણે હારિ વાત કરતો હામ તેવી રીતે મયે તુમારે હારિ વાત કદી.. 2મયે તુમાહાય દુધથી પોહોયે હા, ને ફારી ખોરાકથી કાયની, કેહેકા તુમે ફારી ખોરાક ખાણે સમર્થ કાયની હોતને, ને અમુ ફણ સમર્થ કાયની હાશે,3કેહેકા તુમે આજુ સાંસારિક હા. કેહેકા તુમારે માં અદેખાય ને ઝઘડા હાશે, એટલે તુમે સાંસારિક નાથ ?, ને સાંસારિક માણહાણે કાણી વર્તીતે નાથ? 4કેહેકા જીયા તુમારે માણે એહે કતનેકા, 'હાય પાઉલણે હામ,` ને બીજે કતે હા કા ' હાય આપોલસણે હામ,` તિયા તુમે સાંસારિક માણહાણે કાણી વર્તન કરતે નાથ કા? 5તો આપોલસ કિડો હા? ને પાઉલ કીડો હા? જે હે પ્રભુયે બદાહાય સેવા કાર્ય આપ્ચ હા તિયાજ પ્રમાણેતી જીવીત ઈશ્વરણે સેવકો જ હાશે, તિયાણે થકી તુમે વિશ્વાસ કદો હા.6મયે તે માત્ર રોપ્ચ, ને આપોલસે પાણી પાય,ફણ ઈશ્વરે તીયાણે ઉગાયળ ને વૃદ્ધિ આપી હા. 7ને સિચનાર ફણ કોય નાથ ;ને રોપનાર બી કોય નાથ;ને વૃદ્ધિ આપનાર ઈશ્વર તોજ સર્વસ્વ હા.8રોપનાર ને હીંચનાર એકુજ હા; ફણ બદાહાય તીયાણે મહેનત પ્રમાણે બદલો મિલી . 9કેહેકા આમે ઈશ્વરણે સેવક તરીકે હારી કામ કરનારે હામ ; તુમે ઈશ્વરણે ખેતી, ને ઈશ્વરણે ઇમારત હા.10ઈશ્વરણે મારે પાર હોવની કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મયે પાયો નાખ્યો હા; ને તિયા પાર કોઈ બીજો બાધતો હા. ફણ પોતે તિયા પાર કેવી રીતે બાધતો હા તિયા વિશે બદાહાય સાવધાન રવાણ. 11કેહેકા જો નાખાય નો પાયો હા તે ઈસુ ખ્રિસ્ત હા. તિયા સિવાય બીજો પાયો કોઈ નાખી અખતો કાયની.12ફણ જો ઈયા પાયા પાર બાધનારો કોઈ હન, ચાંદી અમૂલ્ય પથ્થર, નાકળ કા પરાળણે ઉપીયોગ કરે, 13તો બદાહાય કામ કેવ હા તી ખુલ્લ કરવામાં આવી; કેહેકા તીયે દિહી તી ઉગાળ પાળી, અગિનથી તી પ્રગટ કરવામાં આવી; ને બદાહાય કામ કેવ હા તી અગ્નિ જ પારખી.14જિયા કોઈએ તિયા પાયા પાર બાદકામ કદહોય , તિજ ટકી રઈ ને તિજ બદલો પામી. 15જીયા કોયણે કામ બલી જાય, તો તીયાણે નુકસાન હોવી; ને ફણ તી જાતે જાણી કા અગ્નિમાંથી બચીના જેવો હોવી.16તુમે ઈશ્વરણે ભક્તિસ્થાન હા, ને તુમારે માં ઈશ્વરણે પવિત્ર આત્મા વાશ કરતો હા, તી તુમે કાયની જાણતે ? 17જી કોઈ ઈશ્વરણે સભાસ્થાનણે નાશ કરત હા , તો ઈશ્વર તીયાણે નાશ કરી; કહેકા ઈશ્વરણે તી ભક્તિસ્થાનણે હા ને તી પવિત્ર હા, ને તિ ભક્તિસ્થાન તુમે હા.18કોઈ પોતે પોતાણે છેતરે ની. ને જી ઈયા જમાંના માં તુમારે માંણે કોઈ પોતાણે જ્ઞાની માનતો હા, તો જ્ઞાની હોવા ફાગ તીયે મુર્ખ બનવ જરૂરી હા. 19કેહેકા ઈયા જમાનાણે જ્ઞાન ઈશ્વર આગાલ મુર્ખતા રુપ હા ; કેહેકા નખીન હા કા, પ્રભુ કવાતો જ્ઞાનીઓણે તીણેજ ચતુરાઈમાં થરી પાળી . 2020】 ને પ્રભુ જાણતો હા કા જ્ઞાનીઓણે વિચાર વ્યર્થ હા.21ને કોઈ બી માણહાયે, માણહાય વિશે અભિમાન ની કરવાણ , કેહેકા ઈશ્વરે તુમાહાય બદજ આપીન હા. 22પાઉલ, આપોલસ,કેફા,સૃષ્ટિ ,જીવન, મરણ, વર્તમાનણે કા ભવિષ્યણે બાબત; ને હી બદજ તુમારે જ હા; 23તુમે ખ્રિસ્તણે હા; ને ખ્રિસ્ત ઈશ્વરણે હા.
1દરેક માણસ આમાહાય ખ્રિસ્તણે સેવકણેને ઈશ્વરણે મર્મણે પ્રગટ કરનારે કારભારીઓ માનવાણ. 2ને બદે કારભારી એ વિશ્વાસુ હોવાણે હી બજ જરૂરીણ હા.3ફણ તુમે કા બીજા માણહે મારે ન્યાય કરાત.એ વિષે માને કાય ચિંતા નાથ.ને હાય પોતે બી પોતાણે ન્યાય કરતો નાથ. 4કેહે કા માને પોતામાં કાય દોષ દેખાતો નાથ.ફણ હિયાથી હાય. ન્યાયી કરતો નાથ.ફણ મારે ન્યાય કરનાર તો પ્રભુ હા.5માટે તુમે સમય આગાલ, એટલે પ્રભુ આવે ત્યા હુદી,કાય બી ન્યાય નખે કરતે;તી ઓ અંધકાર ણે છુપી બાબતોણે જાહેર કરી,હૃદયણે ગુપ્ત ઈરાદા પ્રગટ કરી;તે સમયે દરેકણે પ્રશંશા ઈશ્વર તરફથી હોવી.6ભાઈઓ,મયે એ બદી વાત તુમારે હારું,ઉદાહરણ તરીકે માને પોતાણે ને આપોલસણે લાગુ પાડી હા.જિયાથી તુમે આમારેથી એવ હિખાત .કા ને જે નખવામાં આવ હા તીયાણે હદ ઓળગવાણી ની. એકણે પક્ષમાં રયને બીજાણે વિરુદ્ધ કોઈ બડાઈ ની કરે. 7કેહે કા કિડ,તુમારેમાં ભેદ પાળતો હા. તોરે પાર એવ કાજા હા જે તે મફત પ્રાપ્ત કદ નાથ? જો તે મફત માં પ્રાપ્ત કદ હા.ને જાતે મેલીવ્ય હોય તેહે અભિમાન કેહે કરતો હા?8તુમે કિયારનાણે સંતુષ્ટ હોય ગયે હા.દ્રવ્યવાન બી હોય ગયે હા.આમારે વગાર તુમે રાજ કરને લાગેહા.આમારે બી ઈચ્છા એ જ હા કા તુમે રાજ કરાત કા જિયાથી આમે બી તુમારે હારી રાજ કરજે. 9ને હાય વિચાર તો હામ કા,ઇશ્વરે આમે પ્રિરીતોણે જાણે કા છેલ્લા મરણદંડ પામનારા હોય હેવે દેખાયળે હાશે; કેહે કા આમે જગતણે ,સ્વર્ગદૂતોણે માણાહાણે આગલ તમાશો જેવે ખુલ્લાં હોવે હામ.10ખ્રિસ્તણે ફાગે આમે મુર્ખ,ફણ તુમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન હા.આમે નિર્બળ ફણ તુમે બળવાન; તુમે માન પામનારે, ફણ આમે અપામનાપામનરે હોવે હામ. 11અમુ હુદી આમે ભુખ્યે, તરસ્ય વસ્ત્રો વગાર ને હામ.સતાવણે સહન કરતે હામ ને ઘરબાર વગાર ને હામ.12આમે હાથે કામ ને મહેનત કરતે હામ;નિંદા પામવા છતાં આમે આર્શીવાદ આપતે હામ;સતાવણી સહન કરતે હામ. 13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરતે હામ;આજ હુદી માનવ જગતથી ધિક્કાર પામીને ને કચરા જેવે હામ.14હાય તુમાહાય સરમાવવા ફાગુ એ બદી વાત નખતો નાથ;ફણ તુમાહાય મારે પ્રિય બાળકો હમજીને શિક્ષણ આપતો હામ. 15જો કા તુમાહાય ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય.તો બી તુમાહાય ઘણા પિતા નાથ;કેહે કા ખ્રિસ્ત ઈશુમાં સુવાર્તા દ્રારા હાય તુમારે પિતા હોવો હામ. 16ને હાય તુમાહાય વિનંતી કરતો હામ કા, તુમે મારે અનુયાયીઓ હોવા.17મયે તિમોથીણે તુમારે પાહી મોકનીનો હા, તે ખ્રિસ્તમાં મારે પ્રિય તથા વિશ્વાસુ પુત્ર હા.જેહે હાય દરેક જગ્યાએ બદે વિશ્વાસી સમુદાયમાં હિખીવતો હામ.તેહે તે ખ્રિસ્તમાં મારે માર્ગો વિષે તુમાહાય સ્મરણ કરાવી. 18જાણે કા તુમારે પાહી પાછો આવવાણો ની હોય હેવ હમજીને તુમારેમાંણે કતરેક અભિમાની હોય ગયે હા.19ફણ પ્રભુણે ઈચ્છા હોય. તો હાય તુમારે પાહી વેલો આવીહી, ને અભિમાની હી હાય બોનાવ ની,ફણ તિણે સામર્થ્ય હેદી નેહી. 20કેહેકા ઈશ્વરણે રાજ્ય બોનવામાં નાથ.ફણ સામર્થ્ય માં હા. 21તુમારે કાજા ઈચ્છા હા? હાય તુમારે પાહી સોટી નેયને આવ કા, પ્રેમભાવે કા નમ્રભાવે આવ?
1મારે ઉનાવામાં આવ હા.કા તુમારેમાં વ્યભિચાર કરતો હા.તેવો વ્યાપેલો હા.ને તે ફણ એવોહા કા જે બિનયહૂદી ફણ ચાનતો નાથ;એટલે કા કોઈ પોતાણે હાવકી માણે રાખી હા. 2તો બી એ બાબતો વિષે સરમીંદા હોવાણે બદલે તુમે છાતીકાળીને ચાનતો હા; જીયે ઈ કામ કદ હા.તીયાણે તુમે તુમારેમાંથી દુર કરવા જોજે.3કેહેકા શરીરે હાય ગેરહાજર હોવા છતાં,આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હાય પોતે હાજર હોય એહે.એવ કામ કરનારાણે ન્યાય કરી ચુક્યો હામ. 4કા આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે સામર્થ્ય સહિત,તુમે મારે આત્મા હારી એકઠે મિલીને આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નામે, 5તુમારે એ માણસણે શરીરણે નુકસાનણે હારું શેતાનણે સોપવાણ કા જિયાથી પ્રભુ ઇસુણે પુનરાગમનણે સમયે તીયાણે આત્મા ઉદ્ધાર પામે.6તુમે ઘમંડ રાખતે હા. તી યોગ્ય નાથ;ને તુમે હી જાણતે નાથ.કા થોડ ખમીર આખા લોટણે ફુલાવતો હા. 7તુમે જૂને ખમીરણે કાળી નાખા.હિયા ફાગ કા જેહે તુમે બેખમીર હા.તેહે તુમે નવે બની જાયા.કેહેકા આપણે પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ,આપણે ફાગ તીયે બલિદાન આપ્ચ હા. 8હિયા ફાગ કા જૂને ખમીરથી નાથ.એટલે પાપ ને દુષ્ટતાણે ખમીરથી નાથ.ફણ નિખાલસપણા ને સત્યતાણે બેખમીર રોટલી થી આપણે પાસ્ખાપર્વ ઉજીવતે.9મયે તુમાહાય મારે પત્રમાં નખીન હા.કા તુમે વ્યભિચારીણે સોબત નખે કરતે; 10ઈયા દુનિયાણે વ્યભિચારીને ને લોભીઓણે, જુલમિકા મૂર્તિપૂજકણે સંગત ની કરાત એહે નાથ;કેહેકા જો એહે હોય તો તુમારે માનવજગતમાંથી નિકીલ વાજ પડે.11ફણ અમુજ મયે તુમાહાય નખીય હા કા આપણે ભાઈ કવાતો હા.તો એવો જો વ્યભિચારી,લોભી,મૂર્તિપૂજક,નિંદા કરનારો, સ્વછંદી કા જુલમ કરનારો હોય.તો હેવા માણસણે સંગત કરવાણ ની.તિયા હારી બેહીને ખાવાણ બી ની. 12કેહેકા બારનાહીણે ન્યાય મારે કાજા ખંન્ને કરવાણો?જે વિશ્વાસી સમુદાયમાણે હા.તિણાહાય ન્યાય તુમે કરતે હા,કા નાથ. 13ફણ જી બાયરી હા,તીણહાય ન્યાય તો ઈશ્વર કરતો હા.તો તુમે તુમારેમાંથી તે મનુષ્યણે દૂર કરા
1તુમારેમાંથી કોઈણે બીજા હારી તકરાર હોવી હોય,તો સંતોણે આગાલ નખે જાતે ને અવિશ્વાસીઓણે આગાલ ન્યાય માગણે જાય હી કેવ કવાય ? 2સંતો માનવજગતણે ન્યાય કરે.હી તુમે જાણતે કાયની ? ને જો તુમારેથી માનવજગતણે ન્યાય કરવામાં આવે તો તુમે તદ્દન ની જેવી તકરારણે ચુકાદો કરવાણે યોગ્ય કાયની હા ? 3આપણે દૂતોણે ન્યાય કરહુ હી તુમે જાણાતે કાયની ? તો ઈયા જીદંગીણે નાગતી બાબતોણે ન્યાય આપણે ની કરી અખજે ?4હિયા ભાગ જો તુમારે ઈયા જિંદગીણે બાબતોણે ન્યાય કરવાણો હોય,તો વિશ્વાસી સમુદાયમાં જિણાહાય તુમે ગણકારતે કાયની તીણહાય તુમે ન્યાય કરવાણે બેહાળતે હા ? 5હાય તુમાહાય હરમાવણે ફાગ કતો હામ.કા ફાહાવ ફાહાવણે વચ્ચે ન્યાય કરી અખાત,હેવ એક ફણ જ્ઞાની માણહ તુમારેમાં નાથ ? 6ફણ ઈયે તો ફાહાવ પોતાણે ફાહાવ હામે ફરિયાદ કરતો હા;ને તી વલી અવિશ્વાસીઓણે હામે ?7એટલે હમૂ તુમારેમાં હાચુ જ ગેરહમજ ઉભી હોવી હા,કા,તુમે એકબીજાણે હામે ફરિયાદ કરતે હા.એહે કરવાણે બદલે તુમે અન્યાય કેહે સહન કરતે નાથ ? 8ઉલટે તે તુમે અન્યાય કરતે હા.ને બીજાણે પાળાવી નેતે હા,ને તી ફણ તુમારે ફાહાવણે!9ને કાજા તુમે જાણતે નાથ,કા અન્યાયીઓણે ઈશ્વરણે રાજ્યણે વારસો પામી અખતે નાથ ? તુમે ભૂલ નખે કરતે;વલી વ્યભિચારી, મૂર્તિપૂજકો,લંપટો,વિષયીઓને સજાતીય પુરુષ સબંદ રાખનારે, 10ચોરી કરનારો,લોભીઓ,સ્વછંદી,નિંદા કરનારે ને જુલમથી પયહા પાળવનારે,તીણહાય ઇશ્વરેણે રાજ્યણે વારસો મિલીની. 11તુમારેમાણે કતરેક એવે હોતને,ફણ તુમે ઈસુ ખ્રિસ્તણે નામે ને આપણે ઇશ્વરણે આત્માથી શુદ્ધ હોવે,ને પવિત્રતા ને ન્યાયપણું પામીએ હા.12બદી વસ્તુ માને છૂટ હા.ફણ હી બદ લાભકારક નાથ.ફણ હાય તીણહાય કોયથી નિયંત્રીત હોવાણો નાથ. 13ખોરાક પેટણે ફાગ હા ને પેટ ખોરાક ફાગ હા.ફણ ઈશ્વર બન્નેણે નાશ કરી.હવે શરીર વ્યભિચાર ફાગ નાધ,ફણ પ્રભુણે મહિમા કરવા ફાગ આપવામાં આવ હા,ને પ્રભુણે શરીરણે ભાગ.14ઇશ્વરે ઈસુણે સજીવન કદ હા,ને પોતાણે પરાક્રમથી તે આપણાહાય ફણ મૃત્યુમાંથી સજીવન કરી. 15આપળે શરીર ખ્રિસ્તણે અંગ હા,હી કા તુમે નાથ જાણતે ? તિયા હાય ખ્રિસ્તણે અંગોણે વ્યભિચારીણે અંગ બનાવ ? હેવ ની હોવે.16તુમે નાથ જાણતે કા વ્યભિચારણે હારી જી જોડાત હા,તી તિયા હારી એક દેહ હોત હા ? કેહેકા શાસ્ત્ર કતહા કા,તી એક દેહ હોવી. 17ફણ પ્રભુણે હારી જી જોડાટ હા તી તે તિયા હારી એક આત્મા હોવી.18વ્યભિચારથી તુમે નાહાયા,માણહ જી પાપ કરાત તી શરીરણે બારણે હા;ફણ વ્યભિચારી પોતાણે શરીરણે વિરુદ્ધ પાપ કરતે હા.19તુમે નાથ જાણતે કા તુમારેમાં જો પવિત્ર આત્મા હા.જો તુમાહાય ઈશ્વર પાહાય થી આપવામાં આવો હા,તીયાણે ભકિતસ્થાન તુમારે શરીર હા ? ને તુમે પોતાણે નાથ, 20કેહેકા મૂલ્ય ચૂકવીને તુમાહાય ખરીદવામાં આવે હા.તિયાથી હવે તુમારે શરીર ને તુમારે આત્મા ઈશ્વરણે હા.તુમારે શરીર દ્રારા ઈશ્વરણે મહિમા આપા.
1હવે જી બાબત સબંધી તુમે મારે પાહી નખ્સ તિયા વિષે પુરુષ સ્ત્રીણે અટકે ની તિયા હાર. 2ફણ વ્યભિચાર ની હોવે તિયા ફાગ બદા પુરુષ ને સ્ત્રીએ લગ્ન કરવાણ.3પતિ હોય તીયે પોતાણે પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવાણ. ને તેહેજ પત્નીએ પોતાણે પતિ પ્રત્યેણી ફરજ નિભાવવાણી. 4પત્ની હોય તિણે પોતાણે શરીર પાર અધિકાર નાથ,ફણ પતિણે હા;તેહેજ પતિણે પોતાણે શરીર પાર અધિકાર નાથ,ફણ પત્નીણે હા.5એકબીજાથી જુદે નખે હોતે,ફણ પ્રાર્થના ફાગુ થોડીક વાર હુદી એકબીજાણે સંમતિથી જુદ હોવા પડે તો હોવા.પુઠી પાછે ફેગે હોવા રખને શેતાન તુમારે માનસિક વિકારણે નેધે તુમાહાય પરીક્ષણમાં પાડે. 6ફણ હાય એ વાત તુમાહાય આજ્ઞા તરીકે કાયની ફણ ફરજિયાત કતો હામ, 7મારે ઇચ્છા હા કા,તુમે બદે માણહે મારે જેવે હોવા,ફણ ઈશ્વરે દરેકણે પોતપોતાણે અંગત કૃપાદાન આપીન હા,ને કોઈણે એક પ્રકારણે ને કોઈણે બીજા પ્રકારણે કૃપાદાન.8ફણ અપરિણીતોણે ને વિધવાઓણે હાય કતો હામ કા, તી જો મારે જેવે રય તો તીણહાય તી હિતકારક હા.''' 9ફણ જો તી પોતે સંયમ ની રાખી તે તીણાહાય લગ્ન કરવાણી છૂટ હા.કેહેકા બલવા કરતા લગ્ન કરવાણ હી હાર હા.10ફણ લગ્ન કરીનાહાય હાય આજ્ઞા કરતો હામ,કા હાય તે કાયની,ફણ પ્રભુ કરતો હા,કા પત્નીએ પોતાણે પતિથી જુદ ની હોવાણ; 11ફણ જો પત્ની જાતે જ જૂદી હોવે તે તીયે લગ્ન કદા વગાર રવાણ;નિતે તો પતિણે હારી સલાહ કરીને રવાણ;પતિએ પોતાણે પત્નીણે ત્યાગ કરવાણો ની.12હવે બાકીણે હાશે તીણહાય પ્રભુ કાયની,ફણ હાય કતો હામ.કા,જો કોઈ વિશ્વાસી ફાહાવણે અવિશ્વાસી પત્ની હોય,ને તીયાહારી રવાણે રાજી હોય,તો પતિએ તીણે ત્યાગ કરવાણો ની; 13કોઈ વિશ્વાસી પત્નીણે અવિશ્વાસી પતિ હોય,ને તીયેહારી રવાણે રાજી હોય,તો પત્નીએ તીયાણે ત્યાગ કરવાણો ની. 14કેહેકા અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયનો હા,ને અવિશ્વાસી પત્ની વિશ્વાસી પતિથી પવિત્ર કરાયની હા;હેવની હોય તે તુમારે નીચક અશુદ્ધ હોય,ફણ હવે તી પવિત્ર હા.15ફણ જો અવિશ્વાસી પુરુષ અલગ રણે માગે, તો તીયાણે અલગ રવા દેવાણ;હેવ સંજોગોમાં કોય વિશ્વાસી ફાહાવ કા બેણહી બંધનમાં નાથ;ફણ ઇશ્વરે બદાહાય શાંતિમાં રવા ફાગ હાજજે હા. 16અરે સ્ત્રી,તુ તોરે પતિણે ઉદ્ધાર કરેહેકા ની,હી તુ કેવી રીતે જાણી અખે ? અરે પુરુષ,તુ તોરે પત્નીણે ઉદ્ધાર કરેહેકા ની,હી તુ કેવી રીતે જાણી અખે ?17જેહે ઇશ્વરે બધાહાય વેચી આપ્ચ હા,ને જેહે પ્રભુએ બધાહાય હાજજે હા,તેહે બધાહાય ચાનવાણ; ને હોજ નિયમ હાય વિશ્વાસી સમુદાયણે ફાગ ઠરાવતો હામ. 18ને કોઈ સુન્નતી તેડાયનો હા ? તો તીયે બેસુન્નત જેવ ની હોવાણ ને કોઈ બેસુન્નતી તેડાયનો હા ? તો તીયે સુન્નતી જેવ ની હોવાણ. 19સુન્નત તે કાય નાથ,ને બેસુન્નત બી કાય નાથ,ફણ ઇશ્વરે આજ્ઞાઓણે પાલન તિજ બધજ હા.20બદા માણહાય જી સ્થિતિમાં હાદવામા આવે હોય હી જ સ્થિતિમાં તી રય. 21તુ દાસ હોવા છતાં હાદવામા આવો હા ? તો તિયા બાબતણે ચિંતા ની કરા;ને જો તુ છૂટો હોય અખે એહે હોય તે બરાબર હા કા તોરે તીયાણે લાભ નેવા જોજે. 22કેહેકા જે દાસણે પ્રભુએ હાજજે હા.તી હવે પ્રભુણે સ્વતંત્ર સેવક હા;ને એહેજ સ્વતંત્ર હોય તીયાણે જો તેડવામાં આવો હોય તો તે હવે ખ્રિસ્તણે દાસ હા. 23તુમાહાય મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવે હા.તિયાથી તુમે માણહાણે દાસ ની હોવા. 24ભાઈઓ,જી સ્થિતિમાં તુમાહાય હાદવામાં આવે હોય તે સ્થિતિમાં બદાહાય ઈશ્વરણે હારી રવાણ.25હવે કુંવારીઓ વિષે માને પ્રભુ તરફથી કાંઈ આજ્ઞા મીલી નાથ;ફણ જેહે વિશ્વાસુ હોવાણે પ્રભુ પાહાય થી હાય દયા પામ્યો હામ, તેહે હાય મારે પોતાણે અભિપ્રાય આપતો હામ. 26ને માને એવ નાગત હા કા,હાલણે સંકટણે સમયમાં બદાહાય માણહાયે હાલમાં પોતાણે જે સ્થિતિ હા.તિયામાં તીયે રવાણ તી હિતકારક હા.27ને તુ પત્ની હારી બાધાયનો હા ? તો તુ તીયેથી અલગ પળવાની ઈચ્છા કરતો નખે. ને તુ પત્નીથી છૂટો હોવનાણો હા ? ને હવે તુ પત્નીણે ઈચ્છા કરતો નખે. 28ને તુ લગ્ન કરતો હા,તે તુ પાપ નાથ કરતો;ને તુ કુંવારી સ્ત્રી લગ્ન કરતી હા તો તી પાપ કરતી નાથ;ને જો લગ્ન કરવાથી જીવનમાં કતરીક મુશ્કેલી આવે ફણ હાય તુમારે પાર દયા કરીને તુમારે બચાવ કરવા ઈચ્છા રાખતો હામ.29ભાઈઓ હાય ઈ કતો હામ કા હવે થોડો જ સમય બાકી રયનો હા;જીયાએ લગ્ન કદ હા તી લગ્ન કદા વગાર નો જેવો હોવે. 30રડનાર ની રડનારો જેવો હોવે;ને હર્ષ કરનારો એવા આનંદથી દુર રનાર જેવો હોવે; વલી ખરીદનારો પોતાણે પાહીથી કાઈ જ ની રાખનારા જેવો હોવે; 31ને જી ઈયા દુનિયાણે વ્યવહાર કરનારો હા તિ દુનિયાણે વ્યવહારમાં ગળાડૂબ હોઈ ને તલ્લીન હોઈ ગનાણે જેવે હોતે નખા. કેહેકા ભૌતિક જગતણે વૈભવ નષ્ટ હોવાણો હા.32ફણ તુમે ચિંતા કરતે નખે, હેવી મારે ઈચ્છા હા.જી લગ્ન કરીને નાથ તી પ્રભુણે વાતોમાં તલ્લીન રતે હા.કા પ્રભુણે કેવી રીતે મહિમા આપ; 33ફણ જીયે લગ્ન કરીને હા તી દુનિયાણે નાશવંત વાતમાં મગ્ન રતે હા,કા પત્નીણે કેવી રીતે ખુશ રાખવી. 34તેહેજ પરિણીત ને કુવારામાં ફણ ભિન્નતા હા,જીયે લગ્ન કરીન નાથ તે સ્ત્રીઓ પ્રભુણે વાતણે કાળજી રાખતી હા,કા તે શરીરમાં ને આત્મામાં પવિત્ર હોવે;ફણ પરિણીત દુનિયાદારીણે ચિંતા રાખતી હા,કા પતિણે કેવી રીતે ખુશ રાખવો.35ફણ હાય તુમારે પોતાણે હિતણે ફાગ તી કતો હામ;કા જિયાથી તુમે સંકટમાં આવી પળાત ની,ફણ હિયા ફાગ કતો હામ કા તુમે યોગ્ય રીતે ચાના ને એક મનણે ને એક ચિત્તણે હોયને પ્રભુણે સેવા કરા.36ફણ જિયા કોઈણે એવ નાગેકા પોતાણે ઉત્કટ આવેગનાણે નેધે તી પોતાણે સગાઈ કરીને કન્યા હારી અયોગ્ય રીતે વર્તન કરે તે તીયે પોતાણે ઈચ્છા પ્રમાણે તીયે હારી લગ્ન કરવાણ.તેહે કરવ તી પાપ નાથ. 37ફણ તે લગ્ન ની કરવાણો નિર્ણય કરે,તીયાણે કોઈ મજબૂરી ની હોય ને તે પોતાણે આવેગ પાર અંકુશ રાખી અખે તેહે હોય તો હાર હોવી કા તે તિયા હારી લગ્ન ની કરે. 38એટલે કા જિયા હારી તીયે સગાઈ કરીની હા ને તિયા હારી જ લગ્ન કરે તી હાર, ને જે તીયે હારી લગ્ન ની કરવાણ પસંદ કરતો હા તી વદારે હારો નિર્ણય કદો હા.39પત્ની જ્યાં હુદી તીયાણે પતિ જીવતોહા.ત્યાં હુદી નિયમથી બાધાયની હા;ફણ જો તિણે પતિ મરીગો હોય.તે જિયાણે તે ઈચ્છા હા તીયે વિશ્વાસીણે હારી લગ્ન કરવાણે તે સ્વતંત્ર હા,ફણ ફક્ત પ્રભૂમાં. 40ફણ જો તે એખની રય,તો મારે ધારીના પ્રમાણે, તે વધારે આશીર્વાદિત હોવી;મારે એ સલાહ ઈશ્વરણે આત્મા તરફથી હા;એવ હાય માનતો હામ
1૧ હવે મૂર્તિણે થરાવીની પ્રસાદ વિષે આપણે જાણતે હામ ને આપણા બદાહાય હી બાબતણે જ્ઞાન હા.જ્ઞાન માણહે ગર્વિષ્ઠ કરતે હા ફણ પ્રેમ તીયાણે ઉન્નતિ કરતો હા. 2૨ ફણ જો કોઈ એવ થારત હા કા હાય પોતેજ કાઈ જાણતો હામ,તો ફણ જેહે જાણવા જોજે તેવ આજુ કાઈ જાણતો નાથ. 3૩ ફણ જો કોઈ ઈશ્વર પાર પ્રેમ રાખતો હા,તો તે તીયાણે ઓલ્ખીયો.4૪ મૂર્તિઓણે પ્રસાદ ખાવા વિષે તો આપણે જાણતે જ હામ કા મૂર્તિ દુનિયામાં કાય જ નાથ ને એક ઈશ્વર સિવાય બીજો કોઈ ઇશ્વર નાથ. 5૫ કેહેકા સ્વર્ગમાં કા પૃથ્વી પર જો કા કવાતો દેવ હા.હેવા ખણા દેવ ને કવાતા પ્રભુઓ હા તેહે; 6૬ ફણ આપળે તો એકુ જ ઈશ્વર એટલે પિતા હા.જિયાથી બધ ઉત્પન હોવ;ને આપણે તીયાણે અર્થે હાસે;એકુજ પ્રભુ એટલે ઈશુ ખ્રિસ્ત હા,જિયાણે આશરે બધ હા ને આપળે ફણ તીયાણે આશ્રય હા.7૭ ફણ બદા માણહામાં એવ જ્ઞાન નાથ;કતરેક માણહે આજુ હુદી મૂર્તિણે પરિચય હોવાથી તી તીયાણે પ્રસાદી તરીકે ખાતે હા; ને તિણે અંતઃકરણ નિર્બળ હોવાથી ભષ્ટ હોવે હા.8૮ ફણ ખાવાણાથી આપળે ઈશ્વરણે માન્ય હોતે નાથ.જો ની ખાજે તો આપણે વધારે હારે હોતે નાથ;ને જો ખાજે તો વધારે ખરાબ હોતે નાથ. 9૯ ફણ સાવધાન રયા,રખેને ઈ તુમારે સ્વતંત્રતા નિર્બળોહી કોઈ રીતે ઠોકર ખાવડાવે. 10૧૦ કેહેકા તોરે જેવ જ્ઞાની માણહાણે મૂર્તિણે મંદિરમાં બેહીને ફજન કરતે જો કોઈ નિર્બળ અંતઃકારણવાલો માણહ હેદે, તો તીયાણે અંત:કરણ મૂર્તિઓણે પ્રસાદ ખાવાણી હિંમત ની કરે?11૧૧ હેવી રીતે તુમારે જ્ઞાનથી તોરે નિર્બળ ફાહાવ નાશ હોવે; 12૧૨ ને એહે ભાઈઓણે વિરુદ્ધ પાપ કરીને તી તીણહાય નિર્બળ અંતઃકરણો ણે આઘાત પામીને તુમે ખ્રિસ્તણે વિરુદ્ધ પાપ કરતે હા. 1313 ને પ્રસાદ ખાવાથી જો મારે ફાહાવણે ઠોકર નાગે તો હાય કોઈ દિહિ માંસ ની ખામ કા જિયાથી મારે ફહાવણે ઠોકર ની નાગે
1૧ ને હાય સ્વતંત્ર નાથ? ને હાય પ્રેરીત નાથ? ને માને આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દર્શન હોવ નાથ? ને તુમે પ્રભુમાં મારે સેવાણે ફળ નાથ? 2૨ જો કા હાય બીજાહાય દ્રષ્ટિમાં પ્રેરીત ની હોઉં,તો બી નિશ્રે તુમારે નજરે તો હામ,કેહેકા પ્રભુમાં તુમે મારે પ્રેરીતપદણે પુરાવો હા.3૩ માને પૂછનારાહાય મારે ઓજ પ્રત્યુત્તર હા; 4૪ ને આમાહાય ખાવાણો ને પીવાણો અધિકાર નાથ? 5૫ ની જેવો બીજા પ્રેરીતોણે,પ્રભુણે ભાઈઓણે ને કેફાણે હા તેવો માને બી વિશ્વાસી સ્ત્રીણે હારી નેઈને ફિરવાણો અધિકાર નાથ? 6૬ એટલે કા ઘંઘો રોજગાર કરીને ગુજરાન ચાનીવવાણ કેવળ મારે ને બાર્નાબાસણે ફાગ જ હા?7૭ હેવો કાણો સિપાઈ હા કા તો પોતાણે ખર્ચાથી લડાઈ માં જાતો હા? દ્રાક્ષાવાળી રોપીને તીયાણે ફળ કિડ ખાત નાથ? ને કોઈ જાનવર પાલીને તીયાણે દૂધળે ઉપયોગ કરતો નાથ? 8૮ હી વાત કાજા હાય માણહાયણે વિચારથી કતો હામ? ને નિયમશાસ્ત્ર ફણ હી વાત કત નાથ?9૯ કેહે કા મુસાણે નિયમશાસ્ત્રમાં નખીન હા,કા પારે ફિરનાર બલજાહિ મુ પાર જાળી ની બાંધ. ને એવી આજ્ઞા આપવામાં ને ઈશ્વર બલજાહાય ચિંતા કરતો હા? 10૧૦ કા વિશેષ આપળે નેધે તો એહે કતો હા? આપણે નેધે તી નખ્ય હા.કા જે ખેડતોહા તો આશાથી ખેડતો હા ને જો મસળ તો હા તો ફળ પામવાણી આશાથી તી કરા. 11૧૧ જો આમે તુમારે ફાગ આત્મિક બાબતો વાવી હા,તો આમે તુમારે શરીર ઉપયોગી બાબતો લણીએ હી કાઈ વધારે પળત કવાય?12૧૨ ને બીજે તુમારે પારનો ને હકણે લાભ નેતે હા તો તિણે કરતા આમે વિશેષ દાવેદાર નાથ કા? તો બી એ હકણો આમે ઉપયોગ કદો નાથ,ફણ ખ્રિસ્તણે સુવાર્તાણે કાઈ અટકાવરુપ ની હોજે તિયા ફાગ આમે બદે સહન કરતે હામ. 13૧૩ હી તુમે નાથ જાણતે કા જી બદે ભક્તિસ્થાનમાં સેવાણે કામ કરતે હા તી બદે સભાસ્થાનણે ખાતે હા; ને જી બદે યજ્ઞવેદીણે સેવા કરતો હા,તી બદે યજ્ઞવેદીણે અર્પણણે ભાગીદાર હા.હી તુમે નાથ જાણતે? 14૧૪ એહેજ પ્રભુએ ઠરાવ્ય હા,કા જી બદે સુવાર્તા પ્રગટ કરતે હા,તી બદે સુવાર્તાથી પોતાણે ગુજરાન આનિવતે.15૧૫ ફણ એવો કોઈ વહીવટ મયે નાથ કદો; માને એવો લાભ મિલે તિયા ફાગ હાય ઈ નખતો હામ એવ નાથ. કેહેકા કોઈ મારે અભિમાન કરવાણ કારણ વ્યર્થ કરે, હિયા કરતા મરવાણ તી મારે ફાગ બહેતર હા. 16૧૬ કેહેકા જો હાય સુવાર્તા પ્રગટ કર, તો મારે ફાગ હી ગર્વણે કારણ નાથ; કેહેકા હી મારે ફરજ હા, ને જો હાય સુવાર્તા પ્રગટ નિ કર, તો માને અફસોસ હા.17૧૭ જો હાય ખુશીથી તી પ્રગટ કર, તો માને બદલો મિલતો હા.ફણ જો ખુશીથી ની કર, તો માને હિયાણે કારભાર હોપવામાં આવો હા. 18૧૮ ને માને કેવો બદલો હા? એવ કા સુવાર્તા પ્રગટ કરતા હાય ખ્રિસ્તણે સુવાર્તા મફત પ્રગટ કર,હિયા ફાગ કા સુવાર્તા માં મારે જે અધિકાર તીયાણે હાય પુરેપુરો લાભ નેમ ની.19૧૯ કેહેકા બદાથી સ્વંતંત્ર હોવનાણો છતાં,હાય બદાહાયણે દાસ હોવો કા જિયાથી ખણે માણહાણે બચાવ. 20૨૦ યહૂદી ફાગ હાય યહૂદી જેવો હોવો કા જિયા યહૂદીઓણે બચાવ;નિયમશાસ્ત્રણે આધીન માણહાય ફાગ હાય નિયમશાસ્ત્રણે આધીન માણહ જેવો હોવો કા જિયાથી નિયમશાસ્ત્રણે આધીન લોકોહી બચાવ.21૨૧ નિયમશાસ્ત્રરહિત લોકો ફાગ નિયમશાસ્ત્રરહીત માણહે જેવો હોવો; જોકા હાય પોતે ઈશ્વરણે નિયમશાસ્ત્રરહિત કાયની ફણ ખ્રિસ્તણે નિયમશાસ્ત્રણે આધીન હા; 22૨૨ નિર્બળોણે હારી હાય નિર્બળ હોવો ને જિયાથી નિર્બળોણે બચાવા.બદાહા હારી બદાહા જેવો હોવો હામ કા જિયાથી હાય બદી રીતે કતરાકણે બચાવ. 23૨૩ હાય સુવાર્તાણે નેધે બધ કરતો હામ,હિયા ભાગ કા હાય તીયાણે સહભાગી હોમ.24૨૪ ને તુમે નાથ જાણતા કા શરતમાં દોળનારા બદાહાય તે ઈનામણે ફાગ દોળતે હા,ફણ ઈનામ એકુજણે મિલત હા? તુમે એવ દોળા કા ઈનામ તુમાહાય મિલે. 25૨૫ દરેક પહેલવાન બદા જ પ્રકારણે સ્વદમન કરતો હા; તી તે વિનાસી મુગટ પામવાણો ફાગ એવ કરતો હા; ફણ આપણે અવિનાશી મુગટ પામવા ફાગ. 26૨૬ હિયા ફાગ હાય એવી રીતે દોળતોહામ,ફણ શંકા રાખનારાહાય જેહે કાયની; હાય મુક્કેબાજ હામ ફણ હવામાં મુક્કા મારનારહાય જેવો નાથ. 27૨૭ હાય મારે શરીરણે શિસ્ત ને સંયમમાં રાખતો હામ,રખેને બીજાહાય સુવાર્તા પ્રગટ કદા છતાં કદાચ હાય પોતે પળતો મુકામ.
1૧ મારે ભાઈઓ,હાય ઈચ્છતો નાથ કા તુમે ઈયા બાબત વિષે અજાણ્યે રત કા,આપણે બદા પૂર્વજો વાદળાંણે છાયા નીચે સમુદ્રમાં હોય ને પાર હોવા; 2૨ તી બદે મુસાણે અનુયાયી હોવાણે વાદળામાં ને સમુદ્રમાં બાપતિસ્મા પામ્યે. 3૩ બદાહાય એકુજ આત્મિક અન્ન ખાદ, 4૪ તિયા બદાહાય એકુજ આત્મિક પાણી પીદ; કેહેકા તિણે પાછાલ ચાલનારે આત્મિક ખડકણે પાણી તીણાહાય પીદ; તો ખડક તો ખ્રિસ્ત હોતનો.5૫ ફણ તિણેમાંણે કતરાહાક પાર ઈશ્વર પ્રસન્ન નાથ હોતનો, ને તી અરણ્યમાં મરી ગયે. 6૬ જેહે તી બદે દુષ્ટ વસ્તુઓણે વાસના રાખનારે હોતને તેવે આપણે ની હોવા જોજે,તિયા ફાગ ઈ વાત આપણે હારું ચેતવણીરુપ હોતની.7૭ જેહે તિણેમાણે કતરેક મૂર્તિપૂજક હોવે,તેવે તુમે ની હોવા; નખીન હા કા,લોકો ખાણે ને પીણે બેઠે,ને ઉઠી ને નાચણે લાગે. 8૮ જેહે તિણેમાણે કતરાકહી વ્યભિચાર કદો,ને એક દિહીમાં ત્રેવીસ હજાર મરી ગયે,હેવ આપણે ની કરવાણ.9૯ જેહે તીણેમાંણે કતરાકહી ખ્રિસ્તણે કસોટી કદી,ને સાપથી નાશ પામ્યે,તેહે આપળે ઈશ્વરણે કસોટી કરજે ની. 10૧૦ વલી જેહે તીણેમાણે કતરેક કચકચ કદી,ને સંહારકે તિણે સંહાર કદો,હેવી કચકચ તુમે નખે કરતે.11૧૧ હવે તી બદ તિણે પાર આવી પયળ તી તે આપણાહાય હમજે તિયા ફાગ હોવ; જીણે પાર યુગોણે અંત આવણે લાગો હા બોધ આપણાહાય મિલે તિયા ફાગ તી નખવામાં આવ હા. 12૧૨ ને જે કોઈ પોતાણે સ્થિર ઉભો હમજતો હા,તે તો પળે ની તિયા ફાગ તીયે સાવચેત રવાણ. 13૧૩ માણહ સહન ની કરી અખે તેવ કોઈ બી પરીક્ષણ તીણહાય હોત નાથ. વલી ઈશ્વર વિશ્વાસુ હા,તી તુમારે શક્તિ ઉપરાંત પરીક્ષણ તુમારે પાર આવવા દેતો નાથ;ફણ તુમે તી સહન કરી અખાત,ને પરીક્ષણ હારી છુટકારોણે માર્ગ ફણ રાખી.14૧૪ હિયા ફાગુ,મારે પ્રિયજન,મૂર્તિપૂજાથી તુમે નાહી જાયા. 15૧૫ તુમે હમુજક માણહેને હમજીને,હાય એ તુમાહાય કતો હામ તુમે મારે વાતણે વિચાર કરા. 16૧૬ આશીર્વાદણે જો પ્યાલા પાર આપણે આશીર્વાદ માગતે હામ,તી ખ્રિસ્તણે રક્તમાં હારી મિલીને ફાગ નાથ નેતે?આપળે જે રોટલી ફાગતે હામ,તી ખ્રિસ્તણે શરીરમાં હારી મિલીને ફાગ નાથ નેતે? 17૧૭ રોટલી એકુજ હા,ને આપળે ખણે હા છતાં એક શરીરરુપ હા.કેહેકા આપળે બદે એકુજ રોટલીણે ફગીદાર હાશે.18૧૮ જે જાતિ ઈઝરાયલી હા તીણાહાય હેદા;ને યજ્ઞ બલિદાન ખાનારો યજ્ઞવેદીણે સહભગી નાથ? 19૧૯ તો હાય કાજા કતો હામ કા? મૂર્તિણે પ્રસાદી કાણી હા?ને મૂર્તિ કાણી હા?20૨૦ ને, ફણ હાય કતોહામ કા,વિદેશીઓ જી બલિદાન આપતે હા તી તો ઇશ્વરણે નાથ,ફણ દુષ્ટત્માણે આપતે હા.તુમે તિણે સંગ નખે કરતે,હેવી મારે ઈચ્છા હા. 21૨૧ તુમે પ્રભુણે પ્યાલા હારી દુષ્ટત્માઓણે પ્યાલો પી શકતા નાથ;તેહેજ તુમે પ્રભુણે ખાવાણા હારી દુષ્ટત્માઓણે ખાવાણાણે ફાગીદાર હોઈ અખતે નાથ, 22૨૨ તો આપળે પ્રભુણે ચીળવતે હામ? ને આપળે તિયા કરતા વદારે બળવાન હા?23૨૩ બદીજ વસ્તુ ઉચિત હા; ફણ બદી ઉપયોગી નાથ,ને બદી જ વસ્તુ ઉચિત હા;ફણ બદી ઉન્નતિકારક નાથ. 24૨૪ માત્ર પોતાણે જ ની,ફણ દરેક બીજાણે હિત હેદવાણ.25૨૫ જી કાઈ બજારમાં વેચાત હા,તી તે પ્રેરકબુદ્ધિણે ખાતર કાઈ બી પુછપરછ વગાર ખાજા; 26૨૬ કેહેકા પૃથ્વીણે તિયામાણ બદજ પ્રભુણે હા. 27૨૭ જો કોઈ અવિશ્વાસી તુમાહાય નિમંત્રણ આપે ને તુમે જાણે ઈચ્છા રાખતે હોય,તો તુમારે આગાલ જી કાઈ પીરસવામાં આવે તી પ્રેરકબુદ્ધિણે ખાતર કાઈ પૂછપરછ કદા વગાર ખાજા.28૨૮ ફણ જો કોઈ તુમાહાય કય કા,તી મૂર્તિણે પ્રસાદ હા,તો જીયે તી દેખાયળ તિયા ખાતુર,ને પ્રેરકબુદ્ધિણે ખાતર તી નખે ખાતે, 29૨૯ હાય જે પ્રેરકબુદ્ધિણે કતો હામ,તે તોરે પોતાણે ની,ફણ બીજા વ્યકિતણે કેહેકા બીજાણે પ્રેરકબુદ્ધિથી મારે સ્વતંત્રતાણે ન્યાય કેહે હોત હા? 30૩૦ જો હાય આભારપુર્વક તી ખાવા માં ફાગીદાર હોવ,તો જિયાણે હારું હાય આભાર માનતો હામ,તિયા વિષે મારે નિંદા કેહે કરવામાં આવતી હા?31૩૧ ને તુમે ખાયા ને,પિયા ને,જે કાંઈ કરાત તી બદ ઈશ્વરણે મહિમાણે અર્થ કરા. 32૩૨ તુમે યહુદીઓણે,ગ્રીકોણે કા ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે અવરોધરુપ ની હોયા; 33૩૩ તી ઉદ્ધાર પામાત ને જેહે હાય બી બદીજ બાબત બદાહાય ખુશ રાખીને મારે પોતાણે ની,ફણ ખણાહાય હિત હેદ તો હામ,તેહેજ તુમે કરા.
1૧ જેહે હાય ખ્રિસ્તણે અનુસરતો હામ તેહે તુમે અનુસરા. 2૨ ને તુમે બદીજ બાબતોમાં મારે સ્મરણ કરતે હા ને જેહે તુમાહાય મયે જે આજ્ઞાઓ આપી,તિયા પ્રમાણે દ્રઢતાથી પાલન કરતે હા તિયા ફાગુ હાય તુમારે પ્રસંશા કરતો હામ. 3૩ હાય તુમાહાય જાણવણે માગતો હામ કા પ્રત્યેક પુરુષણે શિર ખ્રિસ્ત હા ને સ્ત્રીણે શિર પુરુષ હા;ને ખ્રિસ્તણે શિર ઈશ્વર હા. 4૪ ને જો કોઈ પુરુષ પ્રાર્થના કા પ્રબોધ કરતો હોય તિયા તો પોતાણે માથ ઠાકીન રાખે,તિયા તો પોતાણે માથાણે અપમાન કરતો હા.5૫ પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લા માથે પ્રાર્થના કા પ્રબોધ કરતી હા,ને તે પોતાણે માથાણે અપમાન કરતી હા,કેહેકા તેહે કરવાણ તિણે નિબાલે ઉતારાવી નાખ્યે સમાન હા. 6૬ કેહેકા જો સ્ત્રી માથ ઓઢવે ની તો તીયે પોતાણે નીબાલે ઉતરાવી નાખવા જોજે;ફણ જોકા નિબાલે ઉતરાવવાથી સ્ત્રીણે સરમ નાગે તો તીયે પોતાણે માથે ઓઢાવવા જો જે.7૭ કેહેકા પુરુષ માથ ઢાંકવાણ ઘટત નાથ,ને તો ઈશ્વરણે પ્રતિમા ને મહિમા હા,ફણ સ્ત્રી તો પુરુષણે વૈભવ હા; 8૮ કેહેકા પુરુષ સ્ત્રીથી હોવો નાથ,ફણ સ્ત્રી પુરુષ થી હા.9૯ પુરુષણે સર્જન સ્ત્રીણે ફાગ કરવામાં આવ નાથ,ફણ સ્ત્રીણે સર્જન તો પુરુષણે ફાગ કરવામાં આવ હા. 10૧૦ હિયા કારણથી ને સ્વર્ગદૂતોણે નેધે સ્ત્રીએ પોતાણે આઘીનતા દર્શાવવા ફાગ માથે ઓઢીને રાખવામાં તી ઉચિત હા.11૧૧ ને તો ફણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નાથ,ને સ્ત્રી પુરુષરહિત નાથ. 12૧૨ કેહેકા જેહે સ્ત્રી પુરુષથી હા તેહે પુરુષ સ્ત્રીણે આશરે,ફણ બદે પ્રભુથી હા.13૧૩ સ્ત્રી ઘૂંઘટ વગાર ઈશ્વરણે પ્રાર્થના કરે હી તિણે શોભા કા? હિયા વાતણે નિર્ણય તુમે પોતે કરા 14૧૪ ને પ્રકૃતી પોતે તુમાહાય હિખીવતી નાથ,કા જો પુરુષણે લાંબે નિબાલે હોય તો તીયાણે અપમાનરુપ હા? 15૧૫ ફણ જો સ્ત્રીણે લાંબે નિબાલે હોય તે તિણે શોભા હા,કેહેકા તિણે નિબાલે આચ્છાદનને ફાગુ તિણે આપવામાં આવત હા. 16૧૬ ફણ જો કોઈ માણહ હિયા બાબત વિષે વિવાદી માલુમ પળે,તો જાણવાણ કા,આપણેમાં ને ઈશ્વરને વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નાથ.17૧૭ હી કઈને હાય તુમારે પ્રશંસા કરતો નાથ,કેહેકા તુમે સુધારાણે ફાગે નાથ,ફણ બાગાળને હારું ભેગે મિલતે હા. 18૧૮ કેહેકા પ્રથમ,તુમે સભામાં ભેગે હોતે હા તિયા તુમારેમાં ફાટફૂટ હોવાણે મારે ઉનવવામાં આવત હા.ને કતરાક સમયહુદી તી ખરું માનતો હામ. 19૧૯ જી પસંદ હોવે હા.તી પ્રગટ હોવે હિયા ફાગ જરૂરી હા કા તુમારેમાં મતભેદ પળે.20૨૦ ને તુમે એકુજ જગ્યાએ મિલતે હા.તિયા પ્રભુણે ભોજન કરવાણ હી અશક્ય હોય પળત હા. 21૨૧ કેહેકા ખાવામાં બદેજ પોતાણે ખાવાણ ખાઈ નેતે હા;ને કોઈ સ્વંછંદી બનતો હા. 22૨૨ ને તુમારે ખાવાણ ને પીવાણ તુમારે ખર નાથ? કેહેકા તુમે ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે ધિક્કારતે હા,કા જીણે પાહાય નાથ તીણહાય સરમાવતો હા? હાય તુમહાય કાજા કમ? ને હિયામાં હાય તુમાહાય વખાણ એહે હાય તુમારે પ્રશંસા કરતો નાથ.23૨૩ કેહેકા જો હાય પ્રભુથી પામ્યો તી મયે તુમાહાય આપી દેદ,એટલે કા જીયે રાતે પ્રભુઇસુણે પરસ્વાદિન કરવામાં આવો,તીયા તીયે રોટલી નેદી, 24૨૪ ને સ્તુતિ કરીને ફાગીને કય કા,ને ખાયા,હી મારે શરીર હા,જી તુમારે ફાગ ફાગવામાં આવ હા,મારે યાદગીરીણે હારું તી કરા.'''25૨૫ ને ખાદા પુઠી,પ્યાલો ફણ નેઈને કય કા,ઓ પ્યાલો મારે રક્તણે નવો કરાર હા;તુમે જતરી વખત તી પીતે હા,તતરી વાર મારે યાદગિરીણે હારું તી કરા.''' 26૨૬ કેહેકા જતરી વાર તુમે એ રોટલી ખાતે હા ને ઓ પ્યાલો પીતે હા તતરી વાર તુમે પ્રભુણે આવતા હુદી તીયાણે મરણ પ્રગટ કરતે હા.27૨૭ ને જો કોઈ માણહ અયોગ્ય રીતે પ્રભુણે રોટલી ખાત હા,કા તીયાણે પ્યાલો પીતો હા,તો પ્રભુણે શરીરણે ને નુઈણે અપરાધી હોય. 28૨૮ ફણ બદાહાય પોતાણે તપાસ કરવાણી એહે કરીને રોટલીમાંથી ખાવાણ ને પ્યાલામાંથી પીવાણ. 29૨૯ કેહેકા પ્રભુણે શરીરણે ભેદ જાણ્યા વગાર જો કોઈ અયોગ્ય રીતે ખાય ને પીય તે,ખાદાથી ને પીદાથી પોતાણે શિક્ષાણે પાત્ર કરતો હા. 30૩૦ હિયા કારણથી તુમરેમાં ખણે અબળ ને રોગી હા;ને ઘણે ઉગતે હા.31૩૧ ફણ જો આપળે પોતાણે તપાસીએ,ને તો આપણે પાર ન્યાય કરવામાં ની આવે. 32૩૨ ફણ આપળો ન્યાય કરાય,તિયા આપળે પ્રભુથી શિક્ષા પામતે હામ,જિયાથી જગતણે હારી આપળાહાય શિક્ષા હોવે ની કા.33૩૩ ને મારે ભાઈઓ,તુમે ખાવાણ ખાળે ભેગે મિલતે હા તિયા,એકબીજાણે વાટ હેદા; 34૩૪ ને જો કોઈ ભૂખ્યો હોય,તો તે 'પોતાણે ખરમાં ખાય,જિયાથી તુમારે ભેગ મિલવાળ શિક્ષાપાત્ર ની હોવે;હવે જી કાઈ બાકી હાસે તી હાય આવહી તિયા યથાશક્તિ કરહિ
1૧ હવે, ભાઈઓ,આત્મિક દાનો વિષે તુમે અજાણ્યે રત હેવી મારે ઈચ્છા નાથ. 2૨ તુમે જાણતે હા કા,તુમે વિદેશી હોતને,તિયા જેહે કોઈ તુમાહાય દોરી જાય તેહે મુંગી મૂર્તિણે પાછાલા તુમે દોરવાઈ જાતને. 3૩ ને હાય તુમાહાય જાણીવતો હામ કા,ઈશ્વરણે આત્મિક બોનનારો કોઈ માણહ ઇસુણે શાપપાત્ર કતો નાથ;ને કોઈ માણહ,પવિત્ર આત્મા વગાર,ઇસુ પ્રભુ હા;હેવ કઈ અખતો નાથ.4૪ કૃપાદાનો અનેક પ્રકારણે હા તો બી આત્મા તો એકણે એકુજ હા; 5૫ સેવાઓ અનેક પ્રકારની હા,ફણ પ્રભુ એકણે એકુજ હા. 6૬ કાર્યો અનેક પ્રકારણે હા,ફણ ઈશ્વર એક ણે એકુજ હા.7૭ ફણ આત્માણે સ્પષ્ટીકરણ પ્રત્યેકણે સામાન્ય ઉપયોગણે ફાગ આપાયન હા. 8૮ કેહેકા એકણે આત્માથી ને જ્ઞાનણે વાત આપાયની હા;તો કોઈણે હિયાજ આત્માથી વિદ્યાણે વાત આપાયની હા.9૯ કોઈણે હેજ આત્માથી વિશ્વાસ;ને કોઈણે હેજ આત્માથી હારે કરવાણે કૃપાદાન; 10૧૦ કોઈણે પરાક્રમી કામ કરવાણ; ને કોઈણે પ્રબોધ કરવાણ;કોઈણે આત્માણે પારીખ વાણ ને જાણવાણ, કોઈણે અલગ-અલગ ભાષા બોનવાણ ને કોઈણે ભાષાંતર કરવાણ કૃપાદાન આપાયન હા. 11૧૧ ફણ પોતાણે ઈચ્છા પ્રમાણે બદાહાય કૃપાદાન વેચી આપનાર ને બદે શક્ય કરનારણે હે ને હે જ આત્મા હાશે.12૧૨ કેહેકા જેહે શરીર એક હા,ને તિણે અંગો ખણે હા,તિ એક શરીરણે અંગો ખણા હોવા છતાં બદાહાય અંગો મિલીને એક શરીર હાશે,તેહે ખ્રિસ્ત ફણ હા. 13૧૩ કેહેકા આપળે યહુદી કા ગ્રીક,દાસ કા સ્વતંત્ર,બદે એકુજ શરીરમાં ને એક આત્માથી બાપતિસ્મા પામ્યે;ને બદાહાય એક આત્મા પ્રદાન કરવામાં આવે હાશે.14૧૪ ફણ શરીર તે એક અંગણે નાથ,ફણ ખણા અંગોણે હા. 15૧૫ જો પાગ કઈકા,હાય હાથ નાથ હિયા ફાગ હાય શરીરણો નાથ,તો તિયાથી તો શરીરણે નાથ? 16૧૬ જો કાન કય કા,હાય આંખ નાથ ફણ હાય શરીરણે નાથ,તે તો શરીરણો નાથ? 17૧૭ જો આખજ શરીર આંખ હોય તો કાન કાશે હોય? ને જો આખજ શરીર કાન હોય તો જ્ઞાનેન્દ્રિય કાશે હોય?18૧૮ ફણ હવે ઈશ્વર બદાજ અંગણે પોતાણે મરજી પ્રમાણે શરીરમાં ગોઠીવિયે હા. 19૧૯ જો બદે એકુજ અંગ હોય,તો શરીર કાશે હોય? 20૨૦ ફણ હવે અંગો ખણે હા ફણ શરીર એકુજ હા.21૨૧ આંખ હાથણે કઈ અખતી નાથ કા માને તોરે જરૂર નાથ;ને માથ પગણે કઈ અખત નાથ કા,માને તોરે જરૂર નાથ. 22૨૨ વલી શરીરણે જે અંગો ઓછા માનપત્ર દીસે હા તિણે વધારે અગત્ય હા; 23૨૩ શરીરણે જો ભાગ નબળો દિસતો હા.તીયાણે આપળે માન આપતે હામ;ને એહે આપળે કદરૂપા અંગોણે વધારે શોભાયમાન કરાત હા. 24૨૪ આપળે સુંદર અંગોણે એવી જરૂર નાથ.ફણ જિયાણે માન ઓછ હોતન તીયાણે ઇશ્વરે વધારે માન આપીને શરીરમાં ગોઠીવિય હા.25૨૫ એવ કા શરીરમાં ફૂટ ની પડે,ફણ અંગો એકબીજાણે એક સરખી કાળજી રાખે. 26૨૬ ને જો એક અંગ દુઃખી હોય,તો તીયાણે હારી બદાજ અંગો ફણ દુઃખી હોતા હા;ને જો એક અંગણે માન મિલે,તો તીયા હારી બદાજ અંગો ખુશી હોતા હા. 27૨૭ ને હવે તુમે ખ્રિસ્તણે શરીર,ને તીયાણે જુદાં-જુદાં અંગો હાશે.28૨૮ ઇશ્વરે મંડળીમાં કતરાકણે નિમ્યે હા,તી ઈયા પ્રમાણે હા;પ્રથમ પ્રિરીતો,બીજા પ્રભોધક,ત્રીજા ઉપદેશક પુઠી પ્રરાક્રમી કામો કરનારે,પુઠી સાજાપણાણે કૃપાદાનો,સહાયકો,વહીવટકર્તાઓ ને વિવિધ ભાષા બોનનારે.
1૧ જોકા હાય માણહાણે ને સ્વર્ગદૂતોણે બી ભાષાઓ બોની અખ,ફણ મારેમાં પ્રેમ ની હોય,તે રણકાર કરનાર પિત્તળ કા ઝમકાર કરનાર ઝાઝણે જેવો હાય હામ. 2૨ જો માને પ્રબોધ કરવાણ દાન હોય,ને હાય બદાહાય મર્મ ને સર્વ વિદ્યા જાણતો હોય,ને હાય પર્વતોણે ખસેડી અખ એવો પૂરો વિશ્વાસ મારેમાં હોય,ફણ મારેમાં પ્રેમ ની હોય,તો હાય કાય નાથ. 3૩ જો હાય કંગાલોણે પોષણ કરવામાં મારે બદીજ સંપતિ આપ ને જો હાય મારે શરીર અગ્નિણે હોફ ફણ મારેમાં પ્રેમની હોય,તો માને કાઈજ હિતકારક નાથ.4૪ પ્રેમ સહનશીલ ને પરોપકારી હા;પ્રેમ અદેખાઈ કરતો નાથ;પ્રેમ બડાશ મારતો નાથ,ફુલાય જાતો નાથ. 5૫ પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નાથ.પોતાણેજ હિત હોદતો નાથ;ખીજવાતો નાથ,કોઈણે ખરાબ ઇચ્છતો નાથ; 6૬ અન્યાયમાં ની,ફણ સત્યમાં આનંદ માનતો હા; 7૭ પ્રેમ બદજ ખમતો હા,બદજ હાચુ માનતો હા,બદાણેજ આશા રાખતો હા,બદાણેજ સહન કરતો હા.8૮ પ્રેમ કોઈ દિહી ઓછો હોતો નાથ,ફણ પ્રબોધ કરવાણે દાન હોય તો તી નષ્ટ હો;ભા ઓ વિહરાય જાય;વિદ્યા હોય તે તી વિહરાય જાય. 9૯ ભાષાઓ કેહેકા આપળે અપૂર્ણ જાણતે હામ;ને અધુરો પ્રબોધ કરતે હામ; 10૧૦ ફણ જિયા સંપૂર્ણતા આવી,તિયા અપૂર્ણતા જાતિ રય.11૧૧ જિયા હાય બાળક હોતનો,તિયા બાળકણે માફક બોનતોનો,ને વિચારતોનો ને બાળકણે માફક જ હમીજતોનો,ફણ હવે હાય પુખ્ય હોવો હામ,તિયા હાય બાળકણે વાત મૂકી દેદી. 12૧૨ કેહેકા અમુને આપળે જાણજે કા અરીસામાં ઝાંખ-ઝાંખ હેદતે હામ,ફણ તિયા નજરોનજર સ્પષ્ટ હેદુહુ;અમુતે હાય અપૂર્ણ જાણતો હામ,ફણ તિયા જેહે ઈશ્વર માને જાણતો હા તેહે હાય પૂર્ણ રીતે જણીહી. 13૧૩ હવે વિશ્વાસ,આશા ને પ્રેમ એ તીન ટકી રય;ફણ હી તીન માં પ્રેમ શ્રેષ્ટ હા
1૧. પ્રેમણે અનુસરા; ને આત્મિક દાનો મેલીવણે અભિલાષા રાખા, વિશેષ કરીને તુમે પ્રબોધ કરી અખાત ને અભિલાષા રાખ. 2૨. કેહેકા જો કોઈ અન્ય ભાષા બોનતો હા. તિયાં માંણહાહારી નાથ, ફણ ઈશ્વરણે હારી બોનતો હા. બીજ કોઈ તીયાણે બોનવ હમીજત નાથ, ફણ તી આત્મામાં મર્મ બોનતો હા. 33. જો પ્રબોધ કરતો હા, તો ઉન્નતિ, સુબોધ ને દિલાસાણે ફાગ માણહા હારી બોનતો હા. 4૪. જો અન્ય ભાષા બોનતો હા તો પોતાણે ઉન્નતિ કરતો હા; ફણ જો પ્રબોધ કરતો હા તો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ કરતો હા.5૫. મારે ઈચ્છા હા કા, તુમે બદે અન્ય ભાષાઓ બોના, ફણ વિશેષ કરીને તુમે પ્રબોધ હમજાવા હેવી મારે ઈચ્છા હા. કેહેકા અન્ય ભાષા બોનવાવાલો, જો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ ફાગ ભાષાંતર કરે ની, તો તી, કરતા પ્રબોધ, કરવાણ મહત્વ વદારે હા. 6૬. ભાઈઓ, તુમારે વચ્ચે આવીને હાય અન્ય ભાષાઓ બોન ફણ જો પ્રક્ટિકરણ, જ્ઞાન, પ્રબોધ કા શિખામણ થી ની બોન તો તીયાથી તુમહાય કોઈ ફાયદો નાથ.7૭. એહેજ અવાજ કાળનારે નિર્જીવ વાજીત્રો. પૂઠી તે વાંસળી હોય કા વીણા હોય ફણ જો હિળે સૂરમાં અલગતા આવે ની, તો વાંસળી કા વીણા હિયાંથી કાજા વાગાળતો હા તી કેવી રીતે ખબર પળે? 8૮. કેહેકા જો રણસિંગળ સ્પષ્ટ સુર ની કાંળે તો કોઈ લડાઈ ફાગ કિડ સજ્જ હોવી? 9૯. એહેજ તુમે ફણ જો જીભ વળે હમજી અખાય એવા શબ્દો ની બોનાત તે બોનીની વાત કેવી રીતે હમજાય? કેહેકા એહે કરવાથી તુમે હવામાં બોનનારા જેવે ગણાય.10૧૦. ઇયા દુનિયા માં બજ ભાષાઓ હા. તિયાં માણી કોઈ અર્થ વગરની નાથ, 11૧૧. હિયા ફાગ જો હાય અમુક ફાષાણે અર્થ ની જાણ, તે બોનવા વાલાણે આગાલ હાય પરદેશી જેવો ને બોનનારો મારે આગાલણ પરદેશી જેવો હોમ.12૧૨. હિયા પ્રમાણે તુમે આત્માંમાં દાનો ઈચ્છતે, તે ઝનુનથી હેદા ને વિશ્વાસી સમુદાયણે ઉન્નતિણે ફાગ તુમે તીયામાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરા. 13૧૩. તિયાં અન્ય ભાષા બોનનારે પોતે ભાષાંતર કરી અખાત, એવી પ્રાર્થના કરવી. 14૧૪. કેહેકા હાય જો અન્ય ભાષામાં પ્રાર્થના કર, તો મારે આત્મા પ્રાર્થના કરતો હા, ફણ મારે મન નિષ્ફળ રતો હા.15૧૫. તો હાય આત્માથી કરહી ને મન થી બી પ્રાર્થના કરહી, આત્માથી ગાહાય ને મનથી બી ગાહાય. 16૧૬. ની તો જો તું આત્માથી સ્તુતિ કરીહી તે તિયાં જી ઓછ હમીજવા વાલે માણહે બેઠને હા તી તોરે સ્તુતિ ઉનાયને આમીન કેવી રીતે કઈ? કેહેકા તું કાજા બોનતો હા હી તો હમીજતો કાયની.17૧૭. કેહેકા તું હારી રીતે સ્તુતિ કરે તે ખરો; ફણ તીયાથી બીજાણે ઉન્નતિ હોવી નાથ. 18૧૮. હાય ઈશ્વરણે આભાર માનતો હામ, કા તુમારે બદાહાજ કરતાં માને વદારે ભાષાઓ બોનતા આવીટ્ટી હા. 19૧૯. તિયા ફણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોનવા કરતાં બીજાહાય હિખવવાણ પોતાણે સમજશક્તી થી માત્ર પાંચ શબ્દો બોનવાણ હાય વધારે પસંદ કરતો હામ.20૨૦. ભાઈઓ, હમજણમાં નીચકે ની હોવા; ફ્ણ દુષ્ટતામાં નીચકે હોવા, ને હમજણમાં પુખ્ત હોવા. 21૨૧. નીયમશાસ્ત્ર માં નખીન હા. કા' અન્ય ભાષાઓથી ને અજાણી પ્રજાઓણે હોઠોથી હાય ઇયા માણહાય હારી બોનીહી , ફ્ણ તિ મારે ઉનાયની: એ હે પ્રભુ કતો હા.22૨૨. ને ભાષાઓ વિશ્વાસીઓણેની, ફ્ણ અવિશ્વાસી ઓણે ફાગ નિશાનીરૂપ હા.ને પ્રબોધ અવિશ્વાસી ઓણે ની ફ્ણ 'વિશ્વાસી ઓણે ફાગ ચિન્નરુપ હા. 2323. ને જો આખોજ વિશ્વાસી સમુદાય એકઠો મીલે , ને બદીજ અન્ય ભાષાઓમાં બોને ને જો કતરાહાય ઓછી હમજણ વાલેને અવિશ્વાસીઓ તીયે આવે તે તી કાઇનીકા , કા તુમે પાગલ હા.24૨૪. ફણ જો બધેજ પ્રબોધ કરાત ને કોઈ અવિશ્વાસી કા અણસમજુ અંદર આવે તો બદાહાથી તિયાણે શિખામણ મિલતી હા; બદાથી તી પારખાતો હા; 25૨૫. ને તિયાણે હ્દયથી ગુપ્ત બાબતો પ્રગટ કરતી હા; વલી ખરેખર ઈશ્વર તુમારેમાં હા હેવ કબૂલ કરીને તો છૂટણે પળીને ઈશ્વરણે ભજન કરી.262૬. ભાઈઓણે બહેનો જિયા તુમે એકઠે હોતે હા તિયા તુ મારે માણે કોઈ ગીત ગાત હા, કોઈ પ્રકટીકરણ કરત હા, કોઈ અન્ય ભાષાબોનત હા તે કોઈ તિયાણે અર્થ હમજાવાત હા;ઇ બદ ઉન્નતિણે ફાગુ હોવા જો જે . 27૨૭. જો કોઈ અન્ય ભાષા બોનત હા, તો બે અથવા વધારેમાં વધારે તીન માણહે વારાફરતી બોન તે હા;ને એક જણે ભાષાંતર કરવાણ. 28૨૮. ફ્ણ જો ભાષાંતર કરનારો ની હોય તો વિશ્વાસી સમુદાયમાં તિ યે ચુપ રવાણને માત્ર પોતાણેને ઈશ્વર હારી બોનવાણ.29૨૯. બે કા તીન પ્રબોધકો બોન્તા ,ને બીજા હાય તિણે સમીક્ષા કરે. 30૩૦. ફણ જો સભામાં જિ બદેહા તિણે માણે કોઈણે કાંઈ પ્રગટ હોવે , તો પેલ્લા ચુપ રવાણ.31૩૧. તુમે બદેજ વારાફરતી પ્રબોધ કરી અખતે હા. કા બદેજ માણહે હીખાત ને દિલાસો પામાત. 32૩૨. પ્રબોધકોણે આત્માઓ પ્રબોધકોણે આધીન હા. 3333. ઈશ્વર અવ્યવસ્થાણે ઈશ્વર નાથ, ફ્ણ શાંતિણે ઈશ્વર હા. જે હે સંતોણે બધી જ મંડળીઓમાં ચાનત હા તે હે.34૩૪. સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયો માં ચૂપ રવાણ ; કેહેકા તીણે બોનવાણ અધિકાર નાથ, ફણ તીણે આધીનતામા રવા જોજે એહે નિયમશાસ્ત્ર ફણ કત હા. 35૩૫. ફણ જો તી કાંઈ હિખીવણે માંગતે, તો તીણાહાય ખર માં પોતાણે પતિણે પૂછવાણ; કેહેકા વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોનવ હી શરમભરીન હા. 36૩૬. ને તુમારે પાહાય ઈશ્વરણે વચન આવ? ને તી તુમહાય એખનાહાય મિલ્લ હા?37૩૭. ને જો કોઈ પોતાણે પ્રબોધક કા આત્મિક હમજે, તો જે વાત હાય તુમારે પાહાય નખતો હામ તી પ્રભુણે આજ્ઞા હા એવ તીયે હમીજવાણ. 38૩૮. જો કોઈ આજ્ઞા ની હોય તો તી ભલે આજ્ઞા ની રય.39૩૯. હિયા ફાગ, મારે ભાઈઓ, પ્રબોધ કરવાણે ઉત્કઠાં રાખ, અન્ય ભાષામાં બોનવાણ ના નખે કતા. 40૪૦. ફણ બદજ ઈશ્વરણે સોબે તેવી રીતે ને વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે
1૧. હવે ભાઈઓ ને બહેનો, જે સુવાર્તા મયે તુમાહાય પ્રગટ કદી હા, જીયાણે તુમાહાય બી સ્વીકારી હા ને જીયામાં તુમે સ્થિર બી રયે હા. 2૨. જે વચનો મયે તુમારે આગાલ પ્રગટ કદે હા તીયાણે તુમે અનુસરતે હા ને કલ્પનિક વિશ્વાસ તુમે કરતે તીયાજ ઉદ્ધાર પામાંહાત, તે સુવાર્તા હાય તુમાહાય જણાવતો હામ.3૩. કેહેકા જી માને પ્રાપ્ત હોવ હા, તી મયે તુમાહાય પેલ્લા આપી દેદ હા કા શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણે પાપણે હારું મરણ પામ્યો ; 4૪. વલી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુણે દફનાવવામાં આવો ને તીજે દિહી તો સજીવન હોવો.'''5૫. કેફાણે ને પૂઠી શિષ્યોણે તીયે દર્શન આપ્ચ. 6૬. ત્યાર પૂઠી પાંન્સો કરતા વદારે ભાઈઓ આગાલ એકુજ સમયે તો પ્રગટ હોવો; તીણેમાણે ખણે આજુ હુદી જીવતા રયા હા, ફણ કતરાક મરી ગયા હા. 7૭. તીયા પૂઠી યાકુબણે ને પૂઠી બદાજ પ્રેરિતોણે ઈસુએ દર્શન આપ્ચ.8૮. બદાહાથી છેન્ના જેહે અકાળે જન્મીયો હોય તેહે માને બી ઈસુએ દર્શન આપ્ચ. 9૯. કેહેકા પ્રેરિતોમાણે બદાહાય કરતા હાય નાનો હામ; ને હાય પ્રેરિત ગણાવા ફણ લાયક નાથ, કારણ કા મયે ઈશ્વરણે મંડળીણે સતાવણી કદની.10૧૦. ફણ હાય જો હામ તો ઈશ્વરણે કૃપાથી હામ; મારે પાર તીયાણે જે કૃપા હા તીયા વિનાકારણ હોવી નાથ, ફણ તી બદાહા કરતા મયે વદારે મહેનત કદી; મયે તે નાથ ફણ ઈશ્વરણે જે કૃપા મારે પાર હા તીયા નેદે. 11૧૧. હાય કા તી, એહે આમે સુવાર્તા પ્રગટ કરતે હામ, ને તીયા પાર તિણાહાય વિશ્વાસ કદો હા.12૧૨. ને ખ્રિસ્ત મરણ પામીનાહા માંથી સજીવન હોવો હા. એવ જો પ્રગટ કરાય, તો તુમારે માણે કતરેક એહે કતે હા કા,`મરણ પામીનાહાય પુનરુસ્થાન નાથ? 13૧૩. ફણ જો મરણ પામીનાહાય પુનરુસ્થાન નાથ તો ખ્રિસ્ત ફણ સજીવન હોવો નાથ. 14૧૪. ને જો ખ્રિસ્ત સજીવન હોવો નાથ. તો આમે જો ઉપદેશ કરતે હા તો તે વ્યર્થ હા, ને તુમે જો વિશ્વાસ કરતે હા તો ફણ વ્યર્થ હા.15૧૫. ને આમે ઈશ્વરણે સાક્ષીઓ કરતે હામ, કારણકા આમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપી,કા તિણાહાય ખ્રિસ્તણે સજીવન કદો, ફણ જો મરીને ઉઠતે નાથ, તો ઈસુણે બી સજીવન કરવામાં આવો નાથ. 16૧૬. કેહેકા જો મરીનાહાય પુનરુસ્થાન નાથ, તો ખ્રિસ્ત બી સજીવન હોવો નાથ. 17૧૭. ને જો ખ્રિસ્ત સજીવન હોવો નાથ, તો તુમારે વિશ્વાસ વ્યર્થ હા ; આજુ હુદી તુમે તુમારે પાપ માં જ હા.18૧૮. ને ખ્રિસ્તમાં જી હુવી ગયે હા તી ફણ નાશ પામીયે હા. 19૧૯. જો કેવળ ઇયા જીવન ફાગુ જ આપણે આશા ખ્રિસ્તમાં હા, તો બદાહા માણહા કરતા દયાપાત્ર હામ.20૨૦. ફણ હવે ખ્રિસ્ત મરણ પામીના માંથી સજીવન હોવો હા. ને તો હુવી ગયે હા તીણે મા પ્રથમ ફળ હોવો હા. 21૨૧. કેહેકા મરણથી મરણ હોવ, હેવીજ રીતે માણહાથિ મરીનાણે પુનરુસ્થાન ફણ હોવ હા.22૨૨. કેહેકા આદમ મા બદેજ મરતે હા, તેહે ખ્રિસ્તમાં બદેજ સજીવન હોવી. 23૨૩. ને દરેક પોતપોતાણે અનુક્રમે;ખ્રિસ્ત પ્રથમ ફળ, તીયા પૂઠી જીયા તો આવી તીયા જી ખ્રિસ્તણે હા તિણાહાય સજીવન કરવામાં આવી.24૨૪. જીયા ખ્રિસ્ત ઈશ્વરણે એટલે પોતાણે રાજ્ય હોફિ દેય, તીયા બદી સત્તા, સર્વ અધિકાર ને પરાક્રમ નષ્ટ કરી તીયા અંત આવી. 25૨૫. કેહેકા બદાજ શત્રુઓણે તો પોતાણે પાગ નીચે છૂદી ની નાખે, તીયા હુદી તીયે રાજ કરવા જોજે. 26૨૬. જો છેન્ના શત્રુ નાશ પામી તો તે મરણ હા.27૨૭. કેહેકા ઈશ્વરે પોતાણે પગ નીચે બદાહાય આદીન કદે હા; ફ્ણ જિયા તિયે ક્ય કા, ' બદજ આધીન કરાત હા , તિયા બધા હાય આધીન કરનારા જુદા હા, તી સ્પષ્ટ દેખાત હા."' 28૨૮. ફ્ણ જિયા બદેજ તિયાણે આધીન કરાય, ઇસુ આધીન હોવનાણા હાય આધીન ની હોવે. ફણ પિતાણે આધીન હોવી હિ હાર કા ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ હોવો.29૨૯. જો એવ ની હોય તો જી મરણ પામીનાહાય ફાગુ બાપતિસ્મા પામ્યે, તિણાહાય કાજા હોવી ? ને જો મરીનાહાય પુનરુસ્થાન નાથ તો મરીનાહાય ફાગ તિ કાજા ખન્ને બાપતિસ્મા પામતે હા? 30૩૦. આમે ફ્ણ વારવાર જોખમમાં કાજા ખન્ને પળતા હામ ?31૩૧. ખ્રિસ્ત ઇસુ આપણો પ્રભુમાં તુમારે વિષે મારે જો આનંદ હા તિયાણે ખાતરીથી કતો હામ કા, હાય દિનપ્રતિદિન મરતો હામ. 32૩૨. જો એફેસસમાં જંગલી જાનવરોણે હારી વિડાયો તો માને કાજા લાભ હા? ને જો મરીનાહાય પુનરુસ્થાન નાથ તો આપળે ખાતે હા કા પીતે હા હિયા માં કાજા ખોટ હા. કેહેકા કાને મરવાણે તે હામ ને.3333. ખાસ યાદ રાખા; ખરાબ સંગત હારા આચરણ ને બગાળતો હા. 34૩૪. ન્યાયી સભાનતાથી જીવા ને પાપ કરતે નખા. કેહેકા ક્તરેક ઈશ્વર વિષે અજ્ઞાની હા; હિ તુમે શરમાવવા ફાગુ કતો હામ.35૩૫. ફ્ણ કોઈ કતો હા કા મરીને કેવી રીતે પુનરુસ્થાન પામે ? ને કેવ શરીર ધારણ કરીને આવતો હા ? 36૩૬. ઓ નિબૃદ્ધિ , તુ જી વાવતો હા તી જો મરે ની તે તિયાણે જીવન બી પ્રાપ્ત હોવ નાથ.37૩૭. જી શરીર હોવાણ નાથ તી તે વાત્ય હા, ફણ તી કેવળ દાણા, કદાચ ઘઉંણે કા બીજા કોઈ અનાજણે. 38૩૮. ફ્ણ ઈશ્વર પોતાણે ઇચ્છા પ્રમાણે તિયાણે શરીર આપતો હા, ને પ્રત્યેક દાણાણે પોતાણે શરીર આપતો હા. 39૩૯. બદાજ દેહ એકુંજ જાતણા નાથ, ફણ માણાહાય દેહ જુદો હા, પશુઓણે જુદો ને માછનાહાય જુદો તેહે જ પક્ષીઓણે દેહે બી જુદો હા.40૪૦. સ્વર્ગીય શરીરો હા તેહે જ પૃથ્વી પારણે શરીરો ફણ હા. સ્વર્ગીય શરીરોણે વૈભવ જુદો હા, ને પૃથ્વી પારણે શરીરણે વૈભવ જુદો જ હા. 41૪૧. સૂર્યણે વૈભવ જુદો. ને ચંદ્રણે વૈભવ જુદો. તેહે જ ચમકતા તારાઓણે મહિમા ફણ જુદીજ હા. કેહેકા ચમકતા તારા તારામાં ફણ ફિરતા હા.42૪૨. મરીનાહાય પુનરુત્થાન ફણ એવ હા ; જી દફનાવાય તી નાશવંત હા, ને જી સજીવન કરાય હા તી સદાકાળ હુદી ટકનાર હા. 43૪૩. અપમાનમાં વાવત હા, મહિમામાં ઉઠાડાત હા; નિર્બળતા મા વવાય, પરાક્રમ મા ઉઠાડાય. 44૪૪. ભૌતિક શરીર વાવાત હા ને આત્મિક શરીરમાં સજીવન કરાત હા; ને જો ભૌતિક શરીર મા હા તો આત્મિક શરીર ફણ હા.45૪૫. નખીન હા કા,' પેલ્લો માણહ આદમ સજીવ જીવંત પ્રાણી હોવો, છેન્ના આદમ જીવન દાયક આત્મા હોવો. 46૪૬. આત્મિક પેલ્લ હોત નાથ, ભૌતિક પેલ્લા પૂઠી આત્મિક.47૪૭. પેલ્લા માણહ પૃથ્વીણે માટીણે બનીને હોતન, બીજ માણહ સ્વર્ગથી આવનાર પ્રભુ હા. 48૪૮. જો માટીણે હા તેવા જ જી માટીણે હા તી ફણ હા, ને જો સ્વર્ગીય હા તી જેવે હા તેવેજ તી સ્વર્ગીય હા તી ફણ હા. 49૪૯. આપળે જેહે માટીણે પ્રતિમા ધારણ કરતે હા તેહે સ્વર્ગીય સ્વરૂપ બી ધારણ કરહુ.50૫૦. હવે ભાઈઓ, હાય ઈ કતો હામ કા, માસને લોહી ઈશ્વરણે રાજ્યણે વારસ હોઈ અખતે નાથ; તે હે જ વિનાશીપણ અવિનાશી પણાણે વારસો પામી અખવાણે નાથ 51૫૧. હેદા ,હાય તુમાહાય મર્મ ક્તો હામ; આપળે બદે હું વુહું ની, છેન્ના રણશિંગળ વાગાળતા જ ફણ એક ક્ષણમાં આખણે પલકારામાં આપળે બદલાઈ જા હુ .52૫૨. કેહેકા રણશિંગળ વાગી,તીયા મરીને અવિનાશી હોઈને ઉઠી ને આપળે સ્વરૂપ બદલાઈ જાય. 53૫૩. કેહેકા ઇ વિનાશી અવિનાશી પણું ધારણ કરી ને ઇ મરનારે અમર પણ ધારણ કરી.54૫૪. જીયા ઈ વિનાશી અવિનાસીપણ ધારણ કરી, ને ઈ મરણ અમરપણ ધારણ કરી, તીયા ઈ નખીની વાત પૂર્ણ હોવી કા, 'મરણ જયમાં ગરક હોવી ગ હા.''' 55૫૫. અરે મરણ, તોરે પરાક્રમ કાશે હા? અરે મરણ, તોરે ડંખ તે પાપ કાશે હા;56૫૬. મરણણે ડંખ તે પાપ હા; ને પાપણે સમર્થ્ય નિયમશાસ્ત્ર હા ; 57૫૭. ફણ ઈશ્વર જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નેદે આપણાહાય વિજય આપતો હા, તીયાણે આભરસ્તુતિ હોવે.58૫૮. ને મારે પ્રિય ભાઈઓ, તુમે સ્થિર ને દ્રઢ હોવા ને પ્રભુણે કામમાં તલ્લીન રયા, કેહેકા તુમે જાણતે હા કા પ્રભુમા તુમારે કામ નિષ્ફળ નાથ
1૧. હવે સંતોણે ફાળો એકઠો કરવા વિષે નખતો હામ; મયે ગલાતીયાનણે વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તુમે ફણ કરા. 2૨. હાય આવ તીયા ધર્મદાન ઉઘરાવવા પળે ની, તીયા ફાગ અઠવાડિયાણે પેલ્લા દિહી તુમારે માણે બદેજ પોતાણે કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મુકવાણો.3૩. જીયા હાય આવીહી તીયા જીણાહાય તુમે પસંદ કરાત, તિણાહાય પત્રો આપીને હાય તુમારે દાન યરૂશાલેમમાં પોચાડવા ફાગ મોકનિહિ. 4૪. જો મારે ફણ જાવાણ યોગ્ય નાગી તો તી મારે હારી આવી.5૫. હાય મકદોનીયા હોઈ ને જાવાણો હામ. તીયાથી મકદોનીયા પાર કદા પૂઠી હાય તુમારે પાહાય આવીહી. 6૬. હાય કદાચ તુમારે હારી રહય,કદાચ શિયાળો બી કાળીહી કા, જીયાથી મારે જીયે જાવાણ હા તીયે તુમે માને પોચાવાત.7૭. કેહેકા અમુ જાતા તુમાહાય મિલવાણી મારે ઈચ્છા નાથ; ફણ ઈશ્વરણે ઈચ્છા હોય તો હાય થોળોક સમય હુદી તુમારે હારી રવાણી આશા રાખતો હામ. 8૮. ફણ હાય પચાસમાણે પૂર્વ હુદી એફેસસમાં જ રઈ . 9૯. કેહેકા એક મહાન કાર્ય સફળ હોવે એવ બાર મારે ફાગુ ખોલવામાં આવ હા.જો કા વિરોધીઓ ફણ ખણે હા.10૧૦. ફણ જો તિમોથી આવે તો તુમારે હારી નિર્ભય રય, તીયા વિષે સંભાળ રાખજા, કેહેકા મારે નેદે તો ફણ પ્રભુણે કામ કરતો હા. 11૧૧. હિયા ફાગ કોઈ તીયાણે તુચ્છ ગણે ની ; ફણ શાંતિથી તીયાણે મારે પાહાય પોચાડજા, કેહેકા ભાઈઓ ણે હારી તીયાણે આવવાણે પ્રતીક્ષા હાય કરતો હામ. 12૧૨. હવે, ભાઈઓ અપોલસ વિષે મારે અતરજ કવાણ હા કા ભાઈઓણે હારી તે તુમારે પાહાય આવે તીયા ફાગ મયે તીયાણે બજ વિનંતી કદી; ફણ અમુ તીયે આવવાણી તીયાણે ઈચ્છા નાથ; ફણ જીયા અનુકૂળ પ્રસંગ મિલે તીયા તો આવી.13૧૩. જાગૃત રયા વિધાસમા સ્થિર રયા, સમર્થ્ય દેખાડા, બળવાન હોવા. 14૧૪. તુમે જી કાંઈ કરાત તી પ્રેમથી કરા.15૧૫. ભાઈઓ, તુમે સ્તેફનાસણે કુટુંબણે જાણતે હા કા, તો અખાયાણે પ્રથમફળ વિશ્વાસી હા, તો સંતોણે સેવામાં હમેશા સક્રિય રયો હા ને તીયા ફાગ તુમાહાય વિનંતી કરતો હામ કા, 16૧૬. તુમે એવા માણહાણે ને અન્ય જી સેવામાં પરિશ્રમ કરતે હા તીણે ફણ આધીન હોવા.17૧૭. સ્તેફનાશ ને ફોર્તુનાતસ ને અખાઈકસણે આવાથી હાય હર્ષ પામ્યો ; કેહેકા તુમારે જી કામ અધુંર હોતન તી તિણાહાય પૂર કદ હા. 18૧૮. તિણાહાય મારે ને તુમારે આત્માણે ફણ ઉત્તેજિત કદા. તીયા ફાગ એવા માણહાણે માન આપા.19૧૯. આસિયાણે વિશ્વાસી સમુદાયણે તુમાહાય સલામ પાઠવતે હા. આકુલા, પ્રિસ્કા ને તીણે ખરમાં મિલતા વિશ્વાસી સમુદાયણે બદાહાય પ્રભુમા તુમાહાય સલામ પાઠીવતે હામ. 20૨૦. બદાહા ભાઈઓણે ફણ તુમાહાય સલામ પાઠીવતે હામ, પવિત્ર ચુંબનથી એકબીજાણે ક્ષેમકુશળ કજા.21૨૧. હાય પાઉલ મારે પોતાણે હાથે તુમાહાય સલામ નખતો હામ. 22૨૨. જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર પ્રેમ કરતો ની હોય, તે તો શાપિત હોવે. 23૨૩. આપળે પ્રભુ આવાણો હા. પ્રભુ ઈસુ ને કૃપા તુમારે પાર હોય. 24૨૪. ખ્રિસ્ત ઈસુમાં મારે પ્રેમ તુમે બદાહાય હારી હોય. આમીન.
1કરિંથિમાણે ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે ને તીયાણે હારી સમગ્ર અખાયામાણે બદે ડિખરેહે, પાઉલ જે ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તણે પ્રેરિત હા તો ને તીયાણે ફાહાવ તિમોથી નખતો હા 2ઈશ્વર આપણે પિતા ને ઈસુ ખ્રિસ્ત તુમાહાય કૃપા ને શાંતિ હોવી .3આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે ઈશ્વરણે ને પિતા, જે દયાણે ને બદે દિલાસાણે ઈશ્વર હાશે તીયાણે સ્તુતિ હોય . 4તિયે આમારે બદે વિપત્તિમાં આમાહાય દિલાસો આપતો હા, કા જિયા થી આમે પોતે ઈશ્વરથી જ દિલાસો પામતે હાશેમ, તિયા નેદે ગમે તેવી વિપત્તિમાં હોય તિણાહાય આમે દિલાસો આપવાણે શક્તિમાન હોજે.5કેહે કા ખ્રિસ્તણે નેદે ખણા દુઃખ આમારે પાહાય આવતા હા, તેહે ખ્રિસ્તણે નેદે આમાહાય ખણો દિલાસો મિલતો હા . 6ફણ જો આમે વિપત્તિમાં સહન કરતે હામ તો તે તુમારે દિલાસા ને ઉદ્ધારણે ફાગ; હા ને જો દિલાસો પામતે હામ, તો તે તુમારે દિલાસાણે ફાગુ હા, ને જેહે આમે દુઃખ સહન કરતે હામ તેવી સહન કરવાની શક્તિ તુમારેમા આવે . 7તુમારે વિશે આમારે આશા મજબુત હોવી હાશે કારણ કા આમાહાય ખબર હા કા જેહે તુમે દુઃખ માં ફાગીદાર હા, તેહે દિલાસામા ફણ ફાગીદાર હોવે હાશે .8કેહે કા ભાઈ ઓ આમારે એવી ઈચ્છા નાથ કા આસિયામાં જે વિપત્તિ આમાહાય પડી તે વિશે તુમે અજાણે રત, એ વિપત્તિ આમારે સહનશક્તિ બાર આમાહાય બજ ફારી નાગી, અત્તાર હુદી આમે જીવવાણી આશા ફણ મુકી દેદની . 9ને વલી આમાહાય એવ નાગન કા આમારે મરણ હોવી, જિયા થી આમે પોતા પાર નાથ, ફણ મરણ પામી ને જીવતો કરવા વાલો ઈશ્વર પાર વિશ્વાસ રાખજા . 10તિયે એવા મરણ કારક જોખમ થી આમારે બચાવ કદો હાસે ને બચાવ કરી;તિયા પાર આમે આશા રાખતે હામ કા તો પાસો બી આમાહાય બચાવી .11તુમે પ્રાર્થનાથી આમાહાય સાહાય કરજા કા જે કૃપાદાન ખણાહાય તરફથી આમાહાય આપ્ચ,તિયા નેદે ખણે આમારે ફાગ આભારસ્તુતિ ફણ કરી .12કેહેકા હે બાબત ણે આમાહાય અભિમાન હાસે ને આમારે પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપેકા ભૌતિક જ્ઞાનથી કાયની ફણ ઈશ્વરણે કૃપાથી આમે દુનિયામાં ને વિશેષ કરીને તુમારે સબંધ માં ઈશ્વરણે દ્રષ્ટિએ પવિત્રતાથી ને સુદ્ધ મનથી વરતિયે . 13ફણ તુમે જી વચતે હાસે ને માંનતે હાશે, તિયાથી વિપરીત આમે તુમાહાય બીજી વાત નખતા નાથ, ને આશા રાખતો હામ કા તુમે અંત હુદી માંનજા . 14જેવી રીતે તુમાહાય આમાહાય સ્વિકારએ, કા પ્રભુ ઈસુણે પુનરાગમનણે જેહે તુમે આમારે ફાગ, તેહે આમે તુમારે ફાગ અભિમાનણે કારણ હાસે,તેવી આશા હાય રાખતો હામ .15ને પેલ્લા એવી આશાથી હાય તુમારે પાહિ આવવાણો ઈચ્છા રાખતોનો કા તુમાહાય બમણી કૃપા મિલે; 16તુમારે પાહાય હોયને મકદોનિયા જાહાય ને પાસો મકદોનિયાથી તુમારે પાહાય આવાણે, ને તુમારે થી યહુદીયા ફણી વિદાય હોયને હાય ઈચ્છા રાખતો નો .17તો હાય એવ ઈચ્છવામા હાય ઢચુપચુ કરતો નો ? નિ તિયા જે ઇરાદ હાય રાખતો હામ તે કાજા માંનવીય થોરણ પ્રમાણે રાખતો હામ; એવ કા મારે બોનવ હા ણે 'હા' ને ના ણે 'ના' હોય ? 18ફણ જેહે ઈશ્વર વિશ્વાસુ હા તે હે તુમારે પ્રતિયે મારે વાત મા હા કા ના નાથ હોત ન .19કેહે કા ઈશ્વરણે ડિખરોહો ઇસુ ખ્રિસ્ત જે આમારેથી, એટલે મારેથી ને સિલ્વાનસ ને તિમોથી નેદે તુમારેમા પ્રગટ કરાય, તે હા ને ના નિ હોવે, ફણ તી હા હોવે . 20ફણ ઈશ્વરણે જતરે આશા વચનો હા તી બદાહામા હા ને તિયામા આમીન હાસે, હિયા ફાગ કા આમારેથી ઈશ્વરણે મહિમા હોવે .21ને આમાહાય તુમારે હારી ખ્રિસ્તમા જે દૃઢ કરતો હા ને જિયા આમારે અભિષેક ક્દો, તો તે ઇશ્વર હા; 22તિયે આમાહાય મુદ્રાંકિત કદે હાસે ને આમારે હ્રદય મા આત્માણે ખાતરી આપી હા .23હાય ઇશ્વરણે સાક્ષી રાખીને કતો હામ કા તુમારે પાર દયા કરીને હાય આજુ હુદી કરિથિમા આવો નાથ; 24આમે તુમારે વિશ્વાસ પાર સત્તા ચાનિવતે હામ એહે કાયની, ફણ તુમારે આનંદમા સહાય કરનારે હામ; કેહે કા તુમે વિશ્વાસથી દૃઢ રતે હા .
1ફણ મયે મારે ફાગ એવ નક્કી કદ કા, હાય પાસો ખેદથી તુમારે પાહાય ની આવ. 2કેહે કા હાય તુમાહાય દુઃખી કરતો, તો તુમે મારેથી દુઃખ પામીયે તીયા સિવાય માને કીડ આનંદ માને આપે?3ને મયે તુમાહાય ઈજ નકશ કા, ઇયા હારું કા જીયાથી માય આનંદ પામતોહામ તિયાથી હાય આવ તિયા હાય દુઃખી ની હોમ;હાય તુમારે બદાહા પાર ફરોસો રાખતો હામ,કા મારે આનંદ તુમારે બદહાય હાશે. 4કેહે કા ખણી વિપત્તિથી ને હદયણે વેદનાથી, મયે ખણે આહમે પાળીને તુમાહાય નખ્ય તી ઈયા ફાગ કા તુમારે ઉપાર મારે ખણો પ્રેમ હા, તિ તુમે જાણાત.5ફણ જો કોઈ દુઃખ પામાડય હા,તો માને કાયની ફણ કતરા સમય હુદી ને હાય વદારે ફાર ની નાખ ને તુમે બદહાય તીયે દુઃખી કદે હા. 6એવે માણહાણે બહુમતી થી એ જે સજા હોવી હાશે તે પૂરતી હાશે, 7ને તિયાથી ઊંદ તુમારે તિયાણે વિશેષ માફી ને દિલાસો આપવાણો, રખે ને તી વદારે દુઃખ માં ગરકાવ હોય જાય.8હિયા ફાગુ હાય તુમાહાય વિનંતી કરતો હામ કા તિયા પાર તુમે પૂરો પ્રેમ કરા; 9કેહે કા હીયા જ ફાગ મયે નક્શ હા કા, બદહા માં તુમે આજ્ઞાકારી હાશે કા કાયની તિયા વિશે માય પરીક્ષા નેતો હામ.10ફણ જી તુમે બીજાણે માફ કરતે હાશે, તિયાણે માય ફણ માફ કરતો હામ,કેહે કા મયે ફણ કાય માફ કદ હોય, ફણ જી મયે માફ કદ, તો તુમારે નેદે ખ્રિસ્તણે આગાલ માફ કદ હા. 11કા જીયા શેતાન આપણાહાય ની જીતે, કેહે કા આપણે તિયાણે યુક્તિ વિશે આજણ્યે કાયની હામ.12ખ્રિસ્તણે સુવાર્તા પ્રગટ કરણે હારું હાય ત્રોઆસમાં આવો ને પ્રભુ એ મારે ફાગુ બાર ખુલ્લ કદ છતાં 13ફણ મારે આત્માણે શાંતિ કાયની હોતની, કેહે કા તિતસ મારે ફાહાવ માને મીલ્લો કાયની; તીયાથી,વિદાય નેયને માય મકદોનીયામાં ગો.14ણ ઇશ્વર જે ખ્રિસ્તમાં સદા આમહાય વિજયકૂચમાં દોરતો હા ને આમારે આશરે પોતાણે જ્ઞાનણે સુગંધ બદી જાગ્યામાં ફેલાવતો હા, તિયાણે આભારસ્તુતિ હોવી. 15કેહે કા જી ઉદ્ધાર પામતે હા તિણાહામા, ને નાશ પામતે હા તિણાહામા, આમે ઇશ્વરણે આગાલ ખ્રિસ્તણે સુગંધ હાશેમ.1616] મૃત્યુ પામીને તીણે ફાગ આમે મરણને દુર્ગધરુપ ને જીવંતણે ફાગ જીવનણે દુર્ગધરુપ હાશેમ;તો હિયા કાર્ય ફાગ કિડ યોગ્ય હા? 1717] કેહે કા કતરાહાય જેહે આમે ઇશ્વરણે વાત માં ઉમેરો કરતા કાયની ફણ સત્યાતાથી ને ઇશ્વરણે સત્તાથી ખ્રિસ્તમાં ઇશ્વરણે આગાલ બોનતાહામ.
1કા આમે પાછે પોતાણે પ્રશંસા કરતે હામ ? કા બીજે કતરાહાકણે તુમે, આમાહાય તુમારે ઉપાર કા તુમારે પાહાય થી, ફ્લામણ ને પત્ર જીત્તે હાસે ? 2આમારે હૃદયમાં નખીન ને બદા માણહાથી જાણીનો ને વાંચીનો એવો આમારે પત્ર તી તુમે હાસે. 3તુમે ખ્રિસ્તણે પત્રણે જેહે દેખાતે હા જિણાંહાય આમે સેવા કદની; તે સાહીથી કાયની ફણ જીવતા ઇશ્વરણે આત્માથી, ને પથ્થરણે પાટિયા પાર કાયની ફણ માંનવીય હૃદયરુપી પાટિયા પાર નખીન હા.4એવો ફરોહો ખ્રિસ્તણે આશરે આમાહાય ઈશ્વર પાર હાશે. 5હાય પોતે પોતાણેથી કાંઈ વિચાર વા સમર્થ હાસેમ એવ કાયની હાશે; ફણ આમારે સામર્થ્ય ઈશ્વરથી હાશે. 6તીયાણે ફણ આમાહાય નવા કરારણે, એટલે અક્ષરણે કાયની ફણ આત્માંણે, યોગ્ય સેવક કાર્ય હાશે, કેહે કા અક્ષર મારી નાખતો હા, ફણ આત્મા જીવડાવતો હા.7ને મરણને સેવા જિણાહાય અક્ષરો પથ્થર પાર કોતરીના; તી જી એટલે ગૌરવવાલી હોતની કા ઈઝરાયેલી માણહે મુસાણે મોં પારણને તેજ ટલી જાવાણે હોતને તી તેજણે નેદે તિણાહાય મુ પાર ધારીણે હેદી અક્સે કાયની. 8તી તે કરતા આત્માંણે સેવા વદારે મહિમાવાન કેહે ની હોય?9કેહે કા જો દંડાજ્ઞાની સેવાણે મહિમા હોતનો, તો ન્યાયપણા ણે સેવા મહિમામાં કતરી બદી વદારે હાશે ! 10ને ખરેખર, જી મહિમાવાન હોવન તી કરતા બીજ વદારે મહિમાવંત હોવાણે કારણ થી જાણે મહિમારહિત હોવ. 11કેહે કા જી ટલી જાવાણ હોતન ને જી મહિમાવંત હોતન, તો જી કાયમ ટકનાર તીયાણે મહિમા કતરો વિષેશ હા!12ઈયા ફાગુ આમાહાય એવી આશા હોવાથી, આમે વદારે નિર્ભયતાથી બોનતે હામ; 13ને મુસાણે જેહે કાયની, કા જીયાએ ઇઝરાયેલણે ડિખરાહાય ટલી જાનારે મહિમાણે અંત ફણ હેજ્જો કાયની એટલે પોતાણે મું પાર પળદો નાક્શો.14ફણ તિણાહાય મન કઠાણ હોવે ને; કેહે કા આજે હુદી જુનો કરાર વાંચતે તો પળદો તેહેણો તેહેજ રતો હા; ફણ તી તે ખ્રિસ્ત માં દૂર કરવામાં આવી 15ફણ આજ હુદી જિયા તિણાહાય મુસાણે પુસ્તક વાંચતે હાશે તિયા તિણાહાય હૃદય પાર પળદો રતો હા; 16ફણ જિયા તી પ્રભુ ફણી ફિરી, તિયા તો પળદો હરકાવી નાખવામાં આવી.17હવે પ્રભુણે આત્મા હા; ને જીયે પ્રભુણે આત્મા હાશે તીયે સ્વતંત્રતા હાશે. 18ફણ આપણે બદે ઉગાડે મુખે જેહે આરસીમાં, તેહે પ્રભુણે મહિમાણે હેદીને, પ્રભુણે આત્માથી વદારે મા વદારે મહિમા થારણ કરતા તીયા જ રૂપમા રૂપાંતર પામતે હામ.
1૧ ઈયા ફાગુ આમારે પાર દયા હોવી તિયા પ્રમાણે આમાહાય ઈ સેવાકાર્ય મિલ્લ હા તિયામાં આમે થાકતા કાયની; 2૨ ફણ શરામજનક ગુપ્ત વાતણે નકારીને આમે કાવતરા કરતા કાયની, ને ઈશ્વરણે વાતમાં કપટ કરતા કાયની; ફણ સત્ય પ્રગટ કરવાથી ઈશ્વરણે આગાલ આમે પોતા વિશે બદા માણહાય અંતઃ કરણમાં ખાતરી કરી આપતા હાશેમ.
1૧. કેહે કા આમાહાય ખબાર હાં કા જો આમારે પૃથ્વી પારણી માંડવારૂપી શરીર નષ્ટ હોઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જીન, હાથથી બાદીન કાયની એવ અંનતકાળણે આમારે ખર હાશે. 2૨. કેહે કા આમારે જી ખર સ્વર્ગમાં હાશે તીયાણે પામવાણે અભિલાષા રાખીને આમે એ માંડવારૂપી ખરમાં નિસાસા નાખતે હામ. 3૩. ને જો સ્વર્ગીય ખર પામીએ તો આમે નિ:વસ્ત્ર ની દેખાજે.4૪. કેહે કા આમે ઈ માંડવારૂપી શરીરણે ફારણે નેદે નિસાસા નાખતે હામ; તીયાણે ઉતારવા કરતા સ્વર્ગીય ખરથી વેષ્ટિત હોવાણે ઇચ્છતે હામ ઈયા હારું કા જીવન મરણ માં ગરકાવ હોય જાય. 5૫. હવે જીણાહાય આમાહાય ઇયાણે અર્થે તૈયાર કદે તો ઈશ્વર હાસે તીયાએ આમાહાય આત્માણે ખાતરી ફણ આપી હા.6૬. ને આમે સદા હિંમતવાન હાસેમ ને એવ જાણતે હામ કા શરીરમાં રતો હાસે તિયા હુદી આમે પ્રભુણે વિયોગી દૂર રતા પ્રવાસી હાસેમ. 7૭. કેહે કા આમે વિશ્વાસથી ચાનતે હામ, દૃષ્ટિથી કાયની. 8૮. ને હિંમતવાન હામ, ને શરીરથી અલગ હોવે ને પ્રભુણે પાહાય વાસો કરવો ઈ આમાહાય વદારે ગમત હા.9૯. ઈયા ફાગુ કા આમે જો શરીરમાં હામ કા શરીરણે બાર હામ તો ફણ પસંદ પડજે એવ ઉત્કંઠા આમે થરાવતા હામ ને પ્રયાસ કરતા હામ. 10૧૦. કેહે કા બદાહાય શરીરથી જી કદ હા, હાર કા ખરાબ હોય, તિયા પ્રમાણે તી બદલો પામવા હારું આપણા બદાહાય ખ્રિસ્તણે ન્યાયશનણે આગાલ ઉબ રવા પડી.11૧૧. ને પ્રભુણે બીક રાખીને આમે માણહાય હમજાવતે હામ, આમે ઈશ્વર આગાલ પ્રગટ હોવે હામ તિયા હારું મારે આશા હા કા તુમારે અંતઃકરણમાં ફણ પ્રગટ હોવા હામ. 12૧૨. આમે પાછા તુમારે આગાલ પોતાણે વખાણતાં કાયની ફણ આમારે વિશે તુમાહાય ગૌરવ કરવાણે પ્રસંગ આપતા હામ, ઈયા ફાગુ કા જી હૃદયથી કાયની, ફણ દંભથી અભિમાન કરતે હાસે, તિણાહાય તુમે ઉત્તર આપી અખાત .13૧૩. કેહે કા જો આમે ઘેલે હા તો ઈશ્વરણે અર્થે હામ ને જો જાગૃત હામ તો તુમારે અર્થે હામ. 14૧૪. કેહે કા ખ્રિસ્તણે પ્રેમ આમાહાય પ્રેરણા આપતો હા, કારણ કા આમે હમીજતે હામ કા જો એક બદાહાય હારું મરણ પમિયો ને બદે મરણ પામીયે. 15૧૫. ને બદાહાય હારું તો મૃત્યુ પમિયો, ઈયા હારું કા જી જીવતે હાસે તી હવેથી પોતાણે હારું કાયની, ફણ જે તિણાહાય વાસ્તે મૃત્યુ પામીયો ને ઊઠ્યો તિણે ફાગુ જીવે.16૧૬. ઈયા હારું હવેથી આમે માનવીય થોરણથી કોયણે ન્યાય કરતા કાયની, જો કે ખ્રિસ્તણે આમે પેલ્લા માનવીય થોરણથી હેદતેને ફણ હવેથી આમે ઈ રીત થી કોયણે ન્યાય કરતા કાયની. 17૧૭. ને, જી કોઈ માણહ ખ્રિસ્તમાં હાસે તો તી ન વ સર્જન હાસે; જી જુન હોતન તી જાત રય; હેદા, તી ન વ હોવ હાસે.18૧૮. ઈ બદ ઈશ્વરથી હા, જિણાહાય ઈશુ ખ્રિસ્તણે મારફતે પોતાણે હારી આપણે સમાદાન કરાવ્ય ને તી સમાદાન કરવાણે સેવાકાર્ય આમાહાય આપ્ચ હાસે; 19૧૯. એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં મારે હારુ માનવજગતણે સમાદાન કરાવીને તિણાહાય અપરાધો ફાગુ તિણાહાય જવાબદાર ગણતે કાયની, ને તિણાહાય આમાહાય સમાદાન ણે સંદેશાણે સેવા સોપીની હા.20૨૦. ઈયા ફાગુ આમે ખ્રિસ્તણે પ્રતિનિધી હાસે, જાણે કા ઈશ્વર આમારે મારફતે વિનંતી કરતો હા, તેહે આમે ખ્રિસ્તણે વાસ્તે તુમાહાય વિનતી કરતે હાસેમ કા, ઈશ્વર હારિ સમાદાન કરા. 21૨૧. જિણાહાય પાપ જાયણ કાયની હોતન, તિણાહાય આપણે ફાગુ તિણાહાય પાપરૂપ કદે, ઈયા હારું કા આપણે તિણાહામાં ઇશ્વરણે ન્યાયપણારૂપી હો જે.
1૧ આમે,તિણે હારી કામકરનારા,તીણાહાય વિનંતી કરતા હામ,કા તુમે ઈશ્વરણે કૃપા સ્વીકાર કદી હા તિયાણે વ્યર્થ હોવા દેતે નખા. 2૨ કેહેકા તો કતો હા કા, 3૩ આમારે સેવાકાર્યણે દોષ ની લાગે,તિયા ફાગુ આમે કશામા કોઈણે અડચણરુપ હોતે કાયની.4૪ ફણ આમે બદામાં પોતાણે ઈશ્વરણે સેવકોણે જેવા દેખાડતા હામ; ખણી થિરજથી,વિપત્તિ થી,તંગીથી,વેદનાથી 5૫ ફાટકાઓથી,કેદીખાનાઓથી,હંગામઓથી,કષ્ટથી, ઉજાગરાથી,ભૂખથી, 6૬ શુદ્વાપણાથી,જ્ઞાનથી,સહનશીલતાથી,ઉપકારીપણાથી, પવિત્રઆત્માથી,નિષ્કપટ પ્રેમથી, 7૭ સત્યવચનથી,ઈશ્વરણે પ્રરાક્રમથી, જમણા ને ડાબા હાથ પાર ન્યાયપણાણે હથિયારથી.8૮ માન ને અપમાનથી, અપકીર્તિ ને સુકીર્તિથી; જુઠે ગણાયેને તો ફણ હાચે; 9૯ અજાયણે તોફણ નામાંકિત; મરણ નજીક તોફણ હેદા જીવંત હામ; શિક્ષા પામીને જેવે તોફણ મૃત્યુ પામીને કાયની; 10૧૦ શોકાતુરમાણે જેવે તોફણ સદા આનંદ કરનારે; ગરીબ જેવે તોફણ ખણાહાય ધનવાન કરનારે; કંગાલ જેવે તોફણ બદાહાય માલિક હાસેમ;11૧૧ કરીંથીઓ , તુમારે હારુ આમારે મુ ખુલ્લ હા, આમારે હૃદય વિશાળ હા. 12૧૨ તુમે આમારે સંકુચિત હોવે કાયની, ફણ પોતાણે અંતઃ કરણમાં સંકુચિત હોવે હાસે. 13૧૩ તો ઈયા બદલે જેહે બાણકોણે તુમાહાય તિણાહાય કય હા , તુમે ફણ હૃદયથી ઉદાર હોવા.14૧૪ અવિશ્વસીઓણે હારી અઘટિત સબંધ ની રાખા; કેહેકા ન્યાયપણાણે હારી કાજા સબંધ હોય? ને ઉજાલાણે અંધકારણે હારી કાજા સંગત હોય? 15૧૫ ને ખ્રિસ્તણે હારી શેતાનણે સબંધ હોઈ હખે? કા વિશ્વાસીણે અવિશ્વાસીણે હારી કાજા ફાગ હોય? 16૧૬ ને ઈશ્વરણે સભાસ્થાનણે મૂર્તિણે હારી સબંધ હોય ખરો? કેહેકા આપણે જીવતા ઈશ્વરણે ભક્તિસ્થાન હાસેમ, જેહે ઈશ્વરે કય હા, 'હાય તિણાહામા રહી ને ચાનીહી; તિણે ઈશ્વર હોવિહી; ને તી મારે લોકો હોવી;`17૧૭ ને, ` તુમે તિણે માંથી નિકલી આવા, ને જુદે હોવા; ને પ્રભુ કતો હા, ` અશુદ્ધને અટકીતે નખા, ને હાય તોરે સ્વીકાર કરહિ, 18૧૮ ને તુમારે પિતા હોવહી, ને તુમે મારે ડીખરીહી ડિખરાહ હોવહા, એહે સર્વસમર્થ પ્રભુ કતો હા.`` મયે માન્યકાળમાં તોરે ઊનાય, ને ઉદ્ધારણે દિહીમાં મયે તુમાહાય સહાય કદી;
1૧ તિયા ફાગુ, વાહલાઓ, આપણાહાય એવા આશા વચનો મિલ્યા હા તિયા ફાગુ આપણે દેહણે ને આત્મણે બદી અશુદ્ધતાણે દૂર કરીને પોતે શુદ્વ હોઈ ને ઈશ્વરણે ફય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરજે.2૨ આમારે અંગીકાર કરા, આમાહાય કોયણે અંગીકાર કદો કાયની; કોયણે બગાયળ કાયની, કોયણે છેતીરે કાયની. 3૩ હાય તુમાહાય દોષિત કરાવણે બોનતો કાયની; કેહેકા મયે પેલ્લેથી જ ક ય હા કા, તુમે આમારે હૃદયમાં એવી રીતે વસિયે હા કા આપણે હારી મિલીને મરવા ણે ને જીવણે તૈયાર હાસેમ. 4૪ તુમારે હારી વાત કરવામાં હાય બ જ ખુલાસીને બોનતો હામ, માને તુમારે વિશે બ જ ગૌરવ હા, હાય દિલાશાથી ભરપૂર હોવો હામ, આમરે બદિ વિપત્તિમાં હાય આનંદથી ઝુમી ઊઠતો હામ.5૫ કેહે કા આમે મકદોનીયા આવે તિયા આમારે શરીરણે કાંઈ સુખકારી કાયની હોતની; ફણ આમારે પાર ચારેબાજુથી વિપતિઓ હોતની; બાર લડાઈને અંદર ખણી જાતણી બીક હોતની. 6૬ ફણ દિનજનોણે દિલાસો આપનાર ઈશ્વર તીતસ ણે આવાથી આમાહાય દિલાસો આપ્ચો 7૭ ફણ કેવળ તીયાણે આવાથી જ કાયની, ફણ તુમારે તરફથી તો જ દિલાસો મિલ્યો હોતનો તિયાથી ફણ; ને તિયાએ તુમારે મારે પ્રત્યેણી મોટી ઉત્કંઠા , તુમારે શોક ને મારે વિશે તુમારે સધન કાળજીથી આમાહાય ખબાર આપી, તિયાથી માંને વદારે આનંદ હોવો.8૮ જો કા મયે મારે પત્રથી તુમાહાય દુઃખી કર્યે ને તીયાણે માને દુઃખ હોતન, ફણ હવે માને તીયાણે પસ્તાવો હોતો કાયની કેહેકા હાય હેદતો હામ કા તિયા પત્રએ તુંમાહાય થોડાજ વખત દુઃખી કદે. 9૯ ફણ હવે હાય આનંદ કરતો હામ તી તુમે દુ:ખી હોવે એટલે કાયની, ફણ દુઃખી હોવાથી પસ્તાવો કદો તિયા ફાગુ; કેહેકા તુમે ઈશ્વરણે ઈચ્છાથી દુઃખી કરાય ને, કા આમારેથી તુમાહાય કાંઈ નુકશાન ની હોવે. 10૧૦ કેહેકા ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે હોત દુઃખ શોક ઉપજાવત કાયની પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવતો હા, ફણ જગતણે દુઃખ તે મરણ પામાડત હા.
1૧ ભાઈઓ, મકદોનીયાણે વિશ્વાસી સમુદાયો પાર ઈશ્વરણે જે કૃપા હોવની તે આમે તુમાહાય જણીવતે હામ કા, ૨
1૧} હવે સંતોણે સેવા વિષે, મારે તુમાહાય નખવાણી અગત્ય નાથ. 2૨} કેહેકા તુમારે ઉત્કઠાં જાણતો હામ; ને તિયા વિષે હાય મકદોનીયાણે લોકોણે આગાલ તુમારે ફા ગર્વ કરિયા કરતો હામ, કા આખાયાએ એક વરાહાથી તિયારી કદી હા.તુમારે ઉત્કઠાંએ ખણાઓહી ઉત્સાહિત કદે હા. તુમે તૈયાર હોવા; વિશેણી ગર્વણે કારણે આમારે હાય ની કમ કા તુમારે ફણ સરમાવા પડે. ન આપવાણે તુમાહાય વચન આપ્ચ હતન, તી આગાલથી ઉગરાવી રાખે. તી દાન જબરદસ્તી થી ની ફણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે. ઉદારતાથી લણી. ફરજિયાત ફણ ની; કેહેકા ખુશીથી આપનારણે ઈશ્વર પ્રેમ કરતો હા. વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાણે નેદે, તુમે બદે હારે કામ કરવામાં વદતે જાયા. પાળત હા ને વધારી ને તુમારે ન્યાયપણાણે ફળોણે વૃદ્ધિ કરી; તે ઈશ્વરણે સ્તુતિ હોવે. પરિણામે હા; તિણે ફણ ને બદાહાય ફણ તુમારે દાનણે પુષ્કળતા ણે ફાગ, ઈશ્વરણે મહિમા કરતે હામ.
1૧} હાય પાઉલ જિયા તુમારે પાહાય હોમ તિયા દિન હામ, ફણ દૂર હોમ તિયા તુમારે હારી હિંમતવાન હામ; હાય પોતે ખ્રિસ્તણે નમ્રતા ને સાલસતાથી તુમાહાય ખાસ વિનંતિ કરતો હામ. હિંમત કરવા ધારતો હામ, તી નિશ્રયતાથી હાય હાજર હોમ તીયા મારે હિંમતવાન હોવા ની પળે એવી વિનંતી હાય તુમાહાય કરતો હામ. શસ્ત્રો સમર્થ હા. જ વિચારણે વશ કરીને ખ્રિસ્તણે આધિનતામાં નાવતે હામ. પાછ પોતાણે યાદ કરાવવાણ કા,જેહે તો પોતે ખ્રિસ્તણે હા તેહે આમે ફણ ખ્રિસ્તણે હામ. વિશે જો હાય કાંઈક વદારે અભિમાન કર,તો ફણ શરમાવ ની, વગારન હા. હાજર હોવું હું તિયા કામ કરનાર ફણ હોવ હું. જિયા તી બદે અંદરોઅંદર પોતાણે એકબીજાથી માપતે હા ને શરખાવતે હા, તિયા તી બદે નિર્બુદ્રહા. તિયામાં તુમે ફણ આવતે હા,તતરજ કરહુ. ખ્રિસ્તણે સુવાર્તા પ્રગટ કરવામાં આમે પ્રથમ હા કા જીબદે તુમારે હુદી આવે. જેહે જેહે તુમારે વિશ્વાસ વદી આમારે સેવા આમારે પોતાણે હદમાં વદી, સેવાકાર્ય વિષે અભિમાન કરજે ની.
1૧ હાય ઈચ્છા રાખતો હામ કા તુમે મારે થોડી ઘણી મૂર્ખતાણે સહન કરા; ફણ તુમે સહન તો કરતે હા. 2૨ કેહેકા ઈશ્વરમાય આસ્થાથી,હાય તુમાંરે વિશે કાળજી રાખતો હામ.કેહેકા એક પતિણે હારી મયે તુમારે સગાઈ કરી હા કા, જિયાથી એક પવિત્ર કુમારીકા જેવા હાય તુમાંહાય ખ્રિસ્તણે હોય.3૩ ફણ માને બીક નાગતી હા, જેહે સર્પે પોતાણે કપટથી હવાણે છેતરી, તે હે ખ્રિસ્ત પ્રત્યેણી નિખાલસ ને પવિત્ર ભક્તિભાવમાંથી તુંમારે મન ફેરવી દેવાય. 4૪ કહે કા જો કોઈ આવીને જે ઈસુણે આમે પ્રગટ કદો તીયાથી જુદા જ ઈસુણે પ્રગટ કરે, ને તુમહાય જો આત્મા મિલ્યો તિયાંથી જુદો જ આત્મા પામાત, ને જે સુવાર્તા તુમે સ્વીકારી, તીયાંથી જુદી જ સુવાર્તા સ્વીકારા; તો તુમે તી ખૂબ જ હારી રીતે સહન કરતે હા.5૫ માને નાથ નાગત કા તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતા હાય કોઈ ફણ પ્રકારે ઉતરતો હામ. 6૬ ફણ જોકા બોનવામાં પ્રવીણ ની હોમ, તો ફણ જ્ઞાનમાં હાય અપૂર્ણ નાથ; ઇ બાબત આમાહાય બદા પ્રકારે ને જેહે અન્યણે સમક્ષ તે હે તુમાહાય જણાવી હા.7૭ તુમાહાય ઉંચા કરવા ભાગો હાય પોતે નીચે હોવો, એટલે મયે તુમાહાય ઈશ્વરણે માફક કે સુવાર્તા પ્રગટ કદી, હિયામાં મયે પાપ કદો ? 9૮ તુંમારે સેવા બજાવવા ફગ મયે બીજા વિશ્વાસી સમુદાયોણે લૂંટીને તીણે પાહાયથી નાણા નેદા. 8૯ વલી હાઈ તુમારે હારી હોતનો તીયા માંને તંગી પળતી ની તેહે છતાં ફણ હાઈ કોઈણે ભારરૂપ હોવો નાથ કેહેકા મકદોનિયામાંથી જત્રા ભાઈઓ આવના, તિણાહાય મારે જરૂરિયાતો પૂરી પાળીની; ને હાય બદા જ પ્રકારે તુમહાય બોજરૂપ હોતા દૂર રતનો,ને દૂર રહી.10૧૦ જેહે ખ્રિસ્તણે સત્ય મારેમાં હા તેહે,અખાયાના કોઈ ફણ પ્રાંતમાં ઈયા પ્રમાણે અભિમાન કરતા કોઈ માને રોકી અખે ની. 11૧૧ કાજા ખન્ને? ને હીયા ફાગ કા હાય તુમારે ઉપાર પ્રેમ રાખતો નાથ? ઈશ્વર જાણતો હા કા હાય પ્રેમ રાખતો હામ.12૧૨ ફણ હાય જી કરતો હામ, તી કરતો રહી, કા જીયા થી જી,જિયા માં અભિમાન કરીને અમારે અરખો દેખાવા માગતો હા તિણાહાય લાગ મીલેતો હાય અટકાવ. 13૧૩ કહેતા એવે માણહે જુઠા, પ્રેરીતો, કપટી કાર્યકર્તા ઓ ને ખ્રિસ્તણે પ્રેરિતણે વેશ ધારાનારે હા.14૧૪ હીયામાં કાંઈ આશ્ચર્યનાથ, કેહેકા શેતાન પોતે પ્રકાશણે સ્વર્ગ દૂતણે વેશ ધારતો હા; 15૧૫ તીયાંથી જો તીયાંણે સેવકો ફણ ન્યાયપણના સેવકોણે વેસ ધારે, તો તે મોટો આચાર્યનણે બાબત નાથ; તિણે કામ પ્રમાણે તિણાહાય પરિણામ આવી.16૧૬ હાય પાછો કતો હામ કા, કોઈ માણહે માને મૂર્ખ ની ધારવો, ફણ જો તુમે આમાહાય ધારતે હોય, તો તુંમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવાણો, જીયાથી હાય ફણ થોળક અભિમાન કર. 17૧૭ જી હાય કતો હામ, પ્રભુણે કવા પ્રમાણે નાથ કતો; ફણ અભિમાનણે આવેશમાં જાણે કા મૂર્ખાઈ થી બોનતો હામ. 18૧૮ સાંસારિક બાબતે ખણા અભિમાન કરતો હા, ને હાય ફણ કરી હી.19૧૯ કેહે કા તુમે પોતે બુદ્ધિમાન હા, તુમે મૂર્ખોણે સહન કરતે હા! 20૨૦ કહે કા જો કોઈ તુમાંહાય ગુલામ બનાવે, જો કોઈ તુમાંરે ખાઈ જાય, જો કોઈ તુમાહાય સપડાવે, જો કોઈ પોતાણે મોટો કરે, જો કોઈ તુમાંહાય તમાચો મારે, તો તિયાણે તુમે સહન કરતે હા. 21૨૧ જાણે કા આમે અબળ હોતને, એવ હાય પોતાણે હલકો ગણતા કતો હામ; જીયામાં કોઈ હિંમતવાન હા તિયામાં હાય ફાણ હિંમતવાન હામ; ઈ બદ હાય મૂર્ખાઈથી બોનતો હામ.22૨૨ ને તુમે હિબ્રુ હા? હાય ફણ હામ. ને તી બદે ઇઝરાયેલી હા? હાય ફણ હામ. ઈબ્રાહિમને સંતાન હા? હાય ફન હામ. 23૨૩ ને તી બદે ખ્રિસ્તણે સેવકો હા?હાય મૂર્ખણે કાળી બોનતો હામ ને હાય તિણે કરતા વિશેષ હામ.કેહેકા મયે વધારે સેવા કદી હા;વધારે પ્રમાણમાં જેલવાસ કદા હા;વધારે વખાત ગણતરી વગાર નાં ફાટકાણે માર ખાદો હા;વારંવાર મૃત્યુણે મુખમાં ઠેકનાયો હામ.24૨૪ પાંચ વાર મયે યહૂદીઓથી ઓગણ ચાલીસ ફટકા ખાધા, 25૨૫ તીન વાર મયે ડંડા ને માર ખાધો,એકવાર પથ્થરને માર ખાધો,તીન વાર મારે વહાણ ફાગીગ,એક રાત દિહી હાય દરિયામાં પળી રયનો. 26૨૬ બજ મુસાફરી કદી,નદીઓણે સંકટોમાં,લૂંટારાઓમાં,સ્વદેશીઓમાં,વિદેશીઓમાં ને પાંખડી ભાઈઓ માને ભયગ્રસ્ત કદો.હાય નગરમાં,જંગલમાં,સમુદ્રમાં જોખમો વેઠયે.27૨૭ શ્રમ ને કષ્ટ,વારંવાર ના ઉજાગરાઓ,ફુખ,તરહ,વારંવાર ઉપવાસો,ઠંડી ને વસ્ત્રોણે અછત હી બદજ મયે સહન કદ. 28૨૮ ઈ બદ બીજી વાતો ઉપરાંત, રોજ મારે પાર બોજ,એટલે બદેજ વિશ્વાસી સમુદાયણે ચિંતા,રતી હા. 29૨૯ કોઈ અબળણે હેદીને,હાય અબળ હોતો નાથ?કોઈ ઠોકર ખાતો હા.ને મારે હદય બળત નાથ?30૩૦ જો અભીમાન કરતા પળે, તો હાય મારે નિર્બળતાણે અભિમાન કરીહી. 31૩૧ આપળે પ્રભુ ઈશુ ખ્રિસ્તણે ઈશ્વર ને પિતા જો સર્વકાળ હુદી સુતત્ય હા,તો જાણતો હા કા હાય જૂઠ કતો નાથ.32૩૨ દમસ્કસમાં અરીતાસ રાજાણે રાજ્યપાલે માને થરાવવા માંગતોનો,દમસ્કીઓણે નગર પાર ચોકી પહેરો ગોઠીવ્યે. 33૩૩ ફણ ટોપલીમાં બેહાડીને બારીમાં હોઈને કોટ પારથી માને નગરણે બાયરી ઉતારી મુકવામાં આવો. હેવી રીતે હાય તીયાણે સકંજામાંથી બચી ગો.
1૧ અભિમાન કરવાણ ફાયદાકારક નાથ, ફણ મારે તે કરવા જુજે. હાય પ્રભુણે દર્શન ને પ્રકટીકરણણે વાત કણે માડીહિ. 2૨ ખ્રિસ્તમાં એક એવો માણહાણે હાય ઓલખીતો હામ તો શરીરમાં હોતનો કા શરીરણે બાયરે હોતનો તી હાય જાણતો નાથ, ફણ ઈશ્વર જાણતો હા, કા તીયાણે ચવુદ વર્ષ ઉપાર સ્વર્ગમાં નેઈ નેવામાં આવો.3૩ હેવા માણહાણે હાય ઓલખીતો હામ શરીરમાં હોતનો કા શરીરણે બાયરે હોતનો, તી હાય જાણતો નાથ, ઈશ્વર તે જાણતો હા. 4૪ કા,તીયાણે પારાદૈસમાં નેઈ જાવામાં આવો ને જે વાત બોનવાણી માણહાણે ઉચિત નાથ એવી અકથનીય વાતો તીયે ઉનાવી. 5૫ તીયાણે નેદે હાય અભિમાન કરીહી; પોતાણે વિશે કાયની ફણ કેવળ મારે નિર્બળતા વિશે અભિમાન કરીહી.6૬ હાય હાચુજ બોનતો હામ કા જો હાય અભિમાન કરણે માગતો હામ તો મુર્ખ ની હોમ;કોઈ માણહા જેવો માને હેદતો હા,ને મારે ઉનાતો હા;તિયા કરતાં માને કાઈ મોટો ની ગણા તિયા ફાગ હાય મુગો રતો હામ. 7૭ માને જે પ્રકટીકરણણે અસાધારણ અનુફવો હોવા તિયા નેદે હાય ફુલાવ ની ને શેતાનણે દૂત તરીકે માને મનુષ્યદેહમા આપવામાં આવતી હા કા જિયાથી હાય વદારે પળતી બડાઈ ની કર.8૮ તિયા વિશે માને તિન વાર પ્રભુણે પ્રાર્થના કદી કા મારે પાહાય થી દુઃખ દૂર કરે. 9૯ ફણ તીયે માને કયકા 'તોરે ફાગ મારે કૃપા પૂરતી હા; કેહેકા નિર્બળતા મા મારે પરાક્રમ સંપૂર્ણ હોવા હા`હિયા ફાગ વિષેશ કરીને હાય બોજ ખુશીથી મારે નિર્બળતાણે અભિમાન કરીહી કા ખ્રિસ્તણે પરાક્રમ મારે પાર ઉતરી આવે. 10૧૦ હિયા ફાગ નિર્બળતામાં,નિંદામાં,સંકટમાં,સતવાણીમાં,ખેદમાં, ખ્રિસ્તણે નેધે આનંદિત રતો હામ;કેહેકા જિયા હાય નિર્બળ હામ,તિયા હાય બળવાન હામ.11૧૧ હાય અભિમાન કરીને મુર્ખ હોવો કેહેકા તુમે માને ફરજ પાળી;ફણ તુમારે મારે વખાણ કરવાણો હોતન કેહેકા જો હાય કાઈજ ની હોમ તોફાણ હાય મુખ્ય પ્રેરીતો કરતા કાઈ ઉતિરતો નાથ. 12૧૨ પ્રેરિતપણાણે નિશાની ઓ એટલે ચિન્ન હો,ચમત્કારો ને પરાક્રમી કામો ખણી ધીરજથી તુમારેમાં હોવે. 13૧૩ હાય તુમારે પાર બોજરૂપ ની હોવ હિયા સિવાય તુમે બીજા વિશ્વાસી સમુદાયો કરતા કાઈ રીતે ઉતરતે હોતને? મારે ઓ ગુનો માને માફ કરા.14૧૪ હેદા, હાય ત્રીજી વાર તુમારે પાહાય આવણે તૈયાર હામ ને તુમારે પાર બોજરૂપ ની બન; કેહેકા તુમારે દ્રવ્ય ની ફણ હાય તુમાહાય મેલીવણે માંગતો હામ; કેહેકા સંતાનોણે મા બાપણે ફાગ સંગ્રહ કરવાણ તી યોગ્ય નાથ; ફણ મા-બાપે સંતાનણે ફાગ સંગ્રહ કરવા જુજે. 15૧૫ ફણ હાય તુમારે આત્માઓણે ફાગ બજ ખુશીથી મારે સ્વંસ્વ વાપરીહી ને પોતે ફણ વપરાઈ જાહાય; હાય તુમારે પાર બજ પ્રેમ રાખતો હામ તો તુમારે તરફથી માને ઓછો પ્રેમ મીલી?16૧૬ હાર,એહેજ હા તે મયે તુમારે પાર બોજ નાખ્યો ની,ફણ ચાલાક હોવાથી મયે તુમારે ભોળાપણણે લાભ નેધો. 17૧૭ ને જીણાહાય મયે તુમારે પાહાયથી મોકીના તિણે માણા કોયણે મારફતે મયે તુમારેથી કાંઈ સ્વાર્થ હેજ્જો જા? 18૧૮ મયે તિતશણે વિનંતી કદી ને તિયા હારી એક ભાઈણે મોકીનો. ને તીતસે તુમારે પાહાયથી કાઈ સ્વાર્થ હેજજો? ને એકુજ આત્મામાં આમે ચન્નો નાથ?ને એકુજ પગલામાં, આમે ચાન્નો નાથ?19૧૯ ઈયા બદાથી તુમે એવ થારતે હા કા આમે તુમારે હામે સ્વબચાવ કરતા હામ એવ નાથ; ખ્રિસ્તમાં ઈશ્વરણે આગાલ આમે બોનતા હામ કા, ઇ બદીજ તુમારે ઘડતરઅને ફાગ જ હા.20૨૦ કેહેકા માને બીક નાગતી હા, હાય આવ તિયા કદાચ જેવ હાય તુમાહાય ની હેદે ને જેવો તુમે વિચારતે નાથ તેવો તુમે માને હેદાત;રખેને બોલાચાલી, અદેખાય,ક્રોધ,ઝગડા,ચાલીચુગલી,બડબડાત,ઘમંડ ને ઘાઘલ ધમાલ હોવે; 21૨૧ પાછો આવ તિયા કદાચ મારે ઈશ્વર તુમારે આગાલ માને નીચો કરે;ને જે કતરાક આગાલ અશુદ્ધતા,વ્યભિચાર ને જારકર્મ કરતે હોતને ને હેવા પાપ કરીને તીયાણે પસ્તાવો કદો નાથ,તિણેમાણે ખણા હા વિશે હાય દુઃખી હોતો હામ.
1૧ હાય ત્રીજી વાર તુમારે પાહાય આવતો હામ.બે કા તીન સાક્ષીઓણે સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાય. 2૨ મયે આગાલ કયન હા ને બીજી વાર હાજર હોતનો તિયા મયે જેહે કય તેહે હાય અમુ ગેરહાજર હોવા છતાં, અમુ હુદી પાપ કરનારે ને બીજ બદાજ આગાલથી કતો હામ કા, હાય આવીહી તો દયા રાખીહી ની.3૩ કેહેકા ખ્રિસ્ત મારે નેદે બોનતો હા તીયાણે પ્રમાણે તુમે માગતે હા; તો તુમારે ફણી નિર્બળ નાથ, ફણ તિયા બદલે તો તુમારેમાં સામર્થ્થવાંન હા. ૪
1.હાય પાઉલ પ્રેરિત,કોઈ માણેહે કા માણહા થી કાયની,ફણ ઈસુ ખ્રિસ્ત ને તીયાણે મરણ માંથી જીવતો કરવાવાલો ઈશ્વર થકી પ્રેરિત હોણે હારું તેળાયનો હામ. 2.હાય પોતે ને ઈયણા બદા ભાઈઓ ગલાતીયાણે બદી મંડળીહોય વિશ્વાસી સમુદાયણે શુભેચ્છા આપતા ઓ પત્ર નખતો હામ.3.ઈશ્વરપિતા ને આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તુમ્હાય કૃપા ને શાંતિ હોય, 4.જીયે આપણે પાપણે હારૂ પોતાણે અર્પણ કદ.કા જીયાથી આપણે ઈશ્વર ને પિતાણે ઇચ્છા પ્રમાણે,ઈ વર્તમાન દુષ્ટ જગતથી તો આપણાહાય છોળાવે. 5.ઈશ્વર પિતાણે સદાસર્વકાળ મહિમા હોય.આમીન.6.માને એ વાતણે આશ્ચર્ય હોત હા કા,જીયે તુમાહાય ખ્રિસ્તણે કૃપા થકી તેડાવ્યે,તીયા પાંહેથી તુમે અતરે બદે વેલે જુદી સુવાર્તા ફણી વલી ગયે હા. 7એ કોઈ બીજી સુવાર્તા કાઈની હા,ફણ કતરેક તુમ્હાય હેરાન કરતે હા ને ખ્રિસ્તણે સુવાર્તા ઉલટાવી નાખણે માગતે હા.8.ફણ જે સુવાર્તા આમાહાય તુમ્હાય પ્રગટ કદી,તે સિવાય બીજી કોઈ સુવાર્તા,જો આમે અથવા કોઈ સ્વર્ગદૂત બી તુમ્હાય પ્રગટ કરે, તો તે શાપિત હા. 9.જેહે આમાહાય પેલા કયન,તેહે અમુ પાછો કઅતો હામ કા,જે સુવાર્તા તુમ્હાય પ્રાપ્ત કદી,તીયા સિવાય બીજી સુવાર્તા જો કોઈ તુમ્હાય પ્રગટ કરે,તે તી શાપિત હોવે. 10.તે કાજા હાઈ અમુ માણહાય કૃપા ઇચ્છતો હામ કા ઈશ્વરણે ? અથવા કાજા હાય માણહાય ખુશ કરણે માગતો હામ ? જો આજુ હુદી હાય માણહાય ખુશ રાખતો હોમ,તે હાય ખ્રિસ્તણે સેવક નાથ.11.ફણ,ભાઈઓ,હાય તુમ્હાય જાણાવતો હામ કા,જે સુવાર્તા મયે પ્રગટ કદી,તે માણહાય આપીની નાથ હા. 12.કેહેકા હાય માણહાય પાહાયથી તે પામ્યો કા હીખશો નાથ,ફણ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ કરવાથી પામ્યો હામ.13.હાય યહૂદી ધર્મ પાળતોનો,તીયા મારે જી જીવન હોતન તીયા વિષે તે તુમ્હાય ઉનાય હા,કા હાય ઈશ્વરણે મંડળીને અતિશય પજીવતો ને તીયાણે પાયમાલી કરતોનો. 14.ને મારે પિતૃઓણે ધર્મ વિષે હાય બજ ઝનુની બનીને,મારે જાતિ ફાહાવમાણા ખણાં સાથીઓ કરતાં યહૂદી સપ્રદાયમાં વદારે પારંગત હોવો.15.ફણ ઈશ્વર જીયે માને મારે જન્મણે દિહીથીજ અલગ કદો ને પોતાણે કૃપામાં માને તેળીનો,તીયાણે જીયા ઈ પસંદ પયળ. 16.કા તો પોતાણે ડીખરાહાણે મારેમાં પ્રગટ કરે,એટલે કા હાય તીયાણે સુવાર્તા બિનયહુદીઓમાં પ્રગટ કર,તીયા મયે કોઈ જ માણહાણે સલાહ નેદી કાઈની. 17.કા મારેથી આગાલ જે પ્રેરિતો હોતના તીયણે પાહાય યરુશાલેમ ગો ની ફણ અરબસ્તાનમા ગો ને પાછ દમસ્કમાં પાછો આવો.18.તીયા પૂઠી તીન વરહા પૂઠી કેફા પીતરને મીલ્લે યરુશાલેમ ગો,ને તીયણે હારી પંદાર દિહી રયો ; 19.ફણ પ્રેરિતોમાણા બીજા કોઈણે હાય મિલ્યો કાયની,ખાલી પ્રભુણે ફાહાવ યાકુબણે મિલ્યો. 20.હેદા, હાય તુમ્હાય જી નાખતો હામ,તી ઈશ્વરણે સમક્ષ કતો હામ;હાય જૂઠ કતો નાથ.21.પૂઠી હાય સિરિયા ને કિલીકિયાણે પ્રાંતોમાં આવો. 22.ને ખ્રિસ્તમાણા યહૂદીયા પ્રાંતણે મંડળીઓહીય મારે ઓલખાણ કાઈની હોવની. 23.તીણાહાય અતર ઉનાયન કા,આગાલ જો આમાહાય પજીવતોનો ને જીયા વિશ્વાસણે નાશ કરતોનો નો,તો અમુ ઈયા જ વિશ્વાસણે પ્રગટ કરતો હા. 24.મારે નેદે તીણાહાય ઈશ્વરણે મહિમા આપી.
1.ચવુદ વરાહા પૂઠી હાય બાર્નાબાસને હારી પાછો યરુશાલેમ ગો ને તિતસણે બી હારી નેઈ ગો. 2.પ્રકટીકરણ થકી મીલીની ઈશ્વરણે આફાથી હાય તોયે ગો ને સુવાર્તા બિનયહુદીઓમાં પ્રગટ કરતો હામ, તે જે પ્રતિષ્ટિત હોતના તિણાહાય ગુપ્ત રીતે કઈ ઉનાવ્ય,ભલેને હાય વ્યર્થ દોળતો હોમ અથવા દયળો હોમ.3.ફણ તિતસ જો મારે હારી હોતનો, તો ગ્રીક હોતનો છતા બી સુન્નત કરાવવાણી તીયાણે ફરજ પાળવામાં આવી કાયની. 4.આપણે સમુદાયમાં જોડાયેને દંભી ભાઈઓણે નેદે એહે હોવ કા ખ્રિસ્ત ઈસુમાં આપણે જે સ્વતંત્રતા હા, તિયાણે જાસુસી કરણે હારુ તે છાનામાના અંદાર આવના, એટલે તે આપણાહાય પાછા ગુલામીમાં નાવાત. 5. તિણાહાય આમાહાય એક પલમાટે બી આધીન કાયની હોવે હામ, કા જીયાથી સુવાર્તાણે સત્ય તુમારેમાં ચાનુ રય.6.ને જી પ્રતિષ્ઠિત કવાતના તે ગમે તેવા હોતના તીયણેથી માને કાંઈ ફરક પળતો નાથ ; ઈશ્વર માણહાય રીતે કોઈણે પક્ષપાત કરતો કાયની હા, જે પ્રતિષ્ઠિત કવાતના, તીણાહાય મારે સુવાર્તામાં કાંઈ બી વદારો કદો નાથ 7.ફણ તિયાથી વિરુદ્ધ, જીયા તિણાહાય હેજ્જ કા, જેહે પિતરણે સુન્નતીઓમાં યહુદીઓમાં સુવાર્તાણે સેવા હુફીની હા, તેહે માને બેસુન્નીતીમાં બિનયહુદીઓમાં એ સેવા હફીની હા, 8.કેહેકા જીયે સુન્નતીહીય યહુદીઓણે પ્રેરિત હોણે હારુ પિતરણે પ્રેરણા કરી, તિયે બે સુન્નતીઓણે બિનયહુદીઓણે પ્રેરિત હોણે હારુ માને બી પ્રેરણા કદી.9.ને માને પ્રાપ્ત હોવાનો અનુગ્રહ જીયા તિણાહાય જાણ્યો, તીયા યાકુબ, કેફા ને યોહાન, જે આદરસ્તંભ જેવા ગણાતના, તિણાહાય મારે ને બાર્નાબાસણે પ્રેરિત તરીકે સ્વીકાર કદો, કા જીયાથી આમે બિનયહુદીઓણે પાહાય જાજે ને તે સુન્નતીહો યહુદીઓણે પાહાય જાય.
1.ઓ અણસમજુ ગલાતીઓ,તુમારે ડોલાહા આગાલ વધસ્તંભે જડાયને ઈસુ ખ્રિસ્તણે સાક્ષાત પ્રગટ કરવામાં આવો હોવા છતાં તુમ્હાય કીડે ભરમાવ્યે ? 2.તુમારે પાહાયથી હાય અતર જ જાણને ઈચ્છતો હામ કા,તુમે નિયમશાસ્ત્રણે કાર્યોથી પવિત્ર આત્મા પામ્યે,કા વિશ્વાસથી સુવાર્તા ઉનાવાથી પામ્યે ? 3.ને તુમે અતરે બદે અણસમજુ હા?, કા આત્મા થકી આરંભ કરીને હવે દેહથી સંપૂર્ણ હોતે હા ?4.ને તુમ્હાય અતરે બદે સંકટ નકામે સહન કદે ? જો કદાપિ નકામે હોય તે. 5.એટલે જો તુમ્હાય પવિત્ર આત્મા આપતો હા ને તુમારેમાં પરાક્રમી કામ કરતો હા.તો કાજા નિયમશાસ્ત્રને કર્યોંણે નેદે કા સુવાર્તા ઉનાયને વિશ્વાસ કરવાણે નેદે કરતો હા ?6.ઈયા પ્રમાણે ઈબ્રાહીમણે ઈશ્વર પાર વિશ્વાસ કદો ને તો ન્યાયીપણા અર્થે ગણાયો. 7.એટલે જાણે કા જી વિશ્વાસ કરતે હા,તી ઈબ્રાહીમણે ડીકરેહે હા. 8.ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીયોણે ન્યાયી ઠરાવી,તો આગાલથી જાણીને શાસ્ત્રવચનને ઈબ્રાહીમણે સુવાર્તા પ્રગટ કરી કા,તોરે થકી બદી પ્રજાઓ આશીર્વાદ પામી. 9.એટલે કા જી વિશ્વાસ કરનારે હા,તી વિશ્વાસુ ઈબ્રાહીમણે હારી આશીર્વાદ પામતે હા.10.કેહે કા જતરે નિયમશાસ્ત્રણે કામ કરનારે હા તતરે શાપ નીચે હા,કેહે કા એહે નખીન હા કા,'નિયમશાસ્ત્રણે પુસ્તકમાં જે અજ્ઞાઓ નખીની હા તે બદી પાલન કરતો નાથ,તો શાપિત હા.'" 11.તે હવે ઈ સ્પષ્ટ હા કા નિયમશાસ્ત્રથી ઈશ્વરણે આગાલ કોઈ બી ન્યાયી ઠરત નાથ,કેહ કા ન્યાયી વિશ્વાસથી જીવી.'" 12.નિયમશાસ્ત્ર વિશ્વાસ થકી નાથ ફણ તીયાણે બદલે,'"જી કોઈ તીયામાંથી આજ્ઞા પાલી તી તીયાથી જીવી.'"13.ખ્રિસ્ત આપણે વતી શાપિત હોઈને,નિયમશાસ્ત્રણે શાપથી આપણાહાય છોળાવી નેદે,કેહે કા નખીન હા કા,'જી કોઈ ઝાળવા પાર ટીંગાયન હોય, તી શાપિત હા;' 14.એટલે કા ઈબ્રાહીમણે આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બીનયહૂદીઓણે મીલે ને આપણે પવિત્ર આત્મા વિશેણ વચન વિશ્વાસથી પામજે.15.ભાઈઓ,હાય માણહાય રીત પ્રમાણે કતો હામ કા,માણહાય સ્થાપિત હોવના કરારને કોઈ રદ કરતો અથવા વદારતો નાથ. 16.હવે ઈબ્રાહીમણે ને તીયાણે ડિખરાહાણે વચનો કવામાં આવના ને તીયાણે ડિકરાહ જાણે ,ખણાં વિષે ઈશ્વર કતો નાથ ; ફણ તોરે ડિખરાહણે એહે એક વિષે કતો હા કા તો તે ખ્રિસ્ત હા.17.હવે હાય ઈ કતો હામ કા,જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં આગાલથી નક્કી કદન તીયાણે વચનને ચારસો ત્રીસ વરાહ પૂઠી આવન નિયમશાસ્ત્ર રદ કરી હખતે નાથ. 18.કેહે કા જો વારસો નિયમશાસ્ત્રtથી હા,તે તી વચનથી નાથ ;ફણ ઈશ્વરે વચનથી જ ઈબ્રાહીમણે તો વારસો આપ્યો.19.તે નિયમશાસ્ત્ર કેવા ફાગ હોતન ? જીણાહાય ઈબ્રાહીમણે ડિખરહ આપવાણે વચન આપવામાં આવન તીયણે પાહાય તી ડીખરહ આવે તા હુદી નિયમશાસ્ત્ર અપરાધણે નેદે આપવામાં આવન હોતન; ને તી મધ્યસ્થણે મારફતે,સ્વર્ગદૂતોહીય થકી ફરમાવીન હોતન. 20.હવે મધ્યસ્થ તે માત્ર એકણે મધ્યસ્થ નાથ,ફણ ઈશ્વર એક હા.21.તીયા કાજા નિયમશાસ્ત્ર ઈશ્વરણે આશાવચનોથી વિરુદ્ધ હા ? કોઈદિહી કાયની,કેહે કા જીવન આપી હખે હેવો નિયમ જો આપવામાં આવો હોય,તે ચોક્કસ નિયમશાસ્ત્રથી ન્યાયીપણ મીલત. 22.ફણ શાસ્ત્રવચને બદાહાય પાપણે બંદનમા થયરે કા આપણે બચાવ ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ કરવાથી હા તે વચન વિશ્વાસ કરવાવાલાહાય આપવામાં આવો.23.ફણ ઓ વિશ્વાસ આવવા આગાલ,તો વિશ્વાસ પ્રગટ હોય તાં હુદી આપણે નિયમશાસ્ત્ર થકી કૈદ કરાયને ને બંદનમા હોતને. 24.એહે આપણાહાય ખ્રિસ્તણે પાહાય પચાળણે હારૂ નિયમશાસ્ત્ર આપણે બાળશિક્ષક હોતન કા જીયાથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરજે. 25.ફણ હવે વિશ્વાસ આવ્યા પૂઠી આપણે બાળશિક્ષકણે હાય નીચે નાથ. 26.કેહે કા તુમે બદે ખ્રિસ્ત ઈસુ પારણે વિશ્વાસથી ઈશ્વરણે ડિખરેહે હા.27.કેહે કા તુમારેમાણે જતરે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યે તતરાહાય ખ્રિસ્તણે અપનાવી નેદો. 28.એટલે હવે કોઈ યહૂદી નાથ કા કોઈ ગ્રીક નાથ,કોઈ દાસ નાથ કા સ્વતંત્ર નાથ,કોઈ પુરુષ નાથ કા કોઈ સ્ત્રી નાથ,કેહે કા તુમે બદે ખ્રિસ્તમાં એક હા. 29.ને જો તુમે ખ્રિસ્તણે હા,તે તુમે ઈબ્રાહીમણે સંતાન ને વચન પ્રમાણે વારસ ફણ હા.
1. હવે હાય કતો હામ કા, વારસ જા જા હુદી બાળક કા, તાં હુદી બદાહાય માલિક હા; તે છતાં બી તિયામાં ને દાસમાં કાંઈ બી ફરાક નાથ. 2. ફણ પિતાએ ઠરાવીની મુદ્દત હુદી તે વાલીઓ ને કારભારીઓણે આધીન હા.3. તીયા પ્રમાણે આપણે બી જીયા બાળક હોતને, તીયા જગતણે તત્વોણે આધીન દાસત્વમાં હોતને. 4. ફણ સમયણે સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મીનો ને નિયમશાસ્તણે આધીન જન્મીનો, હેવો પોતાણે ડિખરોડો એવા હેતુથી મુકિન્યો. 5. કા જી નિયમશાસ્ત્રણે દાસત્વમાં હોતને તિણાહાય તો મુક્ત કરાવે, જીયાથી આપણે તિયાણે દત્તક ડિખરાહ તરીકે સ્વીકારજે.6. તુમે ડિખરેહે હા, એટલે હારુ ઈશ્વરે તુમારે હૃદયમાં પોતાણે ડિખરાહાણે આત્મા મુકિન્યો હા, જો ' પિતા, આબ્બા, ' તે વે કયને પોકારતો હા. 7. એટલે હવેથી તું દાસ નાથ, ફણ ડિખરોહો હા; ને જો તું ડિખરોહો હા; તે ઈશ્વરણે આશરે વારસ બી હા.8. ફણ પેલા જીયા તુમે ઈશ્વરણે જાણતેને કાયની, તીયા જે હકીકતમાં દેવ નાથ હા તિયણે સેવા તુમે કરતેને. 9. ફણ હવે તુમે ઈશ્વરણે ઓલખીયો હા, અથવા હાચ ઈ હાશે કા ઈશ્વરે તુમ્હાય ઓલખીયે હા, એટલે ઈ નબળે ને નિર્માલ્ય જેવે તત્વોણે દાસત્વણે પાછી ઇચ્છા રાખીને, તિયણે ફણી બીજી વાર કેહે પાછે ફીરતે હા ?10. તુમે ખાસ દિહી, મયના, તહેવારો ને વર્ષોણે તહેવાર પાલતે હા. 11. તુમારે વિષે માને ભય રતો હા કા, રખેને તુમારે ફાગો કરીનો મારે શ્રમ કદાચ નકામો જાય.12. ઓ ભાઈઓ, હાય તુમ્હાય વિનંતી કરતો હામ કા, તુમે મારે જેવે હોયા, કેહે કા હાય તુમારે જેવો હોવો હામ; તુમ્હાય મારે કોઈ અન્યાય કદો નાથ. 13. ફણ તુમે જાણતે હા કા, શરીરણે નિર્બળતામાં મયે પેલા તુમ્હાય સુવાર્તા પ્રગટ કદી. 14. ને મારે શરીરમાં જી તુમ્હાય પરીક્ષણરુપ હોતન, તિયાણે તિરસ્કાર કા તુચ્છકાર તુમ્હાય કદો કાયની; ફ્ણ જાણે કા હાય ઇશ્વરણે સ્વર્ગદૂત હોમ, વલી ઇસુ ખ્રિસ્ત હોમ, તેવી રીતે તુમ્હાય મારે સ્વીકાર કદો.15. એટલે પુઠી તુમ્હાય મારે જે કદર કદની તે હવે કા ગોઇ? કેહેકા તુમારે વિષે માને ખાતરી હા કા, જો બની હખતે, તે તીયા સમયે તુમે તુમારે ડોલા બી કાળીને માને આપતે કદાચ ! 16. તીયા કાજા તુમ્હાય હાચ કવાણે નેદે હાય તુમારે દુશ્મન બન્યો હામ?17. તે તુમ્હાય પોતાણે કરી નેણે માંગતે હા ફણ તી હાર કરણે કાયની, તે તુમ્હાય મારેથી છૂટે પાળણે માંગતે હા કા જીયાથી તુમે તિણાહાય અપનાવાત. 18. તુમે હારા કામણે ફાગ હંમેશા ખંત રાખા તી હાર હા ને ફણ તી માત્ર હાય તુમારે પાહાય હાજર હોમ અતરા પૂરત જ ની હોવા જોજે.19. હે મારે ડિખરાહો, ઇસુ ખ્રિસ્તીણે પ્રતિમા તુમારેમાં ઉત્પન્ન હોય, તાં હુદી તુમારે ફાગ માને પાછી પ્રસૂતાણે હોતી હોય તેવી પીડા હોતી હા, 20. ફણ અમુ તુમારે પાહાય હાજર હોવાણી ને મારે બોનવાણી પદ્ધતિ બદીલવાણી માને ઇચ્છા હોતી હા, કેહે કા તુમારે વિષે હાય મૂંઝવણ અનુભવતો હામ.21. નિયમશાસ્ત્રણે આધીન રવાણી ઇચ્છા રાખવાવાલે, માને કયા કા, કા તુમે નિયમશાસ્ત્ર ઊનાતે કાયની? 22. કેહેકા એહે નખીન હા કા, ઇબ્રાહિમણે બે ડિખરાહા હોતના, એક દાસી થકી જન્મીનો ને બીજો પત્ની થકી જન્મીનો. 23. જે દાસીણે તો મનુષ્યદેહ પ્રમાણે જન્મીનો હોતનો ને જે પત્નીણે તો વચન પ્રમાણે જન્મીનો હોતનો.24. તી તે નમૂનારુપ હા કેહે કા તે સ્રીઓ જાણે બે કરારો હા ; એક તે સિનાઈ પહાડ પારણો, કા જીયા દાસત્વણે જન્મ આપતો હા નેતે તે હાગાર દાસી હા. 25હવે હાગાર તે જાણે અરબસ્તાનમાણે સિનાઈ પહાડ હા, તી હાલમાં યરુશાલેમણે લાગુ પળત હા, કેહે કા તે પોતાણે ડિખરાહા હારી દાસત્વમાં હા.26 . ફણ ઉપારણ યરુશાલેમ સ્વતંત્ર હા, તે આપણી માતા હા; 27. કેહે કા નખીન હા કા, ' હે નિઃસંતાન, સ્ત્રી તું આનંદ કર; જીયાણે પ્રસુતિણે પીડા હોતી નાથ, તે તું હર્ષનાદ કર; કેહે કા જીયાણે પતિ હા તિયા કરતા એખની મુકાયની સ્ત્રીણે ડિખરેહે વદારે હા."'28. હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકણે જેહે વચનને ડિખરેહે હાશેમ. 29. ફ્ણ તીયા સમયે જેહે દેહથી જન્મીનાએ આત્માથી જન્મીનાણે સતાવ્યો; તેવ અમુ ફણ ચાનત હા.30. ફ્ણ શાસ્ત્રવચન કાજા કત હા? ' દાસીણે ને તીયણે ડિખરાહાણે કાળી મૂક, કેહે કા દાસીણે ડિખરોહો પત્નીણે ડિખરાહા હારી વારસ બને ની. "' 31. એટલે, ભાઈઓ, આપણે દાસીણે ડિખરાહા નાથ, ફણ પત્નીણે હામ.
1. આપણે બંદનમાં ની રજે એટલે ખ્રિસ્તે આપણાહાય સ્વતંત્ર કયરે હા ; એટલે સ્થિર રયા ને પાછ દાસત્વણે ઝૂંસરી નીચે ની જોળાયા. 2. હેદા, હાય પાઉલ, તુમ્હાય કતો હામ કા, જો તુમે સુન્નત કરાવતે હા, તે તુમ્હાય ખ્રિસ્તથી કાંઈ લાભ હોવાણો નાથ.3. દરેક સુન્નત કરાવનારાણે હાય પાછ ખાતરીપૂર્વક કતો હામ કા, તી આખ નિયમશાસ્ત્ર પાળવાણે જવાબદાર હા. 4. તુમે જી નિયમશાસ્ત્રણે પાલનથી ન્યાયી કરણે માંગતે હા, તી ખ્રિસ્તથી અલગ હોવે હા; તુમે કૃપાથી દૂર હોવે હા.5. કેહે કા આમે આત્મા થકી વિશ્વાસથી ન્યાયીપણ પામવાણી આશાણે વાટ હેદતે હામ. 6. કેહે કા ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કા બેસુન્નત ઉપયોગી નાથ; ફ્ણ માત્ર વિશ્વાસ કા જો પ્રેમ થકી કાર્ય કરત હા તીજ ઉપયોગી હા. 7. તુમે હારી રીતે દોળતેને, તુમ્હાય સત્યણે અનુસરતા કીડે રોકચે? 8. એવ કરવાણી હમજ તુમ્હાય તેળનાર તરફથી આપાતી નાથ.9. એક બગડી ન આંબ બદા આંબાહાય બગાળત હા. થોળ ખમીર બધાજ કણકને ફુલાવત હા. 10. તુમારે વિષે પ્રભુમાં માને ભરોહો હા કા તુમે ઈયાથી જુદો મત ની થરાવા; જી કોઈ તુમ્હાય અવળે માર્ગે દોરી તી શિક્ષા પામી.11. ભાઈઓ મે જો હાય આજુ હુદી સુન્નત કરવા વિષે હીખીવતો હામ, તે આજુ બી મારે સતાવણી કેહે હોતી હા? અતરા માટે હોતી હા કા વધસ્તંભણે મારે ઉપદેશ નિરર્થક નાથ. 12. જી તુમ્હાય ગેરમાર્ગે દોરતે હા, તી પોતપોતાણે કાપી નાખાત તે કેવ હાર !13. કેહે કા, ભાઈઓ, તુમ્હાય સ્વતંત્ર હોણે હારુ તેળવામાં આવને ; માત્ર અતરજ કા તુમારે સ્વતંત્રતા શારીરિક વિષયભોગણે અર્થે ની વાપરા, ફ્ણ પ્રેમથી એકબીજાણે સેવા કરા. 14. કેહે કા આખ નીયમશાસ્ત્ર એકુજ વચનમાં પુર હોત હા, એટલે, ' જેહે તું પોતાણે પાહાય પ્રેમ રાખતો હા તેહે તોરે પાળોશી પાર પ્રેમ રાખ. "' 15. ફણ જો તુમે એકબિજાણે કડાત ને ફાળી ખાત, તે સાવધાન રયા, કદાચ તુમે એકબીજાથી નાશ પામાત.16. ફ્ણ હાય કતો હામ કા, આત્માણે દોરવણી અનુસાર ચાના ને તુમે દેહણે વાસના તૃપ્ત કરાત ની. 17. કેહે કા દેહ આત્માણે વિરુદ્ધ ઇચ્છા કરતો હા ને આત્મા દેહણે વિરુદ્ધ; કારણ કા તે પરસ્પર વિરુદ્ધ હા; ને એટલે જી તુમે ઇચ્છતે હા તી તુમે કરતે નાથ. 18. ફ્ણ જો તુમે આત્માણે દોરવણી પ્રમાણે વર્તાત, તે તુમે નિયમશાસ્ત્રણે આધીન નાથ.19. દેહણે કામ તે દેખીત હા, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણ, 20. મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21. એદેખાઈ, સ્વછંદતા, ભોગવિલાસ ને તિયણે જેવ કામ; જેહે પેલા મયે તુમ્હાય ચેતવીને તેહે તિયણે વિષે અમુ ફણ ચેતીવતો હામ કા, જી એવ કામ કરત હા તી ઈશ્વરણે રાજ્યણે વારસો ની પામે.22. ફણ પવિત્ર આત્માણે ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુંપણું, ભલાઈ, વિશ્વાસપણું, 23. નમ્રતા ને આત્મસંયમ હા ; ઈયે બાબતોણે વિરુદ્ધ કોઈ નિયમ નાથ. 24. ને જી ખ્રિસ્તણે હાશે, તિણાહાય દેહણે તિયાણે વાસનાઓ ને ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો હા.25. જો આપણે આત્માથી જીવતે હામ તે આત્માણે દોરવણી પ્રમાણે જ ચાનવા જોજે. 26. આપણે એકબીજાણે ખીજવીને એકબીજા પાર અદેખાઈ રાખીને ઘમંડ ની કરજે.
1. ભાઈઓ, જો કોઈ માણહું કાંઈ અપરાધ કરતા થરાય, તે તુમે, જી આત્મિક હા, તી નમ્રભાવે તિયાણે હાચા માર્ગે પાછો નાવા; ને તું તોરે પોતાણે હંબાળ રાખ, ભલેને તું બી પરીક્ષણમાં પળે. 2તુમે એકબીજાણે ભાર ઊંચકા ને એહે ખ્રિસ્તણે નિયમણે સંપૂર્ણ પાલન કરા.3. કેહે કા જીયા કોઈ પોતે નજીવો હોવા છતાં, હાય મોટો હામ, એવ વિચારે, તે તી પોતાણે છેતીરત હા. 4. બદા માણહાય પોતાણે આચરણ તપાસવાણ, ને તિયા તિયાણે બિજાકોઈ વિષે ની, ફ્ણ ખાલી પોતાણે વિષે અભિમાન કરવાણ કારણ મીલી. 5. કેહે કા બદાહાય પોતાણે બોજો ઊંચીકવો પળી.6. સુવાર્તા વિષે જી હિખવાણ હા તિયે હિખીવનારાણે બદી હારી ચીજવસ્તુમાંથી ભાગ આપવાણો. 7. યાદ રાખા, ઈશ્વરણે મશ્કરી કરાય ની કોઈ માણુહુ જી કાંઈ વાવે તી જ તી લણી; 8. કેહે કા જી પોતાણે દેહ ફાગ વાવત હા, તી દેહથી વિનાશ લણી; ફણ જી આત્માણે અર્થે વાવી તી આત્માથી અનંતજીવન લણી.9. તે આપણે હાર કરતા થાકવાણ ની; કેહે કા જો કાયર ની હોજે, તે યોગ્ય સમયે લણુહું. 10. એટલે જેહે પ્રસંગ મીલી તેહે આપણે બદાહાય ને ખાસ કરીને વિશ્વાસણે કુંટુંબણે જી હા તિયણે હારુ કરતે.11. હેદા, હાય મારે હાથે કતરા મોટા અક્ષારથી તુમારે પાર નખ્તો હામ. 12. જી દેહ વિષે પોતાણે જતરે હાર દેખાડણે માંગતે હા, તતરે ખ્રિસ્તીણે વધસ્તંભણે નેદે પોતાણે સતાવણી ની હોય એટલે તુમ્હાય સુન્નત કરવાણી ફરજ પાળતે હા. 13. કેહેકા જી સુન્નત કરાવતે હા તી પોતે નિયમશાસ્ત્રણે પાળતે નાથ; ફણ તુમારે દેહમાં તી અભિમાન કરાત, એટલે તી તુમારે સુન્નત હોય તેવો આગ્રહ રાખતે હા.14. ફ્ણ એવ ની હોવે કા, આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે વધસ્તંભ વગાર હાય બીજા કેવામાં અભિમાન કર, તેહે કરીને મારે સંબંધી જગત વધસ્તંભે જડાયન હા ને જગત ફાગો હાય. 15. કેહે કા સુન્નત કાય નાથ, તેહે બેસુન્નત બી કાંઈ નાથ; ફણ નવી ઉત્પતિ જ કામણી હા. 16. જતરે ઇયા નિયમ પ્રમાણે ચાનતે હા, તતરા પાહાય ને ઈશ્વરણે ઇઝરાયેલ પાર શાંતિ ને દયા હોય.17. હવેથી કોઈ માને તસ્દી ની કરા, કેહે કા પ્રભુ ઇસુણે ચિન્હ મારે શરીરમાં અપનાવીના હા. 18. ભાઈઓ, આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે કૃપા તુમારે આત્માણે હારી હોય. આમીન.
1. એફેસસમાં જે સંતો ને ખ્રિસ્ત ઈસુમાં જી વિશ્વાસુ હા તિયણાહાય, ઈશ્વરણે ઇચ્છાથી ઇસુ ખ્રિસ્તણે પ્રેરિત હોવનો પાઉલ નખતો હા; 2. ઈશ્વર આપળે પિતા ને પ્રભુ ઇસુ ખ્રિસ્તથી તુમાહાય કૃપા ને શાંતિ મિલે.3. આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે પિતા ને ઈશ્વરણે સ્તુતિ હોય; તિયે સ્વર્ગીય જાગામાં બદાજ આત્મિક આશીર્વાદોહોથી આપળાહાય ખ્રિસ્તમાં આશીર્વાદિત કયરે હા ; 4. ઈયા પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિણે સર્જન આગાલ આપળાહાય તિયામાં ઇસુ ખ્રિસ્તમાં પસંદ કયરે હા, ઈયા હારુ કા આપળે તિયા આગાલ પ્રેમમાં પવિત્ર ને નિર્દોષ હોવજે.5. તિયે ઈશ્વરપિતાએ પોતાણે ઇચ્છા ને પ્રસન્નતા પ્રમાણે, પોતાણે હારુ, આપળાહાય ઇસુ ખ્રિસ્ત દ્વારા તિયાણે ઈશ્વરણે ડિખરાહાય કાણી ગણાવણે આગાલથી નિર્માણ કયરે 6. કા, તિયાણે કૃપાણે મહિમાણે સ્તુતિ હોય; હે કૃપા તિયે પોતાણે નાળકા ડિખરાહ ઈસુ દ્વારા આપળાહાય મફત આપી હા.7. ઈસુ ખ્રિસ્તણે નુઈથી, તિયાણે કૃપાણે સંપત પ્રમાણે આપળાહાય ઉદ્વાર એટલે પાપણે માફી મિલી હા. 8. બધાજ જ્ઞાનમાં ને વિવેકમાં તિયાયે આપળે પાર હે કૃપાણે બજ વૃદ્ધિ કરી હા.9. તિયાયે ઈસુ ખ્રિસ્તમાં પોતાણે સંકલ્પથી પોતાણી પ્રસન્નતા પ્રમાણે, પોતાણે ઇચ્છાઓ મર્મ આપળાહાય જણાવ્યો, 10. કા, સમયોણે સંપૂર્ણતાણે વ્યવસ્થામાં, સ્વર્ગમાણે ને પૃથ્વી પારને બદાહાય ખ્રિસ્તમાં તો સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.11. જિયામાં આપળે તિયાણે વારસો નિમાયે ને જો પોતાણે ઇચ્છા પ્રમાણે બદજ કરતો હા, તિયાણે સંકલ્પ પ્રમાણે, આપળે આગાલથી નિર્મિત હોવને હોતને; 12. એટલે ખ્રિસ્ત પાર પેલ્લાથી આશા રાખનારે આમે તિયાણે મહિમાણે સ્તુતિણે હારુ હોવજે.13. તુમે બી, સત્યણે વચન એટલે તુમારે ઉદ્વારણી સુવાર્તા ઉનાયને, ને ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ રાખીન, તિયામાં આશાવચનણે પવિત્રઆત્માથી મુદ્રાંકિત હોવે. 14. ઈશ્વરણે આત્મા પોતાણે દ્રવ્યરુપી લોકોણે ઉદ્વારણે સંબંધમાં પ્રભુણે મહિમાણે અર્થે આપળે વારસાણી ખાતરી હા.15. ઇયા માટે હાય બી, પ્રભુ ઇસુ પાર તુમારે વિશ્વાસ ને બધાજ સંતો પ્રત્યે તુમારે પ્રેમ વિષે ઉનાયને, 16તુમારે હારુ આભાર માનવાણ ચૂક્તો કાયની; મારે પ્રાર્થનામાં તુમાહાય યાદ કરીન માંગતો હામ કા.17. આપળે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાણે વિશેણા ડહાપણને હારુ બુદ્ધિણો ને પ્રકટીકરણનો આત્મા તુમાહાય આપે; 18. ને તુમારે અંતર્નયનો પ્રકાશિત હોય ગયે હોવાથી તિયાણે આમંત્રણને આશા ને સંતોહોમાં તિયાણે વારસાણે મહિમાણી સંપત્તિ કાજા હા.19. ને તિયાણી મહાન શક્તિણે પરાક્રમ પ્રમાણે આપળે વિશ્વાસ કરનારાહામાં તિયાણી શક્તિ કાજા હાશે, તી તુમે હમજા. 20. ઈશ્વરે તી પરાક્રમ ખ્રિસ્તમાં દેખાડીને ઇસુણે મરીનામાંથી જીવતો કદો, 21. ને બધીજ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય ને દરેક નામ જી ખાલી ઇયા કાળમાં ની, ફ્ણ ભવિષ્યકાળમાણે બધેજ નામ જી હોય, તી બદાહા કરતા ઊંચો કરીન પોતાણે જમણી વલે સ્વર્ગીય જાગામાં તિયાણે બેહાયળો.22. ને બદાહાય તિયાયે તિયાણે પાગા તલે રાખશે, ને તિયાણે બધાહા પાર વિશ્વાસી સમુદાયણે શિરપતિ તરીકે નિર્માણ કયરો; 23. વિશ્વાસી સમુદાય તે ખ્રિસ્તણે શરીર હા, ખ્રિસ્ત તિયામાં સંપૂર્ણ રીતે વસીનો હા; તો સર્વમાં સર્વ હા
1. વલી તુમે અપરાધોહોમાં ને પાપહામાં મરી ગને હોતને, તિયા તુમાહાય જીવતે કદે; 2. હિયા અપરાધોહોમાં તુમે ઇયા જગતણે ધોરણ પ્રમાણે વાયુણે સત્તાણે અધિકારી, એટલે જે દુષ્ટઆત્મા આજ્ઞાભંગણે ડિખરાહામાં અમુ કાર્ય કરતે હા, તિયા પ્રમાણે આગાલ ચાનતેને; 3. તિયામાં આપળે બદે આપળે દેહણે વાસનાહા પ્રમાણે પેલાં ચાનતેને, ને શરીરણે ને મનણે ઇચ્છા પૂરી કરતેને. વલી પેલ્લાણે પરિસ્થિતિમાં બીજાહાય જેહે ઈશ્વરણે કોપણે પાત્ર હોતને.4. ફ્ણ જે દયાથી ભરપૂર હા, તિયા ઈશ્વરે, જે પ્રીતિ આપળે પાર કદી, તો પોતાણે બોજ પ્રેમણે નેદે, 5. આપળે પાપમાં મરી ગને હોતને તિયા ખ્રિસ્તણે હારી આપળાહાય જીવતે કદે, કૃપાથી તુમે ઉદ્વાર પામીને હા; 6. ને તિયા હારી ઉઠાડીને ખ્રિસ્ત ઈસુણે મારફતે સ્વર્ગીય જાગાહામાં તિયાણે હારી આપળાહાય બેહાયળે; 7ઈયા હારુ કા ખ્રિસ્ત ઈસુમાં આપળે પાર તિયાણે દયાથી તો આગલા સમયોમાં પોતાણે કૃપાણી ખણી બદી સંપત દેખાડે.8. કેહે કા તુમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્વાર પામીને હા, ને હે તુમારેમાં કાયની, હે તે ઈશ્વરણે દાન હા; 9. કરણીઓથી કાયની, કદાચ કોઈ અભિમાન કરે; 10. કેહે કા આપળે તિયાણે કારીગરી હામ, ખ્રિસ્ત ઈસુમાં હારી કરણીઓ કરણે હારુ આપળાહાય ઉત્પન્ન કરવામાં આવે, તિયા વિષે ઈશ્વરે આગાલથી એહે ઠરાવ્ય હોતન કા, આપળે તિયા પ્રમાણે ચાનજે.11. હિયા માટે યાદ રાખા કા, તુમે પેલા દેહ સંબંધી બિનયહૂદી હોતને, ને શરીરણે સંદર્ભે હાથે કરીની સુન્નતવાલે તુમાહાય બેસુન્નતી કતને; 12. તિયા સમયે તુમે ઇયા જગતમાં ખ્રિસ્તવગાર, ઇઝરાયલની નાગરિકતાણે હક વગારને, પ્રભુણે આશાવચનને કરારોથી પારકે, આશાવગારને ઈશ્વર વગારને હોતને.13. ફણ પેલાં તુમે જી દૂર હોતને તી ખ્રિસ્ત દ્વારા તિયાણે નુઈથી મેરે આવે હા. 14. કેહે કા તે ઈસુ આપળે શાંતિ સમાધાન હા, તિયાયે બેહાય એક કદે, ને આપળે વચ્ચેણી આડી દીવાલ પાડી નાખી હા; 15. સલાહ કરીન પોતામાં તિયા બેવાહાય એક નવ માણહ કરને, 16. ને વધસ્તંભ પાર વૈરણે નાશ કરીન હિયા દ્વારા એક શરીરમાં ઈશ્વરણે હારી બેવાહાય સમાધાન કરાવણે, તીયાયે પોતાણે શરીરથી વિધિહોમાં હમાયની આજ્ઞાહા હારીણા નિયમશાસ્ત્રરુપી વૈરણે દૂર કદ.17. ને તિયાયે આવીન તુમે જી દૂર હોતને તિયણાહાય ને જી પાહાય હોતને તિયણાહાય શાંતિણે સુવાર્તા પ્રગટ કદી. 18. કેહે કા તિયા દ્વારા એક આત્માથી આપળે બેવ પિતાણે હાજરીમાં જાય અખતેમ.19. એટલે હારુ તુમે હવે પારકે ને બારને કાયની હા, ફણ સંતોહોય હારીણા એક નગરને ને ઈશ્વરણે કુટુંબણે હા. 20. પ્રેરિતો ને પ્રબોધકોણે પાયા પાર તુમાહાય બાંધવામાં આવે હા; ઈસુ ખ્રિસ્ત પોતે જ ખૂણાણે મુખ્ય પથરો હા; 21. તિયામાં બધેજ બાંધણી એકબીજા હારી યોગ્ય રીતે જોડાયને પ્રભુમાં વધતે વધતે પવિત્ર ભક્તિસ્થાન બનતે હા; 22. તિયામાં તુમે બી ઈશ્વરણે નિવાસણે હારુ આત્મામાં એકબીજાણે હારી જોડાયને બાંધાતે જાતે હા
1. હિયા કારણથી, હાય પાઉલ તુમે બિનયહુદીહી હારુ ખ્રિસ્ત ઇસુણે બંદીવાન, 2. ઈશ્વરણે જે કૃપા તુમારે હારુ માને આપવામાં આવી હા, તિયાણે કારભાર વિષે તુમાહાય ઉનાય હોય કા.3. પ્રકટીકરણથી તિયાયે ઈશ્વરે માને જો મર્મ હમજાવ્યો, તિયા વિશે મયે આગાલ ટુકમાં નખ્શ; 4. તી વાંચીન તુમે ખ્રિસ્તીણે મર્મ વિશેણી મારે માહિતી જાણી હખા. 5. જેહે આગાલણી પેઢીણે માણાહાય ડિખરાહાય જાણવામાં આવન કાયની જેહે અમુ તિયાણે પવિત્ર પ્રેરિતોહોય ને પ્રબોધકોહોય પવિત્ર આત્મામાં પ્રગટ હોવન હા.6. એટલે કા બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, આમારે હારી વારસો, ને શરીરણે હારી અવયવો, ને તિયાણે આશાવચનને સહભાગીદાર હા; 7. ઈશ્વરને સામર્થ્યણે પરાક્રમથી ને તિયાણે આપીના કૃપાદાન પ્રમાણે, હાય ઈયા સુવાર્તાણે સેવક હોવો હામ.8. હાય સંતોહોમાં નાનામાં નાનો હોતનો છતાં બી ઈ કૃપાદાન માને આપવામાં આવ હા કા, હાય બિનયહૂદીહીમાં ખ્રિસ્તણી અખૂટ સંપત્તિણી સુવાર્તા પ્રગટ કર; 9. ને ઈશ્વર જીયે બદાહાય સર્જન કદે હા, તિયામાં પેલ્લેથી ગુપ્ત રયનો મર્મણે વહીવટ કાજા હા તી હાય બદાહાય જાણાવ.10. ઈયા હારુ કા જી સનાતન કાળણે ઇરાદો તિયે આપળે પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખશો, 11. તિયા સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય જાગાહામાં અધિપતિહોય ને અધિકારીહોય ઈશ્વરણે ખણા પ્રકારને જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્રારા જાણાય.12. તે ખ્રિસ્ત ઈસુમાં તિયા પારના વિશ્વાસથી આપળાહાય હિંમતને ભરોસાસહિત પ્રવેશ હા. 13. ઈયા માટે હાય માંગતો હામ કા, તુમારે હારુ માને જી દુ:ખ પળત હા તિયાથી તુમે નાહિંમત નખે હોતે કેહે કા તી દુ:ખ તે તુમારે મહિમા હા.14. હિયા કારણથી પિતા, 15. જીયાણે નામ પારથી સ્વર્ગણે ને પૃથ્વી પારને બદા કુટુંબહોય નામ આપવામાં આવ હા. 16. તિયા પિતાણે આગાલ હાય ખૂંટણે પડીન વિનંતી કરતો હામ કા તો ઈશ્વર પોતાણે મહિમાણી સંપત્તિ પ્રમાણે તિયાણે પવિત્ર આત્મા દ્વારા તુમાહાય આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.17ને વિશ્વાસથી તુમારે હૃદયોમાં ખ્રિસ્ત ૨ય;જી તુમારે મૂળ પ્રેમમાં રોપીન ને તિયાણે પાયો દ્રઢ કરીન, 18. બદા સંતોહોય હારી ખ્રિસ્તણે પ્રેમણી લંબાઈ, ઊંચાઈ ને ઊંડાણ કતરી હા તી તુમે હમજી અખાત. 19. ખ્રિસ્તણો પ્રેમ જો માણાહાણે સમજ શક્તિણી મર્યાદાણે બાયરે હા તી તુમે બી હમજી અખાત ; કા તુમે ઈશ્વરણી પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ હોત.20. હવે આપળે માગજે કા કલ્પીજે તિયા કરતાન, જી આપળામાં કામ કરનાર સામર્થ્ય પ્રમાણે, આપળે હારુ પુષ્કળ કરી અખતો હા, 21. તિયા ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં ને વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દર પેઢી મહિમા હોય. આમીન
1. ઈયા હારુ હાય, પ્રભુણે હારુ બંદીવાન, તુમાહાય વિનંતી કરતો હામ કા, જીયા તેડાથી તુમે તેડાયે હા, તીયા તેડાણે યોગ્ય હોવીન ચાના; 2. સંપૂર્ણ દીનતા, નમ્રતા ને સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાણે સહન કરા; 3. શાંતિણે બંધનમાં આત્માણે એકતા રાખવાણે પ્રયત્ન કરા.4. જેહે તુમારે તેડાણે એક આશામાં તુમે તેડાયને હા, તેહે એક શરીર ને એક આત્મા હા; 5. એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપતિસ્મા, 6. એક ઈશ્વર ને બદાહાય પિતા, ઈશ્વર બદાહા ઉપાર, બદાહા વચ્ચે ને બદાહામાં હા.7. આપળેમાણે દરેકણે ખ્રિસ્તમાં કૃપાદાનને પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવી હા. 8. ઈયા હારુ તો કતો હા કા, ઊંચાણમાં ચડીન તો ઇસુ ખ્રિસ્ત બંદીવાનોહોય નેય ગો ને તિયાયે માણાહાય કૃપા દાન આપચે.9. તો પેલ્લા પૃથ્વીણા ઊંડાણોમાં ઉતરીયો. 10. જો ઊતીરીયો તો ઈસુ ખ્રિસ્ત ઓ હા કા, જો બદાહાય ભરપુર કરને સ્વર્ગો પાર ઊંચે ચયળો.11. વલી સંતોહોય સંપૂર્ણતા કરને હારુ, સેવાણે કામણે હારુ, ખ્રિસ્તણે શરીર ઉન્નતિ કરને હારુ, 12. તિયાણે કતરાક પ્રેરિતો, કતરાક પ્રબોધકો, કતરાક સુવાર્તિકો, ને કતરાક પાળકો ને શિક્ષકો આપ્ચા; 13. તીયા હુદી કા આપળે બદે ઈશ્વરણે ડિખરાહ પારના વિશ્વાસથી ને ડહાપણને એક્યમાં સંપૂર્ણ પુરુષત્ત્વને, એટલે ખ્રિસ્તણી સંપૂર્ણતાની પાયરીએ પહોંચીયે.14. એટલે હવે આપળે બાળકોહો જેવે માણાહાય ઠગાઈથી ભ્રમણામાં નાખવાણી કાવતરે ફરીની યુક્તિથી બદે જુદી જુદી મતરૂપી વાયરાતી ડોલા ખાનારે એહે તેહે ફિરનારે ની હોવજે. 15. ફ્ણ પ્રેમથી સત્યણે બોનીને, ખ્રિસ્ત જે શિર હા, તિયામાં બધા પ્રકારે વધતે. 16. હિયાથી આખ શરીર ગોઠવાઈને બધા હાંદાહાથી જોડાઇને, બધા અંગ પોતાણે શક્તિ પ્રમાણે કામ કયરાથી, પ્રેમમાં પોતાણી ઉન્નતિણે હારુ શરીરણે વૃદ્ધિ કરતે હા.17. ઈયા હારુ હાય કતો હામ ને પ્રભુમાં સાક્ષી આપતો હામ કા, જેહે બીજા બિનયહૂદી પોતાણે મનણી ભ્રમણામાં ચાનતે હા, તેહે હવેથી તુમે નખા ચાનતે; 18. તિયણાહાય બુદ્ધિ અંધકારમય હોવી હોવાથી ને તિયણાહાય હૃદયણે કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા હા, તિયાણે નેદે તે ઈશ્વરણે જીવનથી દૂર હા. 19. તે નઠોર હોવા. ને આતુરતાથી બદા દુરાચારો કરને હારુ, પોતે વ્યભિચારી હોવે. 20. ફ્ણ તુમે ખ્રિસ્તણે પાહાયથી હેવ હીખ્યે કાયની, 21. જો તુમે તિયાણે ઉનાય હોય ને ઇસુમાં જી સત્ય હા તિયા પ્રમાણે તુમાહાય તિયા વિશેણ શિક્ષણ મિલ્ય હોય તે, 22તુમારે પેલાણી વર્તણૂકને જૂનં મનુષ્યત્વ જી કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ હોય જાત હા તી દૂર કરા.23. ને તુમારે મનોવૃત્તિહીય નવી બનાવા. 24. ને નવ મનુષ્યત્વ જી ઈશ્વરણે મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં ને સત્યણે પવિત્રતામાં સરજાયન હા તી થારણ કરા.25. એટલે હારુ અસત્ય દૂર કરીન બધે પોતાણે પડોશીહે હારી હાચ બોના; કેહે કા આપળે એકબીજાણે અંગો હામ. 26.ગુસ્સે હોવાય તીયા ખુન્નસ રાખવાણ ફ્ણ પાપ ની કરા; તુમારે ગુસ્સા પાર સૂર્યણે ડૂબવા નખે દેતે; 27. ને શેતાનણે સ્થાન આપતે નખા.28. ચોરી કરનારે હવેથી ચોરી ની કરવી; ફણ તીયા બદલે પોતાણે હાથે ઉદ્યોગ કરીને હારે કામે કરવે, ઈયા હારુ કા જીયાણે જરુરિયાત હા તીયાણે આપણે હારુ પોતાણે પાહાય કાંઈ હોય. 29. તુમારે મુવામાંથી કાંઈ મલિન વચન ની, ફ્ણ જી ઉન્નતિણે હારુ હોય તી જ નીકલે, કા તિયાથી ઉનારાહાય હિત હાંદાય. 30.ઈશ્વરણો પવિત્ર આત્મા, જીયે તુમાહાય ઉદ્વારણાદિહી હારુ મુદ્રાંકિત કદે હા. તીયાણે ખેદિત ની કરા.31બદા પ્રકારણી કડવાસ, ક્રોધ, કોપ, ધોંધાટ, અપમાન ને બદા પ્રકારના દુરાચાર કરવાણ બંધ કરા. 32. તુમે એકબીજા પ્રત્યે માયાળું ને કરુણાળું હોયા ને જેહે ખ્રિસ્તમાં ઈશ્વરે બી તુમાહાય માફી આપી તેહે તુમે એકબીજાણે માફ કરા
21. હિયા હારુ પ્રભુણે પ્રિય બાળકો તરીકે ઈશ્વરણે અનુસરણ કરનારે હોયા; ૨.
1. બાળકો, પ્રભુમાં તુમારે માતાપિતાણી આજ્ઞા માના, કેહે કા તી ઉચિત હા. 2. તોરે માતાપિતાણે સન્માન કર. તે પેલ્લી વચન યુક્ત આજ્ઞા હા. 3. ઈયા હારુ કા તોરે ફ્લ હોય,.ને પૃથ્વી પાર તોરે આયુષ્ય લાંબ હોય. "'4. વલી પિતાઓ, તુમારે બાળકોહોય ખીજવાતા નખા, ફણ પ્રભુણે શિક્ષણમાં ને બોધમાં તિયણાહાય ઉછેરા.5. દાસો સેવકો, જેહે તુમે ખ્રિસ્તણે આધીન હોવે હા તેહે પૃથ્વી પારના જે તુમારે માલિકો હા તિયણાહાય આદર હારી નિખાલસ મનથી આધીન હોયા; 6. માણાહાય પ્રસન્ન કરનારાહાય કાણી દેખરેખ હોય તા હુદીજ મન વગારન કામ કરનારાહાય કાણી ની, ફણ ખ્રિસ્તણે સેવકોહોય કાણી, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરા. 7. માણાહાય ની, ફણ જાણે તે પ્રભુણે સેવા હોય તેહે સંતોષથી કરા; 8. જી કોઈ હાર કરે, તી દાસ હોય કા સ્વતંત્ર હોય, ફણ પ્રભુ તિયાણે તિયા જ પ્રમાણે બદલો આપી, એહે હમજા.9. વલી માલિકો, તુમે દાસોહો હારી એહેજ વરતા, ચમકાવવાણ છોડી દેયા, ને જાણા કા તિયણે ને તુમારે બી એકુજ માલિક સ્વર્ગમાં હા, ને તિયાણે પાહી પક્ષપાત કાયની.10. છેન્ને, મારે પ્રિય ભાઈઓ, પ્રભુમાં ને તિયાણે સામર્થ્યમાં શક્તિવાન હોયા. 11. શેતાનની કુયુક્તિયોહો હામે તુમે મજબૂત રય આખાત એટલે ઈશ્વરણે બદે હથિયાર સજી નેયા.12. કેહે કા આપળે યુદ્ધ, નુઈ ને માંસ, અધિપતિયોહોય હામે, અધિકારીહોય હામે, જાગતણા અંધકારને સત્તાધારીયો હામે, સ્વર્ગીય જાગાહામાં દુષ્ટતાણે આત્મિક લશ્કરોહોય હામે હા. 13. ઈયા હારુ તુમે ઈશ્વરણે બધા શસ્ત્રો થારણ કરા કા, તુમે ખરાબ દિહે સામનો કરી અખાત ને બને તતર બદ કરીન તિયા હામે ટકી અખાત.14. એટલે સત્યથી તુમારે કમર બાંધીન, ન્યાયીપણાણે બખતર થારણ કરીન 15. ને શાંતિણી સુવાર્તાણી તિયારીરુપી પગરખે પેરીન, ઊબે રયા. 16. બદા ઉપરાંત વિશ્વાસણી ઢાલ થારણ કરા, જીયાથી તુમે દુષ્ટણે હલગી રયને બાણ ઉનવી અખાત.18. ને ઉદ્વારણે ટોપ ને આત્માણે તલવાર, જી ઈશ્વરણે વચન હા, તી નેયા. 17. પવિત્ર આત્મામાં બધી રીતે સતત પ્રાર્થના ને વિનંતી કરા, ને તિયણે અર્થે બધા સંતોહો માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીન જાગૃત રયા. 19ને મારે હારુ બી પ્રાર્થના કરા કા , જે સુવાર્તાણે હારુ હાય હાકાલથી બાધાયનો એલચી હામ, તિયાણે મર્મ જાણાવવાણે માને મારે મું ઉગાડીને બોનવાણી હિંમાત આપવામાં આવે; 20. ને જેહે બોનવાણ ઘટિત હા, તેહે હિંમાતપૂર્વક હાય બોની અખ.21. વલી મારે બાબતણે સમાચાર ને મારે સ્થિતિ કેવી હા તી તુમે બી જાણાત એટલે તુખિકસ જે પ્રભુમાં મારે પ્રિય ભાઈ ને પ્રભુમાં વિશ્વાસુ સેવક હા તો તુમાહાય બધી માહિતી આપી. 22. તુમે આમારે પરિસ્થિતિ જાણા ને તો તુમારે હૃદયોહોય દિલાસો આપે, તીયા જ હારુ મયે તિયાણે તુમારે પાહાય મોકીન્યો હા.23. ઈશ્વરપિતા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાઈયોહોય શાંતિ ને વિશ્વાસસહિતણો પ્રેમ આપે. 24જી આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર નિષ્કપટ પ્રેમ. રાખતે હા તી બદાહા પાર કૃપા હોય. આમીન
121 . ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાણા બદા સંતો, અધ્યક્ષો ને સેવકો, તિયણા બદાહાય ઇસુ ખ્રિસ્તણે દાસો પાઉલ ને તિમોથી નખતા હા. 2 . ઈશ્વર આપણે પિતા ને પ્રભુ ઇસુ ખ્રિસ્ત તરફથી તુમાહાય કૃપા ને શાંતિ હોય.3. પેલા દિહીથી તે આજ હુદી સુવાર્તામાં તુમારે સહકારણે ફાગ 4. રોજ ખુશીથી તુમારે બદાહા ફાગ મારે પ્રાર્થનામાં વિનંતી કરતા, 5. જીયા જીયા હાય તુમાહાય યાદ કરતો હામ તીયા તીયા હાય મારે ઈશ્વરણે આભાર માનતો હામ. 6. જીયાયે તુમારેમાં હારા કામણે શરૂઆત કદી તે ઇસુ ખ્રિસ્તણે દિહિ હુદી, તિયાણે પૂર કરતો જાય, હેવો માને ફરોહો હા.7. તુમારે બદા વિષે ઇયા પ્રમાણે માનવ માને યોગ્ય નાગત હા; કેહે કા મારે બંધનમાં ને સુવાર્તાણે હિમાયત કરવામાં ને તિયાણે સાબિત કરવામાં, તુમે બધે કૃપામાં મારે સહભાગી હોવાથી, હાય તુમ્હાય મારે હૃદયમાં રાખતો હામ. 8. કેહે કા હાય ઇસુ ખ્રિસ્તણે કરુણાથી તુમારે બદાહા ઉપાર કતરો બદો પ્રેમ રાખતો હામ, તિયા વિષે ઈશ્વર મારે સાક્ષી હા.9. વલી હાય એવી પ્રાર્થના કરતો હામ કા, જ્ઞાનમાં ને બદે વિવેકબુદ્ધિમાં તુમારે પ્રેમ ક્રમે ક્રમે વહતો જાય; 10. જીયાથી જી શ્રેષ્ઠ હા તી તુમે પારખી હખાત ને એહે તુમે ખ્રિસ્તણે દિહિ હુદી નિષ્કલંક ને નિર્દોષ હોત; 11. વલી ઈશ્વરણે સ્તુતિ ને મહિમા વધે તીયા ફાગ ઇસુ ખ્રિસ્ત થકી ન્યાયીપણાણે ફળથી તુમે ભરપૂર હોત.12. ભાઈઓ, માને જી જી દું:ખ પયળ, તી સુવાર્તાણે વિધ્નરુપ હોવાણે બદલે તિયાણે પ્રસાર હોવામાં સહાયભૂત હોવા, તી તુમે જાણાત હેવ હાય ઇચ્છતો હામ; 13. કેહે કા ખ્રિસ્તણે નેદે મારે જી બંધન હા તી આખા રાજ્યદરબારમાં ને બીજે બધે જાગે પ્રસિદ્ધ હોવે; 14. ને પ્રભુણે સમુદાયણે કતરાક ભાઈઓહીય મારે બંધનને નેદે વિશ્વાસ રાખીને નિર્ભયપણે ઈશ્વરણે વચન બોનવાણી વિશેષ હિંમત રાખી.15. કતરેક તે અદેખાય ને વિરોધથી ને કતરેક સદ્દભાવથી ખ્રિસ્તણે સુવાર્તા પ્રગટ કરતે હા. 16. પેલા તે મારે બંધનમાં મારે પાર ખણેબધે સંકટ નાવવાણે ઇરાદાથી, ચોખ્ખા મનથી ની, ફ્ણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તણે વાત પ્રગટ કરતે હા ; 17. ફણ બીજે, ખ્રિસ્તણે સુવાર્તા વિષે જવાબ આપણે હારુ હાય નિર્મિત હોવો હામ, હેવ જાણીને પ્રેમથી પ્રગટ કરતે હા.18. તે ઇયાથી કાજા? બધી રીતે, ગમે તે દંભથી કા સત્યથી, ખ્રિસ્તણે વાત પ્રગટ કરવામાં આવતી હા; એટલે હાય આનંદ માનતો હામ ને પામીહી. 19. કેહે કા હાય જાણતો હામ કા, તુમારે પ્રાર્થનાથી ને ઇસુ ખ્રિસ્તણે આત્માણે સહાયથી, તો મારે ઉદ્વાર ફાગો ઉપયોગી હોય, તી હાય જાણતો હામ.20. ઈયા પ્રમાણે માને વિશ્વાસ, અપેક્ષા ને આશા હા કા, હાય કોઈ બી બાબતમાં શરમામ ની; ફ્ણ પુરી હીંમતથી, હંમેશાણે મુજબ અમુ ફણ, ગમે તે જીવનથી કા મૃત્યુથી, મારે શરીર થકી ખ્રિસ્તણે મહિમાણે વૃદ્ધિ કરવામાં આવે. 21. કેહેકા મારે માટે જીવવ તી ખ્રિસ્ત ને મરવ તી લાભ હા.22. ફ્ણ મનુષ્યદેહમાં જીવવ તી જો મારે કામણે ફળ હોય તે મારે કાજા પસંદ કરવ, તી હાય જાણતો નાથ, 23. કેહે કા એ બે બાબત વચ્ચે હાય ગૂંચવાણમાં હામ દેહમાંથી નીકીલવાણી ને ખ્રિસ્તણે હારી રવાણી મારે ઇચ્છા હા, કેહેકા તી વધારે હાર હા; 24. તો બી મારે મનુષ્યદેહમાં રવ તુમારે ફાગ વધારે મહત્વણ હા.25માને ફરોહો હોવાથી, હાય જાણતો હામ કા હાય રવાણો ને તુમારે વિશ્વાસણે વૃદ્ધિ ને ખુશીણે ફાગો હાય તુમારે બધાહા હારી રવાણો; 26. જીયાથી તુમારે પાહાય મારે પાછ આવવાથી મારે વિષેણો તુમારે આનંદણે ખ્રિસ્ત ઇસુમાં ખણો વધી જાય. 27. ને ખાલી ખ્રિસ્તણે સુવાર્તાણે યોગ્ય આચરણ કરા, જીયાથી ગમે તીયા હાય આવીને તુમાહાય હેદ કાતે દૂર રમ તો બી તુમારે વિષે ઊનામ કા તુમે બધે એક આત્મામાં સ્થિર રયને એક જીવથી સુવાર્તાણે વિશ્વાસણે ફાગ પ્રયત્ન કરતે હા.28. ને વિરોધીઓથી જારા બી બીતે કાયની તી તીયણે ફાગ વિનાશણે પ્રત્યક્ષ નિશાની હા, ફ્ણ તુમાહાય તે ઉદ્વારણે નીશાની હા ને તે વલી ઈશ્વરથી હા. 29. કેહે કા ખ્રિસ્ત પાર માત્ર વિશ્વાસ કરવો અતરજ કાયની, બી તીયા ફાગ દુ:ખ ફણ વેઠવાણ, એટલે ખ્રિસ્તણે હારુ ઇ કૃપાદાન તુમાહાય આપવામાં આવ હા. 30. જેવ યુદ્ધ તુમાહાય મારેમાં હેજજ હા ને અમુ મારેમાં હોત હા તી અમુ તુમે ઊનાતે હા, તેવ જ તુમારે બી હા
1. એટલે જો ખ્રિસ્તમાં કાંઈ ઉત્તેજન, જો પ્રેમણે કાંઈ દિલાસો, જો પવિત્ર આત્માણે કાંઈ સંગત, જો કાંઈ હૃદયણે અનુકંપા ને કરુણા હોય, 2. તે મારે ખુશી એવી રીતે પૂરી કરા કા, તુમે એકુજ મનને હોવા, એક હરખો પ્રેમ રાખા, એક જીવણે હોવા ને એક હૃદયણે હોવા.3. પક્ષાપક્ષીથી કા મિથ્યાભિમાનથી કાંઈ કરા ની, બધે નમ્ર ભાવથી પોતાણે કરતાં બીજાહાય ઉત્તમ ગણા. 4. તુમે બધે માત્ર પોતાણે હિત પારુજ ની, ફ્ણ બીજાહાય હિત પાર બી લક્ષ રાખા.5. ખ્રિસ્ત ઈસુણે મન જેવ હોતન, તેવ તુમે બી રાખા. 6૬. પોતે ઈશ્વરણે રુપમાં હોવા છતાં, તિયે ઈશ્વર સમાન હોવાણ થરી રાખવાણે ઇચ્છ્ય કાયની, 7. ફણ તિયે દાસણે રુપ થારણ કરીને, એટલે માણાહાય સમાનતામાં આવીને પોતાણે ખાલી કદો; 8. ને માણાહાણે રુપમાં પ્રગટ હોઈને, વધસ્તંભ પારન મરણને આધીન હોઈને પોતાણે નમ્ર કદો.9. તિયાણે કારણે ઈશ્વરે તિયાણે ખણો ઊંચો કદો ને બધા નામહા કરતાં હેવ શ્રેષ્ઠ નામ આપ્ય કા, 10. સ્વર્ગમાણે, પૃથ્વી પારને ને પાતાળમાણે બધે ઇસુણે નામે ધૂંટણે પળીને નમે; 11. ને ઈશ્વરપિતાણે મહિમાણે અર્થે બધીજ જીબ કબૂલ કરે કા ઇસુ ખ્રિસ્ત પ્રભુ હા.12. એટલે, મારે પ્રિય ભાઈઓ, તુમે જેહે હંમેશા આધીન રતને તેહે, કેવલ મારે હાજરીમાંજ ની, ફણ હવે વિશેષ કરીને મારે ગેરહાજરીમાં બી તુમારે ઉદ્વાર હોય એટલે ભય ને કંપારીસહિત પ્રયત્ન કરા. 13. કેહે કા જો પોતાણે પ્રસન્નતા પ્રમાણે તુમારેમાં ઇચ્છવાણે ને પ્રયત્ન કરવાણી પ્રેરણા આપતો હા, તે તો ઈશ્વર હા.14. બડબડાટ ને તકરાર વગાર બધ કરા. 15. કા, જિયાથી કુટિલ ને આળી પ્રજા વચ્ચે તુમે નિર્દોષ ને સાલસ, ઈશ્વરણે નિષ્કલંક સંતાન, જીવનને વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશા. 16. જીયાથી ખ્રિસ્તણે સમયમાં માને ગર્વ કરવાણ એવ કારણ મીલે કા હાય નિરર્થક દયળો નાથ ને મયે વ્યર્થ શ્રમ કદો નાથ.17. ફ્ણ જો હાય તુમારે વિશ્વાસણે અર્પણ ને સેવા પાર રેડાવા પળે તો બી હાય આનંદ કરીહી ને તુમારે બદાહાય હારી આનંદ કરીહી. 18. એહેજ તુમે બી મારે હારી આનંદમાં સહભાગી બના.19. ફણ હાય પ્રભુમાં આશા રાખતો હામ કા, હાય તિમોથીણે તુમારે પાહાય વેલો મૂકનીહી, જીયાથી તુમારે ખબાર જાણીને માને બી ખુશી હોય. 20. કેહે કા તુમારે હુંબાળ હારી રીતે રાખે તેવો તિમોથી જેવો હારો સ્વભાવવાલો બીજો કોઈ માણુહુ મારે પાર કાયની હા. 21. કેહે કા બધે માણેહે ખ્રિસ્ત ઇસુણે વાત કાયની, ફણ પોતાણે જ વાત હેત્તે હા.22. ફણ તુમાહાય તે અનુભવથી ખાતરી હોવી હા કા જેહે ડિખરોહો પિતા હારી કામ કરે, તેહે તિયે સુવાર્તાણે પ્રસારણે ફાગ મારે હારી સેવા કદી હા. 23. એટલે હાય આશા રાખતો હામ કા, જીયા મારે વિષે કાજા હોવાણ હા તી હાય જાણીહી ને તરાત હાય તીયાણે મોકની આપીહી; 24. વલી હાય પ્રભુમાં ફરોહો રાખતો હામ કા, હાય પોતે બી વેલો આવીહી.25. તો બી મારે ફાહાવ એપાફ્રોદિતસ, મારે હારી કામ કરવાવાલો ને સહયોદ્ધો, તેહે જ તુમારે સંદેશવાહક ને મારે જરૂરિયાત પૂરી પાળી હા ' તિયાણે તોરે પાહાય મુકીનવાણી અગત્ય માને દેખાય; 26. કેહેકા તો તુમાહાય બધા પાર બોજ પ્રેમ રાખતોનો ને તો ખણો ઉદાસ હોતનો, કેહે કા તુયે ઊનાય ન કા તો માંદો હા, 27. તો મરણપથારી એ માંદો હોતનો; ફણ ઈશ્વરે તિયા પાર દયા કદી, કેવલ તિયા પારુજ કાયની, ફ્ણ મારે પાહાય બી કા, માને શોક ની હોય ને આધાત ની નાગે.28. તુમે તીયાણે હેદિને પાછે ખુશ હોવા ને મારે દુ:ખ બી ઓછ હોય, એટલે મયેં બજ ઉતાવાલે તિયાણે મૂકિન્યો. 29એટલે તુમે પૂરા આનંદથી પ્રભુણે નામે તિયાણે આદરસત્કાર કરા; ને એવાહાય માનયોગ્ય ગણા; 30. કેહે કા ખ્રિસ્તણે કામણે ફાગ તે મરણને પાહાય આવી ગો ને મારે અર્થે તુમારે સેવામાં જી અધૂરં હોતન તી પૂર કરવાણે તિયે પોતાણે જીવ જોખમમાં નાખશો.
1છેન્ને મારે ભાઈઓ, પ્રભુમાં આનંદ કરા. તુમાહાય એકણી એકુજ વાત નખતાં માને કંટાળો આવતો કાયની; કેહે કા તી તુમારે ભલાણે ફાગ હા. 2. કુતરા જેવા નોકાહાથી, દુષ્ટકૃત્યો કરનારાહાથી ને નકામા સુન્નતથી ચેતી જાયા. 3. કેહે કા આપણે ઈશ્વરને આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા ને દેહ પાર ભરોસો ની રાખનારા, હાચા સુન્નતી હામ.4. તો બી દેહ પાર ભરોસો રાખવાણ મારે પાહી કારણ હા; જો બીજો કોઈ થારે કા તિયાણે દેહ પાર ભરોસો રાખવાણ કારણ હા, તે માને તિયા કરતા વધારે હા; 5. આઠમે દિહી સુન્નત પામીનો, ઈઝરાયેલણે સંતાનણો, બિન્યામીનણે કુળમાણો, હિબ્રુઓણે હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.6. ધર્મણે નામ સંબંધી વિશ્વાસી સમુદાયણે સતાવનાર, નિયમશાસ્ત્રણે ન્યાયીપણા સંબંધી નિર્દોષ. 7. છતાં બી જે બાબતો માને ઉપયોગી હોતની, તે મયે ખ્રિસ્તણે હારી હાનિકારક જેવી માની.8. ખરેખર, ખ્રિસ્ત ઇસુ મારે પ્રભુણે જ્ઞાનની ઉત્તમતાણે નેદે, હાઈ હિ બધાણે હાની જ ગણતો હામ; હીયાણે નેદે મયે બધાહાય નુકશાન સહન કદ ને તિણાહાય કચરો ગણતો હામ, કા જીયાથી હાઈ ખ્રિસ્તતણે પ્રાપ્ત કર, 9. ને તિયાણે હારી મીલીન એકહારી હોય ને નિયમશાસ્ત્રથી મારે જી ન્યાયીપણું હા તી કાયની, ફ્ણ ખ્રિસ્તણે વિશ્વાસણે પ્રાપ્ત હોવ હા, તી મારે હોવી; 10. હીયા માટે કા હાઈ તિયાણે ને મૃત્યુમાંથી તિયાણે મરણોત્થાનને પરાક્રમણે હમજ ને તિયાણે દુ:ખોમાં સહભાગી હોમ; એટલે કા તિયાણે મૃત્યુણે અનુરુપ હોમ, 11. કા હાઈ કોઈ બી રીતે મૃત્યુ પામીનાહાય મરણોત્થાનને પહોંચ.12. આયુ હુદી હાઇ બધ સંપાદન કરી ચુક્યો કા સંપૂર્ણ હોવો હામ એવ કાયની, ફ્ણ હાય સતત આગાલ વધતો હામ, કા જીયા હેતુથી ખ્રિસ્તે માને હાદી નેદો હા તિયાણે સિદ્ધ કર. 13. ભાઈઓ, મયે સિદ્ધ કરી નેદ હા, એવ હાઇ ગણતો કાયની, ફણ એક કામ હાઇ કરતો હામ કા, જી પાછાલ હા તિયાણે વિહીરાઇને જી આગાલ હા તિયા ફ્ણી વધીને, 14. ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરને સ્વર્ગીય આમંત્રણને ઇનામણે વાસ્તે, ધ્યેય ફણી આગાલ વધતો હામ.15. એટલે આપડેમાણા જતરા પૂર્ણ હા, તતરાહાય એવી જ મનોવૃત્તિ રાખવાણી; જે કોઈ બાબત વિષે તુમે બીજી મનોવૃત્તિ રાખાહ, તે ઈશ્વર હે બાબત બી તુમાહાય પ્રગટ કરી. 16. તો બી જે કક્ષા હુધી આપડે પહોંચ્ચે હામ, તે જ ધોરણે આપડે ચાનવા જોજે.17. ભાઈઓ, માને અનુસરા, આમે જે નમૂનો તુમાહાય આપતા હામ તિયા પ્રમાણે જી ચાનતે હા તેવાહ પાર લક્ષ રાખા. 18. કેહે કા ખણા એવી રીતે વર્તનારા હા, કા જીયણા વિષે મયે તુમાહાય વારંવાર કયન, ને અમી બી રડતાં રડતાં કતો હામ કા, તેવા ખ્રિસ્તણે વધસ્તંભણા શત્રુઓ હા. 19. વિનાશ તિયણે અંત, પેટ તિયણે દેવ, ને નિર્લજજતા તિયણે ગૌરવ હા, તેવે સાંસારીક વાતો પાર ચિત્ત લગાડતે હા.20. ફ્ણ આપણે માટે તે, ' આપણી નાગરિકતા સ્વર્ગમાં હા, તિયાથી ફણ આપણે ઉદ્વારકર્તા એટલે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે વાટ હેદતે હામ. 21. તે, જી સામર્થ્યથી બધાહાય પોતાણે આધીન કરી શકતો હા, તિયા પ્રમાણે આપણે દીનાવસ્થામાણા શરીરને એવ રુપાંતર કરી, કા તી તિયાણે મહિમાવાન શરીરને જેવ હોય. "'
1. એટલે, મારે પ્રિય ને જિયાણે આશા હા તેવા ભાઈઓ, મારે આનંદ ને મુગટરુપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેણા વિશ્વાસમાં સ્થિર રજા, મારે પ્રિય ભાઈઓ. 2. યુઓદિયાણે બોધ કરતા હામ ને સુન્તેખેણે બોધ કરતો હામ કા એ, તે બેઉ પ્રભુમાં એક ચિત્તણે હોત. 3. વલી મારે ખરા જોડીદાર, હાય તુને વિનંતી કરતો હામ કા તું હે બહેનોણી મદદ કરજે, કારણ કા તીયણે મારે હારી ને ક્લેમેન્ટણે હારી ને બીજા મારે બધા કાર્યકર્તાઓ જિયણે નામ જીવનને પુસ્તકમાં હા તિયણે હારી સુવાર્તા પ્રચાર ને કાર્યમાં ખણી મહેનત કરી હા.4. પ્રભુમાં સદા આનંદ કરા; હાઈ પાછો કતો હામ, કા આનંદ કરા. 5. તુમારે સહનશીલતા બધા માણાહાણે જાણવામાં આવે. કેહે કા પ્રભુણે આગમન નજીક હા. 6. કાંઈ ચિન્તા કરવાણી ની; ફણ બધાહ વિષે પ્રાર્થના ને વિનંતીઓ વડે આભારસ્તુતિ સહિત, તુમારે અરજ ઈશ્વરને જાણાવણી. 7. ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિણે બહાર હા, તે ખ્રિસ્ત ઈસુમાં તુમારે હૃદયોણે ને મનોણે સંભાળ રાખી.8. છેન્ને, ભાઈઓ, જી કાંય સત્ય, જી કાંઈ સમ્માનપાત્ર, જી કાંઈ ઉચિત, જી કાંઈ શુદ્ધ, જી કાંઈ પ્રેમપાત્ર, જી કાંઈ સુકીર્તિમાન હા ને જી કાંઈ સદગુણ, જી કાંઈ પ્રશંસા હોય, તે હે બાબતણે વિચાર કરા. 9. જી તુમે હીખ્યે ને પામીયે ને ઉનાય ને મારેમાં હેજજ તેવ બધ કરા; ને શાંતિણો ઈશ્વર તુમારે હારી રઈ.10. મયે પ્રભુમાં ખણો આનંદ કદો, કારણ કા મારે વિષેણી તુમારે ચિંતા છેન્ને પાછી તાજી હોવી હા; તિયે બાબતોમાં તુમે ચિંતા તે કરનારા હોતના. ફણ માને સહાય કરવાણો તુમાહાય પ્રસંગ મિલીનો કાયની. 11. હાય તંગીણે નેદે બોનતો હામ હેવ કાયની, કેહે કા જે અવસ્થામાં હાય હામ, તિયામાં સંતોષી રવાણ હાય હીખીનો હામ. 12.ગરીબીમાં કેવી રીતે જીવાણ હી બી હાય જાણતો હામ ને સમૃદ્ધિમાં બી કેવી રીતે જીવાણ હી બી હાય જાણતો હામ; દરેક પ્રકારે ને સર્વમાં તૃપ્તિમાં ને ભૂખમાં, પુષ્કળતામાં ને તંગીમાં રવાણ હાઇ હીખીનો હામ. 13. જો માને સામર્થ્ય આપતો હા તિયાણે સહાયથી હાય બધ કરી શકતો હામ.14. તો બી તુમે મારે સંકટમાં મદદ કરી તી હાર કદ. 15. ઓ, ફિલિપ્પીઓ, તુમે જાણતે હા કા, સુવાર્તાણે આરંભમાં, જીયા હાઇ મકદોનિયામાંથી રવાના હોવાનો, તીયા આપવા-નેવાણી બાબતમાં એખનો તુમારે વગાર બીજો કોઈ વિશ્વાસી સમુદાયે ફાગ નેદો ની હોતનો. 16. કેહે કા થેસ્સાલોનિકામાં ફ્ણ દરેક વાર મારે જી જી જરૂરિયાત હોતની તી બધ તુમાહાય માને મોકની આપીન હોતન. 17. હાય કાંઇ દાન માંગતો હામ એવ કાયની, ફ્ણ તુમારે હિતમાં ખણે ફળ મિલાત એવ માંગતો હામ.18. મારે પાહી બધી ચીજ વસ્તુઓ હા; ને તે ફ્ણ વધારે હા. તુમારે દાન એપાફ્રોદિતસણે મારફતે માને મિલીના હા ને હાય સમૃદ્ધ હામ. તી તે સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ હા. 19. મારે ઈશ્વર પોતાણે મહિમાણી સંપત પ્રમાણે તુમારે બધી ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડી. 20. આપડે ઈશ્વરણે ને પિતાણે સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન.21. ખ્રિસ્ત ઈસુમાં બધા સંતોણે સલામ કજા, મારે હારી જે ભાઈઓ હા તે તુમાહાય સલામ કતા હા. 22. બધા સંતો, વિશેષ જે કાઈસારને ખરના હા, તે તુમાહાય સલામ કતા હા. 23. આપડે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે કૃપા તુમારે આત્માણે હારી હો. આમીન
1ખ્રિસ્તમાં કલોસામાંણો પવિત્ર ને વિશ્વાસુ ભાઈઓહી,ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તમાં પસંદ હોવનાણો પ્રેરિત પાઉલ ને ભાઈ તિમોથી નાખતો હા. 2કેહ કા ઇશ્વર આપળે પિતા તરફથી ને પ્રભુ ઇસુ ખ્રિસ્ત તરફથી તુમહાય કૃપા ને શાંતિ હોય. 3કેહ કા જે દિહથી આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તુમારે વિશ્વાસ વિશે ને તુમારે ફાગુ સ્વર્ગમાં રાખી મુકીની આશાણે નેયને બદા સંતો પારનો તુમારે પ્રેમ વિશે ઉનાય હા.4તિયાથી આમે તુમારે ફાગુ નિત્ય પ્રાર્થના કરીને ઇશ્વરણે ને આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે પિતા હા,તીયાણે આભારસ્તુતિ કરતે હામ; 5તે આશા વિશે તુમે સુવાર્તાણે સત્ય સંદેશમાં આગલ ઊનાયન; 6તે સુવાર્તા તુમારે પાહી આવી હા, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપતી હા ને વદતી હા તેહે;જે દિહથી તુમે સત્યમાં ઈશ્વરણે કૃપા વિશે ઉનાય ને હમીજીય ને તે દિહથી તુમરેમાં ફણ ફળ આપતો હા ને વદતો હા.7તિયાજ પ્રમાણે વહાલો સાથીદાર એપાફ્રાસ પાહાયથી તુમે હિખ્યે, ને તી આમારે માટે ખ્રિસ્તણે વિશ્વાસુ સેવક હા; 8આત્મામાં તુમારે જ પ્રેમ હા ને તે વિશે ફણ તીયે આમહાય ખબર આપી હા,9તુમે બદા પ્રકારણે ને આત્મિક હમજણમાં ને બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરણે ઈચ્છાણે ને જ્ઞાનથી ભરપૂર હોવા હિયા ફાગ આમહાય તી ઉનાય તીયે દિહથી તુમારે ફાગ પ્રાર્થના ને વિનંતી કરણે ચૂકતે કાયની. 10તુમે પુર્ણ રીતે પ્રભુણે પ્રસન્ન કરવા ફાગ યોગ્ય રીતે વર્તા ને બદા હારી કામમાં તીયાણે ફળ ઉપજવા ને ઇશ્વરણે વિશે તુમે જ્ઞાનમાં વદતે જાયા.11આનંદ સહિત દરેક પ્રકારણે ધીરજ ને સહનશીલતાણે ને ઇશ્વણે મહિમાણે ને સામર્થ્ય પ્રમાણે શક્તિમાન હોવા; 12ઇશ્વર પિતા જીયે આપણાહાય પ્રકાશમાણે સંતોણે વારસાણે ફાગીદાર હોવાણે યોગ્ય બનાવીએ હાશે, તીયાણે આભારસ્તુતિ કરા.13તિયાણે અંધકારણે અધિકારમાંથી આપણાહાય છોડાવીયે ને પોતાણે પ્રિય પુત્રણે રાજ્યમાં નાવે. 14તીયાણે નુય દ્રારા આપણાહાય ઉદ્ધાર, એટલે પાપોણે માફી હા.15તે અદ્રશય ઇશ્વરણે પ્રતિમાણે ને બદી સૃષ્ટિણે પ્રથમજનીત હા. 16કેહ કા તીયાથી બદ ઉત્પન્ન હોવ હા ને જે આકાશમાં ને પૃથ્વી પાર હાશે ને જે દૃસ્ય ને અદૃસ્ય હા,ને રાજયસનો ને રાજ્યો ને અધિપતિઓ કા આધિકારીઓ બદે તિયા મારફતે ને તિયા ફાગ ઉત્પન્ન હોવ હા. 17તી બદી બાબતમાં પેલા હા;ને તિયામાં બદી બાબતો વ્યવસ્થિત હોય ને રતે હા.18તેઓ શરીરણે એટલે વિશ્વાસી સમુદાયણે શિર હા; તી આરંભ,એટલે મૃત્યુ પામીનામાંથી પ્રથમ સજીવન હોવે હા;ને જિયાથી બદામાં તી શ્રેષ્ઠ હોવે હા. 19કેહ કા તિયામાં બદે પ્રકારણે સંપૂર્ણતા રય; એવ તીયાણે પસંદ પળીય. 20ને ઈસુ ખ્રિસ્તણે વધસ્તંભણે નુઈથી શાંતિ કરવાણે તીણહાય મારફતે તી પોતાણે હારી બદી બાબતણે સમાધાન કરાવતે હા; પુઠી તે પૃથ્વી પારણે હોય કે આકાશમાણે હોય.21તુમે આગલ ઘણે દૂર,ને દુસ્ટ કામથી તુમારે મનમાં તી શત્રુ હોતને, ફણ તીણહાય હવે પોતાને દૈહિક શરીરમાં મરણ વડે તુમારે સમાધાન કરાવીય હા. 22ને ખ્રિસ્ત તુમહાય પવિત્ર,નિર્દોષ ને નિષ્કલંક પોતાણે આગલ રજૂ કરી. 23એટલે જો તુમે વિશ્વાસમાં સ્થાપિત હોયને દ્રઢ રયા ને જે સુવાર્તા તુમાહાય ઉનાય હા તીયાણે આશામાંથી જો તુમે ડગી જાતે નખા,તો એ સુવાર્તા આકાશણે નીચેણી ને બદે માણહાય પ્રગટ કરાયી હા; ને તે સુવાર્તાણે હાય પાઉલ સેવક હોવો હામ.24હવે તુમારે ફાગ મારે પાહી જે દુઃખ પડતે હા તિયામાં હાય આનંદ પામતો હામ,ને ખ્રિસ્તણે સંકટો વિશે જી કાય ખૂટત તીયાણે હાય; તિયાએ શરીર જે વિશ્વાસી સમુદાય હા તીયાણે ખાતર,મારે શરીરમાં પુર કરતો હામ. 25ઇશ્વરણે વચન સંપૂર્ણ રીતે પ્રગટ કરવાણે, ને ઇશ્વરણે જે વહીવટ માને તુમારે ફાગુ સોંપવામાં આવ હા તિયા જ પ્રમાણે હાય વિશ્વાસી સમુદાયણે સેવક તરીકે નિમાયો હામ; 26તી મર્મ યુગોથી ને પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ હાશે, ફણ હમુ તે તીયાણે સંતોણે પ્રગટ કરવામાં આવો હાશે. 27બિન યહૂદીઓમાં તી મર્મણે મહીમાણે સમૃદ્ધિ કાજા હાશે તી તીણહાય જાણાવતા ઇશ્વરે ઈચ્છય હા;તી મર્મ ઈ હાશે કા ખ્રિસ્ત તુમારેમાં મહિમાણે આશા હા.28ઈયા ખ્રિસ્તણે આમે પ્રગટ કરતે હામ ને દરેક માણહાણે ખ્રિસ્તમાં સંપુર્ણ હોવનાણે રજૂ કરતે હિયા ફાગ આમે દરેક માણહાય બોધ કરતે હામ ને બદે પ્રકારણે જ્ઞાનથી હિખીવતે હામ. 29તિયા ફાગ હાય ફણ તીયાણે શક્તિ કાજે મારેમાં કાર્ય કરતી હા, ને તિયાજ પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરતો હામ.
1હાય વિચારતો હામ કા તુમે ઈ જાણા કા, તુમારે વિશે ને જી લાઓદીકીયામાં હા તિયા વિશે ને જતરાહાય માને રુબરુ હેજ્જો કાયની તીણહાય વિશે હાય કતરો બદો યત્ન કરતો હામ કા, 2તીણહાય હૃદયણે દિલાસો પામાત ને ઈશ્વરણે મર્મ એટલે ખ્રિસ્તણે હમજીવાણ ને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાણે ફાગ, પ્રેમથી ને સંગતમાં રયા. 3તિયામા જ્ઞાન ને બુદ્ધિણે બદો ખજાનો ગુપ્ત રયનો હા.4કોઈ માણહ મીઠી વાતથી તુમાહાય છેતરે ની તિયા ફાગ હાય તી કતો હામ. 5કેહે કા શારિરીક રીતે હાય તુમારેથી દુર હામ, તો ફણ આત્મામાં તુમારે હારી હામ;તુમારે વ્યવસ્થાણે ખ્રિસ્ત પારણે તુમારે વિશ્વાસણે મજબૂતતા હેદીને હાય આનંદ પામતો હામ.6તિયા ફાગ જેહે તુમે ખ્રિસ્ત ઇસુ પ્રભુણે સ્વીકારયો હા તેહે તિયામાં ચાના, 7તિયામાં રોપાયના ને સ્થાપિત હોવનાણે ને જેહે શિખામણ પામીએ તિયા પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રયને તીયાણે વદારે આભારસ્તુતિ કરા.8સાવધાન રયા,કા, છેતીરનારે ફિલસુફીણો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે કાયની ફણ માણહાય રીતીરિવાજ પ્રમાણેને જગતણે સિદ્ધાંતો પ્રમાણે હા, તિયાથી કોઈ તુમાહાય ફસાવે ની. 9કેહે કા ઈશ્વરત્વણે બદ સંપૂર્ણતા ખ્રિસ્તણે શરીરમાં વહતી હા.10તુમે તિયામાં સંપુર્ણ હોવનાણે હાશે;તી બદે શાસન ને આધિકારણે ઉપરી હા. 11સુન્નત હાથે કરીની નાથ જિયાથી તુમે તિયામાં સુન્નતી હોવા,એટલે ખ્રિસ્તણે નેદે કરવામાં આવની સુન્નતણે આશરે તુમે દેહણે તીયાણે દૈહિક વારસાને હારી ઉતારી મુકયે હા. 12તિયા હારી તુમે બાપ્તિસ્મા દફનાવાણે,ને તિયામાં ફણ ઇશ્વર જિયાએ તીણહાય મૃત્યુ માંથી સજીવન કદે હા,તિયામાં સામર્થ્ય પારણે વિશ્વાસથી તુમાહાય તિયાએ હારી ઉઠાડીયે.13તુમે તુમારે ગુનામાં ને તુમારે મનુષ્યદેહણે બેસુન્નત માં મરીને હોતને ને તિયાએ તુમારે બદ ગુનાણે માફી આપીને તુમાહાય ખ્રિસ્તણે હારી સજીવન કદે. 14ને નિયમણે તોહમતનામ જી આપણે વિરુદ્ધ હોતને; ને આપણે પ્રતિકુળ હોતને ને તીયે રદ કરીને ને વધસ્તંભે તીયે ખીલા ઠોકીને નાબૂદ કરી નાખ્ય. 15રાજયોને અધીકારો તોળી પાડીને, વધસ્તંભે તિયા પાર વિજય પામીને તીણહાય જાહેરમાં ઉગાળે પાળીયે.16જેહે ખાવા પીવાણી બાબતમાં ને પર્વ, પૂનમ કા વિશ્રામવાર પાડવામાં કોઈ તુમ્હાય દોષિત ની ઠરાવે. 17તીતે હોવનાણી વાતણે પ્રતિછાયા હા, ફણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત હા.18નમ્રતાણે સ્વર્ગદૂતોણે સેવા પાર ભાવ રાખવાણ કોઈ તુમહાય ની ફસાવે ને તુમારે ઇનામ છીનવી ની નેય.તીયાણે જી દર્શન હોતન કા તિયા પાર આધાર રાખીને તે પોતાણે દૈહિક મનથી ફુલાય જાતે હા. 19તો શિરણે વીલગી રતો કાયની,હિયા શિરથી આંખ શરીર, સાધાઓને સ્નાયુઓથી પોષણ પામીને જોડાયને ઈશ્વરથી વૃદ્ધિ પામતે હા.20જો તુમે ખ્રિસ્તણે હારી જગતણે સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામીએ,તો જગતમાં જીવનારે માફક કાજાખન્ને વિધિઓને આધીન હોતે હા ? 21જેહે કા આમુકણે આટકીવાણ ની,ચાખવાણ ની ને હાથમાં નેવાણ ની.''' 22હે બદી બાબતો માણહાણે આજ્ઞા ને શિક્ષણ પ્રમાણે હા ને વાપીરવાથી જ નાશ પામનારે હા. 23તીણેમા પોતાણે સેવા,ને નમ્રતા દંભી દેહદમન વિશે ડહાપણને આભાસ હા, ફણ શારીરિક વાસનાઓણે અટકાવવાણે તી કોઈ રીતે ઉપયોગી કાયની.
1હિયા ફાગ જો તુમાહાય, ખ્રિસ્તણે હારી સજીવન કરવામાં આવે હા, તો જો ખ્રિસ્ત, ઈશ્વરણે જમણે હાથે બિરાજમાન હા તીયાણે, એટલે કા ઉપારણે બાબતોણે સોદ કરા. 2સ્વર્ગીય બાબતો પાર મન લાગવા,પૃથ્વી પાહાયણી બાબતો પાર કાયની. 3કેહે કા તુમે મરણ પામીને હા ને તુમારે જીવન ખ્રિસ્તણે હારી ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ હાશે. 4ખ્રિસ્ત જી આપણે જીવન હાશે, તી જીયા પ્રગટ હોત તિયા તુમે ફણ તીણે હારી મહિમામાં પ્રગટ હોવાત.5હિયા ફાગ પૃથ્વી પાર ની તુમારે દૈહિક ઈચ્છાઓ એટલે વ્યભિચાર,અશુદ્ધતા,વિષયવાસના,દુષ્ટ ઈચ્છા ને લોભ કા જે મૂર્તિપૂજા હા, તીણહાય નાશ કરા. 6એવ કામણે નેદે આજ્ઞાભંગ કરનાર પાહાય ઈશ્વરણે કોપ આવતો હા. 7જિયા તુમે આગાલ તિણે પ્રમાણે જીવતને ને તિયા તેજ પ્રમાણે વર્તીતને. 8ફણ હવે રીસ,ક્રોધ,અદાવત,અપમાન ને તુમારે મુખ માંથી નીહીરતન બીભત્સવચનો તી બદે એ તુમે તજી દિયા.9તુમે એક બીજા હારી જૂઠ નખે બોનતે,કેહે કા તુમે જુના માણસપણાને તીયાણે કૃત્યો સહિત ઉતારી મુક્યો હા. 10ને જે નવ માણસપણું ઉત્તપન્ન કારનારણે પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવ કરાત જાત હા, તી તુમે ધારણ કદ હા. 11】તિયામાં ની ગ્રીક કા યહૂદી, ની સુન્નત કા બેસુન્નત, ની બર્બર કા ની શિથિયન, ની દાસ કા સ્વતંત્ર;ફણ ખ્રિસ્ત બદે ને બદાહા માં હા.12હિયા ફાગ,પવિત્ર ને વહાલોઓ,ઇશ્વરણે પસંદ કરીને ને હોબે તેહે,દયાળું હૃદય,મમતા,નમ્રતા,વિનય ને સહનશીલતા ધારણ કરા. 13એકબીજાણે સહન કરા ને જો કોયણે કોઈ હામે ફરિયાદ હોય તો તીયાણે માફ કરા, જેહે ખ્રિસ્તે તુમાહાય માફ કદે તેહે તુમે ફણ એકબીજાણે માફ કરા. 14ફણ હી બદે ઉપરાંત પ્રેમ જે સંપુર્ણતાણે બંધન હાશે તી તુમે પેરી નિયા.15ખ્રિસ્તણે શાંતિ કા જે પામવા ફાગ તુમે એક શરીરમાં તેડાયને હા, તી તુમારે હૃદયમાં રાજ કરે;ને તુમે આભરસ્તુતિ કરા. 16ખ્રિસ્તણે શિક્ષણ બદે જ્ઞાનમાં ફરપૂરતાથી તુમારેમાં રય;ને ગીતો,સ્ત્રોત્રો ને આત્મિક ગીતથી એકબીજાણે હિખવા ને બોધ કરા ને આભારસહિત તુમારે હૃદયમાં પ્રભુણે આગાલ ગીત ગાયા. 17વચનથી ને કાર્યથી જી કાય તુમે કરાત,તી બદે પ્રભુ ઈસુણે નામે કરા ને તીયા દ્વારા ઇશ્વર પિતાણે આભરસ્તુતિ કરા.18પત્નીઓ,જેહ પ્રભુમાં શોભતી હા તેહે તુમે તુમારે પતિઓણે આધીન રયા. 19પતિઓ,તુમે તુમારે પત્નીઓ પાર પ્રેમ રાખા ને તિણે પ્રત્યે કઠોર નખે હોતા. 20બાળકો, તુમે દરેક બાબતમાં તુમારે માતાપિતાણે આજ્ઞાણે પાલન કારા, કેહે કા તી પ્રભુણે પસંદ હા. 21પિતાઓ, તુમે તુમારે બાળકોણે ઉશ્કેરતા નખા,કા જિયાથી તેઓ નિરાશ હોવે ની.22દાસો, તુમે માણહાય ખુશ કારનારાહી કાણી નખે ને દેખરેખ હોય તેહે જ ની,ફણ પ્રામાણિક હૃદયથી ને પ્રભુણે બીકથી,ને બદીજ બાબતોથી પૃથ્વી પારણે તુમારે માલિકોણે આજ્ઞા પાલા. 23તુમે જી કાઈ કરાત તી માણસોણે ફાગ કાયની ફણ પ્રભુણે ફાગ કરતે હા, હેહ હમજીને બદ ખરા જીવથી કારા; 24કેહે કા તુમે જાણતે હા કા બદલામાં તુમાહાય પ્રભુ પાહાયથી વારસો મીલીહી;કેહે કા તુમે તો ખ્રિસ્ત પ્રભુણે સેવા કરતે હા. 25ફણ જી દુસ્ટતા કરતે હાશે તીયાણે તિણે દુષ્ટતાણે બદલો મીલી; પ્રભુ પાહાય પક્ષપાત નાથ.
1માલિકો,સ્વર્ગમાં તુમારે માલિક હા, તેવ હમજીને તુમે તુમારે ચાકરો હારી ન્યાયથી ને સમાનતાથી વર્તન કરા.2પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રયાને આભરસ્તુતિ કરીને જાગૃત રયા. 3ખ્રિસ્તણે જી મર્મને હારું હાય બંધનમાં હા, તી કણે ઈશ્વર આમારે ફાગુ સુવાર્તાણે દ્રારા ઉઘાળે તિયા ફાગ આમારે હારું પ્રાર્થના કારા. 4કા,જિયાથી મારે જેહ બોનવા જુજે તેહ હાય પ્રગટ કરતો હામ.5બિનવિશ્વાસીઓણે હારી ડહાપણથી વર્તા; સમયણે સદઉપયોગ કરા. 6તુમારે બોનવાણ હંમેશા કૃપાયુકત ને હાર નાગે એવે હોય કા, જિયાથી દરેકણે યોગ્ય જવાબ આપવાણો તુમે હમજી હખાત.7પ્રભુમાં વહાલા ભાઈ,વિશ્વાસુ સેવક ને સાથીદાસ તુખિકસ મારે વિશેણી બદી માહિતી તુમાહાય આપી. 8તિયા દ્રારા તુમાહાય આમારે જાણકારી મીલી ને તે તુમારે હૃદયણે દિલાસો આપી,તિયા ફાગુ મયે તીયાણે તુમારે પાહી મોકીનો હા. 9તિયા હારી તુમારે વિશ્વાસુ ને વહાલો ભાઈ ઓનેસીમસણે ફણ મોકીનીનો હા.તી ઈણે બદ સમાચાર તુમાહાય જાણવી.10મારે સાથી બંદીવાન આરીસ્તાખસ નેબર્નાબાસણે પીત્રાઈ ભાઈ માર્ક જિયા વિષે તુમાહાય આજ્ઞા મીલી હા કા,' તો જો તુમારે પાહી આવે તો તીયાણે સ્વીકાર કરજા ', 11ને ઈસુ જો યૂસ્તસ કવાયો હા, તેઓ તુમાહાય સલામ કતો હા. ઈ બદે એખને જ સુન્નતીઓમાણે યહુદી વિશ્વાસીઓમાણે હા, જિયા ઈશ્વરણે રાજ્યણે ફાગુ મારે હારી કામ કરનારે હા; તી માને દિલાસાસ્ય હોવે હા.12એપાફ્રાસ જે તુમારેમાણે એક હાશે ને ખ્રિસ્તણે દાસ હા, તો તુમાહાય સલામ પાઠીવતો હા, તે તુમારે ફાગુ હંમેશા આગ્રહથી પ્રાર્થના કરતો હા, કા તુમે ઈશ્વરણે બદી ઈચ્છામાં સંપૂર્ણ હોયને પૂરેપૂરી ખાતરી હારિ દઢ રયા. 13કેહે કા તુમારે ફાગુ ને જી લાઓદીકિયામાં ને હિયરાપોલિસમાં હા તીણહાય ફાગુ તી કામ કરતો હામ .હેવી ખાતરી હાય આપતો હામ. 14વહાલો વૈદ લુક ને દેમાસ તુમાહાય સલામ પાઠીવતો હા.15લાઓદીકીયામાણા ભાઈઓણે, નુમ્ફાણે ને તીયાણે ઘરમાણે વિશ્વાસી સમુદાયણે સલામ કજા. 16ઈ પત્ર વાચ્યા પુઠી તુમે તીયાણે લાઓદીકીયાણે વિશ્વાસી સમુદાયણે ફણ વાંચજા,ને લાઓદીકીયામાંણે જી પત્ર આવે તી તુમે વાંચજા. 17આર્ખીપસ કઅજા કા, ' પ્રભુમાં જી સેવાકાર્ય તુને સોંપવામાં આવ હા તી સંપૂર્ણ હૃદયથી કરવાણે તોરે કાળજી રાખવાણી.'''18હાય પાઉલ, મારે હાથે તુને સલામ નખતો હાસેમ.મારે બાંધનો યાદ રાખજા, તુમારે પાર કૃપા હોવે.
1૧ ઈશ્વરપિતા ને પ્રભુ ઈસુ ખિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ ને તિમોથી ને નખતો હા, તુમાય કૃપા ને શાંતિ હોય.23૨ 2 આમારે પ્રાર્થનામાં તુમારે નામ કયને, આમેકાયમ તુમારે બધા ફાગ ઈશ્વરને આભારસ્તુતિ કરતે હામ; 3 3 તુમારે વિશ્વાસને કામ, પ્રેમ પૂર્વકક ને તુમારે મેનત ને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તપારને તુમારેમાં દ્રઢ આશાને કારણે તુમારેમાં ઉત્પન્ન હોતી ધીરજને,આમારે ઈશ્વર પિતાની આગાલ ,આમે હંમેશા યાદ કરતે હામ.4ભાઈઓ,આમે જાણતે હામ કા,ઈશ્વર તુમારે પાર પ્રેમ કરતો હા. ને તીયે તુમાહાય પસંદ કદ હા. 5કહે કા અમારે સુવાતૉ કેવલ શબ્દોમાં જ કાયની, ફણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં ને ખણી ખાતરીપૂર્વક અમારે પાર આવી. તેહે જ તુમારે નેધે આમે તુમારે વચ્ચે કેવી રીતે રયને તી તુમે જાણતે હા.6તુમે આમા હાય ને પ્રભુ ણે અનુસરનારા હોવા કેહે કા બોજ દુઃખ વેઠીને પવિત્ર આત્મામાનાં આનંદસહિત તુમે પભુનણ વાત માની. 7.તુમે મકદોનિયા ને અખાયામાંને બધે વિશ્વાસીઓને નમૂનારૂપ હોવે.8કેહે કા કેવલ મકદોનિયા ને અખાયામાંને તુમારે થી પભુની વાતને પ્રચાર હોવો હતરજ કાયની,ફણ બધે જગ્યે ઈશ્વર પારનો તુમારે વિશ્વાસ પ્રગટ હોવો. હા બાબતે આમારે કાય કવાણી જરૂર જણાતી નાથ. 9લોકો પોતે અમારે વિષે એ બધી વાત પ્રગટ કરતે હા કા,કેવી પરિસ્થિતિ માં આમે તુમારે વચ્ચે આવે ને તુમે જીવતો ને હાચો ઈશ્વરની સેવા કરવાણે 10ઈશ્વરને દિકરો, એટલે કા આવનારા કોપથી આપણા હાય બચાવનાર ઈસુ, જીયાણે તીયે હાય મરીનામાંથી જીવતો કદો . તીયાણે સ્વગઁમાથી આવવાણી વાટ હેદવાણી ,કેવી રીતે મૂર્તિઓ ફણથી ઈશ્વર ફણી તુમે ફીયરે.
1કેહે કા, ભાઇઓ, તુમે જાણતા હા કા આમારે તુમારે વચ્ચે આવાણ નકામ ગ નાથ. 2વલી તુમે તી ભી જાણતે હા કા આમે આગાલ ફિલિપ્પીમાં દુ:ખ ને અપમાન વેઠય, છતાંય ખણે વિરોધમાં તુમાહાય ઇશ્વરનણી સુવાર્તા કવાણી આપણે ઇશ્વરની સહાયથી હિમતવાન હોત ને.3કેહે કા આમારે બોધમાં ભૂલચૂક,અશુદ્ધતા ને કપટ હોતનજ કાયની; 4ફણ જેહે ઇશ્વરે સુવાતૉ કવાણે આમાહાય વિશ્વાસુ ગણ્યે હા તેહે આમે માણહાય ખુશ કરવાને કાયની ,ફણ આમારે હ્રદયને પારખનારો ઇશ્વર ને પ્રસન્ન કરવાને બોનતે હામ.5તુમે જાણતે હા કા, નાથ તે આમે કોઇ દિહિ ખુશામતનાં વચનો બોનીયે કા નાથ તે દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઇશ્વર સાક્ષી હા. તેહે તીહી નિરંતર પોતણે પાપને વૃદ્ધિ કરતે હા,ફણ તીણાહાય અત્યંત કોપ આવો હા.
1ફણ જયા આમારે સહનશક્તિ ણે હદ આવી ત્યા આથેન્સ માં એખનાયે રવાણ આમાહાય નકકી કદ . 2ને આમારે ફાહાવ ને ખ્રિસ્ત ની સુવાર્તાણે પ્રચાર માં ઇશ્વરણે સેવક તિમોથીણે તુમાહાય મજબુત કરવાણે ને તુમારે વિશ્વાસ સંબધી તુમાહાય ઉતેજન આપવાણે માટે મોકિન્યો હા. 3કેહે કા એ વિપતિ થી કોઈ ડગી જાય ની.તુમે પોતે જણતે હા કા તિયા હારુજ આપણે નિર્મિત હોવને હામ.4જીયા આમે તુમારે પાહિ હોતને ત્યા આમે તુમાહાય આગાલથી કંયન કા ,આપણે પાર મુશ્કેલી આવવાણી હા ને તી પ્રમાણે હોવ તી તુમે જાણતે હા. 5ઈયા કારણને નેદે જયાં મારેથી વધારે સહન કરી હકાયની તીયે મયે તુમારે વિશ્વાસ જાણને હારુ તિમોથી ણે મોકનીનો એહે ની હોય કા શેતાને કોઈ ભી રીતે તુમારે પરીક્ષણ કયંર હોયને આમારે મેનત નકામી ગોઈ હોય!6ને અમુજ તિમોથી તુમારે ત્યાથી આમારે પાહે આવો ને તુમારે વિશ્વાસ ને પ્રેમણે હારી ખબાર આમાહાય આપી ને તીયાણે ક્ય કા જેહે આમે તુમાહાય તેહે તેહે ફણ આમાહાય હેદવણી ખણિ જ ઈચ્છા રાખતે હા, ને કાયમ આમાહાય યાદ કરતે હા. 7ઇયા હારું ભાઈઓ, આમારે બદા સંકટ ને સતાવણીમાં તુમારે વિશ્વાસણે નેદે તુમારે બાબતમાં આમે દિલાસો પામિયે.8તુમે પ્રભુમાં મજબુત હા તિયાથી આમાહાય નિરાંત હા. 9કેહે કા જે સંપુર્ણ આનંદથી આમે ઇશ્વરણે આગાલ તુમારે નેદે આનંદ કરતે હામ, તિયા હારું જ આમે તુમારે વિષે ઇશ્વરણે ખણી જ આભાર સ્તુતિ કરતે હામ! 10આમે રાત-દિહી ખણી જ પ્રાર્થના કરતે હામ કા, આમે તુમાહાય રૂબરૂ માં હેદજે. ને તુમારે વિશ્વાસમા ઉણપ હોય તે દુર કરીને સંપુર્ણ કરતે હામ.11હવે ઇશ્વર આમારે પિતા પોતે ને આમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમારે પાહાય આવવાણે અમારે રસ્તો હેલો કરે એવી પ્રાર્થના હા. 12જેહે આમારે પ્રેમ તુમારે પાર પુસ્ક્ળ હા તેહે પરસ્પરનાણે બદા માણાહાય પાર તુમારે પ્રેમમાં પ્રભુ પુસ્ક્ળ વદારો કરે. 13ઈયા હારૂ કા જીયા આમારે પ્રભુ ઈસુ પોતાણે બદે સંતોણે હારી આવી, તિયે ઇશ્વર પિતા સમક્ષ તી તુમારે હ્રદયોણે પવિત્રતામાં નિર્દોષ ઠરાવિને મજબુત કરી.
1તે ભાઈઓ,છેવટે,આમે પ્રભુ ઇસુણે નામે તુમાહાય વિનંતી ને સુબોધ કરતે હામ કા, તુમારે કેવી રીતે વર્તીને ઇશ્વરણે પ્રસન્ન કરવાંણે ,ઈયા વિષે આમારે તરફથી તુમાંહાય ઉનાય કા તિયા પ્રમાણે જેહે તુંમે ચાન્તે હા,તેહેજ વદારે ને વદારે ચાનાતે રયા. 2કેહ કા આમે પ્રભુ ઈસુ તરફ થી તુમાહાય કાણી કાણી આજ્ઞાઓ આપી તી તુમે જાણતે હા.3કેહે કા ઈશ્વરણે ઈચ્છા એવી હા કા, તુમારે પવિત્રકરણ હોઈ, એટલે કા તુમે વ્યભિચારથી દુર રયા; 4તુમારે માણા બદેજ ઇશ્વરણે ની જાણનારે વિદેશીઓણે કાણી વિષયવાસનામાં ની. 5ફણ પવિત્રતામાં ને માનમા પોતાંણી જાતણે હાચવી રાખે . 6તે બાબતમાં કોય અપરાધ કરીને પોતણે ફાહાવને છેતરે ની, કેહે કા પ્રભુ હેવા બદા કામથી શિક્ષા કરવણો હા, તે વાતથી આમે આગાલ બી તુમાહાય જાણાંવીન ને ચેતવણી આપી હા.7કેહે કા ઈશ્વરે આપણાહાય અસુદ્ધતાણે હારૂ કાયની, ફણ પવિત્રતામાં હાજજે હા. 8હિયા હારું જે અનાદર કરતે હા તે તી માણાંહાય કાંયની, ફણ ઇશ્વરણે અનાદર કરતો હા,તે પોતણે પવિત્ર આત્મા તુમાહાય આપતો હા9ફણ ફહાવ પારનો પ્રેમ વિશે કોઇણે તુમારે પાર નખવાણી કાય જરૂર નાથ, કેહે કા એકબીજા પાર પ્રેમ રાખવાણે ઇશ્વરે જાતે તુમાહાય હિખિવ્ય હા. 10આખ મક્દોનિયાણે બદા ભાઈઓ પાર તુમે ઈ પ્રમાણે પ્રેમ રાખતે હા; ફણ ભાઈઓ, આમે તુમાહાય વિનંતી કરતે હામ કા, તુમે આયું બી વદારે પ્રેમ રાખા. 11ને જેહે આમે તુમાહાય આજ્ઞા આપી, તેહે તુમે શાંત રવાણે , બિજહાય કામમાં દખલ ની કરવાંણે ને પોતણે હાથે ઉદ્યોગ કરવાંણે લક્ષ્ય રાખા. 12ને બાન્ને લોકોહી આગાલ તુમે હારી વર્તુંણુક રાખા ને તુમાહાય કાયકેવાણે અગત્ય રઇની.13ફણ, ભાઈઓ, હુવી ગના વિષે તુમે આજાણીયે રયા હેવી આમારે ઈચ્છા નાથ, કા જીયાથી બિજાહાય આશા કાંયની હા તીણે જેહે તુમે દુઃખી ની હોવા. 14જો આપણે વિશ્વાસ કરતે હામ કા, ઈસુ મરણ પામીને પાછો જીવતો હોવો, તો તે જ રીતે ઇસુમાં જી હુવી ગયે હા તિણાહાય બી ઇશ્વર તીયા, હારિ નાવી. 15કેહે કા પ્રભુણે વચનથી આમે તુમાહાય ક્તે હામ કા, પ્રભુણે આવવાંણે સમયે આપણેમાણે જી જીવતા રવાણે હા તી હુવી ગને હા તિયા આગાલ જાવણે કાંયની.1716કેહે કા પ્રભુ પોતે ગર્જના,પ્રમુખ દુતણે વાણી, ને ઇશ્વરણે રણશિંગડાણે અવાજ સહિત સ્વર્ગમાંથી ઉતરિહી; ને ખ્રિસ્તમાં જી મરણ પામીએ હા તિયા પેલ્લા ઉઠી જાઈ.
18તિયાથી એ વચનોથી એકબીજાહાય ઉતેજના આપ.
1હવે ભાઈઓ,સમયો ને ઈશ્વરીય પ્રસંગો વિષે તુમાહાય નખી જાણવાની કાય જરૂર નાથ. 2કેહે કા તુમે જાતેજ હારી રીતને જાણતે હા કા,જેહે રાતીણો ચોર આવતો હા તિયા પ્રમાણે પ્રભુ ઇસુનો દિહી આવી રયો હા. 3કેહે કા જયા બધે કઈ કા,'શાંતિ ને સલામતી હા,'તિયા સગર્ભા ને વેદનાની જેહે તિણહાય એકાએક ને વિનાશ હોય,તી બચણે પામહિ જ ની.4ફણ ભાઈઓ, તુમે આદારામા નાથ, કા તે દિહી ચોરણે પેઠે તુમારે પાર આવી પડે. 5તુમે બધે હુજાલાણે ને દિહીને દિખરે હા; આપણે રાત ને અંધકારને સંતાનો નાથ. 6હિયા હારું બીજાણે કાણી આપણે હુવજે ની જાગતે ને સાવધાન રજે. 7કહે કા હુવનારે રાતીણે હુવતે હા ને દારૂ પીનરે રાતીણે છાકટે હોતે હા.8ફણ આપણે દિહાણેને હામ,માટે વિશ્વાસણે ને પ્રેમણે બખતર ને ઉદ્ધારણી આશાને ટોપ પેરીને સાવધાન રજે. 9કેહે કા ઇશ્વરે આપણાહાય કોપણે હારૂ કાયની ,ફણ આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નેધે ઉદ્ધાર પ્રાપ્ત કરણે હારૂ નિર્માણ કદે હા. 10ખ્રિસ્ત આપણા હારુ મરણ પામ્યો , કા જયાંથી આપણે જાગજો કા હુવજે ; તીયાણે હારુ જીવજે. 11માટે જેહે તુમે અમુજ કરતે હા તેહે જ આજુ બાજુ માં દિલાસો આપા ને એકબીજાણે મજબૂત કરા.12ફણ, ભાઈઓ,આમે તુમાહાય વિનંતી કરતે હામ કા, જી તુમારે માટે મેનત કરતે હા, પ્રભુમાં તુમારે આગેવાન હા ને તો તુમાહાય બોધ કરતો હા તીણાહાય તુમે કદર કરા; 13ને તીણાહાય સેવાણે નેદે પ્રેમ સહિત તીણાહાય બોજ માન આપા; તુમે એકબીજા હારી શાંતિમાં રયા. 14ને,ભાઈઓ, આમે તુમાંહાય વિનંતી કરતે હામ કા, તુમે આળસુઓને ચેતવણી, નિરાશ હોનારાને ઉત્તેજન ને નિર્બળ ને આધાર આપા ,બધા હારી સહનશીલ હો જા.15સાવધાન રયા કા, કોઈ દૃષ્ટતાને બદલામાં હામે દૃષ્ટતા ની વિચારે ફણ તુમે સદા એક બીજાણે ને બધાણે હિત સાધવાણે યત્ન કરા. 16રોજ આનંદ કરા. 17નિરંતર પ્રાર્થના કરા. 18દરેક બાબતમાં આભાર સ્તુતિ કરા, કેહ કા તુમારે વિશે ખ્રિસ્ત ઈસુમા ઈશ્વરણે ઈચ્છા એવી જ હા.19આત્માને ઉનીવતે નખા. 20પ્રબોધ વાણીને તુચ્છકાર કરતે નખા. 21ફણ બધી બાબતણે પારખા, જી હાર હા ત્યાણે થરી રયા. 22દરેક પ્રકારની દૃષ્ટતાથી દૂર રાખા.23શાંતિણો ઈશ્વર જાતે તુમહાઈ સંપૂર્ણ પવિત્ર કરે, ને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે આગમન હુંદી તુમાંરે આત્મા, પ્રાણ ને શરીર નિર્દોષતામાં હાચવી રાખા. 24જીણાહાય તુમાહાય હાદ જે હા તે વિશ્વાસનીય હા ને તે તેહે જ કર .25ભાઈઓ આમારે હારુ પ્રાર્થના કરા. 26પવિત્ર ચુંબનથી બધા ભાઈઓણે સલામ કઅજા. 27હાય તુંમાંહાય પ્રભુમાં પ્રતિજ્ઞા નેવડાવતો હામ કા ઓ પત્ર બધા ભાઈઓ વાંચી ઉનાવજા. 28આમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે કૃપા તું મારે પાર હોય .
1ઇશ્વર આપણે પિતા ને પ્રભુ ઇસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકણે મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ સિલ્વાનસ ને તિમોથી નખતો હા. 2ઇશ્વરપિતા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાહાય કૃપા ને શાંતિ આપે.3ભાઈઓ, તુમારે વિષે આમે સર્વદા ઇશ્વરણે આભારસ્તુતિ કરજે તે ઉચિત હા કેહે કા તુમારે વિશ્વાસ વત્તો જાતો હા ને તુમે બદે એકબીજા ઉપર ખણો જ પ્રેમ કરતે હા, 4માટે સતાવણીઓ ને વિપતિઓ જી તુમે સહનશીલતા ને વિશ્વાસથી સહન કરતે હા, તે સબંધી આમે સ્વયં ઇશ્વરણે મંડળીહિમાં તુમારે પ્રશંસા કરતે હામ. 5ઇશ્વરણે ન્યાયી ચુકાદાણે એ નિશાની હા કા ઇશ્વરણે રાજ્ય જીયાણે હારૂ તુમે દુ:ખ સહન કરતે હા, તિયા ફાગ તુંમે યોગ્ય ગણાહ જ.6ઇશ્વર ફાગ તી ઉચિત હા કા તુમાહાય દુ:ખ આપનારાણે બદલામાં દુ:ખ આપે. 7ને જીયા પ્રભુ ઇસુ સ્વર્ગમાંથી પોતણે પરાક્રમી સ્વર્ગદુતો હારી પ્રગટ હોવા તિયા તુમાહાય દુ:ખ સહન કરનારાણે આમારે હારી વિસામો આપે. 8જે જીયાણે ઇશ્વરણે ઓલિખિયો નાથ ને આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તની સુવાર્તાણે આધીન હોવ નાથ તિહાય તે ફુજીવતે આગણાથી બદલો વાલી.9પ્રભુણે સમક્ષતામાંથી ને તિહાય સામર્થ્યના મહિમા દૂર રવાણે અનંતકળીક નાશણે સજા તે તી દિહી પામહિ. 10જીયા પ્રભુ પોતાણે સંતોમાં મહિમા પામવાણે ને વિશ્વાસીહીમાં આશ્વર્યકારક માનીવણે આવહી, કેહે કા અમારે સાક્ષી પાર તુમાહાય વિશ્વાસ રાખ્યો.11એટલે જ આમે તુમારે માટે નિરંતર પ્રાર્થના કરતે હાકા , આપણે ઈશ્વર તુમાહાય ઇ તેડાણે યોગ્ય ગણે, ને ભલાઈ કરવાને તુમારે બદી ઇચ્છા ને વિશ્વાસણે કામણે સામર્થ્યથી સંપૂર્ણ કરે. 12જીયા થી આપણે ઈશ્વર ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કૃપા પ્રમાણે, આપણે પ્રભુ ઇસુણે નામ તુમારામા ગૌરવવાન હોય ને તુમે તીયામા મહિમાવાન હોવા.
1.હવે ભાઈઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પુન:આગમન ને તીયાણે પાહે આપણે ફેગા હોવા વિષે,આમે તુમાહાય વિનંતી કરતે હામ કા, 2. પ્રભુણે દિહી જાણે અમુજ આવો હોય તેહે હમજીને તુમે કોઈ આત્મા,વચન કા જાણે આમારે પત્ર થી તુમારે મનને જેરાક બી ડગવા કા ખાભરાવા દેતે નખા.3. કોઇ બી માણહ કોઈ બી પ્રકારે તુમાહાય છેતરે ની,કેહે કા જીયા હુદી વિશ્વાસ ત્યાગ હોય ને પાપણે માણહ વિનાશ ને દિખરો પ્રગટ ની હોય; તિયા પેલા તેહે ની હોય. 4. જે ઈશ્વરણે ને આરાધ્ય ગણાતો હા તે બધાણે વિરોધ કરી પોતાણે મોટો માનનાર ઓ હા કા જીયા થી તે ઇશ્વરણે ભક્તિસ્થાનમાં ઇશ્વર તરીકે બેહે ને પોતાને ઇશ્વર તરીકે રજૂ કરે.5. તુમાહાય યાદ નાથ કા,હાય તુમારે હારી હોતનો , ત્યા મયે એ વાત તુમાહાય જાણવીની? 6. તી તુમે જાણતે હા કા તુમાહાય હવે કાજા અટકાવતો હા ત્યાથી તી માત્ર યોગ્ય સમયે જ પ્રગટ હોય. 7. કેહે કા અધર્મણે રહસ્યમયતા કાર્યરત હોય ચુકી હા, ફક્ત એક કા જિયાણે વચમાંથી દૂર કરવામાં ની આવે ત્યા હુધી તે તુમાહાય અટકાવી.8. પૂઠી તે અધર્મી જાહેર હોય જીયાણે પ્રભુ ઈસુ પોતાણે મો ણે ફૂંકથી નાશ કરીને પોતાણે પુન:આગમનને પ્રગટીકરણથી શૂન્ય કરી નાખી. 9. શેતાનને કરાવ્યા પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિન્હ ને જૂઠા આશ્ચર્યકર્મો 10. ને અન્યાયીપણાણે સર્વ કપટ હારી પ્રગટ હોય,જી નાશ પામી રયે હા તીયા માટે, કેહે કા ઉદ્ધારણે અર્થે સત્ય પ્રેમણે સ્વીકાર તીયણાય કયરો નાથ.11. ઈયા કારણથી ઇશ્વર તીણાહાય ભ્રમણામા નાખતો હા કા તી અસત્ય પાર વિશ્વાસ કરાત 12. ને તી બધાહાય ન્યાય હોય; જીણાહાય સત્ય પાર વિશ્વાસ કયરો નાથ ફણ અન્યાય માં આનંદ માયણો.13. ફણ પ્રભુણે પ્રિય ભાઇઓ,તુમારે વિશે આમારે હંમેશા ઇશ્વરણે સ્તુતિ કરવી રય. કેહે કા ઇશ્વર તુમાહાય ઉદ્ધારણે પ્રથમ ફળો તરીકે આત્માણે પવિત્રકરણ ને સત્યમાં વિશ્વાસથી પસંદ કયરે હા. 14. જીયામાં ઈશ્વરે તુમાહાય આમારે સુવાર્તાદ્વારા આમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે મહિમા પામવાને અર્થે હાજ્જે હા . 15. માટે ભાઈઓ , અડગ રયા, ને જે શિક્ષણ તુમાહાય વચન દ્વારા કા આમારે પત્ર દ્વારા મિલિય હા તીયા પ્રમાણે ચાના .16. હવે આમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને ઈશ્વર આમારે પિતા , જીણાહાય આમારે પાર પ્રેમ કદો ને કૃપા કરીને આપણાય અનંત કાળનો દિલાસો ને સારી આશા આપી , 17. તિ તુમારે હ્રદયોણે દયણે આશ્વાસન આપે ને દરેક હારા કાર્યમાં ને દરેક વાતમા તુમાહાય મજબૂત કરે.
1. છેવટે ભાઈઓ, આમારે માટે પ્રાર્થના કરા કા જેવી રીતણે તુમારે ત્યા હોત હા તેહે પ્રભુની વાત ઝડપથી પ્રસરે ને તીયાણે મહિમા હોય ; 2. આમે અયોગ્ય ને ખરાબ માણહાયથી બચીયે તીયા માટે પ્રાર્થના કરા; કેહે કા બધે જ માણહે વિશ્વાસુ રતે નાથ. 3. ફણ પ્રભુ વિશ્વાસુ હા, તે તુમાહાય મજબૂત કરી ને દુષ્ટથી બચાવીહી.4. તુમારે વિષે પ્રભુમા આમાહાય ભરોસો હા કા, જે આજ્ઞા આમે તુમાહાય કરતે હામ તી તુમે પાલતે હા ને પાલહા. 5. પ્રભુ તુમારે હ્રદયોણે ઈશ્વરણે પ્રેમ ને ખ્રિસ્તણે ધીરજ ફણી થરા.6. હવે ભાઈઓ , આમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નામે આમે તુમાહાય આજ્ઞા કરતે હામ કા, જે દરેક ભાઈ આળસથી વર્તતે હા, ને આમારેથી મિલિના શિક્ષણ પ્રમાણે વર્તતો નાથ તીયાથી તુમે અલગ હોવા. 7. કેહે કા આમાહાય કેવી રીતે અનુસરવા જૂજે ઈ તુમે પોતે હમજીતે હા. આમે તુમારે હારી અયોગ્ય રીતણે વર્તીયે નાથ. 8. કોઈ માણહાણે અન્ન મફદ ખાદ કાયની ; ફણ તુમારે માણે કોઈ પાર ભારરૂપ ની હોજે, એટલે રાત-દિહિ શ્રમને કષ્ટથી આમાહાય કામ કયર હા ; 9. આમાહાય અધિકાર કાયની હા એહે કાયની ફણ તુમે આમાહાય અનુસરાએટલે આમે તુમાહાય આદર્શરૂપ હોવે.10. જીયા આમે તુમારે હારી હોતને તિયા તુમાહાય આજ્ઞા આપી ની કા, જે કોઈ માણસ કામ કરે ની, તો તીયાણે ખાવાડવાનો બી ની. 11. કેહે કા તુમારે માંથી કતરાક સ્વછદતાથી ચાનતે કા તી કાય કામ કરતે નાથ ફણ બીજાણે કામમાં માથ મારતો હા, હેવ આમાહાય ઉનાવા મિલ્લ હા. 12. હવે એવા હાય આપણો પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નામે આમે આદેશ ને ઉપદેશ કરતે હામ કા તી શાંતિ સહિત ઉદ્યોગ કરે ને પોતાણે કમાણીને અન્ન ખાય.13. ફણ ભાઈઓ, તુમે હારા કામ કરતા થાકાત ની. 14. જી કોઇ ઈયા પત્રમાંથી આમારે વાતણે માને, ત્યાં તુમે તીયાણે હારી સંબંધ રાખતે નખા કા તીયાથી તે શરમાઈ જાય. 15. ત્યાં બી તીયાણે વિરોધ ની ગણા, ફણ ફાહાવ તરીકે તીયાણે ચેતવા.16. હવે શાતિણે પ્રભુ પોતે સર્વદા ને બધા પ્રકારે તુમાહાય શાંતિ આપે. પ્રભુ તુમારે બદાહાય હારી રય. 17. હાય પાવુલ મારે પોતાણે હાથે સલામ નખતો હામ; મારે બધા પત્રોમાં એ નિશાની હા એ પ્રમાણે હાય નખતો હામ. 18. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તુમારે બધા પાર ૨ય.
1. ઈશ્વર આપળે ઉધ્ધારકર્તાને ખ્રિસ્ત ઈસુ હા, તો આપળે આશા હા, તિયાણે આજ્ઞાથી ખ્રિસ્ત ઈસુણે પ્રેરિત પાઉલને તીયા પાહેથી ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસમાં મારે હાચો ડિખરો તિમોથી ને સલામ. 2. ઈશ્વર આપળે પિતા ને ખ્રિસ્ત ઈસુ આપળે પ્રભુ પાહેથી તુને કૃપા દયા ને શાંતિ આપે.3. હાય મકદોનિયા જાતનો તિયા માયે તિયાણે એફેસસમાં રણે હારુ વિનંતી કરી, તીયાથી તું કતરાક માણહાય આજ્ઞા કરી હકે કા, તી બદે અલગ જાતણે ઉપદેશ ની કરાત. 4. ને દંતકથા પાહે તો લાંબી લાંબી પેળીયો પાર થિયાન ની આપે; કેહ કા એવી વાત, ઈશ્વર ને યોજના કા જે વિશ્વાસથી હા, ને તિયાં આગાલ ઉત્તજનણે બદલે ખોટા વિચાર ઊભા કરતે હા.5. એ આજ્ઞાણે હાચો હેતુ પ્રેમ હા, કા જે ચોખ્ખા હ્દય, હારા અંત:કરણ ને ઢોંગ વગારનો વિશ્વાસથી હા. 6. જી ચુકી જાયને કતરેક નકામી વાત કરને લાગે હા. 7. તે નિયમશાસ્ત્રણે સાહેબ હોવણે માગતે હા, ફણ પોતે કાજા કઅત હા, અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોનતે હા, તે તી પોતે હમજીતે કાયની. 8ફણ આપળે તો જાણતે હામ કા, જો નિયમશાસ્ત્રણે યથાથૅ ઉપયોગ કરવામાં આવે તો તી હાર હા.9. આપળે અતર તે જાણતે હામ કા,નિયમશાસ્ત્ર તો ન્યાયીણે માટે કાયની, ફણ સ્વચ્છંદી ઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો,ધમૅભષ્ટો, પિતાણેમારીનાખનાર, માતૃહત્યારાઓ, હત્યારાઓ., 10. વ્યભિચારીઓ, સમલૈંગિકો, માણહાણે વ્યાપાર કરાવનારાઓ, જૂઠાઓ ને જૂઠા સાક્ષીઓ. 11. તીયાણે સ્તુતિપાત્ર ઈશ્વર ને મહિમાણે જે સુવાર્તા મને સોંપવામાં આવી હા, તિયાં પ્રમાણે જે ચોખ્ખા ઉપદેશ વિરુદ્ધ જી કાંઈ હોય, એવ બંધાહાય માટે હા.12. મને સામથૅ આપનારો આપળે પ્રભુ ખ્રિસ્ત ઈસુણે હાય આભાર માનતો હામ, કેહ કા તીયે મને વિશ્વાસુ ગયણો ને સેવામાં મને નેદો.; 13.જોકા હાય પેલા દુભાષણ કરાવનાર, સતાવનાર ને હિંસક હોતનો, તોબી મારે પાહે દયા કરવામાં આવી, કારણ કા અવિશ્વાસી હોવાથી માયે અજ્ઞાનતામાં તી કદન.; 14. ફણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ ને પ્રેમહારી પ્રભુણે કૃપા અતિશય હોવી.15. ઈ વિધાન વિશ્વાસ કરવા જેવ ને પુર માનવા જેવ હા કા, ખ્રિસ્ત ઈસુ પાપીઓણે ઉદ્ધાર કરને હારુ દુનિયા માં આવો, તિયાણેમા હાય મુખ્ય હામ.; 16. ફણ તે કારણથી મારે પાર દયા દેખાડીને ખ્રિસ્ત ઈસુએ મારેમા પૂરી સહનશીલતા પ્રગટ કરી કા, જે દ્રારા અનંતજીવનને હારુ વિશ્વાસ કરનારાઓણે નમુનો પ્રાપ્ત હોય. 17. જે સનાતન યુગોણા રાજા, અવિનાશી, અદ્રશ્ય ને એકમાત્ર ઈશ્વર હા,તીયાણે અનંતકાળ માન ને મહિમા હો.આમીન.18. દિકરો તિમોથી, તોરે વિષે આગલના હોવીન ભવિષ્યકથન પ્રમાણે, એ આજ્ઞા હાય તુને આપતો હામ કા, તે ભવિષ્યણે સહારાથી તું હારી રીતે વિડાઇ અખે.; 19. ને વિશ્વાસ ને ચોખ્ખ અંત: કરણ રાખે, તિયાણે સોડી દેવાથી કતરાક ણે વિશ્વાસરુપી વહાણ ફાગી ગોઈ હા. 20. તીયાણેમાણા હુમનાયસ ને આલેકસાદર હા; તે ખરાબ કરવાણ ની ઈખાત માટે હાય તિણા હાય શેતાનણે સોંપચા હા.
1. હવે બધામાં પેલો હાય એવો બોધ આપતો હામ કા.વિનંતી પ્રાથૅના મધ્યસ્થ ને આભારસ્તૂતિ બધા માણાહાય માટે કરવામાં આવે. 2.રાજાઓ ને મોટા અધિકારીઓ માટે બી કરવામાં આવે જીયા થી આપણા હાય શાંતિ ને આરામણે જીવન પુરૂ ઈશ્વરમાં ને માનપૂવૅક જીવ જે. 3.કેહ કા ઈશ્વર આપણે ઉદ્ધારકરતાણે નજરમાં તી હારને માનવ જેવ હા. 4.તો સમજાવતો હા કા ધણાં માણહાય ઉદ્ધાર હોવે ને તિણા હાચ જ્ઞાન ને પ્રાપ્તી હોવે.5.કેહ કા એકુજ ઈશ્વર હા.તીયા ઉપરાંત ઈશ્વર ને માણા હાય વચ્ચે એકુજ મધ્યસ્થી હા.તી માણહુ ખ્રિસ્ત ઈસુ. 6.જીણાહાય હ ઘણા માણા હાય ઉદ્ધાર પોતાણે મુલ્ય ચુકવીણ સમજાવી ને કય. તિયાણે સાક્ષી ચમત્કાર હોવનો સમય પાર આપવામાં આવની. 7.માને તો હાચી રીતે હાતોનો તો પ્રેરિત હાય હાચ બોનતો હામ,જુઠ કાયની ને વિશ્વાસ તી સત્યમાં બિન પહુદીહીય માટે હારી બદે માટે નિયૂકત કરવામાં આવો હા.8.તીયા થી મારે ઈચ્છા હા કા,માણા હાય તીયા જગ્યાએ ગુસ્સો ને વિરોધ વિનાણે પવિત્ર હાથણે ઊંચો કરીને પ્રાથૅના કરે. 9.તીયણે હેજ રીતે ડોહનીયે ફણ મયૉદામા ને સમય રાખી ને બધામાં નુગડાથી પોતાણે તીયાર કરે;ગુથીને નીબાલાથી કા હનાણે મોતીણે ગુસ્સામાં કા ખચૉળ નુગડાથી કાંઈ ની. 10.ફણ હારા કોયણે દ્ધારા ઈશ્વરપરાયણતા માનનારે ડોહનીએ જે આગાલ હા. તીયાથી તીયાર કરાત.11.ડોહનીહીય હારી રીતે આધીન તામાં શાંત રહીને ઈખવાણ. 12.ઉપદેશ કરવાણો કા, પુરષો પાર અધિકાર ચાનીવાણે હાય બેનોહે રજા આપતો કાયની,ફણ તીયાણે શાંત રવાણ.13.કેહ કા આદમ પેલો ઉત્પત્ત હોવો પૂઠી હવા.; 14. આદમ છેતરાયો કાયની, ફણ સ્રી છેતરાઇને તિયાં પાહાય ઉલ્લંધન કદો. 15. તોફણ જો સ્ત્રી મર્યાદામાં વિશ્વાસમાં, પ્રેમમાં ને પવિત્રમા રય તો તે સંતાનપ્રસવ દ્ધારા ઉદ્ધાર પામે.
1. જો કોઈ માણહ અધ્ધયપક્ષપદણે ઈચ્છા રાખત હા,તો તે ઉત્તમ કાર્યણે ઈચ્છા રાખત હા, ઓ વિધાન વિશ્વાસણે હા. 2. તિયાથી અદયક્ષ તો ઠપકા પાત્ર કાયની, એક બેન ભાઇ , હારો, આત્માણે હાચો, આદરનો હાચો, આગતા_સવાગત કરનારો, ઈખવી હકનારો. 3. દારુણે વ્યસન કાયની, મારનારો કાયની, ફણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસા પ્રેમી કાયની.4. ફણ પોતાણે ખરણે યોગ્ય હાચીવનાર કરનાર, જીયાણે પિચકારી તે માનપૂર્વક હારે હોવતે હા, તેવો જ હોવા જુજે. 5. કેહ કા તો પોતાણે ખરણે યોગ્ય રીતે હાચીવનાર કરી જાણતો કાયની, તો તે ઈશ્વરને મંડળીણે વિશ્વાસી સમુદાયણે સંભાળ કેવી રીતે રાખી.?6. અનુભવ વગરન કાયની, રખેને તે ગર્વિષ્ઠ શેતાનણે જેવી શિક્ષામાં આવી પડે. 7. વળી જરુરી હા કા, બહારણે માણહામાં હીયણે સાક્ષી હારી હોય, કા જીયાથી તો ઠપકા પાત્ર ની બંને , ને શેતાનણે યાન ગુલામ માં ફસાય.8. એજ પ્રમાણે સેવકો ફણ પ્રતિષ્ઠાત, બે મોઢાથી બોનનાર કાયની, દારુણે વ્યસન કાયની,કોઈબી પ્રામાણિકતા નફાણે લોભી કાયની.; 9. વિશ્વાસણે મમૅણે શુદ્ધ અંતઃકરણથી ધરી રાખનારો હોવા જોજે. 10. પહેલા તિણા હાય પરખ હોય; પુઠી બીજે નિદોર્ષ ઠરે તિયણાહાય સેવા કરવા દે.11. હિયાજ પ્રમાણે સેવિકાબી પ્રતિષ્ઠિત, વાંક કાડનારી ની, હાર વિચારનારી કોઈબી બાબતમાં વિશ્વાસુ હોવી જોજે. 12. વળી સેવકો એકુ જ સ્ત્રી પતિ પોતાણે બાળક ને ધરને યોગ્ય રીતે હાચીવનારો હોવા જોજે . 13. કેહ કા જીયણાહાય હારી સેવા કદી હોય, તીયણાહાય ઉચ્ચો માન આપે; તીયાથી ખ્રિસ્ત ઈસુ પારનો વિશ્વાસમાં દૃઢતા પ્રાપ્ત કરતો હા.14. હાય તોરે પાહિ ટૂંકા સમયમાં આવાણી આશા હારુ તુને વાત નખતો હામ.; 15. ફણ જો માને આવતાં વિલંબ હોવો, તીયા ઈશ્વરને ધર, કા જી જીવંત ઈશ્વરને મંડળી, હાચ સાહારો ને આધાર હા, તીયામા માણાહાય બધી રીતે વતિવ તે તું જાણે.16. નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મમૅ મોટો હા, તે માણહાય દેહમાં પ્રગટ હોવો, પવિત્ર આત્માણે ન્યાયી ઠરાવીય, સ્વર્ગદૂતોણે હેદવામા આવા, બધાહાઈજાતીમા પ્રચાર કદ, દુનિયામાં જીયણા પાર વિશ્વાસ કરો ને તિયાણે મહિમા માં ઉપાર નેઇ નેવામાં આવો.
1. ફણ પવિત્ર આત્મા હાચ કઅતી હા કા, પાછાલા સંમયમા છેતીરનાર આત્માઓ પાર ને દુષ્ટાતમાઓણે શિક્ષણ પાર લક્ષ રાખી. 2. અસત્ય પ્રચારકો ને તિયાણે અંત: કરણ જડ હા, તેવાં માણહાય ઢોગથી, કતરાક વિશ્વાસુણે ત્યાગ કરી3. તેઓ વેવા કરવાણી ના પાડી ને ઈશ્વરે જે ખોરાક, ઉપકાર સ્તુતિ કરીને ખાવાણ હાર ઉત્પન્ન કદો તિયાથી વિશ્વાસીઓ ને સત્ય જાણનારાહુણે દુર રઅવાણ કય. 4. ઈશ્વરને સવૅ સજૅન હાર હા, તીયાથી આભારસ્તૃતિ હારી સ્વીકારવ, કાયબી ના ની પાડવાણી. 5. કેહે કા ઈશ્વરને વચન ને પ્રાથૅનાથી તે પવિત્ર કરાય હા.6. ઇ બાબત, ભાઇઓ સમક્ષ રજુ કરીને તું વિશ્વાસણે વચનમાં ને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવો હા, તિયાં થી પોષિત હોવતો ખ્રિસ્ત ઈસુણે હારો સેવક હોવે. 7. ફણ દુનીયાવી ને મૂખૅ દંતકથાઓથી દુર રયને, તું પોતાણે ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ.; 8. કેહ કા શારિરીક કસરત અમુક વાર ફાયકાકારક હા, ફણ ઈશ્વરપરાયણતા બધી બાબતમાં ફાયદાકારક હા, જીયાથી વતૅમાન ને ભવિષ્યણે જીવનને આશાવચન સમાવેશ હા.9. ઓ વિધાન વિશ્વાસણે ને સંપૂર્ણ રીતે અંગિકાર કરવાણે યોગ્ય હા. 10. તિયાથી આપણે તિયણે હારી મહેનત ને સંધર્ષ કરતે હામ, કેહ કા આપણે આશા જીવંત ઈશ્વરમાં હા, તો બધાહાય મનુષ્યોણે, સવિશેષ વિશ્વાસીઓણે ઉદ્ધારકતા હા.11. એ બાબતોણે આદેશ આપજે ને ઇખીવજે. 12. તોરે જુવાનાસ્થાણે કોઈ તિરસ્કાર ની કરે,ફણ બોની, વતૅન, પ્રેમ , વિશ્વાસ ને પવિત્રમા તું વિશ્વાસીહોય નમુનારુપ હોવ જે. 13. માય આવ તીયા હુદી જાહેર શાસ્ત્ર વાંચન, બોધ આપણે ને શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.14. જો કૃપા દાન વડીલોણે હાથમાં મુકવા તીયાથી પ્રબોધ કરવાણે દ્રારા આપવામાં આવન, તીયા વિશે ચિન્તા માં રતો ની. 15એ બાબતોણે મનન કર, તીયામા પરોવાયેલ રહે જીયાથી તોરે પ્રગતિ બધા હાય હારી દેખાય. 16. પોતાપાર ને શિક્ષણ ઉપાર ધ્યાન રાખ, તીયામા લાગુ રય, કેહ કા ઈયા પ્રમાણે કરવાથી તુ પોતા પાહે ને તોરે સંભાળનારાઓણે ફણ બચાવી
1. 1. વૃદ્ધણે સખ્તાઈથી ઠપકો ની આપ ફણ જેહ પિતાણે તેહ તિયાણે હમજાવ, જેહ ભાઈઓણે તેહ જુવાનોણે.; 2. જેહ માતાઓણે તેહ વૃદ્ધ સ્ત્રીઓણે; ને જેહ બહેનોણે તેહ જુવાન સ્ત્રીઓણે પૂર્ણ પવિત્રતામા હમજાવ.3. જેઓ ખરેખર વિધવાઓ હા, તિયણાહાય સન્માન કર. 4. વળી કોઈ વિધવાણે નિચકે અથવા નિચકાહિય નિચકે હોય, તો તેઓ પ્રથમ પોતાણે ખર પ્રત્યે સમર્પિત બને ને પોતાણે માતાપિતા ઋણ ચુકવવાણ ઇખ, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકરી હા.5. તદુપરાંત ખરેખર વિધવા એ હા, જે ત્યજી દેવાયન હા, ને જીયાણે આશા ઈશ્વર માં હા, ને રાતદિહ વિનંતિ ને પ્રાથના માં તત્પર રતો હા. 6. ફણ જે સ્ત્રી સ્વછંદીપણામા જીવતી હા, તે જીવતાજીવમાં મુયેલી હા.7. એ વાત આગ્રહથી તીયણાહાય જાણાવ કા તેઓ ઠપકાપાત્ર ની બંને. 8. ફણ જે માણહુ પોતાણે ને વિષેશ કરીને પોતાણે ખરને પૂર કરતો નાથ, તો તિયાણે વિશ્વાસણે નકાર કયરો હા, ને તે અવિશ્વાસી કરતા ફણ બદતર હા.9. જો સાંઠ વર્ષણે ઉપરની , પુનઃલગ્ન કયર હોય ની એવી., 10હારા કામમાં સાક્ષીરુપ, નીચકાહાય ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, નીચકાહાય પાગ થોનાર, પીડિતોણે સહાય કરનાર, બદેજ હારા કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીણે નામ સૂચીમાં નોંધવામાં આવે.11. ફણ જુવાન વિધવાઓણે નામંજૂર કર, જીયા તેઓ ખ્રિસ્તણે વિરુદ્ધ વિષયવાસનાથી ઉન્મત હોવીને પન્નાવણે માંગે. 12. તેઓ પ્રથમ કરીની પ્રતિજ્ઞાણે ત્યાગ કરીને ન્યાય શાસનને નોતરે હા. 13. તદુપરાંત તેઓ આલહુ બનવાણ ઇખતે હા, ખરેખર ફીરતે હા,આલહુ હોવા ઉપરાંત જી ઉચિત કાયની તેવી બોનીને કૂથલી ને પારકી પંચાત કરતે હા.14માટે હાઇ ઈચ્છતો હામ કા, જુવાન વિધવાઓ લગ્ન કરે, નીચકાહોને જન્મ આપે,ખર હાચવે ને શત્રુણે ઠપકો આપવાણી તક ની આપે. 15. કેહ કા અત્યાર હુદીમા કતરીક વિધવા ડોહનીએ શેતાનણે પાછાલ ભંટકાય ગોય હા. 16. જીયા વિધવાઓ કોઈ વિશ્વાસી ડોહની પાર આધારિત હોય,તીયા તે તીયણેહ પુર કરે,ને મંડળી પાર તીયણે ભાર નાખે ની,કા જીયા થી જે વિધવા ઓ ખરેખર નિરાધાર હા,તી મંડળી મદદ કરે.17.જે વડીલો હારી રીતે અધિકાર ચાનિવત હા.ને વિશેષ કરી ને તે ઉપદેશ કરવામાં ને શિક્ષક આવવામાં શ્રમ કરતે,તીયણે ખ ખણા સન્માનિત ગણવાળ. 18.કેહ કા શાસ્ત્રવચન કત હા કા,કણસલા ખૂંદનાર ગાયણે મોડા પાર જાળી ની બાદ' ને કામ કરનાર પોતાણે મેહનાતણે લાયક હા.19.બે કા તિન સાક્ષીઓ વગાર મોટા માણાહાઈ પાર આરોપ સીવકારત ની. 20.પાપ કરનારાઓણે બધાણે આગાલ ઠપકો, કા જીયા થી બીજાઓણે ફણ ભય રય.21. ઈશ્વર, ખ્રિસ્ત ઈસુ ને પસંદ કરીના સ્વર્ગદુતોણે નજર આગાલ ગંભીરતાપૂવૅક હાય પ્રમાણિત કરતો હામ.કા ઈયા બાબતણે પૂવૅગ્રહ વિના,પક્ષપાત થી દુર રઈને કર. 22.કીડાણે દીશા આપવાણી ઉતાવાલ ની કરે,બીજાણે પાપમાં ફાગીદાર હોવે ની.ફણ પોતાણે યોગ્ય રાખ. 23.હવે પુઠી એખનો પાણી ની પિતો,ફણ તોરે બોકાણે લીદે ને ખેળે ખેળે માદ પડવાને લીધે,થોડો દ્રાક્ષળે રસ ફણ પીજે. 24.કતરાક માણાહાય પાપ જાહેર હોવાથી તીયણેહેય ન્યાય પેલો હોવે.ફણ કતરાક પૂઠી થી જાહેર હોવત હા. 25.તીયા જ પ્રમાણે કતરાકહીય હારે કામ ફણ પ્રત્યક્ષ હેદવામાં આવે હા ; ને જી [પ્રત્યક્ષ] નાથ તી [હંમેશા ] ગુપ્ત રય ની હખે.
1.જતરા દાસ તરીકે ઝૂસરી તળે હા. તીયણે પોતાણે માલિકોણે પુરા માનયોગ્ય ગણવા,કા જીયપાથી ઈશ્વરને નામ ને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાસણ હોવે ની. 2.તીયાપરાંત જીયણે માલિકો વિશ્વાસી હા.તેથી ભાઈઓ હા,તેથી તીણાહાય તુચ્છ ગણવા ની,ફણ તેયણે સેવા કરવી,કેહ કા તે સેવા પામતે હા,તી વિશ્વાસી તથા પ્રિય હા,એ વાત હીખુવ ને હમજાવ. 3.જી કોઈ અલગ શિક્ષણ આપત હા,ને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે વચન ને ભક્તિભાવ પ્રમાણે જી શુદ્ધ શિક્ષણ હા,તેયેણે સંમત કાયની. 4.તો તે ઘમંડી હા,ને કંઈ જાણતો કાઈ ની,ફણ તે વાદવિવાદ ને શાબ્દિક વિડાળાત્રી પીડાત હા,કા જીયામાંથી દેખાય ઝગડા,નિંદા,દુષ્ટ શંકાઓ ઉગતીણ. 5.ને બુદ્ધિભ્રષ્ટ ને સત્યથી ફરી જાનારે,તી તીયણે માટે ભક્તિભાવ કમાઈણે એક સાધન હા,તીયણેમાં સતત કજિયા હોવત હા,6.ફણ સંતોષસહીતણે ઈશ્વરપરાપણતા હી મહત્તમ લાભા હા, 7.કેહ કા આપણે ઈ દુનિયામાં કાઈ નાવે કાયની હામ,ને તીયામાંથી કાઈ બી ફણ નઈને જાવાણે કાયની. 8.ફણ આપણહે જી અન્ન ને વસ્ત્ર મીલત હા,તીયા માંથી આપણે સુખી રજે9.જી બધે દ્રવ્યવાન હોવણે માગતે હા,તી પરીક્ષણ ફાંદા ને ઘણી મૂર્ખ ને હાનિકારકણે ઇચ્છાઓમાં પડેતે હા,જી માણાહાઈ પાપમાલી ને વિનાશમાં ડુબાવતે હા. 10.કેહ કા દ્રવ્યપ્રેમ ઈ સર્વ પ્રકારણે દુષ્ટતાણે મૂલ હા,તીયા પાછલ ખેચાવાથી કતરાક વિશ્વાસણે દૂર નઈ જાવાય ને તીયણે ખણા દુઃખાથી પોતાણે વીધ્યા હા.11.ફણ હે ઈશ્વર ભક્ત,તુ હીયા બાબથી દૂર નારજે,તદુપરાંત ન્યાયીપણું,ઈશ્વરપરાયણતા, વિશ્વાસ,સહનશીલતા ને વિનમ્રતાણે પાછાલ લાગ. 12.વિશ્વાસણે હારી લડાઈ લડ,અનંતજીવન ધારણ કર,કા જીયણે માટે તુ તેડાયેલા હા,ને જીયણે વિષે તુયે તુયે ઘણી સાક્ષીઓણે આગાલ હારી કબૂલાત કરી હાશે.13.ઈશ્વર જી સઘળાહે જીવન આપતો હા,તીયાણે સમક્ષ ને ખ્રિસ્ત ઈસુ જીયાયે પોતિયાસ પીલાતણે આગાલ હારી કબૂલાત કરી,તીયાણે આગાલ માય તુને આગ્રહથી ફરમાવતો હામ કા, 14.આપડો પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવા સુધી તું ઠપકારહિત હોતા નિષ્કલંક રીતે એ આજ્ઞા પાળ.15.જેઓ સ્તુત્ય હા, એખને જી સર્વોપરી , રાજકતાઓણે રાજાને પ્રભુઓણે પ્રભુ હા. તી યોગ્ય સમયે ઈસુણે પ્રગટ હોવી દેખાડી. 16.તિયાણે એખનાણે જ અવિનાશીપણું હા,પાહે ની જાવાય એવા ઉજાલામાં રતો હા,જીયણાહી કોઈ દિહી માણહાય હેદજા કાઈની ને જોઈ અકક્ષા ફણ કાયની તીયણાહી અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો.આમીન.17.કા તી ભલ કરે,હારા કામમાં સમૃદ્ધ હોવે,આપવામાં ઉદાર તેહેજ બીજાણે હારી વહેંચવામાં તીયાર હોવે, 18.તી ફલ કરાત, ઉત્તમ કામરૂપી સમૃદ્ધિ મેલવાત, ને ઉદાર ને પરોપકારી હોવાત; 19.ભવિષ્યણે હાર પોતાણે માટે પુંજી રૃપી હારો પાયો નાખે,ઈયા માટે તી ખરેખર જીવન હા,તીયાણે બધે ધારણ કરાત,20.હે તિમોથી,જી તુને સોંપવામાં આવ તીયાણે તું હાચવીને રાખ,ને અધર્મી ખાલી બકવાસથી ને વિરોધાભાસી વિચારધારા જીયાણે ખોટી રીતણે જ્ઞાન કવાત હા,તીયાણે વિવાદથી દૂર રઈ, 21.જીયણે માનીને કતરાકયે વિશ્વાસથી દૂર ગયે હા,તોરે પાર કૃપા હોવે,આમીન
1.ખ્રિસ્ત ઈસુમાં જીવનણે વચન પ્રમાણે ઈશ્વરને ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુ પ્રેરિત પાઉલ પાહીથી વહાલા દિખરાણે તીમોથીણે સલામ, 2.ઈશ્વર પિતા ને ખ્રિસ્ત ઈસુ આપડે પ્રભુ પાહીથી, તીયાણે કૃપા, દયા ને શાંતિ આપે,3.વંશપરંપરાથી જી મારે જુનાહાય ઈશ્વર હા, જીયણાહાય હાય શુદ્ધ અંતઃકરણથી ફજતો હામ, તીયણે આભારસ્તુતિ કરતો હામ કા, મારે પ્રાર્થનામાં હાય રાતદિહ તોરે સ્મરણ નિત્ય કરતો હામ. 4.તોરે આંસુહીય યાદ કરતા હાય તુને હેદણે ખણો ઉત્સુક હોવતો હામ કા [તુને હેદીને ] હાય આનંદથી ફરપૂર હોવ; 5.કેહ કા જી નિષ્કપટ વિશ્વાસ તોરેમાં હાશે, જી અગાઉ તોરે દાદી લોઈસમાં ને તોરે મા યુનિકેમાં રયનો હોતનો, ને માને ફરહો હાકા તોરેમાં ફણ હા, તી માને યાદ હા.6.એટલે હાય તુને યાદ કરાવતો હામ કા ઈશ્વરને જી કૃપાદાન મારે હાથ મુકવાથી તુને મિલ્ય તીયાણે તોરે જ્વલીત રાખવાણ. 7.કેહ કા ઈશ્વરે આપડાહાય ભયણે આત્મા કાયની, ફણ સામર્થ્યણો, પ્રેમણો ને સાવધ બુદ્ધિણો [આત્મા ] આપ્યો હા.8.એટલે આપડે પ્રભુણે સાક્ષી વિશે, ને હાય જે તીયણે બંદીવાન હામ, તીયા વિશે તું શરમાતો નખે, ફણ સુવાર્તાણે નેદે મારે હારી ઈશ્વરને સામર્થ્ય પ્રમાણે તું દુઃખણે અનુભવ કર. 9.તીયાયે આપડો ઉદ્ધાર કદો ને પવિત્ર પસંદગીથી આપડાહાય, આપડે કામ પ્રમાણે કાયની, ફણ તિયણે જ સંકલ્પ ને કૃપા પ્રમાણે તેડયા, હે કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપડાહાય આપીની હોતની; 10.ફણ આપડે ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુણે પ્રગટ હોવાથી તો અમી પ્રસિદ્ધ હોવનો હાશે ; તીયાયે મરણને નષ્ટ કદ ને સુવાર્તાદ્વારા જીવન ને અમરપણું પ્રગટ કદ હાશે ; 11.માને તે સુવાર્તાણે સંદેશવાહક, પ્રેરિત ને શિક્ષક નિમવામાં આવો હા.12.હે કારણથી હાય હે દુઃખ સહન કરતો હામ ; તો બી શરમાતો કાયની; કેહ કા જીયણે પાર મેં વિશ્વાસ કદો તીયાણે હાય ઓલીખતો હામ, ને માને ફરહો હા કા, તીયાણે હોપીની મારે અનામત તે દિહ હુદી હાચવી રાખવાણે તો શક્તિમાન હા. 13.જે સત્ય વચનો તુયે મારે પાહાયથી ઉનાયા તીયાણે નમૂનો ખ્રિસ્ત ઈસુ પારનાો વિશ્વાસ ને પ્રેમમાં થરી રાખ. 14.જે હારી અનામત તુને હોપીની હા તે આપડેમાં રનારા પવિત્ર આત્મા વડે હાચવી રાખ.15.તુને ખબર હા કા આસિયામાણા બધાહાય માને છોડી દેદો હા તીયણેમાં ફુગીલસ ન હેર્મોગેનેસ ફણ હા. 16.પ્રભુ ઓનેસિફરસણે કુટુંબ પાર દયા કર ; કેહ કા તીયે વારે વારે માને ઉત્તેજન આપ્ય, ને મારે બંધનને નેદે તો શરમાયો કાયની ; 17.ફણ તો રોમમાં હોતનો તીયા સતત પ્રયત્નથી માને હેદી કાડીને તો માને મિલ્યો. 18.(પ્રભુ કરે કા તે દિહથી પ્રભુ તરફથી તીયા પાર કૃપા હોવે ); એફેસસમાં તીયે [મારે ] બોજ સેવા કરી હા તે તું હારી રીતે જાણતો હા.
1.એટલે, મારે દીખરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા હા, તીયામાં તું સામર્થ્યવાન હોવ. 2.જે વાત ખણા સાક્ષીઓ કાણી તુયે મારે પાહાયથી ઉનાયી હા તે બીજાહાય બી હિખવી હખે હેવા વિશ્વાસુ માણાહાય હોપી દે.3.એટલે ખ્રિસ્ત ઈસુણે હારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4૪.યુદ્વમાં જાનારા કોઈ સૈનિક દુનિયાદારીણે કામકાજમાં ગૂંથાતો કાયની કા, જેથી તો પોતાણે ઉપરી અધિકારીણે સંતોષ પામાડે. 5.વલી જો કોઈ રમતવીર હરિફાઈમાં ઉતરે, તે નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગાર તીયાણે ઇનામ મિલત કાયની.6.મેનાત કરનાર ખેડૂતણે પેલ ફળ મિલવા જુજે. 7.હાય જો કતો હામ તીયાણે વિચાર કર ; કેહ કા એ બધી બાબત વિશે પ્રભુ તુને હમજણ આપી.8.ઈસુ ખ્રિસ્ત જિયાયે મારે સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યે, [ને ] જે દાઉદણે દિખરાણે હા, તીણાહાય તું યાદ રાખ ; 9.જે [સુવાર્તા ] ણે કારણે હાય ગુનેગારણે કાણી બંદીખાના હુદીણ દુઃખ વેઠતો હામ ; ફણ ઈશ્વરને વાત બંધનમાં કાયની. 10.હાય પસંદ કરીનાહાય હારુ બદ સહન કરતો હાશેમ કા, એટલે ખ્રિસ્ત ઈસુમાં જો ઉદ્ધાર હા. તો [ઉદ્ધાર ]તે અનંત મહિમાસહિત પામે.11.હી વચન વિશ્વાસયોગ્ય હા; જો આપડે તીયણે હારી મરણ પામ્યે, તે તીયણે હારી જીવહું બી; 12.જો આપડે [અંત હુદી ]ટકી રહુ, તે તીયણે હારી રાજ બી કરહું; જો આપડે તીયણે નકાર કરહુ, તો [ઈસુ ખ્રિસ્ત ]આપડો બી નકાર કરી ; 13.જો આપડે અવિશ્વાસી હોજે, તો બી તે વિશ્વાસુ રતો હા ; તે પોતાણે ના કય હખતા કાયની.14.તું તીણાહાય સ્મરણ કરાવીને પ્રભુણે આગાલ [તીણાહાય ] એવો હુકુમ કર કા, જો ખાલી શબ્દવાદ કોઈ બી રીતે ગુણકારી કાયની, ફણ તીયાણે બદલે ઉનાવાવાલાહાય નુકસાનકારક હા, તી કોઈ ની કરે. 15.જીયાણે શરમાવાણ કાંઈ કારણ ની હોય હેવી રીતે કામ કરનાર, સત્યણે વચન સ્પષ્ટતાથી હમજાવનાર, ને ઈશ્વરને પસંદ પડે હેવો સેવક હોવાણે તું પ્રયત્ન કર.16.ફણ અધર્મી બકવાસથી તું દુર ર; કેહ કા હેવ કરનારો વદારે ને વદારે ધર્મભ્રષ્ટ હોતો જાય. 17.ને તીણાહાય વાત થારાણે કાણી ફેલાતી જાય; [હેવા માણાહામાં ] હુંમનાયસ ન ફિલેતસ હાશે. 18.પુનરુત્થાન હોય ગ હા એહ કયને તી સત્ય ચુકી જાઈને કતરાકહીય વિશ્વાસ ઉલટાવી નાખતો હા.19.ફણ ઈશ્વરે નાખીનો પાયો સ્થિર રતો હા, તીયા પાર એ મુદ્રાછાપ મારીની હા કા, 'પ્રભુ પોતાણે નોકાહાય ઓલખીતો હા ને જી કોઈ ખ્રિસ્તણે નામ નેત હા તી પાપથી દુર રવાણ. ' 20.મોટા ખરમાં કેવળ હોનચાંદી જ કાયની, ફણ નાકડાંણે ને માટીણે વાહણે બી રતે હા ; તીયણેમાંણે કતરાક ઉત્તમ કામણે હારુ ને કતરેક હલકા કામણે હારુ હોતે હા. 21.હિયા માટે કા જો કોઈ તીયાથી (હલકા કામણે )પોતાણે [આગે રાખીને ] શુદ્ધ કરે, તો તે ઉત્તમ કામણે હારુ પવિત્ર કરીન, સ્વામીણે ઉપયોગી ને હારા કામણે હારુ તીયાર કરીન પાત્ર હોવી.22.વલી જુવાનીણે આવેગથી નાહી જા, ફણ પ્રભુણે નામ શુદ્ધ હૃદયથી નેનારાહાય હારી ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ ને શાંતિ પ્રાપ્ત કરને યત્ન કર. 23.મૂર્ખતાથી ફરીના ને અજ્ઞાની સવાલથી વિખવાદ ઉત્પ્ન્ન હોતો હા એહ હમજીને તીણાહાથી દુર ર.24.પ્રભુણે સેવકે તકરાર કરવાણી ની, ફણ તે બદા માણાહા પ્રત્યે માયાળુ, હિખવામાં બાહોશ, સહનશીલ; 25.વીરોધીહીય નમ્રતાથી હમજાવનાર હોવા જુજે, કદાચ ઈશ્વર તીણાહાય પસ્તાવો [કરવાણી બુદ્ધિ ] આપે, એટલે તીણાહાય સત્યણે જ્ઞાન પ્રાપ્ત હોવે. 26.ને જે શેતાનણે ફાંદામાં ફસાયા હા તે તીયામાંથી છૂટીને પ્રભુણે ઈચ્છા પુરી કરને હારુ તીયણે સેવાકણે આધીન હોવે.
1.ફણ હી જાણી નિયા કા અંતણે દિહામાં સંકટણે સમય આવી. 2.કેહ કા માણહે સ્વાર્થી દ્રવ્યલોભી, આપવડાઈ કરનારે, ગર્વિષ્ઠ, નિંદક,માંબાપણે અનાજ્ઞાકિત, અનુપકારી, અશુદ્ધ, 3.પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મુકનારે, અસંયમી, જંગલી, શુભદ્વેશી, 4.વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પાર કાયની ફણ મોજશોખ પાર પ્રેમ રાખનારે.5.ફક્તિફાવણે દેખાવ કરીને તિયાણે પરાક્રમણો નકાર કરનારે હેવે હોવી ; હેવા નોકાહાથી તું દુર ર. 6.તીયણેમાંણા કતરેક નોકે એવે હા કા જી બીજાણે ખરમાં ઘુસીને મૂર્ખ , પાપથી લાદીને, ખણા પ્રકારને દુર્વાસનાહાથી ફટકી ગને, 7.કાયમ શિક્ષણ નેનારી ફણ સત્યણે જ્ઞાન પામી હખતી કાયની, હેવી સ્ત્રીહીય પોતાણે વશમાં કરી નેય.8.જેહ જન્નેસતથા જાંબ્રેસે મુસાણે વિરોધ કરીનો હોતનો, તેહ હેવા માણાહા ફણ સત્યણે હામાં હોવતા હા ; તે ભ્રષ્ટ બુદ્ધિણા, વિશ્વાસ સંબંધી નકામા હોવના માણાહા હા . 9.ફણ તે આગાલ વધવાણા કાયની ; કેહ કા હે બેવાહાય મૂર્ખતા પ્રગટ હોવી, તેહ તીયણે મૂર્ખાઈ ફણ બધાહાય આગાલ પ્રગટ હોવી.10.ફણ મારે ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ, ને થીરજ, 11.લક્ષમાં રાખીને ને મારે જે સતાવણી હોવી ને દુઃખ પાડય, ને અંત્યોખમાં, ઇકોનિયામાં, ને લુસ્ત્રામાં જે સતાવણી મયે સહન કદી તે બદામાં તું મારે પાછાલ ચાન્યો હોતનો; ને હે બધા દુઃખમાંથી પ્રભુએ માને બચાવ્યો. 12. જે ખ્રિસ્ત ઈસુમાં ફક્તિફાવથી ચાનણે ઇચ્છિતે હા, તે બદાહાય સતાવણી હોવી. 13.દુષ્ટ ને છેતીરનારે નોકે વધારે દુષ્ટ હોતો જાય, તે જે સત્ય હા તીયાથી નોકાહાય દુર નેય જાય, ને બીજાહાય ફણ તે ફણી દુર કરને દોરી જાય.14.ફણ તું તે, જી હીખ્યો હાશે તીયા પ્રમાણે ચાનવાણ ચાનું રાખ, ને જે બાબત પાર તું વિશ્વાસ કરવાણ હીખ્યો હા તી યોગ્ય હા , માને યાદ રાખ, કેહ કા હાય તીયા વ્યક્તિ હામ જીયે તુને હે બાબતો હીખવી હા . 15.હી બી યાદ રાખ કા જીયા તું બાળક હોતનો, તીયા પ્રભુ તીયાણે શાસ્ત્ર વચનમાં કાજા કતનો તી હીખ્યો, હી તુને હીખવી હખે કા જીયા આપડે તીયા પાર વિશ્વાસ કરતે હામ તીયા કાણી રીતે ખ્રિસ્ત ઈસુ આપડાહાય બચાવતો હા.16.બદ શાસ્ત્રવચન ઈશ્વરણે આત્મા તરફથી આવ હા , એટલે આપડે તી એવી રીતે વાચતે કા જેથી ઈશ્વર વિશેણ સત્ય હીખવી હકીએ. વલી આપડે એવી રીતે વાચવાણ કા આપડે બધાહાય હમજાવી હકીએ કા તે સત્ય પાર વિશ્વાસ કરે, જીયા બદે પાપ કરે તીયા તીણાહાય હુદાર , તેહે જે બધાહાય ઈ બી હીખુવ કા ભલ કેવી રીતે કરવાણ. 17.આપડે હે બાબતો ઇયા માટે કરવી જુજે કા જેથી જી બધા પ્રકારની હારી બાબત જે તીયાણે જરૂર હા તી કરને ઈશ્વર બધા વિશ્વાસીહીય તાલીમ આપે
1.જીયા ખ્રિસ્ત ઈસુ કા જો વેલો રાજ કરને આવી, તિયા જે આજુ જીવતા હાસે ને જે મરી ગયા હા તીણાહાય ન્યાય કરી. ને ખ્રિસ્ત ઈસુણે ઈશ્વર હેદતો હા જીયા હાય તુને એ આજ્ઞા આપતો હામ કા 2.તું ખ્રિસ્તણા સંદેશણે પ્રગટ કર. જીયા તી કરવાણ સરળ હોવી તીયાને જીયા તી કરવાણ અઘર હોય હેવા સમયે બી તિયાર ર, જીયા નોકાહાય ખોટ કદ હોય તિયા હાચ કાજા હા તિયાં વિષે તીણાહાય ખાતરી કરાવ. પાપ ની કરને હારુ તીણાહાય ચેતવણી આપ, ખ્રિસ્તને અનુસરને તીણાહાય ઉત્તેજન આપ. જીયા તું તીણાહાય હીખવે તીયા તું હે બાબતો કર, ને હંમેશા તી વધારે હાર કરે તિયા માટે ધીરજ રાખ.3.હાય તુને એ બાબતો કતો હામ, કેહ કા એવો સમય આવી કા જીયા આપડેમાંણે બદે ઈશ્વર જી હીખીવતો હા તીયાંણે અનુસરાત ની, તિયા બદલે, જી તીણાહાય એવ હીખવે કા તીણાહાય જી કરવાણ ગમે તી હાર હા હેવા નોકાહાય તી હેદી, ઇયે રીતે, તી હંમેશા એવ કાંઈ હેદી કા જી હીખણે હારુ નવ ને જુદ હોય. 4.તી સત્યણે ઉનાવાણ બંધ કરી, ને તે મૂર્ખાય ફરીની વાત પાર થિયાન આપી. 5.ફણ તું તીમોથી, ગમે તી હવે તો બી પોતાણે પાર કાબુ રાખ, મુશ્કેલ પરિસ્થિતિ સહન કરને તીયાર ર. સુવાર્તાણે ઉપદેશણ કામ કર. ઈશ્વરને સેવા માટે જી કામ તોરે કરવા જુજે તી પૂર કર.6.હાય તુને હે બાબતો ઇયા માટે કતો હાસેમ, કા હાય વેલો મરણ પામીહ ને એ દુનિયાણે છોડીહી, હાય જાણે કા દ્રાક્ષારસણે પ્યાલા જેવો હાસેમ કા જે તે વેદી પાર રેડીને ઈશ્વરને બલિદાન આપતો હા. 7.હાય એક રમતવીર જેવો હાસેમ કા જીયે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો હા, હાય એક દોડવીર જેવો હાસેમ કા જીયે પોતાણી દોડ પુરી કરી હા, ઈશ્વરને આધીન હોણે મયે મારે શ્રેષ્ઠ કદ હા. 8.હવે મારે ફાગ ઇનામ વાટ હેદત હા કેહ કા હાય ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો હા, ઈશ્વર મારે યોગ્ય રીતે ન્યાય કરી. જીયા તે પાછા આવી તિયા તે માને ઈનામ આપી. ને જીયા તીયણે આવવાણી આતુરતા પૂર્વક વાટ હેદતે હાસે તી બદાહાય બી તી આપી.9.તીમોથી, મારે પાહાય વેલો આવવાણે પ્રયત્ન કર 10.દેમાસ માને છોડીને થેસ્સાલોનિકા જાતો રયો હા, કેહ કા તો ઇયા જગતણે જીવનને ખણો પ્રેમ કરતો હા, ક્રેસ્કેન્સ ગલાતિયા ગો હા, ને તિતસ દલમાતિયા ગો હા.11.અમી એખનો લૂક મારે હારી હાસે, તું આવે તિયા માર્કણે હારી નેતો આવજે, એહ કરજે કેહ કા તો માને વદાર મદદ કરી હખી. 12.મયે તુખીકસણે એફેસસ મોકીન્યો હા. 13.તું આવે તિયા, જો ઝબ્બો મયે ત્રોઆસમાં કાર્પસ પાહાય મુક્યો હોતનો તો નેતો આવજે, વલી ચોપડે ને, ખાસ કરીને જી પશુણે ચામડામાંથી બનીના હા તી.14.આલેકસાંદર કંસારાએ મારે પ્રત્યે ખણ ખરાબ વર્તન કદ હા, તીયે જી કદ હા તિયા માટે ઈશ્વર તિયાણે સજા કરી. 15.તોરે બી તિયાથી સાવચેત રવા જુજે કેહ કા તીયે આપડે ઉપદેશ અટકાવણે હારુ જી શક્ય બદ જ કદ. 16.પેલી વાર જીયા હાય અદાલતમાં હોતનો ને મયે મારે કામણે સમજણ આપી, તિયા કોઈ વિશ્વાસીએ મારે પડખે રયને માને ઉત્તેજન ની આપ્ય, તી બદે દુર રય, ઈશ્વર હિયા માટે તીણાહાય જવાબદાર ની ગણે.17.ફણ પ્રભુ મારે હારી રયો ને માને મદદ કદી, તીયાયે માને બળવાન કદો, કા જેથી માય સંપૂર્ણપણે તીયાણે વચન જાણીવ્ય ને એટલે બદે વિદેશી તી ઉનાય. ઈયી રીતે ઈશ્વરે માને મરણથી બચાવ્યો. 18.પ્રભુ માને તીણાહાય કરીની બદી દુષ્ટ બાબતથી બચાવી, તે માને સ્વર્ગમાં જીયે તે રાજ કરતા હા તીયે સુરક્ષિત નાવી, બદે હંમેશા તીયાણે સ્તુતિ કરી, આમેન.19.પ્રિસ્કા ને અકુલાણે સલામ કજે.ઓનેસિફરસણે ખરનાહાય સલામ કજે. 20.એરાસ્તસ કરીંથ હેરામાં રયો, વલી ત્રોફિમસણે, મયે મિલેતસ હેરામાં છોડી દેદો કેહ કા તો માંદો હોતનો. 21.હિયાલા પેલા આવણે પ્રયત્ન કર. યુબુલસ સલામ કતો હા, વલી પુદેન્સ, લીનસ, ક્લોદિયા ને બદા જ ભાઈઓ તુને સલામ કતા હા. 22.પ્રભુ તુમારે આત્માણે હારી રય, પ્રભુ તુમારે બદા પાર કૃપાળુ રય.
1૧.સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારે ખરો દીખરોહ તિતસણે નખનાર ઈશ્વરણે દાસ ને ઈસુ ખ્રિસ્તણે પ્રેરીત પાઉલ, 2૨.અનંત જીવનને આશાણે વચન, જી કદી જુઠ બોની ની હકનાર ઈશ્વરે શરૂઆતથી આપ્ય, તીયાણે આશામાં, ઈશ્વરે પસંદ કરીનાહાય વિશ્વાસ દ્રઢ કરને ને ભક્તિભાવ મુજબણે સત્યણે જ્ઞાનને અર્થે, હાય પ્રેરિત હોવો હામ. 3૩.નિર્ધારિત ટાઈમે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાણે સંદેશ પ્રગટ કદો ; આપણે ઉદ્ધારકર્તા ઈશ્વરણે આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાણ કામ માને સુપરત કરાય હા.4૪.ઈશ્વરપિતા તરાફથી ને આપળે ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ ફણતથી તુને કૃપા ને શાંતિ હો. 5૫.જી કામ અદર હોતન તી તું યથાસ્થિત કર ને જેહ મયે તુને આજ્ઞા આપી હા તેહ તું નગરેનગર વડીલ ઠરાવ ; તીયાં માટે મયે તુને ક્રિતમાં રાખીનો હોતનો.6૬.જી કોઈ માણહ નિર્દોષ હોય, એક સ્ત્રીણે પતિ હોય, જીયાણે નીચકે વિશ્વાસી હોય, જીયણે ઉપાર દુરાચારણે આરોપ મુકવામાં આવ્યો ની હોય ને જે ઉદ્ધત ની હોય, તેવે માણાહાને અધ્યક્ષ ઠરાવાણો. 7૭.કેહ કા અધ્યક્ષે ઈશ્વરણે પરિવારને કારભારી તરીકે નિર્દોષ હોવા જુજે ; સ્વછંદી, ક્રોધી, અતિ મધ્યપાન કરનારે, હિંસક કા નીચ લાભ વિષે લોભી હોય હેવા હોવા ની જુજે.8૮.ફણ તીયાયે આગતા - સ્વાગતા કરનારે, સત્કર્મણે પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી 9૯.ને ઉપદેશ પ્રમાણેને વિશ્વાસયોગ્ય સંદેશણે દ્રઢતાથી વીલગી રનાર હોવો જુજે ; હિયા માટે કા તો શુદ્ધ સિદ્ધાંત કા આણત બોધ કરણે ને દ્વારા નોકાહાય ઉત્તેજન આપવાણે ને વિરોધીઓણે દલીલીહીય ખંડન કરવાણે શક્તિમાન હોય .10૧૦.કેહ કા બંડખોર, બકવાસ કરનારે ને ઠગનારે ખણે હા, તે મુખ્યત્વે સુન્નત પક્ષણે હા. 11૧૧.તીણાહાય બોનતા બંધ કરવા જુજે ; તે નીચ લાભ મેલીવણે હારુ જી ઉચિત કાયની તેવ હિખીવણે બધા કુટુંબણે નાશ કરતો હા.12૧૨.તીયણેમાંનો એક પ્રબોધક કતો હા કા, 'કીર્તિ નોકે સદા જુઠે, જંગલી પશુઓણે સમાન, આળસુ ખાઉધરા હા. " 13૧૩.એ સાક્ષી ખરી હા માટે તીણાહાય સખત રીતે થમકાવ કા, 14૧૪.તે બધા યહૂદીહીય દંતકથાહીય ને સત્યથી ફટીકનાર માણહાય આજ્ઞા પાર ચિત્ત ની રાખતા વિશ્વાસમાં દ્રઢ રત.15૧૫. શુદ્ધણે મન બધ શુદ્ધ હા ; ફણ ભ્રષ્ટ ને અવિશ્વાસીઓણે મન કાંઈ ફણ શુદ્ધ હોત કાયની ; તીયણે મન ને અંતઃકરણ ભ્રષ્ટ હોવના હા. 16૧૬.આમે ઈશ્વરને જાણતે હામ હેવો તે દાવો કરતા હા, ફણ પોતાણે કરણીઓથી તીણાહાય નકારતે હા ; તે ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારે ને કાંઈ ફણ હાર કામ કરને હારુ અયોગ્ય હા.
1૧.ફણ શુદ્ધ સિદ્ધાંતોણે જી હોબત હા તી પ્રમાણેની વાત તું કર . 2૨.ઘળડા પુરુષણે ક કા તીણાહાય આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનારે ને વિશ્વાસમાં, પ્રેમમાં ને ધીરજમાં દ્રઢ રવા જુજે.3૩.હિયા જ રીતે ઘળડી સ્ત્રીઓહીય કવાણ કા તીણીહીય આદરયુક્ત આચરણ કરવાવાલી, કુથલી ની કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ ની પીનારી, ફણ સારી હીખામણ આપનારી હોવી જુજે. 4૪.હિયા માટે કા તે જુવાન સ્ત્રીઓણે તીયણે ખરાવાલો ને નીચકાહા પાર પ્રેમ રાખવાણો, 5૫.આત્મસંયમી, પવિત્ર, ખરને કામકાજ કરનારી, માયાળુ ને પોતાણે પતિણે આધીન રવાણ હિખવે, એટલે ઈશ્વરને વચનને તિરસ્કાર ની હોય.6૬.તીયા જ પ્રમાણે તું જુવાનોહીય આત્મસંયમી હોવાણે ઉત્તેજન આપવાણ. 7૭.હારે કામ કરીને તું પોતે બધી બાબતોમાં નમૂનારૂપ હોવણ, તોરે ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા, 8૮.ને જીયામાં કાંઈ બી દોષ કાડી ની હખે હેવી ખરી વાત બોન ; કા જીયાથી આપળે વિરોધીઓહીય આપળે વિષે ખરાબ બોનવાણ કાંઈ કારણ ની મિલવાથી તી શરમીદે હોય જાત.9૯.દાસો તીયણે માલિકોણે આધીન રત, બધી રીતે તીણાહાય પ્રસન્ન રાખે, હામે બોને ની, 10૧૦.ઉચાપાત ની કરે ફણ બધી બાબતોમાં વિશ્વાસપાત્ર હોવે હેવો બોધ કર, કા જીયાથી તે બધી રીતે આપળે ઉદ્ધારકર્તા ઈશ્વરણે શિક્ષણને હોબે.11૧૧.કેહ કા ઈશ્વરને કૃપા જી બધા માણાહાય ઉદ્ધાર કરત હા તી પ્રગટ હોવ હા. 12૧૨.તે કૃપા આપડાહાય હિખીવતી હા કા, અધર્મ ને દુનિયાણે વાસનાઓણે ત્યાગ કરીને અમીણા જમાનામાં આત્મસંયમી, ન્યાયપણું ને ભક્તિભાવથી રવાણ. 13૧૩.ને આશીર્વાદિત આશાપ્રાપ્તિણે ને મહાન ઈશ્વર તેહે જ આપળે ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તણે મહિમાણે પ્રગટ હોવાણી વાટ હેદવાણી ;14૧૪.જીયાયે આપળે હારુ સ્વાર્પણ કદ કા બધે અન્યાયથી તી આપળે ઉદ્ધાર કરે ને આપડાહાય પવિત્ર કરીને પોતાણે હારુ ખાસ પ્રજા ને બધે હારા કામ કરને આતુર હેવા નોકાહાય તિયાર કરે.15૧૫.એ વાત તું નોકાહાય ક, બોધ કર ને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર ને ઠપકો આપ. કોઈ બી માણહાને તિરસ્કારભરી નજરે હેદવા નખે દેતો
1૧.તીણાહાય યાદ કરાવ કા તે રાજકર્તાહીય આધીન હોત, અધિકારીઓણે આજ્ઞાધીન હોત ને બધે હારા કામણે હારુ તત્પર બના. 2૨.કોઈણે નિંદા ની કરે, શાંતિપ્રિય ને બધા માણાહા હારી પૂરા વિનયથી વર્તા .3૩.કેહ કા આપળે ફણ પેલા અજ્ઞાન, અનાજ્ઞાકિંત, કુમાર્ગે ભટકાવીને, ખણી વિષયવાસનાઓ ને વિલાસણે દાસ, દૂરાચારી ને અદેખાઈ રાખનારે, તિરસ્કારપાત્ર ને એકબીજાણે તિરસ્કાર કરનારે હોતને.4૪.ફણ ઈશ્વર આપળે ઉદ્ધારકર્તાણે દયા ને માનવજાત પારનો તીયાણે પ્રેમ પ્રગટ હોવો. 5૫.તીયા આપળે પોતાણે કરીના ન્યાયીપણાને કામથી કાયની, ફણ તીયાણે દયા પ્રમાણે નવા જન્મણે સ્નાનથી ને પવિત્ર આત્માણે નવીનીકરણથી તીયાયે આપડાહાય બચાવીયે.6૬.પવિત્ર આત્માને તીયાયે આપડે ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપળે ઉપાર પુષ્કળ વરસાવ્યો હા. 7૭.એટલે આપળે તીયાણે કૃપાથી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનનો વારસ હોવજે .8૮.એ વાત વિશ્વાસયોગ્ય હાશે, ને જીણાહાય ઈશ્વર પાર વિશ્વાસ કદો હા તે હારા કામ કરવાણે કાળજી રાખે માટે મારે ઇચ્છા હા કા તું એ વાત પાર ફાર મુક્યા કર. હે વાત હારી ને માણાહા ફાગી હિતકારક હા.9૯.ફણ મૂર્ખાયફરી વાદવિવાદો, વંશાવલીઓ, ઝગડા ને નિયમશાસ્ત્ર વિશેના વિસંવાદોથી તું દુર રજે, કેહે કા તીયા બાબણી નિરુપયોગી નક્કામ હા. 10૧૦.એક બે વાર ચેતવણી આપ્યા ફૂટી ફાગલા પાડાવનારહંભી માણહાણે દુર કર ; 11૧૧.એહ જાણવાણ કા એવો માણહ હાચા વાટેથીધર્મ ભ્રષ્ડ હોવો હા ને પોતાણે અપરાધી કરાવતા પાપ કરતો હા.12૧૨.જીયા હાય તોરે પાહાય આર્તીમાસ કા તુખીકસણે મોકન તીયા મારે પાહાય નિકોપોલીસ આવવાણે પ્રયત્ન કરજે ;કેહ કા હિયાલામાં તીયે રવાણ મયે નક્કી કદ હા. 13૧૩.ઝેનાસ નિયમ શાસ્ત્રીણે ને અપોલોસણે એવી વ્યવસ્થા કરીને મૂકીનજે કા રસ્તામાં તીયાણે કાંઈ તંગી પળે ની .14૧૪.વલી આપળે નોકે જરૂરી ખર્ચણે પહચી વલણે હારુ હારે ધંધારોજગાર કરવાણ હીખે, કા જીયાથી તે નીરૂપયોગી ની હોત ની.15૧૫.મારે હારીણા બધા તુને સલામ કતા હા, વિશ્વાસમાંણા જે આપળે પાર પ્રેમ કરતા હા તીયાણે સલામ કઅજે, તુમે બધા પાર કૃપા હોય
1સેવાકાર્યમાં આમારે સાથીદાર વાલો ફિલેમોન, બેહેણી આફીયા, આમારે હારીણો સૈનિક આર્ખીપસ ને તોરે ઘરમાણી મંડળીણે વિશ્વાસી સમુદાયાણે 2ખ્રિસ્ત ઈસુણો બંદીવાન પાઉલ ને ફાહા તીમોથી નખતો હા. 3ઈશ્વર આમારે આથાણે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાંહાય કૃપા ને શાંતિ હોવજે .4ફાહા ફિલોમોન પ્રભુ ઈસુ પાર નો બધા સંતો પાહીણો તોરે પ્રેમ ને વિશ્વાસ વિષે ; 5ઉનાવાથી તોરે સ્મરણ હાય રોજ મારે પ્રાર્થનામાં કરતો હામ ને મારે ઈશ્વરને આભારસ્તુતિ કરતો હામ. 6મારે પ્રાર્થના હા કા આપળેમાં જી સર્વ હાર હા, તીયાણે જ્ઞાન હોવાથી, તોરે વિશ્વાસણે ભાગીદાર ખ્રિસ્ત ઈસુણે મહિમાણે હારુ સફળ હોય. 7કારણ કા તોરે પ્રેમમાં આમાંહાય ઘણો લાભ ને દિલાસો મિલીયો હા, કેહ કા, ઓ ફાહા, તોરેથી સંતોણે હૃદયણે ઉત્તેજિત હોવ હા.8મારે જી યોગ્ય હા તી તીયાણે આજ્ઞા તરીકે કણે માને ખ્રિસ્તમાં છૂટ હા, ખરી. 9તોયે ફણ હાય પાઉલ વૃદ્વ પુઠી તરાતુંજ ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હાય બીજી રીતે એટલે પ્રેમથી તીયાણે કાલાવાલા કરતો હામ .10ઓનેસિમસ ઇયા બંદીખાનામાં જી મારે દીકરા જેવો હોવો હા, તીયા વિષે હાય તિયાણે કાલાવાલા કરતો હામ. 11આગાલથી તો તીયણે ઉપયોગી કાયની હોતનો, ફણ અમે તો તીયાણે ને માને ફણ ઉપયોગી હા. 12તીયે પોતાણે, એટલે મારે પોતાણે હૃદય હેદણે મયે તોરે પાહી પાછો મોકીનયો હા. 13તીયાણે હાય મારે હારી રાખણે માંગતોનો, કા સુવાર્તાણે નેદે હાય જેલમાં હામ તીયા દરમિયાન તો તોરે બદલામાં માને મદદ કરજે.14ફણ તોરે મરજી વગર કાંઈ કરવાની મારે ઇચ્છા કાઈની હોતની, ઇયા માટે કા તોરે ઉપકાર દબાણથી ની, ફણ રાજીખુશીથી હોય. 15કેહ કા તો કાયમ તોરે પાહાય રય તીયા માટે જ કદાચ થોનીકવાર હુદી તોરેથી આગો રયો હોય. 16હવે પુઠી દાસણે જેવો ની ફણ દાસથી વદારે એટલે વ્હાલા ફાહાણે જેવો હા. માને તો, તે વિશેષ કરીને હેવો હા ફણ તુને તે દેહમાં ને પ્રભુમાં કતરો બદો વિશેષ હા !17.એટલે જો તું માને ભાગીદાર ગણે, તો જેહ મારે તેહ તીયાણે સ્વીકાર કરજે. 18.ફણ જો તીયે તોરે કાંઈ અન્યાય કયરો હોય કા તીયા પાહાય તોરે કાંઈ નેવાણ હોય તીયા તિયાણે જવાબદારી હાય નેતો હામ. 19.હાય પાઉલ મારે પોતાણે હાથે નખતો હામ કા, તી હાય ચુકવણી કરીહ ;તો ફણ હાય તુને કાયની કતો કા તું પોતાણે વિશે મારે દેવાદાર હા. 20.હા, ફાહા, તોરેથી પ્રભુમાં માને આનંદ હોવતો હા ;ખ્રિસ્તમાં મારે હૃદય શાંત કર.21.તું મારે કઈન માને હેવો ફરહો રાખીને તોરે પાહાય ઈ પત્ર નખતો હામ, કેહ કા હાય જાણતો હામ કા, જી કાય કતો હામ તીયા કરતા ફણ તું વધારે કરહે. 22.હાર, મારે ફાગી રવાણી વ્યવસ્થા તિયાર રાખજે, કેહ કા માને આશા હા કા, તુમારે પ્રાર્થનાઓથી મારે તુમારે પાહાય આવાણ હોવી.23.એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારે સાથી બંદીવાન, 24.સેવાકાર્યમાં મારે સાથીદાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ ને લુક બદાહાય તુને ક્ષેમકુશળ કતે હામ. 25.આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દયા તુમારે આત્માણે હારી હા. આમીન.
1પેલીણા વખાતમાં પ્રબોઘકોહે પાહાય બાપદાદાહે હારી ઈશ્વરે ઘણી વારે જાત જાતણી રીતે વાત કદની 2. તિયે ઈયા છેન્ના વખાતમાં ડિખરોહો કા, જીયે તિણાહાય બઘાહાય વારસો આપચો. ને પૂઠી જિણાહાય નેદે તિણાહાય વિ્શ્વ પારને લોકાહાય બનાવ્યે, તિણાહાય પાંહાય આપળાહે આરી બોન્યો હા. 3. તે ઈશ્વને મહિમાણે હુજાલાણે ને તિણાહાય વ્યકિત્વણે તિયા જેવો જ દેખાતો હા, પોતાણે પરાક્રમ ણે શબ્દાહાથી તિણાહે બઘાહાય હાચવી રાખશે, તો આપળે પાપાહે પસ્તાવો કદો, આપળાહે શુઘ્ધ કદે, માહાન પિતાણે જેમણે વલે ઉચ્ચસ્થાને બેઠનો હા.4. તિયાણે સ્વગૅદુતોહા કરતાન જતરા પ્રમાણમાં ઉચામાં ઉચ નામ વારસાણે મિલ્ય તત્રા પ્રમાણમાં તિં તિયા કરતા હારો હા. 5. કેહેં કા ઈશ્વરે સ્વ ગૅદુતોહે કિયા એવ કય કા, તુ મારે ડિખરોહો હા, આજે મયે તુને જન્મો આપચો હા? ને વલી, હાંય તિયાણે પિતા બનહી ને તો મારે ડિખરોહો બની? "'6. ને તિયા તો પ્રથમજનિતણે દુનિયામાં નાવતો હા તિયા તો કતો હા કા, ઈશ્વરે બઘા સ્વગૅદુતો તિયાણે ભજન કરા. 7. ને સ્વર્ગદુતો સંબંઘી તો એંહેં કતોનો કા, તો પોતાણે સ્વગૅદુતોણે વાયુર,પ, ને પોતાણે સેવાકાહાય અગ્નીણે જવાળારૂપ કરતો હા.8. ફણ ડિખરાહ વિષે તો કતો હા, ઓ ઈશ્વર, તુમારે રાજયાસન કાયામ હા ને તોરે રાજદંડ ન્યાયણે દંડ હા. 9. તુમે ન્યાયપણા પાંહાય પ્રેમ રાખશો હા ને અન્યાય પાંહાય નફરત કદો હા, ઈયા ફાગ ઈશ્વરે , એટલે તુમારે ઈશ્વરે ,તુમાહાય તુમારે સાથીદારહે કરતાન વઘારે ને વઘારે ગણીને આનંદરૂપી તેલ નેઈને અભિષિકત કદે હા.10. ને ઓ પ્રભુ , તુમે શરુઆતમાં પૃથ્વીણો પાયો નાખશો ,ને આકાશો તોરે હાંથણે બનાવટ હા. 11. તિ નાશ પામી , ફણ તુમે કાયામ રતે હા , તિ તે બઘે નુગળાહે જેહે જીણૅ હોય જાય , 12. તેહે ઝભ્ભાણે જેહે તિણાહે ઘળીવાલી નેઈ ,ને નુગળાહે જેહે તિણાહે બદલી ,ફણ તુમે એવે ને એવે જ રહા ,તુમારે વરાહાણે કોઈ દિહિ અંત આવેની.13. ફણ ઈશ્વરે કાણા સ્વૅગદુતણે કોઈ દિહિ એહે કય કા , હાય તોરે દુશ્મનણે તોરે પાગા તલે કચડી ની , તા હુદી તુ મારે જેમણે હાથે તુ બેહે?"' 14. કા તે બઘા સેવા કરનારા આત્મા કાયની? તિણાહે ઉઘ્ઘારણે વારસો મેલુવનારાહે સેવા કરને દુર મુકુનવામાં આવત કાયની?
1. ફણ જે વાતો આપળાહે ઉનાવામાં આવી તિયાથી આપળે કોઈ દિહિ દુર જાજેની ,તિયા હારુ તિયા પાંહાય આપળાહે હમટી કાલજીપૂર્વક ઘ્યાન રાખવા જોજે.2. કેહે કા જિઈ સ્વગૅદુતાહે દ્વારા કયન વચન સત્ય રય ને બઘા પાપ નીયમ તોડનારાહે યોગ્ય બદલો મિલ્યો , 3. તિયે આપળે હિયા માહાન ઉઘ્ઘાર વિષે બેફિકર રજે તો તે કાણી રીતે બચી જાજે? તે ઉઘ્ઘારણે વાત પેલ્લા ઈશ્વરે પોતે કદી , પૂઠી ઊનારાહે તિયાણે ખાતરી કરી આપી. 4. ઈશ્વર બી ચમત્કાર જેવા ચિન્હા વલે ,નવાઈ પામે તેવા કામાહાથી , જાત જાતણી પરાક્રમી કામાહાથી ને પવિત્ર આત્માણે પોતાણે ઈચ્છા પરમાણમાં આપીને દાનથી તિયાણે આરી સાખ્સી આપતો રયો.5. કેહે કા જીયા આગાલ યુગ સંબંઘી આમે તુમહે કતે હામ તિયાણે કાબુ તિણાહે સ્વૅગદુતોહે આઘીન કદ કાયની. 6. ફણ ગીતકર્તા દાઉદ જાવતો હા કા ,માણહુ વલી કિડો હા , કા તુમે તિયાણે યાદ કરતે હા? ને મનુષ્યપુત્ર કિડો હા કા તુમે તિયાણે મુલાકાત નેતો હા?7. તિણાહે તુમહે થોળાક વખાતણે નેદે સ્વગૅદુતાહા કરતા ઉતુરતો બનાવ્યો હા ,ને તિયાણે માથા પાંહાય મહિમાણે ને માનણો મુગટ મુકચો હા. તારા હાથાણે કામ પાંહાય તિયાણે અઘિકાર આપચો હા. 8. તુમે બઘી જ જગાત તિયાણે હાથામાં હોપી હા. એહે બઘ તિયાણે સ્વાઘીન કરવાણે નેદે તિયાણે પાચ્છ હપચ નિ હોય એવ કાંઈ બાકાત રાખશ કાયની , ફણ બઘ જ તિયાણે સ્વાઘીન કદ , આજુ હુદિ આપળે નજરે પડત કાયની.9. ફણ ઈશ્વરે ક્રૃપાણે માણાહાણે ફાગ મરી જાવાણે નેદે જિણાહે સ્વગૅદુતોહે કરતા થુનિક વાર હુદિ ઉતુરતો કરવામાં આવો હા ,ને મરણ સહન કરવાણે નેદે જિણાહે પાંહાય મહિમાણો ને ગૌરવણો મુગટ મુકવામાં આવો , તી ઈસુણે હોતે હામ. 10. કેહે કા જિણાહે નેદે બઘ જ હા ,ને જિણાહાય ને બઘ જ ઉત્પન્ન હોવ હા , તિણાહાય હીં યોગ્ય હોતન કા , તો હમઠે ડિખરાહાય મહિમામાં નાવતા તિણાહાય ઉઘ્ઘારણે દુ:ખ બોગુવાણ નેદે પરીપૂણૅ કરે.11. કેહે કા જી પવિત્ર કરત હા ને જી પવિત્ર કરાત હા ,તી બઘે જ એકથી જ હા ,ઈયા હારુ તો તિણાહાય ફાવાહાય કણે હરમાતો કાયની. 12. તો કતો હા કા ,હાંય તુમારે નામ ફાવાહાય પ્રગટ કર હીં વિશ્વાસી સમુદાયમાં ગીતગાતા હાંય તોરે સ્તુતિ કર હીં.13. હાય તિણાહાય પાંહાય ભરહો રાખીહી , 'વલી' 'હેદા' હાંય ને બાળકાહાય ઈશ્વરે માને આપચે હા તેવો ફરહો રાખ હું 14. ને બાળકો માંસ ને નુઈણા બનાવીને હા , એટલે તો ફણ તિયે જ રીતે તિણાહાય ફાગીદાર હોવો , ને તો જાતે મરણ હોવીને મરણ પાંહાય અઘિકાર ઘરાવનારાહે, એટલે શેતાનણો , નાશ કરે. 15. ને મરણની બીકણે નેદે જિઈ પોતાણે આખા જીવનભર ગુલામ જેવ હોતને તિણાહાય ફણ છોડી દેઈ.16. કેહે કા ચોક્કસ તો સ્વગૅ દુતોહોય મદાત કરતે કાયની , ફણ ઈબ્રાહિમણા ડિખરાહાય મદાત કરી હા. 17. ઈયા હારુ તિણાહે બઘી બાબતોહોમાં પોતાણે ફાવાહાય જેવો જ હોવા હોતન , કા લોકાહાંય પાપાહાંય નેદે પસ્તાવો કરણે ઈશ્વરેને નાગતી બાબતોહે સંબંઘી તિણાહે દયાળુ ને વિશ્વાસુ પ્રમુખ યાજક હોવે. 18. કેહે કા તુમારે સતાવાણી હોવાથી તિણાહાય અતરા હારુ દુ:ખ સહન કદ કા જિણાહાય સતાવણી હોવત હા , તિણાહાય
1. ઈયા હારુ ,ઓ ,સ્વર્ગીય તેડાના ફાગીદાર પવિત્ર ભાવાહા હો ,' આપળે જી માનિ નેદ હા તિયાણે પ્રેરિત ને પ્રમુખ યાજક ઈસુ પાંહાય તુમે આશા રાખાઆ. 2. જેહે મુસા બી પોતાણે આખા ખરમાં વિશ્વાસુ હોતનો ,તુમે તીણહાય પોતાણે પંસદ કરનારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હોતનો. 3. કેહે કા જીયા પ્રમાણે ખર કરતા ખર બાંઘવાલાણે વઘારે માન મિલત હા , તીયા પ્રમાણે મુસા કરતાન વઘારે માન યોગ્ય ઈસુણે માનવામાં આવો હા. 4. કેહે કા બઘે ખર કોઈએ બાજઅ હા ,ફણ આખી જગાતણે બનાવનારો તો ઈશ્વરુ જ હા.5. મુસા તે જે વાત પ્રગટ હોવાણી હોતની તે ખાતરી આપણે હારુ , સેવકણે જેહે ઈશ્વરણે ખરમાં વિશ્વાસુ હોતનો. 6. ફણ ખ્રિસ્ત તો ડિખરાહા તરીકે ઈશ્વરણે ખરમાં વિશ્વાસુ હોતનો ,જીઈ આપળે છેન્ને હુદિ હિમાત ને આશામાં, ગૌરવ રાખીને મજબુત રજે તીયા આપળે તીયાણે ખર હા.7.હિયા હારુ જેહે પવિત્ર આત્મા કતો હા કા ,આજે જો તુમે ઈશ્વરણી વાણી ઉનાયા. 8.તો જેહે ક્રોઘણેસમયે એટલે જેંગાલમાંણી સતાવણીણા દિહામાં તુમે પોતાણે હૃદય કઠાણ કયરે તેહે ની કરા.99.તીયા તુમારે બાપદાદાહે મને પારુખણે મારે કસોટી કદી ,ને ચાલહી વરહા હુદી મારે કામે હેદજે. 10.હિયાણે નેદે તે પેઢી પાંહાય હાય દુ:ખી હોવો નેમયે કય કા , તીણાહાય પોતાણે હૃદયમાં કાયમુ જ આટવાય જાયને ખોટે રસતે જાતે હા ને તીણાહાહે મારે માર્ગો જાયણા કાયની. 11.એટલે મયે ગુસ્સામાં આવીને જીવ નેદા કા તીઈ મારે વિશ્રામમાં આવીની અખાત."12.હવે ભાવાહો , તુમે સાવઘાન હોવા ,ને તુમારેમાણો કોઈણે હઘ્ય વિશ્વાસ વગાર દુષ્ટ હોવીને તે જીવતા ઈશ્વરથી દુર હોવી. 13.ફણ જીયા હુદિ ,'આજે ' કવાત હા ,તીયા હુદિ તુમે દિહાદિહિ એકબીજાણે ઉત્તેજન આપા , કા પાપણે કપટથી તુમારેમાણા કિડાણે હૃદય કઠાણ ની હોવે.14.કેહે કા જો આપળે શરુઆતણો આપળો વિશ્વાસ છેન્નો હુદિન હાચવી રાખશે ,તીયા આપળે ખ્રિસ્તણે ફાગીદાર હોવજે. 15. કેહે કા એહે કય કા , આજે જો તુમે તીયાણે વાણી ઉનાયા , તો જેહે ક્રોઘણે સમયે તુમે પોતાણે હૃદય કઠાણ કદે તેહે ની કરા .16કેહે કા વાણી ઉનાય છતા તોઈ કિડે ગુસ્સો ઉત્પન્ન કદો? નશું મુસાણે આગેવાનીમાં મિસરમાંથી જીઈ બાયરે નિહિયરે તી બઘે કાયની ? 17. નેચાલહી વરહા હુદિ તી કિડા પાંહાય નાયાજ હોવો ? કા જિણાહાય પાપ કદ , જિણાહાય મરીન શરીર જેંગાલમાં પડી રઅયે ? 18. જિણાહાય વિશ્વાસ કદો કાયની તિણાહે વગાર કિડાણે વિષે તિણાહાય સમ ખાયને કય કા તિઈ મારે વિશ્રમમાં આવી જ ની અખાત ? 19. આપળે હોતે હામ કા અવિશ્વાસણે કારણે તી પ્રવેશ હોઈ અખચે કાયની.
1ઇયા હારુ આપળે બીવા જુજે કેહે ની હોવે, કા તુમારે વિશ્રમમાં પ્રવેશ હોવાંણે આશાવચન આજુ એવ ને એવ જ હોવા છતાં તૂમારેમણો કૉઇ કદાચ તિયા પહોંચણે નિષ્ફળ જાય. 2. કેહે કા જેંહેં ઈજરાઇલ વાલા હે તેંહેં આપળા હે ફણ સૂવાર્તા પ્રગટ કરવામાં આવી હા, ફણ ઉનાઈની વાત તીણાહાય લાભકારક હૉવી કાંય ની, જિણાહાય ધ્યાન આપીને ઉનાય તિણહાય હારી તે વિશ્વાસમાં સહમત હોવે કાયની3. આપળે વિશ્વાસ કરનારે વિશ્રામમાં પ્રવેશ હોવતે હામ , તેંહે તીણહાય કય કાં ,મરે મારે ગુસ્સામાં સમ ખાધા કા , તી મારે વિશ્વમ માં આવી અખાતું જ ની , જો કા કામે તે જગતણે પેલ્લેથી પુર હોવીન હા . 4. કહેકા હાતમે દિહા વિશે એક જાગા પાર તિણાહાય કયન કા , હાતમે દિહે ઈશ્વરે પોતાણે બદા કામ હાથી આરામ નેદો. 5. ને ઈયા જ જગા પાર તો પાછો કતો હા કા , તિ મારે વિશ્રામ માં આવી હકાત .6. તિયાથી કતરાકહે તેમાં આવવાના બાકી રય હા ને જિણાહાય પલ્લી વાર સુવાર્તા પ્રગટ કરવામાં આવની , તિણાહે નિયમ તોયડો . તીયે તી આવી કાયની રયે, 7. ફણ અતુરી બધી વાર પછો પસંદ કદનો દિહી ઠરાવિને જેહે આગાલથી કવામા આવન તેહે દાઉદ થી કય હાકા, જો, આજે તૂમે તીયાણે વાણી ઉનાયા , તીયે તુમે તૂમારે હૃદયોણે કઠાણ માયા કરતે.8. કેહે કાજો યહોશુવા યે તીણાહાય તો વિશ્રામ આપચો હોય, તીયા તો પાછો બીજે દિહા વિશે ઈશ્વરે કયની હોય. 9. ઈયા હારુ ઈશ્વરણા લોકા હે હારુ વિશ્રામ ણો વાર આજુ બાકી રયો હા. 10. કહે કા જેહે ઈશ્વરે પોતાણે કામહાથી આરામ નેદો તેહે ઈશ્વર ણે આરામ માં જીએ પ્રવેશ કાદો હા , તીયે બી પોતાણે કામ હાથી આરામ નેદો હા. 11. ઇયા હારુ આપડે તીયા વિશ્રામ માં જાણે ઉત્સાહા થી પ્રયત્ન કરજે કા, એહે ની હોવે કા નિયમ ભંગ ણે જેહે પતિત હોવે .12. કેહે કા ઈશ્વરણે વચન જીવત , સમર્થ ને બેધારી તલવાર કરતાન બી વધારે થાર વાલ હા , તી જીવ , આત્મા ,સંધાણે મજ્જને છૂટા કરી દેય ત્તતરે હુદી વિંધનાર હા , ને હૃદયણા વિચારો ણે ને લાગણી ને પારખી નેનારાઅ હા . 13. ઉત્તપન્ન કદન કાઈ તિયાંણે આગલ ગુપ્ત કાયની હા ; ફણ જિણાહે આરી આપળાહે કામ હા , તિયાણે નજર માં આપડે બદે બિલકુલ ઉગાડે હામ .14. તો ઈશ્વર ને ડીખરોહો ઈશુ જી સ્વર્ગ માં ગો હા , એવો મહાન પ્રમુખ યાજક અપળાહે મિલાવા માં આવ હા , તિયે આપડે જિ સ્વીકાર્ય હા તિયાંણે મજબૂત થરી રહુ. 15. કહે કા આપડે નબલાઈ પાર દયા ની આવે એવો કાયની, ફણ બદી રીતે આપડે જેહે પરીક્ષા પામી નો તોય પાપ વાગાર નો એવો આપડે પ્રમુખ યાજક હા 16. એટલે આપડે દયા પામવાણે યોગ્ય સમયે સહાય ફાગ કૃપા પામવા ફાગ આપળે હિંમત થી કૃપાસન ને પાહે આવતે
1.કેહે કા બઘા પ્રમુખ યાજક માણાહાયમાંથી પસંદ કરીનો હોવાણે નેદે ઈશ્વર સંબંઘીણી બાબતો માણાહાય હારુ નિમીનો હા , ઈયા હારુ કા તો પાપોણે હારુ અપૅણો ને બલિદાન આપે. 2.તો પોતે નિબૅળતાણે નેદે ઘેરાયનો હા તિયે તો બુઘ્ઘિહિનઓણે ને ભૂલ કરનારાહાય આરી સહાનુભૂતિથી વતૅન કરી અખતો હા. 3.ને તીયે જેહે લોકાહે હારુ પોતાણે હારુ ફણ પાપોહે નેદે અપૅણ કરવા જોજે.4.હારુનણે જેહે જિયાણે ઈશ્વરે હાદજો હોય તીયા વગાર બીજા કોઈણે પોતાણે હારુ હીં સન્માન નેતો કાયની. 5.એ જ રીતે ખ્રિસ્ત ફણ પ્રમુખ યાજક બનણે માન પોતે નેદ કાયની ,ફણ જીયે તુમાહાય કય કા ,તુ મારે ડિખરોહો હા આજે મયે તુને જન્મો આપચો હા ,' તિણાહાય તુમાહાય .તીં સન્માન આપચ.6. ને તીયા પ્રમાણે ફણ બીજી જાગાહાય પાંહાય ફણ તો કતો હા કા , મલ્ખીસેદેકણે નિયમ પ્રમાણે , તુમે સનાતન યાજક હા.7.તે બઘા મનુષ્યદેહઘારી હોતનો હિયે સમયે પોતાણે મૃત્યુમાંથી છોડાવણે જે સવૅશક્તિમાન હોતનો ,તિણાહાય પાંહાય મોટે અવાજે , આસુસહિત પ્રાથૅના ને વિનંતી કદ ને તિણાહાય આઘીનતાથી ઈશ્વરણી વાતોણે મહિમા આપચો , એટલે તિણાહે પ્રાથૅનાણે ઉનાવામાં આવી, 8.તો ડિખહરો હોતનો તોયી છતા ફણ પોતે જિઈ જિઈ દુ:ખ સહન કયીરે ને તો ખ્રિસ્ત નિયમણે પાલન હિકચો.9.ને પરીપૂણૅ હોવીને પોતાણી નિયમણે પાલન કરવાલાહે બઘાહે હારુ અનંત ઉઘ્ઘારણે કારણ હોવે. 10.ઈશ્વરે તમારે મલ્ખીસેદેકણા નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કદો. 11.ઈયા મલ્ખીસેદેક વિષે આમારે ઘણી બઘી બાબતો કવાણી હા ,ફણ અથૅ સમજાવવાણો અઘરો હા , કેહે કા તુમે ઉનાવામાં ઘીમે હા.12.કેહે કા અતરા સમયમાં તીયા તુમારે ઉપદેશકો હોવા જુજતોનો, ફણ આમુ તેએ ઈશ્વરણા વચનણા પાયાણા સિઘ્ઘાંત કાજા હા , હીં કોઈ તુમહે પાછી હિખવે એવી જરુર ઊભી હોવી હા , ને તુમે એવે બાળક જેવે બનતે હા કા જિયાણે દુઘણી જરુર હા ને જી ભારે ખોરાક પચાવી અખાત તેહે કાયની. 13.કેહે કા જી બઘે જ દુઘ પીતે હા, તી ન્યાયપણાણી બાબતો સંબંઘી અનુભવ કાયની હા , કેહે કાઆત્મીક જીવનમાં તી આજુ બાળક હા. 14. ફણ બીજી વલે જીઈ પુખ્ત હા , એટલે કા જી હાચ ને ખોટ પારખીવામાં હોશિયાર હા , તિણાહાય હારુ ભારે ખોરાક હા.
1. ને પૂઠિ ખ્રિસ્ત વિષેણા પાયાણા સિદ્ધાંતોણે ઉપદેશ જી આપળે આગાલ હિકતે હામ, તિયાંણે રાખવા દેઈને પુઠિ અપળે સંપૂર્ણતા હુદી આગાલ વધજે ને નિર્જીવ કામાં સંબંધીણા પસ્તાવાનો ને ઈશ્વરપાહેણાવિશ્વાસણો. 2. બાપ્તિસ્મા સબંધીણા ઉપદેશો, હાથ મુકવાણો મૃત્યુ હોવનાંણા હે પુનુરુસ્થાનણો ને અનુંતકાળણે ન્યાયચુકાદા પાયો પાછો ની નાખજે. 3. જિયા ઇશ્વરણે ઈચ્છા હોય તિયાં આપળે ઈયા પ્રમાણે કરહુ4. કહે કા જી એકવાર પ્રકાશિત હોવે ,જીણહે સ્વર્ગીય અનુભવ કાદો ,જીણાહે પવિત્રઆત્મા ભાગીદાર ફણ હોવે 5. જીણાહાય ઈશ્વરણે હરું વચન ને આવનાર યુગણે પરાક્રમણે અનુભવ કદો 6. ને તિયાં પૂઠી તિણાહે તિ વિહરાય જાયને પડી ગયે. તીણાહાય ફીરીન પશ્ચાતાપ કરવાણો શકય કાયની કેહેકા તીણાહે ઈશ્વરને પુત્રણે પાછો વધસ્તંભે ચડવતે હા7. જી જમીન પોતા પાહે વારંવાર વરહીનો વરહાત શોષણ કરતો હા , ને જી તિયાંણે શોષણ ખેડતે હા તિયાંણે ફાગ ઉપયોગી વનસ્પતિ ઉપજાવતે હા , તીયાણે ઈશ્વર આશીર્વાદ આપતો હા 8. ફણ જે કાટા ને ઝોખરે ઉપજાવતે હા તે જમીન કાયમી ગમતી તેવી શાપિત કદની હા ,છેન્નને તિયાંણે બલી નાખવામાં આવી9ફણ પ્રિય બંધુ હો , જો કા અમે ઈયાં પ્રમાણે કાટા હામ તો ભી અમરે સબંધી એય કરતા આમાહાય હરી ને તારણ ને લગતી વાત હે ખાતરી હા 10. કહે કા ઈશ્વર તુમારે કામાં હે ને તિયાંણે નામ પ્રત્યે પ્રેમ દેખાયડો હા ,ને સંતો હે જી સેવા કરી હા ને આમુ ભી કરતે હા ને વિહરાય જાય એવા અન્યાયી કાયની11.અંત:કરણપૂવૅક ઈચ્છા રાખતે હામ કા , તુમારેમાણો બઘા , આશામાં પરિપૂણૅ હોવણે હારુ હેવો જ ઉત્સાહા છેન્ને હુદિ હાચવી રાખા, 12. તિયા તુમે ધીમે નખા પડતે, ફ્ણ જીયે વિશ્વાસ ને ધીરજથી વચનોણે વારસ હા, તીયણે અનુસરણ કરા.13. કેહે કા ઈશ્વરે ઈબ્રાહિમણે વચન આપચ ,તીયા પોતાણે કરતા કોઈ મોટો કાયની હોતનો કા જિયાણે સમ તો ખાય , ફણ તિયાણે પોતાણે જ સમ ખાયને કય કા , 14. હાચુ જ હાય તુને આશીર્વાદ આપી હિં જ ,ને તોરેથી મહાન પ્રજા ઉત્પન્ન કર હિં"'. 15. ઈયા પ્રમાણે , ઘીરજ રાખ્શા પૂઠી તિયા વચનણે ફળ મિલ્ય.16. માણહાય પોતાણે કરતાન જીઈ મહત્ત્વણ હા તિણાહાય સમ ખાતે હા ને સોગનથી તિણાહાય બઘા જ વિવાદણે અંત આવતો કાયની. 17. તિયા પ્રમાણે ઈશ્વર પોતાણે સંકલ્પણે નિશ્ર્યતા ,આશાવચનણે વારસણે દેખાળને હારુ સમ ખાયને મઘ્યસ્ત હોવે. 18. હિયા હારુ કા જી વચન ને સમ જીમા ઈશ્વરથી જૂઠ બોની હકાત કાયની , હેવી બે મજબુત વાતોહોથી આપળાહે અતરે આગાલ મૂકીની આશા ઘરણે હારુ આશ્રયણે ફાગ દળનારાહાય , વઘારે ને વઘારે ઉત્તેજન માલે.19. તે આશા આપળે આત્માણે હારુ લંગર હરખી સુરશ્રિતન ને ફરહો કરવા જેવો પડદા પાછાલણે જાગ્યાહામાં પ્રવેશ કરનારી હા. 20. તીયા ઈસુએ આગાલ હોવીને આપળે હારુ પ્રવેશ કદો હા , ને મલ્ખીસદેકણે નિયમ પ્રમાણે તો કાયમણો હારુ પ્રમુખ યાજક હોવો હા
1. ઓ મલ્ખીસેદેક ,શાલેમણે રાજા ને પરાત્પર ઈશ્વરણે યાજક હોતનો ,જીયા ઈબ્રાહિમ રાજાહાય મારીન પાછો આવો ,તીયા તિયે તીયાણે મિલીન આશીર્વાદ આપચો. 2. ને ઈબ્રાહામે લડાઈમાં જીઈ મેલવીન તીયાણે દહમો ફાગ તીયાણે આપચો ,તીયાણે નામણે પેલ્લો અથૅ તીઈ ન્યાયપણાણો રાજા ", પૂઠી, શાલેમણો રાજા , અતરે શાંતિણો રાજા , હા. 3. તો પિતા વગારનો , માતા વગારનો , ને પેળી વગારનો હોતનો , તીયાણે શરુઆતણો સમય કા આયુષ્યણે અંત કાયની હોતનો , ફણ તો ઈશ્વરણે ડિખરાહા જેવો કાયામુ જ યાજક રતો હા.4. તીયા જિયાણે આદિપિતા ઈબ્રાહિમે નૂટીનામાણો દહમો ફાગ આપચો , તો કેવો મહાન હોય તીયાણે વિચાર કરા. 5. ને હાચ જ, લેવીણા ડિખરાહામાણો જીઈ યાજક પદ પામતા હા , તિણાહાય લોકાહાય પાહાયથી અતરે ઈબ્રાહિમથી ઉત્પન્ન હોવના પોતાણે ફાવાહાહે પાહાયથી નિયમશાસ્ત્ર પ્રમાણે દહમો ફાગ નેવાણી આગના હા ખરી. 6. ફણજ જીઈ તિણાહાય વંશવાળીણો કાયની હોતનો , તીયે ઈબ્રાહીમ પાહાયથી દહમો ફાગ નેદો , ને જીયાણે વચને મિલીને તીયાણે તીયે આશીર્વાદ આપ્ચો.7.હવે , મોટો નાન્નાણે આશીર્વાદ આપતો તીમા તેએ કાંઈ ફણ વાંઘો કાયની. 8.ઈયા યહુદિ યાજકો જીઈ મૃત્યુપાત્ર હા તો ઓ દહમો ફાગ નેતો હા , ફણ તીયા જીયા સંબંઘી સાકશી આપીની હા , કા તીઈ જીવત હા , તીઈ નેત હા. 9.ને એહે ફણ કવાત હા કા , જીઈ લેવી દહમો ફાગ નેતો હા , તીયે ફણ ઈબ્રાહિમણે મારફતે દહમો ફાગ આપ્ચો. 10. કેહે કા જીયા મલ્ખીસેદેક તીયાણે પિતાણે મિઈલ્યો ,તીયા તો પોતાણે અંગમાં ઓતનો.11.ઈયા હારુ લેવીણા યાજકપણા પરિપૂણૅતા હોવતે , કેહે કા તિયા મારફતે લોકાહાય નિયમશાસ્ત્ર મિલીગ હા, તેએ હારુનણે નિયમ પ્રમાણે ગણાયો કાયની , હેવો બીજો યાજક મેલ્ખીસેદેકણે નિયમ અનુસાર ઉત્પન્ન હોવે હિયાણે કાજા અગત્ય હોતની ? 12.કેહે કા યાજકપદ બદલાવાથી નિયમ ફણ બદલાવાણી જરુર હા.13.કેહે કા જીયા સંબંઘી એ વાત કવાયની હા ,તીઈ અન્ય જાતિણો હા , તિણાહાયમાણો કોઈએ યગ્નવેદીણી સેવા કરી કાયની. 14.કેહે કા હિઈ સ્પષટ હા ,કા યહુદાણે જાતિમાં આપળે પ્રભૂણો જન્મ હોવો , તિયા જાતિમાણો યાજકપદ સંબંઘી મુસાએ કાય કય કાયની.15. પૂઠી જો મલ્ખીસેદેકણા જેવો ,અતરે કા જગતણા યાગ્નના ઘારા ઘોરણ પ્રમાણે કાયની ફણ અવાનાશી જીવનણા સામથ્યૅ પ્રમાણે , 16. બીજો એક યાજક ઊભો હોવો હા ,તો ઈયા બાબત વિષે સ્પષ્ટ હોવ હા. 17. કેહે કા એવી સાકશી આપવામાં આવી હા કા ,મલ્ખીસેદેકણા નિયમપ્રમાણે ' તુમે સનાતન યાજક હા.18કેહે કા આગાલણી યાગ્નના શકિત વગારની નિરુપયોગી હોતનો તિયા ફણ તી રદ કરવામાં આવી હા. 19. કેહે કા નિયમશાસ્ત્રથી કાઈ પરિપૂણૅ હોવ કઅયની ,ને જીયાણે બદલે જિણાહાયથી આપળે ઈશ્વરણે પાહાય જાય અખતે હામ , એવી ખણી હારી આશાણો ઉદભવ હોવતો હા.20. ફણ હી તેએ સમ વગાર આપવામાં આવન કાયની ,બીજા તે સમ વગાર યાજક હોવતે હાત તી વિષેશ હારી હા કેહે કા તિયા વિષેણ વચન સમ વગાર આપવામાં આવન કાયની 21. ફણ હી તે સમથી હોવત હા , અતરે જિણાહાય તુમાહાય કય કા , ' પ્રભુણે સમ ખાઘા,' ને તીઈ પસ્તાવો કરનારે કાયની , કા તુ સનાતન યાજક હા , એવી રીતે તો તિણાહાયથી યાજક હોવો.22. તીયા જ પ્રમાણે ઈસુ હારા કરારની ખાતરી હોવો હા. 23. જી યાજક હોવે તી પુષ્કળ પ્રમાણમાં હોતના ખરા , કેહે કા મૃત્યુણે નેદે તી સદા રય અખચે કાયની. 24. ફણ ઈસુ તો સદાકાળ રતો હા , અતરે તીયાણે યાજકપદ કાયમ હા.25. અતરે જી તિણાહાય મારફતે ઈશ્વરણે પાહાય આવે હા ,તિણાહાય સંપૂણૅ ઉદ્ઘાર કરણે ઈસુ સમથૅ હા , કેહે કા બઘાહાય હારુ મઘ્યસ્થી કરણે તો સદા જીવતો રયો હા. 26. તુમારે જેવો પ્રમુખ યાજકણે જરુર હોતની , તો પવિત્ર , નિર્દોષ, નિષ્કલંક ,પાપીહોથી એકદમ જુદો હા , ને તુમાહાય નભ કરતાન વખારે ઉચ્ચસ્થાને બેહાળવામાં આવો હા.27. પેલ્લો પ્રમુખ યાજકણે જેહે તો પોતાણે પાપોહે હારુ , પઠી લોકાહે પાપોહે હારુ નિત્ય બલિદાન આપવાણી તુમાહાય જરુર કાયની , કેહે કા તિયે , પોતાણે અપૅણ કરીને એકુ જ વખાતમાં હી કાયૅ પૂર કદ હા. 28. કેહે કા નિયમશાસ્ત્ર નબલા માણાહાય પ્રમુખ યાજક ઠરાવતે હા ,ફણ નિયમશાસ્ત્ર પૂઠી જીઈ સમણે વચન હા તીઈ તે સદાણે હારુ સંપૂણૅ કરીનો ડિખરોહાણે પ્રમુખ યાજક ઠરાવ્યો હા
1હામુ જી વાતો આમે કતે હામ,તીયાણે સારાંશ ઓ હા,કા આપળે એવો પ્રમુખ યાજક મિલ્યો હા, કા જી સ્વર્ગ માં ઈશ્વરણે મહત્વના રાજ્યાસનણે જમણી પાહાય બેઠનો હા. 2પવિત્ર સ્થાનણો ને જી ખરો મંડપ માણાહાય કારની, પણ પ્રભુણે બાધીનો હા, તિયાણે તો સેવક હા.3. બધા જ પ્રમુખ યાજક અર્પણ ને બલિદાન આપણે હારું નિમાયનો હા, એટલે તીણાહાય પાહાય પણ અર્પણ કરવાણ કાંઈ હોય એવ જરૂરી હા. 4. વલી જો તો પૃથ્વી પાહાય હોત , તિયા તો યાજક રતો ની, કેહે કા નિયમ શાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનારા યાજકો તે ઈયાન જ હા. 5. જીણે સ્વર્ગમાણી વસ્તુઓણી પ્રતિમાં ને પ્રતિછાયાણે સેવા કરતે હા,કેહે કા દેહે મુસા જીયા મંડપ ઊભો કરવાણો હોતો જીયા તીયાણે ઈશ્વરે કય કા,જે નમુનો તુને ડોગરા પાર દેખાળીનો,તીયા પ્રમાણે તમામ બાબતોણે રચના કાલજીપૂર્વાક ."'6. પણ હવે જેહે ખ્રિસ્ત વધારે હારા વચનોહોથી ઠરાવીનો ને હારા કરારનો મધ્યસ્થ હા,તેહે તુમાહાય વધારે હારા સેવાને કામ કરણે મિલ્ય. 7. કેહ કા જો તીઈ છેલ્લો કરાર નિર્દોષ હોતો,તો બીજા કરારણે હારું સ્થાન હોદવાણી જરૂર રતી કારની.8. ફણ વાંક કાઢતા ઈશ્વર તિણાહાય કતો હા કા,'હેદા, પ્રભુ એહે કતો હા કા,એવા દિહી આવતો હા, કા જીયા હાય ઈઝરાયેલણે લોકાહાય આરી ને યહુદિયાણે લોકાહાય આરી નવો કરાર કરીહી.
1હવે પેલ્લા કરારમાં ફણ ભજનસેવાણે વિધિઓ ને દૈહિક પવિત્ર સ્થાન ફણ હોત ન કર. 2.કેહે કા મંડપ તિયાર કરાયનો હોતો , તીયાણે આગલા ફાગમાં દીવી ,મેજ ને અર્પણ કરીની રોટની હોતી , તીઈ પવિત્ર સ્થાન કવાતન.3. ને પડદા. પાછાલ બીજો ફાગ. હોતો, તીઈ પવિત્ર સ્થાન કવાતન. 4. તિમા હનાણી ધુપવેદિ ને ચારે વલે હનાણી મઢીની કરારની પેટી હોતી, ઈયા પેટીમાં માન્નાણી ભરતીની હનાણી વાસણમાં ને હારુનણી કળી ફૂટેલી નાકળી ને કારણે શિલાપાટી હોતી. 5. ને તીયા પાર ગૌરવી કરુબિમ હોતના, તીણાહાય છાયા દયાસન પાર પડતી ની , હામુ તિણાહાય સંબંધી આમારેથી વિગતવાર કવાય એહે કાયની.6હવે ઉપાર દર્શાવ્યા મુજબ બંધ તિયાર હોવયા વગાર યાજકો કરાર કોશણે આગાલ ફાગમાં સેવા કરવાને નિત્ય જાતે હા. 7. ફણ બીજા ફાગમાં વરાહામાં એકુ જ વાર ફક્ત પ્રમુખ યાજક જાતનો ફણ તીયા લોઈણે અર્પણ કયીરા વગાર જાય અખતો કાયની.8. એટલે પવિત્ર આત્મા હેવ જાણાવત હા કા જા સુદિ છેલ્લો મંડપ ઊભો હા તા હુદિ પરમપવિત્રસ્થાનણે માર્ગો ખુલ્લો હોવો કાયની હા. 9. વર્તમાનકાળને હારુ તો મંડપ ઉપમા રૂપ હોતનો , જીયા પ્રમાણે ઈયા પ્રકારના અર્પણો ને બલિદાનો આપવામાં આવ્યો , ભજન કરનારાને અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરણે અસમર્થ હોતા. 10. તે ખાણે-પીણે ને અનેક પ્રકારણી સ્નાન ક્રિયા હારી ખાલ્લી શારીરિક વિધિઓ જ હોતના, તી સુધારામાં યુગ આવવાણા સમય હુદિ જ ચાનવાણા મોતના.11. ખ્રિસ્ત, હવે પૂરી હોવાનારી બધી જ બાબતો સંબંધી પ્રમુખ યાજક હોવી ને, હાથથી ને પૃથ્વી પાહાયણા પદાર્થોથી બનાવીને કાયની એવા અતિ માહાન ને વધારે સંપૂર્ણ મંડપમાં હોવને, 12. બોકળાણે ને વાહાડાણે લોઈથી ની ફણ પોતાના જ લોહીથી માણાહાય હારુ અનંતકાલીક ઉદ્ધાર મેલવીન ને પરમપવિત્રસ્થાનમા એકુ જ વાર ગના.13. કેહ કા બોકળાણે લોહી ગોધાહે લોહી ને વાહાડીણે રાખ, અપવિત્રો પાર છાંટવા થી તીખી શરીરને શુદ્ધ ને પવિત્ર કરતા હા. 14. તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્મા થી પોતે ઈશ્વરે વાક વડારણ અર્પણ હોવ, તિયાણે લોહી તુમારે અંતઃકરણ ને જીવંત ઈશ્વરે ભજણે હારું નિર્જીવ કામાહા કરતાની કતરી વિશેષ શુદ્ધ કરી? 15. ને પેલ્લા કારણે સમયે જી ઉલ્લંધનો કરવામાં આવના,તિયાણે ઉદ્ધારણે હારુ જાતે બલિદાન આપે ને મરણ આપે જિણાહાય તેડવામાં આવે હા તિણાહાય અનંતકાળણે વારસાણે વચન મીલે જીયા હારુ તો નવા કારારણે મધ્યસ્થ હા.16. કેસે કા જીયા વસિયતનામ હા, તિયા વસિયતનામ કરનારાને મુત્યુ હોવે તી જરુરી હા. 17. કેહ કા વસિયતનામા મેં અમલ માણહુ મરી જાય પૂઠી હોવત હા , હિંદી વસિયતનામું કરનાર જીવંત હોય તીયા સુદિ કોઈ દિહિ તી કામ આવે ખરો ?18. ઈયા હારું પેલ્લા કારણે પ્રતિષ્ટા ફણ લોહી વગાર કાયની હોવાની. 19. કેસે કા મુસાએ નિયમ શાસ્ત્ર પ્રમાણે બધી જ આજ્ઞા બધા લોકાહાય કયી બનાવી પૂરી , પાણી ,કિરમજી ઊન ને ઝૂફા સહિત વાહાડાણે ને બોકળાણે લોહી પેદા , ને તિયાણે પુસ્તક પાર ને બધા લોકાહાય પાર ફણ છાંટને કય કા , 20.જે કરાર ઈશ્વરે તુમહે ઠરાવી આપચો હા તિયાણે લોઈ હિજ હા.21. તિયે તીયા જ રીતે મંડપ પાર ને સેવાણા બધા જ સાંધાનો પાહાય ફણ લોઈ છાંટીન. 22. નિયમ શાસ્ત્ર પ્રમાણે વધારે કરીને બધી જ વસ્તુઓ લોહી દ્રારા શુદ્ધ કરવામાં આવત હા ને લોઈ લેવડાવ્યા વગાર પાપણે માફી મિલતી કાયની.23. સ્વર્ગમાંણી વસ્તુઓણી નમુનાણે પદાર્થોહે એવી રીતે શુદ્ધ કરવાણી અગત્ય હોતી, ફણ આકાશી વસ્તુઓણે તીયા કરતાન વધારે હારા બલિદાનથી શુદ્ધ કરવામાં આવે હેવી અગત્ય હોતી. 24. કે કા ખ્રિસ્ત હાથે બનાવી ના પવિત્રસ્થાન કા જીતી સત્યણે નમૂનો હા તીમાં ગયા કાયની, ફણ હરગામા જ ગો હા, ઈયા હારુ કા તો આજુ આપળે હારુ ઈશ્વર મેં સમય હાજર હોવે.25જેહે આગાલ પ્રમુખ યાજક બીજાને લોઈ નેવીને દર વરહે પરમપવિત્રસ્થાનમા જાતનો, તેહે તિયાણે વારેવારે પોતાણે બલિદાન અર્પણ કરવાણ જરુરી કાયની રય. 26. કેસે કા જો એહે હોય તો સૃષ્ટી આરંભથી કતરી વાર તિણાહાય દુઃખ સહન કરવાણ જરુરિયાત ઊભી હોવી; ફણ હવે છેન્ના સમયમાં પોતાણે બલિદાન થી પાપ દુર કરણે હારુ તો એકુ જ વાર પ્રગટ હોવો.27. જેહે માણાહાય એક વખાત મરવાણ ને તીયા પૂરી તિણાહાય ન્યાય હોવે એવ નિમાર્ણ હોવન હા. 28. તેહે ધણાહે પાપ માથે નેણે હારુ એક જ વાર પોતાણે બલિદાન આપી. જીતી તિયાણે વાટ હોતે હા તિણાહાય સંબંધમાં ઉદ્ધાર ણે અર્થ તો બીજીવાર પાપ વગાર પ્રગટ હોવી
1.કેહે કા હારી વસ્તુઓ હોવાથી હોતી તિયાણે પ્રતિછાયા નિયમ શાસ્ત્રમાં હા ખરી ,ફણ તે વસ્તુઓણીખરી પ્રતિમા તીમાં કાયની હોતી , એટલે જીઈ બલિદાનો વરહેવરહે. તિણાહાય કાયમ કર્તાના ને તિણાહાય તીયા આવનારા હે પરિપૂર્ણ કરણે નિયમ શાસ્ત્ર કોઈ દિહિ સમર્થ કાયની. 2. જો એહે હોત ,તેએ બલિદાનો કરવાણ કાયમ બંધની પડત ? કેસે કા એકુ જ વાત પવિત્ર હોવીયા પૂઠી ભજન કરનારાહે અંતઃકરણ પાછ પાપો કાંઈ અંત: વાસના હોવાથી કાયની. 3. ફણ તી બલિદાનો વયહેવરહે પાપો પાછ યાદ આવ્યા કરે. 4.કેહે કા ગોધાઓણે ને બોકળાણે લોઈ પાપો દૂર કરીને સમર્થ કારની.5. હિયા હારુ દુનિયામાં આવતા જ કરતો હા કા ,'તુમાહાય બલિદાન ને અર્પણની ઈચ્છા રાખી કારની, ફણ મારે હારુ તુમે શરીર તિયાર કયર હા. 6. દહનાર્પણ ને પાપાર્થાપણથી તુમે પ્રસન્ન હોવત ને કાયની. 7.તીયા મયે કય કા ,ઓ ઈશ્વર , હેદ શાસ્ત્રણે ચપળામા મારે સંબંધી નખશ હા , તુમારે ઈચ્છા પૂરી કરણે હાઈ આવો હામ.8ઉપાર જીયા તિણાહાય કય કા , બલિદાનો, અર્પણો, દહનાર્પણો , પાપાર્થાપણ જીયા નિયમ શાસ્ત્ર પ્રમાણે કરતે હા તિણાહાય ઈચ્છા રાખી કારની ને તિણાહાથી તુમે પ્રસન્ન કારની હોવતાના. 9તીયા તિણાહાય કય કા , ' જો, તુમારે ઈચ્છા પૂરી કરણે હાઈ આવો હામ,‘બીજાને સ્થાનણે હારુ પેલ્લીનાણે તો રદ કરતો હા. 10. તો ઈચ્છા પ્રમાણે ઈસુ ખ્રિસ્તણે શરીર એકુ જ વખાત અર્પણ હોવાથી આપળાહે પવિત્ર કરવામાં આવે હા.11. બધા જ યાજક કાયમ સેવા કરતાના ને એણી એજ બલિદાનો વારંવાર આપતા ઊભા રતા હા , ફણહિયા બલિદાનોહોથી પાપો દૂર કરણે કોઈ દિહિ સક્ષમ કારની. 12. ફણ ઈસુ તો પાપોણે હારુ એક બલિદાન. સદાકાળણે હારુ આપીને , ઈશ્વરે જેમની પાણી બેઠકનો હા. 13.હવે પૂરી તુમારે દુશ્મનોહે તુમારે પાગા નીચે કચળવામા આવે તીયા સુદિ તો વાટ હવેતો હા. 14. કેસે કા જિણાહાય પવિત્ર કરાતે હા. તિણાહાય તિયાણે એક જ અર્પણથી સદાકાળ હારુ પરિપૂર્ણ કરી દેદો હા.15.પવિત્ર આત્મા ફણ આપળાહે સાક્ષી આપતો હા, કેહે કા તિયે કય કા. 16. તિયા દિહામાં જે કરાર હાઈ તિણાહાય હારી કરહી તીઈ હિજ હા કા , હાઈ મારે નિયમો તિણાહાય હૃદય પટ પાર નખહી ને તિણાહાય મનમાં મુકી , એહે પ્રભુ કરતો હા.17. પાછો તો કતો હા કા , તિણાહાય પાપ ને તિણાહાય અન્યાયણે હાઈ પાછો યાદ કરની. 18. હવે જીયા તિણાહાય પાપ માફ હોવા હા , તીયા પાછો પાપ હારુ બીજા અર્પણની જરુરિયાત કાયની.19. મારે ફાવાહા હો , તયે પાળા હારુ પડદામાં હોવી ને એટલે પોતાણે શરીરમાં હોવીને , એક નવો ને જીવતો મારગો ઉગાડીયો હા. 20. તિયા મારગામાં હોવી ને ઈસુણે લોહી દ્રારા પરમપવિત્રસ્થાનમા પ્રવેશ કરણે આપળેહે હિમાયત હા. 21. ને ઈશ્વરણે ધર પાર આપળે ફાગ એક મોટો યાજક હા. 22. ને. દુષ્ટ અંત:કરણથી છુટકારાણે ફણ હૃદયો પાર છાટીને સ્વચ્છ પાણીથી શરીર છોડીને , આપળે ખરા હૃદયથી ને વિશ્વાસણે પુરા નિર્ણય નેઈને ઇશ્વરણા સાનિધ્યમાં જાજે.23.આપળે આશાણે કરીની કબુલાત દ્રઢ રયને , કેહે કા જિણાહાય આશાવચન આપચ તી વિશ્વાસપાત્ર હા. 24. પ્રેમ રાખણે ને હાર કામ કરણે હારુ પરસ્પર ઉત્તેજન મિલે ને આપળે એકબીજાણે વિચાર કરજે. 25જેહે અમુક કરતે હા તેહે આપળે એકઠે મિલવાણ પડત ની મૂકવાણ , ફણ આપળે એકબીજાણે ઉત્તેજન આપચે. , ને જેહે જેહે તુમે તો દિહિ પાહાય આવતો દેખતે હામ તેહે તેહે તુમે વિશેષ મેનાત કરા.26.કેહે કા આપળાહે સત્યણે ઓલખાણ મિલે પૂઠી ફણ આપળે જાણીજોઈને પાપ કરજે , તીયે હવે પૂઠી પાપોણે હારુ બીજઅ બલિદાન રત કાયની. 27.ફણ ન્યાય ચૂકાદાણી ભયાનક પ્રતિજ્ઞા ને વૈરીઓણે ખાઈ જાણનારા અગ્નિણો કોપી ઈજા બાકી રય હા.28. જી કોઈ મુસાણે નિયમ શાસ્ત્રણે ઉલ્લંધન કરતો, તીયા પાર થયા રાખવામાં આવતી કાયની, ફણ બે કા તીન જણે સાક્ષીની તિયાણે મોતણી સજા કરવામાં આવતી ની. 29. તો તીયે ઈશ્વરણા ડિખરાહાણે નાગા નીચે કચીળ હા ને કરારણે લોહીથી પોતે પવિત્ર હોવી ને તિણાહાય અશુદ્ધ ગયણે હા જીયે કૃપાણે આત્માણે અપમાન કદ હા, તી કતર બંધ સખાતે શિક્ષાણે પાત્ર હોવી, તીયા વિષે તુમે કાજા થારતે હા ?30. કેહે કા બદલો વાલવાણો મારે કામ હા , હાઈ બદલો વાલી આપહી."' તીયા પૂરી પાછ , પ્રભુ પોતાણે લોકાહાય ન્યાય કરી , એવ જિણાહાય કય તિણાહાય આપળે ઓલખીતે હામ. 31. જીવતા ઈશ્વરમાં હાથમાં પડવા હિ અતિ ભયંકર હા.32. ફણ પેલ્લીણા દિહિ યાદ કરા , કા જીમા તુમે પ્રકાશિત હોવીયા પૂરી , 33.પેલ્લા તો નિદાહોથી ને સંકટથી તુમે અપમાનરુપ જેને હોવે ને પૂઠી તો જિણાહાય સતાવિને તિણાહાય ભાગીદાર હોવી ને દુ:ખાહે ભારે હુમલો સહન કદો્ 34. કેહે કા જીતી બંધનમાં હોતે તિણાહાય પ્રત્યે તુમે કરુણા દર્શાવી ને તુમારે સંપત્તિણે લૂંટ કરાય તીયાણે તુમે આનંદથી સહન કદો , કેહે કા તુમે હિઈ જાણતા , કા તુમારે ફાગ જીયા કરતાન વધારે યોગ્ય ને સર્વકાળ રનાર ધન સ્વર્ગમાં રાખી મુકવામાં આવ હા.35. ઈયા હારુ તુમારે વિશ્વાસને ફળરુપી જો મોટો બદલો મિલવાણો હા, તિયાણે ખોવીની દિયા. 36. કેહે કા ઈશ્વરણી ઈચ્છા પ્રમાણે વર્તીયા પૂઠી તુમહે આશાવચનણે ફળ મિલી, એટલે તુમારે ધીરજ રાખવાની જરુર હા. 37. કેહે કા આવવાણો હા, તો તદ્દન થોડીવારમાં જ આવી ને વિલંબ કરે ની.38ફણ મારે ન્યાયી સેવક વિશ્વાસથી જીવી, જો તો પાછો હટે , તો તીયામાં મારે જીવણે આનંદ હોવે ની. 39. ફણ આપળે પાછે હઠીને નાશ. પામનારે કાયની, ફણ જીવણે ઉદ્ધારણે અર્થ વિશ્વાસ કરનારે હા.
1. હવે વિશ્વાસ તો જે વસ્તુઓણી આશા પાળે રાખે હામ તીયાણે ખાતરી હા ને અદ્રશ્ય વસ્તુઓણી સાબિતી હા. 2.કેહે કા વિશ્વાસથી પેલ્લીણા વખાણતા આપળા બાપદાદા ઈશ્વરભકતોહે વિષે સાક્ષી આપવામાં આવી. 3.વિશ્વાસથી આપળે જાણતે હામ કા, ઈશ્વરણા શબ્દોહોથી આખ વિશ્વ ઉત્પન્ન હોવ હા ને દ્રશ્ય હા.4. વિશ્વાસથી હાબેલ કાઈનણા કરતાન વધારે હારા બલિદાન ઈશ્વરે ચઢાવ્ય, ને તો ન્યાયી હા , એહે તીયાણે સંબંધી સાક્ષી આપવામાં આવી, કેહે કા ઈશ્વરે તીયાણે અર્પણો સંબંધી સાક્ષી આપી; ને એટલે તો મરી ગયો હોવા છતાં ફણ હાય બોલતો હા.5.વિશ્વાસથી હનોખણે ઉપાય નેઈ લેવામાં આવ્યો હા તો મરી જાવાણો અનુભવ કરે ની ને તો અદ્રશ્ય હોવો , કેહે કા ઈશ્વર તીયાણે ઉપાય નેઈ લેવામાં આવ્યો , તીયાણે ઉપાય નેઈ લેવામાં આવ્યો તીયા પેલ્લા તીયાણે સંબંધી એ સાક્ષી હોવી કા ઈશ્વર જીયા પાર પ્રસન્ન હોવાનો. 6.ફણ વિશ્વાસ વગાર ઈશ્વરે પ્રસન્ન કરવાણે હિઈ શક્ય કાયની, કેહે કા ઈશ્વરણી પાહાય જીતી આવે હા , તીયાણે એવો વિશ્વાસ કરવા જોજે કા તો હા ને જીતી ખંતથી તીયાણે હેતે હા તિણાહાય તો ફળ ફણ આપવાનો હા.7.નૂહે જે બાબત આજુ હુદિ હેદિન કારની, જીયા વિષે ચેતવણી પ્રાપ્ત કરીને ઈશ્વરણી બીક રાખીને વિશ્વાસથી પોતાને કુટુબણા ઉદ્ધારણે ફાગ વહાણ તિયાર કદ , ને તીરે માનવજગતણે અપરાધી ઠરાવ્ય ને વિશ્વાસથી જીવી ન્યાયપણુ હા તીયાણે વારસો બનીઓ.8.ઈબાહિમ જે જાડા વારસામાં મેલુવાણો હોતો , તિમા જાણે તેળ જણીને આજ્ઞાધીન હોવો , એટલે પોતે કાસે જાતો હા, હી ની જાયણ છતાં વિશ્વાસથી તો રવાના હોવો. 9. વિશ્વાસથી ઈબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેહે વચનમાં દેશમાં પ્રવાસ કયરો ને તીયાણે હારી જીયા વચનણા સહવારસો ઈસહાક ને યાકુબ તીયાણે જેહે તંબુઓમાં રત્ના. 10. કેહે કા જીઈ શહેરને પાયો હા, જિયાણે યોજનાર ને બાંધનાર ઈશ્વર હા , તીયાણે આશા તો રાખતોનો.11વિશ્વાસથી સારા ફણ વૃદ્ધ હોવીયા પૂઠી ગભૅ ધારણ કરણે સામથીય પામી, કેહે કા જીયે વચન આપીને તો તીયાણે વિશ્વાસપાત્ર ગયણો. 12. ઈયા ફાગ એકથી ને તે ફણ મરીના જેવો, તીયાથી સંખ્યામાં આકાશમાણા તારા જતરા ને સમુદ્રણા કાંઠા પારણી રેતી જી ગણી હકાય જતરા માણહાય ઉત્પન્ન હોવે.13. હિ બધે વિશ્વાસમાં મરી ગયે તિણાહાય વચનોમાં ફળ મિલય કાયની, ફણ દુરથી તીઈ હેદિને તિણાહાય અભિવાદન કરે ને પોતા વિષે કબુલ કયર કા એહે પૃથ્વી પાર પરદેશી ને મુસાફર હામ. 14. કેહે કા એવી વાત કરનારે સ્પસ્ટ જાણાવતે હા , તી સ્વદેશણે હોદ કરતે હા .15. જીયા દેશમાંથી તી બાહાર આવે તીયા પાર જો તિણાહાય ચિત્ત રાખશે હોય , તીયા પાછ નિર્વાણ પ્રસંગ તિણાહાય મિલતી. 16. ફણ હવે વધારે ઉત્તમ , એટલે સ્વર્ગીય દેશાણી તે બધા વધારે ઈચ્છા રાખતા હા ; એટલે ઈશ્વર તિણાહાય ઈશ્વર કણે શરમાતો કારની , કેહે કા તીયે તિણાહાય હારુ એક શહેર બનાવ્ય હા.17. ઈબ્રાહીમ , જીયા તીયાણે કસોટી હોવી તીયા વિશ્વાસથી ઈસહાકણે બલિદાન આપચ ; એટલે જિયાણે વચનો આપવામાં આવન નેજિયાણે એવ કવામાં આવન કા , 18. ઈસહાકથી તોરે પેઢી ગણાય , તીયે પોતાણે એકણાએક ડિખરાહાણે બલિદાન આપચ. 19. કેહે કા તો એવ માનતો નો કા ઈશ્વર મરીનાહે ફણ જીવતે કરણે સમર્થ હા. ને પુનરુત્થાનણી ઉપમા પ્રમાણે તો તિયાણે પાછો મિલીગ ફણ ખરો ;20. વિશ્વાસથી ઈસહાકે જે બાબતો બનાવવાણી હોતી તીયા સંબંધી યાકુબણે ને એસાવણે આશીર્વાદ આપતો. 21. વિશ્વાસથી યાકુબે પોતાણે મરવાનો સમયમાં યૂસફણે બે ડિખરાહાય આશીર્વાદ આપચો ને પોતાણે લાકળીણા હાથા પાહાય ટેકીને ભજન કદ. 22. વિશ્વાસથી યુસુફે પોતાણા અંતકાળે ઇઝરાયલમાં ડિખરાહાય નિગૅમન વિષેણી વાત ઉનાવી ને પોતાણે અસ્થિ સંબંધી આક્ષા આપી.23. વિશ્વાસથી મુસાણા મા બાપે તિયાણે જનમીયા પૂઠી તીન મહિના હૂદિ તિયાણે હતાળીરાખશો. 24. વિશ્વાસથી મુસાએ મોટો હોવીયા પૂઠી ફારુનણી ડિખરીહીણે ડિખરોહો ગણવાણો ના પાળી. 25. પાપણે ક્ષણિક સુખ ફોગુવવાણે બદલે ઈશ્વરણા લોકાહાય હારી દુ:ખ ફોગુવવાણ તિયાણે વધારે પસંદ કદ. 26. મિસરમાં દ્રવ્ય ભંડારો કરતાન ખ્રિસ્ત હારી નિંદા સહન કરવ હી અધિક સંપતિ હા, એહે તીયે ગયીણ ; કેહે કા જી ફળ મિલવાણ હોતન તીયા ફણી લક્ષ રાખશ.27. વિશ્વાસથી તીયે મિસરણે છોડી મૂકચ. ; ને રાજાના ક્રોધથી તો બીધો કારની. કેહે કા જાણે તીયા દ્રશ્યણે હવેતો હોય એહે દ્ઢ રયો. 28. વિશ્વાસથી તીયે પાસખાપવૅણી ને લોહી છાંટવાણી વિધિણે પાલન કદ , એટલે પ્રથમ જનિતોણો નાશ કરનારો તિણાહાય સ્પર્શ કરે ની.29. વિશ્વાસથી તિણાહાય કોરી ભોયી પાર ચાંપતા હોય તેહે લાલ સમુદ્રમાં હોવીને હલે પાર ગયે ; એવો પ્રયતન કરતા મિસરીઓ ડૂબીને મરી ગયા. 30. વિશ્વાસથી યરીખોણી દિવાલણે હાત દિહિ હુદિન ફેરા ફિયીરે પૂઠી તે પડી ગોય 31. વિશ્વાસથી રાહાબ વેશ્યા જાસુસોણણો ખુશીથી આવકાર કરો ને યરીખોણા અનાજ્ઞાકિતોણે હારી તિયેણે નાશ હોવી કાયની.32. હિંસાથી વધારે કાજા કય ? કેહે કા ગિદિયોન , બારાક ,સામસૂન ,યિફતા ,દાઉદ , શમુએલ ,ને પ્રબોધકો વિષે વિસ્તારથી કવાણો મને પૂરતો સમય કારની. 33. તિણાહાય વિશ્વાસથી રાજ્યો જીતે , ન્યાય આચરણ કદ , આશવચનનો પ્રાપ્ત કરે ,સિંહોના મુખ બંધ કરે. 34. અગ્નિ મેં બળ નિષ્ફળ ક્યરે , તલવારણી ધારથી બચીયે , નિર્બળતા માંથી બળવાન ક્યારે , લડાઈમાં પરાક્રમી હોવે ,વિદેશીઓણા સૈન્યણે ભગાડી મૂકચે.35વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાને સ્વજનનોણે જીવતા સ્વરૂપે પાછ મેલુવ્ય કતરેક રિબાઈ રિબાઈને મરી ગયે, તિણાહાય છુટકારા મેં અંગીકાર કદો કાયની ; કા ને તે વધારે હાર પુનરુત્થાન પામાત ; 36. બીજા મશ્કરીઓથી ને કોરડાઓથી , સાંકળોથી ને કેદમાં પુરાવાથી પીડિત હોવણે પરખાયે. 37. તે પથરાથી મારે , કરવતથી વેરારે , તિણાહાય લાલચ આપવામાં આવી ,તલવારની ધારથી મારી નાખવામાં આવ્યા ,ધેટાણા ને બોકળાણા ચામડા પેરીને ફિરતા રહ્યા, તે કંગાલ ,રિબાઈને ને પીડાને હોતના ; 38. માનવજાત તિણાહાય રણે હારુ યોગ્ય કાયની હોતી ,તે અરણ્યમાં ,ડોગરામા, ગુફામાં ને પૃથ્વીણી ગુફાઓમાં ફિરતા રયા.39. એ બધા વિષે તીણાહાય વિશ્વાસણી હારી સાક્ષી આપવામાં આવની ફણ તિણાહાય આશાવચનણે ફળ મિલ્ય કાયની. 40. કેહે કા ઈશ્વરે પાળે ફાગ હિંસાથી વિશેષ કાંઈ ઉત્તમ નિમાર્ણ કદ હા ,ને તે પાળે વગાર પરિપૂણૅ હોવે કાયની.
1. આપળે આસપાસ સાક્ષીઓણી અતરીમોટી વાડલારૂપી ભીડ હા , ને આપળે ફણ બાંધે જ પ્રકારણે બોજા ને વિલગી રનારો પાપ છોડી મૂકીને આપળે ફાગ નક્કી કરીની દોડણી સ્પર્ધામાં ધીરેથી દોડજે . 2.આપળે આપળા વિશ્વાસણા અગ્રેસર ને તીયાણે સંપૂર્ણ કરનાર ઈસુણી પાણી લક્ષ રાખશે કા , જિણાહાય પોતાની સમક્ષ તુચ્છ ધણીને વધસ્તંભ પાર મરણનું દુ:ખ કદ ને હામુ તે ઈશ્વરણા રાજ્યાસનણા જેમણી વલે બેઠના હા. 3. તો જિણાહાય પોતાપાર પાપીઓનો ધણો બધો વિરોધ સહન કરો તિણાહાય વિચાર કરા, હે ની હોવે કા તુમાહાય પોતાના મનમાં અશક્ત હોવાથી થાકી જાવાય.4. તુમાહાય પાપોહે સામનો કરવા, ફણ રક્તપાત હુદિ તુમાહાય આયુ સામનો કદો કાયની. 5. વલી જે ઉપદેશ બાળકોની માફક સમજાવી ને તુમાહાય આપવામાં આવે હા,તી તુમે વિહિરાય ગયા , એટલે, ઓ મારે દિકરા, તું પ્રભુણે શિક્ષાણે હલ્કો ની ગણવાણો ને તો ઠપકો આપે તીયા તું નાસીપાસ ની હોવા. 6. કેહે કા જીયા પાર પ્રભુ પ્રમ રાખતો હા , તીયાણે તો શિક્ષા કરતો હા, કોઈ બી ડિખરાહાણે તે અંગીકાર કરતે હા , તો બધાહે તો કોરડા મારતો હા."'7.જે શિક્ષા તુમે સહન કરતે હા , તી શિક્ષણને હારુ હા જેહે ડિખરાહાણે આરી તુમે તુમારે આરી ઇશ્વર વતૅન કરતો હા , કેહે કા કાઆણ બાળક હા જિયાણે બાપ શિક્ષા કરતો કારની ? 8. ફણ જે શિક્ષાણા ભાગીદાર બને હોવતે હા , તે શિક્ષા તુમહે ની હોવે , તીયા તુમે દાસીપુત્રો હા , ખરા ડિખરેહે તે કારની.9. વલી પૃથ્વી પારના આપળે પિતાઓ આપળાહાય શિક્ષા કરતાના , ને આપળે તિણાહાય માન રાખતે ને , તીરે આપળા આત્માઓણા પિતાણે ઇયાથી વિશેષ માન આપીને તીયાણે આધીન રયને જીવણે ની ? 10. કેહે કા તિણાહાય તે થુનાક દિહિ હુદિન પોતાણે જે વાજબી નાગતીયા નાગે તીયા પ્રમાણે આપળાહે શિક્ષા કરી ખરી , ફણ તિણાહાય તો આપળા દયાણે ફાગ શિક્ષા કરી કા આપળે તીયાણે પવિત્રતાણે સહભાગી હોવજે. 11. કોઈ પણ શિક્ષા જીયા સમયે આનંદકારક કાયની , ફણ ખેદકારક નાગત હા, ફણ પૂરી તો ને કસાયેલાઓણે તો ન્યાયપણા ના શાંતિકારક ફળ આપતો હા.12. હિયા હારુ ઢીલા પળીના હાથોને ને અશક્ત હોવી ના ઘૂંટણો ને તુમે પાછ મજબૂત કરા ; 13. પોતાણા પાગા હારુ રસ્તા સુગમ કરા , ને જો અંપગ હા ,તે ઉતરી ની જાય ફણ હિયાથી વિપરીત તીખી હાર હોવે.14.બધાહે આરી શાંતિથી વર્તવાણ , પવિત્રતા કા જીયા વગાર કોઈ પ્રભુણે હેદે ની તીયાણે કયન તુમે ચાના. 15. તુમે વધારે સાવધાન રયા , કા ને કોઈ ઈશ્વરણી કૃપા પામ્યા વગાર રાયની જાય એહે ની હોવે કા કોઈ કડવા રૂપી જડ ઉગે ને તુમાહાય ભ્રષ્ટ કર , તીયાથી તુમારેમાણા ધણે માણહે અપવિત્ર હોવે , 16. ને કોઈ વ્યભિચારી હોવે , અથવા એસાવ કા જીયે એક ભોજનને હારુ પોતાણે જ્યેષ્ઠપણુ વેચી માયર જીયા જેવો કોઈ ભ્રષ્ટ હોવે. 17.કેહે કા તુમે જાણતે હા કા તીયા પૂરી જીયા તો આશીર્વાદણો વારસો મેલુવણે ઈચ્છીતનો તીયા તો આંસુ સહિત પ્રયત્ન કરતો , જીયા ફણ તીયાણે સ્વીકાર કરવામાં આવ્યો કારની કેહે કા પસ્તાવાણો પ્રસંગ તીયાણે મિલ્યો કાયની.18. વલી તુમે એવાહાય પાહાય આવા કાયની, એટલે સ્પર્શ કરાય એવ પહાળની , બળતી અગાણી , અંધારાયેલા આકાશી , અંધકારની ને તોફાનણી. 19. ને રણશિગડાણે અવાજણી ને એવા શબ્દાહોણી અવાજથી કા જીયાણે ઉનાનારાહે વિનંતી કરી કા એવા બોલ આમાહાય પાછ ફિરીને ઉનાવામાં ની આવે. 20. કેહે કા આજ્ઞા હોવી , તેતિણાહાયથી સહન કાયની હોય આખી , જો કોઈ જાનવર ફણ પહાળણે સ્પર્શ કરે ,તો તીઈ પતરાથી મારી નાખવામાં આવે. 21. જીયા વખાતણો દેખાય તેવો બિક નાગે તેવો હોતો કા મુસાએ કય કા , ' હાઈ વધારે બીતો હામ ને ધ્રુજતો હામ. "'22. ફણ તુમે તીયા લિયોન ડોગરાણી પાહાય ને જીવતા ઈશ્વરમાં નગર એટલે સ્વર્ગીય યરુશાલેમણી પાહાય ને હજારો હજાર સ્વર્ગીદુતોણી પાહાય , 23. છેલ્લા જન્મીનો જિણાહાય નામ સ્વર્ગમાં નખી નેવામાં આવ હા તિણાહાય બધાહે સભા ને વિશ્વાસથી સમુદાયની પાહાય ને બધાને ન્યાય કરનાર ઈશ્વરણી પાહાય ને સંપૂર્ણ હોવી ના ન્યાયીઓણા આત્માઓણી પાહાય , 24નવા કરારમાં મધ્યસ્થ ઈસુણી પાહાય ને જીતી જીયા તિયાણે પાહાય આવે હામ.25. જો બોલતો હા તાયાણે તુમે અનાદર ની કરા , એટલે સાવધાન રયા ; કેહે કા પૃથ્વી પાર ચેતુવનારાહે જિણાહાય નકાર કયરે તે જા બચે ની, તો સ્વગૅમાથી ચેતવનારાણી પાહાયથી જો આપળે ફિર જે તો ચોક્કસ બચ્ચે ની. 26. તિયાણે વાણીથી તીયા સમયે પૃથ્વીણે કાપવાની , ફણ તિણાહાય એવ આશાવચન આપચ કા પાછ એક વાર હાઈ એકના પૃથ્વીણે જ ની, આકાશે ફણ હાનવી હતી.27. ' પાછો એક વારનો ' અર્થ હિઈ હા કા, કોપાયમાન હોવાની વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની જેહે નાશ હોવી હા, એટલે જિણાહાય કંપાયમાન હોવાની કાયની તે કાયમ ટકી રય. 28. એટલે કંપાવવામા ની આવે એવ રાજ્ય પ્રાપ્ત કરીને આપળે ઈશ્વરણો આભાર માનજે , ને ઈશ્વર પ્રસન્ન હોવે હેવી રીતે આપળે તીયાણે સેવા આદરભાવ ને બીકથી કરજે. 29. કેહે કા આપળો ઈશ્વર ભસ્મીભુત કરી નાખનારો અગ્નિ હા
1. ભાઈઓ પારનો પ્રેમ સાચવી રાખા. 2. પરોણાગત કરવાણ તુમે વિહિરાયાની, કેહે કા કતરોકહી અજાણતા સ્વગૅદુતોહે પરોણા રાખવા હા.3. બંધીવાનહોય હારી જાણે તુમે ફણ બંધીવાન હોય, એવ સમજીને તિણાહાય યાદ કરા ને તુમે જાતે ફણ શરીર હોય , ને જિણાહાય પાર જુલમ કરવામાં આવતા તિણાહાય યાદ કરા. 4. લગ્ન ને માન પાત્ર ગણા , પથારી પવિત્ર રાખવા. કેહે કા ઈશ્વર અસંયમી ને વ્યભિચારીઓહે ન્યાય કરી.5. દ્રવ્યલોભથી દૂર રયા ; તુમારે પાહાય જીતી હોય તિમા સંતોષ માનતા ; કેહે કા પ્રભુએ કય હા કા , ' હાઈ તુને છોડી મુકની ને ત્યજી પણની."' 6. એટલે ભય વગાર કરજે કા , ' પ્રભુ મને સહાય કરનારો હા , હાઈ બીવાણો કાયની ; માણહું મને કાજા કરી નેઈ ?7. જે તુમારે આગેવાન હોતો, તિણાહાય યાદ કરા ચારિત્ર્યણે પરિણામ હેદિને તિણાહાય વિશ્વાસને અનુસરા. 8. ઈસુ ખ્રિસ્ત ગઈ કાને, આજે ને સદાકાળ એવો ને એવો જ હા.9. તમે વિચિત્ર નેનવા ઉપદેશથી આકર્ષાઈ જાવાણ ની ; કેહે કા પ્રભુણી કૃપાથી અંત:કરણ દ્રઢ કરવામાં આવે જીયા હારુ હા ; અમુક ખોરાક ખાવાથી કા ની ખાવાથી હિરા પ્રમાણે વતૅવાથી કાંઈ લાભ હોવ તો કાયની. 10. આપળાહાય એવી યજ્ઞવેદી હા કા તીયા પારણો ખાવાનો અધિકાર મંડપણી સેવા કરનારાહાય કાયની. 11. કેહે કા પાપોને બલિદાનને હારુ જીતી પશુઓને લોહી પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં ના તો હા , તિણાહાય શરીર છાવણી બાર બાલવામાં આવતે હા.12. ઈયાન હારુ ઈસુએ ફણ પોતાના જ લોહીથી લોકાહાય પવિત્ર કરણે હારુ દરવાજા બાયરે મૃત્યુ સહન કદ. 13. ને આપળે ફણ તિણાહાય અપમાન સહન કરીને તિયાણે પાહાય છાવણી બાર જાજે. 14. કેહે કા કાયમ રય એવ નગર આપળાહાય ઈયા કાયની, ફણ જી પાળે હોવાથી હા તી નગરની આશા આપળે રાખે હામ.15. એટલે તીયા દ્રારા પાળે ઈશ્વરે સ્તુતિરૂપ બલિદાન ,એટલે તીયાણે વાતણો કબુલ કરનારે હોઠોને અર્પણ , નિત્ય કરજે 16. ઉપકાર કરવાણ ને દાન વેંચી આપવાણ તુમે વિહિરાવાણ કાયની ,કેહે કા એવા અર્પણથી ઈશ્વર વધારે સંતોષ ્ઓવતો હા. 17. તુમે પોતણે આગેવાનોહોય આજ્ઞાઓ માનીને તિણાહાય આધીન હોવા, કેહે કા હિસાબ આપવનારાહાય જેહે તિણાહાય તુમારે આત્માઓણી ચોંકી કરી હા, ઈયાન હારુ કા તે આનંદથી તીખી કામ કરાત, ફણ શોકથી કાયની, કેહે કા હિયાથી તુમાહાય નુકસાન હોવે.18. તુમે અમારે હારુ પ્રાર્થના કરા , કેહે કા અમારે અંત:કરણ શુદ્ધ હા એવી આમાહાય ખાતરી હા ને આમે બધીજ બાબતોમાં પ્રામાણિકપણે વતૅવાણી ઈચ્છા રાખે હામ. 19. તુમે ઈયા પ્રમાણે કરા તીયા હારુ હાઈ વિશેષ આગ્રહથી ઈયા હારુ વિનંતી કરતો હામ કા તુમારે પાહાય હાઈ વેલ્લો પાછો આવ.20. હવે શાંતિણા ઈશ્વર, જિયાયે અંનતકાળના કરારણા લોઈથી ધેટાણે મોટો રખેવાળ આપળા પ્રભુ ઈસુણે મૃત્યુમાંથી પાછ સજીવન કરો. 21. તો તુમાહાય બધા હારા કામણે હારુ એવા સંપૂર્ણ કરે કા, તુમે તિયાણે દૃષ્ટિમાં જીઈ સંતોષકારક હા, તી આપળી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્રારા તે કરાવે ; તીયાણે સદાસવૅકાળ મહિમા હો.આમીન.22. ઓ ભાઈઓ , હાઈ તુમાહાય વિનંતી કરતો હામ કા તુમે મારે બોધણે ઈયા વચન સહન કરા , કેહે કા મરે તુમારે પાર ટૂંકમાં નાખતો હામ. 23. તુમે જાણજા કા આપળો ભાઈ તિમોથી હવે જેલમાંથી નિકલી આવો હા . જો તો વેલો આવી , તીયા હાઈ તીયાણે હારી આવીને તુમહે મિલિહી.24. તુમે તુમારે બધી જ આગેવાનોહોય ને બધા જ સંતોહોય સલામ કાજા ; ઇટાલીમાં માં ભાઈઓ તુમાહાય સલામ કતા હા. 25. તમ બધા ઉપાય કૃપા હો. આમીન.
1વિખેરાય ગના બારે કુળને, ઈશ્વરને ને પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દાસ યાકૂબણે સલામ. 2મારે ભાઈઓ, જીયા તુમાહાય બધી પ્રકારની કસોટી હોવતી હા તીયા તિયામાં પૂરો આનંદ માના 3કેહ કા તુમે જાણતે હા કા તુમારે વિશ્વાસણે પરીક્ષામાં પાર ઉતીરયાથી ધીરજ ઉત્પ્ન્ન હોવતી હા.4તુમે પરિપક્વ ને સંપૂર્ણ હોવા, ને કશામાં અપૂર્ણ ની રત, માટે ધીરજણે પોતાણે કામ પૂરેપૂર કરવા દે. 5તુમારેમાનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તે ઈશ્વર જી બધાહાય ઉદારતાથી આપતો હા ને ઠપકો આપતો કાયની, તીયાણે પાહીથી તી માંગ; એટલે તીયાણે તી આપવામાં આવી.6ફણ કાંઈ બી સંદેહ રાખ્યા વગાર વિશ્વાસથી માંગવાણ; કેહ કા જી કોઈ સંદેહ રાખીને માગતો હા, તો વાયરાથી ઉછીલતા ને આફડાતા દરિયાણે મોજાણે જેવો હા. 7હેવા માણહાયે પ્રભુ તરફથી તીયાણેકાંઈ મીલી હેવ ની થારવાણ. 8૮.હેવા પ્રકારનો માણહું બે મનવાલો હા ને પોતાણે બધા રસ્તામાં અસ્થિર હા.9જો ભાઈ ઉતીરતા પદણો હા તો પોતાણે ઉચ્ચપદમાં અભિમાન કરી. 10જો ધનવાન હા, તો પોતાણે ઉતીરતા પદમાં અભિમાન કરે કેહ કા ઘાસણે ફુનાણે પેઠે તો વિલીન હોય જાય. 11કેહ કા સૂર્ય ઉગતો હાશે ને ગરમ વાયરો આવતો હા તીયા ખાહય ચીમડાત હા ; તીયાણે ફુન તૂટી પડત હા ને તીયાણે સુંદરતાણે શોભા નાશ પામતી હા તેહ ધનવાન ફણ તીયાણે વ્યવ્હારમાં વિલીન હોય જાય.12જી માણહ પરીક્ષામાં પાર ઉતીરતો હા તો આશીર્વાદિત હા ; કેહ કા પાર ઉતીરીયા ફૂટી, જીવનનો જો મુગટ પ્રભુએ પોતાણે પાર પ્રેમ રાખનારાહાય આપવાણે આશાવચન આપ્ય હા તી તીયાણે મીલી. 13કોઈણે પરીક્ષણ હોવ હોય તે ઈશ્વર મારે પરીક્ષણ કદ હા, એહ તીયાયે ની કવાણ ; કેહ કા દુષ્ટતાથી ઈશ્વરને પરીક્ષણ હોવત કાયની ને તે કોઈણે પરીક્ષણમાં નાવતા બી કાયની.14ફણ બધા માણહે પોતાણે દુષ્ટ ઇચ્છાથી ખેંચાયને ને લલચાઇને પરીક્ષણમાં પડતે હા. 15ફૂટી દુષ્ટ ઇચ્છા ગર્ભ થરીને પાપણે જન્મ આપતી હા ને પાપ પરિપક્વ હોઈને મોતણે ઉપજાવતે હા. 16મારે વાલા ભાઈઓ, તુમે છેતરાતા નખે.17બધે ઉત્તમ દાન ને બધે સંપૂર્ણ દાન ઉપારથી હોવે હા ને પ્રકાશણે પિતા જીયામાં પરિવર્તન કાયની હોવત, તેહે જ જીયામાં ફિરવાથી પડતો પડછાયો બી કાયની, તીયણે પાહાયથી ઉતીરતો હા. 18તીણાહાય પોતાણે ઇચ્છાથી સત્યણે વચન દ્વારા જન્મ આપીયો હા, એટલે આપડે તીણાહાય ઉત્પ્ન્ન કરીનાહામાં પેલા ફળ જેવા હોવે .19મારે વાલા ભાઈઓ, તુમે તી જાણતે હા, બધે માણહે ઉનાવામાં ચપળ, બોનવામાં થીરે , ને ક્રોધ કરવામાં થીરે હોત ; 20કેહ કા માણહાને ક્રોધથી ઈશ્વરને ન્યાયીપણ કામ કરત કાયની. 21એટલે તુમે બદે મલિનતાથી ને દુષ્ટતાથી અધિકતા તજી દિયા ને તુમારે હૃદયમાં વાવીન જી વચન તુમારે આત્માણે ઉદ્ધાર કરવાણે શક્તિમાન હાશે તીયાણે નમ્રતાથી ગ્રહણ કરા.22તુમે વચન પાલનારે હોવા, પોતાણે છેતરીને કેવલ ઉનાનારે જ ની. 23કેહ કા જી કોઈ માણહું વચન પાલતો કાયની , ફણ કેવલ ઉનાતો હા, તો પોતાણે સ્વાભાવિક મુ કાચમાં હેદનારા માણહા જેવો હા. 24કેહ કા તું પોતાણે હેદતો હા, ફૂટી તિથો ખહી જાતો હા, એટલે તું પોતે કેવો હોતનો, હી તું તરત વીહરાય જાતો હા. 25ફણ જી મુક્તિણે સંપૂર્ણ નીયમમાં થીયાથી નિહાળતો હા ને તીયામાં રતો હા, જી ઉનાયને વીહરાય જાનારો કાયની, ફણ કામ કરનાર હા, તી જ માણહું પોતાણે વ્યવહારમાં આશીર્વાદિત હા.26જો તુમારેમાંણો કોઈ માને કા હાય ધાર્મિક હામ, ફણ પોતાણે જીભણે કાબુમાં રાખતો કાયની, તો પોતાણે હૃદયણે છેતીરતો હા, તેવા માણહાને ધાર્મિકતા વ્યર્થ હા. 27વિધવાહી ને અનાથણે દુઃખણે સમયે મુલાકાત નેવી ને દુનિયાથી પોતાણે નિષ્કલંક રાખવાણો હે જ ઈશ્વરને એટલે પિતાણે, આગાલ શુદ્ધ ને ચોખ્ખી ધાર્મિકતા હા.
1મારે ભાઈઓ, તુમે પક્ષપાત વગાર આપડે મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તણો વિશ્વાસ રાખા. 2કેહ કા જીયાણે આંગલીએ હોનાણી વેટીં હોય ને જીયાણે શરીર પાર હારે કિંમતી નુગડે હોય, હેવો માણહું જો તુમારે સભામાં આવે ને જો ગંદે નુગડે પેરીનો એક ગરીબ માણહું ફણ આવે ; 3તીયા તુમે હારે કિંમતી નુગડે પેરીના માણહાને માન આપીને કત કા, 'તું ઇયે ઉત્તમ જાગ્યાએ બેહે ', ફણ હલા ગરીબણે કત કા, 'તું તીયે ઉભો રાખ ', અથવા 'ઇયે મારે પાગણે આસન પાર બેહે'; 4તે કાજા તુમારેમાં ભેદભાવ કાયની હા? ને તુમે પક્ષપાતયુક્ત વિચાર હારી આચરણ કરતે કાયની.?5મારે વાલા ભાઈઓ, તુમે ઉનાયા ;વિશ્વાસમાં ધનવાન હોવણે હારુ ને ઈશ્વરે પોતાણે નોકાહા પાર પ્રેમ રાખનારાહાય જી રાજય આપવાણે આશાવચન આપ્ય હા તીયાણે વતન પામણે હારુ, ઈશ્વરે માનવજગતણે ગરીબાહાય પસંદ કાયની કદે ? 6ફણ તુમે ગરીબણે અપમાન કદ હા, કાજા ધનવાન તુમારે પાર જુલમ કાયની કરતે ? ને ન્યાયાસન આગાલ તે તુમાહાય ખહડી નેય જાતે કાયની? 7જી ઉત્તમ નામથી તુમે ઓલખાતે હા, તીયણે નિંદા કરનારે તી નાથ?8તોબી શાસ્ત્રવચન પ્રમાણે જી રાજમાન્ય નિયમ હા, એટલે કા, 'તું પોતાણે જેવો પોતાણે પડોશી પાર પ્રેમ રાખ ; તે નિયમ જો તુમે પુરેપુરો પાલતે હા, તે તુમે ખણે હારે કરતે હા; 9ફણ જો તુમે ભેદભાવ રાખતે હા, ને પાપ કરતે હા, નિયમશાસ્ત્રણે ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરતો હા.10કેહ કા જો કોઈ પૂરેપૂર નિયમશાસ્ત્ર પાલી ને ફક્ત એકુ જ બાબતમાં ફુલ કરી, તી બદા સબંધી અપરાધી ઠરતો હા. 11કેહ કા જીયાયે કય, 'તું વ્યભિચાર ની કર, 'તીયાયે જ કય કા', 'તું હત્યા ની કર ', માટે જો તું વ્યભિચાર ની કરે, ફણ જો તું હત્યા કરતો હા, તો તું નિયમશાસ્ત્રણે ભંગ કરનારો હોવતો હા.12સ્વતંત્રતાણે નિયમ પ્રમાણે તુમારે ન્યાય હરવાણો હા, હેવ હમજીને બોના ને વર્તા. 13કેહ કા જીયે દયા કાયની રાખી, તીયાણે ન્યાય દયા વગર કરાય ; ન્યાય પાર દયા વિજય મેલીવતી હા.14મારે ભાઈઓ, જો કોઈ કતો હા કા, 'માને વિશ્વાસ હા', ફણ જો તીયાણે કરણીઓ ની હોય, તો તીયાથી કાજા લાભ હોવે ? કેહેકા હેવો વિશ્વાસ તીયાણે ઉદ્ધાર કરી કા? 15જો કોઈ ફાહાવ કા તે બેણીહી નુગડા વગારની હોય ને રોજે પૂરત ખાવાણ ની હોય, 16ને તુમારેમાંણો કોઈ તીયનાહી કયન કા, 'શાંતિથી જા, તાપા ને તૃપ્ત હોવા ', તો બી શરીરને જી જુજે તી તુમે તીયણાહાય ની આપાત, તે કાજા લાભ હોવે? 17૧૭.તેહે જ વિશ્વાસ ફણ, જો તીયાણે હારી કરણીઓ ની હોય, તો તી એખનો હોય તોબી નિર્જીવ હા.18હા, કોઈ કય, 'તુને વિશ્વાસ હા, ને માને કરણીઓ હા, તે તું તોરે વિશ્વાસ તોરે કરણીઓ વગાર માને દેખાડ ને હાય તુને મારે વિશ્વાસ મારે કરણીઓ તુને દેખાડીહ. 19તું વિશ્વાસ કરતો હા કા, ઈશ્વર એક હા, તે તું હાર કરતો હા ; દુષ્ટઆત્માઓ બી વિશ્વાસ કરતી હા ને કાંપતી હા. 20ફણ ઓ નિબુદ્ધ માણસ, કામ વગાર વિશ્વાસ નિર્જીવ હા, તી જાણવાની તું ઇચ્છા રાખતો હા?21આપળે પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પાર પોતાણે દિખરાહ ઈસહાકણે અર્પણ કદો, તેહે કરીને કૃત્યોથી તીયાણે ન્યાયી ઠરાવામાં આવૉ કાયની ? 22તું હેદતો હા કા તીયાણે કૃત્યો હારી વિશ્વાસ હોતનો ને કૃત્યોથી વિશ્વાસણે પૂરો કરવામાં આવો ; 23એટલે ઈ શાસ્ત્રવચન હાચ ઠરય કા જીયામાં કયન હા, 'ઇબ્રાહિમે ઈશ્વર પાર વિશ્વાસ કદો ને તે તીયા ફાગ ન્યાયીપણા અર્થે ગણવામાં આવો ; ને તીયાણે ઈશ્વરનો મિત્ર કવામાં આવો.' 24તુમે હેદતે હા કા એખના વિશ્વાસથી કાયની, ફણ કૃત્યોથી માણહાણે ન્યાયી ઠરાવામાં આવતો હા.25તીયા જ પ્રમાણે જીયા રાહાબ ગણિકાએ જાસૂસોણે સત્કાર કદો ને તીયના હાય બીજે વાટે બાર મુકીન્યો, તીયા તીયાયે ફણ કાજા કૃત્યોથી ન્યાયી ઠરાવામાં ની આવે? 26કેહ કા જેહ શરીર આત્મા વગાર નિર્જીવ હા, તેહે જ વિશ્વાસ ફણ કામ વગાર નિર્જીવ હા.
1મારે ભાઈઓ, તુમારેમાંણો ખણા ઉપદેશક ની હો, કેહ કા તુમે જાણતે હા કા ઉપદેશકહીય તે વિશેષ સજા હોવી. 2કેહ કા આપડે ખણી રીતે ઠોકર કાયની ખાતો, તો તે સંપૂર્ણ માણહું હાશે ને પોતાણે આખા શરીરને ફણ અંકુશમાં રાખણે શક્તિમાન હા.3હેદા, ધોડો કાબુમાં રય એટલે આપડે તીયણે મુઆમાં લગામ નાખીને તીયાણે આખા શરીરને નિયંત્રણમાં રાખતે હામ. 4વહાણો બી કતરા બધા મોટા રતા હા, તે ભયંકર વાયરાથી ઠેકનાતા હા, તો બી બોજ નાના સુકાનથી સુકાનીણે મરજી હોય તીયા ફણી તીયના હાય ચાનીવામાં આવતા હા.5તેહ જીભ બી એક નાન અંગ હા તો બી તે મોટી મોટી બડાય કરતી હા, હેદા, આગળાને તણખો કતરો મોટા જંગલને હલગાવતો હા ! 6જીભ તે આગડ હા ; દુનિયા અન્યાયથી ફીરીન હા ; આપડે અંગમાં જીભ હેવી હા કા, તે આખા શરીરને અશુદ્વ કરતી હા, તે પુરા જીવનને હલગાવતી હા ને પોતે નર્કથી હલગાવામાં આવીની હા.7કેહ કા બધી જાતણે જાનવર, પક્ષી, પેટે ચાનનારે ને દરિયામાં રનારે પ્રાણીઓ પાલી હખાતે હા ને માણાહાય તીયણાહાય વશ કદે હા. 8ફણ જીભણે કોઈ માણહું કાબુમાં રાખી હખતો કાયની, તે બદે ફેલાતી મરકી હા ને પ્રાણઘાતક ઝેરથી ફરપૂર હા.9તીયાથી આપળે પ્રભુ પિતાણે સ્તુતિ કરતે હા ને ઈશ્વરણે સ્વરૂપ પ્રમાણે ઉત્પ્ન્ન હોવના માણહાય શાપ બી આપતે હા. 10એકુ જ મૂવામાંથી સ્તુતિ ને શાપ નીકલીતી હા. મારે ભાઈઓ, હેહે તે ની જ હોવા જુજે.11કેહ ઝરો એકુ જ મૂવામાંથી મીઠ ને કડવ પાણી આપતો હા? 12મારે ભાઈઓ, જેહે અંજીરી જૈતૂન ઝાડવાણે ફળ કા તે દ્રાક્ષાવેલો અંજીર આપી હખે? તેહે જ ખાર ઝરણ મીઠ પાણી આપી સકત કાયની.13તુમારેમાંણો જ્ઞાની કીડો ને સમજુ કીડો હા? કા તો જ્ઞાનથી આવીને નમ્રતાથી સદાચરણથી પોતાણે કરણી કરી દેખાડે, 14ફણ જો તુમારે મનમાં કડવાશ, અદેખાઈ ને સ્વાર્થ હા, તે તુમે સત્યણે વિરુદ્ધ હોઈને ગર્વ ની કરા ને જુઠ ની બોના.15હી જ્ઞાન ઉપારથી ઉતરીન હેવ કાયની, ફણ દુન્યવી, બિન - આત્મિક ને શેતાની હા. 16કેહ કા જીયે અદેખાઈ ને સ્વાર્થ હા, તીયે તકરાર ને બદા પ્રકારને ખરાબ કામ હા. 17ફણ જી જ્ઞાન ઉપારથી હા તી પેલ શુદ્ધ, ફૂટી સલાહ કરવાવાલ, નમ્ર, તેહેજ હમજે તેવ, દયાથી ને હારા ફળથી ભરપૂર, પક્ષપાત વગારન ને ઢોંગ વગારન હા. 18ફણ જો સલાહ કરાવનારા શાંતિ વાવતા હા, તે ન્યાયીપણ લણતા હા.
1તુમારેમાં લડાઈ ને ઝગડા કાંથા હોવતા હા? કેહે તુમારે અંગમાંણી વિડાવાણી કુઈચ્છાથી કાયની ? 2તુમે ઈચ્છા રાખતે હા, ફણ તે તૃપ્ત કાયની હોતી, એટલે તુમે હત્યા કરતે હા ને ઝંખના રાખતે હા ફણ કાંઈ મેલવી સખતે કાયની ; તુમે લડાઈ ઝઘડા કરતે હા ; ફણ તુમારે પાહાય કાંઈ નાથ, કેહ કા તુમે માંગતે કાયની. 3તુમે માંગતે હા, તી પામતે કાયની, કેહ કા તુમે પોતાણે મોજશોખ પાર ખર્ચ નાખવાણા ઈરાદાથી માગતે હા.4ઓ બેવફા નોકે, કેહ તુમે જાણતે કાયની કા, કા દુનિયાણે મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ હા, તીયા માટે જી કોઈ દુનિયાણે મિત્ર હોણે માગતો હા, તો ઈશ્વરને વૈરી હા. 5જો આત્માણે તુમાહાય આપળેમાં વસાવ્યો, તીયાણે તું પોતાણે જ કરવાણી ઈચ્છા રાખતો હા, હેવ શાસ્ત્રવચનમાં કત હા કા તી કેહ ફોકટ હા એહ તુમે થારતે હા?6ફણ તી તે વદારે કૃપાદાન આપતો હા, એટલે શાસ્ત્રવચન કત હા કા, ઈશ્વર અહંકારીહીયને ધિક્કારતો હા, ફણ નમ્ર પાર કૃપા રાખતો હા. 7એટલે તુમે ઈશ્વરને આધીન હોવા, ફણ શેતાનને હામાં હોવા, એટલે તે તુમારે પાહાયથી નાહાય જાય.8તુમે ઈશ્વરને પાહાય જાયા, એટલે તે તુમારે પાહાય આવી; ઓ પાપીઓ, તુમારે હાથ શુદ્ધ કરા ને ઓ બે મનવાલાહા તુમે તુમારે હૃદય પવિત્ર કરા. 9તુમે ઉદાસ હોવા, શોક કરા ને રડા; તુમારે હાસ્ય શોકમાં બદલાય ને આનંદ ને બદલે ખેદ હોવે. 10પ્રભુણે કાણી નમ્ર હોવા એટલે તો તુમાહાય ઊંચા કરાય.11ઓ ભાઈઓ ને બેનો, તુમે એકબીજાણે નિંદા કરતે નખા ; જી પોતાણે ભાઈણે નિંદા કરતે હા ને પોતાણે ભાઈણે દોષિત ઠરાવતે હાશાતી નિયમશાસ્ત્રણે ન્યાય કરતે હા ; ને જો તું નિયમશાસ્ત્રણે ન્યાય કરતે હા, તે તું નિયમશાસ્ત્રણો અમલ કરનારો કાયની ફણ તીયાણે ન્યાય કરનારો હા. 12નિયમ આપનાર ને ન્યાય કરનાર એકુ જ હા, તો તે ઉદ્ધાર કરને ને નાશ કરને શક્તિમાન હા. ફણ તું કીડો હા કા બીજાણે ન્યાય કરતો હા ?13હવે ચાના, તુમે કતે હા કા, આજે ને કાને આમે ઇયા કા તે હેરામાં જાઈને તીયે એક વરહા હુદી રહું ; ને વેપાર કરીને લાભ મેલવુંહ. 14હવે તુમે તે કાયની જાણતે કા કાને કાજા હોવાણ હા. તુમારે જિંદગી કીડા જેવી હા? કેહ કા તુમે તે ધુમસ્સ જેવે હા, કા જી થોડીકવારમાં દેખાતે હા ફૂટી ગાયબ હોય જાતે હા.15ફણ તીયાણે બદલે તુમારે એહ કવા જુજે, કા જો પ્રભુણે ઈચ્છા હોય, તે આમે જીવતે રહું ને એહ કા તેહ કરુહુ. 16૧૬.ફણ હવે તુમે તે ગર્વ કરીને બડાઈ કરતે હા, હે બધી બડાઈ ખોટી હા. 17હિયા માટે જી ભલ કામ જાણતે છતાં કરતે કાયની તીયાણે પાપ નાગી યાકુબનો પત્ર :
1હવે ધનવાનો તુમે ઉનાયા, તુમારે પાર આવી પડનારે દુઃખને નેદે તુમે વિલાપ ને રડતે નખા. 2તુમારે દોલત હુલી ગોઈ હા ને તુમારે નુગડે ઉધાયે ખાય ગયે હા. 3તુમારે હોન ને ચાંદી કાટાય ગ હા ને તીયાણે કાટ તુમારે વિરુદ્ધ સાક્ષી આપી, અગ્નિણે જેહે તુમારે શરીરહીય ખાય જાય, તુમે છૈલા દિહા માટે મિલકત હંગરી રાખી હા.4હેદા, જી મજૂર તુમારે ખેતામાં મેનાત કરી હા, તીયનાહાય મજૂરી તુમે દગાથી અટકાવી રાખી હા, તે બૂમ પાડતે હા ને મેનાત કરનારાહાય બૂમ સૈન્યણે પ્રભુએ ઉનાયી હા. 5તુમે પૃથ્વી પાર મોજશોખ કરતે હા ને વિલાસી હોવે હા; કાપા કાપીણા દિહામાં તુમે તુમારે હૃદયોણે પુષ્ટ કદે હા. 6ન્યાયીણે તુમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, ફણ તો તુમાહાય અટકાવતો કાયની.7ભાઈઓ, પ્રભુણે આવતા હુદી તુમે થીરજ રાખા ; હેદા, ખેડૂત જમીનણે મૂલ્યવાન ફળને વાટ હેદતો હાશે ને પેલો ને છેન્નો વરહાત હોવે તીયા હુદી તો થીરજ રાખતો હા. 8તુમે બી થીરજ રાખા ને મન દ્રઢ રાખા, કેહ કા પ્રભુણે આગમન હાથવેંતમાં હા.9ભાઈઓ, એકબીજા હારી બડબડાટ ની કરા કા તુમારે ન્યાય કરવામાં ની આવે ; હેદા ન્યાયાધીશ બારા આગાલ ઉભા હા. 10ભાઈઓ ને બેનો, દુઃખ સહવા વિષે ને થીરજ માટેણા નમૂના, જી પ્રબોધક પ્રભુણે નામથી બોન્યા તીયણે પાહાયથી ગ્રહણ કરા. 11હેદા, જીયણાહાય સહન કદ હા તી આશીર્વાદિત હા, એહ આપળે માનતે હામ. તુમે અયુબણે સહનશીલતા વિષે ઉનાય હા, પ્રભુથી જી પરિણામ આવ તી ઉપારથી તુમાહાય હેદતે હા હિયા પ્રમાણે કા, પ્રભુ ખણો કરુણાળુ ને દયાળુ હા.12ફણ મારે ભાઈઓ, વિશેષ કરીને તુમે સમ ની ખાયા; સ્વર્ગણે કાયની કા પૃથ્વીણે કાયની કા બીજા કોઈણે સમ ની ખાયા; ફણ તુમાહાય સજા ની હોવે એટલે તુમારે 'હા ' તે 'હા ' ને 'ના ' તે 'ના ' હોય.13તુમારેમાં કેહ કોઈ દુઃખી હા? તો તીયાયે પ્રાર્થના કરવાણી, કેહ કોઈ આનંદમાં હા ? તે તીયાયે ગીત ગાવાણા . 14તુમારેમાં કોઈ બીમાર હા? તો તીયે વિશ્વાસી સમુદાયણે વડીલીહ હાદવાણા ને તીયનાહાય પ્રભુણે નામથી તીયાણે તેન ઓલીને તીયા માટે પ્રાર્થના કરવાણી. 15વિશ્વાસ સહીત કરીની પ્રાર્થના બીમારીહીય બચાવી, પ્રભુ તિયાણે ઉઠાડી; ને જો તીયે પાપ કદા હા, તે માફ કરવામાં ની આવે.16તુમે નિરોગી હોવા માટે પોતાણે પાપ એકબીજાણે પાહાય કબૂલ કરા, એકબીજાણે માટે પ્રાર્થના કરા; ન્યાયી માણહાણે પ્રાર્થના પરીણામે બજ સાર્થક હોતી હા. 17એલીયા સ્વભાવે આપળે જેવો માણહું હોતનો, ફણ તીયે પ્રાર્થનામાં વિનંતી કરી કા 'વરહાત વરીહીયો કાયની ' એટલે હાડાતીન વરહા હુદી જમીન પાર વરહાત વરીહીયો કાયની. 18તીયે પાછી પ્રાર્થના કદી ને સ્વર્ગમાંથી વરહાત વરીહીયો; ને ધરતીએ પાક ઉપજાવ્યો.19મારે ભાઈઓ, જો તુમારેમાંણો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ફટકી જાય ને કોઈ તિયાણે પાછો ફેરવે, 20તે તીયે જાણવ કા પાપીણે તીયાણે અવળા માર્ગમાંથી જો પાછો વાલતો હા, તો એક જીવણે મૃત્યુથી બચાવતો ને તીયાણે સંખ્યાબંધ પાપણે ઠાકી દેય
1ઈસુ ખ્રિસ્ત ને પ્રેરિત પિતર નખતો હા, કા વેર વિખેર હોઈને પોન્તસ , ગલાતિયા,કપાદોકિયા, આસિયા, ને બિથુનિયામા, પરદેશી તરીકે ઈશ્વર થી પસંદ કરીનાહાય ; લોહી થી છંટકાવ પામવાણે હારુ પસંદ કરીને હા,તેવે તૂમે સર્વ પાર પુષ્કળ કૃપા ને શાંતિ હોય. માંથી ઈસુ ખ્રિસ્ત ણે પુનરુત્થાન દ્વારા આપણા હાય જીવન ને આશા હારુ,. હા, તે વારસા તૂમારે માટે સ્વર્ગ માં રાખી મૂકચ હા. વિશ્વાસ થી તૂમાહાય સભાલવામા આવે. હોવાથી તૂમે દુઃખી હા. મૂલ્યવાન હા, તે ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી ખળી એ સ્તુતિ, માન ને મહિમા યોગ્ય હોવે. હેદતે કાયની, તોફણ તીયણે પાર વિશ્વાસ રાખતે હા, ને તૂમે તિયામા અવણૅનીય ને મહિમા ભરીને આનંદ થી હરખાયો હા. તપાહીને ખંતથી હોદ કરી. આપી, એટલે તિયાણે કય કા કેવો સમય દેખાડયો તીયાણે સંબોધન તે કરતા હા. વિત્ર આત્માણે મદદથી જીયણાહાય તૂમાહાય સુવાતૉ પ્રગટ કદી, તીયા દ્ધારા તે વાત અમુ જાણવામાં આવી; જે વાત ઉત્કંઠા સ્વર્ગ દૂતો ફણ યશવંત હા. નેવાયને હા.
1. તિયાં ફાગે બધા દુષ્ટતા , કપટ, ઢોંગ, દ્વેષ, ને બધા જાતણા નિંદા દૂર કરીને,. 2. નવા જન્મીણે બાળકણે જેહે શુદ્ધ આત્મિક દૂદ ણે આશા રાખા. .
1.હિયાજ પ્રમાણે, પત્નિઓ , તુમે તુમારે પતિણે આધીન રયા, ઈયાજ ફાગ કા જો કોઈ પતિ વચન માનનારો નાથ હા, તિયા તે પોતાણે પત્નીણે આચરણથી, 2. હવે તુમારે ઈશ્વર પ્રત્યે મયૉદા યુક્ત ચોખ્ખા વતૅનથી વચન વગર મેળવી નેવાય.3. તુમારે શણગાર બાયરે, એટલે ગૂથીના નીબાલાહાય , સોનાને ધરેણા ને હારે કપળા પેરવાણે ની હોય. 4. ફણ અંત: કરણ માં રયને ગુપ્ત માણહાણે, એટલે નમ્ર ને શાંત આત્માણે , જે ઈશ્વર ને નજરમાં ખણો મૂલ્યવાન હા, તિયાણે અવિનાશી આભૂષણો હોય.5. કેહ કા પ્રાચિન દેહમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પાર ફરહો રાખતી હા, તે પોતપોતાણે પતિણે આધીન રયને, તે જ રીતે પોતાણે શણગારતી હા. 6. જેહ સારા ઈબ્રાહિમ ને સ્વામી કયને તીયાણે આધીન રતની, તીયાણે માન આપા, કા જેથી તુમારે પ્રાર્થના માં કાંઈ અવરોધ આવે ની.7. એજ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળી વ્યક્તિ હા, તેહ જાણીને તિયેહારી સમજી પૂર્વક રયા, તુમે તિયાહારી જીવનણે વારસા હા, એહે હમજીને તુમે માન આપા, કા જીયાથી તુમારે પ્રાર્થનામાં રુકાવટ ની આવે.8. હવે, તુમે બધે એક મનને, એક બીજાણે સુખ દુઃખમાં ભાગીદાર બના, ભાઈ પાર પ્રેમ રાખનારે, કરુણા કરનારે તુમે નમ્ર હોવા. 9. વેર નો બદલો વેર થી ની વાલા, ને નીંદાણે બદલો વાલણે નીંદા ની કરા, ફણ તિયાણે ઉલટ આશીર્વાદ આપા, કેહ કા તીયા હારુ તુમાહાય પસંદ કરવામાં આવે હા, કા જીયાથી તૂમે આશીર્વાદણે વારસા હોવે.10. કેહ કા જી માણહુ જીવણે ને પ્રેમ કરને ઈચ્છતે હા, ને હારા દિહિ હેદણે ઈચ્છ તે હા, તિયે પોતાણી જીભણે ખોટા શબ્દથી ને પોતાણે હોઠણે ખોટી વાત બોનવાથી અટકાવી. 11. તિયાણે પાપથી દૂર રવાણ; ને ફલ કરવ શાંતિ હેદવાણી નેતીયામાં પ્રવૃત રવાણ. 12. કેહ કા ન્યાય માણહા પાહી પ્રભુણે નજર હા; ને તિયાણે તુમારે પ્રાર્થના વડે તિયાણે કાન ખુલ્લા હા; ફણ પ્રભુ પાપી કરનારાહાય વિરુદ્ધ હા.13. જી હાર હા , તિયાણે જો તુમે અનુસારતે હા, તો તુમારે નુકશાન કરનાર કીડ હા.? 14. એટલે તુમે ન્યાયપણા ને ફાગ સહન કરતે હા, તિયાં તુમે આશીર્વાદ હા; તિયાણે ધમકી થી બીતે નખા, ને ખાબરાતે ફણ નખા.15. પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તુમારે અંત: કરણ માં પવિત્ર માનતે હા; ને તુમારે જે આશા હા, તિયાં વિષે જી કાંઈ પૂછે તો તિયાણે નમ્રતા ને હારી જવાબ આપણે સદા તિયાર રયા. 16. ચોખ્ખ મન રાખા, કા જીયાથી જે બાબત વિષે તુમાહાય ખરાબ બોનતે હા, તે વિષે જે ખ્રિસ્તમાણે તુમારે હારા વતૅન ને નીંદા કરતે હા, તી સરમાય જાય. 17. કેહ કા ઈશ્વર ને ઈચ્છા એવી હોય, કા દુષ્ટતા કરવાણે નેદે સહન કરવ તિયાં કરતા ભલ કરવાણે નેદે સહન કરવ તી વદારે હાર હા.18. કેહ કા ખ્રિસ્ત ફણ એકવાર પાપણે હારુ, એટલે ન્યાયીએ અન્યાય હી સહ્ય કા , જેથી તી આપણાહાય ઈશ્વર પાહી નાવે; તિયાણે પ્રુથ્વી માં માંરી નાખશો, ફણ આત્મામાં સજીવન કરવામાં આવો. 19. તે આત્મામાં ફણ તિયે જાઈને બંધી ખાનામાં પડીનાહાય આત્મા હાય સંદેશ આપચો. 20. તે આત્માહાય, નૂહણે સમયમાં અનજ્ઞાકિત હોત ના, જિયા વહાણ તીયાર હોતને, ને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતોનો, ને જિયા વહાણ માં થોડેક નોકે એટલે આઠ માણહે પાણીથી બચી ગયે.21. જી દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માણે પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી કાયની, પણ ઈસુ ખ્રિસ્તણે પુનરુત્થાન વડે ઈશ્વર પાહી શુધ્ધ અંત:કરણ ને માંગણીથી અમુ તુમાહાય બચાવીએ હા. 22. ઈસુ તે સ્વર્ગદૂત, અધિકારીઓ ને પરાક્રમીઓ ને આધીન કરીને સ્વર્ગ માં ગો, ને ઈશ્વર ને જમણે હાથે બીરાજમાન હા
1.હવે ખ્રિસ્ત આપળે ફાગે માણસને રુપમાં દુઃખ વેઠય હા, માટે આપણે ફણ એવજ મન રાખીને સજ્જ હોવા; કેહ કા જિયે માણસને રુપમાં દુઃખ વેઠય હા તી પાપથી મુક્ત હોવે હા. 2. કા જેથી તે બાકીણ જીવન માણાહાય વિષય વાસના પ્રમાણે કાયની, ફણ ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે વિતાવે.3. કેહ કા વિદેશીઓ જિયામા આનંદ માનતે હા, તે પ્રમાણે કરવામાં તુમે તુમારે જીવન ણે ખણો સમય વિતાવ્યો હા, તે બસ તે હા, તે સમય તુમે વ્યભિચાર માં, વિષય ભોગમાં, મધપાનમા, મોજશોખમાં, ને તિરસ્કૃત મૂર્તિ પૂજામાં મગ્ર હોતને. 4. એ બાબત માં તુમે તીયણે હારી જે દુરાચારને પૂરમાં ધસી પડતે નાથ, તેથી તી આ નાગની હા, ને તુમારે નીંદા કરતે હા. 5જીવતાહાય ને મરણ પામનારા હાય ન્યાય કરવાને જે તીયાર હા, તીયાણે તેઓ હિસાબ આશ્વચર્ય પામતે .; 6.કેહ કા મુત્યુ પામેલાહી ફણ સુવાર્તા પ્રગટ કરાઈની હા, કા જેથી શરીરમાં તિયણે ન્યાય હોય, ફણ આત્મા વિષે તેઓ ઈશ્વર માં જીવે.7. બધી બાબત ણો અંત પાહી આવો હા, માટે તુમે સંયમી હોવા, ને સાવચેત રયા, જેથી તુમે પ્રાર્થના કરી હખાત. 8. વિશેષ કરીને તુમે એકબીજા પાર આગ્રહ થી પ્રેમ કરા, કેહ કા પ્રેમ ખણા પાંપણે ઢાંકત હા. 9. કાંઈ ફણ ફરિયાદ વગાર તુમે એકબીજાણે સત્કાર કરા.10. દરેકણે જી કૃપાદાન મીલ્ય હા, તે એકબીજાણે સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાણે હારા કારભારહીય તરીકે વાપીરવં. 11. જો કોઈ પ્રચાર આપત હા, તો તિયે ઈશ્વર ને વચન પ્રમાણે ઉપદેશ આપવાણો; જો કોઈ સેવા કરે, તો તિયે ઈશ્વર ને આપીન સામથૅ પ્રમાણે સેવા કરવાની; કા જેથી સવૅ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર ને મહિમાવાન હોવે, તિયાણે સદા સવૅકાળ મહિમા ને સત્તા હો! આમીન12.. વાહલાઓ, તુમારે કસોટી કરવાણે હારુ તુમારે પાર જે અગ્નિનરુપી દુઃખ પયળ હા, તુમાહાય કાંઈ વિચિત્ર હોવ હોય તેહ હમજીને આશ્વર્ય નિ પામાં . 13.ફણ ખ્રિસ્તના દુઃખ માં તુમે ફાગીદાર હોવા, તિયાણે નેદે આનંદ કરા; કા જીયાથી તીયાણે મહિમા પ્રગટ હોવે તીયા ફણ તુમે બોજ ખુશીથી આનંદ કરા. 14.જો ખ્રિસ્તણે નામણે કારણે તુમારે નીંદા હોતી હોય, તો તુમે આશીર્વાદ હા, કેહ કા મહિમાણે ને ઈશ્વર ને આત્મા તુમારે પાર હા.15.ફણ ખુની, ચોર, દુરાચારી ને બીજાણે કામમાં દાખલ કરનાર તરીકે તુમારેમાણે તુમારે શિક્ષા ની હોવે. 16. ફણ ખ્રિસ્ત હોવાણે કારણે જો કોઈણે સહn કરવા પડત હા, તો તિયાં થી શરમાય ની, ફણ તે નામમાં તે ઈશ્વર ને મહિમા કરે.17. કેહ કા ન્યાય ચુકાદાનો આરંભ ઈશ્વરણે પરિવાર માં હોવાણો સમય આવો હા, ને જો તિયાણે પ્રારંભ આપડેમાં હોય, તો ઈશ્વરની સુવાર્તા જી કાયની માનતે તિયણાહાય હાલ કેવો હોવી. ? 18. જો ન્યાયી માણહાણે ઉદ્ધાર મુશ્કેલી થી હોય, તો અધર્મી ને પાપી માણહાય કાજા હોય.? 19. માટે જી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખ સહન કરતે હા, તી ફલ કામ કરવાને ચાનુ રાખતે પોતાણે જીવણે વિશ્વાસુ સૃજન હારને સોંપા
1. તુમારે માં જે વડીલો હા, તિયણાહાય હાય સાથી વડીલ ને ખ્રિસ્તણે દુઃખોણો સાક્ષી ને પ્રગટ હોનાર મહિમાને ફાગીદાર હા, તીયાથી તિયણાહાય વિનંતી કરતો હા કા., 2. ઈશ્વરણે નોકાહાય જી ચેલે તુમારે સંભાળમાં હા, તિયાણે પ્રતિપાલન કરા, અધ્યક્ષણે કામ ફરજ પડવાથી ની, ફણ સ્વેચ્છાએ કરા; લોભ હાર નાથ, આતુરતાથી કરા. 3. વલી તુમારે જવાબદારીવાલે સમુદાય પાર માલિક તરીકે કાયની, ફણ તુમાહાય આદર્શરૂપ હોવા. 4. જીયા મુખ્ય ધેટાં પાળક પ્રગટ હોવે, તીયા કોઈ ફણ કરમાઈ ની જાનારે મહિમાણે મુગટ તુમે પામાહા.5. હીયાજ પ્રમાણે જુવાનો, તુમે વડિલોને આધીન હોવા; ને તુમે બદે એકબીજાણે આધીન હોઈને નમ્રતા ધારણ કરા. 6. હીયા માટે ઈશ્વરના સામથૅ હાથ નીચે તુમે પોતાણે નમ્ર કરા ને તુમાહાય યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડી. 7. તુમારે બધી ચિંતા તીયાણે પાર નાખા, કેહ કા તે તુમારે સંભાળ રાખતો હા.8. સાવચેત હોવા, જાગતે રયા; કેહ કા તુમારે વૈરી શૈતાન ગાજનાર સિંહણે જેહ કોઈ મિલે તિયાણે ગીલી જાણે હોદતો ફીરતો હા. 9. તુમે વિશ્વાસમાં દ્વઢ હોઈને તિયાણે હામે હોવા, કેહ કા તુમે જાણતે હા કા, દુનિયામાણે તુમારે ભાઈઓ પાર એજ પ્રકારણા દુઃખો પડતા હા.10. સવૅ કૃપાણે ઈશ્વર જીયાયે ખ્રિસ્તમાં તુમાહાય પોતાણે અનંતકાળણે મહિમાને હારુ બોનાવ્યે હા, તે પોતે તુમે થોડીવાર સહન કરા ત્યાર પૂઠી, તુમાહાય પૂર્ણ, સ્થિર હોતા બળવાન કરી. 11. તુમાહાય સદા સવૅકાળ સત્તા હો જો, આમીન.12. સિલ્વાનાસ, જીયણે હાય વિશ્વાસુ ભાઈ માનતો હામ, તિયાણે હસ્તક મા ટૂંકમાં તુમારે ઉપાર નખશ હા, ને વિનંતી કરીને સાક્ષી આપી હા, કા જે કૃપામાં તુમે સ્થિર ઉભે રતે હા, તે ઈશ્વરની ખરી કૃપા હા. 13. બાબીલમાણે મંડળી જીયાણે તુમારે હારી પંસદ કરીને હા, તે તથા મારે દિકરો માકૅ તુમા હાય સલામ કરી હા.
1. આપણે ઈશ્વરને ઉધ્ધારક ઈસુ ખ્રિસ્ત ણે ન્યાયીપણાથી આપણે વિશ્વાસ જેવો મૂલ્યવાન, વિશ્વાસ જી પામને હા, તિયાણે ઈસુ ખ્રિસ્ત નો દાસ તથા પ્રેરિત, સિમોન પ્રેરિત નખતો હા. 2. ઈશ્વર ને તથા આપળા પ્રભુ ઈસુ ને ઓલખીને તુમારે પાર કૃપા ને શાંતિ પુષ્કળ હોય.3. તિયાણે પોતાણે મહિમા વડે ને સાત્વિકતાથી આપણા હાય હાજજે, ને ઈયાણે ઓલખીવાથી તિયાણે ઈશ્વરીય સામથૅ આપણાહાય જીવન ને ભક્તિભાવ ને લગતા સધળા વાનાં આપચા હા. 4. ઈયા દ્વારા તીયણાહાય આપણાહાય મૂલ્યવાન ને અતિશય મોટા આશાવચન આપચે હા, જીયા થી તીણે દ્વારા દ્દુનિયામાણે જે દુવૉસનાથી દુષ્ટતા તી હા, તિયાથી છુટીને ઈશ્વરીય સવાભાવને ભાગીદાર તુમે હોવા.5. હે જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને, તુમે પોતાણે વિશ્વાસણે હારી ચરિત્રણે હારી જ્ઞાન., 6. જ્ઞાનણે હારી સંયમ, સંયમણે હારી ધીરજ, ધીરજણે હારી ભક્તિભાવ., 7. ભક્તિભાવણે હારી ભાતૃભાવ ને ભાતૃભાવ હારી પ્રેમ જોડી દેયા.8. કેહ કા જો ઈ બંધ તુમારેમાં હોય, ને વૃધ્ધિ પામે તીયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ણે જ્ઞાન વિષે તીયા આળસુ ને નિષ્ફળ હોવા દેય નિ. 9. ફણ જિયા પાહી પૈસા નાથ હા તી અંધારામાં હા, તિયાણે દુષ્ટી ટૂકી હા, ને તે પોતાણે આગાલા પાપથી શુધ્ધ હોવો, એ બાબત તો વિહરાય ગો હા.10. તેથી ભાઈઓ, તુમારે તેડ ને પસંદગી ચોક્કસ કરવાણે ફાગે વિશેષ યત્ન કરા, કેહ કા જો તુમે એવ કરાહા તિયાં કદી ગફલતમાં પળહા ની. 11. કારણ કા એહ કરવાથી આપણાહાય પ્રભુ ને ઉધ્ધારક ઈસુ ખ્રિસ્તણે અંતકાળને રાજ્યમાં તુમે પૂરી રીતે પ્રવેશ કરાહા.12. ઈયા માટે જો કા તુમે એ વાત જાણતે હા, ને અંમુ સત્ય માં દ્ઢ હોવા, તો ફણ તુમાહાય તે નિત્ય યાદ કરાવણ હાય વિહરામ નિ. 13. ને જીયા હુદી હાય માંડવારુપી શરીર માં હામ, તિયા હુદી તુમાહાય યાદ કરાવહી ને સાવચેત કરતો હામ ઇ માને યોગ્ય નાગત હા. 14. કેહ કા માને ખબાર હા, કા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દેખાળીય પ્રમાણે મારે આયુષ્ય વેલ પુર હોવાણ હા. 15. હાય યત્ન કરહી કા, મારે મરણ પૂઠી તુમાહાય એ વાત સતત યાદ રય.16. કેહ કા જીયા આમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ણે સામથૅ ને તિયાણે આગમનણે વાત તુમાહાય જાણાવી, તિયાં આમે ચતુરાઈ થી કલ્પેની વાતૉઓ ઉનાઈની નાથ; ફણ તિયાણે માહાન પ્રભુતાણે પ્રત્યક્ષ હોદનારે હોતને.
1. જેહે ઇઝરાયલી માણહામા જૂઠા પ્રબોધક ઉભા હોવા હોતના, તેહ તુમારેમા ફણ ખોટા ઉપદેશકો હોવી, તે ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવી, ને જે પ્રભુએ તીયણે ઉદ્ધાર કયરો, તિયાણે ફણ નકાર કરીને વેલે પોતાણે જ વિનાશ કરી. 2. ખણે માણહે તિયણે અનિષ્ટ કામમાં ચાની; ને તીણાહાય નેદે સત્યણે માગૅણે તિરસ્કાર કરી. 3. તે દ્રવ્યલોભથી કપટી વાતો બોનીને તુમારે શોષણ કરી, તીયણાહાય નાશમાં ઢીલ હોવી નાથ.4. કેહ કા જે દૂતોયે પાપ કદા, તીયણાહાય ઈશ્વરે છોડ્યા કાયની, ફણ તીયણાહાય નર્કમા નાખીને ન્યાય ચુકાદા હુદી અંધારાણે ખાડામાં રાખી.; 5. તેહેજ ઈશ્વરે પેલેણા માનવ જગતણે છોયળ કાયની, ફણ અધર્મી જગત પાર જળપ્રલય નાવીને ન્યાય પણાને ઉપદેશક નૂહને તથા તીયાણે હારીણા સાત માણહાય બચાવ્યે.; 6. ને અધર્મીઓણે જે હોવાણ હા, ઉદાહરણ આપણે હારુ સદોમ ને ગમોરા શહેરોને બાલીને ભસ્મ કરી દેદે, ને તીયણાહાય બરબાદ કરીને તીયણાહાય શિક્ષા કદી .7. ને ન્યાયી લોત જે અધર્મીઓણે દુરાચારથી ત્રાસ પામતો હોતનો તિયાણે છોડાવીયો. 8. કેહ કા તે પ્રમાણિક માણહ જીયા તીયણે હારી પ્રતિદિન રતો હા. તિયાં તીણાહાય ખરાબ કામ હેદિને તથા ઉનાયને તે પોતાણે ન્યાય આત્મા માં નિત્ય દુઃખ પામતો હાશે. 9. પ્રભુ બકતોણે પરીક્ષણ માંથી છોડાવવાણ જાણતો હા, ને અન્યાયીઓણે ને વિશેષ કરીને જે દુવૉસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાનતે હા.10. ને પ્રભુણા અધિકારને તુચ્છ ગણતે હા, તિયણે ન્યાયકાળ હુદી સિક્ષાણે ભાગે રાખી મૂકવાણ તી જાણતે હા, તે ઉદ્ધત ને સ્વછંદી હોઈને આકાશી જીવોણે નિંદા કરતા ફણ ડરતે કાયની. 11. પરંતુ સ્તવર્ગદૂત વિષે બળવાન ને પરાક્રમી હોવા છતાં પ્રભુણે આગાલ તિયણે નિંદા કરીને તીયણે પાર દોષ મૂકતે કાયની12. ફણ ઇ માણહે, સ્વભાવે અબુધ પશુ કા જિણાહાય થરને નાશ પામણે સૃજાયેના હા, તીયણે માફક તી જીયા વિષે જાણતે કાયની, તે વિષે નિંદા કરીને પોતાણે દુરાચાર માં નાશ પામી, અન્યાય કયૉ ને નેદે અન્યાય ણે ફણ ફોગવી. 13. ઉધાડે. છોગ સુખભોગ કરવાને આનંદ માનતો હા; તે તો ડાધ ને કલંક હા; અને પોતાણે પ્રેમભોજન માં દુષ્કાયો ક કરવાને આનંદ માનતો હા. 14. તીયણે આંખ વ્યભિચારીણીઓની વાસનાથી ભરીની હા, ને પાપ કરતાં બંધ હોતી કાયની; તે અસ્થિર માણહાય લલચાવતે હા; તીયણે હૃદય દ્રવ્ય લોભમાં કેળવાયન હા, તે શાપિત હા.15. ખરો માગૅ મૂકીને તી માગૅ ભટકીયે હા, ને બયોરનો ડિખરોહ બલામ, દિયે અન્યાય ણે ફણ ચાહ્ય , તિયાણે માગૅ ચાનનારો હોવે. 16. ફણ તિયાણે પોતાણે અધર્મ ણે નેદે ઠપકો આપવામાં આવનો; મુંગા ગધેડાયે માણહાણે વાણીથી પ્રબોધકણે ધેલછાણે અટકાવી.17. તી પાણી વગારણે ઝરા જેવે ને તોફાનથી ઘસડાતે વાદલાં હા, તીયણે હારુ ઘોર અંધકાર રાખીન હા. 18. તી વ્યર્થતાણે બડાઇણે વાત કરતે હા, તિયાં માંથી જી બચી જાવાણી તિયારીમા હા, તેઓ તે દૈહિક વિષયોથી ને ભષ્ટ્રાચારથી લાલચાવતે હા . 19તેઓણે તેઓ સ્વતંત્રણે વચન આપચ હા, ફણ પોતે ભ્રષ્ટાચારણે દાસ હા, કેહ કા માણહાણે જે કોઈ જીતચ હા, તેજ તિયાણે પોતાણે દાસ બનાવતે હા.20. કેહે કા આપણે પ્રભુ ને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તણે ઓલખીવાથી જો તી, જગતણે ભ્રષ્ટતાથી છૂટીને, પાછી તિયામા ફસાઈને હારી ગયા, તીયા તીયણે છેન્ની દશા પેલા કરતા ખરાબ હોવી હા.; 21. કારણ કા ન્યાયપણાનો માગૅ જાણ્યા પૂઠી તીયણાહાય જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હા, તિયાં માંથી પાછા ફિરવ, હીયા કરતા હી જે માર્ગ વિષે અજાણ્યે રયે હોય તો હાર હોય. 22. ફણ તિયણે માટે એ કહેવાત હાચી ઠરી હા, ' કુતર પોતે ઉલટી કરી હોય, ત્યાં પાછ આવત હા, ને ઊંગલાવીન ભૂંડ કાદવમાં આળોટણે હારુ પાછ આવત હા"
1.પ્રિયો, હવે ઓ બીજો પત્ર હાય તુમારે ઉપાર નખતો હામ; ને બેવ પત્રોથી શુધ્ધ મનને ઉતેજીત આપણે કતો હામ કા., 2. પવિત્ર પ્રબોધકોથી જે વાત અગાઉ કપાય હા, તિયાણે ને પ્રભુ ને ઉધ્ધારક ણે તુમારે પ્રેરિતોણે મારફતે આપાયની આજ્ઞાણે તુમે સ્મરણ કરા.3. પેલે એહ જણતેને કા છેન્ના દિહામાં મશકરીખોરો આવી, જે પોતાણે દુર્વાસાણે પ્રમાણે ચાની. 4. ને કય કા, ' તિયાણે ઈસુણા આગમનણે આશાવચન કિયા હા? કેહ કા પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિ ણે આરંભમાં સઘળું જેવ હોતન તેવ જ રય હા."5. કેહે કા તી જાણી જોઈને એ વીહશય જાતે હા, કા ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હોતના, ને પૃથ્વી પાણીથી ને પાણીમાંથી બાધાયની હાશે. 6. તિયાં થી તે સમયણે દુનિયા પાણીમાં ડૂબીની નાશ પામી. 7. ફણ અમીણા આકાશ ને પૃથ્વી તેજ શબ્દ થી ન્યાયકાળ ને અધર્મી માણહાય નાશણે દિહ હુદી રાખી મૂકીની છતાં બાલવાણે માટે તૈયાર રાખીને હા.8. ફણ પ્રિયો, એ એક વાત તુમે વિહરાત નિ કા પ્રભુણે દ્રષ્ટિએ એક દિહ હજાર વરહાણે જેવો ને હજાર વરહણે એક દિહણે જેવો હા. 9. વિલંબમાં જેવો અથૅ કતરેક માણહે કરતે હા, તેહ પ્રભુ પોતાણે આશાવચન સંબંધી વિલંબ કરતો કાયની, ફણ કોઈણે નાશ ની હોઈ ફણ બધે પસ્તાવો કરા, એવ ઈચ્છીને પ્રભુ તુમારે વિષે ધીરજ રાખતો હા.10. ફણ જેહ ચોર આવતો હા, તેહ પ્રભુણે દિહ આવી ,તે વેલાએ આકાશો ભારે ગજૅના સહિત જાતા રય ને તત્વો અગ્નિથી પીગળી જાય ને પૃથ્વી ને તે પારના કામાણે બાળી નાખવામાં આવી.11. તે ઈબદ એ પ્રમાણે નાશ પામનાર હા, માટે પવિત્ર આચરણ ને ભક્તિભાવમા તુમારે કેવાં હોવ જોજે ? 12. ઈશ્વરણે જે દિહ આકાશો હલગીને ભસ્મીભૂત હોવ, ત્યાં તત્વો બલીને પીગલી જાય, તિયાણે આગમનણે એ દિહણે વાટ હેદતા તિયાણે અપેક્ષા રાખવી. 13. તોફણ આપણે તિયાણે આશાવચનનો પ્રમાણે નવા આકાશ ને નવી પૃથ્વી જિયા માં ન્યાયપણુ વસંત હા, તીયાણે વાટ હેદતે હામ.14.ઈયા માટે, પ્રિયો , એ બનવાણી વાટ હેદી રયે હામ, તેહ તિયાણે નજરમાં નિષ્કલંક ને નિદોર્ષ હોઇને શાંતિ માં રયા. 15.ને ધ્યાન માં રાખાકા આપણે પ્રભુણે ધૈર્ય ઉદ્ધાર હા; આપણે વાહલા ભાઈ પાઉલ ફણ તિયાણે આપાયની બુધ્ધિ પ્રમાણે તિયાણે એ વિષે નખશ હા. 16. તેહ તિયાણે સવૅ પત્રોમાં ફણ એ વાતો વિષે નખસ હા, તે પત્રોમાં કતરિક વાત હમજાવામા અધરી હા, જેહ બીજા શાસ્ત્રવચનોણે તેહ એ વાતોણે ફણ અજ્ઞાનીણે ને અસ્થિર માણહાય નાશણે હારુ બગાડતે હા અને ઊંધો અથૅ આપતે હા.17. માટે પ્રિયો, તુમે આગાલથી એ વાતો જાણતે હોતને, માટે સાવધ હોવા કા, અધર્મી હીથી આકષૉઈ ને પોતાણે સ્થિરતાથી ડગી જાતા નખા. 18. ફણ આપડે પ્રભુ ને ઉદ્ધારકતૉ ઈસુ ખ્રિસ્ત ણે કૃપા માં ને જ્ઞાનમાં તુમે વૃદ્ધિ પામા; તિયાણે અમીણા ને સદા સવૅકાળ મહિમા હો . આમીન
1. જી શરુઆત થી હોતન, જી આમાંહાય ઉનાય,જી આમાંહાય પોતાને આંખે દેખશ, જી આમહાય હેદજ ને આમારે હાથે અટકીયે, તીયાણે જીવન ને શબ્દ સંબદી આમે તુમાંહાય કય ઉનાવતે હામ. 2. તીયે જીવન દેખાયળ, તી આમાંહાય હેદજ હા, તીયાણે આમે સાક્ષી પોતે હામ, તી અનંત જીવન પિતા પાહાય હા, તી આમાંહાય દેખાય એટલે આમે કય દેખાળતે હામ.3. હા, આમારે હારી ફણ તુમારે સંગત હોય તીયા હારુ જી આમાંહાય હેદજ ને ઉનાય હા, તી આમે બી બદાહાય કત્તે હામ, ને ખરેખર આમારે સંગત પિતાણે હારી ને તિયાણે પુત્ર ઈસુ ખ્રિસ્તણે હારી હા. 4અમારે આનંદ પૂરેપૂરો હોવે, તીયા હારુ આમે નખતે હામ.5. હવે જો સંદેશો આમાંહાય તીયા દ્વારા ઉનાયો હા, હાય તુમાહાય જાણાવતો હામ કા ,તી હી હા કા ઈશ્વર ઉજાલ હા, તીયા મા કોઈ બી જાતણો આંદાંર કાયની હા. 6. જો આપળે કઅજે કા, તીયાણે હારી આપળે સંગત હા, ને અંદારામાં ચાનજે, તો આપળે જૂઠે બોનતે હામ, ને હાચી રીતે વર્તીતે કાયની. 7. ફણ જેહે તો હુજાલામાં હા, તેહ જો આપળે હુજાલામાં ચાનજે, તો બી આપળે એક બીજા હારી સંગત હા, ને તીયાણે પુત્ર ઈસુણે નુય આપણે બદાહાય પાપ થી ચોખ્ખ કરત હા.8. જો આપણે કજેકા આપળેમા પાપ કાયની , તો આપળે પોતાણે છેતીરતે હામ, ને આપળે માં સત્ય કાયની. 9. જો આપળે જાતેણા પાપ કબૂલ કરજે, તીયા આપણાહાય પાપ માફ કરને હારુ ને આપળે બદાજ ખરાબ કામણે ચોખ્ખા કરને તો વિશ્વાસુ ને ન્યાયી હા. 10. જો આપળે કજેકા આપણાહાય પાપ કદો કાયની તો આપળે તીયાણે જૂઠો પાળતે હામ, ને તીયાણે વચન આપળે માં કાયની.
1.મારે વ્હાલે ડીખરાહાવ, તુમે પાપ ની કરાત તીયા હારુ માય એ વાત નખતો હામ, ને જી કોઈ પાપ કરે, તો પિતાણે પાહાય આપણે મધ્યસ્થ હા, એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હા, તો. 2. તો આપણે પાપણે પ્રાયશ્વિત હા, ખાલી આપળેજ કાયની ફણ આખા માનવ જગતણે પાપણે તો પ્રાયશ્વિત હા. 3. જો આપળે તીયાણે આજ્ઞા પાલજે, ને તીયા આપણે હમજીજે કા આપણે તીયાણે ઓલખીતે હામ.4. જી કઅતે હા કા હાય તીયાણે ઓલખીતો હામ, ફણ તીયાણે આજ્ઞા પાલતો કાયની, તો જૂઠો હા, ને તીયામાં સત્ય કાયની. 5. ફણ જી કોઈ તીયાણે વચન પાલત હા, તીયાણે ઈશ્વર પાહાયણો પ્રેમ બદીરીતે સંપૂર્ણ હોવો હા, એટલે આપણે જાણતે હામ કા, આપળે તીયામાં હામ. 6. માય ઈશ્વરમાં રઅતો હામ, એહે જી કઅતે હા, તીયાણે જેહે ઈસુ ખ્રિસ્ત ચાન્યો તેહેજ ચાનવા જોજે.7. વાલાઓ નવી આજ્ઞા કાયની ફણ જૂની આજ્ઞા જે તૂમારે પાહાય શરુઆત થી હા, તીયા વિષે માય તુમાંહાય નખતો હામ, જી વચન તુમાંહાય ઉનાય, તે જૂની આજ્ઞા હા. 8. પાછી નવી આજ્ઞા જે તીયણેમા ને તુમારેમા સત્ય હા, તે માય તુમાંહાય નખતો હામ, કેહે કા આદાર જાતરય હા, ને ખર ઉજાલ અમુ પ્રકાશ ત હા.9. જી કઅત હા કા, માય ઉજાલ હામ ને પોતાણે ફાહાવણે દ્વેષ કરતો હા, તો આજુ હુદી આંદારામાં જ હા. 10. જો પોતાણે ફાહાવ પાહી પ્રેમ કરતો હા, તો ઉજાલા માં રઅતો હા, ને તીયામાં કાયબી ઠોકરરુપ કાયની. 11. ફણ જો પોતાણે ફાહાવણે દ્વેષ કરતો હા, તો આંદારામાં હા, ને આંદારામાં ચાનતો હા, તો પોતે કા જાતો હા, તી જાણતો કાયની, કેહે કા આંદાર તિયાણે આંખ આંધળા કરી નાખશા હા.12. બાળકો, માય તુમાહાય નખતો હામ , કેહે કા તીયાણે નામથી તુમારે પાપ માફ હોવા હા, 13. પિતાઓ, માયતુમાહાય નખતો હામ, કેહકા જી શરુઆત થી હા, તીયાણે તુમે ઓલખીતે હા, જુવાનોહો, માય તુમાહાય નખતો હામ , કેહે કા તુમે દુષ્ટને હરાવ્યો હા, બાળકો માય તુમહાય નખતો હામ, કેહે કા તુમાહાય પિતાણે ઓલખીયો હા. 14. પિતાઓ, માય તુમાહાય નખશ હા, કેહે કા જી શરુઆત થી હા, તીયાણે તુમે ઓલખીતે હા, જુવાનો, માય તુમાહાય નખતો હામ, કેહે કા તુમે બળવાન હા, ઈશ્વર ને વચન તુમારેમાં રઅત હા, ને તુમે દુષ્ટને હારીવયો હા.15. દુનિયા પાર ને દુનિયાણે વસ્તુઓ પાર પ્રેમ રાખતે નખા ; જી કોઈ દુનિયા પાહાય પ્રેમ રાખી તીયામાં પિતાણે પ્રેમ કાયની. 16. કેહે કા દુનીયામાં જી બદજ હા, એટલે કા દૈહિક વાંસનાઓ આંખણે લાલચ ને જીવને અભિમાન તી પિતાણે કાયની, ફણ જગત થી હા. 17. જગત થી તિયાણે લાલચ જાતી રતી હા, ફણ જે ઈશ્વર ને ઈચ્છા પુરી કરતો હા, તો સદા રઅતો હા.18. બાળકો, ઓ છેન્નો સમય હા, જેહે તુમાહાય ઉનાય કા ખ્રિસ્ત વિરોધી આવતો હા, તેહે અમુ બી વદારે ખ્રિસ્ત વિરોધી હા, જીયારથી આપણે જાણતે હામ કા અંતિમ સમય હા. 19. તી આપળે માંથી નિકલી ગયે, ફણ તી આપળેમાણે કાયની હોતને, કેહે કા તી આપળેમાણે હોતે, તીયા આપળે હારી રતે ફણ તીયણે હારનો કોઈ બી આપળે માણો કાયની હા, એહે પ્રગટ હોવા એટલે તે નિકલી ગયા.20. જી પવિત્ર હા, તિયાથી તુમે અભિષિક્ત હોવે હા, બદજ તુમે જાણતે હા. 21. તુમે સત્યણે જાણતે કાયની, એ કારણ થી કાયની, ફણ તૂમે તિયાણે જાણતે હા, ને સત્યમાંથી કાઈ જૂઠ આવત કાયની, તીયા કારણ થી માય તુમાહાય નખતો હામ.22. જો ઈસુણે નકાર કરીને કઅતો હા, કા તો ખ્રિસ્ત કાયની, તીયા કરતા જૂઠો બીજો કિડો હા, જો પિતા તથા પુત્રણે નકાર કરતે હા, તીજ ખ્રિસ્તણે વિરોધી હા. 23. બદેજ જી પુત્રણે નકાર કરતે હા, તીયાણે પાહી પિતા ફણ કાયની, પુત્રણે જી કબૂલ કરતે હા, તિયાણે પિતા ફણ હા.24. જી તુમાહાય પેલ્લાથી ઉનાય હા, તી તુમારેમા રય, પેલ્લાથી જી તુમાહાય ઉનાય , તી જો તુમારેમા રય, તો તુમે ફણ પુત્ર ને પિતામા રહા. 25. જી આશાવચન તીયાયે આપણહાય આપ્ચ તી ઇજ, તી અંનત જીવન હા 26. જી તુમાહાય ફમાવતે હા, તીયણે સંબંદીમાં તુમાંહાય એ નખતો હામ.27. જી અભિષેક તુમે તિયાણેમાંથી પામને તી તુમાહારે માં રય, કોઈ તુમાહાય ઈખવે હેવી કાંઈ જરૂર કાયની, ફણ જેહ તીયાણે અભિષેક તુમહાય સવૅ સંબંદી ઈખીવતે હા, ને તી હાચ હા, જૂઠ કાયની ને જેહ તીયણાહાય તુમાહાય ઈખીવ્ય તેહે તુમે તીયામાં રયા. 28. હવે, બાળકો તીયામાં રયા, ઇયા માટે જીયા તો પ્રગટ હોવે, તીયા આપળેમા હિંમત આવે, તીયાણે ટાઈમે તીયાણે સમક્ષ આપળે શર્માજે ની. 29. જો તુમે જાણતે હા, કા તો ન્યાયી હા, તો હી ફણ જાણતે કા જી કોઈ ન્યાયીપણું કરતે હા, તો તીયામાંથી જન્મીયો હા.
1. હેદા, પિતાયે આપળે પાર અતરો પ્રેમ રાખસો હા, કા આપળે ઈશ્વર ને બાળકો કવાતે હામ, ને હાચીરીતે આપળે તીયાણે બાળકો હામ, તીયાથી માનવજગત આપણાહાય ઓલખીતે નાથ, કેહે કા તીયણાહી તુમાહાય ઓલખીયે કાયની. 2. પ્રિયો , અમુ આપળે ઈશ્વર બાળક હામ, ને આપણે કેવે રહુ, તી આજી હુદી પ્રગટ હોવે કાયની, આપણે તે જાણતે હામ, કા જીયારે ખ્રિસ્ત પ્રગટ હોવે, તીયા તીયાણે જેવે આપણે રહુ, કેહે કા જેવો તો હા, તેવેજ આપણે તીયા મા હેદહુ. 3. જો દરેકણે એવી આશા હા, તો જેહે તેઓ શુદ્ધ હા, તેહે પોતાણે શુદ્ધ કરતો હા.4. દરેક જી પાપ કરતે હા, તી નિયમભંગ ફણ કરતે હા, કેહે કા પાપ તીજ નિયમભંગ હા. 5. તુમે જણતે હા કા પાપણે નાશ કરાવણે તો પ્રગટ હોવો ને તીયામાં પાપ કાયની. 6. જો કોઈ તીયામાં રઅત હા, પાપમાં ચાનતે રઅત કાયની, જી પાપ કયૉ જ કરત હા, તીયાયે તીયાણે હેદજો કાયની, ને તીયાણે ઓલખીતે ફણ કાયની.87. બાળકો કોઈ તુમાહાય ભમાવે ની, જેહે તો ન્યાયી હા, તેહેજ જી ન્યાયપણું કરતે હા, તી ફણ ન્યાયી હા. v 8 . જી પાપ કરતે હા, તી શેતાન ને હા, કેહે કા શેતાન આરંભ થી પાપ કરતો આવો હા, શેતાન ને કામણે નાશ કરાવણે ઈશ્વર ને પુત્ર આપણે માટે પ્રગટ હોવો હા. રઅતે હા, જો આત્મા તીયાયે આપણાહાય આપ્ચો હા, તીયાથી આપણે જાણતે હામ કા તો આપળે માં રઅતો હા.
1. વાહલાઓ, દરેક આત્મા પાર વિશ્વાસ ની રાખવાણો, ફણ આત્મા ઈશ્વર થી હા, કા કાયની ઇયા વિષે તીયણાહાય પારખી હેદવાણ ; કેહે કા દુનિયા માં જૂઠા પ્રબોધક ધણાં ઉબે રતે હા. 2. ઈસુ ખ્રિસ્ત દેહમાં આવો હા, એવ જી દરેક આત્મા કબૂલ કરે તીયા તો ઈશ્વરને હા, તીયાથી તુમે ઈશ્વર ને આત્મા ઓલખી અખાત. 3. જો આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવો તેવ કબૂલ કરતો કાયની, તો ઈશ્વર ને કાયની; ને ખ્રિસ્ત _વિરોધી ણે આત્મા જીયા વિષે તુમાહાય ઉનાયકા તો આવતો હા, તી ઇજ હાસે ને તી અમુ ફણ દુનિયા માં હા.4. તુમે બાળકો, ઈશ્વર ને હા ને તુમે તેવાં આત્મા ણે પાર વિજય પામતે હા, કેહે કા જી જગતમાં હા, તીયા કરતા જી તુમારેમાં હા, તી મહાન હા. 5. જેવો જગતણે હા, તીયા માટે તો જગત વિષે બોનતો હા, ને જગત તીયાણે ઉનાતે હા. 6. આપણે ઈશ્વરને હામ; જી ઈશ્વર ને ઓલખીતે હા તી આપણે ઉનાતે હા, જી ઈશ્વર ને કાયની તી આપણે ઉનાતે કાયની; તીયાથી આપણે હાચીણો આત્મા ને ભમાવનાર આત્મા વચ્ચે ણા તફાવતણે પારખી શકતે હામ.7. ભાઈઓ _ને બહેનો આપણે એકબીજા પાર પ્રેમ રાખવા ણ, કેહકા પ્રેમ ઈશ્વર થી હા, ને દરેક જી પ્રેમ કરતે હા, તી ઈશ્વર થી જન્મીયે હા, ને ઈશ્વર ણે ઓલખીતે હા. 8. જી પ્રેમ કરતે કાયની, તી ઈશ્વર ને ઓલખીતે કાયની, કેહે કા ઈશ્વર પ્રેમ હા.9. ઈશ્વર પોતાણે એકણોએક ડિખરોહો દુનિયા માં ઈયા માટે મોકીનીનો, કા તીયાથી આપણે જીવજે, ઇયા દ્વારા આપણે પાર ઈશ્વર ને પ્રેમ પ્રગટ હોવે. 10. આપણે ઈશ્વર પાર પ્રેમ રાખશો , તીયામાં પ્રેમ કાયની, ફણ તીયાયે આપળે પાર પ્રેમ રાખશો ને પોતણે ડીખરોહો આપળે પાપણે પ્રાયશ્વિત બનાવણે મોકની આપ્ચો તીયામાં પ્રેમ હા.11. વાહલાઓ, જો ઈશ્વરે આપળે પાર એવો પ્રેમ કદો, તો આપળે ફણ એકબીજા પાર પ્રેમ રાખવા જોજે. 12. કોઈયે ઈશ્વર ને કોઈ દિહ હેદજો કાયની; જો આપળે એકબીજા પાર પ્રેમ કરજે ઈશ્વર આપળેમા રતો હા, ને તીયાણે પ્રેમ આપળેમા સંપૂર્ણ હોયનો હા. 13. તીયાયે પોતાણે પવિત્ર આત્માણે દાન આપણાહાય આપ્ચ હા, તીયા પારથી આપણે જાણતે હામ કા આપણે તીયામાં રઅતે હામ, ને તો આપળે માં રતો હા. 14. આમહાય હેદજ હા, ને સાક્ષી આપતે હામ, કા પિતાયે ડિખરાહાણે જગતણે ઉદ્ધાર કતૉ હોવા મોકીન નો હા15. જી કોઈ કબૂલ કરત હા, કા ઈસુ ઈશ્વર ને ડિખરો હા , તીયામાં ઈશ્વર રતો હા, ને તે ઈશ્વર માં રતો હા. 16. ઈશ્વર ને જો પ્રેમ આપળે પાર હા, તી આપણે જાણતે હામ, ને તીયા પાર વિશ્વાસ કદો હા, ઈશ્વર પ્રેમ હા, ને ઈશ્વર તીયામાં રતો હા.17. એટલે આપળે માં પ્રેમ સંપૂર્ણ હોવો હા, કા ન્યાયકાળે આપણાહાય હિંમત પ્રાપ્ત હોવે, કેહે કા જેવો તો હા, તેવે આપણે ફણ ઈયા જગત ણે હામ. 18. પ્રેમ માં બીક કાયની, ફણ પૂર્ણ પ્રેમ બીકણે દૂર કરત હા, કેહકા બીક માં શિક્ષા હા, ને જી ભયભીત હા, તી પ્રેમમાં સંપૂર્ણ હોયનો કાયની.19. આપળે પ્રેમ રાખતે હામ, કેહે કા પેલા ઈશ્વરે આપળે પાર પ્રેમ રાખશો. 20. જી કોઈ કય કા, માય ઈશ્વર પાર પ્રેમ રાખતો હામ, ફણ પોતાણે ભાઈ પાર દ્વેષ કરતો હા, તો તી જૂઠો હા, કેહે કા પોતાણે ભાઈણે તિયાયે હેદજો હા, છતાંય તીયા પાર જો પ્રેમ કરતો કાયની, તો ઈશ્વર ને તીયે કોઈ દીહી હેદજો કાયની, તીયા પાર તો પ્રેમ રાખી શકતો કાયની. 21. જી ઈશ્વર પાર પ્રેમ રાખતે હા, તીયાયે તીયાણે ભાઈ પાર ફણ પ્રેમ રાખવા જોજે, એવી આજ્ઞા તીયાણે તરફથી આપણાહાય મીલી હા.
1. ઈસુ હોજ ખ્રિસ્ત હા, એવ જી વિશ્વાસ કરતે હા, તી ઈશ્વર થી જન્મીયે હા, ને પિતા પાર જી પ્રેમ રાખતે હા, તી તીયાથી જન્મીયા પાર ફણ પ્રેમ રાખતે હા. 2જીયા આપળે ઈશ્વર પાર પ્રેમ રાખતે હામ, ને તિયાણે આજ્ઞા પાલતે હામ, તીયા ઇયાથી આપળે જાણતે હામ, કા આપળે ઈશ્વર ને બાળકો પાર ફણ પ્રેમ રાખતે હામ. 3. કેહે કા ઈશ્વર પારનો પ્રેમ ઓજ હા, કા આપળે તીયાણે આજ્ઞાણે પાલજે, કેહે કા તીયાણે આજ્ઞાણે પાલવી એ ફારી કાયની.4. કેહે કા જી ઈશ્વરથી જન્મીયે હા, તી જગતણે જીત્ચ હા, ને જી વિજય જગતણે જીત્ચ હા,તો આપળે વિશ્વાસ હા. 5. જી વિશ્વાસ કરતે હા, કા ઈસુ ઈશ્વર ને ડિખરો હા , તીયા વગર અન્ય કિડ જગતણે જીતી શકત હા.?6. પાણી થી ને રક્તથી જી આવે તી ઇ હા; ને ઈસુ ખ્રિસ્ત, તો કેવલ પાણીથી કાયની, ફણ પાણી ને રક્તથી આવો હા. 7. જી સાક્ષી પુરતે હા, તી તે પવિત્ર આત્મા હા, કેહે કા આત્મા માં સત્ય હા. 8. સ્વર્ગ માં તીન સાક્ષી આપતે હા, પવિત્ર આત્મા, પાણી ને રક્ત ઇ તીન એક હારી સમંત હા.9. જો આપળે માણાહાય સાક્ષી માનતે હામ, તો ઇયા કરતા ઈશ્વર ને સાક્ષી મહાન હા, કેહે કા ઈશ્વરે પોતાણે ડિખરા સંબંધી જી સાક્ષી આપત હા તી ઇજ હા. 10. જી ઈશ્વરને ડિખરા પાર વિશ્વાસ રાખતે હા, તીયાણે પોતાણે માં તે સાક્ષી હા; જી ઈશ્વર પાર વિશ્વાસ રાખતો કાયની તીયણાહાય તુમાહાય જૂઠે પાયળે હા, કેહ કા ઈશ્વરે પોતાણે ડિખરા વિષે જે સાક્ષી આપી હા, તે સાક્ષી પાર તીયણાહાય વિશ્વાસ રાખશો કાયની.11. એ સાક્ષી એવી હા, કા ઈશ્વરે આપણાહાય અનંત જીવન આપ્ચ હા, ને એ જીવન તીયાણે ડિખરા ઈસુ માં હા. 12. જીયાણે પાર ઈશ્વર ને ડિખરા હા, તીયાણે જીવન હા, જીયાણે પાર ઈશ્વર ને ડિખરા કાયની, તીયાણે જીવન કાયની.13. તુમાહાય અનંત જીવન હા, ઇ તુમે જાણા, માટે તુમારે ઉપાર, એટલે ઈશ્વર ને ડિખરાણે નામ પાર વિશ્વાસ રાખનારાહા ઉપાર, માયે એ વાત નખી હા. 14. તીયા વિષે આપણાહાય જે હિંમત હા, તે એ હા કા જો આપળે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાંઈ પણ માંગજે , તો આપળે ઉનાતો હા. 15. જો આપળે જાણજે કા, આપળે જી કાંઈ માંગજે તી સંબંધી ઈશ્વર આપળે ઉનાતો હા, તો જી આપળે તીયાણે પાહાય માંગજ હા, તી આપણાહાય મીલય હા, હી ફણ આપળે જાણતે હામ.16. જો કોઈ પોતાણે ભાહાવણે મરણકારક કાયની, એવો પાપ કરતો હેદે, તો તીયાણે તીયા માટે પ્રાર્થના કરવી, એટલે ઈશ્વર તીયાણે જીવન આપી, મરણકારક થી કાયની એવ પાપ વિષે માય કતો હામ; તીયા વિષે માય કતો કાયની, કા મધ્યસ્થા કરવી. 17. સવૅ અન્યાય પાપ હા, ફણ મરણકારક કાયની એવ ફણ પાપ હા.18. આપણે જાણતે હામ કા દરેક જી ઈશ્વર થી જન્મીયે હા, તી પાપમાં ચાનુ રતે કાયની, ફણ જી ઈશ્વર થી જન્મીયે હા, તો તીયાણે હાચીવતો હા, એટલે દુષ્ટણે નુકસાન કરી અખતોકાયની. 19. આંખ માનવજગત તી દુષ્ટ ણે સત્તામાં રતે હા, ફણ આપળે જાણતે હામ કા આપળે ઈશ્વર ને હામ.20. વળી આપણે જાણતે હામ કા ઈશ્વર ને ડિખરો આવો હા, ને જી સત્ય હા, તીયાણે ઓલખીવાણે હારુ તીયાયે આપણાહાય સમજણ આપી હા, ને જી સત્ય હા, એટલે તીયાણે ડિખરો ઈસુ ખ્રિસ્ત, તીયામાં આપળે હામ; ઇ જ ઈશ્વર હાચો સત્ય ને અનંત જીવન હા. 21. વાહલા બાળકો, મૂર્તિઓથી સાવધાન રયા.
1પસંદ કદની બાયણે ફુડી તિયાણે બાળકોણે નખનાર વળીલ. 2જી સત્ય આપણે મા રત હા. તી કાયમ ટકવાણ હા તિયાણા નેદે હાય સત્યમાં તુમારે પાર પ્રેમ રાખતો હામ. ને એખનો હાય જ કાયની . ફણ જી બદે સત્યણે જાણતે હા તે ફણ રાખતે હા. 3ઈશ્વર બાપથી ને તિયાણે પુત્ર ઇસુ ખિસ્તથી કૃપા, દયા ને શાંતિ આપળે હારી સત્યને પ્રેમમાં ૨ય.4જેહે આપળે બાપથી આજ્ઞા પામ્યે, તેહે સત્યમાં ચાનતે તોરે કતરાક બાળકોહે મયે દેખ્શે હા, એટલે હાય ખણો ખુશ હોતો હામ. 5હવે, બાઈ, હાય નવી આજ્ઞા નખ્તો હામ એહે કાયની, ફ્ણ શરૂઆતથી જે આજ્ઞા આપળાહાય મિલ્લી હા તે નખતા તુને અરજ કરતો હામ કા આપળે માય માય પ્રેમ રાખતે. 6આપળે તીયાણે આજ્ઞા પ્રમાણે ચાનજે તો જ પ્રેમ હા.ને જેહે તુમાહાય શરૂઆતથી ઉનાય હા તેહે આજ્ઞા તેજ હા કા તુમે પ્રેમમાં7કેહેકા દુનિયામાંખણા છેતી૨નારા ઉબા હોવા હા; જે ઈસુ ખ્રિસ્તણે મનુષ્યદેહમાં આવવાણ કબૂલ કરતા કાયની . તુમે પ્રમમાં ચાના તે જ છેતીરનારા ને ખ્રિસ્ત વિરોદી હા. 8તુમે પોતાણે વિષે હાચવીન રયા, કા જીયાથી આમાહાય જી કામ કદ હા તીયાણે તુમે નાશ ની કરા. ફણ તીયાણે ધણ પ્રતિફળ પામા.9જો કોઈ હદ બાર જાતો હા ને ખ્રિસ્તણે શિક્ષણમાં રતો કાયની .તીયાણે પાહી ઈશ્વર કાયની; શિક્ષણમાં જી રત હા, તીયાણે જ બાપ ને પુત્ર ફણ હા. 10જો કોઈ તુમારે પાહી આવે ને તી જ શિક્ષણ ની નાવે 'તીયાણે ખરમાં ઉરાવા ની દીયા ને તિયાણે ક્ષેમકુશળ ક્તે નખા. 11કેહેકા જી તીયાણે ક્ષેમકુશળ કતો હા તો તીયાણે ખરાબ કામાહાય ફાગીદાર હોતો હા.12મારે તુમાહાય નખવાણ તે ખણ હા, તે ફણ કાગલે ને શાયથી નખવાણ એવી મારે ઇચ્છા કાયની . ફણ તુમારે આનંદ પૂરેપૂરો હોય તીયા તુમારે મૂલાકાત નેઇને રુબરુ વાત કરવાણી હાય આશા રાખતો હામ. 13તોરે પસંદ કદની બાઈણે નીચકાહાય તુને ક્ષેમકુશળ કતે હા.
1જીયા પાર હાય સત્યમાં પ્રેમ રાખતો હામ, તિયાં વહાલા ગાયસણે નખનાર વડીલ . 2મારે પ્રિય દોસ્તાર, હાય પ્રાર્થના કરતો હામ કા તોરે જીવ હારો હા તેહે તું બધી વાતમાં હોશયાર ને હારો રય. 3કેહેકા ફાહાવે આવા તિયાં તીણાહાય તું સત્યમાં ચાનતો હા તિયાં પ્રમાણે તોરે સત્ય વિષે સાક્ષી આપી, એટલે માને ખણો આનંદ હોવો. 4મારે બાળકો સત્યમાં ચાનતો હા તેવ હાય ઉનાતો હામ, તિયા કરતા માને બીજો મોટો આનંદ કાયની.5મારે વ્હાલાઓ, જીયા ફાહાવેહે હારું, હા, અજાણ્યા ફાહાવેહે હારું તું જી કાંઈ કામ કરતો હા;તી તો વિશ્વાસથી કરતો હા. 6તીણહાય તોરે પ્રેમ વિષે મંડળી વિશ્વાસી સમુદાય આગાલ સાક્ષી આપી હા.ઈશ્વર પ્રસન્ન હોવે તેવી રીતે તું તીયણે આગાલ પહોંચાળતે તો તું હાર કરહે. 7કેહેકા તે ઈશુણે નામણે નેદે બાયરે નીકીલ્લા હા ને તે વિદેશીઓ પાર થી કાંઈ નેતા કાયની. 8આપળે તેવા માણહાય સ્વીકાર કરવો જોજે કા જીયાથી આપળે સત્યણે પ્રચાર કરવામાં તીયણે સહકારી હોવજે.9મયે વિશ્વાસી સમુદાયણે કાંઈક નખ્શ. ફણ દીઓત્રેફ્રેશ, જે તીણેમાં મુખ્ય હોવણે ઈચ્છા રાખતો હા, તો આમારે સ્વીકાર કરતો કાયની. 10તિયાં હારું જો હાય આવીહી તો તે જે કામ કરતો હા તિયાં કામહાય હાય યાદ કરાવીહી. તો આમારે વિરૂત ખરાબ બોનીને બકવાસ કરતો હા. તતરાથી મન રાજી ની હોવતા પોતે ફાહાવેહેય હાદતો કાયની. તેહે જે અંગીકાર કરવાણે માંગતે હા તીણહાય તો અટકાવતો હા ને મંડળીમાંથી તીણહાય કાળી મુકતો હા.11મારે વહાલા, ખરાબણે કાયની, ફણ હારાણે પાછાલ ચાના. જો હાર કરતો હા જો ખરાબ કરતો હા તીયે ઈશ્વરને દેખશો કાયની. 12દેમેત્રિયસ વિશે બદે હાર બોનતો હા. ને તી જી કતે હા તિયાં હારી સત્ય ફેગ હોવત હા ને આમે ભી તિયાં વિષે હાર કતા હામ ને તું જાણતો હા કા આમારે સાક્ષી હાચી હા.13મારે તોરે પાર ખણ નખવાણ હોતન પણ સાહી ને કલમથી હાય તોરે પાર નખણે માગતો કાયની. 14ફણ હાય તુને વેલો મિલવાણી આશા રાખતો હામ તિયાં આપણે હાબા -હાબી વાત કરહુ. 15તુને શાંતિ મિલે મિત્રો તુને હાર હા એહે કતા હા બધાહાય નામ નેઈને મિત્રોહે હાર હા એહે ક્જે.
1દેવ બાપણે વ્હાલા ; ઈસુ ખ્રિસ્તણે હારુ હાચવી રાખાયન ને તેળાવીનાહાય સંતોણે પત્ર નખનાર, ઈસુ ખ્રિસ્તણે દાસ, યાકુબણે ફાહા યહૂદા. 2તુમાહાય દયા, શાંતિ ને પુષ્કળ પ્રેમ પ્રાપ્ત હોવી.3વ્હાલા ફાહાવાય, આપળે સામાન્ય ઉદ્ધાર વિશે તુમારે પાર નખણે હારુ હાય ખણો આતુર હોતનો, હેવામાં જે વિશ્વાસ સંતોહોય એકુજ વાર આપવામાં આવનો હોતન, તીયાણે ખાતર તુમારે ખંતથી યત્ન કરવાણ હેવો બોધ પત્ર દ્વારા તુમાહાય કરવાણી માને અગત્ય જાણાય. 4કેહ કા જીયાણે શિક્ષાણે હારુ આગાલથી નિર્માણ કરવામાં આવા હા, તેવા કતરાક માણાહાય ગુપ્ત રીતે આપળેમાં આવા હા ; તી અધર્મી હા ને આપળે ઈશ્વરને કૃપાણે, ઉપયોગ ખોટી રીતે કરતે હા ને ઈસુ ખ્રિસ્ત જો આપળે એખનો પ્રભુ ને ઈશ્વર હા તિયાણે ઇનકાર કરતે હા.5હવે તુમે બદ જાણી નેદ હા ખર, તોયેબી હાય તુમાંહાય યાદ કરાવણે માગતો હામ કા પ્રભુએ મિસર દેશમાંથી લોકાહાય છોડાવ્યા ફૂટી અવિશ્વાસીહીય નાશ કયરો. 6ને જીયા નર્કદૂતાહાય પોતાણે જાગા હાચવી રાખીયે કાયની ફણ છોડી દેદ તીણાહાય મોટા દિહાણા ન્યાયચુકાદા હુદી તીયણાહાય અંધકાર માણે સનાતન બંધનમાં રાખ્યા હા.7તેહેજ સદોમ ને ગમોરા ને તીયણે મેરે મેરેણે હેરામાં, હેવી જ રીતે વ્યભિચારમાં ને અનુચિત દૂરાચારમાં ગરક હોઈને, અનંત અગ્નિણે દંડ સહન કરીને ચેતીવણે હારુ નમૂના રૂપે જાહેર હોવ ના હા. 8તોયે ફણ હેવી જ રીતે ફણ તી સ્વચ્છંદીઓ પોતાણે શરીરને ભ્રષ્ટ કરતે હા, અધિકાર ને તુચ્છ ગણતે હા ને આકાશણે જીવાહાય ટીકા કરતે હા.9ફણ મિખાયેલ પ્રમુખ દુતે જીયા શેતાનને હારી મુસાણે મુડદા વિશે તકરારકરીને વિવાદ કદો, તીયા તીયણાહાય નિંદા કરીને આરોપ મુકવાણી હિંમત કદી કાઈની, ફણ હતરજ કય કા, પ્રભુ તિયાણે ધમકાવ. 10તોયે ફણ તીણાહાય વિશે કાય જાણતા કાયની તીયા બાબતમાં તી બદે નિંદા કરતે હાને નિબુદ્ધ પશુઓણે કાણી તીયાણે તે સ્વાભાવિક હમજીતે હા તીયામાં પોતાણે ભ્રષ્ટ કરતે હા. 11તીણાહાય અફસોસ કેહકા તે કાઈનને વાટે ગયા, તેહે જ દ્રવ્ય લાલસાને હારુ બલામણે માર્ગમાં ધસી ગયા ને કોરાહના બંડમાં નાશ પામ્યા.12તે તુમારે હારી ખાતે હા, તીયા તુમારે પ્રેમ ભોજનમાં કલંકરૂપ હા, તી નીડરતાથી પોતાણે પોષણ કરતે હા, તી વાયરાથી હડસેલાંતા નિર્જળ વાડલે હા, તી પાનાહા વગારને, ફળ વગારને , બે વખત મરીને તી ઉખડી નાખવામાં આવને ઝાડવે હા. 13તી પોતાણે બદનામીણે ફીણ કાડનારે, દરિયાણે તુફાનણે મોજા હા, તે ભટકનારે તારા હા, કા, જીયાણે માટે ઘોર અંધકાર કાયમ માટે રાખીનો હા.14વલીતીયેણે વિશે ફણ આદમથી હાતમી પેઢીણે પુરુષ હનોખે ભવિષ્ય વચન કય હા કા, હેદા, 15બદાહાય ન્યાય કરને, બધે અધર્મીઓએ જે બધા અધર્મી કામે અધર્મીપણામાં કદે ને અધર્મી પાપીયાહાય તીયાણે વિરુદ્ધ જી કઠણ વચનો ક્યાં, તીયા વિશે ફણ તિયણે બધાહાય અપરાધી ઠરાવાણે પ્રભુ પોતાણે હજારો હજાર સંતો સહીત આવા. 16તે બધા બકબક કરનારા, અસંતોશી ને પોતાણે દુર્વાસના પ્રમાણે ચાનનારા હા, તે મુઆંથી ગર્વિષ્ઠ વચનો બોનતા હા, તે સ્વાર્થણે હારુ ખુશામત કરનારા હા.17ફણ વ્હાલા, ફાદવાહાય આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રેરિતોએ જી વચનો આગાલથી કયને કા, તીયાણે તુમે યાદ કરા 18તીણાહાય તુમાહાય કય હા કા છેલ્લા સમયમાં નિંદાખોરો ઉભા હોય, તે પોતાણે અધર્મી વાસનાકાઆણી યાની. 19તી પક્ષ ઉબા કરનારા ને વિષયી હા, તીયણેમાં પવિત્ર આત્મા નાથ.20ફણ વ્હાલા ફાવાહાય તુમારે પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાણે મજબૂત કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને 21ને અનંતજીવનને અર્થે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દયાણે વાટ હેદીને, ઈશ્વરને પ્રેમમાં પોતાણે કાબુમાં રાખા.22ને કતરેક જી સંદેહમાં હા તીયણે પાર દયા કરા. 23ને કતરેક અગ્નિમાંથી બાર ખેંચી નાવીને બચાવા. ને કતરાક પાર ભય સહીત દયા રાખા ને દેહથી ડાઘ નાગી ના વસ્ત્રણો તિરસ્કાર કરા.24હવે જી તુમાહાય ઠોકર ખાવાથી બચાવી રાખી ને પોતાણે ગૌરવ સમક્ષ તુમાહાય નિર્દોષ ને પરમાનંદમાં રજુ કરણે સમર્થ હા, તીયાણે 25એટલે આપળે ઉદ્ધારકર્તા એખના ઈશ્વરને, મહિમા, પરાક્રમ ને અધિકાર અનાદિકાળથી, અમેજ ને કાયમણે હોવજા. આમીન.
1૧ એટલે જે બનાવ ટૂંકા ગાલામાં બનવાણા હા, તીયા પોતાણે દાસણે કય દેખાડને હારુ ઈશ્વરે તીયાણે પુત્ર ઈસુણે તી આપ્ય .ને તીયાએ પોતાણે દાસ યોહાનને દેખાડય. 2૨ યોહાને ઈશ્વરને વચન ને ઈસુ ખ્રિસ્તણે સાક્ષી વિષે પોતે જતર હેદજ તીયાણે ખબાર આપી. 33ભવિષ્યમાં બનવાણી બીના વિષે જી વાંચત હા, તે ભવિષ્યવાણીને વચન જી ઉનાત હા ને તિયામાં જી નખીન હા તી પાલતે હા, તી આશીર્વાદિત હા, કેહ કા વખાત નજીક હા.4.૪ જી સાત મંડળીને ખણે બદે આસિયામાં હા તીયણાહાય યોહાન નખતો હા. જો હા ને જો હોતના ને જો આવવાણા હા તીયણાહાથી, ને તીયણાહાય સિંહાસન આગાલ જે સાત આત્મા હા તીયણાહાય ફણીથી 5૫ .એટલે ઈસુ ખ્રિસ્ત જી વિશ્વાસુ સાક્ષી, એટલે જી મરી ગયે હા તીયણેમાંથી પેલો ઉઠીનો ને દુનિયાણે રાજાણે અધિકારી હા તીયાથી, તુમારે પાર કૃપા ને શાંતિ હો. જીયે આપળે પાહાય પ્રેમ કદો, ને પોતાણે રક્તથી આપડાહાય આપળે પાપથી બચાવ્યે. 6૬ .ને ઈશ્વર પિતાણે માટે આપડાહાય રાજ્ય ને યાજક બનાવ્યે. તીયાણે મહિમા ને અધિકાર સદાસર્વકાળ હુદી હો; આમીન.7૭ .હેદજા, તો વાડલાહમાં આવતો હા, ને બદી આંખ, ને જિયાયે તીયાણે વીંધ્યો તો ફણ તીણાહાય હેદી, ને પૃથ્વી પાહાયનાં બધાં કુળ તીયાણે નેદે વિલાપ કરી ; આમીન. 8૮ .પ્રભુ ઈશ્વર જો હા, જો હોતનો ને જો આવવાણો હા, જો સર્વસમર્થ હા, તો એહ કતો હા કા, 'હાય આલ્ફા ને ઓમેગા હામ. '9૯ .હાય યોહાન તુમારે ફાહા, ને સંકટ માં ને ઈસુણે રાજયણે ને ધીરજમાં તુમારે ભાગીદાર, ઈશ્વરને વચનને નેદે ને ઈસુણે સાક્ષીણે નેદે, પાત્મસ ટાપુ પાહાય હોતનો. 10૧૦ .પ્રભુણે દિહમાં હાય આત્મામાં હોતનો. તીયા મયે મારે પાછલ રણશિંગડાણે અવાજ જેવી મોટી વાણી એહ કતા ઉનાય કા, 11૧૧ .'તું જી હેદતો હા તી ચોપડામાં નખ, ને એફેસસમાં, સ્મર્નામાં, પેગર્માંનાં, થુઆતૈરામાં, સાર્દીસમાં, ફિલાદેલ્ફિયામાં, ને લાઓદીકીયામાં જે સાત મંડળી હા તીયાણે મોકુન. '12૧૨ જે વાણીએ મારે હારી વાત કરી, તીયાણે હેદણે હાય ફિયરો; તીયા મયે સોનાની સાત દીવીણે હેદી. 13૧૩ .તે દીવીઓણે વચમાં મનુષ્યપુત્ર જેવો એકણે મેંયે હેદજો. તીયાણે પાગણે નીચે હુંદી જાય એવો ઝબ્બો પેરીનો હોતનો ને તીયાણે છાતી પાર સોનાનો પટો બાદીનો હોતનો.14૧૪ .તીયાણે માથાણે ને નિબાલે સફેદ ઉનણે બરફણે જેવે ઉજલે હોતને. ને તીયાણે ડોલા અગ્નિણે જ્વાળા જેવ હોતન. 15૧૫ .તીયાણે પાગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ હોયને ચલકીતા પિત્તળને કાણી હોતનાં. ને તીયાણે અવાજ ઘણા પાણીનાં મોજાણે જેવો ગરજતો હોતનો. 16૧૬ તીયાણે જમણા હાથમાં સાત તારા હોતનાં; ને તીયાણે મુઆમાંથી બેધારી તીક્ષણ તલવાર નીકીલતીની.તીયાણે મોં એકદમ તેજથી પ્રકાશતો સૂર્ય જેવો હોતનો.17૧૭ .જ્યાં મયે તીયણાહાય હેદજા તીયા મરીનાંહાય કાણી હોય ને હાય તીયાણે પાગા પાહાય પડી ગો.. તીયા તીયાયે પોતાણે જમણો હાથ મારે પાર મૂકીને કય કા, 'બીતો નખે, પેલો ને છેલ્લો હાય જ હામ ; 18૧૮ .ને જા જીવતો હા તે હાય જ હામ, હાય મરીનો હોતનો ને હેદા, હવે હાય કાયમ જીવતો હામ, મરણ ને પાતાળની ચાવી મારી પાર હા.19૧૯ .તુંયે જી હેદજ હા ને જી હોવ હા, ને હવે પુહી જી જી હોવી તી બદ નખ. 20૨૦ .મારે જમણે હાથ જે સાત તારા ને સોનાણી સાત દીવી તે દેખી, હિયાણે ખુલાસો તું નખ.સાત તારા તે સાત મંડળીને સ્વર્ગદૂત હા, ને સાત દીવી હે સાત મંડળી હા.
1૧ . એફેસસમાંણા મંડળીનાં સ્વર્ગદુતનણે નખ કા, જે પોતાણે જમણા હાથમાં સાત તારા રાખતો હા. ને જે સોનાણી સાત દીવીણે વચ્ચે ચાનતો હા તે હે વાત કતો હા, 2૨ .તોરે કામ, તોરે મહેનાંત ને તોરે શાંતિ હાય જાણતો હામ, પાછો હી બી જાણતો હામ કા, તું ખરાબને સહન કરી હકતો કાયની. ને જે પોતાણે પ્રેરિત કવડાવતાં હા તે બી હેવા કાયની હા. તીયણાહાય મયે પારખી નેદા હા, ને તે જુઠા હા એહ માને ખબાર પડી હા.3૩ .પાછો હાય શાંતિ રાખતો હામ. ને મારે નામણે ખાતાર તુંયે સહન કદ હા, ને તું થાકી ગો કાયની. 4૪ .તો બી તોરે વિરુદ્ધ મારે હતર જ હા કા, તુંયે પેલા પ્રેમણે છોડી દેદો હા. 5૫ .એટલે તું જીયાંથી પડી ગો હા તી યાદ કરીને પસ્તાવો કર ને પેલા જેવ કામ ની કરે તે હાય તોરે પાહાય આવીહ. ને જો તું પસ્તાવો ની કરે તો તોરે દીવીણે તીયા જાગ્યા પાહાયથી હાય હટાવી નેહેય.6૬ .ફણ તોરે તરફેણમાં હે તોરે માટે હારી વાત હા કા તું નિકોલીયાતીઓના કામ, જીહણાહાય હાય ધિક્કારતો હામ, તીણાહાય તું બી ધિકકાર કરતો હા. 7૭ .પવિત્ર આત્મા મંડળીને કતો હા કા તી જીયાણે કાન હા તી ઉનાયા. જે જીત પ્રાપ્ત કરી તીયાણે ઈશ્વરનાં પારાદૈસમાંણા જીવનને ઝાડવાં પારને ફળ હાય ખાણે આપીહ.8૮ .સ્મનામાંણા મંડળીને સ્વર્ગદુતણે નખ કા, જો પેલો ને છેલ્લો, જો મરી ગો ફણ સજીવન હોવો, તતો એ વાત કઅતો હા કા, 9૯ .હાય તોરે સંકટ ને તોરે ગરીબાય જાણતો હામ તો બી તું પૈસાવાલો હા, જો કતો હા કા, આમે યહૂદી હામ ફણ તે યહૂદી કાયની હા ફણ શેતાનને સભા હા , તીયણાહાય દુર્ભાષણ હાય જાણતો હામ.10૧૦ તુને જી જી સહન કરવા પડી, તીયાથી બીતો નખે ; હેદજે ! તુમારે પરિક્ષણ હોય તીયા માટે તુમારે માણા કતરાક ણે શેતાન જેલમાં નાખવાંણો હા, તુમાહાય દસ દિહ હુદી દુઃખ પડી. તું મરેહ તીયા હુદી વિશ્વાસુ રજે ને હાય તુને જીવનનો મુગટ આપીહી. 11૧૧ . પવિત્ર આત્મા મંડળીને એહે કતો હા, તો જીયાણે કાન હા તો ઉનાય ; જો જીત મેલવીને તીયાણે બીજા મરણને દુઃખ વેઠવા ની પડે.12૧૨ .પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને નખ કા, જિયા પાર બેધારી તીક્ણ તલવાર હા તે એ વાત કઅતો હા કા, 13૧૩ .તું કા રતો હા તી હાય જાણતો હામ ;એટલે કા જીયે શેતાનની ગાદી હા તીયે ; વલી તું મારાં નામણે વલગી રતો હા, જયાં મયે મારે વિશ્વાસુ સાક્ષી અંતિપાસને તુમારેમાં એટલે જ્યાં શેતાન રતો હા તીયે, મારી નાખવામાં આવો, તીયા દિહામાં ફણ તુંયે મારા પારનો વિશ્વાસણે ઇનકાર કદો કાયની.14.૧૪ તો બી મારે તોરે વિરુદ્ધ થોડીક વાત હા કા, કેહ કા બલામણે શિક્ષણને વલગી રનારા તીયે તોરે પાહાય હા. હિયાયે બાલાકણે ઇઝરાયેલ દીકરાહ આગાલ પાપ કરવાણ હિખીવ્ય ને તે મૂર્તિઓની પ્રસાદ ખાય ને વ્યભિચાર કરાત. 15૧૫ . તીયા પ્રમાણે જે હેવી રીતે નિકોલાયીતીઓને બોધને વલગી રતા હા ફણ તોરે તિયાં હા.16૧૬ . એટલે પસ્તાવો કરા ! ની તે હાય તોરે પાહાય વેલો આવીહ ને મારે મૂઆં માણી તલવારથી હાય તીણાહાય હારી વિડાહાય. 17૧૭ . આત્મા મંડળીને જો કતો હા તો જયાણે કાન હા તી ઉનાય, જો જીત મેલવિને તિયાંણે હાય ગુપ્તમાં રાખીનો માંન્નામાંથી આપીહ, વલી હાય તિયાંણે ઉજલો પથ્થાર આપીહ, તીયા પાહાય એક નામ નખીન હા, તો જો પામતો હા, તીયા સિવાય બીજો કોઈ તે નામ જાણતો કાયની.18૧૮ .થુઆતૈરામાંણા મંડળીના સ્વર્ગદુતને નખ કા, ઈશ્વરનો દિખરો, જીયાણે આંખો અગ્નિની જ્વાળા જેવી હા, ને જીણાહાય પાગ ચલકીતા પિત્તળના જેવા હા, તે એ વાત કતા હા, 19૧૯ .તોરે કામ, તોરે પ્રેમ, તોરે સેવા, તોરે વિશ્વાસ ને તોરે ધીરજ હાય જાણતો હામ, તોરે છેલ્લા કામ પેલા કરતા વધારે હા તી હાય જાણતો હામ.20૨૦ .તો બી મારે તોરે વિરુદ્ધ હતર જ કા ઇઝબેલ, જે પોતાણે પ્રબોધિકા કવડાવતી હા, તે સ્ત્રીણે તું સહન કરતો હા.તુંયે મારે સેવકોને વ્યભિચાર કરને ને મૂર્તિઓની પ્રસાદ ખાવડાવવાંણ હિખીવતો હા ને ભમાવતો હા. 21૨૧ .તો પસ્તાવો કરે તીયા માટે મયે તક આપી, ફણ તુંયે પોતાણે બદકૃત્યો નો પસ્તાવો કરવાણો ઈચ્છીયો કાયની.22૨૨ .હેદજા હાય તીયાણે દુઃખણે પથારીમાં નાખી દેહીય, ને તીયા હારી મિલીને જે બેવફાઈ કરી હા તીણાહાય જો પોતાણે કામણે પસ્તાવો ની કરાત તો તીણાહાય હાય મોટી વિપત્તીમાં નાખી દેહીય. 23૨૩ .મરકીથી હાય તીણાહાય દિખરાહાય નાશ કરીહ, જેથી બધાં વિશ્વાસી સમુદાય જાણી કા મન ને અંતઃકરણને પારખનાર હાય હામ, તીણા બધાંહાય હાય તીણાહાય કામ પ્રમાણે બદલો આપીહ.24૨૪ .ફણ તુમે થુઆતૈરામાંણા બાકીણે જતરે તીયાણે શિક્ષણ માનતે કાયની, જે શેતાનના 'ઊંડા મર્મો' જેહ તે કતા હા તેહ જાણતા કાયની, તે હાય એહે કતો હામ કા, તુમારે પાર હાય બીજો બોજો ની નાખ. 25૨૫ .તો બી તુમારે પાહાય જી હા, તીયાણે હાય તીયા હુદી વિલગી રહય.26૨૬ .જો જીવતો હા ને અંત હુદી મારે કામ કર્યા કરતો હા, તીયાણે હાય દેશો પાહાય અધિકાર આપીહી . 27૨૭ .તે લોખંડના રાજદંડથી તીયાણે પાહાય અધિકાર ચાનવી, કુંભારને વાસણને કાણી તીણાહાય ટુકડેટુકડા કરી નાખી. .
1૧ .સાર્દીસમાંણા મંડળીના સ્વર્ગદુતને નખ કા, જિયાયે ઈશ્વરના સાત આત્માને સાત તારા હા, તે એ વાત કતા હા કા તોરે કામ હાય જાણતો હામ "તું જીવંત તરીકે જાણીતો હા, ફણ ખરેખર તું મૃત હા" 2૨ .તું જાગૃત હો ને બાકીણે જી કામ તોરેમાં બચી ગયે હા ને મરવાની તૈયારીમાં હા, તીહણાય તું બળવાન કર, કેહે કા મયે તોરે કામ ઈશ્વરને આગાલ સંપૂર્ણ હોવના દેખ્યા કાયની.3૩ .એટલે તુને જી મિલ્ય, તુંયે જી ઉનાય, તિયાંણે તું યાદ કર ને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર. કેહે કા જો તું જાગૃત ની રહય તે હાય ચોરને કાણી આવીહ, ને કાણી ખેડે હાય તોરે પાહાય આવીહ તીયાણે તુને ખબર ની પડે. 4૪ .તો બી જિયાયે પોતાણે નુગડે અશુદ્ધ કાયની કદે, હેવે થોડેક જણે તોરે પાહી સાર્દીસમાં હા, તીણાહાય ઉજલે નુગડે પેરીને મારી હારી ફિરી, કેહે કા તી લાયક હા.5૫ .જો જીવતો હા તીયાણે હિયા જ પ્રમાણે ઉજલે નુગડે પેરાવી, જીવનના પુસ્તકમાંથી તીયાણે નામ ભૂહી ની કાડ.ફણ મારે પિતાણે આગાલ ને તીયાણે સ્વર્ગદુતહી આગાલ હાય તીયાણે સ્વીકારીહી . 6૬ .આત્મા મંડળીને એહ કતો હા કા, તો જીયાણે કાન હોય તી ઉનાય.7૭ .ફિલાદેલ્ફિયામાંણા મંડળીના સ્વર્ગદૂતણે નખ કા, જી સત્ય હા, જીયાણે પાર દાઉદને ચાવી હા, જો તી ઉઘાડતો હા તિયાંણે કોઈ બંધ કરી હકે ની, ને જો તે બંધ કરીને તીયાણે કોઈ ઉઘાડી ની હકે. તો એ વાત કતો હા. 8૮ .તોરે કામ હાય જાણતો હામ, હેદજા, તોરે આગાલ હાય બાર ખુલ્લ મુકતો હામ, તીયાણે કોઈ બંધ કરી હકે તેહ કાયની હા, તોરેમાં થોડીક શક્તિ હા, તો બી તુંયે મારે વાત માની કાયની ને મારે નામણે ઇનકાર કદો કાયની.9૯ હેદજા, જે શેતાનણે સભામાણા હા, તે કતા હા કા આમે યહૂદી હામ, તો બી હાય કાયની હામ, તે જુઠા બોનતા હા. હાય તીણાહાય પાહાય એહે કરાવીહ કા તે આવીને તોરે પાગ આગાલ નમીને મયે તોરે પાર પ્રેમ રાખ્યો હા એહે તે જાણી. 10૧૦ .તુંયે શાંતિથી મારે વચન પાલ્ય હા, એટલે પૃથ્વી પાહાય રનારાહાય કસોટી કરને હારુ કસોટીનો જો સમય આખા માનવજગત પાહાય આવવાણો હા, તીયાથી હાય તુને બી બચાવીહી . 11૧૧ .હાય વેલો આવતો હામ, તોરે જી હા તીયાને તું વિલગી રજે કા, કોઈ તોરે મુગટ નેય ની નેય.12૧૨ .જો જીતતો હા તીયાણે હાય મારે ઈશ્વરને ભક્તિ સ્થાનમાં સ્તંભ કરીહ, ને પાછો તિંથો બાર ની જાય. 13૧૩ .આત્મા મંડળીને એહે કતો હા કા જીયાણે કાન હા તો ઉનાય.14૧૪ .લાહોદિકીયામાંણા મંડળીના સ્વર્ગદુતને નખ કા, જો આમીન હા, જે વિશ્વાસુને ખરો સાક્ષી હા, જો ઈશ્વરની આગાલ મૂળરૂપ હા તો એ વાત કતો હા. 15૧૫ .તોરે કામ હાય જાણતો હામ, કા તું ઠંડો કાયની હા, તેહે તું ગરમ બી કાયની હા, તું ઠંડો કા તે ગરમ હોય એહે હાય માનતો હામ. 16૧૬ .ફણ તું હુંફાળો હા, એટલે ગરમ કાયની તેહે જ ઠંડો બી કાયની હા, માટે હાય તુને મારે મુઆમાંથી થુંકી કાડી હી .17૧૭ .તું કતો હા કા, હાય ધનવાન હામ, મયે સંપત્તિ મેલવી હા, માને કોઈ બીણે ખોટ કાયની હા, ફણ તું જાણતો કાયની કા, તું કંગાલ, દયાજનક, ગરીબ, આંદલો ને નુગડાહ વગરનો હા. 18૧૮ .માટે હાય તુને એવી સલાહ આપતો હામ કા તું ધનવાન બન, એટલે અગ્નિથી શુદ્ધ કરીન હોન મારે પાહાય વેચાત ને. તું નુગડે પેર, કા તુને નુગડાહ વગર હોવાની શરમ પ્રગટ ની હોય, ને ઉજલે નુગડે વેચાતે ને, તું દેખતો હોય, માટે અંજન વેચાત નેયને તોરે ડોલાહમાં આંજ.19૧૯ .હાય જતરાહ પાર પ્રેમ રાખતો હામ, તે બધાહાય ઠપકો આપતો હામ ને હિખીવતો હામ, એટલે તું ઉત્સાહી હોવે ને પસ્તાવો કરે. 20૨૦ .હેદજા, હાય બારા આગાલ ઉભો રાખીને ખખડાવતો હામ, જો કોઈ મારે અવાજ ઉનાયને બાર ઉઘાડી, તે હાય અંદર આવીને તીયા હારી ખાણે બેહેય, તો બી મારે હારી ખાણે બેહીય.21૨૧ . જો જીતતો હા તીયાણે હાય રાજ્યાસન પાર મારે હારી બેહવા દેહિય, જેહ હાય બી જીતીને મારે પિતાણે પાહાય તીયાણે રાજયાસન પાર બેઠનો હામ. 22૨૨ .આત્મા મંડળીને એહે કતો હા કા જીયાણે કાન હા તો ઉનાય.
1૧ .એ બીના બન્યા પુઠી મયે હેદજ, તો હેદા સ્વર્ગમાં એક બાર ખુલીન હોતન, જે પેલી વાણી રણશીગડાણે અવાજ જેવી મેયે ઉનાય તે મારે હારી બોનતીની, તીયે કય કા, 'ઇયે ઉપાર આવ, હવે પુઠી જી જી હોવાણ હા તી હાય તુને દેખાડીહી " 2૨ .એકાએક હાય આત્મામાં હોતનો, તીયા હેદા, સ્વર્ગમાં એક રાજ્યાસન મુકવામાં આવન, તીયા પાર એક જણો બેઠનો હોતનો. 3૩ .તો દેખાવમાં લાલ પાષાણને અકીક જેવો હોતનો, રાજ્યાસનને આગાલ એક મેઘધનુષ હોતન, તીયાણે દેખાવ નીલમણી જેવો હોતનો.4૪ .રાજ્યાસનને આજુબાજુ ચોવીસ આસનો હોતના, તિયણે પાર ચોવીસ વડીલો બેઠના મયે દેખ્યા, તીણાહાય ઉજલે નુગડે પેરીને હોતને, તીણાહાય માથા પાર હોનાનો મુગટ હોતનો. 5૫ .રાજ્યાસનમાંથી વીજળી, અવાજો ને ગર્જનાઓ નીકીલતીની ને રાજ્યાસનની આગાલ અગ્નિણે સાત દિવા હલગીતના જે ઈશ્વરને સાત આત્માઓ હોતના.6૬ .રાજ્યાસનની આગાલ સ્ફટિકના જેવો ચલકીતો દરિયો હોતનો, રાજ્યાસનની વચ્ચે ને તિયાણે આજુબાજુ આગાલ પાછાલ આંખોથી ભરપૂર એવા ચાર પ્રાણી હોતના.7૭ .પેલો પ્રાણી સિંહ જેવો હોતનો, બીજો પ્રાણી બળદ જેવો હોતનો,ત્રીજા પ્રાણીને માણાહા જેવ મુ હોતન, ને ચોથો પ્રાણી ઉડતા ગરુડ જેવો હોતનો. 8૮ .તે ચાર પ્રાણીમાંણા બધાંહાય છ છ પાંખડે હોતને, ને તીણાહાય ચારે બાજુ ને અંદાર આંખોથી ભરપૂર હોતન. તે 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હોતના, જે હા, ને જે આવવાણા હા, 'એહે રાતદિહ કતા આરામ નેતા કાયની.9૯ .રાજ્યાસન પાર જો બેઠનો હા, જો સદાસર્વકાળ જીવતો હા, તીયાણે મહિમા, માન ને આભારસ્તુતિ કરી. 10૧૦ . તીયે ચોવીસ વડીલો રાજ્યાસન પાર બેઠનાહાય દંડ્વત પ્રણામ કરી, જે સદાસર્વકાળ હુદી જીવતા હા, તીણાહાય આરાધના કરી ને રાજ્યાસન પાર પોતાને મુગુટ ઉતારીને કય કા, 11૧૧ ."ઓ મારે પ્રભુ ને ઈશ્વર, મહિમા, માન ને સામર્થ્ય પામણે તું જ યોગ્ય હા, કેહે કા તુંયે બધાહાય ઉત્પન્ન કદા, ને તોરે ઇચ્છાથી તે બધા અસ્તિત્વમાં આવા ને ઉત્પ્ન્ન હોવા, "
1૧ .રાજ્યાસન પાર જો બિરાજીની હોતનો તીયાણે જમણા હાથમાં મયે એક ઓળીયુ દેખ્ય, તીયાણે અંદાર ને બાયરે બેઉ પાહાય નખીન હોતન. ને સાત મુદ્રાથી તે મહોરબંધ કરીન હોતન. 2૨ .તેવામાં મયે એક બળવાન સ્વર્ગદુતને હેદજો, તીયાણે મોટા અવાજે પોકારીને કય કા, ઈ ઓળીયુ ખોલવાણે ને તીયાણે મહોર તોડવાને કિડો યોગ્ય હા? '3૩ .ફણ સ્વર્ગમાં, પૃથ્વી પાર અથવા પાતાળમાં, તી ઓળીયુ ખોલવાણે કા તે તીયામાંથી વાંચવાણે કોઈ સમર્થ કાયની હોતનો. 4૪ .તીયા હાય બોજ રડ્યો, કારણ કા તી ઓળીયાંણે ખોલવાણે કા તે તીયામાંથી વાંચવાણે કોઈ યોગ્ય વ્યક્તિ મિલ્યો કાયની. 5૫ .તીયા વડીલીહમાંણા એક યે માને કય કા, તું રડતો નખે, જો યહૂદાના કુળમાંણો જો સિંહ હા, જે દાઉદણે મૂળ હા , તો ઈ ઓળીયુ ખોલવાણે ને તીયાણે સાત મહોર તોડને વિજયી હોવો હા.6૬ .રાજ્યાસન કા તે ચાર પ્રાણીઓણે વચ્ચે કા તે વડીલીહ વચ્ચે મારી નાખસ હોય તેવ એક હલવાન ઊભી રાખીન મયે હેદજ. તીયાણે સાત શિંગડા ને સાત આંખ હોતની, તે આંખો ઈશ્વરને સાત આત્મા હોતની, જીયાણે આખી પૃથ્વી પાહાય મોકીનવામાં આવનો. 7૭ .તીયાયે જાય ને રાજ્યાસન પાહાય બેઠનો જમણા હાથમાંથી તી ઓળીયુ નેદ.8૮ .જ્યાં તીયાયે તે ઓળીયુ નેદ, તીયા ચારેય પ્રાણી ને ચોવીસ વડીલીહ હલવાન આગાલ દંડ્વત પ્રણામ કદ, ને બધાહાય પાહાય વીણા ને ધૂપથી ફરીના સુવર્ણ પાત્ર હોતના, જે સંતોની પ્રાર્થના હોતની.9૯ .તે નવ ગીત ગાતા કતા હા કા, તું ઓળીયુ નેણે ને તીયાણે મહોર તોડને યોગ્ય હા, કેહે કા મારી નાખવામાં આવનો , તોઅરે રક્તથી ઈશ્વરને હારુ બધા કુળો, ભાષાના, પ્રજાણે દેશમાંણા બધાહાય ખરીદી નેદના. 10૧૦ .તુમાહાય તીણાહાય આમારે ઈશ્વરને હારુ રાજ્ય ને યાજક બનાવ્યા હા, ને તે પૃથ્વી પાહાય રાજ કરી.11૧૧ .મયે દેખ્ય, તીયા રાજ્યાસન પ્રાણીઓ ને વડીલીહ આજુબાજુ ખણા સ્વર્ગદુતોહીય વાણી ઉનાય. તીણાહાય સંખ્યા લાખોલાખ ને હજારોહજાર હોતની. 12૧૨ : તીણાહાય મોટા અવાજ પોકારીને કય કા,'જો હલવાન મારી નાખવામાં આવીનો તો પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, મા મહિમા ને સ્તુતિ પામવાને યોગ્ય હા. '13૧૩ .વલી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પાર, પાતાળમાં ને સમુદ્રમાં હા તીયણેમાંણા બધાહાય મયે એહે કતા ઉનાયા કા, રાજ્યાસન પાર જે બેઠનો હા તીયાણે ને હલવાનને સ્તુતિ, માન, મહિમા ને અધિકાર સદાસર્વકાળ હોય. 14૧૪ .તીયા ચારેય પ્રાણીઓએ કય કા, આમીન! પુઠી વડીલીહ દંડ્વત પ્રણામ કરીને તીયાણે આરાધના કદી.
1૧ .તીયા હલવાનને તે સાત મહોરમાંથી એકણે તોડ્યો તીયા મયે હેદજ, તીયા ચારેય પ્રાણીઓમાંણા એકને મેં બોનતા ઉનાયો જેહે ગર્જના હોતી હોય તેવા અવાજથી તીયાએ કય કા, 'આવ' 2૨ .મયે દેખ્ય, તે હેદા, એક સફેદ ઘોડો હોતનો, તીયા પાર જો બેઠનો હોતનો તીયાણે પાહાય એક બાણ હોતની. તિયાને મુગટ આપવામાં આવીનો, તો પોતે વિજેતા આજુ જીતણે હારુ નીકલીનો.3૩ .જીયા હલવાને બીજી મહોર તોળી, તીયા મયે બીજા પ્રાણીને એહે કતા ઉનાય કા, 'આવ. ' 4૪ .તીયે બીજો એક લાલ ઘોડો નીકીલ્યો, તીયા પાર જો બેઠનો હોતનો તીયાણે પૃથ્વી પાહાયથી શાંતિ નષ્ટ કરવાણી સત્તા આપવામાં આવની, એટલે તે એકબીજાણે મારી નાખાત, વલી તીણાહાય એક મોટી તલવાર આપવામાં આવની.5૫ .જીયા તીયાયે ત્રીજો મહોર તોડ્યો, તીયા મયે ત્રીજા પ્રાણીને એહે કતા ઉનાય કા,'આવ ' તીયા મયે દેખ્ય, તો હેદા, એક કાલો ઘોડો હોતનો, ને તીયા પાર જો બેઠનો હોતનો તીયાણે હાથમાં ત્રાજવે હોતને. 6૬ .ને ચાર પ્રાણીહીય વચમાં મયે એક વાણી એહે કતા ઉનાય કા, 'અડધા રૂપિયામાં પાંચસો ગ્રામ ઘઉં, અડધા રૂપિયામાં દોઢ કિલો જવ, ફણ તેલ ને દ્રાક્ષારસને બગાડ તું કરતો નખે. '7૭ .જીયા તીયાયે ચોથો મહોર તોડયો, તીયા મયે ચોથા પ્રાણીહીય વાણીને એહે કતા ઉનાય કા, 'આવ' 8૭ .મયે દેખ્ય, તો હેદા, આછા રંગનો ઘોડો, તીયા પાર જો બેઠનો હોતનો તીયાણે નામ મરણ હોતન. પાતાળ તીયાણે પાછાલ પાછાલ ચાનતીનો, તલવારથી, દુકાળથી, મરકીથી ને પૃથ્વી પાહાયણા હિંસક પશુઓથી જગતમાંણા ચોથા હિસ્સાણે મારી નાખવાણો અધિકાર તીયાણે આપવામાં આવીનો.9૯ .જીયા તીણાહાય પાંચમો મહોર તોડ્યો, તીયા ઈશ્વરને વચનને નેદે ને પોતાણે મક્કમ સાક્ષીણે નેદે મારી નાખવામાં આવીનાહાય આત્માહાય મેયે યજ્ઞવેદીનીચે દેખ્યા. 10૧૦ .તીણાહાય મોટા અવાજે બૂમ પાડીને કય કા, 'હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાને ને પૃથ્વી પાર રનારાહાય પાહાય આમારે નુયણે બદલો નેવાણો તુમે કા હુદી મુલતવી રાખાહ.? 11૧૧ .પુઠી તીયણેમાંણા બધાહાય ઉજલે નુગડે આપવામાં આવે, ને તીણાહાય એહે કવામાં આવ કા, 'તુમારે સાથી સેવકો ને તુમારે ભાઈઓ જે તુમારે કાણી માર્યા જાવાણા હા, તીણાહાય સંખ્યા પુરી હોય તીયા હુદી તું થોડીકવાર આરામ કર,12૧૨ .જીયા તીયાયે છઠ્ઠો મહોર તોડ્યો, તીયા મયે દેખ્ય, તે મોટો ધરતીકંપ હોવો, સૂર્ય નિમાળાણે કામળા જેવો કાલો હોવો, ને આખો ચાંદો લોહી જેવો લાલ હોય ગો. 13૧૩ .જેહે ફારી વાયરાથી અંજીરી હાની ઉઠતી હા, ને તીયાણે કાચા ફળ તૂટી પડતા હા, તેહે આકાશમાંણા તારા પૃથ્વી પાહાય ખરી પડ્યા. 14૧૪ .પુઠી વાલી નેદનો ઓળીયાંણે જેહે અદ્રશ્ય હોય ગો, બદા પહાડ ને બેટણે તીયણે જાગ્યા પાહાયથી ખસેડી નેવામાં આવના.15૧૫ .દુનિયાણે રાજા, મોટા માંણહા, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ, ને દરેક દાસ ને સ્વતંત્ર એ બધા જ ગુફામાં ને પહાડોના ખડકોને પાછાલ દપી ગયા. 16૧૬ .તીણાહાય પહાડણે ને ખડકણે કય કા, 'આમારે પાહાય પડા, રાજયાસન પાર બેઠના હોતના તીયણે નજર આગાલથી ને હલવાનને કોપથી આમાંહાય બચાવી નેયા. ' 17૧૭ .કેહે કા તીયાણે કોપણે મોટો દિહી આવો હા, એટલે કિડો તીયાથી બચી હકી?
1૧ .હિયા પુઠી મયે ચાર સ્વર્ગદુતણે પૃથ્વીણે ચાર ખૂણા પાર ઉભો રાખીનો દેખ્યો, તીણાહાય પૃથ્વીણે ચાર પવનને એવી રીતે અટકાવી રાખીના કા, પૃથ્વી પાર કા તે સમુદ્ર પાર, કોઈ ઝાડ પાર પવન વાય ની. 2૨ .મયે બીજા એક સ્વર્ગદુતણે પૂર્વ દિશાથી ચઢતો દેખ્યો, તીયા પાહાય સમુદ્રણે હાનિ કરવાણી સત્તા જે ચાર સ્વર્ગદુતોણે આપીની, તીણાહાય મોટા અવાજે બૂમ પાડી કા, 3૩ .જ્યાં હુદી આમે આમારે ઈશ્વરને દાસણે તીયાણે કપાળ પાર મુદ્રા ની કરી રજે, તીયા હુદી તુમે પૃથ્વીણે કા તે સમુદ્રણે ને ઝાડવાહાય નુકસાન કરતા નખે..4૪ .અને મુદ્રિત હોવા તીયણે સંખ્યા મયે ઉનાય, ઇઝરાયેલ બધા કુળમાંણા એક લાખ ચુમાલિસ હજાર મુદ્રિત હોવના. 5૫ .યહૂદાણે કુળમાંણે બાર હજાર મુદ્રિત હોવના, રુબેન ને કુળમાંણે બાર હજાર, ગાદણે કુળમાંણા બાર હજાર, 6૬ .આશેરને કુળમાંણે બાર હજાર, નફતાલિણે કુળમાંણે બાર હજાર, મનાસ્સાણે કુળમાંણે બાર હજાર ;7૭ .શીમીયોનણે કુળમાંણે બાર હજાર, લેવીણે કુળમાંણે બાર હજાર, ઈસ્સાખારને કુળમાંણે બાર હજાર ; 8૮ .ઝબુલોનણે કુળમાંણે બાર હજાર, યુસુફણે કુળમાંણે બાર હજાર, બિન્યાંમીનણે કુળમાંણે બાર હજાર મુદ્રિત હોવના.9૯ .તીયા પુઠી મયે દેખ્ય, તો હેદા, સર્વ દેશમાંથી આવીનાહાય, બધા કુળ, પ્રથા ને ભાષાણે માણાહાથી કોઈથી ગણી શકાયો કાયની હેવી એક મોટી સભા ! તીણાહાય રાજ્યાસનને આગાલ ને હલવાનને સમક્ષ ઉભા રયા, તીણાહાય સફેદ ઝબ્બો પેરીનો, ને તીણાહાય હાથમાં ખજૂરીની ડાળિઓ હોતની. 10૧૦ .ને તીણાહાય મોટા અવાજે બૂમ પાડીને કય કા, 'ઉદ્ધાર ઈશ્વર જો રાજ્યાસન પાર બેઠનો હા, તીયાણે ને હલવાન ને હા માટે પ્રસંસા હોજો. '11૧૧ . બધા સ્વર્ગદુતણે રાજ્યાસનને વડીલીહ ને ચારે પ્રાણીઓને આજુબાજુ ઉભા રાખીના હોતના ને તીણાહાય રાજ્યાસન ને આગાલ દંડ્વત પ્રણામકરીને ઈશ્વરને ભજન કરતા કય કા, 12૧૨ .'આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ ને સામર્થ્ય સર્વકાળ હુદી આમારે ઈશ્વરને હો ;આમીન. '13૧૩ .પુઠી તે વડીલીહમાંથી એકે પૂછય કા, 'જીણાહાય સફેદ વસ્ત્ર પેરીના હા તે કીડા હા, ને કાથી આવા હા? ' 14૧૪ તીણાહાય મયે કય કા, 'ઓ મારે મુરબ્બી, તુમે જાણતા હા. 'ને તીણાહાય માને કય કા, 'જે મોટી વિપત્તિમાંથી આવા હા તે હેજ હા, ને તીણાહાય પોતાણે વસ્ત્ર થોયે, ને હલવાનણે રક્તમાં ઉજલે કદે.15૧૫ .એટલે તે ઈશ્વરને રાજ્યાસનની આગાલ હા, ને તીણાહાય ભક્તિસ્થાનમાં રાતદિહ તીયાણે પાહાય છત્રરૂપે હા. 16૧૬ .તીણાહાય હવે ભૂખ ની નાગે, ને તરસ બી ની નાગે, ને સૂર્યણે તડકો કાં તે કાંઈ બી હોય ગરમી તીયણે પાર ની પડે ; 17૧૭ .કેહે કા જે હલવાન રાજ્યાસન વચ્ચે હા, તે તીણાહાય પાળક હોય ને જીવનના પાણીના ઝરા પાહાય તીણાહાય દોરી જાય ;ને ઈશ્વર તીયણે આંખણે બદે આંસુ નૂસી કાઢી. '
1૧ .જીયા હલવાને સાતમી મહોર તોડી, તીયા આકાશમાં એક ઘડી હુદી શાંત રય ; 2૨ .ઈશ્વરને આગાલ જે સાત સ્વર્ગદુતો ઉભા રતા હા તીણાહાય મયે દેખ્યા, ને તીણાહાય સાત રણશિંગડા આપ્યા.3૩ તીયા પુઠી બીજો સ્વર્ગદુતે આવીને યજ્ઞવેદી પાર ઉભો રાખ્યો, તીયા પાર સોનાની ધૂપદાની હોતની, ને તીયાણે પુષ્કળ ધૂપ આપવામાં આવીની, જેથી સર્વ સંતોની પ્રાર્થના હારી, રાજ્યાસનને હામે જે હાનાણી યજ્ઞવેદી હા, તીયા પાર અર્પણ કરાત. 4૪ .ધૂપણે ધુમાડો સંતોણે પ્રાર્થના હારી તે સ્વર્ગદૂતણે હાથથી ઈશ્વરને સમક્ષ ગો, 5૫ .સ્વર્ગદુતે ધૂપદાની નેયને તીયામાં યજ્ઞવેદીણે અગ્નિ ભરીને તીયાણે પૃથ્વી પાર નાખી દેદો. પુઠી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ ને ધરતીકંપો શુરુ હોવા.6૬ જે સાત સ્વર્ગદુતોણે પાર સાત રણશિંગડા હોતના તે વાગડણે હારુ તિયાર હોવા. 7૭ .પેલા સ્વર્ગ દૂતે પોતાણે રણશિંગડુ વાગડય, તીયા નુયમાં મિશ્રિત કરાને આગાલ હોવ, તે પૃથ્વી પાર ફેંકાયા ને પૃથ્વીણે ત્રીજો ભાગ બલી ગો, ને ઝાડવાહાય ત્રીજો ભાગ બલી ગો, ને બદ લીલો ચારુ હલગી ગો.8૮ . પુઠી બીજા સ્વર્ગદુતે રણશિંગડુ વગાડ્ય, તીયા આગથી બલતા મોટા પહાડ જેવા કાંય દરિયામાં નાખાય, ને દરિયાણે ત્રીજો ભાગ નુય વાલો હોવો. 9૯ .તીયાણે નેદે દરિયામાં જે પ્રાણીઓ જીવતા હોતના, તીયણેમાંણા ત્રીજા ભાગમાં મરી ગયા, ને વહાણોને ત્રીજો ભાગ નાશ પામ્યો.10૧૦ .ત્રીજા સ્વર્ગદૂતણે રણશિંગડુ વાગાડય, ને દિવાણે જેવો હલગીતો એક મોટો તારો આકાશમાંથી નદીઓણે ત્રીજા ભાગ પાર ને પાણીને ઝરા પાર પડ્યો. 11૧૧ .તીયા તારાને નામ નાગદમન હોતન. એટલે પાણીનો ત્રીજો ભાગ કડવો ને તીયા પાણીથી ખણે માંણેહે મરી ગયે, કેહે કા પાણી કડવ હોતન.12૧૨ .પુઠી ચોથા સ્વર્ગદૂતે રણશિંગડુ વાગાડય ;તીયા સૂર્યણે ત્રીજો ભાગ, ચંદ્રણે ત્રીજો ભાગ ને તારાહાય ત્રીજો ભાગ પાર પ્રહાર હોવો ;તેથી તીણાહાય ત્રીજા ભાગ અંધકારરૂપ હોવો, દિવસનો ત્રીજો ભાગને રાતણે ત્રીજો ભાગ પ્રકાશરહિત હોવો.13૧૩ . જીયા મયે દેખ્ય, તો ગગનમાં ઉડતા એક ગરુડને મોટા અવાજથી એહે કતા ઉનાયો કા ; બાકી રયના બીજા ત્રીજા સ્વર્ગદુત જે પોતાણે રણશિંગડા વાગાડવાણા હા, તીયણે અવાજને નેદે પૃથ્વી પારના બદા લોકાહાય અફસોસ ! અફસોસ !અફસોસ !
1૧ જીયા પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડ્ય. તીયા મયે એક તારો આકાશમાંથી પૃથ્વી પાર પડીનો દેખ્યો ; તીયાણે અનંતઉંડાણની ખાઈને ચાવી આપાય. 2૨ તીયાયે અનંતઉંડાણની ખાઈને ખોલી. તે તિયામાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકીલતો હોય તેવો ધુમાડો નિકલ્યો. તીયાથી સૂર્ય ને હવા અંધકારમય હોય ગયા.3૩ .તીયા ધુમાડામાંથી તીડો નીકલીને પૃથ્વી પાર આવા, ને પૃથ્વી પારના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તીણાહાય આપવામાં આવી. 4૪ .ને તીણાહાય એવ કવામાં આવ કા, પૃથ્વીણે ચારાને, કોઈ છોડવાણે ને કોઈ ઝાડવાણે નુકસાન કરતા નખે ફણ જે માણહાય કપાળ પાર ઈશ્વરને મહોર કાયની હા તીણાહાય ઉપદ્રવ કરા.5૫ .તીણાહાય તે બદાહાય મારી નાખવાણી પરવાનગી આપી કાયની, ફણ પાંચ મયના હુદી દુઃખ નાગે, વીછું જી માણહાય ડંખ મારતો હા તીયા જેવી હે પીડા હોતની. 6૬ તીયા દિહામાં માણહે મરણ માટે તડપી ફણ તી તીણાહાય મિલે જ ની. તી મરને ઈચ્છી ફણ મરણ તીયણે પાહાયથી જાત રય.7૭ .તે તીડાહાય સ્વરૂપ વિડાણે હારુ તીયાર કરીના ઘોડાઓણે કાણી હોતના, ને તીણાહાય માથા પાર જેહ કા હનાણો હોય હેવા મુગુટ હોતના ને તીણાહાય ચહેરા માણહાય ચહેરા જેવા હોતના. 8૮ .ને તીણાહાય નિબાલે સ્ત્રીણે નિબાલાહાય જેવે ને તીણાહાય દાંત સિંહણે દાંત જેવા હોતના. 9૯ .ને તીણાહાય શરીરે લોખંડણે બખતર જેવા બખતર હોતના ;ને તીણાહાય પાંખડાહાય અવાજ યુદ્વમાં દોડતા ખણા ઘોડાણે રથણે અવાજ જેવો હોતનો.10૧૦ .તીણાહાય વીછુંઓણે જેવી પૂંછડી હોતની ને ડંખ બી હોતનો, તીણાહાય પૂંછડાહામાં માણહાય પાંચ માસ હુદી પીડા આપવાની શક્તિ હોતની. 11૧૧ .અનંતઉંડાણનો જો દૂત હા તો તીયણે રાજા હા, તિયણે નામે હીબ્રુ ભાષામાં અબેદોન, ફણ ગ્રીક ભાષામાં તીયાણે આપોલ્યોન એટલે વિનાશક હા. 12૧૨ .પેલી આફત પુરી હોવીને, હેદા, હવે પાછી બે આફત આવવાણી હા.13૧૩ .પુઠી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાણે રણશિંગડું વગાડ્ય તીયા ઈશ્વરને સન્મુખ હોનાણે યજ્ઞવેદીણે શિંગડામાંથી નીકીલતી હોય હેવી એક વાણી મયે ઉનાયી. 14૧૪ .તીયે જે છઠ્ઠા સ્વર્ગદૂતણે પાર રણશિંગડું હોતન તીયાણે કય કા, 'મહાનદી યુફ્રેતીસ ' પાર જે નર્કદૂતો બાંધીના હા તીણાહાય મુક્ત કરે. 15૧૫ .હે ચાર દૂત માણહાય ત્રીજા ભાગણે મારી નાખે તે ઘડી, દિવસ, મયના ને વર્ષને માટે તિયાર કરાયના તીણાહાય છુટા કરાયા.16૧૬ તીણાહાય લશ્કરને ઘોડેસવારોને સંખ્યા વીસ કરોડ હોતની તેહે મારે ઉનાવામાં આવની. 17૧૭ .હેવી રીતે દર્શનમાં મયે ઘોડાઓણે ને તીયણે પાર બેઠના દેખ્યા, તીયણે બખતર આગ જેવા રાતા, જાંબલી ને ગંધકણે રંગ જેવા હોતના, તે ઘોડાહાય માથા સિંહણે માથા જેવા હોતના, ને તીયણે મૂઆંમાંથી આગ ને ધુમાડા ને ગંધક નીકીલતીના.18૧૮ .હે તીન આફતથી એટલે તીયણે મુખમાંથી નીકીલતી આગથી, ધુમાડાથી ને ગંધકથી માણહાય ત્રીજો ભાગ મારી નાખવામાં આવો. 19૧૯ .કેહે કા ઘોડાહાય શક્તિ તીયણે મૂઆમાં ને તીયણે પૂંછડાહામાં હા ; કેહે કા તીયણે પૂછડા સાપણે જેવા હા ને તીયણે માથા બી હોય એટલે તે ઉપદ્રવ કરતા હા.20૨૦ .બાકીના જે માણહાય તે આફતથી મારી નાખાયા કાયની, તીણાહાય પોતાણે હાથની કૃતિઓ સંબંધીએટલે કા દુષ્ટાઆત્માઓની, હોનાણી, રૂપાની, પિત્તળની, પથ્થર ને નાકડાંણે મૂર્તિઓ જીણાહાય હેદવાણી ને ઉનાવાણી ને ચાનવાણી શક્તિ કાયની હા, તીયણે ઉપાસના કરવાની પસ્તાવો કદો કાયની. 21૨૧ .વલી તીણાહાય પોતે કદની હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચાર ને પાપોણે ચોરી વિશે પસ્તાવો કદો કાયની.
1૧ મયે બીજા એક સ્વર્ગદુતણે સ્વર્ગમાંથી ઉતીરતો દેખ્યો, તે વાડલાહથી ઘેરાયેલો હોતનો ને તીયાણે માથા પાર મેઘધનુષ હોતન ને તીયાણે મઉં સૂર્યણે જેવ ને તીયાણે પાગ અગ્નિણે થાંભલા જેવા હોતના. 2૨ .તીયાણે હાથમાં ઉઘાડીન એક નાનું ઓળીયુ હોતન, ને તીયે પોતાણો જમણો પાગ સમુદ્ર પાર ને ડાબો પાગ જમીન પાર મુક્યો.3૩ .ને જેહે સિંહ ગરજતો હા તેહે તીયે મોટે અવાજે પોકાર કદો ને જીયા તીયે તો પોકાર કદો તીયા, સાત ગરજવાનો અવાજ હોવો. 4૪ .જીયા તે સાત ગર્જના બોની તીયા હાય નખી નેવાણો હોતનો ફણ મયે સ્વર્ગથી એક વાણી એહે કતા ઉનાય કા 'સાત ગર્જનાયે જે જે વાત કયી તીણાહાય તું નખતો નખે ને જાહેર કરવાણી કાયની'.5૫ .પુઠી મયે જે સ્વર્ગદૂતણે સમુદ્ર પાર ને પૃથ્વી પાર ઉભો રાખીનો દેખીનો, તીયે પોતાણે જમણો હાથ સ્વર્ગ ફણી ઊંચો કદો. 6૬ .ને પોતે પ્રતિજ્ઞા કદી કા જે સદાસર્વકાળ જીવંત હા, જિયાયે આકાશ ને તીયામાં, પૃથ્વી ને તીયામાં ને સમુદ્ર ને તીયામાં જી કાય હા તી બદઉત્પ્ન્ન કદ તીયાણે સમ ખાઈને કય કા, 'હવે વિલંબ ની હોવે '. 7૭ .ફણ સાતમા સ્વર્ગદુતણે વાણીને દિહામાં, એટલે જીયા તો રણશિંગડુ વાગાડી તીયા ઈશ્વરને મર્મ, જો તીયાયે પોતાણે સેવકોણે એટલે પ્રબોધકને કયન હોતન તીયા પ્રમાણે પૂર હોવી '.8૮ .સ્વર્ગમાંથી જે વાણી મયે ઉનાયી તીયે પાછ માને કય કા 'તું જા, ને જે સ્વર્ગદુત સમુદ્ર પાર ને જમીન પાર ઉભો હા, તીયાણે હાથમાં જી ખુલ્લ ઓળીયુ હા તી નેજે '. 9૯ મયે સ્વર્ગદુતણે પાહાય જાય ને કય કા 'હી નાન ઓળીયુ માને આપ 'ને તીયે માને કય કા ' તી ને ને ખાય જા, તી તોરે પેટણે કડવ કરી ફણ તોરે મૂઆંમાં મધ જેવ મીઠ નાગી '.10૧૦ .તીયા સ્વર્ગદૂતણે હાથમાંથી નાન ઓળીયુ નેય ને હાય તીયાણે ખાય ગો ને મારે મૂઆમાં મધ જેવ મીઠ નાગ ફણ તીયાણે ખાધા પુઠી તી માને કડવ નાગ. 11૧૧ .પુઠી માને એહે કવામાં આવ કા ખણી પ્રજાઓ, દેશો, ભાષાઓ ને રાજાઓ વિશે તોરે પ્રબોધ કરવા પડી.
1૧ .નાકડાં જેવી એક માપપટ્ટી માને આપાય ને કવામાં આવ કા 'તું ઉઠ, ઈશ્વરને ભક્તિસ્થાન ને યજ્ઞવેદીણે માપ ને, ને તીયે ભજન કરનારાહાય ગણતરી કર. 2૨ .ફણ મંદિરને બાર જો ચોક હા તીયાણે માપ નેતો નખે કેહે કા તી વિદેશીહીય આપીન હા, તે બેતાલીસ મયના હુદી પવિત્ર નગરને કચીડવાણા હા.3૩ .મારે બે સાક્ષીહીય હાય એવો અધિકાર આપીહ કા તે ટાટ પેરીને એક હજાર બસો સાંઠ દિહ હુદી પ્રબોધ કરી. 4૪ .જૈતૂનણે જે બે ઝાડવે ને જે બે દીવી પૃથ્વીણે ઈશ્વરની સમક્ષ ઉભા હા તે એ જ તે સાક્ષી હા. 5૫ .જો કોઈ તીણાહાય ઇજા પહોંચાડી તો તીયણે મૂઆંમાંથી આગ નિકલી ને તીયણે શત્રુહીય નષ્ટ કરી, ને જો કોઈ તીણાહાય ઇજા કરને હોવી તો તીયાણે મરી જાવા પડી.6૬ .તીણાહાય આકાશ બંધ કરવાણો અધિકાર હા કા તીણાહાય પ્રબોધ કરવાણા દિહામાં વરસાદ ની પડે. ને પાણી પાર તીણાહાય અધિકાર હા કા તે પાણી લોહીરૂપે બદલી નાખે ને તે જતરી વાર ઈચ્છી તતરી વાર પૃથ્વી પાર દરેક પ્રકારની આફત નાવી. 7.જીયે તે પોતાણી સાક્ષી પુરી કરી તીયા જે હિંસક પશુ અનંતઉડાણમાંથી નિકલી ને તીણાહાય હારી લડાઈ કરીને તીણાહાય જીતી ને તીણાહાય મારી નાખી.8૮ .જે મોટુ નગર આત્મિક રીતે સદોમ ને મિસર કવાત હા, જીયે તીયણે પ્રભુ વધસ્તંભે જડાયનો તીયા નગરને રસ્તામાં તીણાહાય લાશ પડી રયની હોતની. 9૯ .ને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓને દેશમાંથી આવીના થોડાક માણહા સાડા તીન દિહ હુદી તીયણે લાશ હેદતા હા ને તીયણે લાશ કબરમાં દફનાવા દેતા કાયની.10૧૦ .પૃથ્વી પાર રનારાહાય નેદે તીણાહાય હર્ષ ને ખુશી હોવી ને એકબીજાણે ભેટ મોકની કેહે કા તે બે પ્રબોધકોણે પૃથ્વી પાર રનારાહાય દુઃખ આપીન. 11૧૧ .સાડા તીન દિહ પુઠી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તીયણેમાં પ્રવેશ્યો, એટલે તે પોતાણે પાગ પાર ઉભા રયા, પુઠી હેદનારાહાય બોજ બીક નાગી. 12૧૨ .તીણાહાય સ્વર્ગમાંથી મોટી વાણી પોતાણે એહે કતા ઉનાયી કા, 'તુમે ઇયે ઉપાર આવા' ને તે વાડલા પાર હોય ને સ્વર્ગમાં ચડી ગયા, ને તીણાહાય શત્રુઓહીય તીણાહાય ચડતા દેખ્યા.13૧૩ .તીયા સમયે મોટો ધરતીકંપ હોવો ને નગરને દસમો ભાગ નષ્ટ હોય ગો, ધરતીકંપથી સાત હજાર માણહે મરી ગયે ને જી બચી ગયે તી ખાબરાય ગયે, તીણાહાય સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો. 14.૧૪ બીજી આફત આવી ગોય હા, હેદા, ત્રીજી આફત વેલી આવી રય હા.15૧૫ પુઠી સાતમા સ્વર્ગદૂતે પોતાણે રણશિંગડું વાગાડ્ય તીયા આકાશમાં મોટી વાણીઓ હોવી, તીણાહાય કય કા 'ઇયા દુનિયાણે રાજ્ય આપડે પ્રભુણે ને તીયણે ખ્રિસ્તણે હોવ હા તી સદાસર્વકાળ રાજ્ય કરી'.16૧૬ જે ચોવીસ વડીલો ઈશ્વરને આગાlલ્ પોતાણે સિંહાસન પાર બેઠના હોતના તીણાહાય દંડ્વત પ્રણામ કરીને ઈશ્વરને ભજન કરતા કય કા, 17૧૭ 'ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જો હા, ને જો હોતનો, આમે તોરે આભાર માનતા હામ કેહે કા તુમાહાય પોતાણે મહાન પરાક્રમ ધારણ કરીને શાસન ચાનુ કદ હા.18૧૮ .દેશણે બદે માણહે ગુસ્સે હોવે હા ને તોરે કોપ પ્રગટ હોવો ને સમય આવ્યો હા કા મરીનાહાય ન્યાય હોવી ને તુમારે સેવક એટલે પ્રબોધક, સંતો ને તોરે નામથી બીનારા, પુઠી તે નાના હોય કા મોટા હોય, તીણાહાય પ્રતિફળ આપવાણો ને જે પૃથ્વીણે નષ્ટ કરનારા હા, તીણાહાય સંહાર કરવાણો સમય આવી ગો હા.19૧૯ .પુઠી સ્વર્ગમાં ઈશ્વરને જી ભક્તિસ્થાન હા તી ઉઘાડવામાં આવ ને ભક્તિસ્થાનમાં તીયણે કરારનો કોશ દેખાડ્યો, ને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ ને ધરતીકંપ હોવા ને પુષ્કળ કરા પડ્યા.
1૧ . પુઠી આકાશમાં મોટી નિશાની દેખાયી, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી હેદવામાં આવી, તીયણે પાગ નીચે ચંદ્ર ને માથા પાર બાર તારાનો મુગટ હોતનો. 2૨ .તે ગર્ભવતી હોતની, તે પ્રસવપીડાથી બૂમ પાડતીની, તે જન્મ આપવાણી તીયારીમાં હોતની.3૩ .વાડલાહમાં બીજી નિશાની ફણ દેખાયી, હેદજા મોટો લાલ અજગર હોતનો તીયાણે સાત માથા ને દસ શિંગડા હોતના ને તીયાણે દરેક માથા પાર સાત મુગટ હોતના. 4૪ .તીયાણે પૂંછડાએ વાડલાહામાં તારાહીય ત્રીજો ભાગ ખેંચીને તીણાહાય પૃથ્વી પાર ઉડાડી નાખ્યા, જે સ્ત્રીને પ્રસવ હોવાણો હોતનો, તીયણે આગાલ જાયને ઉભો રાખી ગનો. હીયા માટે કા જ્યાં તે જન્મ આપે તીયા તીયણે બાળકને તો ખાઈ જાય.5૫ .'તીયે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ' જો નરબાળક હોતનો, તો બધા દેશણા લોકહા પાર લોખંડણે દંડથી રાજ કરી. તીયા બાળકને ઈશ્વર પાર ને તીયાણે રાજ્યાસન પાહાય નેઈ જાવામાં આવો. 6૬ .સ્ત્રી અરણ્યમાં નાહાય ગોઈ, તીયે ઈશ્વરે તીયણે ફાગ બારસો સાંઠ દિહી હુદી તીયણે પોષણ હોય એવ સ્થળ તિયાર કરી રાખ્ય હોતન.7૭ પુઠી આકાશમાં યુદ્ધ હોવ, મિખાયેલ ને તીયાણે સ્વર્ગદૂતો અજગર હારી વીડાયા ને અજગર તથા તિયાણે દૂતો ફણ વિડાયા. 8૮ .તો બી તો અજગર હતરો બળવાન કાયની હોતનો.તો જીતી હકયો કાયની ને તીયાણે પાછ સ્વર્ગમાં જાગ્યા કાયની મીલી. 9૯ .તો મોટા અજગરને બાયરે ઉડાળી નાખવામાં આવો. એટલે તો જૂનો સાપ જો દુશ્મન તથા શેતાન કવાતો હા, જો આખા માનવજગતણે ભમાવતો હા, તીયાણે પૃથ્વી પાર ઉડાળી નાખવામાં આવો, ને તીયા હારી તીયાણે દૂતાહાય ફણ નાખી દેવાયા.10૧૦ .તીયા સ્વર્ગમાંથી મોટી વાણી મયે એહે કતા ઉનાયી કા, 'અમી ઉદ્ધાર, પરાક્રમ ને આમારે ઈશ્વરણે રાજ્ય ને તીયાણે ખ્રિસ્તનો અધિકાર આવો હા, કેહે કા આમારે ભાઈઓ પાર દોષ મુકનાર, જો આમારે ઈશ્વરણે આગાલ રાત-દિહી તીયણે વિરુદ્ધ આક્ષેપો મુકતો હા તીયાણે નીચે ઉડાળી નાખવામાં આવો હા.11૧૧ .તીણાહાય હલવાનના રક્તથી ને પોતાણે સાક્ષીણે વચનથી તીયાણે જીત્યો હા ને છેક મરતા હુદી તીણાહાય પોતાણે જીવ વાલો ગણ્યો કાયની. 12૧૨ .હીયા માટે ઓ સ્વર્ગ ને તીયામાં રનારા તુમે આનંદ કરા ! ઓ પૃથ્વી ને સમુદ્ર તુમાહાય અફસોસ હાશે, કેહે કા શેતાન તુમારે પાહાય ઉતીરો હા ને તો બો ક્રોધિત હોવો હાશે, તો જાણતો હાશે કા હવે તીયણે પાહાય થોડોક જ સમય બાકી હાશે.13૧૩ .જીયા અજગરે હેદજ કા તો પોતે પૃથ્વી પાર ઉડાળી નાખાયો હા, તીયા જે સ્ત્રીએ નર બાળકને જન્મ આપીનો, તીયણે તીયે સતાવી. 14૧૪ .સ્ત્રીણે મોટા ગરુડને બે પાંખ આપવામાં આવી, કા તે અજગરની આગાલથી પોતાણે અરણીયામાં પોતાણે જાગે ઉડી જાય, તીયા સમયે ને સમયો ને અડધા સમય હુદી તીયણે પોષણ કરવામાં આવે.15૧૫ અજગરે પોતાણે મૂઆમાંથી નદીણે જેવો પાણીનો પ્રવાહ તીયે સ્ત્રીણે પાછાલ મુક્યો કા તીયાણે પુરથી તે તણાય જાય. 16૧૬ .ફણ પૃથ્વીએ તે સ્ત્રીણે સહાય કરી, એટલે પૃથ્વી પોતાણે મુઉં ઉઘાડીને જો પાણીનો પ્રવાહ અજગરે પોતાણે મૂઆંમાંથી વહેતો મુકીનો હોતનો તીયાણે પીય જાય. 17૧૭ .તીયા અજગર તે સ્ત્રી પાર ગુસ્સો હોવો, ને તીયણે બાકીણે સંતાન એટલે જે ઈશ્વરણે આજ્ઞા પાલતે હા ને જો ઈસુણે સાક્ષીણે વીલગી રતે હા તીયણે હારી વીડાણે તો નીકીલ્લો. 18૧૮ .ને તો સમુદ્રની રેતી પાર ઉભો રયો.
1૧ .પુઠી મયે એક હિંસક પશુણે સમુદ્રમાંથી નીકીલતો દેખ્યો. તીયાણે દસ શિંગડા ને સાત માથા હોતના, તીયાણે શિંગડા પાર દસ મુગટ ને તીયાણે માથા પાર ઈશ્વરને અપમાન કરનારાહાય નામે હોતને. 2૨ .જીયા હિંસક જાનવરને મયે દેખ્ય, તો ચિત્તાણે જેવો હોતનો, તીયાણે પાગ રીછના મોં જેવા હોતના , તીયાણે અજગરે પોતાણે પરાક્રમ, રાજ્યાસન ને મોટો અધિકાર આપ્યો.3૩ .મયે તીયાણે માથામાણા એકણે મરણતોલ ઘાયલ હોવનો દેખ્યો, ફણ તીયાણે પ્રાણઘાતક ઘા રુઝાયો ને આખી દુનિયા તીયા હિંસક જાનવરને હેદીને આશ્ચર્ય પામી. 4૪ .તીયે હિંસક જાનવરને અધિકાર આપીનો હોતનો, એટલે તીણાહાય તીયાણે ઉપાસના કદી, તીણાહાય હિંસક પશુણે ફણ ઉપાસના કદી ને કય કા 'હિંસક પશુણે જેવ બીજ કીડ હા? હિયા સામે લડી શકે હેવ કીડ હા ? '5૫ બડાઈ કરનારે ને ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારે મુઉં તીયાણે આપવામાં આવ્ય હા, બેતાલીસ મહિના હુદી તે એહે કર્યા કરે હેવો અધિકાર તીયાણે આપવામાં આવ્યો હા. 6૬ .તીયે ઈશ્વરને અપમાન કરને હારુ પોતાણે મુઉં ખોલ્ય કા, તે ઈશ્વરને નામણે તીયાણે પવિત્ર સ્થાનને તથા સ્વર્ગમાં રનારાહાય અપમાન કરે.7.૭ તીયાણે હેવ સામર્થ્ય ફણ આપવામાં આવ્ય કા, તો સંતોની હામે વિડાય ને તીણાહાય જીતે ; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પાર તીયાણે અધિકાર આપવામાં આવો. 8૮ .જીણાહાય નામ સૃષ્ટિણે સર્જનથી મારી નાખાયના હલવાનના જીવનપુસ્તકમાં નખીના કાયની, હેવા પૃથ્વી પાર રનારાહાય બધે તીયાણે ઉપાસના કરી.9૯ .જો કોઈણે કાન હોય તો તી ઉનાય. 10૧૦ .જો કોઈણે ગુલામ તરીકે નેઈ જાવામાં આવે તો તે ગુલામીમાં જાય, જો કોઈણે તલવારથી મારી નાખવામાં આવે તો તીયાણે પોતાણે તલવારથી મરી જાવા પડી, હીયામા સંતોણે પાહાય ધીરજ ને વિશ્વાસ હોવો જુજે.11૧૧ . પુઠી મયે પૃથ્વીમાંથી બીજા એક હિંસક જાનવરને બાયરે આવતા દેખ્યો, તીયાણે ઘેટાંહાય શિંગડા જેવા બે શિંગડા હોતના, તો અજગર ને કાણી બોનતોનો. 12૧૨ .પેલા હિંસક પશુણે સર્વ અધિકાર તીયાણે સમક્ષ તો ચાનીવતો હા, જો પેલા હિંસક પશુણે પ્રાણઘાતક ઘા રૂઝાયો હોતનો, તીયાણે ઉપાસના પૃથ્વી પાર ને તીયા પાર રનારાહાય પાહાય તો કરાવતો હા.13૧૩ .તો મોટો ચમત્કારિક ચિન્હો કરતો હા. એટલે હુદી કા તો માણાહાય નજર આગાલ આકાશમાંથી પૃથ્વી પાર અગ્નિ ફણ વરસાવતો હા. 14૧૪ .હિંસક જાનવરને સમક્ષ જે ચમત્કારિક ચિન્હો કરવાણો અધિકાર તીયાણે આપવામાં આવ્યો, તીણાહાય નેદે પૃથ્વી પાર રનારાહાય તો ફમાંવતો હા, ને પૃથ્વી પાર રનારે એહે ક્તે હા કા, 'જો હિંસક પશુ તલવારથી ઘાયલ હોવનો છતાં તો જીવતો રયો, તીયાણે મૂર્તિ બનાવી. '15૧૫ .તીયાણે એવ સામર્થ્ય આપવામાં આવ કા તે હિંસક જાનવરને મૂર્તિમાં જીવ મૂકે, જેથી તો હિંસક જાનવરની મૂર્તિ બોને, ને જતરે માંણહે હિંસક પશુણે મૂર્તિણે ઉપાસના ની કરાત તીણાહાય તો મારી નાખાવી. 16૧૬ .વલી નાના ને મોટા, ધનવાન ને ગરીબ, સ્વતંત્ર ને દાસ, તે બધાહાય પાહાય તીણાહાય જમણા હાથ પાર ને તીયણે કપાળ પાર તો છાપ મારાવતો હા. 17૧૭ .વલી જીયાણે તો છાપ એટલે જાનવરને નામ અથવા તીયાણે નામણે સંખ્યા હોય તીયા વગર બીજા કોઈથી કાંઈ વેચાત નેવાય ની, હેવી ફણ ફરજ પાડી હા.18૧૮ .હીયામાં ચતુરાઈ રય હા કા, જો જ્ઞાની હા, તો હિંસક જાનવરને સંખ્યા ગણે; કેહે કા તો એક માણહાને સંખ્યા હા ને તીયાણે સંખ્યા છસો છાસઠ હા.
1૧ .પુઠી મયે હેદજ, તીયા હેદા, સિયોન પહાડ પાર ઊભી રાખીનો હોતનો, તીયા હારી એક લાખ ચુમાલીસ હજાર હોતના, તીણાહાય કપાળ પાર તિયાણે ને તિયાણે પિતાણે નામ નખીન હોતન. 2૨ .મયે ઘણા પાણીનો અવાજ જેવી ને મોટી ગર્જનાના અવાજણે જેવી વાણી સ્વર્ગમાંથી ઉનાય ; તે તે વીણા વાગડતા હોય એવી વાણી હોતની.3૩ .તીયણે રાજ્યાસન ને ચાર પ્રાણીઓની ને વડીલીહ આગાલ જેહે કા નવ ગીત ગાતના. પૃથ્વી પારથી જે એક લાખ ચુમાલીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવીના, તીયણે સિવાય બીજ કોઈ હી ગીત હિખી હખ્ય કાયની. 4૪ .સ્ત્રીઓને સંસર્ગથી જી અશુદ્ધ કાયની હોવે હા તી હીજ હા, કેહે કા તે કુંવારા હા, હલવાન જીયે જાતો હા તીયે તીયાણે પાછાલ જે ચાનનારા હા તે તે જ હા. તે ઈશ્વરને હારુ ને હલવાનન હારુ પ્રથમ ફળ હોવાણે માણહામાંથી ખરીદવામાં આવ્યા હા. 5૫ .તીણાહાય મૂઆંમાં અસત્ય કાયની હા ;તે નિર્દોષ હા.6૬ .પુઠી મયે બીજા એક સ્વર્ગદૂતણે અંતરિક્ષમાં ઉડતો દેખ્યો, પૃથ્વી પાર રનારાહાયમાંથી એટલે બધા દેશ, કુળ, ભાષા ને પ્રજામાં પ્રગટ કરને તીયાણે પાર અનંતકાળિક સુવાર્તા હોતની. 7૭ .તો મોટા અવાજે કતો હા કા, 'ઈશ્વરથી બીયા ને તીયાણે મહિમા આપા, કેહે કા તીયાણે ન્યાયકરણનો વખાત આવ્યો હા. જીયાયે આકાશ પૃથ્વી, સમુદ્ર, ને પાણીના ઝરાઓને ઉત્પ્ન્ન કર્યા, તીયાણે આરાધના કરા '.8૮ .તીયા પુઠી તીયાણે પાછાલ બીજો એક સ્વર્ગદૂત આવીને એહે બોન્યો કા, 'પડી ગ, મોટ બાબીલ હેર પડ્ય કા, જીયાયે પોતાણે વ્યભિચારનો દ્રાક્ષારસ બધા દેશણે લોકાહાય પાયો હા, જો કોપણે દ્રાક્ષારસ હા. '9૯ .પુઠી તીયણે પાછાલ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઉંચા અવાજે બોન્યો કા, હિંસક પશુણે ને તીયાણે મૂર્તિને જો કોઈ પૂજે ને તીયાણે છાપ પોતાણે કપાળ પાર કા તે હાથ પાર લાગવી. 10૧૦ .તો, તો ફણ ઈશ્વરને કોપરૂપી દ્રાક્ષારસ, જો તીયાણે ક્રોધણે પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડીન હા તો પીવા પડી, ને પવિત્ર સ્વર્ગદૂતોણે ને હલવાનને આગાલ અગ્નિમાં ને ગંધકમાં તો દુઃખ ફોગવી.11૧૧ તીણાહાય પીડાણે ધુમાડો સદાસર્વકાળ હુદી ઉપાર ચડ્યા કરતો હા, જી હિંસક પશુણે ને તીયાણે મૂર્તિણે ઉપાસના કરતે હા ને જો કોઈ તીયાણે નામણી છાપ લાગીવતે હા તીણાહાય રાત -દિહ આરામ કાયની હા. 12૧૨ પવિત્ર સંતો ધીરજ રાખવી પડી, જી ઈશ્વરને આજ્ઞા પાલતે હા ણે ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ રાખતે હા.13૧૩ .પુઠી મયે સ્વર્ગમાંથી એક વાણી એવી બોનતી ઉનાય કા, 'તું એહે નખ કા, હવે મરનારાહામાં પ્રભુમાં મૃત્યુ પામતે હા, તી આશીર્વાદિત હા, આત્મા કતો હા કા, કા તી પોતાણે શ્રમથી આરામ નેય ; કેહે કા તીણાહાય કામ તીયણે હારી જ આવત હા. '14૧૪ .પુઠી મયે દેખ્ય; તો હેદા, ઉજલ વાડલ ને તીયા વાડલા પાર મનુષ્યપુત્ર જેવો એક પુરુષ બેઠનો હોતનો, તીણાહાય માથા પાર સોનાનો મુગટ હોતનો, તીણાહાય હાથામાં ધારદાર દાતરડું હોતન. 15૧૫ .પુઠી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બાર આવીને વાડલા પાર બેઠનો પુરુષને મોટા અવાજે હાંક મારી કા , તુમે તુમારે દાતરડું ચાનવીને વાડા કેહે કા કાપણીને સમય આવ્યો હા, ને પૃથ્વીણે ફસલ પુરેપુરી પાકી ગોય હાશે. 16૧૬ .તીયા વાડલા પાર બેઠના પુરુષે પૃથ્વી પાર પોતાણે દાતરડ ચાનીવ્ય, એટલે પૃથ્વી પારનો પાકણે કાપણી કરવામાં આવી.17૧૭ .તીયા પુઠી આકાશમાંણા ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બાર આવો તીયાણે પાહાય બી ધારદાર દાતરડું હોતન. 18૧૮ .ને બીજો એક સ્વર્ગદૂત, એટલે જીયાણે અગ્નિ પાર અધિકાર હોતનો, તો યજ્ઞવેદી પાહાય બાર આવો, તીયાણે પાર ધારદાર દાતરડું હોતનતીયે મોટા અવાજે કય કા, તું તોરે ધારદાર દાતરડ ચાનવીને પૃથ્વીણે દ્રાક્ષાવેલાણે ઝૂમખાણે વેસી ને કેહે કા તે દ્રાક્ષ પાકી ચુકી હા.19૧૯ .તીયા તો સ્વર્ગદૂતે પોતાણે દાતરડું નેયને પૃથ્વી પાર ચાનીવ્ય, ને પૃથ્વીણે દ્રાક્ષાવેલાણે ઝૂમખાણે કાપી નેદો, ને ઈશ્વરને કોપણે મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યો. 20૨૦ .દ્રાક્ષાકુંડમાં જી હોતન તી હેરાણે બાર ખુંદવામાં આવીન, દ્રાક્ષાકુંડમાંથી તીનસો કિલોમીટર હુદી ઘોડાઓની લગામ પહોંચે હતર નુય વહેડાવામાં આવીન.
1૧ .તીયા પુઠી મયે આકાશમાં બીજ મોટ ને આશ્ચર્યકારક ચિન્હ દેખ્ય, એટલે સાત સ્વર્ગદૂતો ને તીણાહાય પાહાય છેન્ની સાત આફત હોતની, કેહે કા તીણાહાયમાં ઈશ્વરને કોપ પૂરો કરવામાં આવો હા.2૨ .પુઠી મયે જેહે કા અગ્નિમિશ્રિત ચલકીતો સમુદ્ર દેખ્યો, જીણાહાય હિંસક પશુ પાર તીયણે મૂર્તિ પાર ને તીયાણે નામણે સંખ્યા પાર વિજય મેલીવ્યો હોતનો, તીયણે તે ચલકીતા દરિયા પાર ઉભા રાખીના હોતના ને તીણાહાય પાર ઈશ્વરને વીણાઓ હોતની.3૩ .તે ઈશ્વરને સેવક મુસાણે ગીતને હલવાનને ગીત ગાય ને કતના કા, ને સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર તુમારે કામ મહાન ને અદ્ભૂત હા, હે યુગોણે રાજા, તુમારે માર્ગ ન્યાયી ને સત્ય હા. 4૪ .હે પ્રભુ, તુમારે માંથી કિડો બીતો કાયની, તુમારે નામણે મહિમા કીડો ની કરી હખે ? કેહે કા એખનો તું પવિત્ર હા, હા બધી પ્રજાઓ તોરે આગાલ આવીને તોરે આરાધના કરી ;કેહે કા તુમારે ન્યાયી કૃત્યો પ્રગટ હોવા હા.5૫ .તીયા પુઠી મયે દેખ્ય, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપમાં મંદિર ઉઘાડવામાં આવીન હોતન. 6૬ .જે સાત સ્વર્ગદુતોણે પાહાય સાત આફત હોતની, તીયણે ભક્તિસ્થાનમાંથી બાર આવા તીણાહાય ચોખ્ખી ને ચલકીતા શણને નુગડે પેરીને હોતને, ને કમર પાર હોનાણે પટ્ટો બાંધીનો હોતનો.7૭ .ચાર પ્રાણીઓમાંણા એકે સદાસર્વકાળ જીવતા ઈશ્વરને કોપથી ભરીના સાત સુવર્ણ પાત્રને સાત સ્વર્ગદૂતોણે આપ્યા. 8૮ .ઈશ્વરને ગૌરવણે ને તીયાણે પરાક્રમને ધુમાડાથી ભક્તિસ્થાન ફરાય ગ. સાત સ્વર્ગદૂતોણી સાત આફત પુરી હોવી તીયા હુદી કોઈથી ભક્તિસ્થાનમાં જાય હકાય કાયની.
1૧ એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મયે ઉનાય, તીયે સાત સ્વર્ગદૂતોણે એહે કય કા, 'તુમે જાયા ને ઈશ્વરને કોપણે સાત પ્યાલા પૃથ્વી પાહાય રેળી દેદા . '2૨ .પેલો સ્વર્ગદૂત ગો, ને તીયે પોતાણે પ્યાલો પૃથ્વી પાર રેડ્યો ને જે માણહા હિંસક પશુણે છાપ રાખતાના ને તીયાણે મૂર્તિણે પૂજતાના, તીયણે પાર ત્રાસદાયક ને દુઃખદાયક ગુમડા ફૂટી નીકીલ્યા.3૩ .બીજા સ્વર્ગદૂતે પોતાણે પ્યાલો દરિયા પાર રેડ્યો એટલે દરિયો મૃતદેહણે નુય જેવો હોય ગો, ને જે બધા સજીવ પ્રાણી દરિયામાં હોતના તે મરી ગયા.4૪ .ત્રીજા સ્વર્ગદૂતે પોતાણે પ્યાલો નદી પાર ને પાણીને ઝરાહ પાર રેડ્યો, ને પાણી નુય બની ગ. 5૫ .મયે પાણીના સ્વર્ગદૂતણે બોનતા ઉનાયો કા 'તુમે ન્યાયી હા, તુમે જે હા ને જે હોતના, પવિત્ર ઈશ્વર કેહ કા તુમાહાય અદલ ન્યાયચુકાદો કર્યો હા. 6૬ .કારણ કા તીણાહાય તુમારે સંતોણે ને પ્રબોધકોણે નુય વેવડાવ્ય, ને તુમે તીણાહાય નુય પીણે આપ્ય હા, ને તીયણે માટે લાયક હા. 7૭ .યજ્ઞવેદીમાંથી એવો અવાજ મયે ઉનાયો કા, 'હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તુમારે ન્યાય ચુકાદા સત્ય ને ન્યાયી હા. '8૮ .ચોથા સ્વર્ગદૂતે પોતાણે પ્યાલો સૂર્ય પાર રેડ્યો ;એટલે તીયે આગથી માણાહાય બાલી નાખવાણી શક્તિ આપવામાં આવી. 9૯ .એટલે માણહે આગણે આંચવી ફુજાયે, ઈશ્વર જિયાયે હે આફતો પાર અધિકાર હા ; તીયાણે નામણે વિરુદ્ધ દુર્ભાષણ કરી, તીણાહાય તીયાણે મહિમા આપ્યો કાયની ને પસ્તાવો કદો કાયની.10૧૦ .પાંચમાં સ્વર્ગદુતે પોતાણે પ્યાલો હિંસક પશુણે રાજ્યાસન પાર રેડ્યો, ને તીયાણે રાજ્ય પાર અંધારપટ છવાય ગ, ને તે પીડાણે નેદે પોતાની જીભણે ચાવણે લાગે. 11૧૧ .ને પોતાણે પીડાણે નેદે ને પોતાણે ગુમડાહાય નેદે તીણાહાય સ્વર્ગના ઈશ્વરને વિરુદ્ધ દુર્ભાષણ કદ,ફણ પોતાણે કામણે પસ્તાવો કદો કાયની.12૧૨ .પુઠી છઠ્ઠા સ્વર્ગદુતે પોતાણે પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પાર રેડ્યો ને તીયાણે પાણી હુખાય ગ, હિયા માટે કા પૂર્વેથી જો રાજા આવવાણો હાશે તીણાહાય રસ્તો તિયાર હો. 13૧૩ .તીયા હલા અજગરને મૂઆંમાંથી હિંસક પશુણે મૂઆંમાંથી જુઠા પ્રબોધકણે મૂઆમાંથી નીકીલતા દેડકા જેવા તીન અશુદ્વ આત્મા મયે દેખ્યા. 14૧૪ .કેહે કા તે ચમત્કારિક ચિન્હો કરનારા દુષ્ટાત્માંઓ હોતના, કા જે આખા દુનિયાણે રાજાહા પાહાય જાતા હા, હિયા માટે કા સર્વસમર્થ ઈશ્વરને મહાન દિહણે વિડાણે હારુ તો તીણાહાય એકઠે કરે.15૧૫ .હેદા ચોરની જેહે હાય આવતો હામ, જો જાગૃત રતો હા, ને પોતાણે નુગડે એવે રાખતે હા કા પોતાણે નિવસ્ત્ર જેહે ની ચાનવા પડે, ને તીયાણે શરમજનક પરીસ્થિતિ ની દેખાય તો આશીર્વાદિત હા. 16૧૬ .તીયા હિબ્રુભાષામાં 'આર્માગેદન ' કવાતી જાગ્યાએ તીણાહાય તીયાયે એકઠે કદે.17૧૭ .પુઠી સાતમા સ્વર્ગદુતે પોતાણે પ્યાલો વાતાવરણમાં રેડ્યો એટલે મંદિરમાંણા રાજ્યાસનમાંથી મોટી વાણી એવી બોની કા, પૂર હોવ. 18૧૮ .ને વીજળીઓ, વાણીઓ ને ગર્જનાઓ હોવી ; વલી મોટો ધરતીકંપ હોવો તો એવો ભયંકર ને ફારે હોતનો કા માણહે પૃથ્વી પાર ઉત્પ્ન્ન હોવે ત્યારથી હિયા જેવો કોઈ હોવો કાયની. 19૧૯ .મોટા નગરને તીન ફાગ હોય ગયા, ને રાષ્ટ્રોણે હેરે નષ્ટ હોવે ને ઈશ્વરને મોટા બાબીલની યાદ આવી, હિયા માટે કા તો પોતાણે સખત કોપણે દ્રાક્ષારસણે પ્યાલો તીયાણે આપે.20૨૦ .ટાપુ અદ્રશ્ય હોય ગયા, ને પહાડોણો પત્તો લાગ્યો કાયની. 21૨૧ .ને આકાશમાંથી આશરે ચાલીહ કિલોગ્રામણા કરા માણહા પાર પડ્યા ને કરાણે આફતણે નેદે માણહાય ઈશ્વરને શ્રાપ આપ્યો કેહે કા તે આફત બોજ ફારી હોતની.
1૧ જે સાત સ્વર્ગદૂતોણે પાહાય તે સાત પ્યાલા હોતના. તીયણેમાનો એક આવો ને તીયાયે મારે હારી બોનતા કય કા, 'ઇયે આવ, ને જે મોટી વેશ્યા ખણા પાણી પાહાય બેઠની હા, તીયણે જે શિક્ષા હોવાની હાશે તે હાય તુને દેખાડતો હામ. 2૨ .તીયા હારી દુનિયાણે રાજાહાય વ્યભિચાર કદો હા ને તીયાણે વ્યભિચારને દ્રાક્ષારસથી પૃથ્વીમાં રનારે ચકચૂર હોય ગયે.3૩ .પુઠી તો સ્વર્ગદૂત માને આત્મામાં અરણીયમાં નેય ગો. ને એક કિરમજી રંગણે હિંસક પશુ પાર એક સ્ત્રી બેઠની મયે હેદી; તો પશુ ઈશ્વરને અપમાન કરનારા નામથી ફરીનો હોતનો, ને તીયાણે સાત માથા ને દસ શિંગડા હોતના. 4૪ .તે સ્ત્રીએ જાંબુડા ને કિરમજી રંગણે વસ્ત્ર પેરીને હોતના ને હાનાથી ને મૂલ્યવાન રત્નોથી મોતીથી શણગારેની હોતની. ને તીયાણે વ્યભિચારને ધિક્કારપાત્ર કૃત્યોથી ને અશુદ્વતાથી ફરીનો હાનાણો પ્યાલો તીયાણે હાથમાં હોતનો. 5૫ .તીયાણે કપાળ પાર એક મર્મજનક નામ નખીન હોતન, 'એટલે, 'મહાન બાબીલોન, વેશ્યા ને પૃથ્વીણે ધિક્કારપાત્ર બાબતોણે માતા. '6૬ .મયે તે સ્ત્રીણે સંતોણે નુય તથા ઈસુણે સાક્ષીઓણે નુય પીદની નશામાં દેખી. મએ તિયાણે હેદીને ખણ આશ્રર્ય પામ્યો. 7૭ .તીયાણે હેદીને તું કેહે આશ્ચર્ય પામતો હા? હે સ્ત્રીણે, ને સાત માથા ને દસ શિંગડાવાળા હિંસક પશુ કા, જીયા પાર તે બેઠની હા, તીયાણે મર્મ હાય તુને હમજાવીહ'.8૮ .જે હિંસક પશુ તુંયે દેખ્યો, તો હોતનો ફણ કાયની ;ને તો અનંતઉડાણ માં વેલો નીકીલને ને નાશમાં જાબ હો , ને પૃથ્વી પારના રનારાહાય કા જીયણે નામ સૃષ્ટિણે મંડાણથી જીવનપુસ્તકમાં નખીન કાયની હા, તે જે હિંસક પશુ હોતન ને કાયની ને આવવાનો હા, તીયાણે હેદીને આશ્ચર્ય પામી.9૯ .તીયાણે ખુલાસો જ્ઞાની મન કરી જે સાત માથા હા તે સાત પહાડ હા, તીયાણે પાર સ્ત્રી બેઠની હા. 10૧૦ .ને તિયણે સાત રાજા હા, તીયણેમાંના પાંચ પડ્યા હા, એક જીવતો હા, ને બીજો આજુ હુદી આવો કાયની, જીયા તો આવી તીયા થોડીકવાર રવાણ હોવી.11૧૧ .જો હિંસક પશુ હોતનો ફણ હવે કાયની હા તો જ વલી આઠમો રાજા હા. ને તે સાતમાણો એક હાશે ;તો નશામાં જાતો હા.12૧૨ .જે દસ શિંગડા તુંયે દેખ્યા હા તે દસ રાજા હા, તીયણે આજુ હુદી રાજ્ય પામ્યા કાયની હા ; ફણ હિંસક પશુણે હારી એક ઘડીભર રાજાઓણે જેવો અધિકાર તીયણાહાય મિલ્યો હા. 13૧૩ . તે એક મતણા હા, ને તે પોતાણે પરાક્રમ ને અધિકાર હિંસક પશુણે હોપ્યો હા. 14૧૪ .તે હલવાનણે હારી વિડાય ને હલવાન તીણાહાય જીતી કેહે કા તે મહાન પ્રભુઓણે પ્રભુ ને રાજાઓણે રાજા હા, ને તીયણે હારી જે હા, એટલે તેડાયના, પસંદ કરીના ને વિશ્વાસુ હા તે ફણ જીતી.15૧૫ .તો સ્વર્ગદૂત માને કતો હા કા, જી પાણી તુંયે દેખ્ય હા, જીયે તે ગણીકા બેઠી હા, તે પ્રજાઓ, સમુદાય, દેશો ને ભાષાઓ હા.16૧૬ .તે જે દસ શિંગડા ને પશુ તુંયે દેખ્યા તે ગણીકાણે દ્વેષ કરી, તીયાણે પાયમાલ કરીને તીયાણે ઉઘાડ કરીને તીયાણે માંસ ખાય ને આગથી તીયાણે બાલી નાખી. 17૧૭ . કેહે કા ઈશ્વરે પોતાણે ઇચ્છા પુરી કરને હારુ, તીયણેમાના મનમાં એવા વિચાર નાખ્યા હા, ને ઈશ્વરને વચન પૂર હોવે તીયા હુદી તે પોતાણે રાજ્યનો અધિકાર હિંસક પશુણે હોપી.18૧૮ જે સ્ત્રીણે તુંયે દેખી હા, તે તે જે મોટ હેર દુનિયાણે રાજા પાર રાજ કરતો હા તો હા.
1૧ હિયા પુઠી મયે બીજા એક સ્વર્ગદૂતણે સ્વર્ગથી ઉતીરતો દેખ્યો.તોયાણે મોટો અધિકાર મિલીનો હોતનો ને તિયાણે ગૌરવથી પૃથ્વી પ્રકાશિત હોવી. 2૨ તીયે ઊંચા અવાજે કય કા ' પડી ગ, પડીય મોટ બાબીલોન પડય, ને તે દુષ્ટત્માંઓણે નિવાસસ્થાન ને દરેક અશુદ્ધ આત્માંણે ને અશુદ્ધ ને ધિક્કારપાત્ર પક્ષીણે વાસો હોવો હા. 3૩ કેહે કા તિયાણે વ્યભિચારને નેદે રેડાયના કોપરુપી દ્રાક્ષારસ બધાં દેશણે લોકાંહાય પીદો હા. દુનિયાણે રાજાહાય તિયણે હારી વ્યભિચાર કર્યો હા, ને વેપારીહિય તિયણે પુષ્કળ મોજશોખથી ધનવાન હોવા હા.4૪ . સ્વર્ગમાંથી બીજી એક વાણી એહે કતાં મેયે ઉનાય કા, ' હે મારા લોક, તીયામાથી બાર આવા. તુમે તિયણે પાપણે ભાગીદાર ની હોવા, ને તિયણે પાર આવનારી આફતમાંણી કોઈ બી તુમારે પાર ની આવે. કેહે કા તે પોતાણે મનમાં કતાહા કા, હાય રાણી હોયને બેઠી હામ, હાય વિધવા કાયની હામ, ને હાય રડનારી કાયની હામ. કેહે કા તોરે વેપારી ને પૃથ્વીણે મહાન પુરુષો હોતના, તોરે જાદુ ક્રિયાથી બધાં દેશમાણા લોકાહાય વિહરાવા પડયા.
1૧ .તીયા પુઠી સ્વર્ગમાં મોટા સમુદાયણે જેવી વાણી મયે મોટા અવાજે એહે કતા ઉનાયી કા ' હાલેલૂયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી હા ;મહિમા ને પરાક્રમ તીયાણે હા'. 2૨ .કેહે કા તિયાણે ન્યાયચુકાદા સત્ય ને યથાર્થ હા ;કેહ કા જે મોટી વારંગનાણે પોતાણે વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી ;તીયે તીયાણે ન્યાય કર્યો હા ને તીયા પાહાયથી પોતાણે સેવકોહીય નુયણે બદલો નેદો હા.3૩ .તીણાહાય પાછ કય કા, ' હાલેલુયા, તીયાણે નાશણે ધુમાડો સદાસર્વકાળ ઉપાર ચડતો હા.' 4૪ .રાજ્યાસન પાર બેઠના ઈશ્વરને ભજન કરતા ચોવીસ વડીલો ને ચાર પ્રાણીઓએ દંડ્વત પ્રણામ કરીને કય 'આમીન, હાલેલૂયા. '5૫ .રાજ્યાસનમાંથી એવી વાણી હોવી કા, 'આપડે ઈશ્વરને બદાસેવક, તીયણે બીક રાખનારા નાના ને મોટા, તુમે તીયાણે સ્તુતિ કરા. '6૬ .મોટા સમુદાયણે જેવી, ઘણા પાણીને પ્રવાહ જેવી ને ભારે ગર્જનાણે જેવી વાણીને એહે કતા મયે ઉનાયી કા,હાલેલૂયા ;કેહે કા પ્રભુ આપણો ઈશ્વર જો સર્વ સમર્થ હા તો રાજ કરતો હાશે.7૭ .આપડે આનંદ કરીને ખુશ હોજે ને તીયાણે મહિમા આપતે ;કેહે કા હલવાનણે લગ્નણે દિવસ આવો હા ને તીયાણે કન્યાએ પોતાણે તિયાર કરી હા . 8૮ .તેજસ્વી શુદ્ધ ને બારીક શણને વસ્ત્ર તીયાણે પેરને આપ્ય હા , તે બારીક શણને નુગડે સંતોણે ન્યાયીપણાને કામ દર્શાવતો હા.9૯ .સ્વર્ગદૂતે માને કય કા, 'તું એહે નખ કા હલવાનને લગ્ન જમણને હારુ જીણાહાય આમંત્રણ હા તી આશીર્વાદિત હા ;તે માને એહે ફણ કતા હા કા, 'ઈ તે ઈશ્વરને સત્ય વચન હા. ' 10૧૦ .હાય તીયાણે ભજવાણે દંડ્વત પ્રણામ કદો, ફણ તીયે માને કય કા; 'હેદજે, હેવ ની કર, હાય તોરે ને ઈસુણે સાક્ષી રાખનારે તોરે ભાઈઓમાણો એક સાથી સેવક હામ, ઈશ્વરને ભજન કર ; કેહે કા ઈસુણે સાક્ષી તે પ્રબોધણે આત્મા હા.11૧૧ .પુઠી મયે સ્વર્ગ ઉઘડીન દેખ્ય; ને હેદા, એક સફેદ ઘોડા ઉપર જો બેઠનો હા તો 'વિશ્વાસુ ને સત્ય 'હા, ને તે પ્રામાણિકતાથી ન્યાય ને લડાઈ કરતો હા. 12૧૨ .અગ્નિણે જ્વાળા જેવી તીયાણે ડોલા હા, ને તીયાણે માથા પાર ખણા મુગટ હા, જીયા પાર એવ નામ નખીન હા કા જે તીયાણે સિવાય બીજ કોઈ જાણત કાયની. 13૧૩ .નુયથી છાટાયનો ઝબ્બો તીયાએ પેરિયો હા ;તીયાણે નામ ' ઈશ્વરનો શબ્દ 'હા.14૧૪ .સ્વર્ગના સૈન્ય તે શ્વેત ઘોડા પાર સફેદ ને શુદ્ધ બારીક શણના વસ્ત્રો પેરીને તીયાણે પાછાલ પાછાલ ચાન્યા. 15૧૫ .તીયાણે મૂઆંમાંથી ધારવાલી તલવાર નીકીલતી હા ; હિયા માટે કા તીયાથી તે દેશણે મારે, ને લોખંડણે દંડથી તીયણે પાર તો સત્તા ચાનવી ! ને સર્વસમર્થ ઈશ્વરને ફારે કોપણો દ્રાક્ષાકુંડ તો ખુંદતો હા. 16૧૬ .તીયાણે ઝબ્બા પાર ને તીયાણે જાંઘ પાર એહ નખીન હા કા 'રાજાઓણે રાજા ને પ્રભુઓનો પ્રભુ '17૧૭ .મયે એક સ્વર્ગદૂતણે સૂર્યમાં ઉભો રાખીનો દેખ્યો, ને તીયે આકાશમાં ઊડનારા સર્વ પક્ષીઓણે મોટે અવાજે હાંક મારી કા, 'તુમે આવા ને ઈશ્વરને મોટા જમણને હારુ ફેગા હોવા. 18૧૮ .હિયા હારુ કા રાજાઓણે, સેનાપતિઓણે, શૂરવીરોને, ઘોડાઓણે, સવારોણે , સ્વતંત્ર તથા દાસોણે, નાના ને મોટાણે માંસ તુમે ખાયા. '19૧૯ .પુઠી મેં હિંસક પશુ, દુનિયાણે રાજા ને તીયણે સૈન્યણે ઘોડા પાર બેઠનાહાય હામે ને તીયણે સૈન્યણે હામે વિડાણે એકઠા હોવને મયે દેખ્યા. 20૨૦ .હિંસક પશુ પકડાયો, ને તીયાણે સમક્ષ જે જુઠા પ્રબોધક ચમત્કારિક ચિન્હો દેખાડીને હિંસક પશુણે છાપ નેનારાહાય ને તીયાણે મૂર્તિણે ઉપાસના કરનારાહાય કમાવીના હોતના તીયાણે ફણ તીયા હારી થરવામાં આવો, તે બેવાહાય હલગીતા ગંધકણે સરોવરમાં જીવતા જ ઉડાડવામાં આવીના.21૨૧ .ને જે બાકી રયા તીણાહાય ઘોડા પાર બેઠનાહાય મૂઆમાંથી જે તલવાર નિકલી તીયાથી મારી નાખવામાં આવીના ; ને માંસથી બદે તૃપ્ત હોવે.
1૧ . મયે એક સ્વર્ગદૂતણે સ્વર્ગથી ઉતીરતો દેખ્યો, તીયા પાહાય અનંત ઊંડાણને ચાવી હોતની. ને તીયાણે હાથમા મોટી હાકાલ હોતની. 2૨ . તીયે હલા અજગરને જો ઘડો સાપ, દુષ્ટ ને શેતાન હા, તીયાણે થયરો. ને હજાર વર્ષ હુદી તીયાણે બાંધી રાખ્યો. 3૩ . ને તીયે તીયાણે અનંત ઊંડાણમાં નાખીને તી બંધ કરીય, ને તીયાણે મહોર કરીય. હિયા માટે કા તો હજાર વરહે પૂરાં હોતા સુધી તો ફરી બદાહાય ભૂલાવે ની ; તીયા પુઠી થોડીવાર હુદી તો છુંટો કરવામાં આવી.4૪ પુઠી મયે રાજ્યાસન દેખ્યા ને તીયા પાર જે બધા બેઠનાં હોતના તિણાહાય ન્યાય કરવાણે હોપવામાં આવ, ને જિણાહાય ઇસુણે સાક્ષીણે નેદે ને ઇશ્વરને વચનને નેદે શિરરછેદ કરવામાં આવીના હોતના ને જિણાહાય હિંસક પશુણે ને તીયાણે મૂર્તિને ઉપાસના કોયની કદની ને પોતાણે કપાળ પાર અથવા પોતાણે હાથ પર તીયાણે છાપ લાગવિની કાપની તેવાહાય આત્માંઓણે મયે દેખ્યા; ને તે સજીવન હોવા ને ખ્રિસ્તણે હારી હજાર વરહે હુદી રાજ્ય કદ,5૫ . મરણ પામીનાહામા જી બાકી રયને, તિયણે તે હજાર વરહે પુરે હોવે ત્યાં હુદી સજીવન કાયની હોવે, તી જ પેલ પુનસ્થાન હા . 6૬ . પેલા મરણોત્યાનમાં જી ભાગ નેય તી આશીર્વાદિત ને પવિત્ર હા; તેવાહાય પાર બીજાં મરણને અધિકાર કાયની હા, ફણ તે ઇશ્વરને તથા ખ્રિસ્તણે યાજક હોવી ને તીયણે હારી હજાર વરહે રાજ કરી.7૭ . જ્યાં તે હજાર વરહે પૂરા કરી ત્યાં શેતાનને તીયાણે બંધનમાથી મુક્ત કરવામાં આવી. 8૮ . ને તો પૃથ્વી પાર ચારે ખૂણામાં રતે બદાહાય, ગોગ ને માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને હારું તિણાહાય એકઠે કરને બાર આવી; તીણાહાય સંખ્યા સમુદ્રણે રેતી જતરી હા. 9૯ . તે પૃથ્વીને આખી સપાટી પાર ગયા ને તીણાહાય સંતોણે છાવણીને જી પ્રિય શહેર હા તીયાણે ખેરી નેદ ; ફણ સ્વર્ગમાંથી અગ્નિ ઉતીયરો ને તીણાહાય સંહાર કદો. 10૧૦ . શેતાન જો તીણાહાય ભમાવનારો હોતનો, તીયાણે હલગીતા ગંધકણે સરોવરમાં જીયે હિંસક પશુ, ને જૂઠો પ્રબોધક હા, તીયે નાખી દેવામા આવ્યો,તીયે રાતદિહિ સદાસર્વકાળ હુદી તે પીડા ફોગવી.11૧૧ . પુઠી મયે મોટા ઉજલા રજ્યસનને ને તીયા પાર જે બેઠના હોતના તીણાહાય દેખ્યા.તીયાણે સન્મુખથી પ્રુથ્વી ને આકાશ અદ્ર્શ્ય હોય ગયા, ને તીણાહાય માટે કોઈ સ્થાન મીલ્ય કાયની. 12૧૨ . પુઠી મયે મુએલાહાય, મોટા ને નાના બદાહાય સિંહાસનને આગાલ ઊભા રાખીને દેખ્યા; ને ચપડે ઉઘાડવામાં આવ, ને બીજ ચપડે જી જીવનને હા તી બી ઉઘાડવામાં આવ; ને તીયા ચોપડામા જી જી નખિન હોતન તીયા પારથી મરી ગયે હોય તેવાહાય કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવો.13૧૩ . સમુદ્રે પોતાનામાં જી મૃત્યુ પામીને હોતને તીણાહાય પાછે આપ્યે; ને મરણે ને પાતાળે બી પોતાનામાં જી મરી ગને હોતને, તીણાહાય પાછે આપ્યે. 14૧૪ . મૃત્યુ ને પાતાળ અગ્નિણે સરોવરમાં નાખ્યે ,અગ્નિણે ખાઈ તી જ બીજ મરણ હા . 15૧૫ .જી કોઈણે નામ જીવનને પુસ્તકમાં નોંદાયન ની જાણાય તીયાણે અગ્નિણે સરોવરમાં નાખી દેવામા આવી.
1૧ .પુઠી મયે નવ આકાશ ને નવી પૃથ્વી દેખી ; કેહે કા પેલ આકાશ ને પ્રથમણે પૃથ્વી જાતે રયને હોતને ; ને સમુદ્ર બી રયનો કાયની. 2૨ .મયે પવિત્ર નગર, નવ યરુશાલેમ, ઈશ્વરને પહાડથી સ્વર્ગમાંથી ઉતીરતા દેખ્યા, ને જેહે કન્યા પોતાણે વરને હારુ શણગારેની હોય તેહે તે તિયાર કરીની હોતની.3૩ .રાજ્યાસનમાંથી મોટી વાણી એહે કતા મયે ઉનાયી કા, 'હેદા, ઈશ્વરને રહેઠાણ માણાહાય હારી જ હા, ને ઈશ્વર તીણાહાય હારી રયને તીયણે ઈશ્વર હોવી. 4૪ .તે તીણાહાય આંખમાણે બદે આંસુ નૂસી નાખી ; મરણ, શોક, રુદન કા વેદના પાછી ની હોવે, જૂની વાત જાતી રય હા.5૫ .રાજ્યાસન પાર જો બેઠનો હા, તીયાયે કય કા 'હાય બદ નવ બનાવાણો હામ, પાછો તો કતો હા કા, 'તું નખ, કેહે કા હે વાત વિશ્વસનીય ને હાચી હા. 6૬ .તીયાયે માને કય કા, 'તે પુરી હોય ગોય હા, હાય આલ્ફા ને ઓમેગા, શરૂઆત ને અંત હામ, હાય તરસ્યાને જીવનને પાણીના ઝરામાંથી મફત પાણી આપીહ.7૭ .જો જીતતો હા તો તીયાણે વારસો પામી, ને હાય તીયણે ઈશ્વર હોવીહ, ને તે મારે બાળક હોવી. 8૮ ફણ.કાયર,અવિશ્વાસી, દુર્જનો, હત્યારે, વ્યભિચાર, તાંત્રિક, મૂર્તિપૂજકો ને બદે જૂઠ બોનનારે, અગ્નિ ને ગંધકથી બલતા સરોવરમાં નાખવામાં આવી, તી જ બીજ મરણ હા.9.જે સાત સ્વર્ગદૂતોણે પાહાય સાત પ્યાલા હોતના, તે સાત છેન્ની આફતથી ફરીના હોતના, તીયણેમાંનો એક સ્વર્ગદૂત મારે પાહાય આવો ને માને કય કા, 'ઇયે આવ, ને જે કન્યા હલવાનણે પત્ની હાશે તીયણે હાય તુને દેખાડીહ. ' 10.ફૂટી તો માને આત્મામાં એક મોટા ને ઊંચા પહાડ પાર નેય ગો, ને ઈશ્વરને પાહાયથી સ્વર્ગથી ઉતીરતા પવિત્ર નગર યરુશાલેમ માને દેખાડય.11૧૧ .તીયામાં ઈશ્વરને ગૌરવ હોતન ને તીયાણે તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવ એટલે યાસપીસ પાશાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, તીયા જેવ હોતન. 12૧૨ .તીયાણે દીવાલ મોટો ને ઊંચો હોતનો ને જીયાણે બાર દરવાજા હોતના ને દરવાજા પાહાય બાર સ્વર્ગદૂત ઊભી રાખીના હોતના, દરવાજા પાર ઇઝરાયેલને બાર કુળને નામ નખીના હોતના. 13૧૩ .પૂર્વમાં તીન દરવાજા ઉત્તરમાં તીન દરવાજા, દક્ષિણમાં તીન દરવાજા ને પશ્ચિમમાં તીન દરવાજા હોતના.14૧૪ .નગરને દીવાલણે પાયાણે બાર પથ્થર હોતના, ને તીયા પાર હલવાનણે બાર પ્રેરીતીહીય બાર નામે હોતને. 15૧૫ .મારે હારી જે સ્વર્ગદૂત બોનતોનો, તીયા પાહાય નગર, દરવાજો ને દીવાલણે માપ નેવાણી હોનાણી નાકડી હોતની.16૧૬ .નગર સમચોરસ હોતન તીયે જતરી લંબાઈ હોતની તતરી જ તીયાણે પહોળાય હોતની, તીયાણે નાકડીથી નગરને માપ નેદ,તો તે બે હજાર ચારસો કિલોમીટર હોવ. નગરને લંબાઈ, પહોળાઈ ઊંચાઈ હરખી હોતની. 17૧૭ .તીયે તિયી દીવાલને માપ નેદ, તે માહણાને માપ, એટલે સ્વર્ગદૂત માપ પ્રમાણે ગણતા એકસો ચુમાલિસ હાથ હોતના.18૧૮ . તીયા કોટણે બાંધણી યાસપીસની હોતની, ને નગર સ્વચ્છ કાંચના જેવ શુદ્ધ હોનાણે હોતન. 19૧૯ નગરને કોટણે પાયા બધા પ્રકારના મૂલ્યવાન પાશાણથી સુશોભીત હોતના, પેલો પાયો યાસીપીસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ. 20૨૦ .પાંચમો ગોમેદ, છઠ્ઠા અકીક, સાતમો તૃણમણી, આઠમો પીરોજ, નવમો પોખરાજ, દસમો લસણીયો, અગિયારમો શનિ, બારમો યાકુત.21૨૧ .તે બાર દરવાજા બાર મોતી હોતના, તીયણેમાંના બધા દરવાજા એક એક મોતીણે બનીનો હોતનો, નગરને માર્ગ પારદર્શક કાચ જેવો શુદ્ધ હોનાણે બનીનો હોતનો. 22૨૨ .મયે તીયામાં ભક્તિસ્થાન દેખ્ય કાયની, કેહે કા સર્વસમર્થ પ્રભુ ઈશ્વર ને હલવાન હે જ તીયણા ભક્તિસ્થાન હા.23૨૩ .નગરમાં સૂર્ય કા ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર કાયની હા, કેહે કા ઈશ્વરને ગૌરવ તીયાણે પ્રકાશિત કરીય , ને હલવાનને તીયાણે પ્રકાશિત કરીય, ને હલવાનને તીયાણે દીવો હા. 24૨૪ .પૃથ્વીણે બદી પ્રજા તીયાણે પ્રકાશમાં ચાની ને દુનિયાણે રાજાએ પોતાણે વૈભવ તીયામાં નાવતા હા. 25૨૫ .દિવસે તીયાણે દરવાજા કદી બંધ ની હોવે તીયા હુદી રાત પડે ની.26૨૬ .તે બદી પ્રજાહાય વૈભવ ને કીર્તિ તીયામાં નાવી. 27૨૭ .ને જી કાંઈ અશુદ્ધ હાશે, ને જે કોઈ ધિક્કારપાત્ર ને અસત્યણે આચરણ કરતો હાસે તો તીયામાં પ્રવેશી હખી ની, જીયાણે નામ હલવાનણે જીવનપુસ્તકમાં નખીન હાશે તે જ પ્રવેશ પામી હખી.
1૧ .સ્ફટિકણે જેવી ચળકતી, જીવનના પાણીને નદી, તીયા તીયે માને ઈશ્વરને હલવાનને રાજ્યાસનમાંથી વેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. 2૨ .તે નદીણે બેય કિનારા પાર જીવનને વૃક્ષ હોતન, તીયાણે બાર પ્રકારના ફળ નાગતાના, દર માસે તે નવા ફળ આપતન, ને તે વૃક્ષણે પાંદડા બદી પ્રજાહાય સાજા કરને હારુ હોતના.3૩ .ત્યે કદી કોઈ શાપ હોવાણો કાયની, ફણ તે નગરમાં ઈશ્વર ને હલવાનને રાજ્યાસન હા, ને તીયણે સેવક તીયાણે સેવા કરી. 4૪ .તે તીયાણે મોં હેદી, ને તીણાહાય કપાળ પાર તીયાણે નામ રય. 5૫ .પાછી રાત પડવાણી કાયની તીણાહાય દિવાણેને સૂર્યણે પ્રકાશણે જરૂર કાયની, કેહે કા પ્રભુ ઈશ્વર તીયણે પાર પ્રકાશ પાડી ને તે સદા સર્વકાળ રાજ્ય રાજ્ય કરી.6૬ .તે દૂતે માને કય કા, 'એ વાત વિશ્વસનીય ને સાચી હા, ને પ્રભુ જે પ્રબોધકણે આત્માહાય ઈશ્વર હા તીણાહાય જે થોડા સમયમાં હોવાણ હા તી પોતાણે સ્વર્ગદૂતણે મોકીન્યાં હા. 7૭ .હેદા, હાય થોડીવારમાં આવતો હામ, ઇયા પુસ્તકમાંણા પ્રબોધવચનો જી પાલત હા તે આશીર્વાદિત હા.8૮ .જીયે ઈ ઉનાય ને દેખ્ય હા તો હાય યોહાન હામ ; ને જ્યાં મયે ઉનાય ને દેખ્યતીયા જો સ્વર્ગદૂતે માને હે બીનાઓ દેખાડી, તીયાણે દંડ્વત પ્રણામ કરને હાય તીયાણે આગાલ નમ્યો. 9૯ .ફણ તીયે માને કય કા, 'હેદજે, એહ ની કર, હાય તો તોરે ને તોરે સાથીહીય ભાઈઓ ને બેહનો ને ઇયા પુસ્તકણે વાતોણે પાલનારાહાય સાથી સેવક હામ, તું ઈશ્વરને ભજન કર.10૧૦ .તીયે માને કય કા, 'ઇયા પુસ્તકમાંણા પ્રબોધ વચનોને મહોરથી બંધ ની કર ; કેહે કા સમય પાહાય હા. 11૧૧ .જે અન્યાયી હા તે આજુ અન્યાય કર્યા કરી, જે મલિન હા તે આજુ મલિન હોતો જાય, ને જે ન્યાયી હા તે ન્યાયી કૃત્યો કર્યા કરે ને જે પવિત્ર હા તો પવિત્ર હોતો જાય.12૧૨ .હેદા, હાય થોડીવારમાં આવતો હામ, ને દરેકણે જેવ કામ હોય તીયા પ્રમાણે તીયાણે ફરી આપવાનો બદલો મારે પાહાય હા. 13૧૩ .હાય આલ્ફા ને ઓમેગા, પ્રથમ ને છેન્નો, આરંભ ને અંત હામ.14૧૪ .જીવનને વૃક્ષ પાર તીણાહાય હક મિલે ને તે દરવાજામાં હોયને નગરમાં પ્રવેશ કરે તે માટે જે પોતાણે નુગડે થોતે હા તી આશીર્વાદિત હા. 15૧૫ .કુતરા, તાંત્રિક, વ્યભિચારો, હત્યારા, મૂર્તિપૂજકો ને જે અસત્ય વિચારતે હા ને આચીરતે હા, તે બદે નગરને બાર હા.16૧૬ .મેં ઈસુએ મારે સ્વર્ગદૂતણે મોકીન્યો હા કા તે વિશ્વાસી સમુદાયણે હારુ એ સાક્ષી તુમાહાય આપે, હાય મૂળ ને દાઉદણે સંતાન, ને પ્રભાતણે ઉજ્જવળ તારો હામ.17૧૭ .આત્મા ને કન્યા બેવ કતા હા કા, 'આવા, ને જો ઉનાતો હા તો એહ કતો હા કા, 'આવા, ને જે તૃષિત હોય તે આવે ; જીયાણે ઇચ્છા હોય તે જીવનને પાણી મફત નેય.18૧૮ .ઇયા પુસ્તકમાંણા પ્રબોધવચનો જો કોઈ ઉનાતો હા તીયાણે હાય ચેતીવતો હામ ; 'જો કોઈ તીયણેમાં વધારો કરી તો તીયા પાર ઈશ્વર ઇયા પુસ્તકમાં નખીની આફતો વધારી. 19૧૯ .ને જો કોઈ ઈ પ્રબોધવચનને પુસ્તકણે વચનમાંથી કાંઈ બી કાઢી નાખી, તો ઈશ્વર તીયાણે ફાગ જીવનને ઝાડવાંમાંથી ને પવિત્ર નગરમાંથી જીયા વિશે ઈ પુસ્તકમાં નખીન હા તીયામાંથી કાઢી નાખી.20.જે એ વાતોણે સાક્ષી આપતો હા તો કતો હા કા, 'હા, થોડીવારમાં આવતો હામ, આમીન, 'ઓ પ્રભુ ઈસુ આવો. ' 21.પ્રભુ ઈસુણે કૃપા બદા સંતો પાર હો, આમીન.